Book Title: Jinmargnu Jatan
Author(s): Ratilal D Desai
Publisher: Gurjar Granthratna Karyalay
Catalog link: https://jainqq.org/explore/001041/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જિનમાર્ગનું જતન રતિલાલ દીપચંદ દેસાઈ Page #2 -------------------------------------------------------------------------- ________________ જૈન-પત્ર લેખશ્રેણી (૨) જિનમાર્ગનું જતન (સહઆરોહણની ખોજ) લેખકઃ પં. રતિલાલ દીપચંદ દેસાઈ પ્રતિભાવ : પૂ. આચાર્યશ્રી વિજયપ્રદ્યુમ્નસૂરિજી સંપાદક : શ્રી નીતીન ૨. દેસાઈ (નિવૃત્ત સંસ્કૃતાધ્યાપક) ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ - ૩૮૦ ૦૦૧ Page #3 -------------------------------------------------------------------------- ________________ JIN-MARGNUN JATAN: by R. D. Desai Published by Gurjar Grantha Ratna Karyalaya, Opp. Ratanpol naka, Gandhi Road, Ahmedabad - 380 001 Price Rs. 280.00 © ૨. દી. દેસાઈ પ્રત: ૭૫૦ પૃષ્ઠસંખ્યા ઃ ૨૦+ ૪૭૬ કિંમત : રૂ. ૨૮૦,૦૦ પ્રકાશક : અમરભાઈ ઠાકોરલાલ શાહ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ - ટાઇપસેટિંગ : વિક્રમ કમ્પ્યુટર સેન્ટર એ-૧, વિક્રમ એપાર્ટમેન્ટ, શ્રેયસ ક્રોસિંગની પાસે, આંબાવાડી, અમદાવાદ ૩૮૦ ૦૦૧ - મુદ્રક ઃ ભગવતી ઓફસેટ ૧૫/સી, બંસીધર ઍસ્ટેટ, બારડોલપુરા, અમદાવાદ - ૩૮૦ ૦૦૪ ૩૮૦ ૦૧૫ Page #4 -------------------------------------------------------------------------- ________________ રતિલાલ દીપચંદ દેસાઈ જન્મ તા. ૧૨-૯-૧૯૦૭] [અવસાન તા. ૭-૧૨-૧૯૮૫ Page #5 -------------------------------------------------------------------------- ________________ Page #6 -------------------------------------------------------------------------- ________________ ॥ નમો નમઃ શ્રી ગુરુનેમિસૂરયે વિચારવલોણાના નવનીતને આવકારીએ વિચા૨-બીજનો અમૂલ્ય ખજાનો આજે આપણા હાથમાં આવ્યો છે. તેને ફળદ્રુપ જમીનમાં વાવવાથી અનેકગણો ફાલ ઊતરે તેવું લાગે છે. યુગને આગળ ધપાવવા માટે એ જ કામ લાગે છે. આ બધું લખાણ ભલે વર્ષો જૂનું કે યુગો જૂનું હોય, તો પણ તે આજે પણ એટલું જ પ્રસ્તુત છે, જેટલું એ લખાણ થયું ત્યારે પ્રસ્તુત હતું. આમાં બધું જ છે. તે-તે કાળના જૈનયુગનું પ્રાયઃ સર્વાંગીણ પ્રતિબિંબ આ પાનાંમાં ઝિલાયું છે. કોઈ વિષયને તેઓ ન અડકવા હોય તેવું નથી બન્યું. આના દ્વારા તો શ્રી રતિભાઈની દૃષ્ટિ, સૂઝ અને જૈનસંઘના હિતની ચિંતાનાં પણ દર્શન થાય છે. કથા-લેખક તરીકે તો તેવા કસબી હતા જ, પણ વિચારક પણ હતા તે આનાથી જણાય છે. માણસ તો આમે અધૂરો જ રહ્યો છે. તેથી તેમની વિચારસરણી સાથે બધાં સંમત ન થાય તે સ્વાભાવિક છે. પણ વાચકની નજર માત્ર અનુક્રમણિકા ઉપ૨ ફ૨શે તો પણ તેને અંદાજ આવશે કે તેમના વિચારવિશ્વનો વ્યાપ કેટલો મોટો છે, તેમની નજર કયાં-કયાં પડી છે. દેશ-પરદેશના વિદ્વાનો, તેમની પ્રવૃત્તિથી લઈને કળા – પછી તે ચિત્રકળા, શિલ્પકળા કે છબીકળા હોય – બધાં જ ક્ષેત્રોને આવરી લેતી તેમની લેખિની અદ્ભુતોભયસંચરિષ્ણુ (નિર્ભય સંચારવાળી) છે તેવાં દર્શન અહીં પાનેપાને થાય છે. સારા-ખોટા બનાવોનાં લેખાં-જોખાં અહીં મળે છે. SAR આના વાચન માટે વાચન” શબ્દ ખૂબ સીમિત જણાય છે, પણ રીતસ૨નો અભ્યાસ માંગી લે તેવું આ પુસ્તક છે. ખાસ કરીને તો તેઓના સુપુત્ર શ્રી નીતીનભાઈએ ભારે જહેમત લઈને આ પિતૃઋણ ઉતાર્યું છે, તો સંઘ ઉપર ઋણ ચઢાવ્યું છે; એક ધૂળધોયાનું કામ કર્યું છે. આવાં કામ અતિશય ખંત-ધીરજ માંગી લેતાં હોય છે. આ Page #7 -------------------------------------------------------------------------- ________________ IV તો જે કરે તેને જ ખબર પડે – તેવું સંપાદન-ચયનનું કામ છે. ઘણી વાર તો પ્રકાશન કરનારની સાહિત્યભક્તિ પણ કસોટીએ ચડતી હોય છે. નિીતીનભાઈને પણ આ વિશાળ લેખ-રાશિમાંથી વીણી-વીણીને સારપભર્યા લખાણો તારવવામાં જે દ્વિધા-નિશ્ચય-રોમાંચ અને પિતાશ્રીની વિવિધ શક્તિનાં દર્શન વગેરે-વગેરે તબક્કામાંથી પસાર થવાનું થયું છે, તે તેમના જીવનની સંભારણારૂપ ક્ષણો હતી. આપણે તો તૈયાર ભાણે ભાવતું ભોજન આરોગવાનું છે, વહેતા પાણીમાં મોં ધોવાનું છે. વિષયવૈવિધ્ય એટલું બધું છે કે જેને જેની રુચિ હોય તેને તે વિષયનું અહીં મબલખ મળી રહેશે. શ્રેષ્ઠીઓને, વહીવટદારોને અને સાધુસંસ્થાને પણ અવસર-અવસરે ચીમકી આપતા રહ્યા છે. જાગૃત પત્રકારનું કામ પણ આ જ જૈન' સાપ્તાહિક પત્રના માધ્યમથી શ્રી રતિભાઈની કલમ ઘડાઈ; તો રતિભાઈની કલમથી જૈન પત્ર પણ ઘડાયું છે, પંકાયું છે, પ્રશંસાયું છે અને પોંખાયું પણ છે. આજે જેન' જેવા પત્રની ખોટ સતત વરતાય છે. હજી સુધી કોઈએ જૈનની ખાલી પડેલી જગ્યાની પુરવણી કરી નથી ! આજે પણ, “કલ્યાણ”, “શાંતિસૌરભ' સિવાયનાં નાનાં-નાનાં ચોપાનિયાં સંઘની બજારમાં ફરે છે, પણ નથી તો તેમાં જૈન” જેવી નિયમિતતા કે નથી તો તેનું વ્યવસ્થિત માળખું દેખાતું. જ્યારે આવી કોઈ પણ પ્રવૃત્તિ ચાલતી હોય, ત્યારે તેને વખાણનારા કે વખોડનારા હોય જ છે, અને હોવા જ જોઈએ; તો જ એનું બેલેન્સ' રહે. પણ ખરી કસોટી તો કાળમહારાજ જ કરે છે. નબળું નકામું-નિઃસત્ત્વ આપમેળે જ ખરી પડે છે અને સત્ત્વવંત, સબળ, સપ્રાણ ટકી જાય છે એવો એક અફર નિયમ છે. આજે આટલાં વર્ષે ફરી જૈન’નાં પાનાં ઉપર અવતરેલાં એ અક્ષરોને વાંચતાં સમગ્ર ચિત્ર શેનું ઊપસે છે ? બધાં એકી અવાજે કબૂલ કરે છે કે એકાદ આવું પત્ર તો હોવું જ જોઈએ સંઘમાં. આજે બેફામપણે કે બે-રોકટોકપણે જેને જે ફાવે તેવી યથેચ્છ પ્રવૃત્તિઓ ચાલે છે; લગભગ “સ્વચ્છેદ' શબ્દ પ્રયોજવો પડે તેવી વૃત્તિ પ્રવૃત્તિની રેલછેલ જોવા-જાણવા મળે છે. ચારણી જ આજે ગાયબ છે ! જો કે સંઘ સ્વયં બળવંત છે; તે બળ ઉપર સંઘ ટકે છે – ટકયો છે. પણ તેની ઉપકારકતામાં ઓટ આવે Page #8 -------------------------------------------------------------------------- ________________ છે તેનું દુઃખ છે. આજે જાજરમાન સંઘનું પ્રભાવ-વર્તુળ ટૂંકું ને ટૂંકું જ થતું ચાલ્યું છે. - ક્ષેત્ર વિસ્તાર સધાવો જોઈતો હતો; તેને બદલે ક્ષેત્રના સીમાડા નાના ને નાના થતા જાય છે. બીજાં ક્ષેત્રની વાત બાજુએ મૂકો તો પણ, વિદ્યાના ક્ષેત્રનું જ દારિદ્ય કેટલું સમૃદ્ધ બની રહ્યું છે ! તમે આજથી ૫૦ વર્ષ પહેલાંના જૈન-ધર્મ-પ્રકાશ', “જૈન”, આત્માનંદ-પ્રકાશ” કે જૈન-સત્યપ્રકાશ' માસિકની ફાઈલોમાંથી પસાર થાઓ તો કેટ-કેટલા ગૃહસ્થ લેખકની સશક્ત કલમના દર્શન થાય છે ! સલામ કરવાનું મન થાય તેવાં એ નામો છે. વળી એ નામાવલી પણ ખાસી લાંબી છે. તમે બે હાથના બધાં વેઢાં વાપરો, પછી પણ એટલા જ બીજાં નામ જડે. ગદ્ય અને તેમાં પણ હળવાથી ભારે સંશોધન-ચિંતન જેવા સાહિત્યપ્રકારો ખેડાયેલા જોવા મળે. તે જ રીતે પદ્યમાં પણ ઠીકઠીક કહેવાય તેવા ભરપૂર પ્રયત્નો જોવા મળશે. જ્યારે આજે.આજે. શેની બોલબાલા છે ! મને તો સકલ શ્રીસંઘને કહેવાનું મન થાય છે કે તપ અને ભક્તિનાં પાંદડાં અને ડાળોને ડોલો ભરીને પાણી સીંએ જ ગયાં, હવે રોજ એકાદ લોટો તો જ્ઞાનના મૂળને સીંચવાનું શરૂ કરો ! અર્થને આટલું બધું બધાં જ ક્ષેત્રે પ્રાધાન્ય આપીને આપણી લોકોત્તરતાનાં નામનિશાન મિટાવવાનું બનશે, તે આપણને પરવડશે ? આપણી આ ગોષ્પદમંડૂકતા'ના (બંધિયારપણાના) નુકસાનનો કયારેક અંદાજ લગાવો. જો ખુલ્લી આંખે એ તરફ નજર ફેરવશો તો નસાસો નીકળી જશે. પ્રભુભક્તિ, ક્રિયાયોગ કે તપોયોગ બધામાં પ્રાણ પ્રકટાવનાર તત્ત્વ તો જ્ઞાનયોગ છે. એક-બે યોગ ઉપર જ આટલો બધો ભાર અનેકાંતીને શોભે ? એ તો એકાંતીનું જ કામ. આજ આ બધું કહેવાનું એટલા માટે સૂઝે છે કે આ પુસ્તકના પાને-પાને પથરાયેલી વાતોથી મન-બુદ્ધિની રહી-સહી આળસ ખંખેરાઈ ગઈ, અને મન વિચારે ચડી ગયું. થોડું કડક આત્મનિરીક્ષણ અને પરીક્ષણ થયું તેને અહીં વહેંચી દીધું. વાચકને ખાસ ભલામણ કરવાનું મન થાય છે કે આ પુસ્તકને હાથમાં લઈ ઉપર-ઉપરથી પાનાં ફેરવી મૂકી ન દેશો. પણ રસ પડે તેવા ઘણા વિષયો છે; તે-તે વિષયના એ લખાણને કમ-સે-કમ બે વખત વાંચવાનું અને પછી તે ઉપર વિચારવાનું રાખજો. નીતીનભાઈએ નિજાનંદ માટે કરેલો પરિશ્રમ લેખે લગાડવો તે આપણું કર્તવ્ય બની રહે છે. આવાં પ્રકાશનોની મઝા એ છે કે તે લખાણને કાળની ભઠ્ઠીમાં બને તેટલું તપાવીને-પકાવીને પછી વર્તમાન પરિસ્થિતિના પરિપ્રેક્ષ્યમાં સંઘ સમક્ષ મૂકવામાં Page #9 -------------------------------------------------------------------------- ________________ * VI આવે છે, ત્યારે તે વિચારોની કાળજવી અસરનો અણસાર પામી શકાય છે. યુગેયુગે સંઘચેતનાને ઢંઢોળવી પડે છે, અને એ કામ આવાં પુસ્તકો સુપેરે કરતાં હોય છે; - માટે તેનું સહર્ષ સ્વાગત કરવાનું મન થાય છે. દેવકીનંદન જૈન ઉપાશ્રય નારણપુરા વિસ્તાર, અમદાવાદ - ૧૩ પ્રદ્યુમ્નસૂરિ માગસર સુ. ૧૨, ૨૦૬૦ એ જ Page #10 -------------------------------------------------------------------------- ________________ કર લે સિંગાર, ચતુર અલબેલી !” (સંપાદકીય) ખપનું શિક્ષણ, સમજણ, અને વિચાર માટેની રુચિ તેમ જ શક્તિ પામેલા સરાસરી સામાન્ય વાચક પ્રત્યેના પૂરા આદર-વિનય સાથે, આપણી સહુની વ્યક્તિગત અને સામુદાયિક ચેતનાની માવજત અર્થે અત્રે આ વાણી-વિસ્તાર હોય છે; તે વાચકના યથેચ્છ સ્વાધ્યાયયજ્ઞ દ્વારા સાર્થક બની રહો. ચેતનાના સ્થાયી શણગારની, સંસ્કારની, ઉઘાડની આ વાત છે. મન સ્વસ્થ તો તન, જીવન, સમાજ અને સૃષ્ટિ પણ સ્વસ્થ. જેનું મન જાગ્યું તેને શણગાર અને શોભાનાં નવા-નવા ઉમળકા અને નવી-નવી મથામણો નિત્ય પ્રેરે. કહ્યું છે ને : “કર વિચાર, તો પામ”? આ બધી સામગ્રી છે તો જૂની : સન ૧૯૪૭થી ૧૯૭૯ વચ્ચે લખાયેલી. છતાં સમયાંતરે પણ ટકે એવું ઘણું-ઘણું તેમાં દીઠું, તેથી તેવું બધું ત્રણ પુસ્તકોની શ્રેણીરૂપે અત્રે રજૂ કરવાની હામ ભીડી છે, ધૃષ્ટતા કરી છે ! વાચક અને કાળદેવતા અમારી લાજ રાખો. કુલ પ૦૦ લેખો ૧૬૩૬ પાનાંમાં પથરાયા છે; છતાં વ્યક્તિગત કે કૌટુંબિક સ્વાધ્યાયરૂપે (ટી.વી.-સમય' ઘટાડીને) મહિનાઓ સુધી આ બહોળી સામગ્રી ક્રમશઃ બધી કે રુચે તેટલી જરૂર ખપમાં લગાડી શકાશે અને તે સાથે કૌટુંબિક અને સામાજિક ચેતનાની કાયમી શુદ્ધિ થતી અનુભવી શકાશે એમ લાગે છે. આ લેખો લેખકે ભાવનગરના, વીસમી સદીના આરંભનાં એક-બે વર્ષોમાં શરૂ થયેલા પ્રતિષ્ઠિત જૈન' સાપ્તાહિકના તંત્રી શ્રી ગુલાબચંદ શેઠ વતી લખેલા અગ્રલેખો અને નાની તંત્રીનોંધો રૂપે છે. નામ પ્રમાણે એ પત્રમાં જૈન ધર્મ અને જૈન સંસ્કૃતિને કેન્દ્રમાં રાખીને સમાચારો અને ચર્ચાઓ અપાતાં હતાં. એના આદ્ય સ્થાપક શ્રી દેવચંદ દામજી શેઠ સહિતના બધા તંત્રીઓના સતતના પ્રગતિશીલ વલણને કારણે, તેમ જ આ લેખકની પૂર્વે એક પચીશી સુધી સાહિત્યરસિયા સહૃદય વિદ્વાનું શ્રી સુશીલ(ભીમજીભાઈ)ની સમૃદ્ધ કલમનો લાભ મળ્યો હોઈ, આ સાપ્તાહિકે સમાજના પ્રગતિશીલ બુદ્ધિનિષ્ઠ વર્ગમાં અનોખી, સ્થાયી સુવાસ ફેલાવેલી. સાંપ્રદાયિક કટ્ટરતા Page #11 -------------------------------------------------------------------------- ________________ VIII અને રૂઢિચુસ્તતાથી અલિપ્ત રહીને યુગાનુરૂપ ઉદાર જૈન સંસ્કૃતિની સ્થાપના જ એની મથામણોનું કેન્દ્ર બની હતી. આ જ પરંપરાને લેખકશ્રીએ પોતાની નમ્ર, નિપુણ, પ્રેમાળ પ્રતિભાથી સવિશેષ દીપાવી. ઉપરના શીર્ષકમાંનું વચન સમાવતું આખું સુંદર કબીરપદ લેખકશ્રી સવારે ઊંડા ભાવથી ગાતા તેના અમે સંતાનો પણ સાક્ષી છીએ. એમનું પત્રકારત્વ, વક્નત્વ કે જીવન એવા ઊંચા જીવનરસથી સીંચાતું રહેલું. આ લખાણોની કામગીરી લેખકે જેન'ના પોતાના પુરોગામી શ્રી “સુશીલની બીમારી વખતે માત્ર છ મહિના માટે સ્વીકારેલી, પણ શ્રી “સુશીલ'ની ચિરવિદાય થતાં એ પોણીબત્રીસ વર્ષ ચાલી ! સૂકા વનમાં જેમ આગ એકદમ ફેલાઈ જાય, તેમ લેખક પાસે પાયાનું ઊંચું સંસ્કારધન હોવાથી તેમ જ નિત્ય ઘડાતા રહેવાની પ્રગતિશીલ મનોવૃત્તિ હોવાથી ક્રમશઃ આ કર્તવ્ય તેમને પૂરું સદી ગયું અને તેમનાં વિચારો અને ભાવનાઓને પણ સુંદર ઘાટ આપતું રહ્યું. જીવનને પોષનારાં ધાર્મિક, પારિવારિક, સામાજિક, રાષ્ટ્રીય, સાંસ્કૃતિક, આર્થિક એ સર્વ પાસાં પરત્વે તેમની પારદર્શી સમજણ સમાજને સુપેરે ઘડે તેવાં લખાણોમાં પરિણમતી રહી. વાણીનો આડંબરમાત્ર કરી વાહ-વાહ મેળવવા નહિ, પણ લખાણો-રૂપે પ્રગટ ચિંતન-મંથન કરતાં-કરતાં ઉપર્યુક્ત દરેક ક્ષેત્રનાં વિવિધ સત્યો પામવા માટેની એ એક ઉપાસના જ બની રહી, એક એકાગ્ર ધ્યાનયોગ જ બની રહ્યો. આમાં જીવનમાં ખરેખર તારક બનતા ધર્મતત્ત્વને, અધ્યાત્મને જ સતત કેન્દ્રમાં રાખીને ઉપર્યુક્ત અન્ય પાસાંઓ નિરૂપાયાં હોઈને આ લખાણો ચિરંજીવ બન્યાં છે. લેખકની આત્મનિરીક્ષણવૃત્તિ કેટલી સહજ અને ઉત્કટ હતી તે તો એ પરથી જાણી શકાય છે કે તેમના અવસાનના સવા વર્ષ પૂર્વે (ઑગસ્ટ ૧૯૮૪માં) તેમના એક યાદગાર સન્માન-સમારંભમાં તેમના આ લેખો ગ્રંથસ્થ કરવાની જાહેરાત જ્યારે જેનના પ્રતિનિધિ દ્વારા કરાઈ, ત્યારે લેખકશ્રીએ તરત જ “ના, ના. એ તો રોટલા માટે લખાયેલા; એને એમ છાપશો નહિ” એમ મંચ પર બેઠાં-બેઠાં જ કહી દીધેલું !! વધુ કસાયેલું સાધક-જીવન જીવીને ને સમાજની પ્રત્યક્ષ સેવા કરીને જ થોડું, પણ કાર્યસાધક સત્ત્વશીલ લખાણ કરવાની તમન્ના એમાં સમજાય છે. વળી વિષમ અર્થતંત્રે નિર્વાહને કેટલો દોહ્યલો કર્યો છે એની ઉત્કટ ફરિયાદ પણ એમાં ગર્ભિત છે. આમ છતાં, સંશયાત્મા ન થતાં, તેમણે જૈન”ની પોતાની કામગીરી બાબત વાજબી સંતોષ પણ નિખાલસપણે અનેક વાર પ્રગટ કર્યો હતો.(પાંજરાપોળના ઉપાશ્રય તરફથી થયેલા તેમના એ સન્માનનું પ્રવચન સમભાવનો ઉત્તમ નમૂનો છે.) ઉચ્ચાવી વાચકોના અભિનંદનદર્શક પત્રોની પણ આ નીતર્યા જીવને ખૂબ કિંમત હતી. પંજાબ સંઘના સેવાનિષ્ઠ મુનિવર્ય શ્રી જનકવિજયજીએ તેમનાં લખાણોના કાયમી પ્રબુદ્ધ ચાહક Page #12 -------------------------------------------------------------------------- ________________ Y તરીકે તેમને લખેલા પત્રના અંશો આ ગ્રંથશ્રેણીના ત્રીજા ગ્રંથનાં પાનાં ૪૬૬-૬૭ પર છાપ્યા છે તે વાંચવા જેવા છે. આ લેખોને ગ્રંથસ્થ કરવાની ખૂબ આગ્રહભરી ભલામણ પણ એમાં કરાઈ છે. આ બધાં છતાં લેખક કદી હેજ પણ ફુલાઈ ગયેલા નહિ કે તેમના ચીવટભર્યા આત્મનિરીક્ષણમાં ઓટ આવી નહોતી. એક ઠેકાણે તો તેમણે પોતાની જાતને શોખથી વિદ્વાનોના વેઠિયા' તરીકે ઓળખાવી છે! આ લેખો લેખકે સાધલી ઉચ્ચતર ચિત્તશુદ્ધિ થકી મૂલ્યવાનું બન્યા છે. આમ તો તેમનું જીવન સુખશાંતિ ઝંખતા સામાન્ય માનવી જેવું જ હતું. પરંતુ પ્રખર ત્યાગવૈરાગ્ય-સંયમથી પણ ચઢી જાય અને અનંત જીવનવિકાસનો દઢ પાયો બને તેવી મધ્યસ્થતા અને વૈચારિક વિશદતા તેમને સંસ્કારથી અને ઘડતરથી એમ બે ય રીતે સાંપડેલી. એમાં બુદ્ધિવ્યાપાર અને હૃદયબળ બંનેનો વિરલ સુયોગ હતો. (ભગવદ્ગીતાની પરિભાષામાં તેમને જિજ્ઞાસુ ભક્ત કહી શકાય. એને લીધે એમના આત્યંતર જીવનવૃત્તમાં પણ હૃદયહારી અનેક ઉત્કર્ષબિંદુઓ જોવા મળતાં. એની પર નજર કરવાથી આ લખાણો વધુ શ્રદ્ધેય અને સાચુકલાં લાગશે. તેમનો જીવનકાળ તા. ૧૨-૯-૧૯૦૭થી તા. ૭-૧૨-૧૯૮૫ વચ્ચેનો. તેમનું એક પાયાનું સૌભાગ્ય તે સારા કુળનો યોગ. સૌરાષ્ટ્રનું એ મૂર્તિપૂજક જૈન કુળ એનાં સંપ, નિર્બસનિતા, પારસ્પરિક ગાઢ સહાયવૃત્તિ અને પ્રામાણિક કર્મનિષ્ઠાને લીધે સાવ સામાન્ય આર્થિક સ્થિતિ વચ્ચે પણ સારી રીતે ટકી રહેલું. એથી, પોતાનાં માતા-પિતાની છત્રછાયા વ્હેલી સમેટાયાં છતાં તેમને વાજબી ઉછેર અને ઊંચા સંસ્કાર-ઘડતરના લાભથી વંચિત રહેવું પડ્યું નહોતું. આને લીધે પ્રેમ અને કરુણાના ગુણોનો વારસો પણ તેમને બચપણથી જ મળ્યો. સૌભાગ્યયોગે તેમને ક્રાંતદર્શી, યુગપારખુ જૈનાચાર્ય વિજયધર્મસૂરિજી દ્વારા સ્થપાયેલ એકાધિક મહિમાયુક્ત જૈન સંસ્કૃત પાઠશાળાઓનો લાભ મળ્યો. તેમનું મુખ્ય ઘડતર શ્રી જયભિખ્ખું સહિતના કુટુંબી ભાઈઓના સાથમાં ગ્વાલિયર પાસેના શિવપુરીમાં થયેલું. ત્યાં માત્ર ચીલાચાલુ પાઠશાલીથ “ શિક્ષણ' નહિ, પણ યુગાનુરૂપ વિદ્યારુચિ, સંસ્કારિતા, વિચારશક્તિ, નિર્ભય વક્તતા ઇત્યાદિની કેળવણી” જ મળી. તેમણે પસંદગીના વિષય તરીકે ઊંડી ધ્યેયશીલતાથી જે ન્યાયશાસ્ત્ર પસંદ કરેલું, તેણે તેમના આંતરઘડતરમાં મોટો ફાળો આપેલો. એની ન્યાયતીર્થ) પરીક્ષામાં એમણે ઊંચી પારંગતતા સિદ્ધ કરી હોઈ પાઠશાળા તરફથી તેમને ‘તાર્કિક-શિરોમણિ' બિરુદ આપવાનું નક્કી કરાયું. એનો અમલ આજીજીપૂર્વક અટકાવી એમણે પોતાની ઉત્કૃષ્ટ આત્મનિરીક્ષણવૃત્તિનો સંકેત આપેલો. Page #13 -------------------------------------------------------------------------- ________________ તેમણે પોતાના પિતાશ્રીની રૂઢિગત ધાર્મિકતાને યુગાનુરૂપ રૂપાંતરે અપનાવેલી. એથી જ પોતાને અને બે નાના ભાઈઓને ન-માયા મૂકીને, પોતાનાં બાળવિધવા ફોઈને પણ સાથે લઈ દીક્ષા લેતા પિતા પ્રત્યે તેમણે વાજબી પુણ્યપ્રકોપ દર્શાવેલો. ઉપર નિર્દેશેલા તેમના ઘડતરકાળમાં જૈનધર્મ-સમાજની અને મુનિચર્યાની અનેક બદીઓ જોવા-સમજવા-વિચારવાનો અવસર મળતો રહેલો. સાથે પ્રાચીન શાસ્ત્રોનું પણ યુગાનુરૂપ તેજસ્વી અધ્યયન – ભલે સંજોગાનુસાર મર્યાદિત – કરવાની કીમતી તક પણ મળી. તો બીજી બાજુ તેઓ શાસ્ત્રજડતાનાં અનેક રૂપો પણ સારી પેઠે સમજી શકેલા. આવી વિવેકિતાએ એમનાં લખાણોને ઉચ્ચાશથી, છતાં લોકભોગ્ય બનાવ્યાં. પોતે ગૃહસ્થજીવન પસંદ કર્યું હોઈ પ્રાપ્ત સંજોગોમાં વ્યવહારુ શિક્ષણ માટે ય તેમણે શક્ય પગલાં ભર્યા હતાં. યથાસમય લગ્નજીવન પણ સ્વીકાર્યું. તેથી ઊછરતા નાના ભાઈઓ સહિતની કૌટુંબિક જવાબદારીને લીધે કૉલેજ-શિક્ષણમાં પ્રવેશીને પણ આગળ ન વધી શક્યા. તેમ છતાં વિદ્યાવૃત્તિના સમર્થ બીજને કારણે આપબળે વિકસતા રહ્યા. ડિગ્રીની ખોટ વધારાની પરિશ્રમશીલતાથી પૂરીને, સંતોષથી મુખ્ય વ્યવસાયરૂપે તે-તે નોકરી દ્વારા કુટુંબનિર્વાહ કરતા રહ્યા. નોકરી પણ પોતાના સંસ્કારની વૃદ્ધિને અનુકૂળ હોય તેનો યથાસંભવ ખ્યાલ રાખતા. વળી પ્રામાણિકતા અંગેના પોતાના આગવા ખ્યાલ મુજબ જિંદગીમાં ચારેક વખત તો પોતાના પગાર કંઈક ઓછા પણ કરાવેલા – ભલે એ કારણે વધારે પૂરક કામો કરવા પડે છે તેવાં કામો પણ પોતાના સંસ્કારને અનુરૂપ હોય તે જોતા જૈનની કામગીરી પણ આવી જ હતી. સંજોગોવશાત્ તેમને ચૌદ વર્ષ રૂ-બજારમાં સેક્રેટરી તરીકે નોકરી કરવી પડેલી. પણ વ્યવહાર અને આદર્શના સમન્વયની આગવી સૂઝથી એમણે ઉપરી શ્રેષ્ઠીઓનાં હૃદયમાં ઊંચી પ્રતિષ્ઠા મેળવેલી; ને છતાં તેઓ શેર કે સટ્ટાથી સદંતર દૂર રહી શકેલા! જેન’ના પત્રકારત્વથી બંધાયેલી ઊંચી કીર્તિને લીધે અનેક જૈન શ્રેષ્ઠીઓનો વિશ્વાસ સંપાદિત કર્યા છતાં પૂરું અદૈન્ય જાળવેલું અને સંબંધોને કોઈ રીતે વટાવવા પ્રેરાયેલા નહિ. આવા અજાચક બ્રાહ્મણતુલ્ય વ્યવહારે એમની વાણીમાં અને લેખિનીમાં અભય અને ધિંગું સત્યપરાક્રમ આપ્યું. વ્યાવસાયિક અને જાહેર જીવનનાં ભરપૂર રોકાણો છતાં એમનું પારિવારિક જીવન પણ પ્રેમપૂર્ણ હતું. તેમાં તેઓ અમારાં માતુશ્રી મૃગાવતીબહેનની ખાનદાની, સરળતા અને પ્રેમાળ સહકારિતાનો પણ સુયોગ પામેલા. બાળકોના ધોરણસરનાં ઉછેર અને શિક્ષણ ઉપરાંત ઘરના સર્વ સભ્યોના સ્વાતંત્ર્યની અને ગૌરવની પણ ઊંચી Page #14 -------------------------------------------------------------------------- ________________ માવજત થતી રહેલી. એમના ઔદાર્યની ખરી પરખ થતી તેમના પુત્રવધૂઓ – અમ બે ભાઈઓનાં પત્નીઓ – તરફના આદર-વાત્સલ્ય-સખ્યથી ભર્યાભર્યા વલણમાં. અમારું ભાડાનું સામાન્ય ઘર પણ સગાંઓ, મિત્રો, વિદ્વાનોના આતિથ્યનું મંગળ ધામ બની રહેતું. પિતાશ્રીની ઉક્ત અસાધારણ ધનનિરપેક્ષતા છતાં પણ અમને કંઈ ઓછું આવ્યાનો દંશ રહ્યો નથી. ઊલટું એથી અમને સંતોષ અને ભાઈચારાની જે સંગીન કેળવણી મળી, તે આજે મનોવૈષમ્યોના યુગમાં પણ અમને તારતી રહે છે. - સાંસારિક જવાબદારીઓ વચ્ચે પણ જૈનધર્મના ઉદ્યોત અંગેનાં શક્ય અનેક કામો કરવાની એમની વૃત્તિ-પ્રવૃત્તિ રહેતી. અનેક નાના-મોટા મુનિવરો અને વિશિષ્ટ સાધ્વીજીઓ સાથે તેમણે ગાઢ ભક્તિ, વાત્સલ્ય કે સખ્યનો સંબંધ અને કાર્યોનો સંબંધ પણ નિભાવેલો. તે રીતે અનેક પંડિતો, વિદ્વાનોના પણ તેઓ ભક્તિપૂર્ણ, નિખાલસ સેવક બની રહેલા. અનેક જૈન સંસ્થાઓના પણ તેઓ હિતકર સલાહકાર કે સહયોગી બની રહેલા. આને કારણે જૈન સમાજનાં વિવિધ પાસાંની જે વિપુલ પ્રત્યક્ષ જાણકારી થતી રહેતી, તે એમનાં લખાણોમાં નૂતન રીતે ઊતરી આવતી. આ ઊજળી જીવનચર્યાના રસથી રસાયેલા આ લેખોને ત્રણ ગ્રંથોમાં વહેંચ્યાં છે, જેમાં વ્યક્તિચિત્રોનો એક છે અને વિષયવાર કુલ ૨૬ વિભાગોના લેખોના બે છે. એ બે પૈકી પ્રથમ ગ્રંથમાં ૧૫ લોકભોગ્ય વિષયો અને બીજામાં ૧૧ વધુ ગંભીર વિષયો છે. એકંદરે આ લખાણો સામાન્ય શિક્ષણ અને સારી સમજદારી ધરાવતા આમવર્ગ માટે જ થયેલાં છે. આ ત્રણ પૈકી પ્રથમ ગ્રંથ દૃષ્ટાંતોનો અને બે ગ્રંથ સિદ્ધાંતોના કહી શકાય. કુદરતી ઘાટ એવો ઘડાયો છે કે ગુણશ્રદ્ધામૂલક પ્રથમ “અમૃત સમીપે ગ્રંથ દર્શનપ્રધાન, જૈનધર્મસંસ્કૃતિના વર્તમાનનું વિસ્તૃત ચિત્રણ કરતો “જિનમાર્ગનું જતન' ગ્રંથ અત્યંત ખપના જ્ઞાનના પ્રાધાન્યવાળો અને વર્તમાનમાં જૈનધર્મના ઊંડા અધ્યયન સહિતના શુદ્ધ આચારપથ અને સાધનાપથનો વિચાર કરતો. “જિનમાર્ગનું અનુશીલન' ગ્રંથ ચારિત્રપ્રધાન બન્યો છે. આમ લેખકને અત્યંત ઉપયોગી લાગતી જિનોક્ત “રત્નત્રયી' આ ગ્રંથોમાં સમતુલાથી ઉપાસાઈ છે. વિષમય સંસારમાં ય સજ્જન-સંગ અમૃતતુલ્ય હોઈ, તથા સજ્જનો ગુણોથી અમર (અ-મૃત') હોઈ પંદર વિભાગોના ૨૧૯ લેખોમાં ૨૨૨ વ્યક્તિના બોધક જીવનસાર નિરૂપતા ગ્રંથને “અમૃત-સમીપે” નામ આપવાનું હૃર્યું. બાકી બે ગ્રંથોનાં શીર્ષક માટે રૂઢ ને સાંપ્રદાયિક બની ગયેલા જૈન' શબ્દને બદલે, એ શબ્દનો ગુણમૂલક મૂળ અર્થ ધ્યાનમાં આણવા જિનમાર્ગ શબ્દ યોજ્યો છે. ઉપર કહ્યા મુજબ બીજા ગ્રંથમાં, આજે જિનમાર્ગની થયેલી દુર્દશા નિરૂપવા સાથે લેખકે તેની શુદ્ધિ અને સુરક્ષાના Page #15 -------------------------------------------------------------------------- ________________ ઉપાયોની વાત ઘૂંટી હોઈ “જિનમાર્ગનું જતન' શીર્ષક આપ્યું. (જૈનધર્મમાં જેયણા', ઉપયોગ' શબ્દોનો ખૂબ મહિમા છે.) ત્રીજા ગ્રંથમાં, એ સુરક્ષિત કરેલા ધર્મના ઊંડા અધ્યયનના તેમ જ જીવનશુદ્ધિ-સંઘશુદ્ધિના પગલે શીલનિર્માણ અને ધ્યાનપ્રધાન સાધના દ્વારા મુક્તિપથ ચીંધ્યો હોઈ “જિનમાર્ગનું અનુશીલન' શીર્ષક યોજ્યું છે. અનુશીલન' એટલે જ્ઞાનજન્ય સદાચરણ અને ધ્યાનાદિની સાધના. આ દરેક ગ્રંથના વિસ્તૃત અનુક્રમનું એકાગ્ર અવલોકન ખૂબ બોધક બનશે. લેખકની સરળતા અને મૃદુતા ચીંધતો એક મજાનો અકસ્માતુ નોંધીએ. ત્રીજા ગ્રંથના ત્રીજા વિભાગના લેખ ૨૦ અને ૨૧ એક જ મુનિવરના અન્વયે, અનુક્રમે અનુમોદના અને આલોચના કરે છે, એમાં અનુમોદના કરતો લેખ આલોચના કરતા લેખ બાદ છ વર્ષે લખાયેલો છે ! આથી વાચકને ધીરજ સાથે, ભડક્યા વિના આ સામગ્રીનું પૂર્વગ્રહમુક્ત અધ્યયન કરતા રહેવા ભલામણ છે. આ લેખોમાં વિષયોનું, પાસાંઓનું, ક્ષેત્રોનું વૈવિધ્ય એટલું મોટું છે કે પીએચ. ડી. ડિગ્રી મેળવવા ઇચ્છતો કોઈ પણ ખંતીલો વિદ્યાર્થી આ ગ્રંથોને આધારે મળતા સમગ્ર જૈન સંસ્કૃતિના વર્તમાનના ચિત્રનું સમૃદ્ધ અધ્યયન રજૂ કરી શકે. એ જ રીતે એવો બીજો કોઈ વિદ્યાર્થી આ ગ્રંથોને કેન્દ્રમાં રાખી લેખકશ્રીની વિચારસૃષ્ટિ અને એનાં ઘડતર-પરિબળો પર વિસ્તૃત અધ્યયન રજૂ કરી શકે. અહીં એ ઉમેરવું ખૂબ જરૂરી છે કે આ જ લેખકશ્રી આજે જો પુનરવતાર પામે તો પોતાના લચીલા, પ્રગતિશીલ સ્વભાવને કારણે આ જ વિષયો વળી નવી તાજગીથી નિરૂપે. આજે હવે મનુષ્યના ઉચ્ચાવી દોષો કે અપરાધો તરફ સહાનુભૂતિપ્રધાન ચિકિત્સક દૃષ્ટિ (જિજ્ઞાસા) ખીલી રહી છે, “અતિનૈતિક' (a-moral) એટલે કે પાપપુણ્યના વળગણોથી મુક્ત રચનાત્મક અભિગમ વિકસી રહ્યો છે. એ જ સાચું અધ્યાત્મ છે. એ સમાજાભિમુખ ધ્યાનમાર્ગ જ તારશે. આ સંપાદન છૂટાછવાયાં દશેક વર્ષમાં વ્યાપેલા મનમોજી પરિશ્રમનું ફળ છે. એમાં રાણકપુર જેવા કોઈ વગડો શોભાવતા ભવ્ય મંદિરના પૂજારી જેવો, સુગંધી રસાળ પુષ્પવનમાં ભમતા ભમરા જેવો કે મહા-ઉદ્યાનના માળી જેવો આનંદ, બાહ્યકષ્ટ વચ્ચે પણ, માણ્યો છે. અનેક લેખો ભેગા કરી એક કર્યા, દરેક લેખમાં વત્તી-ઓછી કાપકૂપ કરી, અહીંતહીં શીર્ષકો વધુ પ્રભાવક, બોધક બનાવ્યાં, પ્રાસંગિક વિગતદોષની યથાશક્તિ ચિંતા કરી. તો યે સવા સોળસો જેટલાં પાનાં તો રહ્યાં જ, હૃદય કંપે છે : કોઈ શું કહેશે ? એ બદલ અને લેખકશ્રીના અવસાન બાદ છેક અઢાર વર્ષે આ તૈયાર કરવા બદલ ક્ષમાપ્રાર્થી છું. આત્મીયતાભર્યા મહેણાં મારનાર કે હૂંફભર્યું Page #16 -------------------------------------------------------------------------- ________________ III માર્ગદર્શન કરનાર સર્વ સ્વજનોનો આભારી છું. આમ તો આ સંપાદન એક પાંખ વિનાના પંખેરુની નાનકડી ઠબકયાત્રા જ લાગે છે. આ લેખોમાં છેડે અને એકાધિક લેખોના સંયોજનના કિસ્સાઓમાં વચ્ચેવચ્ચે પણ તેને લેખની તારીખો આપી છે તે ધ્યાનમાં લેવી. તેતે લેખની વિગતો તે-તે તારીખે જેવી હતી તેવી આલેખાઈ છે તે ન ભુલાય. અનેક લેખોમાં અન્યનાં અવતરણોની વિપુલતા જોવા મળશે. તેમાં સંજોગવશાત્ અન્ડરપેરાની સુવ્યવસ્થા એકધારી નથી જળવાઈ તે બદલ ક્ષમાપ્રાર્થના.) બરોબર વિચારતાં આમાં લેખકની કતજ્ઞતા અને ઉદ્યમી ખબરદારી દેખાય છે. પોતાની વાત અન્યોના પ્રતિસાદથી દઢ કરવાની તાલાવેલી પણ જણાય છે. આ સંપાદનમાં અનેકોનો નાનો-મોટો સહયોગ ભળ્યો છે. આ લેખો છાપવાની અનુમોદના કરી, ૧૯૫૮ના વર્ષ સિવાયની જેન’ની ઉપર્યુક્ત ૩૧ બાંધેલી ફાઈલો યથેચ્છ ઉપયોગ માટે આપનાર, જૈનના વર્તમાન પ્રતિનિધિઓ શ્રી વિનોદભાઈ, મહેન્દ્રભાઈ શેઠનો, લેખકશ્રીના જૈનમાંના લેખોની વર્ષવાર સુઘડ યાદી તૈયાર કરી આપનાર ભત્રીજી બહેન શિલ્પાનો, કઠણાઈભર્યા મૅટરનું ધીરજભર્યું ટાઈપસેટિંગ કરનાર વિવિધ સંસ્થાઓનો, કામની ઝડપ વધારે તેવા બહારગામના નિવાસ અને આતિથ્યની હૂંફ આપનાર ભાવનગરસ્થિત ભગિની માલતી તથા શ્રી કિશોરભાઈનો, (ત્યારે) લીંબડીસ્થિત સાળા શ્રી સુરેશભાઈ અને ભારતીબેનનો, સાકવાસ્થિત મિત્રદંપતી શ્રી ધીરેન્દ્રસ્મિતાનો, તેમ જ અમદાવાદમાંનાં સાળી પૂ. વિમળાબેનનો તથા સાળા શ્રી કાંતિભાઈ તેમ જ શારદાબેનનો આભારી છું. મારાં પત્ની ઉષાએ લેખોનું કરકસરચીવટભર્યું ઝેરોક્સ કરાવવામાં, સ્લિપો બનાવવામાં, વિષયવાર ફાઈલો બનાવવામાં બધાં પ્રફોને મૂળ સાથે સરખાવી જોવામાં ને જરૂરી ચર્ચા-વિચારણામાં પૂરો સાથ, બે જણના ઘરની પૂરી જવાબદારી નિભાવવા સાથે આપ્યો એ અમારું એક આનંદભર્યું સંભારણું છે. એ કર્મશક્તિ મારે માટે દઝંતરૂપ છે. આ કામમાં લાઘવથી હૂંફાળું માર્ગદર્શન આપનાર બંધુ ને સુવિદ્વાનું એવા ડો. નગીનભાઈ શાહને ન ભૂલું. વાચકોના એક અદના પ્રતિનિધિ બની આમાંનો એક મોટો અંશ વાંચી પ્રોત્સાહક પ્રતિભાવ આપનાર મારા પ્રેમળ કૉલેજ-સાથી પ્રા. દામુભાઈ ગાંધીનો પણ ઋણી છું. પ્રતિભાવ અને શુભેચ્છાનાં લખાણ લખી આપનાર સ્વજન ડૉ. ધીરુભાઈ ઠાકર, તથા મિત્ર બની રહેલા વિદ્યાનિષ્ઠ મુનિવરો પૂ. પ્રદ્યુમ્નસૂરિજી તથા પૂ. શીલચંદ્રવિજયજીએ અમને ઊલટભરી હૂંફ આપી છે. આવા અતિ-વિષમ સમયમાં પણ સંસ્થાના અમૃત મહોત્સવ નિમિત્તે આ ગ્રંથોસહિત ચાર જૈન વિદ્વર્યોના કુલ તેર ગ્રંથો પ્રગટ કરનાર ગૂર્જર Page #17 -------------------------------------------------------------------------- ________________ XIV પરિવારને – વિશેષ તેના ઠરેલ રાહબર મનુભાઈને – આવા ઉદાર સાહસ બદલ અભિનંદું છું, વંદુ છું. લેખક-વતી “સર્વથા સહુ સુખી થાઓ,સમતા સહુ સમાચરો એ જ અભ્યર્થના. તા.૧૫-૧૨-૨૦૦૩ (સરદાર-પુણ્યતિથિ) - નીતીન ૨. દેસાઈ ૬, અમૂલ સોસાયટી, નવા શારદામંદિર, પાલડી, અમદાવાદ - ૩૮૦૦૦૭. [ટે.નં. (૦૭૯) - ૬૬૦૬૪૦૮] Page #18 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમ ૧. જૈનધર્મની જગમાં પ્રતિષ્ઠા અંગેના પ્રશ્નો (પૃ. ૩થી ૬૩) (૧) ભારતનો સાંસ્કૃતિક ઇતિહાસ અને જૈન સંસ્કૃતિ (૨) જૈન સંસ્કૃતિની મૂળ ગુણગ્રાહક દૃષ્ટિ . . (૩) અતિસમૃદ્ધ જૈનકળા અંગે રાષ્ટ્રીય સ્તરે અજ્ઞાન કે ઉપેક્ષા ? (૪) ‘સાહિત્યપાઠાવલી'ના સંપાદકોને (૫) મહામંત્રી ઉદયનનો ઇતિહાસ ઃ મુનશીજીએ ફરી વિચારવા જેવું (૬) જૈનધર્મ પ્રત્યે આટલી સૂગ ? (૭) સંપ્રદાયોની અંતઃસમૃદ્ધિની પરખ (૮) સંખ્યાબળ વગર ટકી શકાશે ?. (૯) જૈન' કહેવરાવવામાં પણ ગુનો ? (૧૦) જૈનધર્મ બાબત અજાણપણાનો એક વધુ પુરાવો (૧૧) રાજકરણ અને જૈનો .. (૧૨) રાષ્ટ્રરક્ષાનું વિરાટ કાર્ય અને જૈન સમાજ (૧૩) વર્તમાનમાં જૈનધર્મની પ્રતિષ્ઠા ઘટાડતી આંતરિક ખામીઓ . (૧૪) જૈનત્વનો વિનાશકારી કૅફ (૧૫) વિશ્વશાંતિની અખંડ જ્યોત : જૈનોનું કર્તવ્ય. (૧૬) કાશ્મીરમાં જૈનધર્મનો પ્રચાર. ૨. જૈન ફિરકાઓની એકતા (પૃ. ૬૪થી ૯૨) (૧) સંપની ભૂમિકા . (૨) એકતાનો કોઈ માર્ગ છે ? (૩) એકતામાં મુશ્કેલીઓ અને તેનો ઉકેલ (૪) એકત્વ સામે પડકાર : કટ્ટરતા (૫) એકતા માટે લગ્નક્ષેત્રનો વિસ્તાર . ૩ ૭ ૧૦ ૧૫ ૧૮ ૨૨ ૨૩ ૩૨ ૩૫ ૩૫ ૪૩ પર ૫૫ ૫૯ ૬૩ ૬૪ . ૭ 9 ૭૬ Page #19 -------------------------------------------------------------------------- ________________ XVI • • • • • • • • • ૮૩ ૧૧૦ (૬) એકતાની જીવંત ભૂખ, જીવંત મથામણો ........ (૭) સમજીને સૂર મિલાવીએ....... ........ ૮૯ * ૩. મહાવીર-જીવન (પૃ. ૯૩થી ૧૦૯) (૧) ભગવાન મહાવીરનું પાયાનું કાર્ય. (૨) સંઘર્ષમાત્રના મૂળને નાથતી અનુકરણીય સાધના ..... ) મહાવીરસ્વામી : ધર્મશુદ્ધિના સમર્થ પુરસ્કર્તા....... (જી મહાવીર-જીવનમાંથી ફરતો બોધ ... (૫) મહાવીરચરિત્રની ખોટ કઈ રીતે પૂરીશું ? .................. ૪. અહિંસાદર્શન અને અહિંસક આચારો (પૃ. ૧૧૦થી ૧૭૯) (૧) પ્રતિભાશીલ અહિંસાદૃષ્ટિ સ્થિર વિજયમાર્ગ ............. (૨) જીવદયા = આપદયા. . . . . . . . . . . . . . . . . . . . . . . . . .... ૧૧૧ (૩) બંધારણસભાનું પ્રશંસનીય કાર્ય (ઢોરોની કતલની મનાઈ)...... . ૧૧૪ (૪) જીવદયાની વિશ્વવ્યાપી હિમાયત. . . . . . . . . . . . . . . . . . ૧૧૬ (૫) બમમાં પકતલ પર પ્રતિબંધ . ૧૧૯ (૬) હિંસાનિવારણ માટે લોકમત (દેવનારનું કતલખાનું)...... (૭) અનુકંપાધર્મી એ અમેરિકન ! ... . ૧૨૩ (૮) પશુબલિ-નિવારણ : એક ધીર પ્રયત્ન..... (૯) હિંસારહિત તબીબી સંશોધન .. (૧૦) મત્સ્યોદ્યોગ અને સરકાર ........... (૧૧) સંસ્કારિતાનો આ તે કેવો સંહાર ?......... ........ (૧૨) માનવીનો સહજ આહાર શાકાહાર : એક રસપ્રદ સંશોધન... (૧૩) શાકાહાર અને માંસાહાર : એક અંગ્રેજની અનુભવ-વાણી...... (૧) શાકાહારી તે દીર્ઘજીવી ........... (૧૫) ઈઝરાયલમાં શાકાહારતરફી વલણ ....................... ૧૪૫ (૧૬) નિરામિષ ખાન-પાનનાં પ્રેમી એક અમેરિકન સન્નારી ...... ૧૪૭ (૧૭) સોનેરી અવસર : ભારતમાં મળતી વિશ્વવનસ્પત્યાહાર કોંગ્રેસ ... ૧૫૦ (૧૮) અંડાહાર : વૈજ્ઞાનિક અભિગમ અને જાગૃતિ ..... ૧૫૪ (૧૯) ક્રૂરતારહિત સૌન્દર્ય : એક સ્તુત્ય પ્રયત્ન .. . ૧૫૯ (૨૦) રેશમ અને અહિંસા .... ૧૬ ૨ (૨૧) પુષ્પપૂજામાં જયણાની જરૂર ....... ૧૬૬ . ૧૨૧ . ૧૨૬ - ૧૩૦ . ૧૩૭ ૧૩૮ ૧૩૯ ............... ૧૪૩ Page #20 -------------------------------------------------------------------------- ________________ XVII (૨૨) ફાંસીની સજા રદ થવી જોઈએ. (૨૩) ઘોર હિંસાવૃત્તિ ૫૨ અહિંસાની એ સિદ્ધિ ! (૨૪) પ્રત્યક્ષ સેવા : એક ધ્યાનપાત્ર પ્રશ્ન, ૫. ઉપેક્ષિત વર્ગોનો ધર્મ દ્વારા ઉદ્ગાર (પૃ. ૧૮૦થી ૨૧૩) (૧) નારીવર્ગની પ્રતિષ્ઠામાં જૈનસંઘનો ફાળો (૨) સાધ્વી-સમુદાયના વિકાસ માટે શ્રાવક-સમાજ જાગૃત બને (૩) દિગંબર-સમુદાય ફરી વિચારે (૪) મંદિપ્રવેશ-વિવાદ : શાસ્ત્રોને શસ્ત્રો બનાવીશું ?. (૫) મંદિપ્રવેશ-પ્રશ્નમાં માર્ગદર્શક શાસ્ત્રપાઠો . (૬) અસ્પૃશ્યતાનિવારણ માટે મુનિવરોની જવાબદારી (૭) ધર્મને ઉજાળવાનું દિગંબર-સમુદાય વિચારે. (૮) જૈનધર્મનું સ્વયંભૂ વિસ્તરણ (૯) ધરમ પરોણો, વરસે હૈયું . (૧૦) યુવકવર્ગને અપનાવવાની જરૂર ૬. જ્ઞાનપ્રસારની પ્રવૃત્તિઓ (પૃ. ૨૧૪થી ૨૩૮) ૧૬૮ ૧૭૨ ૧૭૫ (૧) જગતાપ શમાવે તેવાં જૈનધર્મ-સંમેલનોની જરૂર . (૨) જૈનધર્મની પ્રભાવનાની કીમતી તક (૩) સાહિત્ય-સર્જનની દિશા . (૪) વિંગા જૈન સંસ્કારોના પ્રબોધક સાહિત્યની આવશ્યકતા. (૫) જિજ્ઞાસા સંતોષવાની વ્યવસ્થાની જરૂર (૬) વિદ્વપરિચય-ગ્રંથની જરૂરત . (૭) કળાધામરૂપ તીર્થસ્થાનોના ચિત્રસંપુટોની જરૂ૨ (૮) જૈન કથાવસ્તુ અને નાટક ૭. સદ્ગુણવર્ધક ધાર્મિક શિશ્રણ અને ધાર્મિક શિક્ષક (પૃ. ૨૩૯થી ૨૬૮) (૧) ધાર્મિક શિક્ષણનું રાષ્ટ્રીય સ્વરૂપ (૨) સદાચારની કેળવણીનો ઉપાય . . . • (૩) પારિવારિક વાતાવરણ : ધાર્મિક શિક્ષણનો પાયો (૪) ધાર્મિક અભ્યાસક્રમ પાછળની દૃષ્ટિ (૫) ધાર્મિક શિક્ષકો પ્રત્યેની આપણી ફરજ ૧૮૦ ૧૮૫ ૧૮૬ ૧૮૮ ૧૯૨ ૧૯૮ ૨૦૨ ૨૦૬ ૨૦૮ ૨૧૧ ૨૧૪ ૨૧૬ ૨૧૮ ૨૨૩ ૨૨૫ ૨૨૭ ૨૨૮ ૨૩૨ ૨૩૯ ૨૪૩ ૨૪૬ ૨૪૮ ૨૫૩ Page #21 -------------------------------------------------------------------------- ________________ XVIII • • • • • • •.. . ૨૬ ૯ ૨૮૨ ૨૮૪ (૬) અપૂર્વ કન્યાસંસ્કારસત્રો : પારગામી દૃષ્ટિ, અખૂટ વાત્સલ્ય ..... ૨૫૬ (૭) ધાર્મિક શિક્ષણનો આદર્શ : એક જીવંત પ્રયોગ ............૨૬૫ (૮) એક આદર્શરૂપ પાઠશાળા ....... ......... ૨૬૬ ૮. ધાર્મિક દ્રવ્ય (પૃ. ૨૬૯થી ૨૮૧) (૧) સાધારણ ખાતું : સમસ્યા અને ઉકેલ ..... (૨) દેવદ્રવ્યના સતત ઉપયોગની જરૂર... ૨૭૦ (૩) દેવદ્રવ્યના રોકાણનો સવાલ ... ૨૭૬ જી ઉછામણી-પ્રથા અંગે ગંભીરપણે વિચારીએ ................ ૯. તીર્થરક્ષા અને તીર્થસેવન (પૃ. ૨૮૨થી ૩૨૩) (૧) જીર્ણોદ્ધાર માટે વિશેષ ધ્યાન આપીએ .. (૨) તીર્થરક્ષા : શેઠશ્રી કસ્તૂરભાઈનાં સૂચનો. (૩) જૂનાનું પણ મૂલ્ય ન ભૂલીએ ........ ૨૮૬ () કાંગડા-તીર્થનો પુનરુદ્ધાર: ધીર ભક્તિની વિજયગાથા.......... ૨૮૭ (૫) મારવાડનાં તીર્થોમાં મનભર સ્નાન. ૨૯૩ (૬) સંસારતાપ શમાવતું શ્રી સેરિસા-તીર્થ .. ૨૯૮ (૭) તીર્થગત વિવાદોનો ઉકેલઃ એક તાત્વિક વિચારણા.............. ૩૦૪ (૮) કોમી કટ્ટરતા વચ્ચેની ઘેર્યગાથા : રતલામ-જિનમંદિર-પ્રકરણ .... ૩૦૮ (૯) કેસરિયાજી તીર્થ અંગે મળતી ચેતવણી................... ૩૧૩ (૧૦) તીર્થગૌરવનું અભિન્ન અંગ : ધર્મશાળાઓનો ગરવો કારોબાર ... ૩૨૦ ૧૦. વિવિધ સંસ્થાઓ અને તેમની સુવ્યવસ્થા (પૂ. ૩૨૪થી ૩૭૮) (૧) કાર્યકરોને જાળવવાની જરૂર ...... (૨) અ. ભો. જે. મૂર્તિપૂજક કૉન્ફરન્સ પાસેની કામગીરી.......... ૩૨૯ (૩) શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીનો સાચો કર્તવ્યમાર્ગ . ...... () વિદ્યાસંસ્કારી છાત્રધામ શ્રી મહાવીર જૈન વિદ્યાલય . (૫) નારી-ઉત્થાનનું તીર્થ : શ્રી સિદ્ધક્ષેત્ર શ્રાવિકાશ્રમ.......... (૬) ભાવના અને ધનના વાવેતરરૂપ શ્રી સિદ્ધક્ષેત્ર જેન બાલાશ્રમ.... ૩૪૮ (૭) ભારતીય સંસ્કૃતિનું અનોખું વિદ્યામંદિર............ ૩પર . (૮) આ. વિજયવલ્લભસૂરિજીનું મૂલ્યલક્ષી, બહુલક્ષી સ્મારક........ ૩૫૪ (૯) જ્ઞાન-કર્મ-ભક્તિરસ્ય ધર્મધામ “વીરાયતન'. .. . . . . . . . . ૩પ૯ ૩૨૪ ૩૩૪ • • • • • • • • • ૩૩૯ 9 Page #22 -------------------------------------------------------------------------- ________________ XIX . ૩૭૯ . ૩૮૮ ૩૯૦ (૧૦) જૈનધર્મજિજ્ઞાસુઓનો અપૂર્વ આશ્રમ : “શ્રી વર્ધમાન મહાવીર કેન્દ્ર ૩૬૨ (૧૧) જૈનસાહિત્ય-પ્રકાશનમાં “શ્રી જૈન આત્માનંદ સભાનો માતબર ફાળો ૩૬૫ (૧૨) યુગધર્મતત્પર “શ્રી પરમાર ક્ષત્રિય જૈનધર્મપ્રચારક સભા.......... ૩૬૬ (૧૩) તૂટતા સમાજની ખૂટતી કડી : માંડવીનો જૈન આશ્રમ......... ૩૬૮ (૧) જીવમાત્રને આરાધતી “જીવદયા-મંડળી’.................... (૧૫) જૈન ધર્મનું શાંત ખમીર – એક અનોખી પેઢી............... ૧૧. ધાર્મિક પર્વો (પૃ. ૩૭૯થી ૩૮૯) (૧) ધર્મકરણીની મોસમ ક્યારે ?........... (૨) પર્યુષણ-મહાપર્વ : આત્મભાવની દીપોત્સવી. ૩૮૩ ૩) મહાવીર-જયંતી : વિશિષ્ટ ઉજવણીની જરૂર........ ૩૮૪ (૪) અક્ષય તૃતીયા : અનોખું પર્વ ............... ૩૮૬ (૫) આપણા તહેવારોમાં શિસ્તની સદંતર ખામી ............... ૧૨. સામાજિક સુધારો અને વિકાસ (પૃ. ૩૦થી ૪૧૨) (૧) દહેજ-પ્રતિબંધક ધારી (૨) આન્સરધાર્મિક લગ્નસંબંધો. ૩૯૫ (૩) વૃદ્ધાશ્રમો વિસ્તરતું એક નવું અનિષ્ટ,.... ૩૯૬ (૪) ગર્ભપાત – એક નવું અનિષ્ટ... ૩૯૮ (૫) શ્રીમંતોને : “વહેતાં પાણી નિર્મળાં ........ (૬) સામાજિક ભાવના જ જિવાડશે... . ૪૦૫ (૭) અસહાયો માટેની વ્યવસ્થાની ખૂટતી કડી . ૪૦૮ (૮) સવગી સહકારને પાત્ર વિદ્યાર્થીવર્ગ.......... ૧૩. સ્વતંત્ર ભારત : શિક્ષણ, વિકાસ અને રાજકારણ (પૃ. ૪૧૩થી ૪૪૭) (૧) પ્રજાની કોઠસૂઝ અને સામૂહિક નેતાગીરી જ તરણોપાય ........ ૪૧૩ (૨) લોકશાહીનો અખંડ દીવો અને લોકધર્મ................. (૩) દેશની એક્તા માટે ઉચ્ચશિક્ષણનું માધ્યમ રાષ્ટ્રભાષા ..... () આપણી અંગ્રેજી પ્રત્યેની ઘેલછા .. . ૪૨૫ (૫) બુદ્ધ-જયંતી અને સરકાર ................... (૬) ના પોપનું ભારતદર્શન....... ૪૩૩ (૭) દયાહીન થયો નૃપ !...... ૪૦૨ •૦૫S . . . . . . . ૪૧૧ - ૪૨૧ * * * * * , , , , , X , , . ૪૩૫ Page #23 -------------------------------------------------------------------------- ________________ . ૪૪૧ ن • • • • •...... . . . ૪૬ ૨ (૮) પૂંજીવાદનું મારણ : મુદ્રાક્ષય.......... (૯) ગુજરાતનું રાજકારણ : ઇન્સાન મિટા દુંગા ................ ૪૪૩ ૧૪. જીવનનિર્વાહના પ્રશ્નો અને ખર્ચાળ રિવાજો (જ૮થી ૪૭૧) (૧) જીવનનિર્વાહ ઃ સમસ્યા ઉકેલ અને તદનુરૂપ ધર્મદષ્ટિ ........ ૪૪૮ (૨) પહેલ કોણ કરે ?..... ૪૫૬ (૩) તપસ્યા અને ખર્ચાળ રિવાજો .. () અનુકંપાદાન અને ગૌરવદાન... ૪૬૩ (૫) સરકારી અંદાજપત્ર : કાણા વાસણમાં પાણી ?............. (૬) સરકારી અને વેપારી અનર્થોની જૂગલબંદી ................ ૧૫ આરોગ્ય (પૂ. ૪૭૨થી ૪૭૬) (૧) શરીરશ્રમ અને તંદુરસ્તી ... ........ ૪૭ર (૨) આરોગ્ય માટે ઉપવાસનો પ્રયોગ .. م • . . ૪૬૬ . . . ૪૬૮ ૪૭૫ Page #24 -------------------------------------------------------------------------- ________________ જિનમાર્ગનું જતન Page #25 -------------------------------------------------------------------------- ________________ ગુણવિકાસ : મૈત્રીવિસ્તારનો રાજમાર્ગ જો આપણે એમ ઇચ્છીએ કે કોઈ કોઈની ચોરી ન કરે, તો સાથે સાથે આપણે એમ પણ ઇચ્છવું જોઈએ કે કોઈ પરિગ્રહી અર્થાત્ સંગ્રહશીલ ન થાય. અમુક વ્યક્તિઓને ખૂબ સંગ્રહખોર બનવાની રજા આપીને સમાજમાં કોઈ ચોર રહેવા ન પામે એમ આપણે કેવી રીતે ઇચ્છી શકીએ ? ખરી રીતે સમાજમાં વધતી જતી ચોરીનું મૂળ સમાજમાં વધી ગયેલી સંગ્રહખોરીનું જ દુષ્પરિણામ છે એ આપણે ભૂલી જઈએ છીએ.” “જનસમૂહનાં મોટા ભાગનું વલણ ભક્તિ-અભિમુખ વધારે જોવા મળે છે. પણ જો ભક્તિયોગની ચરિતાર્થતા સમર્પણની ભાવનામાં અને એની વિશુદ્ધિ સારાસારનો વિવેક કરીને આગળ વધવામાં રહેલી છે એ પાયાની વાત ખ્યાલમાં લેવામાં આવે, તો ભક્તિયોગને વધારે પડતો સહેલો માની લેતાં આપણે જરૂર વિચાર કરીએ – આ પાયાની વાત તરફ ભાગ્યે જ ધ્યાન આપવામાં આવે છે; ને તેથી ભક્તિમાર્ગને સહેલો જ માનીને તેમાં ઘેલછા, અંધતા, રાગદષ્ટિ જેવાં અનિચ્છનીય તત્ત્વો પોષવામાં આવે છે.” * * * માણસ પોતે સામાજિક પ્રાણી હોઈ એને સામાન્યતઃ જનસમૂહમાં જ રહેવું ગમે છે. પોતાની આસપાસ જો સમાજ ન હોય, તો માનવીને સુંદર પહેરવું, શણગાર કરવો, ધન ભેગું કરવું વગેરે કશું ગમે જ નહીં. એટલે સમાજ એ માનવીના જીવનનું પ્રેરણાબળ છે એમ કહી શકાય. અને જ્યાંથી પોતાને પ્રેરણાબળ મળતું હોય, તેને જરા પણ હાનિ ન પહોંચે એ રીતે વર્તવું એ માનવીની પવિત્ર ફરજ બની જાય છે.” (લેખકશ્રીનાં વેધક વિશ્લેષણોની પ્રસાદી) Page #26 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મની જગતમાં પ્રતિષ્ઠા અંગેના પ્રશ્નો (૧) ભારતનો સાંસ્કૃતિક ઇતિહાસ અને જૈન સંસ્કૃતિ ઇતિહાસ એક અજબ આરસી છે; એમાં ભૂતકાળની ઘટનાઓનું પ્રતિબિંબ નિહાળવા મળે છે. એ આરસી જો સ્વચ્છ, તો એ પ્રતિબિંબ પણ નિર્મળ; એ આરસી જો દૂષિત, તો ભૂતકાળનું પ્રતિબિંબ પણ દૂષિત જ રહેવાનું. ભારતના સાંસ્કૃતિક ઇતિહાસની આરસીમાં, તેના એક મહત્ત્વના અંગરૂપ જૈન સંસ્કૃતિનું યથાસ્થિત પ્રતિબિંબ નથી પડતું એ હકીકતને માટે દોષપાત્ર કોણ – એનો વિચાર બાજુએ રાખીએ, તો પણ એટલું તો જરૂર કહી શકાય એમ છે કે ભારતીય ઇતિહાસના આલેખન વખતે જૈન સંસ્કૃતિને ઠીક-ઠીક પ્રમાણમાં વિસારી દેવામાં આવી છે; એટલું જ નહીં, એને વિકૃત રૂપે પણ રજૂ કરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. આમ છતાં એ એક હર્ષ ઉપજાવે એવી બીના છે, કે ભારતીય અને પરદેશી વિદ્વાનોને પણ જૈન સંસ્કૃતિનું મહત્ત્વ વધુ ને વધુ સમજાવા લાગ્યું છે, અને એક યા બીજા રૂપે તેઓ ભારતીય ઇતિહાસમાં એનું મહત્ત્વ સ્વીકારવા લાગ્યા છે. આના પરિણામે, જ્યારે પણ ભારતીય ઇતિહાસનું આલેખન કરવું હોય ત્યારે જૈનધર્મ તરફ ધ્યાન ગયા વગર રહેતું નથી. આની પૂર્વભૂમિકારૂપે તટસ્થભાવે જૈન સાહિત્યનું અને જૈન ઇતિહાસનું તલસ્પર્શી અવલોકન, અધ્યયન, વિવેચન કરવાની જરૂર છે. એમ થાય તો જ ભારતીય સંસ્કૃતિના ઘડતરમાં જૈન સંસ્કૃતિએ કેટલો મહત્ત્વનો ફાળો નોંધાવ્યો છે એનો ચોક્કસ ખ્યાલ આવી શકે. ભારતીય ઇતિહાસની દષ્ટિએ જૈન સંસ્કૃતિનો વિચાર કરવામાં આવે તો તેમાં બે રીતે વિચાર કરવાનું પ્રાપ્ત થાય છે: પહેલું પાસું છે ભારતીય ઇતિહાસના જુદાજુદા અંકોડાઓને જોડીને એમાંથી એક અખંડ શૃંખલા ઘડી કાઢવામાં જૈન સંસ્કૃતિનું કયું-કયું અંગ કેટકેટલી મહત્ત્વની ને ઉપયોગી સામગ્રી પૂરી પાડે છે. આવી સામગ્રી પૂરી પાડનારાં સાધનો તરીકે આગમિક તેમ જ બીજું જૈન સાહિત્ય, ઠેર-ઠેર મળી આવતા શિલાલેખો તેમ જ પ્રતિમાલેખો, પ્રાચીનમાં પ્રાચીનથી આરંભીને અર્વાચીનમાં અર્વાચીન Page #27 -------------------------------------------------------------------------- ________________ જિનમાર્ગનું જતન અનેક જૈન સ્થાપત્યો વગેરેનો નિર્દેશ કરી શકાય. વળી ભારતીય ઇતિહાસની કાળગણનાને કડીબદ્ધ અને વ્યવસ્થિત કરવામાં જૈન સાહિત્ય ખૂબ-ખૂબ મદદગાર બન્યું છે અને હજુ પણ વધુ બની શકે એમ છે. આ દષ્ટિએ વિદ્વાનો જૈન સંસ્કૃતિનું મૂલ્યાંકન કરવા લાગ્યાં પણ છે. ઓક્ટોબર ૧૯૫૧ના પહેલા અઠવાડિયામાં લખનૌ મુકામે મળેલ ઓલ-ઇન્ડિયા ઑરિયેન્ટલ કૉન્ફરન્સના ઇતિહાસ-વિભાગના અધ્યક્ષ તરીકે ડૉ. બી. સી. એચ. છાબડાએ આપેલ ભાષણમાં ઇતિહાસની દષ્ટિએ જૈન સાહિત્યની મહત્તા અને ઉપયોગિતાનું સૂચન કરતાં ઉચ્ચારેલા નીચેના શબ્દો જૈનોએ અને ખાસ કરીને જૈન સાહિત્ય પ્રત્યે ઉદાસીનતા ધરાવતા જૈનેતર વિદ્વાનોએ ધ્યાનમાં લેવા જેવા છે : બીજી બાજુ જૈન સાહિત્યે આવું (વૈદિક અને બૌદ્ધ સાહિત્ય જેટલું) આકર્ષણ (એ સમયમાં) ઊભું કર્યું ન હતું, અને તેથી એ અમુક અંશે વિસ્મૃતિમાં જ રહ્યું. ફક્ત થોડાંક વર્ષો પહેલાં જ વિદ્વાનોનું એ તરફ કંઈક ધ્યાન ગયું. અને હવે તેઓને એનું એક માતબર ઐતિહાસિક સાધન તરીકેનું મહત્ત્વ સમજાવા લાગ્યું છે. એ નિશ્ચિત હકીકત છે, કે જૈન સાહિત્ય કદાચ બૌદ્ધ સાહિત્યથી વધુ વિપુલ ન હોય, તો પણ તેના જેટલું વિપુલ તો છે જ. એમાં સમાયેલ ઐતિહાસિક માહિતી વધારે આધારભૂત પ્રકારની માનવામાં આવે છે, અને એ આપણા અત્યારના જ્ઞાનમાં ભારે ઉમેરો કરશે એવી આશા રાખવામાં આવે છે. આ ક્ષેત્રમાં કામ કરનારા વધુ ને વધુ સેવકોની જરૂર છે.” શ્રી ડૉ. છાબડા મહોદય આ શબ્દોમાં જૈન સાહિત્યનું જે મૂલ્યાંકન કરે છે તે હર્ષ ઉપજાવે એવું છે. તેઓએ આપણું તેમ જ બધા વિદ્વાનોનું આ તરફ પહેલવહેલું ધ્યાન દોર્યું છે એમ નથી; છતાં જેને સમાજને પોતાને પોતાના સાહિત્યનું મહત્ત્વ સમજાય તે માટે અને જેનેતર વિદ્વાનોની જૈન સાહિત્ય પ્રત્યેની ઉદાસીનતા દૂર થાય એ માટે આ વાત જેટલી વાર ઉચ્ચારવામાં આવે તેટલી થોડી છે. પણ ભારતીય ઇતિહાસની દૃષ્ટિએ જેને સંસ્કૃતિનો બીજી રીતે વિચાર કરવાની પણ ખાસ જરૂર છે; તે તરફ હજુ આપણા ઇતિહાસવિદોનું જોઈએ તેટલું ધ્યાન દોરાવું બાકી છે. આ બાબત તે ભારતીય ઇતિહાસના આલેખનમાં જૈનધર્મના ઇતિહાસને યથાયોગ્ય સ્થાન. આ કામ હજુ જોઈએ તે પ્રમાણમાં હાથ ધરવામાં નથી આવતું. પરિણામે, કાં તો જૈનધર્મનું ચિત્રણ જ રહી જાય છે, અથવા અધૂરું કે વિકૃત બની બેસે છે. આમ, ભારતીય ઇતિહાસના સર્જનમાં જૈન સંસ્કૃતિનું જે અંગ જેટલે અંશે ઉપયોગી થતું લાગતું હોય તેટલે અંશે તેનો લાભ લઈ લેવામાં આવતો હોવા છતાં, WWW.jainelibrary.org Page #28 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મની જગતમાં પ્રતિષ્ઠા અંગેના પ્રશ્નો : ૧ જૈનધર્મનો સળંગ સમાંતર ઇતિહાસ ન આપવામાં આવે એ ખૂબ-ખૂબ ખૂંચે એવી બીના ગણાય. જૈન સંસ્કૃતિનાં જે-જે અંગો – સાહિત્ય, સ્થાપત્યો, શિલાલેખો, પ્રતિમાલેખો વગે૨ે – ભારતીય ઇતિહાસનું ચિત્રણ કરવામાં ઉપયોગી થઈ પડતાં હોય તે અંગો તે નિમિત્તે જૈન સંસ્કૃતિની તેટલા અંશ પૂરતી ઝલક તો અચૂક રીતે રજૂ કરે જ છે; જરૂર છે ફક્ત એવી વ્યાપક, બિનસાંપ્રદાયિક અને ગુણગ્રાહી ર્દષ્ટિથી એ બધી સામગ્રીનું ખાસ અલાયદું અવલોકન, અધ્યયન, અધ્યાપન કરવાની. આવું અધ્યયન-અધ્યાપન ક૨વામાં જૈનધર્મના એકંદર ઇતિહાસનું ચિત્ર પણ આપોઆપ ઊપસી આવવાનું. અમે ઇચ્છીએ છીએ કે આપણા વિદ્વાનો આ રીતે જૈનધર્મનો અને જૈનોનાં સાંસ્કૃતિક અંગોનો ઇતિહાસ રજૂ કરવાના કાર્યને પોતાના કાર્યપ્રદેશના એક અગત્યના અંગરૂપ ગણીને એ તરફ આદર દર્શાવે. આમ થશે તો જૈન ઇતિહાસની સેવાની સાથોસાથ ભારતીય ઇતિહાસની પણ ભારે સેવા થઈ ગણાશે. ૫ આ લખવાનું આજે એ રીતે અવસપ્રાપ્ત છે કે અત્યારે પ્રાથમિક શાળાઓથી લઈને વિશ્વવિદ્યાલયોના અભ્યાસક્રમ માટે નવાં-નવાં નાનાં-મોટાં અનેક પાઠ્ય-પુસ્તકો જુદી-જુદી ભાષાઓમાં અને જુદા-જુદા વિષયોને લગતાં તૈયા૨ ક૨વાની શરૂઆત થઈ ચૂકી છે. આમાં ઇતિહાસ, ધર્મ, સંસ્કૃતિ અને તત્ત્વજ્ઞાનને લગતાં પુસ્તકોનો પણ સમાવેશ થાય છે. આવાં નવાં પુસ્તકમાં જૈન ધર્મ, સંસ્કૃતિ અને તત્ત્વજ્ઞાન કે કલાને તથા તેના ઇતિહાસને યથાયોગ્ય સ્થાન મળવું જ જોઈએ એવી અમારી માગણી છે. અમારી આ માગણીને માન્ય કરવામાં આવે તો જ આપણી ઊગતી પ્રજાને – આપણી નવી પેઢીને – આપણે ભારતીય સંસ્કૃતિનો સમગ્રપણે સાચો ખ્યાલ આપી શકીએ. આ માટે આપણા વિદ્વાનો અને ખાસ કરીને નાની-મોટી શિક્ષણસંસ્થાઓના સંચાલકઅધિકારીઓ જરૂર ધ્યાન આપે. આ તો થઈ શાળા-સંચાલકો અને વિદ્વાનો પાસેથી રાખવાની અપેક્ષાની વાત; પણ આમાં જૈનોની પોતાની જવાબદારી પણ કાંઈ નાનીસૂની નથી. જનતાનું અને વિદ્વાનોનું ધ્યાન દોરાય એવા સાચા અને સુંદર રૂપમાં પોતાનો ઇતિહાસ તૈયા૨ ક૨વો અને વેરવિખેર પડેલી મહત્ત્વની સામગ્રીને સંકલિત કરીને પ્રગટ કરવી એ જૈનોની પ્રથમ ફ૨જ છે. જૈનધર્મનું મહત્ત્વ બરાબર નહીં પિછાણવામાં જૈનેતરોનો જેટલો દોષ ગણાય, તેથી જરા ય ઓછો દોષ જૈનોનો પોતાનો નથી એ આપણે સમજવાની ખાસ જરૂર છે. એ દોષ તે આપણી પાસેનું ઝવેરાત દુનિયાના બજારોમાં યોગ્યરૂપે રજૂ કરવાની આપણે દાખવેલી બેદરકારી કે અશક્તિ ! હજુ પણ જો આપણે એ દોષ ખંખેરી Page #29 -------------------------------------------------------------------------- ________________ જિનમાર્ગનું જતન નહીં નાખીએ તો જૈનધર્મ અંગેના ઇતિહાસની ભૂલોની પંરપરા ભૂતકાળની જેમ જ ચાલુ રહેશે એ આપણે બરાબર ધ્યાનમાં રાખીએ. જેની પાસે પૈસા અને સામગ્રી બંનેમાંથી એકેનો અભાવ નથી; ખામી માત્ર છે એ બંને વચ્ચે સુમેળ સાધીને એમાંથી સર્વજનભોગ્ય પરિણામ નિપજાવવાની કળાની. ઈતિહાસમાં જૈનધર્મને યોગ્ય સ્થાન અપાવવું હોય અને જૈન સંસ્કૃતિની મહત્તા જગત સમક્ષ રજૂ કરવી હોય તો એ કળા હસ્તગત કર્યું જ છૂટકો. (તા. ૨૪-૧૧-૧૯૫૧ અને તા. ૧૨-૧-૧૯૫૨ના લેખોનું સંકલન) (૨) જૈન સંસ્કૃતિની મૂળ ગુણગ્રાહક દષ્ટિ વિક્રમની સાતમ-આઠમી સદીના જ્ઞાનગંભીર આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજીનો જૈન સંસ્કૃતિની ગુણગ્રાહક દૃષ્ટિ દર્શાવતો નીચેનો શ્લોક આપણે ભારે ગૌરવથી ઉચ્ચારીએ છીએ : पक्षपातो न मे वीरे, न द्वेषः कपिलादिषु । युक्तिमद्वचनं यस्य, तस्य कार्यः परिग्रहः ॥ અર્થાતુ – મહાવીર કંઈ મને વહાલા નથી અને કપિલ વગેરે કંઈ મારે મન દવલા નથી; (પણ) જેની વાણીમાં સાચી દલીલ હોય તેનો સ્વીકાર કરવો ઘટે. આની જેમ જ કળિકાળસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજીનો આ શ્લોક પણ આપણે વારંવાર ઉચ્ચારતાં થાકતા નથી : भवबीजाकुरजनना रागाद्याः क्षयमुपागता यस्य । ब्रह्मा वा विष्णुर्वा हरो जिनो वा नमस्तस्मै ॥ અર્થાત્ – સંસારના બીજને જન્માવનાર રાગ વગેરે જેના નાશ પામ્યા હોય તે વ્યક્તિ બ્રહ્મા હોય, વિષ્ણુ હોય, મહાદેવ હોય કે જિન હોય, તેને નમસ્કાર થાઓ. અને આ શ્લોકનું ઉચ્ચારણ કરીને જ્યારે કલિકાલસર્વજ્ઞ સોમનાથ મહાદેવના લિંગને નમસ્કાર કર્યા હશે, ત્યારે કેવું દશ્ય ખડું થયું હશે એની તો આપણે કલ્પના જ કરવી રહી. પણ અત્યારની જેમ એ પ્રાચીન સમયમાં પણ જેઓ આગમવાણીના ભાવને હૈયે ધરવાને બદલે શબ્દોના સ્થૂળ અર્થોને જ પ્રાધાન્ય આપવા ટેવાયેલા હશે, અને સમકિતી’ અને ‘મિથ્યાત્વી” જેવા શબ્દોનું હાર્દ નહીં સમજતાં એના નર્યા શબ્દાર્થને Page #30 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મની જગતમાં પ્રતિષ્ઠા અંગેના પ્રશ્નો : ૨, ૩ વળગી રહેતા હશે, તેમના ગળે આવી વાણી ઊતરવી મુશ્કેલ થઈ પડી હશે. પણ આ વાણી જૈન સંસ્કૃતિની ગુણગ્રાહકવૃત્તિનો સાચો પડઘો હોવાથી જ આજે આટલી લોકપ્રિય અને આદરપાત્ર થઈ પડી છે. આના અનુસંધાનમાં તા. ૧૮-૧૧-૧૯૫૩ના રોજ મુંબઈમાં વર્લ્ડ પીસ મિશનના ઉપક્રમે ત્યાંની ૭ર સંસ્થાઓના આશ્રયે શ્રી એસ. કે પાટીલના પ્રમુખપદે મળેલ જાહેર સભામાં પૂ. આ. ભ. શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજે ઉચ્ચારેલા નીચેના શબ્દો વાંચવા-વિચારવા રુચિકર થઈ પડે એમ છે: હું જૈન નથી, બૌદ્ધ નથી, વૈષ્ણવ નથી, શૈવ નથી, હિન્દુ નથી, મુસલમાન નથી; હું તો પરમાત્માને શોધવા માટેના પંથ પર આગેકૂચ કરવા માગતો એક માનવી આચાર્ય-મહારાજશ્રીના આ શબ્દો, ઉપરના શ્લોકોની જેમ, એનો ભાવાર્થ નહીં વિચારતાં કેવળ શબ્દના અર્થને વળગીને જ સમજવામાં આવે તો રૂઢિચુસ્ત માનસને એથી જરૂર આંચકો લાગે. પણ આ શબ્દોની પાછળ જે ઉદાત્ત અને ઉમદા ભાવ રહેલો છે તે તો જૈન સંસ્કૃતિના પ્રાણરૂપ કેવળ ગુણગ્રાહક દૃષ્ટિનો જ પડઘો પાડે છે. આનો ભાવ તો એ થયો કે પરમાત્માની શોધ માટે જે પંથમાં સંદેશ રહેલો છે તેનો હું ગુણગ્રાહક છું. છ યે દર્શનોને જૈન દર્શનનાં અંગ કહેવામાં આવ્યાં છે, ત્યાં પણ આવી ગુણગ્રાહક દૃષ્ટિનો જ ઉપયોગ છે એ વાત આપણે સૌ સમજતાં થઈએ. (તા. ૨૧-૧૧-૧૯૫૩) (૩) અતિસમૃદ્ધ જૈનકળા અંગે રાષ્ટ્રીય સ્તરે અજ્ઞાન કે ઉપેક્ષા? આપણી મધ્યસ્થ સરકારના માહિતીખાતા તરફથી દેશની ખાસ-ખાસ ઘટનાઓને રજૂ કરતી News Reels (સમાચાર-સંબંધી ફિલ્મો) કે દેશની જુદાં-જુદાં ક્ષેત્રોની વિશેષતાઓ સમજાવતી Information Films (માહિતીને લગતી ફિલ્મો) તૈયાર કરાવવામાં આવે છે અને તે કોઈ પણ સિનેમાગૃહમાં ચાલતાં બોલપટો સાથે બતાવવામાં આવે છે એ જાણીતી બીના છે. થોડા સમય પહેલાં સરકાર તરફથી આવી જ એક માહિતીને લગતી ફિલ્મ તૈયાર કરવામાં આવી છે, જેનું નામ Indian Art Through Ages એટલે કે ભિન્ન ભિન્ન યુગોની ભારતીય કળા – એવું રાખવામાં Page #31 -------------------------------------------------------------------------- ________________ જિનમાર્ગનું જતન આવ્યું છે. લગભગ ૮૦૦૦૦ ફટ લાંબી આ ફિલ્મમાં સિંધમાંના મોહિન-જોડારોમાંથી મળી આવેલ લગભગ પાંચ હજાર વર્ષ જેટલા પ્રાચીન ગણાતા ભારતીય શિલ્યના અવશેષોના નમૂનાઓથી માંડીને ત્યાર પછીના જુદાજુદા યુગનાં શિલ્પના અવશેષોના નમૂનાઓ દેખાડવામાં આવ્યા છે. આ નમૂનાઓમાં ભારતીય સંસ્કૃતિના અંગભૂત ગણાતી વૈદિક તેમ જ બૌદ્ધ સંસ્કૃતિને રજૂ કરતી પાષાણ તેમ જ ધાતુની બનેલી જાતજાતની મૂર્તિઓ અને પ્રતિકૃતિઓનો મુખ્યત્વે સમાવેશ કરવામાં આવ્યો છે; જ્યારે ભારતીય સંસ્કૃતિના એક અગત્યના અંગરૂપ ગણાતી જૈન સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરતા નમૂનાઓ – એકાદ અપવાદ સિવાય – એમાંથી સાવ બાકાત રહી ગયા છે. આના એકમાત્ર અપવાદ તરીકે મથુરાના “કંકાલી ટીલા'ના ખોદકામ દરમ્યાન મળી આવેલ જૈન શિલ્પના નમૂનારૂપ આયાગપટ્ટને ગણી શકાય. આ બધા શિલ્પના નમૂનાઓ સાથે આ આયાગપટ્ટને ફિલ્મમાં સ્થાન આપવામાં આવ્યું છે ખરું, પણ ફિલ્મ દરમ્યાન જુદા-જુદા શિલ્પને લગતો જે સંક્ષિપ્ત પરિચય કહી સંભળાવવામાં આવે છે, એવો કોઈ પણ જાતનો પરિચય આ આયાગપટ્ટને લગતો આપવામાં આવ્યો નથી. એટલે એ શિલ્યનો નમૂનો દર્શકનું કંઈ પણ ધ્યાન દોર્યા વગર જ પસાર થઈ જાય છે. અમે આ બીના તરફ શ્વેતામ્બર તેમજ દિગમ્બર બંને સંપ્રદાયના સંઘોનું, એ બંને સંઘના આગેવાનોનું અને એ બંને સંઘની મુખ્ય ગણાતી સંસ્થાઓનું ધ્યાન દોરીએ છીએ. જ્યારે ભિન્ન-ભિન્ન યુગની ભારતીય કળાના નમૂનાઓની રજૂઆત કરવામાં આવતી હોય, ત્યારે જૈન કળાના નમૂનાઓ એમાંથી બાકાત શી રીતે રહી જાય એ અમારી સમજમાં ઊતરતું નથી, કારણ કે મથુરાના “કંકાલી ટીલાના ખોદકામ દરમ્યાન જેમ વૈદિક અને બોદ્ધ સંસ્કૃતિના શિલ્પના સુંદર નમૂનાઓ મળી આવ્યા છે, તે જ રીતે ત્યાંની જૈન સંસ્કૃતિને રજૂ કરતા શિલ્પના અનેક સુંદર અને પ્રાચીનતમ ગણી શકાય એવા નમૂનાઓ પણ સારી સંખ્યામાં મળી આવ્યા છે. બીજે ક્યાંયથી નહીં મળેલ એવા અષ્ટમંગળયુક્ત બે આયાગપટ્ટો, ભગવાન મહાવીરના જીવનની ગર્ભાપહારની ઘટનાને રજૂ કરતું શિલ્પ, ખભા ઉપર શોભતી કેશવાળીની લટોથી બીજા તીર્થકરોની મૂર્તિઓથી જુદી તરી આવતી ભગવાન ઋષભદેવની મોટી મૂર્તિ, જૈનસંઘના શ્રમણ-સમુદાયનાં ગણ, કુળ અને શાખાના નામોલ્લેખવાળી મહત્ત્વની શિલ્પકૃતિઓ વગેરે અનેક જૈન શિલ્પના મહત્ત્વના નમૂનાઓ અહીંથી મળી આવ્યા છે. સંયુક્ત પ્રાંત(યુ.પી.)નાં મથુરા, અલાહાબાદ અને લખનૌનાં સંગ્રહાલયોમ્યુઝિયમો)માં આ તેમ જ બીજા અનેક જૈન શિલ્યના નમૂનાઓ મોટી સંખ્યામાં સંગ્રહવામાં આવ્યા છે. વળી ભારતીય શિલ્પ-સ્થાપત્યના મૂલ્યાંકનની દૃષ્ટિએ વિચાર કરવામાં આવે તો પણ જૈન શિલ્પ-સ્થાપત્યને અગત્યનું સ્થાન આપોઆપ મળી જાય એમ છે. પર્વતો Page #32 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મની જગતમાં પ્રતિષ્ઠા અંગેના પ્રશ્નો : ૩ ઉપર કોતરવામાં આવેલી ગુફાઓનો વિચાર કરીએ તો ઉદયિગિર, ખંગિરિની મહારાજા ખારવેલની અત્યારે ખૂબ ઐતિહાસિક મહત્ત્વ પામેલી હાથીગુફા, ઇલોરાની જૈન ગુફાઓ, ચાંદવડની ટેકરી ઉપરની જૈન ગુફા વગેરે અનેક જૈન ગુફાઓ આજે પણ મનોહ૨ કોતરણીનાં દર્શન કરાવે છે. પર્વત ઉ૫૨ ઊભાં કરવામાં આવેલાં મંદિરોનો વિચાર કરીએ તો એની સમૃદ્ધિની તોલે ભારતીય કોઈ પણ સ્થાપત્ય આવી શકે એમ નથી. શત્રુંજય અને સોગિરિ ઉપર તો જૈનોએ જાણે દેવમંદિરોની નગરીઓ જ વસાવી દીધી છે. આબૂનાં અદ્ભુત કોતરણીવાળાં જિનમંદિરો, તારંગાનું ગગનચુંબી જિનાલય અને શ્રમણ બેલગોલાની વિરાટકાય બાહુબલિની મૂર્તિ અને એની આસપાસનાં નાનાંમોટાં મંદિરોનો જોટો મળવો મુશ્કેલ છે. સપાટ પ્રદેશનાં મંદિરોમાં પણ રાણકપુર જેવાં દેવવિમાનનો ભાસ કરાવતાં જિનમંદિરો જૈન સંસ્કૃતિને શોભાવી રહ્યાં છે. આ ઉપરાંત દેવ, દેવીઓ, શ્રાવક, શ્રાવિકાઓ અને તીર્થંકરોની પાષાણની તેમ જ ધાતુની નાનીમોટી અનેક મૂર્તિઓ જુદા-જુદા સૈકાઓમાં બનેલી મોજૂદ છે. જૈન શિલ્પ-સ્થાપત્ય અંગે સાચી પરિસ્થિતિ આવી હોવા છતાં ઉક્ત ફિલ્મમાં એના નમૂનાઓ રજૂ થઈ શક્યા નથી એ દુઃખદ ઘટના ગણાય. આમ થવામાં દોષ કોનો ? એનો નિર્ણય કરવાનું સહેલું નથી; કારણ કે જૈન સંઘનો અમુક ભાગ આજે પણ એવો છે કે જે ધર્મના ક્ષેત્રમાં ફિલ્મ (કે નાટક) વગેરેનો સદંતર બહિષ્કાર કરે છે. એટલે સંભવ છે કે કદાચ જૈનોના આ વિરોધના કારણે જ જૈન શિલ્પના નમૂનાઓ આ ફિલ્મમાં સ્થાન ન પામ્યા હોય. - અમને લાગે છે કે આ સંબંધમાં જૈનસંઘે પોતાના વિચારોને સ્પષ્ટ કરી લેવાનો સમય આવી લાગ્યો છે. અમને પોતાને તો આવી ફિલ્મો મારફત જૈન શિલ્પ-સ્થાપત્યોની · એના ઉત્તમોત્તમ નમૂનાઓની – ૨જૂઆત કરવામાં આવે એમાં જરા પણ વાંધો લેવા જેવું નથી લાગતું; એટલું જ નહીં, આમજનતાના ખ્યાલમાં જૈન સંસ્કૃતિનું ગૌરવ અંકિત કરવા માટે અને એમ કરીને આપણા કેટલાક મૂંઝવતા પ્રશ્નો સરળ બનાવવા માટે આ કાર્ય કરવું જરૂરી લાગે છે. વળી આપણને પોતાને જો આ કાર્ય સામે વાંધો ન હોય અને સરકારી ખાતાની બેદરકારી કે સરતચૂકથી આવું કાર્ય થવું રહી જતું હોય, તો આપણે સરકારનું એ તરફ ધ્યાન દોરવું જોઈએ, અને એમ કરીને જનતાના માનસ ઉ૫૨થી જૈન સંસ્કૃતિની છાપને ભૂંસાઈ જતી રોકવી જોઈએ. જો યોગ્ય રીતે ધ્યાન દોરવામાં આવે, તો સરકાર એનો જરૂર સ્વીકાર કરે એ વાતનો અનુભવ આઝાદીનાં આ બે વર્ષ દરમ્યાન અનેક વખત થયો છે. એટલે આ સંબંધમાં જૈનસંઘ કેવું વલણ અખત્યાર કરવા માગે છે એના ઉપર જ આનો મુખ્ય આધાર છે; એટલે એ વલણ જેટલું વેળાસર નિશ્ચિત થઈ જાય તેટલું સારું. ૯ Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૦ જિનમાર્ગનું જતન વળી આમજનતાની દિન-પ્રતિદિન વધતી જતી જિજ્ઞાસાને જો આપણે સમજી શકીએ, તો આપણને સ્પષ્ટ લાગ્યા વગર નહીં રહે કે માનવી પોતે ગમે તે સંપ્રદાય કે ધર્મને પાળતી હોય, છતાં જિજ્ઞાસાના ક્ષેત્રમાં એ સંપ્રદાયના વાડાથી મુક્ત બનીને નવું-નવું જાણવાની વૃત્તિવાળો બન્યો છે. તેમ જ હિંદુસ્તાનમાં તો વ્યાપક રૂપે એક અહિંસાનો યુગ નવા રૂપે હજુ હમણાં જ પ્રવર્તી ગયો છે, અને આખી દુનિયાનું ધ્યાન આજે અહિંસાની શક્તિ તરફ દોરાયું છે. આવી પરિસ્થિતિમાં અહિંસાપ્રધાન જેના સંસ્કૃતિ તરફ દેશ-પરદેશની આમ જનતાનું ધ્યાન આકર્ષિત થાય એ સાવ સ્વાભાવિક છે. જનતાની આ જિજ્ઞાસાનું પોષણ કરવું કે એ તરફ ઉદાસીનતા સેવીને એનું શોષણ થઈ જવા દેવું એ નક્કી કરવાનું કાર્ય જૈનસંઘનું છે. પ્રસ્તુત ફિલ્મમાંથી જૈન શિલ્પ શા કારણે બાકાત રહી ગયું એની તપાસ શ્વેતાંબર અને દિગંબર બંને જૈનસંઘો કરે એ ખૂબ જરૂરી છે. આશા છે કે બંને સંઘો આ માટે જાગૃત બનશે, અને જો માત્ર આપણી લાગણીપ્રધાન સંકુચિતતાના કારણે જ આવું કાર્ય અટકી પડ્યું હોય તો એ સંકુચિતતાનો અવરોધ દૂર કરીને જૈન સંસ્કૃતિના પ્રવાહને મુક્તપણે વહેવાનો માર્ગ મોકળો કરી આપશે. અસ્તુ. (તા. ૧૬-૧૦-૧૯૪૯) (૪) “સાહિત્યપાઠાવલી'ના સંપાદકોને શ્રી ઝીણાભાઈ દેસાઈ (સ્નેહરશ્ચિમ) અને શ્રી બક્ષીએ સંપાદિત કરેલ અને સુરતના હરિહર પુસ્તકાલયે પ્રગટ કરેલ “સાહિત્યપાઠાવલી' પુસ્તકમાંના, જૈન સંસ્કૃતિના અહિંસા અને દયાના સિદ્ધાંતનો ઉપહાસ કરતા “પેટમાં દેડકાવાળો વાણિયો.' શીર્ષકના પ્રકરણ અંગે હાલમાં જે ચર્ચા ઊપડી છે તે જનતાને સુવિદિત છે. “શ્રી જેનસત્ય-પ્રકાશના તા. ૧૫-૩-૧૯૫૨ના અંકમાં એક લેખ લખીને ગુજરાતના જાણીતા લેખક શ્રી જ્યભિખ્ખએ આ બીના તરફ એ પુસ્તકના સંપાદકો, પ્રકાશક અને જનતાનું ધ્યાન દોર્યું હતું. અમને ઉમેદ હતી કે આવી પ્રથમ દર્શને નુકસાનકારક અને બેહૂદી લાગતી બાબતને દૂર કરવા માટે સંપાદકો અને પ્રકાશક જરૂર સત્વર પગલાં ભરવાની ઉદારતા દાખવશે. પણ એમ ન થયું ! આ પછી અમારા તા. ૧૨-૪-૧૯૫ર અને તા. ૧૯-૪-૧૯૫૨ના અંકોમાં અમે આ અંગે ટૂંકી નોધો લખી; તેમ જ “પ્રજાબંધુ' જેવા ગુજરાતના પીઢ અને ચિંતનશીલ સાપ્તાહિકના તા. ૧૩-૪-૧૯૫૨ના અંકમાં એના લોકપ્રિય લેખક શ્રી. “સા. એ એક Page #34 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મની જગતમાં પ્રતિષ્ઠા અંગેના પ્રશ્નો : ૪ ૧૧ નોંધ લખીને સ્પષ્ટ જાહેર કર્યું કે આવો પાઠ સાહિત્ય-પાઠાવલીમાં દાખલ કરીને એના સંપાદકો પોતાનો સંપાદક તરીકેનો ધર્મ ભૂલ્યા છે. આમ છતાં એ પુસ્તકમાં સંપાદકો કે પ્રકાશક તરફથી કશું જ સંતોષકારક પગલું ભરવામાં નથી આવ્યું, તેથી લાગે છે કે આ માટે વધુ પ્રયત્ન કરવાની જરૂર છે; અને તેથી જ અમારે આ લેખ લખવાની ફરજ પડી છે. ખરી વાત તો એ છે કે આપણે કોઈ વસ્તુઓનો સંગ્રહ કર્યો હોય અને એમાં જાણ્યે-અજાણ્યે કોઈ નકામી કે ભારરૂપ જ નહીં, પણ નુકસાનકારક અને કલંક લગાડે એવી વસ્તુ દાખલ થઈ ગઈ હોય, તો તે વાતનો ખ્યાલ આવતાં જ તેને દૂર કરવાનાં પગલાં વગર વિલંબે ભરવાં જોઈએ, અને તે વસ્તુ તરફ ધ્યાન દોરનારાનો આભાર પણ માનવો જોઈએ. એમ થાય તો ડહોળાયેલું વાતાવરણ નિર્મળ થઈ શકે, પણ સાહિત્ય-પાઠાવલી'ના પ્રકાશકનો “શ્રી જેન-સત્ય-પ્રકાશ'ના તંત્રી સાથેનો પત્રવ્યવહાર (આ પત્રવ્યવહાર અમારા તા. ૧૯-૪-૧૯પરના અંકમાં છપાઈ ગયો છે.) વાંચતાં તો આથી ઊલટી જ વાત જાણવા મળે છે. તેમાં તેઓ મૂળ વાતને ગૌણ બનાવી દઈને ભાઈશ્રી જયભિખુની અજ્ઞાનતા પર દયા આવે છે' વગેરે અર્થહીન લખાણ લખીને નવી જ વાત તરફ ચર્ચાને વાળવાની કોશિશ કરે છે એ બહુ દિલગીર થવા જેવું છે. પાંચમા ધોરણનું પાઠ્ય-પુસ્તક ત્રીજા ધોરણ માટે હોવાનો ખ્યાલ જો તેમના મતે દયાજનક અજ્ઞાનતા” ઠરતી હોય, તો નીચે આપેલી નક્કર હકીકતો વાંચ્યા પછી એ પ્રકાશક-મહાશય આ પુસ્તકના સંપાદકો માટે કેવાં વિશેષણો વાપરશે તેનો વિચાર તેઓ પોતે જ કરે. આટલું તો પ્રાસંગિક. હવે મૂળ વાત ઉપર આવીએ. અમે આગળ કહ્યું તેમ, આ માટે જે વિશેષ પ્રયત્ન કરવાની જરૂર છે તેમાં સૌથી પ્રથમ તો જે પુસ્તકમાંથી આ પાઠ લેવામાં આવ્યો છે, તે “વનરાજ ચાવડો’ પુસ્તકના લેખક સદૂગત શ્રી મહીપતરામ રૂપરામ અને ગુજરાતના એક સમર્થ તત્ત્વચિંતક શ્રીમદ્ રાજચંદ્ર વચ્ચે આવા લખાણ અંગે જે વાતચીત થઈ છે, તે અહીં નોંધીએ છીએ. આ વસ્તુ “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથના બીજા ભાગ (આવૃત્તિ બીજી)માં ૭૧૭મા પાને ૮૦૮મી કંડિકા તરીકે છપાયેલ છે, જે અક્ષરશઃ નીચે પ્રમાણે છે : ૮૦૮ મોરબી ચૈત્ર ૧૯૫૫ આ ભારતવર્ષની અધોગતિ જૈનધર્મથી થઈ એમ મહીપતરામ રૂપરામ કહેતા, લખતા. દશેક વર્ષ પર અમદાવાદમાં મેળાપ થતાં તેમને પૂછ્યું: પ્ર. – ભાઈ, જૈનધર્મ અહિંસા, સત્ય, ન્યાય, નીતિ, આરોગ્યપ્રદ આહાર પાન, નિર્વસન, ઉદ્યમ આદિનો બોધ કરે છે ? (મહીપતરામે ઉત્તર આપ્યો :) Page #35 -------------------------------------------------------------------------- ________________ જિનમાર્ગનું જતન મ0 ઉ – હા. પ્ર. - ભાઈ જૈનધર્મ હિંસા, અસત્ય, ચોરી, કુસંપ, અન્યાય, અનીતિ, વિરુદ્ધ આહારવિહાર, વિષયલાલસા, આળસ-પ્રમાદ આદિનો નિષેધ કરે છે? મ. ઉ– હા. પ્ર– દેશની અધોગતિ શાથી થાય? અહિંસા, સત્ય, સંપ, ન્યાય, નીતિ. આરોગ્ય આપે અને રક્ષે એવાં શુદ્ધ સાદા આહારપાન, નિર્બસન, ઉદ્યમ આદિથી કે તેથી વિપરીત એવાં હિંસા, અસત્ય, કુસંપ, અન્યાય, અનીતિ, આરોગ્ય બગાડે અને શરીર-મનને અશક્ત કરે એવાં વિરુદ્ધ આહારવિહાર, વ્યસન, મોજશોખ, આળસ-પ્રમાદ આદિથી? મક ઉ. – બીજાથી અર્થાત્ વિપરીત એવાં હિંસા, અસત્ય, કુસંપ, પ્રમાદ આદિથી. પ્ર. – ત્યારે દેશની ઉન્નતિ એ બીજાથી ઊલટાં એવાં અહિંસા, સત્ય, સંપ, નિર્બસન, ઉદ્યમ આદિથી થાય? મક ઉ. – હા. પ્ર - ત્યારે, “જૈન” દેશની અધોગતિ થાય એવો બોધ કરે છે કે ઉન્નતિ થાય એવો ? મ– ભાઈ, હું કબૂલ કરું છુ કે “જૈન” જેથી દેશની ઉન્નતિ થાય એવાં સાધનોનો બોધ કરે છે. આવી સૂક્ષ્મતાથી વિવેકપૂર્વક મેં વિચાર કર્યો ન હતો. અમને તો નાનપણમાં પાદ્રીની શાળામાં શીખતાં સંસ્કાર થયેલા, તેથી વગરવિચારે અમે કહી દીધું લખી માર્યું. મહીપતરામે સરળતાથી કબૂલ કર્યું. સત્યશોધનમાં સરળતાની જરૂર છે. સત્યનો મર્મ લેવા વિવેકપૂર્વક મર્મમાં ઊતરવું જોઈએ.” શ્રીમદ્ રાજચંદ્ર અને શ્રી મહીપતરામભાઈનો આ વાર્તાલાપ ઉપરની નોંધ લખાયાનાં ૧૦ વર્ષ પૂર્વે અર્થાત્ સં. ૧૯૪૫ની સાલ આસપાસમાં થયો છે, અને ‘વનરાજ ચાવડો' પુસ્તક તે પહેલાં દશેક વર્ષ અગાઉ છપાઈ ચૂકયું હતું. એટલે આમાં લખી માર્યાનો જે નિર્દેશ છે તેમાં પેટમાં દેડકાવાળો વાણિયો' જેવા પ્રકરણનું પણ સૂચન છે જ એ કહેવાની જરૂર નથી. અહીં ખાસ નોંધવા જેવી બીના તો શ્રી મહીપતરામભાઈની સરળતા અને સત્ય વાતનો સ્વીકાર કરવાની ખેલદિલી છે. સાહિત્યપાઠાવલી'ના સંપાદકો અને પ્રકાશકોએ શ્રી મહીપતરામભાઈનો આ આદર્શ Page #36 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મની જગતમાં પ્રતિષ્ઠા અંગેના પ્રશ્નો: ૪ ૧૩ ધ્યાનમાં લેવાની અને જે વાત શ્રી મહીપતરામભાઈને પોતાને જ અઠીક લાગી તેને સારી ઠરાવવાનો પ્રયત્ન કેવી રીતે ઉચિત ગણાશે તેનો વિચાર કરવાની જરૂર છે. (૨) હવે બીજી વાત. વનરાજ ચાવડો' પુસ્તકની એક સંક્ષિપ્ત આવૃત્તિ સૂરતના મેસર્સ મંગળદાસ એન્ડ સન્સ તરફથી કેટલાંક વર્ષ અગાઉ પ્રગટ થઈ છે. (આમાં પ્રકાશનસંવત્ આપેલ નથી, તેથી કયારે પ્રગટ થઈ તે નિશ્ચિત રીતે કહી શકાય એમ નથી.) પુસ્તકનો આ સંક્ષેપ ગુજરાતમાં સુધારક સન્નારી અને શ્રી મહીપતરામભાઈનાં પુત્રવધૂ શ્રીમતી વિદ્યાગૌરીએ કર્યો છે, અને એ પુસ્તકમાં સુધારો કરનાર' તરીકે એમનું નામ આપવામાં આવ્યું છે. પોતાના નિવેદનમાં શ્રી. વિદ્યાબહેને એક સ્થળે કહ્યું છે: “એ સંક્ષેપ તૈયાર કરતાં માલમ પડ્યું છે કે પુસ્તકનો કેટલોક ભાગ તે જમાનાના સંજોગાનુસાર લખાએલો છે. મૂળ લેખકનાં અભિપ્રાયો અને મંતવ્યોનો આવિષ્કાર કરવા પ્રસંગોનો લાભ લીધેલો છે તે સર્વ આમાંથી છોડી દીધા છે.” અને સૌથી વિશેષ નોંધપાત્ર હકીકત તો એ છે કે “પેટમાં દેડકાવાળો વાણિયો'વાળું નિંદાખોર પ્રકરણ આમાંથી સદંતર દૂર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરવાના સાહિત્યને તંદુરસ્ત રાખવાની કેટલી જરૂર છે તેનો આ એક નમૂનો છે. (૩) વળી એક વધુ વાત. સાહિત્યપાઠાવલીના પ્રકાશકે “શ્રી જૈન-સત્યપ્રકાશ'ના તંત્રી ઉપર લખેલ પત્રની તા.ક.માં જણાવ્યું છે કે ““વનરાજ ચાવડો'ની સંક્ષિપ્ત આવૃત્તિ બાળકો માટેની, મારા ખ્યાલમાં છે ત્યાં સુધી, સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલયે છાપી છે.” આ બીનામાં થોડો હકીકતફેર છે; તે એ કે સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલયે આ પુસ્તકની સંક્ષિપ્ત આવૃત્તિ નથી કરી, પણ તેમાંનાં શ્રી વિદ્યાબહેનના નિવેદનમાં જણાવ્યા મુજબ “જેવું હતું તેવું જ આખું પુસ્તક પ્રગટ થયું છે.” સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલયે પ્રગટ કરેલ “વનરાજ ચાવડો'ની આ નવમી, અત્યારે છેલ્લામાં છેલ્લી-આવૃત્તિ છે અને તે સને ૧૯૪૯ની સાલમાં શ્રી વિદ્યાબેનની અનુમતિથી છપાઈ છે, એટલે એને પ્રમાણભૂત માનવી જ જોઈએ. અહીં ખાસ નોંધવા જેવી વાત એ છે કે આ પુસ્તકમાંથી પેટમાં દેડકાવાળો વાણિયો'નું પ્રકરણ રદ કરીને તેના સ્થાને માત્ર પાંચ જ લીટીમાં, વનરાજે વ્યાખ્યાન સાંભળતાં ઊંઘતા એક બૂઢા વાણિયાના ઉઘાડા મોંમાં દેડકાનું બચ્ચું નાખ્યાનું લખીને Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૪ જિનમાર્ગનું જતન વનરાજના તોફાની સ્વભાવનું સૂચન જ કર્યું છે, એમાં અહિંસા કે દયાના ઉપહાસની ગંધ સરખી દેખાતી નથી. (પૃ. ૧૩૭) - કોઈ પણ સંગ્રહરૂપ ગ્રંથનું સંપાદન કરવું એનો ખરો અર્થ એ જ હોઈ શકે કે જે લખાણની પસંદગી કરવામાં આવે તે લખાણને મૂળ ગ્રંથની છેલ્લામાં છેલ્લી આવૃત્તિને સામે રાખ્યા પછી જ લેવામાં આવે. “સાહિત્યપાઠાવલી"માંના આ પાઠ અંગે એવું નથી થયું એ તો સ્પષ્ટ જ છે. બાકી ગમે ત્યાંથી ગમે તે રીતે સંગ્રહ જ કરી દેવા માત્રથી એનું સંપાદન કર્યું ગણાતું હોય, તો તો સાહિત્યની દુનિયામાં સંપાદનકાર્યનું ઝાઝું મૂલ્ય જ નહીં રહેવા પામે ! અસ્તુ. આટલું વિસ્તારથી આ અંગે ઉપર અમે જે કંઈ લખ્યું છે તેના મુદ્દાઓ નીચે મુજબ તારવી શકાય ? (૧) “વનરાજ ચાવડો’ પુસ્તકમાંનું આ પ્રકરણ અયોગ્ય છે તે વાતનો શ્રી મહીપતરામભાઈએ પોતે જ સ્વીકાર કર્યો હતો. તો પછી એવા હલકા લખાણને પુનર્જીવન આપવાનો શો અર્થ ? (૨) સૂરતના મંગળદાસ એન્ડ સન્સ તરફથી, શ્રી વિદ્યાબેનના હાથે સંક્ષિપ્ત થઈને પ્રગટ થયેલ આ પુસ્તકમાંથી આ આખું પ્રકરણ રદ કરવામાં આવ્યું છે. આમ છતાં એને પાઠ્યપુસ્તકમાં મૂકવાનો આગ્રહ રાખવો એ કયાં સુધી વાજબી છે ? (૩) સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય તરફથી શ્રી વિદ્યાબેનની અનુમતિથી પ્રગટ થયેલ આ પુસ્તકમાંથી એ પ્રકરણ દૂર કરીને એના સ્થાને માત્ર બાળકના તોફાનનું સૂચન કરે એ રીતે સાવ જુદો ધ્વનિ પ્રદર્શિત કરવાની દૃષ્ટિથી આ વાત લખવામાં આવી છે. તેમાં શું રહસ્ય હશે તે વિચારવા જેવું નથી લાગતું? (૪) “પ્રજાબંધુ' સાપ્તાહિકે પણ આ વસ્તુ તરફ પોતાનો સ્પષ્ટ અણગમો જાહેર કર્યો છે એ ખાસ ધ્યાનમાં લેવાની જરૂર છે. (૫) અને આ પુસ્તકના બે સંપાદકોમાંના એક શ્રી ઝીણાભાઈ તો શેઠ ચીમનલાલ નગીનદાસ વિદ્યાવિહાર જેવી જૈન સંસ્થાના આચાર્ય છે એ દૃષ્ટિએ આવા લખાણથી જૈનોની, જૈનધર્મની કેવી અર્થહીન અને ક્રૂર હાંસી થાય એ જોવાની ખાસ જરૂર હતી. વધુમાં શું લખીએ ? આ બધું જાણ્યા અને વિચાર્યા પછી “સાહિત્યપાઠાવલી'ના સંપાદકો અને પ્રકાશકને “આમાં શું કરવું એ માટે જરા પણ સંદેહ હોય તો તે સત્વર દૂર થવો જોઈએ; અને તેઓ પોતે જે કંઈ કરવા માગતા હોય તેની તેમણે ખુલાસાવાર જાહેરાત કરીને આ ચર્ચાનો સુખદ અંત આણવો જોઈએ. (તા. ૨૬-૪-૧૯૫૨) Page #38 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મની જગતમાં પ્રતિષ્ઠા અંગેના પ્રશ્નો : ૫ (૫) મહામંત્રી ઉદયનનો ઇતિહાસઃ મુનશીજીએ ફરી વિચારવા જેવું ગુજરાતના સુવર્ણયુગસમા સોલંકીયુગમાં ગુર્જરરાષ્ટ્રનું મંત્રીપદ શોભાવનાર નરવીરોમાં જૈનધર્મી વીરોએ ભારે મહત્ત્વનો ફાળો નોંધાવ્યો છે. આ જૈન મંત્રીઓએ પોતાની રાજભક્તિ અને દેશભક્તિના બળે ગુજરાતને એક બળવાન રાષ્ટ્ર બનાવવામાં અને ગુજરાતની સંસ્કારિતાના ઘડતરમાં ચિરસ્મરણીય હિસ્સો આપ્યો છે એ વાતની ઇતિહાસ સાખ પૂરે છે. આ મંત્રીઓમાંના એક તે મહામંત્રી ઉદયન. ગુજરાતના ઇતિહાસમાં મહામંત્રી ઉદયનનું નામ એ રીતે વિશેષ ઉલ્લેખનીય બને છે કે તેમણે મહારાજા જયસિંહ સિદ્ધરાજ અને મહારાજા કુમારપાળ એ બંનેના સમયમાં મંત્રીપદ ભોગવ્યું હતું અને દીપાવ્યું હતું. મહામંત્રી ઉદયનની દીર્ઘદૃષ્ટિ, મુત્સદ્દીગીરી, શૂરવીરતા અને વખત આવ્યે પોતાનું સર્વસ્વ રાષ્ટ્રદેવતાને ચરણે સમર્પણ કરવાની તત્પરતાએ ગુર્જરરાષ્ટ્રને અનેક વેળાએ મુસીબતોમાંથી ઉગારી લીધું હતું. તેમની ધર્મપ્રિયતા તો ખૂબ જાણીતી છે. એમનું મૃત્યુ પણ કેવું મહાન! રણશૂરાને રાષ્ટ્રની ભક્તિ નિમિત્તે રણમાં ઝૂઝતાં-ઝૂઝતાં મૃત્યુ મળે એનાથી રૂડું બીજું શું? આવું ભવ્ય હતું મહામંત્રી ઉદયનનું જીવન અને મૃત્યુ! પણ કોઈ અભાગી પળે એ મહામંત્રી ચડી ગયા ગુજરાતના જાણીતા નવલકથાકાર શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીના હાથે ! અને એક બાળક મનોહર ચિત્ર ઉપર પોતાને મનગમતા રંગના લિસોટા કરીને એ ચિત્રને જેવું વિકૃત અને બેડોળ બનાવી દે એ રીતે શ્રી મુનશીજીને હાથે મહામંત્રી ઉદયનનું ભવ્ય જીવન બેડોળ રીતે આલેખાઈ ગયું. શ્રી મુનશીજીને જોઈતું હતું પોતાની નવલકથાઓ “ગુજરાતનો નાથ' અને “રાજાધિરાજ' માટે કટાક્ષ, હાસ્ય, તિરસ્કાર વગેરે હલકી લાગણીઓને વ્યક્ત કરવા માટે એક પાત્ર. એ પાત્ર તરીકેનું સ્થાન એમણે બીજા કોઈને નહીં અને જૈન મહામંત્રી ઉદયનને આપી દીધું ! કોઈ અજેને પાત્ર પસંદ કરવાની એમની તૈયારી નહોતી અને કોઈ કલ્પિત પાત્ર ઊભું કરવાનું એમને સૂક્યું નહીં; ઈતિહાસની અવહેલના થતી હોય તો ભલે થાય ! એમણે તો જૈનો પ્રત્યેની પોતાની ભાવના વ્યક્ત કરવા માટે પોતાનું ધાર્યું જ કર્યું. અરે, આટલું જ શા માટે ? પોતાના કટાક્ષ કે તિરસ્કારને વ્યક્ત કરવા માટે શ્રી મુનશીજીએ શ્રી ઉદયન મંત્રી સિવાય બીજા કોઈને પસંદ ન કર્યા. ઉપરાંત, મંજરી જેવું કલ્પિત પાત્ર ઊભું કર્યું તે પણ જેનોને – જૈનધર્મી સાધુઓ અને મંત્રીઓને - હલકા પાડવા માટે. આમ કલ્પિત કે સાચા એમ બંને પાત્રો મારફત શ્રી મુનશીજીએ જૈનૌની ભારે હલકાઈ કરી છે એ દુઃખદ અને કટુ સત્ય બીના છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧૬ જિનમાર્ગનું જતન શ્રી મુનશીજીનાં આ લખાણોની સામે તે કાળે જેનોએ વિરોધ પણ ઠીક-ઠીક જગાવ્યો હતો, અને અનેક રીતે એમના એ કૃત્ય પ્રત્યે પોતાનો અણગમો પ્રદર્શિત કર્યો હતો. પણ એ બધાનું કશું જ પરિણામ ન આવ્યું, અને એ પુસ્તકો એમ ને એમ વંચાતાં-છપાતાં રહ્યાં. એની અત્યારે પણ નવી-નવી આવૃત્તિઓ છપાતી જાય છે; વધારામાં એને વિશ્વવિદ્યાલયના અભ્યાસક્રમમાં પણ સ્થાન મળી જાય છે અને વાંચનારાઓ અને અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓના અંતરપટ ઉપર જેનોની – જૈન નરવીરોની (ભલે ઇતિહાસની નજરે ખોટી) હલકી છાપ પડ્યા જ કરે છે. છેલ્લે-છેલ્લે જાણવા મળ્યું કે હવે તો શ્રી મુનશીની નવલકથા ગુજરાતનો નાથ' ફિલ્મ રૂપે ઉતારવાની તૈયારીઓ ચાલી રહી છે. એટલે હજુ કંઈક અધૂરી રહી ગયેલી જેન નરવીરોની હલકાઈ પૂરી થઈ જાય અને ઉદયન જેવા ધર્મવીર અને રણવીર મહામંત્રીનું જીવન ડરપોક, પ્રપંચી અને ચારિત્રહીન પુરષ તરીકે જગબત્રીસીએ ચડી જાય ! એક સમર્થ પુરુષના જીવનના ભોગે પ્રેક્ષકો બે ઘડી હાસ્ય કે તિરસ્કારની લાગણીની મોજ માણી લેશે; કેવું દુર્ભાગ્ય ! ગુજરાતનો નાથ' રૂપેરી પડદે ઊતરવાના સમાચાર મળ્યા પછી આપણા જાણીતા સાક્ષર શ્રી જયભિખ્ખએ મહામંત્રી ઉદયન અંગે એતિહાસિક તેમ જ બીજાં પ્રમાણોથી અને યુક્તિથી ભરપૂર એક વિસ્તૃત લેખ “શ્રી જૈન-સત્ય...કાશ' માસિકના ૧૯૫૧ના ફેબ્રુઆરી તથા એપ્રિલ માસના મળીને બે અંકોમાં લખ્યો છે, અને ત્યાર પછીના મે માસના અંકમાં “મૃત્યુ-મહોત્સવ' નામે કથા લખીને એમાં મહામંત્રીના ભવ્ય જીવવની રૂપરેખા રજૂ કરી છે. આ રીતે તેમણે જેમ થોડાક મહિનાઓ પહેલાં શ્રી વૃન્દાવનલાલ વર્મા લિખિત “હંસ-મયૂર' પુસ્તકને પાઠ્યક્રમમાંથી દૂર કરાવવાની ફરજ પડે એવી સચોટ સામગ્રી એ પુસ્તકની વિરુદ્ધમાં તૈયાર કરી આપી હતી, તેમ શ્રી મુનશીજીએ વિકૃત રીતે રજૂ કરેલ ઉદયન મંત્રીના ચિત્રણની સામે ધરી શકાય એવી સામગ્રી સમાજ સમક્ષ રજૂ કરી છે એ વાતની નોંધ લેતાં ખૂબ આનંદ થાય છે. મહામંત્રી ઉદયન અંગે પોતાના એ લેખમાં નિર્દેશ કરતાં શ્રી જયભિખુ લખે “મહામંત્રી ઉદયન ભલે મૂળ મારવાડી (શ્રીમાલથી આવેલા) હોય, પણ એ ય મહાગુજરાતી હતા, ગુજરાતના જ થઈને જીવ્યા હતા, ને ગુજરાતના વિજયમાં પ્રાણ અર્યા હતા. ગુજરાતના સુવર્ણયુગના તેઓ એક સમર્થ ચિંતક, બાહોશ મુત્સદી, અજોડ યોદ્ધા હતા, ને ગુર્જર ચક્રવર્તીઓ સિદ્ધરાજ જયસિંહ ને મહારાજ કુમારપાળના ખાસ વિશ્વાસુ હતા. તેમણે અને તેમના પુત્રોએ સમસ્ત ભારતવર્ષમાં – સાહિત્યમાં અને શૌર્યમાં – ગુજરાતનું મોં ઉજ્વલ રાખવા આખું જીવન અર્પણ કર્યું હતું. Page #40 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મની જગતમાં પ્રતિષ્ઠા અંગેના પ્રશ્નો : ૫ ૧૭ કમનસીબી કહો કે ગમે તે કહો, પણ આવા મહામંત્રી શ્રી કનૈયાલાલ મુનશીના હાથ પર ચઢી ગયા ને શ્રી મુનશીએ માત્ર કથારસ જમાવવા, બીજાં પાત્રોની જેમ, જેનોના આ મહાન કર્મવીર, ધર્મવીર ને રણવીર મંત્રીને ખૂબ હીન રીતે ચીતર્યા. દુષ્ટ ખલનાયક સર્જવા મહામંત્રી ઉદયનને ઇગ્લી, કાવતરાબાજ ને વ્યભિચારી ચીતરવામાં તેમણે પાછું વાળીને ન જોયું.” ઉપરના બે ફકરાઓમાં ભાઈ જયભિખ્ખએ ઉદયન મંત્રીનું સાચું રૂપ અને શ્રી મુનશીજીને હાથે થયેલું વિકૃત રૂપ સારરૂપે રજૂ કરી દીધું છે. ભાઈ જયભિખુની ઉપર્યુક્ત વાર્તા “મૃત્યુ-મહોત્સવ' તેમના તાજેતરમાં પ્રસિદ્ધ થયેલ “દેવદૂષ્ય અને બીજી વાતો' નામક વીરધર્મની વાતોના ત્રીજા ભાગમાં પણ આપવામાં આવી છે. આ પુસ્તકની પ્રસ્તાવના અમદાવાદની ગુજરાત કોલેજના ગુજરાતી ભાષાના પ્રોફેસર શ્રી ધીરુભાઈ ઠાકરે લખી છે. એ પ્રસ્તાવનામાં મૃત્યુ મહોત્સવ' અંગેનું તેઓનું આ લખાણ સહુ કોઈનું ધ્યાન દોરે એવું અને શ્રી મુનશીજીને (જો તેઓ ધારે તો) વિચાર કરવા પ્રેરે એવું છે : છેલ્લી વાર્તા “મૃત્યુ-મહોત્સવ' ગુજરાતના બાહોશ જેન મંત્રી ઉદયનના વીરોચિત મૃત્યુની ગૌરવગાથા છે, તેમ નકલી સાધુનો સ્વાંગ સજ્યા બાદ ખરેખર સાધુ થઈ જનાર નોકરની મનોદશા બતાવતી નોંધપાત્ર ધર્મકથા પણ છે. એક બીજી રીતે પણ આ વાત ધ્યાનપાત્ર છે. શ્રી કનૈયાલાલ મુનશીની નવલોમાં ઉદયન મંત્રીનું કૈક અંશે કાયર, ધમધ અને શિથિલ ચારિત્ર્યના રાજપુરુષ તરીકે જે ચિત્ર રજૂ થયું છે, તેનાથી તદ્દન ભિન્ન પ્રતિનું અને છતાં વિશેષ પ્રમાણભૂત એવું તેનું ચિત્ર અહીં મૂકીને શ્રી જયભિખ્ખએ ગુજરાતના ઇતિહાસની એક અગત્યની હકીકત પર મહત્ત્વનો પ્રકાશ ફેંક્યો છે.” આવી ઉપયોગી સામગ્રી રજૂ કરવા માટે ભાઈ ભિખુને અને “શ્રી જૈનસત્યપ્રકાશને ધન્યવાદ આપવા સાથે જૈ. સ. પ્ર.ના સંચાલકોને કે જૈન સમાજને એટલું સૂચવીએ છીએ કે “હંસ-મયૂર અંગેની સામગ્રી જેમ જુદી પુસ્તિકરૂપે પ્રગટ કરવામાં આવી હતી, તે જ રીતે મૃત્યુ-મહોત્સવ' વાર્તા તથા પ્રો. શ્રી ધીરુભાઈ ઠાકરના ઉપર આપેલ લખાણ સહિત બધી સામગ્રી અલગ પુસ્તિકરૂપે પ્રગટ કરવામાં આવે. તેમ જ આપણા બીજા વિદ્વાનો પણ પ્રમાણ અને યુક્તિ સાથે આ અંગે વધુ સામગ્રી પ્રગટ કરે. શેઠ આ. ક. ની પેઢી કે આપણી કૉન્ફરન્સ જેવી સંસ્થાઓ પણ આ કાર્યને બિલકુલ રચનાત્મક રીતે હાથ ધરીને આ માટે શ્રી મુનશીજી સાથે સંપર્ક સાધે અને મહામંત્રી ઉદયનનો સાચો ઇતિહાસ રજૂ થાય એવી કોશિશ હાથ ધરે. આમાં વિલંબ થઈ ગયો તો સંકોચ સેવવાની જરૂર નથી. સારું કાર્ય તો ગમે ત્યારે હાથ ધરી શકાય. જાગ્યા ત્યારથી સવારનો આ જ સાચો અર્થ છે. Page #41 -------------------------------------------------------------------------- ________________ જિનમાર્ગનું જતન છેવટે શ્રી. મુનશીજીને અમે એટલું જ સૂચવીએ છીએ કે આજે જ્યારે ભારતનું રાજકારણ બિનસાંપ્રદાયિકતાનો ઢંઢેરો પીટી રહ્યું છે, ત્યારે ભારતની મધ્યસ્થ સરકારનું પ્રધાનપદું ભોંગવી રહેલા અન્ન-સચિવ શ્રી મુનશીજી પોતાના હાથે થઈ ગયેલ આવા વિકૃત ચિત્રને દૂર કરવાની તૈયારી અને ખેલદિલી દાખવે એવી આશા રાખવી વધારે પડતી ન ગણાય. સત્યનો સ્વીકાર તો હજાર વર્ષે પણ કરાય તો તેમાં નર્યું કલ્યાણ જ સમાયેલું છે. ૧૮ (૬) જૈનધર્મ પ્રત્યે આટલી સૂગ? અમદાવાદમાંથી પ્રગટ થતા ‘ગુજરાત સમાચાર’ દૈનિકના તા. ૧૪-૯-૧૯૪૯ ને બુધવારના અંકના ચોથા પાને છપાયેલ ‘સાહિત્ય અને સંસ્કાર' વિભાગના ‘આંદોલનો’ શીર્ષકવાળા લખાણ પ્રત્યે અમે સર્વ કોઈ સાહિત્યપ્રિય મહાનુભાવોનું અને ખાસ કરીને જૈન સાહિત્ય પ્રત્યે અભિરુચિ ધરાવનાર વિદ્વાનોનું ધ્યાન દોરીએ છીએ. પ્રસ્તુત લખાણમાં મુંબઈના ભારતીય વિદ્યાભવન હસ્તકની સિંઘી જૈન ગ્રંથમાલાના પચીસમા ગ્રંથાંક તરીકે થોડાક મહિના પહેલાં પ્રકાશિત થયેલ અને પ્રાધ્યાપક ડૉ. અમૃતલાલ સવચંદ ગોપાણીએ સંપાદિત કરેલ શ્રી મહેશ્વરસૂરિકૃત પ્રાકૃતભાષાની ‘જ્ઞાનપંચમીકથા'ને લઈને કેટલુંક ‘આંદોલન' જગાવવામાં આવ્યું છે. આ લખાણમાં લેખકે એના ત્રણ વિભાગો પાડ્યા છે : પહેલા વિભાગમાં પ્રાકૃત સાહિત્ય વગેરે સંબંધમાં અનેક વિલક્ષણ વિધાનો કરવામાં આવ્યાં છે, બીજા વિભાગમાં ગ્રંથનો બહુ જ સંક્ષિપ્ત પરિચય આપતાં ગ્રંથના સંપાદકનાં કેટલાંક મંતવ્યોનો વિરોધ કરીને સંપાદકને ‘સાંપ્રદાયિક દૃષ્ટિવાળા 'નો ઇલ્કાબ આપવામાં આવ્યો છે; અને સમગ્ર લખાણની અડધી કરતાં વધુ જગ્યા રોકતા ત્રીજા વિભાગમાં સંપાદકની વિસ્તૃત પ્રસ્તાવનામાંથી ગ્રંથમાંનાં કેટલાંક સુભાષિતો, એના અનુવાદ સાથે, ઉષ્કૃત કરવામાં આવ્યાં છે. પ્રસ્તુત લખાણના બીજા અને ત્રીજા વિભાગમાં કેટલીક વિવાદાસ્પદ વાતો કહેવામાં આવી હોવા છતાં એનો મુખ્યત્વે પહેલો વિભાગ બહુ જ વિલક્ષણ વિધાનોથી ભરેલો છે, એટલે એ વિભાગમાંનું લખાણ અક્ષરશઃ અહીં ઉદ્ધૃત કરીએ છીએ : “સંસ્કૃત અને પ્રાકૃતનો ઝઘડો ફરી વાર ઊભો કર્યા વિના કહી શકાય કે લોકોના મોટા ભાગની ભાષા પ્રાકૃત અને અલ્પસંખ્ય લોકોની ભાષા સંસ્કૃત હોવા છતાં સંસ્કૃત-સાહિત્યમાં જે ઉચ્ચ કોટિનું કાવ્યત્વ છે, જે મહાન સાંસ્કારિક બળ છે, (તા. ૨૧-૭-૧૯૫૧) Page #42 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મની જગતમાં પ્રતિષ્ઠા અંગેના પ્રશ્નો: ૬ ૧૯ તે પ્રાકૃત-સાહિત્યમાં નથી. સંભવિત છે કે કેટલુંક સાચું પ્રાકૃત-સાહિત્ય જૈનો તરફથી આજે મળે છે તેનું મૂલ્ય ઘણી વાર તો ભાષાશાસ્ત્રીય વિકાસના પગથિયા તરીકે જ રહે છે. પ્રાકૃત-સાહિત્યના વિદ્વાનો પ્રાકૃત પ્રત્યેના તેમના પ્રેમને કારણે પ્રાકૃત-સાહિત્યનાં સાહિત્યતત્ત્વોને અતિશયોક્તિભર્યો ખ્યાલ આપી દે છે. જૈનોએ આ પ્રાકૃત, અપભ્રંશ ને જૂની ગુજરાતીનું સાહિત્ય સાચવ્યું હોવાથી તે પ્રાચીન ગ્રંથો હવે જૈન સંસ્થાઓ બહાર પાડે તે યોગ્ય જ છે; પરંતુ ઘણી વાર આને લીધે કેટલાક ખોટા ભ્રમ ઉત્પન થાય છે. પહેલો ભ્રમ એ કે આ સાહિત્યમાં ઉચ્ચ સાહિત્યતત્ત્વો છે તેવો ખ્યાલ આપવામાં આવે છે. બીજો ભ્રમ એ કે ઈતિહાસ વગેરેની બાબતોમાં તે ગ્રંથોને જ પ્રમાણભૂત ગણવામાં આવે છે. એક બીજું પરિણામ એ આવે છે કે જૈન શ્રીમંતોના આશ્રયને લીધે જૈન સાહિત્યના કેટલાક ત્રીજી કોટિના સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથો બહાર પડે છે, ત્યારે જૈનેતર સાહિત્યના પ્રથમ કોટિના ગ્રંથો પણ પ્રસિદ્ધિ પામી શકતા નથી. કોઈ પણ પૂર્વગ્રહ વિના કહી શકાય કે કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રના ગ્રંથોમાં પણ મૌલિકતા કેટલી છે તે સવાલ છે. સર્જક બળ કે દ્રષ્યનું અભિનવ તત્ત્વદર્શન જૈન તેમ જ પ્રાકૃત સાહિત્યમાં સંસ્કૃતના મુકાબલે અલ્પ છે. આ વસ્તુનો સ્વીકાર જૈન સાહિત્યના સાંપ્રદાયિક દૃષ્ટિવાળા અભ્યાસીઓ ન કરે તે સ્વાભાવિક છે; પણ તટસ્થ રીતે જોનાર સત્યપ્રિયે તો તેમ કહેવું જ રહ્યું.” આના અનુસંધાનમાં આ લખાણના, ગ્રંથપરિચયસંબંધી બીજા વિભાગનું પહેલું વાક્ય પણ નોંધવા જેવું છે. તે વાક્ય આ પ્રમાણે છે: “પ્રાકૃત સાહિત્યના સૂકા રણમાં કેટલીક મીઠી વીરડીઓ જરૂર મળી આવે છે.” ઉપરના લખાણમાં એના લેખક-મહાશયે જે વિધાનો અને વિચારો રજૂ કર્યા છે તેનું બારીકાઈથી વિશ્લેષણ કરવા જઈએ તો એક બહુ લાંબો લેખ લખવો જરૂરી થઈ પડે. પણ એ લખાણની વિલક્ષણતા કેટલેક સ્થળે તો એટલી સ્પષ્ટ છે કે એનું બારીક વિશ્લેષણ કર્યા વગર જ, માત્ર ઉપરનું લખાણ વધારે ધ્યાનપૂર્વક બે-એક વાર વાંચી જઈએ તો પણ, એ જણાઈ આવ્યા વગર નથી રહેતી. વિશ્લેષણ કરવાનું કામ વિદ્વાનોને સોંપીને અહીં તો એમાંના ચાર મહત્ત્વના મુદ્દા તરફ જ અમારા વાચકોનું અને વિદ્વાનોનું ધ્યાન દોરીએ છીએ (૧) આ આખું લખાણ જોતાં એના લેખકની જૈનધર્મ પર ઠીક-ઠીક મહેર-નજર (!) છે એમ તરત જ જણાઈ આવે છે. અને એવી મહેર-નજર(!)નું કારણ એમના દિલમાં ઘર કરી ગયેલી કહેવાતી સાંપ્રદાયિકતા પ્રત્યેની સૂગ છે એમ લાગે છે. એમની આ સૂગ એટલી ઉમ્ર છે કે સારાસારનો કે લીલાસ્કાનો વિવેક કરવાનું ચૂકી જઈને તેઓ બધું એકીસાથે ભસ્મસાત્ કરવા પ્રેરાઈ જાય છે. Page #43 -------------------------------------------------------------------------- ________________ જિનમાર્ગનું જતન (૨) જૈનધર્મ પ્રત્યેની લેખકની આ કરડી નજર એમના પ્રાકૃત ભાષા અને સાહિત્ય અંગેના લખાણમાં ઠીક-ઠીક ઉગ્ર રૂપ ધારણ કરે છે. ૨૦ લેખની શરૂઆતમાં જ સંસ્કૃત અને પ્રાકૃતના ઝઘડાનો ઉલ્લેખ કરીને જાણે લેખકે સંસ્કૃતનું પદ ઊંચું રાખવાનું બીડું ઝડપ્યું હોય તે રીતે, સંસ્કૃત સાહિત્યની મહત્તા અને પ્રાકૃત સાહિત્યની અલ્પતાનું વિધાન કર્યું છે. પણ જૈનોએ આ બે ભાષાઓ વચ્ચે કદી હરીફાઈ માની નથી; એટલું જ નહીં, પણ એ બંને ભાષાઓને પોતપોતાની રીતે વિકસવા દેવામાં પોતાનો પૂરેપૂરે સહયોગ આપ્યો છે એ વાત જૈન સાહિત્યના ઇતિહાસના અભ્યાસીઓના ખ્યાલમાં તરત જ આવી જાય એવી છે. લેખક એક સ્થળે લખે છે : “કેટલુંક સાચું પ્રાકૃત સાહિત્ય જૈનો તરફથી આજે મળે છે.’' આમાં લેખકે ‘સાચું' વિશેષણ વાપરીને ‘ખોટા’ પ્રાકૃત સાહિત્યનો નિર્દેશ આડકતરી રીતે કર્યો છે તે તેમના અંતરની પ્રાકૃત પ્રત્યેની વૃત્તિ ઉપર સારો એવો પ્રકાશ પાડે છે. વળી આગળ લેખક લખે છે : “પ્રાકૃત સાહિત્યના વિદ્વાનો પ્રાકૃત પ્રત્યેના તેમના પ્રેમને કારણે પ્રાકૃત સાહિત્યમાંનાં સાહિત્યતત્ત્વોનો અતિશયોક્તિભર્યો ખ્યાલ આપી દે છે.’’ આનો અર્થ તો એ થયો કે પ્રાકૃત સાહિત્યના વિદ્વાનોનો અભિપ્રાય ખોટો અને પ્રાકૃતમાં થોડોક ચંચુપાત કરનાર લેખકનો અભિપ્રાય વજૂદવાળો; કેવી અજબ વાત ! પ્રાકૃત સાહિત્યમાં ઉચ્ચ સાહિત્યતત્ત્તો ન જ હોઈ શકે એવો પાકો અભિપ્રાય બાંધીને જ લેખકે પ્રાકૃતભાષાની મુલવણી કરવાનું કામ આરંભ્યું છે, અને છતાં તેઓ પોતાને પૂર્વગ્રહથી મુક્ત અને તટસ્થ રીતે જોનાર સત્યપ્રિય તરીકે ઓળખાવે છે એ ભા૨ે ગમ્મતની વાત બની છે. એક માત્ર જૈન સંપ્રદાયને હલકો પાડવાના આવેશમાં લેખકે પોતાની જાતને કેવી ખરાબ રીતે રજૂ કરી છે ! લેખકને પ્રાકૃત સાહિત્યમાં ઉચ્ચ સાહિત્યતત્ત્વ હોવા સામે જેટલો વાંધો છે, તેટલો જ વાંધો એમને પ્રાકૃત સાહિત્યને ઇતિહાસના પ્રમાણભૂત સાધન તરીકે સ્વીકારવા સામે છે. પણ આ તો પાડાના વાંકે પખાલીને મારવા જેવી વાત થઈ ! વિદ્વાનો પ્રાકૃત ગ્રંથોનું ઐતિહાસિક મહત્ત્વ સ્વીકારે એમાં પ્રાકૃત સાહિત્યનો પોતાનો શો દોષ ? અને વળી જૈન શ્રીમંતોની મદદથી જૈન સાહિત્યના કેટલાક ‘ત્રીજી કોટિના’ સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથો પ્રગટ થાય તે વાત પણ લેખકને અણગમતી થઈ પડી છે. આ વાત પણ કોઈના વાંકે કોઈને સજા કરવા જેવી ગણાય. જૈનેતર સાહિત્યના પ્રથમ કોટિના ગ્રંથો મદદના અભાવે પ્રગટ ન થાય એ પણ જૈનોનો અને જૈન સાહિત્યનો વાંક ? પણ જો લેખક મહાશયને એ વાતનો ખ્યાલ હોત કે અનેક જૈન વિદ્વાનોએ જૈનેતર સંસ્કૃત ગ્રંથો ઉપર અપૂર્વ એવી ટીકાઓની રચના કરીને એ મૂળ ગ્રંથોનું ગૌ૨વ વધા૨વામાં પોતાનો કીમતી ફાળો આપ્યો છે, તો તેઓ આવું દ્વેષીલું લખાણ લખતાં પહેલાં હજાર વાર વિચાર Page #44 -------------------------------------------------------------------------- ________________ ૨૧ જૈનધર્મની જગતમાં પ્રતિષ્ઠા અંગેના પ્રશ્નો : ૬ કરતા. પણ એમને તો જૈન સંપ્રદાય પ્રત્યે એવી સૂગ વ્યાપી ગઈ છે કે તેઓ બીજી કશી વાતનો વિચાર જ નથી કરી શક્યા. પણ પ્રાકૃત સાહિત્ય પ્રત્યેનો લેખકનો અણગમો આટલેથી જ ક્યાં અટકે છે? તેમને તો પ્રાકૃત સાહિત્ય “સૂકા રણ” સમું લાગે છે ! આ રીતે ટીકા કરવામાં કલમને રમતી મૂકનાર લેખકને આપણે એટલું તો જરૂર પૂછી શકીએ, કે “ભાઈ ! આ બધી વાતો જાણે આપે સમગ્ર પ્રાકૃત સાહિત્યનું સંપૂર્ણ પાન કરી જઈને લખી હોય એવી છટાથી લખી છે; પણ આપનો પ્રાકૃત સાહિત્યનો સાચો અભ્યાસ કેટલો એ જણાવવાની, જાહેર કરવાની આપનામાં હિંમત છે? અને નહીં તો આજે સરકારના મોટામાં મોટા પ્રધાનોનાં ખાનગીમાં ખાનગી દફતરની વાત જાણવાનો દાવો કરતા શેરીના સામાન્ય બડાઈખોર માનવી જેટલું જ આપનું મહત્ત્વ ગણાય.” (૩) આ પછી આવે છે હેમચંદ્રાચાર્ય અને જૈન સાહિત્યનો વારો. શ્રી હેમચંદ્રાચાર્યના સાહિત્ય માટે લેખક લખે છે : “કોઈ પણ પૂર્વગ્રહ વિના કહી શકાય કે કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રના ગ્રંથોમાં પણ મૌલિકતા કેટલી છે તે એક સવાલ છે.” મૌલિકતા કોને કહેવી એના શાસ્ત્રીય વિવાદમાં ન ઊતરતાં આપણે લેખકને એટલું જ પૂછીએ, કે આપે હેમચંદ્રનું સમગ્ર સાહિત્ય વાંચ્યા પછી જ આ વિધાન કર્યું છે કે મનગમતી કલ્પનાથી ? બાકી પોતાની જાતને પૂર્વગ્રહમુક્ત કહેવી એ તો પોતાના હાથની જ વાત છે ને ? સમગ્ર જૈન સાહિત્ય પણ લેખકની કૃપાપ્રસાદીથી બાકાત નથી રહી શક્યું. એ માટે તેમણે લખ્યું છે : “સર્જક બળ કે દ્રષ્ટાનું અભિનવ તત્ત્વદર્શન જેન તેમ જ પ્રાકૃત સાહિત્યમાં સંસ્કૃતના મુકાબલે અલ્પ છે.” પણ લેખકે આ લખતાં પહેલાં એટલું જાણી લીધું હોત કે જૈન સાહિત્ય પ્રાકૃત ભાષામાં જેટલું રચાયું છે, તેના કરતાં જરા પણ ઓછું સંસ્કૃત ભાષામાં રચાયું નથી, તેમ જ જૈનેતર સંસ્કૃત ગ્રંથોના વિકાસમાં પણ જૈન વિદ્વાનોએ નોંધપાત્ર ફાળો આપ્યો છે, તો તેઓ આવું વિધાન ભાગ્યે જ કરવા પ્રેરાત. (૪) અને લેખકે એક વાત તો ભારે રમૂજ ઉત્પન્ન થાય એવી લખી છે. તેમણે લખ્યું છે : “આ વસ્તુનો સ્વીકાર જૈન સાહિત્યના સાંપ્રદાયિક દૃષ્ટિવાળા અભ્યાસીઓ ન કરે તે સ્વાભાવિક છે, પણ તટસ્થ રીતે જોનાર સત્યપ્રિયે તો તેમ જ કહેવું રહ્યું.” આ તો ફરિયાદી પણ પોતે અને ન્યાયાધીશ પણ પોતે જેવી વાત થઈ. જે લેખકની વાત માને તે તટસ્થ અને સત્યપ્રિય અને તેમની વાત ન માને તે સાંપ્રદાયિક દૃષ્ટિવાળા ! આ વિધાન માટે તો લેખકને શું કહીએ? (તા. ૨-૧૦-૧૯૪૯) Page #45 -------------------------------------------------------------------------- ________________ જિનમાર્ગનું જતન (૭) સંપ્રદાયોની અંતઃસ્મૃદ્ધિની પરખા એક બાજુ સાંપ્રદાયિકતાને નામે ગમે તેને નિંદવાનો કે ઉતારી પાડવાનો એક સંપ્રદાય' સ્થપાતો જોઈને જેમ દિલગીરી થાય છે, તેમ બીજી બાજુ કોઈ-કોઈ વાર સાંપ્રદાયિકતાની સૂગમાં ન ફસાતાં, એમાં છુપાયેલ સારતત્ત્વોને ખોળી કાઢવાની વાત વાંચીએ છીએ ત્યારે અંતરમાં એક પ્રકારના સંતોષનો અનુભવ થાય છે અને મનમાં થાય છે કે આપણી વિવેકદષ્ટિ સાવ તો આંધળી નથી બની ગઈ. આવો જ એક પ્રસંગ તા. ૨-૧૦-૧૯૪૯ના “પ્રજાબંધુ'માં જોવા મળે છે. એ અંકના તેરમા પાને છપાયેલ ગ્રંથાવલોકનમાં શ્રી “૨'-સંજ્ઞક લેખકબંધુએઆપણા પ્રસિદ્ધ વાર્તાકાર ભાઈશ્રી જયભિખ્ખના ‘વીરધર્મની વાતો'-ભાગ બીજાનું અવલોકન કરતાં, સાંપ્રદાયિકતા પ્રત્યે આપણે કેવું વલણ દાખવવું જોઈએ એ અંગે જે વિચારો રજૂ કર્યો છે તે સંપ્રદાયના નામે પરનિંદામાં અટવાઈ પડતા લેખકોએ પણ જાણવા જેવા છે; તેઓએ લખ્યું છે – “વાર્તાઓ જૈન સાહિત્યની છે માટે એ માત્ર જૈનોને જ કામની એ માન્યતા બરાબર નથી. પ્રસ્તાવનામાં મુનિ દર્શનવિજયજી ફરિયાદ કરે છે, કે થોડા સમય પહેલાં એક રાષ્ટ્રીય પત્રના તંત્રીએ શ્રી જયભિખ્ખને “જેન ભિખુ'નો ખિતાબ એનાયત કર્યો હતો. આ મનોદશા સંકુચિત છે ને તે ઈષ્ટ નથી. સાંપ્રદાયિક સાહિત્ય બિનસાંપ્રદાયિક દૃષ્ટિથી રજૂ થતું હોય, ને એમાં જો થોડું-ઘણું ય “સાહિત્ય' નામને પાત્ર એવું તત્ત્વ હોય તો તેની ગુજરાતને જરૂર છે. સાંપ્રદાયિક સાહિત્યનો છેદ ઉડાડવા જઈશું તો ગુજરાતી સાહિત્યમાંથી ઘણી સુંદર કૃતિઓનો છેદ ઉડાડી દેવો પડશે. જયદેવનું “ગીતગોવિંદ' શુદ્ધ વૈષ્ણવ સંપ્રદાયનું કાવ્ય છે, પણ કોઈ પણ ધર્મનો કવિતારસિક એને વારંવાર વાંચવા લલચાશે. આપણા સાહિત્યનાં સુંદરમાં સુંદર ગીતો એ કદાચ વૈષણવ સંપ્રદાયનાં ગીતો હશે. દયારામનું સમગ્ર સાહિત્ય એ વૈષ્ણવી. અસરથી રંગાયેલું સાહિત્ય છે, છતાં ય એની ગરબીઓ પાછળ આખું ગુજરાત મુગ્ધ છે. એટલે સાહિત્યમાં જો સંપ્રદાય તરફ સૂગ કેળવીએ તો આપણે એ સાહિત્યને રદબાતલ જ કરવું પડે ! વૈષ્ણવ સંપ્રદાયનો એક પણ ગાદીધારી આચાર્ય અને એનો એક પણ ભક્ત નહિ હોય ત્યારે ય રસથી છલકાતું વૈષ્ણવ સાહિત્ય તો હશે જ. સાચા સાહિત્યનો કોઈ સંપ્રદાય નથી. શુદ્ધ સાહિત્યને ધર્મ, રાજકારણ, દેશ કે કાળ કરતાં માનવતા સાથે જ વધારે લાગેવળગે છે. એટલે જ ઈબ્સનનાં નાટકો અમદાવાદીઓ આનંદથી માણે છે ને “શાકુન્તલ' વાંચીને જર્મન મહાકવિ ગેટે ગાંડો ને ઘેલો થઈ જાય છે. માટે પ્રાચીન સાહિત્યની કૃતિઓને બહાર લાવવાના પ્રયત્નોને સાંપ્રદાયિક' કહીને ઉતારી પાડવાની જરૂર નથી.” Page #46 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મની જગતમાં પ્રતિષ્ઠા અંગેના પ્રશ્નોઃ ૭, ૮ ૨૩ શ્રીયુત “૨' ના આ વિચારો એટલા સરળ અને સ્પષ્ટ છે કે એ ઉપર વિવેચન કરવાની જરૂર નથી. જાણે એમ લાગે છે કે “આંદોલનોના લેખકબંધુને શિખામણરૂપ હોય એવા વિચારો શ્રીયુત “૨ની કલમમાંથી સહજ રીતે સરી પડડ્યા છે. સંપ્રદાયના નામે બખેડા ન જગાવતાં સાંપ્રદાયિક એકતા સાધવી હોય તો સાંપ્રદાયિક પ્રત્યેક વાતનો પૂરેપરા વિવેકપૂર્વક વિચાર કરવો જોઈએ. સાંપ્રદાયિક છે : એટલા માત્રથી કોઈ પણ વાતને તિરસ્કરણીય કે આદરણીય માની લેવાની આપણી જમાનાજૂની ટેવ હવે તો આપણે ભૂલીએ! શ્રી ૨'ના ઉપરના વિચારો નવયુગને અનુરૂપ સાહિત્યનું ઘડતર કરવામાં વિશેષ ઉપયોગી થઈ પડે એવા અમને લાગ્યા છે. કલમના કસબ કરનારાઓએ એ ધ્યાનમાં રાખવા જેવા છે. આપણા હાથે કશું લખવાનું રહી જાય તેનું કંઈ નહીં, પણ જે કંઈ લખાય તે વિચાર ને વિવેકથી ગળાઈને લખાવું જોઈએ એ જ આ લખાણનો સાર છે. (તા. ૯-૧-૧૯૪૯) (૮) સંખ્યાબળ વગર ટકી શકાશે ? વર્તમાન દશા છેલ્લા કેટલાક સૈકાઓમાં વિશ્વમૈત્રીના સંદેશને વરેલા આપણા ધર્મનો લાભ બીજાઓને આપવા તરફની આપણી ઉદાસીનતાને લીધે, તેમ જ આપણામાં વધતી જતી કદરતા અને સંકુચિતતા વગેરે કારણે, જૈનધર્મના અનુયાયીઓની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો થતો જ રહ્યો છે. આપણા સંઘની આવી ખેદજનક તેમ જ ચિંતાજનક સ્થિતિ થવા છતાં આપણા ધર્મનાં મંગલદ્વાર સૌ કોઈને માટે ખુલ્લાં મૂકી દેવાની દીર્ઘ દૃષ્ટિ તો આપણામાં, સાવ નગણ્ય જેવા અપવાદોને બાદ કરતાં, જાગી જ નહિ, અને હજી પણ જાગતી નથી! જ્યાં એકંદરે આપણી સંખ્યામાં કંઈક ને કંઈક પણ ઘટાડો જ થતો હોય; એટલું જ નહિ, એ ઘટાડાને આપણા સંઘનાયકો સાવ નચિંતપણે બરદાસ્ત કરી લેવા ટેવાઈ ગયા હોય, ત્યાં આપણા ધર્મના અનુયાયીઓની સંખ્યામાં વધારો થાય એવા યોગ્ય ઉપાયોના અમલની તો આશા જ કેવી રીતે રાખી શકાય ? આવી સ્થિતિમાં તો, છેલ્લી ૧૯૬ ૧ની વસ્તીગણતરીમાં આપણી સંખ્યામાં કશો ઘટાડો ન થયો અને આપણું દર એક હજારે પાંચનું પ્રમાણ જળવાઈ રહ્યું એ પણ ગનીમત ! (તા. ૨૫-૫-૧૯૬૩) Page #47 -------------------------------------------------------------------------- ________________ જિનમાર્ગનું જતન બીજી રીતે આપણે નબળા પડ્યા કે સબળા રહ્યા એ માટે કદાચ વિવાદ કે મતભેદને ભલે અવકાશ હોય, પણ આપણી સંખ્યાની બાબતમાં તો, જાણે આપણને ક્ષય લાગુ પડ્યો હોય એમ, આપણે રોજ-બ-રોજ ઘસાતા જ રહ્યા છીએ. ૨૪ (૨૫-૧૨-૧૯૪૯) સને ૧૯૬૧ની સાલમાં કરવામાં આવેલી વસ્તી-ગણતરી પ્રમાણે બધા ય ધર્મોના અનુયાયીઓ કે બધી જાતિઓના માણસો મળીને હિંદુસ્તાનની કુલ વસ્તી ૪૩, ૯૨,૩૫,૦૩૮ (ચુમ્માલીસ કરોડમાં થોડી ઓછી) થઈ છે. તેમાં જુદા-જુદા ધર્મોના અનુયાયીઓની સંખ્યાના આંકડા નીચે પ્રમાણે છે : હિંદુધર્મીઓ – ૩૬,૬૧,૬૨,૬૯૩ (છત્રીસ કરોડથી વધારે) ૪,૬૯,૧૧,૭૩૧ (ચાર કરોડથી વધારે) મુસલમાનો ખ્રિસ્તીઓ શીખો ૧,૦૪,૯૮,૦૭૭ (એક કરોડથી વધારે) - ૭૮,૪૬,૦૭૪ (અઠ્ઠોતેર લાખથી વધારે) ૩૨,૫૨,૮૦૪ (બત્રીસ લાખથી વધારે) બૌદ્ધો જૈનો (બધા ય ફિરકાઓના મળીને) - ૨૦,૨૭,૨૪૬ આ આંકડાઓનું પૃથક્કરણ કરતાં, ભારતવર્ષના ત્રણ પ્રાચીન ધર્મો – બ્રાહ્મણધર્મ (એટલે કે વૈદિક અથવા હિંદુધર્મ), જૈનધર્મ અને બૌદ્ધ ધર્મના અનુયાયીઓમાં આ છેલ્લી (૧૯૬૧ની) વસ્તી-ગણતરી પ્રમાણે જૈનધર્મના અનુયાયીઓની સંખ્યા સૌથી ઓછી છે. અરે, પરદેશથી હિંદુસ્તાનમાં આવીને સ્થિર થઈ ગયેલા ઇસ્લામ અને ખ્રિસ્તીધર્મના અનુયાયીઓની સંખ્યાની સરખામણીમાં પણ જૈનોની સંખ્યા ઘણી જ ઓછી છે. હિંદુસ્તાનમાંથી મુસ્લિમ રાજસત્તાના અસ્તકાળ જેવા છેલ્લા સમયમાં પણ મુસલમાનોની વસ્તી ઘણી સારી સંખ્યામાં રહી. હિંદુધર્મમાંથી જ જુદા સ્થપાયેલ શીખધર્મના અનુયાયીઓની સંખ્યા પણ જૈનો કરતાં લગભગ ચારગણી છે. સાથે-સાથે અહીં એ વાત પણ સવિશેષપણે જાણવા જેવી છે કે સને ૧૯૫૧માં કરવામાં આવેલ વસ્તીગણતરીમાં બૌદ્ધધર્મના અનુયાયીઓની સંખ્યાનું પ્રમાણ દર એક હજારે એક બૌદ્ધધર્મીના હિસાબે એ વખતની ચાલીસ-એકતાલીસ કરોડની વસ્તીના પ્રમાણમાં આશરે ચારેક લાખ બૌદ્ધધર્મના અનુયાયીઓ જેટલું હતું, તે એક જ દસકામાં આઠગણું વધીને, દર એક હજારે આઠના હિસાબે, બત્રીસ લાખ કરતાં ય વધી ગયું છે ! આની સામે જૈનધર્મના બધા ય ફિરકાઓના અનુયાયીઓની ભેગી ગણતરી કરવામાં આવતાં સને ૧૯૫૧ની વસ્તીગણતરીમાં જૈનોની વસ્તીનું પ્રમાણ દર એક હજાર હિંદુસ્તાનીઓએ પાંચ જૈન (એટલે કે ફક્ત અડધા ટકા જેટલું !) – એ પ્રમાણે - - - Page #48 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મની જગતમાં પ્રતિષ્ઠા અંગેના પ્રશ્નો : ૮ હતું, તે દસ વર્ષ પછીની સને ૧૯૬૧ની વસ્તીગણતરીમાં પણ એ પ્રમાણે રહ્યું જ (દર એક હજારે પાંચ જેટલું જ) જળવાઈ રહ્યું છે. (તા. ૨૫-૫-૧૯૬૩) આ સ્થિતિ અમને, લાંબા ભવિષ્યની દૃષ્ટિએ, ભારે ચિંતાજનક લાગી છે, અને તેથી ભૂતકાળની ભૂલોનો ઇતિહાસ શોધીને – એટલે કે આપણી જે-જે ભૂલો જૈનોના સંખ્યાબળમાં ઘટાડો કરવા માટે જવાબદાર હોય તેની તપાસ કરીને – ભવિષ્યમાં એવી ભૂલોનું પુનરાવર્તન ન થાય અને અત્યારે આપણું જે કંઈ સંખ્યાબળ બાકી રહ્યું છે, તેમાં કદાચ આપણે વધારો ન કરી શકીએ તો પણ, એમાં રજમાત્ર પણ ઘટાડો ન થાય એ માટે સમસ્ત જૈન સંઘે ખૂબ સાવચેત થવાની જરૂ૨ છે. જો હજી ય આપણે નહિ ચેતીએ અને એ જૂનાપુરાણા ભૂલભરેલા રાહે જ ચાલ્યા કરીશું, તો આપણું રહ્યુંસહ્યું સંખ્યાબળ પણ કાળદેવતાનો ભક્ષ્ય બની જતાં વાર નહિ લાગે. અને જો ધર્મના અનુયાયીઓ જ નહિ હોય, તો પછી, જેને આપણે “પ્રાણથી પ્યારો” કહેવામાં થાકતા નથી એ આપણો ધર્મ ક્યાં રહેવાનો ? “ધર્મી ન હોય તો ધર્મ આધારશૂન્ય બની જાય’’ (ન ધર્મો ધાર્મિવિના) એ સમજી શકાય એવી બીના છે. તેથી આપણી સંખ્યામાં જરા પણ ઘટાડો ન થાય; એટલું જ નહીં, પણ જનતાના મન ઉપર જૈનધર્મની ઉત્તમતાની છાપ પડે અને આપણા સંખ્યાબળમાં ધીમે-ધીમે વધારો થતો રહે એવા ઉપાયો યોજવાની ખાસ જરૂર છે. મ દેશ અને દુનિયાના વિચારપ્રવાહો ઝડપભેર પલટાઈ રહ્યા છે. જેને આપણે ‘નીચલું સ્ત૨’ કહીએ છીએ એ સહિત સમગ્ર પ્રજામાં પોતાના અધિકારોનાં શોધ, સંરક્ષણ અને ઉપયોગ કરવાની રાજકારણી સૂઝ ત્વરિત ગતિએ પ્રસરવા લાગી છે, અને રાજકારણનો માર્ગ આર્થિક અને સામાજિક સમાનતા તરફ વળાંક લઈ રહ્યો છે. આ સ્થિતિને સારી માનીને માત્ર તેની પ્રશંસામાં પડી જવું કે ખરાબ માનીને કેવળ એની નિંદા કર્યા કરવી અને સમયને દોષ દીધા કરવો એ પ્રગતિ સાધવાનો ખરો માર્ગ ન ગણાય. ખરી રીતે તો એમાંથી કર્તવ્યનો જે સાદ સંભળાતો હોય તેને કાને ધરીને એ કર્તવ્ય બજાવવામાં સમગ્ર પુરુષાર્થને લગાડી દેવો જોઈએ. આ દૃષ્ટિએ પચાસ કે સો વર્ષ પછીના ભવિષ્યનો વિચાર કરીને જૈન સંસ્કૃતિ, જૈન ધર્મ અને જૈન સંઘને ટકાવી રાખવા માટે આપણું સંખ્યાબળ વધારવાની કેટલી જરૂર છે એ ત૨ફ અમે જૈન સમાજના નાના-મોટા, પ્રાચીન-અર્વાચીન બધા ય ફિરકાઓના સાધુઓ, આગેવાનો અને વિચારકોનું તેમ જ સમગ્ર જૈનસંઘનું ધ્યાન દોરવાની જરૂર સમજીએ છીએ. દેશ અને દુનિયાના રાજકારણનો પ્રવાહ જે વળાંક લઈ ચૂક્યો છે અને કેટલેક સ્થળે હજુ જે વળાંક લઈ રહ્યો છે, તે દૃષ્ટિએ જોતાં વસ્તી-ગણતરીનું ભારે મહત્ત્વ Page #49 -------------------------------------------------------------------------- ________________ ૨૬ જિનમાર્ગનું જતન છે... જ્યારે એકબીજાને સાથ, સહકાર અને સંતોષ આપવાની વૃત્તિ જનતાના દિલમાં અતિ સહજ ભાવે રમ્યા કરતી હતી, ત્યારના રાજકારણનો રંગ સાવ નિરાળો હતો; આપણા ઘરનો રખેવાળ કે ચોકીદાર આજે જે રીતે આપણા ઘ૨માં સ્થાન ભોગવે છે, લગભગ એવું જ સ્થાન તે કાળનું રાજકારણ પ્રજાજીવનમાં ભોગવતું હતું. કંઈક અવ્યવસ્થા ઊભી થાય એટલે રાજ્ય વચમાં પડીને સુવ્યવસ્થાને પુનઃ પ્રતિષ્ઠિત કરે... વળી અઢારે વર્ણની સાથે સુમેળ સાધીને એનાં સુખદુઃખના સાચા ભાગીદાર બનીને જીવવાની અને જીવવા દેવાની ભાવના જનતામાં સમાજધર્મ જાગૃત રાખતી હતી ત્યારે પણ વસ્તુસ્થિતિ સાવ જુદી હતી. અને સહુથી આગળ વધીને તો, જે કાળે સહુના દિલમાં પોતાના હક્ક માગવાના બદલે બીજાને માટે પોતાનું જે હોય તેનો ત્યાગ કરવાનું શોણિત વહ્યા કરતું હતું, ત્યારે અનેક પ્રકારનાં દુઃખો કે મુસીબતોનો સામનો કરવાનો વખત આવવા છતાં માનવીના અંતરમાં અસંતોષ નહોતો ફાટી નીકળતો. પણ આજે તો બધાને પોતાના હક્કનું વિશેષ ભાન થવા લાગ્યું છે, અને પોતાનું સ્થાન કયાં છે એ નક્કી કરવાની તેમ જ પોતાના સ્થાનને ઊંચું લાવવાની તાલાવેલી લાગી છે, ત્યારે સમાજજીવનનાં જૂનાં તોલ-માપ કામ ન લાગી શકે એ સમજી શકાય એવી વાત છે. અત્યારે માણસના મતની પહેલાં કદી ન હતી એવી કિંમત થવા લાગી છે, અને એક-એક કરતાં અનેક મતો કાંઈ વિશિષ્ટ કાર્ય માટે ભેગા થઈ જાય, તો પહેલાંના યુગમાં મોટી રાજસત્તા જે કામ મુશ્કેલીથી કરી શકતી હતી તેથી સવાયું કામ આ ભેગા કરવામાં આવેલા મતો સહજ રીતે કરી શકે છે. “ઝાઝી કીડીઓ સાપને તાણે '’ એ કહેવત અત્યારના લઘુમતી-બહુમતીના યુગમાં વધુમાં વધુ ચિરતાર્થ થતી માલૂમ પડે છે. કારણો અને ઉપાયો : પોતાના અનુયાયીઓની સંખ્યામાં દિવસે-દિવસે ઘટાડો થવા છતાં જૈનધર્મ હિંદુસ્તાનમાં બીજા ધર્મોની સાથે પોતાનું અસ્તિત્વ ટકાવી શકયો છે તેનું એક અને મુખ્ય કારણ એનું સંસ્કારબળ, અને બીજું મહત્ત્વનું કારણ એના અનેક બાહોશ અનુયાયીઓનું ગણનાપાત્ર ધનોપાર્જન-બળ છે. આ ધનબળ અને સાધર્મિકો માટે તેના ઉદાર વ્યયનું બળ જો નબળું થઈ જાય તો તેની અસર સંસ્કારબળ ઉપર શી થાય એનો ગંભી૨૫ણે વિચા૨ ક૨વાની જરૂ૨ છે; કારણ કે ખાધેપીધે એટલે કે આર્થિક રીતે મુશ્કેલીમાં આવી પડેલો સામાન્ય જનસમૂહ પોતાના પુરાતન સંસ્કારબળને ટકાવી નથી શકતો એ વાતના અનેક પુરાવા આજે આપણે જેને પતિત જાતિઓ ગણીએ છીએ એના ઇતિહાસમાંથી મળી શકે એમ છે. બીજી બાજુ હલકામાં હલકા ગણાતા માનવીઓ (૨૦-૧-૧૯૫૧) Page #50 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મની જગતમાં પ્રતિષ્ઠા અંગેના પ્રશ્નો : ૮ પણ ખાન-પાનની સામગ્રી સુલભ બનતાં ઊંચા સંસ્કારોને અપનાવી શકે છે એના અનેક દાખલા ક્રિશ્ચિયન મિશનરીઓએ કરેલ ધર્મપ્રચારના ઇતિહાસમાંથી મળી રહે છે. એટલે અત્યાર લગી નોંધપાત્ર ગણાતું આપણું આર્થિક બળ જો ઓછું થવાનું હોય, તો એને સ્થાને આપણે એવું કોઈક બીજું બળ જરૂર ઊભું કરવું જોઈએ કે જે બળ આપણને આપણા સંસ્કાર-બળને ટકાવવામાં ઉપયોગી થઈ શકે. અને આ બીજું બળ તે સુદઢ બંધુત્વના વિકાસમાંથી જન્મતું સંખ્યાબળ. અત્યારનું વાતાવરણ લોકશાહી તરફ ઢળી રહ્યું છે, અને લોકશાહીમાં સંખ્યાબળ એ આર્થિક બળ કરતાં સરસાઈ ભોગવે છે એ વાત વિશે વધુ સમજાવવાની જરૂર નથી. આ ઉપરથી સમજી શકાશે કે આપણું સંખ્યાબળ વધારવાની કેટલી જરૂર છે. હજુ પણ આપણે જો એમ માનતા હોઈએ કે આપણું પરંપરાગત ધંધા-વ્યાપારથી જન્મતું ધનબળ સદા એકસરખું જ ટકી રહેવાનું છે, તો તે આપણી મોટી ભૂલ છે; કારણ કે અત્યારે આખી દુનિયામાં આર્થિક સમાનતાની હિમાયત અને માગણી કરતી ગાંધીવાદી, સમાજવાદી કે સામ્યવાદી વિચારસરણી બહુ વેગપૂર્વક આગળ વધી રહી છે. અને કદાચ કોઈ મૂડીદાર-વર્ગ રહેવાનો હશે, તો પણ અત્યારે જે વર્ગ આર્થિક વર્ચસ્વ ભોગવી રહ્યા છે તેના હાથમાંથી તો એ ચાલ્યું જ જવાનું છે, ભલે પછી બીજા વર્ગના હાથમાં જઈને એની ગમે તેવી દશા થાય. જો આપણે જોઈ શકતા હોઈએ તો આર્થિક વર્ચસ્વનો આવો પલટો શરૂ પણ થઈ ગયો છે. એટલે જતે દહાડે આપણા આર્થિક બળમાં ઓટ આવવાની જ છે એમ સમજીને જૈન-સમાજના ભવિષ્યના યોગક્ષેમનો આપણે અત્યારથી જ વિચાર કરવો જોઈએ; અને એ માટેનો શ્રેષ્ઠ ઉપાય આપણું સંખ્યાબળ ટકાવવું અને સાચા માર્ગે વધારવું એ જ છે. જૈનધર્મના અનુયાયીઓનો મોટો વર્ગ બીજાઓની અપેક્ષાએ સુખી જીવન જીવતો હતો. પણ તેમાં ય છેલ્લાં ૨૫-૩૦ વર્ષમાં ભારે ફેરફાર થઈ ગયો છે. આજે તો ઠેરઠેર અને ઘેર-ઘેર જૈનોમાં દરિદ્રતાનો પ્રવેશ થઈ રહ્યો છે. જૈનસંઘના આગેવાન ગણાતા આપણા ધનવાનો અને ગામેગામ ફરનારા આપણા ધર્મગુરુઓ આ ભયંકર સ્થિતિ નથી જોઈ શકતા એ ભારે કમનસીબી છે. એક બાજુ ઘોડાપુરના વેગે વધી રહેલી આપણી દરિદ્રતા અને બીજી બાજુ ઉત્સવમહોત્સવોમાં ખર્ચાતાં અઢળક નાણાંનો વિચાર કરીએ છીએ ત્યારે ભૂખ્યા અને વસ્ત્રહીન માનવીને જાણે ઘરેણાંનો શણગાર સજાવતા હોઈએ એવું બેહૂદું લાગે છે. એટલે આપણું રહ્યુંસહ્યું આર્થિક બળ અત્યારના નવીન પ્રવાહોના કારણે આથમી જાય તે પહેલાં તેનો ઉપયોગ સંઘ-શરીરને પુષ્ટ બનાવવામાં કરી લેવો અને આર્થિક ભીંસના કારણે આપણી સંખ્યામાં વધુ ઘટાડો થતો અટકાવવો એ જૈનધર્મની મહાન સેવા બજાવવા જેવું પુણ્યકાર્ય છે. આ રીતે Page #51 -------------------------------------------------------------------------- ________________ ૨૮ જિનમાર્ગનું જતન આપણા સંખ્યાબળમાં ઘટાડો થતો અટકે અને બીજી બાજુ એ બળમાં વધારો કરવા જેટલા ઉદાર અને પ્રયત્નશીલ આપણે બનીએ તો જ આપણું ભવિષ્ય આપણે ઉજ્વળ બનાવી શકીશું. હિંદુસ્તાનમાંથી નામશેષ થઈ ગયેલ બૌદ્ધ ધર્મનો પ્રચાર દેશમાં ધીમે-ધીમે વધી રહ્યો છે અને એના અનુયાયીઓ કે પ્રશંસકોની સંખ્યામાં ધ્યાનપાત્ર વધારો થઈ રહ્યો છે એ બીના તરફ આપણે ધ્યાન આપવાની જરૂર છે. ભગવાન બુદ્ધે પોતાના ભિક્ષુઓને નહિતાય અને વહુનનવીય પ્રવૃત્તિ કરવાનો ઉપદેશ આપ્યો છે, તેમ ભગવાન મહાવીરે પણ આપણને મિત્તિ મેં સવ્વપૂઈસુનો સર્વકલ્યાણકારી ઉપદેશ ક્યાં નથી આપ્યો ? જો જગતના પ્રાણીમાત્ર સાથે મૈત્રી સાધવાનો આપણો દાવો આપણે સાચો પાડવો હોય તો આપણે કેટલા ઉદાર અને બીજાઓ સાથે કેટલા આત્મીય બનવું પડે ! જો આવી ઉદારતા અને આવી આત્મીયતા આપણે કેળવી શકીએ, તો જૈનધર્મને આપણે જરૂર “જનધર્મ' બનાવી શકીએ, અને એ રીતે આપણા સંખ્યાબળમાં થતો ઘટાડો અટકાવવા ઉપરાંત જનસમૂહને સાચી શાંતિનો માર્ગ દેખાડી શકીએ. (તા. ૨૫-૧૨-૧૯૪૯) જૈનધર્મના અનુયાયીઓની સંખ્યામાં ઘટાડો થતો રહેવાનાં અનેક કારણોમાં એક કારણ એ પણ છે કે આપણે ધર્મપ્રચારને નીતિમત્તા અને સદાચારને લક્ષતો બનાવવા કરતાં કંઈક વિશેષ પ્રમાણમાં ક્રિયાકાંડ અને રૂઢિચુસ્તતાને લક્ષતો બનાવી દીધો છે. આનું પરિણામ બે રીતે નુકસાનકારક આવ્યું છે : પહેલું તો તેથી આપણું સંખ્યાબળ ઘટતું રહ્યું, અને બીજું : આપણા પોતાના જીવનમાં માણસાઈ કે નીતિમત્તા કરતાં અંધશ્રદ્ધા, મિથ્યાભિમાન અને અલગતાની વૃત્તિ જેવાં પ્રગતિનાં રોધક તત્ત્વોનો વધુ વિકાસ થયો. ક્રિયાકાંડની ઘેલછામાં ઘણી વાર તો આપણે જીવનશુદ્ધિના વિવેકને પણ વીસરી જઈએ છીએ એ ભારે ભયજનક વસ્તુ છે; એની સામે જૈનસંઘે સત્વર જાગૃત બનવાની જરૂર છે. એમ નહિ થાય તો સમાજમાં સુવ્યવસ્થા સ્થાપી શકે, માનવજીવનમાં સમત્વની પ્રતિષ્ઠા કરી શકે અને રાષ્ટ્રજીવનને સુદઢ બનાવી શકે તેમ જ જીવમાત્રમાં મિત્રતાનો સાક્ષાત્કાર કરાવી શકે એવાં જૈનસંસ્કૃતિનાં બહુમૂલાં તત્ત્વોને આપણે વધુ ને વધુ પ્રમાણમાં ખોઈ દઈશું. ખરી રીતે તો ભૂખ્યાને અન્ન અને તરસ્યાને પાણીની જેમ, માર્ગભૂલ્યાને ધર્મ અને સંસ્કૃતિની જરૂર પડે છે. અથવા એમ કહી શકીએ કે માર્ગભૂલ્યા. પાપમય માર્ગોએ વળેલા માનવીઓને જીવન-શોધનનો માર્ગ બતાવવામાં જ ધર્મ અને સંસ્કૃતિની સાચી ચરિતાર્થતા છે. એટલે જ્યાં-જ્યાં અનીતિ, અધર્મ કે કુસંસ્કારનું બળ જામ્યું હોય ત્યાં ધર્મ અને સંસ્કૃતિની સરિતાને વહેતી કરવી એ પ્રત્યેક ધર્માત્મા કે ધર્મગુરુની ફરજ Page #52 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મની જગતમાં પ્રતિષ્ઠા અંગેના પ્રશ્નો : ૮ છે. એ ફરજને અદા કરીએ તો જ ધર્મની સુવાસને આપણે ફેલાવી શકીએ. એ સુવાસને ફેલાવવા જતાં આપણા ધર્મ-સંસ્કારો લૂંટાઈ જશે એવી ભીતિ સેવીએ તો તો આપણા ધર્મને આપણે પોતે જ પ્રાણહીન સાબિત કરી દઈએ. કવચ જો મજબૂત છે તો તેને શસ્ત્રોનો શો ભય? સરિતા જો નિર્મળ છે તો એને મળનો શો ભય ? આપણા ધર્મસંસ્કાર જો સ્થિર છે તો એને લાખ-લાખ કુસંસ્કારોની પણ શી પરવા? પણ આપણામાં ઘર કરી ગયેલા વર્ણ, જ્ઞાતિ, કુળ કે સંપત્તિના અભિમાને આપણા ધર્મસંસ્કારના પાયાને કંઈક ડગાવી દીધો લાગે છે. જે ધર્મનો અમૃતમય આશ્રય પામીને આપણે સુખી થયા તે માનવમાત્રને સુખના માર્ગે દોરી શકે છે એ વાત આપણે ભૂલી ગયા લાગીએ છીએ. નહિ તો જીવમાત્રનું કલ્યાણ કરી શકે અને સમગ્ર વિશ્વને અમૃતમય ધર્મતત્ત્વથી રસી શકે એવા ઉમદા અને વિશાળ ધર્મને આપણે અત્યારના જેવો અતિસંકુચિત બનાવી દીધો ન હોત. (તા. ૮-૧૧-૧૯૫૨) જૈનધર્મનો પ્રચાર કરવાના સીધા પ્રયત્નો છેલ્લા કેટલાક સૈકાથી આપણે કર્યા નથી એમ કહીએ તો ખોટું નથી. અલબત્ત, છેલ્લાં ૨૦-૨૫ વર્ષ દરમ્યાન શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયમાં આવા બે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા : પહેલો પ્રયત્ન તે સ્વ. પૂ. આ. શ્રી વિજયધર્મસૂરિજીના વિદ્વાન શિષ્ય સ્વ. ઉપાધ્યાય શ્રી મંગળવિજયજીએ બંગાળમાં આરંભેલ સરાક જાતિના ઉદ્ધારનું કાર્ય. આ કાર્યમાં ઉપાધ્યાયજી મહારાજે પોતાનું જીવન અર્પણ કર્યું. પણ તેમની પછી એને બીજા સાધુઓનો સહકાર ન મળ્યો અને એ કાર્યનો વેગ ધીમો પડી ગયો. બીજો પ્રયત્ન તે પૂ. મુ. શ્રી દર્શનવિજયજી આદિ ત્રિપુટીએ શરૂ કરેલું યુ. પી. (મેરઠ જિલ્લા)માં પલ્લીવાલો વગેરેના ઉદ્ધારનું કાર્ય. પણ આ કાર્યનો વેગ તો બે-પાંચ વર્ષમાં જ ધીમો પડી ગયો. અને આજે (ડિસે. ૧૯૪૯માં) પૂ. ત્રિપુટીજી મહારાજ કે બીજા કોઈ મુનિવરો એ કાર્યને વેગ આપી શકતા નથી. આપણું સંખ્યાબળ વધારવા માટે આવા પ્રયત્નો પૂરતા ન ગણાય. એ માટે આપણે ખ્રિસ્તી મિશનરીઓની જેમ બીજા ધર્મને હલકા પાડવાનો પણ પ્રયત્ન કરવાની જરૂર નથી; જરૂર છે જૈનધર્મની પ્રાણીમાત્રનું કલ્યાણ કરવાની ભાવનાનો આપણે આપણા જીવન અને ઉપદેશ દ્વારા જનતાને સાક્ષાત્કાર કરાવવાની. આમ કરવાથી આપણને બેવડો લાભ થશે. એક તરફ આપણે જનકલ્યાણનો માર્ગ ખુલ્લો મૂકીશું અને બીજી બાજુ આત્મનિરીક્ષણ દ્વારા આપણા આત્માનું તેજ હરી લેતી સંકુચિતતાને દૂર કરી સર્વ કોમો સાથે વધુ એકતાનતા અને આત્મીયતાનો અનુભવ કરી શકીશું. Page #53 -------------------------------------------------------------------------- ________________ 30 જિનમાર્ગનું જતન હિન્દુસ્તાનમાં અને હિંદુસ્તાન બહાર પરદેશમાં ચારે તરફ જૈનધર્મ અંગેની જિજ્ઞાસામાં વધારો થઈ રહ્યો છે એ આપણા સંખ્યાબળમાં વધારો કરવા માટેનો ભારે સુયોગ છે. (તા. ૨૫-૧૨-૧૯૪૯) જૈનોની વસ્તી ગણતરી : જૈનો એક વેપારી-વર્ગ તરીકે બહુ જ શાંત અને પોતાના ક્ષેત્રમાં જ મગ્ન રહેનાર પ્રજા છે. એને મોટે ભાગે પોતાના વેપાર-વણજ ઉપરાંત દેશના બીજા પ્રશ્નોમાં ઊલટભેર રસ લેવાનું બહુ ઓછું ગમે છે. પણ આઝાદી આવતાં પહેલાં સુધી જે રીતે આપણે વર્તતા આવ્યા એ જ રીતે સ્વસંતુષ્ટ કે પોતાના કાર્યમાં જ મગ્ન રહીને આપણે જીવતા રહીશું તો તેથી આપણને નુકસાન થયા વગર રહેવાનું નથી એ નિશ્ચિત છે. એટલે દેશના નાના કે મોટા દરેક સવાલમાં આપણે રસ લેવાનું અને તેની આપણા જીવન ઉપર કેવી અસર થવાની છે તેનું માપ કાઢવાનું શીખવું જ જોઈએ. આપણા દેશ સમક્ષ ઉપસ્થિત થતો એકેએક પ્રશ્ન બીજી કોમોની જેમ આપણને પણ પૂરેપૂરી અસર કરવાનો છે. તેથી અમે ઇચ્છીએ છીએ કે વસ્તી-ગણતરીના કાર્યને પણ આપણે એ રીતે જ મહત્ત્વનું ગણીને સાવધાનીપૂર્વક તેમાં રસ લેવો જોઈએ. વળી જૈનો માટે તો વસ્તી ગણતરીના પ્રશ્નમાં વધારે રસ લેવાનું બીજું પણ કારણ છે. જૈનોની વસ્તી દેશમાં ખરેખરી કેટલી છે તે માટે જુદી-જુદી વ્યક્તિઓ બાર લાખથી માંડીને બાવીસ લાખ સુધીના આંકડા રજૂ કરે છે. પણ આવા અડસટ્ટાના આંકડાઓથી કામ ચાલી શકે નહિ. | (તા. ૨૧-૧૯૫૧) હિન્દુસ્તાનના ઘણાખરા પ્રદેશમાં – લગભગ બધા ય પ્રદેશોમાં – તે-તે પ્રદેશના મૂળ વતની રૂપે કે બીજા પ્રદેશોમાંથી વેપાર, ઉદ્યોગ કે નોકરી કરવા નિમિત્તે જૈનો જે રીતે વસેલા છે અને કેટલાક પ્રદેશમાં તેમ જ સંખ્યાબંધ શહેરોમાં તેઓનું જે પ્રકારનું મોટું સંખ્યાબળ જાણવા મળે છે, તે જોતાં જૈનધર્મના અનુયાયીઓની સંખ્યા (૧૯૬ ૧થી સરકારી વસ્તી ગણતરી પ્રમાણે) વીસ લાખ જેટલી જ હશે એ હકીકતનો સ્વીકાર કરવાને અંતર જાણે ઈન્કાર કરે છે. પણ આની સામે દરેક જૈને વસ્તી ગણતરીમાં પોતાને જૈનધર્મી તરીકે નોંધાવવાનું ચૂકવું નહિ એ માટે ઠીક-ઠીક પ્રમાણમાં પ્રચાર કર્યા છતાં, વસ્તી-ગણતરીનો ચોપડો આપણું સંખ્યાબળ વીસ લાખ જેટલું જ દર્શાવે ત્યારે આપણે બીજો વિચાર કરતાં જાણે થંભી જવું પડે છે અને છતાં વસ્તીગણતરીના આંકડા સામેની શંકા તો ચાલુ જ રહે છે. તો પછી આ શંકાનું નિવારણ કરવાનો ઉપાય શો? અમારી સમજ મુજબ આ ઉપાય છે એક વાર જૈનોએ પોતે જ પોતાની વસ્તી ગણતરી કરી લેવી તે. Page #54 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મની જગતમાં પ્રતિષ્ઠા અંગેના પ્રશ્નો : ૮ ૩૧ આ વસ્તી-ગણતરી બે રીતે થઈ શકે : એક તો બધા ય ફિરકાના જેનો એકત્ર થઈને કામચલાઉ એવું વ્યવસ્થાતંત્ર ઊભું કરે કે જે દેશના બધા પ્રદેશોમાં અને દૂરદૂરના ખૂણાઓમાં વસતા જૈનોની વસ્તી-ગણતરી કરે. બીજી રીતે એ કે દરેક ફિરકો પોતા પૂરતું આવું વ્યવસ્થાતંત્ર ઊભું કરીને પોતપોતાના ફિરકાના અનુયાયીઓની ગણતરી કરે; અને છેવટે જુદા-જુદા ફિરકાના આંકડા મેળવીને સાચી સંખ્યા નક્કી કરી લેવામાં આવે. આ બીજી રીતે કામ કરવામાં અમુક ફિરકો આવું કામ હાથ ધરે અને બીજો એ કામ હાથ ન ધરે તો ન ચાલે; તો પાછું આપણી મૂળ શંકાનું નિવારણ થવાનું બાકી જ રહે. અમને પોતાને તો આ બંને રીતો વ્યવહારુ લાગે છે; છતાં પહેલી રીત (બધા ય ફિરકા સાથે મળીને કામ કરે એ રીત) એકંદર ઓછા ખર્ચે અને ઓછા પરિશ્રમે તેમ જ પ્રમાણમાં ઓછા સમયમાં આ કાર્ય પાર પાડી શકે એવી છે. પણ આ તો અમારી પોતાની માન્યતા છે. બાકી તો જે વખતે આનો વિચાર કરવામાં આવતો હોય ત્યારે જે રીત પસંદગી પામે એ જ સાચી રીત સમજવી. અહીં તો અમારે ખાસ એટલે જ કહેવાનું છે કે ગમે ત્યારે પણ બધા ય ફિરકાઓના જૈનોએ આ કામ અવશ્ય કરવા જેવું છે. (તા. ૨૫-૫-૧૯૬૩) જ્યારે સરકારની આગળ કોઈ બાબત સંબંધી રજૂઆત કે પ્રતિનિધિત્વ કરવાનો વખત આવે ત્યારે તો આપણી પોતાની માન્યતાના આંકડા નહિ પણ સરકારના દફતરે નોંધાયેલા જ આંકડા કામ લાગે એ સહેજે સમજી શકાય એવી વાત છે. આ દૃષ્ટિએ આગામી વસ્તી ગણતરીમાં આપણે જાગૃત રહીએ અને ધર્મના ખાનામાં “જૈન” નોંધાવીએ એ કેટલું જરૂરી છે તે સમજી શકાય એમ છે. આપણી પોતાની નોંધણીનો એક બીજો લાભ એ પણ ખરો કે એથી જૈનધર્મના અનુયાયીઓની સંખ્યા સંબંધમાં આપણે કોઈ ભ્રમણામાં હોઈશું અને વગર સમજ્ય લેખાં કરતા હોઈશું તો આપણી એ ભ્રમણા દૂર થશે, અને જો એ આંકડામાં સાચાપણું હશે તો તેથી સરકારને પણ વસ્તુસ્થિતિનો ખ્યાલ આવશે. આમ ઉભય પક્ષે લાભ જ છે; તેમાં ય આપણને તો સવિશેષ લાભ છે એમાં શંકા નથી. આ દૃષ્ટિએ જ જૈનોના બધા ય ફિરકાના આગેવાનો અને બધી ય આગેવાન સંસ્થાઓ જાગૃત થયેલ છે અને પોતપોતાની શક્તિ પ્રમાણે પ્રચારકાર્યમાં લાગી ગયેલ છે તે બહુ સારું થયું છે. આપણે જોઈ શકીએ છીએ કે દર વખતની વસ્તી-ગણતરી કરતાં આ વખતે (૧૯૬૧માં) આપણે આ બાબતમાં કંઈક વિશેષ સજાગ બન્યા છીએ. Page #55 -------------------------------------------------------------------------- ________________ જિનમાર્ગનું જતન આમ છતાં કેવળ પ્રચારનાં પોસ્ટરો, નિવેદનો કે વર્તમાનપત્રો દ્વારા જ પા૨ પડી શકે એવું આ કાર્ય નથી. દેશના કેટલાય વિભાગો એવા પણ છે કે જ્યાં આવા પ્રચારનો અવાજ ભાગ્યે જ પહોંચી શકે છે. એટલે સામાન્ય જૈન જનતામાં જાગૃતિ આવે અને કેવળ આવાં પ્રચારસાધનો ઉપર જ આધાર ન રાખતાં કર્ણોપકર્ણ આ વાતનું મહત્ત્વ સમજાવવામાં આવે અને સૌ કોઈ પૂર્ણ ઉત્સાહપૂર્વક આ કાર્ય ઉપાડી લે એ જરૂરી છે. પા૨સી, મુસલમાન અને ખ્રિસ્તી ધર્મના અનુયાયીના ઘર ઉ૫૨થી જ નોંધણી ક૨ના૨ સમજી જાય કે આ કંઈ હિંદુ ધર્મના અનુયાયીનું ઘર નથી; એટલું જ નહિ, આ પારસી, મુસલમાન કે ખ્રિસ્તી છે એવો પણ ખ્યાલ આવી જવાનો. પણ હિંદુઓ અને જૈનો વચ્ચે જોતાંવેંત ખ્યાલમાં આવી જાય એવી ભેદરેખા મળવી મુશ્કેલ છે. પહેરવેશ, રહેણી-કરણી, નામ કે અટકો વગેરે કેટલી ય બાબતોમાં જૈનો અને હિંદુઓનું મળતાપણું એટલું બધું છે કે નોંધણી કરનાર પોતાની ઝડપને વધારવા માટે કે સાદી સમજથી વધારે પૂછપરછ કર્યા વગર, આપમેળે જૈનોની ધર્મ તરીકે ‘હિંદુ'માં નોંધણી કરી દેવા પ્રેરાય. આમ ન બને એ દૃષ્ટિએ પણ આપણે જાગૃતિ રાખવાની અને ધર્મના ખાનામાં ‘જૈન’ તરીકે નોંધણી થાય એવો ખ્યાલ રાખવાની જરૂર છે. ૩૨ (તા. ૧૧-૨-૧૯૬૧) વિશેષ ન લખતાં અમે નીચેનાં સૂચનો રજૂ કરવાં ઉચિત સમજીએ છીએ : (૧) દરેક ગામનો સંઘ કે નાની-મોટી દરેક સંસ્થા આ કાર્યમાં સીધો રસ લઈને તે-તે ગામના જૈનો વસ્તી-પત્રકમાં પોતાને ધર્મે જૈન જ લખાવે એવું ધ્યાન રાખે. (૨) આપણા પૂજ્ય મુનિવરો જે-જે ગામમાં વિચરે ત્યાં-ત્યાં એ વાતનો પ્રચાર કરતા રહે અને પોતાના ઉપદેશ (વ્યાખ્યાન) દરમ્યાન કે બાકીના સમયમાં પણ જનતાનું એ તરફ ધ્યાન દોર્યાં કરે. (તા. ૨૦-૧-૧૯૫૧) (તા. ૨૫-૧૨-૧૯૪૯, ૨૦-૧-૧૯૫૧, ૮-૧૧-૧૯૫૨, ૧૧-૨-૧૯૬૧ અને ૨૫-૫-૧૯૬૩ એમ પાંચ અંકોના લેખો પરથી સંકલિત) (૯) ‘જૈન' કહેવરાવવામાં પણ ગુનો ? મુંબઈ ધારાસભામાં રજૂ કરવા માટે લેજિસ્લેટિવ ઍસેમ્બ્લી બિલ નં. ૮૫ (૧૯૪૮) તૈયાર કરવામાં આવ્યું છે. આ બિલનું નામ છે “ધી બોમ્બે કાસ્ટ ડિસ્ટ્રિક્શન રિમુવલ એક્ટ (૧૯૪૮)' (મુંબઈપ્રાંત-જ્ઞાતિભેદ-નિવારકધારો) આ ધારાનો ઉદ્દેશ Page #56 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મની જગતમાં પ્રતિષ્ઠા અંગેના પ્રશ્નો : ૯ ૩૩ સરકારી તેમ જ સરકારમાન્ય સંસ્થાઓમાં હિંદુ જ્ઞાતિની કોઈ પણ પેટાજ્ઞાતિને અમાન્ય કરવાનો છે. એટલે આ ધારા અનુસાર હિંદુ ધર્મને પાળનાર કોઈ પણ વ્યક્તિ પોતાને હિંદુ સિવાય બીજી કોઈ રીતે ઓળખાવી ન શકે. હિંદુધર્મથી ભિન્ન ધર્મવાળા તરીકે ફક્ત ખ્રિસ્તીઓ, યહૂદીઓ, મુસલમાનો, પારસીઓ અને શીખોની જ ગણના કરવામાં આવી છે. એટલે કે દેખીતી રીતે જ જૈનોનો હિંદુમાં સમાવેશ કરી લેવામાં આવ્યો છે, અને તેથી આ ધારો, અત્યારે છે તે રૂપમાં, જેનોને પણ આપોઆપ જ લાગુ પડી જાય છે. આ ધારાનો ભંગ કરનાર માટે એક મહિના સુધીની સાદી કેદ અથવા એક હજાર રૂપિયા સુધીનો દંડ અથવા એ બંને પ્રકારની સજાની જોગવાઈ ધારાની પાંચમી કલમમાં કરવામાં આવી છે. એટલે આ ધારો અમલમાં આવે તો સરકારી કે સરકારમાન્ય ખાતાંઓમાં પોતાને “જૈન' તરીકે ઓળખાવનાર વ્યક્તિ આ પ્રમાણેની સજાને પાત્ર ઠરે છે! નાત-જાતના કાયદા-કાનૂનોના ક્ષેત્રમાં એટલે કે જ્ઞાતિના સંબંધે જૈનોનો સમાવેશ હિંદુઓમાં કરવામાં આવે, તો એ સમજી શકાય એવી વાત છે. અને આ માટે જેનોએ હિંદુઓમાં પોતાનો સમાવેશ કરવા સામે વાંધો ઉઠાવવાની જરૂર નથી એમ પણ અમે આ પૂર્વે લખ્યું છે, છતાં જ્ઞાતિ અને ધર્મને સેળભેળ કરી નાખવાની સામે ખૂબ સાવચેતી રાખવી જોઈએ. એટલે ધર્મની દૃષ્ટિએ જૈનધર્મનું સ્વતંત્ર જ અસ્તિત્વ સ્વીકારવું જોઈએ અને એને હિંદુ ધર્મના અંતર્ગત ધર્મ તરીકે ગણી લેવાનો અનુચિત પ્રયત્ન છોડી દેવો જોઈએ. આમ થાય તો જ ધર્મ અને જ્ઞાતિની ખોટી સેળભેળથી બચીને ન્યાયની સમતુલા જાળવી શકાય, અને જેનને ખોટી રીતે અન્યાયના ભોગ બનવું ન પડે. આ બીના તરફ અમે મુંબઈ સરકારનું, મુંબઈ ધારાસભાના બધા ય સભ્યોનું અને મુંબઈ પ્રાંતના આગેવાન કાર્યકરોનું ભારપૂર્વક ધ્યાન દોરીએ છીએ. પ્રસ્તુત ધારાની બીજી કલમની પહેલી પેટા કલમમાં ‘હિંદુ’નો અર્થ કરતાં જણાવ્યું છે કે હિંદુ ધર્મને પાળનાર કુટુંબમાં જે જન્મે તે હિંદુ. આ અર્થને કબૂલ રાખીએ તો જૈનનો આમાં શી રીતે સમાવેશ કરી શકાય એ સમજી શકાતું નથી, કારણ કે ધર્મ તરીકે તો જૈનધર્મ હિંદુ ધર્મથી સાવ જુદો જ ધર્મ છે. એનો કોઈ પણ દષ્ટિએ હિંદુ ધર્મમાં સમાવેશ થઈ શકે એમ નથી – સિવાય કે એ બંને ધર્મની ભૂમિ હિંદુસ્તાન છે. પણ કેવળ એક જ ભૂમિ હોવાના કારણે જૈનધર્મનો હિંદુ ધર્મમાં સમાવેશ કરી શકાતો હોય તો તો શીખધર્મ પણ હિંદુ ધર્મમાં જ સમાઈ જવો જોઈએ; પણ તેની ગણના જુદા ધર્મ તરીકે કરવામાં આવી છે એ હકીકત છે. એટલે આ ઉપરથી જોઈ શકાશે કે જૈનધર્મનો હિંદુ ધર્મમાં સમાવેશ કરવો કોઈ રીતે ન્યાયસંગત નથી. બંને ધર્મોની પોતાની દૃષ્ટિએ વિચાર કરીએ તો પણ બંને ધર્મોને એક માનવાનું અનુચિત લાગ્યા વગર નહીં રહે. બંને ધર્મના મૂળ સિદ્ધાંતો જુદા છે, બંનેના આરાધ્ય દેવ જુદા Page #57 -------------------------------------------------------------------------- ________________ જિનમાર્ગનું જતન છે, બંનેના તહેવારો જુદા છે, બંનેના આચાર-નિયમો જુદા છે અને બંને એકબીજાને જરાપણ હાનિ પહોંચાડ્યા વગર પોતપોતાની મર્યાદામાં સુરક્ષિત રહી શકે છે. આમ જો જૈનધર્મનો સમાવેશ, શીખ અને બીજા ધર્મોની માફક જ, હિંદુધર્મમાં સહજ રીતે ન થતો હોય, તો તેનો તેમાં પરાણે સમાવેશ કરવો અને તેમ કરીને આ ધારો જૈનોને પણ લાગુ કરવો એ સાસર અન્યાય જ છે. ૩૪ રાષ્ટ્રવાદના આ યુગમાં અલગપણું દર્શાવતી કોઈ પણ બાબત માટે લખવું એ સુખદ તો નથી જ. છતાં જે અલગપણું રાષ્ટ્રની એકતાને કોઈ રીતે હાનિ પહોંચાડતું ન હોય તેના ઉપર ખોટી રીતે કુઠારાઘાત થતો હોય તો તેવે સમયે મૌન સેવવું પણ યોગ્ય ન ગણાય. તેથી અમે મુંબઈ સરકારને અને લાગતા-વળગતા બીજાઓને વિનવીએ છીએ કે હિંદુધર્મથી સાવ સ્વતંત્ર એવા પોતાના ધર્મના સંબંધે કોઈ વ્યક્તિ પોતાને ‘જૈન’ તરીકે ઓળખાવવા માગતી હોય, તો તેની સામે આવો અવરોધ ઊભો કરીને તેને ખોટી રીતે ગુન્હેગાર ઠરાવવાનો આ પ્રયત્ન તો કરશો અથવા છેવટે આમાંથી એને મુક્તિ મળે – પોતાની જાતને જૈન’ કહેવાની એને છૂટ મળે – એટલી જોગવાઈ તો આ ધારામાં જરૂર કરશો. આમ થશે તો જ વ્યક્તિસ્વાતંત્ર્ય અને ધર્મસ્વાતંત્ર્યના સંબંધે જૈનો સાથે ન્યાય કર્યો ગણાશે. આશા રાખીએ કે મુંબઈ પ્રાંતની આપણી લોકશાહી સરકાર અર્થાત્ એના અધિકારીઓ અમારી આ વાત કાને ધ૨શે અને આ સંબંધમાં તરત જ પગલું ભરશે. આ સંબંધમાં અમારે ખાસ કહેવાનું તો જૈનોના ત્રણ ફિરકાની આગેવાન જૈન સંસ્થાઓને અને આગેવાનોને છે કે તેઓ આ સંબંધમાં સત્વર જાગૃત બને અને આ બિલનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરીને અને આવનારા ભવિષ્યમાં એનાં પિરણામોને બરાબર વિચાર કરીને આ અંગે જે કંઈ કરવું ઘટે તે કરવામાં અત્યારથી જ લાગી જાય, અને આ બિલ ધારારૂપે ધારાસભામાં સ્વીકારાઈ જાય તે પહેલાં આપણે જે કંઈ કહેવાનું હોય તેનો અવાજ યોગ્ય સ્થળે સમયસર પહોંચાડી દે. અત્યારે આળસ કરીશું તો અત્યારની બગડેલી બાજી ભવિષ્યમાં લાખ પ્રયત્ને પણ સુધારવી મુશ્કેલ બની જશે એ રખે આપણે ભૂલીએ. આપણે ત્યાં આગેવાન સંસ્થાઓ કે વ્યક્તિઓની એવી સ્થિતિ તો નથી જ કે જે આ કામ હાથ ધરીને પાર ન પાડી શકે; ખામી છે માત્ર તમન્નાની. આપણી સંસ્કૃતિના જીવનમરણ-સમા આ પ્રસંગે તો આ ખામી આપણે જરૂ૨ અળગી કરીએ અને સમસ્ત જૈનસંઘને ઘટતું દિશાસૂચન કરીએ. આપણાં વર્તમાનપત્રો આ ઉપયોગી પ્રશ્ન ઉપાડી લેશે અને આખા ય જૈનસંઘને જાગૃત કરશે એવી ઉમેદ સાથે અમારું વક્તવ્ય અહીં પૂરું કરીએ છીએ. (તા. ૧૬-૧-૧૯૪૯) Page #58 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મની જગતમાં પ્રતિષ્ઠા અંગેના પ્રશ્નો : ૧૦, ૧૧ (૧૦) જૈનધર્મ બાબત અજાણપણાનો એક વધુ પુરાવો જૈન સમાજનું ‘દસાડા’ દુનિયાના ‘દફ્તર'ની બહાર થતું જતું હોવાના એક વધુ પુરાવારૂપ નીચેની મતલબના સમાચાર તરફ અમે જૈનસંઘનું ધ્યાન દોરીએ છીએ : ‘ગ્લોબે’ (‘ગ્લોબ’ નામની સમાચાર-સંસ્થાએ) જાહેર કર્યું છે કે લંડનની એક પ્રકાશન-સંસ્થાએ ‘વર્લ્ડ બાયબલ'(વિશ્વધર્મગ્રંથ)ની નવી આવૃત્તિ પ્રગટ કરી છે, જેમાં ક્રિશ્ચિયન, બૌદ્ધ, હિંદુ, જુડાઈક, કન્ફ્યુનિયન, ઇસ્લામ, ટાઓઇસ્ટ ને જોરોસ્ટ્રિયન (પારસી) આ આઠ ધર્મોને જ દુનિયાના મુખ્ય ધર્મ માન્યા છે અને એ આઠ ધર્મના ધર્મગ્રંથોમાંથી એના મુખ્ય સિદ્ધાંતો પસંદ કરીને એમાં પ્રગટ કર્યા છે. આ સમાચાર વાંચતાં સ્પષ્ટ જણાઈ આવે છે કે દુનિયાના મુખ્ય ધર્મોની ગણનામાં જૈનધર્મને ઉક્ત ગ્રંથમાં સ્થાન આપવામાં આવ્યું નથી; સિવાય કે હિંદુધર્મ અંગેના વર્ણનવિવેચનમાં કોઈ સ્થળે જૈનધર્મનો હિંદુસ્તાનના એક ધર્મ તરીકે નિર્દેશ કરવામાં આવ્યો હોય. પણ આવો નિર્દેશ કરવામાં આવ્યો છે કે નહીં એ તો એ ગ્રંથ જોયા પછી જ કહી શકાય. ગમે તેમ પણ અહીં તો એટલું જ કહેવું પ્રસ્તુત છે કે આપણે જૈનો આપણા મનને ગમે તેટલા ‘સવાશે૨' ગણતા હોઈએ, પણ દુનિયાની ગણનામાં જો આપણું સ્થાન વિસરાઈ જતું હોય તો એ બીના આપણા પોતાની જ કોઈક ખામીની દ્યોતક છે. આવી ખામીઓ દૂર કર્યાં વગર આપણે આપણું ગૌરવ ખચીત જ નથી જાળવી શકવાના એ વાત આપણે ધ્યાનમાં રાખી જાગૃત બનીએ એ જ આવા સમાચારનો સાર છે. (૧૧) રાજકારણ અને જૈનો (૧) પૂર્વતૈયારી રાજકારણ એ અત્યારની દુનિયાનું ભારે મહત્ત્વનું અંગ બની ગયું છે. શું સામાજિક, શું ધાર્મિક કે શું સાંસ્કૃતિક એકેએક ક્ષેત્રનો જાણે રાજકારણે કબજો સંભાળી લીધો ન હોય એ રીતે રાજકારણનું સર્વવ્યાપી વર્ચસ્વ જામી ગયું છે; અને આર્થિક ક્ષેત્ર તો જાણે અત્યારના રાજકારણનો આત્મા જ બની બેઠું છે. પહેલાંના રાજકારણની ભૂમિકા ધરતીની માલિકી ઉપર રચાતી હતી, અત્યારના રાજકારણની ભૂમિકા આર્થિક સત્તા ઉપર જણાય છે. આમ અર્થકારણ અને રાજકારણ જાણે - ૩૫ Page #59 -------------------------------------------------------------------------- ________________ ૩૬ જિનમાર્ગનું જતન એકબીજાના પર્યાયવાચી બની ગયાં છે, અને આર્થિક વર્ચસ્વ વગરની રાજસત્તા જાણે શેરડીના કૂચા જેવી સારહીન ગણાવા લાગી છે. અર્થ (ધન) એ તો જીવનની મોટા ભાગની જરૂરિયાતોને પૂરું કરનાર એક મહાસાધન છે. એટલે ડગલે ને પગલે એની ગરજ પડે એ સમજી શકાય એવી બીના છે. હવે જ્યારે એ અર્થ રાજકારણનું પ્રધાન અંગ બની બેસે અથવા તો અર્થકારણના કબજા ઉપર જ સમગ્ર રાજકારણનું મંડાણ થવા લાગે, ત્યારે રાજકારણ પણ આપોઆપ પ્રત્યેક માનવીના જીવનમાં અગત્યનું સ્થાન લઈ લે એ તદ્દન સ્વાભાવિક વાત ગણાય. આમ જાયે-અજાણ્યે પણ અત્યારના માનવજીવનનો ઝોક રાજકારણ તરફ ઢળવા લાગ્યો છે. પુખ્ત-મતાધિકારના ધોરણે ચાલતી આપણી અત્યારની લોકશાહી રાજવ્યવસ્થા આવી પ્રજાકીય ખબરદારી માટે જ અપનાવાઈ છે. જાગતી પ્રજા જ પોતાના રાજકારણને કબજામાં રાખીને આર્થિક તંત્રને સુવ્યવસ્થિત બનાવી શકે અને પોતાના જીવનક્રમને પ્રગતિશીલ બનાવી શકે – એ લોકશાહીનો સાર છે. હવે મૂળ વાત ઉપર આવીએ. જે દેશની પ્રજા ધર્મ, સંપ્રદાય, સમાજ કે જ્ઞાતિના જુદા-જુદા ઘણા વિભાગોમાં વહેંચાયેલી ન હોય, પણ આખી પ્રજાની જીવન-પ્રણાલિકા લગભગ એકસરખી હોય, ત્યાં રાજકારણનું રૂપ ગમે તેવા પલટા લે, છતાં તેની અસર આખી પ્રજા ઉપર મોટે ભાગે એકસરખી જ થવાની : પ્રગતિના સમયમાં સમગ્ર પ્રજા પ્રગતિને માર્ગે આગળ વધ, અવનતિનો કાળ આવી પડે તો યે તે આખા પ્રજાદેહમાં સમભાગે વહેંચાઈ જાય; એક આગળ વધે અને બીજો પાછો પડે એવું ત્યાં ભાગ્યે જ બને. એકના ભોગે બીજો ઉન્નત બને એવું પણ ત્યાં બહુ ઓછું બને. ઓછા વિભાગોવાળી પ્રજાને આ મોટો લ્હાવો છે. પણ હિન્દુસ્તાન જેવા દેશ માટે સ્થિતિ સાવ જુદી છે. અહીં તો અનેક ધર્મ, અનેક સંપ્રદાય, અગણિત જ્ઞાતિઓ અને અસંખ્ય જાતિઓ ભર્યા પડ્યાં છે, અને સૌ પોતપોતાના નાનાસરખા વર્તુળમાં એવા તો મગ્ન છે કે એક પ્રજા તરીકેનાં સામાન્ય ગુણો કે લક્ષણો બહુ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. હિન્દુસ્તાનના વતનીઓએ એક પ્રજા તરીકે પંકાવું હોય તો એણે ઘણું-ઘણું કરવાનું બાકી રહે છે. એક બાજુ જ્યારે આ દેશની પ્રજા અનેક વિભાગો અને પેટાવિભાગોમાં વહેંચાયેલી છે અને બીજી બાજુ દેશમાં લોકશાહી રાજતંત્રની સ્થાપના થઈ ચૂકી છે, ત્યારે પ્રજાના બધા ય વિભાગો એકસરખી રીતે આગળ વધી શકે એવી જવાબદારીવાળી વ્યવસ્થા ઊભી થવી બહુ મુશ્કેલ છે. આ સ્થિતિમાં પોતાની અસ્મિતા ટકાવી રાખવાની સાથેસાથે દેશને બળવાન બનાવવાનો એકમાત્ર ઉપાય પ્રજાના દરેકે દરેક વિભાગે પોતે પોતાની સંભાળ રાખીને દેશના રાજકારણમાં પોતાનો પૂરેપૂરો ફાળો Page #60 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મની જગતમાં પ્રતિષ્ઠા અંગેના પ્રશ્નો : ૧૧ ૩૭ આપવો એ જ છે. આ રીતે વિચારતાં, પ્રજાનો જે વિભાગ બીજી-બીજી વાતોને વધુ પડતું મહત્ત્વ આપીને કે નજીવા-નમાલા પ્રશ્નોમાં જ મશગૂલ બનીને પોતાની રાજદ્વારી ફરજો અદા કરવામાં પાછો રહેશે, એ દેશને હાનિ કરવાની સાથે-સાથે અચૂક રીતે પોતાની હસ્તિને જ જોખમમાં મૂકી દેવાનો એમાં શક નથી. આ રીતે જોતાં અત્યારે આપણે ત્યાં પ્રજાના જે અનેક વિભાગો મોજૂદ છે, તે ક્રમે-ક્રમે ઓછા થઈને પ્રજામાં રાષ્ટ્રીયતાના પ્રાણ ધબકવા ન માંડે ત્યાં સુધી, દરેકે દરેક વિભાગે રાજકારણ સાથેનો પોતાનો સંબંધ બરાબર જાળવી રાખવાની પૂરેપૂરી તૈયારી કરવી જ જોઈએ. જૈન સમાજને પણ આમાંથી બાકાત ન રાખી શકાય. ત્યારે હવે રાજકારણમાં ભાગ લેવાની પૂર્વતૈયારી શું તે જોઈએ. દેશની ખરેખરી મૂડી અને મોટામાં મોટી શક્તિ એ દેશમાંના પ્રજાજનો જ ગણાય. દેશમાંનાં સ્ત્રી-પુરુષો જેટલાં શક્તિશાળી, જેટલાં ભણેલાગણેલાં, જેટલાં કળાબાજ કે હુન્નરબાજ, જેટલાં શૂરાં ને બહાદુર અને જેટલાં પ્રામાણિક કે ધાર્મિક તેટલો જ દેશ ઉન્નત અને પ્રગતિમાન સમજવો. એટલે દેશના રાજકારણમાં ભાગ લેવા માટે વિદ્યા, કળા અને હુન્નર-ઉદ્યોગના એકેએક ક્ષેત્રમાં પાવરધા માનવીઓ તે-તે સમાજે તૈયાર કરવા જોઈએ. આવા કાબેલ માનવીઓ હોય તો જ આપણે રાજકારણને દીપાવી શકીએ અને આપણું અસ્તિત્વ ટકાવી રાખવાની સાથોસાથ દેશની ઉન્નતિમાં યોગ્ય ફાળો આપી શકીએ. કેવળ પૈસાના જોરે આપણે ટકી શકીએ એ હવે ન બનવા જેવી વાત છે; કારણ કે પૈસો પણ અત્યારે રાજકારણનું મુખ્ય અંગ બનીને પડખું બદલી રહ્યો છે. એટલે આજનો ધનવાન ક્યારે કંગાળ બની જશે એ કહેવું મુશ્કેલ છે. તેથી અત્યારે આપણી પાસે જે કાંઈ આર્થિક સાધન-સામગ્રી હોય તેનો ઉપયોગ રાજકારણમાં પૂરેપૂરી સફળતા સાથે કામ લાગી શકે એવા કાબેલ માનવીઓને તૈયાર કરવામાં જ કરી લેવો જોઈએ. બહુ જ ટૂંકામાં કહેવું હોય, તો એમ કહી શકાય કે લક્ષ્મી અને સરસ્વતીની સમતુલા જળવાય એ રીતે સમાજની કેળવણી કરી લેવી જોઈએ. કેવળ લક્ષ્મીના ભરોસે રહીશું તો સમાજ અપંગ બન્યા વગર નહીં રહે. સમાજના યુવાનોને વિદ્યાના દરેક ક્ષેત્રમાં નિષ્ણાત બનાવવા એ રાજકારણ પ્રવેશની પૂર્વતૈયારી છે. આ તૈયારી માટે સમાજે કમર કસવી જ જોઈએ. (તા. ૯-૨-૧૯૫૨) (૨) અનિવાર્યતા અને ઉપાયો જ્યારે ધર્મમાં અનેક જ્ઞાતિ, અનેક વર્ષો અને અનેક દેશો સુધ્ધાને પોતાના વટવૃક્ષ જેવા વિસ્તાર નીચે આશ્રય આપવાની શક્તિ હોય, ત્યારે ધર્મ સ્વયમેવ સુરક્ષિત બનીને Page #61 -------------------------------------------------------------------------- ________________ જિનમાર્ગનું જતન અનેક માનવીઓની રક્ષા કરનારો થઈ પડે છે. એ સ્થિતિમાં ધર્મનું જતન કરવાનો સવાલ ઘણેખરે અંશે તો ઊભો જ થતો નથી. ૩૮ પણ જ્યારે, ધર્મપરંપરા જીવતી રાખવાની જવાબદારી પરંપરાથી નભાવનાર અગ્રણીઓની અને તેને આધારે એ ધર્મના અનુયાયી એવા સામાન્ય માનવીઓની ફાલતી જતી ક્ષતિઓ કે સંકુચિતતાઓના કારણે ધર્મનું ક્ષેત્ર સાંકડું બનવા માંડે છે, ત્યારે પરિસ્થિતિ નવું જ રૂપ ધારણ કરે છે. ત્યારે તો જે ધર્મમાર્ગ અનેકોનો રક્ષક બનતો હતો, એની પોતાની જ રક્ષાની ચિંતા ઊભી થવા લાગે છે. અને ધર્મક્ષેત્ર જેમ-જેમ વધુ સંકુચિત બનતું જાય, તેમ-તેમ એના રક્ષણ માટેના પ્રયત્નની વધુ ને વધુ જરૂર ઊભી થાય. આ દૃષ્ટિએ જૈનધર્મના ક્ષેત્રવિસ્તારનો વિચાર કરીએ છીએ તો એકાદ ટેકરી કે પહાડનું જ ચિત્ર આપણી સામે ખડું થાય છે. પહાડ કે ટેકરી મૂળમાં ખૂબ વિસ્તૃત હોય છે, અને જેમજેમ ઉપર ચડતા જઈએ, તેમતેમ એ વિસ્તાર ઘટતો જાય છે. જૈનધર્મના વિસ્તારની પણ લગભગ આવી જ સ્થિતિ બની ગઈ છે. ભગવાન મહાવીરસ્વામીના સમયમાં અને તે પછીના કાળમાં જૈનધર્મે જે જાહોજલાલી ભોગવી હતી અને વર્ણ કે જ્ઞાતિના જરા પણ ભેદભાવ વગર માનવમાત્રને માટે પોતાનાં દ્વાર ખુલ્લાં રાખ્યાં હતાં, તેમાં કમનસીબે ફેરફાર થતો ગયો, અને ધીમે-ધીમે એ દ્વાર બંધ થતાં ગયાં. કરોડોની સંખ્યાના જૈનો આજે અમુક લાખમાં જ સમાઈ જાય છે તેનું મુખ્ય કારણ આપણા હાથે થયેલ આ ક્ષેત્રસંકોચ જ છે. બહુ જ થોડા અપવાદ સિવાય આજે જૈનધર્મના અનુયાયીઓ મુખ્યત્વે વૈશ્ય વર્ણના જ છે. બીજા વર્ણો અને બીજી જાતિઓ માટે જૈનધર્મ પરાયો બની બેઠો છે; અથવા એમ કહી શકાય કે અત્યારના જૈનધર્મ માટે વૈશ્ય સિવાયનાં વર્ગો કે જ્ઞાતિઓ અગ્રાહ્ય જેવાં બની ગયાં છે. વૈશ્યોમાંનો પણ કેટલો ભાગ જ જૈનધર્મને પાળે છે એ વળી બીજી બાબત થઈ. આમ, જૈનધર્મનું ક્ષેત્ર ધીમે-ધીમે કરતાં અત્યારે એવું સંકુચિત બની ગયું છે કે એનું સંખ્યાબળ એની પોતાની હસ્તિ માટે પણ ચિંતા ઉપજાવે એટલું ઘટી ગયું છે. એક બાજુ જૈનધર્મની આવી નબળી સ્થિતિ પ્રવર્તે છે, અને બીજી બાજુ દેશનું રાજકારણ બહુમતીના માર્ગે આગળ વધીને પ્રજાસત્તાક રાજતંત્રને અપનાવે છે. આ સ્થિતિમાં જૈનસમાજે ગંભી૨૫ણે એ વાતનો નિર્ણય કરવાનો રહે છે, કે રાજકારણથી ઉદાસીન કે અળગા રહીને એ પોતાનું અસ્તિત્વ કેવી રીતે જાળવી શકવાનો છે. ગયા અંકમાં અમે કહ્યું તેમ, અત્યારના સંજોગોમાં નાના કે મોટા કોઈ પણ સમાજને – ઇચ્છાએ કે અનિચ્છાએ – રાજકારણમાં સક્રિય ભાગ લીધા વગર ચાલે એમ નથી. મુશળધાર વરસાદ વરસતો હોય અને આખું શહેર કાં તો આશ્રય શોધતું -- Page #62 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મની જગતમાં પ્રતિષ્ઠા અંગેના પ્રશ્નો ઃ ૧૧ હોય કે છત્રીનો ઉપયોગ કરતું હોય, ત્યારે બેદરકાર બની ઉઘાડે માથે ફરનાર પોતાની જાતને કોરી કે સાજી શી રીતે રાખી શકે? જે સમાજ અગમચેતી વાપરીને દેશના રાજકારણમાં પોતાનો હિસ્સો આપવા તૈયાર થશે, તે દેશસેવાની સાથોસાથ પોતાની પણ સેવા કરી શકશે. અર્થાતુ રાજકારણની ઉપેક્ષા કરનાર સમાજ દેશનું અને પોતાની જાતનું બંનેનું અહિત કરશે એ આપણે બરાબર સમજી રાખીએ. અલબત્ત, આ રાજકારણી લાગવગ, વર્ચસ્વ કે પ્રભાવનો ઉપયોગ હમેશાં સારાં પરમાર્થનાં કામોમાં જ થાય છે એવો નિયમ નથી; એટલું જ નહીં, ઘણી વાર આનો ઉપયોગ સ્વાર્થ સાધવામાં અને અન્યાયી માગણીઓના સ્વીકાર કરાવીને લાગવગ કે સત્તા નહીં ધરાવતી સામી વ્યક્તિને અન્યાય કરવામાં પણ થતો જોવામાં આવે છે. અને છતાં એ જ રાજકારણી સત્તા અને પ્રભાવ માત્ર અન્યાયનો પ્રતિકાર કરવામાં જ નહીં, પણ લોકોપકાર કરવામાં પણ ખૂબખૂબ ઉપયોગી થઈ પડે છે એ મહત્ત્વની વાત ધ્યાન-બહાર જવી ન જોઈએ. જૈન સમાજ જો રાજકારણી લાગવગ, સત્તા, પ્રભાવ કે વર્ચસ્વ મેળવવાનો વિચાર કરે તો તે આ દૃષ્ટિએ જ કરી શકે; અને ભૂતકાળમાં પણ રાજકારણને ખેડવા પાછળની જૈનસંઘના મહાપુરુષોની દષ્ટિ મોટા ભાગે આવી કિલ્યાણગામી જ હતી. બહુ દૂરના કે ઇતિહાસકાળપૂર્વના ભૂતકાળની વાત બાજુએ રાખીને નક્કર ઈતિહાસયુગનો જ વિચાર કરીએ તો ભગવાન મહાવીરસ્વામી સ્વયં એક ગણરાજ્યના રાજકુમાર હતા. અલબત્ત, એમણે તો નિર્ભેળ આત્મસાધના કરવાની ઉત્કટ લાગણીથી પ્રેરાઈને આ રાજસત્તાનો પોતાની ઇચ્છાથી સર્વથા ત્યાગ કર્યો હતો. આમ છતાં, આત્મસાધના પૂર્ણ કર્યા બાદ જ્યારે તેઓએ ધર્મપ્રવર્તનની શરૂઆત કરી, ત્યારે તેઓના ધર્મસંઘને ઝડપથી વિસ્તૃત કરવામાં અને પ્રભાવશાળી બનાવવામાં જેમ મુખ્યત્વે તેઓની યોગસાધનાની પૂર્ણસિદ્ધિએ ઘણો આગળ પડતો ભાગ ભજવ્યો હતો, તેમ તેઓ ભૂતકાળમાં એક રાજકુમાર હતા એ હકીકતે પણ ઠીક-ઠીક ભાગ ભજવ્યો હતો એમ જોઈ શકાય છે. ભગવાન મહાવીરની ધર્મદેશનાથી પ્રભાવિત થઈને ગણરાજ્યોનાં અને બીજાં રાજ્યોનાં રાજાઓ, રાજકુમારો, રાજરાણીઓ અને રાજકુમારિકાઓ કેટલી મોટી સંખ્યામાં એમના ધર્મસંઘમાં દાખલ થયાં હતાં. એમણે પવિત્ર ધર્મબુદ્ધિથી પ્રેરાઈને રાજકીય સત્તાનો સારાં કામોમાં ઉપયોગ કર્યો હતો, એટલું જ નહીં, એમાંનાં કેટલાંક તો રાજપાટનો ત્યાગ કરીને ત્યાગધર્મની સાધના કરવા માટે ભગવાન મહાવીરના ભિક્ષુક-સંઘમાં પણ ભળી ગયાં હતાં. ત્યાગધર્મની આવી પ્રતિષ્ઠાની અસર જનસમૂહ ઉપર ઠીકઠીક વ્યાપક પ્રમાણમાં થઈ હતી. Page #63 -------------------------------------------------------------------------- ________________ જિનમાર્ગનું જતન એટલે રાજકારણ એ તો હવે અનિવાર્ય જ બની ગયું છે એમ સમજીને આપણે ચાલવું જોઈએ. આ રાજકારણના પ્રવેશ માટે પૂર્વતૈયારી શી કરવી જોઈએ એ પણ અમે ગયા અંકમાં દર્શાવ્યું છે, અને ત્યાં અમે લખ્યું છે કે વિદ્યા, કળા અને હુન્નરનાં વિવિધ ક્ષેત્રોમાં આપણે આપણા યુવાનોને પાવરધા બનાવવા જોઈએ. વળી, જો આપણે ઇતિહાસના અજવાળે આપણા ભૂતકાળને તપાસીએ, તો આપણને સ્પષ્ટ જણાયા વગર નહીં રહે કે રાજકારણ એ જૈનો માટે ન તો અજાણ્યું ક્ષેત્ર છે કે ન તો એ સાવ નવી કોઈ વાત છે. આપણા અનેક પ્રતાપી પૂર્વજોએ – શ્રમણો તેમ જ ગૃહસ્થોએ – રાજકારણનું ખેડાણ કરીને આપણા ધર્મનો ઉદ્યોત કરવાની સાથેસાથે આપણા સર્વજીવ-સમભાવ-પરાયણ ધર્મનો આશ્રય સહુ કોઈને માટે સુલભ કર્યાનાં અનેક ઉદાહરણો ઇતિહાસનાં પાને નોંધાયેલાં પડ્યાં છે. ४० રાજકારણ ઉપર કે રાજકારણી પુરુષો ઉપર પ્રભાવ પાડવાની મનોવૃત્તિ પાછળ ધર્મપુરુષોની એક જ ધર્મબુદ્ધિ રહેલી હતી, કે જો રાજા બૂઝશે અને ધર્મમાર્ગને અનુસ૨શે તો એની આવકારપાત્ર અસર આખી પ્રજા ઉપર થશે; અને એ રીતે આખો જનસમૂહ સંસ્કારી, ન્યાયી અને ધર્મી બનશે. આપણા પ્રભાવક પૂર્વાચાર્યોએ રાજાઓનો સંપર્ક આ દૃષ્ટિએ જ કેળવ્યો હતો, અને એમ કરીને સર્વકલ્યાણકારી અહિંસાધર્મની પ્રભાવના કરવાનો અને એની અસરને વ્યાપક બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. આચાર્ય બપ્પભટ્ટીસૂરિ, શીલગુણસૂરિ, હેમચંદ્રાચાર્ય, હીરવિજ્યસૂરિજી વગેરે અનેક સમર્થ પૂર્વાચાર્યો આનાં જ્વલંત ઉદાહરણો છે. જૈનધર્મને પોતાના કુળધર્મ તરીકે સ્વીકારનાર રાજાઓની સંખ્યા ભલે ઓછી રહી હોય, છતાં જૈનધર્મ ઉપર પ્રીતિ, ભક્તિ અને મમત્વની લાગણી ધરાવનાર રાજાઓ તો અનેક થઈ ગયા એની ઇતિહાસ સાક્ષી પૂરે છે. ઉપરાંત નાનાં-મોટાં સંખ્યાબંધ રાજ્યોમાં મહામંત્રી કે દીવાન, મંત્રી કે પ્રધાન, કોષાધ્યક્ષ, દંડનાયક, સેનાપતિ જેવા પદે રહીને રાજા અને પ્રજાની સેવા કરનાર જૈન મહાનુભાવોની તો છેક જૂના ભૂતકાળથી લઈને તે સાવ નજીકના (કદાચ સ્વરાજ્ય આવ્યા પહેલાંના) ભૂતકાળ સુધી એક મોટી પરંપરા જ જોવા મળે છે. હજી ગઈ કાલની જ વાત કરીએ તો રાજસ્થાન, ગુજરાત, સોરાષ્ટ્ર, કચ્છ જેવાં પશ્ચિમ ભારતનાં કેટલાંય રજવાડાંઓમાં જૈનોએ દીવાન, કારભારી કે કોષાધ્યક્ષ તરીકેની સત્તા ભોગવીને કે છેવટે એક શક્તિશાળી તેમ જ બુદ્ધિશાળી પ્રજાજન કે નાગરિક તરીકે પોતાના અહિંસાધર્મનો પ્રભાવ વધારવાની સાથે લોકકલ્યાણનાં અનેક કાર્યો કરીને તેમ જ અન્યાય-અધર્મ-અત્યાચારનો સામનો કરીને કે એની સામે પ્રજાનો અણગમો વ્યક્ત કરવાના એક સમર્થ માધ્યમ તરીકેની કામગીરી બજાવીને જૈન મહાજન તરીકેની નામના મેળવી હતી. Page #64 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મની જગતમાં પ્રતિષ્ઠા અંગેના પ્રશ્નો : ૧૧ અત્યારે પણ જૈન મહાજનની આ નામના કે પ્રતિષ્ઠા સાવ જતી રહી છે એવું તો નથી; છતાં એમાં ઠીક-ઠીક ઘટાડો થઈ ગયો છે એમાં શંકા નથી. ઉપરાંત દેશના રાજકારણમાં પણ જૈનોનું વર્ચસ્વ કે ચલણ ઘણું ઘટી ગયું છે નહીં જેવું જ બની. ગયું છે એ પણ એટલું જ સાચું છે. આમ થવાનાં જે કંઈ કા૨ણો હોય એમાં મુખ્યત્વે બે કારણો વિશેષ ધ્યાન ખેંચે એવાં છેઃ એક તો આપણી કોમ મૂળથી જ વેપારી કોમ હતી, છતાં છેલ્લાં વર્ષોમાં આપણે વધારે પડતા વેપાર-ઉદ્યોગપરાયણ બન્યા અને દેશના કારોબારમાં ક્રમે-ક્રમે ઓછો રસ લેતા થયા. અત્યારે પણ વ્યક્તિગત રીતે આપણી કોમની કેટલીક વ્યક્તિઓ રાજકારણમાં નોંધપાત્ર હિસ્સો આપી રહેલ છે અને એમનું એમાં કયારેક-કયારેક ચલણ હોય એવું પણ જોવા મળે છે. પણ એમાં સમૂહબળ કે સંઘ-પ્રતિનિધિત્વ નહીં હોવાથી એનો આપણી સંસ્કૃતિના રક્ષણ કે પ્રસારમાં કોઈ ઉપયોગ થઈ શકતો હોય એવું ભાગ્યે જ જોવા મળે છે. આનું બીજું અને કદાચ વધારે સબળ કહી શકાય એવું કારણ એ હોઈ શકે કે અત્યારના રાજકારણની રીતરસમોનાં રૂપરંગ પહેલાં કરતાં સાવ બદલાઈ ગયાં છે. પહેલાંની રાજ્યશાસનની પદ્ધતિ રાજાને કેન્દ્રમાં રાખનારી એટલે કે રાજાશાહી હતી; અત્યારે આપણા દેશની રાજ્યશાસનની પદ્ધતિ જેના કેન્દ્રમાં પ્રજા હોય એવી લોકશાહીની છે. આને લીધે સત્તાનાં પદોમાં, તેમ જ એ પદો માટે પસંદ કરાતી વ્યક્તિઓમાં, તેમ જ એવી વ્યક્તિઓની પસંદગીની પદ્ધતિમાં પણ નખશિખ કહી શકાય એવો ફેરફાર થઈ ગયો છે; અને આ પદ્ધતિ સાથે કામ લેવાની જૈન કોમને ફાવટ આવવી હજી બાકી છે, તેથી પણ અત્યારના રાજકારણમાં જૈન કોમનું સ્થાન ઓછું થઈ ગયું હોય એ બનવા જોગ છે. આમ હોવા છતાં પણ એક પાયાની વાત આપણા ધ્યાન બહાર જવી ન જોઈએ, કે રાજ્યશાસનની પદ્ધતિ ગમે તેવી હોય સામ્રાજ્યવાદી, રાજાશાહી, સરમુખત્યારશાહી, લોકશાહી કે સામ્યવાદી પણ રાજ્યના સંચાલન માટે સત્તા, સત્તાસ્થાનો અને સત્તાધારી વ્યક્તિઓની જરૂર સદાસર્વદા રહેવાની જ છે. ફક્ત એનાં બાહ્ય રૂપરંગમાં સમયની માગણી કે જરૂરિયાતના પ્રમાણમાં ફેરફાર કરતા રહેવું પડે એટલું જ. - - ૪૧ છેલ્લે-છેલ્લે એના ઉપાયો સંબંધી વિચારી લઈએ. અત્યારના રાજકારણમાં ભાગ લેવા માટેની પૂર્વતૈયારી અંગે અમે આગળ વિસ્તારથી લખ્યું જ છે. આપણા યુવાનોને વિવિધ વિષયોમાં દેશસેવાના કાર્યમાં ઉપયોગી થઈ શકાય એ રીતે, આપણે નિષ્ણાત બનાવવા જોઈએ. આ વાતની ઉપેક્ષા કરીએ તો રાજકારણમાં સફળ થવાની ચાવી જ આપણે ખોઈ બેસીએ. એટલે એ કામ તો વહેલી તકે હાથ ધરવું જોઈએ. Page #65 -------------------------------------------------------------------------- ________________ જિનમાર્ગનું જતન આ પછી બીજી વાત આવે છે આખા દેશ સાથે તાદામ્ય સાધવાની. રાજકારણમાં પ્રવેશ કરવાનો આશય અંગત લાભ મેળવવાનો રહે તો એનું કશું ચિરંજીવી પરિણામ ન આવી શકે. એમાં તો દેશના કલ્યાણની વાત જ મોખરે રહેવી જોઈએ. દેશનું ખરું કલ્યાણ સાધીશું તો આપણી જાતનું અને આપણા ધર્મનું હિત આપોઆપ જળવાઈ જવાનું એની આપણે ખાતરી રાખીએ. એટલે જૈન કોમ જો અત્યારની આપણા દેશની રાજ્યશાસન-પદ્ધતિ સાથે બંધ બેસે તેવી અને એના સંચાલનમાં ઉપયોગી થઈ શકે એવી વ્યક્તિઓને તૈયાર કરવા તરફ પૂરતું લક્ષ આપે, તો હવે પછીના નજીકના ભવિષ્યમાં જ જેન કોમને દેશના રાજ્ય-સંચાલનમાં નિમણૂકો અને ચૂંટણીઓ એ બંને પદ્ધતિમાં યોગ્ય પ્રતિનિધિત્વ મળી રહે એવી આશા જરૂર રાખી શકાય. અને જો જૈનોને રાજ્યસંચાલનમાં સમુચિત સ્થાન મળે તો દેશના કારોબારમાં સુવ્યવસ્થા, સચોટતા અને સુદઢતા લાવવામાં જરૂર નોંધપાત્ર સાથ મળે; કારણ કે રાજકારણને ખેડવાના આવા-આવા ગુણો જૈન કોમને સહજ રીતે જ વારસામાં મળેલા છે. ગત જાન્યુઆરી માસ(૧૯૬૮)માં મુંબઈમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયનો સુવર્ણમહોત્સવ ઉજવાયો તે પ્રસંગે રજૂ થયેલા મંત્રીઓના નિવેદનમાં રાજકારણમાં જૈનોના ઘટતા જતા મહત્ત્વ અંગે અંગુલીનિર્દેશ કરતાં કહેવામાં આવ્યું હતું : “રાજદ્વારી ક્ષેત્રે જૈન સમાજનું મહત્ત્વ દિવસે-દિવસે ખૂબ ગૌણ થતું જાય છે, એ માટે પણ કંઈક નક્કર પગલાં ભરવાની જરૂર છે. એ માટે જે કંઈ ઉપાયો યોજવામાં આવે એમાં પણ એ પ્રકારના શિક્ષણને આગવું સ્થાન મળવું જોઈએ.” આ પ્રસંગે સુવર્ણમહોત્સવ-ગ્રંથના પ્રકાશન-વિધિ માટે મુંબઈ યુનિવર્સિટીના રેક્ટર પ્રોફેસર શ્રી ગોવર્ધન ડી. પારીખ હાજર રહ્યા હતા. તેઓએ જૈનો રાજકારણમાં કેવા હેતુથી ભાગ લે એ અંગે જાણે જનતાની લાગણીને વાચા આપતા હોય એ રીતે કહેલું : “અહીં રાજકારણમાં જૈનોએ ભાગ લેવા અંગે કહેવામાં આવ્યું છે. મારે આ અંગે કહેવું જોઈએ કે જૈનો રાજકારણમાં ભાગ ભલે લે, પણ એની પાછળનો એમનો હેતું રાજકારણને શુદ્ધ બનાવવાનો હોવા જોઈએ.” મોટે ભાગે સત્તા અને સંપત્તિ સ્વાર્થની જનેતા જ હોય છે, અને જ્યારે એવું થાય છે ત્યારે એવી રાજસત્તા પ્રજાનું કલ્યાણ ભાગ્યે જ કરી શકે છે. આવી સ્થિતિમાં ત્યાગ, વૈરાગ્ય અને સંયમના માર્ગના પ્રશંસક અને ચાહક જૈનધર્મના અનુયાયીઓ પાસેથી સામાન્ય જનતા આવી અપેક્ષા રાખે એ સ્વાભાવિક છે. જાણે રાજકારણમાં ભાગ લેવાની દૃષ્ટિનો જૈનોને ખ્યાલ આપતા હોય એમ આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજે પોતાના અંતિમ કહી શકાય એવા સંદેશામાં Page #66 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મની જગતમાં પ્રતિષ્ઠા અંગેના પ્રશ્નો ઃ ૧૧, ૧૨ ૪૩ (તા. ૧૨-૬-૧૯૫૩ના રોજ મુંબઈમાં) સૂત્ર રૂપે કહ્યું હતું “જૈન શાસનની ઉન્નતિને માટે એક એવા વિશ્વવિદ્યાલયની સ્થાપના થાય કે જેમાં પ્રત્યેક જૈન શિક્ષિત થાય; અને ધર્મને બાધ ન પહોંચે એ રીતે રાજ્યાધિકારમાં જૈનોની વૃદ્ધિ થાય.” (તા. ૨-૩-૧૯૬૮) સર્વજનકલ્યાણ એ રાજકારણનો આત્મા છે અને સર્વજીવકલ્યાણ એ જૈનધર્મનો આત્મા છે; એ બે વિખૂટા પડી ગયા છે. તેમાં એકતા સ્થાપી જગતુ-કલ્યાણમાં આપણો અદનો ફાળો નોંધાવવા આપણે રાજકારણમાં પ્રવેશ કરવો જ જોઈએ એટલું કહી અમે વિરમીએ છીએ. (તા. ૧૬-૨-૧૯૫૨, તા. ૨-૩-૧૯૬૮) (૧૨) રાષ્ટ્રરક્ષાનું વિરાટ કાર્ય અને જૈન સમાજ દેશમાં સુખ-શાંતિ પ્રવર્તતી હોય, તો જ ધર્મનું પાલન નિરાકુળપણે થઈ શકે છે અને દેશનું ગૌરવ અને સ્વત્વ અખંડિત રહે તો જ ધર્મ પોતાનું મૂળભૂત હીર ટકાવી શકે છે. જે પળે દેશ ગુલામ કે ગૌરવહીન બની જાય છે, ત્યારથી ધર્મનું તેજ પણ ઝંખવાવા લાગે છે; કારણ કે ધર્મ અને રાષ્ટ્ર એ માનવજીવનનાં અને વિશેષે કરીને સામૂહિક જીવનનાં અવિભાજ્ય અંગો છે – એક જ સિક્કાની બે બાજુઓ છે. એટલે જેમ ધર્મના રક્ષણમાં રાષ્ટ્રનું રક્ષણ રહેલું છે, એ જ રીતે રાષ્ટ્રની સુરક્ષામાં જ ધર્મની સુરક્ષા સમાયેલી છે. જૈનધર્મે શાન્તિસ્તોત્રમાં જનપદો દેશના તળ વિભાગો)ની, રાજ્યકર્તાઓની, રાજ્યકર્તાઓનાં નિવાસસ્થાનોની, નગરજનોની અને સમસ્ત વિશ્વની શાંતિ માટે બુલંદ સ્વરે જે ઉદ્ઘોષણા અને પ્રાર્થના કરી છે, તેનું રહસ્ય આ જ છે. અત્યારે, એક કાળનું વિશાળ વિશ્વ વિજ્ઞાનની શોધોને લીધે એવું તો સાંકડું બની ગયું છે કે એક રાષ્ટ્રના પતન કે ઉત્થાનની અસર કેવળ એ રાષ્ટ્ર પૂરતી જ સીમિત ન રહેતાં, વિશ્વવ્યાપી બની જાય છે, અને એમાંથી ક્યારેક વિશ્વશાંતિ કે વિશ્વવિનાશનો પ્રાદુર્ભાવ થવાની શક્યતા પણ ઊભી થાય છે. એટલે પોતાની જાત, પોતાના ધર્મ અને પોતાના રાષ્ટ્રની શાંતિની સાથોસાથ વિશ્વશાંતિની દષ્ટિએ પણ પોતાના દેશની આઝાદીનું રક્ષણ કરવું એ સૌ કોઈનું સર્વપ્રથમ કર્તવ્ય બની જાય છે. આજે ચીનના આક્રમણ ટાણે ભારતવર્ષની સામે આવું કર્તવ્ય બજાવવાનો સમય આવી પડ્યો છે. Page #67 -------------------------------------------------------------------------- ________________ ૪૪ જિનમાર્ગનું જતન એમાં આપણે સાબદા થઈ કેટલું સમર્પણ કરીએ છીએ એના ઉપર જ આપણી કામયાબીનો આધાર છે. જૈનધર્મ ઉત્કટમાં ઉત્કટ અને સૂક્ષ્મમાં સૂક્ષ્મ અહિંસાની સાધનાને વરેલો ધર્મ છે; આમ છતાં ધર્મપાલન કરનારની શક્તિ, વૃત્તિ અને પરિસ્થિતિને અનુલક્ષીને એણે સાધુધર્મ અને ગૃહસ્થધર્મના બે સ્પષ્ટ વ્યવહારુ માર્ગોનું ઉદ્દબોધન કર્યું છે. એને લીધે પોતાની જાતની કે દેશની રક્ષાનો અને એ રક્ષા માટે અહિંસાની સીમાને ઓળંગવાનો અવસર આવી પડે તો આપણે શું કરવું એવી કોઈ દુવિધા ઊભી થતી નથી. જૈન ઇતિહાસમાં અનેક એવા પ્રસંગો જોવા મળે છે, કે જ્યારે દેશ ઉપરના આક્રમણ વખતે એનો સજ્જડ મુકાબલો કરવામાં આવ્યો હોય. આપણે ચાહીને અને સામે ચાલીને બીજા ઉપર આક્રમણ કરીએ તો તો આપણે કેવળ હિંસક જ સાબિત થઈએ; પણ આક્રમણનો સામનો કરવાનું ધર્મસંકટ ઊભું થાય તો અહિંસાની અમુક મર્યાદાનું ઉલ્લંઘન થવા છતાં આપણે દોષપાત્ર ઠરતા નથી. એટલે આપણા દેશ ઉપર જ્યારે ચીને આક્રમણ કર્યું છે ત્યારે આપણે જૈનોએ શું કરવું જોઈએ એવી જરા પણ દુવિધામાં અટવાવાની જરૂર નથી. અત્યારને વખતે આપણો કર્તવ્યપંથ સાવ સ્પષ્ટ છે કે આપણે આ આક્રમણનો પ્રતિકાર કરવા માટે આપણી સરકારને સંપૂર્ણ અને સક્રિય સહકાર આપવો જોઈએ. આ સંબંધમાં હજી પણ જો આપણા મનમાં કોઈ દુવિધા હોય તો તે, તાજેતરમાં જ પૂજ્ય આચાર્ય મહારાજશ્રી વિજયસમુદ્રસૂરિજી, મુનિશ્રી જનકવિજયજી ગણી અને અન્ય મુનિવરોએ જે જાહેરાત કરી છે અને એમની જીવંત અને જાગૃત રાષ્ટ્રભક્તિનું આપણને જે પ્રેરક દર્શન કરાવ્યું છે, એનાથી દૂર થઈ જવી જોઈએ. ગત કારતક વદ પાંચમની સંક્રાંતિ નિમિત્તે લુધિયાનામાં ભેગા થયેલા પંજાબનાં જુદાં-જુદાં શહેરો અને ગામોના શ્રીસંઘની સમક્ષ દેશ ઉપર આવી પડેલ આક્રમણ વખતે આપણું શું કર્તવ્ય હોઈ શકે એ માટે લાંબું પ્રવચન કરવાને બદલે પોતાની કર્તવ્યદિશાનો ખ્યાલ આપતાં આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરિજીએ જે કંઈ કહ્યું તે હૃદયને સ્પર્શી જાય એવું હતું આ છે એમના એ પ્રેરક ઉદ્દગાર : “લગ્નાદિમાં ઓછામાં ઓછો ખર્ચ કરી વધારાના પૈસા દેશની શાંતિ માટે અર્પણ કરવા જોઈએ. દેશ અને વિશ્વની શાંતિ માટે ગણિવરજીએ (મુનિશ્રી જનકવિજયજી ગણીએ) કહ્યું તેમ હું પણ મારું લોહી આપવા તૈયાર છું; ભલે અત્યારે જ લઈ લે.” પણ દેશ અને વિશ્વની શાંતિ માટે પોતાનું લોહી આપવાની વાતથી પોતાનું કર્તવ્ય પૂરું થતું ન હોય એમ માની જાણે આપણી સુષુપ્તિને પણ દૂર કરતાં તેઓશ્રીએ કહ્યું : “વિશ્વશાંતિ માટે કોઈ શુદ્ર દેવતા માનવબલિ માગતો હોય તો સર્વ પ્રથમ હું મારી બલિ આપવા તૈયાર છું. Page #68 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મની જગતમાં પ્રતિષ્ઠા અંગેના પ્રશ્નો : ૧૨ “દેશ અને વિશ્વની શાંતિ માટે આપણે આયંબિલ, અઠ્ઠમ આદિની તપશ્ચર્યા કરવી જોઈએ, અને બ્રહ્મચર્ય-પાલન તેમ જ કંઈ ને કંઈ ત્યાગ કરવો જોઈએ. “મેં ચૈત્ર સુદ પ્રતિપદાએ મુબાના ગામમાં પ્રતિજ્ઞા કરી હતી કે જ્યાં સુધી ગુરુદેવનું હિન્દી ચરિત્ર પ્રકાશિત ન થાય ત્યાં સુધી ચોખા અને ગળપણ-મિઠાઈમાત્રનો ત્યાગ રાખવો. ગ્રંથ તો થોડા જ દિવસોમાં પ્રકાશિત થવાનો છે; પણ હું આ મારી પ્રતિજ્ઞા જ્યાં સુધી યુદ્ધની શાંતિ ન થાય ત્યાં સુધી પાળીશ, અને કોઈ પણ નગર, ગામ કે શહેરમાં મારે વિના ધામધૂમથી સાદાઈથી પ્રવેશ કરવો.’ આચાર્યશ્રીની આ વાણીમાં આપણને સ્વર્ગસ્થ યુગદ્રષ્ટા આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીની સમયજ્ઞતાનાં પાવન દર્શન થાય છે. આચાર્યશ્રીના પ્રવચન પહેલાં મુનિશ્રી જનકવિજયજી ગણીએ અત્યારના સમયમાં દેશ પ્રત્યેના જૈનોના કર્તવ્ય અંગે શ્રીસંઘને સ્પષ્ટ માર્ગદર્શન આપતાં વડાપ્રધાન નેહરૂના હાથ મજબૂત કરવાનો અનુરોધ કર્યો હતો; અને વધુમાં જણાવ્યું હતું “અમો જૈન સાધુઓ કંચન-કામિનીના ત્યાગી છીએ, એટલે દેશ માટે અમો લોહીનાં બિંદુઓ સિવાય બીજું શું આપી શકીએ ? દેશની શાંતિ માટે હું મારું લોહી આપવા તૈયાર છું.” મુનિશ્રી જનકવિજયજી એક વિચારક, સમયના જ્ઞાતા અને સમયની હાકલ સાથે કદમ મિલાવવા માટે જરૂરી ફેરફારોને આવકારવાનું ક્રાંતિકારી દૃષ્ટિબિંદુ ધરાવનાર અને ધર્મ, સમાજ અને રાષ્ટ્રનું કલ્યાણ વાંછતા ભાવનાશીલ મુનિવર છે. એમના આ ઉદ્ગારો વાંચીને સહુ કોઈને રાષ્ટ્રભક્તિ માટેનાં પ્રેરણા અને પ્રોત્સાહન મળે એ સ્વાભાવિક છે. આ પ્રેક પ્રસંગે આચાર્યશ્રી સાથેના અન્ય મુનિવરોએ તેમ જ કેટલાક સદ્ગૃહસ્થોએ પણ દેશની રક્ષા અને શાંતિ માટે પોતાનું તેમ જ પોતાના પરિવારનું લોહી આપવાની જાહેરાત કરી હતી; તેમ જ પોતાની રાષ્ટ્રભક્તિના પ્રતીકરૂપે કોઈ ને કોઈ વસ્તુનો ત્યાગ કર્યો હતો. એક ધર્મગુરુ-આચાર્ય ધારે તો જનસમૂહને કર્તવ્યપાલનની કેવી પ્રેરણા આપી શકે છે અને પ્રગતિને માર્ગે કેવા દોરી શકે છે એનું અહીં આહ્લાદક દર્શન થાય છે. આની સાથોસાથ ‘શ્રી વીર-વચનામૃત' ગ્રંથના પ્રકાશન નિમિત્તે મળેલ નાનાસરખા મુનિ-સમ્મેલને કરેલ નીચેનો ઠરાવ પણ શ્રીસંઘને દેશ પ્રત્યેના અત્યારના પોતાના કર્તવ્યની પ્રેરણા આપે એવો છે એમ કહેવું જોઈએ ઃ “આજ તા. ૧૮-૧૧-૧૯૬૨ના રોજ બપોરે ત્રણ વાગે મુંબઈ ભાયખલા જૈન ઉપાશ્રયમાં ૫.પૂ. આચાર્ય શ્રીમદ્ વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજ, ૫.પૂ. આચાર્ય શ્રીમદ્ વિજ્યલક્ષ્મણસૂરીશ્વરજી મહારાજ તથા ૫.પૂ. આચાર્ય શ્રીમદ્ વિજ્યધર્મસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં મળેલા જૈન શ્વે. મૂ. શ્રમણસંઘ જાહેર કરે ૪૫ Page #69 -------------------------------------------------------------------------- ________________ જિનમાર્ગનું જતન છે કે વર્તમાનકાલે આપણા ભારત દેશ સમક્ષ જે વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે, તેમાં તન, મન, ધનથી ફાળો આપવો એ જૈન સમાજનું કર્તવ્ય છે.'' આ જ રીતે ભીલવાડા ગામની પાસેના નદરાઈ ગામમાં સ્થાનકવાસી સંઘનાં એક મહાસતીજી શ્રી જસકુંવરજીએ એક જાહેરસભામાં ભાષણ આપતાં જે રાષ્ટ્રપ્રીતિનું દર્શન કરાવ્યું તેની પણ સહર્ષ નોંધ લેવી જોઈએ. ૪૬ * * ચારેક મહિના પહેલાં પાકિસ્તાને શરૂઆતમાં કાશ્મીરમાં અને પછી દેશના બીજા ભાગો ઉપર આક્રમણ કરીને, એક જ મગની બે ફાડ જેવા અંતર્ગત બે ભાગો ઉપર, યુદ્ધનો દાવાનળ વરસાવ્યો ત્યારે રાષ્ટ્રીય કટોકટીની ભયંકરતાની કોઈ અવિધ જ ન રહી. આ કટોકટી કેટલી ગંભીર છે, કેટલી ઊંડી છે, કેટલું લાંબું આયુષ્ય લઈને જન્મી છે, તેમ જ એમાંથી બંને દેશોની કેટકેટલી ખાનાખરાબી થવાની છે અને વિશ્વશાંતિ કેટલી જોખમાવાની છે, એનો અંદાજ મેળવવાનું કામ ભલભલા નિષ્ણાત રાજનીતિજ્ઞો અને રાજકારણી પુરુષો માટે પણ ભારે મુશ્કેલ બની ગયું છે. એટલે, એવી બધી માથાકૂટ કે ચિંતામાં અટવાયા વગર, આપણો પ્રજાજનોનો કર્તવ્યમાર્ગ તો સાવ સ્પષ્ટ અને સુનિશ્ચિત છે કે રાષ્ટ્રની રક્ષાને જોખમ પહોંચાડે એવું એક પણ કાર્ય આપણા હાથે ન થઈ જાય એની પૂરેપૂરી તકેદારી રાખવી, અને આપણી જે શક્તિ, બુદ્ધિ અને સંપત્તિનો રાષ્ટ્રના રક્ષણમાં ઉપયોગ હોય તે હોંશે-હોંશે અર્પણ કરવા માટે હંમેશાં સંપૂર્ણ તૈયારી રાખવી. (તા. ૮-૧૨-૧૯૬૨) * આવા યુગકર્તવ્યના પાલનનાં પરિણામ કેટલાં આવકારયોગ્ય આવે અને એની ઉપેક્ષાનાં પરિણામ કેવાં ભયંકર અને વિનાશકારી આવે એના જોઈએ તેટલા દાખલા ભારતના દૂરના અને નિકટના ઇતિહાસમાંથી મળી રહે એમ છે; તેમાં ય ઉપેક્ષાનાં માઠાં પરિણામના દુઃખદ પ્રસંગોથી તો આપણા ઇતિહાસનાં પાનાંનાં પાનાં ભર્યાં પડ્યાં છે ! રાષ્ટ્રને પણ વીસરી જવાય એટલી હદે ઊંચ-નીચપણાની લાગણીને બહેકાવી મૂકવામાં વર્ણવ્યવસ્થા, જ્ઞાતિવાદ અને કટ્ટર ધર્મપંથોએ એકસરખી રીતે ભાગ ભજવ્યો છે. એણે જ આપણને રાષ્ટ્રીય સંકટ વખતે કેટલીય વાર પાછા પાડ્યા છે. પણ, અંગ્રેજોના લાંબા શાસનકાળે પ્રજામાં સંખ્યાબંધ અનિષ્ટોને જન્મ આપવાની સાથે કેટલીક સારી વાતોને પણ જન્માવી છે. રાષ્ટ્રીયતાની ભાવના એટલે કે આખું ભારત એક અને અખંડ છે અને સમગ્ર પ્રજાજનો એનાં જ અંગ છે એવી ભાવના પ્રજામાં જન્મી, પોષાઈ અને વ્યાપક બની, તે અંગ્રેજોના શાસન સમયમાં દેશને વિદેશી Page #70 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મની જગતમાં પ્રતિષ્ઠા અંગેના પ્રશ્નો ઃ ૧૨ શાસનની ધૂંસરીમાંથી મુક્ત કરવાની, લગભગ એક સૈકા સુધી ઉત્તરોત્તર વધતી રહેલી ઝંખના, તમન્ના અને ઝુંબેશને આભારી છે. અહિંસક સ્વાતંત્ર્યસંગ્રામના ત્રણ દાયકાના ગાંધીયુગે તો એ ભાવના ઉ૫૨ સુવર્ણકળશ ચડાવ્યો, અને સ્વરાજ્ય આવ્યા પછી દેશમાંનાં દેશી રાજ્યો કે બીજા સીમાડાઓના વિલીનીકરણ દ્વારા, સમગ્ર ઇતિહાસકાળ દરમ્યાન પહેલી જ વાર હિંદુસ્તાન સાચા અર્થમાં એક અને અખંડ બન્યું, ભારતની કાયામાં પ્રજાવ્યાપી રાષ્ટ્રભાવનાનું રસાયણ પ્રસરી ગયું. સ્વરાજ્યના આગમન બાદ પણ આપણી એક અને અખંડ હિંદુસ્તાનની રાષ્ટ્રીયતાની ભાવના તો કાયમ રહી, પણ સ્વાર્થપરાયણતા અને સત્તાની તાણખેંચમાં પડી જવાને કારણે, એ ભાવનાનું સંરક્ષણ અને સંવર્ધન ક૨વામાં આપણે કંઈક મોળા સાબિત થયા. વચમાં તો એમ જ લાગ્યું કે સ્વાર્થ અને સત્તાના અંધાપામાં આપણે ક્યાંક અંદરઅંદરની જાદવાસ્થળીમાં એવા તો અટવાઈ જઈશું કે દેશની એકતા અને અખંડિતતા વેરવિખેર બની ગયાનો પુરાણો ઇતિહાસ ફરી તાજો થશે ! જાણે રાષ્ટ્રની આ આંતરિક કટોકટીના કાદવમાંથી આપણને ઉગારી લેવા માટે જ ન હોય, એમ ત્રણ વર્ષ પહેલાં ચીને આપણા દેશ ઉપર આક્રમણ કર્યું અને અત્યારે ત્રણેક વર્ષ બાદ, ચીનના સાગરિત બનીને, પાકિસ્તાને પણ આક્રમણ કરી દીધું; આપણું સ્વાતંત્ર્ય અને સાર્વભૌમત્વ જોખમમાં મુકાઈ ગયું. પણ એથી એક એ લાભ થયો કે આપણે જાગૃત થઈ ગયા અને એક પ્રાણવાન પ્રજાની જેમ એ આક્રમણને સફળતાપૂર્વક પાછું હઠાવ્યું. યુદ્ધ જીતવા માટે અને યુદ્ધમાં દેશને, પ્રજાને ટકાવી રાખવા માટે જે પૂર્વતૈયારીઓ કરવી અનિવાર્ય ગણાય એ માટે તો જેટલો ત્યાગ કરવામાં આવે તેટલો ઓછો. તનમન-ધનને દિલાવરીપૂર્વક પૂરેપૂરાં સમર્પણ કરવાની સાથે અન્નની બાબતમાં પણ, રઘવાટમાં પડ્યા વગર, સ્વસ્થ અને સ્વાવલંબી થવાનો અને ઊભી થયેલી તંગીને સમજપૂર્વક નિભાવી લેવાનો પુરુષાર્થ કરવામાં આવે તો જ પાર ઊતરી શકાય એવી કારમી આ કટોકટી છે. ४७ પણ, રાજી થવા જેવી વાત એ છે કે પ્રજા આ માટે પૂરેપૂરી જાગૃત બની છે, અને પોતાને જે ભોગ આપવાનો છે એ માટે એ લેશ પણ આનાકાની કરવા કે પાછળ રહેવા માગતી નથી. જૈનસમાજ પણ ભારતની પ્રજાનું એક અવિભાજ્ય અંગ છે; એટલે એ પણ આવી લાગણી અનુભવે એ સ્વાભાવિક છે. વળી, દેશસેવા અને દેશરક્ષાના કામમાં હમેશાં સહભાગી થવું અને વખત આવ્યે જોખમ પણ ખેડવું એવો ભવ્ય જૈનસંઘનો ઇતિહાસ છે. એટલે અત્યારની કટોકટીમાં પણ એ જરા ય પાછળ ન રહેતાં સૌની સાથે રહેવા પ્રયત્નશીલ રહે એ સ્વાભાવિક છે. Page #71 -------------------------------------------------------------------------- ________________ ૪૮ જિનમાર્ગનું જતન એટલે બધા ય જૈન ફિરકાઓ પોતપોતાના ધર્મગુરુઓની પ્રેરણા નીચે, તેમ જ પોતપોતાની કર્તવ્યસૂઝ પ્રમાણે પણ, આ દિશામાં કંઈક ને કંઈક કાર્ય કરવા તત્પર થયા છે અને પોતાની શક્તિ અને મર્યાદા પ્રમાણે દેશભક્તિના આ મહાભારત-કાર્યમાં પોતાનો અદનો ફાળો આપી રહ્યા છે. મળતા સમાચાર અને અહેવાલો ઉપરથી લાગે છે કે જાણીતા ભાવનાશીલ મુનિવર્ય શ્રી યશોવિજયજી મહારાજે પોતાના દાદાગુરુ આચાર્ય મહારાજ શ્રી વિજયપ્રતાપસૂરિજી મહારાજ તથા ગુરુવર્ય આચાર્ય શ્રી વિજયધર્મસૂરિજી મહારાજની હૂંફ મેળવીને, આ બાબતમાં અભિનંદનીય, અનુમોદનીય અને અનુકરણીય સચિતતા અને સમયજ્ઞતા દાખવી છે, અને જૈનસંઘને રાષ્ટ્રરક્ષાના વિરાટ કાર્યમાં પોતાનો ફાળો ઉમળકાપૂર્વક અને સત્વર આપવાની પ્રેરણા કરી છે. વિ. સં. ૨૦૨૦ના બેસતા વર્ષના મંગળ દિવસથી જ એમણે આ કાર્યનો આરંભ કર્યો. મુંબઈના લોહારચાલ-પ્રિન્સેસ સ્ટ્રીટ-જૈનસંઘને ઉદ્દેશીને એમણે કહ્યું: “દેશ જીવતો હશે તો સંસ્કૃતિ જીવશે; દેશ જીવશે તો આપણે જીવતા રહીશું.” આમ કહીને એમણે દેશમાં યુદ્ધ-કટોકટીની સાથોસાથ જાગી ઊઠેલી અન્નકટોકટીને પહોંચી વળવા માટે, વડાપ્રધાન શ્રી લાલબહાદુર શાસ્ત્રીની અપીલ પ્રમાણે, અઠવાડિયામાં એક ટંક અન્નનો ત્યાગ કરવાની હાકલ કરી હતી. પણ મુનિશ્રી યશોવિજયજીને આટલાથી સંતોષ ન થયો. પહેલા અનુભવથી ઉત્સાહ અને સંઘની કર્તવ્યબુદ્ધિ ઉપરની આસ્થા બંને વધ્યાં હતાં, એટલે આ રાષ્ટ્રીય કાર્ય વ્યવસ્થિત રીતે અને વધારે મોટા પાયા ઉપર આગળ વધી શકે એવું વ્યવસ્થાતંત્ર રચવાનું તેઓ વિચારવા લાગ્યા. આ માટે એમની પ્રેરણાથી તા. ૭-૧૧-૧૯૬૫ના રોજ મુંબઈના જૈન આગેવાનોની એક સભા શ્રી નેમિનાથ જૈન ઉપાશ્રયમાં મળી હતી. આ સભામાં પોતાનું અંતર ખુલ્લું કરતાં તેઓએ કહેલું : “જો કે આ વાત (અઠવાડિયામાં એક ટેક અન્નનો ત્યાગ કરવાની વાત) એક રીતે બહુ નાની અને સામાન્ય લાગે તેવી છે, પણ જો તેને વ્યાપક રૂપ આપવામાં આવે અને લાખો જૈનો એક વરસ માટે પ્રતિજ્ઞાબદ્ધ થાય, તો લાગે છે, કે રાષ્ટ્રીય નેતાઓ ઉપર જ નહીં સમગ્ર રાષ્ટ્ર ઉપર એક સારી અસર ઊભી થશે અને સહુને લાગશે કે રાષ્ટ્રીય કટોકટી વખતે જેનોએ પણ રાષ્ટ્રની પડખે ઊભા રહીને પોતાની ફરજ બરાબર અદા કરી હતી. રાષ્ટ્ર જીવતું હશે તો આપણે જીવશું. રાષ્ટ્ર જીવતું હશે તો ધર્મ, ધર્મસ્થાનકો કે સંસ્કૃતિ જીવશે” એમના આવા હૃદયસ્પર્શી માર્ગદર્શનથી પ્રેરાઈને આપણા આગેવાનોએ આ કાર્યને વ્યવસ્થિત રીતે આગળ વધારવા માટે “શ્રી રાષ્ટ્રીય સહકાર જૈન સમિતિની સ્થાપના કરી. આ સમિતિ આ કાર્યને વેગ આપવા પોતાની રીતે પ્રયત્ન કરી રહી Page #72 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મની જગતમાં પ્રતિષ્ઠા અંગેના પ્રશ્નો ઃ ૧૨ ૪૯ છે. આ ઉપરાંત ભાવનગરમાં ઉપાધ્યાયજીએ તેમ જ જૈનધર્મના જુદા-જુદા ફિરકાઓ ને સંઘોએ એક ટંક અન્નત્યાગની વાતની અનુમોદના કરી છે. સ્થાનકવાસી કૉન્ફરન્સના પ્રમુખ આગરા-નિવાસી શ્રી અચલસિંહજી જૈને રાષ્ટ્રીય કટોકટીના સમયમાં પોતે આ પ્રમાણે કાર્યો કરવાની જાહેરાત કરી છે : (૧) રોજ એક ટંકનું ભોજન છોડી દેવું, (૨) દર મહિને નિયમિતપણે બે ઉપવાસ કરવા, (૩) ઘરમાં પાણી અને વીજળીનો ઉપયોગ બને તેટલો ઓછો કરવો, (૪) નવેમ્બર માસથી દર મહિને લોકસભાના વેતનમાંથી રૂ. ૧૦૦/- સંરક્ષણ-ફંડમાં આપવા, (૫) ઉપરાંત રૂ. ૨૧૦૦/- સંરક્ષણફંડમાં આપવા. (૬) ફાળો ઉઘરાવીને, બીજા કાર્યક્રમો દ્વારા, મેળામાંથી હરીફાઈ વગેરે દ્વારા સંરક્ષણફડમાં એક લાખ રૂપિયા ભેગા કરી આપવા, (૭) આગરાના નિવાસ દરમ્યાન રોજ છ કલાક લોકસંપર્કમાં વિતાવવા, જેથી લોકો સંરક્ષણફંડમાં ફાળો આપે, નૈતિક હિંમત કેળવે અને દેશભક્તિ અને શાંતિની ભાવના માટે ઉત્સાહિત થાય. ઔરંગાબાદમાં તેરાપંથી મુનિશ્રી જશકરણજીની પ્રેરણાથી ત્યાંના જૈનોએ અઠવાડિયામાં એક ટંક ભોજન છોડવાનો અને કેટલાક લોકોએ એક વર્ષ સુધી મહિનામાં બે ઉપવાસ કરવાનો સંકલ્પ જાહેર કર્યો. સાહૂ શ્રી શાંતિપ્રસાદજી જેને સંરક્ષણફંડમાં પોતાનો ફાળો આપવા ઉપરાંત પાકિસ્તાન સામેના યુદ્ધમાં વીરગતિને પામેલા સૈનિકોનાં ૫૦ બાળકોના શિક્ષણની આર્થિક જવાબદારી ઉઠાવવાની જાહેરાત કરી હતી. રાષ્ટ્રીય સંરક્ષણના મહાભારત-કાર્યમાં પોતાનો અદનો ફાળો આપવા જેન સમાજે તત્પરતા દેખાડી જે તૈયારી કરી છે તેથી આપણે રાજી થઈએ એ સ્વાભાવિક છે. જૈનસંઘ વિશેષ શું કરી શકે ? ખૂબ ગંભીર રાષ્ટ્રીય કટોકટીની સામે દેશનું રક્ષણ કરવા માટે અને દેશને ટકાવી રાખવા માટે અત્યારે જે કંઈ કરવાની જરૂર ઊભી થઈ છે, તેના પ્રમાણમાં જૈન સમાજનો ફાળો પાશેરામાં પહેલી પૂણી કરતાં ય ઘણો ઓછો હોય, એ જેનોનું સંખ્યાબળ જોતાં, બહુ અસ્વાભાવિક ન કહી શકાય. પણ અમારા નમ્ર મત પ્રમાણે, અત્યાર સુધીમાં આ મહાન સંકટનો સામનો કરવા માટે જૈન સમાજ – જૈનોના બધા ફિરકાઓ – તરફથી જે-જે કાર્યો કરવાની જાહેરાત કરવામાં આવી છે, તે એની શક્તિના પ્રમાણમાં અચૂક ઓછાં છે. એટલે જૈન સમાજે પોતાની દેશદાઝ અને દેશભક્તિની લાગણીને ચરિતાર્થ કરવા પોતાનો ફાળો આથી પણ અનેકગણો વધારે આપવો જોઈએ. એક ટંકના અન્નત્યાગથી દેશની અન–ોકટીને પહોંચી વળવામાં સારી એવી સરળતા થઈ પડે એમ છે; એમ હોવાથી જ આપણા વિચક્ષણ અને સમયપારખુ Page #73 -------------------------------------------------------------------------- ________________ જિનમાર્ગનું જતન વડાપ્રધાન શ્રી લાલબહાદુર શાસ્ત્રી એ બાબત ઉપર આટલો બધો ભાર આપે છે અને વારંવાર એ વાતનું ઉચ્ચારણ કરતા રહે છે. પણ, જૈનોને માટે એક ટંક અન્નનો અથવા તો દરેક પ્રકારના ભોજનનો ત્યાગ એ કંઈ નવાઈની કે કંઈક મોટો ત્યાગ કર્યાની વાત નથી. એટલે જૈન ભાઈ-બહેનોને પ્રેરણા આપીને કે એ દિશાની પ્રતિજ્ઞા લેવડાવીને આપણે, આપણા ગુરુઓ કે આપણી સંસ્થાઓ સંતુષ્ટ બની જઈએ કે ફુલાઈ જઈએ એ બરાબર નથી. આ ઉપરાંત આપણે સંરક્ષણનિધિને છલકાવી દેવામાં, સરકારને સોનું ભેટ કે ઉછીનું આપવામાં તેમ જ બીજી રીતે પણ આપણો અદનો છતાં નોંધપાત્ર ફાળો અવશ્ય આપી શકીએ એમ છીએ. ૫૦ ગુરુવર્ગનું સમાજ ઉ૫૨ જે વર્ચસ્વ છે એ જોતાં તેઓ આ બાબતમાં ખૂબ પ્રેરણા આપી શકે. જનપદો અને રાજાધિપોની શાંતિ માટે પ્રાર્થના કરનાર આપણા ગુરુઓ આ બાબતમાં ઉદાસીન, તટસ્થ કે મૌન રહેશે તો એમણે પોતાની ફરજની જ ઉપેક્ષા સેવી લેખાશે. યુદ્ધનો સામનો યુદ્ધથી કરવા માટે અનેક બળોની જરૂર પડે; તેમાં ય બુદ્ધિબળ અને નૈતિક બળ ઉપરાંત સૈન્યબળ અને અર્થબળ ઘણું મોટું જોઈએ. સૈન્યબળ માટે ભલે આપણાથી ખાસ વિશેષ કાર્ય ન થઈ શકે, પણ અર્થબળને વધારવામાં તો આપણે કે આપણી સંસ્થાઓ ચોક્કસ ઉપયોગી થઈ શકીએ. આજે તો એકેએક પ્રજાજને અને એકેએક સંસ્થાએ આ સૂત્રને અપનાવવું ઘટે : ‘સોનું અને સંપત્તિ દેશ કાજે” – ભલે પછી એ માતૃભૂમિને ચરણે ભેટરૂપે સમર્પિત થાય કે પોતાની થાપણ તરીકે ઉછીનું આપવામાં આવે. આ રીતે જૈનસંઘ દેશના અર્થબળને વધારવામાં આગળ રહે એવી દેશ આપણી પાસે અપેક્ષા રાખે છે. આ અપેક્ષાને પૂરી કરવામાં આપણી ધાર્મિક કે ધર્માદા સંસ્થાઓનાં નાણાં કે સોનું ઉપયોગી થઈ શકે કે કેમ એ સવાલ સહેજે ઊભો થાય છે; અને એનો જવાબ આપવાનું આપણે ટાળી શકીએ નહીં એવી કારમી કટોકટી દેશમાં ઊભી થઈ છે. આજે કદાચ આપણે એ પ્રશ્નને ટાળવાની કોશિશ કરીશું તો આવતી કાલે પણ એ સવાલ વધારે વેગપૂર્વક આપણી સામે આવી પડશે. એટલે શાણપણ અને દૂરંદેશી તો એ જ ગણાય કે આપણા ગુરુવર્યો અત્યારથી જ આ બાબતનો જરૂરી વિચારવિનિમય કરીને એ અંગે ઘટતો વ્યવહારુ નિર્ણય કરી લે. આ બાબતમાં ‘મુંબઈ સમાચાર' દૈનિકના તા. ૨૬-૧૧-૧૯૬૫ના અંકમાં એના ‘યજિનેન્દ્ર’ વિભાગના લેખક ભાઈશ્રી ધર્મપ્રિયે’, ‘દેવદ્રવ્ય અને ગોલ્ડબૉન્ડ' એ નામની નોંધમાં કેટલાક વિચારો વ્યક્ત કર્યા છે, તે ધ્યાન આપવા જેવા હોવાથી અહીં પૂરેપૂરા ઉદ્ધૃત કરીએ છીએ : Page #74 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મની જગતમાં પ્રતિષ્ઠા અંગેના પ્રશ્નો ઃ ૧૨ પ૧ જૈનોમાં દેવદ્રવ્યનો પ્રશ્ન ઘણો નાજુક અને ચર્ચા-વિચારણાથી પર માનવામાં આવે છે; જોકે દરેક ધર્મમાં દેવદ્રવ્ય અંગે આવી જ માન્યતા લગભગ પ્રવર્તતી હોય છે. તેમ છતાં તાજેતરમાં દેશની પરિસ્થિતિને લક્ષમાં લઈ દક્ષિણ ભારતનાં ખ્યાતનામ હિંદુ મંદિરો તરફથી પ૪ કિલોગ્રામ સોનું વડાપ્રધાનને ગોલ્ડબોન્ડની યોજનામાં રોકવા માટે અર્પણ કરવામાં આવ્યું હતું. આ જોતાં જેનેસંઘો આ બાબતમાં કાંઈ કરી શકે કે કેમ તે વિચારવાનું જરૂરી બને છે. “દેવદ્રવ્યનો પ્રશ્ન આ માટે તો ફક્ત જ્યાં દેવોને માટેના સુવર્ણ-શણગાર રાખવામાં આવતાં હોય તેટલા પૂરતો જ મર્યાદિત છે. એટલે જૈનોમાં પણ માત્ર શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયને જ આ પ્રશ્ન સ્પર્શે છે. દેવદ્રવ્યનો ઉપયોગ અન્ય કોઈ કાર્યમાં થઈ શકે નહિ એવી સ્પષ્ટ માન્યતા આ સમાજમાં પ્રવર્તે છે અને દેવદ્રવ્યનો ગેરઉપયોગ કરનાર કે અન્ય રીતે વાપરનાર અધોગતિને પામે છે એમ માનવામાં આવે છે. કોઈ પણ ફંડફાળા કે ટ્રસ્ટનાં નાણાંનો ઉપયોગ તે જે હેતુ માટે આપવામાં આવ્યાં હોય તે સિવાયનાં અન્ય કાર્યો માટે થવો જ ન જોઈએ એ વાત સાચી છે. પરંતુ કોઈ પણ વાતને જડપણે વળગી રહી સર્વનાશને નોતરવાને બદલે બુદ્ધિનો ઉપયોગ પણ કરવો જોઈએ. ભારતને માથે આજે બે દુશ્મનોની નોબત વાગે છે : એક છે સામ્યવાદી ચીન અને બીજો છે પાકિસ્તાન. પહેલો ધર્મમાત્રનો જ ધ્વસ ચાહે છે, તો બીજો મઝહબના નામ ઉપર મૂર્તિ અને મંદિરોના નાશમાં જ ધર્મ માને છે. આ બંનેમાંથી એકનો પણ વિજય ભારતવર્ષની ધાર્મિક સંસ્કૃતિનો સત્યાનાશ કાઢશે એ દીવા જેવું સ્પષ્ટ દેખાય છે. આ સંજોગોમાં ભારતનાં દેવમંદિરોમાં સંઘરાયેલું સુવર્ણ સરકારને દેશનું રક્ષણ કરવામાં ઉપયોગી નીવડવું જોઈએ. નહીં તો તે નકામું અને બિનઉપયોગી જ પુરવાર થશે. વળી ગોલ્ડબૉન્ડમાં રોકવાથી તે સોનું નાશ પામી જવાનું નથી. જે સોનાના દાગીના પડ્યા રહે છે તે ગોલ્ડબૉન્ડમાં રોકવાથી દર વર્ષે બે ટકાનો લાભ મેળવશે, એટલે તેમાં તેટલો વધારો થશે. અર્થાત્ દેવદ્રવ્યમાં અંતે વધારો થશે અને આજે કેટલીક ગ્યાએ સોનાને બદલે પિત્તળના ઢોળ ચઢાવેલા દાગીનાઓ ગોઠવાઈ જાય છે, તેમાંથી તેની રક્ષા થશે. ભારતના શત્રુઓ જો ફાવશે તો દેવની જ હસ્તિ રહેશે નહીં. પછી દેવદ્રવ્ય કયાંથી રહેવાનું છે? આ પ્રશ્ન વિચારીને જ જૈન મંદિરોના અધિકારીઓએ ભગવાનના નામ ઉપર ભેગા કરેલાં સુવર્ણનાં ભૂષણો વર્તમાન સંજોગમાં દેશને ચરણે ધરવા માટે બહાર આવવું જોઈએ. જૈનધર્મ પરિગ્રહના ત્યાગમાં માને છે. સર્વને ત્યાગનો ઉપદેશ જૈન સાધુઓ આપે છે, તો આ ત્યાગની શરૂઆત દેવસ્થાનોથી થાય તો તે વધુ શોભાસ્પદ નીવડશે.” Page #75 -------------------------------------------------------------------------- ________________ જિનમાર્ગનું જતન આમાં આપણે શું કરવું ઘટે એ અંગે ભાઈશ્રી ધર્મપ્રિયે પોતાની લાગણી વ્યક્ત કરવાની સાથે બીજાઓના મનના વલણનો પણ પડઘો પાડ્યો છે. આમ છતાં, આમાં શું કરવું એનો નિર્ણય અમે પોતે આપવાને બદલે આપણા ગુરુમહારાજો જ આપે એમ ઇચ્છીએ છીએ. ૫૨ (તા. ૨૭-૧૧-૧૯૬૫ તથા તા. ૪-૧૨-૧૯૬૫) (૧૩) વર્તમાનમાં જૈનધર્મની પ્રતિષ્ઠા ઘટાડતી આંતરિક ખામીઓ ગયા સપ્ટેમ્બર મહિનાની ૨૫-૨૬મી તારીખોએ દિલ્હીમાં ઑલ ઇન્ડિયા મહાવીરયન્તી કમિટી તરફથી જૈનોના બધા ફિરકાના વિદ્વાનો અને વિચારકોનું એક નાનું-સરખું સમ્મેલન બોલાવવામાં આવ્યું હતું, તેમાં હાજર રહેવાની મને તક મળી હતી. આ પ્રસંગે જુદા-જુદા વિદ્વાનો અને વિચારકોએ જૈનધર્મ અને જૈનસંસ્કૃતિ સંબંધી જે વિચારો રજૂ કર્યા, તેમાં કેટલીક બાબતો એવી પણ હતી કે જે બધાયને એકસરખી રીતે કેવળ વિચાર કરવા જેવી જ નહીં, પણ મનમાં ખટકતી પણ લાગી હતી. જૈનસંઘની વિચારણા માટે સૌને એકસરખી રીતે ખટકતી આવી કેટલીક બાબતો અહીં રજૂ કરવી ઉચિત ધારી છે : પરિચયગ્રંથનો અભાવ – જૈન સાહિત્યમાં શાસ્ત્રીય તેમ જ બીજા ગ્રંથોની કોઈ કમી નથી. આવા બધા ગ્રંથોની સંખ્યા બહુ મોટી છે. વળી કેવળ સંસ્કૃત-પ્રાકૃત જેવી શાસ્ત્રીય ભાષાઓમાં જ નહીં, પણ ગુજરાતી, હિન્દી, રાજસ્થાની અને કન્નડ જેવી લોકભાષાઓમાં પણ આપણે ત્યાં પુષ્કળ ગ્રંથો છે. આવા બધા પ્રાચીન-અર્વાચીન ગ્રંથો આપણે દર વર્ષે સેંકડોની સંખ્યામાં છપાવીએ છીએ અને તેની પાછળ લાખો રૂપિયાનું ખર્ચ પણ કરીએ છીએ. ઉપરાંત નવા-નવા ગ્રંથો પણ રચવાનું કામ ચાલુ જ છે. આમ છતાં જૈનેત૨ જિજ્ઞાસુને જૈનધર્મ અને જૈન સંસ્કૃતિનો તેમ જ જૈનધર્મના ઉપદેશોનો બરાબર ખ્યાલ આવી શકે એવો એક પણ ગ્રંથ આપણી પાસે છે નહીં. એ ખામી વહેલામાં વહેલી તકે દૂર કરવાની જરૂર છે. તાત્ત્વિક મતભેદો ન હોવા છતાં પરસ્પર વિરોધ – જૈનધર્મમાં જુદાજુદા ફિરકાઓ અને તેમાં ય અનેક ગચ્છો હોવા છતાં તેમાં તાત્ત્વિક એટલે કે મૂળ તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ કશો જ મતભેદ નથી. મૂળ બે તત્ત્વો જીવ અને અજીવ અને તેના ભેદ-પ્રભેદરૂપ Page #76 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મની જગતમાં પ્રતિષ્ઠા અંગેના પ્રશ્નો ઃ ૧૩ ૫૩ નવ તત્ત્વો કે છ દ્રવ્યો, કર્મોનું સ્વરૂપ, ઈશ્વરસંબંધી માન્યતા, જીવોનું સ્વરૂપ, દ્રવ્યક્ષેત્ર-કાળ-ભાવરૂપ ચાર નિક્ષેપો, નવ-પ્રમાણ-અનેકાન્તવાદ, વસ્તુનું ઉત્પાદ-વ્યયધ્રોવ્યાત્મક સ્વરૂપ – જેવાં તત્ત્વો બધા ય ફિરકાઓમાં એકસરખાં સ્વીકારવામાં આવ્યાં છે, છતાં ફિરકાઓ મુખ્યત્વે ક્રિયાકાંડની ભૂમિકાને આધારે એકબીજાથી એવા તો જુદા. પડી ગયા અને આ ક્રિયાકાંડને આધારે જ એકબીજાનું એવું તો ખંડન કરવા લાગ્યા - જાણે એકબીજાના શત્રુ જ હોય! પણ હવે વખત એવો આવ્યો છે કે આવો ઉપરછલ્લો ભેદ ન ગણકારતાં અંદરની તાત્ત્વિક એકતાનો વિચાર કરીને બધાએ એક બનવું જોઈએ. વ્યવહારશુદ્ધિની ખામી – જતે દહાડે જૈનધર્મ મુખ્યત્વે વેપારીવર્ગનો જ ધર્મ બની જવાને કારણે એમાંથી ચાઈiાનવિમવ: (ન્યાયી વૈભવ) ની ભાવના ઓછી થઈ ગઈ; પરિણામે જીવનશુદ્ધિ અને વ્યવહારશુદ્ધિ બંને જોખમાયાં, અને આજે તો કાળાબજારિયા તરીકે પણ જૈનોની ઠીક-ઠીક નિંદા થઈ રહી છે. આથી જૈનધર્મનું તેજ હણાઈ રહ્યું છે અને જેનોની અસર ન તો રાજ્યકર્તાવર્ગ ઉપર, ન તો આમજનતા ઉપર સારી પડે છે. માનવીની ઉપેક્ષા – આપણે ત્યાં ધીમે-ધીમે અહિંસાનો વિકાસ એવો એકતરફી થવા લાગ્યો, કે પ્રાણીસૃષ્ટિને બચાવવાનો અને એની દયાનો વિચાર કરતાં-કરતાં આપણે છેક વનસ્પતિ અને એનાથી ય ઝીણામાં ઝીણા જીવનો વિચાર કરવા લાગ્યા; પણ બીજી બાજુ માણસજાત પ્રત્યે આપણી ઉપેક્ષા દિવસે-દિવસે વધતી ગઈ. પણ માણસજાત પ્રત્યે ઉપેક્ષાભાવ સેવનાર અહિંસાનો ખરો વિકાસ ન સાધી શકે. મહાવીરજયંતીની રજા - ઓલ ઇન્ડિયા મહાવીર જયંતી કમિટિની રચના, આપણી વડી સરકાર ભગવાન મહાવીરના જન્મદિવસને જાહેર રજા તરીકે સ્વીકારે એ માટે પ્રયત્ન કરવાના ઉદ્દેશથી થઈ હતી. એ સંસ્થા લોકસભા અને રાજ્યસભાના જૈન સભ્યો, જેને પ્રધાનો અને બીજા લાગવગ ધરાવતા જૈન આગેવાનોની બનેલી છે. તેઓએ આ માટે અનેક રીતે પ્રયત્ન કરવા છતાં જ્યારે તેમને કામિયાબી ન મળી ત્યારે કંઈક અંતર્નિરીક્ષણ કરવાની એમને વૃત્તિ જાગી. કોઠીમાં પાણી ભર્યા જ કરીએ, અને છતાં કોઠી ખાલી થઈ જાય તો પછી એના તળિયાનું છિદ્ર શોધવા તરફ માણસ પ્રેરાય એવું જ આમાં બન્યું. સમેલન વખતે આ અંગે જે વિચારો વ્યક્ત થયા તેને બે રીતે વર્ણવી શકાય. એક તો, બધા જૈનો પોતે જ મહાવીરજયંતી એક નક્કી દિવસે ન પાળતા હોય તો સરકારને કે બીજાને એ માટે ભારપૂર્વક કેમ કહી શકાય? આ તો સામાન્ય વાત થઈ. પણ બીજી ખાસ વિચારવા જેવી વાત તો એ હતી કે એક બાજુ આવી રજાની માગણી કરતી વખતે આપણે ભ. મહાવીરને અહિંસાના પૈગંબર Page #77 -------------------------------------------------------------------------- ________________ જિનમાર્ગનું જતન તરીકે જૈનધર્મને વિશ્વધર્મ તરીકે અને અહિંસાને જૈનધર્મે વિશ્વને આપેલી અમૂલ્ય ભેટ તરીકે વર્ણવીએ, અને બીજી બાજુ હિંદુસ્તાનનાં જુદાં-જુદાં શહેરો કે ગામોમાં જ નહીં, ખાસ દિલ્હીમાં પણ હરિજનમંદિપ્રવેશની પ્રવૃત્તિનો આપણે ઠેર-ઠેર જોરપૂર્વક વિરોધ કરીને દેશમાંથી અસ્પૃશ્યતાનું કલંક દૂર કરવામાં સાથ આપવાનો ઈન્કાર ભણીએ, તો પછી આપણી માગણીની તેમ જ જૈનધર્મ વિશ્વધર્મ હોવાની આપણી વાતની રાજ્યકર્તા-વર્ગ ઉપર કે દેશની આમજનતા ઉપર કેવી અસર થાય? આ તો પોતાનું કહેલું પોતે જ ભૂંસી નાખવાનું (વતો-વ્યાધાત) થયું ગણાય ! આ રીતે બધાયને એટલું ચોક્કસ લાગ્યું કે આપણા પોતામાં જ કયાંક દોષનું મૂળ રહેલું છે. મૂળે તો જૈનધર્મ ગુણપ્રધાન ધર્મ જ છે, અને એને જાતિવાદ કે વર્ણ સાથે કશી જ નિસ્બત નથી; ઊલટું જાતિવાદને તો એ અહિંસાવિરોધી માને છે. ભગવાન મહાવીરે માણસમાત્ર માટે ધર્મનો એટલે કે આત્મસાધનાનો રાજમાર્ગ ખુલ્લો કરીને બ્રાહ્મણત્વના વિકૃત બનેલા સંસ્કારને કારણે ધર્મમાં અને સમાજમાં જે ઊંચનીચભાવ પેસી ગયો હતો તે દોષને નિર્મૂળ કર્યો હતો. પણ જતે દહાડે આપણે એ દોષોને પાછા બોલાવી લાવ્યા અને જૈન ધર્મના મૂળસ્વરૂપને ખંડિત બનાવી દીધું. આ રીતે જૈનો જાણે પ્રચ્છન્ન બ્રાહ્મણો બની ગયા, અને ગુણપ્રધાન જૈનધર્મ જાતિપ્રધાન કે વર્ણપ્રધાન બની ગયો ! અસ્પૃશ્યતાનિવારણ-નિષેધ – સભામાં બધાયને અસ્પૃશ્યતાનિવારણમાં આપણે ક્યાં ઊભા છીએ અને ક્યાં ઊભા રહેવા માગીએ છીએ. એનો વિચાર કરવા જેવો તો લાગ્યો જ. આ સંબંધમાં સંમેલનના પ્રમુખ ડૉ. હીરાલાલજીએ જે સ્પષ્ટ અને નિખાલસ વાત કહી તે સૌને વિચાર કરવા પ્રેરે તેવી હતી. તેઓએ કહ્યું કે જેનોનો એક વર્ગ જૈનોને હિંદુ ગણવાનો વિરોધ કરે છે, અને એમ કહીને તેઓ હિંદુ કોડબિલ કે હિંદુ હરિજનમંદિઅવેશ બિલની અસરથી બચવા ઇચ્છે છે. પણ આમાં જેનોએ ખૂબ વિચાર કરવાની જરૂર છે. થોડા વખત ઉપર નાગપુરમાં હરિજન-મંદિપ્રવેશની પ્રવૃત્તિ શરૂ થઈ ત્યારે જૈન મંદિરોમાં પ્રવેશ કરવાની પણ વાત આવી. આ વખતે કેટલાક જૈનો મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાનને મળ્યા ને જેનો હિન્દુ નથી તેથી આ ધારો તેમને લાગુ ન પાડવો જોઈએ એવી માગણી કરી. મુખ્યપ્રધાને તેમની આ વાત માની લીધી અને હરિજનો જૈનમંદિરમાં પ્રવેશતા અટકી ગયા. પણ થોડા જ દિવસમાં આનું એક બીજું પરિણામ આવ્યું. નાગપુરમાં એક ટ્રસ્ટ તરફથી હિંદુઓને માટે લક્ષ્મીનારાયણ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ ચાલે છે, તેમાં કેટલાક જૈન વિદ્યાર્થીઓ પણ ભણે છે. જેનો હિંદુઓ નથી એ વાતની પ્રતિક્રિયારૂપે આ ઈન્સ્ટિટ્યૂટમાંના જૈન વિદ્યાર્થીઓને નોટીસો. મળી કે તેઓ હિંદુઓ નથી, તેથી તેમને તેમાંથી છૂટા કરવામાં આવશે. પણ ડો. હીરાલાલજીએ પોતે વચમાં પડીને એ વાત આગળ વધતી અટકાવી દીધી. આ Page #78 -------------------------------------------------------------------------- ________________ ૫૫ જૈનધર્મની જગતમાં પ્રતિષ્ઠા અંગેના પ્રશ્નો ઃ ૧૩, ૧૪ પછી વર્ધામાં પણ જૈનોએ પોતે હિંદુ નથી એમ કહીને હરિજન-મંદિઅવેશનો વિરોધ કર્યો, ત્યારે તેના બદલારૂપે વધના એક હિંદુમંદિર ઉપર એક પાટિયું લગાવીને એના ઉપર લખવામાં આવ્યું કે Jains and dogs are not allowed (જૈનો અને કૂતરાઓને પ્રવેશ કરવાની બંધી છે). આવીઆવી તો અનેક પ્રતિક્રિયાઓ થવાનો સંભવ છે. એટલે આમ સગવડિયા પદ્ધતિએ જૈનો હિંદુ નથી એમ કહેવું એ પણ ભયંકર વસ્તુ છે. વળી બીજી રીતે પણ આ વાત જૈનોએ વિચારવા જેવી છે, અને તે એ કે અસ્પૃશ્યતાની બાબતમાં જૈનો અત્યારે જેવું વલણ ધરાવે છે તેવું જ વલણ જો ચાલુ રાખશે તો ભવિષ્યના ઇતિહાસકાર કદાચ એમ લખશે કે હિંદુઓ જ્યારે અસ્પૃશ્યતાના કલંકને દૂર કરવાનો પ્રયત્ન કરતા હતા ત્યારે જેનો એ કલંકને સાચવી રાખવાનો પ્રયત્ન કરતા હતા !! સાધુઓ તરફથી માર્ગદર્શનનો અભાવ – આવીઆવી અનેક બાબતો અત્યારે વિચારવા જેવી હોવા છતાં જૈન સાધુ-સમુદાયમાં જે સ્થિતિ પ્રવર્તે છે તે જોતાં તેઓ આવા બધા સવાલો ચર્ચવામાં કે એને ઉકેલવામાં સહાયરૂપ થાય એવી આશા રાખી શકાય એમ નથી. અમુક અંશે તો આપણે ત્યાં સાધુઓ અને શ્રાવકો વચ્ચે મેળ જ દેખાતો નથી. વિદ્વાનોની બંધિયાર સ્થિતિ – આપણે ત્યાં વિદ્વાનો પણ એવા તો બહુ જ ઓછા છે જેઓ ધનવાનોની શેહ-શરમથી મુક્ત હોય અને સમાજથી દોરવાવાને બદલે સમાજને સાચે રસ્તે દોરી શકે એવી મક્કમતા ધરાવતા હોય. પણ વિદ્વાનોએ પોતાનું એટલે કે પોતાની વિદ્યાનું મહત્ત્વ સમજવું જોઈએ, અને સમાજને સાચા માર્ગે દોરવો જોઈએ. આવા કેટલા ય આપણા અત્યારના જીવનને સ્પર્શતા વિચારો આ સંમેલન વખતે વ્યક્ત થયા તે સમસ્ત જૈનસંઘે વિચારવા જેવા છે એમાં શંકા નથી. આશા રાખીએ, આપણા વિચારકો, વિદ્વાનો અને આગેવાનો આ દષ્ટિએ ધર્મ અને સમાજના સંગોપન અને સંવર્ધનનો વિચાર કરે ! (૧૪) જૈનત્વનો વિનાશકારી કેફ , સૈલાના(માલવા)થી શ્રી રતનલાલ ડોશીના સંપાદકપણા નીચે હિન્દીમાં પ્રગટ થતા સ્થાનકવાસી પત્ર “સમ્યગ્દર્શન'ના જૂન ૧૯૫૬ના અંકના પહેલે પાને “સંગઠનનો આદર્શ' એ નામે નીચે મુજબ ટૂંકી નોંધ લખવામાં આવી છે : Page #79 -------------------------------------------------------------------------- ________________ પદ જિનમાર્ગનું જતન ભગવાન મહાવીરનો સંઘ મોક્ષાર્થીઓનો સંઘ હતો; એમાં એ જ ભવ્ય જીવો દાખલ જઈ શકતા હતા કે જેઓ ભગવાને બતાવેલાં જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપનું આચરણ, મોક્ષ મેળવવાના ધ્યેયથી કરવા ઇચ્છતા હતા. જેનું ધ્યેય મોક્ષને બદલે સંસારનું હતું એણે ધાર્મિક બાહ્ય નિયમોનું પાલન કર્યું તો પણ, એ ભગવાનની આજ્ઞાની બહાર અને મિથ્યાદૃષ્ટિ મનાયો. જેણે ધ્યેય, આચાર-વિચાર કે પ્રરૂપણામાં વિપરીતપણું કર્યું એ સંઘમાં ન રહી શક્યો . ધ્યેયની રક્ષાને માટે વ્યક્તિ કે વ્યક્તિઓ ત૨ફ જોવામાં નથી આવ્યું. આદર્શની રક્ષાને માટે સંખ્યાના ઘટાડાને સહન કરી લેવામાં આવ્યો; પરંતુ ધ્યેયને સુરક્ષિત રાખવામાં આવ્યું. જો આ રીતે જ આદર્શની રક્ષા કરવાવાળો સંઘ કે સંગઠન હોય તો જ એ વાસ્તવિક સંગઠન માની શકાય. “જે સંગઠનનું ધ્યેય ખંડિત થઈ ગયું હોય, જેમાં સંગઠન પોતે સાધનને બદલે સાધ્ય બની ગયું હોય અને આચાર-વિચાર અને પ્રરૂપણામાં વિષમ ભિન્નતા થઈ ગઈ હોય એ સંગઠન કદાચ લોકસમ્મત તો થઈ શકે, પરંતુ એ નિદ્રંથધર્મસમ્મત ન થઈ શકે.” અમને લાગે છે કે ઉપરના ઉદ્ગારોમાં જે વિચારો વ્યક્ત કરવામાં આવ્યા છે તે ‘જૂનું તેટલું સોનું’ જેવી જડ અને રૂઢ માન્યાતામાં જ રાચ્યા કરે છે, અથવા તો પહેલાંથી જ ચાલ્યું આવે છે એ જ બરાબર છે' એવા જુનવાણી મનોભાવ વ્યક્ત કરે છે. આ ઉદ્ગારોનું થોડુંક વિશ્લેષણ કરીએઃ ઉપરના ઉદ્ગારો વાંચતાં, પહેલી દૃષ્ટિએ તો એવો જ ભાસ થાય છે કે આ ઉદ્દગારો ખરેખર કોઈ ઉચ્ચ આદર્શને રજૂ કરે છે, અને જૈનસંઘે પોતાના સંખ્યાબળ તરફ ધ્યાન આપવાને બદલે ગુણવત્તા તરફ ધ્યાન આપ્યું છે એ બાબતે આંગળી ચીંધે છે; ઉપરાંત આદર્શ સંગઠન કોને કહી શકાય એનું સૂચન પણ એમાં સમાઈ જાય છે. આજે જૈન સમાજના દરેક ફિકાના અંદર-અંદરના સંગઠનની અને જુદા-જુદા જૈન ફિરકાઓ વચ્ચેના સંગઠનની પણ ઘણી વાતો અને વિચારણાઓ ચાલી રહી છે. દીર્ઘદૃષ્ટિ, સમયજ્ઞતા અને મધ્યસ્થ વૃત્તિ ધરાવતા વિચારકોને તો એ સ્પષ્ટ લાગી રહ્યું છે કે જૈનધર્મ, જૈન સંસ્કૃતિ અને જૈન સંઘનો યોગક્ષેમ આવા સંગઠન વગર ટકવો અશકય છે. સંગઠન નહીં હોય, તો ભૂતકાળની જેમ જૈન ફિરકાઓ અંદરોઅંદર લડીઝઘડીને એકબીજાનો છેદ ઉડાડવાની વિઘાતક પ્રવૃત્તિમાંથી ઊંચે આવવાના નથી, અને ઇતર માનવસમાજો જૈનધર્મ પ્રત્યે ઉપેક્ષાભાવ જ સેવવાના છે; કયારેક-ક્યારેક તો એના પ્રત્યે ઘૃણા કે વિરોધની લાગણી પણ લોકમાનસમાં પેદા થવાનો ભય કે સંભવ રહેલો છે. આવું થવા ન પામે એટલા માટે અત્યારની સૌથી પહેલી અને સૌથી મોટી જરૂરિયાત જૈનોના બધા ફિરકાઓનું સંગઠન સાધવું એ છે. Page #80 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મની જગતમાં પ્રતિષ્ઠા અંગેના પ્રશ્નો : ૧૪ પ૭ ઉપર ટાંકેલા ઉદ્ગારો, જે જૈન વિચારકોને જૈનોના સંગઠનની આવી લગની લાગી છે, એમને સાચું સંગઠન શું હોઈ શકે અને નિગ્રંથધર્મસમ્મત સંગઠન કોને કહી શકાય એનો જાણે બોધપાઠ આપવા માટે કોઈ મહાન તત્ત્વચિંતકની અદાથી રજૂ કરવામાં આવ્યા છે ! પણ અમારે સખેદ કહેવું જોઈએ કે અમો આ ઉદ્દગારોના ધ્વનિ સાથે સમ્મત થઈ શકતા નથી, કારણ કે નથી તો એમાં સર્વકલ્યાણકારી કોઈ તત્ત્વ કે નથી તો એમાં સારગ્રાહી, સત્યગામી કોઈ ચિંતન. એ તો કેવળ ભ્રામક શબ્દોનો આડંબરમાત્ર જો આ ઉદ્દગારો પાછળ છુપાયેલો ધ્વનિ એ કોઈ અમુક જ વ્યક્તિના માનસમાંથી ઊઠતો ધ્વનિ હોત, તો અમે આ લખવાનું પસંદ ન કરત; આવું લખવાની જરૂરત પણ ન રહેત. પણ, અમે આગળ કહ્યું છે તેમ, જૈનસમાજમાં આપણા ધર્મગુરુઓ સહિત અનેક વ્યક્તિઓ આવા ભ્રામક વિચારોને સાચા માનીને મનમાં રાચ્યા કરે છેતેથી એનું પરિમાર્જન કરવું એ વિશેષ જરૂરી થઈ પડે છે. જૈનધર્મનો આદર્શ સંસારનો નહીં, પણ મોક્ષનો હતો અને છે એની સામે અમારે કંઈ કહેવું નથી. પરંતુ ઉપરના ઉદ્દગારોમાં જે એમ કહેવામાં આવ્યું છે કે “જેણે ધ્યેય, આચાર-વિચાર કે પ્રરૂપણામાં વિપરીતપણું કર્યું એ સંઘમાં ન રહી શક્યો. ધ્યેયની રક્ષાને માટે વ્યક્તિ કે વ્યક્તિઓ તરફ જોવામાં નથી આવ્યું; આદર્શની રક્ષાને માટે સંખ્યાના ઘટાડાને સહન કરી લેવામાં આવ્યો, પરંતુ ધ્યેયને સુરક્ષિત રાખવામાં આવ્યું, એ કથન ખૂબ વિચિત્ર અને કેવળ આપણી બુદ્ધિ-અંધતા અને સત્યવિમુખતાને જ પુરવાર કરે એવું છે. આના થોડાક વધુ ઊંડાણમાં ઊતરીએ : જેઓ જૈનસંઘમાં ન રહી શક્યા, અર્થાત્ જેઓ જૈનસંઘને છોડીને ચાલ્યા ગયા તેઓ પોતાનાં ધ્યેય, આચાર-વિચાર અને પ્રરૂપણાના વિપરીતપણાને લીધે ચાલ્યા ગયા એમ કહેવા કરતાં સાચી રીતે તો એમ કહેવું જોઈએ કે જૈનધર્મના નેતાઓએ, આચાર્યોએ જ્યારથી જૈન સંસ્કૃતિના પ્રાણરૂપ સર્વ જીવ સાથેની મૈત્રીની સર્વકલ્યાણકારી ભાવનાને અને ધર્મના ક્ષેત્રમાં પણ માનવમાત્રની સમાનતાની ભાવનાને દેશવટો દીધો અને ઊંચ-નીચાણાના નકલી અને ઘાતક ભેદોને મહત્ત્વ આપીને જૈનધર્મના મૂળ ધ્યેય અને આચાર-વિચારથી વિપરીત પ્રરૂપણા શરૂ કરી ત્યારથી જનતા જૈનસંઘ તરફથી વિમુખ થવા લાગી. વળી એમ કહેવું કે “ધ્યેયની રક્ષાને માટે વ્યક્તિ કે વ્યક્તિઓ તરફ જોવામાં નથી આવ્યું" એ પણ બરાબર નથી. ઊલટું, બન્યું છે એવું કે અમુક વ્યક્તિઓએ. Page #81 -------------------------------------------------------------------------- ________________ ૫૮ જિનમાર્ગનું જતન પોતાની શક્તિઓના બળે પોતાના અહં અને મમત્વને પોષવા માટે અને પોતાના મિથ્યાભિમાનનું જતન કરવા માટે જેનધર્મ અને સંઘના મૂળ ધ્યેયને હાનિ પહોંચાડે એવી પ્રવૃત્તિઓ કરવામાં પણ પાછું વાળીને જોયું નથી. આજે પણ આ પ્રક્રિયા ચાલુ જ છે; મતલબ કે અમુક વ્યક્તિ કે વ્યક્તિઓએ પોતાના મમત, કદાગ્રહ કે હઠાગ્રહને કારણે ધર્મના મૂળ ધ્યેયને પણ નેવે મૂક્યું છે. પછી બેયની રક્ષાની તો વાત જ શું કરવી ? આજે જેમનું નામ લેવામાં આપણે ભારે ગૌરવ લઈએ છીએ એ નવાંગવૃત્તિકાર આચાર્ય અભયદેવસૂરિજી પ્રત્યે એમના સમયમાં જે અવિવેક અને અવિનય દાખવવામાં આવ્યો હતો અને સંતપુરુષ આનંદઘનજી પ્રત્યે ક્રિયાકાંડી જડતાને કારણે જે ઉપેક્ષાભાવ સેવાયો હતો એ સુવિદિત છે. આવાં તો બીજાં પણ ઉદાહરણો મળી શકે. આ બધું શું સૂચવે છે? એ જ કે ધર્મના ધ્યેયની રક્ષા કોને કહેવી એ દૃષ્ટિ જ આપણે ખોઈ બેઠા છીએ; ધર્મની આપણી સમજણ વિકૃત બની ગઈ છે. અને “આદર્શની રક્ષાને માટે સંખ્યાના ઘટાડાને સહન કરી લેવામાં આવ્યો; પરંતુ ધ્યેયને સુરક્ષિત રાખવામાં આવ્યું” – એમ કહેવું એ તો આવા વિચિત્ર ખ્યાલોની પરંપરા ઉપર કલગી ચડાવવા જેવું છે જૈનધર્મના અનુયાયીઓની સંખ્યામાં ઘટાડો એના આદર્શની રક્ષાને માટે અને ધ્યેયને સુરક્ષિત રાખવાને માટે થયો છે એમ કહેવું એ તો કેવળ ઇતિહાસનું અજ્ઞાન અને સત્ય પ્રત્યે અણગમો દાખવવા બરાબર છે. જૈનધર્મના અનુયાયીઓની સંખ્યા ઓછી થવાનાં જે કંઈ કારણો હોય એમાં આગળ પડતાં કારણો તો આપણામાં ઉત્તરોત્તર વધતી જતી સંકુચિતતા, ઊંચ-નીચાણાના ભેદોને અપનાવવાને કારણે જન્મેલી માનવ પ્રત્યેની ઉપેક્ષાવૃત્તિ – બલ્ક તિરસ્કારવૃત્તિ, ક્રિયાકાંડીય જડતાને કારણે પ્રગટેલી ધર્મની દિશાશૂન્યતા, “મારે તે જ સાચું'ની લાગણીને કારણે વ્યાપેલી સત્યવિમુખતા અને કદાગ્રહ કે હઠાગ્રહને કારણે ઘર કરી બેઠેલી અલ્પજ્ઞતા જ છે. ઉપરના ઉદ્ગાર કાઢનાર મહાનુભાવની જેમ જેઓ એમ માનતા હોય કે આપણી સંખ્યામાં ભલે ઘટાડો થયો, પણ ધ્યેય અને આદર્શની રક્ષાને કારણે આપણી ગુણવત્તામાં વધારો થયો છે, એમને આપણે અદબ સાથે એટલું જરૂર પૂછી શકીએ, કે જૈનધર્મના અનુયાયીઓની ગુણવત્તામાં વધારો થયાનું આપનું કથન કઈ રીતે સાચું છે? ગુણવત્તાને પારખવાના બે માપદંડો જગજાહેર છે: જીવનશુદ્ધિ અને વ્યવહારશુદ્ધિ. જીવનશુદ્ધિ એટલે નિષ્કષાય વૃત્તિની પ્રગતિ અને વ્યવહારશુદ્ધિ એટલે પ્રામાણિકતા, નૈતિકતા, નિલભપણામાં અને નિર્દભપણામાં ઉત્તરોત્તર વિકાસ (એને પણ નિષ્કષાયપણું કહી શકાય). આ બંને માપદંડે આપણે અત્યારે ક્યાં ઊભા છીએ એ માટે વિશેષ લખવાની જરૂર છે ખરી ? આપણી જીવનશુદ્ધિ એવી છે કે આપણે નર્યા કષાયોમાં જ રાચ્યા Page #82 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મની જગતમાં પ્રતિષ્ઠા અંગેના પ્રશ્નો : ૧૪, ૧૫ ૫૯ કરીએ છીએ, અને વ્યવહારશુદ્ધિ તો એટલી હદે વિક્ષિપ્ત થઈ ગઈ છે કે આપણો વિશ્વાસ કરતાં લોક ખચકાય છે. અને છતાં એમ કહેવું અને માનવું કે આપણે આદર્શની અને ધ્યેયની રક્ષા કરીને ગુણવત્તામાં આગળ વધ્યા છીએ, એના જેવી ભ્રમણા, આત્મવંચના અને લોકવંચના બીજી કઈ હોઈ શકે? અમને તો ચોક્કસ લાગે છે, કે રાજકારણી પુરુષો પોતાના દોષને કારણે જ પ્રજાની ઓસરતી શ્રદ્ધા અને હિંમતને ટકાવી રાખવાને માટે જેમ પ્રજા સમક્ષ બીજા દેશ સાથેના યુદ્ધની ભ્રામક વાતો કરે છે, તેવી જ આ બધી વાતો છે. આવી વાતોએ આપણને ગુણવાન બનાવવાને બદલે ગુણગ્રાહકતાથી વિમુખ બનાવીને આપણું ભારે અકલ્યાણ કર્યું છે. ઈતિહાસ એ વાતનો સાક્ષી બનીને ખડો છે. દુનિયામાં હીરાના કોથળા કે ઢગલા ન હોય; એ તો આંગળીને વેઢે ગણી શકાય એટલા જ હોય – એવુંએવું કહીને આપણા પોતાના જ દોષને કારણે ઘટતી જતી આપણી સંખ્યાને ગુણવત્તામાં વધારો થવારૂપે કે આદર્શ અને ધ્યેયની રક્ષારૂપે સંઘ સમક્ષ રજૂ કરવી એ જનતાને અભિમાનનો કેફ ચડાવવા જેવું અકાર્ય છે; અને આવા કેફનો ભોગ થનાર માનવીનો કે સમાજનો છેવટે પૂરેપૂરો વિનિપાત જ થવાનો એમાં જરા ય શંકાને અવકાશ નથી. અમે ઇચ્છીએ છીએ કે જૈન સમાજ આવા કેફમાંથી ઊગરી જાય; એ માટે આવા ભ્રામક કે વિચિત્ર ખ્યાલો સમાજના મનમાંથી નીકળી જાય એ બહુ જરૂરી છે. આવા ભ્રમોનું નિવારણ કરવાનું કાર્ય એ પવિત્ર ધર્મકાર્ય છે. આ કાર્ય કરીને જ આપણને ધર્મનો અને વિશ્વકલ્યાણનો સાચો માર્ગ સાંપડવાનો છે. (તા. ૧૫-૧૨-૧૯૫૬) (૧૫) વિશ્વશાંતિની અખંડ જ્યોતઃ જૈનોનું કર્તવ્ય વિશ્વશાંતિ અને અહિંસા એ બંને શબ્દો જુદા હોવા છતાં એ એક જ લક્ષ્ય સિદ્ધ કરે છે; અથવા એ બંને શબ્દો વચ્ચેના ભેદનું વધુ સૂક્ષ્મ પૃથક્કરણ કરવું હોય તો એમ કહી શકાય કે એ બંને વચ્ચે સાધ્ય અને સાધન જેવો અતૂટ સનાતન સંબંધ છે. વિશ્વશાંતિને સાચે જ ફલિત કરવી હોય તો તે અહિંસા દ્વારા જ ફલિત થઈ શકે; બીજી રીતે નહીં. એટલે કે અહિંસાનો સાક્ષાત્કાર થાય, તો આપોઆપ વિશ્વશાંતિ આવી મળે; ભલે પછી એ માટેનો વાણીવિલાસ જરા પણ ન કરીએ. ૨૫-૩૦ વર્ષ જેટલા ટૂંકા ગાળામાં દુનિયાએ બે ભયંકર વિશ્વયુદ્ધો નિહાળ્યાં, પરિણામે માનવજાતિનો ભીષણ Page #83 -------------------------------------------------------------------------- ________________ ૬૦ જિનમાર્ગનું જતન હત્યાકાંડ સર્જાયો. તેથી વિશ્વશાંતિ તો દૂર રહી, ગામશાંતિ કે ઘરશાંતિને પણ જાણે આગ ચંપાઈ ગઈ. એ આગના તણખા હજુ ય આખી માનવજાતને સંતપ્ત કરી રહ્યા છે. બીજી બાજુ આ વિશ્વયુદ્ધોની ભયંકરતાના અનુભવની પ્રતિક્રિયારૂપે આજકાલ વિશ્વશાંતિનો નાદ પણ ઠીક-ઠીક બુલંદ બનવા લાગ્યો છે – અલબત્ત, એ વિશ્વશાંતિ માટે જરૂરી સ્વાર્થ-સમર્પણ કરવાની લોકોની બહુ ઓછી તૈયારી છે. આ જોતાં થોડા દિવસો પહેલાં સેવાગ્રામમાં મળેલ વિશ્વશાંતિવાદીઓની પરિષદ્ સમક્ષ શ્રી વિનોબા ભાવેએ ઉચ્ચારેલું “મહાયુદ્ધ અહિંસાની બહુ નજીક હોય એમ મને લાગે છે એ વાક્ય બહુ સારું લાગે છે. દુનિયાએ એક બાજુ આવાં ભીષણ વિશ્વયુદ્ધોનો સાક્ષાત્ અનુભવ કર્યો અને બીજી બાજુ મહાત્મા ગાંધીજીએ અને એમની પ્રેરણા મુજબ હિંદુસ્તાને આચરી બતાવેલ અહિંસાનું સુસ્પષ્ટ દર્શન થયું ત્યારે સ્વાભાવિક રીતે જ વિશ્વયુદ્ધોથી બચવા માટે અને વિશ્વશાંતિની સ્થાપના માટે આખી દુનિયાનું ધ્યાન અહિંસા તરફ ગયું. ગત દ્વિતીય વિશ્વયુદ્ધના સર્જક ગણાયેલા જર્મની અને જાપાન એ બે દેશો યુદ્ધ સર્જેલી ભયંકર તારાજીનો જીવલેણ અનુભવ કર્યા પછી આજે કેવી શાંતિચાહક મનોવૃત્તિ સેવી રહ્યા છે તે તા. ૧-૧-૧૯૫૦ના “હરિજનબંધુ'માંના “સર્વ રાષ્ટ્રોની પહેલાં માનવ' શીર્ષકના નીચે આપેલા લખાણમાંથી બરાબર જાણવા મળે છે : ૧૯૪પના ઓગસ્ટની તા. ૬ ઠ્ઠી અને ૯મીએ હિરોશિમા અને નાગાસાકી પર પહેલાં બે પરમાણુ-બોમ્બ ફેંકાયા; પરિણામે જાપાનના યુદ્ધદેવો શરણે ગયા. તેમાં સૌથી આશ્ચર્યની વાત તેના પ્રત્યાઘાતરૂપે તે ભયાનક કૂરતામાંથી બચી જવા પામેલાઓના દિલમાં જે લાગણી જન્મી તે છે. પહેલાં હિરોશિમાના મેયરની અને તેની પાછળ નાગાસાકીના મેયરની આગેવાની નીચે કાળનો ભોગ બનેલા શહેરના બચી જવા પામેલા શહેરીઓએ પોતાનાં શહેરો વિશ્વશાંતિ માટે અર્પણ કર્યા છે. બહુ જ વિશાળ હૃદયથી અને ઉદારતાથી તેમણે વિજેતા દેશોના ગુનેગારોને ક્ષમા આપીને તેમને શરમમાં મૂકી દીધા છે. તેમણે જાહેર કર્યું છે કે અમે અમારી યાતનાઓને વિશ્વશાંતિ અને પરસ્પર સમજણ માટેના યજ્ઞાર્થે સમર્પણ ગણીશું. હિરોશિમાનો એક જાહેર બાગ વિશ્વશાંતિના કેન્દ્ર માટે અર્પણ કરવામાં આવ્યો છે. દર વર્ષે ત્યાંથી “હવે પછી એકે યુદ્ધ નહીં એવો પ્રચાર થાય છે. ધીરે-ધીરે ૧૯૪૯ સુધીમાં હવે દુનિયાના આમલોકો પણ તેમની સાથે આ પ્રચારમાં જોડાયા છે. અઠ્ઠાવીસ દેશોમાં વિશ્વશાંતિદિન પળાયો હતો. સૌથી વધુ ભવ્ય ઉત્સવ કદાચ બર્લિનમાં થયો હતો. ત્યાં જાહેર બાગમાં ખુલ્લી સભા બાદ એક મોટું કાંસાનું કોરું ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. તે પર આ શબ્દો કોતર્યા હતા : “સર્વ રાષ્ટ્રોની પહેલાં Page #84 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મની જગતમાં પ્રતિષ્ઠા અંગેના પ્રશ્નો : ૧૫ માનવ'. શકોરામાં એક અખંડ શાંતિની જ્યોત સળગાવવામાં આવી, જેને બર્લિન શહેર સદા જલતી રાખશે.” કકડીને ભૂખ લાગ્યા પછી જ અન્નનો આસ્વાદ બરાબર માણી શકાય; એમ યુદ્ધનાં કડવાં ફળ પામતાં માનવીનું મન શાંતિ માટે કેટલું અધીરું બને છે એ ઉપરના લખાણ ઉપરથી બરાબર સમજી શકાશે. ગમે તેમ, પણ વિશ્વશાંતિની આવી ઝંખના કરતી મનોવૃત્તિ અવશ્ય અભિનંદનીય ગણાય. અમારા પત્રમાં આ અંગે આટલા વિસ્તારથી અમે સહેતુક લખ્યું છે. વિશ્વશાંતિની મહેલાતનો પાયો અહિંસા છે, પ્રેમ છે; અને અહિંસા એ જૈન સંસ્કૃતિના શ્વાસ અને પ્રાણરૂપ છે. એ જૈન સંસ્કૃતિના વારસદાર તરીકે જેનો સેંકડો-હજારો વર્ષોથી અહિંસાનો બહુમૂલો વારસો સાચવતા આવ્યા છે. એમ કહી શકાય કે જૈનધર્મના અનુયાયીને એની ગળથુથીમાંથી જ અહિંસાના અમૃતનું પાન કરવા મળે છે. વસ્તુસ્થિતિ આવી હોવાથી વિશ્વશાંતિને ચરિતાર્થ કરવા માટે મહત્ત્વનો ફાળો આપવાનું જૈનો ઉપર સ્વયમેવ આવી પડે છે. આવો ફાળો આપીને જ આપણે જૈનધર્મની અહિંસાને અને વિશ્વકલ્યાણકારી મિત્તે સવ્વમૂT – એ ઉદાત્ત ભાવનાને દીપાવી શકીએ. આપણે ત્યાં અહિંસાના વ્રતધારી મુનિરાજો સારી સંખ્યામાં મોજૂદ છે. સત્ય અને બ્રહ્મચર્યના પંથે ચાલનારા એ મુનિવરો પરિગ્રહના મોહપાશથી મુક્ત હોવાના કારણે, જો તેઓ ચાહે તો વિશ્વકલ્યાણ માટે ઘણુંઘણું કરી શકે એમ છે. એમની પ્રાણીમાત્રની સેવા કરવાની વૃત્તિને સફળ બનતાં કોઈ અટકાવી ન શકે એવું સ્વાધીન એમનું જીવન છે. પણ બહારની દુનિયા અને ખાસ કરીને બહારનાં જ્ઞાનક્ષેત્રો અને સેવાક્ષેત્રો સાથે તેઓનો સંબંધ છૂટી જવાના કારણે તેમનું કાર્યક્ષેત્ર અને દષ્ટિબિંદુ સંકુચિત બની ગયું છે, પરિણામે આખા વિશ્વની સેવા કરવાની એમની શક્તિ સાંપ્રદાયિકતાના વાડામાં ગોંધાઈ જઈને સર્જનને બદલે વિસર્જનનું કાર્ય કરવા તરફ વળે છે. આખી દુનિયાને જ્યારે અહિંસાની તીવ્ર ભૂખ જાગી છે, ત્યારે ય જો આપણે સાંપ્રદાયિક સંકુચિતતાને સાચવવામાં જ રાચ્યા કરીશું, તો આપણા માથે અવસર ન ઓળખ્યાનો દોષ આવ્યા વગર નથી રહેવાનો. વળી જો વિશ્વશાંતિના ક્ષેત્રમાં આખો જૈન સમાજ અને ખાસ કરીને આપણા ધર્મગુરુઓ પોતાની સેવાઓ આપવામાં દત્તચિત્ત બને તો તેથી આપણને તો બેવડો લાભ થવાનો છે : પહેલો લાભ તે આપણે આપણા અહિંસાના વારસાને ચરિતાર્થ કર્યાનો અને શુભ કાર્યમાં આપણો સક્રિય સહકાર આપ્યાનો, અને બીજો લાભ એ કે આ રીતે આપણી દૃષ્ટિ અને આપણું કાર્યક્ષેત્ર વિશાળ થતાં સમાજ-જીવનને કોરી ખાતા અને નબળું બનાવતા નાના-નાના કલહો કરતાં આપણે અટકી જઈશું; પરિણામે આપણે સમાજશરીર નીરોગી અને પુષ્ટ બનશે. Page #85 -------------------------------------------------------------------------- ________________ ૬૨ જિનમાર્ગનું જતન આવો બેવડા લાભનો વેપાર કરવા તરફ અમે જૈનસંઘનું ધ્યાન આકર્ષિત કરવા સાથે, બર્લિન શહેરમાં પ્રગટાવવામાં આવેલ વિશ્વશાંતિના દીપકની જ્યોત અખંડ રહો અને હિરોશિમાનો વિશ્વશાંતિનો બાગ સદા હર્યોભર્યો રહો એવી પ્રાર્થના કરીએ છીએ. (તા. ૨૧-૧૧-૧૯૫૦) અહીં હૈયાધારણ માટે ઉમેરીએ કે જેમ જૈનધર્મનાં તત્ત્વો વિશ્વવ્યાપી છે, તેમ એના આચારો પણ એટલા જ સર્વકલ્યાણકારી છે. એનો એ રીતે પોતાને માટે લાભ લઈ જાણવો, અથવા બીજાઓને માટે ઉપયોગ કરી જાણવો એ આપણા પોતાના હાથની વાત છે; અને એનો આધાર આપણી સાચી સમજ અને આપણા નિષ્ઠાપૂર્ણ આચરણ પર છે. વિશ્વ તો સારી વસ્તુનો સ્વીકાર કરવા સદા તત્પર જ હોય છે; આપણે એ ન આપીએ તો એ આપણી જ ખામી સમજવી. જાણીતા પુરાતત્ત્વવેત્તા મુનિશ્રી જિનવિજયજીએ બે-એક વર્ષ પહેલાં અજમેરમાં દાદાસાહેબ શ્રી જિનદત્તસૂરિજીના મેળા પ્રસંગે આપેલ વિચાપ્રેરક ભાષણમાં જૈનતત્ત્વો અને ધર્મની ઉત્તમતા સમજાવવા સાથે એને જીવનમાં ઉતારવાની અને એનો સમુચિત પ્રચાર કરવાની જરૂર તરફ આમ યોગ્ય રીતે જ ધ્યાન દોર્યું હતું : “મારાં લખાણોમાં લખ્યું છે કે લોકો જો એ વાતનો પક્ષપાતરહિત દૃષ્ટિથી વિચાર કરે કે માનવજાતિના સામૂહિક વિકાસ માટે જૈનધર્મે શું કર્યું અથવા એનું નૈતિક મૂલ્ય શું છે – તો એમ કહી શકાય કે દુનિયાની કોઈ પણ ફિલસૂફી જૈનધર્મથી ચઢિયાતી જોવામાં નથી આવતી. જૈનધર્મના પૂર્વાચાર્યોએ મનોમંથન કરીને જે સિદ્ધાંતો શોધી કાઢ્યા છે તે સર્વશ્રેષ્ઠ છે. પરંતુ એની પ્રશંસા કરવા માત્રથી કામ ન ચાલે. જો આપણે અનેક મીઠાઈઓનાં વખાણ જ કર્યા કરીએ, અને હાથ-પગ હલાવીને જો એ તૈયાર ન કરીએ, તો પેટ ભરાય નહીં. સાચી વાત એ છે કે શાસ્ત્રોની વાતોને પોતાના જીવનમાં ઉતારવામાં ન આવે તો એનો કશો અર્થ નથી. એક સમય એવો હતો, જ્યારે શ્રાવકસમુદાય ઉપાશ્રયમાં બેસીને મુનિઓનાં પ્રવચનો સાંભળ્યા કરતો હતો. ઠીક છે; એ જમાનામાં એનો ઉપયોગ હતો. આજે તો આપણી દુનિયા ઉપાશ્રયની બહાર ગ્રામ, રાષ્ટ્ર અને વિશ્વમાં ફેલાઈ ગઈ છે. આપણે જૈન હોવાનો ગર્વ કર્યા કરીએ અને દુનિયા તરફ આંખો બંધ કરીને બેસી રહીએ તો એથી પ્રગતિ નહીં થઈ શકે. દુનિયાની ગતિ તરફ ધ્યાન રાખવાથી જ પ્રગતિ થઈ શકે. “આપણે સાથે મળીને વિચાર કરવો જોઈએ અને સમયની ગતિને પિછાણીને આપણા સમાજમાં પ્રવેશી ગયેલા દોષોને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.” (તા. ૯-૭-૧૯૬૬) Page #86 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મની જગતમાં પ્રતિષ્ઠા અંગેના પ્રશ્નો : ૧૬ (૧૬) કાશ્મીરમાં જૈનધર્મનો પ્રચાર સ્થાનકવાસી જૈન સમાજના ભાઈશ્રી ચન્દ્રનમલજી બનવટ થોડાક મહિનાઓ પહેલાં પંજાબમાં આચાર્યશ્રી આત્મારામજી મહારાજના દર્શને લુધિયાના ગયા હતા. ત્યાંથી તેઓ કાશ્મીરના પ્રવાસે ગયા હતા. તેમના આ પ્રવાસનું વર્ણન સ્થાનકવાસી જૈન કૉન્ફરન્સના મુખપત્ર ‘જૈનપ્રકાશ’ના તા. ૧૯-૧૦-૧૯૫૬ના અંકમાં છપાયું છે. તેમાં કાશ્મી૨માં જૈનધર્મના પ્રચાર અંગે એમણે જે લખ્યું છે તે જાણવા જેવું હોઈ અહીં રજૂ કરવું ઉચિત માન્યું છે : “જમ્મુમાં પણ જૈનો રહે છે, કારણ કે અહીં સુધી જૈન મુનિઓનો, ખાસ કરીને પંજાબી જૈન મુનિઓનો વિહાર થયો છે. ઉધમપુર, જ્યાં શેખ અબ્દુલ્લા કેદ છે, ત્યાંની દુકાનોમાં, પૂજ્યશ્રી આત્મારામજીએ આપેલ ઉપદેશના આધારે બનાવેલાં જૈનધર્મનાં ચિત્રો જોવા મળ્યાં. લોકોની સાથે ચર્ચા થઈ. તેઓ જૈન ન હતા, પણ જૈનધર્મથી પ્રભાવિત હતા, કેમ કે ત્યાં જૈન મુનિઓએ ઉપદેશ આપેલો છે. કાશ્મીરમાં જૈનધર્મના પ્રચારની જરૂ૨ અને એ માટેનો અવકાશ છે. પં. રત્નવિમળમુનિનો પ્રભાવ દેખાય છે. ૬૩ “કાશ્મીરની આખી ખીણમાં વસતા પહાડી લોકો તથા કાશ્મીરીઓ સીધાસાદા મુસલમાન છે, જે બહુ જ ભોળા છે. જો એમનામાં જૈન સિદ્ધાન્તોનો પ્રચાર કરવામાં આવે, તો જેવી રીતે ત્યાં ઇસ્લામનો પ્રચાર થયો એવી રીતે જૈનધર્મનો પણ પ્રચાર થઈ શકે એમ છે. કાશ્મીરની ભોળી અને અભણ જનતા ઉપર જો જૈનધર્મનો પ્રભાવ પડે, તો માંસાહાર, જે ત્યાં બધે ફેલાયો છે, એમાં ઘણી ઓછાશ થઈ શકે એમ છે.” ભાઈ ચન્દનમલજીએ જે લખ્યું છે તે ઉ૫૨થી એટલું સમજી શકાય છે કે બીજા પ્રદેશોની જેમ કાશ્મીરમાં પણ જૈનધર્મનો પ્રચાર કરીને ત્યાંની જનતાને સંસ્કારી બનાવવાને અવકાશ છે. અમને લાગે છે કે જૈનધર્મને સાંપ્રદાયિકતાના બંધનમાંથી મુક્ત બનાવીએ તો આખી દુનિયાને અપનાવવાનું મન થાય એવાં ઉમદા તત્ત્વો જૈન સંસ્કૃતિમાં ભરેલાં છે; જરૂર છે ફક્ત મારા-તારાના મમતમાંથી બચીને અને સાંપ્રદાયિક મોહને દૂર કરીને વિશુદ્ધ ધાર્મિક ભાવનાને અપનાવવાની અને એનો ઉદાર દિલે પ્રચાર કરવાની. આમ થાય તો ધર્મ તો સૌને માટે ઉઘાડી એવી પરબ જ બની રહે. (તા. ૨-૨-૧૯૫૭) Page #87 -------------------------------------------------------------------------- ________________ જૈન ફિરકાઓની એકતા (૧) સંપની ભૂમિકા પાંચ પાંડવો અને સો કૌરવોના પરસ્પર સંબંધ માટે મહાભારતમાં જે કહેવામાં આવ્યું છે, તે સાચા સંપના હરેક ચાહકે સમજવા જેવું છે. મહાભારતમાં પાંડવો કહે છે : “આપણી અંદર-અંદર વિવાદ જાગે, ત્યારે અમે પાંડવો પાંચ અને તમે કૌરવોસો – એમ સમજવું, પરંતુ જો બીજા કોઈની સાથે વિવાદ ઊભો થાય, તો આપણે એકસો પાંચ ભાઈઓ છીએ એમ સમજવું.” આ કથન ઉપરથી સમજી શકાય છે, કે પાંડવો અને કૌરવો વચ્ચેની સંપની ભૂમિકા અંતરમાંથી ઊગેલી ન હતી, પરંતુ જો કોઈ બહારનું આક્રમણ ઊભું થાય તો બધા ભેગા મળીને એનો સામનો કરવાની મનોવૃત્તિ તેઓ સેવતા હતા. આ રીતે આ સંપનું અધિષ્ઠાન અંતરંગ નહીં, પણ બહિરંગ હોવાનો આખરી અંજામ મહાભારતના સર્વવિનાશક યુદ્ધમાં આવ્યો, અને છેવટે અસંખ્ય સૈનિકો અને અતિનિકટના સ્વજનોનો સંહાર થયો, પરાજિતોને જીવન અકારું થઈ પડ્યું અને વિજેતાઓને વિજય અકારો થઈ પડ્યો. પાયો કાચો હોય, પછી ઉપરની ઈમારત ગમે તેવી આલીશાન અને સોહામણી હોય તો પણ કોઈક વખત તો એ દગો દેવાની જ. પાંડવ-કૌરવોના સંપનું પણ આમ જ થયું ! મહાભારતની આ ઘટનાને એક રૂપક તરીકે સમજીએ તો એનો બોધપાઠ વ્યક્તિ અને સમાજને પળેપળે ઉપયોગી થઈ પડે એવો છે. ધર્મના નામે જે અનેક પંથો ચાલી રહ્યા છે, એ બધા વચ્ચેની એકતાની સ્થિતિ પણ આવી જ પાંગળી છે એ પંથો-પંથો વચ્ચેની સાઠમારીઓ જોનાર કોઈને પણ સમજાયા વગર નહીં રહે. અહીં બીજા પંથોની વાતને બાજુએ રાખીને કેવળ જૈનધર્મપંથોનો જ થોડોક વિચાર કરવો ઈષ્ટ છે. જ્યારથી આપણે જૈનધર્મનું ધર્મમય રૂપ ભૂલીને એને પંથ કે સંપ્રદાયનું રૂપ આપ્યું અને તત્ત્વજ્ઞાન અને જીવનશુદ્ધિના પ્રેરક આચારની મૂળભૂત ભૂમિકાને ભૂલીને Page #88 -------------------------------------------------------------------------- ________________ જૈન ફિરકાઓની એકતા : ૧ ૬૫ બાહ્ય ક્રિયાકાંડોને અઘટિત મહત્ત્વ આપ્યું, ત્યારથી જૈનધર્મના નામે પ્રચલિત થયેલા (અને હજુ પણ નવા-નવા સ્થપાતા જતા જુદા-જુદા જૈન સંપ્રદાયો વચ્ચેની એકતાની ભાવના પેલી પાંડવ-કૌરવોની એકતાની ભાવના જેવી કેવળ પોલી કે પાંગળી જ બની રહી, અને ઘણો સમય અને ઘણી શક્તિ તો એકબીજા સંપ્રદાયનું ઘસાતું બોલવામાં કે એને ઉતારી પાડવાની પ્રવૃત્તિમાં જ બરબાદ થવા લાગ્યાં; જાણે એવું જ થઈ ગયું છે કે બીજો સંપ્રદાય હલકો સાબિત થાય તો જ આપણા સંપ્રદાયનું મહત્ત્વ સિદ્ધ થઈ શકે ! મતલબ કે આપણી ગુણવત્તામાં વધારો કરીને સાચી મહત્તાને વધારવાની વાત વીસરાઈ ગઈ. આવી વિકત દૃષ્ટિને સાચી દષ્ટિ માની લેવાનું જ પરિણામ આવવું જોઈએ તે જ આવ્યું. બધા જૈન સંપ્રદાયો એક પિતાનાં સંતાન હોવા છતાં, પિતરાઈઓની જેમ કલહ-કંકાસમાં ફસાયા, અને ક્રિયાકાંડના નજીવા-નમાલા મતભેદે મોટી ખાઈ કે ઊંડી ખીણ જેવું રૂપ ધારણ કરીને એકબીજાને સાવ અલગ જેવા બનાવી દીધા. મધ્યકાલીન કે ત્યારપછી રચાયેલ જૈન સાહિત્યનું અવલોકન કરીએ, તો આવી સાઠમારીની સાખ પૂરે એવા અનેક ગ્રંથો આપણને મળી આવવાના. આમ જૈન સંપ્રદાયો પરસ્પર કલહના કીચડમાં ફસાયા એનું બીજું એક અનિષ્ટ પરિણામ એ આવ્યું કે એક સંપ્રદાયમાં થયેલા મહાપુરુષો, જ્ઞાનીઓ, તપસ્વીઓ તરફ બીજા સંપ્રદાયમાં પૂજ્યબુદ્ધિ તો દૂર રહી, આવી વ્યક્તિઓ હોવા સંબંધી માહિતી પણ ન રહી ! છેક જૂના ભૂતકાળમાં મહારાજા ખારવેલ જેવા પ્રભાવક જેન રાજવી થઈ ગયા એની નોંધ કોઈ પણ જૈન ગ્રંથમાં ન સચવાઈ એ શું સૂચવે છે ? સાંપ્રદાયિક દષ્ટિને કારણે તેને સંપ્રદાયના અનુયાયીઓમાં બીજા સંપ્રદાય પ્રત્યે જે ઉપેક્ષાવૃત્તિ કેળવાતી જાય છે તેનું જ આ પરિણામ છે. આમ જૈન સંપ્રદાયોમાં જે અનેક વિભેદક તત્ત્વો પ્રવેશી ગયાં છે, એમાં એકતાનું સાધક એકમાત્ર તત્ત્વ જો કોઈ જોવા મળતું હોય, તો તે છે બાહ્ય આક્રમણનો ભય. જ્યારે પણ બધા ય જૈન ફિરકાઓને સ્પર્શે એવો કોઈ સવાલ રાજસત્તા તરફથી કે ઇતર સંપ્રદાય તરફથી ઊભો કરવામાં આવે, ત્યારે આપણને સંપની જરૂર સમજાય છે, અને આપણામાં ક્ષણજીવી ચેતનાનો સંચાર થાય છે. પણ એ સંપની ભાવના અને એ ચેતના સ્નેહપ્રેરિત નહીં, પણ સ્વાર્થ પ્રેરિત હોવાથી, તેમ જ એ અંદરથી ઊગેલી નહીં, પણ બહારથી લાદેલ હોવાને લીધે ચિરંજીવી નથી બની શકતી. પરિણામે અમુક સવાલ હલ થતાં કે સમયના વહેવા સાથે ઘસાઈ-ભૂંસાઈને એ સવાલ વિસરાઈ જતાં ફરી પાછા આપણે અંદરઅંદરના વિખવાદમાં રાચવા માંડીએ છીએ ! Page #89 -------------------------------------------------------------------------- ________________ જિનમાર્ગનું જતન આ તો જૈનોના જુદાજુદા સંપ્રદાયો વચ્ચેની એકતાની વાત થઈ. પણ આ પ્રક્રિયા કંઈ ત્યાં જ સીમિત નથી રહી, એની વિઘાતક અસર તો એક જ સંપ્રદાયના અનુયાયી વચ્ચે પણ પહોંચી ગઈ છે, અને ત્યાં પણ મતભેદ, મનભેદ વિરોધ અને કલહ-કંકાસનાં બીજ રોપાઈ ગયાં છે. એટલે છેવટે વાત આવીને દરેક વ્યક્તિને માટે જો એ જોરાવર હોય તો) કેવળ પોતાની મહત્તાને પ્રસ્થાપિત કરવામાં જ અટકે છે. પોતે અને પોતાનું માનેલું તે સાચું અને સારું અને બીજું બધું નકામું – આવી સાવ સાંકડી દૃષ્ટિ જ અંતે કેળવાઈ જાય છે. પરિણામે, વિશ્વમૈત્રીની વાત તો દૂર રહી, સામાન્ય માણસાઈનો ગુણ પણ ત્યાં દૂર રહી જાય છે. જેન શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયની જ વાત કરીએ ત્યાં વિવિધ ગચ્છો પરસ્પર હાર્દિક સ્નેહસંબંધ રાખે છે ખરા? તપગચ્છવાળા પોતાના ગચ્છ સિવાય બીજા તમામ ગચ્છોને ઊતરતા માને છે. એ જ સ્થિતિ ખરતર ગચ્છ, અંચળગચ્છ કે બીજા ગચ્છોની છે. અરે, આટલું જ શા માટે ? એક ગચ્છમાં પણ જો સંપૂર્ણ એકતાની સાચી લાગણી પ્રવર્તતી હોય, તો એટલા પૂરતો પણ સંતોષ લઈ શકાય. પરંતુ એ વાત પણ કયાં છે? તપગચ્છમાં પણ એક મુનિસમુદાય બીજા મુનિસમુદાય પ્રત્યે સમાનતાની દૃષ્ટિથી જુએ છે ખરા ? ત્યાં પણ પેલો વ્યક્તિવાદ આવીને ખડો થઈ જાય છે. જો જૈનોની એકતા આવી પોકળ જ રહી, તો પછી આપણે અંદરથી અને બહારથી બંને રીતે શક્તિહીન બનતા જઈએ એમાં અચંબો પામવા જેવું શું છે? તો પછી કરવું શું? આનો જવાબ શોધવા માટે આપણે દૂર જવાની જરૂર નથી. જો આપણે આપણાં મન અને બુદ્ધિને ઉઘાડાં રાખીએ તો આનો જવાબ આપણા તીર્થકર ભગવાને જ આપેલો છે; તે છે અનેકાંતવાદનો. ગુણગ્રાહક દષ્ટિ અને સત્યનો સ્વીકાર કરવાની તૈયારી – એ બે વગર અનેકાન્તવાદનો અમલ શક્ય નથી અને એ બે વગર સંપની ભાવના પણ જાગવી શકય નથી. એટલે એક જ ગચ્છમાં, એક જ સંપ્રદાયના જુદાજુદા ગચ્છોમાં અને જૈનધર્મના જુદા-જુદા સંપ્રદાયોમાં (અને છેવટે દેશના કે વિશ્વના સમસ્ત ધમોંમાં) સંપની સ્થાપના કરવાની મૂળ ભૂમિકા તે “મારું તે સારુ એવા કદાગ્રહનો ત્યાગ અને “સારું તે મારું'ની ગુણગ્રાહક દૃષ્ટિનો સ્વીકાર છે. Page #90 -------------------------------------------------------------------------- ________________ જૈન ફિરકાઓની એકતા : ૧, ૨ આવી ભૂમિકા જ સંપની સાચી ભૂમિકા બની શકે. બાકી બહારથી લાદેલી લાગણી તો કેવળ અલ્પજીવી જ બનવાની. આપણે સંપની ટકાઉ ભૂમિકા મેળવવી છે, કે અલ્પજીવી ભૂમિકા – એનો નિર્ણય કરી લેવાનો સમય પાકી ગયો છે. (તા. ૧-૬-૧૯૫૭) (૨) એકતાનો કોઈ માર્ગ છે ? કોઈ પણ બીમારીને દૂર કરવા માટે સૌથી પહેલી જરૂર દર્દનું નિદાન કરવું એ જ છે; પછી એ કારણને દૂર કરે એવો ઔષધોપચાર કરીએ, તો એ બીમારી દૂર થયા વિના ન રહે. સાદી સમજની અને સૌના રોજના અનુભવની આ વાત અનેક જગાએ ઉપયોગી અને માર્ગદર્શક થઈ પડે એવી છે. જૈનધર્મના અનુયાયીઓમાં પડી ગયેલા ભેદોને દૂર કરીને એમની વચ્ચે એકતા સ્થાપવા માટેના ઉપાયની પણ આ જ દિશા છે. નિદાન તો લગભગ (અને અમારી દૃષ્ટિએ તો સંપૂર્ણ) નિશ્ચિત છે કે ક્રિયાકાંડના ભેદોના કારણે જ એક જ ધર્મ અને એક દેવના ઉપાસકોની વચ્ચે ભેદોની દીવાલો ખડી થઈ છે. એ ભેદનું કારણ જ્યાં સુધી દૂર ન થાય, ત્યાં સુધી એ દિવાલો દૂર કરવાની વાતો કરવી એ નર્યું જીભ અને મગજને ખોટી કસરત આપવા જેવું કે આકાશકુસુમનો અભિલાષ સેવવા જેવું છે. અહીં કોઈ જરૂર પૂછશે કે મોક્ષની સાધના માટે દિગંબરો વસ્ત્રરહિતપણાને અનિવાર્ય માને, શ્વેતાંબર મૂર્તિપૂજકો મૂર્તિને અનિવાર્ય માને અને સ્થાનકવાસીઓ મૂર્તિના પરિવારને અનિવાર્ય માને તો એમાં ક્રિયાકાંડનો ભેદ ક્યાં આવ્યો? એ તો સૈદ્ધાત્તિક મતભેદ ગણાય. અને તો પછી એવા સૈદ્ધાંતિક કે મૂળભૂત ભેદનું નિવારણ કિરીને એકતાની સ્થાપના કેવી રીતે કરી શકાય? આ સમસ્યાના સમર્થનમાં વધારામાં કહેવું હોય તો કહી શકાય કે દિગંબરો કેવળીના કવલાહારનો અને સ્ત્રીની મુક્તિનો ઈન્કાર કરે છે, જ્યારે શ્વેતાંબરો એ બને બાબતોનો સ્વીકાર કરે છે. સ્થાનકવાસીઓ અમુક જ આગમોને અને તે પણ મૂળ સૂત્રોને જ પ્રમાણભૂત માને છે, જ્યારે જે. મૂર્તિપૂજકો પંચાંગી સહિત પિસ્તાલીસે આગમોને પ્રમાણભૂત માને છે – આ વિચારભેદ પણ કંઈ ક્રિયાકાંડમાંથી પેદા થયેલો નથી, પણ સિદ્ધાંત કે માન્યતાના ભેદમાંથી જન્મેલો છે; તો એ બધાનું નિવારણ કરીને પણ જૈનધર્મના અનુયાયીઓમાં એકતા કેમ કરી સ્થાપી શકાય ? Page #91 -------------------------------------------------------------------------- ________________ S૮ જિનમાર્ગનું જતન આ મોટા પહાડ જેવા લાગતા સવાલનો જવાબ આપવો અમને તો બહુ સહેલો લાગે છે; તે આ છે : આ બધા ય સવાલો અને આ બધા ય સિદ્ધાંતોને પોતાનામાં સમાવી લઈને એ બધાનું નિરાકરણ કરે એવો ધર્મનો સર્વશ્રેષ્ઠ મૂળભૂત સિદ્ધાંત જો આપણે સમજીએ તો આવા કોઈ અવરોધો આપણા દિલને વિચલિત અને આપણી એકતાને ખંડિત ન બનાવી શકે. ધર્મનો આ મૂળભૂત સિદ્ધાંત તે વિશ્વમૈત્રીનો સિદ્ધાંત. ગમે તે ઉપાય યોજીને વિશ્વના સમસ્ત જીવો સાથે મૈત્રી સાધવી (મિત્તા સવ્વપૂUસુની ભાવનાનો જીવનમાં સાક્ષાત્કાર કરવો) એ જ ધર્મનું ચરમ અને પરમ રહસ્ય છે. એ વિશ્વમૈત્રી જે-જે પ્રવૃત્તિમાં વધુ ને વધુ સધાતી હોય તે પ્રવૃત્તિ ધર્મપ્રવૃત્તિ, અને જેજે પ્રવૃત્તિ આપણાં અંતરમાં બીજા જીવો પ્રત્યે ઈર્ષ્યા, અસૂયા, દ્વેષ, વૈર કે તિરસ્કારની રજમાત્ર પણ લાગણી વ્યક્ત કરતી હોય તે પ્રવૃત્તિ અધર્મપ્રવૃત્તિ – ધર્મ અને અધર્મની આવી સાદી સમજ જો આપણા અંતરમાં સચોટપણે વસી હોય, તો બીજા વિચારભેદો, સિદ્ધાંતભેદો કે માન્યતાભેદો ગમે તેટલા થાય, તો પણ આપણી વચ્ચે કુસંપની કે ભેદની દીવાલો તો ન જ ઊભી થાય, અને આપણે હૂંસાતૂસીમાં પડીને એકબીજાની નિંદાકુથલી કરવાના આત્મઘાતક અને સમાજઘાતક માર્ગે કદી ન વળીએ. જો ધર્મને એના સાચા અર્થમાં આપણે સમજ્યા હોઈએ, તો આવા વિચારભેદો કે સિદ્ધાંતભેદો આપણને જિજ્ઞાસામૂલક ચર્ચા-વિચારણા કરવાની ભૂમિકા પૂરી પાડવા છતાં, કદી પણ આપણામાં જુદી-જુદી છાવણીઓમાં વહેંચાઈ ગયેલાં સૈન્યોની જેમ, એકબીજા પ્રત્યે દ્વેષ કે તિરસ્કારની લાગણી તો ન જ જન્માવે. પણ ધર્મની ખોટી, ઓછી કે અવળી સમજણને કારણે આપણે ક્રિયાકાંડોને વધારે પડતું મહત્ત્વ આપીને પરસ્પરના મનભેદને ખૂબ પોપ્યો, અને એટલે જ આવા જિજ્ઞાસાપ્રેરક તાત્ત્વિક વિચારભેદો કે સિદ્ધાંતભેદોએ પણ આપણી વચ્ચે કંકાસને જન્મ આપવાનું કામ કર્યું. તેથી અમે જૈનધર્મની એકતાના સૌ કોઈ ચાહકોને ભારપૂર્વક કહીએ છીએ, કે ક્રિયાકાંડો ઉપર બેહદ ભાર આપી-આપીને એનાં કડવાં ફળ આપણે ધરાઈ-ધરાઈને ખાધાં છે, અને એ ઝેરી ફળોએ આપણી પોતાની જ શક્તિનો નાશ કર્યો છે. એટલે હવે તો કંઈ સમજો, અને ધર્મના સાચા રહસ્યને પારખીને એકતાનો સાચો માર્ગ ગ્રહણ કરો. એટલે એક જ ફિરકાના અનુયાયીઓ વચ્ચે એકતા સ્થાપવી હોય, જેનધર્મના જુદાજુદા ફિરકાના અનુયાયીઓ વચ્ચે એકતા સ્થાપવી હોય કે જુદાજુદા ધર્મોના અનુયાયીઓ વચ્ચે એકતા સ્થાપવી હોય, તો આ એક જ રાજમાર્ગ છે. Page #92 -------------------------------------------------------------------------- ________________ જૈન ફિરકાઓની એકતા : ૨, ૩ ૬૯ જીવનને માટે હવા, પ્રકાશ અને પાણીની જેટલી જરૂર છે એટલી જ જરૂ૨ વ્યક્તિ, સંઘ કે સમાજના યોગક્ષેમને માટે એકતાની છે; અને અત્યારના યુગમાં તો આ એકતાની જરૂર સો-ગણી વધી ગઈ છે. એટલે એકતાની જરૂર વિષે ઝાઝું લખવાની કે વિવેચન કરવાની જરૂ૨ ન હોવી જોઈએ. આમ છતાં જેઓનાં ચિત્ત હજી પણ પોતાની ઉચ્ચતા અને બીજાના હલકાપણાના ઝેરી વિચારોથી ભરેલાં હોઈ એકતાની આવી વાતોને નકામી કે કમજોરીના નિશાનરૂપ માની બેઠા હોય, તેઓ એટલું ચોક્કસ સમજી રાખે કે એકતાનો વિચાર એ ધર્મનો વિચાર છે, એ જ વિશ્વમૈત્રીનો વિચાર છે અને એ વિચારથી જ પોતાનું અને જગતનું ભલું થવાનું છે. એ વિચારને છોડીને આપણી હજી પણ વધુ અધોગતિ થવાની છે અને મોક્ષના બદલે સંસારબંધન જ આપણને સાંપડવાનું છે. જેઓ ધર્મના માર્ગે જ કલ્યાણ થવાનું છે એમ માનતા હોય તેઓને અમે ભારપૂર્વક કહીએ છીએ કે જૈનધર્મના અનુયાયીઓ વચ્ચે એકતા સ્થાપવાનો માર્ગ ક્રિયાકાંડોનાં જાળાંના પ્રાધાન્યને ફગાવી દેવામાં જ પ્રાપ્ત થવાનો છે, અને જો આ કાળમાં આપણો અને આપણા ધર્મનો ઉદ્યોત ક૨વાની સોનેરી તકનો લાભ લેવો હોય તો આ માર્ગ સ્વીકાર્યા સિવાય આપણો છૂટકો નથી. (૩) એકતામાં મુશ્કેલીઓ અને તેમના ઉકેલ જૈનોના બધા ફિરકાઓ વચ્ચે એકતા સ્થપાય એ માટે અત્યારે કાં શું વિચારણા અને પ્રયત્ન ચાલી રહ્યાં છે, એ સંબંધી કેટલીક વિગતો અમે અમારા તા. ૧૮-૧૨૧૯૬૫ ને ૨૫-૧૨-૧૯૬૫ના અંકોના બધા જૈન ફિરકાઓની એકતા માટે આવકારપાત્ર પ્રયત્ન' એ શીર્ષકના બે અગ્રલેખો દ્વારા તેમ જ તા. ૨૫-૧૨-૧૯૬૫ના અંકમાં છેલ્લા સવા વર્ષ દરમ્યાન આ દિશામાં જે કંઈ વિચારો કે પ્રયત્નો થયા છે તેની વિગતો ‘જૈન ફિરકાઓની એકતા સંબંધી વિચારણાની કેટલીક વિગતો' નામે સંકલિત કરેલ લખાણ દ્વારા આપવાનો અમે પ્રયત્ન કર્યો છે. ઉક્ત બંને અગ્રલેખોની પૂર્તિરૂપ આ લેખમાં અમે આવી એકતા સાધવાના પ્રયત્નોમાં કેવા-કેવા અવરોધો આડે (તા. ૧૬-૬-૧૯૫૬) * આ અગ્રલેખોનાં પાનાં ટેલી હાલતમાં હોઈ તે આ સંગ્રહમાં સમાવી શકાયા નથી. – સ Page #93 -------------------------------------------------------------------------- ________________ 80 જિનમાર્ગનું જતન આવી શકે એમ છે અને ક્યાં-ક્યાં મુશ્કેલીઓ ઊભી થાય એમ છે એની કેટલીક વિચારણા કરવા ધારી છે; કારણ કે આ માટેની આખરી-નિર્ણયાત્મક વિચારણા કરીને એ માટેના નક્કર પ્રયત્નો હાથ ધરવામાં આવે એ માટે આવી સંભવિત મુસીબતોનો ખ્યાલ મેળવી લેવો ઈષ્ટ, ઉપયોગી તેમ જ આવશ્યક છે. દૈવી અને આસુરી વૃત્તિઓના ઢંઢરૂપ એકતાની સર્વકલ્યાણકારી ભાવના અને અલગતાની સ્વાર્થપરાયણ ભાવના એ બંનેનું અધિષ્ઠાન માનવીનું મન જ છે. જેઓ સ્વાર્થ-સાધનાની હીનવૃત્તિથી મુક્ત બનીને સર્વના કલ્યાણની ઝંખના સેવતા હોય છે અને સર્વના કલ્યાણમાં જ પોતાનું કલ્યાણ સમાઈ જતું માને છે, તેઓ સદા સંપ અને એકતા જેવી દૈવી ભાવનાઓનું જ સ્વાગત કરે છે. જેઓ વ્યાપક દૃષ્ટિએ સર્વ કોઈનું ખરા દિલથી ભલું ચાહવાને બદલે અને એ માટે નિષ્ઠાપૂર્વકનો પ્રયત્ન કરવાને બદલે પોતાનો જ સ્વાર્થ સાધવા ઇચ્છતા હોય, કે પોતાના માનેલ નાનાસરખા વર્તુળનું જ ભલું કરવામાં રસ ધરાવતા હોય, તેઓ એકતાનો “ભવ્ય' માર્ગ મૂકીને અલગતાનો ‘અભવ્ય માર્ગ જ અપનાવે છે. પરિણામે રાષ્ટ્રરૂપે, સંઘરૂપે કે સમાજરૂપે જ્યાં જ્યાં માનવસમૂહો રચાયા છે, ત્યાં એકતા અને અલગતાનાં દૈવી અને આસુરી તત્ત્વો વચ્ચે સંઘર્ષ થયા વગર રહેતો નથી. અને સામાન્ય જનસમૂહમાં સહજ રીતે ઘર કરીને રહેલાં અને ટૂંકી દૃષ્ટિ ને સંકુચિત મનોવૃત્તિ ધરાવતા ધર્મગુરુઓ દ્વારા સતત સિંચન પામતાં અજ્ઞાન, અંધશ્રદ્ધા અને અહંકારને કારણે સ્વાર્થસાધનાને જ મુખ્યતા આપતી અલગતાની ભાવના વિશેષ વ્યાપક બની રહે છે; આથી એકતાની ભાવનાને પ્રબળ બનાવવાનું અને એને મૂર્ત રૂપ આપવાનું કામ વિશેષ મુશ્કેલ બની જાય છે. ધર્મનો મૂળભૂત ઉદ્દેશ અને ઉપયોગ તો માનવસમાજને આવી વાડાબંધીમાંથી મુક્ત કરીને વિશ્વમૈત્રી, વિશ્વકુટુંબ કે વિશ્વભ્રાતૃત્વની ભાવનાના સર્વમંગલકારી માર્ગે વાળવાનો જ છે; પણ જ્યારે દુર્ભાગ્ય જાગી ઊઠ્યું હોય ત્યારે, જેમ જળમાંથી જ જ્વાળા જાગી ઊઠે છે, તેમ વિશ્વમૈત્રી ને વિશ્વશાંતિના હામી એવા ધર્મના નામે જ માનવસમૂહો વચ્ચે ક્લેશ, દ્વેષ અને કંકાસનાં બીજ રોપાય છે, અને મોટે ભાગે અદૂરદર્શી અને અણસમજુ ધર્મગુરુઓના હાથે જ એ બીજને વધારે પોષણ મળે છે. આવી વિચિત્ર અને વિલક્ષણ સ્થિતિમાં, જેઓને એકતા પ્રત્યે સાચી પ્રીતિ અને ભક્તિ હોય એમણે, સૌ પ્રથમ, માનવજાતના મંગલ ભાવિમાં દઢ આસ્થા રાખીને, અપાર ધીરજ, સમતા, ક્ષમાશીલતા, કુનેહ અને કાબેલિયતથી એ માટે અદમ્ય અને અખંડ પ્રયત્ન અને પુરુષાર્થ કરવા સિવાય બીજો કોઈ માર્ગ જ નથી. આવા અવિરત પ્રયત્ન અને પુરુષાર્થનું પરિણામ ધાર્યા પ્રમાણે ન આવે, ઓછું-અધૂરું આવે, કે ક્યારેક કમનસીબ ભવિતવ્યતાને બળે, કદાચ વિપરીત આવે તો પણ એ માટે પ્રયત્ન કરનારે તો નિરાશ કે હતોત્સાહ થવાનું Page #94 -------------------------------------------------------------------------- ________________ ૭૧ જૈન ફિરકાઓની એકતા : ૩ હોય નહીં – આટલી અનાસક્તિ તો એણે કેળવવી જ જોઈએ. આનું ફળ જનસમૂહને લાભકારક આવે કે ન આવે એ જુદી વાત છે; પણ નિષ્ઠાપૂર્વક સાચા દિલથી આવો લોકોપકારક પ્રયત્ન કરનારને તો એથી ચોક્કસ લાભ થવાનો છે. એકતાના આશકના અંતરમાં આટલી આસ્થા તો વજ જેવી મજબૂત હોવી જોઈએ; એકતાના પ્રયત્ન માટે આ સૌથી પહેલી શરત છે. પણ આ તો સામાન્ય કે તાત્ત્વિક વાત થઈ. હવે એકતાની સાધનાના માર્ગમાં આડે આવનારી કેટલીક વિશિષ્ટ બાબતોનો વિચાર કરીએઃ (આ નોંધનો મુખ્ય હેતુ આ જ છે.) તેરાપંથના આચાર્ય તુલસીજી મહારાજે જૈન ફિરકાઓની એકતાની સ્થાપનાની દિશામાં આગળ વધવાના પ્રાથમિક ઉપાયરૂપે ત્રણ બાબતો સૂચવી છે: (૧) સંવત્સરી મહાપર્વની એક જ દિવસે આરાધના, (૨) જેમાં બધા ફિરકાઓનું પ્રતિનિધિત્વ હોય એવી અખિલ ભારતીય દરજ્જો ધરાવતી સંસ્થાની સ્થાપના અને (૩) ભગવાન મહાવીરના ૨૫૦૦મા મહાનિર્વાણ-દિનની સંયુક્ત અને સંગઠિત રૂપે આખા દેશના ધોરણે વ્યાપક ઉજવણી. વળી, દિલ્હીમાં ગત દિવાળી પછી દિગંબર, સ્થાનકવાસી અને તેરાપંથી ફિરકાના આચાર્યો બધા જૈનોની એકતાનો વિચાર કરવા મળ્યા ત્યારે એમણે ઉપરના ત્રણ ઉપાયો ઉપરાંત (૧) જેનધર્મના અહિંસા વગેરે સર્વમાન્ય સિદ્ધાંતોના પ્રસારનો અને જૈનધર્મ કે સંસ્કૃતિ ઉપર કરવામાં આવતા આક્ષેપોના પ્રતિકારનો પ્રયત્ન, તેમ જ (૨) આપસઆપસમાં ભ્રાંતિ ફેલાવે કે વિષમતા જગાવે એવી પ્રવૃત્તિનો ત્યાગ – એ બે બાબતો સૂચવી હતી. આના જ અનુસંધાનમાં દિલ્હીમાં ગત નવેમ્બરની અધવચ્ચે મળેલ જૈન-એકતાવિચાર-પરિષદે આ પાંચે બાબતો ઉપરાંત (૧) વાર્ષિક પર્વો અને ઉત્સવોની સંયુક્ત ઉજવણી, (૨) શિક્ષણ સંસ્થાઓમાં સર્વસંમત અભ્યાસક્રમ અને અભ્યાસ પદ્ધતિનો સ્વીકાર, (૩) સર્વસંમત સાહિત્યનાં સર્જન, પ્રકાશન અને પ્રચાર, (૪) જૈન તત્ત્વજ્ઞાનના સંશોધન માટે ખાસ છાત્રવૃત્તિઓ આપવાની યોજના અને (૫) એકતા માટે સમાજનો સંપર્ક – આ બાબતો પણ સૂચવી . આ રીતે એકતાની ભાવનાને અમલી બનાવવા માટે જુદાજુદા દસ જેટલા ઉપાયો સૂચવવામાં આવ્યા છે, અને એમાં બીજાનો ઉમેરો કરવો હોય તો તે થઈ શકે એમ પણ છે. પણ સૌથી મોટો સવાલ એ ઉપાયોનો અમલ કોણ, કેવી રીતે કરે એ છે. કેટલીક વાર, દેખીતી રીતે તો ઉપાય સારો જ હોય છે, પણ તેનો અમલ કરવાની વાત આવે છે ત્યારે એની સ્થિતિ “બિલાડીની ડોકે ઘંટ બાંધવા કોણ જાય ?' એવી Page #95 -------------------------------------------------------------------------- ________________ ૭૨ જિનમાર્ગનું જતન કરુણ અને વિચિત્ર થઈ જાય છે. એટલે જૈનોની એકતાના વિચારને મૂર્ત કરવા માટે જે-જે ઉપાયો સૂચવવામાં આવ્યા છે અને આગળ ઉપર જે-જે ઉપાયો સૂઝતા જાય, એની સમજ અને શક્તિ મુજબ, ધીરજ, ખંત અને નિષ્ઠાપૂર્વક અમલ કરી શકે એવી, બધા જૈનોનું પ્રતિનિધિત્વ ધરાવતી સંસ્થાની સૌથી પહેલી સ્થાપના કરવી જોઈએ. આ માટે, અમે અગાઉ સૂચવ્યું છે તેમ, “ભારત જૈન મહામંડળની પસંદગી ખુશીથી કરી શકાય. આ માટે સંસ્થા નવી સ્થપાય કે મહામંડળ જેવી મોજૂદ સંસ્થાને આ કામની જવાબદારી સોંપવામાં આવે એ વાત વિશેષ મહત્ત્વની નથી; ખરી મહત્ત્વની વાત તો આવી સંસ્થાને નિષ્ઠાવાન, કાર્યદક્ષ, દીર્ઘદૃષ્ટિસંપન્ન, તટસ્થ અને ભાવનાશીલ કાર્યકરોનું એક મજબૂત અને એકરંગી જૂથ મળી રહે એ છે. આવા કાર્યકરો મેળવીને જે કોઈ પણ સંસ્થા આ દિશામાં કામ કરવા લાગશે એને “કામ કામને શીખવે' એ ન્યાયે આગળ માર્ગ મળતો જ રહેશે. મતલબ કે હવે વધારે પડતાં વિચારોનાં જાળાંમાં અટવાઈ જવા કરતાં સૂઝતાં રચનાત્મક કામોમાં જ લાગી જવાય એવા પ્રયત્નો હાથ ધરવા જોઈએ. એકતા માટે ઉપર જે ઉપાયો સૂચવવામાં આવ્યા છે, તેમાં સંવત્સરી-મહાપર્વની આરાધના એક જ દિવસે કરવાનો ઉપાય વિચારની દૃષ્ટિએ જેટલો સુંદર છે, એટલો જ અમલની દૃષ્ટિએ ઘણો અઘરો છે. તેરાપંથમાં એક જ આચાર્યનું શાસન પ્રવર્તતું હોવાથી અને દિગંબર ફિરકામાં વધુ સાધુઓ કે આચાર્યો ન હોવાથી, તેમ જ ત્યાં અનંત-ચતુર્દશી એ દસલક્ષણી પર્વનો સૌથી મહત્ત્વો દિવસ મનાતો હોવાથી આ બંને ફિરકાઓ ભાદરવા સુદિ પાંચમનો સ્વીકાર કરે એમાં ખાસ મુકેલી દેખાતી નથી. પણ સ્થાનકવાસી અને શ્વેતાંબર મૂર્તિપૂજક ફિરકાની સ્થિતિ આથી જુદી છે. સ્થાનકવાસીઓમાં સંવત્સરી ભાદરવા સુદિ પાંચમને દિવસે કરવામાં આવતી હોવા છતાં બે શ્રાવણ કે બે ભાદરવા આવે તો શું કરવું એ અંગે સારો એવો મતભેદ પ્રવર્તે છે. અત્રે શ્વેતાંબર મૂર્તિપૂજક ફિરકામાં તો અમુક ગચ્છો ચોથની અને અમુક ગચ્છો પાંચમની સંવત્સરી કરતા હોવાથી એમાં પાંચમનો સાર્વત્રિક સ્વીકાર થાય એ શક્ય લાગતું નથી. આ ફિરકાએ છેલ્લાં ત્રીસ વર્ષ દરમ્યાન પર્વતિથિ અંગે, સાધુમહારાજોએ જગવેલ મતભેદને કારણે જે મનભેદ, રાગ-દ્વેષ, ક્લેશ, કલહ અને કુસંપનો અનુભવ કર્યો છે, અને અત્યારે પણ આવો અનુભવ કરી રહેલ છે, તે નિરાશા ઉપજાવે એવો છે. આનો અર્થ એ નથી કે આ માટેનો પ્રયત્ન છોડી દેવો જોઈએ. પણ આ અંગે અમારે જે કહેવાનું છે તે એ કે સંવત્સરી મહાપર્વની આરાધના એક જ દિવસે થાય એ વિચારને એટલું મોટું મહત્ત્વ ન આપી દેવું કે જેથી એ કાર્યમાં મડાગાંઠ ઊભી થતાં બીજાં સહજ રીતે કે કંઈક આસાનીથી અથવા થોડીક જ પ્રારંભિક મુશ્કેલીથી થઈ શકે એવાં કામો પણ અટકી પડે. Page #96 -------------------------------------------------------------------------- ________________ ૭૩ જૈન ફિરકાઓની એકતા : ૩ એક જ તિથિએ સંવત્સરીપર્વની આરાધના કરવાની બાબત સિવાયની બીજી બાબતો – દાખલા તરીકે જેનોના બધા ફિરકાઓનું પ્રતિનિધિત્વ ધરાવતી હોય એવી સંસ્થાની સ્થાપના, ભગવાન મહાવીરસ્વામીના ૨૫૦૦મા નિર્વાણદિનની સંયુક્ત અને દેશવ્યાપી ઉજવણી માટેની પૂર્વતૈયારી તેમ જ ઉજવણી, જેનધર્મના સર્વમાન્ય સિદ્ધાંતોનું નિરૂપણ કરતાં પુસ્તકોનું સરળ અને લોકભોગ્ય શૈલીમાં સર્જન અને પ્રકાશન, જૈનધર્મ ઉપરના આક્ષેપોનો પ્રતિકાર, બધા ફિરકાઓને માન્ય હોય એવો જૈનધર્મ અને સંસ્કૃતિને લગતો વિશિષ્ટ અભ્યાસક્રમ તૈયાર કરીને એની કક્ષાવાર પરીક્ષાઓ યોજવી અને એમાં ઉત્તીર્ણ થનારાઓને ખૂબ આકર્ષક ઇનામો કે છાત્રવૃત્તિઓ આપવાની યોજના કરવી - એવી છે કે જેને મૂર્તરૂપ આપવામાં વિશેષ મુશ્કેલીઓ પડે એમ નથી. અલબત્ત, આ બધા માટે શરૂઆતમાં ઘણી જહેમત તો ઉઠાવવી પડવાની, અને કામ ચાલુ થયા પછી પણ એમાં કોઈની સરતચૂકથી કોઈ ગરબડ ઊભી ન થાય એની પણ હમેશાં જાગૃતિ રાખવી પડવાની; છતાં એક વાર એ કાર્ય ગતિમાં આવી ગયું, પછી એ આપમેળે જ ચાલતું રહેવાનું. - એક સંવત્સરીનો વિચાર અમને અતિમુશ્કેલ એટલા માટે લાગે છે કે એનો બધો જ આધાર સાધુ-સંતો અને આચાર્યો ઉપર છે; જ્યારે બીજી બાબતોમાં કોઈ પણ ફિરકામાંથી જે થોડાઘણા સમય પારખુ, ઉદાર, અને સમજુ સાધુ-સંતોનો સહકાર મળી શકે એનાથી પણ ગૃહસ્થવર્ગ પોતાનું કામ આગળ વધારી શકે. એમાં એમનો ઓછો કે નહીં જેવો સાથ મળે તો પણ બહુ ચિંતા કરવા જેવું નહીં રહે. કામ જો સારું અને કલ્યાણલક્ષી હશે, તો એમાં પોતામાં જ એવી શક્તિ પેદા થશે કે જે સમય જતાં બીજાઓને પોતા તરફ આકર્ષ્યા વિના નહીં રહે એટલી શ્રદ્ધા આપણે જરૂર રાખી શકીએ. આમાં સાધુસંતો કે આચાર્યો પ્રત્યે ઉપેક્ષા દાખવવાની તો કોઈ વાત જ નથી; સાધુસમુદાયના નાનામાં નાના મુનિવરનો અને એમના ઓછામાં ઓછા માર્ગદર્શનનો પણ ઘણો ઉપયોગ છે. ફક્ત જેઓ પોતાની ઘાતક અને ભેદકારી સાંપ્રદાયિક કટ્ટરતાને લીધે અલગતાવાદનો આશ્રય લઈને આવી એકતાપ્રેરક પ્રવૃત્તિઓમાં અવરોધરૂપે આડે આવવા માગતા હોય, એમના લીધે આવી શુભ પ્રવૃત્તિઓ અટકી જવા ન પામે એટલા પૂરતું જ એમના સાથની ચિંતામાં અટવાયા વગર આગળ વધવાની વાત છે. બાકી તો સાધુમહારાજો, શ્રાવકસમુદાય કે અન્ય હિતચિંતકોનો આ વિરાટ કાર્યમાં જે કંઈ અલ્પ-સ્વલ્પ સાથ અને સહકાર મળે એનું તો સાભાર હાર્દિક સ્વાગત’ જ હોય. એકતા માટેના તત્કાળ ફળદાયી ઉપાયો તરીકે પર્વો અને ઉત્સવોની સામૂહિક ઉજવણી, રાષ્ટ્રીય ધોરણે આપણે જે કંઈ માગણી જ્યાં-ક્યાંય પણ કરવાની હોય તેની સામૂહિક રજૂઆત, એકબીજા ફિરકાનાં ધર્મસ્થાનોનો સામૂહિક રીતે લાભ લેવાની Page #97 -------------------------------------------------------------------------- ________________ ૭૪ જિનમાર્ગનું જતન પ્રવૃત્તિ, બધા ફિરકાના ધર્મગુરુઓનાં સ્વાગત, દર્શન તેમ જ ઉપદેશશ્રવણ માટે સમૂહરૂપે જવાની પ્રવૃત્તિ વગેરે લેખી શકાય. વળી, એકતાના વિચારના મૂળ પાયાને દઢ બનાવવો હોય તો આપણી ઊછરતી પેઢીનું સંસ્કાર-ઘડતર જ એકતાની ભાવનાથી ઓતપ્રોત થાય એવી લાંબા ગાળાની યોજના પણ આપણે હાથ ધરવી જ જોઈએ. આ માટે, વ્યાપક ભારતીયતાના સંદર્ભમાં, જેન ધર્મ, તત્ત્વજ્ઞાન, સાહિત્ય, ઇતિહાસ, કળા જેવા વિષયોના કક્ષાવાર અભ્યાસક્રમો યોજીને (તેમ જ એનાં પાઠ્યપુસ્તકો જુદીજુદી ભાષાઓમાં પ્રગટ કરીને) પદવીઓ આપી શકાય એવી પરીક્ષાઓ નક્કી કરવી જોઈએ, અને એ માટે ખૂબ આકર્ષક બની શકે એવાં ઇનામો અને એવી છાત્રવૃત્તિઓ (સ્કૉલરશિપો) આપવાનું નક્કી કરવું જોઈએ. અમે આગળ સૂચવ્યું તેમ, એકતા માટેના આવા ટૂંકા ગાળાના એટલે તાત્કાલિક ઉપાયોનો અમલ કરવો હોય કે લાંબા ગાળાની યોજનાને અમલી બનાવવી હોય, એ માટે સૌથી પહેલી જરૂર એ બધાં કાર્યોનું સફળતાપૂર્વક સંચાલન કરી શકે એવી માતબર અને શક્તિશાળી સંસ્થાની પડવાની. આવી સંસ્થાના અભાવમાં એકતાના વિચારો એ કેવળ હવામાં જ રહેવાના. એટલે જે સાધુઓ અને ગૃહસ્થો જૈનોની એકતાના મનોરથો સેવતા હોય અને એ મનોરથો સફળ થાય એ જોવા ઇચ્છતા હોય, એમણે અત્યારે પોતાનું સમગ્ર ધ્યાન આવી સંસ્થાને ઊભી કરવા તરફ અને એને પગભર બનાવવા તરફ જ આપવું જોઈએ. અત્યાર સુધીના જૈનોના આંતરિક સંઘર્ષની વિગતો તપાસતાં સંઘર્ષનાં મુખ્ય બે કારણો હોય એમ લાગે છે : એક છે પોતાના ફિરકાને કે એની માન્યતાઓને ઊંચાં પુરવાર કરવા બીજા ફિરકાને અને એની માન્યતાઓને હલકાં સાબિત કરવાની નિદાખોરવૃત્તિ, અને બીજું કારણ છે અવારનવાર થઈ જતી એકબીજા ફિરકાઓનાં હિતોની અથડામણ. આમાં પલટાયેલા જમાનાની તાસીરે માનવીની ધર્મના નામે ચાલતી નિંદાખોર વૃત્તિને ઠીકઠીક ચૂપ કરી દીધી છે. એટલે, બહુ જ ઓછા અપવાદ સિવાય, જેન ફિરકાઓ એકબીજાની નિંદા કરવાની હીનવૃત્તિથી વિરમી ગયા છે; આમાં બધા ય ફિરકાઓનો સમાવેશ થઈ જાય છે. એકતા માટે આ એક ઘણી આશાસ્પદ અને આવકારપાત્ર બાબત છે. પણ એકબીજાનાં સ્થૂળ હિતોની અથડામણોના લીધે ઊભાં થતાં ઘર્ષણો દૂર થવાં હજી બાકી છે. આ બાબત ખાસ કરીને શ્વેતાંબર મૂર્તિપૂજક અને દિગંબર ફિરકાને વધુ લાગુ પડે છે. આ બંને ફિરકાઓમાં જિન-પ્રતિમાઓ, જિનમંદિરો અને તીર્થસ્થાનોને લીધે અપાર ઝઘડાઓ થયા છે અને અત્યારે પણ ચાલુ જ છે. જો એકતાની સ્થાપના કરીને એને ટકાવી રાખવી હોય, તો પહેલાં તો આવા ઝઘડાઓ ઊભા થવા જ ન પામે, અને ઊભા થાય, તો એ વધારે કડવાશ ફેલાવે Page #98 -------------------------------------------------------------------------- ________________ ૭૫ જૈન ફિરકાઓની એકતા : ૩ તે પહેલાં જ, અંદરઅંદરના વિચારવિનિમય અને પ્રયત્નથી એનું નિરાકરણ થઈ જાય એવું કંઈક કાયમી વ્યવસ્થાતંત્ર ઊભું કરવું જોઈએ. આ કામ પણ ઠીકઠીક મુશ્કેલીથી ભરેલું હોવા છતાં, જો અમારું નિદાન સાચું હોય, તો અત્યારનું વાતાવરણ અને આપણી મનોવૃત્તિ આ માટે પહેલાંના કોઈ પણ સમય કરતાં વધારેમાં વધારે અનુકૂળ છે; એનો લાભ લઈને આ માટે પણ સમર્થ પ્રયત્ન કરવો જોઈએ. દરેક ફિરકો પોતે અંદરથી સંગઠિત ન હોય, તો બધા ફિરકાનું સંગઠન જોઈએ તેવું મજબૂત ન બની શકે એ વાત સાચી છે. પણ આપણા ફિરકાઓની સૈકાજૂની તાસીર જોતાં દરેક ફિરકામાં કંઈક ને કંઈક આંતરિક વિક્ષેપો તો ચાલુ રહેવાના જ. એટલે એ આંતરિક મતભેદો દૂર થાય ત્યાં સુધી એકતાના વિચારને અમલી રૂપ આપવાનું મોકૂફ રાખીએ, તો તો આપણે અનંતકાળ સુધી રાહ જ જોતાં રહેવું પડે. તેથી, એવી રાહ જોવામાં કાળક્ષેપ કરવાને બદલે, દરેક ફિરકાની આંતરિક એકતા અને બધા ફિરકાઓની વ્યાપક એકતા સાધવા માટેના પ્રયત્નો સાથોસાથ ચાલતા રહે એ જ અમને સાચો અને વ્યવહારુ માર્ગ લાગે છે. અમને તો એમ પણ લાગે છે, કે એકતા માટે આ રીતે બે-તરફી પ્રયત્નો ચાલુ રાખવામાં આવે તો એ બંને પ્રયત્નો એકબીજાને આગળ વધારનારા પણ બની શકે. પરિણામે એકતાને સિદ્ધ કરવાનું આપણું ધ્યેય વધુ નજીક આવવાનું. એક વાત આપણે સમજી લેવી ઘટે, કે રાષ્ટ્રીય, સામાજિક કે ધાર્મિક કોઈ પણ એકતાની વાત એ કંઈ કોરા કાગળ ઉપર મનગમતા રંગોથી મનગમતું ચિત્ર દોરવા જેવી સાદી કે સહેલી વાત નથી. આ વાત તો રંગરોગાનના સૈકાજૂના થરોને લીધે જામી ગયેલ બેહૂદાપણાને દૂર કરીને એના ઉપર સુભગ ચિત્ર દોરવા જેવું કઢંગું અને બહુ મુશ્કેલ કામ છે. પણ એ કામનું પરિણામ સર્વકલ્યાણકારી જ આવવાનું છે – એ હકીકત આવા મુશ્કેલ કાર્યને હાથ ધરવાની પ્રબળ પ્રેરણા આપે છે. વળી આમાં કામ સંપૂર્ણ થાય તો જ લાભ મળે એવું પણ નથી; આ તો “નાહ્યા એટલું પુણ્ય' એવું ઉપકારક કામ છે. ધર્મના નામે કે બીજા કોઈ પણ નામે માનવ-માનવી વચ્ચે ઊભી કરવામાં આવેલી ભેદભાવની દીવાલોને દૂર કરવાથી વધારે પવિત્ર કોઈ કામ નથી. એ કામ જેટલા અંશે થાય એટલો લાભ જ છે. આવું કામ સ્વખઘેલા કે મનોરથમસ્ત ભાવનાશીલ માનવીઓ જ કરી શકે છે; બુદ્ધિના ગજથી પરિણામનું ધૂળ માપ કાઢીને આગળ વધવાની વૃત્તિવાળાઓનું આ કામ નથી. એમને તો એમાં પગલે-પગલે મુશ્કેલીઓ, જોખમો અને ક્યારેક તો ગેરલાભ પણ દેખાવાના. આ તો હૃદયની ચોટનું મૂલ્ય આંકી જાણનાર દિલાવર, મૈત્રીઘેલા, સ્નેહદીવાના માનવીઓનું કામ છે. Page #99 -------------------------------------------------------------------------- ________________ જિનમાર્ગનું જતન એકતા માટેનો સમજપૂર્વક પ્રયત્ન કરવામાં જોખમ તો કશું છે જ નહીં; તો પછી મુશ્કેલીઓના વિચારથી અટકવું શા માટે ? મુશ્કેલીઓ જ માનવીને મહાન અને માનવસમાજને શક્તિશાળી બનાવે છે. જેઓમાં શક્તિ હોય તેઓ એકતા માટે સમર્થ પ્રયત્ન કરે, અને જેઓમાં ભક્તિ હોય તેઓ એ પ્રયત્નોમાં સંપૂર્ણ સાથ આપે તો આજે મુશ્કેલ લાગતા કાર્યને આસાન બનતાં વાર નહીં લાગે. (તા. ૭-૧-૧૯૬૬) ૭૬ (૪) એકત્વ સામે પડકાર કટ્ટરતા આ વાતને થોડોક વખત વીતી ગયો છે, છતાં દિગંબર ભાઈઓના મનમાં અત્યારે પણ સાંપ્રદાયિક કટ્ટરતા કેટલા પ્રમાણમાં ઘર કરી રહેલી છે એ જાણવા માટે ઉપયોગી હોવાથી અમે આ લખીએ છીએ. દુઃસ્વપ્ન જેવી અણગમતી વાતની રજૂઆત કે ચર્ચા-વિચારણા એ કંઈ આનંદજનક કાર્ય નથી; છતાં, સંઘ અને સમાજ અણગમતી છતાં સાચી પરિસ્થિતિથી માહિતગાર રહે એ દૃષ્ટિએ આ લખવું અમને જરૂરી લાગ્યું છે. અમારી સામે ભારતવર્ષીય દિગંબર જૈન મહાસાભાના સાપ્તાહિક મુખપત્ર · જૈનગજટ'ના તા. ૫-૧૦-૧૯૬ ૧ના અંકમાં છપાયેલ મુંબઈની તીર્થક્ષેત્ર-કમિટીના મહામંત્રી શ્રી રતનચંદ ચુનીલાલ ઝવેરીનો ‘મારે તીર્થક્ષેત્ર વં ૩ના સંરક્ષળ’શીર્ષકનો એક લેખ છે. એ લેખમાં એમણે શ્વેતાંબરોની વિરુદ્ધમાં જે કંઈ કહ્યું લખ્યું છે, એ જાણવા અને ધ્યાનમાં રાખવા જેવું છે. આ લેખમાં લેખકે ભારતવર્ષીય દિગંબર જૈન તીર્થક્ષેત્ર કમિટી'ની સ્થાપના કેવા સંજોગોમાં કરવામાં આવી એ જણાવીને એ સંદર્ભમાં શ્વેતાંબરોને વિરોધીઓ તરીકે ઠેરઠે૨ નવાજ્યા છે; અને એમ કરીને એમણે પોતાના મનમાં ભરેલી શ્વેતાંબરો સામેની કટ્ટરતા તેમ જ કટુતાને મોકળે મને વ્યક્ત કરી છે. આ રીતે પોતાના મુખ્ય વિરોધીઓ (શ્વેતાંબરો) કે અન્ય લોકો તરફથી દિગંબર જૈન તીર્થો ઉ૫૨ થતાં આક્રમણોથી એમને બચાવી લેવા માટે કે એ અંગેના કેસો લડવા માટે આ કમિટીની સ્થાપના કરવાની જરૂર ઊભી થઈ હતી એમ એમણે પોતાના ઉક્ત લેખમાં જણાવ્યું છે. આ રીતે શ્રી રતનચંદભાઈએ સામાન્ય જનસમૂહની લાગણીને સ્પર્શે અને ‘ધર્મ ભયમાં છે’ એવા પ્રચારસૂત્રને કારણે દિગંબર જૈન સમાજની કટ્ટરતાને કે અંધશ્રદ્ધાને Page #100 -------------------------------------------------------------------------- ________________ જૈન ફિરકાઓની એકતા : ૪ ઉશ્કેરે એવી ભૂમિકા રચીને, એને આધારે કમિટીને આર્થિક સહાયતા કરવાની માગણી કરી છે. આ માટે એમણે વિરોધીઓથી તીર્થભૂમિઓનું સંરક્ષણ કરવાની જરૂરની સાથોસાથ મૂર્તિઓના સંરક્ષણની, પ્રાચીન મંદિરોના જીર્ણોદ્ધારની અને તીર્થક્ષેત્રોમાં સુવ્યવસ્થા કરવાની જરૂર તરફ પણ પોતાના સમાજનું ધ્યાન દોર્યું છે; અને એ બધાં કાર્યો સરખી રીતે થઈ શકે એ માટે કમિટીની પાસે સ્થાયી ફંડ હોવું જરૂરી એ મુખ્ય વાત રજૂ કરી છે. ૭૭ કોઈ પણ સંસ્થાને પોતાની પ્રવૃત્તિ આગળ વધા૨વા માટે આરંભે જ નાણાંની જરૂર પડે, અને એ માટે સમાજને ટહેલ નાખવી એ સમજી શકાય એવી બાબત છે. પણ પૈસા માટેની પોતાની માગણી રજૂ કરતાં લેખકે શ્વેતાંબરો તરફથી દિગંબર તીર્થસ્થાનો ઉપર થતાં આક્રમણોનો ભ્રામક હાઉ ઊભો કરીને દિગંબર સમાજની આળી કે સુંવાળી ધર્મલાગણીને ઉત્તેજિત કરીને પોતાનો હેતુ સિદ્ધ કરવાનો જે ભેદકારક પ્રયત્ન કર્યો છે એ અમને ખૂબ વાંધાજનક લાગ્યો છે. તેઓ ધારત તો ધર્મ ભયમાં છે’ જેવી સાવ ખોટી દલીલનો આશરો લીધા વગર પણ પોતાની માગણી દિગંબર સમાજ સમક્ષ રજૂ કરી શકયા હોત. પણ જ્યાં મનમાં ઊંડે-ઊંડે શ્વેતાંબરોને દિગંબરોના વિરોધીઓ માની લેવાની સાંપ્રદાયિક કટ્ટરતા ભરી પડી હોય, ત્યાં ચારેક-ક્યારેક આવા ઉદ્ગારો નીકળી પડે, એમાં નવાઈ પામવાની જરૂ૨ નથી. બાકી, ખરી રીતે તો શ્વેતાંબરોનાં તીર્થક્ષેત્રોમાં દિગંબરોએ છાશવારે ને છાશવારે, નજીવાં કે નમાલાં કારણો શોધીશોધીને અને કાગનો વાઘ બનાવીને કેટકેટલા ઝઘડા ઊભા કર્યા છે અને હજી પણ કરતા રહે છે એનો ઇતિહાસ અવશ્ય જાણવા જેવો છે. પણ અહીં એ વાત પ્રસ્તુત નથી, એટલે એની ચર્ચા-વિચારણા જતી કરીએ. અહીં તો શ્રી રતનચંદભાઈએ શ્વેતાંબરોને કેવા ઠંડે કલેજે દિગંબરોના વિરોધીઓ તરીકે ઓળખાવ્યા છે એ જ જાણવું પ્રસ્તુત છે, એટલે એમના એ ઉદ્ગારો જ જોઈએ : “આપણાં કેટલાંક દિગંબર જૈન તીર્થક્ષેત્રો ઉપર વિરોધીઓ (વિક્ષિયોં) કે બીજા લોકોએ પોતાનો અધિકાર જમાવી લીધો હતો અને દિગંબર જૈન સમાજના હક્કો ઉપર તરાપ મારી હતી, ત્યારે તીર્થક્ષેત્ર-કમિટી મારફત એમની સામે કેસો લડવામાં આવ્યા અને દિગંબર જૈન સમાજના હક્કોની સાચવણી કરવામાં આવી.’ આ રીતે શરૂઆતમાં શ્વેતાંબરોનો ‘વિરોધીઓ' તરીકે મોઘમ ઉલ્લેખ કરવામાં આવેલ છે, પણ આગળ ચાલતાં આ વિરોધીઓ' એટલે શ્વેતાંબરો એવી સ્પષ્ટતા એ લેખમાંથી જ આમ મળી રહે છે : “ક્ષેત્રોના સંરક્ષણનો પ્રશ્ન હજી સુધી પણ ગંભીર રહ્યો છે. વિરોધીઓ તરફથી અવારનવાર કંઈક ને કંઈક અવરોધો ઊભા થતા રહે છે. શરૂઆતથી જ એમનું વલણ કંઈક એવા પ્રકારનું રહ્યું છે કે કોઈ પણ ક્ષેત્રમાં (દિગંબર ક્ષેત્રમાં) કે કોઈ પણ મંદિરમાં Page #101 -------------------------------------------------------------------------- ________________ ૭૮ જિનમાર્ગનું જતન કિંઈક પણ પ્રભાવ જોયો અને એમાં પગપેસારો કરવાનો એમને જરા-સરખો પણ અવસર મળ્યો કે તેઓએ એ ક્ષેત્રને શ્વેતાંબરોનું સાબિત કરવામાં કશું બાકી ન રાખ્યું. શ્રી કેસરિયાજી, મકસીજી તથા અંતરિક્ષજીમાં તો અત્યારે પણ આ વાતને લીધે ઝઘડા ચાલી રહ્યા છે.” ઘણી વાર માણસ પોતાના દોષને બીજા ઉપર લાદી દેવાની ચેષ્ટા કરે છે. શ્રી રતનચંદભાઈની ઉપરની રજૂઆત કંઈક આવી જ હોય એમ લાગે છે. જેના તીર્થસ્થાનોમાં શ્વેતાંબરોએ ઝઘડા જગાવ્યા છે કે દિગંબરોએ, એ તો એટલું બધું સ્પષ્ટ છે કે એ માટે વિશેષ કહેવા-ચર્ચવાની જરૂર જ નથી. ક્યારેક માણસ દર્પણમાં દેખાતા પોતાના મોઢા ઉપરના ડાઘને દર્પણનો ડાઘ માનીને દર્પણને ઘસવાની બાલચે નથી કરતો? અને વળી કોઈ ભૂલ બાલચેષ્ય જેવી હોય તો તો એ ભૂલ સુધરવાની આશા પણ રાખી શકાય; પણ જે ભૂલ સમજણપૂર્વક થતી હોય ત્યાં તો સાચી વાતના સ્વીકારની આશા કે અપેક્ષા રાખી જ કેવી રીતે શકાય ? આગળ ચાલતાં શ્રી રતનચંદભાઈ કહે છે – “શ્રી અંતરિક્ષજી-પાર્શ્વનાથક્ષેત્રની મૂળનાયકની પ્રતિમાને લેપ કરાવતી વખતે એમાં શ્વેતાંબરીય ચિહ્ન બનાવી દઈને વિશુદ્ધ રૂપની દિગંબર જૈન મૂર્તિને તેઓએ શ્વેતાંબર બનાવી દીધી. દુર્ભાગ્યે એમને કૉર્ટનો પણ સાથ મળી ગયો, કારણ કે કોર્ટ લેપને હઠાવીને મૂર્તિની ખરી સ્થિતિને જોવાની તકલીફ ન લીધી. આ પ્રમાણે કેટલાક વખત સુધી મૂર્તિને શ્વેતાંબર બનાવી રાખી. પરંતુ હમણાં ગયે વર્ષે મૂર્તિ ઉપરથી લેપ દૂર થઈ ગયો અને મૂર્તિ પોતાના અસલી દિગંબર.રૂપમાં આવી ગઈ. પરંતુ હકીકતને જાણવા છતાં, વિવેકથી કામ લેવાને બદલે એમણે પોતાની કુત્સિત મનોવૃત્તિનો આપણને પરિચય કરાવ્યો. દિગંબર-સમાજનો વિરોધ હોવા છતાં, એમણે લાગવગથી મહારાષ્ટ્ર સરકારના મુખ્યપ્રધાન પાસેથી લેપ કરવાની આજ્ઞા મેળવીને, પોલીસની દેખરેખ નીચે મૂર્તિ ઉપર લેપ કરાવીને ફરી વાર શ્વેતાંબર ચિહ્ન અંકિત કરી દીધું. આ રીતે સત્ય ઉપર પડદો પાડી દેવામાં આવ્યો. વિરોધીઓની આવી ધૃણાસ્પદ વૃત્તિને જોઈને સ્થાનિક દિગંબર જૈન કમિટીને કેસ દાખલ કરવો પડ્યો હતો, આ સિવાય બીજો કોઈ રસ્તો રહ્યો ન હતો.” જ્યાં સત્ય સમજવાની કે સ્વીકારવાની કોઈ તૈયારી જ ન હોય, અને જે પોતાને મનગમતો ફેંસલો ન આપે એને માન્ય રાખવાની ન્યાયી વૃત્તિનો સર્વથા અભાવ હોય ત્યાં આ સિવાય બીજું બને પણ શું? જૂના વખતમાં બ્રિટિશ હકૂમતની કોર્ટે પણ શ્વેતાંબરોના પક્ષમાં ફેંસલો આપ્યો અને સ્વરાજ્ય આવ્યા પછી મહારાષ્ટ્રની સરકારે પણ શ્વેતાંબરોની વાત જ માન્ય રાખી : માટે એ બંને ન્યાયાલયો શ્રી રતનચંદભાઈને માટે માન્ય ન ગણાયાં ! જો દિગંબરોના લાભમાં વાત થઈ હોત તો એ બંને સોનાનાં Page #102 -------------------------------------------------------------------------- ________________ જૈન ફિરકાઓની એકતાઃ ૪ બની જાત ! કેવી મજાની વાત ! જો ગુણગ્રાહક કે સત્યશોધક દૃષ્ટિએ કામ લેવામાં આવ્યું હોત, તો ઊલટું, શ્રી રતનચંદભાઈ કે અન્ય દિગંબર મહાનુભાવોને આ ઉપરથી એ વિચારવાનું પ્રાપ્ત થાત કે આમ બે-બે વાર શ્વેતાંબરોના પક્ષમાં ફેંસલા આવ્યા, તો જરૂર આપણી માન્યતામાં જ કંઈક ભૂલ હશે. પણ જ્યાં સાંપ્રદાયિક કટ્ટરતા જ કામ કરતી હોય ત્યાં આવું સત્ય તારવવું કે સ્વીકારવું કોને રુચે? આ પછી કેસરિયાજી તીર્થની અને મકસીજી તીર્થની વાત રજૂ કરીને દિગંબર સમાજને શ્વેતાંબરોથી સાવચેત રહેવાની ચેતવણી આપતાં તેઓ કહે છે – “આવા જ પ્રકારની ઘટના એમણે (શ્વેતાંબરોએ) કેસરિયાજીના મંદિરમાં પણ કરી છે. કેસરિયાજીના મંદિરમાંની મૂળનાયકની તથા બીજી બધી મૂર્તિઓ દિગંબર સમાજની છે. શિલાલેખ, મંદિરમાં અંકિત કરેલાં સોળ સ્વપ્ન તથા ભટ્ટારકની ગાદીઓ મંદિર દિગંબરોનું છે એના પુરાવા છે. આમ છતાં ત્યાંના મંદિરને શ્વેતાંબરો પોતાનું કહેવાની હિંમત કરી રહ્યા છે. મકસીજીમાં આવા જ પ્રકારનું કાવતરું કરવામાં આવ્યું અને ત્યાંની બેંતાલીસ દિગંબર મૂર્તિઓ ઉપર ચાકુઓ લગાવી લીધાં, અને મૂળ મંદિરની પૂજા અને વ્યવસ્થામાં હકદાર બની ગયા. વિરોધીઓની પ્રવૃત્તિઓથી આપણે ખૂબ સાવચેત રહેવાની જરૂર છે, કારણ કે આપણી ભૂતકાળની ભૂલો અને બેદરકારીને લીધે આપણે ઘણું ખોયું છે.” આવી અદ્દભુત અને સાવ એકપક્ષી રજૂઆત માટે શ્રી રતનચંદભાઈને કે એમના જેવા કટ્ટર સાંપ્રદાયિક મનોવૃત્તિ ધરાવનારાઓને શું કહીએ ? એમની આવી રજૂઆતથી નવાઈ પામવાની પણ જરૂર નથી. જ્યાં આપની તાપસી ગીર પરાથી સી' જેવી અથવા તો “મારું તે જ સારું માની લેવાની એકાંગી મનોવૃત્તિ કામ કરતી હોય, ત્યાં આવું જ બને ! એક બાજુ હજી પણ આવી કદર સાંપ્રદાયિક મનોવૃત્તિ પોતાનો અડ્ડો જમાવીને બેઠી છે અને બીજી બાજુ દેશ અને વિશ્વની વિષમ પરિસ્થિતિમાં કોઈ પણ સંઘ કે સમાજ પોતાના સંગઠન વગર ટકી શકનાર નથી એ વાતનો ખ્યાલ આવી જવાથી બધા ય જૈન ફિરકાઓની એકતા સાધવી અનિવાર્ય લાગે છે – આ બે પરસ્પરવિરોધી વાતોનો મેળ કેવી રીતે બેસવાનો છે એ એક કોયડો છે. અલબત્ત, બધા ય જૈન ફિરકાઓની એકતાનો જે વિચાર અત્યારે વેગ પકડતો જાય છે, તેમાં આંતરિક વૃત્તિ કરતાં બાહ્ય પરિસ્થિતિ વધારે કામ કરતી હોય એમ લાગે છે, તેથી એ વિચાર ઊંડો ઊતરીને દઢમૂળ થવાને બદલે ઘણી વાર ઉપરછલ્લો જ રહે છે. અને તેથી જ લેખકશ્રીએ વ્યક્ત કરી તેવી સાંપ્રદાયિક કટ્ટરતા ઘણી વાર જોવા મળે છે. Page #103 -------------------------------------------------------------------------- ________________ જિનમાર્ગનું જતન પણ આથી જેઓ બધા ય જૈન ફિરકાઓની એકતામાં આસ્થા ધરાવે છે અને એ માટે સાચા દિલથી અલ્પસ્વલ્પ પણ પ્રયત્ન કરે છે, એમણે પોતાની શ્રદ્ધાને ગુમાવવાની જરૂર નથી. આવા પ્રયત્નોની સામે અવરોધો તો આવતા જ રહેવાના છતાં એ પ્રયત્નોનું પણ કંઈક ને કંઈક શુભ પરિણામ આવવાનું જ. શ્રી રતનચંદ ઝવેરીએ કરેલી રજૂઆત એક રીતે જેઓ જૈનોની એકતા માટે પ્રયત્ન કરતા હોય એમને માટે ચેતવણીની ગરજ સારે એવી છે; એટલે એનાથી અકળાવાની પણ જરૂર નથી. એક રીતે કહીએ તો આવું નિવેદન આડકતરી રીતે ઉપકારક જ થઈ પડે છે. આ ઘટના ઉપરથી આપણે ક્યાં ઊભા છીએ એ વાતનો બોધપાઠ, શ્રી ભારત જૈન મહામંડળ જેવી જૈનોના બધા ફિરકાની બનેલી, બધા ફિરકાઓની એકતાના ધ્યેયને વરેલી અને એ માટે યથાશક્તિ પ્રયત્ન કરતી સંસ્થા કે એવી બીજી સંસ્થાઓ અને એ માટે પ્રયત્ન કરતા આપણા કાર્યકર્તાઓ લે અને એકતાના માર્ગને નિષ્કટક બનાવવા વધારે સબળ પ્રયત્ન આદરે, એ જ આ લખાણનો મુખ્ય હેતુ છે. (તા. ૨૩-૧૨-૧૯૬૧) (૫) એકતા માટે લગ્નક્ષેત્રનો વિસ્તાર એકતા માટે ખાસ જરૂરી તેમ જ ઉપયોગી એવી એક વ્યવહારુ બાબત તરફ સમાજનું ધ્યાન દોરવું અમે ઈષ્ટ લેખીએ છીએ. આ બાબત તે લગ્નસંબંધોનો ક્ષેત્રવિસ્તારઃ જેમ આત્મીયતા કે એકતાની ભાવનાને જન્માવવા માટે તેમ જ એને ટકાવી રાખવા માટે રોટી વ્યવહાર એક ખૂબ અગત્યનું સાધન લેખાય છે, એ જ રીતે બેટી-વ્યવહાર – અરસપરસના લગ્નસંબંધો – એ પણ આવી ભાવનાને ઉત્પન્ન કરવામાં તેમ જ એનું સંવર્ધન અને સંરક્ષણ કરવામાં ખાસ ઉપયોગી સાધન છે. જૈનધર્મ જ્યારથી જુદાજુદા ફિરકાઓ, ગચ્છો, પેટાગચ્છો વગેરેમાં વહેંચાવા લાગ્યો ત્યારથી જ જૈનધર્મના અનુયાયીઓ વચ્ચેનું લગ્નક્ષેત્ર સંકુચિત થતું ગયું, એ કયારથી સંકુચિત થતું ગયું એ સંબંધી નિશ્ચિત માહિતી અને હકીકત રજૂ કરવાનું કામ મુકેલ છે. કેટલાક એવા પણ દાખલાઓ મળે છે, કે માત્ર જૈનધર્મના જુદાજુદા ફિરકાઓ વચ્ચે જ નહીં, પણ જૈનધર્મના અનુયાયીઓ અને હિંદુધર્મ-વૈષ્ણવ ધર્મના અનુયાયીઓ વચ્ચે પણ લગ્નસંબંધો બંધાતા હતા; કોઈ-કોઈ જગ્યાએ તો અત્યારે પણ આવા સંબંધો બંધાય છે. Page #104 -------------------------------------------------------------------------- ________________ જૈન ફિરકાઓની એકતા : ૫ અહીં અમે જૈન ધર્મના અનુયાયીઓ અને હિંદુધર્મના અનુયાયીઓ વચ્ચેના લગ્નસંબંધોની વિચારણા ન કરતાં એ વિચારણાને જૈનધર્મના જુદાજુદા ફિરકાઓ અને ગચ્છોના અનુયાયીઓ વચ્ચેના લગ્નસંબંધ પૂરતી જ મર્યાદિત રાખીશું, કારણ કે અહીં જૈનધર્મના જુદાજુદા ફિરકાઓ વચ્ચેની એકતાનો જ ખાસ વિચાર કરવાનો છે. બહુ ઊંડા ભૂતકાળમાં ન જઈએ તો પણ ૪૦-૫૦ જેટલાં વર્ષો પહેલાં પણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં તેમ જ બીજા પ્રદેશોમાં પણ જૈનધર્મના જુદાજુદા ફિરકાઓના અનુયાયીઓ વચ્ચે – ખાસ કરીને દેરાવાસીઓ અને સ્થાનકવાસીઓ વચ્ચે – લગ્નસંબંધો બંધાતા હતા. આમાં દિગંબર ફિરકાના અનુયાયીઓના લગ્નસંબંધો ઇતર જૈન ફિરકાઓના અનુયાયીઓ સાથે બંધાતા હોય એવું અમારી જાણમાં નથી. કદાચ ગુજરાત-સૌરાષ્ટ્ર સિવાયના ઇતર પ્રદેશોમાં આવા સંબંધો ભૂતકાળમાં યોજાયા હોય કે અત્યારે પણ યોજાતા હોય તો એ વાતને અમે આવકારીશું. . પણ આ લગ્નસંબંધોના ક્ષેત્રનો વિચાર કરતાં અમને તો એમ જ લાગ્યું છે કે છેલ્લા ત્રણ-ચાર દાયકાઓમાં આ ક્ષેત્રમાં કંઈક તાળાબંધી જેવી નીતિને આપણે અપનાવી છે, અને એ ક્ષેત્રમાં જે કંઈ થોડી-ઘણી વિશાળતા રહી હતી તેને પણ આપણે દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે. અત્યારે તો વાત એટલી હદે આવી પહોંચી છે કે અમુક જૈન ફિરકાનો અનુયાયી પોતાના ફિરકાના અનુયાયીઓ સાથે જ લગ્નસંબંધથી જોડાઈ શકે એ માન્યતા આપણાં દિલોમાં સજ્જડ રીતે ઘર ઘાલી ગઈ છે; બે જુદાજુદા જૈન ફિરકાના અનુયાયીઓ વચ્ચે લગ્નસંબંધ હોઈ શકે એ વિચાર જ આપણા માટે સાવ અપરિચિત અને અવ્યવહારુ જેવો બની ગયો છે. એટલું તો અત્યારે પણ આપણે સગી આંખે જોઈએ છીએ કે આપણાં સગાંઓમાં અમુક તો બીજા જૈન ફિરકાના અનુયાયીઓ જરૂર છે; છતાં આવા લગ્નસંબંધોની વાત આપણા ગળે ઊતરતી નથી. જૈનધર્મની એકતાની દૃષ્ટિએ આ વાત હાનિકારક જ છે એમ અમને ચોક્કસ લાગે છે. - એક ફિરકા અને એક ગચ્છના અનુયાયીઓ વચ્ચે જ લગ્નસંબંધો યોજાવાથી વિચારભેદ કે અમુક માન્યતાભેદ છતાં એકતા ટકાવી રાખવાની આવડત, બીજાની ખામીને ખમી લેવાની સહિષ્ણુતા અને ભિન્નતામાં પણ એકતા સ્થાપનારી ગુણગ્રાહક દૃષ્ટિ – વગેરે ગુણોનો સમાજમાંથી છાસ થતો ગયો અને એના સ્થાને સંઘર્ષનું કારણ પ્રગટાવ્યાની સગવડિયા જડતા અને ભ્રાંતિ (?), તેમ જ દિલની વિશાળતાને સ્થાને દિલની સંકુચિતતા વગેરે પ્રગતિરોધક દુર્ગુણો સમાજમાં ફેલાવા લાગ્યા અને રોગની Page #105 -------------------------------------------------------------------------- ________________ જિનમાર્ગનું જતન જેમ સમાજની શક્તિને ક્ષીણ કરવા લાગ્યા. જે વાતને આપણે લાભકારક માની શકીએ એને જ સમાજ હાનિકારક માની બેઠો ! એટલે હવે જ્યારે જૈનધર્મના જુદાજુદા ફિરકાઓ વચ્ચે એકતા સ્થાપવાની વાતો અને વિચારો થવા લાગ્યાં છે ત્યારે લગ્નક્ષેત્રના વિસ્તારનો વિચાર કરવો અનિવાર્ય થઈ પડે છે. જૈનધર્મના જુદા-જુદા ફિરકાઓના અનુયાયીઓ વચ્ચે જો લગ્નસંબંધો યોજાવા લાગે, તો કદાચ તાત્કાલિક લાભ વિશેષ ન દેખાય, તો પણ સરવાળે એથી સમાજને લાભ જ થવાનો છે અને જૈન ધર્મ અને જૈન સંસ્કૃતિને થઈ રહેલા ભારે શક્તિક્ષયને સ્થાને તેની શક્તિમાં ઉત્તરોત્તર વધારો જ થવાનો છે એમાં અમને મુદ્દલ શક નથી. સંભવ છે કદાચ આ વિચાર કોઈને નવો લાગે; પણ જેઓ દેશમાં અને દુનિયામાં પ્રસરી રહેલી હવાને સમજી શકે છે તેઓ તો જાણે જ છે કે વ્યક્તિગત રીતે તો લગ્નસંબંધોની વાડાબંધીના કોટમાં ક્યારનાં ગાબડાં પડી ગયાં છે, અને જૈનધર્મના જુદા-જુદા ફિરકાના અનુયાયી વચ્ચેના લગ્નસંબંધોની વાત તો ઠીક, જુદા-જુદા ધર્મો, જુદીજુદી જાતિઓ અને જુદાજુદા પ્રાંતો વચ્ચે પણ લગ્નસંબંધો બંધાવા લાગ્યા છે. પણ આવા સંબંધોની પાછળ વરકન્યાની પોતપોતાની પસંદગી સિવાય સમાજપ્રગતિની વિચારણા ભાગ્યે જ કામ કરતી હોય છે. પરિણામે, આવા સંબંધોથી સમાજને જે લાભ મળવો જોઈએ તે મળતો નથી, અને આવા પ્રસંગ માત્ર વ્યક્તિગત સગવડના પ્રસંગોરૂપે જ લેખાઈ જાય છે. એટલે જો જૈનધર્મના અનુયાયીઓ વચ્ચે સાચે જ એકતા સ્થાપવી હોય, તો આવા વ્યક્તિગત દાખલાઓમાં કેવળ વ્યક્તિગત સગવડ સચવાય છે તેના બદલે. લગ્નક્ષેત્રનો વિસ્તાર થાય એવી વ્યવસ્થિત યોજના વિચારી કાઢવી જોઈએ. જેઓ આવી એકતામાં માનતા હોય તેઓએ આવા લગ્નસંબંધોને સુવ્યવસ્થિત રીતે ઉત્તેજન આપવું જોઈએ, તેમ જ અપનાવવા જોઈએ. જુદાજુદા ફિરકાઓ વચ્ચેના લગ્નસંબંધો એમની વચ્ચે એકતાને સ્થાપવામાં ઘણો જ અગત્યનો ફાળો આપી શકશે અને એકબીજા વચ્ચે આત્મીયતાના અમૃતનું સિંચન કરી શકશે. એકતાના ચાહકો આ દિશામાં વિચારે અને એનો બને તેટલો અમલ કરે એમ ઈચ્છીએ. (તા. ૨૩-૬-૧૯૫૬) Page #106 -------------------------------------------------------------------------- ________________ જૈન ફિરકાઓની એકતા ઃ ૬ ૮૩ (૬) એક્તાની જીવંત ભૂખ, જીવંત મથામણો આજે એકતાનો આદર્શ એ કોઈ પરાણે લાદવાની વસ્તુ નહિ, પણ કાળબળે જન્માવી હોય તેવી સ્વયંભૂ પ્રેરણા છે એ દર્શાવતી અનેક ઘટનાઓ વાગોળીએ: ૧ ગયા એપ્રિલ માસમાં જામનેર મુકામે ભારત જૈન મહામંડળનું અધિવેશન ભરાયું તે અવસરે તા. ૧૪-૧૯૪૯ના રોજ જૈનસંઘમાં સંપ શી રીતે થાય એ સંબંધી હળવી ચર્ચા કરવામાં આવી હતી. એ પ્રસંગે જુદાજુદા વક્તાઓએ પોતપોતાનો અનુભવ વર્ણવ્યો હતો. આમાં “જૈન ગેઝેટ' નામક અંગ્રેજી માસિકના તંત્રી લખનૌના શ્રીયુત અજિતપ્રસાદજીએ પોતાનો એક પ્રસંગ વર્ણવ્યો તે સૌ કોઈએ જાણવા જેવો હોઈ અહીં આપીએ છીએ : બ. શીતલપ્રસાદજીની કૃપાથી મારે ત્યાં એક ઘરદેરાસર છે, એમાંની મૂર્તિ દિગંબર છે. એક દિવસ એક શ્વેતાંબર સજ્જન આવ્યા અને મારા દીકરાને પૂછવા લાગ્યા, કે શ્વેતાંબર મંદિર કેટલું દૂર છે. એમને બે કલાક પછી તો ગાડીએ પહોંચવું હતું. એમને નિયમ હતો કે પૂજા કર્યા વગર જમવું નહીં. એ અસંભવ હતું કે ત્યાંથી ત્રણ માઈલ ચાલીને શ્વેતાંબર મંદિરે જાય અને પૂજા કરીને, ભોજન કરીને ગાડીએ પહોંચે. ઉપર આ વાત સાંભળી હું નીચે આવ્યો. મેં કહ્યું “અત્યારે મારી પાસે મોટર નથી. આપ મારે ત્યાંના ઘરદેરાસરમાં તમારી પરંપરા પ્રમાણે ચંદન-કેસરનાં આભૂષણો બનાવીને પૂજા કરી શકો છો.” તેઓ અચંબામાં પડી ગયા અને બોલ્યા : “શું તમે એમ કરવા દેશો ?' મને કશો જ વાંધો ન હતો. તેઓ ઉપર આવ્યા. મેં પણ મદદ કરી. તેઓ પૂજા કરીને જમીને ચાલ્યા ગયા. મેં ફરીથી અભિષેક કરીને મૂર્તિને દિગંબર બનાવી લીધી. કેટલાક દિગંબર ભાઈઓ ગુસ્સે થયા, પણ તેમનું સમાધાન થઈ ગયું. બધી વાત તો ભાવનાની છે. આપણે ઇચ્છીએ તો એક થઈ શકીએ છીએ.” આ પ્રસંગના સંબંધમાં કશું કહેવાની જરૂર નથી. વાત એટલી જ છે કે જૈનસંઘની એકતા સાંપ્રદાયિક કે ક્રિયાકાંડની કટ્ટરતાને વેગળી મૂકવાથી જ સિદ્ધ થઈ શકે એમ છે. (તા. ૨૯-૫-૧૯૪૯) સર્વસમાવેશક બિહાર-બંગાળ-કોલ-લ્ડિ જૈન સંમેલન બિહાર-બંગાળમાં ખનિજ કોલસા ધરાવતો સારો એવો વિસ્તાર છે. એ કોલસાવાળા વિભાગોમાં બધા ય જૈન ફિરકાઓની વસ્તી સારા પ્રમાણમાં છે. ઉપરાંત Page #107 -------------------------------------------------------------------------- ________________ ૮૪ . જિનમાર્ગનું જતન સરાક જાતિની વસતી પણ આ જ વિસ્તારમાં છે. આ સરાક જાતિ મૂળે “શ્રાવક હતી, અને તે જૈનધર્મ પાળતી હતી. કાળક્રમે એ જૈનધર્મથી વિખૂટી પડી ગઈ. આ જ્ઞાતિના કેટલાક આચારવિચાર અને નિયમો તેમ જ એમની રહેણીકરણી અને જીવનપદ્ધતિ જોતાં વિચારકોને લાગ્યું કે તેઓ મૂળે જૈન હોવા જોઈએ. આ ઉપરથી ત્રણેક દાયકા પહેલાં એમના ઉદ્ધારનું કામ શરૂ થયું, અને અત્યારે પણ જૈનો દ્વારા અમુક પ્રમાણમાં એ કામ ચાલી રહ્યું છે. જૈનધર્મનો ઇતિહાસ જોતાં તો એ સ્પષ્ટપણે જાણી શકાય છે કે જૈનધર્મના પ્રરૂપકો – તીર્થકરો ઉત્તર ભારત કે પૂર્વ ભારતમાં જ થયા છે, અને એમનું ધર્મપ્રરૂપણાનું કાર્ય પણ મોટે ભાગે ભારતના એ વિભાગોમાં જ થયું હતું. વળી બિહાર અને બંગાળ તો ભગવાન મહાવીરની વિહારભૂમિ પણ હતી. એટલે આ બંને પ્રદેશો એક કાળે જૈનધર્મ સાથે ગાઢ રીતે સંકળાયેલા હતા અને જૈનધર્મના પ્રાચીન ઇતિહાસમાં આ બંને પ્રદેશોનું સ્થાન બહુ જ અગત્યનું હતું. ખરેખર, ઇતિહાસની એ એક કરુણતા જ લેખાવી જોઈએ, કે જે ભૂમિમાં જૈનધર્મનો ખૂબ વિકાસ થયો એ જ ભૂમિના રહેવાસીઓમાં કોઈ જૈનધર્મના અનુયાયી ન રહ્યા ! આમ કેમ બન્યું એ ઇતિહાસની દષ્ટિએ એક અભ્યાસની બાબત બની ગઈ છે. પૂર્વમાંથી જાણે જૈનધર્મે દેશના ઉત્તર, દક્ષિણ અને પશ્ચિમ ભાગ તરફ એવી હિજરત કરી કે પૂર્વનો ભાગ જૈનધર્મના અનુયાયી વગરનો બની ગયો ! પણ સારે નસીબે દેશમાં અત્યારના જેનોનો મોટો ભાગ વેપાર, ઉદ્યોગ કે નોકરીમાં લાગેલો હોવાથી, તેઓની સંખ્યા બીજા ધર્મના અનુયાયીઓના પ્રમાણમાં ઓછી હોવા છતાં તેઓ દેશના જુદાજુદા ભાગમાં નોંધપાત્ર પ્રમાણમાં ફેલાયા છે, અને પોતાની આવડત અને હોંશિયારીના લીધે તેમણે સર્વત્ર મોભાભર્યું સ્થાન પ્રાપ્ત કર્યું છે. બિહાર-બંગાળના કોલસાવાળા વિસ્તારમાંના જૈનો મોટે ભાગે આ રીતે દેશના બીજા-બીજા પ્રદેશોમાંથી પોતાના ધંધા માટે આવેલા છે. કોઈ પણ કોમ કે દદાતિનું સંખ્યાબળ નાનું હોય કે મોટું, પણ જ્યાં સુધી એમાં સંગઠન, એકતા અને ભાઈચારાની લાગણી નથી જાગતી ત્યાં સુધી એનામાં પ્રાણ કે બળ પેદા થઈ શકતાં નથી. છૂટાછૂટા મણકા જ્યારે એક સૂત્રમાં પરોવાય છે, ત્યારે જ એની એક માળા બની શકે છે, એવું જ માનવસમાજનું છે. એટલા માટે જ વ્યક્તિગત માનવીના તેમ જ માનવસમાજના વિકાસમાં સંગઠનનું સ્થાન ઘણું જ અગત્યનું લેખવામાં આવ્યું છે. એટલે આ કોલસા-વિસ્તારમાં વસતા બધા ય ફિરકાના જેનોનું સંગઠન સાધવાનો જે વિચાર કરવામાં આવ્યો છે અને એ વિચારને અમલી બનાવવા માટે જે પ્રયત્ન Page #108 -------------------------------------------------------------------------- ________________ જૈન ફિરકાઓની એકતા : ૬ ૮૫ હાથ ધરવામાં આવ્યા છે તે ખૂબ ધ્યાનપાત્ર છે. આવું સંગઠન સાધીને સમાજને માટે કંઈક પણ ઉપયોગી કાર્ય કરવાના શુભ હેતુથી કતરાસગઢમાં બિહાર-બંગાલ કોલફિલ્ડ જૈન-સંમેલનમાં ભરાઈ રહ્યું છે. આવું ઉપયોગી, સમયોચિત અને દૂરંદેશીભર્યું પગલું ભરવા બદલ આ સંમેલનના સર્વે પ્રયોજકોને અમે અંતઃકરણપૂર્વક અભિનંદન આપીએ છીએ. આ સંમેલનમાં સ્થાનકવાસી ફિરકાના મુનિશ્રી જગજીવનજી તથા જયંતીલાલજી મહારાજ, શ્વેતાંબર મૂર્તિપૂજક ફિરકાના મુનિશ્રી પ્રભાકરવિજયજી મહારાજ અને દિગંબરસમાજના બ્રહ્મચારીઓ શ્રી સોહનલાલજી, સુરેન્દ્રનાથજી અને બંસીધરજી હાજર રહેવાના છે. આ રીતે આપણા જુદાજુદા ફિરકાના ત્યાગીઓ એક જ સ્થાને, એક જ હેતુ માટે એકત્ર થાય છે એ આનંદ પામવા જેવી બાબત છે. તેમાં એ પ્રદેશના બધા ય ફિરકાના આગેવાનો, વિચારકો અને કાર્યકરો પણ હાજર રહેવાના છે. આ સંમેલનનો વિચાર કરતાં થોડાંક વર્ષ પહેલાં કલકત્તામાં મળેલ પૂર્વ-ભારતજૈન-સંમેલનની યાદ તાજી થાય છે. એ સંમેલન પણ વ્યાપક રીતે જૈનોની એકતા સ્થાપવાના મુખ્ય આશયથી જ ભરવામાં આવ્યું હતું. આ સંમેલન મળ્યા પછી એમાંથી કંઈ કાયમી પરિણામ નિષ્પન્ન થયું કે નહીં, તેમ જ અત્યારે એ શું પ્રવૃત્તિ ચલાવી રહેલ છે એ સંબંધી કશું જાણવામાં આવ્યું નથી. આ વાતને યાદ કરવાનો અમારો હેતુ એક જ છે કે જેનોના સંગઠન અને એકતાના જે ઉદ્દેશથી પૂર્વભારતના જૈનોનું સંમેલન મળ્યું હતું એ જ ઉદ્દેશથી બિહારબંગાળના કોલસા-વિસ્તારના જેનોનું સંમેલન કતરાસગઢમાં મળી રહ્યું છે, એટલે પૂર્વભારત જૈન સંમેલનને જે કંઈ સારા-માઠા અનુભવો થયા હોય એને આ સંમેલન ધ્યાનમાં રાખશે તો એથી એને અવશ્ય ઘણો લાભ થશે, અને કેવી રીતે કઈ દિશામાં આગળ વધવું એનો એને વધુ સચોટ ખ્યાલ આવશે. અમારી પોતાની સમજ મુજબ તો બધા ય ફિરકાના જેનો આ રીતે એક છત્રછાયા નીચે એકત્ર થઈ રહ્યા છે એ જ ભારે અગત્યની અને આવકારપાત્ર વાત છે. આ રીતે બધા એકત્ર થાય અને એક જ વ્યાસપીઠ ઉપરથી સંગઠન, સમાન હિતની રક્ષા અને સંઘ કે સમાજની પ્રગતિનો વિચાર કરે એને અમે જૈનસંઘનું સદ્ભાગ્ય સમજીએ છીએ. જો આ વિચારણામાંથી સમાજને પરેશાન કરતી સંખ્યાબંધ મુશ્કેલીઓમાંથી થોડીકનો પણ નિકાલ થઈ શકે એવું કંઈક પણ નક્કર અને ચિરંજીવ પરિણામ આવ્યું, તો એથી સંમેલન પોતે જ ચિરંજીવ બની રહેશે; બીજાઓને માટે માર્ગદર્શક પણ બની શકશે. Page #109 -------------------------------------------------------------------------- ________________ જિનમાર્ગનું જતન આ સંમેલનમાં કેવી-કેવી બાબતો વિચારવી જોઈએ અથવા તો એમાં કેવા નિર્ણયો લેવાવા જોઈએ એની ચર્ચા-વિચારણાનું આ સ્થાન નથી; અમારું એ કામ પણ નથી. આમ છતાં સમાજને મૂંઝવતા કેટલાક પ્રશ્રો તરફ સહજ અંગુલી-નિર્દેશ કરવો. ઠીક લાગે છે. સમાજના મધ્યમ, સામાન્ય કે ગરીબ વર્ગને સૌથી વધુ પજવતો પ્રશ્ન પોતાનાં દીકરા-દીકરીઓને ખૂબ મોંઘી થઈ ગયેલી કેળવણી છેક સુધી કેવી રીતે આપવી એ છે. અત્યારે સૌ કોઈને – અરે, શ્રીમંત વર્ગને પણ – એટલું તો સ્પષ્ટ રીતે સમજાઈ જ ગયું છે, કે હવે ઊછરતી પેઢીને પૂરેપૂરું શિક્ષણ આપ્યા વગર ચાલવાનું નથી. આ સ્થિતિમાં કેળવણીની સંસ્થાઓ, કેળવણી માટે આર્થિક સહાય આપતી સંસ્થાઓ અને કેળવણીનાં સાધનોને સુલભ બનાવતી સંસ્થાઓ આપણે ત્યાં વધવી જોઈએ અને જે સંસ્થાઓ મોજૂદ છે તેને વધુ પગભર બનાવવી જોઈએ. બીજું: એક બાજુ જેમ શ્રીમંતાઈ વધી રહી છે, તેમ ગરીબી પણ પોતાનો પંજો જૈનસમાજ ઉપર ઠીક-ઠીક પ્રસારી રહી છે. એટલે એની ભીંસમાં આવેલાં ભાઈ-બહેનોનું જીવન કેમ ચિંતામુક્ત બને એનો ઉપાય વિચારવો જોઈએ. આમાં કોઈ વ્યક્તિની અમુક આર્થિક જરૂરિયાતને સીધેસીધી પૂરી કરવામાં આવે એ અમુક અંશે ઉપયોગી હોવા છતાં ગરીબીને જીતવાનો સાચો ઇલાજ નથી. એ માટે તો સૌ પોતપોતાની બુદ્ધિ, શક્તિ અને આવડત પ્રમાણે કામ કરવા પ્રેરાય એવું શ્રમપ્રધાન વાતાવરણ ઊભું કરવું જોઈએ, અને એ માટે નાના-નાના હુન્નરઉદ્યોગોની જોગવાઈઓ પણ કરવી જોઈએ. આપણી પાસે શ્રીમંતો અને કાબેલ ઉદ્યોગપતિઓ છે તે દૃષ્ટિએ વિચારતાં આ કામ મુશ્કેલ ન લાગવું જોઈએ. એ જ રીતે બહેનો અને વિશેષે કરીને વિધવા બહેનોનો પ્રશ્ન પણ ધ્યાનમાં લેવા જેવો છે. એમની નવરાશનો ઉપયોગ થાય અને એમના હતાશ જીવનમાં આશાનો સંચાર થાય એ બહુ જરૂરી છે. ઉપરાંત, રાજકીય ક્ષેત્રમાં પણ જૈનો આગળ રહે એ બહુ જરૂરી છે. આ તેમ જ આવી અનેક બાબતોમાંથી શક્તિ અને સમયની દૃષ્ટિએ શક્ય હોય તે બાબતો આ સંમેલનમાં વિચારાય એ ઈષ્ટ છે. પણ જે કંઈ વિચારણા કે નિર્ણયો કરવામાં આવે, તે પૂરેપૂરો અમલ કરી શકાય તેટલા પ્રમાણમાં જ કરવામાં આવે; માત્ર સંખ્યાબંધ ઠરાવો કરીને વીખરાઈ જવાનો કોઈ અર્થ નથી. બાકી તો આવાં સંમેલનમાં સૌથી વધુ ખબરદારી તો એ વાતની રાખવી જોઈએ કે એમાં સૌ એવી રીતે બોલે અને વર્તે કે જેથી કોઈના દિલને સાંપ્રદાયિક કે વ્યક્તિગત જરાપણ ચોટ ન પહોંચે; સૌ એકતાની હૂંફ અને આનંદ અનુભવે. (તા. ૧૪-૧૨-૧૯૬૩) Page #110 -------------------------------------------------------------------------- ________________ જૈન ફિરકાઓની એકતા: ૬ એકતાના મહાયજ્ઞમાં આપણા સ્વયંભૂ પ્રતિનિધિ જૈન સમાજના બધા ફિરકાઓની એકતામાં માનનારા તેમ જ જૈનધર્મની ઉદારતાને પિછાણનારા મહાનુભાવો એ જાણીને રાજી થશે, કે તાજેતરમાં મારવાડમાં સાદડી મુકામે મળેલ સ્થાનકવાસી જૈન સમાજના મુનિસંમેલન વખતે પૂજ્ય મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી સાદડીમાં હાજર હતા; એટલું જ નહીં, જેમાં આખા સ્થાનકવાસી જૈન સમાજ માટે એક આચાર્યની સ્થાપના કરવામાં આવી, તેમ જ મુનિ-સંમેલનનાં કેટલાંક કાર્યોની જાહેરાતો કરવામાં આવી અને અનેક આચાર્યો, ઉપાધ્યાયો વગેરેએ પોતપોતાની પદવીઓનો જાહેર રીતે સહર્ષ ત્યાગ કર્યો, તે સકલ-સંઘની સભામાં પણ તેઓશ્રી હાજર રહ્યા હતા અને સ્થાનકવાસી સમાજના આ મહાન કાર્ય પ્રત્યે પોતાની પ્રશંસા અને અનુમોદનાની શુભ લાગણી વ્યક્ત કરી હતી. પૂજ્ય પુણ્યવિજયજી મહારાજની આ પ્રસંગની હાજરીને અમે આપણા બંધુજૈન સમાજના એક મંગલમય સમારંભમાં આપણા પોતાના પ્રતિનિધિની હાજરીના જેવી ગૌરવભરી લેખીએ છીએ. આ ઐતિહાસિક પ્રસંગે બોલતાં પૂજ્ય મહારાજશ્રીએ કહ્યું હતું (જેનપ્રકાશ” તા. ૨૨-૫-૧૯૫૨) – આજે સ્થાનકવાસી મુનિરાજોએ એક સિદ્ધિ પ્રાપ્ત કરી છે; તે ખરેખર એક મહાન સિદ્ધિ છે. આ મહાન સિદ્ધિને ટકાવી રાખવા માટે અપ્રમત્તભાવ અતિ આવશ્યક છે. જો આ અંગે પ્રમાદ કરવામાં આવશે તો પ્રાપ્ત થયેલ મહાસિદ્ધિ ક્ષણભરમાં નષ્ટ થઈ જશે. તેથી મુનિરાજોએ અને શ્રી સંઘોએ અપ્રમત્તભાવ સેવવાનો રહે છે...... અંતમાં અંતરથી મારી એ શુભ કામના છે કે આજની આ મહાસિદ્ધિ અમર રહે.” મહારાજશ્રીએ પોતે સ્વયંભૂપણે જાળવેલ આ પ્રતિનિધિત્વને શોભાવતાં વ્યક્ત કરેલ શુભકામનામાં અમે અમારો હાર્દિક સાથ પુરાવીએ છીએ. (તા. ૧૪-૬-૧૯૫૨) આનું નામ ઉઘર, ગુણગ્રાહક દૃષ્ટિ કોસીન્દ્રા(આંકલાવ)માં ચાતુર્માસ રહેલ પાર્થચંદ્રગથ્વીય મુનિ મણિચંદ્રજી મહારાજે ભાદરવા સુદિ ૪ તથા ૫ એમ બંને દિવસે બારસાસૂત્રનું વાચન કરીને જુદાજુદા ગચ્છનાં ભાઈ-બહેનોને સંવત્સરી-પર્વનું આરાધન કરાવ્યું એ બીના અનુમોદનાયોગ્ય છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ જિનમાર્ગનું જતન ઉપરાંત મુનિશ્રીએ ચાતુર્માસના વ્યાખ્યાન માટે ‘મહાભારત’ના ‘શાંતિપર્વ’નું વાચન કર્યું એ વાત પણ ખાસ નોંધવા જેવી છે. ધર્મોપદેશ માટેના ગ્રંથની પસંદગીમાં પણ અમુક દૃષ્ટિ હોવી જોઈએ એ તો ખરું જ; પણ છેવટે તો ખરો આધાર વક્તાની પોતાની શક્તિ, દૃષ્ટિ અને વૃત્તિ ઉપર જ રહે છે. એક જ શ્લોક કે એક જ પંક્તિનું વિવેચન એક વક્તા ૧૦-૧૫ મિનિટમાં પૂરું કરે છે, જ્યારે બીજો વક્તા એ કલાકો સુધી ધારાવાહી અને રસપ્રદ રીતે ચાલુ રાખી શકે છે એ તો ઘણાના જાતઅનુભવની બાબત છે. ૮૮ જૈનધર્મની મૂળ દૃષ્ટિ ગુણગ્રાહક દૃષ્ટિ છે. વેપારી જેમ જ્યાંથી લાભ થઈ શકે ત્યાં કામ કરતાં ન અચકાય, તેમ સાચી ધર્મદૃષ્ટિ પણ ગુણનો ગમે ત્યાંથી આદર ક૨વામાં જ છે. મુનિશ્રીએ વ્યાખ્યાન માટે ‘મહાભારત' ગ્રંથ પસંદ કર્યો તેમાં અમને તેમની આ ગુણગ્રાહક દૃષ્ટિ જ લાગે છે. આવી સૃષ્ટિનું સર્વત્ર અનુકરણ થાઓ ! ૫ ચાર સંપ્રદાયોનું એક બોર્ડ : એક નવીન યોજના અમારા તા. ૧૩-૧૧-૧૯૫૧ના અંકના હિંદી વિભાગમાં જણાવવામાં આવ્યું છે - (તા. ૨૭-૧૧-૧૯૫૪) ચાલીસ ગામ(પૂર્વ ખાનદેશ)ના શ્વેતાંબર મૂર્તિપૂજક/સ્થાનકવાસી, દિગંબર અને તેરાપંથી એ ચારે ફિકાના જૈન સંઘોએ મળીને નવ સભ્યોનું એક બોર્ડ નીમ્યું છે. આ બોર્ડે કેટલાક સાર્વજનિક કાર્યક્રમો એવા યોજ્યા છે કે જેમાં કોઈ પણ સંપ્રદાયને હરકત ન હોય. આવા ચાર કાર્યક્રમો નીચે મુજબ યોજવામાં આવ્યા છે : (૧) સાંવત્સરિક ક્ષમાપના બધાએ ભેગા મળીને આસો સુદ ૧ના રોજ કરવી. (૨) પ્રભુ મહાવીરનો નિર્વાણ-ઉત્સવ કાર્તિક સુદિ ૧ના રોજ ઊજવવો. (૩) ભગવાન મહાવીર જ્યંતી ચૈત્ર સુદ ૧૩ના રોજ વરઘોડા, સભા વગેરેથી ઊજવવી. (૪) સાધર્મિક-વાત્સલ્ય ચૈત્ર સુદિ ૧૫ બાદ કરવું. આ નિર્ણય મુજબ પહેલો કાર્યક્રમ કૃષ્ણ ટૉકીઝના મકાનમાં મુ. શ્રી દિવ્યાનંદવિજયજીની હાજરીમાં આનંદપૂર્વક પૂરો થયો હતો. બીજો કાર્યક્રમ જૈન સ્થાનકમાં ઉત્સાહપૂર્વક ઊજવવામાં આવ્યો. Page #112 -------------------------------------------------------------------------- ________________ જૈન ફિરકાઓની એકતા : ૬, ૭ આમાં ખરું મહત્ત્વ કાર્યક્રમની વિગતોનું નહીં, પણ જૈન સમાજની એકતા સાધવા માટે બધા ફિરકાઓનું આવું એક બોર્ડ સ્થાપવાનું સૂઝ્યું એ છે. જૈન સમાજની એકતાની દિશામાં અમે આ કે આવા પ્રયત્નોને આવકારપાત્ર લેખીએ છીએ અને તેથી આવી યોજના કરનારાઓને ધન્યવાદ આપીએ છીએ. ૮૯ (૭) સમજીને સૂર મિલાવીએ ભગવાન મહાવીરના પચીસસોમા મહાનિર્વાણ-મહોત્સવની ઉજવણી સામે જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘના તપગચ્છ વિભાગના જે આચાર્યો તથા મુનિવરોનો વિરોધ છે તે અંગે અમે સવિસ્તર વિચારણા અમારા ગયા અંકના અગ્રલેખમાં કરી છે. એની પૂર્તિરૂપે થોડીક વધુ વિચારણા કરવી જરૂરી લાગવાથી આ નોંધ લખીએ છીએ. તપગચ્છને આપણે ગમે તેટલો મોટો ગણીએ અને એને ગમે તેટલું વધારે મહત્ત્વ આપવાનો પ્રયત્ન કરીએ, તો પણ એ સમગ્ર જૈનસંઘનો અમુક એક હિસ્સો જ છે એમાં શક નથી. વળી તપગચ્છમાં પણ અમુક આચાર્યો તેમ જ મુનિવરો આ ઉજવણીની તરફેણ કરે છે એ પણ એક હકીકત છે. એટલે આ ઉજવણીની તરફેણ તથા એના વિરોધનો બધા જૈન ફિરકાઓને આવરી લેતા સમગ્ર જૈનસંઘની દૃષ્ટિએ વિચાર કરવાની જરૂર રહે છે. આવો વિચાર કરતાં તપગચ્છનો જે વિભાગ વિરોધ કરે છે એ સમગ્ર જૈનસંઘના બહુ જ નાના હિસ્સાને આવરી લેતો વિરોધ બની રહેવાનો છે, એ વાત આપણા ધ્યાન બહાર જાય એ બરાબર નથી. આનો અર્થ કોઈ એવો તો ન જ કરે, કે પોતે લઘુમતીમાં હોઈ પોતાનો વિરોધ જતો કરવો. ક્યારેક એવું જરૂર બને છે કે કોઈ વાતનો વાજબી વિરોધ કરવામાં આપણે લઘુમતીમાં હોઈએ અને સામો પક્ષ બહુમતીમાં હોય. અહીં અમારે મુખ્યત્વે એ જ વાત કહેવાની છે કે વિરોધ કે ત૨ફેણ, લાભાલાભનો અંદાજ કાઢીને પછી જ કરવાં જોઈએ. અમારી સમજ મુજબ આ ઉજવણીની તરફેણ કરીને એમાં હૃદયપૂર્વક સંપૂર્ણ અને સક્રિય સાથ આપવામાં જૈનધર્મ કે જૈનસંઘને લવલેશ નુકસાન થવાનો સંભવ નથી. ઊલટું, અત્યારની ભૌતિકવાદ તરફ તેમ જ હિંસા તરફ જઈ રહેલ દુનિયાને આત્મભાવનાનો અને અહિંસાવાદનો જૈન સંસ્કૃતિનો સંદેશ પહોંચતો કરવાથી કંઈક પણ લાભ જ થવાનો છે. અત્યારે દુનિયામાં એક યા બીજા રૂપે હિંસાનો કેટલો બધો વધારો થઈ રહ્યો છે અને માનવસમાજનું (તા. ૧૧-૧૨-૧૯૫૪) Page #113 -------------------------------------------------------------------------- ________________ જિનમાર્ગનું જતન, મન ભોગવિલાસ તરફ કેટલું બધું ઝૂકી રહ્યું છે તે સુવિદિત છે. અત્યારની વધતી ભૌતિકતા અને હિંસાવૃત્તિ માટે આપણે ફરિયાદ કરતાં તેમ જ તેની નિંદા કરતાં થાકતા નથી, અને વારંવાર કહેતા રહીએ છીએ કે ભૌતિકવાદ અને હિંસાને નાથીને આત્મભાવનો પ્રસાર કરવાની ઘણી જરૂર છે. જો આપણી આ લાગણી સાચી હોય અને એનો અમલ કરવા માટે આપણે સાચે જ કૃતનિશ્ચય હોઈએ, તો આવો પ્રસાર કરવા માટે જે કોઈ નાનો-મોટો અવસર કે જે કોઈ નાનું-મોટું નિમિત્ત આપણને મળે તેનો દિલ દઈને પૂરેપૂરો ઉપયોગ કરી લેવો એ આપણું ધર્મકર્તવ્ય બની રહે છે. અમારી સમજ મુજબ ભગવાન મહાવીરના પચીસસોમા નિવણ-મહોત્સવની ઉજવણીનો પ્રસંગ એ આવો જ એક બહુ મોટો અને અનોખો અવસર છે. આ નિમિત્તે આપણે આખા દેશની જનતા સમક્ષ તેમ જ અમુક પ્રમાણમાં પરદેશના ધર્મપ્રેમી જિજ્ઞાસુઓ સમક્ષ ભગવાન મહાવીરના અહિંસા અને સમતામય જીવનનો અને જૈન સંસ્કૃતિના અહિંસા, અનેકાંતવાદ અને અપરિગ્રહના સર્વકલ્યાણકારી સિદ્ધાંતોનો સંદેશો વિશાળ પાયા ઉપર રજૂ કરી શકીએ એમ છીએ. એટલે આ અવસરને ઉલ્લાસપૂર્વક વધાવી લેવામાં જ ધર્મસંસ્કૃતિની અને માનવતાની સેવા રહેલી છે. આમ છતાં આપણી ટૂંકી સમજણ, માનસિક સંકુચિતતા અને સાંપ્રદાયિક કટ્ટરતાને કારણે આપણે આ અવસરનો અનિચ્છનીય વિરોધ કરીને જો એનો લાભ લેવાનું ચૂકી જઈશું, તો એક બહુમૂલો સોનેરી અવસર આપણે જાણીબૂઝીને ગુમાવી દીધો લેખાશે. અને તેથી બીજાઓ તો જે લાભથી વંચિત રહેશે તે રહેશે જ, પણ ખરેખરો ગેરલાભ તો આપણા પોતાના હાથે શાસનપ્રભાવનાની પ્રવૃત્તિને જ થવાનો છે એમાં શક નથી. વળી, તપગચ્છના જે મહાનુભાવો આ ઉજવણીનો આટલો સખત વિરોધ કરે છે, તેઓના ધ્યાન બહાર એ વાત જવી ન જોઈએ કે તેઓનો આ વિરોધ એમના પોતાના અમુક વર્તુળ પૂરતો જ મર્યાદિત રહેવાનો છે, અને બીજા ફિરકાઓને કે બીજા ગચ્છોને સ્પર્શી શકવાનો નથી. એટલે આ સમગ્ર ઉજવણીને અટકાવવામાં એ કામિયાબ થઈ શકવાનો નથી. દિગંબર જૈન સંઘ તો આ માટે જોરશોરથી તૈયારી કરવામાં લાગી જ ગયો છે, અને એ માટે એક વગદાર સમિતિ પણ રચાઈ ગઈ છે. સ્થાનકવાસી ફિરકામાં કદાચ કોઈ મુનિરાજને આ ઉજવણીનો વિચાર બહુ આકર્ષક નહિ લાગતો હોય એવું શકય હોવા છતાં, એ ફિરકાના કોઈ પણ મુનિરાજે આ ઉજવણીની સામે તપગચ્છના કેટલાક આચાર્યો વગેરેની જેમ, જેહાદ જેવો વિરોધ જાહેર કર્યો નથી એ સુવિદિત છે. સ્થાનકવાસી ફિરકાના વિદ્વાન, વિચારક, દીર્ઘદર્શી અને શાણા સંત ઉપાધ્યાય Page #114 -------------------------------------------------------------------------- ________________ જૈન ફિફાઓની એકતા : ૭ કવિવ૨ શ્રી અમરમુનિજી મહારાજે તો આ ઉજવણી નિમિત્તે ‘વીરાયતન’ની એક વ્યાપક યોજના તૈયાર કરીને સંઘ સમક્ષ રજૂ કરી છે. સંઘે એને સહર્ષ વધાવી લીધી છે; એટલું જ નહીં, પણ એને મૂર્ત રૂપ આપવાના પ્રયત્નો પણ ગતિશીલ થઈ ગયા છે. વળી તેરાપંથી ફિકો તો એના આચાર્યશ્રીના એકચક્રી શાસન નીચે તેઓની દોરવણી મુજબ આ માટે પૂરી તૈયારી કરવામાં કયારનો ય લાગી ગયો છે. એટલે આપણે સમજી રાખવું જોઈએ કે આ બધા ફિરકા આ ઐતિહાસિક અને અપૂર્વ પ્રસંગની પોતપોતાની રીતે વ્યાપક ઉજવણી તો ક૨વાના જ છે; સાથે-સાથે અખિલ ભારતીય ધોરણે જે વ્યાપક ઉજવણી થવાની છે એમાં પણ પોતાનો પૂરેપૂરો સાથ આપી આ પ્રસંગની ઉજવણીને યાદગાર બનાવવાના જ છે. એટલે પછી શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘના તપગચ્છ વિભાગનો, સાથ નહીં આપનારો વર્ગ આ ઉજવણીને કેટલા પ્રમાણમાં રોકી શકશે તેમ જ એમ કરીને શું લાભ મેળવી શકશે એનો જરા શાણપણ અને દૂરંદેશીથી વિચા૨ ક૨વાની જરૂર છે. આવો વિરોધ કરવાથી આપણે આપણી કેટલીક વિશિષ્ટ પ્રણાલિકાઓ, ધર્મપ્રવૃત્તિઓ અને ખાસ-ખાસ માન્યતાઓ જનતા સમક્ષ ૨જૂ ક૨વાનો સુઅવસર ગુમાવી દઈશું; એટલું જ નહીં, પણ પછી આપણી વાત યથાર્થ રૂપમાં જનતા સમક્ષ રજૂ ન થઈ એવી ફરિયાદ કરવાનો પણ કોઈ અવકાશ નહિ રહે. કાળ જશે તો પણ કહેણી રહી જશે કે તપગચ્છના અમુક મોટામોટા આચાર્યોએ આવા ઉત્તમ કાર્યમાં સાથ આપવાને બદલે પોતાના અનુરાગીઓને પણ એવો સાથ આપવાથી દૂર રહેવાનો આદેશ આપ્યો હતો ! એટલે અમે અંતઃકરણપૂર્વક ઇચ્છીએ છીએ અને વિનવીએ છીએ કે તપગચ્છના જે આચાર્ય-મહારાજો વગેરેએ આ ઉજવણી સામે આટલું સખત વલણ અખત્યાર કર્યું છે, તેનો તેઓ ફરીથી ગંભીરતાપૂર્વક વિચાર કરે અને જૈનશાસનને થના૨ લાભનો વિચાર કરીને ઊલટું આ ઉજવણીનો આકાર-પ્રકાર નક્કી કરી આપવામાં સાથ આપવા જેવું રચનાત્મક વલણ અખત્યાર કરે. આ બાબતમાં તપગચ્છના કેટલાય સમુદાયોના યુવાન, સમજણા, વિચારશીલ મુનિવરો આવું રચનાત્મક વલણ અખત્યાર કરવાનો અને આ ઉજવણીમાં પોતાની રીતે સાથ આપવાનો વિચાર ધરાવે છે એ એક આશાપ્રેરક શુભચિહ્ન છે. પોતાના સમુદાયોના વડીલોના એકતરફી અને મક્કમ વિરોધી વલણને કારણે આવા નવયુવાન મુનિવરોની ભાવનાને સફ્ળ થવામાં કેટલાક અવરોધો આવે અથવા તો એમાં વિલંબ થાય એવું બને. પણ એક સારી એવી સંખ્યા ધરાવતા આવા વિચારશીલ અને ઉત્સાહી મુનિવરોની ઊર્મિને કાયમને માટે દબાવી દેવામાં ન તો શાસનને લાભ છે ૯૧ Page #115 -------------------------------------------------------------------------- ________________ જિનમાર્ગનું જતન કે ન તો તે સમુદાયોના વડીલોના વડીલપણાની શોભા છે. જુદીજુદી વિચારસરણીઓને ન્યાય આપવો એ જ તો શ્રમણજીવનનો અને અનેકાંતવાદનો સાર છે. અમે ઇચ્છીએ છીએ કે એ આચાર્ય મહારાજો વગેરે આ બાબતને પણ ધ્યાનમાં લેવાની દૂરંદેશી દાખવે. આ બધા કથનનો સાર એ જ કે આ પ્રસંગની ઉજવણી બધા ય ફિરકાના જૈન સંઘોના પૂર્ણ અને સક્રિય સહકારથી શાનદાર રીતે એવી થાય કે જે હંમેશને માટે માર્ગદર્શક અને યાદગાર બની રહે. પરમાત્મા સૌને આ દિશામાં વિચારવા અને કામ કરવાની ભાવના અને શક્તિ આપે એ પ્રાર્થના સાથે અમે અમારું આ કથન પૂરું કરીએ છીએ. (તા. ૧૫-૧-૧૯૭૨) Page #116 -------------------------------------------------------------------------- ________________ મહાવીર-જીવન (૧) ભગવાન મહાવીરનું પાયાનું કાર્ય જીવનશોધન જેવો કોઈ પુરુષાર્થ નથી. દુનિયાને જીતવી સહેલી છે, આત્મા ઉપર વિજય મેળવવો મુશ્કેલ છે. ઉત્તરાધ્યયન-સૂત્રમાં સાચું જ કહ્યું છે કે સચ્ચમપે નિ નિયે – આત્માને જીત્યો એટલે બધું જ જિતાઈ ગયું; અથવા જી નિગેન્ગ ગપ્પા, પણ તે પરમો નમો – માનવી એકમાત્ર પોતાની જાત ઉપર વિજય મેળવે, એ જ એનો સર્વોત્તમ વિજય છે. આત્મતત્ત્વની શોધનો તેમ જ આત્મવિજયની, આત્મસાધનાની પ્રક્રિયાનો ઇતિહાસ બહુ રસપ્રદ અને જાણવા જેવો છે. દૂરદૂરના – ઇતિહાસકાળના આરંભ પહેલાંના – કોઈ કાળમાં માનવી કુદરતનાં તત્ત્વોને પોતાથી ચઢિયાતાં માની એની ઇતરાજીથી મુક્તિ મેળવવા અને એની કૃપા સંપાદન કરવા એનું પૂજન-અર્ચન કરતો. એમ કરતાં-કરતાં, જુદા-જુદા માનવસમૂહોના સંપર્કને લીધે, માનવીની નજર આકાશમાં સ્વર્ગમાં) વસતા દેવો તરફ ગઈ; અને વિશ્વના કર્તા-ધર્તા-હર્તા તરીકે એ દેવોને માનીને માનવી એનાથી ભય પામવા લાગ્યો. એ ભયથી મુક્તિ મેળવવા અને એ દેવોની પ્રીતિ સંપાદન કરવા માનવી યજ્ઞ-યાગ (હોમ-હવન)ના માર્ગે વળ્યો, અને એમાંથી હિંસક યજ્ઞોનો જન્મ થયો. ત્યાં સુધી કીડી અને કુંજરના દેહમાં કે માખી અને માનવીના દેહમાં એક જ પ્રકારનો આત્મા વસે છે અને સૌને સુખ-દુઃખનો સમાન અનુભવ થાય છે – એ વાતનું પૂરું ભાન માનવીને નહોતું થયું. ત્યાં સુધી માનવસમૂહોનો ગમે તેટલો વિકાસ થયો હોય, પણ એનામાં આત્મૌપમ્ય (બીજા જીવોને પોતાની જાત જેવા માનવા)ની અહિંસક દષ્ટિનો ઉદ્દભવ થવો હજી બાકી હતો; કારણ કે એ આકાશી દેવોને તે સર્વશક્તિમાન અને સર્વસત્તાધીશ માની બેઠો હતો, અને ગમે તેમ કરીને એમને રીઝવવામાં જ પોતાની કતાર્થતા માનતો હતો. પણ પછીનો યુગ ભારે ક્રાંતિકારી યુગ આવ્યો. એણે તો સિંહનાદ કરીને માનવજૂથોને સમજાવ્યું કે કુદરતનાં તત્ત્વો ય ભલે રહ્યાં અને આકાશી દેવો પણ ભલે રહ્યા, માનવી ઉપર એ કોઈનું વર્ચસ્વ નથી, એ કોઈ માનવીથી ચડિયાતાં નથી. સ્વર્ગ, Page #117 -------------------------------------------------------------------------- ________________ જિનમાર્ગનું જતન મૃત્યુ અને પાતાળ એ ત્રણ લોકમાં માનવી જ સર્વથી શ્રેષ્ઠ છે. એટલા માટે તો આપણે ત્યાં (ઉત્તરાધ્યયન વગેરે સૂત્રોમાં તેમ મહાભારત જેવા ગ્રંથોમાં પણ એ જ વાત બુલંદ સ્વરે કહી સંભળાવી છે કે ન માનુષાનું શ્રેષ્ઠતાં દિ વિવિદ્ અર્થાત્ માનવજીવનથી ચડિયાતું બીજું કંઈ છે જ નહીં. માનવજીવનની આવી શ્રેષ્ઠતાના વિચારની સાથેસાથે જ એ વિચાર પણ લોકસમૂહમાં પ્રબળ બનતો ગયો કે માનવીનું ભલું કે ભૂંડું ન તો કુદરતનાં તત્ત્વો કરી શકે છે કે ન આકાશી દેવો. એ કરનાર બીજો કોઈ નથી; માનવી પોતે જ છે. અને પોતાની શોધ કરતાં-કરતાં માનવી આત્મતત્ત્વની છેક નજીક જઈ પહોંચ્યો; અને પોતાનો આત્મા જ પોતાનાં સુખ-દુઃખનો કર્તા-ભોક્તા અને ધર્તા-હર્તા છે એ વિચાર એના ચિત્તમાં સ્થિર થઈ ગયો. આ વિચારે વળી એનામાં એક બીજા ક્રાંતિકારી વિચારને જન્મ આપ્યો. ઈશ્વરની માન્યતા અને ઈશ્વરની ઉપાસના વગર માનવીના ચિત્તને નિરાંત વળતી ન હતી. અત્યારે પણ વળતી નથી. એના ચિત્તનું ઘડતર જ કંઈક એવું છે, કે એ ઊર્ધીકરણ માટે ઝંખતું રહે છે, અને એના ઉપાય તરીકે ઉન્નત આત્માની – ઈશ્વરની – પૂજાભક્તિ માટે પ્રયત્ન કરતું રહે છે. પણ આ નૂતન વિચારસરણીએ માનવીને સમજાવ્યું કે તમારા ઊર્ધીકરણ માટે તમારે વાદળમાં વસતા કોઈ ઈશ્વર પાસે (કે વૈકુંઠમાં જવાનું નથી, પણ તમારા આત્મામાં જ ઈશ્વરને પ્રગટ કરવાનો છે. સર્વ મળોથી મુક્ત થયેલો એ આત્મા પોતે જ ઈશ્વર છે, પરમાત્મા છે. તમારો પરમાત્મા તમારામાં જ વસે છે – નો અપ્પા સો પરમMા અર્થાત્ નિર્મળ થયેલો આત્મા જ પરમાત્મા છે; એને બહાર શોધવાની જરૂર નથી. આ વિચારથી માનવી પોતાના ભલા માટે પારકા તરફ જોતો અટકી ગયો, અને પોતાના અભ્યદયને માટે પોતાની જાત ઉપર જ ભરોસો રાખીને પુરુષાર્થ કરવા તરફ વળ્યો. આવા આત્મલક્ષી અને આત્મશક્તિનું દર્શન કરાવતા તેમ જ જીવનપદ્ધતિ અને સાધનાપદ્ધતિમાં નખશિખ પરિવર્તન આણતા ક્રાંતિકારી વિચારની ભેટ એ જૈન સંસ્કૃતિની વિશ્વને મોટામાં મોટી ભેટ છે. એ વિચારે માનવી માનવી વચ્ચેના ભેદભાવોનું વિસર્જન કરીને માનવમાત્રને સમાન માનવાનું તો બુલંદ સ્વરે ઉદ્દબોધન કર્યું જ; પણ એટલાથી સંતોષ ન માનતાં એણે કીટપતંગથી લઈને દેવ-માનવ સુધીના સર્વ જીવો સાથે મૈત્રીની પવિત્ર ગાંઠ બાંધવાનો આદેશ આપ્યો. આમ જૈન સંસ્કૃતિએ પોતાના કેન્દ્રસ્થાને અહિંસાદેવીને બિરાજમાન કરી; અને અહિંસા તો મારા-તારાપણાના કે ઊંચનીચપણાના વેરાવંચાને જરા ય માનતી નથી; એ તો જીવમાત્રની સમાનતામાં જ આસ્થા રાખીને ચાલે છે. Page #118 -------------------------------------------------------------------------- ________________ મહાવીર-જીવન : ૧ આમ જૈન સંસ્કૃતિએ (૧) માનવજીવન એ જ સર્વશ્રેષ્ઠ જીવન, (૨) આત્મા પોતે જ પોતાના સારા-નરસાનો કર્તા અને ભોક્તા, (૩) આત્મા એ જ પરમાત્મા, (૪) જીવમાત્ર સમાન હોઈ અહિંસાની સાધના એ જ સર્વશ્રેષ્ઠ અને સર્વગ્રાહી આત્મસાધના – વગેરે આશાપ્રેરક, ક્રાંતિકારક તેમ જ પાયાનાં જીવનમૂલ્યોની પ્રતિષ્ઠા કરી; અને માનવજૂથોએ એ વિચારોને ઝીલ્યા પણ ખરા. છતાં, સમગ્ર માનવસમૂહોના વિકાસ માટે વિશાળ પાયા ઉપર એનો પ્રત્યક્ષ અમલ કરી બતાવવાનું કામ તો હજી બાકી હતું. એ કાર્ય મહાસમર્થ આત્મસાધક પુરુષના આગમનની જાણે રાહ જોતું હતું, અને ત્યાં સુધી સમગ્ર માનવસમાજને માટે ધર્મનાં દ્વાર ઉઘાડાં થઈ જાય એ મંગલ ઘડી કંઈક આઘી હતી. દલિત, પતિત અને તિરસ્કૃત માનવસમૂહો માટે સોનાનો સૂરજ ઊગવા જેવો એ મહામાંગલ્યકારી અવસર પણ આવી પહોંચ્યો – દુનિયા ઉપર ભગવાન મહાવીરનો જન્મ થયો. ભગવાન મહાવીર તો ભારે આત્મસાધક મહાપુરુષ હતા. પોતાના આત્માને સંપૂર્ણપણે નિર્મળ બનાવીને એમાં પરમાત્મભાવ પ્રગટાવવો એ એમની અચળ પ્રતિજ્ઞા હતી; અને અહિંસા, સંયમ અને તપ એ એ પ્રતિજ્ઞાને પૂરી કરવાનાં એમનાં સમર્થ સાધનો હતાં. ન કોઈની સાથે રાગ, દ્વેષ, વેર કે ઈષ્ય-અસૂયા; જીવમાત્રની સાથે મૈત્રી જ એમની અહિંસાની સાધનાની કસોટી હતી. પહેલાં પૂર્ણ આત્મસાક્ષાત્કાર અને પછી જ ધર્મપ્રરૂપણા – એ એમના જીવન અને કાર્યનો સહજ ક્રમ હતો. અધૂરી સાધના એમને ખપતી ન હતી; સત્યના સંપૂર્ણ સાક્ષાત્કાર વગરનો ધર્મોપદેશ આપવો એમને પસંદ ન હતો. આજે તો જ્ઞાનની સાવ ટૂંકી મૂડીએ ધર્મોપદેશના પાંડિત્યનો કેટલો મોટો ડોળ કરવામાં આવે છે! ભગવાનની અહિંસા-સંયમ-તપની આરાધના સાવ નવી તો ન હતી; પણ એ ઉગ્ર અને ઉત્કટ તો એટલી હતી કે એનું વર્ણન સાંભળતાં ભલભલાનાં રૂંવાડા ખડાં થઈ જાય. અને અતિકઠોર દેહદમનની સાથોસાથ ચિત્તશુદ્ધિ માટેની પળેપળની જાગૃતિ એ એમની આત્મસાધનાની અતિવિરલ વિશેષતા હતી. એને લીધે તો એમનું ઉગ્ર તપ કેવળ બાહ્ય કષ્ટ-સહન બની જવાને બદલે આત્યંતર શુદ્ધિનું, આત્મશુદ્ધિનું સાધક બની શકહ્યું હતું. ભગવાનની આત્મસાધના અને અહિંસાની સાધના સફળ થઈ, અને ભગવાનના રોમરોમમાંથી મહાકરુણા અને વિશ્વમૈત્રીની ભાવના ચારેકોર રેલાવા લાગી. ભગવાનનાં દર્શન થતાં જ જીવમાત્ર પોતાના વેરવિરોધને વીસરી જતા. હવે તો ભગવાને ધર્મચક્રપ્રવર્તન રૂપે એ અહિંસાના અમૃતનું મોકળે હાથે દાન કરવા માંડ્યું. જીવનસાધના Page #119 -------------------------------------------------------------------------- ________________ εξ જિનમાર્ગનું જતન માટે પ્રસ્થાન કરતી વખતે જેમ ભગવાને પોતાની સમગ્ર ભૌતિક સંપત્તિનું વિતરણ કર્યું હતું, તેમ આત્મસાધના પૂરી થતાં ભગવાને પોતાની આધ્યાત્મિક સંપત્તિનો ખજાનો સર્વકોઈને માટે ખુલ્લો મૂકી દીધો ! આ તો અહિંસા અને વિશ્વમૈત્રીનો મહાનાદ ! એ નાદ રાજા-મહારાજા, શેઠશાહુકારો અને સામાન્ય સ્ત્રી-પુરુષોના અંતરને સ્પર્શી ગયો. સમાજનાં દલિતો, પતિતો, તરછોડાયેલાઓ તથા સમગ્ર નારીવર્ગને માટે તો એમાં સંજીવનીનો ચમત્કાર ભર્યો હતો. એ સંજીવનીએ કંઈક અધમોનો ઉદ્ધાર કર્યો અને કંઈક હતાશ માનવીઓમાં નવચેતનાનો સંચાર કર્યો. અહિંસાના આરે જો વાઘ-બકરી એકસાથે પાણી પીએ, તો ધર્મનાં દ્વારે ભગવાનના દરબારે – માનવમાત્ર, અને સમસ્ત સ્ત્રી-પુરુષો સમાનભાવે આદર પામે એમાં નવાઈ જ શી ? ન ત્યાં કોઈ મોટો, ન કોઈ નાનો; ન ત્યાં કોઈ ઊંચ, ન નીચ. હજારો વર્ષથી દલિત રહેલ નારીવર્ગને પણ પ્રભુએ શાસ્ત્ર-શ્રવણ, શાસ્ત્ર-અધ્યયન અને મોક્ષમાર્ગનો અધિકાર આપ્યો; ભારે ક્રાંતિકારી એ પગલું હતું. નવા સમાજની રચના માટેનું પાયાનું એ કામ હતું. એણે સ્થાપિત હિતોમાં, પોથીપંડિતોમાં અને ધર્મના ઇજારદારોમાં ભારે ઝંઝાવાત મચાવી દીધો. પણ આ તો હતું માનવમુક્તિનું મહાકાર્ય ! એ ધર્મચક્રને રોકવાનું કોઈનું ગજું ન હતું. ન રુચ્યું એ જડ પ્રેક્ષક બનીને જોઈ રહ્યા. ભગવાને અહિંસાનું અમૃત રેલાવતાં કહ્યું ઃ આ હિંસક યજ્ઞોને અને ધર્મને શી લેવા-દેવા ? બંધ કરો તમારી એ હિંસા અને કમર કસો જીવમાત્ર સાથે મૈત્રી બાંધવા માટે ! મિત્ર ઊઠીને મિત્રને ઠાર કરે તો એનાથી મોટી અમિત્રતા કઈ હોઈ શકે ? અને ભગવાન તો કરુણાના સાગર ! એમણે કહ્યું : માનવનો ઉદ્ધા૨ ક૨વો હોય તો એને એ સમજી શકે એવી લોકભાષામાં જ ધર્મોપદેશ કરવો ઘટે; એ પોતે ન સમજી શકે, અને સમજવા માટે બીજાના ઓશિયાળા થવું પડે એવી ભાષાનું શું કામ ? અને લોકજીવનમાં લોકભાષાની ભારે પ્રતિષ્ઠા થઈ ગઈ. અહિંસાના અવતાર અને મહાકરુણાના સાગર એ મહાપ્રભુને કોટી-કોટી વંદના ! (તા. ૧૭-૪-૧૯૬૨) (૨) સંઘર્ષમાત્રના મૂળને નાથતી અનુકરણીય સાધના ભગવાન મહાવીરસ્વામીએ જે જીવન–સાધના કરી, એ સાધનાના કેન્દ્રમાં ન સંપત્તિની લાલસા હતી, ન કીર્તિની અકાંક્ષા હતી, ન સત્તાની ઝંખના હતી, ન સુખભોગ - Page #120 -------------------------------------------------------------------------- ________________ મહાવીર-જીવન : ૨ ૯૭ પ્રત્યેની આસક્તિ હતી કે ન હતી મંત્ર-તંત્રના ચમત્કાર સર્જવાની કોઈ ઘેલછા. એ સાધના તો હતી આવી બધી પામર વૃત્તિઓથી, આવાં વળગણોથી અને આવા આવા પ્રગતિરોધક દોષોથી પોતાની જાતને મુક્ત કરવા માટેની. જીવનમાંથી આવી હીન વૃત્તિઓનાં મૂળ જ જો નીકળી જાય તો પછી નાની કે મોટી કોઈ પણ જાતની હીન, દુષ્ટ કે દાનવ-આસુરી પ્રવૃત્તિને સ્થાન જ રહેવા ન પામે. સારી કે નઠારી પ્રવૃત્તિમાત્રનો ઉદ્ગમ સારી કે ખોટી મનોવૃત્તિ એટલે કે સારા કે ખોટા વિચારોમાંથી જ થાય છે. એટલા માટે તો સદ્ગુણગામી બધી સાધનાના કેન્દ્રમાં ચિત્તને સ્ફટિકના જેવું સ્વચ્છ અને હિમાલય જેવું સ્થિર બનાવવાના હેતુનો સ્વીકાર કરવામાં આવ્યો છે. મતલબ કે જે ક્રિયા-પ્રક્રિયા ચિત્તને નિર્મળ અને સ્વસ્થ બનાવે એ જ સાચી સાધના, અને જેનાથી ચિત્તવૃત્તિ ચંચળ, મલિન, આસક્ત, મોહાવિષ્ટ, દૃષ્ટિરાગી, ભોગાભિમુખ કે રાગ-દ્વેષમય બને એ કુસાધના સમજવી. શ્રમણ ભગવાન મહાવીરની સાધના સાચી દિશાની હતી. સંપૂર્ણ સમભાવની પ્રાપ્તિ અને આત્માનુભૂતિ એ એનો હેતુ હતો, અને એ હેતુને સિદ્ધ કરવાનું સચોટ અને સુવિશુદ્ધ સાધન હતું અહિંસા. અહિંસાના રથને ગતિશીલ બનાવનારાં બે પૈડાં તે સંયમ અને તપ. એટલે કે સંયમ અને તપ એ અહિંસાના સાક્ષાત્કારનાં સાધનો છે, અને અહિંસા પરિપૂર્ણ સમભાવની પ્રાપ્તિનું સાધન છે. આ રીતે એક-એકથી ચડિયાતાં સાધ્ય અને સાધનની પરંપરા ગોઠવાઈ જાય છે, અને એ ગોઠવણ મુજબ સાધનામાં આગળ વધતો સાધક વીતરાગભાવના ધ્યેયની દિશામાં આગળ અને આગળ વધતો જઈને છેવટે પોતાના જીવનને સર્વમંગલકારી બનાવે છે, અને સમગ્ર વિશ્વ સાથે એકરૂપતા સાધે છે. એટલા માટે જ અહિંસા, સંયમ અને તપમય ધર્મને ઉત્કૃષ્ટ મંગલરૂપ લેખવામાં આવ્યો છે. (અહીં એ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે જૈનધર્મના તપમાં ધ્યાનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, અને તે પણ તપના ઉચ્ચ પ્રકાર આત્યંતર તપમાં. પણ અત્યારની આપણી ધર્મસાધનામાં ધ્યાનનું સ્થાન બહુ જ ગૌણ – લગભગ નહીં જેવું – બની ગયું છે, એના લીધે આપણે આત્મભાવવિમુખ પ્રવૃત્તિઓમાં ઠીક-ઠીક અટવાઈ ગયા છીએ.) આવી અહિંસા-સંયમ-તપપ્રધાન સાધનાનું નામ જ આત્મસાધના, યોગસાધના કે અધ્યાત્મસાધના. એ સાધના દ્વારા જ ચિત્તશુદ્ધિ અને આત્મશુદ્ધિનો લાભ મળી શકે. આવો સંપૂર્ણ લાભ એનું નામ જ મોક્ષ. મહાવીરસ્વામી મહાયોગી લેખાયા તે આવી ઉત્કટ અને સુવિશુદ્ધ યોગસાધનાને કારણે જ. મહાવીરની આત્મસાધના કેવળ દેહદમન અને કષ્ટસહન ઉપર જ આધારિત ન હતી; પણ સાથેસાથે એમાં અનાદિકાળથી ચિત્ત (આત્મા) સાથે જોડાયેલી ચંચળ Page #121 -------------------------------------------------------------------------- ________________ ૯૮ જિનમાર્ગનું જતન અને મલિન વૃત્તિઓનાં નિરીક્ષણ અને સંશોધનના ઉપાયરૂપ મૌન અને ધ્યાનનું પણ એટલું જ મહત્ત્વનું સ્થાન હતું. ચિત્તની ભોગપરાયણતાને નાથવા ભગવાને ખાન-પાન ઉપર સ્વેચ્છાથી અનેક આકરી મર્યાદાઓ મૂકીને દેહનું દમન કરવાનો માર્ગ સ્વીકાર્યો હતો. સાડાબાર વર્ષ જેટલા સુદીર્ઘ સાધનાકાળમાં ભગવાને માત્ર ૩૫૦ દિવસ જ આહાર કર્યો હતો. આવું કઠોર દેહદમન કરવા ઉપરાંત કુદરત-સર્જિત કે માનવ-પશુ-પંખી-સર્જિત જે કંઈ કણે આવી પડ્યાં તે પણ તેઓ અદીનભાવે સહન કરતા રહ્યા. આવી રીતે, જેનું વર્ણન વાંચતાં પણ આપણાં રૂંવાડાં ખડાં થઈ જાય, એવાં અપાર અને અસહ્ય કષ્ટો સહન કરવા છતાં ભગવાનની પ્રસન્નતા વિલાઈ જવાને બદલે ઉત્તરોત્તર વિકસતી રહી એ તેઓના ઉત્કટ ધ્યાન અને મૌનને પ્રતાપે જ, આ ધ્યાન અને મૌનના સહારે-સહારે તેઓ આત્મનિરીક્ષણમાં વધુ ને વધુ ઊંડા ઊતરતા ગયા અને પોતાના દોષો અને ગુણોનું તેમ જ જગતના સ્વરૂપ અને સ્વભાવનું વધુ ને વધુ સત્વગામી દર્શન મેળવતા ગયા. સત્યના આશકને સત્યનો સાક્ષાત્કાર થાય, એના જેવો બીજો આનંદ કયો હોઈ શકે ? અને એ સફળ સત્ય-સાધનાને બળે ભગવાન મૃત્યુને તરીને સત્-ચિત્ આનંદરૂપ અમૃતના અધિકારી બની ગયા. (સવ્વસ મા ૩ િસે મેદાવી મારે તને અર્થાત્ સત્યના પ્રતાપે તે પ્રજ્ઞાવાન પુરુષ “માર' એટલે કે કામવાસનાને પાર પહોંચે છે.) પોતાને લાધેલ અમૃતની ગતને લ્હાણી કરવા ભગવાને ધર્મની પ્રરૂપણા કરી, અને જગતના સર્વ માનવોને જ નહીં, પણ પશુ-પંખી અને કીટપતંગ જેવા સર્વ જીવોને પણ પોતાના મિત્ર લેખી હૃદયમાં સમાન સ્થાન આપ્યું ! ભગવાન મહાવીરનો આ જ પરિપૂર્ણ સમભાવ. એ સમભાવને કેળવીને ભગવાન સર્વ બંધનોથી મુક્ત – મોક્ષગામી બની શક્યા. (સનમાવમવિઝM નહેરૂં મુક્કરવું જ સંવેદો અર્થાત્ સમભાવથી વ્યાપેલા આત્માવાળો સાધક મોક્ષ પામે છે એમાં સંદેહ નથી.) મહાવીરનો આ જ મહિમા અને એમના જીવન અને ઉપદેશનો આ જ બોધપાઠ. એ બોધને જે સમજો, ચિંતવશે અને જીવનમાં ઉતારશે તે દુઃખના મહાસાગરને તરીને સાચા સુખને પામશે. ભગવાન મહાવીરની જીવનસાધનાને જરા આ રીતે પણ સમજવા જેવી છે: 1 દેવાસુર-સંગ્રામની કે દેવો અને અસુરોએ કરેલા સમુદ્રમંથનની પ્રાચીન પુરાણકથાનો ભાવ એ છે કે દૈવી અને આસુરી વૃત્તિઓ વચ્ચે વિશ્વમાં સતત સંઘર્ષ ચાલતો રહે છે. સમભાવના મહેરામણ સમા અહિંસા, કરણા અને મહાકરણાના માર્ગે સમગ્ર વિશ્વને મિત્રરૂપ, બલ્લે પોતાના આત્મારૂપ માનીને કેવળ એના કલ્યાણની જ કામના અને પ્રવૃત્તિ કરવી એ દૈવી ગુણવિભૂતિનું ફળ છે. ત્યારે જ્યાં આસુરી વૃત્તિ જાગી ઊઠે છે ત્યાં કેવળ વેર, દ્વેષ અને ક્લેશનો દાવાનળ જ સળગી ઊઠે છે. આ Page #122 -------------------------------------------------------------------------- ________________ મહાવીર-જીવન : ૨, ૩ દૈવી ગુણસંપત્તિ અને આસુરી દુષ્ટવૃત્તિઓમાંથી કોની પસંદગી કરવી એ માનવીના પોતાના હાથની વાત છે. અહીં જ આત્મસાધનાની જરૂર ઊભી થાય છે. આ બે વૃત્તિઓનો માનવીના ચિત્તમાં સતત સંગ્રામ તો ચાલતો જ રહે છે, અને એ સંગ્રામ પામર માનવીને બેચેન અને માર્ગભ્રષ્ટ બનાવતો રહે છે. કંઈક વિશ્વની રચના જ એવી છે કે એમાં મોટા ભાગે દૈવી વૃત્તિઓ ઉપર આસુરી વૃત્તિઓ પોતાનું વર્ચસ્વ જમાવીને વિશ્વને દીન-હીન-દુઃખી બનવાને માર્ગે દોરી જાય છે. પોતાના અંતરમાં રહેલી આસરી વૃત્તિઓ ઉપર વિજય મેળવીને પોતાની દૈવી ગુણવિભૂતિને પ્રગટાવનારા સાધકો ભાગ્યે જ જન્મે છે. પણ જ્યારે પણ આવી ધર્મવિભૂતિ પ્રગટે છે ત્યારે જગતું ભારે રાહત અનુભવે છે, અને આધિ-વ્યાધિ-ઉપાધિરૂપ દુઃખના સાગરને તરી જવાનો ઉપાય એને લાધ છે; આનું જ નામ તીર્થસ્થાપના. ભગવાન મહાવીર સર્વોદયતીર્થના સ્થાપક આવા જ તીર્થંકર હતા. આવા ધર્મતીર્થનો આશ્રય લઈને પોતાની આંતરિક ગુણસંપત્તિને વિકસાવવાનો પુરુષાર્થ કરવાને બદલે જ્યારે માનવી આસુરીવૃત્તિના પંજામાં સપડાઈ જાય છે, ત્યારે એ માનવ મટીને દૈત્ય, દાનવ કે રાક્ષસ જેવો ક્રૂર, કરુણાહીન અને સ્વેચ્છાચારી બની જાય છે. ભગવાન મહાવીરની સાધના આવી આસુરીવૃત્તિને નાથવાની અને જગતને શાંતિનો સાચો માર્ગ બતાવવાની હતી. | (તા. ૮-૪-૧૯૭૧) (૩) મહાવીરસવામી ધર્મશુદ્ધિના સમર્થ પુરસ્કર્તા શુદ્ધિ એ ધર્મનું ધ્યેય છે, ધર્મનો આત્મા છે અને ધર્મનો મર્મ છે. શુદ્ધિ વિના ધર્મ ટકી શકતો નથી, અને શુદ્ધિનો લાભ થતો ન હોય તો પછી ધર્મનો કોઈ ઉપયોગ રહેતો નથી. આંતરિક અશુદ્ધિના નિવારણનો માર્ગ એનું નામ જ ધર્મ, અને એ માટેનો પ્રબળ પુરુષાર્થ એનું નામ જ ધર્મનું આરાધન કે અધ્યાત્મસાધના. શરીર પર કે વસ્ત્ર-પાત્ર જેવી વસ્તુઓ પર લાગેલા બાહ્ય મળોનું નિવારણ એ તો સુસાધ્ય બાબત છે, એ માટે કંઈ ઊંડી સાધના કે મોટી મહેનતની જરૂર રહેતી નથી. પણ પોતાના આત્મા સાથે એકરૂપ થઈ ગયેલી કર્મો, ક્લેશો અને કષાયોના મળોની અશુદ્ધિઓને દૂર કરવાનું કામ ભારે શ્રમસાધ્ય કાર્ય છે; એમાં સામાન્ય જ્ઞાન કે ક્રિયાથી કામ ચાલતું નથી, પણ વિશિષ્ટ જ્ઞાન અને ક્રિયાના નિપુણ સમન્વયની જરૂર Page #123 -------------------------------------------------------------------------- ________________ જિનમાર્ગનું જતન પડે છે. આ અશુદ્ધિઓમાંથી મુક્તિને જ જીવનસાધકોએ સાચી મુક્તિ તરીકે બિરદાવી છે (ષાયવિત: વિન મુવિસ્તરેવ), અને એની સાધના માટે જ પોતાની સમગ્ર શક્તિ કેન્દ્રિત કરવાનું અને કામે લગાડવાનું તેઓએ ઉદ્બોધ્યું છે. ભગવાન મહાવીરનું જીવન એ ૫૨મ મહાયોગીનું જીવન હતું. આત્મશુદ્ધિની પૂર્ણ સાધના, આત્મભાવનો પૂર્ણ સાક્ષાત્કાર અને આત્મામાં પરમાત્મભાવનું પૂર્ણ પ્રકટીકરણ એ જ એમની યોગસાધનાનું ધ્યેય હતું. એ ધ્યેયની સંપૂર્ણ સિદ્ધિમાં જ મહાવીર-જીવનનો મહિમા છે. પણ આ આત્મસાધનાનો વિચાર જેટલો રળિયામણો છે, એટલો જ અતિશ્રમસાધ્ય અને અતિકષ્ટસાધ્ય એનો અમલ છે. પણ જેમણે આત્માની ભીતરમાં જ છુપાયેલ પરમાત્મભાવના અમૃતનું દર્શન કર્યું હોય એમને આવો શ્રમ થકવી શકતો નથી અને આવાં કષ્ટો વિચલિત કરી શકતાં નથી. એમનું લક્ષ્ય તો સર્વદા આ અમૃત ઉપર જ કેન્દ્રિત થયેલું હોય છે; એના પરમ આહ્લાદક દર્શનમાં તેઓ દુનિયાનાં કષ્ટમાત્ર વીસરી જાય છે. અરે, એ કષ્ટો તો એમને શત્રુ જેવાં આકરાં નહીં, પણ મિત્ર જેવાં પ્યારાં લાગે છે ! ૧૦૦ આમ જોઈએ તો ધર્મમાત્રનું ધ્યેય પાપ કે દોષથી નીચે પડતા જીવને બચાવીને એનો ઉદ્ધાર કરવો, એને આત્મવિકાસના ઉન્નત માર્ગે દોરી જવો એ જ છે. પણ જૈનધર્મે જે રીતે આ ધ્યેયનું કેવળ સમર્થન કે પ્રરૂપણ જ નહીં, પણ પાલન કરી બતાવ્યું છે, તેથી આત્મશુદ્ધિ એ એનો આત્મા બની ગયો છે. અને આ આત્મશુદ્ધિને પ્રાપ્ત કરવાના અમોઘ સાધનરૂપ સૂક્ષ્મમાં સૂક્ષ્મ અહિંસાનું પાલન અને સાવ વિરોધી કે પ્રથમ દૃષ્ટિએ અમાન્ય લાગતા વિચારમાં પણ રહેલા સત્યને શોધીને તેનો સ્વીકાર કરવાની અનેકાંતવાદની વૈજ્ઞાનિક પદ્ધતિ એ જૈનધર્મની અસાધારણ વિશેષતાઓ છે. પણ આ વિશેષતાઓ એ કંઈ જૈનધર્મને એમ ને એમ સાંપડી ગયેલી વિશેષતાઓ નથી; એની પાછળ તો એના પ્રરૂપક તીર્થંકરોનાં મહાતપ અને પરમ પુરુષાર્થનું બળ રહેલું છે. પુરાતન (પ્રાગૈતિહાસિક) કાળમાં જીવનકૌશલ અને સંસ્કારિતાથી વંચિત જનસમૂહને ભગવાન ઋષભદેવે જીવનકૌશલ અને સંસ્કારિતાનું દર્શન કરાવીને સંસ્કૃતિનું નિર્માણ કર્યું, તો ભગવાન નેમિનાથે એને કરુણા અને વૈરાગ્યનો વારસો આપીને સમૃદ્ધ બનાવ્યું. ઇતિહાસકાળમાં ભગવાન પાર્શ્વનાથે હિંસામાં ધર્મ માનનાર પ્રજાને ઢંઢોળીને અહિંસાની દિવ્ય શક્તિનો પરચો બતાવ્યો; અને એ રીતે જૈન સંસ્કૃતિના આત્માને વિશેષ તેજસ્વી બનાવ્યો. એમણે ચાર મહાવ્રતો(ચતુર્યામ – જેમાં બ્રહ્મચર્યનો અપરિગ્રહ એ ચોથા મહાવ્રતમાં સમાવેશ થતો હતો)ની દેશના આપીને હિંસક કે ધ્યેયશૂન્ય બાહ્ય ક્રિયાકાંડોમાં ધર્મ માની બેઠેલ જનતાને સાચા ધર્મનો માર્ગ બતાવ્યો, અને ‘આત્મશુદ્ધિ Page #124 -------------------------------------------------------------------------- ________________ મહાવીર-જીવન : ૩ ૧૦૧ એ જ સાચો ધર્મ છે એ વાત પોતાના જીવન અને ઉપદેશ દ્વારા સચોટ રીતે સમજાવી. ધર્મશુદ્ધિ માટેનો આ પુરુષાર્થ એ ઇતિહાસકાળની એક નોંધપાત્ર ઘટના બની ગઈ; એની અસર ત્યાર પછી અઢીસો વર્ષે થયેલ ભગવાન બુદ્ધની ધર્મસ્થાપના ઉપર પણ થયા વગર ન રહી. પણ ભગવાન પાર્શ્વનાથ પછી, એમની પરંપરાના આચારને શુદ્ધ રાખવામાં ચતુર્યામ ઊણા ઊતર્યા! પણ, ખરી રીતે એ કમજોરી એ તત્ત્વોની નહીં, માનવીની પોતાની હતી. તેવીસમા અને ચોવીસમા તીર્થકર વચ્ચેનું અંતર તો માત્ર અઢીસો વર્ષનું જ, પણ એટલા સમયમાં કાળબળ કહો કે માનવીની પોતાની કમજોરી કહો, પાશ્વપત્યિક (પાર્શ્વનાથના અનુયાયી) ધર્મસંઘમાં શિથિલતા પ્રવેશી ગઈ અને વધવા લાગી. જાણે, ઉત્ક્રાંતિના નિયમ મુજબ આ શિથિલતાને નાથીને ધર્મશુદ્ધિની પુનઃસ્થાપના કરવા માટે જ ભગવાન મહાવીરનો જન્મ થયો. ભગવાન મહાવીરને તો આત્મશુદ્ધિ કે જીવનશુદ્ધિ સિવાય બીજું કશું જ ખપતું ન હતું. એમણે જોઈ લીધું કે પ્રત્યેક વ્યક્તિની જીવનશુદ્ધિ એ જ ધર્મશુદ્ધિ કે સંઘશુદ્ધિની જનેતા બનવાની છે. વ્યક્તિની શુદ્ધિની જો ઉપેક્ષા કરવામાં આવે તો ધર્મશુદ્ધિ કે સંઘશુદ્ધિ એ કેવળ આકાશકુસુમ જેવી વાત બની રહે. અહિંસામૂલક સમભાવથી પ્રેરાઈને ભગવાને સમાજપરિવર્તનના પાયારૂપ ચાર ક્રાંતિકારી પગલાં ભરીને ધર્મશુદ્ધિને વેગ આપ્યો : (૧) સમાજમાં પતિત, દલિત કે અધમ ગણાતા જનસમૂહના ઉદ્ધારને માટે માનવી-માનવી વચ્ચેના ઊંચ-નીચાણાના નકલી ભેદને નાબૂદ કરીને ધર્મમંદિરનાં (સમવસરણનાં, ધર્મસભાનાં દ્વાર સૌને માટે મોકળાં કરી દીધાં, (૨) ધર્મસાધનામાં સ્ત્રીને સમાન દરજ્જો આપીને નારી-પ્રતિષ્ઠા કરી અને એ ભાવનાને અમલી રૂપ આપવા ભિક્ષુસંઘોની જેમ ભિક્ષુણીસંઘોની રચના કરી, (૩) લોકોને ધર્મની વાતો સહેલાઈથી સમજાય એ માટે ધર્મોપદેશ માટે લોકભાષાને અપનાવી અને એને ધર્મશાસ્ત્રની ભાષાનું ગૌરવ અપાવ્યું અને (૪) જુદાજુદા ધર્મમતોમાંથી સારતત્ત્વ સ્વીકારવા માટે અને સત્યની સર્વાગી શોધને વેગ આપવા માટે અનેકાંત-પદ્ધતિની પ્રરૂપણા કરી. અને આટલું જ શા માટે? ભગવાન મહાવીરની વિચક્ષણ બુદ્ધિએ જોયું કે ભગવાન પાર્શ્વનાથે બ્રહ્મચર્ય અને અપરિગ્રહના પાલન માટે લાઘવથી યોજેલ માત્ર એક યામની બાબતમાં ભિક્ષુસંઘો શિથિલ બનતા જાય છે; અને એમાં ઠીક-ઠીક અવ્યવસ્થા ઊભી થઈ ગઈ છે. ખરી રીતે તો કામિની (વિલાસપ્રિયતા) અને કંચન (સંગ્રહશીલતા) ઉપર સંયમ મેળવવાની વાત એ કંઈ આજકાલનો કે મહાવીરના Page #125 -------------------------------------------------------------------------- ________________ જિનમાર્ગનું જતન સમયનો જ કોયડો નથી; એ તો અનાદિકાળનો સનાતન કોયડો છે, અને એ માટે યુગે-યુગે યોગીપુરુષોને પોતાનાં જીવન તેમ જ કવન દ્વારા સમર્થ પ્રયત્નો કરવા પડ્યા છે; અને છતાં લપસણી ભૂમિની જેમ એ બાબતો હંમેશાં લપસણી જ રહી છે. સંઘને બ્રહ્મચર્ય અને અપરિગ્રહ મહાવ્રતના ભંગના દોષમાંથી સ્પષ્ટપણે મુક્ત કરવા માટે ચોથા વ્રતમાં અભિપ્રેત અન્ય વ્રતને અલગ વ્રત ગણાવી ભગવાને ચોથા અને પાંચમા એમ બે વ્રતોનું સ્પષ્ટ વિધાન કર્યું.* ભગવાન મહાવીરનું આ પગલું સંઘશુદ્ધિ અને ધર્મશુદ્ધિના ઇતિહાસમાં યાદગાર અને હંમેશને માટે માર્ગદર્શક બની રહે એવું છે. પણ ભગવાન મહાવીરના આ મહાન કાર્યની પ્રશંસા કરીએ કે કેવળ ભૂતકાળની વાતો કરીને રાચીએ, એટલું પૂરતું નથી. એ ભૂતકાળનો ઉપયોગ આપણે આપણી સામેથી પસાર થતા કાળને અર્થાત્ આપણા વ્યક્તિગત જીવન અને સમાજને ઘડવામાં કરીએ તો જ એનો સાચો મહિમા સમજાયો ગણાય. ૧૦૨ (૪) મહાવીર-જીવનમાંથી સ્ફુરતો બોધ ભગવાન મહાવીરને થઈ ગયા અઢી હજાર વર્ષ થઈ ગયાં; સારું છે આપણે એમને ‘ભૂલ્યા' નથી, અને છતાં ય એમને ભૂલી ગયા હોઈએ એવી બિનજવાબદાર રીતે આપણે વર્તીએ છીએ ત્યારે સહેજે ભગવાન મહાવીરના જીવનનું થોડુંક પણ અર્થપૂર્ણ દર્શન કરવાનું મન થાય છે. (તા. ૬-૪-૧૯૬૩) ભગવાન મહાવીરના જીવનનો આપણે ચાર ભાગમાં વિચાર કરી શકીએ: (૧) પૂર્વભવો, (૨) ગૃહસ્થ-જીવન, (૩) સાધક-જીવન (૪) તીર્થંક૨-જીવન. આમાંના કોઈ પણ ભાગનો વિચાર કરીએ અને તે-તે ભાગનું વર્ણન કરતા જે પ્રાચીન-અર્વાચીન ગ્રંથો આપણે ત્યાં ઉપલબ્ધ છે એનો વિચાર કરીએ તો એમાંથી રોચક, આહ્લાદક અને પ્રેરક કથા તો જાણવા મળે જ; ઉપરાંત એ બધામાંથી જીવનપ્રેરક બોધપાઠો પણ મળી શકે એમ છે. આનું થોડુંક અવલોકન કરીએ * અર્થાત્ ‘અપરિગ્રહ’ વ્રતમાં, તે વખતે, સ્થૂળ મિલ્કતરૂપ જ ગણાતી સ્ત્રીના ત્યાગનો પણ સમાવેશ, ખરેખર તો, અભિપ્રેત હતો જ; છતાં પણ અપરિગ્રહના મનમાન્યા અર્થઘટનથી તે બાબત છૂટી ન જાય તે માટે ‘બ્રહ્મચર્ય'ને ચોખ્ખા અલગ વ્રત તરીકે સ્થાપ્યું. – સં. Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ મહાવીર-જીવન : ૪ પૂર્વભવોમાં જ્યાંથી ભગવાન મહાવીરના જીવને બોધિબીજની પ્રાપ્તિ થાય છે તે ભવ તે નયસારનો ભવ. રાજાની વતી જંગલનાં લાકડાં કપાવવાનું હિંસક કામ કરતો પુરુષ ક્રમે ક્રમે વિકાસ કરીને તીર્થકર બની જશે, એવું તો કોણ માની શકે? પણ એ જ નયસાર લાકડાં કપાવતો-કપાવતો સાધુ-સંતોની નિઃસ્વાર્થ ભક્તિ કરીને અને માર્ગભૂલ્યા મુનિવરોને જંગલમાં સાચે માર્ગે ચડાવીને પોતે જ જીવનના સાચે માર્ગે ચડી ગયો અને ધન્ય બની ગયો. જંગલમાં લાકડાં કપાવતા એ મેલાઘેલા, સંસ્કારહીન અને હલકા વર્ણના લેખાતા નયસારને જોઈને ભલા કોણ કહી શકે કે એ ધર્મનાયક બનવાનો છે ? પણ કયા જીવના અંતરમાં ક્યારે, કેવી સદ્ભાવના પેદા થાય ને એ પળવારમાં કેવો વિકાસ સાધી જાય એ આપણે અગાઉથી ન જાણી શકીએ. એટલે આ નયસારના પ્રસંગમાંથી આપણે બે બોધપાઠ લેવાના છે: એક આત્મવિશ્વાસનો અને બીજા કોઈ હલકા દેખાતા જીવનો પણ જરા ય તિરસ્કાર ન કરતાં, એનો પણ આદર કરવાનો. આ જ રીતે ભગવાનનો ત્રીજો પૂર્વભવ આપણને કહી જાય છે કે અભિમાન કર્યું કે મૂઆ સમજો. અઢારમી ત્રિપૃષ્ઠ વાસુદેવનો પૂર્વભવ આપણને સમજાવે છે કે જોજો, રખે ક્રોધાંધ બનીને કશું અકાર્ય કરી બેસતા; નહીં તો એનો આકરો વિપાક ભોગવ્યા વગર તમારો આરો નથી. ક્રોધનું કડવું ફળ ભવિષ્યમાં તો જ્યારે મળવું હોય ત્યારે મળે જ; પણ એનું કડવું ફળ તો તરત દેખાય છે: વહાલામાં વેર-વિરોધ થાય છે અને આત્માની અધોગતિ થાય છે. આ રીતે બધા ય પૂર્વભવો કંઈક ને કંઈક બોધપાઠ તો આપી જ જાય છે, પણ અહીં આ ત્રણ પૂર્વભવોના બોધપાઠને આપણે સમજીએ અને પચાવીએ તો ય ઘણું સમજવું. ભગવાન મહાવીરના ગૃહસ્થજીવનમાંથી પણ ઘણો બોધ મળી શકે એમ છે: એનો પહેલો બોધપાઠ છે માતા-પિતા પ્રત્યે ભક્તિ. જો માતા-પિતા પ્રત્યે ભક્તિ ન પ્રગટે, તો જીવન પશુ-પંખી કરતાં ય હલકું બની જાય, અને ઉપકારીઓના ઉપકારનું બહુમાન કરવાને બદલે, ઊલટું, અપકાર કરવાની દાનવી વૃત્તિનો વિકાસ થાય. કોઈથી ડરવું નથી, કોઈથી ગાંજ્યા જવું નહીં, પોતાના હરને છુપાવવું નહીં, તેમ જ સમાજમાં હલકા કે ઊંચા લેખાતા સૌની સાથે હળીમળીને આનંદ-વિનોદ કરવો એ છે ભગવાનના બાલ્યજીવનનો બોધપાઠ. ભગવાનનો લગ્નપ્રસંગ પણ માતૃભક્તિનો બોધક બની જાય છે. Page #127 -------------------------------------------------------------------------- ________________ જિનમાર્ગનું જતન અને ભાતૃપ્રેમ પણ જીવંત રૂપે ભગવાનના ગૃહસ્થ-જીવનમાં દર્શન આપે છે. મા-બાપની મિલકતની વહેંચણીની તો ત્યાં વાત નથી; ત્યાં તો ત્યાગની હોડ જામે છે ! અને વળી મોટા ભાઈ નન્દીવર્ધનની આજ્ઞાને શિરે ચડાવીને વર્ધમાન જ્યારે બે વર્ષ ઘરમાં (સંસારમાં) રહેવાને કબૂલ થાય છે, ત્યારે બંધુભાવ જાણે દૈવી ૨સે ૨સાઈ જાય છે. આવો બંધુભાવ હતો આપણા ઉપાસ્ય મહાવીરનો ! ત્યારે એમના ઉપાસક આપણે આજે કયાં ઊભા છીએ ? મિલકત-વહેંચણીમાં એક વાસણના બે ટુકડા કરવા પડે એ મંજૂર, પણ છોડે એ બીજા ! અને વાર્ષિક દાનનો પ્રસંગ તો જીવન-બોધક પ્રસંગોનો જાણે મુકુટમણ બની જાય છે. ત્યાગનો મહામાર્ગ એ જ જીવન-સાધના અને સુખ-શાંતિનો સાચો માર્ગ છે – એ છે એનો બોધપાઠ. પણ આપણે તો જાણે પરિગ્રહ વધારી-વધારીને એ બોધપાઠને વધાવવા માગીએ છીએ ! * ૧૦૪ ભગવાનની સાધક-દશા માટે તો શું-શું કહીએ અને શું-શું ન કહીએ ? સાડાબાર વર્ષ જેટલા એ સમયની પળેપળ જાણે જાગૃતિનો બોધપાઠ આપી જાય છે. જેને આત્મશુદ્ધિ માટે સાધનાનાં નિર્મળ નીરની ખેવના છે એણે દુનિયાનાં કષ્ટોના કીચડ તરફ ધ્યાન આપવું ન પાલવે; કષ્ટો આપનારાં કષ્ટો આપ્યા કરે, પણ આપણે આપણા માર્ગે ચાલ્યા કરીએ; અરે, એટલું જ શા માટે ? સમતાનો ગુણ પ્રગટાવીને એ કષ્ટોને જ સાધનાનું વાહન બનાવી લઈએ ! મરજીવો જો કષ્ટથી અકળાય કે મોતથી ડરે તો મહામૂલાં મોતી મેળવી શકે ખરો ? સાધકે તો સારાં, નરસાં સૌમાં સમભાવી થવું ઘટે. એ સમભાવની સાધનામાં તો ભગવાન ચ૨ણની સેવા કરતા ઇન્દ્ર અને ચરણને ડંખ દેનાર ભોરિંગ વચ્ચે જરા ય ભેદભાવ દાખવતા નથી. પોતાની સાધનાના પ્રારંભમાં જ, પોતાના કાર્યમાં સહાયક થવાની ઇન્દ્રની માગણીને નકારીને પ્રભુએ પોતાના કલ્યાણ માટે પારકા ઉપર – દેવદેવીઓ ઉ૫૨ ભરોસો રાખવા ટેવાઈ ગયેલી જનતાને સ્વપુરુષાર્થનો અમૂલ્ય બોધપાઠ આપ્યો હતો. પારકી આશ સદા નિરાશ. આવાં તો કંઈકંઈ કષ્ટો આવી પડે છે; પણ સમભાવી ભગવાનના મન ઉપર એની કશી અસર થતી નથી. જેણે કાયાની માયા ત્યજીને આત્મા સાથે માયા જોડી છે એને વળી કાયાનાં કષ્ટની શી ચિંતા ? દુઃખ ભલે સો-સો પડે, પણ સત્યનો માર્ગ ન ચૂકવો એ છે આ પ્રસંગનો બોધપાઠ. અને એ સાધનાકાળ દરમ્યાન જ પોતાના અભિગ્રહની પૂર્તિ નિમિત્તે ભગવતી ચંદનાના હાથે અડદનાં બાકળાં વહોરીને પ્રભુએ પદદલિત અબળા જાતિનો મહિમા Page #128 -------------------------------------------------------------------------- ________________ મહાવીર-જીવન : ૪ ૧૦૫ વધાર્યો અને પશુઓના તોલે તોલાતા ગુલામોને માનવ-અધિકારોના અધિકારી બનાવ્યા. અહિંસાના મનોહર ક્રીડાંગણમાં ન કોઈ અબળા, ન કોઈ ગુલામ; જેનું મન ચાહે એ આવીને એ ક્રીડાના ઉપવનનો આનંદ લૂંટી શકે – એ આ ઘટનાનું ઉદ્દબોધન હતું. નાની-શી લાગતી આ ઘટનાનાં સમાજજીવન ઉપર ભારે દૂરગામી પરિણામો આવ્યાં. કીર્તિની લાલચમાં કર્તવ્યનો માર્ગ ન ચૂકવો અને સાધનાને અધૂરી ન મૂકવી -- એ છે ભગવાનના અનુકૂળ ને પ્રતિકૂળ ઉપસર્ગોનો બોધપાઠ. અને સંસારી, સાધુ-સંન્યાસી સૌકોઈને માટે સમાન રીતે ઉપકારક બની શકે એવો ભગવાનના જીવનનો એક મહત્ત્વનો બોધપાઠ તે એમના મૌનનો. જ્યાં સુધી આત્માનો અને જગતુતત્વનો સંપૂર્ણ સાક્ષાત્કાર ન થાય, ત્યાં સુધી ગૈતુનો ઉદ્ધાર કરવાની એટલે કે બીજા જીવોને ધર્મ-ઉપદેશ આપવાની લાલચથી સર્વથા અળગા રહેવું એ વાણીને અમોઘ બનાવવાનો સાચો માર્ગ છે. સત્યની સાધના વિના એ ન થઈ શકે. આજે તો અધૂરા ઘડા ઠેર-ઠેર છલકાતા દેખાય છે અને પોતાના અજ્ઞાન કે અર્ધજ્ઞાનને કારણે ધર્મબોધને નામે કંઈ કેટલાં ક્લેશ-કંકાસ અને અજ્ઞાન-અંધશ્રદ્ધાને જન્માવી રહ્યા છે. ભગવાનના તીર્થંકર-જીવનનો બોધપાઠ તો કરુણા, દયા, અહિંસા અને વિશ્વ વાત્સલ્યનો જ છે. અહિંસાના સાક્ષાત્કાર સમક્ષ વૈરવિરોધ ન ટકી શકે; ત્યાં તો સ્નેહ અને વાત્સલ્યનાં જ પૂર વહે. વળી ધર્મનાં દ્વાર સર્વ જીવો માટે સર્વદા ખુલ્લાં જ હોય – એ છે ભગવાનના સમવસરણનો બોધપાઠ. મમત, કદાગ્રહ અને પૂર્વગ્રહોથી પ્રેરાઈને કરેલાં વાદવિવાદ અને જીભાજોડી મિથ્યા છે. સત્ય સમજવું હોય તો સૌની વાતને સમજો, વિચારો અને તમારી વાત સામાને સમજાવો; વસ્તુના એકાદ અંશને સંપૂર્ણ સત્ય ન માની બેસો – એ છે ભગવાનના વિભજ્યવાદ, સ્યાદ્વાદ, અનેકાન્તવાદનો બોધ. એ બોધને ભૂલીને આજે આપણે કેટલા ક્લેશ-કંકાસમાં ફસાઈ ગયા છીએ ! પ્રભુની આ અહિંસાની કસોટી તો પ્રભુના સાધનાકાળ દરમ્યાન અનેક વાર અનેક ભયંકર ઉપસર્ગો વખતે થઈ ચૂકી હતી, છતાં અહિંસાની પ્રભાનું સૌથી વધુ ઝળહળતું દર્શન જનતાએ જ્યારે ગોશાળાએ પ્રભુ ઉપર તેજોવેશ્યા મૂકી તે વેળાએ કર્યું, શું વિકટ એ અવસર અને શું વિરલ એ અગ્નિપરીક્ષા! પોતાના બે-બે શિષ્યો ભસ્મસાત્ થવા છતાં પ્રભુ લેશ પણ વિચલિત ન બન્યા! અને છેવટે પોતાની જાત ઉપર મુસીબત આવી પડી ત્યારે પણ જાણે એ જ સમતા-રસનો દરિયો લહેરાતો હતો ! Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ જિનમાર્ગનું જતન ભગવાનના સમગ્ર જીવનનો બોધપાઠ છે આત્માની બંધનમુક્તિ. શ્રી આચારાંગસૂત્રમાં ભગવાને કહ્યું છે –લે મેદાવી ને મyધાયણસ વેયને ને ય વક્વપમોરવણી – જે અહિંસામાં કુશળ છે, અને જે બંધમાંથી મુક્તિ મેળવવાની જ વેતરણમાં રહે છે તે જ સાચો બુદ્ધિમાન છે. ચેતનમાત્રમાં સમાન ગુણનું દર્શન કરી, અહિંસાના માર્ગે લોકજીવનનું નવસર્જન કરનાર પ્રભુ મહાવીરનો માર્ગ વિશૃંખલ વિશ્વને સુવ્યવસ્થિત કરવાની ચાવી છે. જ્યારે પણ દુનિયાનું સર્વહિતકારી, સર્વોદયગામી નવસર્જન થશે, ત્યારે એ અહિંસાના માર્ગે જ થશે. એ અહિંસાનો માર્ગ પ્રભુ મહાવીરે ઉપદેશેલા માર્ગથી જુદો નહીં હોય – ભલે એનાં નામ કે રૂપ જુદાં હોય ! ભગવાનનો જીવનબોધ આપણને સાચા બુદ્ધિમાન બનવાની પ્રેરણા આપે એ જ પ્રાર્થના. (તા. ૧-૪-૧૯૫૭) (૫) મહાવીરચરિત્રની ખોટ કઈ રીતે પૂરીશું? મહાવીર-જયંતી આવે છે અને સૌથી પહેલાં કોઈ વસ્તુ તરફ વિશેષ ધ્યાન જાય છે તો તે મહાવીરચરિત્રની ખોટ તરફ. મહાવીરસ્વામીના એક સુંદર ચરિત્રની ખોટ આપણને લાંબા સમયથી જણાયા કરે છે, છતાં એ ખોટ પૂરી શકાય એ દિશામાં જોઈએ તેવાં પગલાં આપણે નથી ભરી શકયા એ હકીકત દુઃખ ઉપજાવે એવી છે. - આમ તો છેક ભદ્રબાહુસ્વામી રચિત “કલ્પસૂત્ર'થી માંડીને અત્યારના સમયના પં. મ. શ્રી. કલ્યાણવિજયજીવિરચિત હિન્દી “શ્રમ માવાન મહાવીર’ સુધીનાં ભગવાન મહાવીરસ્વામીનાં અનેક ચરિત્રો સંસ્કૃત, પ્રાકૃત, હિન્દી, ગુજરાતીમાં (અને એકાદ-બે અંગ્રેજીમાં પણ) લખાયેલાં મળે જ છે; અને છતાં એક સરસ ચરિત્રની ખોટ આપણને લાગ્યા જ કરે છે. આ માટે ખાસ મુદ્દાનો સવાલ તો એ ઊઠે છે, કે આપણે કેવા પ્રકારનું મહાવીરચરિત્ર ઇચ્છીએ છીએ? આ સવાલનો જો આપણે બરાબર જવાબ મેળવી શકીએ તો પછી આગળનું કામ કંઈક સરળ થઈ શકે. મહાવીર-ચરિત્રનો અમે વિચાર કરીએ છીએ ત્યારે મુખ્ય ત્રણ બાબતો અમારા ખ્યાલમાં આવે છે. પહેલી વાત એ ખ્યાલમાં આવે છે કે એ ઐતિહાસિક દૃષ્ટિએ એટલે Page #130 -------------------------------------------------------------------------- ________________ મહાવીર-જીવન : ૫ ૧૦૭ કે સંશોધનાત્મક દૃષ્ટિએ લખાવું જોઈએ. જે કાળમાં માનવીની વૃત્તિ વિશેષ અંતર્મુખ હતી અને ઘટનાઓનો ઇતિહાસ સાચવી રાખવાની પ્રથા બહુ જ ઓછી હતી, તે કાળની કોઈ પણ વ્યક્તિનો કડીબદ્ધ ઇતિહાસ લખવો એ બહુ મુશ્કેલ કામ છે એ સાચી વાત છે. પણ છેલ્લી અડધી-પોણી સદીમાં પ્રાચીન સમયનું કકડે-કકડે જે કંઈ સંશોધન કરવામાં આવ્યું છે, અને કેવળ એક દેશની જ નહીં, પણ જુદા-જુદા દેશોમાં બનેલી છેલ્લાં ત્રણેક હજાર વર્ષની ઘટનાઓનું જે કંઈ આછું-પાતળું પણ સંકલન કરવામાં આવ્યું છે અને એ ઘટનાઓની પરસ્પરની અસરો વિશે એટલે કે એકબીજા દેશની સંસ્કૃતિઓની પરસ્પરની અસરો વિશે જે કંઈ લખવામાં આવ્યું છે, તે એટલી બધી રચનાત્મક સામગ્રી ઉપસ્થિત કરે છે, કે જો કોઈ એ બધાનો સતત અભ્યાસ અને અનુશીલન કરે અને એના ઉપરથી તટસ્થ બુદ્ધિથી પ્રાચીન ઐતિહાસિક ઘટનાઓની કડીઓ મેળવવાનો પ્રયત્ન કરે, તો જરૂર એક સારું એવું ઈતિહાસ-સિદ્ધ માળખું તૈયાર કરી શકે એમાં શક નથી. આનો અર્થ એ થયો કે મહાવીરચરિત્રની ઐતિહાસિક ભૂમિકાને નક્કર બનાવવા માટે કેવળ જૈન સાહિત્યનો – ભલે પછી એ ગમે તેટલો ગહન કે સૂક્ષ્મ હોય – અભ્યાસ કરવાથી કામ ન ચાલી શકે. એ માટે તો પૌત્ય અન્ય સંસ્કૃતિને અનુલક્ષીને જે કંઈ રાષ્ટ્રીય તેમ જ આંતરરાષ્ટ્રીય સાહિત્ય પ્રગટ થયું હોય, તે બધાનો બારીકાઈથી અભ્યાસ કરવો જોઈએ; કારણ કે પૌર્વાત્ય સંસ્કૃતિના ઘડતરમાં તેમ જ તેના સંરક્ષણ અને સંવર્ધનમાં જૈન સંસ્કૃતિએ કંઈ નાનોસૂનો ફાળો આપ્યો નથી. એક રીતે કહીએ તો “ડુંગર ખોદીને ઉંદર કાઢવા” જેવું, ખૂબ ધીરજ હોય તો જ થઈ શકે એવું આ કામ કહી શકાય. આવા સાહિત્યના અભ્યાસમાં બૌદ્ધ સાહિત્યના ઝીણવટભર્યા અભ્યાસને વિશિષ્ટ સ્થાન મળવું જ જોઈએ એ કહેવાની જરૂર ન હોય. આવું ઇતિહાસ-શુદ્ધ મહાવીરચરિત્ર તૈયાર કરવું હોય, તો અત્યારે તો અમને ચોક્કસ લાગે છે કે એ કામ કોઈ એક વિદ્વાનથી થઈ શકે નહીં. એટલે એ માટે તો વિદ્વાનોનું એક નાનું સરખું મંડળ જ ઊભું કરવું જોઈએ, જેમાં ગૃહસ્થો કે સાધુઓ, જૈનો કે જૈનેતરો એવો કોઈ પણ જાતના ભેદભાવ રાખ્યા વગર જે કોઈ આવી સેવા યોગ્ય રીતે બનાવી શકે એમ હોય, તેમને સ્થાન આપવું જોઈએ. આ થઈ ઐતિહાસિક દૃષ્ટિની વાત. હવે બીજી બાબતો વિચારીએ. ખરી વાત તો એ છે કે જો ઐતિહાસિક દૃષ્ટિને આપણે એના વિશાળ અને યથાર્થ રૂપમાં સ્વીકારીએ તો બીજી બાબતોનો પણ એમાં જ સમાવેશ કરી શકાય; છતાં વ્યવહારુ વિચારણા પ્રસંગે ખ્યાલમાં રહી શકે તે માટે એ બીજી બે બાબતોનો પણ અહીં જુદા રૂપે નિર્દેશ કરવો ઈષ્ટ માન્યો છે. Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ જિનમાર્ગનું જતન મહાવીર-ચરિત્ર અંગે ઉપસાવવા લાયક બીજી મહત્ત્વની બાબત તે તેમણે કરેલા ધાર્મિક ક્રાંતિ સંબંધી છે. બ્રાહ્મણ-સંસ્કૃતિએ માનવજાતિના આધ્યાત્મિક એટલે કે ધાર્મિક અધિકારો ઉપર સંકુચિતતાની જે કાલિમા બિછાવી દીધી હતી અને માનવ તરીકે જન્મ ધારણ કરવા છતાં અમુકને જ ધર્મપાલનનો ઇજારો નક્કી કરી આપ્યો હતો, તેને પરિણામે લાખો માનવીઓની ગુલામો કરતાં ય અધમ દશા થઈ ગઈ હતી. એ ભયંકર પરિસ્થિતિનું પરિમાર્જન કરવામાં ભ૦ મહાવીર અને ભ૦ બુદ્ધ ભારે જહેમત ઉઠાવી હતી. એટલે ભગવાન મહાવીરે કરેલું ધર્મપ્રવર્તનનું કાર્ય એક નમૂનેદાર ધાર્મિક ક્રાંતિ તરીકે જ ઓળખાવી શકાય. મહાવીરચરિત્ર-લેખકે આ પાસાને પણ મનનપૂર્વક ઉપસાવવું જોઈએ. આ થઈ ભગવાન મહાવીરના કાર્યક્ષેત્રની વાત. અને ત્રીજી છતાં સૌથી વિશેષ મહત્ત્વની વાત તે ભગવાન મહાવીરની સાધનાને લગતી છે. મહાવીરચરિત્રમાં આ બાબત સૌથી મોખરે રહેવી જોઈએ એમ અમે માનીએ છીએ. ભગવાન મહાવીરના જીવનનું હાર્દ તે તેમની સાધના છે. અત્યાર લગીનાં ચરિત્રોમાં આ સંબંધી ઘણું ઘણું લખાયું છે, છતાં એમાં વિશેષતઃ બાહ્ય દૃષ્ટિ રહી છે; આંતર દૃષ્ટિનું પ્રમાણ ઘણું ઓછું સચવાયું છે. ખરી વાત તો એ છે, કે ભગવાન મહાવીરે કરેલી સાધના નિરાશ થતી માનવતા માટે આશા પ્રેરનારી મહાસંજીવની છે. આ સાધનાનું ચિત્રણ એટલી કુશળતાપૂર્વક થવું જોઈએ, જેથી કોઈ પણ જાતના ચમત્કાર કે અચરજોનો આશ્રય લીધા વગર કેવળ આત્મબળ અને આત્મશ્રદ્ધાના બળ દ્વારા નરમાંથી નારાયણ બનવાની એટલે કે માનવીમાંથી ઈશ્વર બનવાની પ્રક્રિયાનો સચોટ ખ્યાલ આવી જાય. ચરિત્રલેખક મહાવીરની સાધનાનું ચિત્રણ એવું તો અદ્દભુતતાભર્યું ન જ બનાવે, કે જેથી વાચક એ સાધના પોતાને માટે સાવ અશક્ય-અસંભવ માનીને, વીયલ્લાસ ન અનુભવાતાં માત્ર સ્તુતિમાં જ સંતોષ માની બેસે. આવાં ચરિત્રોનો ખરો ઉપયોગ તો જીવનમાં આશા, ઉત્સાહ અને પ્રેરણાનો સંચાર કરવાનો જ હોવો જોઈએ; અને તે તો ત્યારે જ બને કે જ્યારે એના લખનારે મહાવીરની સાધનાને હૈયામાં ખૂબખૂબ ઘૂંટી લીધી હોય. આ રીતે મહાવીરચરિત્ર ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય, ધાર્મિક ક્રાંતિ અને આત્મિક સાધના એ ત્રણ દૃષ્ટિથી લખાવું જોઈએ. આ ત્રણેને ભગવાન મહાવીરના જીવનના ત્રણ તબક્કા સાથે મેળવવી હોય તો એમ કહી શકાય કે ભ. મહાવીરનું ગૃહસ્થાવસ્થાનું ૩૦ વર્ષનું જીવન તે ઐતિહાસિક ભૂમિકા. તેમનું કેવળજ્ઞાન પછીનું ધર્મપ્રવર્તનનું ૩૦ વર્ષનું જીવન તે ધાર્મિક ક્રાંતિ, અને વચલા ૧૨ વર્ષનું સાધક તરીકેનું જીવન તે તેમની Page #132 -------------------------------------------------------------------------- ________________ મહાવીર-જીવન : ૫ ૧૦૯ સાધના. આ ત્રણ ક્ષેત્રોને ન્યાય આપવા માટે ત્રણ પ્રકારના વિદ્વાનોનો સુમેળ થવો જોઈએ: ઐતિહાસિક દૃષ્ટિ માટે વિશાળ દષ્ટિવાળા ઇતિહાસવિદોનો, ધાર્મિક ક્રાંતિ માટે ધર્મક્ષેત્રની સાચી મર્યાદા પિછાણનાર માનવ-સેવકોનો અને સાધના માટે અહિંસા, સંયમ અને તપનો સાક્ષાત્કાર કરવા મથતા સાધકોનો. સુંદર મહાવીરચરિત્ર તૈયાર કરવું હોય તો આવું કંઈક આપણે કરવું જોઈશે. અને જ્યારે પણ આવું સરસ મહાવીરચરિત્ર આપણી પાસે તૈયાર થશે, ત્યારે જૈનધર્મના કે મહાવીપ્રભુના જાગતિક મહિમાના સ્થાપન માટે આપણે આજીજીભરી વકિલાત કરવાપણું નહીં રહે. (તા. ૧-૪-૧૯૪૯) Page #133 -------------------------------------------------------------------------- ________________ અહિંસાદર્શન અને અહિંસક આચારો (૧) પ્રતિભાશીલ અહિંસાદષ્ટિઃ સ્થિર વિજયમાર્ગ અહિંસાને પોતાના જીવનધ્યેય તરીકે સ્વીકારીને એની સાધનામાં પોતાના સર્વસ્વનું સમર્પણ કરનાર અને દુનિયાને અહિંસાને માર્ગે જ દોરનાર મહાપુરુષનો – ભલે તે મહાવીર હોય, બુદ્ધ હોય, કનફ્યુશિયસ હોય, ઇસ હોય કે નામી-અનામી ગમે તે સંત હોય – આજની દુનિયાને ભારે ખપ છે; એવાઓની આજની દુનિયા શોધ કરી રહી છે. અનાજમાં તો સદાકાળ મીઠાશ હોય જ છે; પણ એ મીઠાશનો અનુભવ મેળવવા માટે સુધાની જરૂર રહે છે. અહિંસા તો માતાની પેઠે સદા-સર્વદા સહુ કોઈનું કલ્યાણ કરનારી જ છે; પણ એના એ સર્વકલ્યાણકારી તત્ત્વની પિછાણ થવા માટે સામાન્ય માનવીને સંતાપ અને અશાંતિનો કટુ અનુભવ થવાની જરૂર રહે છે. આવો અનુભવ આજના માનવીને ઠીક-ઠીક થયો છે એમ કહી શકાય. ૨૫-૩૦ વર્ષ જેટલા સાવ ટૂંકા ગાળામાં થયેલાં બે મહા-વિશ્વયુદ્ધોએ હિંસાના માર્ગે થતી તારાજીનો માનવીને સચોટ ખ્યાલ અને જાતઅનુભવ પણ આપી દીધો છે; એટલું જ નહીં, અત્યારે શોધાયેલાં અને શોધાઈ રહેલાં નવાં-નવાં શસ્ત્રાસ્ત્રો પછી, કમનસીબે, જો ત્રીજું વિશ્વયુદ્ધ આવી પડે તો માનવજાતની કેવી કલ્પનાતીત અને ભયંકર ખાનાખરાબી થાય એના વિચારમાત્રથી ભલભલા લોખંડી હૈયાંના રાજદ્વારી પુરુષો પણ કમકમી ઊઠ્યા છે, તો પછી તત્ત્વજ્ઞો અને વિચારકોના સંતાપનું તો પૂછવું જ શું? ખૂનરેજીની આવી ભયંકર ભૂમિકા એ અહિંસાનું સાચું મૂલ્ય સમજવાની ભૂમિકા બની જાય છે, માનવીને અહિંસામાં જ સંજીવનીનાં સુભગ દર્શન થાય છે. માનવીનું હૈયું યુદ્ધ અને હિંસાને બદલે શાંતિ અને અહિંસાનું રટણ કરવા લાગે છે. આજે કેવળ હિંદુસ્તાનમાં જ નહીં, આખી દુનિયામાં અહિંસાના આવકાર અને પ્રચારની ભૂમિકા સર્જાઈ રહી છે, અને તેથી દુનિયાની કોઈ પણ અહિંસક સંસ્કૃતિને માટે આજનો યુગ એ ખરેખરું કામ કરીને પોતાનું નામ ચરિતાર્થ કરી બતાવવાનો સુવર્ણયુગ છે એમ અમે ચોક્કસ માનીએ છીએ. એટલે ભગવાન બુદ્ધની જયંતીના Page #134 -------------------------------------------------------------------------- ________________ અહિંસાદર્શન અને અહિંસક આચારો : ૧, ૨ નિમિત્તે કે બીજા કોઈ પણ નિમિત્તે અહિંસા, કરુણા, વિશ્વપ્રેમ અને શાંતિની ભાવનાનો પ્રચાર થાય એને અમે ઇષ્ટ ગણીએ છીએ. વળી, પોતાની કરુણા, ક્ષમાશીલતા, વિશ્વવત્સલતા, ઉદારતા અને સમતાને કા૨ણે ભગવાન બુદ્ધે બૌદ્ધધર્મના અનુયાયીઓ ઉપરાંત અન્ય વિદ્વાનો અને વિચારકોના અંતરમાં પણ ભારે આદરભર્યું સ્થાન મેળવ્યું છે એ એક નક્કર હકીકત છે. એટલે એમના પ્રત્યેના ભક્તિભાવથી પ્રેરાઈને પણ જો દેશ-વિદેશના આગેવાનો, વિચારકો અને વિદ્વાનો અહિંસાને અપનાવતા હોય તો તેથી દુનિયાનું કલ્યાણ જ થવાનું છે એમાં શંકા નથી. ૧૧૧ અહિંસાનો વિજ્ય એ ધર્મમાત્રનો વિજય છે, કેવળ શ્રમણ-સંસ્કૃતિનો વિજય નથી. આવો વિજ્ય થતો હોય તો એમાં આ કે તે નામના મોહમાં ન તણાતાં, સહુ કોઈએ એમાં સાથ આપવો એ જ મુખ્ય વાત છે. છેવટે તો નામનું નહીં પણ ગુણગ્રાહક વૃત્તિનું જ ખરું મૂલ્ય થવાનું છે, અને એ વૃત્તિથી જ માનવી પોતાનું અને ૫૨નું કલ્યાણ કરી શકવાનો છે. અમે આ દૃષ્ટિએ ભગવાન બુદ્ધના પરિનિર્વાણની પચ્ચીસસોમી જયંતીના મહોત્સવનું સ્વાગત કરીએ છીએ, અને સૌ કોઈ એમાં ઉદારતાપૂર્વક સાથ આપે એમ ઇચ્છીએ છીએ. (૨) જીવદયા = આપદયા પૂર્વજન્મ કે પુનર્જન્મ જેવી તત્ત્વજ્ઞાનથી સમજી શકાય એવી વાત કે ‘કરે તેવું પામે અને વાવે તેવું લણે' જેવી સામાન્ય સમજમાં પણ સહેલાઈથી ઊતરી શકે એવી વાત – એ બંને દૃષ્ટિએ જીવદયાનું ભારે મહત્ત્વ છે. જીવદયા એટલે, માત્ર શરીરભેદથી ભાસતો નાના-મોટાનો ભેદભાવ ભૂલી જઈને, જીવમાત્ર પ્રત્યેની ક્રૂરતાનું નિવારણ-માત્ર જ નહીં, પણ જીવમાત્રને સુખ ઊપજે એવી પ્રવૃત્તિનો આદર. આજે દેખીતી રીતે તો એમ મનાવા લાગ્યું છે કે માનવી આખી દુનિયાના કેન્દ્રમાં છે, અને બાકીની પ્રાણીસૃષ્ટિએ એની મરજી અનુસાર જીવવા કે મરવા તૈયાર રહેવાનું છે. પોતાની સુખ-સગવડ, તંદુરસ્તી કે સાહ્યબીમાં વધારો થઈ શકતો હોય, તો ગમે તે જીવનો વધ કરવાનું આજે જાણે સહેલું લાગવા માંડ્યું છે. આમ તો પોતાના નિર્વાહ (તા. ૧૯-૫-૧૯૫૬) Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ જિનમાર્ગનું જતન ખાતર પ્રાણીઓનો ભોગ લેવાનો ક્રમ દુનિયાના ક્રમ જેટલો જ જૂનો છે; પણ આ છેલ્લી પચ્ચીસીએ તો મુખ્યત્વે ભોગવિલાસ અર્થે એની માઝા મૂકી હોય એમ લાગે છે. જીવનનિર્વાહ એ એક વાત છે અને ભોગવિલાસ એ બીજી વાત છે. પણ માનવજાતે આજે લીધેલો આ રાહ કુદરતના કાનૂનથી અવળો છે. આ રાહે માનવજાત સાચા સુખનું સ્વપ્ન પણ ન સેવી શકે, તો પછી તેની પ્રાપ્તિની તો વાત જ શી ? વિષનાં વાવેતર કરીને અમૃત જેવાં ફળો નિપજાવી શકાય? રખે આ વિધાનને કોઈ ધર્મભાવનાની ઘેલછા માની લે; “બે ને બે ચાર” જેવા જ નિશ્ચિત સત્યથી ભરેલું આ વિધાન છે. અને આજે જ્યારે માનવીની બુદ્ધિ વિજ્ઞાન તરફ વધુ ઝૂકવા લાગી છે, ત્યારે તો જો માનવી પોતાનો સ્વાર્થ અળગો કરીને ઘડીભર કડવું લાગતું પણ સત્ય સમજવા-સ્વીકારવાની તૈયારી બતાવે, તો આ વાત બહુ સહેલાઈથી ગળે ઊતરે એવી છે. આપણે જોઈએ છીએ કે આજે શરીરમાં પેઠેલો નજીવો ચેપ વખત જતાં ભયંકર રોગનું રૂપ ધારણ કરીને માનવીને હતો-ન હતો કરી નાખે છે. વીજળીના તારોની ગોઠવણીમાં થઈ ગયેલી નાની-શી સરતચૂક સર્વત્ર અંધકાર ફેલાવી મૂકે છે, આગનું તાંડવ ઊભું કરી દે છે કે જીવલેણ આફત ઊભી કરી દે છે. આવા તો કંઈ-કંઈ દાખલાઓ આપણે રોજ નજરે જોઈએ છીએ. આવી નજીવી લાગતી ભૂલો પણ જો એનું પરિણામ જન્માવ્યા વગર ન રહેતી હોય, તો આપણે આપણા મનની મોજ પ્રમાણે બીજાં જીવજંતુઓને હેરાન-પરેશાન કરીએ કે એનો સંહાર કરીએ તો આપણાં એ અપકૃત્યો પણ દુષ્પરિણામો જન્માવે છે – ભલે એ દુષ્પરિણામોનો જન્મ આપણી બુદ્ધિ ન પહોંચી શકે એટલા લાંબા કાળ પછી થાય કે તરત જપણ એ થવાનો જરૂર. કારણ વગર કાર્ય ન નીપજે” એ સનાતન નિયમમાં જો આપણે આસ્થા ધરાવતા હોઈએ તો એ પણ ઉપરના જ વિધાનનું સમર્થન કરે છે. માનવી નાની-મોટી અનેક અણધારી આફતમાં સપડાઈને પિલાયા કરે છે તેનું પણ કંઈક કારણ તો હોવું જ જોઈએ ને? એ કારણોમાંનું એક કારણ તે જીવોની હિંસા. આ રીતે જીવહિંસા એ પરિણામે તો આપણી પોતાની જ હિંસા કરવા જેવું અવિચારી કાર્ય છે. એટલે એ યોગ્ય જ વચન છે કે જીવદયા એટલે આપદયા. એટલે જીવદયાનો આદર કરીને માનવી પોતાનો જ બચાવ કરે છે અને પોતાની જ અધોગતિને રોકે છે. સ્થૂળ રીતે તો માનવીની ગણના પણ પ્રાણીમાં જ કરવામાં આવે છે. પણ બીજાં પ્રાણીઓથી એને જુદો પાડનારું તેમ જ એને ઊંચે પદે સ્થાપનારું તત્ત્વ છે તેનું બીજા જીવો પ્રત્યેનું વર્તન. આપણા દેહનો નિયામક, સંચાલક અને માલિક એવો જે આપણો Page #136 -------------------------------------------------------------------------- ________________ અહિંસાદર્શન અને અહિંસક આચારોઃ ૨ ૧૧૩ આત્મા, એવા જ આત્માનું વિશ્વના સમગ્ર ચેતનવંત તત્ત્વમાં દર્શન કરવું અને એ દર્શનને પરિણામે નાના-મોટા દેહધારી જીવમાત્ર સાથે સમવેદના, સહાનુભૂતિ, સમાનતા અને છેવટે એકતાનો અનુભવ કરવો એ જ માનવજીવનનો ખરો લ્હાવો છે, અને એ લ્હાવાને હાંસલ કરવાનો રાજમાર્ગ છે જીવદયા કે અહિંસા. આ તો થઈ જરાક તાત્ત્વિક કે ઊંચી દૃષ્ટિથી જીવદયાની વિચારણા. પણ કેવળ દુન્યવી લાભાલાભની દૃષ્ટિએ વિચાર કરીએ તો પણ જીવદયા મહત્ત્વનું સ્થાન પામી જાય એમ છે. ભગવાન શ્રીકૃષ્ણની ગોભક્તિ સમગ્ર ભારતમાં આબાલ-ગોપાલમાં જાણીતી છે. ભગવાન મહાવીરસ્વામીના પ્રથમ કોટિના શ્રાવક શિષ્યોમાંના કેટલાકની સંપત્તિની ગણના એમની પાસેનાં ગોકુળો ઉપરથી કરવામાં આવી છે. એ બધા ઉપરથી જાણી શકાય છે, કે પશુધન એ દેશની એક મહત્ત્વની સંપત્તિરૂપ છે. જે કાળમાં માનવવ્યવહારમાં સિક્કાઓનું અત્યારના જેટલું વધારે પડતું મહત્ત્વ નહોતું અને સિક્કાઓના ઢગ જમાવવાની હડકાથી વૃત્તિએ માનવીના અંતરનો કબજો નહોતો લીધો, ત્યારે માનવી ભારે પશુપ્રેમી હતો અને પશુઓને પાળવામાં, ઉછેરવામાં અને તેનું રક્ષણ કરવામાં તેને જીવંત રસ હતો. અને પશુઓ માનવીના એ પ્રેમનો પૂરો બદલો વાળી આપતાં. પશુપાલન અને પશુપ્રેમના એ યુગમાં, બીજું ગમે તે હોય, પણ માણસ ખાધેપીધે દુઃખી કે શરીરે કંગાળ ન હતો. એ ચોપગાં પશુઓ એનું ખેતર ખેડવામાં કામ આપતાં, રણમેદાન જીતવામાં હેરત પમાડે એવી કુશળતા દાખવતાં અને એની કાયાને પુષ્ટ કરવા માટે દૂધ-ઘીનાં અમૃતનાં દાન કરતાં. કેવળ આર્થિક દૃષ્ટિએ પણ માનવ-જીવનમાં આ પશુઓ અને ઢોરોનું ભારે અગત્યનું સ્થાન છે. એની ખાસ વિશેષતા તો એ છે કે પૈસાની શક્તિ એની ખરીદશક્તિ)માં તો નિરંતર ભરતી કે ઓટ આવ્યા જ કરે છે, જ્યારે પશુ-સંપત્તિની શક્તિ લગભગ એકરૂપે જ ચાલ્યા કરે છે. શેર ઘી કે શેર દૂધ ગમે ત્યારે એટલી જ શક્તિ આપવાનાં. પશુ-સંપત્તિની શક્તિનું આ અચળપણું આપણે ભૂલી ગયા છીએ, પણ એને સંભાર્યે જ આપણો આરો છે, (અલબત્ત, અત્યારના સિક્કાના ચલણની અસર પશુપાલન કે ઘી-દૂધ પર પડ્યા વગર નથી રહી; છતાં ઘી-દૂધની મૂળ શક્તિમાં તો તેથી વિશેષ ફરક નથી પડતો. માત્ર એટલું જ કે એ ખરીદવાની આપણી પોતાની શક્તિમાં ફેર પડી જાય છે ખરો.) એ ચોપગાં પશુઓ જીવતાં આપણી અનેક પ્રકારની સેવા કરે છે અને મરીને પણ એનાં હાડચામથી આપણી અનેક સગવડો પૂરી પાડતાં જાય છે. Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ જિનમાર્ગનું જતન આ રીતે જોઈ શકાશે કે પશુધન જ સાચું ધન છે; અને એમાં જ આપણી અને દેશની સાચી ઉન્નતિ છે. જો ઢોરના ઉછેર પ્રત્યે આપણે આળસુ અને દયાહીન ન થયા હોત, તો ઝાઝા રૂપિયા પરદેશમાં મોકલીને લવાતી શક્તિની દવાઓથી આપણાં સંતાનોને ઉછીની તાકાત અપાવવાનો અવળો ધંધો આપણે ન કર્યો હોત. તેથી દેશનું પશુધન વધારવું એ માત્ર સરકારનું જ નહીં, પણ એકેએક માણસનું પોતાનું કામ છે, અને જ્યારે દેશમાં લોકશાસનની આણ હોય ત્યારે તો એ સવિશેષપણે સૌની ફરજ બની જાય છે. એટલું ખરું કે એ માર્ગમાં જે મુશ્કેલીઓ હોય તે દૂર કરવાનું અને જે આપણા પોતાથી ઊભી ન થઈ શકે તેવી અનિવાર્ય જણાતી સગવડો કરી આપવા આપણે સરકારને ભારપૂર્વક કહી શકીએ, અને સરકારે એ તરફ ધ્યાન પણ આપવું જોઈએ. પણ સરકારને કહેતાં પહેલાં એ માટેની જરૂરી તૈયારી કરવાનું કામ પ્રજાનું છે. ભૂમિકા તૈયાર હશે તો સરકારને આપ્યા વગર છૂટકો નથી; કારણ કે સરકાર પણ એમ તો જરૂર ચાહે જ કે પોતાના દેશની સમૃદ્ધિમાં વધારો થાય. આ રીતે તાત્ત્વિક કે આર્થિક ગમે તે દૃષ્ટિએ પશુસંવર્ધન અને જીવદયા પ્રજાજીવનમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. તેથી જેઓ એ ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે તેઓ દેશસેવાનું જ કામ કરે છે, અને તેમને પૂરો સાથ અને સહકાર આપવો દરેક દેશવાસીની ફરજ છે. પશુસંરક્ષણને આપણે પ્રજાસંરક્ષણ સમજીએ, જીવદયાને આપદયા સમજીએ અને જાગ્યા ત્યારથી સવાર ગણીને આપણી સંસ્કૃતિની શોભા અને દેશની શક્તિ વધારવાના આ પુણ્યકાર્યમાં આપણો વધુમાં વધુ ફળો નોંધાવીએ. (તા. ૨૮-૧-૧૯૫૦) (૩) બંધારણસભાનું પ્રશંસનીય કાર્ય (ઢોરોની કતલની મનાઈ) હિંદની બંધારણ-સભાએ, તા. ૨૪-૧૧-૧૯૪૮ના રોજ, દેશના બંધારણના ખરડામાં ગાય અને બીજાં ઢોરોની કતલની સંપૂર્ણ અટકાયત કરતી એક કલમનો સ્વીકાર કરીને દેશની ભારે સેવા બજાવી છે. સ્વરાજ્ય હાંસલ કર્યા પછી આ માટે દેશના ખૂણેખૂણામાંથી જોરદાર માગણી કરવામાં આવી હતી, છેવટે બંધારણ સભાએ એ લોકલાગણીને માન આપીને આ કલમનો સ્વીકાર કર્યો છે. કોઈ પણ પ્રાણીનો જીવ બચે એ અહિંસાની દૃષ્ટિએ તો બહુ પવિત્ર કાર્ય છે જ, પણ દેશનાં સ્વાથ્ય Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ અહિંસાદર્શન અને અહિંસક આચારો : ૩ અને અર્થકારણની દૃષ્ટિએ પણ દૂધાળાં અને બીજાં ઢોરોની કતલ અટકે એ મહત્ત્વનું કાર્ય છે. ભારતવાસીઓનાં જીવનમાં અતિપુરાતન કાળથી અહિંસા એટલી બધી ઊંડી ઊતરી ગયેલી છે કે જ્યારે પણ અહિંસાની સેવા બજાવતું કોઈ પણ કાર્ય કરવામાં આવે છે ત્યારે આપણાં હૈયાં આનંદથી નાચી ઊઠે છે. બંધારણસભાના આ પ્રશંસનીય કાર્યથી અમે પણ ખૂબ હર્ષિત બન્યા છીએ. આવું પ્રશંસનીય કાર્ય હાથ ધરવા બદલ અમે બંધારણસભાના બધા સભ્યોને, તેના પ્રમુખને અને આ કલમ રજૂ કરનાર શ્રીયુત પંડિત ઠાકુરદાસ ભાર્ગવને હાર્દિક અભિનંદન આપીએ છીએ. આપણા રાજ્યનું સંચાલન આપણા પોતાના જ હાથમાં હોય તો તેનો ઉપયોગ આપણે સમગ્ર દેશના હિતમાં કેવી સરસ રીતે કરી શકીએ એનો બંધારણ સભાએ એક દાખલો પૂરો પાડ્યો છે. સમગ્ર જનતાની તંદુરસ્તી અને દેશની ખેતી-વાડીના હિતની દૃષ્ટિએ વિચાર કરીએ તો દૂધાળાં અને બીજાં ઢોરોની કતલ આપણે ક્યારની ય અટકાવવી જોઈતી હતી. પણ જેને દેશના કલ્યાણની જરા પણ પરવા ન હતી અને દેશનું માંસ અને રુધિર સાવ સુકાઈ જઈને દેશવાસીઓ માત્ર હાડ અને ચામમાં મઢેલાં હાલતાં-ચાલતાં હાડપિંજરો જ બની રહે એમાં જ જે પોતાની સલામતી માનતી હતી, એ પરદેશી સરકારને આ કાર્ય કરવું ન ગમે એ સમજી શકાય એવી વાત છે. આપણી સરકારની સ્થાપના થઈ, અને તેણે દેશની શક્તિને ક્ષીણ કરતી આ ખામીને દૂર કરી છે. વર્ષે-વર્ષે વધતી જતી પ્રજાના ખમીરને પુષ્ટ બનાવવાનું કાર્ય અત્યારે ચિંતાનો વિષય થઈ પડ્યો છે. સંખ્યાની દૃષ્ટિએ પ્રજા થોડી હોય કે વધારે હોય એ બહુ મહત્ત્વનું નથી. ખરી મહત્ત્વની વાત તો પ્રજાની એક-એક વ્યક્તિ બળવાન હોય એ છે. આપણને પોષણ આપનારાં દૂધાળાં ઢોરોની કતલ થયાં કરે, દિવસે-દિવસે દૂધની તંગી અને મોંઘવારી વધતી જાય અને પ્રજાને પોષણ આપવા માટે આપણે દેશી કે પરદેશી નકલી પોષક તત્ત્વો (વિટામિનો) માટે ફાંફાં માર્યા કરીએ એ તો લાખ આપીને રાખ લેવા જેવો અવળો ધંધો ગણાય. આ જ રીતે ખેતી માટેનાં જરૂરી ઢોરોની કતલ થવા દેવી અને ખેડને માટે ટ્રેક્ટરો કે એવાં યંત્રો વસાવવાં એ પણ ખોટનો જ ધંધો હતો. બંધારણસભાએ એ ઊંધી માણે માપવા જેવા કાર્યને અળગું કરવાની મોકળાશ કરી આપી છે એ બહુ સમયસરનું કામ થયું છે. કમિટીની જે ભલામણોના આધારે આ કલમ હાથ ધરવામાં આવી છે તેમાં યોગ્ય જ કહેવામાં આવ્યું છે : “હિંદમાં ઢોરોની કતલ કોઈ પણ સંજોગોમાં ઇચ્છનીય નથી, અને તેથી તેને કાયદાની દૃષ્ટિએ ગુનો ગણાવાની જોગવાઈ કરવી જોઈએ. હિંદની ઉન્નતિ, ઘણે મોટે અંશે, તેનાં ઢોર ઉપર Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ જિનમાર્ગનું જતન અવલંબે છે. તેથી આવાં ઉપયોગી ઢોરોની કતલનો સંપૂર્ણ નિષેધ કરવો જોઈએ, અને તેનો અમલ વધુમાં વધુ બે વર્ષની અંદર વહેલામાં વહેલી તકે કરવો જોઈએ.” અહિંસાધર્મના પાલક તરીકે જૈનોને આથી આનંદ થાય જ એ કહેવાની જરૂ૨ નથી. હવે મુદ્દાની વાત એ છે કે ઢોરોની કતલ અટકાવવાની જોગવાઈ જ્યારે સરકારે આપણને કરી આપી છે, ત્યારે ઢોરોનો ઉછેર વગેરે સુધારવાની આપણી જવાબદારીમાં ખૂબ-ખૂબ વધારો થઈ જાય છે એ રખે આપણે ભૂલી જઈએ. જીવદયાની લાગણીથી પ્રેરાઈને આપણે પાંજરાપોળો ચલાવીએ છીએ એ ખરું, પણ અત્યાર લગી આવી પાંજરાપોળોનો ઉપયોગ મુખ્યત્વે અપંગ કે નિર્બળ ઢોરોને રાહત આપવા પૂરતો જ થતો હતો; આમાં આપણે ફેરફાર કરવો પડશે. પાંજરાપોળોમાં અપંગ ઢોરોને રાહત મળે એ તો ખરું જ; સાથે-સાથે ઢોરો વધુ બળવાન અને તંદુરસ્ત બને એ માટે પણ આપણે ધ્યાન આપવું પડશે. ટૂંકમાં એમ કહેવું જોઈએ કે આપણી પાંજરાપોળોને માત્ર ખોડાં ઢોરોનાં કેન્દ્રો બનાવવાના બદલે ઢોરઉછેરનાં કેન્દ્રો બનાવવાં જોઈશે. ઢોરોનો યોગ્ય ઉછેર એ પણ ઢોરો પ્રત્યેની અહિંસાનું એક અંગ જ ગણાવું જોઈએ. આમ થાય તો જ આપણે આ કાયદાથી દેશને યોગ્ય ફાયદો પહોંચાડી શકીએ. અમને ચોક્કસ લાગે કે બંધારણ-સભાએ સ્વીકારેલ આ કાયદાથી દેશને ઉન્નત બનાવવાનાં સાધનોમાં એક અતિ મહત્ત્વના સાધનનો, કોઈ પણ જાતના ખર્ચ વગ૨ આપમેળે ઉમેરો થઈ ગયો છે; અને એથી દેશની જનતાના સ્વાસ્થ્ય-ધનમાં સારો ઉમેરો થવાનો છે. (૪) જીવદયાની વિશ્વવ્યાપી હિમાયત જીવદયાપ્રેમી મહાનુભાવો તેમ જ જૈન સમાજ એ જાણીને રાજી થશે, કે તેઓ જે પ્રકારની ઊંચી કોટીની જીવદયાની હિમાયત કરે છે અને તેનું યથાર્થ રીતે પાલન કરવા માટે પ્રયત્ન પણ કરે છે, તેવી જીવદયાની વિશ્વવ્યાપી હિમાયત કરનારાઓનો વર્ગ ધીમે-ધીમે વધી રહ્યો છે; અને તેમાં પણ આવો જીવદયાપ્રેમી વર્ગ વધારવાના પ્રયત્ન પશ્ચિમના દેશમાં હાથ ધરવામાં આવ્યા છે એ વિશેષ નોંધપાત્ર અને આનંદ ઉપજાવે એવી બીના છે. (તા. ૧૯-૧૨-૧૯૪૮) પોતાના લાભને ખાતર પ્રાણીસૃષ્ટિનો ગમે તેવો ઉપયોગ કરવાની માનવીની સ્વાર્થી ટેવ જેમ જમાનાજૂની છે, તેમ ‘જીવમાત્રને જીવવાનો સમાન હક છે’ એ ઉદાત્ત Page #140 -------------------------------------------------------------------------- ________________ અહિંસાદર્શન અને અહિંસક આચારો : ૪ ૧૧૭ માન્યતા પણ કંઈ આજકાલની નથી. પ્રાચીન ધર્મપ્રરૂપકો અને સંતપુરુષો આ સત્યનું વારંવાર ઉચ્ચારણ કરીને માનવજાતને જાગૃત કરવાનો પ્રયત્ન સમયે-સમયે, કરતા જ રહ્યા છે. એટલે જીવદયા અને અહિંસા એ બધા ધર્મોના મુખ્ય અંગરૂપ બની ગયેલ છે – અલબત્ત, એમાં ઓછા વધતાપણું તો છે જ એ સ્પષ્ટ છે. તેથી જ્યારે પણ માનવજીવનના આંતરિક (આધ્યાત્મિક) વિકાસનો વિચાર આવે છે, ત્યારે અહિંસા અને જીવદયા આપમેળે આવીને ખડી થાય છે. માનવજીવનનો આદર્શ સંપૂર્ણ અહિંસાનો સાક્ષાત્કાર કરવાનો હોવા છતાં, એવી સર્વાંગસંપૂર્ણ અહિંસાનું પાલન જીવનનિર્વાહની દષ્ટિએ શકય નહીં હોવાથી, ઓછામાં ઓછી જીવહિંસાથી જીવનનો નિર્વાહ થાય એ રીતે પોતાનો જીવનક્રમ ગોઠવવો એટલી તો માનવીની ફરજ છે જ; આ ફરજના ભાનમાંથી જીવદયાનો પ્રારંભ થાય છે. યુરોપ અને અમેરિકા વગેરે પશ્ચિમના દેશોને આપણે મોટે ભાગે પોતાના લાભ માટે પ્રાણીસૃષ્ટિનો ગમે તેવો ઉપયોગ કરી લેનાર તરીકે પિછાણીએ છીએ. પણ આપણી આ માન્યતામાં ફેરફાર કરવો પડે અને એ દેશોમાં પણ આપણા જેવા જ જીવદયાના હિમાયતીઓ છે એ વાતના પુરાવારૂપ પ્રવૃત્તિઓ ત્યાં હાથ ધરવામાં આવ્યાના આનંદજનક સમાચાર મળે છે. તા. ૨૨-૧૧-૧૯૫૨ના “હરિજન' (અંગ્રેજી) સાપ્તાહિકમાં “પ્રાણીઓનું કલ્યાણ' શીર્ષકે એક નોંધ છપાઈ છે, તે ઇંગ્લેન્ડમાં આવી જ જીવદયા-પ્રચારક પ્રવૃત્તિ હાથ ધર્યાના સમાચાર પૂરા પાડે છે. એટલે જૈન સમાજની જાણ ખાતર એ નોંધનો અનુવાદ અહીં આપીએ છીએ : પ્રાણીઓનું કલ્યાણ પ્રાણીઓના જીવન પ્રત્યે પ્રેમ ધરાવનારાઓ – અને આવો પ્રેમ કોણ નહીં ધરાવતો હોય ? – પ્રાણીઓના કલ્યાણ અને સંરક્ષણ માટેની નીચેની હિલચાલ જાણીને રાજી થશે. જેઓ એ હિલચાલમાં જોડાવા ચાહતા હોય, તેમને વિનંતી કરવામાં આવે છે, કે નીચે ઉતારવામાં આવેલી નોટિસમાં સૂચવ્યા મુજબ, તેઓ પોતાની સહી કરીને તે મોકલી આપે : “અધિકારોનું કામચલાઉ હ૫ત્ર તૈયાર કરવામાં આવ્યું છે, અને તે અહીં નીચે રજૂ કરવામાં આવ્યું છે. જેઓ આ હક્કપત્રને કબૂલ રાખતાં હોય એવી વ્યક્તિઓ કે મંડળે – ભલે પછી એ ધાર્મિક હોય કે જીવદયાના હિમાયતી હોય – તેમને આના ઉપર સહી કરવાનું અને પોતાનાં અવલોકનો, સૂચનાઓ અને ટીકાઓ સાથે Mr. Ernest Swift, 12, The Down, Trow Bridge, Wiltshire, England - એ સરનામે મોકલી આપવાનું આમંત્રણ આપવામાં આવે છે. Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ જિનમાર્ગનું જતન. અધિકારોનું હક્કપત્ર , “૧. માનવી દ્વારા થતા પ્રાણીઓના ઉપયોગમાં, કોઈ પણ પ્રકારના કૂરતાભર્યા ગેરઉપયોગને સ્થાન ન હોઈ શકે. “૨. પ્રાણીઓનાં દુઃખો દૂર કરવા માટે તેમના ઉપયોગમાં તેમ જ તેમને લાવવા-લઈ જવામાં સવિશેષ સંભાળ લેવી જોઈએ. “૩. બધી જીવલેણ રમતોને નૈતિક અધઃપાત તરીકે વખોડી કાઢવી જોઈએ અને તેનું નિવારણ કરવા માટેના ઉપાયો હાથ ધરવા જોઈએ. ૪. ઉપયોગમાં લેવાતાં પ્રાણીઓ પ્રત્યે જેમાં પીડા કે ક્રૂરતાનો સમાવેશ થતો હોય એવાં મનોરંજનો, પ્રદર્શનો અને રમતોને બંધ કરવાં જોઈએ. “પ. ભૌતિકવિજ્ઞાનની પ્રયોગશાળાઓમાં કરાતો પ્રાણીઓનો ઉપયોગ અને પ્રાણીઓ ઉપર કરવામાં આવતી શસ્ત્રક્રિયાઓનો, પ્રેમના કાનૂનના સાચા અમલની સાથે મેળ બેસતો નહીં હોવાના કારણે ત્યાગ કરવો જોઈએ. “૬. જેઓના હૈયે પ્રાણીઓનું કલ્યાણ વસેલું છે તે બધાઓએ દયાભર્યા (નિરામિષ) ખોરાક અને કપડાંના સ્વીકારને ઉત્તેજન આપવું જોઈએ, અને એમ કરીને નિર્દોષ પ્રાણીઓ ઉપર આવી પડતાં દુઃખો અને તેમની મોટા પાયા ઉપર થતી હિંસાને ઘટડવામાં મદદ કરવી જોઈએ. “૭. આપણી સંસ્કૃતિ ઉપર લાગેલ આ (પ્રાણીપીડનના) કલંકનું નિવારણ કરવા સારુ વિશ્વવ્યાપી પ્રયત્ન કરવા માટે ખ્રિસ્તીઓ અને બીજા બધા ધર્મવાળાઓનો સહકાર મેળવવો જોઈએ. સહીઓ (ઉપરના હક્કપત્ર ઉપર સહી કરવાનું લખાણ) “અમો, નીચે સહી કરનારાઓ, સામૂહિક રીતે જાહેર કરીએ છીએ, કે મનુષ્યથી નીચા દરજ્જાના જીવોનું કલ્યાણ અને ઘાતકીપણાથી રક્ષણ કરવાની ખાસ જવાબદારી માનવીના શિરે રહેલી છે. આ જવાબદારીને અદા કરવા માટે એ જરૂરી છે કે આ હક્કપત્રની શરતોનું દરેક સ્થળે પાલન કરવામાં આવે.” આ નોંધ બહુ સ્પષ્ટ છે. અને એને તૈયાર કરનારના દિલમાં જીવદયાનો ખ્યાલ કેટલો ઊંડો છે તે પણ દર્શાવે છે. પ્રાણીઓની હિંસા કે પીડા જે-જે માર્ગોએ થવા સંભવ છે તેનો નિર્દેશ પણ આમાં ઠીકઠીક ઝીણવટપૂર્વક કરવામાં આવ્યો છે. આ રીતે આ નિવેદન બધા જીવદયાપ્રેમીઓ ને ધર્મપ્રચારકોને માટે આવકારપાત્ર જ નહીં, પણ અપનાવવા લાયક છે. ધર્મના નિમિત્તે ગમે તે પ્રવૃત્તિ કરીએ, પણ તેનો મુખ્ય ઉદ્દેશ તો જીવદયા, અહિંસા અને સત્યનો સાક્ષાત્કાર કે પ્રચાર કરવાનો જ છે. એટલે જ્યાં-જ્યાં એ તત્ત્વોનો પ્રચાર થતો હોય ત્યાં આપણો સાથ હોવો જ જોઈએ; Page #142 -------------------------------------------------------------------------- ________________ અહિંસાદર્શન અને અહિંસક આચારો : ૪, ૫ એમ કરીએ તો જ ધર્મની ભાવનાને અને ધર્મના વા૨સાને આપણે ચરિતાર્થ કરી શકીએ, આપણો જીવદયાપ્રેમ પણ આ રીતે જ સાચો પાડી શકીએ. અમે જૈનસંઘનું અને ખાસ કરીને આપણા મુનિવરોનું ઉપરના નિવેદન પ્રત્યે ધ્યાન દોરીએ છીએ, અને એમાં સક્રિય રસ લઈ એ સંબંધી યોગ્ય સલાહ-સૂચનો બતાવેલ સરનામે મોકલતાં રહી, જીવદયાની આ શુભ પ્રવૃત્તિઓમાં પોતાનો પૂરેપૂરો સાથ અને સહકાર આપવાની ભલામણ કરીએ છીએ. ૧૧૯ (૫) બર્મામાં પશુ-કતલ ઉપર પ્રતિબંધ મુંબઈની જીવદયા-મંડળીના માસિક મુખપત્ર ‘જીવદયા’ના મે ૧૯૬૦ના અંકમાં બર્માની સરકારે પશુઓની કતલ ઉપર મૂકેલ પ્રતિબંધના પ્રગટ થયેલા નીચેના સમાચાર વાંચીને સૌ કોઈ અહિંસા અને જીવદયાના પ્રેમીઓને આનંદ થશે : (તા. ૬-૧૨-૧૯૫૨) “બમાં રાજ્ય સ્વતંત્ર થયા પછી તેમણે પ્રથમ ઉપયોગી જાનવરોની કતલ બંધ કરી હતી. પાંચ વર્ષના અનુભવ પછી તેમને ખાતરી થઈ કે માત્ર ઉપયોગી જાનવરોની કતલ ૫૨ પ્રતિબંધ મૂકવાથી ઉપયોગી જાનવરો પણ બચી શકયાં નથી, તેથી તેમણે પ્રથમ પાંચ વર્ષ સુધી ગાયો, બળદો વગેરે તમામ જાનવરોની કતલ સદંતર બંધ કરી હતી. “ત્યાર બાદ પ્રધાનમંડળમાં ફેરફાર થતાં નવા પ્રધાનમંડળે તે પ્રતિબંધ ૨૬ કરેલો. તાજેતરમાં નવી ચૂંટણી થતાં ફરીથી નવું પ્રધાનમંડળ રચાતાં તેમણે પશુધનની કતલ સદંતર બંધ કરી છે તે અભિનંદનીય છે. તેમણે ખેતીના વિકાસ, દૂધનું ઉત્પાદન અને તેવાં આર્થિક કારણોસર પશુધનની કતલ બંધ રાખી છે; જ્યારે ભારતમાં, ગોવધ એ પાપ મનાતું હોવા છતાં, ત્યાં સરકાર નવાં યાંત્રિક કતલખાનાં શરૂ ક૨વાનો નિર્ણય કરે એ શોચનીય છે. “આશા છે કે ભારત સરકાર આ બાબતનું પક્ષપાતી વલણ છોડીને ભારતની જનતાની માંગ અને પશુધનના રક્ષણની આવશ્યકતાને સ્વીકારી પશુવધ સદંતર બંધ ક૨શે.’’ બર્માની સરકારના આ નિર્ણયનો આપણી મધ્યસ્થ સરકાર અને પ્રાદેશિક સરકારોએ પણ વિચાર કરવો ઘટે છે. પ્રાણીવધ મારફત સરકાર પૈસા રળે કે પરદેશી હૂંડિયામણ મેળવે, અથવા સરકાર પોતે એને ઉત્તેજન આપે એ વાત ભારતના પ્રાણરૂપ સંસ્કારો સાથે કોઈ રીતે બંધ બેસતી નથી. એટલે એ માર્ગનો ત્યાગ કરવામાં જ આપણી સરકારોની શોભા છે. (તા. ૨૩-૭-૧૯૬૦) Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ જિનમાર્ગનું જતન (૬) હિંસાનિવારણ માટે લોકમત દેવનારનું કતલખાનું) આપણે ત્યાં એક પુરાણકથા પ્રચલિત છે કે કુંભકર્ણે તપ તો કર્યું હતું ઇંદ્રાસન મેળવવા માટે, પણ બાપડો વરદાન માગતી વખતે ઘેનમાં ને ઘેનમાં માગી બેઠો નિદ્રાસન ! પરિણામે એના નસીબમાં ઇંદ્રનો વૈભવ માણવાને બદલે આળસુની માફક ઘોર્યા કરવાનું જ બાકી રહ્યું! આપણા દેશના સ્વરાજ્યનું પણ કંઈક આવું જ થયું લાગે છે. સ્વરાજ્ય-સંગ્રામના સેનાપતિ મહાત્મા ગાંધીએ સ્વરાજ્ય-પ્રાપ્તિનો હેતુ તો આપણને આપ્યો હતો દેશમાં સર્વોદયની સ્થાપનાનો. પણ સ્વરાજ્ય આવ્યું-ન-આવ્યું કે તરત જ એ હેતુ સ્વાર્થોદયમાં પલટાઈ ગયો. પરિણામે, દેશના પાયાનો નક્કર વિકાસ થવો તો દૂર રહ્યો; ઊલટું, નીતિ-સદાચાર-પ્રામાણિકતા જેવા વિકાસની પ્રાથમિક જરૂરિયાતરૂપ સદ્દગુણો જ દોહ્યલા બનવા લાગ્યા; પછી સત્ય-અહિંસા માટે તો પૂછવું જ શું? પૈસો મેળવવા માટે – ખાસ કરીને વિદેશી હૂંડિયામણ રળવા માટે – આપણા દેશની સરકારને પશુહિંસા એટલે કે પ્રાણીઓની કતલને પ્રોત્સાહન આપવાની હદે જવું પડ્યું! પ્રાણીઓની કતલનું (કે માછલાંઓના નાશનું) આવું કામ સરકારી રાહે થાય, અને જાણે દેશના ભલા માટે કોઈ મોટો ઉદ્યોગ શરૂ કરવો કે ચલાવવો હોય એ ઢબે સરકાર એ કામમાં ઝંપલાવે એ વાત બીજા દેશોમાં ગમે તેવી લેખાતી હોય, પણ આપણા દેશની પ્રજાની તાસીર સાથે એ કોઈ રીતે મેળ ખાય એવી છે જ નહીં. પણ અત્યારે આપણી સરકારની નાણાભૂખ વડવાનળ જેમ એવી તો ઉગ્ર બની છે, કે દેશનો કારોબાર લોકશાહી ઢબે ચલાવવાની એની પ્રતિજ્ઞા હોવા છતાં દેશની જનતાની જીવદયાની આવી લાગણીને એ ઠુકરાવતી જ રહે છે. આવી સ્થિતિમાં દેશની પ્રજાને માટે પોતાની લાગણીની સરકાર ઉપેક્ષા ન કરી શકે એ માટે એકમાત્ર રાજમાર્ગ લોકમતને વધારે પ્રબળ બનાવવા અને વધારે બુલંદ સ્વરે પોતાની લાગણી રાજકારણી પુરુષોના કાને પહોંચતી કરવી એ જ છે. વળી દેશ માટે પૈસા રળવાના આવા ગોઝારા માર્ગ સરકારી રાહે લેવામાં આવતા હોય કે પ્રજાકીય વ્યક્તિગત) રાહે અજમાવવામાં આવતા હોય, તો પણ એ પાપકર્મનો દોષ આખી પ્રજાનો દોષ બની રહે છે. એટલે સરકારી કે બિનસરકારી રાહે, જ્યાં પણ દેશના ભલાને નામે આવો પાપી વ્યવસાય સ્થપાતો કે પાંગરતો હોય, ત્યાં એવા દોષનો બૂરો અંજામ સમજી શકતા લોકોએ એની સામે શાંત છતાં મક્કમપણે પોતાનો Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧ર૧ અહિંસાદર્શન અને અહિંસક આચારો : ૬ અવાજ રજૂ કરીને ધીરજપૂર્વક લોકમત કેળવવા સતત પ્રયત્ન કરવો જોઈએ. અહીં એક વાત ખાસ ધ્યાનમાં રહેવી ઘટે કે અહિંસા, કરણા કે પ્રાણીદયાના હેતુથી કરવામાં આવતું આ કાર્ય, જરૂર પડતાં, આંદોલનનું રૂપ ધારણ કરે તો પણ એમાં શબ્દો અને કાય, બંનેમાં અહિંસાતત્ત્વનું રક્ષણ અવશ્ય થવું જોઈએ. હિંસા કે હિંસક મનોવૃત્તિ દ્વારા અહિંસા કે જીવદયાનું સ્થાયી કામ કેવી રીતે થઈ શકે ? પ્રશાંત અને વિવેકશીલ આંદોલન આવેશપૂર્ણ વાણી કે કાર્ય કરતાં, શક્તિ અને અસરકારકતા બંનેમાં ચડિયાતું સાબિત થાય; કારણ કે એનાથી જે પરિણામ નીપજે તે વધુ નક્કર હોય એવી આપણી દઢ આસ્થા હોવી ઘટે. નિર્દોષ મૂગાં પશુઓની હિંસાના નિવારણ માટે લોકમત જાગૃત કરવાની જરૂર અંગે અત્યારે અમે આ નોંધ લખવા એટલા માટે પ્રેરાયા છીએ કે મહારાષ્ટ્ર-રાજ્યમાં મુંબઈની પાસે દેવનારમાં એક જંગી કતલખાનું ઊભું થઈ રહ્યું છે. એમાં જો પ્રજામતના દબાણથી, રોજ અમુક સંખ્યાનાં પશુઓ કરતાં વધારે પશુઓની કતલ નહીં કરવાની બાંહેધારી અત્યારથી મેળવી લેવામાં ન આવે, તો આ રાક્ષસી શક્તિ ધરાવતું કતલખાનું ક્રમે-ક્રમે વધુ ને વધુ કેટલાં પશુઓની કતલ કરવા સુધી આગળ વધી જશે એની કલ્પના પણ થઈ શકે એમ નથી. એટલે આ માટે જરૂરી લોકમત – ખાસ કરીને મુંબઈની જનતાનો મત – જાગૃત કરવાની ખાસ જરૂર છે. દેવનારના કતલખાનાની બાબત લાંબા વખતથી આપણે ત્યાં ચર્ચાતી રહી છે. આ નવું કતલખાનું ઊભું જ થવા ન પામે એ માટે આપણા તરફથી સારો એવો વિરોધ કરવામાં આવ્યો, પણ એમાં આપણને સફળતા ન મળી. હવે આપણે છેવટે એટલું કરવાનું રહે છે, કે પશુઓની કતલ કરવામાં ખૂબ ઝડપી વૈજ્ઞાનિક યંત્રસાધનોથી સજ્જ બનનાર આ કતલખાના દ્વારા અત્યારે મુંબઈ શહેરની માંસભોજી વસતી માટે જેટલાં પશુઓની હત્યા કરવાનું અનિવાર્ય ગણાય છે, એથી વધુ પશુઓની કતલ માટે આ કતલખાનાનો ઉપયોગ કરવામાં ન આવે. અર્થાત્ માંસની પરદેશ નિકાસ માટે વધારે પશુઓની કતલ એમાં ન થાય એની પાકી ખાતરી લાગતીવળગતી સત્તા પાસેથી એટલે કે મુંબઈના મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી મેળવી લેવામાં આવે. અમે જૈનસંઘનું એ તરફ ધ્યાન દોરીએ છીએ અને આ દિશામાં જે કંઈ કરવું ઘટે તે સત્વર કરવા વિનંતી કરીએ છીએ. કોઈ પણ પ્રાણીનો વધ કરવો એ ધર્મભાવનાની દૃષ્ટિએ તો સાવ ખોટું છે જ છે એ વાત વિશેષ સમજાવવાની જરૂર ન હોય; અને તેમાં ય ભારત જેવા અહિંસા અને દયાપરાયણ દેશ માટે તો એની Page #145 -------------------------------------------------------------------------- ________________ જિનમાર્ગનું જતન મુદ્દલ જરૂર ન હોય. ઉપરાંત દેશના અર્થકારણની દૃષ્ટિએ પણ એ બહુ નુકસાનકારક વસ્તુ છે એ આપણે સમજવું જોઈએ. ભારત ખેતીપ્રધાન દેશ છે. એટલે એની મોટામાં મોટી અને અમૂલ્યમાં અમૂલ્ય સંપત્તિ તે એનું પશુધન છે. આ પશુઓના સહકારના બળે જ આપણે ધરતીમાતા પાસેથી ધાન્યના ભંડારો મેળવીને આપણી કાયાને પોષણ આપી શકીએ છીએ, અને એ જ પશુઓનાં દૂધમાંથી દહીં, માખણ અને ઘી મેળવીને આપણાં શરીરને શક્તિવંત બનાવીએ છીએ. અરે, આપણાં તનને ઢાંકવાનાં વસ્ત્રો પણ એ પશુ મારત કરેલી ખેતીમાંથી પેદા થતા કપાસમાંથી આપણને મળે છે. આમ આ પશુઓ એ તો આપણા જીવનનિર્વાહનું એક અતિ અગત્યનું અંગ બની ગયાં છે. એ સ્થિતિમાં એક પણ પશુની કતલ થવા દેવી એ આપણા અંગનો વિચ્છેદ કરવા જેવું અકાર્ય ગણાવું જોઈએ. ૧૨૨ નવસર્જન પામી રહેલા ભારતમાં જૂનાં કતલખાનાં કદાચ એકદમ બંધ ન થાય તો પણ નવાં તો ન જ સ્થપાય એ માટે પ્રજાએ જાગૃત રહેવાની જરૂર છે; અને પ્રજાનો અવાજ જો યોગ્ય અને બળવાન હશે તો તે તરફ ધ્યાન આપ્યા વગર સરકારને છૂટકો નથી. ભારતવાસીઓના હૃદયમાં આ વાત બહુ જ સહેલાઈથી ઊતરી શકે એવી હોવાથી આ માટે વિશેષ લખવાની જરૂર નથી. અમે જૈન સમાજનું આ પ્રશ્ન તરફ ધ્યાન દોરીએ છીએ અને આ પવિત્ર કાર્યમાં પોતાનો પૂરેપૂરો સક્રિય સહકાર આપવા આગ્રહપૂર્વક ભલામણ કરીએ છીએ. આ આખા પ્રશ્નની ટૂંકામાં છતાં મુદ્દાસર અને જરૂરી બધી માહિતી રજૂ કરતી અને આ બાબતમાં આપણે શું કરવાની જરૂર છે, એનું સ્પષ્ટ માર્ગદર્શન કરાવતી એક ઉપયોગી નોંધ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પાક્ષિક મુખપત્ર ‘પ્રબુદ્ધ-જીવન'ના તા. ૧-૮-૧૯૬૮ના અંકમાં એના તંત્રી શ્રી પરમાનંદભાઈ કુંવરજી કાપડિયાએ લખી છે, તે સંપૂર્ણ નોંધ અમે અમારા આજના અંકમાં અન્યત્ર પ્રગટ કરી છે; તે તરફ અમે સૌ જીવદયાપ્રેમીઓનું ધ્યાન દોરીએ છીએ. અમે એ નોંધમાં જણાવ્યા મુજબ આ માટે પ્રબળ લોકમત જાગૃત કરીને પોતાનો અભિપ્રાય જોરદાર રીતે વ્યક્ત કરવાનો અનુરોધ કરીએ છીએ. (તા. ૨૧-૯-૧૯૬૮ અને ૪-૧૨-૧૯૪૯) Page #146 -------------------------------------------------------------------------- ________________ અહિંસાદર્શન અને અહિંસક આચારો : ૭ ૧૨૩ (૭) અનુકંપાધર્મી એ અમેરિકન ! ભારતની નામના જૂના વખતથી ધમની ભૂમિ તરીકે છે, અને એમાં તથ્ય પણ છે. પણ પોતાના ધર્મની અને દેશની શ્રેષ્ઠતાના ગુમાને આપણને, રાત-દિવસના “ધર્મધર્મના રટણ અને બાહ્ય આચરણ છતાં, સાચી ધર્મભાવનાથી ઠીક-ઠીક દૂર ધકેલી દિીધાં છે. સાચી વાત તો જે પાળે તેનો ધર્મ' એ જ છે. આપણે ત્યાં જીવદયા અને પ્રાણીરક્ષાની કંઈ કેટલી વાતો થાય છે; એ માટે આપણા લોકો ધન પણ આપે છે, પાંજરાપોળો જેવી સંસ્થાઓ પણ સ્થાપે છે અને એમાં પ્રાણીદયાનું કામ પણ થતું જ હોય છે. અને છતાં, પ્રાણીરક્ષાની આપણા દેશની પ્રવૃત્તિ પહેલાં કરતાં ક્રમે-ક્રમે ઓછી થતી જાય છે; એનું મુખ્ય કારણ, પ્રાણીરક્ષાની તીવ્ર લાગણી ધરાવતી ભાવનાશીલ વ્યક્તિઓ આપણે ત્યાં ઓછી થતી જાય છે એ છે. આની સામે પરદેશમાં શાકાહાર-તરફી મનોવૃત્તિ તેમ જ પ્રાણી રક્ષા માટેની પ્રવૃત્તિ વ્યવસ્થિત રીતે આગળ વધતી જોઈએ છીએ ત્યારે આપણું ગુમાન તો ઊતરી જાય છે જ, સાથે-સાથે કેટલીક અંતર્મુખ વિચારણા કરવાનો અવસર પણ આપણને મળે છે. મુંબઈની જીવદયા-મંડળીના માસિક મુખપત્ર “શ્રી જીવદયા'ના ગત એપ્રિલ માસના અંકમાં જાણીતા ચિંતક અને ધર્માનુરાગી શ્રીયુત વાલજીભાઈ ગોવિંદજી દેસાઈનો ‘વિલાયતમાં દયાધર્મ' નામે એક નાનોસરખો લેખ છપાયો છે, તેમાં તેઓએ ગઈ સદીમાં અમેરિકામાં થઈ ગયેલ હેન્રી બર્ગના જીવનકાર્યનો ટૂંકો પરિચય આપ્યો છે. પ્રાણીઓ પ્રત્યેના ઘાતકીપણાનું નિવારણ એ જ એ માનવતાવાદી મહાનુભાવનું જીવનકાર્ય હતું, એ માટે તેઓ જીવનભર અનેક રીતે પ્રયત્ન કરતા રહ્યા. તેઓના આ જીવનકાર્યની વિગતો જાણવા-વિચારવા જેવી હોવાથી અહીં એ સાભાર રજૂ કરીએ છીએ. અમેરિકામાં કૂરતાનિવારણનો કાયદો પસાર કરાવ્યા પછી પણ એનો અમલ કરાવવા માટે કેવી મુસીબતો વેઠવી પડી એનો ખ્યાલ આપતાં શ્રી વાલજીભાઈ લખે છે : “કૂરતાનિવારણનો કાયદો ધારાસભા પાસે મંજૂર કરાવીને, હેન્રી બર્ગ શેરીમાં નીકળ્યો, તો એક ઘોડાગાડીવાળો ઘોડાને ચાબખા મારતો હતો. એને કહ્યું: “આમ ચાબખા હવે ન મરાય, મારે તો ગુનો ગણાય.” “બર્ગ એક દિવસ બસમાં બેસીને જાય છે, ત્યાં એક ખાટકી વાહનની કોરથી લટકતાં, પીડાને લીધે આંખ ફાડતાં ઘેટાં ને વાછડાંને ગાડામાં ભરી લઈ જતો હતો; Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ જિનમાર્ગનું જતન તેને એણે જોયો. બર્ગ બસમાંથી ઊતરી પડ્યો ને એણે ખાટકીને પકડ્યો, પણ તે કોરટમાં છૂટી ગયો. વળી, એ જ્યાં માથું ફાટી જાય એવી દુર્ગધ પ્રસરેલી હતી એવા કતલખાનામાં જાય છે ને કતલ કરનારની ક્રૂરતાનો વિરોધ કરે છે. એટલે કોઈકે કતલ કરેલા ઢોરનાં આંતરડાં એના માથે માર્યો. મોઢા ઉપરથી લોહી લૂછી લઈને એ દવાવાળાની દુકાને ગયો ને કપડાં ઉપર પડેલા ડાઘ કઢાવી નાખ્યા. જનાવર પ્રત્યે ક્રૂરતા કરવા માટે અમેરિકામાં પહેલી શિક્ષા એણે એપ્રિલ માસમાં કરાવી. “જીવતા કાચબાના પગ વીંધી દોરીથી બાંધીને એને વહાણમાં નાખીને લઈ જાય છે એમ બર્ગે જોયું, એટલે એણે વહાણના મુખી તથા બીજા ખારવાને પકડાવ્યા, છેવટે બર્ગની વિરુદ્ધ ફેંસલો આવ્યો; પણ આગાસિઝ નામે વિજ્ઞાનીએ બર્ગનું ઉપરાણું લીધું. કૂકડાનાં પીછાં, એ જીવતાં હોય ત્યાં ખેંચી કઢાતાં હતાં એનો અને દૂધવાળાં દૂઝતાં ઢોર પર જુલમ કરતા હતા એનો પણ બર્ગે વિરોધ કર્યો.” લોકમત કેળવીને આવો કાયદો કરાવવામાં જે મુશ્કેલીઓ વેઠવી પડે છે, એ તો જેઓએ આવું કામ કર્યું હોય તે જ જાણે. ઉપરાંત, લોકકલ્યાણમાં ઉપયોગી થાય એવો ગમે તેવો કાયદો પસાર કરાવી દેવા માત્રથી કામ સરતું નથી એનો તો આપણને પણ ઠીક-ઠીક અનુભવ થયો છે. સારા કાર્યને ગમે ત્યાંથી પૈસાની મદદ મળી જ રહે છે. શ્રી હેન્રી બર્ગને કેવી મદદ સમયસર મળી એનો ખ્યાલ આપતાં લેખક કહે છે – બર્ગે કાયદો કરાવ્યો ને લોકોની સહાનુભૂતિ પ્રાપ્ત કરી. પણ પૈસાનું કામ પડે તેનું શું થાય ? બર્ગની આગળ જે ધન હતું તે પૂરું પડે એમ નહોતું. વધારે પૈસા કયાંથી મળે એની ચિંતામાં એ વ્યગ્ર થઈ ગયો. ત્યાં ન્યૂયોર્કની ઇસ્પિતાલથી એને એક સંદેશો આવ્યો : “એક ભાઈ માંદા છેએને તમે કૃપા કરીને મળી જાઓ.' બર્ગ ન્યૂયોર્ક ગયો ને ત્યાં બોનાર્ડ મળ્યો. બોનાર્ડ કહે, “બર્ગભાઈ, તમારી વર્તમાનપત્રોમાં નિંદા થાય છે તે હું જોઉં છું. જંગલી જનાવર ઉપર પાર વિનાનો જુલમ થાય છે તેનો હું સાક્ષી છું. એટલે તમારા કામ માટે મને માન છે.” થોડાક દિવસે બર્ગને ૧,૧૫,000 ડૉલરનો ચેક મળ્યો. આના દાતા બોનાર્ડનો પાડ માનવા બર્ગ ઇસ્પિતાલે ગયો, ત્યાં તો એ મરી ગયો હતો. “આ પછી બર્ગને ઘણી આર્થિક સહાયતા મળી. આજકાલ ન્યૂયોર્ક શહેરની સોસાયટી જ એક વર્ષમાં ૨,૫૦,૦૦૦ જનાવરની ભાળ કાઢે છે. એને પાંજરાપોળમાં લઈ જાય છે. ગોરહમની શેરીઓ ઉપરથી રોજ ૪૫૦ભૂલાં પડેલાં, માંદા તથા ઘવાયેલાં જાનવરને સંભાળે છે અને એને ચોરી, ભૂખ, તરસ, વઢ, રોગ તથા અકસ્માતથી બચાવે છે. સોસાયટીની ઇસ્પિતાલમાં ન્યૂયોર્કનાં જનાવર વર્ષે ૬૩,૦૦૦ સારવાર પામે Page #148 -------------------------------------------------------------------------- ________________ અહિંસાદર્શન અને અહિંસક આચારો : ૭ ૧૨૫ છે. જે માણસ જેલમાં કે ઓચિંતો ઇસ્પિતાલમાં જાય એનાં પાળેલા પ્રાણી તથા ભારવાહી જનાવર પણ સોસાયટીને ભળાવાય છે. “જનાવરની રક્ષાને નિમિત્તે ન્યૂયોર્કની સોસાયટી એક વર્ષમાં ૬૦00 પાળેલાં પશુપક્ષીની દુકાન, ૫000 કૂકડાની મારકીટ અને તબેલાનું નિરીક્ષણ કરે છે ને જનાવર પ્રત્યે ક્રૂરતાના કેસની તપાસ કરે છે. ગોરહમની સોસાયટી ૪૫ અવેડામાં ઘોડા માટે પાણી ભરાવે છે ને ઉનાળામાં ૪૩ તાત્કાલિક અવેડા ભરાવે છે. એણે વિવિધ સેવાને નિમિત્તે ૧૯૪૦માં પાંચ લાખ ડોલરનું ખર્ચ કર્યું હતું.” છેવટે એક સાધકની સાધના કે તપસ્વીની તપસ્યાની જેમ શ્રી હેન્રી બર્ગનું જીવનકાર્ય કેવું સફળ થયું, અમેરિકામાં એનો કેવો વિકાસ થયો અને જીવનનાં છેલ્લાં વર્ષોમાં માનવદયા તરફ એમણે કેવો સક્રિય અનુરાગ દાખવ્યો એનો ખ્યાલ આપતાં શ્રી વાલજીભાઈ કહે છે – ન્યૂયોર્ક જેવી સોસાયટીઓ યુનાઈટેડ સ્ટેટ્સમાં ૬૬૪ છે. તેમાં વર્ષે કેટલાક લાખ ડોલર વપરાય છે. ત્યાં નવ લાખ કલાકની મહેનત થાય છે. આ બધી હેવી બર્ગની દયા, સ્થિરતા ને દીર્ઘદૃષ્ટિનો પ્રતાપ છે. બર્ગ ૧૮૬૪માં રશિયાથી અમેરિકા પાછો આવ્યો ત્યારથી તે ૧૮૮૮માં એનો દેહ પડ્યો ત્યાં લગી એણે કૂરતાનિવારણનું જ કામ કર્યું. એ કહેતો કે માણસ જનાવર ઉપર જુલમ કરે તેમાં જનાવર દુઃખી થાય એ તો છે જ, પણ માણસ માણસ નથી રહેતો, ને પશુથી યે અધમ બની જાય છે. જેમ જનાવર ઉપર તેમ જ છોકરાં ઉપર પણ જુલમ થાય છે તેની પણ બર્ગને મન ચિંતા હતી. મેરી એલન નામે છોકરીને એનાં પાલક મા-બાપ મારતાં હતાં તે શ્રીમતી વિલર જોઈ ગયાં ને એ બર્ગ આગળ ગયાં. બર્ગે મેરીનાં મા-બાપ ઉપર કેસ માંડ્યો ને એને શિક્ષા કરાવી. પછી મેરી નામે વકીલ તથા જોન ડી. રાઈટ નામે ડૉક્ટર સાથે મળીને બાળદયાની અરજી ઘડી. આ અરજીરૂપી બીજમાંથી જગતમાં બાળક પ્રત્યે ક્રૂરતાનિવારણ માટે ન્યૂયોર્કની પહેલી સોસાયટીની સ્થાપના થઈ. હેન્રી બર્ગ વિષે કહેવાય છે કે એણે ભલાઈનો નવો પ્રકાશ શોધી કાઢ્યો.” સ્વનામધન્ય હેબ્રી બર્ગના કરુણાપરાયણ જીવનની આ થોડીક વિગતો પણ આપણને એ સમજાવવા માટે પૂરતી થવી જોઈએ કે જેમ દુનિયાભરમાં શયતાની મનોવૃત્તિવાળા ચાંડાલ જેવા ક્રૂર માનવીઓ પાકે છે, તેમ સંતહૃદયના દયામય માનવીઓ પણ ધરતીના બધા ભાગોમાં પાકતા જ રહે છે. (તા. ર૭-૬-૧૯૭૦) Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ જિનમાર્ગનું જતન (૮) પશુબલિ-નિવારણ : એક ધીર પ્રયત્ન માનવીને વારસામાં મળેલ કે અંતરમાં સહજપણે જાગી ઊઠેલ અહિંસાભાવનાની જેટલી કસોટી અને ચરિતાર્થતા ખાનપાન અને જીવનવ્યવહારમાં રૂઢિગત અહિંસાનું જતન કરવામાં છે, તેના કરતાં અનેકગણી કસોટી અને ચરિતાર્થતા હિંસાનું નિવારણ કરવાના પ્રયત્ન અને પુરુષાર્થમાં રહેલી છે; અને હિંસાના નિવારણ માટે નિર્ભય અને નિર્વેર બનીને જોખમ ખેડવામાં તો એ બંનેની પરાકાષ્ઠા જ સમજવી. અહિંસામાં આસ્થા ધરાવતો માનવી પોતાની આસપાસ ચાલતી હિંસાનો મૂક સાક્ષી બનીને અસહાય કે લાચારપણે એને જોયા કરે, બરદાસ્ત કરી લે, એની સામે દીન-હીનની જેમ નિષ્ક્રિય બનીને બેસી રહે, તો એની અહિંસા-ભાવનાનો વિકાસ થંભી જાય છે, એટલું જ નહીં, પોતાની સામેની હિંસાને રોકવાનો પ્રયત્ન નહીં કરવાના દોષનો એ ભાગીદાર બને છે. સારાનો સ્વીકાર કરવો અને ખરાબની સામે ઝઝૂમવું એ જ તો માનવજીવનની ઈતર પ્રાણીજીવન કરતાં વિશેષતા છે. મહાવીરસ્વામી એ વાતને બરાબર સમજતા હતા કે જો માનવી અહિંસાનો મહિમા સમજે અને હિંસાથી પાછા ફરવાનો સંકલ્પ કરે, તો માનવીના વિકાસને રૂંધતા બધા દુર્ગણોથી પાછા ફરવાની વૃત્તિ એનામાં જાગ્યા વગર ન રહે. આથી ભગવાન મહાવીરે (અને ભગવાન બુદ્ધે પણ) માનવસમાજને અહિંસાના સર્વતોભદ્ર માર્ગે ચાલવાની અને ખાસ કરીને દેવ-દેવીઓને રાજી કરવાની તદ્દન ભ્રામક માન્યતાથી ધર્મના નામે યજ્ઞોમાં થતા પશુવધના સર્વસત્યાનાશી માર્ગેથી પાછા ફરવાની બુલંદ ધર્મઘોષણા કરી હતી; અને વિશ્વને અહિંસાને માર્ગે મહાકરુણાનું અમૃતપાન કરવાનો લ્હાવો મળતો રહ્યો. આમ છતાં, ઇતિહાસ એ વાતની પણ સાક્ષી પૂરે છે, કે આવી યજ્ઞને નામે કે ધર્મને નામે ચાલતી નિર્દોષ પશુઓની સંહાર-લીલા, આ છેક વિજ્ઞાનના યુગમાં પણ સર્વથા નાબૂદ થવી હજી બાકી છે. ધર્મને નામે હિંસાની ભાવનાને પ્રોત્સાહન આપીને નિર્દોષ મૂંગાં પ્રાણીઓ ઉપર મોતનો વજપાત કરવાનાં સ્થાનોમાં કલકત્તાનું કાલીમાતાનું મંદિર સૌથી આગળ તરી આવે એવું છે. કાલીદેવી એ માતા ગણાય છે; છતાં એના મંદિરની ભૂમિ રોજ-બ-રોજ કેટકેટલાં નિર્દોષ પ્રાણીઓના શોણિતથી ભીની બને છે ! અજ્ઞાન અને અંધશ્રદ્ધાના ભોગ બનેલા, માર્ગ ભૂલેલા માનવીઓના હૃદયને જગાડવાનો પુરુષાર્થ કરવો એ જ ધર્મ અને ધર્મીજનની સાચી ધાર્મિકતા અને કતાર્થતા ગણાય. ગુરુદેવ કવિવર રવીન્દ્રનાથ ટાગોરે કાલીમાતા સામે થતો સંહાર જોયો અને એમનો કરુણાભીનો આત્મા કકળી ઊઠ્યો. એમણે એની સામે અવાજ પણ ઉઠાવ્યો, Page #150 -------------------------------------------------------------------------- ________________ અહિંસાદર્શન અને અહિંસક આચારો : ૮ ૧૨૭ પણ એમાં તેઓ કામિયાબ ન થયા. મહાત્મા ગાંધીએ આ ક્રૂરતા જોઈ અને એમની વેદનાને કોઈ અવધિ ન રહી. એમણે કહ્યું કે “આ જન્મમાં કદાચ હું આ કાર્ય નહીં કરી શકું તો બીજો જન્મ ધરીને પણ કરવા ઇચ્છું અથવા તો મારા જેટલી જ અંતરની લાગણીવાળી બીજી કોઈ વ્યક્તિ આ કાર્ય ઉપાડશે અને છેવટ સુધી પુરુષાર્થ કરી છૂટશે.” ગાંધીજીની આવી ઉત્કટ કરુણાની લાગણી પણ, સૈકાઓથી ધર્મનો અંચળો પહેરીને દઢમૂલ બની ગયેલી આવી ઘાતક કુરૂઢિની જડને ઢીલી ન કરી શકી ! આ ઉપરથી અહિંસાના ઉપાસકો અને જીવદયાપ્રેમીઓ, “હવે આમાં આપણાથી કશું થઈ શકે તેમ નથી” એવી હતાશા સેવીને ઉદાસીન કે નિષ્ક્રિય બની જાય એ બરાબર નથી. અતિમુકેલ કે અશક્ય જેવાં લાગતાં કામોને સફળ કરવાનો પ્રયત્ન કરવામાં જ અહિંસાની શક્તિની અને અહિંસા તરફની ભક્તિની કસોટી છે. ફળ જ્યારે મળવાનું હોય ત્યારે ભલે મળે, આપણા માટે (સર્વ અહિંસાધર્મીઓને માટે) મુખ્ય કર્તવ્યનો માર્ગ એ જ છે કે આવી ભયંકર હિંસાના નિવારણ માટે સમજણ, ધીરજ અને સમતાપૂર્વક દિલ દઈને પ્રયત્ન કરવો. ગુજરાતના જાણીતા સેવાપ્રેમી મુનિશ્રી સંતબાલજીનું ધ્યાન કેટલાક વખતથી આ બાબત તરફ ગયું, અને કલકત્તાના કાલીમાતાના મંદિરમાં અપાતા પશુબલિદાનના નિવારણને પોતાનું એક ધર્મકાર્ય (મિશન) બનાવીને એ માટે બનતો પ્રયત્ન કરવા તેઓ પાદવિહાર કરીને એકાદ વર્ષથી છેક કલકત્તા સુધી પહોંચી ગયા છે. ત્યાં પહોંચીને એમણે કેટલોક સમય જનસંપર્ક સાધીને પરિસ્થિતિનો અને કાર્યની દુષ્કરતાનો તાગ મેળવવામાં વિતાવ્યો, અને ત્યાર પછી એમણે પોતાની સૂઝ પ્રમાણે ધીરજ અને ખંતપૂર્વક એ દિશામાં પોતાના પ્રયત્નો આદર્યા. મુનિશ્રી સંતબાલજીની આ અહિંસા અને દયા પ્રત્યેની પ્રીતિ, કર્તવ્યશીલતા અને ધર્મભાવના સૌ કોઈની પ્રશંસા માગી લે એવી છે. આ ધર્મકાર્ય કરવાની પ્રેરણા ઘણા વખત પહેલાં અનેક શ્રમણોને મળવી જોઈતી હતી, અને એ માટે દિલ દઈને પ્રયત્ન કરવાની એમનામાં ધગશ પણ જાગવી જોઈતી હતી; પણ બાહ્ય ક્રિયાકાંડોની જટિલતાને લીધે બંધિયાર બની ગયેલી આપણી અહિંસાની ભાવના અને સમજણને કારણે અત્યાર સુધી એ કામ કરવાનું આપણને ન સૂઝયું! છેવટે એક જૈન શ્રમણે જ આ કામ માટે કદમ ઉઠાવ્યાં, એટલી શ્રમણ-સંસ્કૃતિની ખુશનસીબી ! મુનિશ્રી સંતબાલજીના આ પ્રયત્નોનો કંઈક ખ્યાલ આપતું અને અહિંસાપ્રતિષ્ઠાના આ કાર્યમાં આપણો સહકાર માગતું, શ્રી સંતબાલજીના સાથી મુ. શ્રી નેમિચન્દ્રજીનું એક નિવેદન “શ્રી જીવદયા' માસિકના ચાલુ જૂન માસના અંકમાં છપાયું છે. તે ઉપયોગી હોવાથી અહીં ઉદ્ધત કરીએ છીએ : Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ જિનમાર્ગનું જતન “આ સમસ્ત સંસાર ભૌતિકવાદથી પીડાઈ રહ્યો છે. સંસારને તેમાંથી બચાવવાની શક્તિ માત્ર વ્યાપક અને શુદ્ધ ધર્મમાં જ છે. પરંતુ જ્યાં સુધી ધર્મ ઉપર ચડી ગયેલાં અંધવિશ્વાસ, હિંસા, અનાચાર, અન્યાય આદિ આવરણ હટાવી દેવાય નહીં, ત્યાં સુધી ધર્મ શુદ્ધ નથી થઈ શકતો; અશુદ્ધ ધર્મ તેનો પ્રયોગ કરવાવાળાઓ માટે તારક નહીં, મારક નીવડે છે; ધર્મને પણ બદનામ કરે છે. ધર્મને નામે દેવદેવીઓનાં ચરણે પશુબલિ ચઢાવવા તે પણ આ જ પ્રકારની એક અશુદ્ધિ છે, જેને ભારત જેવા ધર્મપ્રધાન દેશના પ્રત્યેક પ્રાંતમાંથી દૂર કરવી આવશ્યક છે. ભારતના ચાર પ્રાંતો મદ્રાસ, મૈસૂર, કેરળ અને આંધ્રમાં તો આ કુરિવાજ કાનૂન દ્વારા અટકાવાયેલ છે. ગુજરાતમાં હવે સત્વરે બંધ થવાની આશા છે. પરંતુ બંગાળમાં, અને ખાસ કરીને ભારતના મશહૂર શહેર કલકત્તામાં કાલીમાતાના પવિત્ર મંદિરમાં પશુબલિ-પ્રથા આથી પણ વધુ ભયંકર અને ખુલ્લા સ્વરૂપમાં હજી સુધી ચાલે છે. તેને માટે મહાત્મા ગાંધીજીએ પણ હૃદયવિદારક મનોવેદના વ્યક્ત કરી હતી. સામાન્યપણે દુનિયાના બધા જ ધર્મો કોઈ ધર્મને નામે દેવ-દેવી સન્મુખ પશુબલિ ચઢાવાય તેની વિરુદ્ધ છે; એટલું જ નહિ, હિંદુધર્મની સઘળી શાખાઓમાંથી લગભગ શાક્ત સંપ્રદાયમાં જ આ કુપ્રથા પ્રચલિત છે. શાક્ત સંપ્રદાયના ધર્મગ્રંથોમાં પણ પશુબલિને બદલે સાત્ત્વિક બલિનો અનુરોધ – વિધાન મળે છે. બંગાળની ૮૦ ટકા સમજુ જનતા હવે પશુબલિને ચઢાવવા નથી ઇચ્છતી. શાક્ત સંપ્રદાયના પણ ગણ્યાગાંઠ્યા મૂઢ, સ્વાર્થી તથા અંધવિશ્વાસથી પ્રેરાયેલા લોકો જ પશુબલિ ચઢાવે છે. રાજા રામમોહનરાય, ચૈતન્ય મહાપ્રભુ, સ્વામી વિવેકાનંદ, યોગી અરવિંદ, ચિત્તરંજનદાસ, ગિરિશચંદ્ર ઘોષ, કવિવર રવીન્દ્રનાથ ટાગોર આદિ બંગાળના લોકમાન્ય મહાપુરુષો પણ પશુબલિની વિરુદ્ધ હતા. “એમ તો બંગાળની જનતા ભાવનાશાળી અને સાધુસંતો પ્રત્યે ભક્તિશીલ છે, પરંતુ સાથે-સાથે અહીંયાં સામ્યવાદનો અતિરેકી પ્રચાર થવાથી પ્રાંતીયતાનો ઝનૂનવાદ ભડકી જતાં આ પ્રશ્ન બંગાળી-બિનબંગાળીની વચ્ચે દ્વન્દ્વરૂપ ન બની જાય તેને જાગૃતપણે દૃષ્ટિ સમક્ષ રાખીને છેલ્લા ૮-૯ માસથી ધર્મમય સમાજરચનાના પ્રયોગકાર શ્રી સંતબાલજી તે કુરિવાજો બંધ કરાવવા કલકત્તામાં ચતુર્મુખી સૌમ્ય યત્ન કરી રહ્યા છે : ૧. હસ્તાક્ષરો દ્વારા લોકમત સંકલિત કરવો, ૨. હિંદુધર્મના – વિશેષતઃ શક્તિ-સંપ્રદાયના – પંડિતોનો મત જાણવો. ૩. બંગાળના આગેવાનોનો તથા ભારતના સાધુ–સંન્યાસીઓનો અભિપ્રાય જાણવો. ૪. સેવાયત્ત સમિતિ તથા કાલીઘાટ—ટેંપલ સમિતિ વગેરેનો ગાઢ સંપર્ક રાખવો. “જો એક વાર ધર્મના નામથી ચાલતા આ પશુવધને આપણે બંગાળમાં બંધ કરાવી શકીશું, તો એનો પ્રભાવ ભારતના અન્ય પ્રાંતો ઉપર પણ પડશે. પછી તો Page #152 -------------------------------------------------------------------------- ________________ અહિંસાદર્શન અને અહિંસક આચારો : ૮ ૧૨૯ આપણે ઈસાઈ અને ઇસ્લામ ધર્મના બંધુઓને પણ ધર્મના નામે પશુઓની કુરબાની નહીં કરવાનું સમજાવી શકીશું. સામાન્ય રીતે પ્રત્યેક ધર્મગુરુનું તથા ધર્મધુરંધર વિચારકનું કર્તવ્ય છે કે જ્યાં ધર્મના નામે આ પ્રકારનો હિંસાકાંડ થતો હોય, ત્યાં તેને બંધ કરાવવામાં તેઓ પ્રયત્ન કરે. જો તેઓ સ્વયં ન કરી શકતા હોય તો જે સાધુ-સાધ્વીજી અથવા ધર્મભાવુક પુરુષો એ વિષે પ્રયત્નો કરી રહ્યા હોય તેમાં વૈચારિક-પ્રાચારિક અથવા સહાનુભૂતિપૂર્ણ સક્રિય સહકાર આપે. આપનો અમૂલ્ય અભિપ્રાય અથવા અનુરોધ મોકલી અથવા પશુ-બલિ-નિષેધ-પત્રક ઉપર હસ્તાક્ષર કરીને તથા બીજા લોકોના હસ્તાક્ષર પણ કરાવરાવીને આ કાર્યને ગતિ પ્રદાન કરશો. આ રીતે આપનો અભિપ્રાય અત્યંત આવશ્યક છે. તો નિમ્નલિખિત સરનામા ઉપર આપનો અભિપ્રાય મોકલશો: પશુબલિ-નિષેધક-સમિતિ, C/o ઇન્ડસ્ટ્રો-ઇન્ડિયા એજન્સી, ૩૮ નેતાજી સુભાષ રોડ, કલકત્તા ૧.” અમારી સમજ મુજબ એક ઘોર અને અખંડપણે ચાલુ જીવહિંસાના નિવારણ દ્વારા અહિંસાની સ્થાપના કરવાનો અને આપણી ધર્મભાવનાને શોભાવવાનો આ એક સપુરુષાર્થ છે; અહિંસાપ્રધાન શ્રમણ સંસ્કૃતિને માટે તો આ એક સોનેરી અવસર છે. એટલે અહિંસા અને જીવદયાના સર્વ ચાહકોએ એને ઉમળકાભેર વધાવી લેવો જોઈએ, અને પશુબલિનિષેધક પત્રકો મોકલીને તેમ જ બીજી દરેક રીતે પોતાથી બનતો તનમન-ધનનો બધો જ સહકાર મુનિશ્રી સંતબાલજીને આપવો જોઈએ. આમાં વિશેષ હર્ષ ઉપજાવે અને આશા પ્રેરે એવી બાબત એ છે, કે પોતે હાથ ધરેલ કાર્ય માટે ઉપવાસ કે એવા કોઈ જલદ ઉપાયનો આશ્રય ન લેતાં મુનિશ્રીએ લોકમત કેળવવાનો સમજાવટનો ધીરજભર્યો માર્ગ અપનાવ્યો છે, અને એની જ તેઓ અજમાયશ કરી રહ્યા છે. અહિંસાની સ્થાપના માટે અધીરા બનીને ખોટું દબાણ કરવું કે ઉતાવળમાં પડીને ગમે તેવાં પગલાં ભરવાં એ તો અહિંસાના પાયાને જ નબળો કરવા જેવું કાર્ય છે. કલ્યાણની નિર્મળ ભાવના અને ધીરજપૂર્વકનો સપ્રયત્ન ચાલુ હશે તો વહેલેમોડે પણ કંઈક સફળતા તો મળશે જ, અને નુકસાન તો એથી કશું થવાનું જ નથી. છેવટે એક મોટું ધર્મકર્તવ્ય બજાવ્યાનો સંતોષ અને આનંદ તો એમાંથી પ્રાપ્ત થવાનો જ છે. મુનિશ્રી સંતબાલજી આવી અખૂટ શ્રદ્ધા સાથે પોતાના પ્રયત્નો ચાલુ રાખે અને હિંસાનિવારણના આ પુણ્યયજ્ઞના સહુ સહભાગી બને એ જ અભ્યર્થના. (તા. ૨૬-૬-૧૯૬૫) Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ જિનમાર્ગનું જતન (૯) હિંસારહિત તબીબી સંશોધન દાક્તરી સારવારમાં માનવસમાજને માટે ઉપયોગી થઈ શકે એવી નવી-નવી દવાઓ શોધવામાં અને નવા-નવા પ્રયોગો કરવામાં, તેમ જ દવાઓની અસરો નક્કી કરવામાં આપણા દેશમાં તેમ જ બહારના દેશોમાં નાનાં-મોટાં અબોલ અને નિરપરાધી જીવજંતુઓ અને પ્રાણીઓની કેટલી મોટી સંખ્યા ઉપર કેવી-કેવી જાતના સિતમો ગુજારવામાં આવે છે એ હકીકત હવે અજાણી રહી નથી. પ્રાણીરક્ષા અને પશુઓ પ્રત્યેની ક્રૂરતાનું નિવારણ કરવા માટે રચાયેલી દેશવિદેશની સંસ્થાઓ દાક્તરી શોધખોળો માટે પશુઓ તથા બીજા જીવો તરફ દાખવવામાં આવતી ક્રૂરતાની વિગતો અવારનવાર પ્રગટ કરતી જ રહે છે. છતાં આવી હિંસાનું નિવારણ કરવાની દિશામાં બહુ જ ઓછાં – લગભગ નહીં જેવાં – પગલાં ભરવામાં આવે છે એ સુવિદિત છે. આપણા દેશનાં જાણીતાં જીવદયાપ્રેમી, પ્રાણીમિત્ર, શ્રીમતી રશ્મિણીદેવી એરંડેલ, પ્રાણીમિત્ર શ્રી જયંતીલાલભાઈ માન્કર તથા અન્ય જીવદયાના હિમાયતીઓના પ્રયત્નથી આપણા દેશની કેન્દ્રસરકારે પ્રાણીઓ પ્રત્યે થતી ક્રૂરતાના નિવારણ માટે એક કાયદો ઘડ્યો છે. આ કાયદાનો અમલ કરી શકાય એ માટે, એ કાયદાને આધારે કમિટી ટુ કંટ્રોલ એસ્પિરીમેન્ટ્રસ ઓન એનિમલ્સ' નામે એક કમિટીની રચના કરવામાં આવી છે. દાક્તરી સારવારની શોધ માટે પશુઓ ઉપર કરવામાં આવતા હિંસક પ્રયોગો ઉપર નિયંત્રણ મૂકવા કોશિશ કરવી એ આ કમિટીનો હેતુ છે. આપણા ભાવનાશીલ જીવદયાપ્રેમી શ્રી જયંતીલાલભાઈ માન્કર આ કમિટીના ઉપ-પ્રમુખ છે. તેઓએ આ કમિટીને સહાય કરવા માટે જનતા જોગ એક અરજ કરી છે, જે શ્રી જીવદયા' માસિકના ગત એપ્રિલ માસના અંકમાં છપાઈ છે. એ ટહેલ અમે ઉદ્ધત કરીએ છીએ : “ઉપરોક્ત કમિટી (કમિટી ટુ કંટ્રોલ એસ્પિરીમેન્સ ઓન એનિમલ્સ) ભારત સરકારના પ્રાણીઓ પ્રત્યે ઘાતકીપણું અટકાવવાના કાયદા અન્વયે વિજ્ઞાન અને શિક્ષણને નામે પ્રાણીઓ પર થતા અખતરા ઉપર દેખરેખ રાખવા અને તેમાં થતું ઘાતકીપણું અટકાવવા માટેની કાયદેસરની સંસ્થા છે. તેની સ્થાપના પછી છેલ્લાં ૫ વર્ષમાં તેમને ભારતની અનેક વૈજ્ઞાનિક પ્રયોગશાળાઓ અને દવા બનાવવાનાં કારખાનાંઓની મુલાકાત લેતાં જણાયું છે, કે દર વરસે નાનાં-મોટાં આશરે ૬ લાખ પ્રાણીઓ પર અખતરાઓ થાય છે, અને આખરે તેનો નાશ કરવામાં આવે છે. “સભાગ્યે વિલાયતના પ્રખ્યાત ડૉક્ટર આયગુડે અને બીજાઓએ પ્રાણી વગર કેટલાક અખતરા કરવાની રીતો શોધી કાઢી છે. અને વિલાયત-અમેરિકાના Page #154 -------------------------------------------------------------------------- ________________ અહિંસાદર્શન અને અહિંસક આચારો : ૯ ૧૩૧ નિષ્ણાત ડૉક્ટરોએ તેને અમલી બનાવતાં હજારો પ્રાણીઓ પ્રત્યે થતું ઘાતકીપણું અને અકાળ મરણો અટક્યાં છે. “આ કમિટીના પ્રયાસથી કેટલાક લાગણીવાળા વૈજ્ઞાનિકોએ ભારતની આશરે ૬૦ પ્રયોગશાળામાં પ્રાણીઓ વગર અખતરા કરવાનું ચાલુ કર્યું છે, અને રસી વગેરે બનાવે છે. તે પણ ખૂબ અસરકારક નીવડે છે. વળી તેથી હજારો પ્રાણીઓને રક્ષણ પણ મળ્યું છે. દાખલા તરીકે આઈઝન-નગર ખાતે ગાયોની બીમારી (શીતળા) માટેની રસી તૈયાર કરવા માટે જ્યારે દર વરસે ૩૬૦૦ બકરાને મરવું પડતું હતું. ત્યાં ટિસ્ય-કલ્ચરની નવી પદ્ધતિ દાખલ થતાં દર વરસે એટલા જીવો બચ્યા છે, અને ખર્ચમાં પણ ઘણો ફાયદો થયો છે. આવાં અનેક અખતરાઓ અને નવી દવાઓની પરીક્ષા માટે આજે જ્યાં લાખો જાનવરો મરે છે, ત્યાં જો જાનવરો વગરના અખતરાની પદ્ધતિ દાખલ થાય તો ઘણો જ લાભ થાય તેવું છે. તેથી આ કમિટીને જો આ કામ માટે જીવદયામાં શ્રદ્ધા ધરાવતી જનતા તરફથી સારો સાથ મળશે, તો બીજી વૈજ્ઞાનિક શોધખોળ માટે પણ જાનવરો વગર અખતરા કરી તેના પરિણામો અન્ય સરકારી અને બિનસરકારી સંસ્થાઓમાં દાખલ કરી શકાશે, જેને પરિણામે લાખો જાનવરોના વિજ્ઞાનને નામે લેવાતા ભોગ અટકી શકશે. “કમિટીને સરકાર વ્યવસ્થા પૂરતી જ ગ્રાંટ આપે છે. તેથી ઉપરની યોજના માટે જાહેર પ્રજા પાસેથી મદદ મેળવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ કમિટીના ચેરમેન સ્વ. શ્રી કમલનયન બજાજ આ કાર્યમાં ખૂબ રસ લેતા હતા. આવી એક યોજના માટે રૂ. ૨૦૦૦નો ખર્ચ થશે, પણ પરિણામે હજારો જીવો બચી જશે એ મોટો લાભ છે. તેથી આપને વિનંતી છે, કે અભયદાનના આ કાર્ય માટે આપ ઉદાર મદદ મંજૂર કરવા કૃપા કરશો. કમિટીને મળતી મદદ પર દાતાને ઇન્કમટેક્સમાંથી મુકિત છે. આ યોજનાઓનું સંચાલન નિષ્ણાતો દ્વારા જ થશે. જો યોગ્ય મદદ મળશે તો આવી ત્રણ યોજનાઓ હાથ ધરી શકાશે. “આશા છે, કે આપ આ બાબત સહાનુભૂતિપૂર્વક વિચારી યોગ્ય મદદ મોકલી આભારી કરશો. (સરનામું : કલાભવન, પહેલે માળે, ૩ મેથ્ય રોડ, ઓપેરા હાઉસ, મુંબઈ-૪૦)” આ કાર્ય કેટલું ઉમદા છે, એ અંગે કંઈ વિશેષ લખવાની જરૂર નથી. ખરી રીતે આ ધર્મનું જ કામ છે. એટલે એને દરેક પ્રકારે સહાય, સાથ અને પ્રોત્સાહન મળે એ જરૂરી છે. આ કમિટીએ જે કામ કરવા ધાર્યું છે, એમાં પૂરી નહીં તો અમુક પ્રમાણમાં પણ જો સફળતા મળે, તો પ્રાણીરક્ષાની બાબતમાં એક નવી દિશા જ ઊઘડે – તેવી દિશા કે જેથી માનવીની દાક્તરી સારવારની શોધોમાં ખાસ ખામી આવવા દીધા સિવાય, Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ જિનમાર્ગનું જતન એ માટે મૂગાં પશુઓ અને જીવજંતુઓ ઉપર ગુજારવામાં આવતા ત્રાસનું તેમ જ એમની થતી હત્યાનું પણ સારા પ્રમાણમાં નિવારણ થઈ શકે. (તા. ૧૪-૭-૧૯૭૩) (૧૦) મત્સ્યોધોગ અને સરકાર અમદાવાદથી પ્રગટ થતા “ગુજરાત સમાચાર' દૈનિક પત્રના તા. ૨૬-૧૦ ૧૯૬૦ના અંકના “વાચકોનું મંતવ્ય' વિભાગમાં શ્રી “સ્નેહાબ્ધિ' (વેરાવળ)નું એક લાંબું લખાણ પ્રગટ થયું છે. એ લખાણનો હેતુ “મસ્યોદ્યોગના વિકાસમાં સરકારે સાથ ન આપવો' એવી મતલબના વિરોધી ઠરાવો કરવાથી પ્રજાએ વેગળા રહેવું જોઈએ – એવી શિખામણ આપવાનો છે. પોતાના આ હેતુના સમર્થનમાં એમણે જે વિધાનો કર્યા છે, તેમાંનાં ઘણાંખરાં બુદ્ધિની કસોટીએ પાર ન ઊતરે એવાં, તેમ કેટલાંક તો કોઈ પણ તટસ્થ વિચારકને ગળે ઊતરવાને બદલે હાસ્યાસ્પદ લાગે તેવાં પણ છે. તેથી તેમનાં લખાણમાંનાં કેટલાંય વાકયો અને કેટલાય શબ્દો પણ આકરી સમાલોચના માગી લે એવાં છે. પરંતુ એ બધાંનો અક્ષરશઃ જવાબ આપવાથી વિશેષ લાભ ભાગ્યે જ થાય. એટલે એમાંના મુખ્ય મુદ્દાઓનો જવાબ આપવો જ યોગ્ય લાગે છે. આ લખાણમાં પાયાની ખામી તો એ જ જણાય છે કે અહિંસા અને હિંસાની ભિન્ન વૃત્તિઓનો સ્પષ્ટ ખ્યાલ લેખકને છે કે કેમ એ જ પ્રશ્ન છે; એક ઠેકાણે તેઓ લખે છે : “અસંખ્ય માછલાંને બચાવવા પાછળનો આપણા શાકાહારી વર્ગનો કયો હેતુ છે ? કેવળ એ જ ને કે તેઓ તેમની મેળે જન્મે ને તેમની મેળે મરી જાય; માણસે તેમની વચમાં ન પડવું? તેઓ સર્જાય, પોષાય ને નાશ પામે તે તેમની મેળે ભલે થતું. જો આનું જ નામ અહિંસા હોય તો તે ખોટી અહિંસા છે.” અહિંસાની બે બાજુઓ છે: એક નિષેધાત્મક અને બીજી વિધેયાત્મક. નાના કે મોટા કોઈ પણ જીવનો પ્રાણ લેવાના કે એને દુઃખ આપવાના ભાગીદાર કે નિમિત્ત ન બનવું, એવા નિમિત્ત બનવાનો નિષેધ કરવો તે તેની નિષેધાત્મક બાજુ, અને કોઈ પણ જીવનો પ્રાણ બચાવવાના કે એનું દુઃખ દૂર કરવાના ભાગીદાર કે નિમિત્ત બનવું એ તેની વિધેયાત્મક બાજુ, જેને આપણે ત્યાં “કરુણા' તરીકે ઓળખવામાં આવે છે. Page #156 -------------------------------------------------------------------------- ________________ અહિંસાદર્શન અને અહિંસક આચારોઃ ૧૦ ૧૩૩ આ વિશ્વનો ક્રમ જ એવો છે, કે કોઈ પણ જીવને આપણે મરતો બચાવી શકતા નથી; પરંતુ તેના મરણનું નિમિત્ત બનવામાંથી આપણી જાતને અવશ્ય બચાવી શકીએ છીએ. એટલે આપણે અહિંસાનું પાલન કર્યું ગણાય. જીવ આપમેળે જન્મ અને આપમેળે મરે, અને માણસ એમાં દખલગીરી ન કરે, એવી અહિંસા જો “ખોટી અહિંસા' કહેવાતી હોય તો પછી અહિંસાની જરૂર જ ક્યાં રહે છે એ પાયાનો પ્રશ્ન ઊભો થાય છે. તો પછી શું લેખક એમ સૂચવવા ઇચ્છે છે કે કોઈ પણ જીવનું મૃત્યુ થાય, અથવા મૃત્યુના નિમિત્ત થવાય એવી રીતે દખલગીરી કરવા છતાં માણસ સાચી અહિંસાનું પાલન કરી શકે છે ? તો પછી અહિંસાના પાયા રૂપ “જીવો અને જીવવા દો' એ સામાન્ય સિદ્ધાંતને તેમ જ “મરીને પણ બીજાને જિવાડો' એ શ્રેષ્ઠ સિદ્ધાંતને સ્થાન જ ક્યાં રહેવાનું? નથી લાગતું, કે અહિંસાનો અર્થ સમજવામાં લેખક સાવ ભીંત જ ભૂલ્યા છે? અને તેથી જ દેહબુદ્ધિ અને આત્મબુદ્ધિની તાત્ત્વિક વાતને સાવ અપ્રસ્તુત રીતે રજૂ કરવાની અનાધિકાર ચેષ્ટા એમનાથી થઈ ગઈ છે, તેઓ લખે છે : “અહિંસાનો ખ્યાલ કેવળ દેહબુદ્ધિથી પ્રેરાઈને નહીં, પરંતુ આત્મબુદ્ધિથી પ્રેરાઈને કરીએ તો પણ સમજાશે કે આત્મા અમર છે, ને દેહ દેહના પોષણ માટે દેહને હણે જ છે.” લેખક અહીં શું કહેવા માગે છે? જો તેઓ એમ સૂચવવા માગતા હોય કે દેહનો વિલય ભલે થાય, પણ આત્મા તો અમર છે, માટે કોઈ જીવને એના પ્રાણથી જુદો કરવામાં આવે તો પણ અહિંસાના પાલનને બાધા પહોંચતી નથી અને હિંસાનો દોષ લાગતો નથી, તો પછી દુનિયામાં હિંસા-અહિંસાના વિચારને અવકાશ જ ક્યાં રહે છે ? વળી, જ્યારે તેઓ એમ કહે છે, કે “દેહ દેહના પોષણને માટે દેહને હણે જ છે' ત્યારે એનો અર્થ એ થયો કે હિંસા વગર જીવન શક્ય જ નથી. એ વાત અર્ધસત્ય છે; કારણ કે સાથેસાથે એ વાત પણ એટલી જ સાચી છે, કે બને એટલી ઓછી જીવહિંસાથી જીવનનિર્વાહ કરવો એ જ માનવજીવનની ઈતર પ્રાણીસૃષ્ટિ કરતાં વિશિષ્ટતા છે; અને તેમાં જ એની વિવેકશક્તિની ઉપયોગિતા અને ચરિતાર્થતા છે. જો લેખક વસ્તુસ્થિતિ સમજવા માગતા હોય, તો દુનિયામાં બને તેટલી ઓછી હિંસાથી જીવનનિર્વાહ કરવાના આદર્શને વરેલો મોટો માનવસમૂહ અત્યારે પણ હયાત છે, અને બીજી બાજુ હિંસા-અહિંસાનો વિવેક ભૂલીને મનસ્વી રીતે જીવન જીવનારા માનવસમૂહો પણ ઘણા છે. પણ જ્યારે માનવજીવનની મહત્તાની દષ્ટિએ વિચાર કરવામાં આવે તો અને અન્ય વ્યવહારુ દૃષ્ટિકોણોથી પણ વિચારવામાં આવે તો બને તેટલી ઓછી હિંસાથી જીવનનિર્વાહ કરવો એ જ માનવજીવનનો સાચો આચાર લેખી શકાય. તેથી એ દિશાનો પ્રયત્ન કરીને, દેશને ધાર્મિક દૃષ્ટિ સાથે નૈતિક અને આર્થિક Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ જિનમાર્ગનું જતન દૃષ્ટિએ પણ સરવાળે આગળ વધારનાર પ્રજાજૂથના પુરુષાર્થમાં દખલ કરવાથી સરકારે દૂર રહેવું ઘટે. જ્યારે આ આદર્શનો અમલ કરવાની વાત આવે છે, ત્યારે શાકાહાર અને માંસાહારની તુલના આપમેળે જ પ્રસ્તુત થાય છે. શાકાહારમાં ઓછી જીવહિંસા રહેલી છે એ તો સિદ્ધ થયેલી હકીકત છે. વળી જે પ્રજાઓ કે સમાજોમાં માંસાહાર પ્રચલિત છે, તેવી પ્રજાઓ કે એવા સમાજોમાં એવા પણ અનેક ધર્મસ્થાપકો, પેગંબરો કે ધર્મગુરુઓ થઈ ગયા છે, કે જેમણે છેવટે માંસાહારના ત્યાગનું જ ઉદ્બોધન કર્યું – ભલે પછી તેની સીધી અસર તે લોકસમૂહના ખાનપાન ઉપર ઓછી થઈ હોય કે સમૂળગી ન થઈ હોય. એટલે ધર્મદૃષ્ટિએ તો માંસાહારનો ત્યાગ અને શાકાહારથી જીવનનિર્વાહ એ જ રાજમાર્ગ છે. વળી ૫૨દેશોમાં છેલ્લા કેટલાય દાયકાઓથી શાકાહાર તરફનું વલણ જે રીતે વધી રહ્યું છે, તે પણ ધ્યાનમાં લેવા જેવું છે. જો લેખકની દૃષ્ટિ વ્યાપક હોત અને તેઓ દીવા જેવા સત્યને પણ ઉવેખવા માગતા ન હોત, તો તેઓ શાકાહારમાં ઓછી હિંસા અને માંસાહારમાં વધુ હિંસા હોવાના વિચારને માટે એવું હાસ્યાસ્પદ વિધાન હરગિજ ન કરત કે “તે એકપક્ષી વિચાર છે, અને કેવળ શાકાહારી જનવર્ગના હૃદયની અરેરાટીભરેલી લાગણીમાંથી જન્મેલો ખોટો ને ભ્રામક વિચાર છે.’ જાણે એમ લાગે છે, કે આમ લખીને લેખક શાકાહાર અને માંસાહારની વચ્ચે, બીજી દૃષ્ટિઓ ઉપરાંત, હિંસાના ઓછા-વધતાપણાની દૃષ્ટિએ જે સુસ્પષ્ટ ભેદરેખા રહેલી છે, તેને સમજવાનો જ ઇન્કાર ભણે છે. પણ લેખક આટલેથી જ નથી અટકતા; એ તો એમને દેખાતી પ્રચ્છન્ન હિંસાની ફિકર પણ કરે છે : “ખાનારને જે ખાવાની ઇચ્છા છે, તે તેને ખાવા ન દઈને તેની લાગણી દૂભવી માછલાં બચાવ્યાની અહિંસાનો મિથ્યા સંતોષ માનવો તે શું એક પ્રકારની પ્રચ્છન્ત હિંસા નથી વારુ ?' આ રીતે તો ચોરને ચોરી કરતો અટકાવીને માલિકની વસ્તુને ચોરાઈ જતી બચાવી લેવી એમાં પણ ચોરનું દિલ દૂભવવાનું પ્રચ્છન્ત હિંસા કરવા જેવું જ થાય ને ? શું લેખકને આ વાત મંજૂર છે ખરી ? વળી આગળ ચાલતાં લેખક કહે છે: “માછલીની લાગણી કરતાં માનવીની લાગણી સામે આપણે સ્વાભાવિકપણે વિશેષ ધ્યાન આપવું જોઈએ.” – કેમ જાણે માછલી આપણી પાસે ફરિયાદે આવી હોય અને આપણે ઊંચે આસને બેસીને લાગણીના તોલમાપનો ફેંસલો આપવા ન બેઠા હોઈએ ! ખરી વાત Page #158 -------------------------------------------------------------------------- ________________ અહિંસાદર્શન અને અહિંસક આચારો : ૧૦ ૧૩૫ તો, માનવી અને માછલી વચ્ચે વિકાસની દૃષ્ટિએ જે મહાન તફાવત છે, એ તફાવતનો વિચાર કરીને પોતાની ખીલેલી ન્યાયબુદ્ધિથી બને એટલી ઓછી હિંસાથી જીવનનિર્વાહ કરવો એ જ છે. મોટું માછલું નાના માછલાને ગળી જાય એ મચ્છગલાગલ ન્યાય તો દુનિયાનો સામાન્ય ક્રમ છે, અને એ જ સંસારના વ્યવહારની નબળી કડી છે. પણ એ નબળી. કડીને દૂર કરીને દુનિયામાં ન્યાય-નીતિની અને સમાનતાની સ્થાપના કરવી એ જ તો ધર્મ, સમાજ અને રાજ્યનું કાર્ય છે એ આપણે કાં ભૂલી જઈએ ? આવુંઆવું તો શ્રી “સ્નેહબ્ધિએ બીજું પણ કેટલુંક વિચિત્ર લખ્યું છે, પણ એ બધાંનો વિગતવાર જવાબ આપવાની જરૂર નથી. હવે મુખ્ય મુદ્દાની વાત : સરકારે આમાં શું કરવું? જેમ કેટલાય માનવસમૂહો સહજ રીતે શાકાહાર કરે છે, તેમ ઘણા ય માંસાહાર કરતા હોય છે. પણ માંસાહારીઓને શાકાહાર તરફ વાળવાની કે જેઓ મત્સ્ય-માંસનો વેપાર કરતા હોય એમને એમનો વ્યાપાર છોડાવવાની ફરજ સરકારની નથી; તેમાં ય લોકશાહી સરકાર તો એવી બધી બાબતોમાં પડે જ નહીં. એ બધું કામ તો ધર્મગુરુઓનું કે પ્રબુદ્ધ નાગરિકોનું લેખાય, અને એ એમણે જ કરવું જોઈએ. હવે જે લોકો સરકારને મત્સ્યોદ્યોગ જેવા હિંસક માર્ગે ન જવાનું કહે છે, એમના ખ્યાલમાં સરકારની આ મર્યાદા બરાબર છે. અને તેથી જ એમણે સરકાર પાસે માત્ર એટલી જ માગણી કરી છે, કે જેમાં લોકોને માંસાહારથી કે મત્સ્ય-માંસના વેપારથી પાછા વાળવાનું કામ સરકારનું નથી, તેમ મત્સ્ય-માંસના વેપારને દેશના એક ઉદ્યોગના ધોરણે વિકસાવવાનું કામ પણ સરકારનું નથી; માટે કેન્દ્ર-સરકારે કે પ્રાદેશિક સરકારોએ પ્રજાના ચોક્કસ જૂથને અવગણીને, બલ્ક દૂભવીને અને અન્ય જૂથનો એકાંગી પક્ષપાત. કરીને એવાં હિંસક કાર્યોમાં ન પડવું જોઈએ, અને પોતે તેમાં પડી હોય તો પાછા વળવું જોઈએ. દેશમાં જેમ માંસાહાર કરનાર કે મત્સ્ય-માંસનો વેપાર કરી રોજી રળનાર એક વર્ગ છે, તેમ માંસાહારનો વિરોધ કરનાર અને એવી હિંસક વસ્તુઓના વેપાર પ્રત્યે નફરત ધરાવનાર પણ એક બહુ મોટો વર્ગ છે. એ બેની વચ્ચે સરકારે સમતુલા જાળવવાની છે; અને એ સમતુલા ઉપર જણાવ્યું એ રીતે જ જળવાઈ શકે એમ છે. જે કામ પ્રજાના મોટા વર્ગને ન ગમતું હોય એ કામમાં પ્રજાનાં નાણાં વાપરીને એનો વિકાસ સરકાર કેટલો વખત સાધી શકશે? અને પ્રજાની જે મંગલકર અને વાજબી લાગણી હજારો વર્ષથી કેળવાતી અને સચવાતી આવી છે, એની ઉપેક્ષા સરકાર ક્યાં Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ જિનમાર્ગનું જતન સુધી કરી શકશે ? એટલે આ કામથી સરકારે દૂર રહેવું તેવી માગણી પ્રજાના અમુક વર્ગના હક્ક છીનવી લેવાની દૃષ્ટિથી નહિ, પણ કોઈ એક પ્રજાજૂથ અને પ્રજાતંત્રના સંચાલકો વચ્ચે તેમ જ બે પ્રજાજૂથો વચ્ચે ગજગ્રાહ જામવાને બદલે સુમેળ બની રહે, એ દીર્ઘ દૃષ્ટિથી જ કરવામાં આવી છે; એનું એ રીતે જ મૂલ્યાંકન થવું જોઈએ. કોઈનો હક્ક કે ધંધો છીનવી લેવાની કે એના ઉપર પ્રતિબંધ મૂકવાની પણ કોઈ વાત નથી; તેમ જ કોઈને માંસ ખાતા અટકાવવાનો પણ કોઈ સવાલ નથી. આમાં તો માત્ર જે કાર્ય સરકારે કરવા જેવું નથી અને જે સરવાળે દેશની એકતા અને અમનના હિતમાં નથી, એમાંથી સરકારને રોકવાની જ વાત છે. વળી, પ્રજાનો અમુક વર્ગ પોતાની આજીવિકા માટે આવકના એક સાધન રૂપે મત્સ્ય-માંસનો વેપાર કરે એ એક વાત છે, અને આપણી સરકાર દેશના આર્થિક વિકાસના ખ્યાલથી કે નિકાસ દ્વારા પરદેશી હૂંડિયામણ રળવાના એક સાધન તરીકે આવા હિંસક અને પ્રજાના મોટા ભાગના મનને દૂભવે એવા માર્ગનો ઉપયોગ કરે એ તદ્દન જુદી વાત છે. અને અહિંસાની ભૂમિનું ગૌરવ પ્રાપ્ત કરનાર હિંદુસ્તાનની સરકારને જ્યારે અમુક રકમનું વળતર કરવા માટે આવા હિંસક માર્ગોનો આશ્રય લેતી જોઈએ છીએ, ત્યારે તો સહેજે મનમાં ખેદ અને દુઃખ થઈ આવે છે કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ ? શું આપણી આર્થિક ભૂખ એટલી ભયંકર અને ઉગ્ર બની ગઈ છે કે એમાં આવા હિંસક માર્ગો અપનાવ્યા વગર આપણી સરકારને ચાલે નહિ? આવા વિવાદાસ્પદ માર્ગે પૈસા રળીને વિકાસયોજનાઓ ઝડપથી આગળ વધારવાને બદલે એની ગતિ થોડીક ધીમી રહે, અને અમન વધે તો શી હરકત છે? અરે, જે પૈસો અત્યારે બેફામ રીતે વપરાઈ રહ્યો છે, એમાં કરકસર અને સદુપયોગનું ધ્યાન રાખવામાં આવે તો પણ એટલા પૈસા આપણે ખુશીથી બચાવી શકીએ અને આવા હિંસામય માર્ગેથી બચી શકીએ. આ બાબતને શ્રી “સ્નેહાબ્ધિએ આ દૃષ્ટિએ સમજવાની કોશિશ કરી હોત તો તેઓ લોકલાગણીનું હાર્દ સમજી શકત અને આવા અસંગત વિચારોને પ્રગટ કરવાની મહેનતમાંથી બચી શકત. અમદાવાદના નાગરિકોની સભાના ઠરાવ દ્વારા આ માગણી કેવળ માનવતા અને અહિંસાની ભાવનાથી પ્રેરાઈને જ કરવામાં આવી છે; અને આપણી મધ્યસ્થ અને પ્રાદેશિક સરકારોએ એને એ રીતે જ સમજવી ઘટે છે. (તા. ર૯-૧૦-૧૯૬૦) Page #160 -------------------------------------------------------------------------- ________________ અહિંસાદર્શન અને અહિંસક આચારો : ૧૧ (૧૧) સંસ્કારિતાનો આ તે કેવો સંહાર ? મુંબઈની જીવદયા-મંડળીના મુખપત્ર ‘શ્રી જીવદયા' માસિકના ગત ઑક્ટોબર માસના અંકમાં મુંબઈના જાણીતા ‘જન્મભૂમિ’ દૈનિકના તા ૧૭-૧૦-૧૯૭૦ના અંકનો અગ્રલેખ છપાયો છે એ તરફ અમારું ધ્યાન ગયું. એ અગ્રલેખમાં જણાવાયા મુજબ યુરોપના અમુક દેશોમાં દૂધનું ઉત્પાદન વધી જવાથી દૂધના ભાવોને ટકાવી રાખવા માટે ત્રીસ લાખ જેટલી દૂઝણી ગાયોની કતલ કરવાનું વિચારાઈ રહ્યું હોવાનું જાણવા મળે છે. આ વાત કોઈ પણ સહૃદય માનવીને સ્તબ્ધ બનાવી મૂકે એવી છે. એ અગ્રલેખ કહે છે - ૧૩૭ “ઑસ્ટ્રેલિયામાં હમણાં જ એક દુગ્ધોત્પાદન-વ્યવસાયની વિશ્વપરિષદ યોજાઈ ગઈ. આ પરિષદ સમક્ષ આપણા દુગ્ધનિષ્ણાત શ્રી ખરોડીએ કરેલું પ્રવચન જોઈએ તેવી પ્રસિદ્ધિ – ખાસ કરીને ભારતમાં – પામ્યું નથી એ ખેદની વાત છે. એ પ્રવચનમાં તેમણે જણાવ્યું હતું : ‘યુરોપની મઝિયારી બજારના ફ્રાન્સ, ઇટાલી, હોલાન્ડ વગેરે દેશોમાં દૂધનું ઉત્પાદન એટલું બધું વધી પડ્યું છે, કે ત્યાં હવે દૂધને માટે જ ઉછે૨વામાં આવેલી ૩૦ લાખ ગાયોની કતલ કરી નાખવાની (અલબત્ત, માંસ-ભક્ષણ માટે) વિચારણા થઈ રહી છે. આ ભારે ખેદની વાત છે.’ શ્રી ખુરોડીએ, અણવિકસિત દેશોના પ્રતિનિધિ તરીકે, આવી કોઈ વિચારણાનો અમલ ન કરવાની અપીલ કરી હતી અને ઉત્પાદનનો વધારો સમૂળો રહે જ નહિ એવું કોઈ પણ પગલું ન ભરવાનો આગ્રહ કર્યો હતો. એમની આ અપીલ અને એમના આ આગ્રહને બધા ય અવિકસિત દેશોનો ટેકો હશે એમાં શંકા નથી. “માનવી ખરેખર અવળચંડો છે અને સ્વાર્થાન્ધ છે. ઉપર્યુક્ત ૩૦ લાખ ગાયોની કતલ કરી નાખવાથી કદાચ તત્કાલિક થોડો આર્થિક લાભ થશે; પરંતુ શ્રી ખરોડીએ જણાવ્યું હતું તેમ એ પગલું વિશ્વપરિસ્થિતિના ઉપલક્ષ્યમાં તો આત્મઘાતક જ નીવડવાનું છે. આજે જ્યારે દુનિયાના અણવિકસિત દેશોમાં પ્રોટીનની ઊણપને કારણે, પ્રજાને પૂરતું પોષણ મળતું નથી, ત્યારે ગાયોની કતલ કરી નાખીને દૂધનું ઉત્પાદન ઘટાડવાનું પગલું વિચારવામાં આવે તે તો કલ્પનાતીત છે.” માનવી કેટલો બધો સ્વાર્થી અને તે માટે કેટલો બધો ક્રૂર બની ગયો છે એનો આ એક ઊંઘ ઉડાડી મૂકે તેવો દાખલો છે, અને તેમાં માનવીની સંસ્કારિતાનો પણ સંહાર થવાનો છે એ કહેવાની જરૂર નથી. આવી હ્રદયશૂન્યતા માનવીને ક્યાં લઈ જશે ! જેમ લોકવ્યવહારમાં લોભને પાપના મૂળ તરીકે ઓળખવામાં આવે છે, તેમ ધર્મશાસ્ત્રોએ પણ ચાર કષાયોમાં લોભને પ્રબળમાં પ્રબળ કષાય કહ્યો છે. એ, મોક્ષની Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ જિનમાર્ગનું જતન સાધનામાં સૌથી છેલ્લે નામશેષ થનાર કષાય ગણાયો છે. આ લોભનો પ્રેર્યો માનવી ચોરી, ઠગબાજી અને ખૂન સુધીનાં નહીં કરવાનાં કાર્યો કરે છે. ઈચ્છીએ કે આ કતલને અટકાવવાના શ્રી ખરોડીના પ્રયત્નો સફળ થાય, અને આ પ્રશ્ન સાથે સંકળાયેલા માનવીઓ નિર્દોષ, મૂંગાં અને માનવજાતને ઉપકારક પશુઓની આવી જંગી કલેઆમના પાપમાંથી ઊગરી જાય. (તા. ૧૨-૧૨-૧૯૭૦ ઉપરાંત તા. ૪-૧-૧૯૭પમાંથી અંશ) (૧૨) માનવીનો સહજ આહાર શાકાહારઃ એક રસપ્રદ સંશોધન જેમ શાકાહાર અને માંસાહાર વચ્ચે એક મોટી ભેદરેખા રહેલી છે, તેમ શાકાહારી પ્રાણીઓ અને માંસાહારી પ્રાણીઓની કેટલીક શરીરરચનામાં પણ સહેલાઈથી દેખાઈ આવે તેવી ભેદરેખા કુદરતે જ આંકેલી છે. જેમ કે શાકાહારી પ્રાણીઓને નહોરદાર પંજા નથી હોતા, ધારદાર અણીવાળા દાંત નથી હોતા, એ પાણી જીભના લપકારથી નહીં પણ મોઢેથી પીએ છે. જ્યારે માંસાહારી પ્રાણીના પંજા નહોરદાર અને જોમથી ભરેલા હોય, છે. દાંત એવા તીણા હોય છે, કે જેથી પોતાના શિકારને ફાડી નાખી શકે છે, અને એ પાણી લપ-લપ કરીને જીભથી પીએ છે. શરીરરચનામાં રહેલી આ ભેદરેખાની દષ્ટિએ વિચારીએ તો માનવીનો સમાવેશ શાકાહારી પ્રાણીઓમાં જ થાય; કારણ કે, ન તો. એને નહોરદાર પંજા છે, ન તીણાહિંસક દાંત છે કે ન એ જીભથી પાણી પીએ છે. આમ છતાં માનવી એવું વિલક્ષણવિચિત્ર પ્રાણી છે કે એ જેમ ઊંચામાં ઊંચી કોટીની સમતા, અહિંસા અને કરુણા-મહાકરુણા આચરી શકે છે, તેમ એ સાંભળતાં પણ અરેરાટી ઊપજે એવી ભયંકર કૂરતા ઠંડે કલેજે આચરવા જેટલો અતિવિકરાળ પણ બની શકે છે. અંગ્રેજી દૈનિક “ધી ટાઇમ્સ ઓફ ઇન્ડિયા'ના તા. ૨૬-૫-૧૯૭૯ના અંકના કરંટ ટોપિક્સ' વિભાગમાં લકઝરી ડાયેટ' (વૈભવશાળી ભોજન)નામે જે નોંધ છપાઈ છે એમાં માનવીની આહાર અંગેની મૂળ પ્રકૃતિ તો શાકાહાર-તરફી જ હતી એવું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. “કેટલાક લોકો ન તો ક્યારેય સાંભળે છે કે ન તો ક્યારેય શીખતા હોય છે. ઘણાં વર્ષ પહેલાં નોબેલ પારિતોષિકના વિજેતા લાઈનસ પોલિંગે, અમીભૂત Page #162 -------------------------------------------------------------------------- ________________ અહિંસાદર્શન અને અહિંસક આચારો: ૧૨, ૧૩ ૧૩૯ પ્રાણીઓનાં જડબાં અને દાંતોના અભ્યાસને આધારે એવું પ્રતિપાદન કર્યું હતું કે પ્રાથમિક દશાનો (આદિવાસી) માનવી મુખ્યત્વે પાંદડાવાળી વનસ્પતિઓ અને ફળોને આધારે જ ટકી રહેતો હતો. તેથી એને શરીરને માટે જરૂરી વિટામિન “સી” મોટા પ્રમાણમાં મળી રહેતું હતું. એ વખતે એના આ મંતવ્યની ભલે ઠેકડી કરવામાં આવી હોય, પણ હવે જીવવિજ્ઞાન અને વિકસિત પ્રાણીવિદ્યાના અભ્યાસીઓએ નવેસરથી કરેલ સંશોધન એવું સૂચન કરે છે, કે છેલ્લાં પંદરેક લાખ વર્ષ દરમ્યાન માનવીનો મુખ્ય ખોરાક શાકાહારનો હતો. ખોરાક અને તંદુરસ્તી વચ્ચે પુરવાર થઈ શકે એવો (જેવું અન્ન તેવું મન નો) સંબંધ હોવાને કારણે, સામાન્ય રીતે અમેરિકનો લે છે એવું વૈભવશાળી ભોજન તંદુરસ્તીની બાબતમાં ગંભીર કહી શકાય એવી સમસ્યાઓ ઊભી કરે છે - જેવી કે, મધુપ્રમેહ (ડાયાબિટીસ), જાડાપણું, અમર્યાદ તંગદિલી અને હૃદય સંબંધી અવ્યવસ્થા. આ વાત ખાસ કરીને એટલા માટે સાચી છે કે છેલ્લાં વીસથી ત્રીસ લાખ વર્ષ દરમ્યાન માનવીના પાચનતંત્રમાં ચયાપચય-તંત્ર-મેટાબોલિઝમ)માં નહીં જેવો ફેરફાર થવા પામ્યો છે. ...એક હજાર કેલરી જેટલો શાકાહાર મેળવવા માટે ફક્ત ચાર કલાકની જ મહેનતની જરૂર પડે છે, જ્યારે એટલી જ બિનશાકાહારી જરૂરિયાતને પૂરી કરવા માટે દસ કલાકની મહેનત કરવી પડે છે... (તા. ૭-૭-૧૯૭૯) (૧૩) શાકાહાર અને માંસાહારઃ એક અંગ્રેજની અનુભવવાણી શાકાહાર અને માંસાહારના ગુણ-દોષની દૃષ્ટિએ આપણી સરકારે તેમ જ પ્રજાએ જે વિચારવા અને આચરવા જેવું છે, તે માટે આ લખીએ છીએ. નીવો ની વચ્ચે નીવનમુ એ સૂત્ર અનુસાર કોઈ પણ જીવ પોતાના જીવનનો નિર્વાહ બીજા જીવના ભોગે જ કરે છે, મતલબ કે હિંસા વગર જીવન શક્ય જ નથી. પ્રાણીની કોઈ પણ પ્રકારની ક્રિયામાં ગમે તેટલી સાવચેતી રાખવા છતાં, સૂક્ષ્મ જીવહિંસા થયા વગર રહેતી નથી; વિશ્વરચનાની આ એક તાત્ત્વિક અને અનિવાર્ય પરિસ્થિતિ છે. આમ હોવા છતાં જીવન જીવવા માટે અનિવાર્ય લેખાતી જીવહિંસામાં પણ તર-તમતાને (ઓછા-વધતાપણાને) પૂરેપૂરો અવકાશ છે એ પણ એટલું જ સાચું છે. એટલે Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ જિનમાર્ગનું જતન માણસ જો સતત જાગૃત રહીને પોતાનું જીવન વિતાવે, તો જીવનનિર્વાહ માટે અનિવાર્ય મનાતી હિંસાની માત્રામાં ઘણો ઘટાડો તો કરી શકે. ઓછામાં ઓછી જીવહિંસાથી જીવનનિર્વાહ કરતાં શીખવું એ જ માનવજીવનની મહત્તા છે, એ જ સાચો જીવનવિકાસ છે; ધાર્મિકતા કે આધ્યાત્મિકતા પણ એ જ છે. આના અનુસંધાનમાં શાકાહાર અને માંસાહારના ગુણદોષનો વિચાર કરવો એ આપમેળે જ પ્રાપ્ત થઈ જાય છે. માંસાહારનો ત્યાગ એ ઓછામાં ઓછી જીવહિંસાથી જીવન જીવવાનો ઉપાય છે, અને પછી તો શાકાહારી સામગ્રીમાંથી પણ બને તેટલી ઓછી વસ્તુઓનો ઉપયોગ કરવો એ સૂક્ષ્મ હિંસાથી પણ બચવાનો ઉપાય છે. એટલે અહિંસા અને જીવદયાની દૃષ્ટિએ માંસાહારને માનવીના જીવનમાં કોઈ સ્થાન હોઈ શકે નહીં. વળી આરોગ્યની દૃષ્ટિએ તેમજ આર્થિક દૃષ્ટિએ પણ માંસાહારના બદલે શાકાહાર જ વધારે આવકારદાયક હોવાનું પુરવાર થયેલું છે. મુંબઈથી પ્રગટ થતા અંગ્રેજી દૈનિક “ધી ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના તા. ૨૭-૭-૧૯૬૦ના અંકના “રીડર્સ ભૂ’ વિભાગમાં લંડનની લંડન વેજીટેરિયન સોસાયટી (લંડન શાકાહારી મંડળીના મંત્રી શ્રી આર. એમ. લાઈટોવરનો એક નાનો-સરખો લેખ પ્રગટ થયો છે. એ લેખમાં એમણે આરોગ્ય અને આર્થિક બંને દષ્ટિએ શાકાહારનું સમર્થન કરીને ભારતની સરકાર દ્વારા માંસાહારને ઉત્તેજન આપવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે, એ અંગે પોતાનો ખેદ વ્યક્ત કર્યો છે. શ્રી લાઇટોવરે રજૂ કરેલા એ વિચારો અહિંસાના અને જીવદયાના સર્વ કોઈ પ્રેમીઓને વાંચવા ગમે અને વિચાર કરવા પ્રેરે એવા છે, એટલે એ લખાણનો અનુવાદ અહીં રજૂ કરવો ઉચિત લાગે છે. લખાણની શરૂઆતમાં ભારતમાં ચાલી રહેલ માંસાહારના પ્રચાર પ્રત્યે પોતાનો ખેદ વ્યક્ત કરતાં તેઓ કહે છે – ભારતમાંનાં અમારા મિત્રો દ્વારા તાજેતરમાં અનેક વાર અમારા જાણવામાં આવ્યું છે, કે ભારત-સરકારનાં કેટલાંક ખાતાંઓ તંદુરસ્તીના લાભના બહાને, પ્રોટીન મેળવવાના બિનશાકાહારી માર્ગોનું સમર્થન કરવા માટે પ્રચાર-ઝુંબેશ ચલાવી રહેલ છે. તમારા કરોડો માણસો પોતાની પરંપરા તેમ જ ધાર્મિક માન્યતાને લીધે, લાંબા સમયથી શાકાહારી છે, તેમને, માંસ-ભક્ષણથી તંદુરસ્તી જોખમમાં મુકાતી હોવા છતાં, તેમ જ માંસવાળા ખોરાકની પેદાશમાં દેખીતો આર્થિક ગેરલાભ હોવા છતાં, આ રીતે (માંસભક્ષણ કરવા માટે) સમજાવવા એ અહીં ગ્રેટબ્રિટનમાંના શાકાહારીઓને ખૂબખૂબ દુઃખદાયક લાગે છે.” તંદુરસ્તીની દૃષ્ટિએ શાકાહારનું મહત્ત્વ સમજાવતાં તેઓ કહે છે – “અમારે ત્યાં, સભાન-જાગૃત માણસોનો મત ધીમે-ધીમે અમારા દેશમાંની શાકાહારી મંડળીઓ અને ખોરાક-સુધાર-મંડળીઓ (વેજીટેરિયન સોસાયટી અને ફૂડ Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ અહિંસાદર્શન અને અહિંસક આચારોઃ ૧૩ રિફોર્મ સોસાયટી)એ એક સૈકા કરતાં પણ લાંબા સમયથી જે દૃષ્ટિબિંદુનું સમર્થન કર્યું છે એ તરફ ઢળી રહ્યો છે, એટલે કે સમ-પ્રમાણ શાકાહારી ખોરાક એ પોષક તત્ત્વોની દૃષ્ટિએ જોઈએ તેવો ઊંચામાં ઊંચી જાતનો ખોરાક છે, અને જીવશાસ્ત્રની દૃષ્ટિએ એ ચોખ્ખામાં ચોખ્ખો અને બિલકુલ કુદરતી ખોરાક પણ છે. રૂઢિચુસ્ત બ્રિટિશ મેડિકલ એસોસિએશનના મોર ફન વિથ યોર ફૂડ' નામના પુસ્તકમાં પણ એમ કહેવામાં આવ્યું છે, કે શાકાહારી ખોરાક એ બીજા કોઈ પણ ખોરાક જેટલો સારો હોઈ શકે છે.” આ પછી માંસાહારથી શરીરતંત્ર ઉપર થતી માઠી અસર વર્ણવાઈ છે : “દાખલા તરીકે, માણસના ખોરાકમાં માંસ દાખલ કરવામાં આવે, તો તેથી આંતરડાના કાર્યક્ષેત્રમાં ફેરફાર થઈ જાય છે, અને છેવટે એની અસર એ થાય છે કે જે પ્રક્રિયા દ્વારા વિટામિન બી-૧૨ આંતરડામાં ઉત્પન્ન કરાય છે અને શરીરના અવયવોમાં એમાઈનો ઍસિસ (પાચક દ્રવ્યોના સમીકરણ માટે પહોંચતું કરી શકાય છે, તે પ્રક્રિયા જ ઊંધીચત્તી થઈ જાય છે. પશ્ચિમના ઘણા લોકોએ તેઓની શક્તિ ગુમાવી દીધાનું જોવામાં આવ્યું છે, અને એમાંથી સાજા થવું ઘણું જ મુશ્કેલ છે. જ્યાં લગી એ શક્તિ પાછી ન મળે ત્યાં સુધી વિશુદ્ધમાં વિશુદ્ધ શાકાહારીપણું, જેમાં દૂધ દહીં-ઘી વગેરેના ત્યાગનો પણ સમાવેશ કરવામાં આવે છે, તે પાળવું એ વિટામિન બી-૧૨ની બહારની કોઈ પણ બનાવટ (વિટામિન-બી-૧૨ વાળી દવા)નો આશ્રય લીધા વગર શક્ય જ નથી. (યૂરોપમાં વિશુદ્ધ અને સંપૂર્ણ શાકાહારમાં ગાય-ભેંસ વગેરેના દૂધના અને એની બધી બનાવટોના ત્યાગનો સમાવેશ કરવામાં આવે છે, શ્રી લાઈટોવરનો કહેવાનો આશય એ છે, કે શાકાહારી માણસ શાકાહારને બદલે માંસાહાર કરવા લાગે છે એટલે આંતરડામાં વિટામિન બી-૧૨ ઉત્પન્ન કરવાની શરીરની પ્રક્રિયામાં બગાડો થાય છે, અને તેથી ફરી પાછા પૂર્ણ શાકાહારી થઈને સુંદરસ્ત રહેવા માટે વિટામિન બી-૧૨નું તત્ત્વ ધરાવતી દવા એને લેવી પડે છે.)” પોતાના કથનનો ઉપસંહાર કરતાં અને ફરી એક વાર પોતાની દુઃખની લાગણી વ્યક્ત કરતાં લેખકમિત્ર કહે છે – જે લોકો પેઢીઓથી માંસાહાર કરવાને ટેવાયેલા છે, તેઓ વધારે સભાનજાગૃત થતાં સુધી, એવો ખોરાક માગતા રહેશે એ સાચું છે; પરંતુ ભારતના કરોડો શાકાહારીઓ, જેઓને વારસામાં શુદ્ધ શાકાહારની પ્રથા મળેલ છે, તેઓને પ્રગતિને નામે આવા (માંસાહાર કરવાના) અવળા માર્ગે ચાલવાને સમજાવવા એ કેવળ કરુણ ઘટના જ છે !” ઉપરના લખાણમાં એના લેખકે ધર્મના કે અધ્યાત્મના નામે લાગણીના ભાવાવેશમાં તણાવાને બદલે પશ્ચિમની વૈજ્ઞાનિક ઢબે, હકીકતો અને પરિણામોનું પૃથક્કરણ દર્શાવીને, પોતાની વાત રજૂ કરી છે. Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ જિનમાર્ગનું જતન એમાં એમણે ભારતની સરકારના માંસાહાર-પ્રેરક વલણ પ્રત્યે તો ખેદ દર્શાવ્યો જ છે, પરંતુ સાથે સાથે જેઓ ફેશનમાં તણાઈને, સ્વાદુવૃત્તિથી પ્રેરાઈને કે શરીરને વધારે તંદુરસ્ત અને મજબૂત બનાવવાની ભ્રામક માન્યતાથી ખેંચાઈને ધીમે-ધીમે બિનશાકાહારી ખાદ્ય-પદાર્થો ખાવા તરફ વળતા જાય છે, એમને માટે પણ વિચારપ્રેરક સામગ્રી એમણે રજૂ કરી છે. આપણે જરા આપણા સમાજની તેમ જ શાકાહારી હોવાની ઊજળી પ્રતિષ્ઠા ધરાવનાર બીજા સમાજોની ભીતરમાં ઊતરીને તપાસ કરીશું, તો આપણને જણાયા વગર નહીં રહે, કે હોટલોમાં જઈને કે બીજી રીતે, સારું એવું નાણું હોંશેહોંશે ખરચીને બિનશાકાહારી ખાનપાન તરફ આપણી ઊછરતી પેઢી ઉત્તરોત્તર કેટલી આકર્ષાતી જાય છે! જમાનાની હવા જેવી આ ફેશને? કંઈકને મોહ પમાડીને પોતાની સોડમાં ખેંચી લીધા છે. વાણિયા, બ્રાહ્મણ કે પટેલ જેવી કોમોનાં છોકરા-છોકરીઓ, વિના સંકોચે બિનશાકાહારી હૉટલો કે ઉપાહારગૃહોમાં જવા લાગ્યાં છે એ ખરેખર ચિંતાજનક ચિહ્ન છે. જેના કુળસંસ્કારમાં કે લોહીમાં જે વાત મૂળથી ન હોય તે જ્યારે એવી અનિચ્છનીય બાબતો તરફ વળે છે, ત્યારે તો તેમની અધોગતિનો કોઈ આરો જ નથી રહેતો. એમને માટે તો પછી “વિવેBMાના મત વિનિપતિ: રાતમુવ:' (અર્થાત્ વિવેકભ્રષ્ટોનું સો રીતે પતન થાય છે) એ ન્યાયે દુર્દશા જ જોવાની રહે છે ! અલબત્ત, આજે તો આ બદી મુખ્યત્વે શહેરો – મોટાં શહેરો – સુધી જ પહોંચી છે, પણ આગળ જતાં એને વ્યાપક થતાં શી વાર? માટે એની સામે તો અત્યારથી જ પાણી પહેલાં પાળ બાંધવી ઘટે. પણ આ માટે આ ઊછરતી પેઢીને કે આવો પ્રચાર કરતા સરકારી તંત્રને ઠપકો આપીએ કે એની નિંદા કરીએ એનો અર્થ નથી. ખરી રીતે એનું મૂળ શોધીને એને ડામવું જોઈએ. આજે જે આ બદી આટલી વ્યાપક રીતે ફેલાયેલી છે, એની શરૂઆત તો એકબે પેઢી પહેલાં દર્દની સામે અને શક્તિને માટે આપણે ત્યાં કૉડલીવર-ઓઈલ, લિવરએકસ્ટ્રેક્ટ જેવી પ્રાણી હિંસાજન્ય ચીજોનો આપણે ઉપયોગ કરવા લાગ્યા ત્યારથી જ થઈ છે. કહેવું હોય તો એમ કહી શકાય, કે પહેલી એક-બે પેઢીઓએ દવા અને મૅનિકને નામે હિંસક દવાઓનો ઉપયોગ કર્યો અને સંસારમાં એવી વસ્તુઓ પ્રત્યેની સૂગનો અભાવ લઈને જન્મેલી અત્યારની પેઢી એથી એક કદમ આગળ ગઈ, અને એણે મોજશોખ કે સ્વાદને માટે એવી એવી વસ્તુઓનો ઉપયોગ શરૂ કર્યો! Page #166 -------------------------------------------------------------------------- ________________ અહિંસાદર્શન અને અહિંસક આચારો : ૧૩, ૧૪ ૧૪૩ એક રીતે કહીએ તો ઘરને આગ લાગ્યા જેવી ભયંકર આ વાત છે. એને કારણે સરકારની કે બીજાઓની હિંસક પ્રવૃત્તિ સામેના આપણા અવાજ અને આંદોલનમાં, સામાને સાંભળવાની કે પોતાનું વલણ સુધારવાની ફરજ પડે એવી તાકાત પેદા થતી નથી. એટલે અહિંસા અને દયા સંબંધી આપણા વિચાર અને વર્તમાનમાં બળ આવે, આપણા અહિંસાપરાયણ ધર્મનું આપણે યથાસ્થિત રીતે પાલન કરીને સાચી જીવનશુદ્ધિ હાંસલ કરીએ અને પ્રગતિના ભ્રામક નામે અધોગતિમાં પડતાં અટકીએ, એટલા માટે આખા સંઘે, સમાજે અને પ્રત્યેક ઘરે આની સામે સતત જાગૃત રહેવાની જરૂર છે. ધર્મગુરુઓને માટે તો અત્યારે આ જ સર્વશ્રેષ્ઠ કર્તવ્ય ક્ષેત્ર બનવું જોઈએ. આપણે આ માટે પણ પ્રયત્ન કરીએ, અને એ પ્રયત્નો સંપૂર્ણપણે સફળ થાય એની રાહમાં કાળક્ષેપ કર્યા વગર હિંસક માર્ગે આગળ વધતી આપણી સરકારને પાછા વળવાનો ખ્યાલ આવે એવો સમર્થ પ્રયત્ન પણ કરીએ – એમ બેવડો પ્રયત્ન એકસાથે કરવાની ફરજ સૌ અહિંસા અને જીવદયાના ચાહકોને માથે આવી પડી છે; એને પૂરેપૂરી અદા કરવા કમર કસીએ એ જ અભ્યર્થના અને અભિલાષા. (તા. ૮-૧૦-૧૯૬૦) (૧૪) શાકાહારી તે દીર્ઘજીવી આપણા શાકાહારી સમાજોની જે વ્યક્તિઓ માંસાહારતરફી વલણ અપનાવવા લાગી છે એમાંની કેટલીક સ્વાદવૃત્તિથી, કેટલીક ફેશનથી અને કેટલીક પોતાના શરીરને મજબૂત અને શક્તિશાળી બનાવવાની લાલચથી પ્રેરાયેલ હોય છે. સ્વાદવૃત્તિ કે ફેશનની ખાતર માંસભક્ષણ જેવા મહાદોષને આવકારનારને તો શું કહીએ ? નજીવા સંતોષ કે સ્વાદ ખાતર તેઓ કેટલું મોટું પાપ આચરવા પ્રેરાય છે! અને જેઓ બળવાન બનવા માટે માંસભક્ષણ કરે છે, એમની સામે મહાત્મા ગાંધી અને આ યુગના વિશ્વના મહાન સાહિત્યસ્વામી જ્યોર્જ બર્નાડ શૉનો દાખલો અને અનુભવ શાકાહારનો મહિમા સમજાવે છે. રશિયાના એક શાકાહારી ભાઈએ પોતાનો ૧૬ ૮મો જન્મદિવસ ઊજવ્યાની કથા “શ્રી જીવદયા' માસિકના ગત માર્ચ માસના અંકમાં શ્રી કૃષ્ણલાલ કોટડાવાલાએ આપી છે, તે બળવાન બનવાની ઘેલછાથી માંસાહાર-તરફી વલણ ધરાવતા સૌ કોઈને વાંચવા જેવી હોવાથી અહીં સાભાર રજૂ કરીએ છીએ : Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ જિનમાર્ગનું જતન “રશિયાના આઝરબૈજાન પ્રજાસત્તાકમાં આવેલા તેલીશ પર્વતોમાં રહેતા મુસ્લિમોને તાજેતરમાં પોતાનો ૧૬૮મો જન્મદિવસ ઊજવ્યો હતો. રશિયન પ્રજાજનોએ મુસ્લિમોને અભિનંદન આપ્યા હતા. કદાચ શીરાલી-બાબા મુસ્લિમોવ આપણી દુનિયાની સૌથી વધુ ઉંમર ધરાવનારો માનવી છે. અગાઉ તે ભરવાડ હતો. અત્યારે તે બારઝા ગામડામાં પોતાના બગીચા પર ધ્યાન રાખતાં સમય વ્યતીત કરે છે. તેલીશ પર્વતમાળા પર લગભગ સવા માઈલની ઊંચાઈએ આવેલા ગામડામાં રહેતા શીરાલી બાબા પોતાના મિત્રો અને સગાંને મળવામાં પણ પોતાના સમય ગાળે છે, તેની પોતાની પ્રજા ૨૦૦થી વધારે સંખ્યાની છે. પોતાના અટૂલા પર્વતાળ રહેઠાણ પરથી શીરાલી-બાબા ભાગ્યે જ ઊતરે છે. કેટલાંયે વર્ષો દરમિયાન તે બે વખત આઝરબૈજાનની રાજધાની બાકુ શહેરમાં ગયા હતા. તેમને બાકુની હવા ‘ભિન' લાગી હતી અને શહેર ગીચ વસ્તીવાળું લાગ્યું હતું. દોઢેક વર્ષ પહેલાં તેમને એક હૉસ્પિટલમાં જવું પડ્યું હતું. પોતાના જીવન દરમિયાન પહેલી વાર જોયેલી એ બીમારીમાં તેમને ન્યુમોનિયાની જરા અસર થઈ હતી. અપરિચિત પદાર્થો અને અદ્યતન તબીબી યંત્રોથી બાબા મૂંઝાઈ ગયા હતા, અને તેમણે પોતાને હૉસ્પિટલમાંથી તાત્કાલિક મુક્ત કરવાની વિનંતી કરી હતી. તાજેતરમાં પત્રકારની મુલાકાત દરમિયાન મુસ્લિમોને કહ્યું હતું, કે થોડા સમય પહેલાં મેં અને મારી પત્ની ખટુનાએ અમારા પરિણીત જીવનના ૭૫માં વર્ષની ઉજવણી કરી હતી. જાણો છો, કે મારી પત્ની માત્ર ૧૦૭ વર્ષની છે? તેનું કામ ઘર સંભાળવાનું છે. “જીવનની સફળતાની કઈ ચાવી છે ? “ “સતત કામ કરો; આ જ જીવનનું અમૃત છે. આ જ શક્તિ અને તંદુરસ્તી આપે છે અને આ જ દીર્ધાયુનું રહસ્ય છે' મુસ્લિમોને કહ્યું અને આગળ લંબાવ્યું: હું શાક, પનીર, દૂધ અને મધ ખાઉં છું.” મુસ્લિમોવ દારૂને અડકતા નથી કે ધૂમ્રપાન કરતા નથી. તે કહે છે : “૧૫૦ વર્ષ પહેલાં મેં હોકલીથી ધૂમ્રપાનનો દમ ખેંચવા પ્રયત્ન કર્યો હતો. થોડા-થોડા દમ ખેંચ્યા ત્યાં તો મને ખૂબ બેચેની થવા લાગી. ત્યારથી હું ધૂમ્રપાનને કદી જાણતો નથી.' બાબાએ ૧૦૦ વર્ષ પહેલાં એક વાર પહેલી અને છેલ્લી વાર મદ્યપાન કર્યું હતું.” જેઓ શક્તિ મેળવવા માટે માંસાહાર તરફ વળી રહ્યા છે એમને માટે આ દાખલો સાચું માર્ગદર્શન કરાવે એવો છે. (તા. ૨-૭-૧૯૭૪) Page #168 -------------------------------------------------------------------------- ________________ અહિંસાદર્શન અને અહિંસક આચારો : ૧૪, ૧૫ 'The Times of India' દૈનિકના તા. ૨૮-૭-૧૯૭૪ના અંકમાં છપાયેલ નીચેના સમાચાર શાકાહારની ગુણવત્તા અને એનો મહિમા સમજાવી શકે એવા હોવાથી અહીં રજૂ કરીએ છીએ ઃ “આગ્રામાં ‘વૃદ્ધજન-સન્માન-સમિતિ' નામક એક સંસ્થા છે. એનો ઉદ્દેશ વૃદ્ધજનોની સેવા કરવી એ જ છે. આ સંસ્થાએ એક માહિતી એકત્ર કરી છે. એમાં જણાવવામાં આવ્યું છે : હિંદુસ્તાનના શ્રી જ્ઞાનાનંદ ગિરિ સ્વામીગલ નામના એક યોગી અત્યારે ૧૭૪ વર્ષની ઉંમરના છે. તેઓ મૈસૂર રાજ્યમાં એક યોગાભ્યાસનું કેન્દ્ર ચલાવે છે અને રોજ માત્ર ત્રણ જ કલાક સૂવે છે. તેઓ પોતાની મોટી ઉંમરના કારણમાં ત્રણ બાબતો જણાવે છે : (૧) ઊંડું ધ્યાન, (૨) યુવાવસ્થાથી શરૂ કરેલ બ્રહ્મચર્ય, (૩) શાકાહાર. ૧૪૫ “આ ઉપરથી જોઈ શકાય છે, કે લાંબા અને તંદુરસ્ત આયુષ્યનો લાભ મેળવવામાં શાકાહાર ઉપયોગી થઈ શકે છે, અને એ માટે માંસાહાર કરવાની જરૂર છે એમ માનવાની બિલકુલ જરૂર નથી.” (૧૫) ઇઝરાયેલમાં શાકાહારતરફી વલણ આપણા જાણીતા જીવદયાપ્રેમી શ્રી જયંતીલાલ માન્કરે ‘શ્રી જીવદયા' માસિકના ગત જાન્યુઆરી માસના અંકમાં ઇઝરાયેલ-પ્રદેશના એક શાકાહારી ગામનો પરિચય ‘એમિરીન : શારીરિક અને માનસિક તંદુરસ્તી; આદર્શ શાકાહારી ગામ’ નામે લેખમાં આપ્યો છે, તેમાંનો કેટલોક ભાગ નીચે સાભાર ઉદ્યુત કર્યો છે : “ઇઝરાયેલની પ્રખ્યાત આહાર-નિષ્ણાત શ્રીમતી ઇ. જી. વ્હાઇટે, તેમના ‘Counsels on Diet and Food' નામના પુસ્તકમાં જણાવ્યું છે : ઈશ્વરી યોજના છે કે માબાપો અને તેમનાં બાળકો પ્રભુના પ્રતિનિધિ તરીકે જીવીને, શાશ્વત જીવનના ઉમેદવાર બને. યોગ્ય શારીરિક આદતો માનસિક અને આત્મિક શ્રેષ્ઠતા સ્થાપિત કરે છે. અને તેથી ડેનિયલે રાજાએ પીરસેલા માંસાહારનો પણ ત્યાગ કરવાની હિંમત બતાવી હતી. જ્યારે ઇઝરાયેલનાં બાળકોને ઇજિપ્તથી બહાર લાવવામાં આવ્યાં હતાં, ત્યારે ઈશ્વરે તેમનાં માંસપાત્રો લઈ લીધાં. અને હવે જ્યારે આપણે બીજી વખત ઇઝરાયેલની ભૂમિમાં પ્રવેશ કરીએ છીએ, ત્યારે ફરીથી ઈશ્વર આપણને અક્ષરશઃ અને આધ્યાત્મિક દૃષ્ટિએ માંસાહાર ત્યાવાની હાકલ કરે છે. તેથી તંદુરસ્તીની સુધારણા જનકલ્યાણ માટેનું ઈશ્વરનું વિશિષ્ટ કાર્ય છે.' એ છે ઇઝરાયેલવાસીઓમાં (તા. ૧૨-૯-૧૯૭૪) Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ જિનમાર્ગનું જતન પ્રવર્તતી આહારશુદ્ધિ અંગેની ભાવના અને અડગ શ્રદ્ધા. આહારશુદ્ધિ એ જ્યારે વિશિષ્ટ ઈશ્વરી કાર્ય મનાય છે અને ઈશ્વરત્વ પ્રાપ્ત કરવાનું અમૂલ્ય સાધન હોવાનું ઇઝરાયેલી જનતા માને છે, ત્યારે એ સાહજિક છે, કે તેઓ માંસાહાર આદિ અકુદરતી પાપી ખોરાકનો ત્યાગ કરી ઈશ્વરી ફરમાન મુજબ નૈસર્ગિક, અહિંસક આહાર ગ્રહણ કરે. સામાન્ય રીતે ઇઝરાયેલની પ્રજાનો મોટો ભાગ ધાર્મિક અને તંદુરસ્તીના ખ્યાલોથી શાકાહારી છે, પણ તેથી પણ આગળ વધીને શાકાહારી ગ્રામો અને શહેરો નિર્માણ કરવાની વિશિષ્ટ પ્રવૃત્તિ તેમણે આરંભેલ છે.......... - “એમિરીન તેવું એક આદર્શ શાકાહારી ગામ છે, જેમાં ૨૦૦૦ કરતાં વધારે કુટુંબો એક પરિવાર માફક અહિંસાને જીવનમાં મૂર્તિમંત કરવાના ઉચ્ચ આદર્શથી જીવે છે. એ માત્ર ઈઝરાયેલ જ નહિ, પણ પૂર્વ અને પશ્ચિમના અનેક દેશો માટેનું આકર્ષણ છે. ગેલીલીના દરિયાકાંઠેના ઢોળાવો પર એ ઐતિહાસિક સાગર પર દૃષ્ટિ રાખતું સુંદર, લીલુંછમ એમિરીન ગામ આવેલું છે. સમગ્ર વિશ્વમાં એ એટલા માટે અજોડ છે, કે ત્યાં તંદુરસ્ત જમીન પર સેન્દ્રિય ખેતી દ્વારા સ્વાશ્રયથી ઉત્પન્ન કરાતા શુદ્ધ, નૈસર્ગિક, અહિંસક શાકાહાર પર સ્વાભિમાન-સહિત જીવનારા, માનસિક અને શારીરિક તંદુરસ્તી ભોગવતા હજારો શાકાહારીઓ રહે છે...... “ગ્રામજનતા માટેનાં આવશ્યક સાધનો જેવાં કે શિક્ષણ સંસ્થાઓ, આનંદ-પ્રમોદનાં સ્થાનો, તંદુરસ્તીવર્ધક સ્થાનો, ધાર્મિક સ્થાનો, અતિથિગૃહો આદિની અદ્યતન સગવડો કરવામાં આવી છે. અતિથિગૃહોમાં તથા નિવાસીઓના ઘરમાં શુદ્ધ શાકાહારી નૈસર્ગિક ભોજન આપવામાં આવે છે. એમિરીનમાં શુદ્ધાહાર દ્વારા તંદુરસ્તી સંપાદન કરવાની તથા બીમારી જડમૂળથી દૂર કરવાની દૃષ્ટિ પર ભાર મૂકવામાં આવે છે.... એમિરીનના લોકો કેવળ તંદુરસ્તીની દૃષ્ટિએ જ શાકાહારી નથી. તેઓ શાકાહારને આધ્યાત્મિક વિકાસનું સાધન માને છે. ઈંગ્લાંડ અને યુરોપ-અમેરિકાના ઘણા ભાગોમાં આધ્યાત્મિક શાકાહારીઓનાં મંડળો છે. તેઓ એક-બીજા સાથે સમયસમય પર વિચારોની આપ-લે કરે છે. ઇંગ્લેંડના “વ્હાઈટ લૉજ' નામના તેવા આધ્યાત્મિક મંડળના સભ્યોએ ગત એપ્રિલ માસમાં એમિરીન ગામમાં પોતાની ચર્ચાસભાઓ ભરી હતી. તેઓ બધા વેજીટેરિયન છે; એટલું જ નહિ, પણ આધ્યાત્મિકતા વિકસાવવા પ્રયત્નશીલ છે. તેઓ સાધના માટે એમિરીન ગામે રહ્યા હતા અને મનોવિજ્ઞાન તથા આધ્યાત્મિક ચિકિત્સાપદ્ધતિ પર ચર્ચાઓ કરી હતી. તેમ જ એમિરીન ગામના રહેવાસીઓ સાથે શાકાહાર અને આધ્યાત્મિકતા અંગે વિચારોની આપ-લે કરી હતી.” શ્રી માન્કરનું આ લખાણ જાણે આપણને એ દુઃખદ સત્ય સંભળાવી જાય છે, કે આપણે ભારતવાસીઓ અહિંસા, જીવદયા અને શાકાહારની મોટીમોટી વાતો કર્યા Page #170 -------------------------------------------------------------------------- ________________ અહિંસાદર્શન અને અહિંસક આચારો: ૧૫, ૧૬ ૧૪૭ કરીએ છીએ અને બિનશાકાહારમાં આગળ વધીએ છીએ, જ્યારે પરદેશમાં આવી કોઈ હો-હા મચાવ્યા વગર શાકાહાર આગળ વધી રહ્યો છે ! આ માટે વધુ કહેવાનો નહીં, પણ શાકાહારની ભાવનાને ટકાવી રાખવાનો પ્રયત્ન કરવાનો આ વખત છે. એવો પ્રયત્ન કરવાનું આપણને સૂઝે એ જ અભ્યર્થના. ભારતમાં શાકાહારીઓની પ્રદેશવાર ટકાવારી ભૂમિપુત્ર' સામયિકના તા. ૧૬-૨-૧૯૭૦ના અંકમાં ભારતના જુદા-જુદા પ્રદેશમાં શાકાહારીઓનું પ્રમાણ કેટલું છે તે છાપવામાં આવ્યું છે, તે અહીં સાભાર ઉધૂત કરીએ છીએ: આસામ ૫ ટકા, તામિલનાડુ ૧૫ ટકા, મધ્યપ્રદેશ ૪૫ ટકા, ઓરિસ્સા ૫ ટકા, કાશમીર ૧૮ ટકા, ઉત્ત»દેશ ૪૮ ટકા, બંગાળ ૫ ટકા, બિહાર ૨૨ ટકા, પંજાબ ૫૦ ટકા, મૈસુર ૮ ટકા, કેરલ ૨૮ ટકા, ગુજરાત ૫૯ ટકા, આંધ્ર ૧૦ ટકા, મહારાષ્ટ્ર ૩૨ ટકા અને રાજસ્થાન ૬૨ ટકા. “વિનોબાજી કહે : આખા ભારતની સરેરાશ ૩૦ ટકા છે.” આનો અર્થ એ કે કોઈ પ્રદેશમાં શાકાહારીઓના ટકા વધુ છે, તો કોઈમાં ઓછા છે; પણ સરવાળે ભારતની પ્રજાનો ૭૦ ટકા જેટલો ભાગ બિનશાકાહારી છે! આથી આપણી આંખ ઊઘડવી જોઈએ અને શાકાહારના પ્રચાર માટે વધુ સજ્જ થવાની આપણને પ્રેરણા મળવી જોઈએ. (તા. ૧૮-૪-૧૯૭૦) (૧૬) નિરામિષ ખાન-પાનનાં પ્રેમી એક અમેરિકન સન્નારી ધર્મના પાલન માટે એક બાજુ જેમ જીભના સ્વાદ ઉપર કાબૂ મેળવીને ગમે તેવો નીરસ કે રસદાર ખોરાક સમભાવપૂર્વક ખાઈને શરીરનો નિર્વાહ કરવાનું શાસ્ત્રકારોએ ઉપદેશ્ય છે, તેમ બીજી બાજુ એ જ શરીરના નિર્વાહ માટે જેને મેળવવામાં ઓછામાં ઓછી જીવહિંસા કરવી પડતી હોય તેવાં ખાનપાનનો સ્વીકાર કરવાનું પણ કહેવામાં આવ્યું છે. અને આ રીતે વિચારતાં માનવી આપોઆપ નિરામિષ આહાર (શાકાહાર) તરફ પક્ષપાતી બને છે, અને માંસાહાર, એટલે કે એક કરતાં વધુ ઇન્દ્રિયોવાળાં પ્રાણીઓના કલેવરમાંથી મેળવાતા આહારનો ત્યાગ કરવા પ્રેરાય છે. Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ જિનમાર્ગનું જતન જે ધર્મ-સંસ્કૃતિઓએ આત્મશુદ્ધિની દષ્ટિએ માંસાહારનો ત્યાગ કરવાનો ભારપૂર્વક ઉપદેશ આપ્યો છે એમાં બે હેતુઓ નજર સમક્ષ રાખ્યા હોય એમ લાગે છે : પહેલો તો એ કે માંસાહારથી માનવીના માનસ ઉપર પડતા અનિષ્ટ સંસ્કારથી તેને મુક્તિ અપાવવી, અને બીજો હેતુ તે માંસાહારના સ્વીકારના કારણે નીપજતા પરપીડનના દોષથી માનવીને મુક્તિ અપાવવી, અને એ રીતે બીજાં પ્રાણીઓને થતા પીડનને પણ દૂર કરવું. આ રીતે માંસાહારના ત્યાગની પાછળ સ્વશુદ્ધિ અને અહિંસાદયા-કરુણાની લાગણી જ કામ કરતી જણાય છે. જરાક વધુ ઝીણવટથી વિચારતાં સ્વશુદ્ધિ અને કરુણા એ બે પણ કોઈ એક જ શુભ પ્રવૃત્તિનાં અવિભાજ્ય બે અંગો જણાય છે. વળી જેઓએ જીવનશોધનની દૃષ્ટિએ અહિંસા અને કરુણાનું પ્રાધાન્ય સ્વીકાર્યું છે, તેઓએ તો માંસાહારનો ત્યાગ કરવાનો આદેશ આપીને જ સંતોષ નહીં માનતાં શાકાહારમાં પણ અનેક નાની-મોટી મર્યાદાઓનું સૂચન કર્યું છે. સામાન્ય દષ્ટિએ વિચારતાં તો એમ જ લાગે છે કે અમુક ધર્મ-સંસ્કૃતિ અમુક પ્રમાણમાં માંસાહારનો ત્યાગ ઉપર ભાર આપે છે, તો અન્ય ધર્મ એથી અનેકગણો વધારે ભાર માંસાહારનો ત્યાગ ઉપર આપે છે. આ તો સામાન્ય ખ્યાલની વાત થઈ. આનો વધુ ઝીણવટભર્યો વિચાર કરીએ તો આ ભેદભાવનાં ઊંડાં મૂળ જેમ તે-તે ધર્મના પ્રવર્તકોમાં તેમ દરેકના અનુયાયીઓની પ્રકૃતિમાં પણ વિશેષ પ્રમાણમાં રોપાયેલાં છે એ વાતનો સ્વીકાર કર્યા વગર ચાલે એમ નથી. એક ધર્મસંસ્કૃતિ અમુક મર્યાદા સુધીની અહિંસાનું પાલન કરવાની આજ્ઞા કરતી હોય, અને એનો કહેવાતો અનુયાયી એ આજ્ઞાના ચોથા ભાગનું પણ પાલન કરવામાં પણ અશક્ત સાબિત થતો હોય, તો બીજી બાજુ અન્ય ધર્મસંસ્કૃતિ અહિંસાની અમુક મર્યાદાનો જ આદેશ આપતી હોવા છતાં એનો અનુગામી એ આદેશ કરતાં અનેકગણી વધારે અહિંસાને જીવનમાં ઉતારતો હોય. વસ્તુસ્થિતિ આવી હોવાથી અમુક ધર્મના અનુયાયી જ અહિંસાનું ઝીણવટપૂર્વક પાલન કરી શકે અને અમુક ધર્મનો નહીં – એવી મર્યાદા આંકવી બરાબર ન ગણાય. વ્યક્તિવિશેષના આત્મામાં રહેલી અહિંસાવૃત્તિનો ઈન્કાર તો કેમ કરી ભણી શકાય ? પાળે તેનો ધર્મ' એ આપણા પૂર્વજોની અનુભવવાણીનું આ જ રહસ્ય છે. આપણે ત્યાં જેમ જીવદયાના પ્રચાર ઉપર અને માંસાહારનો ત્યાગ ઉપર ભાર દેવામાં આવે છે, તેમ આજે તો દરિયાપારના કેટલાક દેશમાં પણ પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતાનું નિવારણ કરવા માટે પ્રયત્ન કરતાં મંડળો સ્થાપવામાં આવ્યાં છે. તાજેતરમાં હિન્દુસ્તાનમાં આવેલ એક અમેરિકન બાન શ્રીમતી ઑડી કાર્કેરીનો અમદાવાદથી પ્રગટ થતા “હિંસાવિરોધ' પત્રના તા. ૧-૫-૧૯૫૩ના અંકમાં છપાયેલ નીચેનો પરિચય અહિંસા અને દયાના પ્રેમીઓને રસપ્રદ થઈ પડશે : Page #172 -------------------------------------------------------------------------- ________________ અહિંસાદર્શન અને અહિંસક આચારો : ૧૬ ૧૪૯ અમેરિકન વેજીટેરિયન બાઈ ઓડી કાર્જેરી અમદાવાદમાં હિંસાવિરોધક સંઘની મુલાકાતે તા. ૧૮-૪-૧૯૫૩ના રોજ આવ્યાં હતાં. તેમની મુલાકાત સંઘના મંત્રી બુધાભાઈ મહાસુખરામ શાહ તથા સંઘના પ્રમુખ શ્રી પાનાચંદ મોહનલાલ શાહ રીઝ હોટલમાં લીધી હતી. તેમની ઉંમર ૪૩ વર્ષની છે. તે અપરિણીત છે. ન્યૂયોર્કની અંદર તે માનસશાસ્ત્રનાં પીએચ.ડી. છે. તેઓ હવાની અંદર લાગણીઓના રંગ અને ચારિત્રનાં અભ્યાસી છે. તેમણે તે અંગે એક પુસ્તક પણ લખ્યું છે, જેનું નામ “Colour and Personality' છે. તે પૂર્ણ શાકાહારી છે, અને જનાવરોની મદદથી ઉત્પન્ન થતું અનાજ તેમ જ રાંધેલું અનાજ લેતાં નથી. તે ફળ અને ભાજી લે છે. મધનાં તે ખૂબ શોખીન છે. તે બગીચાઓમાં પાળેલ માખીઓથી ઉત્પન્ન થતું મધ અહિંસક રીતે મેળવી, તેનો ઉપયોગ કરે છે. “તેમના દરરોજના ક્રમમાં શ્વાસોચ્છવાસ-નિયમન, ખુલ્લી હવામાં હરવું ફરવું, તરવું વટ નો ખાસ નિયમ છે. તે ખોરાકમાં નારંગી, મોસંબી, દ્રાક્ષ, ટમેટાં, નારિયેળનું દૂધ, દૂધ તેમ જ તડબૂચ લે છે. જનાવરો તરફ ઘાતકીપણું થાય છે તેનાં તે ખૂબ વિરોધી છે. ભાડાની ગાડીઓ, કે બળદ, ઘોડા, ગધડાં વર ઉપર વધુ બોજો કે વધુ સવારી બેસે કે તેમની આજારી હાલત હોય, તેમને ચાંદાં વટ પડ્યાં હોય તો તેનો ઉપયોગ નહિ કરવામાં માનનારાં છે. “Anti-Vivisection એટલે જનાવરો ઉપરના પ્રયોગથી ઉત્પન્ન થતી દવાઓ અને ઈજેક્શનોના કટ્ટર વિરોધી છે. તે ઉપરાંત ઘોડદોડ વ હરીફાઈ, જેના નિમિત્તે હજારો સુંદર ઘોડાઓનાં મૃત્યુ થાય છે તેનાં વિરોધી છે. તે આ રીતની રમતો જોવાનો પણ વિરોધ કરે છે.... જનાવરોને પોતાનાં નાનાં બંધુ, કુટુંબીઓ માને છે. તેમની સેવા કરવી તે માનવમાત્રનો ધર્મ છે – એવો તેમનો સિદ્ધાંત રજૂ કરે છે. તેઓનું જીવન આધ્યાત્મિક છે, અને તે કહે છે, કે તેઓ ઈશ્વરને પરણેલાં અહીંની પાંજરાપોળ સંસ્થા તેમને બતાવી, જેના તેઓએ ઘણા ફોટાઓ લીધા છે. હિન્દુસ્તાનમાં જેટલી જીવદયા-સંસ્થાઓ તથા આધ્યાત્મિક સંસ્થાઓ છે તેમની મુલાકાત લઈ, પરિચય વગેરે મેળવી પાછા ફરવાનાં છે. તેઓ આગળ જણાવે છે, કે અમેરિકામાં વીસ લાખ શાકાહારી-વનસ્પતિઆહારી છે. તેમાં પૂર્ણ ફળાહારી તો ત્રણ હજાર લગભગ છે.” જ્યારે દુનિયામાં આવો દયાપ્રેમ જાગૃત થતો હોય ત્યારે અહિંસાના ઉપાસકો અને દયાના ચાહકો તરીકે આવી શુભ પ્રવૃત્તિઓને પૂર્ણ સાથ આપવો એ આપણી Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ જિનમાર્ગનું જતન ફરજ થઈ પડે છે. દયાના પ્રચાર માટે દુનિયામાં કયાં-કયાં આવાં આંદોલનો ચાલી રહ્યાં છે એની પૂર્ણ માહિતી મેળવવી એ પણ આપણું કર્તવ્ય છે. આ અમેરિકાનાં દયાપ્રેમી બાનુનો પરિચય આપણને આવી એક તક પૂરી પાડે છે. અમે ઇચ્છીએ છીએ કે જ્યાં-જ્યાં આ બાનુ જાય ત્યાં તેઓની માગણીથી જ નહીં, બલ્ટે આપણે સામે જઈને તેમના કાર્યમાં સહયોગ આપીએ અને તેઓની પાસેથી મળી શકે એટલી વધુમાં વધુ માહિતી દયાપ્રચારની પ્રવૃત્તિ સંબંધી મેળવી લઈએ, અને જીવમાત્ર પ્રત્યેની મૈત્રીની આપણી ભાવનાને ચરિતાર્થ કરવા માટે આપણે નિરામિષ ખાન-પાનના પ્રચારમાં આપણી શક્તિ અને સંપત્તિનો જરૂર સદુપયોગ કરીએ. (તા. ૯-૫-૧૯૫૩) (૧૭) સોનેરી અવસર: ભારતમાં મળતી વિશ્વવનસ્પત્યાહાર કોંગ્રેસ અહિંસા, પ્રાણીરક્ષા અને જીવદયાના પાલન અને પ્રચારનાં કાર્યોમાં રસ ધરાવતા સૌ કોઈને માટે આનંદજનક અને આવકારપાત્ર એક સોનેરી અવસર આવી રહ્યો છે. અહિંસા અને ધર્મની ભૂમિ લેખાતા ભારતને આંગણે વિશ્વવનસ્પત્યાહાર-કોંગ્રેસ(વર્લ્ડ વેજિટેરિયન કોંગ્રેસ)નું ૧૫મું અધિવેશન, આગામી નવેમ્બર (૧૯૫૭) માસમાં મળી રહ્યું છે. આ કોંગ્રેસ સંબંધી ખાસ નોંધપાત્ર બીના તો એ છે, કે આજથી લગભગ પાંચેક દાયકા પહેલાં, વિલાયતના કેટલાક વિચારકોને, જીવદયાની લાગણીથી પ્રેરાઈને, જનતામાં માંસાહારના બદલે શાકાહારનો પ્રચાર કરવાનો વિચાર આવ્યો; અને એમણે લંડનમાં ઇન્ટરનેશનલ વેજિટેરિયન યુનિયન(આંતરરાષ્ટ્રીય શાકાહારી સંઘ)ની સ્થાપના કરી. એ સંસ્થાએ દુનિયાના જુદાજુદા દેશોમાં શાકાહારના પ્રચારને વેગ આપવાના હેતુથી વિશ્વવનસ્પત્યાહાર કોંગ્રેસ (વર્લ્ડ વેજિટેરિયન કોંગ્રેસ)નું સંયોજન કર્યું, અને જુદાજુદા દેશોમાં એનાં અધિવેશનો ભરાવા લાગ્યાં. આ કોંગ્રેસનું પહેલું અધિવેશન સને ૧૯૦૮ની સાલમાં ડેન્ડનમાં ભરાયું અને ત્યાર પછી યુરોપના જુદા-જુદા દેશોમાં એનાં અધિવેશનો ભરાયાં. પહેલા વિશ્વયુદ્ધના કારણે સને ૧૯૧૪થી ૧૯૨૨ સુધીમાં અને બીજા વિશ્વયુદ્ધના કારણે સને ૧૯૩૯થી ૧૯૪૬ સુધીમાં કોંગ્રેસનાં અધિવેશનો ન ભરી શકાય. એટલે અત્યાર અગાઉં એનાં Page #174 -------------------------------------------------------------------------- ________________ અહિંસાદર્શન અને અહિંસક આચારો : ૧૭ ૧૫૧ કુલ ૧૪ અધિવેશનો ભરાયાં છે, અને હવે એનું ૧૫મું અધિવેશન ભારતમાં પહેલી વાર જ મળી રહ્યું છે. - લંડનના આંતરરાષ્ટ્રીય શાકાહારી સંઘ સાથે આશરે ત્રીસ દેશોની શાકાહારના પ્રચારમાં રસ ધરાવતી સંસ્થાઓ જોડાયેલી છે. એ સંસ્થા વ્યાખ્યાનો અને સાહિત્યના પ્રકાશન દ્વારા તેમ જ જાતે આહાપ્રયોગો દ્વારા માંસાહારનો નિષેધ કરીને શાકાહારનો પ્રચાર કરે છે. આ સંસ્થાનું રીતસરનું બંધારણ છે, અને અત્યારનાં એનાં અધ્યક્ષ છે મૅડમ કલેરન્સ ગેસ્ક. ભારતમાં આ કોંગ્રેસનું અધિવેશન ધી ઈન્ટરનેશનલ વેજિટેરિયન યુનિયન : લંડન, ધી ઑલ ઇન્ડિયા એનિમલ વેલ્ફર એસોસીએશન (અખિલ ભારતીય પ્રાણી હિતરક્ષક મંડળ) અને મુંબઈની શ્રી જીવદયા-મંડળી એ ત્રણ સંસ્થાઓના ઉપક્રમથી મળી રહ્યું છે. આ માટે એક સ્વાગત-સમિતિની રચના કરવામાં આવી છે, અને એનાં અધ્યક્ષ તરીકે જાણીતાં જીવદયાપ્રચારક શ્રીમતી રુક્મિણીદેવી એરુડેલની વરણી કરવામાં આવી છે. આપણા રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદ એના મુખ્ય સંરક્ષક (પેટ્રનઇન-ચીફ) છે, અને બીજા અનેક રાષ્ટ્રનેતાઓ એની સાથે જોડાયેલા છે. આ કોંગ્રેસનો ઉદ્દેશ એના એક પરિપત્રમાં આ પ્રમાણે જાહેર કરવામાં આવ્યો “ઉદ્દેશ્ય: (૧) વિશ્વની શાકાહાર અને જીવદયાનું કાર્ય કરતી સંસ્થાઓના પ્રતિનિધિઓનું સંગઠન સાધવું. (૨) તંદુરસ્તી અને પોષણની દૃષ્ટિએ શાકાહારના ઉપયોગીપણા બાબત તેમ જ તેના નૈતિક મૂલ્ય અંગે સંશોધન અને પ્રચારની તક લેવી. (૩) રાષ્ટ્રોની સરકાર, જનતા અને વર્તમાનપત્રોમાં શાકાહારની તરફેણમાં રસ જાગૃત કરવો. (૪) નૈતિક, વૈજ્ઞાનિક અને આર્થિક દૃષ્ટિએ શાકાહાર અને નૈસર્ગિક કરુણામય જીવનક્રમ અંગે પ્રચારકાર્યને સંગઠિત કરવું. (૫) પ્રાણીમાત્ર વચ્ચે, બંધુત્વ અને અહિંસાની ભૂમિકા પર વિશ્વમાં માનવતામય સંસ્કૃતિના યુગને પ્રોત્સાહન આપવું.” જે કોઈ અહિંસાના પ્રચારમાં અને વિશ્વબંધુત્વની ભાવનામાં માનતા હોય અને એ રીતે પોતાનું જીવન જીવવા માગતા હોય, એમને માટે માંસાહારનો સદંતર ત્યાગ કરીને શાકાહાર દ્વારા જ જીવનનિર્વાહ કરવાની, અને એમ કરીને જીવહિંસાથી બને તેટલા વધારે પ્રમાણમાં બચવાની ઘણી જ જરૂર છે. એટલે આ કોંગ્રેસના ઉપર જણાવેલ ઉદ્દેશ સાથે કોઈ પણ જીવદયાપ્રેમી જરૂર સહમત થાય જ એ કહેવાની જરૂર નથી. અત્યારે ખરી વિચિત્રતા તો એ જોવા મળે છે, કે જ્યારે એક બાજુ આંતરરાષ્ટ્રીય રાજદ્વારી ક્ષેત્રે, દુનિયાનાં બધાં રાષ્ટ્રો સુલેહ, સંપ અને શાંતિથી રહી શકે એ માટે (ભલે અનિવાર્ય જરૂરિયાત તરીકે પણ) ભ્રાતૃભાવ અને અહિંસાની ભાવનાને વેગ Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ જિનમાર્ગનું જતન અપાઈ રહ્યો છે, ત્યારે બીજી બાજુ માણસની તંદુરસ્તી અને તાકાત માટે ઔષધઉપચાર તરીકે તેમ જ કેટલાકના મોજશોખને માટે પણ માંસાહાર કે પ્રાણીહિંસાને ઉત્તેજન મળી રહ્યું છે : જાણે આપણે વ્યક્તિગત જીવનમાંથી અહિંસા અને કરુણાને એક યા બીજા બહાને દેશવટો દઈને એની વિશ્વમાં પ્રતિષ્ઠા કરવા માગીએ છીએ !! કોંગ્રેસના ૧૫મા અધિવેશનની એક પ્રચાર-પત્રિકામાં આ માટે યોગ્ય રીતે જ કહેવામાં આવ્યું છે – “એ દુઃખની વાત છે, કે અનેક કારણોસર ભારતવર્ષમાં પણ દવામાં અને ખોરાકમાં ઇંડાં, માછલી, માંસનો ઉપયોગ વધતો જાય છે, કેળવાયેલા યુવકોમાં માંસાહાર પ્રત્યે ધૃણા ઓછી થતી જાય છે અને અન્ન-ફળ-શાકના ખોરાકમાં રહેલાં ઉમદા તત્ત્વોની માહિતીના અભાવને કારણે અને માંસાહારની પૌષ્ટિકતાના થતા ભ્રામક પ્રચારને કારણે, અહિંસક મનાતા સમાજમાં પણ માંસાહારનું પાપ એક યા બીજી રીતે દાખલ થતું જાય છે એ દુઃખદ સત્ય છે. “વૈજ્ઞાનિકો, ડૉક્ટરો અને સરકારના પ્રધાનો દ્વારા પણ જનતાને માંસાહાર કરવાની પ્રત્યક્ષ અને પરોક્ષ ભલામણો થાય છે, અને માંસનું ઉત્પાદન વધારવા માટે પંચવર્ષીય યોજનામાં વધારે લક્ષ્ય આપવામાં આવે છે અને તેને માટે હિંસક અને અહિંસક કરદાતાઓના પૈસાની મોટી રકમ ખર્ચવામાં આવે છે.” આ રીતે એક યા બીજે બહાને અત્યારે વધી રહેલ માંસાહારના પ્રચાર તરફ અંગુલિનિર્દેશ કરીને આગળ ચાલતાં અત્યારે શું કરવું જોઈએ એ માટે પત્રિકા કહે આવા સંજોગોમાં અહિંસક સમાજની અન્ન-ફળ-શાકાહારમાં શ્રદ્ધા ટકાવવા માટે અને માંસાહાર પ્રત્યેની લાલચથી બચાવવા માટે પ્રયાસો અનિવાર્ય બન્યા છે. આજે જ્યારે ધર્મ, સંસ્કૃતિ અને ધાર્મિક કે સામાજિક નિયમો અને પરંપરા પર નવી પ્રજાની શ્રદ્ધા ઊઠતી જાય છે અને વિજ્ઞાન, અર્થવાદ તથા નૂતન જીવનધોરણમાં શ્રદ્ધા વધે છે, ત્યારે કેવળ ધર્મોપદેશથી એ શ્રદ્ધા ટકાવી શકાય નહીં તે પણ દેખીતું છે. તેથી ધર્મોપદેશની સાથે જ અન-ફળ-શાકાહારની વૈજ્ઞાનિક અને આર્થિક શ્રેષ્ઠતા અંગે આધારપૂર્ણ જ્ઞાન ફેલાવવાની આવશ્યકતા ઊભી થયેલી છે.” આ પછી યુરોપ-અમેરિકા જેવા દેશોમાં અત્યારે શાકાહારનો પ્રચાર કેવો થઈ રહ્યો છે, અને ભારતમાં માંસાહારને ઉત્તેજતી જે પરિસ્થિતિ સર્જાઈ રહી છે તે માટે કોંગ્રેસનું ૧૫મું અધિવેશન ભારતમાં બોલાવવામાં આવ્યું છે એ અંગે લખતાં એ પત્રિકા કહે છે – બીજી રીતે વિલાયત, અમેરિકા જેવા માંસાહારી દેશોમાં છેલ્લાં 100 વર્ષોથી નૈતિક, વૈજ્ઞાનિક અને આર્થિક કારણોથી સમજપૂર્વક અન-ફળ-શાકાહારની પ્રવૃત્તિ આગળ વધે છે, અને આજે તો એ દેશોમાં લાખો લોકો સમજણપૂર્વક અન-ફળ Page #176 -------------------------------------------------------------------------- ________________ અહિંસાદર્શન અને અહિંસક આચારોઃ ૧૭ ૧૫૩ શાકનો ખોરાક લેતા થયા છે. આ વર્ગમાં અનેક વિદ્વાન ડોક્ટરો, અર્થશાસ્ત્રીઓ અને તત્ત્વચિંતકો છે, કે જેઓ આજે દુનિયાના તમામ દેશોની પ્રજાને અન્ન-ફળ-શાકનો ખોરાક શરીર અને મનની તંદુરસ્તી માટે અને આર્થિક દૃષ્ટિએ લેવાની ભલામણ કરે છે. “આ પરિસ્થિતિનો વિચાર કરી મુંબઈની શ્રી જીવદયા-મંડળીએ ભારતને આંગણે વિશ્વ-વનસ્પતિ-આહાર-કોંગ્રેસના ૧૫મા અધિવેશનને નોતર્યું છે. આ કોંગ્રેસમાં હાજરી આપવા યુરોપ, અમેરિકા, એશિયા વગેરે ૩૦-૪૦ દેશના આશરે ૧૦૦ વિદ્વાન વેજિટેરિયન ડોક્ટરો અને આગેવાનો પોતાના ખર્ચે ભારત ખાતે આવશે અને દરેક સ્થળે ફરશે. પરંતુ અત્રે આવ્યા પછી તેમના નિવાસ, ભોજન અને કાર્યક્રમોનો ખર્ચ અખિલ-ભારત-સ્વાગતસમિતિ તરફથી કરવામાં આવશે.” અમને લાગે છે, કે કોંગ્રેસની આ પત્રિકામાં ભારતની ચિંતાજનક પરિસ્થિતિનો નિર્દેશ કરવામાં આવ્યો છે તે અંગે સહુ કોઈ અહિંસા અને જીવદયાના પ્રેમીઓએ વિચારવા જેવું છે. વ્યક્તિગત જીવનમાંથી જો અહિંસાની ભાવના સરી ગઈ, તો પછી સમાજમાં, રાષ્ટ્રમાં કે વિશ્વમાં તે ટકવી મુશ્કેલ છે. એટલે આની સામેના એક પ્રયત્ન તરીકે તેમ જ વિશ્વમાં શાકાહારનો પ્રચાર થાય એ હેતુથી પણ કોંગ્રેસનું ૧૫મું અધિવેશન હિંદુસ્તાનમાં મળે છે એ યોગ્ય જ થયું છે, અને તેથી અમે એનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અને એના સંયોજકોને ધન્યવાદ આપીએ છીએ. આ અધિવેશનની બીજી જાણવા જેવી બાબત એ છે કે આ અધિવેશનની શરૂઆત તા. ૯-૧૧-૧૯૫૭ના રોજ મુંબઈમાં થશે અને તે તા. ૩૦-૧૧-૧૯૫૭ સુધી ચાલુ રહીને જુદા-જુદા દિવસોએ દેશમાં જુદા-જુદા પ્રદેશોમાં મળતું રહેશે, અને તેને તે પ્રદેશનો સંપર્ક સાધવાની સાથે તે પ્રદેશમાં શાકાહારના પ્રચારનો પોતાનો સંદેશો ફેલાવશે : જેમ કે દિલ્હીમાં (તા. ૧૪થી ૧૬ સુધી), બનારસમાં (તા. ૧૮-૧૯), પટણામાં (તા. ૨૧-૨૨), કલકત્તામાં (તા. ૨૩થી ૨૬), મદ્રાસમાં (તા. ૨૭થી ૩૦) અને છેવટે મુંબઈમાં તેની પૂર્ણાહૂતિ થશે. અહીં આટલી વિગતો ખાસ હેતુસર આપી છે. અમે ઇચ્છીએ છીએ કે દુનિયામાં આજે લોકમત માંસાહારનો ત્યાગ કરીને શાકાહારની તરફેણમાં કેવો વળી રહ્યો છે એ આપણે સમજીએ; અને શાકાહારના પ્રચારના આ ઉત્તમ કાર્યમાં આપણાથી બને તેટલો વધુમાં વધુ સાથ અને સક્રિય સહકાર આપીએ. જૈન સમાજ અને જૈન સંઘને માટે તો અહિંસાના પ્રચારનો આ એક ઉત્તમ યોગ છે. અહિંસા અને જીવદયા તો જૈનધર્મ-સંસ્કૃતિના શ્વાસ અને પ્રાણ છે. એટલે જૈન સમાજને તો આ કાર્યમાં પોતાનો સાથ આપવાનો આપમેળે જ ઉમળકો આવવો જોઈએ. Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ જિનમાર્ગનું જતન આમ છતાં કોંગ્રેસના કાર્યકરોના કહેવા પ્રમાણે, જૈન સમાજે આ કાર્ય પ્રત્યે જે ઉદારતા બતાવવી જોઈએ તે એણે હજુ સુધી નથી બતાવી. આશા રાખીએ કે આ ફરિયાદ આપણે સત્વર દૂર કરીશું, અને આપણાથી બનતી બધી આર્થિક સહાય આપવાની સાથોસાથ દુનિયાના જુદા-જુદા શાકાહાએમીઓનો પ્રત્યક્ષ પરિચય મેળવવાની આવી ઉત્તમ તકનો પૂરેપૂરો લાભ લઈશું. | (તા. ૭-૯-૧૯૫૭) (૧૮) અંડાહારઃ વૈજ્ઞાનિક અભિગમ અને જાગૃતિ મુંબઈના મ્યુનિસિપલ કૉર્પોરેશને પોતાના વહીવટ નીચેની પ્રાથમિક શાળાનાં બાળકોને જરૂરી પોષણ મળી રહે એ માટે, પાંચ હજાર બાળકોને, આંતરે દહાડે, એક બાફેલું ઈંડું આપવાની વિચિત્ર યોજના સવા-દોઢ વર્ષ પહેલાં ઘડી હતી; પણ એ વખતે તેની સામે સારા પ્રમાણમાં વિરોધનો વંટોળ જાગી ઊઠતાં કોર્પોરેશનને એ યોજનાનો અમલ પડતો મૂકવાની ફરજ પડી હતી. આમ છતાં, આ વિચારને હંમેશને માટે પડતો મૂકવાનો સ્તુત્ય નિર્ણય કૉર્પોરેશન તે જ વખતે ન કરી શક્યું એ આપણા લોકશાહીતંત્રની કેવળ મોટી કરુણતા જ નહીં, પણ દારુણતા જ કહી શકાય. કોર્પોરેશન આવો આવકારપાત્ર નિર્ણય લેતાં અને આવી અસંસ્કારપોષક યોજનાને કાયમને માટે દફનાવી દેતાં કેમ અચકાયું એનાં કારણોમાં ઊતરવાની અહીં જરૂર નથી. પણ આમ ન થઈ શક્યું એનું દુષ્પરિણામ આપણી સામે આવીને ઊભું છે; કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના કુલ ૧૬ સભ્યોમાંથી ફકત આઠ જ સભ્યોની જંગી (!) હાજરીમાં, શાળાનાં બાળકોને પોષણ માટે ઇંડાં ખવરાવવા જેવી પાયાની, અને એક વખત પડતી મૂકવી પડેલી દરખાસ્ત સર્વાનુમતે (!) પસાર કરવામાં આવી ! બહુમતી કે સર્વાનુમતીનો આના કરતાં વધારે પાશવી ઉપયોગ શો હોઈ શકે અને લોકશાહીની હાંસી આથી વધારે શી હોઈ શકે? ગમે તે રીતે મતો ભેગા કરીને લોકસમુદાય ઉપર, દેશની સંસ્કારિતાને, લોકોને પોતાને તથા ખુદ લોકશાહીને નુકસાન પહોંચાડે એવા નિર્ણયો ઠોકી બેસાડવામાં આપણી રાજકારણી વ્યક્તિઓ કેટલી પાવરધી બની ગઈ છે તેનું, આ ઠરાવ પણ, વિચારકો અને દેશહિતચિંતકોની ઊંઘ ઉડાડી મૂકે એવું ઉદાહરણ પૂરું પાડે છે! લોકશાહીના સિંહણના દૂધને પચાવામાં આપણે કેટલા બધા નાકામિયાબ સાબિત થયા Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ અહિંસાદર્શન અને અહિંસક આચારો : ૧૮ છીએ અને લોકશાહીનું આપણને કેટલું બધું અજીર્ણ થયું છે ! સાતેક વર્ષ પહેલાં પંજાબ સરકારે શાળાનાં બાળકોને ઈંડાં આપવાની કંઈક આવી જ યોજના તૈયાર કરી હતી, પણ સરકારે લોકલાગણીની કદર કરીને શાણપણ, દાખવીને એ યોજનાને કાયમને માટે તજી દીધી હતી. આ પ્રકરણમાં એક વાત આપણે ખાસ ધ્યાનમાં રાખવા જેવી એ છે કે અત્યારે આ ઈંડાં-પ્રકરણમાં, મુંબઈના મ્યુનિસિપલ કોર્પોરેશન અને ઈંડાં આપવાનો વિરોધ કરનાર વર્ગ વચ્ચે, કેવળ યુદ્ધની કામચલાઉ કે અલ્પ સમય માટેની તકૂબી જેવી સ્થિતિ જ પ્રવર્તે છે. કોર્પોરેશને માત્ર ત્રણ જ મહિના માટે આ યોજનાનો અમલ મોકૂફ રાખવાની જાહેરાત કરી છે. પણ આપણા દેશમાં વધતી જતી આચારવિમુખતા અને અધોગતિની સાક્ષી પૂરતી આવી યોજનાને કાયમને માટે માંડી વાળવામાં ન આવે ત્યાં સુધી આ માટે સતત જાગૃત અને પ્રયત્નશીલ રહેવું એ સર્વ શાકાહારી, જીવદયાપ્રેમી અને સ્વાચ્યવિજ્ઞાનપ્રેમી વ્યક્તિઓ અને સમાજોની ફરજ બની રહે છે. યુદ્ધ-તહકુબીની જેવી ત્રણ મહિનાની સાવ ટૂંકી મુદત માટે મુંબઈના મ્યુનિસિપલ કૉર્પોરેશને આ યોજનાનો અમલ મોકૂફ રાખ્યાની જે જાહેરાત કરી તેને લીધે આપણામાં કંઈક ઉદાસીનતા કે ઉપેક્ષાવૃત્તિ પ્રવેશી ગઈ હોય તેમ લાગે છે. પણ આમ થાય એ કોઈ પણ રીતે ઇચ્છવા યોગ્ય નથી. મુંબઈથી પ્રગટ થતા જૈનપ્રકાશ' સાપ્તાહિકના તા. ૧-૯-૧૯૭૮ના પર્યુષણપર્વ-વિશેષાંકમાં, એ પત્રના તંત્રી ભાઈ શ્રી એમ. જે. દેસાઈએ આ અંગે એક લેખ લખીને, આ વખતે, આ દુઃખદ પ્રકરણની સામે વિરોધ જગવવામાં આપણે કેટલા ઢીલા કે ઉદાસીન છીએ તે અંગે જે ખેદ વ્યક્ત કર્યો છે. તે સૌ કોઈએ ધ્યાનમાં લેવા જેવો હોવાથી અહીં મૂળ શબ્દો સાભાર રજૂ કરીએ છીએ : મુંબઈની નગરપાલિકાની શાળાઓમાં વિદ્યાર્થીઓને બાફેલાં ઈંડાં આપવાના લેવાયેલ નિર્ણયના વિરોધમાં બૃહદ્ મુંબઈના જીવદયા અને અહિંસાના અનુયાયી શાકાહારી વર્ગનું એક ઉચ્ચ કોટીનું પ્રતિનિધિમંડળ માનનીય મેયરને મળ્યું હતું અને વિરોધ પ્રદર્શિત કરતું આવેદનપત્ર રજૂ કર્યું હતું. પરંતુ આ વખતે જોઈએ તેવો વિરોધનો વંટોળ ઉદ્ભવ્યો નથી તે દુઃખદ છતાં વાસ્તવિક હકીકત છે. આ નિર્ણયના વિરોધમાં બૃહદ્ મુંબઈમાંથી તેમ જ ભારતભરમાંથી વિરોધના પત્રો, તારો, આવેદનપત્રો જવા જોઈએ, પરંતુ આ દિશામાં ઉપેક્ષા સેવાઈ રહી હોય તેમ લાગે છે. “જૈન-પ્રકાશ' કાર્યાલયને અત્યાર સુધીમાં (બે પત્રો) સિવાય બીજી કોઈ વ્યક્તિએ કે સંસ્થાએ કાર્યવાહી કર્યાના સમાચાર પ્રાપ્ત થયા નથી. નિર્ણયનો અમલ મોકૂફ રખાવવા માટે મોટા પાયા પર આંદોલન થશે તો જ તેમાં સફળતા મળી શકશે.” આજે આ પ્રશ્નને બૃહદ્ મુંબઈ પૂરતો મર્યાદિત માની લઈને અન્ય સ્થાનોના Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ જિનમાર્ગનું જતન જૈનસંઘો, જીવદયાના ચાહકો અને ધર્મસંસ્કારના પ્રેમીઓ આ બાબતમાં નિષ્ક્રિયતા દાખવે એ બનવાજોગ છે. પણ જે અનિષ્ટ આજે મુંબઈમાં ઊભું થયું છે, તેને ઊગતું જ અટકાવી દેવા માટે વધુ જાગૃતિ દાખવીને વધુ પ્રયત્ન કરવામાં નહીં આવે, તો એનો ચેપ અન્ય સ્થાનોને લાગતો આપણે કેવી રીતે રોકી શકવાના છીએ ? આવું ન બને તે માટે દેશભરના જીવદયાપ્રેમીઓ પોતાનો વિરોધ બુલંદ અવાજે અને સત્વરે ઉઠાવે એ જરૂરી છે. જૈનસંઘના એક અગ્રણી, જાણીતા તત્ત્વચિંતક અને લેખક તથા “પ્રબુદ્ધજીવન'ના તંત્રી શ્રીયુત ચીમનલાલ ચકુભાઈ શાહે “પ્રબુદ્ધ-જીવન' પાક્ષિકના તા. ૧૬-૮૧૯૭૮ના અંકમાં મ્યુનિસિપલ સ્કૂલનાં બાળકોને ઈંડાં' નામે એક અભ્યાસપૂર્ણ, માહિતીસભર, વસ્તુસ્થિતિનો ખ્યાલ આપતો તથા વિચાપ્રેરક લેખ લખ્યો છે, તે મનન કરવા જેવો હોવાથી, વિસ્તાર કર્યાનો દોષ વહોરીને પણ, અમે અહીં અક્ષરશઃ સાભાર રજૂ કરીએ છીએ : મુંબઈ મ્યુનિસિપલ સ્કૂલનાં બાળકોને પોષણ મળે તે માટે ઈંડાં આપવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ લગભગ ૧૨ મહિનાથી પડી હતી. આ બાબત ઘણો ઊહાપોહ અને વિરોધ થયો હતો, તેથી સ્ટેન્ડિંગ કમિટીએ નિર્ણય કર્યો ન હતો, અને બાબત મુલતવી રહેતી હતી. ૨૧મી જુલાઈ ૧૯૭૮ને દિવસે સ્ટેન્ડિંગ કમિટીએ અચાનક નિર્ણય કર્યો અને ઈંડાં ખરીદવા મેકોને કોન્ટેક્ટ આપવા મંજૂરી આપી. આ વાતની ખબર પડી એટલે તેનો વિરોધ કરવા ઘણી સંસ્થાઓ, જેવી કે જીવદયામંડળી, વિશ્વશાકાહારી પરિષદ, મોટી હવેલી અને માધવબાગ ટ્રસ્ટ, ભારત જૈન મહામંડળ અને ચારે ફિરકાઓની કૉન્ફરન્સો વગેરેનું એક પ્રતિનિધિમંડળ મેયરને મળ્યું; હું પણ તેમાં હતો. આ મુલાકાત સમયે મ્યુનિસિપલ કમિશ્નર તથા સ્ટેન્ડિંગ કમિટીના ચૅરમૅન પણ હાજર હતા. પ્રતિનિધિમંડળે આ નિર્ણયનો સખ્ત વિરોધ કરતું નિવેદન સુપરત કર્યું અને તેની પુન:વિચારણા કરવા તથા ત્યાં સુધી આ નિર્ણયનો અમલ ન કરવા મેયરને વિનંતી કરી. મેયરે વાત સાંભળી લીધી. “આ પછી આ બાબત મેં વધુ તપાસ કરી અને કેટલીક આશ્ચર્યજનક હકીકતો જાણવા મળી. કોર્પોરેશને મ્યુનિસિપલ સ્કૂલના બાળકોને પૌષ્ટિક ખોરાક આપવા કાર્યક્રમ મંજૂર કર્યો છે તે મુજબ બાળકોને સિંગ, બિસ્કીટ, દૂધ વગેરે આપવામાં આવે છે. અગાઉના કમિશ્નરને તુક્કો સૂઝયો કે બાફેલાં ઈંડાં પણ આપવાં, અને તે માટેની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરી. આ દરખાસ્ત ૧૯૭૭-૭૮ના વર્ષ માટે હતી. ભૂતપૂર્વ મેયર શ્રી મુરલી દેવરાએ તેનો વિરોધ કરતો પત્ર સ્ટેન્ડિંગ કમિટીને લખ્યો હતો. બીજાઓએ પણ વિરોધ કરતા પત્રો અને નિવેદનો મોલ્યાં હતાં. આ દરખાસ્ત ઉપર વખતોવખત ચર્ચા થતી અને મુલતવી રહેતી. ૨૧મી જુલાઈએ નિર્ણય WWW.jainelibrary.org Page #180 -------------------------------------------------------------------------- ________________ અહિંસાદર્શન અને અહિંસક આચારો : ૧૮ ૧૫૭ કર્યો ત્યારે ૧૯૭૭-૭૮નું વર્ષ વીતી ગયું હતું, એટલે મૂળ દરખાસ્ત રહી નહિ; તેની માત્ર નોંધ લેવામાં આવી. પણ તે સાથે સ્ટેન્ડિંગ કમિટીએ અભિપ્રાય વ્યક્ત કર્યો કે, ૧૯૭૮-૭૯ માટે મેકોને કોન્ટ્રાક્ટ આપવો, અને તે માટે ધોરણસર દરખાસ્ત રજૂ કરવા કમિશ્નરને સૂચના આપી. સ્ટેન્ડિંગ કમિટીના ૧૬ સભ્યો હોય છે. પણ જનતા પક્ષના સભ્યોએ રાજીનામું આપ્યું હોવાથી માત્ર ૯ સભ્યો રહ્યા છે. તેમાંથી આ બેઠકમાં ૮ સભ્યો હાજર હતા. ૧૯૭૭-૭૮ની દરખાસ્ત ઊડી જતાં આવો અભિપ્રાય આપી, નવી દરખાસ્ત રજૂ કરવા કમિશ્નરને સૂચના આપવાની શું જરૂર હતી? આ હકીકતો ઉપરથી કેટલાક મહત્ત્વના અને કાયદાના મુદ્દાઓ ઉપસ્થિત થાય છે. પૌષ્ટિક ખોરાક આપવાના કાર્યક્રમમાં ઈંડાં આપવાનો નિર્ણય કરવો તે પાયાની નીતિનો પ્રશ્ન છે. આવો નિર્ણય મારા મત મુજબ કોર્પોરેશન જ કરી શકે. ખાસ કરી જ્યારે આ બાબતનો ખૂબ વિરોધ થયો હતો અને અતિ વિવાદાસ્પદ પ્રશ્ન છે, ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના ૮ સભ્યો જ આવો નિર્ણય કરે એ સર્વથા અનુચિત છે અને કૉર્પોરેશને તેની પુનઃવિચારણા કરવી જ જોઈએ “મારા મત મુજબ કૉર્પોરેશન પણ ઈંડાં આપવાનો નિર્ણય કરી શકતી નથી. કોર્પોરેશન મુંબઈની સમસ્ત પ્રજાની પ્રતિનિધિ સંસ્થા છે. પ્રજાનો મોટો વર્ગ આ બાબતનો વિરોધ કરતો હોય તો આવો નિર્ણય તેમનાં બાળકો ઉપર લાદવાનો કોર્પોરેશનને અધિકાર નથી; તેમ કરવામાં ડહાપણ નથી. પ્રજાના મોટા વર્ગની ધાર્મિક લાગણી દુભાય તેવું કોર્પોરેશને કરવું ન જ જોઈએ. અનેક પ્રકારના પૌષ્ટિક ખોરાક, જેમાં કોઈને વિરોધ ન હોય તેવા આપી શકાય છે, ત્યારે શાકાહારીનો વિરોધ હોય તેવાં ઈંડાં આપવાનો દુરાગ્રહ રાખવો ન જોઈએ. આ નિર્ણય સામે વિરોધનાં બીજાં ઘણાં કારણો છે. બાળક અનુકરણ તુરત કરે છે. માંસાહારી કુટુંબનાં બાળકોને જ ઈંડાં આપવામાં આવે તો પણ બીજા બાળકો તેનું અનુકરણ કરતાં થઈ જાય અને અંતે માંસાહારી થાય. ઈંડાં આપવા આરોગ્યની દૃષ્ટિએ પણ અનિચ્છનીય છે. સડેલાં, બગડી ગયેલાં, વાસી હોય. સ્વચ્છતાની દૃષ્ટિએ હાનિકારક છે : ઈંડાં ફૂટી જાય અને કપડાં બગડે. તે બરાબર લેતાં ન આવડે અને ગંદકી થાય. “હવે ખર્ચનો હિસાબ ગણીએ તો એક ઈંડાના આઠ આના કિમત છે. મ્યુનિસિપલ સ્કૂલોમાં ૬ લાખ બાળકો અભ્યાસ કરે છે. જો બધાં બાળકોને આપવામાં આવે તો રોજનું ત્રણ લાખનું ખર્ચ થાય. કમિશ્નરે એકાંતરે પાંચ હજાર ઈંડાં આપવાની દરખાસ્ત કરી હતી; માત્ર પાંચ હજાર ઈંડાં બાળકોને એકાંતરે આપવાનો શો અર્થ છે? પછી ઉત્તરોત્તર વધતાં જશે. પ્રજાના પૈસા આવી રીતે વેડફી નાખવાનો કોર્પોરેશનને શો અધિકાર છે? પ્રજાના મોટા વર્ગની ધાર્મિક લાગણી દુભાય તેનો કોર્પોરેશનના સભ્યોને Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ જિનમાર્ગનું જતન કોઈ આંચકો નથી લાગતો? માંસાહારી હોય એવા સભ્યોએ પણ આ વાતનો ગંભીર વિચાર કરવો જોઈએ. આ બાબતને જુનવાણી માનસ ગણવાની કોઈ ભૂલ ન કરે. મોટા ભાગના લોકોને ખબર પણ નથી કે ઇંડાંની પેદાશમાં કૂકડાને કેટલી નરક યાતના ભોગવવી પડે છે. તે વિષેનો શ્રી વાલજી ગોવિંદજીનો એક લેખ છેલ્લા ભૂમિપુત્ર'માં પ્રકટ થયો છે તે આ અંકમાં અન્યત્ર આપ્યો છે. તેના આધારરૂપ જે અંગ્રેજી પુસ્તકનો તેમણે છેલ્લો ઉલ્લેખ કર્યો છે તે પુસ્તક કોર્પોરેશનના સભ્યો વાંચે એવી આશા રાખવી વધારે પડતી નહીં ગણાય. આપણે સૌ આશા રાખીએ કે કોર્પોરેશન આ વાત પડતી મૂકે. કોર્પોરેશનના દરેક પક્ષના આગેવાનોએ આ વાત ગંભીરપણે વિચારવી જોઈએ. ખાસ કરીને જ્યારે જનતા-પક્ષના બધા સભ્યોએ કોપોરેશનમાંથી રાજીનામાં આપ્યાં છે અને ચૂંટણી નજીક છે, ત્યારે માત્ર આઠ વ્યક્તિઓએ કરેલા આવા નિર્ણયનો અમલ કરવાનો કોર્પોરેશને આગ્રહ રાખવો ન જોઈએ.” આંખો ઉઘાડે એવાં આ લખાણો અહીં આપ્યા પછી આ અંગે કંઈ વિશેષ કહેવાની જરૂર અમે માનતા નથી. આ પ્રકરણનું કાયમને માટે નિરાકરણ ન થાય ત્યાં સુધી જંપીને ન બેસીએ તથા સતત જાગતા અને પ્રયત્નશીલ રહીએ. (તા. ૩૦૯-૧૯૭૮) આ યોજના અંગે પુનર્વિચારણા કરવામાં ઉપયોગી થાય, ઈંડાં આપવામાં રહેલ જોખમનો ખ્યાલ આવે અને ઈંડાં કરતાં વધુ પ્રોટીન ધરાવતી વનસ્પતિજન્ય ચીજોને અપનાવી શકાય તેવી માહિતી “શ્રી જીવદયા' માસિકના તાજેતરમાં પ્રગટ થયેલ જુલાઈ માસના અંકમાં પ્રોટીન કે ઈંડાં જ ?' એ લેખમાં શ્રી જયંતીલાલભાઈ માન્કરે આપી છે, તેમાંથી કેટલોક ભાગ અહીં સાભાર રજૂ કરીએ છીએ: મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને મ્યુનિસિપલ શાળામાં અભ્યાસ કરતાં બાળકોને બાફેલાં ઈંડાં આપવાની જાહેર કરેલી યોજના અંગે જૈન-જૈનેતર સમાજના વિરોધમાં નૈતિક, વૈજ્ઞાનિક અને આર્થિક તથ્ય રહેલું છે. ઓછા પોષણવાળાં બાળકોની પ્રોટીનની ખામીની પૂર્તિ કરવી એ એક માનવતાભર્યો પ્રામાણિક વિચાર છે; પણ બાફેલાં ઈંડાં દ્વારા જ એ પૂર્તિ કરવાની હિમાયત કે આગ્રહ તર્કશુદ્ધ કે વૈજ્ઞાનિક નથી. પ્રોટીન પ્રાણીજન્ય કે વનસ્પતિજન્ય ખોરાકમાંથી મળી શકે છે. આધુનિક વિજ્ઞાને પ્રાણીજન્ય પ્રોટીન ચઢિયાતું અને વનસ્પતિજન્ય પ્રોટીન ઊતરતું હોવાના ભ્રમનો ઘટસ્ફોટ કર્યો છે. આર્થિક દૃષ્ટિએ વનસ્પતિજન્ય પ્રોટીન વધારે સુપાચ્ય, પ્રત્યાઘાતરહિત અને બિનખર્ચાળ છે. વિશ્વ-આરોગ્ય-સંસ્થા (ડબલ્યુ. એચ. ઓ.) ના પ્રતિનિધિએ કેટલાક સમય પહેલાં એ જાહેર કર્યું છે, કે ભારતમાં કઠોળ, વાલ, વટાણા, સોયાબિન તથા મગફળી આદિ બિયાં દ્વારા પુષ્કળ સુપાચ્ય, સતું પ્રોટીન મળતું હોવાથી ભારતને પ્રાણીજન્ય પ્રોટીનની આવશ્યકતા નથી. તેમણે પાશ્ચાત્ય દેશો, જે માંસાહારનાં ઈંડાંનું Page #182 -------------------------------------------------------------------------- ________________ અહિંસાદર્શન અને અહિંસક આચારો : ૧૮, ૧૯ સેવન કરે છે, તેને દાળ-કઠોળનું ઉત્પાદન અને ઉપયોગ વધારવા ભલામણ કરી છે. એટલે ભારતનાં બાળકોની પ્રોટીનની ખામી એ પદાર્થોના પૂરક ખોરાકથી પૂર્ણ કરી શકાય છે. ભારત સરકારનાં માઈસોર ખાતેના ફુડ ટેકનોલોજીકલ ઇન્સ્ટિટયૂટ અને પંતનગર કૃષિ વિશ્વવિદ્યાલય તથા તેવી અનેક આહારવિષયક વૈજ્ઞાનિક સંસ્થાઓએ તેવા સસ્તા અને સુપાચ્ય પ્રોટીનયુક્ત ખોરાકની શોધ કરી છે. એટલે બાફેલાં ઈંડાં દ્વારા જ પ્રોટીનની પૂર્તિનો આગ્રહ, હિંસક પૉલ્ટી-ઉદ્યોગને ઉત્તેજન આપવા માટે હોય તેમ જણાય છે. “આધુનિક વિશ્વવિખ્યાત વૈજ્ઞનિકોએ અનુસંધાન અને અનુભવને અંતે ઈંડાના ખોરાકમાં રહેલાં અનેક ભયસ્થાનો અને પ્રત્યાઘાતો અંગેના જાહેર કરેલા પોતાના અભિપ્રાયો ધ્યાનમાં લેવામાં બાળકોની સલામતી છે; જેમ કે : કેલીફોર્નિયાના વૈજ્ઞાનિક ડૉ. કેથરીન નિમ્મો તથા ડો. જે. અમનઝાએ કરેલા સંશોધન પછી તેઓ એ નિષ્કર્ષ પર પહોંચ્યા છે કે ‘કોલેસ્ટરોલ' નામનું ઝેર એક ઈંડામાં ૪ ગ્રેઈન જેટલું હોય છે. તેના અધિક પ્રમાણના પરિણામે હૃદયની બીમારી, હાઈબ્લડપ્રેશર, કિડની, પથરી વગેરે રોગ થાય છે. ફ્લોરિડાના વિશ્વવિદ્યાલયે પણ ઈ. સ. ૧૯૬૭માં તેના સ્વાસ્થ્યબુલેટીનમાં એ અભિપ્રાય પ્રગટ કર્યો છે. “ડૉ. ઇ. બી. મેકકાલમ (ન્યુઅર કૉલેજ ઑફ ન્યુટ્રીશન) નો મત છે, કે ઈંડામાં કાર્બોહાઇડ્રેટ્સ ન હોવાને કારણે પેટમાં સડો પેદા થાય છે. હૅફકીન ઇન્સ્ટિટ્યૂટના ન્યુટ્રીશન-વિભાગના નિવૃત્ત વડા ડૉ. વી. એન. જાઈનો પણ એ અભિપ્રાય છે કે ઈંડા દ્વારા વધતું કોલેસ્ટરોલ એ અનેક બીમારીનું કારણ છે. આમ વૈજ્ઞાનિક દૃષ્ટિએ ઈંડાના ઉપયોગથી તંદુરસ્તી જોખમાય છે. એટલે મ્યુનિસિપાલીટીની બાફેલાં ઈંડાં બાળકોને ખવરાવવાની યોજના એ નવી પ્રજાની તંદુરસ્તી માટે ઘાતક છે.” ૧૫૯ આ બધું લખીને અમારે મુખ્યત્વે એ જ કહેવું છે, કે ઈંડા સિવાય બીજી વનસ્પતિજન્ય વસ્તુથી પણ પૂરતું પ્રોટીન મળી શકે એમ છે; એટલે મુંબઈના મ્યુનિસિપલ કૉર્પોરેશનના સત્તાવાળાઓને પોતાના વિચાર બદલવામાં મુશ્કેલી ન જ પડવી જોઈએ. (તા. ૧-૧૦-૧૯૭૭) (૧૯) ક્રૂરતારહિત સૌન્દર્ય : એક સ્તુત્ય પ્રયત્ન માનવી જ્યારે ‘હું સહુ કોઈને માટે'નો અહિંસા અને સમર્પણવૃત્તિનો માર્ગ ભૂલીને બધું મારા માટે' એવો અહંભાવનો પોષક અને આપમતલબી માર્ગ અપનાવી લે છે, ત્યારે એ માણસાઈને ભૂલીને ન કરવાનાં કામો કરવા તરફ દોરાઈ જાય છે. Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ જિનમાર્ગનું જતન પછી ન તો એને અહિંસાનહિંસાનો કે ન તો સત્ય-અસત્યનો વિવેક રહે છે. જાણે અમરપટો લઈને આવ્યો હોય એમ પોતાના ગમે તે જાતના પોષણ અને સુશોભન માટે બેફામ રીતે વર્તવા લાગે છે. આનું માઠું પરિણામ નિર્દોષ મૂંગા જીવોને વેઠવું પડે છે. રોગની ચિકિત્સા માટે કે શરીરને વધારે શક્તિશાળી બનાવવા માટે પ્રાણીજન્ય ઔષધો નહીં વાપરવાની વાત તો આજે મોટે ભાગે ભુલાઈ જ ગઈ છે. પણ હમણાંહમણાં સૌંદર્યનાં પ્રસાધનો તૈયાર કરવા માટે પણ માનવી ક્રૂરતા દાખવતો થઈ ગયો છે એ સાંસ્કૃતિક અધોગતિની નિશાની છે. રેવન્ડ જે. ડેવિડ ટાઉનસ્ટેન્ડનો એક લેખ “સુંદરતા માટે એ નામે જૈનપ્રકાશ” સાપ્તાહિકના તા. ૨૩-૧૨-૧૯૬૬ના અંકમાં પ્રગટ થયો છે. એમાં સૌંદર્યનાં પ્રસાધનો તૈયાર કરવા માટે બિલાડી, માછલી વગેરે તરફ કેવી ક્રૂરતા દાખવવામાં આવે છે એનું દુઃખદ ચિત્ર દોર્યા પછી ક્રૂરતાનો આશ્રય લીધા વગર સૌંદર્યનાં સાધનો તૈયાર કરવા માટે એક અંગ્રેજ મહિલા કેવો નિષ્ઠાભર્યો પ્રયત્ન કરી રહેલ છે એની રસપ્રદ વિગતો આપી છે. ધર્મ, અહિંસા અને પ્રાણીદયામાં આસ્થા ધરાવતા સહુ કોઈને એ વાંચવાવિચારવા અહીં એ સાભાર રજૂ કરીએ છીએ : સ્ત્રી-સૌંદર્ય પ્રસાધનોની ચમકતી દુનિયાની આ પડદા પાછળની કારમી કહાણી પર પ્રકાશ ફેંકવાના તેમ જ પ્રાણીઓના લોહીથી ખરડાયા વિનાનાં સૌન્દર્યપ્રસાધનો બનાવવાનો પ્રચાર કરવાના એક મહત્ત્વના કાર્ય માટે “કૂરતાવિહોણું સૌંદર્ય નામની એક ચળવળ ચાલી રહી છે. આ યોજનાની જનેતા લેડી ડાઉડિંગ નામનાં એક સન્નારી છે, જેણે પાંચેક વર્ષ પહેલાં લંડનની સૌન્દર્ય પ્રસાધનોની પેઢીઓની મુલાકાત લઈ તેમના સંચાલકોને વિનંતી કરી કે તેમની બનાવટો પર “ક્રૂરતાનો ઉપયોગ નથી કરાયો’ એ પ્રકારનાં લેબલ લગાડવાં. પરંતુ ઉત્પાદકોએ તેમને સત્કાર આપ્યો નહીં અને સામેથી પૂછયું કે “આવા તુક્કામાં તમને મળે છે શું? હા, પરંતુ કરોળિયાની માફક, હિંમત હાર્યા વિના ખંત અને ધીરજથી તેણે તેના પ્રયાસો ચાલુ રાખ્યા, અને એક દિવસે સફળતાની નાની શિખાએ ડોકિયું કર્યું. એક ઉત્પાદકે તેની ‘અહિંસક' બનાવટો પર ક્રૂરતાવિહોણું સૌન્દર્ય (બ્યુટી વિધાઉટ કુઅલ્ટી)નું લેબલ લગાવવાનું સ્વીકાર્યું. એક સ્ત્રીએ તદ્દન નાના પાયા પર શરૂ કરેલી આ ચળવળ ધીમેધીમે વ્યાપક બનતી ગઈ, માનવતાવાદી કાર્યકરોનો એને ટેકો મળ્યો અને એક સમિતિ પણ રચાઈ. “આ સમિતિએ સોંદર્ય પ્રસાધનોની બનાવટમાં બિન-પ્રાણીજ પદાર્થોનો Page #184 -------------------------------------------------------------------------- ________________ અહિંસાદર્શન અને અહિંસક આચારો : ૧૯ ૧૬૧ ઉપયોગ કરવાની અપીલ કરી. સંશોધન હાથ ધરવામાં આવ્યું. પ્રાણીઓને બદલે વનસ્પતિ તેલો, રંગો, છોડો તેમ જ પુષ્પોના એસેન્સોનો વપરાશ વધવા લાગ્યો. ત્યાર બાદ સૌંદર્ય-પ્રસાધનો અંગેના એક યુરોપના રસાયણશાસ્ત્રીની દેખરેખ હેઠળ ક્રૂરતાનો આશ્રય લીધા વગર થઈ શકે તેવી બનાવટોની એક યાદી તૈયાર કરવામાં આવી. પ્રચારસમિતિએ વધુ ને વધુ સ્ટોકિસ્ટો મેળવવા માટે પ્રચાર આરંભ્યો, પ્રદર્શનો યોજાયાં અને થોડા સમયમાં જ કૉમ્પશન' નામનું સામયિક પણ શરૂ કર્યું, જેનો પ્રચાર બિટન ઉપરાંત અમેરિકા, જાપાન, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં પણ કરવામાં આવ્યો. “ગયા વર્ષે જ ચળવળના સંચાલકોએ “શાંગ્રીલા' નામનું એક પ્રાણીઘર ખોલ્યું, જેમાં ખોવાયેલાં, ઘાયલ થયેલાં અને નિરર્થક બની ગયેલાં પ્રાણીઓને આશ્રય આપવાનું શરૂ કરાયું. યુવાન-વર્ગ અહીંથી પાળવા માટે જોઈતાં પશુઓ લઈ શકે છે, તેમ જ આ પશુઓની સંભાળ કેમ રાખવી તે પણ શીખવવામાં આવે છે. “કૂરતાવિહોણા સૌન્દર્યની આ ચળવળને વર્તમાનપત્રો, ટેલિવિઝન અને રેડિયોના કાર્યક્રમો દ્વારા પ્રસિદ્ધિ આપવામાં આવે છે, પરિણામે ચળવળ સુંદર પ્રગતિ સાધી રહી છે. “આ સંસ્થા અત્યારે લંડનમાં ૩૦ મહિલા-સભ્યોની એક સમિતિ ધરાવે છે. સામાન્ય સભ્યોની સંખ્યા પણ ઝડપભેર વધી રહી છે. સભ્યપદ સંબંધમાં તેમ જ સંસ્થાની અન્ય માહિતી માટે લેડી ડાઉઝિંગ, ઓક ગેઈટૂસ, સાઉથ બરો, ટન બિજ, વેલ્સ કેન્ટનો સંપર્ક સાધી શકાશે.” અહિંસાને પરમધર્મ માનનારા આપણે પ્રાણી હિંસાના કેવા-કેવા નવા માર્ગો હાથ ધરાઈ રહ્યા છે એની માહિતી મેળવવામાં ઠીક-ઠીક પછાત છીએ; અને એટલા પ્રમાણમાં આપણી અહિંસાનું તેજ ઝાંખું પડે છે. જો અહિંસાને તેજસ્વી અને સચેતન રાખવી હોય, તો આવી બધી બાબતોમાં આપણે ખૂબ સજાગ થવું જોઈએ એમ ઉપરના લખાણ ઉપરથી સમજવું જરૂરી છે. ઉપરાંત પ્રાણીદયાની દિશામાં કયાં-ક્યાં કેવા પ્રયત્નો ચાલી રહ્યા છે તેની માહિતી મેળવતા રહીને એને સહર્ષ પ્રોત્સાહન આપતા રહેવું એ સહુ જીવદયાપ્રેમીઓનો ધર્મ છે. લેડી ડાઉઝિંગનો કરુણા પ્રેરિત આ પ્રયત્ન આપણને જાણે કરુણાને સક્રિય રાખવાની બાબતમાં જાગૃત કરીને “પાળે તેનો ધર્મ' એ વાતનું ભાન કરાવી જાય છે. કરુણાપરાયણ એ બહેનને અનેકાનેક ધન્યવાદ ! (તા. ૪-૨-૧૯૬૭) Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ (૨૦) રેશમ અને અહિંસા આસવાલ કંઈ આપણા માટે નવો નથી. રેશમ હિંસક રીતે તૈયાર થાય છે અને તેથી એનો ઉપયોગ કરવામાં હિંસાનો દોષ લાગે છે. એટલા માટે અહિંસાના પાલનને પોતાના ધર્મ તરીકે સ્વીકારનાર સૌ કોઈને માટે રેશમનો ઉપયોગ વર્જ્ય લેખાવો જોઈએ, અને પ્રભુની પૂજા-સેવા વખતે રેશમી વસ્ત્રો પહેરવાં તેમ જ ધાર્મિક ક્રિયાકાંડોમાં રેશમના ઉપયોગને અનિવાર્ય લેખવો એ તો અહિંસાધર્મીને માટે પહેલી દૃષ્ટિએ દૂર કરવા જેવી બાબત છે એની ચર્ચા આપણે ત્યાં વર્ષો પહેલાં થઈ ચૂકી છે. આમ છતાં મોજશોખ, સામાજિક રિવાજો, પ્રભુપૂજા અને ધાર્મિક વિધિવિધાનો નિમિત્તે રેશમનો ઉપયોગ કર્યા વગર આપણને ચાલી શકે એવી કલ્પના જ જાણે આપણે કરી શકતા નથી. તેથી કેટલાંય વર્ષો પહેલાં, અહિંસાના પાલનના અનુસંધાનમાં રેશમનો ઉપયોગ બંધ કરવા અંગે ઠીકઠીક ચર્ચા-વિચારણા અને ઊહાપોહ થયેલ હોવા છતાં, એ બધું રેતીને પીલવા જેવું નિરર્થક નીવડ્યું છે, અને આપણે ત્યાં રેશમનો ઉપયોગ જેમનો તેમ ચાલુ રહ્યો છે. પણ, આપણને ગમે કે ન ગમે, આપણે ઇચ્છીએ કે ન ઇચ્છીએ, તેમ જ આપણે ધ્યાન આપવા તૈયાર હોઈએ કે ન હોઈએ, તો પણ જે વસ્તુ અહિંસાની દૃષ્ટિએ અનુચિત છે તે સદાકાળ અનુચિત જ રહેવાની છે, અને એ અનુચિતતા તરફ દુર્લક્ષ્ય કરીને આપણે એનો ઉપયોગ કર્યા કરીશું, તેથી કંઈ આપણે હિંસાના દોષથી બચી શકવાના નથી. જિનમાર્ગનું જતન રેશમી વસ્ત્રના વણાટ માટે જે સળંગ તાંતણા જોઈએ તે માટે જીવતા લાખો કોશેટાઓને ખૂબ ઊના ખદખદતા પાણીમાં નાખીને જે રીતે એમનો નાશ કરવામાં આવે છે, તે દૃશ્ય ખરેખર દિલને કંપાવી મૂકે એવું હોય છે. એ ક્રૂરતા આપણી નજર સામે આચરવામાં ન આવતી હોય, એટલામાત્રથી એ વસ્તુનો ઉપયોગ હિંસાદોષથી મુક્ત માની લેવો એ તો નર્યું અજ્ઞાન જ છે. જો આ રીતે જ કોઈ પણ વસ્તુને હિંસાદોષથી મુક્ત માનવામાં આવે તો તો કેટકેટલી હિંસક ચીજો અહિંસક ગણાઈ જાય ! આવી ઘોર હિંસા તરફ આપણું ધ્યાન ભારપૂર્વક દોરવામાં આવ્યું હોવા છતાં જ્યારે આપણે એનો ત્યાગ કરવા તરફ ન વળ્યા, આપણા ધર્મગુરુઓ પણ સંઘને એ માટે સાવધાન કરવા ન પ્રેરાયા; એટલું જ નહીં, એમનાં પોતાનાં ઉપકરણોમાં પણ એમણે રેશમનો ઉપયોગ ચાલુ રાખ્યો, ત્યારે સમજવું રહ્યું કે આપણે વાસ્તવિક અહિંસાધર્મના બદલે અહિંસાની રૂઢિને સાચવવા તરફ જ લક્ષ્ય આપીએ છીએ. જો અહિંસાનું પાલન એક ધર્મ તરીકે કરવાનું આપણા ચિત્તમાં વસ્યું હોત, તો આપણી Page #186 -------------------------------------------------------------------------- ________________ અહિંસાદર્શન અને અહિંસક આચારો : ૨૦ ૧૬૩ અહિંસા સતત ગતિશીલ રહેત; અર્થાત્ જે કોઈ કાર્યથી અહિંસાના પાલનમાં વેગ આવતો લાગત એનો સ્વીકાર કરવામાં અને જે કામ કરવાથી હિંસાના ભાગીદાર થવાનો લેશ પણ સંભવ હોય એનાથી તરત દૂર થવામાં આપણે જરા પણ આનાકાની કે વિલંબ ન કરત. વળી, જો આપણી અહિંસા ગતિશીલ હોત, તો અત્યારે મોજશોખ નિમિત્તે, રસાસ્વાદ નિમિત્તે, શોભા-શણગાર નિમિત્તે અને દવાઓ નિમિત્તે : એમ અનેક રીતે પ્રાણીઓની હિંસાથી અનેક જાતની જે વસ્તુઓ તૈયા૨ ક૨વામાં આવે છે એનો ઉપયોગ આપણા ‘અહિંસક’ સમાજમાં પણ સારા પ્રમાણમાં જે વધી રહ્યો છે, એની સામે આપણે જરૂર જાગૃત બન્યા હોત, અને આપણા સમાજને એનો ઉપયોગ નહીં કરવા માટે સચેત બનાવવાની સાથોસાથ એવી વસ્તુઓના ઉત્પાદન સામે પણ આપણો અવાજ ઉઠાવી શક્યા હોત. પણ જ્યાં આપણે પોતે જ દોષના ભોગ બન્યા હોઈએ, ત્યાં બીજાને આપણે કેવી રીતે રોકી શકીએ ? આ અને આવી બધી બાબતોમાં, જ્યારે પણ એમાં દોષનું દર્શન થાય, ત્યારે સોનેરી માર્ગ ‘જાગ્યા ત્યારથી સવાર' ગણીને હવે પછી એ દોષનું સેવન ન થાય એ માટે જાગૃત બની જવું એ જ છે. ન જાણ્યું હોય ત્યાં સુધી દોષનું સેવન ચાલુ રહે એ એક વાત છે, અને જાણ્યા છતાં એ દોષનું સેવન ચાલુ રહે એ તદ્દન જુદી વાત છે. રેશમના ઉત્પાદનમાં સામાન્ય રીતે ત્રસ જીવોની હિંસા થતી હોય છે; પણ જે કેટલુંક રેશમ એ કીડાની હિંસા વગર તૈયાર થાય છે એને આમાંથી જરૂર બાકાત રાખી શકાય. પરંતુ આપણા સમાજમાં અને સંઘમાં આવો અહિંસક અને હિંસક રેશમનો વિવેક ભાગ્યે જ જોવા મળે છે. આ માટે અમે ‘જીવદયા' માસિકના ઑગસ્ટ ૧૯૫૯ના પર્યુષણાંકમાં છપાયેલ •અહિંસક અને હિંસક રેશમ' શીર્ષકના શ્રીયુત જયંતીલાલ માન્કરના લેખ તરફ સૌનું ધ્યાન દોરીએ છીએ. તેમાંના મહત્ત્વના અંશો જોઈએ : “રેશમની એક જાત, જે અત્યાર સુધી મોટા પ્રમાણમાં વપરાય છે, તેમાં કોશેટોમાં રહેલાં જીવડાં ગરમ ખદખદતાં પાણીમાં ઉકાળી તેમાંથી રેશમના તાંતણા મેળવવામાં આવે છે. એ જીવોને ખદખદતા, તરફડતા જોનાર કોઈ દયાળુ માણસ રેશમનો ઉપયોગ કરવાની હિંમત પણ ન કરે. પણ એ હિંસા દૂર ગામડાંઓમાં થાય છે, અને જનતાની સામે તો ચકચકતાં રેશમી વસ્ત્રો જ આવતાં હોઈ એ શોભામાં લપાયેલી હિંસાના પાપને જાણ્યે-અજાણ્યે કરી એ વસ્ત્રો શણગારમાં, લગ્નસરામાં, દેવપૂજામાં વપરાય છે. Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ જિનમાર્ગનું જતન “આ વિષયમાં મુંબઈ જીવદયા-મંડળી કમિટીના સભ્ય જાણીતા જૈન શહેરી શ્રી ખીમજી માંડણ ભુજપુરિયાએ મંડળીને પત્ર લખી ધ્યાન ખેંચ્યું હતું કે ખાદીગ્રામોદ્યોગ ભંડારોમાં એ હિંસક ઉદ્યોગની ખિલવણી અને વસ્ત્રોનું ઉત્પાદન ન થાય તે માટે મંડળીએ પ્રશ્ન ઉપાડી લેવો જોઈએ. મંડળી તરફથી ખાદી-ગ્રામોદ્યોગ કમિશનના ચેરમેન શ્રી વૈકુંઠભાઈ મહેતાને પત્ર લખી તે ઉદ્યોગ બંધ કરવા વિનંતી કરવામાં આવી હતી. તેમણે એ બાબત માન્ય રાખી જે જવાબ મંડળીને પાઠવ્યો છે તેનો સાર આ મુજબ છે : “જે કાપડના ઉત્પાદન માટે કકુન જીવડાંઓને મારવાં પડે છે, તે તમે જણાવ્યા પ્રમાણે અહિંસાના સિદ્ધાંતથી વિરુદ્ધ છે તે બાબત વિરોધ કરી શકાય તેમ નથી. પણ ખાદી અને ગ્રામ ઉદ્યોગ કમિશનનો હેતુ ગામડાંના કુટિર-ઉદ્યોગોને ખિલવવાનો હોવાથી રેશમના ચાલુ ગ્રામઉદ્યોગને મદદ આપવાની કાયદેસર રીતે ના કહી શકાય નહિ; વળી, એ પણ જણાવી દઉં કે ખાદી ભંડારોમાં તેવી ખાદી વેચવાની પદ્ધતિ નવીન દાખલ થયેલી નથી. જ્યારે મહાત્મા ગાંધી ખાદી-હિલચાલ ચલાવતા હતા અને તેનું માર્ગદર્શન કરતા હતા ત્યારે મલ્લેરી જાતનાં રેશમી કપડાં વેચવાની છૂટ આપવામાં આવી હતી. કમિશન તમારા પત્રના મુદ્દાઓની કદર કરે છે. તેથી જે સંસ્થાઓ આજે તેવું રેશમ પેદા કરે છે તેને ઉત્તેજન આપવાને બદલે જ્યાં સ્થાનિક પરિસ્થિતિ અનુકૂળ હોય ત્યાં અન્દી અને મુગા રેશમની કેટલીક જાતો, જેમાં હિંસા કરવી પડતી નથી, તેનું ઉત્પાદન ચાલુ કરવાના પ્રયાસો કરવાનો ખાદી-કમિશને નિર્ણય કર્યો છે.' ઉપરના ખુલાસાથી જણાશે કે હિંસા કર્યા વગર પણ રેશમ પેદા થઈ શકે છે, જે ખાદી-ભંડારોમાં મળે છે. ખાદી-કમિશને જીવદયા-મંડળીના મુદ્દાનો સ્વીકાર કરી, અહિંસક રેશમના ઉત્પાદનને ઉત્તેજન આપવાનો નિર્ણય કર્યો તે માટે તેમનો આભાર માનવો ઘટે છે. પરંતુ તેની સફળતા ત્યારે જ થાય કે જ્યારે અહિંસક સમાજ હિંસક રેશમને બદલે અહિંસક રેશમનો જ ઉપયોગ કરે. તેમ કરવાથી તે હિંસાની અનુમોદનામાંથી બચી અહિંસક રેશમના ઉત્પાદનના ઉદ્યોગ દ્વારા રોટી પૂરી પાડવાના પુણ્યનો ભાગીદાર બને છે. પજુસણના પવિત્ર દિવસોમાં જૈન સમાજ કતલ થયેલાં જાનવરોનાં ચામડાં, પ્રાણીજન્ય દવાઓ, ઇજેક્શનો અને હિંસક રેશમ વગેરેનો ઉપયોગ બંધ કરવાનો નિર્ણય કરે તો હિંસાની અનુમોદનાના પાતકમાંથી દૂર રહી શકશે.” અમારું કહેવાનું એ છે કે રેશમ એ કોઈ એવી અનિવાર્ય વસ્તુ નથી કે જેના વગર જીવન ન ચાલી શકે, કે ધર્મપાલનમાં બાધા આવે. એટલે સૌથી સારું તો એ છે કે એનો ઉપયોગ જ બંધ કરવામાં આવે; અને કદાચ એનો ઉપયોગ કરવો જ હોય તો એ અહિંસક જ છે એવી પૂરી ખાતરી થયા પછી જ કરવામાં આવે. Page #188 -------------------------------------------------------------------------- ________________ અહિંસાદર્શન અને અહિંસક આચારોઃ ૨૦ ૧૬૫ જૈનધર્મની ઝીણામાં ઝીણી અહિંસાની ભાવનાને ચરિતાર્થ કરવા માટે રેશમના વપરાશમાં આટલી સાવચેતી રાખવી એ આપણી પાયાની ફરજ છે. એ ફરજનું પાલન કર્યા વગર આપણે આવી સૂક્ષ્મ અહિંસાને જીવનમાં કેવી રીતે ઉતારી શકીશું? (તા. ૧૨-૯-૧૯૫૯) રેશમત્યાગનો એક પ્રેરક પ્રસંગ જૈન' પત્રના ૩૬મા અંકમાં અહિંસાની દૃષ્ટિએ રેશમના ઉપયોગ સંબંધી કેટલીક ચર્ચા-વિચારણા કરીને, ખાતરીપૂર્વકનું અહિંસક રેશમ ન મળે તો એનો વ્યક્તિગત કે ધાર્મિક ઉપયોગ બંધ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે, તે કેટલું યોગ્ય અને સાચું છે તે નીચેના પ્રસંગ ઉપરથી સમજી શકાશે : સને ૧૯૩૦ના ઓક્ટોબર માસની (દશેરાની આ વાત છે. તે વખતે શિવપુરીમાં સ્વર્ગસ્થ પૂ. આ. ભ. શ્રી વિજયધર્મસૂરિજીએ સ્થાપેલ સંસ્થામાં જર્મન વિદુષી શ્રીમતી શાઊંટે ક્રાઉઝ (ઊર્ફે શ્રી સુભદ્રાબહેન) જૈન સાહિત્યનો અભ્યાસ કરતાં હતાં. શ્રી સુભદ્રાબહેન અને અમે કેટલાક વિદ્યાર્થીઓ તે વર્ષે ચોમાસામાં બેંગ્લોર મુકામે પૂ. આ. ભ. શ્રી વિજયેન્દ્રસૂરિજી વગેરે પાસે ગયેલા, અને ત્યાંથી શ્રી સુભદ્રાબહેનને દશેરા ઉપર મૈસૂર વગેરે સ્થળે જવાનું થયું. એમની સાથે મારે જવાનું થયું. મૈસૂરના દશેરા બહુ વખણાતા હતા, એટલે એ જોવાનું મનમાં મોટું આકર્ષણ હતું. અમે ત્યાં વખતસર પહોંચી ગયા. મૈસૂર- રાજ્ય તરફથી દશેરા ઉપર એક મોટું ઔદ્યોગિક પ્રદર્શન ભરવામાં આવતું હતું. એમાં રાજ્યમાં ચાલતા નાના-મોટા ઉદ્યોગોની સારી એવી માહિતી આપવામાં આવતી. આમાં જુદા-જુદા ઉદ્યોગોની જેમ રેશમના ઉદ્યોગનો પણ એક વિભાગ હતો, અને એ વિભાગ પ્રમાણમાં બીજા વિભાગો કરતાં વધારે મોટો અને વધારે વિગતવાર માહિતી આપે એવો હતો. અમે એ વિભાગમાં ગયાં. ત્યાં અમે જોયું, કે અંદર જીવતી મોટી ઇયળો જેવા કીડાવાળા હજારો કોશેટાઓને ખદબદતા ગરમ પાણીથી ભરેલા કાચના પારદર્શક પીપમાં નાખીને ફુલાવવામાં આવતા હતા, અને એ ફુલેલા કોશેટાઓમાંથી રેશમના સાવ ઝીણા રેસાઓ (દોરાઓ) ઉખેડી લઈને એ કીડાઓનો એક ઠેકાણે મોટો ઢગ કરવામાં આવ્યો હતો – જાણે એ કીડાઓનું કતલખાનું જ જોઈ લ્યો! પછી તો આખા વિભાગમાં ફરીને રેશમી વસ્ત્રો તૈયાર થવા સુધીની બધી પ્રક્રિયાઓ અમે નજરે જોઈ; સાથે ત્યાં એ પણ પૂછપરછ કરી કે એક રતલ તાર મેળવવા માટે કેટલા કીડાઓનો નાશ કરવો પડતો હશે. જવાબમાં ચોક્કસ આંકડો કહેવાને બદલે હજારો કીડાઓ એ માટે જોઈએ એમ પેલા ભાઈએ ઠંડે કલેજે કહ્યું. Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ જિનમાર્ગનું જતન અમે બહાર નીકળ્યાં. શ્રીમતી સુભદ્રાબહેનનો પ્રદર્શન જોવાનો બધો રસ ઊડી ગયો, અને એ તો ઊંડા વિચારમાં ઊતરી ગયાં. અમે ઉતારે પાછાં આવ્યાં, અને એ જ વખતે સુભદ્રાબહેને પ્રતિજ્ઞા કરી કે “હવેથી રેશમ વાપરવાનું સદંતર બંધ છે, અને સાથે-સાથે જે રેશમી વસ્ત્રો મારી પાસે મોજૂદ છે એનો પણ હું હવે ઉપયોગ નહીં કરું.” તે વખતે તેમની પાસે ઓછામાં ઓછા બે મોટા ટૂંક ભરાય એટલાં રેશમી વસ્ત્રો હતાં. રેશમ માટે કરવામાં આવતી ભયંકર ક્રૂર જીવહિંસાએ આ ધર્મપ્રેમી વિદુષી ભગિનીના મન ઉપર જે સખ્ત ચોટ પહોંચાડી તેનો ઇલાજ એમણે આવી પ્રતિજ્ઞા કરીને તરત જ કર્યો. એ રીતે એમની જાગૃત અહિંસા-પ્રીતિ અને જાગૃત ધર્મભાવનાનું જે દર્શન થયું તે હૃદયમાં આજે પણ એવું જ સચવાઈ રહ્યું છે. ઘરમાં કે સંસ્થામાં રેશમનો ઉપયોગ કરવાનો મને તો અવસર જ નહીં આવેલ હોવાથી મારે તો એનો ત્યાગ કરવાનો કોઈ સવાલ જ ન હતો. પણ જેને આપણે વ્યક્તિગત શોખમાં, વ્યવહારમાં અને ધર્મમાં આટલું મોટું સ્થાન આપી દીધું છે એ રેશમ ત્રસ જીવોની કેવી ક્રૂર હિંસાથી તૈયાર થાય છે એ દશ્ય હજી પણ ભૂલ્યું ભુલાતું નથી. આવું હિંસક રેશમ ધર્મક્રિયાઓમાં કેવી રીતે સ્થાન પામી ગયું હશે એ તો મને કોઈ રીતે સમજાતું નથી, અને જ્યારે-જ્યારે લગ્ન વગેરે વ્યાવહારિક કાર્ય નિમિત્તે કોઈ ને કોઈ રેશમી કાપડ ખરીદવા જવાનું થાય છે, ત્યારે રેશમ માટે જીવતા ઉકાળીને મારી નાખવામાં આવેલા પેલા કીડાઓનો ઢગ મને સાંભર્યા વગર રહેતો નથી, અને સાથે-સાથે આવી હિંસક વસ્તુનો તત્કળ ત્યાગ કરવા બદલ આપોઆપ શ્રીમતી સુભદ્રાબહેનને ધન્યવાદ અપાઈ જાય છે. (તા. ૨૬-૯-૧૯૫૯) (૨૧) પુષ્પપૂજામાં જયણાની જરૂર અમારા તા. ૧૫-૧-૧૯પપના અંકમાં પૂનામાં ઉપધાનતપ' શીર્ષકે સમાચાર છપાયા છે; તેમાં શરૂઆતમાં કહેવામાં આવ્યું છે : “સિદ્ધાંતમહોદધિ આચાર્ય વિજ્યોમસૂરીશ્વર મહારાજાદિ ૬૧ મુનિવરોના ચાતુર્માસથી જનતામાં અપૂર્વ ચૈતન્ય પ્રગટ્યું છે. શ્રી નમસ્કારમંત્ર-તપ, શ્રી સંસારતારણતપ, શ્રી અક્ષયનિધિતપ, Page #190 -------------------------------------------------------------------------- ________________ અહિંસાદર્શન અને અહિંસક આચારો ઃ ૨૧ ૧૬૭ શ્રી વર્ધમાનતપ ઈત્યાદિ તપો, પરમાત્માની સોળ હજાર પુષ્પોથી અંગરચના, શ્રી પર્યુષણા-મહાપર્વની સુંદર આરાધના વગેરે અપૂર્વ શાસન-ઉન્નતિ થઈ.” આ સમાચાર છપાયાને ત્રણ અઠવાડિયાં જેટલો સમય વીતી ગયો હોવા છતાં એમાં કોઈએ કશો ફેરફાર કે સુધારાવધારો સૂચવ્યો નથી. એટલે એ સમાચારમાં વર્ણવેલી હકીકત સાચી છે એમ માનીને અમે આ નોંધ લખીએ છીએ. આ સમાચારમાં “પરમાત્માની સોળ હજાર પુષ્પોથી અંગરચના' એ સમાચાર અમને અહિંસાની દૃષ્ટિએ વિચારવા જેવા લાગ્યા છે. પુષ્પ એ પોતે વનસ્પતિકાય હોવાથી એકેન્દ્રિય જીવ તો છે જ, ઉપરાંત પુષ્પોમાં ઝીણાઝીણા ત્રસ જીવો પણ હોય છે એ આપણે સારી રીતે જાણીએ છીએ. અને તેથી જ પુષ્પપૂજાનું જ્યાં વિધાન અને વર્ણન કરવામાં આવ્યું છે ત્યાં ખૂબ જયણા રાખવાનું ફરમાવવામાં આવ્યું છે. એકએક ફૂલને સાવધાનીપૂર્વક કપડાં ઉપર ખંખેરીને એમાંના ત્રસ જીવોની જરા પણ હિંસા ન થાય એવી રીતે જ ફૂલોનો ઉપયોગ કરવાનું સૂચવાયું છે. આવી સાવધાની રાખવા છતાં વનસ્પતિરૂપ એકેન્દ્રિય જીવની વિરાધનાનો તો પ્રશ્ન રહે જ છે; તો પછી એક સાથે સોળ હજાર પુષ્પોથી અંગરચના કરવામાં આવે ત્યારે, એકેન્દ્રિય જીવની વિરાધના તો બાજુએ રહી, પણ દરેક ફૂલમાંના ત્રસ જીવની વિરાધનાનું શું એવો પ્રશ્ન સહેજે થાય છે. અમારા મનનું તો આ પ્રશ્ન અંગે કશું સમાધાન થતું નથી, અને અમને આ. વાત ગંભીરપણે વિચારવા જેવી લાગી હોવાથી અમે એ અહીં સૌ કોઈની વિચારણા. માટે રજૂ કરી છે. તેમાં ય વળી સિદ્ધાન્તના જાણકાર આચાર્યાદિની નિશ્રામાં આવું થયું હોય ત્યારે તો મનમાં વિશેષ સંક્ષોભ થાય છે. - પુષ્પોનો પ્રભુપૂજામાં ઉપયોગ થાય કે કોઈ વ્યક્તિના પોતાના શોખ ખાતર એનો ઉપયોગ થાય એમાં અમુક ભેદ હોવા છતાં પુષ્પોરૂપી એકેન્દ્રિય જીવોની અને પુષ્પોમાંના ત્રસ જીવોની રક્ષાની દૃષ્ટિએ એમાં કશો ફેર નથી. એટલે “પુષ્પો પ્રભુપૂજામાં વપરાયાં' એમ કરીને એ ત્રસ જીવોની તેમ જ એકેન્દ્રિય જીવોની હિંસાને આપણે વાજબી ન ઠરાવી શકીએ. ગમે તે ધર્મપ્રવૃત્તિ કરીએ, છતાં અહિંસાનું પાલન એ જ આપણો મુખ્ય મુદ્દો હોવો જોઈએ. એટલે પછી અહિંસાને અળગી કરીને આપણે ધર્મ કેવી રીતે આચરી શકીએ ? અમને લાગે છે, કે ક્રિયાકાંડ પ્રત્યેના વધારે પડતા અનુરાગને કારણે આપણે ઘણી વાર વિવેક ચૂકી જઈએ છીએ. એવું જ આમાં પણ બન્યું હોય. . સોળ હજાર પુષ્પોમાંના ત્રસ જીવોની, પ્રભુપૂજાને નામે થયેલ વિરાધનાનો બચાવ કેવી રીતે થઈ શકે એ અમારી સમજમાં તો ઊતરતું નથી, છતાં આ સંબંધી કોઈને કંઈ ખુલાસો કરવો હશે તો તેને અમે જરૂર આવકારીશું. Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ જિનમાર્ગનું જતન આ લખવાનો અમારો મુખ્ય મુદ્દો જૈનધર્મના પ્રાણરૂપ અહિંસાનું જતન કરવાનો જ છે, એટલે ખુલાસો લખનારા મહાનુભાવો એ મુદ્દાને ઉવેખીને ખુલાસો ન લખે એટલું અમે માગી લઈએ છીએ. (તા. પ-૧૧-૧૯૫૫) (૨૨) ફાંસીની સજા રદ થવી જોઈએ મૃત્યુ એ વિશ્વમાં સૌથી વધુ બિહામણી ઘટના લેખાય છે; અને એના વિચારથી ભલભલા જીવોનાં ગાત્ર ગળી જાય છે. નીતિશાસ્ત્રકારો અને ધર્મશાસ્ત્રકારોએ “મરણ સમો બીજો કોઈ ભય નથી' (મUસમું નત્નિ મય) એમ જે હ્યું છે, એમાં અનુભવની અને વિશ્વરૂપદર્શનની સચ્ચાઈનો રણકો રહેલો છે. જો આ રીતે કીડીથી કુંજર, મચ્છરથી માનવ અને દેવ-દાનવ સૌ-કોઈને અંતે મરણને શરણ થયા વગર ચાલવાનું ન જ હોય, અને કુદરત નિયમિત રીતે કાળચક્રને ફેરવ્યા જ કરતી હોય, તો પછી કોઈ પણ માનવી ઉપર અકાળે મૃત્યુ લાદવાની અને “ખૂનનો બદલો ખૂન' એ નિયમનો આશ્રય લઈને ફાંસીની સજાને કાયમ કરવા માટે કાયદો ઘડવાની જરૂર રહે ખરી? – આવો પ્રશ્ન કોઈ પણ સહૃદય અને સંવેદનશીલ વિચારકને થઈ આવે એ સ્વાભાવિક છે. આની સામેની દલીલરૂપે માનવસ્વભાવની હકીકત પણ છે જ, એ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. માનવીના (અરે, જીવમાત્રના) અંતરમાં અનાદિ કાળથી વાસ કરી રહેલી કાષાયિક વૃત્તિને કારણે માનવી વેરનો બદલો ક્ષમાથી નહીં, પણ બમણા વેરથી લેવાનો આવેગ અનુભવતો જ હોય છે. અને તેથી જ, ‘દાંતને બદલે દાંત જેવા જંગલના કાયદાની વાતને કદાચ બાજુએ મૂકીએ તો પણ, હત્યારાને શૂળી કે ફાંસી કે એવા જીવલેણ પ્રયોગોથી મરણના મુખમાં મોકલી દેવાની કે એને રિબાવીરિબાવીને મારી નાંખવાની વાત પણ કંઈ આજકાલની નથી; ઇતિહાસયુગ અને પહેલાંના છેક પ્રાચીનમાં પ્રાચીન કહી શકાય એવા સમયમાં પણ શૂળી-ફાંસીની સજા પ્રચલિત થયાના પુરાવા મળતા જ રહે છે. જ્યારથી સમાજને વ્યવસ્થિત કરવા માટે રાજ્યવ્યવસ્થાના શ્રીગણેશ મંડાયા હશે, ત્યારથી ફાંસીની સજાને કાયદેસરપણાની મહોર મળી હશે, અને સમાજને વ્યવસ્થિત અને સંસ્કારી બનાવવા માટે એની અનિવાર્યતા લેખાઈ હશે, તેમ જ એની સામે અવાજ ઉઠાવવાનું મુશ્કેલ કે અશક્ય Page #192 -------------------------------------------------------------------------- ________________ અહિંસાદર્શન અને અહિંસક આચારોઃ ૨૨ ૧૬૯ ગણાઈ ગયું હશે એમ લાગે છે. આ રીતે ફાંસી એ રાજ્યની દંડશક્તિનું પ્રતીક બની ગઈ હશે. અને છતાં માત્ર માનવતા, સહૃદયતા અને સહાનુભૂતિથી જ નહિ, પણ મનોવિજ્ઞાનની પૂર્ણ દૃષ્ટિથી વાતનો વિચાર કરતાં, કોઈકોઈ પ્રસંગે એમ જરૂર મનમાં થઈ આવે છે, કે રાજ્યની કાયદાપોથીમાંથી ફાંસીની સજાને રુખસદ મળી હોત તો કેવું સારું ! કોઈક કિસ્સામાં, અમુક માનવી ફાંસીને માંચડે ચડી ગયા પછી એવું પણ જાણવા મળે છે, કે એ માનવી તો સાચી રીતે નિર્દોષ હતો, પણ પોતાનો સબળ બચાવ કરવામાં એ નબળો પુરવાર થયો, કે પોતાની નિર્દોષતા સાબિત કરી શકે એવા આધારભૂત પુરાવાઓ એ સમયસર રજૂ ન કરી શક્યો; પરિણામે, એ મૃત્યુદંડનો શિકાર બનીને કાયમને માટે નામશેષ થઈ ગયો આપણા કેટલા બધા રાષ્ટ્રવીરો એક કાળે રાજદ્રોહના કે રાજદ્વારી હત્યાના ગુનેગારો ગણાઈને ફાંસીના માંચડે ચડી ગયા! અને આજે એ બધાંનાં આપણે રાષ્ટ્રવીરો અને શહીદો તરીકે મન ભરીને ગુણગાન કરીએ છીએ અને એમની પૂજા કરીએ છીએ. જો રાજ્યની કાયદાપોથીમાં ફાંસી જેવી હત્યારી સજાની જ જોગવાઈ ન હોત તો આવા કેટલા બધા નવલોહિયા નરવીરો અકાળ અને અકારણ મરણને શરણ થતા બચી ગયા હોત! આ રીતે ફાંસીનો કાયદો રદ કરવાની દિશામાં વિચાર કરવાની આપણને પ્રેરણા આપે એવો એક કિસ્સો તાજેતરમાં જ “ધી ટાઇમ્સ ઓફ ઇન્ડિયા' દૈનિકમાં છપાયો છે; એ વાંચીને જ અમે આ નોંધ લખવા પ્રેરાયા છીએ. બહુ જ સંક્ષેપમાં પ્રગટ કરવામાં આવેલ આ કિસ્સાની વિગતો આ પ્રમાણે છે : દક્ષિણ ભારતમાં કોટ્ટાયમ જિલ્લામાં છંગનચેરી નામે એક ગામ છે. એ ગામમાં થોમસ નામે એક યુવાન રહે. અત્યારે એની ઉંમર ૨૯ વર્ષની છે. ત્રણેક વર્ષ પહેલાં, સને ૧૯૬લ્માં ૨૬ વર્ષની ભરયુવાન વયે એણે પોતાની પત્નીના પ્રેમીનું ખૂન કર્યું હતું. આ ખૂનના ગુનાના બદલામાં કોર્ટે એને મોતની સજા ફરમાવી. પોતાને મળેલી મોતની સજાનો અમલ કરવામાં આવે, તે પહેલાં એ ભાવનાશીલ નવયુવાને પોતાની અંતિમ ઇચ્છા દર્શાવતાં કહેલું, કે મારાં ચક્ષુઓ ચક્ષુબેંકને, મારું લોહી લોહીબેંકને અને મારો મૃતદેહ મેડિકલ કોલેજને સોંપી દેશો. ૧૯મી મે ના રોજ એને ફાંસીને માંચડે લટકાવી દેવામાં આવ્યો ત્યારે તેની આ ઇચ્છા જેલસત્તાવાળાઓએ પૂરી કરી હતી.” કેવી કરુણ, કેવી દારુણ છતાં ભવ્ય ઘટના ! Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ જિનમાર્ગનું જતન પોતાની પત્નીને બદચાલવાળી જાણીને કયો માનવી આવેશમાં ન આવી જાય? આવા આવેશમાં એ ખૂન કરી બેઠો અને એના બદલામાં એ સદાને માટે પોતાની જિંદગીથી હાથ ધોઈ બેઠો ! આમાં ન્યાયમંદિરનો અને ન્યાયમૂર્તિનો શો દોષ કાઢવો? એને તો પોતાની સામેના કાયદા મુજબ, હકીકત અને પુરાવાઓના પ્રકાશમાં જ ન્યાય આપવાનો હોય; એમાં એ શું કરી શકે ? ત્યારે આમાં ખરો વાંક તો સંસી જેવી જીવલેણ સજાના અસ્તિત્વનો જ ગણાય ! જો કાયદાશાસ્ત્રમાં આવી અમાનુષી સજાને સ્થાન જ ન હોત તો ભાઈ થોમસ અને એના જેવા ભાવનાશીલ અને સંવેદનશીલ કેટલા બધા માનવીઓ મોતના પંજામાંથી બચી ગયા હોત અને પોતાની જેલવાસની સજા પૂરી થતાં પોતાના જીવનને સારે માર્ગે દોરી જવાની તક મેળવી શક્યા હોત. વળી, આવી સજાને કાયદાપોથીમાંથી સદાને માટે નાબૂદ કરવાની તરફેણની વિચારણામાં એ હકીકત પણ ઉપયોગી થઈ શકે એમ છે, કે જ્યારથી આ સજા અસ્તિત્વમાં આવી ત્યારથી અત્યાર સુધીમાં લાખો-કરોડો માનવીઓ - યુવાનો, પ્રૌઢો, વૃદ્ધો, સ્ત્રીઓ અને પુરુષો – શૂળી અને ફાંસીનો ભોગ થતાં જ રહ્યાં, છતાં આવા ગુનાઓનું પ્રમાણ કેટલું ઓછું થવા પામ્યું ? આજે તો સજાઓનો એક વધુ મહત્વનો બનેલો હેતુ ગુનાઓ ઓછા થવા પામે એ છે. આનો અર્થ કોઈ એવો કરે કે બીજી સજાઓનો અમલ પણ ચાલુ હોવા છતાં તે-તે ગુનાઓનું પ્રમાણ ઘટતું હોય એમ લાગતું નથી, માટે એવી બધી સજાઓ પણ રદ કરવી – તો એ તો અર્થનો અનર્થ કર્યો કહેવાય અને વિવેક ચુકાઈ ગયો ગણાય. આવો વિચાર કરતી વખતે બીજી સજાઓ અને ફાંસીની સજા વચ્ચે જે પાયાનો ભેદ છે તે ધ્યાન બહાર જાય છે. બીજી સજાઓ માનવીની જિંદગી સાથે ચેડાં ન કરતી હોવાથી એ સજા પૂરી થયા બાદ એને પોતાનું જીવન નવેસરથી શરૂ કરવાની તક મળે છે; જ્યારે ફાંસીની સજા ગુનેગાર માટે આવો કોઈ અવકાશ જ રહેવા દેતી નથી. એટલે પ્રશ્ન થાય કે સમાજવ્યવસ્થા અને રાજ્યવ્યવસ્થામાં એવી સજાને શા માટે સ્થાન હોવું જોઈએ કે જે સજા માનવીને સદાને માટે જીવનસુધારણાની તકથી વંચિત બનાવીને અકાળે મોતના મોંમાં ધકેલી દેતી હોય? વળી, એક સામાન્ય સમજની છતાં પૂરેપૂરા મહત્ત્વની વાત એ પણ છે, કે જેને આપણે જિંદગી આપી શકતા ન હોઈએ, એની જિંદગી કાયદાની જોગવાઈથી પણ હરી લેવાનો કોઈને અધિકાર આપવો એ કેવળ અન્યાય જ છે. Page #194 -------------------------------------------------------------------------- ________________ અહિંસાદર્શન અને અહિંસક આચારો: ૨૨ ૧૭૧ આમ અનેક રીતે વિચાર કરતાં એમ લાગે છે, કે માનવસમાજની સેવા અને માનવતાની સાચવણી ફાંસીની સજાને ચાલુ રાખવામાં નહીં, પણ એને રદ કરવામાં જ રહેલી છે. કાયદાના અમલ માટે એક સુભગ લક્ષ્મણરેખા દોરવામાં આવેલી છે એ પણ આ પ્રસંગે ધ્યાનમાં લેવા જેવી છે. એ લક્ષ્મણરેખા કહે છે, કે ન્યાયાધીશે સો ગુનેગાર છૂટી જાય એની ચિંતા ન કરતાં એક બિનગુનેગાર ઠંડાઈ ન જાય તેવી ચિંતા રાખવી ઘટે. આ જ સિદ્ધાંતને ફાંસીની સજાને રદ કરવાની તરફેણમાં પણ લાગુ કરીને કહેવું હોય તો કહી શકાય કે કોઈ માનવીને મોતની સજા રદ થવાથી મળતી પોતાનું જીવન સારું બનાવવાની તકનો ઉપયોગ એણે ન કરવો હોય, તો એ એની મરજીની વાત છે; પણ એવા માથાભારે માનવીઓનો જ વિચાર કરીને ફાંસીની સજા ચાલુ રાખીને જે માનવીઓ પોતાનું જીવન સુધારવાની તકનો લાભ લઈ શકે એવા હોય, એમને એ તકથી કાયમને માટે વંચિત રાખવા એ ન્યાયને નામે સરાસર અન્યાય છે, અને તેથી એ વહેલામાં વહેલી તકે દૂર થવો જ જોઈએ; એ દૂર થાય એમાં જ માનવસમાજની માનવતા, સંસ્કારિતા અને ધાર્મિકતાની સાચી અભિવ્યક્તિ રહેલી છે. એમ લાગે છે, કે ફાંસી-વિરોધી કંઈક આવી લાગણીથી જ પ્રેરાઈને છેલ્લાં કેટલાંક વર્ષોથી દુનિયાના ઘણા સંસ્કારી અને આગળ પડતા લેખાતા દેશોમાં હવે પછી આવી પ્રાણઘાતક સજા ચાલુ રહેવી જોઈએ કે નહીં એની ચર્ચા-વિચારણા થવા લાગી છે. અહીં એ વાતની નોંધ લેતાં ખરેખર આનંદ થાય છે, કે આવી વિચારણાને અંતે, એક સુભગ અખતરારૂપે, કેટલાંક વર્ષ પહેલાં ઇંગ્લેન્ડની સરકારે અમુક (પાંચ કે દસ) વર્ષ માટે આ સજા રદ લેખવાનું આવકારપાત્ર અને માનવતાવાદી પગલું ભર્યું છે. બીજા કોઈ દેશોએ આવું પગલું ભર્યું હોય તો તેની માહિતી અમારી પાસે નહીં હોવાથી અમારા વાચકમિત્રો એ લખી મોકલશે તો અમે તે સાભાર પ્રગટ કરીશું. પણ આ બાબતમાં બહુ જ ખેદ ઉપજાવે એવી વાત તો એ છે, કે ભગવાન મહાવીર, ભગવાન બુદ્ધ અને મહાત્મા ગાંધીની જન્મભૂમિ હોવાનું ગૌરવ ધરાવતા અને અહિંસા અને કરુણાની કર્મભૂમિ લેખાતા હિંદુસ્તાનની સરકાર હજી સુધી આ સજાને નાબૂદ કરવાની દિશામાં પગલાં નથી ભરી શકી; તેમ જ પ્રજામાં પણ આવા મહત્ત્વના વિચારને અમલી રૂપ આપવા-અપાવવા માટે કશી જ હિલચાલ નથી ચાલતી ! જ્યારે ફાંસીની સજા રદ કરવાની ચર્ચા-વિચારણા કંઈક જોશપૂર્વક ચાલતી હતી. તે વખતે, સાત વર્ષ પહેલાં, જૈનસંઘના તેરાપંથી ફિરકાના સમય-જ્ઞ અને સ્વતંત્ર ચિંતક આચાર્યશ્રી તુલસીજીએ જ્યપુર જેલના કેદીઓ સમક્ષ ધર્મપ્રવચન કરતાં ફાંસીની સજા રદ કરવાની તરફેણ કરતાં કહેલું - Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ જિનમાર્ગનું જતન “અત્યારે ઘણા-ખરા દેશોમાં મૃત્યુશિક્ષાને બંધ કરી દેવામાં આવી છે. ભારતે હજી સુધી આ દિશામાં કશું પગલું નથી ભર્યું. એને લાગે છે, કે ફાંસીની સજા રદ કરી દેવાથી ક્યાંક ગુનાઓની સંખ્યા વધી ન જાય ! હું કાયદાના નિષ્ણાતોની વચ્ચે માથું મારવા નથી ઇચ્છતો; પણ એટલું જરૂર કહેવા ઇચ્છું છું, કે વ્યક્તિને મારી નાખવાથી ગુનાની સંખ્યા ઓછી નહીં થાય. ગુનાઓની રુકાવટ તો હૃદય-પરિવર્તનથી જ થઈ શકવાની છે. ફાંસીની સજાથી વ્યક્તિને નામશેષ કરી શકાય છે, નહીં કે ગુનાને. તેથી આ દિશામાં વિચાર કરવાની જરૂર છે.” (“જૈનભારતી', તા. ૨૯ ૬-૧૯૬૫) આચાર્ય તુલસીજીએ ફાંસીના વિરોધમાં બહુ મહત્ત્વની અને પાયાની વાત કહી છે. ભાઈ થોમસ અને એના જેવા નવલોહિયા જુવાનોનો ભોગ અને એમની અંતિમ ભાવનાઓનો સંદેશ એ જ છે, કે ફાંસીની સજા આપણા દેશમાંથી તેમ જ દુનિયાના બધા દેશોમાંથી વહેલામાં વહેલી તકે, કાયમને માટે, નાબૂદ થાય! (તા. ૨૭-પ-૧૯૭૩) (૨૩) ઘોર હિંસાવૃત્તિ પર અહિંસાની એ સિદ્ધિ! માણસને માણસ બનાવે તે ધર્મ. માનવદેહમાં માનવતાની ભાવના ન ખીલે તો માનવ અને પશુ વચ્ચેની ભેદરેખા ભૂંસાઈ જાય અને માનવજન્મ એળે જાય. અને જ્યારે માનવીને માનવતાનું વરદાન મળે છે, ત્યારે માનવ દેવ કરતાં પણ ચડિયાતો બની જાય છે, અને દેવોને ય દુર્લભ એવી વિરલ સિદ્ધિઓ મેળવે છે. માનવીને માનવી બનાવવાનું કામ અહિંસા અને એનાં જ અંગરૂપ કરુણા, પ્રેમ અને મૈત્રીભાવ દ્વારા જ થઈ શકે છે. અહિંસાના આધાર વગર માનવીને માનવી બનાવવાનો ધર્મનો હેતુ સફળ થઈ શકતો નથી. અહિંસાને ભૂલીને થતી બધી પ્રવૃત્તિ માનવીને ધર્મથી દૂર ને દૂર દોરી જાય છે; એવી પ્રવૃત્તિ કેવળ છાર ઉપર લીંપણ કરવા જેવી નિરર્થક જ બને છે. એથી જ અહિંસાને “પરમ ધર્મ તરીકે બિરદાવવામાં આવેલ છે. આ વિચારણાના પ્રકાશમાં તાજેતરમાં ચંબલના બહારવટિયાઓની સ્વયંપ્રેરિત શરણાગતિનો જે બનાવ બન્યો, અને એ દ્વારા અહિંસામાં રહેલી સર્વમંગલકારી વિશિષ્ટ શક્તિનાં અને અહિંસાની એક વધુ સિદ્ધિનાં જે સુભગ તેમ જ આહ્લાદકારી દર્શન થયાં એ સંબંધી કેટલીક વિચારણા કરવા જેવી લાગવાથી અમે આ નોંધ લખવા પ્રેરાયા છીએ. Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ અહિંસાદર્શન અને અહિંસક આચારો : ૨૩ ચંબલ નદી આપણા દેશની મોટી નદીઓમાંથી એક છે; એ એના જળપ્રવાહ કરતાં એની આસપાસ આવેલાં કોતરો માટે વિશેષ જાણીતી છે. આ કોતરો મુખ્યત્વે તો મધ્યપ્રદેશમાં આવેલાં છે; છતાં એનો વિસ્તાર એટલો બધો છે, કે એ રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં પણ ફેલાયેલાં છે. એ કોતરો ઊંડાં પણ એટલાં બધાં છે, કે ન પૂછો વાત. તેથી જ મોટા-મોટા ગુનેગારો, ચોર-લૂંટારાઓ અને બહારવટિયાઓને માટે એ સ્વર્ગ સમાં બની ગયાં છે ! ત્યાં જાણે હેતાળ માતાના હૂંફાળા ખોળામાં બેઠા હોય એમ, આવા બધા સમાજપીડક ગુનેગારો દાયકાઓ સુધી નિરાંતે રહી શકે છે અને ભલભલી સરકારોને પણ હંફાવી શકે છે. આવા હજારો ગુનેગારો સંતાઈને રહે, છતાં કોઈને એમનાં છૂપાં રહેઠાણોની કેડીઓનો અણસાર-સરખો પણ ભાગ્યે જ મળે એવાં અગોચર અને સુરક્ષિત આ સ્થાનો છે. અને ચંબલની આ વિખ્યાત ખીણો કંઈ પાંચ-સાત દાયકાથી જ ગુનેગારોનું રહેઠાણ બની છે એવું પણ નથી; એના કેડા તો ત્રણ-ચાર સૈકા જેટલા સુવિશાળ સમયપટ ઉપર – કદાચ એથી પણ વધુ લાંબા સમયપટ ઉપર – વિસ્તરેલા જાણવા મળે છે. આવા ગહન અને અગોચર પ્રદેશમાંથી આ ગુનેગારોને શોધીને એમની પરંપરાને ખતમ કેવી રીતે કરવી, અને એમ કરીને તે-તે પ્રદેશની પ્રજાને ભયમુક્ત અને ચિંતામુક્ત કેવી રીતે કરવી એ પ્રશ્ન સર્વસત્તાધીશ લેખાતી સરકારને માટે પણ દાયકાઓ કે સૈકાઓથી મોટી અને કાયમી શિરોવેદનારૂપ બની ગયો છે. તેમાં ય ચંબલની ખીણોના બહારવટિયાઓની વાત જુદી છે. બીજાં સ્થાનોમાં જાગી ઉઠેલા બહારવટિયાઓનો તો ક્યારેક પણ અંત આવે છે, પણ અહીં તો બહારવટિયાઓની અખંડ પરંપરા ચાલુ જ છે. એમની સંખ્યા પણ પાંચ-પચાસની નહીં, પણ સેંકડોની હોય છે. એટલે એમને નામશેષ કરવાનું કામ વધુ મુશ્કેલ બની જાય છે. ચંબલની બિહામણી ખીણોનાં સંતાન બનીને એનો આશરો શોધનારા બહારવટિયાઓ પોતા ઉપર વર્તેલા અન્યાય-અત્યાચાર-અધર્મનું વ્યાજ સાથે વેર વાળવાની ભયંકર વૃત્તિથી પ્રેરાઈ અથવા આવા કોઈ કારણ વગર કેવળ પોતાના ક્રૂર સ્વભાવથી દોરવાઈને પ્રજા ઉપર સિતમ વરસાવવામાં કશી મણા રાખતા નથી. એ, જાણે ચીભડું વધેરવું હોય એવી સહેલાઈથી, ઠંડે કલેજે, પ્રજાઓનાં ખૂન કરી શકે છે, પ્રજાજનોની માલમિલકત ધોળે દિવસે લૂંટી શકે છે. આટલું ઓછું હોય હોય એમ, પોતે ધારેલ રકમ મેળવવા માટે શ્રીમંતો, યુવાનો અને બાળકો સુધ્ધાંનું બાન તરીકે અપહરણ કરીને એમના ઉપર સિતમ વરસાવતાં પણ અચકાતા નથી. રાજ્યસત્તાને જરા પણ મચક આપ્યા વગર પ્રજાજનોને પરેશાન કરવાનો એમનો આ ધંધો હંમેશને માટે જાણે નિરાકુળપણે ચાલતો જ રહે છે; માનો કે, એમનો નિત્યક્રમ જ બની ગયો છે! આ પરેશાની કેટલી કારમી હોય છે એ તો જેના ઉપર એ વીતી હોય એ જ જાણે! Page #197 -------------------------------------------------------------------------- ________________ જિનમાર્ગનું જતન ડિયામાં ખાંપણ લઈને બહારવટે નીકળેલ આવા માનવીને માટે મારવું અને મરવું એ રમતવાત હોય છે. એટલે, ‘એક મરણિયો સોને ભારે' એ કહેવત મુજબ આવા માનવીઓને તાબામાં લેવાનું, એમને ગિરફતાર કરવાનું અને ગમે તે માર્ગે એમને મરણને શ૨ણ ક૨વાનું કામ પણ મીણના દાંતે લોઢાના ચણા ચાવવા જેવું અતિ મુશ્કેલ કે અશક્ય જેવું ગણાય છે; એટલે પછી એમનાં અંત૨ને જગાડીને એમને આપમેળે સરકારને તાબે થવા તૈયાર કરવાની તો વાત જ ક્યાં રહી ? આમ થાય એ તો એક આશ્ચર્ય જ લેખાય. પણ આપણી નજર સામે જ રચાઈ ગયેલ ઇતિહાસ કહે છે, કે હજી ગઈ કાલે જ આવી ન કલ્પી શકાય એવી આશ્ચર્યકારી ઘટના બની, અને ચંબલની ખીણોમાં વસનારા ૧૯૦ જેટલા માથાભારે અને લોહીતરસ્યા બહારવટિયા આપમેળે હથિયારો હેઠાં મૂકીને મધ્યપ્રદેશની સરકારને શરણે થઈ ગયા ! ચારેક કલ્પનાને સત્ય ટપી જાય છે એવી આ ઘટના છે; એમાં માનવીના અંતરમાં રહેલી અહિંસા, સત્ય, પ્રેમ અને કરુણાની શક્તિની પ્રશસ્તિ સાંભળવા મળે છે. આ અતિ વિરલ અને અદ્ભુત ઘટનાનું થોડુંક પૃથક્કરણ કરીએઃ થોડા દિવસ પહેલાં બહારવિટયાઓની શરણાગતિનો જે બનાવ બન્યો, એનાં પગરણ બારેક વર્ષ પહેલાં મંડાયાં હતાં એમ જાણવા મળે છે. ત્યારે આપણા રાષ્ટ્રીય સંત અને વિશ્વ-પુરુષ શ્રી વિનોબા ભાવે પોતાની ભૂદાન માટેની પદયાત્રા કરતાં-કરતાં મધ્ય-પ્રદેશમાંથી પસાર થવાના હતા. ભૂદાનની પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા ઉપરાંત મધ્યપ્રદેશમાં સતત રંજાડ કરતા બહારવિટયાઓનું અનિષ્ટ દૂર કરવા માટે પણ શકય પ્રયત્નો કરવાની તેઓની તત્પરતા હતી. મધ્ય-પ્રદેશની સરકારના માણસો અને શાંતિના ખડા સૈનિકો સમા પ્રજા-સેવકોના સહકા૨થી તેઓએ આ કાર્ય હાથ ધર્યું; એમાં એમના અંતરમાં વહેતી સત્ય-પ્રેમ-કરુણાના ત્રિવેણી-સંગમની પવિત્રતાનું બળ ઉમેરાયું. એથી અનેક બહારવટિયાઓ નિર્ભય બનીને એમને મળ્યા. એ વખતે તો થોડાક જ બહારવિટયાઓ પોતાના વ્યવસાયનો ત્યાગ કરવાનો સંકલ્પ કરીને તાબે થયેલા; પણ અહિંસા અને કરુણાના દિવ્ય રસાયણ દ્વારા તેમનો હૃદય-પલટો ક૨વાની પ્રક્રિયા ચાલુ જ રહી. અને એ કામ, શ્રી વિનાબાજીની સલાહ-સૂચના મુજબ, અનેક શાંતિસૈનિકોએ, તેમ જ મુખ્યત્વે શ્રી વિનોબાજીની સત્ય-પ્રેમ-કરુણાની ભાવનાને ઝીલવાની વિરલ શક્તિ ધરાવતા એવા શાંતિના ફિરસ્તા શ્રી જયપ્રકાશ નારાયણજીએ ચાલુ રાખ્યું; અને અંતે આશરે બસો જેટલા બહારવિટયાઓની શરણાગતિ રૂપે એ સફળ થયું. સંભાવના તો એવી છે, કે હજી બીજા બહારવટિયા પણ આત્મ-સમર્પણનો આ માર્ગ આપનાવે. ૧૭૪ આ શરણાગતિ શસ્ત્રો સામે મમતાભરી શાંત સમજૂતી અને અંતરમાં ઊભરાતી અહિંસા-કરુણાની સર્વકલ્યાણકારી લાગણીનો જ વિજય છે, અને એ વિજ્ય માટે Page #198 -------------------------------------------------------------------------- ________________ અહિંસાદર્શન અને અહિંસક આચારો : ૨૪ શ્રી વિનાબાજીએ, શ્રી જયપ્રકાશજીએ અને અનેક શાંતિ-સૈનિકોએ વર્ષો સુધી જે તપસ્યા કરી છે તે માટે તેઓનો ઉપકાર માનીએ તેટલો ઓછો છે. ભાન ભૂલેલા માનવીઓને સાચી માનવતાને માર્ગે લાવવા એ ખરેખર ધર્મનું કામ છે. માનવીમાં રહેલી હૃદય-પલટાની શક્તિની અને આવા ધર્મકાર્યની કેડીઓ મહાત્મા ગાંધી સુધી પહોંચે છે. એમણે આદરેલા અહિંસક સ્વાતંત્ર્યયુદ્ધમાં કેટલા બધા માનવીઓ હોંશે-હોંશે જોડાયા હતા ! ભારતની આઝાદી પણ અહિંસાની શક્તિનો એ અનોખો વિજય જ હતો; એમાં દલિત-પતિત-નિરાશ માનવજાતને માટે આશાનો આધા૨ સમાયો છે. અહિંસાનો આ વિજ્ય એ ખરી રીતે સંપ્રદાયવાદને કારણે બંધિયાર બની ગયેલી અહિંસાનો નહિ, પણ વહેતી રહેતી અહિંસાનો જ વિજ્ય છે. સાથે-સાથે બહારવટિયાને જન્મ આપનાર અન્યાય-અત્યાચાર-અધર્મભરેલી સમાજવ્યવસ્થાને ન્યાયનીતિયુક્ત બનાવવી જરૂરી છે એ પણ આ ઘટનાનો બોધપાઠ છે. ૧૭૫ (૨૪) પ્રત્યક્ષ સેવાઃ એક ધ્યાનપાત્ર પ્રશ્ન આમ જોઈએ, તો ભારતમાં જન્મેલ બધી ધર્મપરંપરાઓની સામે એ પ્રશ્ન મૂકી શકાય એમ છે, કે એમાં, ઓછા કે વધુ પ્રમાણમાં અહિંસા અને કરુણાની વૃત્તિ તથા પ્રવૃત્તિનો આદર કરવામાં આવેલ હોવા છતાં, દીન-દુઃખી-રોગી માનવસમાજની પ્રત્યક્ષ સેવા કરવાના કાર્યમાં એ પાછળ કેમ છે, અને મહાત્મા ઇશુ ખ્રિસ્તે સ્થાપેલ ખ્રિસ્તી ધર્મમાં એને ‘માનવસેવા એ તો પ્રભુસેવા છે' એ રૂપે મહત્ત્વનું સ્થાન વિચાર અને વ્યવહાર એ બંનેમાં મળ્યું છે, એનું કારણ શું ? અહીં તો આ પ્રશ્નની વિચારણા આપણે જૈન પરંપરા પૂરતી જ મર્યાદિત રાખીશું. અહિંસાના પાલન ઉપ૨ જૈનધર્મે બીજા બધા ધર્મો કરતાં વધારે ભાર આપ્યો છે, અને સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવજંતુની હિંસાથી પણ બચી શકાય એ માટે જૈનધર્મશાસ્ત્રોએ ખૂબ છણાવટ કરીને માર્ગદર્શન કરાવ્યું છે એ સુવિદિત છે. વળી, આ અહિંસાના જ વિધાયક સ્વરૂપ તરીકે કરુણા (અનુકંપાપ્રેરિત ક્રિયા)ની ભાવનાને પણ જૈનધર્મે પૂરેપૂરું પ્રોત્સાહન આપવાનું ઉપદેશ્યું છે. જૈનધર્મના અનુયાયીઓ જીવદયા અને પ્રાણીરક્ષાની વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓને ચાલુ રાખવા માટે તન-મન-ધનથી કામ કરે છે અને સહાય (તા. ૨૯-૪-૧૯૭૨) Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ જિનમાર્ગનું જતન આપે છે; તે છે કરણાની ભાવના. ઘરડાં, અપંગ અને માંદાં પશુ-પંખીઓ તેમ જ વસુકી ગયેલાં ઢોરોની રક્ષા અને માવજત માટે સ્થપાયેલી પાંજરાપોળો જેવી સંસ્થાઓ આ કરુણાવૃત્તિની જ સાક્ષી પૂરે છે. ઉપરાંત, વૈયાવચ્ચ (માંદાની માવજત, સાધુસંતોની શાતાદાયક સેવા વગેરે)નો પણ જૈનધર્મમાં ઘણો જ મહિમા સ્વીકારવામાં આવ્યો છે; એને “આત્યંતર તપ' તરીકેનું ગૌરવ સુધ્ધાં આપવામાં આવ્યું છે. એ પરથી ભગવાન મહાવીરે આ ગુણને જીવનસાધનામાં કેટલું ઊંચું અને મહત્ત્વનું સ્થાન આપ્યું છે તે સમજી શકાય છે. વૈયાવચ્ચેના ગુણની જેમ સાધર્મિક-વાત્સલ્યને પણ જૈનધર્મની સંઘવ્યવસ્થામાં આગળ પડતું સ્થાન આપવામાં આવ્યું છે. પોતે જે દેવ, ગુરુ અને ધર્મ પ્રત્યે શ્રદ્ધાભક્તિ ધરાવે છે, તેમાં સમાનપણે આસ્થા ધરાવનાર વ્યક્તિનાં સંકટ નિવારી એને સુખી બનાવવાની ખૂબ ઉદાત્ત ભાવના અને તે દ્વારા પોતાને ઈષ્ટ ધર્મશાસનને પણ પોષવાની ભાવના સહધર્મી-વાત્સલ્ય પાછળ રહેલી છે. આ રીતે, આ કાર્ય આખા શ્રીસંઘને ટકાવી રાખીને ધર્મને તેજસ્વી અને પ્રભાવશાળી બનાવવાનું અતિ અગત્યનું કાર્ય છે. છેવટે અનુયાયીઓની શક્તિ કે અશક્તિ જ શ્રીસંઘ અને ધર્મની શક્તિ-અશક્તિ બની રહે છે. પણ આમ જૈનધર્મે જીવદયા, દીન-દુઃખી-દર્દીની સેવા અને સાધર્મિક-વાત્સલ્યની ભાવનાને ધર્મકૃત્ય તરીકે પુરસ્કાર્યા છતાં, કોણ જાણે કેમ, આ ત્રણે બાબતોમાં જૈનસંઘ પ્રત્યક્ષ ભાગ લેવાને બદલે, ઘણે મોટે ભાગે એ માટેનું વ્યવસ્થાતંત્ર ઊભું કરવામાં અને આર્થિક સહાય આપવામાં પૂરો સહકાર આપીને જ સંતોષ માને છે. દુષ્કાળ, જળપ્રલય, ધરતીકંપ કે એવી કુદરત-સર્જિત આફતો વખતે, તેમ જ અન્ય પ્રસંગોએ જૈનસંઘના અગ્રણીઓ દેશના એક વગદાર અને સુખ-દુઃખના સાથી ભાવનાશીલ મહાજન તરીકે તો જનસેવા, દેશસેવા તથા જીવદયાનાં સત્કાર્યોમાં હંમેશાં નોંધપાત્ર ફાળો આપતા જ રહે છે, પણ આ બધાં સેવાકાર્યોમાં પોતાની પ્રત્યક્ષ સેવા આપવાની પ્રવૃત્તિથી સારા પ્રમાણમાં અળગા રહે છે એ પણ હકીકત છે. આમ થવાનું માઠું પરિણામ એ આવ્યું છે, કે સાધર્મિક-ભક્તિના અપાર ગુણગાન ગાવા છતાં આપણા મોટા ભાગના ધર્મગુરુઓ અને શ્રીસંઘના મોવડીઓ સામાન્ય અને ગરીબ સ્થિતિનાં સાધર્મિક ભાઈ-બહેનોની આર્થિક ભીંસ અને એના લીધે આવી પડતી બીજી અનેક આપત્તિઓને દૂર કરવાની જવાબદારીને આવશ્યક ધર્મકૃત્ય ગણીને એ દિશામાં ભાગ્યે જ પ્રયત્ન કરે છે, તો પછી દેશની દીન-દુઃખી-રોગી માનવજાતની પ્રત્યક્ષ સેવા કરીને એના સંકટનિવારણ માટેના પ્રયત્નની તો આશા જ ક્યાં રાખવી ? આ માટેની આપણી આવી ઉપેક્ષાવૃત્તિને કારણે જૈનધર્મ અને જૈનસંઘ માટે કંઈક એવી Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ અહિંસાદર્શન અને અહિંસક આચારોઃ ૨૪ માન્યતા પ્રચલિત થઈ ગઈ છે કે ઝીણા-ઝીણા જીવજંતુઓની દયામાં આપણે માનવદયાને જ વીસરી ગયા છીએ! આ નાલેશી ત્યારે જ દૂર થઈ શકે, જ્યારે આપણે આપણી બુદ્ધિ, શક્તિ અને સંપત્તિને રૂઢ ક્રિયાકાંડો કે વિધિવિધાનોમાં વધારે પ્રમાણમાં વાપરવાને બદલે, જનસેવામાં વાપરવાની સમતુલા જાળવીએ. દીન-દુઃખીજનોની પ્રત્યક્ષ સેવા એ પણ પ્રભુને પામવાનો એક ઉત્તમ અને કારગત ઉપાય છે એમ માનીને, તથા જાગ્યા ત્યારથી સવાર એમ સમજીને એ દિશામાં નવપ્રસ્થાન કરવા કૃતનિશ્ચય બનીએ. આમ કરવું હોય તો ખ્રિસ્તી ધર્મની આ અંગેની વિશ્વવ્યાપી પ્રવૃત્તિઓ ઉત્તમ માર્ગદર્શક બની શકે એવી છે. આવી પ્રવૃત્તિથી દુનિયાભરના દેશોમાં ખ્રિસ્તી ધર્મનો ઘણો પ્રચાર થવામાં તેમ જ એના અનુયાયીઓની સંખ્યા બીજા બધા ધર્મોના અનુયાયીઓની સંખ્યા કરતાં વધવામાં પણ ઘણી સહાયતા મળી છે એ સાચી વાત છે, છતાં ખ્રિસ્તી ધર્મના કેટલાંક મિશનરીઓ, પાદરીઓ તથા ધર્મભગિનીઓ એવાં પણ હોય છે, જે દીન-દુઃખી માનવીઓને ખ્રિસ્તી બનાવવાની લાલચમાં પડ્યા વગર, માત્ર દુખિયાંઓનું દુઃખ દૂર કરવાની કલ્યાણબુદ્ધિથી જ એમની સેવા કરે છે, અને એમ કરીને પોતાના પ્રભુને પ્રસન્ન કરવાનો કે પામવાનો પ્રયત્ન કરે છે. અલબત્ત, જે ધર્મના અનુયાયીઓ પોતાના દુઃખના નિવારણ માટે નિઃસ્વાર્થભાવે આવી સેવાઓ આપતા હોય એમના ધર્મ પ્રત્યે એવા દુઃખમુક્ત બનેલા જનોના અંતરમાં આદર અને ભક્તિની લાગણી જન્મે એ સ્વાભાવિક છે – માનસશાસ્ત્રનો નિયમ જ કંઈક એવો છે, કે આ પ્રમાણે બન્યા વગર ન રહે. પણ “ખ્રિસ્તી ધર્મની દીન-દુઃખી જનોની સેવાની પાછળ તો એમનું પોતાના ધર્મમાં ધર્માતર કરાવવાની ભાવના રહેલી છે' એવી અર્ધસત્ય કે સત્ય માન્યતાને માત્ર ઓઠું બનાવીને ગરવા સેવાધર્મની ઉપેક્ષા જ કરવામાં આવે, તે તો અધર્મ જ લેખાય. આ પ્રશ્નની અહીં આટલી ચર્ચા કરવાનું કારણ આ પ્રમાણે છે: અમદાવાદની સુપ્રસિદ્ધ શિક્ષણ-સંસ્થા ગુજરાત વિદ્યાપીઠના અધ્યાપક શ્રીયુત નટવરભાઈ રાવળે લખેલ “મધર ટેરીઝા' નામે પુસ્તિકા ચારેક મહિના પહેલાં ગુજરાત વિદ્યાપીઠ તરફથી બહાર પડી છે. એમાં સને ૧૯૧૦માં યુરોપમાં યુગોસ્લાવિયામાં જન્મેલાં અને અંતરની ઉત્કટ કરુણાભાવનાથી પ્રેરાઈને, દીન-દુઃખી-રોગી ભારતવાસીઓની સેવામાં, જનસેવા દ્વારા પ્રભુના પ્યારા બનવાના ઉમદા આશયથી, ત્રણેક દાયકાથી પોતાનું જીવન અને સર્વસ્વ સમર્પિત કરી દેનાર મધર ટેરીઝા નામે ખ્રિસ્તીધર્મનાં એક સેવિકાની ટૂંકી, છતાં હૃદયસ્પર્શી કથા આપવામાં આવી છે. આ Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ જિનમાર્ગનું જતન પુસ્તકના “કપરી સાધના' નામે પુરોવચનમાં સાક્ષર શ્રી નગીનદાસભાઈ પારેખે એક પ્રશ્ન મૂક્યો છે : “આ કથા વાંચીને બીજો વિચાર એ આવે છે, કે ખિસ્તીધર્મમાં એવું શું છે, જે તરુણ-તરુણીઓને પોતાનાં કુટુંબ, ઘરબાર, દેશ અને સમાજ છોડીને દૂર અજાણ્યા અને તદ્દન ભિન્ન જીવનપદ્ધતિ અને આબોહવા ધરાવતા દેશોમાં જઈ ત્યાંનાં દીનહીન, ત્યજાયેલાં માંદાં અને રક્તપિત્ત જેવા ભયંકર મનાતા રોગોનો ભોગ થઈ પડેલાં મનુષ્યોની સેવામાં, સમગ્ર જીવન સમર્પણ કરવાને પ્રેરે છે? બીજા કોઈ ધર્મે દુનિયાભરમાં આવું કાર્ય કરવા પ્રેર્યાના દાખલા ઝાઝા જોવા મળતા નથી.” શ્રી નગીનભાઈએ બીજા ધર્મના નાયકો સમક્ષ વિચારણીય વાત કેવી સચોટ કહી છે ! મધર ટેરીઝામાં ઊછરતી ઉંમરથી જ માનવસેવાના યજ્ઞને પોતાનું જીવન સમર્પિત કરવાની સજીવ કરુણાભાવના વણાઈ ગઈ હતી. આ ભાવનાને સફળ બનાવવા, આપણા દેશમાં સ્વરાજ્યનો ઉદય થયો તે સમયથી – સને ૧૯૪૮થી, એમણે દીનહીન જનોની સેવાનું કાર્ય શરૂ કર્યું હતું. સમય જતાં એ કાર્ય સરખી રીતે ચાલી શકે એ માટે ૧૯પરમાં “નિર્મલ હૃદય' નામે આશ્રમની, ૧૯૫૭માં રક્તપિત્તિયાઓની સેવા માટે “શાંતિનગરની અને તે પછી અનાથ બાળકો માટે “શિશુ ભવન'ની સ્થાપના થઈ. પછી તો એમના દ્વારા ચાલતી માનવસેવાની પ્રવૃત્તિનાં અનેક કેન્દ્રો ભારતમાં સ્થપાતાં ગયાં, એ માટે અનેક સેવાવ્રતી ભાઈ-બહેનો મળતાં ગયાં, અને આ કાર્ય સારી રીતે ચાલતું રહે એ માટે દેશ-વિદેશના ધનિકો તરફથી ધન પણ પૂરતા પ્રમાણમાં મળવા લાગ્યું. શ્રી નટવરભાઈ રાવળે પોતાના આ પુસ્તકમાં (પૃ. ૬૨) આપેલી નીચેની થોડીક માહિતી ઉપરથી પણ જાણી શકાય છે, કે મધર ટેરીઝાની માનવસેવાની પ્રવૃત્તિ કેટલા વ્યાપક રૂપમાં અત્યારે ચાલી રહી છે : તેઓએ લખ્યું છે – “ભારતનાં પાંત્રીસ મોટાં શહેરોમાં તેમનાં સેવાકેન્દ્રો આવેલાં છે. સાતસો જેટલાં સાધક-સાધિકાઓ. તેમાં માનવસેવાનું મંગલવ્રત લઈને બીજાને જિવાડવા કાજે જીવે છે. મધર ટેરીઝાએ સ્થાપેલી ૭૦ શાળાઓમાં ૬,૨૧૯ બાળકો શિક્ષણ લઈ રહ્યાં છે. તેમનાં ર૫૮ દવાખાનામાં ૧૫,૦૮,૯૪૬ દર્દીઓ આજે સારવાર લઈ રહ્યાં છે. રક્તપિત્તિયાં માટેનાં ૫૮ કેન્દ્રોમાં ૪૬,૭૦૨ દર્દીઓ છે. જીવનમાં છેલ્લા શ્વાસ ખેંચતા લોકો માટેનાં ૨૫ હોમ(ઘર)માં ૫,૧૦૪ બીમારો-અશક્તો આજે વસી રહ્યાં છે. તેમની સંસ્થાની શાખાઓ હવે તો દુનિયાભરમાં પથરાઈ ગઈ છે. તેમના પ્રેમ ને સેવાના પાવક સંદેશ પૃથ્વી પર ચોમેર આજે પ્રસરી રહ્યા છે. આખી ય વસુંધરાને જાણે મધર ટેરીઝા વહાલનો વીંઝણો ઢોળે છે. સંસાર સમસ્તને મધર ટેરીઝા સારપનો (goodnessનો) સબક શિખવાડે છે.” Page #202 -------------------------------------------------------------------------- ________________ અહિંસાદર્શન અને અહિંસક આચારો : ૨૪ ૧૭૯ કરુણાના સાક્ષાતુ અવતાર સમાં સન્નારી મધર ટેરીઝાએ પોતાના માનવસેવાના યજ્ઞને કેટલો વિશાળ અને પ્રકાશમાન બનાવ્યો છે એની આ વિગતો જાણીને કેટલો આહૂલાદ ઊપજે છે! આપણે વધારે પડતી પરલોકપરાયણતામાં અને બાહ્ય અને જડ ક્રિયાકાંડો તરફની વધારે પડતી આસક્તિમાં માનવદયા અને માનવસેવા જેવા ઉત્તમ ગુણને વિસારી મૂક્યો તો નથી? જો ખુદ માનવીને જ ભૂલી જઈશું તો આપણે ધર્મને કેવી રીતે ટકાવી રાખી શકીશું? (તા. ૬-૩-૧૯૭૬) Page #203 -------------------------------------------------------------------------- ________________ ઉપેક્ષિત વર્ગોનો ધર્મ દ્વારા ઉદ્ધાર (૧) નારીવર્ગની પ્રતિષ્ઠામાં જૈનસંઘનો ફાળો ભારતીય બધી ધર્મપરંપરાઓથી જૈનધર્મને જુદો પાડતી ભેદરેખારૂપ જે કેટલીક વિશેષતાઓ છે, એમાંની એક, અને કદાચ મુખ્ય અને નરી નજરે તરી આવે એવી વિશેષતા છે એણે નારીવર્ગની પ્રતિષ્ઠા માટે અને એના પણ આંતરિક-આધ્યાત્મિક ઉત્કર્ષ માટે અપનાવેલ સમાનતાની ભાવના. આ સમાનતાની ભાવનાનું અમૃત એ ભગવાન તીર્થંકરની કષ્ટમય આત્મસાધના અને સર્વગ્રાહી અને એકાગ્ર એવી તત્ત્વવિચારણારૂપ નેતરાથી થયેલ અપાર જીવનમંથનની જ નીપજ છે. એ નીપજની વ્યાપક લ્હાણી કરવા માટે જ, એમણે સર્વકલ્યાણકારી ધર્મતીર્થની પ્રરૂપણા ને સ્થાપના કરી હતી. કેવળ ધર્મની આરાધના કરવાનો કે આત્મસાધના કરવાનો જ નહીં, પણ મોક્ષની પ્રાપ્તિ કરવા સુધ્ધાંનો નારીવર્ગનો અધિકાર પુરુષવર્ગના જેટલો જ તીર્થકર ભગવાને પ્રમાણ્યો અને એને એ અધિકાર લેશ પણ ભેદભાવ કે સંકોચ વગર આપવાની વ્યવસ્થા પણ પોતાની હયાતીમાં જ જે ઊભી કરી, તે એમની અહિંસા અને સમતાની સર્વોચ્ચ કોટિની ભાવનાના કારણે જ. જે આત્મસાધક વિરે કરુણાગર્ભિત અહિંસાનું અને સમભાવનું અમૃતપાન કરીને પોતાના જીવનને કૃતાર્થ કર્યું હતું તે, બીજી વ્યક્તિના આત્મસાધના અને મોક્ષના અધિકારની આડે અવરોધ મૂકવાનો હિંસક વિચાર સુધ્ધાં કેવી રીતે કરી શકે ? આથી જ ભગવાને પોતાના ધર્મતીર્થમાં પોતાના સમવસરણમાં) કેવળ સ્ત્રીપુરુષ કે દલિત-પતિત-અસ્પૃશ્ય ગણાતા વર્ગો સહિતની સમગ્ર માનવજાતને જ નહીં, પણ પશુ-પંખી જેવા તિર્યંચ જીવોને પણ સ્થાન મળે એવી ઉદારતા દાખવી હતી અને આ ઉદારતાનો પાયો હતો ભગવાન તીર્થંકરના અંતરમાં વહેતી અહિંસા અને સમતાની સર્વપાવનકારી ભાગીરથી. આ નોંધ દ્વારા અમારે જે વાત કહેવાની છે, તે છે સમાજમાં નારીવર્ગની પ્રતિષ્ઠા કરવા માટે અને એના ઉત્કર્ષનો માર્ગ મોકળો કરવા માટે જૈન સંઘવ્યવસ્થાએ આપેલ વિશિષ્ટ ફાળા અંગે. Page #204 -------------------------------------------------------------------------- ________________ ઉપેક્ષિત વર્ગોનો ધર્મ દ્વારા ઉદ્ધાર : ૧ ૧૮૧ ઇતિહાસ એ વાતની સાક્ષી પૂરે છે કે ભગવાન મહાવીરે આશરે પચીસસો વર્ષ પહેલાં (૨૪૭૨ વર્ષ અગાઉ) જ્યારે પોતાના ધર્મતીર્થનું પ્રવર્તન કર્યું, ત્યારે એક બાજુ જેમ હજારો નિર્દોષ અને અબોલ પશુઓનો હમેશાં ભોગ લેતી હિંસક યજ્ઞોની પ્રથાની બોલબાલા હતી, તેમ નારીવર્ગ અને “અસ્પૃશ્ય શૂદ્રવર્ગની સ્થિતિ પશુઓ કરતાં પણ બદતર હતી. સૈકાઓથી ચાલી આવતી આ પાશવી કે હિંસક રૂઢિને કારણે અડધા ઉપરના ભાગની માનવજાતના ભાગ્યમાં ન વિદ્યાભ્યાસ કરવાનું કે ધર્મનું આચરણ કરવાનું સ્વાતંત્ર્ય લખાયું હતું કે ન માનવી તરીકે સુખ-ચેનપૂર્વક જીવન વિતાવવાનું લખાયું હતું. એને માટે તો સદા ય સામાજિક અન્યાય અને ભૌતિક દુઃખમાં સબડતા રહેવાનું અને મૃત્યુની રાહમાં જીવન વિતાવવાનું જ લખાયું હતું !! મહાવીરસ્વામીના ધર્મતીર્થના પ્રવર્તને જ્યારે આ અન્યાયી, અધર્મી અને હિંસક પ્રથાઓને હચમચાવી મૂકીને હિંસક યજ્ઞો બંધ કરવાની, નારીવર્ગની સાથે થતા ઢોરના જેવા દુર્વ્યવહારને દૂર કરવાની અને સમાજના અસ્પૃશ્ય-શૂદ્ર ગણાતા વર્ગને હડધૂત કરવાની કુટેવને કાબૂમાં લેવાની કે નાબૂદ કરવાની ફરજ પાડી હશે, ત્યારે સમાજના સંચાલનમાં સમ્રાટના જેવી એકચક્રી સત્તા અબાધિતપણે સૈકાઓથી ભોગવતા આવેલા ઊજળા અને ઉચ્ચ વર્ગે કેવો જબરો આંતરિક આંચકો અનુભવ્યો હશે ! એમ કહી શકાય કે ભગવાન મહાવીરે પ્રરૂપેલા મુક્તિમાર્ગે નારીવર્ગ અને દીન-દુઃખી-દલિત જનસમૂહને દુઃખ-બંધન-મુક્તિનો નવો રાહ જ બતાવી દીધો હતો. ભગવાન મહાવીરના આ પરમ ઉપકારે જ એમને જનહૃદયમાં જગના ગુરુ, નાથ અને રક્ષક તરીકે સદા આદરણીય સ્થાન અપાવ્યું હતું. સમય જતાં આપણા માનવજાત સાથેના વ્યવહારમાંથી ભગવાનની આ અસાધારણ દેશનાનો મહિમા આથમી જવા કે ઓછો થઈ જવા પામ્યો એમાં ધર્મનો કે ધર્મમાર્ગનો નહીં, પણ આપણો જ મિથ્યાભિમાનનો દોષ છે; અને એને લીધે આપણે કંઈકંઈ અકાર્યો કરતાં રહીએ છીએ. અહીં એક બીજું ઐતિહાસિક તથ્ય પણ ધ્યાનમાં લેવા જેવું છે. મહાવીરની જેમ, ત્રેવીસમા તીર્થકર શ્રી પાર્શ્વનાથે પણ પોતાને કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી ચતુર્વિધ સંઘરૂપ જંગમ તીર્થની સ્થાપના કરી હતી. શાસ્ત્રીય ઉલ્લેખ તો એમ પણ કહે છે કે પાર્શ્વનાથના સંઘમાં આડત્રીસ હજાર સાધ્વીઓ અને ત્રણ લાખ સત્યોતેર હજાર શ્રાવિકાઓ જેટલો મોટો નારી-પરિવાર હતો. અને છતાં, સમય જતાં, બ્રાહ્મણધર્મની અસરને કારણે કહો, કે એવા જ કોઈ જ્ઞાત-અજ્ઞાત કારણે કહો, પાર્શ્વનાથ પછી માત્ર અઢીસો વર્ષ જેટલા ટૂંકા ગાળામાં થયેલ મહાવીરના સમયમાં પાર્શ્વપ્રભુના ધર્મસંઘની એક પણ સાધ્વી મોજૂદ હોવાનો ઉલ્લેખ મળતો નથી. એટલું ખરું કે એ વખતે ખુદ મહાવીરસ્વામીનાં માતા-પિતા પાર્શ્વનાથનાં અનુયાયી હોવાના, અન્ય શ્રાવકો Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ જિનમાર્ગનું જતન પણ પાર્શ્વનાથના અનુયાયી હોવાના તેમ જ તે વખતે પાર્શ્વ શ્રમણ પરંપરાના કેશીકુમાર શ્રમણ જેવા શ્રમણો મોજૂદ હોવાના નિર્દેશો આપણાં શાસ્ત્રોમાં સચવાયેલા છે; પણ પાર્થસંઘની ભિક્ષુણીઓ વિદ્યમાન હોવાનો કોઈ પુરાવો મળતો નથી. ફક્ત અઢીસો વર્ષ જેટલા ટૂંકા સમયમાં પાર્શ્વનાથના સંઘના સાધ્વીસંઘનું નામશેષ થઈ જવું તેમ જ ચતુર્વિધ સંઘમાંનાં બાકીનાં ત્રણ અંગોમાંની સંખ્યા પણ સારા પ્રમાણમાં ઘટી જવી) એ કાં તો આપણી આંતરિક સંઘવ્યવસ્થાની કોઈ મોટી ખામીને લીધે અથવા તો બાહ્ય પરિબળોને કારણે બન્યું હોય. વળી, એ પણ ઈતિહાસસિદ્ધ વાત છે કે ભગવાન મહાવીરે પોતાના તીર્થપ્રવર્તનની સાથેસાથે – પ્રથમ તબક્કે જ – શ્રમણીસંઘની સ્થાપના કરી હતી, ત્યારે ભગવાન બુદ્ધે પોતાના ધર્મચક્રનું પ્રવર્તન કર્યા પછી કેટલાંક વર્ષ બાદ, અને તે પણ પોતાના મુખ્ય શિષ્ય આનંદના અનુરોધથી, તેમ જ કંઈક આનાકાની સાથે, ભિક્ષુણી-સંઘની સ્થાપના કરી હતી. પણ બૌદ્ધ ધર્મની આ ભિક્ષુણીસંઘની પરંપરા લાંબો વખત સુધી ચાલુ ન રહી; અને સમય જતાં, એ બંધ થઈ ગઈ. એટલે અત્યારે બૌદ્ધસંઘમાં ભિક્ષુણીઓ કયાંય રહેવા પામી હોય એમ જાણવા મળતું નથી. આ બાબતમાં કંઈ હકીકતદોષ હોય તો તે દૂર કરવા જાણકારોને વિનંતિ છે.) આ હકીકત ઉપરથી સ્પષ્ટ જોઈ શકાય છે કે સમયના વહેવા સાથે, પાર્શ્વનાથ અને બુદ્ધના ધર્મસંઘમાં ભિક્ષણી-સંઘની પરંપરા બંધ થઈ ગઈ હતી, ત્યારે ભગવાન મહાવીરે સ્થાપેલ શ્રમણીસંઘની પરંપરા અત્યારે, પચીસસો વર્ષ જેવા સુદીર્ઘ સમયના અંતર પછી પણ, અખંડરૂપે ચાલુ રહી છે, અને એમાં વિદ્વત્તા અને ચારિત્ર્યપાલનની - જ્ઞાન અને ક્રિયા બંનેની સાધનાની – દૃષ્ટિએ શ્રેષ્ઠ કહી શકાય એવાં શ્રમણીરત્નો ભૂતકાળમાં થઈ ગયાં હતાં અને વર્તમાનમાં પણ વિદ્યમાન છે. સાધ્વીસંઘ-સહિત ચતુર્વિધ સંઘનું આ રીતે અખંડ પરંપરારૂપે ટકી રહેવું એ અનુકૂળ કાળબળ કરતાં પણ વિશેષ કરીને ભગવાન મહાવીરે અને એમના ગણધરોએ ઘડેલી, પ્રરૂપેલી અને સમય જતાં સંઘસ્થવિર, જ્ઞાની, ચારિત્રસંપન્ન આચાર્યોએ પ્રાણની જેમ સાચવેલી, પોષેલી અને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ અનુસાર સંમાર્જિત કરેલી તેમ જ વધારેલી સંઘવ્યવસ્થાને જ આભારી છે. ચતુર્વિધ સંઘના યોગક્ષેમનું સતત ધ્યાન રાખતી આ સંઘવ્યવસ્થાને એક મૂર્ત થયેલા નિત્યરક્ષણીય આદર્શ રૂપ જ લેખવી જોઈએ. ભગવાન મહાવીરના ધર્મસંઘમાં શ્રમણીસંઘની અસ્મલિતપણે ચાલી આવતી પરંપરાને જોઈને ખ્રિસ્તી ધર્મના પાલન અને પ્રસારના ધ્યેયને માટે પોતાનું જીવન સમર્પિત કરનાર સાધ્વીઓ (nuns)ની મહાત્મા ઇસુએ સ્થાપેલી અખંડ પરંપરાનું સ્મરણ થઈ આવે છે. આ સિવાય બીજા કોઈ ધર્મમાં, છેક પ્રાચીન કાળથી તે અત્યાર સુધી, Page #206 -------------------------------------------------------------------------- ________________ ઉપેક્ષિત વર્ગોનો ધર્મ દ્વારા ઉદ્ધાર : ૧ ૧૮૩ આત્મસાધનાના ઉત્તમ ધ્યેયને વરેલ સાધ્વી-સમુદાયની પરંપરા ચાલુ હોવાનું જાણવા મળતું નથી. મતલબ કે જૈનધર્મે સાધ્વીસંઘની સ્થાપના દ્વારા નારી પ્રતિષ્ઠા અને નારીઉત્થાન જેવા માનવજાતના કલ્યાણના કાર્યને પ્રોત્સાહન આપવામાં જે વિશિષ્ટ કામગીરી બજાવી છે, તે ભારતવર્ષની દૃષ્ટિએ વિશિષ્ટ અને અનોખી કહી શકાય એવી છે. એટલે સમયે-સમયે નારીઉત્કર્ષ માટેની આ કામગીરીમાં જરા ય ઓટ આવવા ન પામે અને એ કામ કાળપ્રવાહ મુજબ નિરંતર થતું રહે એ માટે પૂરતી જાગૃતિ અને સક્રિયતા રાખવી એ જૈનસંઘની ખાસ ફરજ છે. ભગવાન મહાવીરના સ્ત્રીઓના ઉદ્ધારના કાર્યને બિરદાવતાં કોઈ પ્રસંગે આપણા રાષ્ટ્રીય સંત આચાર્ય વિનોબા ભાવેએ, ક્યારેક આવા હૃદયસ્પર્શી ઉગારો કાઢ્યા હતા: જ્યાં સુધી હું જોઈ શકું છું ત્યાં સુધી, ભારતમાં સ્ત્રીઓના ઉદ્ધારને માટે જે પ્રયત્ન થયો, તેમાં પ્રાચીન સમયમાં ભગવાન કૃષ્ણ અને ભગવાન મહાવીરનાં નામો નજરે પડે છે, અને અત્યારના સમયમાં ગાંધીજીનું. ભગવાન મહાવીરનો ઇતિહાસ એક અદ્ભુત ઇતિહાસ છે. જે જમાનામાં મહાવીર થયા એમાં જ ગૌતમબુદ્ધ થયા. બંનેના વિહારનો પ્રદેશ એક હતો. તેથી સંભવ છે કે બુદ્ધ મહાવીરને જોયા હોય; જે હોય તે. “ભગવાન મહાવીરે પોતાના સંઘમાં સ્ત્રી અને પુરુષમાં ભેદભાવ નહોતા કર્યા - (સંઘમાં દાખલ થવા જેવો) સામાન્ય અધિકાર બંનેનો એકસરખો હતો. તે આજકાલના અધિકારથી જુદો આધ્યાત્મિક અધિકાર હતો, જે પુરુષોની જેમ સ્ત્રીઓને પણ સુલભ કર્યો હતો. એનું પરિણામ એ આવ્યું હતું કે વીર-સંઘમાં સાધુઓ કરતાં આર્થિકાઓની સંખ્યા વધારે હતી. આ પરંપરા જૈનોમાં અત્યાર સુધી ચાલી આવે છે. આજ પણ જૈન સાધ્વીઓ મોજૂદ છે. જૈનધર્મમાં એક નિયમ છે કે સાધુ એકલા વિહાર ન કરી શકે; બે સાધુઓ કે બે સાધ્વીઓ સાથે વિહાર કરે છે. એ નિયમ મુજબ બે-બે બહેનો સાથે મળીને ભારતમાં વિહાર કરતી જોવામાં આવે છે. બિહાર, મારવાડ, ગુજરાત, કોલ્હાપુર અને તામિલનાડુ તરફ આ રીતે વિહાર કરતી બહેનો જોવા મળે છે; આ એક બહુ મોટી વિશેષતા છે. બુદ્ધ સ્ત્રીઓને સંઘમાં દીક્ષિત કરવાને યોગ્ય ન લખી. તેઓ માનતા હતા કે સ્ત્રીઓને દીક્ષા આપવાથી ધર્મમર્યાદા નહીં સચવાય. પરંતુ એક દિવસ એમના શિષ્ય આનંદ એક સ્ત્રીને લઈ આવ્યા, અને એને એમણે બુદ્ધદેવની સામે રજૂ કરી. આનંદના આગ્રહથી બુદ્ધે એને દીક્ષા તો આપી, પણ કહ્યું કે “હે આનંદ, તારા આગ્રહ અને પ્રેમને કારણે મેં આ કામ તો કર્યું છે, પણ એથી આપણા સંઘ ઉપર એક મોટું જોખમ આવી પડ્યું છે. એ પછી બૌદ્ધ ઇતિહાસમાં આ ભય અને આ શંકાનું પરિણામ જોવા મળે જ છે. Page #207 -------------------------------------------------------------------------- ________________ જિનમાર્ગનું જતન “પણ જે ભય બુદ્ધને હતો, મહાવીરને ન હતો એ જોઈને હૃદય નમી પડે છે. મહાવીર નીડર હતા એનો મારા મન ઉપર ઊંડો પ્રભાવ પડ્યો છે, અને તેથી મહાવીર તરફ મને અધિક આકર્ષણ છે, બુદ્ધનો પણ મહિમા કંઈ ઓછો નથી; મહાપુરુષોની વૃત્તિઓ જુદા-જુદા પ્રકારની હોય છે. છતાં કહેવું પડે છે કે ગૌતમ બુદ્ધને વ્યાવહારિક ભૂમિકા સ્પર્શી ગઈ હતી, જ્યારે મહાવીરને એ ન સ્પર્શી શકી; તેઓએ સ્ત્રી અને પુરુષ વચ્ચે ભેદ ન કર્યો. મહાવીર પોતાની પ્રતિજ્ઞામાં દૃઢ રહ્યા, તેથી મારા મનમાં એમના તરફ વિશેષ આદર છે. એમાં જ એમનું મહાવી૨૫ણું છે.” ભગવાન મહાવીરે સમાજવ્યવસ્થામાં અહિંસામૂલક જે જબરું અને ક્રાંતિકારી કહી શકાય એવું પરિવર્તન કર્યું હતું, એમાં સ્ત્રીવર્ગના ઉદ્ધારનું કાર્ય આપમેળે જ સમાઈ જાય છે. સ્ત્રીઓના ઉદ્ધારના ભગવાન મહાવીરના ભગીરથ કાર્યનું શ્રી વિનોબાજીએ કેવું યથાર્થ શબ્દચિત્ર દોર્યું છે ! આપણે ઇચ્છીએ તો તેઓના આ ઉદ્ગારો આપણા સાધ્વીસંઘના વિકાસની આઠે શાસ્ત્રમર્યાદાઓના નામે મૂકવામાં આવેલા નકલી અવરોધોને દૂર કરવામાં ઉપયોગી થાય એવા છે. આમાં શું કરવું એ આપણા પોતાના જ હાથની વાત છે. (તા. ૩-૭-૧૯૭૧) ૧૮૪ નારી-સમુદાયના વિશેષ ઉત્કર્ષનો સમય જાગ્યો હોય એમ, જોગાનુજોગ, નારીવર્ગ સમેત સમગ્ર માનવજાતિને પોતાના ઉદ્ધારનો માર્ગ બતાવનાર ભગવાન મહાવીરના પચીસસોમા નિર્વાણકલ્યાણકની વ્યાપક ઉજવણીના તાજેતરમાં જ પૂરા થયેલ વર્ષ દરમ્યાન જ સંયુક્ત રાષ્ટ્રસંઘ-પ્રેરિત આંતરરાષ્ટ્રીય નારીવર્ષની શરૂઆત થઈ છે, અને દેશ-વિદેશમાં, ઠે૨-ઠે૨, મોટા પાયા ઉપ૨ દલિત નારીવર્ગના ઉત્થાન માટે અને પ્રગતિશીલ નારીવર્ગની વિશેષ પ્રગતિ માટે વિચારણાઓ ચાલી રહી છે અને કેટલીક યોજનાઓ પણ ઘડાઈ રહી છે. પરિસ્થિતિ વળાંક લઈ રહી છે એ સંજોગોમાં જૈનસંઘની વિશેષ ફરજ શું હોઈ શકે એ આપણે સમજવા તૈયાર હોઈએ તો આપણને એ વાત સમજતાં વા૨ ન લાગવી જોઈએ કે આ દિશામાં જૈનસંસ્કૃતિ અને જૈનસંઘ મહત્ત્વનો અને ગૌરવભર્યો ફાળો આપી શકે એમ છે. આ માટે આપણા શ્રાવિકા-સંઘની સ્થિતિ સુધરે, એનો અભ્યાસ આગળ વધે અને સાધ્વી-સંઘ જ્ઞાન અને ક્રિયાની વિશિષ્ટ સાધના કરીને પોતાનો આંતરિક વિકાસ સાધવાની સાથે પોતાના વ્યક્તિત્વને વિશેષ પ્રભાવશાળી બનાવી શકે એવી વ્યવહારુ અને નક્કર યોજના ઘડવામાં આવે તો તેથી આપણા ધર્મ અને સંઘને લાભ થવા ઉપરાંત સમાજ અને રાષ્ટ્રને પણ ઘણો લાભ થઈ શકે. (તા. ૮-૧૧-૧૯૭૫ના લેખમાં તા. ૩-૭-૧૯૭૧ના લેખના અંશો સંકલિત) Page #208 -------------------------------------------------------------------------- ________________ ઉપેક્ષિત વર્ગોનો ધર્મ દ્વારા ઉદ્ધાર ઃ ૨ (૨) સાધ્વી-સમુદાયના વિકાસ માટે શ્રાવક-સમાજ જાગૃત બને ભક્તિ એ અમૃત છે; અને એનાથી વ્યક્તિ અને સમાજ બંનેનો વિકાસ થાય છે. પણ જ્યારે એમાં અંધપણું કે ઘેલાપણું ભળે છે, અને નિર્ભેળ અને સાચી ભક્તિ અંધભક્તિ કે ઘેલી ભક્તિ જેવું વિવેકશૂન્ય રૂપ ધારણ કરે છે, ત્યારે એ વિકાસપ્રેરક બનવાને બદલે પ્રગતિરોધક બની જાય છે. ક્યારેક તો વિવેકહીન ભક્તિ અને પરતંત્રતા વચ્ચે ઝાઝી ભેદરેખા રહેવા પામતી નથી. ૧૮૫ તપગચ્છના સાધ્વીસમુદાયની મોટા ભાગની પ્રગતિ રૂંધાઈ જવાનું કારણ એની સાધુ-સમુદાય પ્રત્યેની સમજણ અને વિવેક વગરની ભક્તિનો અતિરેક હોય એમ લાગે છે. ક્યારેક કોઈને આ દેખાતી ભક્તિની પાછળ ભયની આછીપાતળી લાગણી કામ કરતી લાગે તો એ પણ બનવાજોગ છે. પણ સાધ્વી-સમુદાયની આવી અપક્વ ભક્તિથી અને સાધુ-સમુદાય દ્વારા શાસ્ત્ર અને પરંપરાને નામે ઊભા કરવામાં આવેલા ભયથી શાસનને તો અત્યાર સુધીમાં પાર વગરનું નુકસાન જ થયું છે; અને હજી પણ આ ખોટનો ધંધો બંધ કરીને ધર્મના સાચા માર્ગે ચાલવાનું આપણા બહુ જ ઓછા ધર્મગુરુઓને સૂઝે છે ! તેમાં ય જ્યારે તપગચ્છનાં કોઈ-કોઈ સાધ્વીઓ પોતે જ ઊઠીને સાધ્વીઓની શાસ્ત્રાભ્યાસ અને ધર્મોપદેશ માટેની છૂટનો વિરોધ કરે છે, ત્યારે તો સ્તબ્ધ જ થઈ જવાય છે. પણ આવાં નકલી, શાસ્ત્રવિરોધી અને ધર્મભાવનાને પ્રતિકૂળ એવાં બંધનો હવે ચાલુ રહી શકે એમ નથી; એ ચાલુ રહેવાં પણ ન જોઈએ. તેથી મુંબઈ ભાયખલા શ્રી મોતીશા ટ્રસ્ટના શાણા અને સમયપારખુ ટ્રસ્ટીમહાનુભાવો દીર્ઘદૃષ્ટિ વાપરીને સાધ્વીજી શ્રી શીલવતીશ્રીજી, મૃગાવતીશ્રીજી આદિને ચોમાસાની વિનંતિ કરીને મુંબઈ લઈ ગયા, અને ભાયખલામાં એમને વ્યાખ્યાન વગેરેની પૂરેપૂરી મોકળાશ કરી આપી એ એક અનુમોદનીય, માર્ગદર્શક અને પ્રે૨ક ઘટના બની છે એમ કહેવું જોઈએ. આ સાધ્વીજીઓના આ ચાતુર્માસ પ્રસંગે સાધ્વીજી શ્રી ખાંતિશ્રીજીએ એક ટૂંકો છતાં પ્રેરક સંદેશો મોકલ્યો છે, તે વાંચવા જેવો છે. મુંબઈથી પ્રગટ થતા ‘સેવા-સમાજ’ પત્રના તા. ૩-૭-૧૯૬૬ના અંકમાં છપાયેલ એ સંદેશો કહે છે “વિદુષી સાધ્વીજી મૃગાવતીશ્રીજી વગેરેનું ચાતુર્માસ કરાવી વ્યાખ્યાન અપાવવા અને સાંભળવાનું હિંમતભર્યું જે પગલું ભર્યું છે તે ધન્યવાદને પાત્ર છે. સાધ્વીસંસ્થાની શક્તિને ઘણા વખતથી કચરી નાખવામાં આવી છે. Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ જિનમાર્ગનું જતન “અજોડ શક્તિશાળી મહાસતી સાધ્વીજીઓ, સેંકડોની સંખ્યામાં, વ્યાખ્યાનો આપી શકે તેવી મોજૂદ છે. છતાં, તેને કોઈ તરફથી સાથ કે સહકાર આપવામાં આવતો નથી; બલ્કે, સ્વયં સંપ્રદાયના સાધુઓ તરફથી દબાણ કરવામાં આવે છે : જો તમો આમ કરશો કે તેમ કરશો તો તમને સંઘાડા-બહાર કરવામાં આવશે' વ. ફરમાનો ક૨વામાં આવે છે. જો શ્રાવક-સમાજ જાગૃત બને તો સાધ્વીજીઓમાં રહેલી શક્તિનો વિકાસ અવશ્ય થાય. “મુનિરાજોના પક્ષમાં શ્રાવકો પણ સાધ્વીજીઓ માટે વિરોધ કરવા તૈયાર થઈ જાય છે, ત્યાં ઉપાય શું ? વિશેષ શું લખું ?' સાધ્વીજી શ્રી ખાંતિશ્રીજીએ સંઘમાં શક્તિશાળી મહાસતી-સાધ્વીજીઓ સેંકડોની સંખ્યામાં' હોવાનું, ‘સાધ્વી-સંસ્થાની શક્તિને ઘણા વખતથી કચરી નાખવામાં આવી’ હોવાનું અને એ માટે ‘શ્રાવક-સમાજ જાગૃત બને' એમ જે કહ્યું છે તે બિલકુલ સાચું છે. હવે તો સાધ્વી-સમુદાય પાસે એટલી આશા રાખવી વધારે પડતી ન લેખાવી જોઈએ કે સાધ્વી-સમુદાયના વિકાસને માટે અપાતી આ મોકળાશની તેઓ કદર ન કરી શકે તો પણ છેવટ એવી નિંદા તો ન જ કરે. અને સાધ્વીઓને શાસ્ત્રાભ્યાસ અને વ્યાખ્યાનની છૂટ આપવાની વાત હજી પણ જો તપગચ્છના ધર્મગુરુઓને ગળે ન ઊતરી શકતી હોય તો એ કરુણતાની હદ જ ગણાય ! પણ એક વાત આપણે સમજી લેવી ઘટે કે અમુક વાત આપણા ગળે ઊતરે કે ન ઊતરે; સમય તો કોઈની ય રાહ જોવા થોભતો નથી. તેથી આવતા સમયનાં એંધાણ અગાઉથી પારખી લેવાં એ જ માનવીની બુદ્ધિ અને શક્તિની ચરિતાર્થતા છે. આપણા ધર્મગુરુઓ શ્રીસંઘના હિત માટે આવી દીર્ઘદૃષ્ટિ દાખવે એ જ આ કથનનો સાર છે. (૩) દિગંબર-સમુદાય ફરી વિચારે અમારા તા. ૭-૫-૧૯૫૦ના અંકમાં અમે ‘દિગંબર જૈનભાઈઓનું આત્મઘાત જેવું પગલું' શીર્ષકથી એક ટૂંકી નોંધ લખી હતી તે વાચકોને યાદ હશે. દિગંબર સંપ્રદાયના ખૂબ મહત્ત્વના પ્રાચીન ધર્મગ્રંથ ‘ધવલસિદ્ધાંતશાસ્ત્ર’ના ૯૩મા સૂત્રમાં (૩૦-૭-૧૯૬૬) Page #210 -------------------------------------------------------------------------- ________________ ઉપેક્ષિત વર્ગોનો ધર્મ દ્વારા ઉદ્ધાર : ૩ ૧૮૭ “સંન' શબ્દ આવે છે. આ શબ્દથી સ્ત્રીમુક્તિનું સમર્થન થાય છે; જ્યારે દિગંબર સંપ્રદાયની પરંપરાગત માન્યતા સ્ત્રી-મુક્તિનો નિષેધ કરનારી છે. તેથી દિગંબર સંપ્રદાયના એક આચાર્ય શ્રીમાનું શાંતિસાગરજીએ તા.૧૯-૨-૧૯૫૦ના રોજ ગજપથા. તીર્થમાં આદેશ આપ્યો છે કે આ ૯૩માં સૂત્રમાંનો સંગ શબ્દ ત્યાંથી કાઢી નાખવામાં આવે. દિગંબર ભાઈઓનું આ પગલું અમને તો વિઘાતક જ લાગ્યું હતું, અને તેથી અમે ઉપર જણાવેલ ટૂંકી નોંધમાં એ અંગે નિર્દેશ કર્યો હતો. સાથે-સાથે એ નોંધમાં અમે આ અંગે માહિતીપૂર્ણ વિસ્તૃત નોંધ લખવાની અમારી ધારણા હોવાનું પણ જણાવ્યું હતું. આવી નોંધ તૈયાર કરીને પ્રગટ કરતાં હજુ થોડો સમય લાગવા સંભવ છે. પણ આ થોડા સમય દરમ્યાન હવે તો એવી પણ સંભાવના ઊભી થઈ છે કે કદાચ અમે આવી વિસ્તૃત નોંધ પ્રગટ કરવાનો વિચાર પડતો પણ મૂકીએ; કારણ કે એ નોંધ પ્રગટ કરવાનો અમારો મુખ્ય આશય તો આ પ્રત્યુત્તરની ઝીણવટભરી છણાવટ કરીને દિગંબરભાઈઓએ લીધેલ પગલામાં રહેલી ગંભીરતા, ભયંકરતા તેમ જ અદૂરદર્શિતા દર્શાવવાનો હતો, જેથી તેઓ આવા અવિચારી પગલાંથી પાછા હઠે અને થઈ ગયેલી ભૂલ વધુ નુકસાન કરી બેસે તે પહેલાં તેને સુધારી લે. દિગંબર સંપ્રદાયનાં વર્તમાનપત્રો જોતાં તેમને ત્યાં આ માટે ઠીક-ઠીક જાગૃતિ આવી હોય અને કેટલાક ભાઈઓએ પ્રસંગની ગંભીરતા બરોબર પિછાણી હોય એમ લાગે છે. આ બધું જોતાં ભવિષ્યમાં આ સંબંધી વિસ્તૃત નોંધ લખવાનો વિચાર અમે છોડી દઈએ એ બનવાજોગ છે; છતાં અત્યારે અમે આ સંબંધી છેવટના કશા નિર્ણય ઉપર આવતા નથી એ તો ખરું જ. દરમ્યાન આગરાથી પ્રગટ થતા, ભારતવર્ષીય દિગંબર જૈન મુખપત્ર “જૈનસંદેશ'ના તા. ૨૪-૧૯૫૦ના અંકમાં પ્રગટ થયેલ નીચેના સમાચાર અહીં રજૂ કરવાનું યોગ્ય ધારીએ છીએ: “ષખંડાગમના ૯૩માં સૂત્રમાંના “લંનઃ' પદને લઈને સમાજમાં ખૂબ ચર્ચા ચાલી છે. આચાર્ય શાંતિસાગરજીએ એ પદને કાઢી નાખવાની જાહેરાત કરી છે. પણ આચાર્ય અભિનંદનસાગર મુનિમહારાજનો એક પત્ર હાલમાં એક પ્રતિષ્ઠિત વ્યક્તિને મળ્યો છે, તેમાં તેઓએ લખ્યું છે: “પખંડાગમમાં “સંનદ' શબ્દ જરૂર જોઈએ. એના વગર પખંડાગમની દુર્દશા થઈ જશે. આચાર્યશાંતિસાગર-જિનવાણી-જીર્ણોદ્ધાર કમિટીના પ્રતિષ્ઠિત સભ્ય બારામતીનિવાસી રાજારામ ચતુરચંદનો પણ એ જ મત છે. બારામતીના શેઠ તુલજારામ ચતુરચંદનો પણ એ જ મત છે. બારામતીના પંચસમસ્તે એક ઠરાવ સર્વાનુમતે પસાર કરીને ઉપર જણાવેલી કમિટી ઉપર મોકલી આપ્યો છે કે “આ શબ્દ અજ્ઞાનના કારણે કાઢી નાખવામાં આવ્યો છે, અને આ રીતે તામ્રપત્રમાં જિનવાણીનો અવિનય કરવામાં આવ્યો છે.” Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ જિનમાર્ગનું જતન “અત્યારે તેઓ (આ. અભિનંદનસાગરમુનિ) બારામતીમાં બિરાજે છે. સમાજમાં આજે કેટલાય આચાર્યો છે. જો “સં' પદના સંબંધમાં એ બધાનો મત એકત્રિત કરવામાં આવે, તો તેમાંથી ઘણાખરાનો મત આ. શાંતિસાગરજીના નિર્ણયથી વિપરીત આવશે. સમાજના વિદ્વાનોની એકની એક સંસ્થા ભારતવર્ષીય દિગંબર જૈન પરિષદે તો પોતાનો મત કેટલાંય વર્ષ આપી દીધો છે કે ૯૩માં સૂત્રમાં સંન પદ જરૂર રહેવું જ જોઈએ.” આ સમાચાર મુજબ દિગંબર ભાઈઓમાં આ પ્રશ્ન અંગે જે જાગૃતિ આવી છે તે રાજી થવા જેવી છે. તાત્કાલિક સગવડ-અગવડના, વાદાવાદના કે કદાગ્રહના અતિ સંકુચિત વિચારના વમળમાં ફસાઈને શાસ્ત્રગ્રંથોમાં કોઈ પણ જાતની ઘાલમેલ કરવી, એ ભારે અપકૃત્ય છે. જે ભાઈઓએ એની સામે પોતાનો મત જાહેર કર્યો છે અને એ અપકૃત્યને દૂર કરાવવાનો પ્રયત્ન આદર્યો છે, તેઓ ધન્યવાદને પાત્ર છે. અમે ઇચ્છીએ છીએ કે સમસ્ત દિગંબર સંપ્રદાય આ માટે જરૂર ફરીથી વિચાર કરે અને પોતાના જ ઘરને કોરી ખાય એવા આ પ્રશ્નનો નિકાલ કરવામાં મતભેદના અંધારા કૂવામાં પડ્યા વગર સ્વસ્થ ચિત્તે એક મત ઉપર આવી, આવા અઘટિત પગલાથી પાછા ફરવાનું શાણપણ દાખવે. અસ્તુ! (તા. ૨૮-૫-૧૯૫૦) (૪) મંદિર પ્રવેશ-વિવાદઃ શાસ્ત્રોને શસ્ત્રો બનાવીશું? મંદિર-પ્રવેશના પ્રશ્નનો વિચાર કરતી વેળાએ આપણે માનવસમાજના જેન અને જૈનેતર એવા બે વર્ગ પાડીએ, તો આ પ્રશ્નને આપણે હરિજન-મંદિર-પ્રવેશના પ્રશ્ર કરતાં સર્વજન-મંદિર-પ્રવેશના પ્રશ્ન તરીકે વધુ સાચી રીતે ઓળખાવી શકીએ. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ જ્યારે પોતાના નિવેદનમાં જૈન આચારને અનુસરીને દર્શનાર્થે જનાર કોઈને પણ રોકવા નહીં' એમ કહ્યું છે ત્યારે સર્વજન-મંદિર-પ્રવેશની વાત જ બંધબેસતી જણાય છે. હરિજન-મંદિર-પ્રવેશનો અથવા પેઢીના આ નિર્ણયનો વિરોધ કરનારાઓ વારેવારે શાસ્ત્ર અને પરંપરાનું નામ આગળ ધરે છે, અને જો હરિજનો જૈન મંદિરમાં દાખલ થાય તો શાસ્ત્રોના વિધિ-નિષેધોનું તેમ જ પરંપરાનું ઉલ્લંઘન થવાનો ભય બતાવે છે. આમાં પરંપરા-સંબંધી વિશેષ ચિંતા કરવા જેવું તો એટલા માટે નથી કે પરંપરાઓ તો કંઈક સ્થપાય છે અને વળી પાછી આપમેળે કે કાળબળે બદલાઈ જાય છે અથવા Page #212 -------------------------------------------------------------------------- ________________ ઉપેક્ષિત વર્ગોનો ધર્મ દ્વારા ઉદ્ધાર : ૪ ૧૮૯ વિલીન થઈ જાય છે, પણ શાસ્ત્રોના વિધિનિષેધો સંબંધી બાબત જરૂર ધ્યાનમાં લેવી જોઈએ. અહીં આપણે આ પ્રશ્ન સાથે સંકળાયેલ શાસ્ત્રાજ્ઞાઓ કે એના વિધિ-નિષેધોની સીધેસીધી વિગતો દ્વારા વિચારણા તો નહીં કરીએ, પણ જૈનધર્મ અને જૈન સંસ્કૃતિનું મૌલિક રૂપ નજર સામે રાખીને, આવા પ્રશ્નો સંબંધમાં જૈન શાસ્ત્રોનું વલણ કેવું હોઈ શકે એની થોડીક વિચારણા કરીશું. આ કે આના જેવા બીજા પ્રશ્નોમાં ધર્મગુરુઓ તરફથી શાસ્ત્રોના નામે આપણને મોટો ભય બતાવવામાં આવે છે, ત્યારે સહેજે પ્રશ્ન થાય છે કે આ શાસ્ત્રો તે કયાં અને કેવાં હશે? અને એની આજ્ઞાનું પાલન એટલે શું? આપણે આપણી નજર સામે જ જોયું કે આપણને ધર્મારાધનનું નિમિત્ત આપતી પર્વતિથિનો નિર્ણય કરવા માટે જ આપણા કેટલાક ધર્મગુરુઓએ સંઘમાં કેટકેટલો વિખવાદ પેદા કર્યો હતો અને જૈન સમાજમાં કેટલી છિન્નભિન્નતા ઊભી કરી હતી. પોતાની વાત જ સાચી ઠેરવવાના મમતમાં ફક્સાઈને કેટકેટલા કાવાદાવા, કેટકેટલાં જૂઠાણાં, કેટકેટલી અસત્ય પ્રવૃત્તિઓ અને કેટકેટલા કષાયોનું પોષણ કરવામાં આવ્યું હતું ! ત્યારે સહેજે પ્રશ્ન થાય કે આવા બધા આત્મઘાતક અવગુણોથી દૂર રહેવું અને કષાયોથી નિવૃત્તિ મેળવવી એ શાસ્ત્રની આજ્ઞા કે ગમે તેમ કરીને જય મેળવવાની નરી પાગલ વિજિગીષા(વિજયની લાલસા)માં ફસાઈને એ બધા દુર્ગુણોનું પોષણ કરવું અને કષાયોની વૃદ્ધિ કરવી એ શાસ્ત્રની આજ્ઞા ? વળી, જૈનધર્મમાં અનેક ફિરકાઓ ને પેટા ફિરકાએ પડ્યા. તેમાં ય વળી જુદાજુદા ગણો, ગચ્છો અને સમુદાયો. એમાંના દરેક પોતાના મતને જ સાચો માને અને બીજાના મતને ખોટો માને; અને એમ કરવામાં પાછું દરેક જૂથ શાસ્ત્રોના આધારો ટાંકે. ત્યારે પ્રશ્ન થાય કે આ શાસ્ત્રો તે કેવાં કે સૌને લડવા માટેનાં સામસામાં શસ્ત્ર પૂરાં પાડે? સંસ્કૃત-પ્રાકૃત જેવી શાસ્ત્રની ભાષામાં અને કોઈ વાર સમકાલીન લોકભાષામાં પણ) કોઈ મુનિવરે કંઈ લખ્યું એનું નામ શાસ્ત્ર – એ ભૂલભરેલી માન્યતામાંથી જ ધર્મમાં અને સંઘમાં અનેક વિકૃતિઓ પેસી જવા કે પેદા થવા પામી છે. કોઈ પણ ધર્મશાસ્ત્રની આજ્ઞા એ ધર્મના પાયારૂપ સિદ્ધાંતથી વિરુદ્ધ ન જ થઈ શકે; એ તો હંમેશાં એનું પોષણ કરનારી જ હોવી જોઈએ. પણ મૌલિક ધર્મશાસ્ત્રો અને ઉત્તરકાલીન ધર્મશાસ્ત્રોનાં ભેદ કે તારતમ્યનો (વધારે-ઓછા મહત્ત્વનો આપણને સ્પષ્ટ ખ્યાલ ન હોવાથી શાસ્ત્રાજ્ઞાઓ કે ધમજ્ઞાઓની બાબતમાં આપણે ઠીકઠીક ગોટાળામાં પડી જઈએ છીએ અને જૈનધર્મની મૂળભૂત આજ્ઞાથી વિરુદ્ધ જતી હોય એવી બાબતોને પણ ધર્મની કે શાસ્ત્રની આજ્ઞા તરીકે માની લઈએ છીએ. Page #213 -------------------------------------------------------------------------- ________________ જિનમાર્ગનું જતન પાલન પણ આપણાં ઉત્તરકાલીન ધર્મશાસ્ત્રોનાં વિધાનો આપણા મૂળભૂત શાસ્ત્રગ્રંથોમાંનાં મૌલિક વિધાનો સાથે સંપૂર્ણ સુસંગતિ ન સાચવી શક્યાં એનું પિરણામ આપણા માટે બે રીતે નુકસાનકારક આવ્યું : આપણી અહિંસાની સમજણ અને તે સાથે અહિંસાનું એમ બંને પ્રગતિશીલ બનવાને બદલે સ્થૂળ બની ગયાં, અને આપણા ધર્મના પ્રચારનું ક્ષેત્ર વધુ ને વધુ સંકુચિત બનતું ગયું — તે એટલી હદે કે જતે દહાડે સાવ નજીવા અને નમાલા મતભેદને કારણે આપણે આપણા જ ભાઈઓને પણ પચાવવામાં નાકામિયાબ નીવડ્યા. જો કોઈ એમ માને કે ભલે આપણું ધર્મપ્રચારક્ષેત્ર સંકુચિત બન્યું, પણ આપણે આપણી ગુણવત્તામાં તો આગળ વધ્યા છીએ, તો એમ માનનારા કેવળ કલ્પિત સ્વર્ગમાં જ વસે છે ! ૧૯૦ જૈનધર્મનું પાલન કરવાનો માર્ગ અહિંસા-સંયમ-તપનું આરાધન, દર્શન-જ્ઞાનચારિત્રનું આરાધન અથવા દેવ-ગુરુ-ધર્મનું આરાધન કરવું એ છે. આ બધા કંઈ એકબીજાથી જુદાજુદા માર્ગો નથી, પણ એકબીજાની સાથે એવા તો ઓતપ્રોત થયેલા છે કે એકના પાલનમાં બીજાનું પણ વધતું-ઓછું પાલન થઈ જ જાય અને એકની ઉપેક્ષામાં બીજું પણ આપમેળે ઉપેક્ષિત થઈ જાય. આ ધર્મમાર્ગોનું અનુસરણ અમુક માનવસમૂહથી જ થઈ શકે અને અમુક માનવસમૂહથી ન જ થઈ શકે – એવું વિધાન, જે ધર્મ કેવળ ગુણપ્રધાન દૃષ્ટિને જ વર્ષે હોય, એ ધર્મનાં શાસ્ત્રો કરી શકે ખરાં ? એમાં ય ગુરુ પાસે જવાની કે દેવમંદિરમાં જવાની વાત આવે છે ત્યાં જ હરિજનપ્રવેશનો વિરોધ શાસ્ત્રોને નામે ઊભો કરવામાં આવે છે. પણ જ્યાં સમભાવની પ્રાપ્તિ કે કષાયોનો વિજય એ જ ધર્મપાલનની કસોટી લેખાતી હોય, અને જ્યાં કુળમદ અને જાતિમદની ભારોભાર નિંદા કરવામાં આવી હોય, ત્યાં ધર્મની કે દેવગુરુની આશાતના થવાના નામે, આખી ને આખી જાતિને કે આખા ને આખા વર્ણને દેવદર્શને કે ગુરુ પાસે જવા માટે અનધિકારી કહેવામાં આવે એ વાત જૈનધર્મની મૂળભૂત ભાવના સાથે કોઈ રીતે બંધ બેસતી નથી. જો વસ્તુસ્થિતિ આવી છે તો પછી દેવની આશાતનાને નામે ધર્મમાં ઊંચ-નીચપણાના ભેદો કેમ કરી પેસી ગયા ? આ સવાલનો વિચાર કરતાં એમ થવામાં આવાં કેટલાંક કારણોએ ભાગ ભજવ્યો હોય એમ લાગે છે : (૧) ધર્મક્ષેત્રમાંથી જે ઊંચ-નીચભાવને ભગવાન મહાવીરે અળગો કરીને સમાનતાનો ભાવ સ્થાપિત કર્યો હતો, એ સમાનતાના ભાવને હમેશને માટે ટકાવી રાખવો એ ભારે દુષ્કર કાર્ય છે. સત્યના પારગામી દર્શન પર આધારિત પળેપળની જાગૃતિ હોય તો જ એ બની શકે. બાકી ઊંચ-નીચદૃષ્ટિના ભોગ થઈ પડવું એ તો રાષ્લેષમય સાંસારિકતાથી પીડાતા માનવીની સહજ કમજોરી છે. સમય જતાં Page #214 -------------------------------------------------------------------------- ________________ ઉપેક્ષિત વર્ગોનો ધર્મ દ્વારા ઉદ્ધાર : ૪ ૧૯૧ સંસર્ગદોષથી બ્રાહ્મણધર્મની આ વિપરીત વૃત્તિ આપણા ઉપર એવી અસર કરી ગઈ કે એને આપણે આપણી પોતાની જ વૃત્તિ માનવા લાગ્યા. (૨) વીતરાગની પૂજાની સાથે-સાથે મંદિરોમાં દેવ-દેવીઓની પૂજા જેમજેમ વધતી ગઈ, તેમતેમ પૂજાના આત્મશુદ્ધિરૂપ મૂળભૂત હેતુથી આપણે દૂર થતા ગયા અને એના બદલે ઐહિક લાલસાઓ આપણું પ્રેરક બળ બની બેઠી. પરિણામે પૂજા તો વીતરાગની કરતા રહ્યા, પણ રખે ને દેવ કે દેવી રૂઠી જાય એ વાતથી જ વધુ ને વધુ ડરતા થયા. આથી આશાતના પામેલ દેવ કે દેવી કોપાયમાન થશે તો શું થશે એવા ભય અને વહેમની લાગણી આપણામાં ઘર કરવા લાગી. (૩) મંદિરોમાં શિલ્પકલાની સમૃદ્ધિની સાથેસાથે અથવા એના બદલે સોના, ચાંદી કે ઝવેરાતની આર્થિક સમૃદ્ધિ વધતી ગઈ તેમતેમ દેવમંદિરોનાં દ્વારા મોકળાં મટીને વધુ ને વધુ બંધ થતાં ગયાં. આમ, અભિમાન, ભય ને લોભના માર્યા આપણે એક આખા માનવ-સમૂહને ધર્મક્ષેત્રમાં પણ હલકો ગણીને છેવટે એની આભડછેટ પાળતા થઈ ગયા. એક કાલ્પનિક દાખલો લઈએ: અસ્પૃશ્યતાનિવારણનું કામ મહાત્મા ગાંધીજીને પ્રાણથી પણ અધિક પ્યારું હતું એ એક હકીકત છે. આજથી ચારસો-પાંચસો વર્ષ પછી જો કોઈ ગાંધીભક્ત બ્રાહ્મણ ગાંધીજીનું મંદિર બંધાવીને બહાર પાટિયું મારે કે આ મંદિરમાં કોઈ હલકા માણસે દાખલ થવું નહીં, તો એ કેવું બેહૂદું લાગે? પણ આ કલ્પના સત્ય ન બને એમ માનવાને કશું કારણ નથી! એટલે અહિંસાને માર્ગે જીવમાત્ર સાથે મૈત્રી સાધવાની અને અનેકાન્તને માર્ગે સર્વધર્મ સાથે સમન્વય સાધવાની સ્થિર અને ધીર પ્રેરણા કરતા જૈનધર્મનાં મૂળભૂત શાસ્ત્રોનું વલણ એક આખા માનવસમૂહને માટે મંદિઅવેશનો નિષેધ કરનારું કેવી રીતે હોઈ શકે એ સમજાતું નથી. જન્મ, જાતિ કે વર્ણના કારણે આવો નિષેધ કરવો એ તો ધર્મનો પોતાનો વિરોધ કરવા જેવું અકાર્ય છે. આવું વલણ જૈનધર્મશાસ્ત્રોને કદી પણ મંજૂર ન હોય એ સહેજે સમજાય એવી વાત છે. અહીં તો મંદિર-પ્રવેશ સંબંધમાં જૈન શાસ્ત્રોનું વલણ કેવું હોઈ શકે એનો જ કંઈક વિચાર કરવો પ્રસ્તુત હોઈ શાસ્ત્રોના ઉલ્લેખોનો વિચાર અત્યારે નહીં કરીએ. પણ એટલી વાત ચોક્કસ કે જૈનધર્મના મૌલિક સિદ્ધાંતોથી જેમનું વલણ વિરુદ્ધ દિશામાં જતું હોય તેવા ગ્રંથોને ધર્મશાસ્ત્રો માનીને તેવી આજ્ઞાઓને અનુસરવાનું હજુ પણ જો ચાલુ રાખીશું, તો જેનધર્મની પાયાની સર્વકલ્યાણકારી ભાવનાથી રચાતા સુરક્ષાક્ષેત્રની બહાર નીકળી જઈને છેવટે આપણે જ ફેંકાઈ જઈશું. Page #215 -------------------------------------------------------------------------- ________________ જિનમાર્ગનું જતન વીતરાગનો માર્ગ, જૈનધર્મનો માર્ગ તો સૌને માટે કેવો ખુલ્લો અને સહુનું કલ્યાણ કરનારો છે એનું જે યથાર્થ વર્ણન, સીમંધરસ્વામીને મીઠો ઉપાલંભ આપતાં, પોતાની હૃદયંગમ બાનીમાં મહોપાધ્યાય શ્રી યશોવિજ્યજી મહારાજે કર્યું છે, તે સદા અંતરમાં કોતરી રાખવા જેવું છે. એક ભક્તના જેવા ભાવ નીતરતા હૈયામાંથી એ સંતપુરુષ કવે છે ૧૯૨ મ્હોટાં-નાનાં અંતરો રે, ગિરુઆ નવિ દાખંત; શિશ-દરસણ સાયર વધે હૈ, કૈરવ વન વિકસંત. ઠામ-કુઠામ વિ લેખવે રે, જગ વ૨સંત જળધાર; કર દોય કુસુમે વાસીયે રે, છાયા વિ આધાર. રાય ને રંક સરખા ગણે રે, ઉદ્યોતે શશિ-સૂર; ગંગા-જળ તે બિહું તણા રે, તાપ કરે સવિ દૂર. સિરખા સહુને તારવા રે, તિમ તમે છો મહારાજ ! મુજશું અંતર કિમ કર્યો રે, બાંહ્ય ગ્રહ્યાની લાજ. મુખ દેખી ટીલું કરે રે, તે નવિ હોય પ્રમાણ; મુજરો માને સવિતણો રે, સાહિબ તેહ સુજાણ. કવિ કહે છે : “હે ભગવાન્ ! નાના-મોટાનો આંતરો મોટાનાં દિલમાં ન હોય. ચંદ્રના દર્શનથી તો સાગર હેલે ચડે છે, અને કુમુદવન પણ ખીલી ઊઠે છે. મેઘ વરસતી વખતે કંઈ સારી કે નરસી જગ્યાનો વિચાર નથી કરતો. મઘમઘતાં ફૂલડાં તો જેમ જમણા હાથને તેમ ડાબા હાથને પણ સુગંધિત બનાવે છે. છાયા જીવમાત્રને આશરો આપે છે. સૂર્ય, ચંદ્ર અને ગંગાના જળને મન રાજા અને રંક બંને સમાન છે. તેમ હે પ્રભુ ! આપ પણ સહુના સરખી રીતે તારણહાર છો.' (છેલ્લી ત્રણ લીટીઓ સ્વયં સમજાય તેવી છે.) કેવી ઉદાત્ત, ઉદાર, ઉમદા ભાવના ! (૫) મંદિર-પ્રવેશ-પ્રશ્નમાં માર્ગદર્શક શાસ્ત્ર-પાઠો ભગવાન મહાવીરે જૈનધર્મનું નવસંસ્કરણ કર્યું તેમાં સામાજિક દૃષ્ટિએ સૌથી મહત્ત્વનો ફે૨ફા૨ એ કર્યો કે ધર્મક્ષેત્રમાં જન્મ, જાતિ અને વર્ણને કારણે માણસ-માણસ વચ્ચે જે ઊંચ-નીચપણાના નકલી ભેદો ઘર કરી બેઠા હતા, તે ભેદોને તેમણે સદંતર (તા. ૨૩-૪-૧૯૫૫) Page #216 -------------------------------------------------------------------------- ________________ ઉપેક્ષિત વર્ગોનો ધર્મ દ્વારા ઉદ્ધાર : ૫ નાપાયાદ૨ ઠેરવીને ધર્મનું આરાધન કરવાનો માણસમાત્રનો સમાન અધિકાર જાહેર કર્યો. આનો અર્થ એ કે કોઈ માનવી પોતે ધર્મ કરે કે ન કરે એ ભલે એની મરજીની વાત હોય, પણ આપણાથી તો કોઈ પણ માનવીને માટે ધર્મનાં દ્વાર બંધ કરી શકાય નહીં. એટલે જો જિનમંદિરને આપણે ધર્મસાધનાના અગત્યના અંગ તરીકે સાચે જ સ્વીકારતા હોઈએ, તો એમાં પ્રવેશ કરવાનો કોઈ પણ માનવીને નિષેધ કરવો એ એને ધર્મસાધનાથી વંચિત રાખવા જેવું જ ગણાય. ભગવાન મહાવીરનો અંતિમ ઉપદેશ જેમાં સચવાઈ રહ્યો છે તે ‘ઉત્તરાધ્યયન સૂત્ર'નું અધ્યયન કરનાર કોઈને પણ જણાયા વગર નહીં રહે કે જૈનધર્મમાં જન્મ, જાતિ કે વર્ણને કારણે માનવી-માનવી વચ્ચે કોઈ જાતના ઊંચ-નીચપણાને મુદ્દલ સ્થાન નથી; ત્યાં તો સારું કામ કરે તે સારો અને નઠારું કામ કરે તે નઠારો – ભલે પછી એ ગમે તે જાતિ કે ગમે તે વર્ણમાં જન્મ્યો હોય ઃ એવો સાવ સીધો અને સાદો ન્યાય છે. જાતિમદ અને કુળમદની તો આપણે ત્યાં ઠેરઠેર નિંદા કરવામાં આવી છે; એટલું જ નહીં, ભગવાન મહાવીરના જીવનમાં પણ એનો પડઘો પડેલો આપણે જાણીએ છીએ. મરીચિના ભવમાં સેવેલ કુળમદનું દુષ્પરિણામ ભગવાન મહાવીરને પણ વેઠવું પડ્યું હતું. વળી ભગવાન મહાવીરના સત્તાવીસ પૂર્વભવોમાંના નયસારના પહેલા પૂર્વભવમાં આપણે જોઈએ છીએ કે એક રાજાના મુખી તરીકે જંગલનાં લાકડાં કપાવવાનું પાપમય કામ કરાવનાર વ્યક્તિ પણ, પોતાના ભાવભર્યા અંતઃકરણને કારણે, જીવનવિકાસના પંથે વળે છે. આ બધું જાણ્યા પછી ધર્મમાર્ગમાં કોઈ માનવીને નીચ કે હલકો માનીને એને તરછોડવો એ ધર્મને અનુકૂળ કૃત્ય ગણાય ખરું ? આમ છતાં, આજે જનતાના મન ઉપર શાસ્ત્રની વાતોની વિશેષ અસર થાય છે; એટલે આ પ્રશ્નના ઉકેલમાં માર્ગદર્શક થઈ શકે એવા કેટલાક શાસ્ત્રપાઠી અહીં આપવા ઉચિત માન્યા છે. આ લેખના થોડાક પાઠો મારી મેળે શોધીને અને ઘણાખરા શાસ્ત્રપાઠો તે વિષયના વિશેષજ્ઞો પાસેથી જાણીને લખ્યા છે, એટલે તેઓનો આભાર માની અહીં રજૂ કરું છું. આ પાઠો જોતાં, ધીમેધીમે આપણે જૈનધર્મના સમત્વપ્રધાન અસલ સ્વરૂપથી કેવી રીતે દૂર થતા ગયા એનું પણ આછું-પાતળું સૂચન મળી રહેશે. એ પાઠો જોઈએ : (૧) આપણી સૌથી પહેલી નજર જેમાં ભગવાન મહાવીરનો અંતિમ ઉપદેશ સચવાયો છે, તે ‘ઉત્તરાધ્યયનસૂત્ર' ઉપર પડે છે. તેમાં બારમું આખું અધ્યયન ચાંડાળ કુળમાં જન્મેલા રિકેશી મુનિ સંબંધી છે. તેની પહેલી ગાથા છે ઃ सोवागकुलसंभूओ गुणुत्तरधरो मुणी 1 हरिएसबलो नामं आसि भिक्खू जिइंदिओ ॥ ૧૯૩ Page #217 -------------------------------------------------------------------------- ________________ જિનમાર્ગનું જતન “ચાંડાલ કુળમાં જન્મેલા, ઉત્તમ ગુણોના ધારક હરિકેશબલ નામના જિતેન્દ્રિય ભિક્ષાધર્મી મુનિ હતા. '' (૨) ‘ઉત્તરાધ્યયનસૂત્ર'ના આ જ અધ્યયનની ૩૭મી ગાથામાં જાતિની નહીં પણ તપની જ વિશેષતા છે એમ વર્ણવતાં કહેવામાં આવ્યું છે – 68 सक्खं खुदीसइ तवोविसेसो, न दीसइ जाईविसेसो कोइ । सोवागपुत्तं हरिएससाहुं जस्सेरिसा इड्ढि महाणुभावा ॥ · ‘ખરેખર, તપની (સદાચારની) વિશેષતા પ્રત્યક્ષ દેખાય છે, જાતિની વિશેષતા કોઈ દેખાતી નથી' – જેમની આવી પ્રભાવશાળી ઋદ્ધિ છે તે ચાંડાલપુત્ર રિકેશ સાધુને (જોઈને લોકો આમ બોલવા લાગ્યા.)" (હરિકેશની કથામાં કહેવામાં આવ્યું છે કે પૂર્વભવમાં જાતિમદ કર્યો તેથી તેમને ચાંડાળ બનવું પડ્યું.) ૧૯૪ (૩) ‘ઉત્તરાધ્યયનસૂત્ર’નું તેરમું અધ્યયન ‘ચિત્રસંભૂતીય' નામે છે. ચિત્ર અને સંભૂતિ બંને ભાઈઓ સંગીતકળામાં ભારે નિપુણ હોવા છતાં ચાંડાળ હતા. તેમના નીચ કુળને કારણે લોકોએ એમનો તિરસ્કાર કર્યો, ત્યારે એ બંને આપઘાત કરવાને તૈયાર થયા. તે વખતે એક જૈન મુનિવરના ઉપદેશથી તેઓ દીક્ષા લઈને તપ કરે છે. તપમાં નિયાણું કરવાથી સંભૂતિ બ્રહ્મદત્ત ચક્રવર્તી તરીકે જન્મી ભોગાસક્ત બને છે અને ચિત્ર સાચી ત્યાગભાવનાથી શ્રેષ્ઠીપુત્ર તરીકે જન્મવા છતાં અનાસક્ત રહે છે. (૪) ‘ઉત્તરાધ્યયનસૂત્ર'ના ‘યશીય' નામક પચીસમા અધ્યયનમાં ૧૯મીથી ૨૯મી ગાથા સુધીમાં ‘બ્રાહ્મણ કોને કહેવો ?' એનું વર્ણન કરતાં ક્યાંય અમુક કુળ, જાતિ કે વર્ણમાં જન્મેલ હોય એને બ્રાહ્મણ કહેવાને બદલે જેનામાં અમુક-અમુક ગુણો હોય ‘તેને જ અમે બ્રાહ્મણ કહીએ છીએ' (તં વયં ધૂમ માળું) એમ કહીને જૈનધર્મની ગુણપ્રધાન દૃષ્ટિનું જ સમર્થન કર્યું છે. એ અધ્યયનમાંની ૩૩મી ગાથા ખૂબ પ્રચલિત છે : कम्मुणा बंभणो होई, कम्मुणा होइ खत्तिओ । वइसो कम्पुणा होई, सुद्दो हवइ कम्मुणा ॥ ‘(માણસ પોતાના) કર્મથી જ બ્રાહ્મણ થાય છે, કર્મથી જ ક્ષત્રિય થાય છે, કર્મથી જ વૈશ્ય થાય છે (અને) કર્મથી જ શૂદ્ર થાય છે." (૫) પ્રથમ અંગ ‘આચારાંગસૂત્ર'ના બીજા અધ્યયનના ત્રીજા ઉદ્દેશકના સૂત્ર ૧, ૨, ૩માં કહ્યું છે खलु जीवे अई अद्धाए असई उच्चागोए, असईं नीयागोए । नो हीणे नो अइरित्ते, इति संखाए के गोयावाई ? के माणावाई ? कंसि वा एगे गिज्झे ? तम्हा पंडिए नो हरिसे नो कुज्झे । Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ઉપેક્ષિત વર્ગોનો ધર્મ દ્વારા ઉદ્ધાર : ૫ भूएहिं जाण पडिलेह सायं समिए एयाणुपस्सी । “ખરેખર ભૂતકાળમાં પ્રત્યેક જીવ અનેક વાર ઉચ્ચ ગોત્રમાં અને અનેક વાર નીચ ગોત્રમાં જન્મ્યો છે. (તેથી) એ નીચ નથી કે ઊંચ નથી એમ જાણીને કોણ ગોત્રવાદી (ગોત્રનું અભિમાન રાખવાળો) બને ? કોણ માનવાદી બને ? અથવા (કેવળ ગોત્રને લીધે, કોઈ એક પ્રાણી બીજા ઉપર મમતા રાખે ? (તેથી ગોત્રને કારણે) પંડિત ન તો હરખ કરે. કે ન તો ક્રોધ કરે. સમજી-વિચારીને બધાં પ્રાણીઓ સાથે સહાનુભૂતિપૂર્વક વર્તે તે સમતાવાળો સમજવો.” (૬) “સૂત્રકૃતાંગસૂત્ર'ની ચૂર્ણિ(પત્ર ૩૨૫)માં જણાવ્યું છે – अणारिया वि पव्वयंति, जहा अद्दयो । णीयागोत्ता वि, जहा हरिएसबलो। संपतं पि णीयागोत्तवज्जा पव्वाविज्जंति, अण्णदेसे वा हरिएसवज्जा। અનાય પણ દીક્ષા લે છે, જેમ કે, આર્દ્રકુમાર. નીચ ગોત્રવાળા પણ દીક્ષા લે છે, જેમ કે, (ચાંડાળ કુળમાં જન્મેલા) હરિકેશબલ મુનિ. વર્તમાન સમયમાં નીચ ગોત્રવાળાને છોડીને બીજાને ઠીંગણા, કાળા, કૂબડા વગેરેને) દીક્ષા અપાય છે. બીજા દેશમાં હરિકેશને (ચાંડાળને) છોડીને બીજા (નીચ ગોત્રમાં જન્મેલા)ને દીક્ષા આપે છે.” સૂત્રકૃતાંગ-ચૂર્ણિ એ સાતમા-આઠમા સૈકાનો ગ્રંથ ગણાય છે. ઉપરનો પાઠ નીચ ગોત્રવાળા પ્રત્યે આપણે ભેદભાવ ધારણ કરતા ક્યારથી થયા તેનું સૂચન કરે છે. એ પાઠ “હરિકેશબલ જેવા નીચ ગોત્રવાળા પણ દીક્ષા લેતા હતા” એમ જૂની પરિપાટીનું સૂચન કર્યા બાદ સાતમા-આઠમા સૈકાની સ્થિતિનું વર્ણન કરતાં સૂચવે છે કે “વર્તમાન સમયમાં નીચ ગોત્રવાળાને છોડીને બીજાને દીક્ષા અપાય છે અને બીજા દેશમાં તો ચાંડાળને છોડીને બીજા નીચ ગોત્રવાળાને પણ દીક્ષા અપાય છે.” આમાં ચૂર્ણિકારે માત્ર પોતાના સમયની રીત બતાવી છે, પણ ભવિષ્યમાં કોઈએ હરિકેશ જેવા (ચાંડાળ)ને દીક્ષા ન જ અપાય એવો સ્પષ્ટ નિષેધ નથી કર્યો એ ખાસ સૂચક વસ્તુ છે. (૭) આવશ્યક-ચૂર્ણિ (પત્ર ૨૦૬) અને હરિભદ્રકૃત આવશ્યકવૃત્તિ (પત્ર ૭૧૮૧)માં લખ્યું છે – दधिवाहनपुत्रेण राज्ञा तु करकण्डुना । वाटहानकवास्तव्याश्चाण्डाला ब्राह्मणीकृताः ॥ Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૬ જિનમાર્ગનું જતન દધિવાહનના પુત્ર કરકંડુ રાજાએ વાટહાનકના રહેવાસી ચાંડાલોને બ્રાહ્મણો બનાવ્યા.” આનો અર્થ એ કે બ્રાહ્મણ કુળમાં જન્મે તે બ્રાહ્મણ નહીં, પણ જે બ્રાહ્મણ તરીકેનું કર્મ (કર્તવ્ય) બજાવે તે બ્રાહ્મણ. (૮) શબ્દ “પ્રાપ્યકારી' (ઇન્દ્રિય સુધી પહોંચીને પછી જ્ઞાત થનારો) છે કે અપ્રાપ્યકારી એની ચર્ચા કરતાં નન્દીસૂત્રની મલયગિરિકૃત ટીકા (પત્ર ૧૭૨-૨)માં કહ્યું છે – यदपि चोक्तं - 'चाण्डालस्पर्शदोषं प्राप्नोति' इति तदपि चेतनाविकलपुरुषभाषितमिवासमीचीनम्, स्पर्शास्पर्शव्यवस्थाया लोके काल्पनिकत्वात् । तथा हि - न स्पर्शस्य व्यवस्था लोके पारमार्थिकी । तथा हि - यामेव भुवमग्रे चाण्डाल: स्पृशन् प्रयाति तामेव पृष्ठतः श्रोत्रियोऽपि, तथा यामेव नावमारोहति स्म चाण्डालस्तामेवारोहति श्रोत्रियोऽपि । तथा स एव मारुतश्चाण्डालमपि स्पृष्ट्वा श्रोत्रियमपि स्पृशति, न च तत्र लोके स्पर्शदोषव्यवस्था । જો શબ્દને પ્રાપ્યકારી માનવામાં આવે તો બ્રાહ્મણને) ચાંડાલને સ્પર્શ કર્યાનો દોષ લાગે એમ જે કહેવામાં આવ્યું, તે પણ જડ માણસના બોલ જેવું અયોગ્ય છે, (કારણ કે, દુનિયામાં સ્પર્શાસ્પર્શની જે વ્યવસ્થા છે તે કાલ્પનિક છે, દુનિયામાં સ્પર્શની વ્યવસ્થા તાત્ત્વિક નથી; જેમ કે જે જમીનને અડકીને આગળ ચાંડાલ ચાલે છે, તેને જ પાછળથી અડકીને બ્રાહ્મણ ચાલે છે. વળી જે વહાણમાં ચાંડાલ બેસે છે તેમાં જ બ્રાહ્મણ પણ બેસે છે. જે પવન ચાંડાલને સ્પર્શે છે તે જ બ્રાહ્મણને પણ સ્પર્શે છે. અને એ સ્થળોએ તો દુનિયામાં સ્પર્શદોષની કોઈ માન્યતા નથી.” આમાં ટીકાકારે સ્પર્શાસ્પર્શની વ્યવસ્થા કાલ્પનિક હોવાનું કહ્યું છે તે જૈન સંસ્કૃતિની સાથે બરાબર સુસંગત છે. અમુક માનવીને અડકવા માત્રથી દોષ આવી જાય એમ જૈન સંસ્કૃતિ માનતી જ નથી. (૯) “શ્રાદ્ધવિધિ' (પત્ર ૪૯/૧)માં “ામરૂપપત્તને માતાસ્થય પુત્રી નીતિ:” કામરૂપ નગરમાં એક ચાંડાલને ત્યાં પુત્રજન્મ થયો – એમ કહીને પુણ્યસાર રાજાની કથા આવે છે. તેમાં એને ચાંડાલનો પુત્ર કહ્યો છે, અને એનો પાલક પિતા એને રાજગાદી સોંપીને દીક્ષા લે છે એમ જણાવ્યું છે. ભરફેસરની સઝાયમાં મહર્ષિ તારજ અને મુનિ કરઠંડુનાં નામ આવે છે. મેતારજ મુનિનું ચરિત્ર આવશ્યક નિર્યુક્તિ (ગાથા ૭૬ ૭૭૭૦)માં તેમ જ ભરતેશ્વર-બાહુબલિવૃત્તિમાં આવે છે, અને કરકંડ મુનિનું ચરિત્ર ઉત્તરાધ્યયન સૂત્રની ભાવવિજયજીકૃત ટીકા (પૃ. ૨૦૩)માં, આવશ્યક ભાષ્ય (ગાથા ૨૦૫)માં તથા ભરતેશ્વર-બાહુબલિવૃત્તિમાં આવે છે. એમાં મેતારજ ઋષિને Page #220 -------------------------------------------------------------------------- ________________ ઉપેક્ષિત વર્ગોનો ધર્મ દ્વારા ઉદ્ધાર : ૫ ૧૯૭ ચાંડાલિનીના પુત્ર અને શ્રેષ્ઠીને ત્યાં ઊછરેલા તરીકે ઓળખાવ્યા છે, અને કરકંડ મુનિને ચેડા મહારાજાની પુત્રી પદ્માવતીના પુત્ર તરીકે અને ચાંડાલને ઘેર ઊછરેલ તરીકે ઓળખાવ્યા છે. આમ પુણ્યસાર, મેતારજ મુનિ અને કરકંડ મુનિ નીચ કુળ કે નીચ સંસર્ગ હોવા છતાં ઉચ્ચ જીવન જીવી ગયાના દાખલા પૂરા પાડે છે. (૧૦) જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજીના પટ્ટધર આચાર્ય શ્રી વિજયસેનસૂરિકૃત “સેનપ્રશ્ન” (પત્ર ૯૮-૧)માં પ્રશ્નોત્તર આવે છે – तथा यवन-धीवरादय: श्राद्धा जाता:, तेषां प्रतिमापूजने लाभो न वा ? इति प्रश्न: । अत्रोत्तरम् - यदि शरीरस्य तथा वस्त्रादीनां च पावित्र्यं स्यात् तदा निषेधो ज्ञातो नास्ति, परं तेषां प्रतिमापूजने लाभ एव ज्ञातोऽस्तीति । આ પાઠનો પૂ. આ. મ. શ્રી વિજયકુમુદસૂરિકત અનુવાદ આ પ્રમાણે છે : પ્ર. - યવન, માછીમાર વગેરે શ્રાવકો બન્યા હોય, તો તેઓને તીર્થંકરની પ્રતિમા પૂજવામાં લાભ થાય કે નહિ? ઉ. જો શરીર અને વસ્ત્ર વગેરેનું પવિત્રપણું હોય, તો પ્રતિમાપૂજનમાં નિષેધ જાણેલો નથી, પરંતુ તેઓને પૂજન કરવામાં લાભ જ થાય એમ જાણેલ આ પાઠમાં શ્રાવક થયા પછી પ્રતિમાપૂજનની વાત મૂકી છે. પણ મુખ્ય વાત તો યવન અને માછીમારો વગેરેને શ્રાવક બનાવવામાં આવતા હતા એ છે. વળી સમ્રાટ અકબરના રાજ્યકાળમાં અથવા મુસ્લિમ રાજ્યકાળમાં જૈનાચાર્યો સામે સંઘરક્ષાના કેવા સવાલો ખડા થતા હતા અને એનો નિકાલ તેઓ કેવી રીતે કરતા હતા એનું પણ સૂચન આમાંથી મળી રહે છે. (૧૧) તીર્થાધિરાજ શત્રુંજયની સ્તુતિ કરતાં કવિવર વીરવિજયજી મહારાજે ગાયું છે કે – ચાર હત્યારા નર પરદાચ, દેવગુરુદ્રવ્ય ચોરી આવે; ચૈત્રી કાર્તિકી પૂનમ યાત્રા, તપ-જપ-ધ્યાનથી પાપ જલાવે. જે તીર્થ આવું પતિતોદ્ધારક હોય, તે તીર્થ, જેને આપણે હલકાં કુળ, જ્ઞાતિ, વર્ણ કે જન્મના લેખીએ એમના સ્પર્શથી અશુદ્ધ બની જશે એમ માનવું એ એ તીર્થના તારક તરીકેના મહિમાને ઘટાડવા બરોબર નથી? આવી બધી શાસ્ત્રોની વાતો વાંચ્યા પછી કોઈને એવો સવાલ થાય કે જૈનધર્મ ધાર્મિક ક્ષેત્રમાં જાતિ, વર્ણ વગેરેને કારણે કોઈને હલકા નહીં ગણતો હોવા છતાં આપણામાં ઊંચ-નીચપણાનો ભાવ ક્યાંથી આવી ગયો? તો આનો જવાબ સ્પષ્ટ છે. Page #221 -------------------------------------------------------------------------- ________________ જિનમાર્ગનું જતન ચાર ગાંડાઓ વચ્ચે એક ડાહ્યો હોય તો એને પણ ગાંડા જ બનવું પડે છે. જૈનોની પણ એવી જ સ્થિતિ થઈ. જતે દહાડે વૈદિકો-બ્રાહ્મણોની અસર એમના ઉપર એવી થઈ કે તેઓ પણ બ્રાહ્મણોની જેમ ઊંચ-નીચપણામાં અને સ્પર્શાસ્પર્શના નકલી વિવાદમાં અટવાઈ ગયા. ૧૯૮ અને વિશેષ વિચારવા જેવી વાત તો એ છે કે મંદિર અને મૂર્તિઓનું ભંજન કરવામાં જ ધર્મ માનનારાઓ આપણાં મંદિરોમાં જાય એમાં આપણે આભડછેટ ન માની અને જેઓ સ્વચ્છતા વગેરે આપણી પાયાની સુખાકારીમાં અગત્યનો ભાગ આપે છે તેમને આપણે મંદિરમાં પેસવાની પણ મના કરી !! જે મુનિવરો કે સગૃહસ્થો શાસ્ત્રોને નામે હરિજન-મંદિપ્રવેશનો વિરોધ કરે છે તેઓ પોતાની પાસેના પાઠોની સાથેસાથે ઉપરના પાઠોનો પણ જરૂર વિચાર કરે. છેવટે શેઠ આ. ક. ની પેઢીએ પોતાના નિવેદનમાં “જૈન આચારને અનુસરીને દર્શનાર્થે જના૨ કોઈને પણ રોકવા નહીં” એમ જે કહ્યું છે તે તો આચાર્ય વિજયસેનસૂરિએ સેનપ્રશ્નમાં આપેલ ‘જો શરીર અને વસ્ત્ર વગેરેનું પવિત્રપણું હોય તો, પ્રતિમાપૂજનમાં નિષેધ જાણેલો નથી પરંતુ તેઓને (શ્રાવક થયેલા યવન કે માછીમારોને) લાભ જ થાય છે, એમ જાણેલ છે.” એ ઉત્ત૨ને હળવા રૂપમાં રજૂ કર્યો હોય એમ લાગે છે. ત્યાં તો પ્રતિમાપૂજનની વાત છે, જ્યારે અહીં તો માત્ર દર્શન કરવાની જ વાત છે. જો વસ્તુસ્થિતિ આવી છે તો પછી ઉતાવળ કે આવેશમાં આવી જઈને પેઢીના નિર્ણયની સામે થવું તેમાં શાસનની સેવા છે, કે એ નિર્ણયને ઉમળકાભેર વધાવી લેવામાં શાસનની સેવા છે ? એનો સૌ કોઈ ગુણગ્રાહક અને સત્યશોધક દૃષ્ટિથી વિચાર કરે એ જ અભ્યર્થના. - (૬) અસ્પૃશ્યતા-નિવારણ માટે મુનિવરોની જવાબદારી મંદિર-પ્રવેશના સંબંધમાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ જાહેર કરેલ નિર્ણયના વાજબીપણા વિષે અમારા મનમાં લવલેશ શંકા નથી; અને એ સંબંધમાં અમે આજ પૂર્વે બહુ જ સ્પષ્ટતાપૂર્વક લખી ચૂક્યા છીએ. એટલે એ માટે ફરીને લખવાની જરૂર નથી. હવે તો જરૂર છે એ નિર્ણયને પચાવીને એમાં રહેલી મહત્તાને સમાજ (તા. ૩૦-૪-૧૯૫૫) Page #222 -------------------------------------------------------------------------- ________________ ઉપેક્ષિત વર્ગોનો ધર્મ દ્વારા ઉદ્ધાર : ૬ ૧૯ સમક્ષ રજૂ કરે એવા આપણા આગેવાનો અને મુનિવરોનાં નિવેદનોની. આવાં અભિપ્રાયો કે નિવેદનો પણ આજ પહેલાં કેટલાંક પ્રગટ થઈ ચૂક્યાં છે અને એની સંખ્યા પણ ઠીક-ઠીક કહી શકાય એટલી છે. છતાં સમાજમાં આ વાતનું મહત્ત્વ અને રહસ્ય વધારે પ્રમાણમાં સમજાતું થાય એ માટે આવાં વધુ નિવેદનોની જરૂર અમને લાગે છે, અને તેથી આવાં નિવેદનો પ્રગટ કરવાની અને આપણા આગેવાનો અને મુનિવરોને વિનંતી કરીએ છીએ. અમને ચોક્કસ લાગે છે, કે આ સંબંધમાં આપણા મુનિવરોની જવાબદારી બીજા કરતાં વધારે છે, અને તેમણે એ અદા કરવા માટે સક્રિય થવાની જરૂર છે. જડ તટસ્થતા દાખવીને બેસી રહેવું કે નિષ્ક્રિય રીતે જે થાય તે જોયા કરવું એ સમાજના નાયક ગણાતા મુનિવર્ગને શોભા આપતું નથી; આવા કટોકટીના પ્રસંગે જ એમના નાયકપણાની કે જ્ઞાન અને ચારિત્રની એમની સાધનાની ચરિતાર્થતા થવાની છે. અણીને વખતે જો આગેવાનો જ ચૂપ બની બેસે, તો પછી એમની આગેવાનીનો લાભ જ શો? આ લખતી વખતે અમે એ જાણીએ છીએ કે મંદિર-પ્રવેશ સંબંધી શેઠ આક.ની પેઢીના નિર્ણય અંગે આપણા મુનિવરોમાં ત્રણ જાતના મતો પ્રવર્તે છે. કેટલાક પેઢીએ કરેલા આ દૂરંદેશીભર્યા નિર્ણયને ધર્મકાર્ય તરીકે આવકારપાત્ર ગણીને એને હર્ષભેર વધાવે છે, કેટલાક એને એક આપદ્ધર્મ તરીકે લેખીને એ માટે મૌન અને તટસ્થવૃત્તિ ધારણ કરવાનું પસંદ કરે છે અને કેટલાક એને ધર્મવિરોધી કાર્ય ગણીને એની સામે થવામાં અથવા તો એને પાછો ખેંચાવવાનો પ્રયત્ન કરવામાં માને છે. પણ અમે સમસ્ત શ્રમણ સમુદાયને ફરીફરી વિનવીએ છીએ કે બીજા બીજા પ્રશ્નોના સંબંધમાં આપણે ભલે જુદા-જુદા મતો ધરાવીએ, પણ આ પ્રરનમાં તો સમસ્ત મુનિવર્ગે એકમત થઈને પેઢીના આ નિર્ણયને વધાવી લેવાની અને એમ કરીને જૈનધર્મ અને જૈન સંસ્કૃતિની અપૂર્વ સેવા કરવાની આ અમૂલ્ય તકનો લાભ લઈ લેવાની જરૂર છે. પેઢીના આ નિર્ણયમાં ધર્મનું વિરોધી ગણી શકાય એવું એક પણ તત્ત્વ છે જ નહીં; ઊલટું, કોઈ પણ ધર્મને અને તેમાં ય જીવમાત્ર સાથે મૈત્રી સાધવાના મંત્રનો પ્રચાર કરનાર જૈનધર્મને તો સવિશેષપણે શોભા અને પ્રતિષ્ઠા આપે એવો પવિત્ર, મંગલમય અને સર્વોદયકારી આ નિર્ણય છે. આવા એક ઉમદા નિર્ણયને અંતરના ઉમળકાભેર એકી અવાજે વધાવી લેવામાં જ આપણી, આપણા ધર્મની અને આપણા ગુરુવર્ગની શોભા છે. વસ્તુસ્થિતિ આવી હોવાથી, આત્યંતર તપરૂપ સ્વાધ્યાયનો આશ્રય લઈને આવા ઐતિહાસિક નિર્ણયનો સાચો મહિમા સમજવાનો પ્રયત્ન કરવાને બદલે, એ નિર્ણયને ઉથલાવી પાડવા માટે અથવા તો એને પાછો ખેંચાવવા માટે આપણા કેટલાક મુનિવરોએ ઉપવાસ વગેરે બાહ્ય તપનો આશ્રય લીધાનું જાણીએ છીએ, ત્યારે પોતાના હાથે જ Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ જિનમાર્ગનું જતન પોતાના પગ ઉપર કુહાડો મારવાનું કાર્ય જાણે આપણે કરતા હોઈએ એ જોઈ ખેદ થયા વગર નથી રહેતો. જાણવા મળ્યું છે તે પ્રમાણે પેઢીનો આ નિર્ણય પાછો ખેંચાવવા એના ઉપર દબાણ લાવવા માટે, પાલીતાણા મુકામે, એક મુનિવર્યું આમરણ ઉપવાસ, એક મુનિવરે નવ ઉપવાસ ઉપર એક આયંબિલની નિરંતર તપસ્યા અને બીજા કેટલાક મુનિવરોએ બીજી નાની-મોટી તપસ્યા શરૂ કરી છે. શાસન ઉપર આવેલ સંકટનું નિવારણ કરવા માટે પોતાથી બનતું બધું જ કરી છૂટવાની આ મુનિવરોની ભાવનાની અનુમોદના કરવા છતાં, તેમની આ તપસ્યા પાછળની દૃષ્ટિની અમે અનુમોદના નથી કરી શકતા; કારણ કે તેઓ જે નિમિત્તે તપસ્યા આદરી બેઠા છે તે હેતુ મુદ્દલ ધાર્મિક નહીં પણ સાવ ધર્મવિરોધી છે, ધર્મની પ્રભાવનાને બદલે ધર્મને કૃપણ કરનારો છે, ધર્મની રક્ષા કરવાને બદલે ધર્મને હાનિ કરનારો છે. મુનિવરોનું આ પગલું જૈનસંઘની કે પેઢીની ખોટી રીતે અવહેલના કરનારું ન નીવડે એ માટે અમે બહુ જ નમ્ર છતાં સ્પષ્ટ અને ખૂબ તોળેલો અભિપ્રાય જણાવીએ છીએ કે તેઓનું આ ઉતાવળિયું પગલું ધર્મસેવાની સાચી દિશામાં જરા પણ નથી, અને તેથી ધર્મગુરુને શોભા આપે એવું નથી. અમે તે-તે મુનિવરોને આગ્રહપૂર્વક વિનવીએ છીએ કે તેઓ તેમના આ પગલાને તરત જ પાછું ખેંચી લેશે તો એમણે ધર્મની સેવા કરી ગણાશે, અને એક સુકાઈને રફેદફે કરી નાખવાના આ કાર્યથી તેઓ ઊગરી જશે. અને આમ છતાં, જો તેઓ ગમે તે રીતે તેમના આ પગલાને વળગી રહીને પોતાની તપશ્ચર્યા ચાલુ રાખશે, તો એમાં તપસ્યાની, એમની પોતાની કે જૈનધર્મ કે જૈનસંઘની શોભામાં મુદ્દલ વધારો થવાનો નથી, અને તેથી એ પગલાંના પરિણામની જવાબદારી પણ એ મુનિવરોની પોતાની જ રહેશે. પેઢીના આ નિર્ણયને પાછો ખેંચાવવા માટે ધર્મની કોઈ નિસ્બત વિના, જાણે માત્ર ઝનૂની જેહાદ જગવવી હોય, જાણે એની સામે દુન્યવી ટંટો જ આદરવો હોય એ રીતે જૈન સંસ્કૃતિસંરક્ષક સભાનું એક કાર્યાલય જ પાલીતાણામાં ખોલવામાં આવ્યું છે; જાણે કોઈ યુદ્ધનું સંચાલન કરવું હોય એ રીતે એ સંસ્થા કામ કરી રહેલ છે! એ માટે વિશેષ તો શું કહીએ ? પણ એટલું એ સંસ્થા અને એના ટૂંકી બુદ્ધિવાળા સંચાલકો જરૂર સમજી રાખે કે તેઓ અત્યારે જે પ્રવૃત્તિ આદરી બેઠા છે તેને જૈન સંસ્કૃતિના સંરક્ષણ સાથે કશી જ લેવા-દેવા નથી; એમનું આ કાર્ય તો જૈન સંસ્કૃતિને માટે ઘાતક છે, તપસ્યા ઉપર ઊતરેલા મુનિવરોને ફરી-ફરી વિનવીએ છીએ કે જૈનધર્મના મૂળભૂત સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને તેઓ પેઢીના આ નિર્ણયની મહત્તા અને ઉત્તમતા. સમજવાનો પ્રયત્ન કરે, અને ખોટે માર્ગે ચડી ગયેલી એમની તપસ્યાને વહેલામાં વહેલી તકે સંકેલી લે. Page #224 -------------------------------------------------------------------------- ________________ ઉપેક્ષિત વર્ગોનો ધર્મ દ્વારા ઉદ્ધાર : ૬ ૨૦૧ બીજી બાજુ સમસ્ત જૈનસંઘે પોતાની અંગત સગવડ-અગવડની દૃષ્ટિએ અસ્પૃશ્યતાના પ્રશ્ન સાથે જે સગવડિયું સમાધાન કરી લીધું છે એ પણ વિચારવા જેવું છે. અસ્પૃશ્યતાનું મૂળ તો એવું ઉગ્ર હતું કે કોઈ પણ સ્થળે ઢેડ કે ભંગીઓ પ્રવેશી જ ન શકે કે કોઈ પણ વસ્તુને સ્પર્શી પણ ન શકે. એ જ્યાં જાય એ સ્થળ અને એ જેને સ્પર્શે તે મોટા ભાગની વસ્તુ “અભડાઈ જતાં'; અને તેથી તેની, પોતે કલી રીતે શુદ્ધિ કર્યા પછી જ તેનો ઉપયોગ કરતા. પણ સમય જતાં હોસ્પિટલો, રેલ્વેઓ, બીજાં જાહેર વાહનો અને જાહેર સંસ્થાઓમાં હરિજનોને પ્રવેશતા અટકાવવાનું રાજ્યના કાયદાઓએ અશક્ય બનાવી મૂકયું. આમ છતાં, આપણે એ સગવડોનો ત્યાગ કરી શકીએ – અને એમ કરીને આપણે માનેલા ધર્મનું પૂરેપૂરું પાલન કરી શકીએ – એ આપણને કોઈ રીતે પાલવતું ન હતું, એટલે આપણે – આપણા ગુરુઓ સુધ્ધાંએ – હૉસ્પિટલો વગેરેનો ત્યાગ ન કર્યો. એટલે અંશે – ભલે આપણી અંગત સગવડની દૃષ્ટિએ જ – આપણે અસ્પૃશ્યતાની સાથે સમાધાન કરી લીધું! સિક્કાની બીજી બાજુની જેમ, આની સામે હરિજનોને પોતાને સગવડ કે લાભ મળે એ દૃષ્ટિએ અસ્પૃશ્યતાના પ્રશ્નનો વિચાર રજૂ થયો – એ રજૂ થાય એ સાવ સ્વાભાવિક જ હતું – ત્યારે આપણે ગલ્લાતલ્લાં કરીને એ પ્રશ્નને હલ કરવાને બદલે ટાળવાના માર્ગે વળી ગયા! પણ આપણે સમજી લેવું ઘટે, કે જેમ આપણી સગવડ ખાતર આપણે હૉસ્પિટલ વગેરેનો ત્યાગ ન કરતાં અસ્પૃશ્યતા સાથે એટલે અંશે તડજોડ કરી, તેમ જ્યારે એવી પરિસ્થિતિ ઊભી થાય કે હરિજનોને અસ્પૃશ્ય ગણવામાં કે એમનો મંદિઅવેશ રોકવામાં પણ આપણને વિશેષ અગવડ ઊભી થવાનો સંભવ રહે, ત્યારે આપણે આપણી વાત ઉપર મુદ્દલ ટકી શકવાના નથી. એટલે સવાલ તો હવે એટલો જ રહે છે, કે આ પ્રશ્નનો આપણે સામે પગલે ચાલીને ઉકેલ કરવો છે કે એ પ્રશ્ન ઉગ્ર રૂપ લઈને પોતાનો નિકાલ પોતાની મેળે જ કરે એમ આપણે ઇચ્છીએ છીએ? દેશમાંથી અસ્પૃશ્યતા નાબૂદ થવાની છે એ તો કાળદેવતાનો વજલેખ છે; અને જૈન સંસ્કૃતિએ તો સદીઓ પહેલાંથી એના પાયામાં જ આવી ઊંચ-નીચતાનો કે અસ્પૃશ્યતાનો ધરમૂળથી વિરોધ કરેલો છે. એટલે અસ્પૃશ્યતાના દોષને દૂર કરવામાં પૂરેપૂરો સાથ આપવો એ જૈન મુનિવરોની તો ખાસ જવાબદારી છે. એ જવાબદારી અદા કરીશું તો આપણા ધર્મ અને આપણી સંસ્કૃતિની પ્રતિષ્ઠા અને પ્રગતિ વધારીશું; નહીં તો, જે થવાનું છે તે તો થયા વગર રહેવાનું નથી, પણ કાળ જશે અને કહેણી રહી જશે, કે જ્યારે દેશમાંથી અસ્પૃશ્યતાનો દોષ દૂર કરવાના પ્રયત્નો થતા હતા ત્યારે જૈનોના ધર્મગુરુઓ એ દોષને ટકાવી રાખવા માટે તપસ્યા આદરી બેઠા હતા ! આપણે Page #225 -------------------------------------------------------------------------- ________________ જિનમાર્ગનું જતન શું કરવું છે અને કેવા પુરવાર થયું છે એનો નિર્ણય કરવાની ઘડી આવી પહોંચી છે. આપણા મુનિવરો આ જવાબદારી સત્વર અદા કરે એ જ અભ્યર્થના. (તા. ૧૨-૫-૧૯૫૫ સાથે તા. ૧૩-૧૧-૧૯૫૪ના અંશો) ૨૦૨ આવકારપાત્ર ઘટના : મેંદરડા(સૌરાષ્ટ્ર)નો સ્થાનકવાસી જૈન ઉપાશ્રય હરિજનો માટે મુનિશ્રી પ્રાણલાલજીની નિશ્રામાં ખુલ્લો મુકાયાના ટૂંકા સમાચા૨ અમે અમારા ગયા અંકમાં આપી ચૂક્યા છીએ. આ સંબંધી વિગતવાર સમાચાર તા. ૨૭-૪-૧૯૫૫ના ‘જન્મભૂમિ'માં છપાયા છે તે જાણવા જેવા હોવાથી અહીં પ્રગટ કરીએ છીએ : “સોરઠ જિલ્લાના મેંદરડા ગામે ગઈ કાલે એક જૈન ઉપાશ્રયમાં હરિજનોનો ભાવભર્યો સત્કાર કરવામાં આવ્યો હતો. વૈશાખ સુદ ત્રીજના ‘વર્ષીતપ–દિન'ના શુભ અવસરે ઉપાશ્રયમાં દર્શનાર્થે આવેલા હિરજનોને ગોંડળના મુનિશ્રી પ્રાણલાલજી, કે જેઓ આ સમયે ત્યાં હાજર હતા, તેમણે આશીર્વાદ આપ્યા હતા. ઉપાશ્રયમાં થયેલા આ હરિજન-પ્રવેશને સ્થાનિક જૈનોએ આવકાર્યો હતો. એમ માનવામાં આવે છે કે ઉપાશ્રયમાં હરિજન-પ્રવેશના આ બનાવથી રાજ્યમાંથી અસ્પૃશ્યતા નાબૂદ કરવાની ઝુંબેશને વેગ મળશે.’ જૈન સંસ્કૃતિને શોભા આપે એવું આવકારપાત્ર આ પગલું ભરવા માટે અમે મેંદરડાના સ્થાનકવાસી ભાઈઓને અને મુનિશ્રી પ્રાણલાલજીને અભિનંદન આપીએ છીએ, અને દેરાવાસી, સ્થાનકવાસી અને દિગંબર એ ત્રણે જૈન ફિરકાઓમાં આવી ઘટનાનું અનુકરણ થાય એમ ઇચ્છીએ છીએ. (૭) ધર્મને ઉજાળવાનું દિગંબર-સમુદાય વિચારે ફિરકાભેદની સાંપ્રદાયિક દૃષ્ટિને અળગી રાખીને, સમાનધર્મીપણાના ભાઈચારાના સગપણે અમે આ નોંધ લખીએ છીએ, અને દિગંબરભાઈઓ પણ એને એ જ દૃષ્ટિએ વાંચે અને વિચારે એવી વિનંતી કરીએ છીએ. (તા. ૭-૫-૧૯૫૫) અમે ચોક્કસ માનીએ છીએ કે આપણા દેશમાં કે બીજા કોઈ પણ દેશમાં કોઈ પણ રૂપે માણસ-માણસ વચ્ચે દ્વેષભાવની દીવાલ ખડી કરનાર અસ્પૃશ્યતા ચાલુ રહે, તો તેથી જે-તે દેશની પ્રગતિમાં તો બાધા આવે જ આવે; વળી આવી અસ્પૃશ્યભાવના Page #226 -------------------------------------------------------------------------- ________________ ઉપેક્ષિત વર્ગોનો ધર્મ દ્વારા ઉદ્ધાર : ૭ ૨૦૩ ધર્મના પ્રાણને જ હરનારી છે. ખરી રીતે તો જેઓને ભગવાન મહાવીરનો “મિત્તે કે સદ્ગમૂH” (“મારી સર્વ જીવો સાથે મૈત્રી છે”)નો વિશ્વમૈત્રીનો મહામૂલો વારસો મળ્યો હોય, તેમને તો આ વાત સમજાવવાની હોય જ નહિ. આમ છતાં, બીજાઓની દેખાદેખીથી કે આપણા દિલમાં ઘર કરીને બેઠેલી બીજા કરતાં ઊંચા દેખાવાની નબળી વૃત્તિને કારણે, આપણામાં અસ્પૃશ્યતાની ભાવના પેસી ગઈ હોય તો પણ, મહાત્મા ગાંધીજીએ આખા દેશનું ધ્યાન પ્રબળ રીતે આ અમાનુષી કલંક તરફ દોર્યા પછી તો આપણી ઊંઘ ઊડી જ જવી જોઈએ. એ તો એક હકીકત છે, કે અસ્પૃશ્યોને મંદિરમાં પ્રવેશ કરવા દેવાનો સવાલ ઊભો થયો તેની કેટલાંય વર્ષો પૂર્વેથી આપણે સત્તાધારી કે શ્રીમંત હોય એવા જૈનેતરોને સામે પગલે આમંત્રણ આપીને અને આગ્રહ કરી કરીને આપણાં મંદિરોમાં તેડી લાવ્યા. છીએ અને આપણાં મંદિરોનો વારસો બતાવવામાં આપણે ભારે ગૌરવનો અનુભવ પણ કર્યો છે; આમ કરતી વખતે આપણે કદી પણ વિચાર નથી કર્યો કે સામી વ્યક્તિ જૈનધર્મની શ્રદ્ધા નથી ધરાવતી. પણ જ્યારે અસ્પૃશ્યોને મંદિરમાં આવવાની છૂટ આપવાનો સવાલ આવે છે, ત્યારે જ આપણને સૂઝે છે કે તેઓ તો જૈન નથી, માટે તેઓથી જૈન મંદિરમાં દાખલ થઈ શકાય નહીં! જેને દૂર કર્યા વગર આપણું સ્વાથ્ય ટકવાનું નથી એ આપણી ગંદકીની સફાઈ કરવી એ જ શું અસ્પૃશ્યોનો ગુનો? આ સ્થિતિમાં શ્વેતાંબર, મૂર્તિપૂજક, દિગંબર, સ્થાનકવાસી અને તેરાપંથી એમ બધા ય જૈન ફિરકાઓએ હવે એ નક્કી કરી લેવાની જરૂર છે કે દેશના આ કાર્યમાં આપણું સ્થાન કયાં રહેવાનું છે અને આપણે આમાં કેવો હિસ્સો આપવાનો છે. તેમાં ય મંદિરો અને મૂર્તિઓ નહીં ધરાવતા સ્થાનકવાસી અને તેરાપંથી ફિરકાઓ કરતાં મંદિરો અને મૂર્તિઓ ધરાવતા શ્વેતાંબર મૂર્તિપૂજક અને દિગંબર એ બે ફિરકાઓએ તો આ બાબતનો વિશેષ ગંભીરપણે અને તાકીદે વિચાર કરીને પોતાની કાર્યદિશા નક્કી કરી લેવાની જરૂર છે; આ દૃષ્ટિએ જ અમે દિગંબર-ભાઈઓને અહીં થોડુંક કહેવાનું ઉચિત માન્યું છે. દિગંબર-સમાજ સારી રીતે જાણે છે કે શ્વેતાંબરોની શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ “જૈન આચારને અનુસરીને દર્શનાર્થે જનાર કોઈને પણ રોકવા નહીં” એવો પોતાનો નિર્ણય જાહેર કરીને જૈન મંદિરો જૈન આચાર અનુસાર આવનાર સૌ કોઈને માટે ખુલ્લાં હોવાનું જાહેર કરી દીધું છે. અનેક શ્વેતાંબર મંદિરો અને તીર્થોનો વહીવટ સમાલતી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી એ શ્વેતાંબર જૈનોની એક જવાબદાર આગેવાન સંસ્થા છે; એટલે એણે ઘણી-ઘણી વિચારણા અને આસપાસની પરિસ્થિતિનો ઊંડો તાગ મેળવ્યા બાદ જે નિર્ણય જાહેર કર્યો છે, તે ખૂબ વજનદાર અને ગંભીર ગણાવો જોઈએ. Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ જિનમાર્ગનું જતન આ રીતે જૈન સંસ્કૃતિના એક અંગરૂપ શ્વેતાંબર જૈન સમાજે હરિજન-મંદિરપ્રવેશના સંબંધમાં પોતાના વલણની આવી ચોખવટ કરી છે, ત્યારે દિગંબર-સમાજે પણ આ સંબંધમાં પોતાનું વલણ સત્વર સ્પષ્ટ કરવું જોઈએ એમ અમને લાગે છે. દિગંબર જૈન સમાજનું વલણ પણ શેઠ આ. ક. પેઢીના વલણ જેવું જ હોય એમ અમે ઈચ્છીએ છીએ; અને આ માટે એ સમાજની આગેવાન વ્યક્તિઓ, આગેવાન સંસ્થાઓ અને આગેવાન પંડિતો ઘટતી વિચારણા કરીને પોતાનો નિર્ણય પ્રગટ કરે એવી અમારી એમની પાસેથી આશા અને સવિનય યાચના છે. અમે આવી આશા રાખીએ છીએ તે પણ ખાસ કારણસર. દિગંબર સમાજ ઈિતર દેશોમાં જૈનધર્મ કે જૈન સાહિત્યનો પ્રચાર કરવા માટે ખૂબ પ્રયત્ન કરે છે, અને એ માટે નાણું પણ ઠીકઠીક પ્રમાણમાં વાપરે છે. આ માટે તેઓ “વિશ્વ-જૈનમિશન' નામની એક સ્વતંત્ર સંસ્થા ચલાવે છે અને યુરોપના નાના-મોટા દેશોમાં, જાપાનમાં તેમ જ બીજે-બીજે એની શાખાઓ ખોલીને કે એના ઉદ્દેશને વેગ આપવા ઇચ્છતી બીજી-બીજી સંસ્થાઓ સાથે જોડાણ કરીને તેઓ જૈનધર્મના પ્રચાર માટે કોશિશ કરે છે. તેમનો આ પ્રયત્ન ઇંગ્લેંડ, સ્વિટ્ઝરલેંડ, જર્મની, નોર્વે વગેરે દૂરદૂરના દેશો સુધી પહોંચ્યો છે. તેમણે અનેક નાની-મોટી પુસ્તિકાઓ વહેંચી છે, અનેક વિદ્વાનો સાથે સંબંધો બાંધ્યા છે અને કેટલાક પરદેશી વિદ્વાનોને હિંદુસ્તાનમાં નોતર્યા પણ છે. જ્યારે દિગંબર સમાજ જૈનધર્મને વિશ્વધર્મ બનાવવાના હેતુથી આ રીતે કામ કરતો હોય, ત્યારે એ જૈનધર્મની જન્મભૂમિ-સમા ભારતવર્ષના ખૂણે-ખૂણામાં અને એના દરેકેદરેક માનવી સુધી જૈનધર્મનો કે ભગવાન મહાવીરનો અહિંસા અને અનેકાંતનો સર્વોદયકારી પયગામ પહોંચતો કરવાની કોશિશ કરે એવી આશા કે અપેક્ષા રાખવી કોઈ રીતે અસ્થાને નથી. જો ઘરઆંગણે આપણે આવો પ્રયત્ન ન કરીએ અને દૂરદૂરના દેશોની વાત કરીએ તો એ તો “ઘરનાં છોકરાં ઘંટી ચાટે, અને ઉપાધ્યાયને આટો આપે” જેવું કામ થયું ગણાય. જો દેશને આ રીતે ભૂલી જવામાં આવે, તો એમ પણ પ્રશ્ન પૂછી જોવાનું મન થયા વગર ન રહે કે દેશમાં જૈનધર્મનો પ્રચાર કરવાની કોશિશ ન કરીએ અને બીજે-બીજે મહેનત કર્યા કરીએ તો એનો અર્થ શું એવો સમજવો કે આપણે ઊજળી ચામડીની પાછળ મોહ્યા છીએ ? અથવા આપણા ધર્મના પ્રચાર માટે આપણા પોતાના દેશવાસીઓ આપણને અયોગ્ય લાગે છે? આપણી લોકસભાએ અસ્પૃશ્યતા-નિવારણ-ધારો પસાર કર્યા પછી પણ દિગંબર સમાજ તેને નાકામયાબ બનાવવાનું વિચારવામાં વધુ પ્રયત્નશીલ છે, તેથી અમે આ લખીએ છીએ. ઈન્દોરમાં દિગંબર જૈન મંદિરોમાં હરિજનોને દાખલ થવા દેવાની સામે Page #228 -------------------------------------------------------------------------- ________________ ઉપેક્ષિત વર્ગોનો ધર્મ દ્વારા ઉદ્ધાર : ૭ ૨૦૫ કેવું આંદોલન જાગ્યું એ બીના વર્તમાનપત્રોમાં જાહેર થઈ ચૂકી છે. સેંકડો બહેનોએ મંદિરની સામે બેસીને હરિજનોને મંદિરમાં પ્રવેશતા અટકાવવાના કામમાં મદદ કરી હતી! તા. ૧૯-૯-૧૯૫૫ના રોજ, શેઠ હુકમચંદજીની પ્રેરણાથી ઇંદોરમાં શ્રી હીરાલાલ જૈનના પ્રમુખપદે કેટલાક દિગંબર ભાઈઓની સભા મળી હતી, અને એમાં આ ધારાથી હરિજનો જૈનમંદિરમાં પ્રવેશ કરે એનો વિરોધ કરવામાં આવ્યો હતો; એટલું જ નહીં, આની સામે એક ટેસ્ટકેસ (નમૂનાનો દાવો પણ કરી લેવાનું ઇષ્ટ માની લેવામાં આવ્યું છે! આ માટે શું કહીએ ? ટેસ્ટકેસનું પરિણામ શું આવશે એની ચર્ચામાં ઊતરવાની મુદ્દલ જરૂર નથી; અમારે મન તો આ પ્રશ્ન કાયદાનો નહીં, માણસાઈનો જ છે. દિગંબર જૈન સમાજના એક આગેવાન ઉદ્યોગપતિ અને અખિલ ભારત દિગંબર જૈન પરિષદના પ્રમુખ શ્રી શ્રેયાંશપ્રસાદજીએ આ પ્રસંગે જે નિવેદન પ્રગટ કર્યું છે તેથી અમે ખૂબ હર્ષિત થયા છીએ. એ નિવેદનમાં તેઓ દિગંબર ભાઈઓને કહે છે : “જૈનોનાં મંદિરોમાં હરિજનોના પ્રવેશ અંગેનો પ્રશ્ન વ્યાપક રીતે ચર્ચાઈ રહ્યો છે, અને સારા કે દેશમાં અને ખાસ કરીને મધ્યભારત રાજ્યમાં આ વિષય અવિરત ચર્ચાનો પ્રશ્ન બની રહ્યો છે. પણ આ પ્રશ્નને વ્યક્તિગત અથવા કોમી દૃષ્ટિએ જોવો એ યોગ્ય નથી. માનવીની સમાનતા એ નગ્ન સત્ય છે, અને દરેક ધર્મે એને માન્ય રાખેલ છે. જેને સિદ્ધાંતોમાં બધા જ જીવોની સમાનતાનો સિદ્ધાંત સ્પષ્ટપણે સ્વીકારેલ છે; કારણ કે “અહિંસાને સર્વોચ્ચ સ્થાન અપાયું છે. “અહિંસા"નો અર્થ માત્ર એ જ નથી કે કોઈને મારવું નહિ, પણ એનો વ્યાપક અર્થ તો એ છે કે જાયે-અજાણ્ય કોઈના આત્માને દુઃખ પણ પહોંચાડવું જોઈએ નહિ. એ નૈતિક અને વ્યવહારુ દષ્ટિ તો છે જ, પણ મંદિરોમાં હરિજનોને પ્રવેશતાં અટકાવવા પર કાયદાથી પણ પ્રતિબંધ મૂક્યો છે. ૧૯૫૫નાં અસ્પૃશ્યતા-ગુના-ધારો સારા યે દેશમાં ગયા જૂન માસથી અમલમાં આવતાં અસ્પૃશ્યતાને ચાલુ રાખવી તે વોરંટ વગર પકડી શકાય તેવો ગુનો છે. આ ધારો જૈન, બૌદ્ધધર્મી અથવા શીખધર્મીઓ સહિત હિંદુઓને લાગુ પડે છે. આ પરિસ્થિતિ હેઠળ હરિજનોને જૈનોના મંદિરમાં દાખલ થતા અટકાવવાનું પગલું ખેદજનક છે, આ પ્રકારનું વલણ આપણા રાષ્ટ્રની નૈતિક, સામાજિક અને આર્થિક પ્રગતિનું રુન્ધન કરશે, અને મધ્યભારતની સરકારને વિષમ પરિસ્થિતિમાં મુકાવું પડશે, જે, મારી દૃષ્ટિએ, જેનો પોતે પણ પસંદ નહિ કરે.” શ્રી શ્રેયાંશપ્રસાદજીનું આ નિવેદન બહુ સમયસરનું અને સાચી દિશાનું છે. આપણે જો અસ્પૃશ્યતાને, આપણા ધર્મ અને મંદિરોની પવિત્રતાનું નકલી બહાનું કાઢીને ટકાવી જ રાખવા માગતાં હોઈશું, તો છેવટે કેવી કડતી રી સ્થિતિ પેદા Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ જિનમાર્ગનું જતન થશે તેનું બહુ જ આછું સૂચન નીચેના સમાચારમાં મળી રહે છે એ તરફ અમે સૌ કોઈનું ધ્યાન દોરીએ છીએ. પી. ટી.આઈ. સમાચા૨સંસ્થાએ તા. ૨૩-૯-૧૯૫૫ના રોજ નવી દિલ્હીથી મોકલેલા એ સમાચાર કહે છે - “અ. ભા. હિરજન લીગની આજે મળેલી તાકીદની સભાએ આજે દેશના કોઈ પણ ભાગમાં દિગંબર જૈનોના દહેરાસરોમાં હરિજનોને ન પ્રવેશવા દેવા અંગે મંગળવારે ઇન્દોરમાં નિર્ણય કરનારાઓ સામે ફરિયાદ માંડવા ભારત સરકારને વિનંતી કરવાનો નિર્ણય કર્યો હતો. આ અંગે કાનૂની સલાહ મેળવવા ત્રણ સભ્યોની એક પેટા-સમિતિ નીમવામાં આવી હતી. “સભાએ હરિજનોને તમામ દિગંબર જૈનોનો સામાજિક બહિષ્કાર કરવાની હાકલ કરી હતી. ઝાડુવાળાઓએ દિગંબર જૈનોનાં મકાનોમાં પોતાની સેવા આપવી. નહિ.” આ સમાચાર બહુ ટૂંકા અને નગણ્ય જેવા પણ કોઈને લાગે. પણ અમે એને ગંભીર રીતે જોઈએ છીએ. અસ્પૃશ્યતાને ટકાવી રાખવા માટે આપણા માટે જો કાયદાનાં દ્વાર ખુલ્લાં હોય, તો પોતાની જાતનો ઉદ્ધાર કરવા માટે, જરૂર પડ્યે આવું જલદ અને કડવાશભર્યું પગલું ભરતાં હિરજનોને પણ કોણ અટકાવી શકશે ? ખરી રીતે તો દિગંબર જૈન સમાજે આ પ્રશ્નમાં શેઠ આ. ક.ની પેઢીથી પણ આગળ રહેવું જોઈતું હતું; તેમ નથી થઈ શકયું તેની ચિંતા કરવાની જરૂર નથી. સારું કામ શરૂ કરવામાં કદી પણ મોડું થયું ન સમજવું. જૈન સંસ્કૃતિના સામૂહિક અભ્યુદયની વ્યાપક ભાવનાથી પ્રેરાઈને અમે દિગંબર ભાઈઓને આ વાત કહી છે. તેઓ એ રીતે જ એને સમજે અને મંદિર-પ્રવેશના પ્રશ્ન સંબંધમાં પોતાનો નિર્ણય વહેલામાં વહેલી તકે જાહેર કરે એ જ અભિલાષા. (તા. ૩૦-૪-૧૯૫૫ અને તા. ૧૫-૧૦-૧૯૫૫ના લેખોનું સંકલન) (૮) જૈનધર્મનું સ્વયંભૂ વિસ્તરણ ધર્મી ગણાતા સમાજમાં કે કુટુંબમાં જન્મ-લેવા-માત્રથી ધર્મી થઈ જવાતું નથી, પણ એ માટે જાતે પુરુષાર્થ કરવો પડે છે; અલબત્ત, એમાં સમાજ કે કુટુંબમાં પોષાયેલા સંસ્કારો ઉપયોગી થઈ પડે છે એ સાચું છે. વળી, જે વર્ણ કે જ્ઞાતિને આપણે ઊતરતી કોટિની માનીએ છીએ, એમાં જન્મનાર વ્યક્તિ અધર્મી કે ધર્મવિમુખ જ હોય એમ માની લેવું એ પણ અનુચિત અને સત્યની ઉપેક્ષા કરવા જેવું છે. Page #230 -------------------------------------------------------------------------- ________________ ઉપેક્ષિત વર્ગોનો ધર્મ દ્વારા ઉદ્ધાર : ૮ મુંબઈથી શ્રી કુમારપાળ વિ. શાહના સંપાદકપણા નીચે પ્રગટ થતા ‘વર્ધમાન જૈન' લઘુપાક્ષિકના તા. ૧૫-૪-૧૯૭૬ના અંકમાં ‘ચમારોને અભિનંદન’ નામે લખાણ આ સત્યનું સમર્થન કરે છે. એ સૌ જિજ્ઞાસુઓને જાણવા જેવું હોવાથી અહીં સાભાર રજૂ કરીએ છીએ : “સવાઈ માધવપુર જિલ્લો. તેમાં હિડૌન ગામ. ગામમાં ૧૫ હજારથી વધુ ચમાર કોમની વસ્તી. તેમનો વ્યવસાય મોટા ભાગે કડિયાકામ અને સુથારીકામનો. કેટલાક ખેતી પણ કરે, તો કેટલાક નોકરી પણ કરે છે. જાતે ચમાર, પણ હૈયાથી જૈન. ભગવાન મહાવીરના પરમ ભક્ત. ગામમાં જિનમંદિરમાં ધાતુની પ્રતિમાની તેઓ ભક્તિ કરે. ૨૦૭ “અમારા તાજેતરના પ્રવાસમાં આ ભાઈઓએ એક મકાન બનાવ્યું. પણ અમે માત્ર ચાર દીવાલનું ઈંટ-ચૂનાનું મકાન ન જોયું; અમે ત્યાં ઈંટ-ચૂનામાં ભળેલ ચમારભાઈઓની ભક્તિ જોઈ, ભાવના જોઈ, જિનેશ્વર પ્રત્યેનો પ્રેમનો ઉત્સાહ અને ઉમંગ જોયો. “અમને જાણવા મળ્યું કે એક-એક રૂપિયો કરી, તેઓએ રૂ. ૩૦ હજાર ભેગા કર્યા હતા. તેમાંથી જૈનમંદિરના નિર્માણ માટેની સામગ્રી લાવ્યા; પણ પરિશ્રમ છતાં ચણતર પૂરું ન થયું. “આ ભાવનાઘેલા ભાઈઓએ અમને કહ્યું : ‘અમારે ભગવાનને મંદિરમાં બેસાડવા છે, પણ અમને તેની સૂઝ નથી પડતી. મકાન તો ચણવા લીધું. પરંતુ પૈસાના અભાવે પૂરું કરી શક્યા નથી.’ “અમે રાતના એક સભા બોલાવી. સભામાં ચાર હજારથી વધુ ચમાર જૈનો હાજર રહ્યા . અમે તેઓને ભક્તિ અને ભોજનની સમજ આપી, અને તમે નહિ માનો; તે જ સમયે આ સમાજના આગેવાન નવયુવકે પોતાના ભાષણમાં ઘોષણા કરી કે અમારા સમાજમાંથી આજ પછી હવે કોઈ દારૂ-માંસનો સ્પર્શ નહિ કરે, આજથી અમે તેને તિલાંજલિ આપીએ છીએ. અમારા સમાજમાંથી તે જે કોઈ લેશે તેનો સમગ્ર સમાજ બહિષ્કાર કરશે. “સભામાં અમે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજી અને શ્રી મહાવીરસ્વામીજીના દર્શનીય ફોટા આપ્યા. પાઠશાળાઓ શરૂ કરવાના તેમ જ અધૂરા મંદિરને પૂર્ણ કરવાના પણ ત્યાં નિર્ણય લેવાયા. છેલ્લે આપને યાદ આપીએ કે આ ભાઈઓ ફાગણ વદ બીજના દિવસે દર વરસે ભવ્ય રથયાત્રા કાઢે છે. તેમાં આસપાસનાં હજારો ભાઈ–બહેનો જોડાય છે.” આ લખાણનો ફલિત અર્થ એ થયો કે માનવીને માત્ર કુળપરંપરાથી મળેલ ધર્મ એ એનો ધર્મ નહિ, પણ જે વ્યક્તિ જે ધર્મને પાળી જાણે તે એનો ધર્મ. (તા. ૨૬-૬-૧૯૭૬ ) Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ જિનમાર્ગનું જતન (૯) ધરમ પરોણો, વરસે હૈયું લાખાબાવળસૌરાષ્ટ્ર)થી પ્રગટ થતા “શ્રી મહાવીર-શાસન' પાક્ષિકના તા. ૧૬૪-૧૯૫૭ના અંકમાં એક જાણવા જેવો પ્રસંગ વર્ણવાયો છે. એ પ્રસંગનો અનુભવ “શ્રી મહાવીર-શાસન' પત્રના આદ્યતંત્રી અને અત્યારના મુનિશ્રી જિનેન્દ્રવિજયજીને પોતાને જ થયેલો છે; એટલે એની યથાર્થતામાં શંકા લાવવાનું કોઈ કારણ નથી. જૈનેતર-સંસ્કાર' એ મથાળા નીચે છપાયેલ કોઈ પ્રેરક કથા જેવો એ પ્રસંગ આ પ્રમાણે છે : પૂજ્ય મુનિરાજ શ્રી જિનેન્દ્રવિજયજી-આદિ અતિઆગ્રહથી દીક્ષા બાદ બે દિવસ વઢવાણ સીટીમાં રોકાયા હતા. વ્યાખ્યાનમાં લોકોએ ઠીક લાભ લીધો હતો. ફા. સુદ ૪ના બપોર પછી વિહાર કરતાં મોટો સમુદાય વળાવવા માટે આવ્યો હતો. કેમ્પ-દરવાજે મંગલિક સંભળાવી પૂ. મુનિશ્રીએ થોડી વાર ધર્મદેશના આપી હતી. તળાવ પાસે બીજી વખત મંગલિક સંભળાવેલ અને ત્યાંથી સર્વે સ્નેહાર્દ હૃદયે પાછા ફર્યા હતા. કેમ્પમાં પૂજ્ય પં. શ્રી કાન્તિવિજયજી મ. ની નિશ્રામાં થયેલ પ્રતિમા વિસર્જન-વિધિમાં ભાગ લઈ પૂ.મ. શ્રીએ ફા.સુદ ૫ના બપોર પછી વિહાર કર્યો હતો. ગોદાવરીની છાપરીએ રાત રહી સવારે આગળ ચાલ્યા હતા. સૂર્યોદયને અર્ધા કલાક થયો હશે, એકાએક વાયવ્ય કોણમાંથી વાદળાંઓના ગંજ આવવા લાગ્યા. જોતજોતામાં તો આખું આકાશ અષાઢ મહિનામાં હોય તેવું થઈ ગયું. થોડી વારમાં ધુમ્મસ એકદમ વરસવું શરૂ થયું. આ વખતે મ. શ્રી કુકડા ગામ પાસે પહોંચ્યા હતા. ત્યાં ગામ બહાર પૂછપરછ કરતાં ગામમાં ચોરો છે એમ નક્કી થતાં ધુમ્મસમાં થોડી વાર બેસવા ગામમાં ગયા. તે વખતે એક સાત વર્ષનો છોકરો પૂછવા લાગ્યો : “તમારે ક્યાં જવું છે ?' મ. શ્રીએ કહ્યું : “મૂળી જવું છે, પરંતુ ધુમ્મસ છે એટલે કલાકેક કયાંય બેસવું છે. ચોરો કઈ બાજુ છે?' છોકરાએ કહ્યું : “અમારે ઘેર ચાલો.' હરખાતો-હરખાતો તે મ. શ્રીને તેને ઘેર લઈ ગયો. જરા વિચારજો : આ બાળકને જૈનધર્મ શું છે તેની ખબર પણ નથી. પણ એમના માબાપોમાં ધર્મના સંસ્કાર કેવા હશે ? ગામમાં વણિકનું એક પણ ઘર ન હોવા છતાં આ પ્રમાણે સાધુને બહુમાનથી તે પોતાને ઘેર લાવે ! આવો બાળક કેવી રીતે તૈયાર થયો હશે ? “આપણી સ્થિતિ કેવી છે? આંગળી ચીંધી મહારાજને ઉપાશ્રય બતાવી દેવા જેવી જ ને ! ફળીમાં જતાં જ તેના પિતા બેઠા હતા તે ઊભા થઈ ગયા અને પધારો, પધારો, અમારાં ધન્ય ભાગ્ય, અમારે આંગણે આવ્યા” – એમ કહેતાં અંદર તેડી ગયા અને જાજમ લાવી પાથરવા લાગ્યા, તથા કહેવા લાગ્યા કે “મહારાજ, ચા-પાણી તૈયાર છે, માટે લાભ આપો.” Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ ઉપેક્ષિત વર્ગોનો ધર્મ દ્વારા ઉદ્ધાર : ૯ “મ. શ્રી. જાજમ ઉપર બેસાય નહિ' એમ કહી એક બાજુ આસન પાથરી બેઠા. આ ઘર હતું ધન ગઢવીનું. ઘરમાંથી બૈરાં-છોકરાં બધાં પગે લાગી ગયાં. બાદ તેણે કહ્યું: “બાપુ, ઉકાળેલું પાણી તૈયાર છે. તપાસ કરતાં અચિત્ત પાણી હતું, એથી અતિ આગ્રહ થતાં મ. શ્રીએ પણ લાભ આપ્યો. ખૂબ આગ્રહથી અને બહુમાનથી તેમણે વોરાવ્યું. મ. શ્રીએ વિધિ મુજબ ગ્રહણ કરી તેનો ઉપયોગ કર્યો. બાદ ઘરનાં બધાં આવીને બેઠાં. મ. શ્રી પાસે દરેકે વાસક્ષેપ નંખાવ્યો. મ. શ્રીએ પણ થોડી વાર ધના ગઢવી આદિ પાસે ધનાજી શાલિભદ્રજીના દૃગંતપૂર્વક દાનધર્મનો મહિમા સંભળાવ્યો. “ખૂબ ઉપકાર માનતા તેઓએ ચરણરજ મસ્તકે ચડાવી, તેમ જ રોકાવા માટે પણ આગ્રહ કર્યો, પરંતુ મ. શ્રીને જવાની ઉતાવળ હોવાથી રોકાવાની ના પાડી. “મ. શ્રી જવા તૈયાર થયા, ત્યાં બધાં બહુમાનભરી નજરે જોઈ રહ્યાં. “વળી પધારજો, દર્શન દેજો' એમ બોલવા લાગ્યાં. ગઢવી પોતે મ. શ્રીને મૂકવા માટે સાથે ચાલ્યા; દૂર સુધી આવી મંગલિક સાંભળ્યા બાદ તેઓ પાછા ફર્યા. આ એક જૈનેતર કુટુંબના આદર્શ સંસ્કારોનું જરા વર્ણન છે. આ ઉપરથી આપણે જેન છીએ, આપણું કુળ આદર્શ, સંસ્કારો પણ આદર્શ આ બધું હોવા છતાં તે આપણી પાસે અત્યારે રહેલાં છે કે નહિ તે વિચારવા જેવું છે. ઘરને આંગણે મુનિમહારાજ પધાર્યા હોય તો ઊભા થઈ હાથ જોડવા જેટલો કે “પધારો' કહેવા જેટલો પણ વિનય આપણામાં છે કે નહિ તે આત્માને પૂછી, ન હોય તો કેળવવો. જૈનેતરોના પણ આવા સુંદર સંસ્કારો જોઈ જૈનોએ તો તેનાથી પણ ઉમદા સંસ્કારો મેળવવા જોઈએ.” આમ જોઈએ તો આ એક સામાન્ય પ્રસંગ છે; આમ છતાં આ હકીકત અમને સમાજ સમક્ષ રજૂ કરવા જેવી અને એ અંગે થોડીક નોંધ લખવા જેવી લાગી છે તે ખાસ નીચેના કારણસર : સૌથી પહેલી વાત તો, જન્મના કારણે જ આપણે અમુક માણસોને ઊંચા અને અમુકને નીચા માની લઈએ છીએ – એ આપણી માન્યતા કેટલી ભ્રામક અને નિરાધાર છે એ આ ઉપરથી સમજાય છે. ભગવાન મહાવીરે તો છડેચોક આવા ભેદનો વિરોધ કર્યો હતો, અને “જે ગુણવાન તે ઊંચો” એવી ગુણમૂલક અને ગુણગ્રાહક દૃષ્ટિનો જ પુરસ્કાર કર્યો હતો. પણ જતે દિવસે આપણા હૃદયની જાગૃતિ ઓછી થઈ, તેથી પોતાની જાતને કેવળ જન્મને કારણે જ ઊંચી સાબિત કરવાના મોહમાં આપણે ફસાયા; જતે દહાડે એમાં કંઈક સ્થાપિત હિત પણ ગોઠવાતાં ગયાં. એટલે આપણે વિશ્વમૈત્રીના પાયારૂપ ભગવાન મહાવીરની એ પ્રરૂપણાને વીસરી ગયા. Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ જિનમાર્ગનું જતન બીજી વાત એ કે શ્રીમંત બાપને ત્યાં જન્મેલો, સોના-રૂપાને ઘૂઘરે રમેલો અને ગર્ભશ્રીમંત તરીકે લાડકોડમાં મોટો થયેલો છોકરો જેમ સંપત્તિ-ઉપાર્જન કરવાની મહેનતના અને સંપત્તિના મહત્ત્વને નથી પિછાણી શકતો, કંઈક એવી જ સ્થિતિ આપણી - જૈનધર્મના અનુયાયીઓની, ભગવાન મહાવીરના ધર્મના વારસદારો બની બેઠેલાની – થઈ ગઈ હોય એમ લાગે છે. એ વારસો કેટલો મહામૂલો છે, અને એ વારસાના વારસદાર બનનારને શિરે કેટલી મોટી જવાબદારી આવી ખડી થાય છે એ વાત જ આપણે તો ભૂલી ગયા છીએ. તરસ્યાં વટેમાર્ગુઓને પાણી પાવા માટે પરબ ઉપર બેસારેલ માનવી બધા ય પાણીને તાળા-કૂંચીમાં બંધ કરીને બેસી જાય એવી રીતે આપણે જૈનધર્મનાં દ્વાર બીજાંઓને માટે જાણે બંધ કરી દીધાં છે. પરિણામે, ન તો આપણે પોતાનું ભલું કરી શક્યા, ન વિશ્વનું કલ્યાણ સાધવામાં આપણો ફાળો આપી શક્યા. ત્રીજી વાત એ છે, કે “મહાવીર-શાસન' પત્ર એ કોઈ સુધારક પત્ર નથી; રૂઢિચુસ્તપણાનું સમર્થક પત્ર છે. છતાં ગુણ તરફ ઢળવાની વૃત્તિ માનવીને થઈ આવે છે – એ પ્રમાણે આ ગઢવીના કિસ્સા તરફ એનું ધ્યાન ગયું, અને એણે જૈનસંઘનું ધ્યાન એ તરફ દોર્યું. આનો અર્થ એ કે રૂઢિચુસ્ત હોય કે સુધારક, માનવહૃદયનો ઢોળાવ તો હમેશા ગુણને ગ્રહણ કરવા તરફ જ રહે છે. પણ જ્યારે એમાં ઊંચ-નીચપણાના કાષાયિક ભાવો જાગે છે, ત્યારે જ એ ગુણગ્રાહક દૃષ્ટિ દબાઈ જાય છે. અને સૌથી વિશેષ મહત્ત્વની વાત એ છે કે ગામોગામ અને પ્રદેશ-પ્રદેશમાં પાદવિહાર કરીને વિચરતા મુનિવરો જો પોતાનો આવા અનુભવોનો બોધપાઠ ગ્રહણ કરતા રહે અને એને સમાજ સમક્ષ રજૂ કરતા રહે, તો ગૌરવભર્યા ભૂતકાળનો કે બહુમૂલા ધાર્મિક, આધ્યાત્મિક વારસાનો જે કેફ આપણને ચડી ગયો છે અને એ કેફના કારણે આપણે ભાન ભૂલી ગયા છીએ, એમાંથી આપણે ઊગરી જઈએ, અને “જન્મથી મળ્યો તે ધર્મ' એવી ખોટી માન્યતાનો ત્યાગ કરીને “પાળે તેનો ધર્મ' એવી સાચી દૃષ્ટિને સમજતા થઈએ. સાચા ધર્મગુરુઓ તો કોઈ પંથ, સંપ્રદાય કે વાડાના તાબેદાર નહીં, પણ સમગ્ર વિશ્વના કલ્યાણના હામી છે. એટલે એમના પુરુષાર્થની ગંગા તો વિશ્વના સમગ્ર જીવો માટે જ વહેવી જોઈએ. (તા. ૧૫-૬-૧૯૫૭) Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ ઉપેક્ષિત વર્ગોનો ધર્મ દ્વારા ઉદ્ધાર ૧૦ (૧૦) યુવકવર્ગને અપનાવવાની જરૂર થોડા વખત પહેલાં જાન્યુઆરી માસના અંતમાં તથા ફેબ્રુઆરીના શરૂઆતના દિવસોમાં) તેરાપંથી સંપ્રદાય તરફથી, રાજસ્થાનમાં રાજનગર ગામે આચાર્ય શ્રી તુલસીના સાંનિધ્યમાં, મર્યાદામહોત્સવની મોટા પાયા પર ઉજવણી કરવામાં આવી હતી. આ ઉત્સવના કાર્યક્રમમાં શિક્ષિત યુવક-સંવિવાદનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ તા. ૨-૨-૧૯૬૩ના રોજ બપોરના ઉજવાયો હતો; એમાં આચાર્ય તુલસીએ હાજરી આપી હતી. આ પ્રસંગે યુવકોએ અત્યારની સામાજિક તેમજ ધાર્મિક સ્થિતિ પ્રત્યે તેમ જ મોટાઓના યુવાનો પ્રત્યેના વર્તન પ્રત્યે પોતાની વેદના વ્યક્ત કરી હતી. આ વાર્તાલાપની ટૂંકી નોંધ જૈન ભારતી'ના તા. ૨૪-૨-૧૯૬૩ના અંકમાં આપવામાં આવી છે. એ નોંધ, એકંદરે બધા ફિરકાની અત્યારની ઊછરતી પેઢીની મનોવ્યથાને ઠીકઠીક પ્રમાણમાં વ્યક્ત કરે છે. આ પ્રસંગે જુદા-જુદા યુવકોએ જે કંઈ કહ્યું તેનો સાર “જૈન-ભારતી'માં આપવામાં આવ્યો છે. તે સાર આપણે, આપણા યુવકોએ અને આપણા આગેવાનો અને ધર્મગુરુઓએ જાણવા-વિચારવા જેવો હોવાથી એનો અનુવાદ અહીં નીચે આપીએ છીએ : શરૂઆતમાં આ સંવિવાદનો ઉદ્દેશ સમજાવતાં ઉદેપુરના શ્રી હીરાલાલ કોઠારીએ કહ્યું: “યુવકો અણુવ્રત-આંદોલનમાં રસ કેમ નથી લેતા, તેમ જ સામાજિક ક્રાંતિરૂપ લગ્ન વગેરેના ખર્ચાઓ ઘટાડીને સમાજમાં પરિવર્તન લાવવા માટેની “નવા વળાંક (નવા મોડ)ની પ્રવૃત્તિથી આઘા કેમ રહે છે એ અંગે સૌ પોતપોતાના વિચારો દર્શાવી શકે એટલા માટે આ સંવિવાદ યોજવામાં આવ્યો છે.” [૧] આ પછી નાથદ્વારાના શ્રી હીરાલાલજી કોઠારીએ માતા-પિતાના વ્યવહાર અંગે ટકોર કરતાં તેમ જ બીજી બાબતો અંગે પોતાનું દુઃખ વ્યક્ત કરતાં કહ્યું : “(૧) મા-બાપ આપણને ઉપદેશ આપે છે, તે પ્રમાણે તેઓ જાતે વર્તતાં નથી. આપણી દલીલોનું સમાધાન તેઓ કરી શકતાં નથી અને કેવળ ઉપદેશથી આપણું મન આકર્ષાતું નથી. (૨) આપણને જોઈએ તેવું શિક્ષણ નથી મળતું; શિક્ષણનું ધ્યેય કેવળ ડિગ્રી મેળવવી એ જ છે. આથી મેળ નથી બેસતો. (૩) સમાજના મુખ્ય આગેવાનોમાં આગેવાની લેવાની અને જાહેરમાં આવવાની જેટલી લાલસા દેખાય છે, એટલી કાર્ય પ્રત્યે નિષ્ઠા નથી.” [૨] નમાણાના શ્રી ભંવરલાલજી બાગચાએ કહ્યું: “(૧) નિયમો(વ્રતો)નો સ્વીકાર કરતાં પહેલાં એની ભાવનાને સમજવાની જરૂર છે. નિયમો લેનારા નામનાની Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ જિનમાર્ગનું જતન લાલસાથી એ લે છે. સાધુઓ પણ નિયમો લેનારાની સંખ્યામાં વધારો કરવાના પ્રલોભનમાં ફસાઈ જાય છે; પણ આગળ જતાં ભાવનાને ન સમજવાને લીધે, કોરા રહી જાય છે. (૨) અણુવ્રત-આંદોલન એ એક રાજદ્વારી તુક્કો (સ્ટેટ) છે. અધિવેશન, સંવિવાદ (સેમિનાર) અને વાર્તાલાપોમાં આગેવાનો અને સત્તાધારીઓને જ બોલાવવામાં આવે છે; વિદ્વાનોની પસંદગી કરવામાં નથી આવતી. (૩) સાધુસંતો રોજ સામાયિક અને સાધુઓનાં દર્શન કરવાનો આગ્રહ કરે છે; એમની પાસે ન જઈએ તો પૂછે છે, કે “કેમ નહોતા આવ્યા?’ આમાં યુવકો પોતાનું અપમાન થતું માનીને ત્યાંથી ચાલતા થવાનો પ્રયત્ન કરે છે.” [3] નાથદ્વારાના શ્રી ઇન્દ્રજિતું કર્ણાવટે કહ્યું: “(૧) અમે યુવકો સક્રિય નથી એવું દોષારોપણ અમારા ઉપર શા માટે કરવામાં આવે છે ? અમને સક્રિય બનાવવાનો કોણે પ્રયત્ન કર્યો ? કોઈએ આવો પ્રયત્ન કર્યો તો પોતાના સ્વાર્થને ખાતર. (૨) આગેવાનો આંદોલન (અણુવ્રત આંદોલન) ને માટે નવા લોહીને સ્થાન નથી આપતા; એમને પોતાનું પદ જતું રહેવાનો ભય સતાવ્યા કરે છે. (૩) યુવકો કેટલાય રાજદ્વારી પક્ષો સાથે સંબંધ રાખે છે, જ્યારે આંદોલન એક પક્ષ સાથે. (૪) નૈતિકતાના પ્રચારને માટે રાજમહેલોના દરવાજા ખખડાવવામાં આવે છે; અને પોતે તો નૈતિક છે જ નહીં! (૫) નેતાઓમાં પોતાની જાતનો દેખાડ કરવાની જ વૃત્તિ છે. (૬) સાધુત્વનો સ્વીકાર કરતાં પહેલાં દીક્ષાર્થીએ પોતાના ક્ષેત્રના બધા ય વર્ગોના યુવકો સાથે સંપર્ક સાધીને એમને (અણુવ્રત) આંદોલનનું સ્વરૂપ સમજાવવું ઘટે.” [૪] પંજાબના શ્રી આત્મારામ ગુપ્તાએ કહ્યું કે: “સમાજમાં એવા લોકોને પ્રતિષ્ઠા મળે છે કે જેમનું વ્યાવહારિક જીવન આદર્શ નથી હોતું.” [૫] ગંગાપુરના શ્રી દેવેન્દ્ર હિરણે કહ્યું : “(૧) જેવા ખોરાકની યુવકો અપેક્ષા રાખતા હતા એવો ખોરાક આંદોલન દ્વારા એમને પૂરો પાડવામાં નથી આવ્યો; એમની સામે કોઈ એવો કાર્યક્રમ રજૂ કરવામાં નથી આવ્યો કે જેમાં યુવકો પોતાની શક્તિ લગાવે. (૨) સાધુઓએ યુવકોનો બને તેટલો સહયોગ કર્યો, પણ અપેક્ષા તો એ હતી કે યુવકો માર્ગદર્શનને માટે સાધુઓના સહયોગની યાચના કરે. (૩) કાર્યકર્તાને પોતાનું માન સચવાતું નથી લાગતું કાર્યકરોના કાર્યનું મૂલ્યાંકન નથી થતું. (૪) ધનવાન વ્યક્તિ કેટલાક પૈસા આપીને સંસ્થાઓને ખરીદી લેવા ચાહે છે; દરેક કામમાં પોતાના નામની જાહેરાત જોવા માગે છે. તેથી યુવકશક્તિ પાછી પડી જાય છે.” [૬] લાવા સરદારગઢના શ્રી કનૈયાલાલ કછારાએ કહ્યું : “(૧) આંદોલનનો સીધો સંબંધ તેરાપંથ સાથે છે, તેથી બીજાઓ નજીક આવ્યા છતાં દૂર ચાલ્યા જાય છે. (૨) આપણે લોકો બીજાઓને સુધારવા માગીએ છીએ, પોતાની જાતને નહીં. Page #236 -------------------------------------------------------------------------- ________________ ઉપેક્ષિત વર્ગોનો ધર્મ દ્વારા ઉદ્ધાર : ૧૦ (૩) નેતાઓને બોલાવીને એમને આગળ-પડતું સ્થાન આપવામાં આવે છે. (૪) અણુવ્રત-સમિતિ જેઓ કામ કરવા ઇચ્છે છે, એવાઓના હાથમાં નથી. તેરાપંથીઓ એના પ્રત્યે પોતાનો મોહ છોડવા નથી માગતા; બલ્કે એને વળગી રહેવા માગે છે. (૫) કાર્યકર્તાઓની સામે કોઈ કામ નથી અને સેવા કરનારા તો તૈયાર છે, પણ એમની સામે ન કોઈ માર્ગ છે, ન દિશા.” [9] રાજનગરના શ્રી સમર્થમલ જૈને કહ્યું : ‘(૧) થોડાક માણસોમાં પર્દા કે દહેજની પ્રથામાં પરિવર્તન કરાવવાથી સુધારો નથી થઈ જતો. સામાજિક બુરાઈઓનું સામૂહિક ઉન્મૂલન થવું જોઈએ; નહીં તો બાકીનાં ઘરોના ગંદા વાતાવરણની અસર સફાઈ કરેલાં ઘરો ઉપર થયા વગર નહીં રહે. (૨) અણુવ્રતી ખોટી સાક્ષી પણ પૂરે છે. એમને માટે સામાજિક અદાલત હોવી જોઈએ, જેમાં એમને ખડા કરી શકાય.’’ આચાર્ય તુલસીએ આવો મુક્ત મનનો સંવિવાદ પોતાની હાજરીમાં ચાલવા દીધો એ, ખરેખર, આનંદ ઉપજાવે એવી બાબત છે; બીજા ધર્મગુરુઓ પણ આ રીતે યુવકમાનસને સમજવાનો પ્રયત્ન કરે એ ઇચ્છવા જેવું છે. મુનિશ્રી બુધમલજીએ આ સંબંધમાં કેટલાક ખુલાસા કર્યા બાદ આચાર્ય તુલસીએ કહ્યું : “તમારા સ્પષ્ટ વિચારોને સાંભળીને મને આનંદ થયો. હું નથી ઇચ્છતો કે તમે મારી પ્રશંસા જ કરતા રહો. હું તો કહું છું કે તમે એવા વિચારોને પણ રજૂ કરતા રહો કે જે તમને આગ જેવા લાગતા હોય. લાગણી વ્યકત કરવામાં સંકોચ કરવાની જરૂર નથી, પણ એ સંયત ભાષામાં વ્યકત થવી જોઈએ; પછી ભલે સાધુઓના સંબંધમાં હોય, તેરાપંથ-સંબંધી હોય કે ખુદ મારા વ્યક્તિગત વિષય અંગે હોય. તમારા વિચારોનું સ્વાગત થશે, અને એમાં અમને અમારી જાતનું નિરીક્ષણ કરવાનો અવસર મળશે. અત્યાર સુધી હું યુવકો સાથે ઘનિષ્ઠ સંબંધ નથી રાખી શકયો, પણ હું ઇચ્છું છું કે એવું બને. જો યુવકો (અણુવ્રત) આંદોલનમાં આગળ આવશે તો હું મારું ચાલશે ત્યાં સુધી, એમને પ્રોત્સાહન આપીશ. જ્યારે યુવાનો આગળ આવીને પોતાની શક્તિનો સાથ આપશે ત્યારે મને આનંદ થશે.’’ ૨૧૩ આમાં આ યુવકમિત્રોએ જે કંઈ કહ્યું તેના ગુણ-દોષમાં ઊતરવાની જરૂર નથી. આપણા માટે તો એમના આ સ્પષ્ટ અને ક્યારેક આકરા લાગી જાય એવા ઉદ્ગારોમાં એમની મનોવ્યથાનું જે દર્શન થાય છે એ જ ખરી વાત છે. અને આ વ્યથા કેવળ એ બોલના૨ યુવાનોની નહીં, પણ સમસ્ત યુવકવર્ગની છે એ કહેવાની જરૂર નથી. આનો બોધપાઠ એ છે કે વડીલોએ, આગેવાનોએ અને ખાસ કરીને ધર્મગુરુઓએ ખૂબ ખંત, ધીરજ અને ઉત્સાહપૂર્વક યુવકવર્ગને અપનાવવાની જરૂર છે. (તા. ૧૩-૪-૧૯૬૩) Page #237 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપ્રસારની પ્રવૃત્તિઓ (૧) જગતાપ શમાવે તેવાં જૈન-ધર્મ-સંમેલનોની જરૂર અખિલ ભારતીય સ્થાનકવાસી કૉન્ફરન્સના દિલ્હીથી પ્રગટ થતા સાપ્તાહિક મુખપત્ર (હિન્દી) “જૈન-પ્રકાશના તા. ૧૫-૫-૧૯૬૨ના અંકમાં “જૈન-સાહિત્યસંમેલનની જરૂર' નામે એક ટૂંકી સંપાદકીય નોંધ પ્રગટ કરવામાં આવી છે. “જૈનપ્રકાશે જે જૈન-સાહિત્ય-સંમેલનની વાત કરી છે, તે આધુનિક જૈન સાહિત્યકારોના સંમેલનને અનુલક્ષીને કરી છે. પણ આપણે જ્યારે જૈન-સાહિત્ય-સંમેલનની જરૂર અંગેના વિચારો રજૂ કરતા હોઈએ, ત્યારે એ વિચારોને કેવળ આધુનિક ઢબની સાહિત્યકૃતિઓના સર્જકોના મિલન પૂરતા મર્યાદિત રાખવાને બદલે એને વ્યાપક અને યથાર્થ બનાવીને એવા સંમેલનને સર્વાગીપણે જૈન-સાહિત્ય-સંમેલન બનાવવું જોઈએ; આવું સંમેલન ભરવાનો સમય ક્યારનો પાકી ગયો છે – એમ ચારે તરફ વધી રહેલી જૈન સંસ્કૃતિ અને જૈન સાહિત્ય પ્રત્યેની લોકચિને જોતાં, કહ્યા વગર ચાલે એમ નથી. જૈન આચાર્યો અને અન્ય વિદ્વાનોએ સેકેરેકે જુદાજુદા વિષયોને લગતી સાહિત્યિક કૃતિઓનું જુદીજુદી પ્રાદેશિક ભાષાઓમાં, તેમ જ સંસ્કૃત-પ્રાકૃત જેવી પ્રાચીન ભાષામાં પણ વિપુલ પ્રમાણમાં સર્જન કરીને જૈન સાહિત્યને સમૃદ્ધ બનાવવાની સાથેસાથે ભારતીય સાહિત્યને પણ વિશેષ સમૃદ્ધ બનાવવામાં પોતાનો અવિસ્મરણીય ફાળો આપ્યો છે. અને અત્યારે આપણા માટે – સમસ્ત જૈનસંઘને માટે – દેશમાં અને દુનિયામાં પણ એવો સોનેરી અવસર ઊભો થયો છે, કે બધાનું ધ્યાન જૈન સાહિત્યના વિપુલ ખજાના તરફ સારા પ્રમાણમાં ખેંચાયું છે અને ઐતિહાસિક, સાંસ્કૃતિક, ભાષાકીય, ધાર્મિક અને તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ જૈન સાહિત્યના અધ્યયન તરફની લોકસૂચિમાં નોંધપાત્ર વધારો થતો જાય છે. જૈન સાહિત્ય પ્રત્યેની લોકરુચિમાં વધારો કરવામાં જૈનધર્મના પ્રાણરૂપ અહિંસાએ કંઈ નાનોસૂનો ભાગ ભજવ્યો નથી. વિકસતા વિજ્ઞાને લોકોમાં પોતાના જાન-માલની બિનસલામતીનો મોટો ભય ઊભો કર્યો છે, અને ક્યારે આખું વિશ્વ અશાંતિ અને સર્વનાશના ખાડામાં ધકેલાઈ જાય એ કહી શકાય એમ નથી. આવી સ્થિતિમાં સામાન્ય Page #238 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપ્રસારની પ્રવૃત્તિઓ : ૧ જનસમૂહનું ધ્યાન અહિંસક સંસ્કૃતિનો પ્રચાર કરતા ધર્મ તરફ જાય એ સ્વાભાવિક છે. લોકજીવનમાં અહિંસાની પ્રતિષ્ઠા વધારવામાં મહાત્મા ગાંધીએ જે સફળ, ભગીરથ પ્રયત્ન કર્યો છે, એના લીધે પણ વિશ્વના સામાન્ય જનસમૂહને અહિંસાનું શરણું શોધવામાં પોતાની વિશેષ સલામતી લાગે એમાં નવાઈ નથી. અલબત્ત, હજી એને અમલી રૂપ આપવાનો વ્યવહારુ માર્ગ શોધી કાઢવાનો બાકી છે. વિશ્વમાં વ્યાપેલી બિન-સલામતીની ભીતિને દૂર કરવા માટે અહિંસાના નિર્મળ માર્ગે મૈત્રી અને ભાઈચારાની ભાવનાનો પ્રચાર અને અમલ કરવા પુરુષાર્થ કરવો એ અહિંસાના સર્વોદયકારી ધ્યેયને વરેલ પ્રત્યેક ધર્મ કે સંસ્કૃતિના ઉપાસકની પહેલી અને પવિત્ર ફરજ છે. એ ફરજની ઉપેક્ષા એટલે એ ધર્મ કે સંસ્કૃતિની જ ઉપેક્ષા સમજવી. ધર્મ કે સંસ્કૃતિ જીવે છે માનવીના પોતાના આચરણમાં; પણ યુગોના યુગો સુધી માનવીને માનવતાનો, ધાર્મિકતાનો કે સંસ્કારિતાનો અમર સંદેશો મળતો રહે છે એ ધર્મ કે સંસ્કૃતિનાં શાસ્ત્રો અને ગ્રંથો મારફત જ. આ રીતે વિચારતાં ધર્મશાસ્ત્રો એ માનવજીવનની અમૂલ્ય અને શાશ્વત મૂડીનું સ્થાન પ્રાપ્ત કરી લે છે. આ કસોટીએ કસતાં જૈન સાહિત્યનું સ્થાન ઘણું ગૌરવભર્યું છે; અને આપણને આવો વિદ્યા-વારસો મળ્યો છે તે આપણું મોટું સદ્ભાગ્ય છે. એટલે જે સાહિત્ય આખી દુનિયાને માટે ઉપકારક સાબિત થઈ શકે એમ છે, એ સાહિત્યને યુગાનુરૂપ સ્વરૂપમાં દુનિયાની સમક્ષ રજૂ કરતાં રહેવું એ જૈનોની બહુ મોટી જવાબદારી છે. પણ એ જવાબદારીને તેઓ યોગ્ય પ્રમાણમાં ભાગ્યે જ અદા કરી શક્યા છે. એટલું સારું થયું કે આપણા આ યુગના કેટલાક જ્યોતિર્ધર મહાપુરુષોના પ્રયાસથી તેમ જ જૈન સાહિત્યની પોતાની ગુણવત્તા અને વિશિષ્ટતાને કારણે કોઈ વિશિષ્ટ પ્રયાસ વગર પણ, કેટલાક દેશ-વિદેશના જૈનેતર વિદ્વાનોનું ધ્યાન જૈન સાહિત્ય તરફ ગયું છે અને એમણે એનું સાચું મૂલ્ય પિછાણીને એ ક્ષેત્રમાં પોતાનો પુરુષાર્થ કર્યો છે. અમે જ્યારે જૈન-સાહિત્ય-સંમેલનનો વિચાર કરીએ છીએ, ત્યારે આવા વિશાળ ધ્યેયવાળા અને જૈન સંસ્કૃતિના સમર્થ મૂળને પોષતા સંમેલનનો જ વિચાર કરીએ છીએ, કે જેમાં વિવિધ વિષયના વિપુલ જૈન સાહિત્યનો તલસ્પર્શી, મર્મસ્પર્શી અને સર્વસ્પર્શી રીતે વિચાર કરવામાં આવે, એ ક્ષેત્રમાં સંશોધન-સંપાદન કરનાર વિદ્યાતપસ્વીઓને એકત્ર કરીને એમનાં વિચારવિનિમય અને માર્ગદર્શનનો લાભ લેવામાં આવે અને જૈન સાહિત્ય પ્રત્યેની વધતી જિજ્ઞાસા અને લોકરુચિને ધ્યાનમાં રાખીને એનાં પ્રકાશન અને પ્રચારની નક્કર યોજના ઘડી કાઢીને એને અમલી રૂપ આપી શકે એવું વ્યવસ્થા-તંત્ર ઊભું કરવામાં આવે. * ૨૧૫ Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ જિનમાર્ગનું જતન આવું સંમેલન એ અત્યારના યુગની એક વિશિષ્ટ જરૂરિયાત હોવા છતાં જૈન સંઘોનું એ તરફ નહીં જેવું ધ્યાન છે એ દિલગીરી ઉપજાવે એવી બીના છે. અરે, આપણી પ્રમાણાતીત બનેલી ઉત્સવપ્રિયતાએ તો આ દિશામાં પહેલાં જે કંઈ કામ થતું હતું એમાં પણ ઘટાડો કરી દીધો છે એમ કદાચ કહી શકાય. જૈન-સાહિત્ય-સંમેલન ભરવાના “જૈન-પ્રકાશ' રજૂ કરેલા સૂચનનો અમે આવા વ્યાપક અર્થમાં સ્વીકાર કરીએ છીએ, અને બધા ય ફિરકાના વિદ્યારસિક મહાનુભાવો, શ્રીમંતો તેમ જ કાર્યકરો આ દિશામાં ગંભીરપણે વિચાર કરે અને આવું સંમેલન નજીકના ભવિષ્યમાં ભરી શકાય એવા પ્રયત્નો હાથ ધરે એવી પ્રાર્થના કરીએ છીએ. (તા. ૯-૬-૧૯૬૨) (૨) જૈનધર્મની પ્રભાવનાની કીમતી તક જૈન સાહિત્યમાં જૈનધર્મના આચારોનાં વર્ણનો કે કથાનકોની સાથેસાથે ભારતવર્ષના ઇતિહાસની દષ્ટિએ, લોકજીવનની દષ્ટિએ, સાંસ્કૃતિક દૃષ્ટિએ, સામાન્ય રીતરિવાજો કે વેશભૂષાની દૃષ્ટિએ અને ભાષાની દૃષ્ટિએ જે વિવિધ પ્રકારની સામગ્રી સચવાયેલી છે, તેણે ઇતર સમાજના વિદ્વાનો અને વિચારકોનું ધ્યાન સારા પ્રમાણમાં આકર્ષે છે. તેથી સૌ કોઈ એમ ઈચ્છવા લાગ્યા છે, કે જૈન સાહિત્યના આગમ-ગ્રંથો સહિત બધા મહત્ત્વના ગ્રંથો સુસંપાદિત રૂપમાં પ્રગટ થાય. છેલ્લે છેલ્લે જાણવા મળે છે કે જૈન સાહિત્યના પ્રકાશનની ઉપયોગિતા સમજતા અને એના પ્રકાશન પ્રત્યે અંગત રસ ધરાવતા વિદ્વાનો કે આગેવાનોમાં આપણા રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદનો પણ સમાવેશ થાય છે. અમને લાગે છે કે જૈન સાહિત્યના ઉત્કર્ષ અને પ્રચારની દૃષ્ટિએ આ એક કીમતી તક છે, સોનેરી ઘડી છે. આમ તો આપણે ડૉ. રાજેન્દ્રપ્રસાદને ઘણાં વર્ષોથી ભારતના એક સમર્થ અને આગેવાન રાજકારણી પુરુષ તરીકે પિછાણીએ છીએ. પણ એમના અંતરનો મૂળ રસ તો સેવા અને વિદ્યા જ છે. જૈન સંસ્કૃતિ કે જૈન સાહિત્ય પ્રત્યે તેઓશ્રીને અંગત રીતે આટલો આદર અને પ્રેમ હોવાનું એક કારણ એ પણ હોઈ શકે કે ભગવાન મહાવીરનો જન્મ બિહારમાં થયો હતો અને તેમણે જૈનધર્મનું છેલ્લું નવસંસ્કરણ પણ બિહારમાં જ કર્યું હતું અને બિહાર રાજેન્દ્રપ્રસાદજીની પોતાની જન્મભૂમિ છે. વિશેષ આનંદની વાત તો એ છે, કે ડૉ. રાજેન્દ્રબાબુ જૈન સાહિત્ય પ્રત્યે આદર વ્યક્ત કરીને કે એના પ્રચાર માટેની શુભ ભાવના વ્યક્ત કરીને જ સંતોષ નથી માનતા, Page #240 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપ્રસારની પ્રવૃત્તિઓ : ૨ પણ જૈન સાહિત્યના ઉત્તમ કોટિના ગ્રંથોનું પ્રકાશન સારામાં સારા રૂપમાં, વહેલામાં વહેલી તકે કરવામાં આવે તેમાં તેઓ અંગત રસ પણ લઈ રહ્યા છે, અને એ માટે ઊલટભેર માર્ગદર્શન પણ કરી રહ્યા છે. જૈન ગ્રંથોના પ્રકાશન માટે દિલ્હીમાં સ્થપાયેલ પ્રાકૃત-ટેક્સ્ટ-સોસાયટી મારફત આ કામ થાય એ માટે તેઓ સતત ચિંતા સેવ્યા કરે છે. આ સંબંધી અમારા તા. ૨૩-૪-૧૯૫૫ના અંકમાં છપાયેલ નીચેના સમાચાર તરફ જૈનસંઘનું વિશેષ ધ્યાન દોરવાની દૃષ્ટિએ, અમે એ અહીં પુનઃ પ્રગટ કરીએ છીએ ઃ “આગમ-ગ્રંથો તેમ જ પ્રાકૃત વગેરે ભાષાના પ્રાચીન જૈન ગ્રંથો પ્રગટ કરવા માટે, લંડનમાંની પાલી ટેક્સ્ટ સોસાયટી'ની ઢબે દિલ્હીમાં પ્રાકૃત-ટેક્સ્ટ-સોસાયટી'ની સ્થાપના કરવામાં આવી છે, અને એના કાર્યવાહક-મંડળમાં રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદનો પણ સમાવેશ થાય છે, અને તેઓ આ કામમાં અંગત રીતે ભારે ઊંડો રસ લઈ રહ્યા છે. ડૉ. વાસુદેવશરણ અગ્રવાલ આમાં સક્રિય ભાગ લે છે. “થોડાંક અઠવાડિયાં પહેલાં સોસાયટીની મિટિંગ રાષ્ટ્રપતિ-ભવનમાં મળી હતી, ત્યારે રાષ્ટ્રપતિએ જૈન ગ્રંથો જલદી છપાવવની શરૂઆત થાય એવી ઇચ્છા પ્રગટ કરી હતી. તેથી આ સંબંધી રૂબરૂ વાતચીત કરવા માટે ડૉ. વાસુદેવશરણ અગ્રવાલ, જ્યારે તેઓ ગયા મહિનામાં શ્રી મેઘાણી-સ્મારક-વ્યાખ્યાનમાળાનાં વ્યાખ્યાનો આપવા રાજકોટ ગયા હતા ત્યારે, ત્યાંથી પાછા ફરતાં, તા. ૩૦-૩-૧૯૫૫ના રોજ અમદાવાદમાં પૂ. પુણ્યવિજયજી મહારાજને મળ્યા હતા... રાષ્ટ્રપતિની ઇચ્છા મુજબ આ ગ્રંથો પુસ્તક અને પોથી એમ બંને રૂપે છપાશે. 79 આ ઉપરાંત ગત મહાવીર-જયંતીના ઉત્સવ પ્રસંગે દિલ્હીની સભામાં પ્રવચન કરતાં રાષ્ટ્રપતિએ જૈન સાહિત્યના પ્રકાશન અંગે જે ઉદ્ગારો વ્યક્ત કર્યાં હતા, તે પણ એમના અંત૨માં આ બાબત પ્રત્યે કેવી લાગણી ભરી છે તે દર્શાવે છે. એ પ્રવચનનો અખબારી ટૂંક અહેવાલ કહે છે - - “રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદે આજે જૈન તત્ત્વજ્ઞાનના પ્રચાર માટે જૈન સાહિત્યના સંશોધન અને પ્રકાશનની આવશ્યકતા ૫૨ ભા૨ મૂક્યો હતો. તેમણે જાહેર કર્યું કે ભગવાન મહાવીરનો ૨૫૫૪ વર્ષો પૂર્વે જ્યાં જન્મ થયો હતો તે વૈશાલી ખાતે જૈન તત્ત્વજ્ઞાનની સંશોધનસંસ્થા શરૂ કરવા માટે બિહાર સરકારે પાંચ લાખ આપવાનું સ્વીકાર્યું છે, અને તેમના તરફથી એવો સંદેશો મને મળેલો છે. ૨૧૭ “રાષ્ટ્રપતિએ કહ્યું કે જૈનધર્મે ભારતીય પ્રજાજીવન પર ખૂબ અસર કરેલી છે, છતાં તેના સાહિત્યથી લોકો અજાણ્યા છે. છેલ્લાં ૨૫૦૦ વર્ષોથી એકધારી પ્રણાલિકાગત રીતે લખાતા રહેલા જૈન સાહિત્યની લાખો હસ્તપ્રતો છુપાયેલી પડેલી છે. રાજસ્થાનના મારા છેલ્લા પ્રવાસ દરમ્યાન જેસલમેરમાં ભૂગર્ભમાં જાળવી રાખેલી જૈન સાહિત્યની હજારો હસ્તપ્રતો મેં જોઈ છે. જૈન તત્ત્વજ્ઞાનના પ્રચાર માટે આવી હસ્તપ્રતોને પ્રકાશમાં લાવવાની જરૂ૨ છે. Page #241 -------------------------------------------------------------------------- ________________ જિનમાર્ગનું જતન “ભગવાન મહાવીરે જ્યાં ૧૨ વર્ષ સુધી તપશ્ચર્યા કરી હતી અને જ્યાં તે ફર્યા હતા તે સ્થળોનું તેમ જ તેમના જીવન વિષેનું સંશોધન કરવાનું સૂચવ્યું હતું. આ બધી જગાઓ બિહારમાં વૈશાલીની નજીક હોવી જોઈએ એમ તેમણે સૂચવ્યું હતું.’ રાષ્ટ્રપતિજીના આ ટૂંકા પ્રવચનમાં પણ જેમ ઘણા પ્રેરક મુદ્દાઓ ભરેલા છે તેમ જૈનસંઘે ગંભી૨૫ણે વિચારવા જેવા મુદ્દા પણ છે. ખાસ કરીને જૈનધર્મે ભારતીય પ્રજાજીવન પર ખૂબ અસર કરેલી છે, છતાં તેના સાહિત્યથી લોકો અજાણ્યા છે એ એક જ વાક્યમાં એમેણે જેમ જૈનધર્મનો મહિમા સૂચિત કર્યો છે, તેમ જ જૈન સાહિત્યને આમ-જનતા સુધી પહોચતું કરવાની આપણી જવાબદારી આપણે અદા ન કરી એ માટે ટકોર પણ કરી છે. ૨૧૮ આવા એક રાષ્ટ્રીય પુરુષના અંતરમાં જૈન સાહિત્ય પ્રત્યે આવી મમતા જાગે એ ભારે આનંદની વાત છે. પણ આ વાત પ્રત્યે આપણે આનંદ વ્યક્ત કરીને બેસી રહીએ તેથી કામ ચાલવાનું નથી. આપણા ધર્મ અને આપણા સાહિત્ય પ્રત્યે જ્યારે જનતામાં આટલો રસ જાગ્યો હોય, ત્યારે એ માટે સઘળું કરી છૂટવાની જવાબદારી આપણા શિરે આવી પડે છે. આપણે એ જવાબદારીને અદા કરીએ અને આ કીમતી તકનો પૂરેપૂરો ઉપયોગ કરી લઈએ એ જ પ્રાર્થના. (૩) સાહિત્ય-સર્જનની દિશા પ્રાચીન સાહિત્યના સંપાદનને બાદ કરતાં જેને મૌલિક સર્જનના નામે ગૌરવભેર ઓળખાવી શકીએ, તેમ જ જે દેશના તેમ જ દુનિયાના બીજા આધ્યાત્મિક કે ધાર્મિક સાહિત્યની હરોળમાં સન્માનભર્યું સ્થાન મેળવી શકે એવા સાહિત્યનો વિચાર કરીએ, તો એવું આ યુગમાં લખવામાં આવેલું ચિરંજીવ જૈન સાહિત્ય બહુ જ અલ્પ પ્રમાણમાં આપણે ત્યાં મળે છે. એનું મુખ્ય કારણ છે કોઈ પણ વિષયના ઊંડા અભ્યાસની આપણી ખામી. એક વિષયને લગતાં પુસ્તકો વાંચી જવાં અને એ વાચનના આધારે કંઈક સાહિત્યસર્જન કરવું એ એક વાત છે, અને એ વિષયનો તલસ્પર્શી ઊંડો અભ્યાસ કરીને, એને પૂરેપૂરો પચાવીને અવનવું, મૌલિક ગણી શકાય એવું સાહિત્ય-સર્જન કરવું એ જુદી વાત છે. આવું મૌલિક સાહિત્ય જ લોકજીવનમાં ચિરંજીવ સ્થાન પામી શકે છે. જેમ એક જ જાતના અનાજમાંથી સમયે-સમયે પલટાતી લોકચિ અનુસાર જુદીજુદી વાનીઓ બનાવવામાં આવે છે, એ જ રીતે સમાજ-જીવનને ઉચ્ચ ભૂમિકાએ લઈ (તા. ૭-૫-૧૯૫૫) Page #242 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપ્રસારની પ્રવૃત્તિઓ : ૩ જવા માટે જે કંઈ પણ ધાર્મિક, નૈતિક કે સાંસ્કૃતિક સાહિત્યનું સર્જન કરવામાં આવે, તેમાં તેની રજૂઆતની પદ્ધતિમાં પણ લોકમાનસને અનુકૂળ ફે૨ફા૨ ક૨વો અનિવાર્ય થઈ પડે છે. આવો ફેરફાર કરવામાં આવે તો જ એ સાહિત્ય જનતાના આદરનું પાત્ર થઈ શકે છે. જેઓ આવા ફેરફારને આવકારતા નથી અને કેવળ જૂનાં રૂપરંગ અને કલેવરને જ વળગી રહે છે, તેઓની સાહિત્ય-સર્જનની મહેનત સફળ થતી નથી, તેમ જ એમની એ મહેનતનો લાભ જનતા લઈ શકતી નથી. આપણે ત્યાં ધાર્મિક સાહિત્યનો ઉપાડ બહુ ઓછો હોવાની જે લાંબા કાળની રિયાદ ઊભી છે, તેની પાછળ પણ આ જ મુખ્ય કારણ છે. બહુ લાંબે નહીં, પણ માત્ર છેલ્લી પચીસીમાં નવીન રૂપે રચવામાં આવેલ જૈન સાહિત્યનો વિચાર કરીએ, તો એ સાહિત્ય બહુ જ હળવા સાહિત્યની કોટીમાં મૂકી શકાય તેવું અને મુખ્યત્વે ભક્તિ (અને તે પણ ભાવગંભીર, ઉચ્ચકોટીની, સમર્પણમૂલક ભક્તિ નહીં, પણ માત્ર ઉપલક ભાવાવેશ અને લાગણીવેડાવાળી ભક્તિ)થી ભરેલું જ જોવા મળે છે. ધર્મક્ષેત્રમાં ભક્તિરસને અચૂક સ્થાન છે એ ખરું, છતાં એની પણ સ્પષ્ટ મર્યાદા દોરી લેવી જોઈએ. પુરુષાર્થને કે કર્તવ્યબુદ્ધિને વીસરી જઈએ એટલી હદે તો આ ભક્તિરસનું પોષણ ન જ કરી શકાય. અથવા વધારે સાચું તો એ છે કે પુરુષાર્થ કે કર્તવ્યબુદ્ધિને વિસરાવી દે એ સાચો ભક્તિરસ જ ન ગણાય; એ તો આપણે આપણી અકર્મણ્યતાને ઢાંકવા માટે ઊભું કરેલું સરસ-સુંદર નામમાત્ર જ છે. જે હોય તે, પણ આજે તો ધાર્મિક સાહિત્યના ક્ષેત્રમાં આ ભક્તિરસને વધારે પડતું સ્થાન આપીને આપણે જૈન સાહિત્યની કક્ષાને નીચે ઉતારી દીધી છે. પરિણામે, દર વર્ષે આવા ધાર્મિક સાહિત્યના પ્રકાશનની પાછળ અઢળક નાણું ખર્ચવા છતાં જૈનસંઘની પ્રતિષ્ઠા કે ગૌરવમાં કશો જ વધારો થતો નથી. ૨૧૯ તેથી ધાર્મિક સાહિત્યના સર્જનની દિશામાં સમુચિત પલટો લાવવો એ જ જનતાના હૃદયમાં ધાર્મિક સાહિત્યની પ્રતિષ્ઠાને સાચવી રાખવાનો ખરો ઉપાય છે. આ માટે થોડા સમય પહેલાં પૂનામાં મળેલ બત્રીસમા મરાઠી સાહિત્ય-સંમેલનના પ્રમુખપદેથી શ્રી શંક૨૨ાવ જાવડેકરે આપેલ વ્યાખ્યાનમાંના નીચેના શબ્દો આપણે ખૂબ વિચારવા જેવા અને અમલમાં મૂકવા જેવા છે. તેઓએ કહ્યું હતું : “ભારતીય સંસ્કૃતિ એ હવે ભક્તિયુગમાંથી ક્રાંતિયુગમાં જઈ રહી છે એની ખબર આપણે રાખવી જોઈએ. શ્રદ્ધાયુગ પૂરો થયો છે અને વિવેકયુગ પ્રાપ્ત થયો છે એની ખબર આપણે ચોતરફ ફેલાવવી જોઈએ.” શબ્દો છે તો બહુ થોડા, પણ એમાં સાહિત્ય-સર્જનની દિશાનું સચોટ દર્શન કરાવવામાં આવ્યું છે. વાત એટલી જ છે કે લોકસ્થિતિને સાચે રૂપે રજૂ કરતા ઉપરના જ Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ જિનમાર્ગનું જતન વિધાનને લક્ષમાં રાખીને જે કંઈ ધાર્મિક કે બીજું પણ સાહિત્ય સર્જવામાં આવશે તે જ લોકસેવાના યશનું ભાગીદાર બનવાની સાથે અકાળ મૃત્યુના શાપમાંથી મુક્તિ મેળવી શકશે. જૈન સાહિત્યના ઘડવૈયાઓએ વિશેષપણે આ વાત લક્ષમાં રાખવા જેવી છે. આપણે આપણા સાહિત્ય-સર્જનની કૂચને વણથંભી ચાલુ રાખીએ. પણ એની દિશામાં જ માત્ર સમયાનુકૂળ ફેરફાર કરીએ – એટલું જ કહેવાનું અહીં પ્રસ્તુત છે. (તા. ૧૨-૬-૧૯૪૯) સાહિત્યમાં ઊંડાણ અને વૈવિધ્ય માટેનું સમગ્ર આયોજન જૈનધર્મ અને જૈન સંસ્કૃતિનાં જુદાજુદાં અંગોનો ઈતરસમાજોને સરળતાપૂર્વક યથાર્થ પરિચય આપી શકે એવા સાહિત્યની આપણે ત્યાં ઊણપ છે એ વાત હવે સમજાવવી પડે એમ નથી. ઈતર સમાજોને જ શા માટે, આપણને પોતાને અર્થાત્ જૈન સમાજના સામાન્ય વર્ગને જૈનધર્મ, દર્શન કે સંસ્કૃતિનો યથાતથ પરિચય કરાવી શકે અને એના હાર્દને સમજાવી શકે એવાં પુસ્તકો પણ આપણી પાસે કેટલાં છે ? આ વાતનો હવે વિચાર કરવાની અને એ દિશામાં નક્કર પગલાં ભરવાની ખાસ જરૂર છે. આ સંબંધી અત્યારે લખવાનું નિમિત્ત આ પ્રમાણે છે : શ્રી મહાવીર જૈન વિદ્યાલયના તેંતાલીસમા વાર્ષિક રિપોર્ટમાં સંસ્થા હસ્તકની શ્રી મોતીચંદ કાપડિયા ગ્રંથમાળાને લગતી કેટલીક વિગતો આપવામાં આવી છે. એમાં હવે પછી એ ગ્રંથમાળા તરફથી જૈનધર્મને લગતા ઉચ્ચ કોટિના ગ્રંથો પ્રગટ કરવાની જે પ્રકારની યોજના વિદ્યાલયની વ્યવસ્થાપક સમિતિની વિચારણા હેઠળ છે એ અંગે થોડુંક આમ કહેવામાં આવ્યું છે , “સંસ્થાની વ્યવસ્થાપક સમિતિએ “શ્રી મોતીચંદ કાપડિયા ગ્રંથમાળા'ના ઉપક્રમે જૈનધર્મ અને તત્ત્વજ્ઞાનની બાબતમાં ઊંચી શ્રેણીમાં મૂકી શકાય એવાં પુસ્તકો પ્રગટ કરવાની શરૂઆત કરી. આજ સુધીમાં “અધ્યાત્મકલ્પદ્રુમ', “જૈન દષ્ટિએ યોગ' અને “શ્રી આનંદઘનજીનાં પદો” એમ ત્રણ ગ્રંથો પ્રકાશિત થયેલ છે. દિનપ્રતિદિન આ પુસ્તકોની લોકપ્રિયતા વધતી ગઈ છે અને જૈન સમાજે તેને સારો આવકાર આપ્યો છે. જૈનધર્મને ઉચિત રીતે પ્રતિપાદિત કરે એવાં આ અને એથી પણ વિશેષ ઉપયોગી અનેક પુસ્તકો પ્રગટ થાય, તો જૈન સમાજ માટે એક અત્યંત ગૌરવભરી હકીકત બની રહે. પરંતુ માત્ર પ્રસ્તુત ગ્રંથમાળાના ફંડથી એ કામ લાંબો સમય ચાલે નહિ. જો આ ગ્રંથમાળા માટે સભ્યપદ્ધતિ પ્રયોજવામાં આવે તો તેનો અપૂર્વ વિકાસ સાધી શકાય અને જૈન સમાજમાં આવાં ઉત્તમ પુસ્તકોની એક ભવ્ય પ્રણાલી શરૂ થાય.” જો અમારો ખ્યાલ બરાબર હોય, તો સદ્ગત શ્રી મોતીચંદભાઈ ઇચ્છતા હતા કે જૈન સાહિત્યના ખજાનામાં પ્રાચીન ગુજરાતી ભાષાના જે રાસ કે રાસાઓ સેંકડોની Page #244 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપ્રસારની પ્રવૃત્તિઓ : ૩ ૨૨૧ સંખ્યામાં ભરેલા છે, એમનું શુદ્ધ અને સુઘડ પ્રકાશન કરવામાં આવે. આ કામ તો હજી પણ કરવા જેવું જ છે; અને કદાચ રાસ-રાસાઓના વિપુલ સાહિત્યના પ્રકાશનને માટે તેમ જ એના મૂલ્યાંકન માટે અત્યારનો સમય વિશેષ અનુકૂળ પણ છે. વડોદરાના મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયે છેલ્લાં પાંચ-છ વર્ષથી પ્રાચીન ગુર્જર ગ્રંથમાળા' નામે એક પુસ્તકમાળા જાણીતા સાક્ષર ડો. શ્રી ભોગીલાલ સાંડેસરાના મુખ્ય સંપાદકપણા નીચે શરૂ કરી છે, અને એમાં અત્યાર સુધીમાં અનેક પુસ્તકો પ્રગટ કરવામાં આવ્યાં છે. આ ગ્રંથમાળાને નજર સામે રાખીને આવું કાર્ય “શ્રી મોતીચંદ કાપડિયા ગ્રંથમાળામાં વિદ્યાલય પણ કરી શકે. વિદ્યાલયની વ્યવસ્થાપક-કમિટી આ ગ્રંથમાળા માટે સભ્ય-પદ્ધતિ દાખલ કરીને એની મારફત ઉત્તમ પુસ્તકો પ્રગટ કરવાની યોજના વિચારી રહી છે એ હર્ષની વાત છે. આ અંગે અમે એટલું સૂચવવાની રજા લઈએ છીએ કે ગ્રંથમાળા શરૂ કરી શકાય એટલા સભ્યો બનાવવાનો પ્રયત્ન કરવામાં કશી હરકત નથી, પરંતુ આવી ગ્રંથમાળા પૂરતા સભ્યો નોંધાય તે પછી જ શરૂ કરવામાં આવે અને ત્યાં સુધી એ કાર્યને મુલતવી રાખવામાં આવે કે એમાં વિલંબ કરવામાં આવે એ બરાબર નથી. સાહિત્યનાં સર્જન અને પ્રકાશનનું કાર્ય જૈનધર્મના યથાર્થ પરિચય અને જૈનસંઘના અભ્યદયની દષ્ટિએ એટલું બધું અગત્યનું બની ગયું છે કે હવે એમાં વિલંબ કર્યા કરવો ઉચિત નહીં લેખાય. જાહેર જનતા માગે છે તેવાં અને આપણે ઇચ્છીએ છીએ એવાં સરળ અને રોચક શૈલીનાં પુસ્તકો તૈયાર કરી શકે એવા વિદ્વાનો આપણે ત્યાં જોઈએ તેટલા પ્રમાણમાં નથી એ સાચું છે, અને એટલા પૂરતો આ કાર્યમાં ધાર્યો વેગ ન આવી શકે એ પણ સાચું છે. પણ જો આપણે આ કામ કરવું જ હશે, તો આપણી પાસે જે વિદ્વાનો અને જે સામગ્રી છે, તેનાથી કામનો આરંભ કરી જ દેવો પડશે, અને “કામ કામને શીખવે' એ ન્યાયે આપણને વધુ સ્પષ્ટ માર્ગ દેખાતો જશે. અને સારા કામને આગળ વધારવા માટેનાં નાણાં ગમે ત્યાંથી મળી રહેવાનાં જ – જૈન સમાજને માટે આટલી ખાતરી તો જરૂર રાખી શકાય. જેમ વિદ્યાલય પાસે આ ગ્રંથમાળાની અમુક રકમ છે, તેમ આપણી બીજી અનેક સંસ્થાઓ પાસે પણ પુસ્તક-પ્રકાશન-ખાતાની કે જ્ઞાન-ખાતાની નાની-મોટી મળીને હજારો રૂપિયાની રકમો વિદ્યમાન છે. આવા મહત્ત્વના કાર્યમાં પોતાનો પૂરેપૂરો ભાગ આપવાની જવાબદારી આવી બધી સંસ્થાઓની લેખાવી જોઈએ, અને એ અદા કરવા માટે એમણે તૈયાર થવું જોઈએ. આમ તો આપણે ત્યાં દર વર્ષે સંખ્યાબંધ પુસ્તકો પ્રકાશિત થાય છે અને એને . માટે હજારો રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવે છે; છતાં અમુક જાતનાં કે યોગ્ય કક્ષાના પુસ્તકો તૈયાર થતાં નહીં હોવાની આપણી ફરિયાદ હજુ પણ દૂર થતી નથી. Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ જિનમાર્ગનું જતન અમારી સમજ પ્રમાણે નીચેની બાબતો ધ્યાનમાં રાખીને તે પ્રમાણે સાહિત્યનું - સર્જન કે પ્રકાશન થવું જોઈએ? (૧) પ્રાકૃત, સંસ્કૃત, અપભ્રંશ કે પ્રાચીન ગુજરાતી કે રાજસ્થાની ભાષાનાં મૌલિક પુસ્તકોને સંપાદિત અને સંશોધિત કરીને પાઠાંતરો સાથે શુદ્ધ રૂપમાં છપાવવાં અને એમાં ઐતિહાસિક, તુલનાત્મક સામગ્રીની તેમ જ બીજી ધ્યાનપાત્ર બાબતોની માહિતી આપતાં અનેક પરિશિષ્ટો, શબ્દસૂચિ અને ગ્રંથનું હાર્દ સમજાવતી અને ગ્રંથકારનો પરિચય આપતી તેમ જ બીજી મહત્ત્વની માહિતી તરફ ધ્યાન દોરતી અધ્યયનપૂર્ણ વિસ્તૃત પ્રસ્તાવના આપવામાં આવે. આ દિશામાં અમુક કાર્ય ચાલી રહ્યું છે તે વાતની સહર્ષ નોંધ લેવી ઘટે. (૨) પ્રાચીન ગ્રંથોમાંથી પસંદ કરેલા ગ્રંથોના સુવાચ્ય અને સરળ અનુવાદો કે છાયાનુવાદી પ્રગટ કરવા જોઈએ. આવા અનુવાદની શૈલી જાણે મૂળ ગ્રંથ જ વાંચતા હોઈએ એવી રોચક અને મૂળ વિષયને સ્પર્શ કરતી હોવી જોઈએ. છાયાનુવાદના ઉત્તમ નમૂના તરીકે શ્રીયુત ગોપાળદાસ જીવાભાઈ પટેલનાં પુસ્તકો સામે રાખી શકાય. આવા અનુવાદો જુદીજુદી ભાષાઓમાં મધુર શૈલીમાં પ્રગટ થવા જોઈએ. આ દિશામાં હજુ બહુ જ થોડું કામ થયું છે. એટલે એ તરફ વિશેષ ધ્યાન આપવું જોઈએ. આમપ્રજા તો મૂળ શાસ્ત્રીય ગ્રંથોના બદલે આવા અનુવાદો કે છાયાનુવાદોનો જ વિશેષ ઉપયોગ કરી શકે. (૩) જૈનધર્મ અને જેને સંસ્કૃતિનાં જુદાજુદાં અંગોનો પરિચય આપી શકે એવાં સ્વતંત્ર પુસ્તકો-પુસ્તિકાઓ કે પ્રાચીન પુસ્તકોના કલાપૂર્ણ દોહન કે સંકલનરૂપે લોકભોગ્ય પુસ્તકો જુદીજુદી ભાષાઓમાં તૈયાર કરવાં જોઈએ. (૪) આપણાં બાળકોને, જૈનધર્મના કોઈ પણ જિજ્ઞાસને અને ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા કોઈ પણ વિદ્યાર્થીને ઉપયોગી થઈ શકે એવાં જુદીજુદી જાતનાં અને જુદીજુદી કક્ષાના પદ્ધતિસરનાં પાઠ્યપુસ્તકો તૈયાર કરવાં જોઈએ. અત્યારે કૉલેજોના અભ્યાસક્રમમાં જૈન તત્ત્વજ્ઞાન, પ્રાકૃત ભાષા કે જૈન સાહિત્યને સ્થાન મળવા છતાં એ માટે કામ લાગે એવાં પુસ્તકો લગભગ નહીં જેવો જ છે. અને ઊછરતા વિદ્યાર્થીઓને ગમ્મત સાથે જ્ઞાન આપી શકે એવાં સરળ પાઠ્યપુસ્તકો તો હજી તૈયાર થવાં બાકી જ છે. અત્યારે વિદ્યાર્થીઓને એમના સામાન્ય અભ્યાસ માટે બીજું એટલું બધું વાંચવાનું હોય છે, કે તેઓ અનેક પુસ્તકો વાંચીને જૈન ધર્મ કે સંસ્કૃતિનું સર્વાગી જ્ઞાન મેળવે એવી અપેક્ષા અસ્થાને છે. એટલે એમને માટે તો જુદાજુદા વિષયોનો એક સ્થળે પ્રારંભિક ખ્યાલ આપી શકે અને એમની બહુમુખી જિજ્ઞાસા જાગૃત કરે અને પોષે એવાં (વાચનમાળાની શૈલીનાં) પાઠ્યપુસ્તકોની ખાસ જરૂર છે. આ કામ જેટલું શ્રમસાધ્ય છે એટલું જ અગત્યનું છે, અને એ કર્યા વગર ચાલવાનું નથી. Page #246 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપ્રસારની પ્રવૃત્તિઓ : ૩, ૪ બધા પ્રકારનાં પુસ્તકો છાપકામની દૃષ્ટિએ સુઘડ અને કિંમતની દૃષ્ટિએ સસ્તામાં સસ્તાં હોય એ કહેવાની જરૂર નથી. આ માટે સંઘ જે કંઈ ખર્ચ કરશે એ લેખે લાગવાનું જ છે એમાં શંકા નથી. આશા રાખીએ કે શ્રી મહાવીર જૈન વિદ્યાલય કે આપણી અન્ય સંસ્થાઓ આનો ગંભીરપણે વિચા૨ ક૨શે, અને આ કાર્ય વિના વિલંબે હાથ ધરવામાં આવશે. (તા. ૧૭-૧-૧૯૫૯) (૪) ધિંગા જૈન સંસ્કારોના પ્રબોધક સાહિત્યની આવશ્યકતા પોર્ટુગીઝ ઇસ્ટ આફ્રિકાના ‘વીલા-દેજુઆઉ-બેલ' નામના ગામમાં રહેતા એક ગુજરાતી ભાઈ શ્રીયુત ચુનીલાલ જમનાદાસ શાહ અમારા ઉપર લખેલ તા. ૫-૬-૧૯૪૮ના એક પત્રમાં જણાવે છે ૨૨૩ - “અત્રે પોર્ટુગીઝ ઇસ્ટ આફ્રિકા અને સાઉથ આફ્રિકા(યુનિયન)માં જૂજ જૈન ભાઈઓની વસતી છે. પણ તેઓમાંથી જૈનના સંસ્કાર જતા રહ્યા છે; કોઈ આર્યસમાજી જેવા અગર તો બીજા મતના થતા જાય છે. અને જૈન દર્શનનો મુખ્ય સિદ્ધાંત કે જગત્ અનાદિ છે, જગત્કર્તા ઈશ્વર નથી, ઈશ્વર કાંઈ આપે નહીં અને કાંઈ લે પણ નહીં – એ બધું ભૂલીને અહીંના જૈન ભાઈઓ તેમના મુખેથી ‘ઈશ્વરકૃપાથી કમાણી થઈ’. ‘ઈશ્વરકૃપાથી પુત્ર સાંપડ્યો’, ‘પરમેશ્વરની દુનિયામાં પરમેશ્વર રાખે તેમ રહેવું’ તેવી રીતે બોલે છે. તે ઉપરાંત પ૨-ધર્મની માનતાઓ પણ કરે છે. જૈનધર્મ તો કર્મના સિદ્ધાંત ઉપર રચાયેલો છે. મારા મત મુજબ ત્યાં (હિંદુસ્તાનમાં) પણ કેટલાક જૈન ભાઈઓમાં આ બાબતનું ઘોર અજ્ઞાન પ્રવર્તતું લાગે છે. તો મારો મત છે કે જૈનધર્મના સઘળા સિદ્ધાંતોનું ગુજરાતી અનુવાદમાં પ્રચારકાર્ય થવું જોઈએ. તેથી જૈન ભાઈઓનું જૈન દર્શન અંગેનું પરમેશ્વર પ્રત્યેનું અજ્ઞાન ટળે. આપણા ગુજરાતી જૈન ભાઈઓને ગુજરાતી ભાષામાં જ શિક્ષણ મળવું જોઈએ કે પરમેશ્વર જન્મતા નથી, પણ ઊંચે ચઢતો આત્મા અંતે પરમેશ્વર બને છે, પછી તે કાંઈ આપે નહીં. “જો પરમેશ્વર કાંઈ પણ આપે અથવા લઈ લે તો તે કર્મબંધન તેને પણ થાય. તેથી મોક્ષ પામેલ પરમેશ્વર કાંઈ પણ આપે નહીં. પણ આપણે (જૈનોએ) જે માર્ગે પ્રભુ મોક્ષ પામ્યા તે માર્ગ ગ્રહણ કરી તેને પગલે ચાલી મોક્ષ મેળવવા પ્રયત્ન કરવાનો છે. આ બધું જ્ઞાન ગુજરાતી ભાષામાં મળે એવો ગુજરાતી જૈન ભાઈઓએ પ્રચાર Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૪ જિનમાર્ગનું જતન કરવો જોઈએ; કારણ કે માગધી ભાષામાં ગોખેલું તત્ત્વજ્ઞાન પોપટિયા જ્ઞાન માફક મુખે ચડી જાય છે, પણ તેનો ગુજરાતી અર્થ બરાબર નહીં જાણવાથી ઘણા જૈનોમાં પરધર્મની છાયા આવતી જાય છે..... તો ગુજરાતી ભાષામાં જૈન સિદ્ધાંતનો ફેલાવો કરવા જૈન વિદ્વાનોને અપીલ કરશો તેવી આશા છે.......” ઉપર આપવામાં આવેલ લખાણમાં પત્રલેખક ભાઈએ પોતાની સાદી સમજણ મુજબ સાદી ભાષામાં જૈનધર્મના મૌલિક સિદ્ધાંતો તરફ ધ્યાન દોર્યું છે. છાશવારે ને છાશવારે અનેક દેવદેવીઓની માનતામાં પડવું, વારંવાર વહેમનું પોષણ કરવું, દુન્યવી સારા-ખોટા લાભાલાભ માટે નિરાકાર-નિરંજન પરમાત્માને વચમાં લાવવા, અનંત વીર્યના ધણી એવા પોતાના આત્માના પુરુષાર્થને વીસરી જઈને નજીવી સિદ્ધિઓ માટે માનતાઓ કે અંધશ્રદ્ધાઓના અંધારામાં અટવાયા કરવું, જે કંઈ સારું-ખોટું થાય છે તે પ્રાણીના પોતાના કર્મના કારણે જ થાય છે એ પાયાના સિદ્ધાંતને વિસારી મૂકવો; ટૂંકમાં: સ્વાધીન-આત્મા મટીને પરાધીન બનવું – એ જૈનધર્મના પાયારૂપ સિદ્ધાંતોથી સદંતર વેગળું છે એ કહેવાની વિશેષ જરૂર નથી. જૈનધર્મના મૂળ સિદ્ધાંતો ખૂબખૂબ ઊંચા અને નર્યા ગુણલક્ષી એટલે કે આત્મલક્ષી હોવા છતાં આજના જૈનધર્મીઓનાં જીવન વહેમ અને શંકાઓનાં જાળાંઝાંખરાંઓથી ઘેરાઈ ગયાં છે. જેનધર્મની સેવા કરવાની ધગશ સેવતા આગેવાનોએ ખાસ કરીને આપણાં જૈનાચાર્યોએ અને મુનિવરોએ જૈનસમાજને આવા વહેમના વમળમાંથી બહાર કાઢવાનું બીડું ઝડપવું જોઈએ એમ અમને લાગે છે. આ માટેના અનેક ઉપાયોમાં પત્ર-લેખક ભાઈએ જણાવ્યું છે તેમ આપણા ધર્મસિદ્ધાંતના ગ્રંથોને સરળ ગુજરાતી ભાષામાં (અને હિન્દી તેમ જ મરાઠી, બંગાળી વગેરે ભાષાઓમાં પણ) ઉતારવા એ ખરે જ બહુ કારગત નીવડે એવો ઉપાય છે; આવા સૌ કોઈ સમજી શકે તેવા સાહિત્યના અભાવમાં આખો સમાજ નરી અંધશ્રદ્ધાના દોર ઉપર નાચ્યા કરે છે. આ સ્થિતિ બહુ ઈચ્છવા જેવી નથી. શ્રદ્ધાને જીવનમાં અમુક અને વિશિષ્ટ સ્થાન છે એ ખરું, પણ જીવનનું સર્વસ્વ કેવળ શ્રદ્ધામાં જ સમાઈ જાય એ બરાબર નથી. ખરી વાત તો એ છે, કે જ્ઞાનની પુષ્ટિ પામીને શ્રદ્ધા વધુ સ્થિર અને વધુ વિશુદ્ધ બને છે. એટલે જ્ઞાનના માર્ગથી લેશ પણ ભડકવાની કે ડરવાની જરૂર નથી. આવા સર્વભોગ્ય સાહિત્યનો પ્રચાર કરવો એટલે જ જ્ઞાનનો પ્રચાર કરવો. (તા. ૧૫-૮-૧૯૪૮) Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૨૫ જ્ઞાનપ્રસારની પ્રવૃત્તિઓ: ૫ (૫) જિજ્ઞાસા સંતોષવાની વ્યવસ્થાની જરૂર અમારા ગયા અંકના “સામયિક ફુરણમાં અમે દેશ-પરદેશના જૈનેતર વિદ્વાનોએ કરેલ જેન સાહિત્યની સેવાથી જૈન સમાજને પરિચિત કરવા માટે એવા ગ્રંથકારો અને તેમણે રચેલા ગ્રંથો સંબંધી પુસ્તક તૈયાર કરવાનું કાર્ય આપણી એકાદ સાહિત્ય-સંસ્થાએ હાથ ધરવું જોઈએ એમ સૂચવ્યું છે. અહીં આજે એ નોંધના જ અનુસંધાનરૂપે અમે આ નોંધ લખીએ છીએ. આ નોંધનો મુખ્ય આશય એ છે કે પૂ. આ. ભ. શ્રી વિજયધર્મસૂરિજીના કાળધર્મ પછી દેશ-પરદેશના જૈનેતર વિદ્વાનો કે અભ્યાસીઓની જૈન ધર્મ, જૈન સાહિત્ય, જૈન કળા, જૈન તત્ત્વજ્ઞાન, જૈન ઇતિહાસ એટલે. એકંદરે જૈન સંસ્કૃતિ વિષેની જિજ્ઞાસાને ઉત્તેજન આપવાની તેમ જ તેને સંતુષ્ટ કરવાની પ્રાયઃ અટકી ગયેલી પ્રવૃત્તિને આપણે ફરીથી વેગપૂર્વક સજીવન કરવા માટે પ્રયત્નશીલ થવાની ખાસ જરૂર છે – એ વાત તરફ જૈન સમાજના આગેવાનો, વિદ્વાનો અને આગેવાન જૈન સંસ્થાઓનું ધ્યાન દોરવું. બીજા વિશ્વવિગ્રહ ઊભી કરેલી મુશ્કેલી અને ઠેરઠેર સર્જેલી ભયંકર તારાજીને લઈને છેલ્લાં ૧૦-૧૨ વર્ષ દરમ્યાન પશ્ચિમના – યુરોપના વિદ્વાનોના જૈન સંસ્કૃતિના અભ્યાસ અને સંશોધન પ્રત્યેના રસમાં કંઈક ઓટ આવી હોય એમ લાગે છે; ખાસ કરીને જર્મનીના વિદ્વાનોને આની વધારે પ્રમાણમાં અસર થઈ હોય એમ લાગે છે. જિજીવિષાનું યુદ્ધ, ખરેખર, અંતરની અનેક લાગણીઓને ધ્વસ્ત કરી દે છે. આવા કપરા સંજોગોમાં પણ એવા કેટલાક પ્રસંગો જાણવા મળે છે, જે સ્પષ્ટપણે સૂચિત કરે છે કે એ રસની સરિતા આજે ભલે કૃશકાય બની ગઈ હોય, છતાં એનો પ્રવાહ ચાલુ તો છે જ, અમેરિકામાં પણ જૈન સંસ્કૃતિના અભ્યાસી કેટલાક વિદ્વાનો આ ક્ષેત્રમાં કાર્ય કરી રહ્યા છે. ઉપરાંત આપણા દેશમાં તો એક પ્રાચીન સંસ્કૃતિના સગપણે તેમ જ એના સર્વ વિષયને સ્પર્શતા વિશાળ સાહિત્યના કારણે જૈન સંસ્કૃતિ પ્રત્યેની જનતાની જિજ્ઞાસા દિવસે-દિવસે વધતી જ જાય છે. આપણાં વિશ્વવિદ્યાલયોના ઊંચામાં ઊંચા વર્ગોના અભ્યાસક્રમમાં તેમ જ પીએચ.ડી.ની ડિગ્રી માટે પસંદ કરવામાં આવતા વિષયોમાં પણ જૈન-સંસ્કૃતિને એના મોભાને છાજે એવું સ્થાન મળવા લાગ્યું છે, અને જ્યાં નથી મળ્યું ત્યાં આપણે દિલ દઈને પ્રયત્ન કરીએ તો તેમાં જરૂર સફળતા પ્રાપ્ત કરી શકીએ એવું અનુકૂળ વાતાવરણ દેશમાં પેદા થઈ ગયું છે. આમ થવાનું એક અને મુખ્ય કારણ, દેશની જનતાએ મહાત્મા ગાંધીજીના કાર્યક્ષેત્રમાં અહિંસા અને સત્યની અદ્ભુત શક્તિનું સાક્ષાત્ દર્શન કર્યું, અને એમ કરીને પરધર્મસહિષ્ણુતા અને Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ જિનમાર્ગનું જતન સર્વધર્મસમભાવની ભાવનાને જીવનમાં સ્થાન આપ્યું એ છે. જૈનધર્મનો મુખ્ય આધાર પણ અહિંસા અને સત્ય જ છે. જૈનધર્મમાં જેટલી અહિંસાની સૂક્ષ્મ છણાવટ છે અને એનું પાલન કરવાનાં જેટલાં આકરાં વિધાનો છે, તેટલાં બીજે જોવા મળતાં નથી. હવે દેશની જનતામાં જ્યારે જૈનધર્મ અંગેની આવી જિજ્ઞાસા જાગૃત થઈ હોય ત્યારે, એ જિજ્ઞાસાને વ્યવસ્થિત રીતે સંતુષ્ટ કરવાની અને તેને ઉત્તેજન આપવાની જવાબદારી આપોઆપ આપણા માથે આવી પડે છે. આ માટે આપણે કેવી રીતે કાર્ય કરવું જોઈએ એ સંબંધી વિચારણા માટે અમે નીચેનાં થોડાંક સૂચનો રજૂ કરવાની રજા લઈએ છીએ: (૧) જેનધર્મના આવા અભ્યાસીઓને જે-જે શંકાઓ ઊઠે તેનું સમાધાન આપણા તે-તે વિષયના નિષ્ણાત ગણાતા ગૃહસ્થ કે સાધુ વિદ્વાનો દ્વારા તેમને મળી રહે તેવી ગોઠવણ કરવી જોઈએ. (૨) આ કાર્ય માટે કોઈ સ્વતંત્ર નવી સંસ્થાની સ્થાપના કરવાની જરૂર હોય એમ અમે નથી માનતા; અત્યારે છે તે સંસ્થાઓમાંથી ગમે તે એક કે બે સંસ્થાઓ જ આ કાર્ય હાથ ધરી શકે. (૩) આ કાર્ય હાથ ધરનાર સંસ્થા ધીમેધીમે જૈનધર્મના જિજ્ઞાસુઓ અને વિદ્વાનો એ બંનેનો સંપર્ક સાધે અને તેમની સાથે નિયમિત રીતે પત્રવ્યવહાર કરે. તે દિવસે એ સંસ્થા દરેક અભ્યાસીના ખ્યાલમાં આવી જશે અને તેમના દિલમાં એ સંસ્થાનું સ્થાન પોતાની શંકાનું સમાધાન મેળવવાના કે પોતાની જિજ્ઞાસા સંતોષવાના કેન્દ્ર તરીકે પ્રતિષ્ઠિત થઈ જશે. (૪) આવું કાર્ય હાથ ધરનાર સંસ્થાને આ કાર્યને પહોંચી વળવા માટે ઘણા વિદ્વાનોને રોકવાના ખર્ચનો બોજ ઉપાડવાની જરૂર નથી; અલબત્ત, આ બધા વિદ્વાનો સાથે નિયમિત રીતે પત્રવ્યવહાર કરી શકે એવા એકાદ-બે જાણકારોને તો તે સંસ્થાએ રોકવા જ પડે. એટલે જ્યારે પણ કોઈ પણ જિજ્ઞાસુ તરફથી કંઈ પણ પૂછપરછ કરવામાં આવે ત્યારે વિદ્વાનો પાસેથી તેનો ખુલાસો મેળવીને તેમને મોકલી આપવામાં આવે. જે સંસ્થા આ રીતે આ કાર્ય હાથ ધરવાની હિંમત દાખવશે એને સહુથી મોટો લાભ તો એ થવાનો કે તે સમાજના સર્વ વિદ્વાનો સાથે સહકાર રાખનારી એક તટસ્થ કે મધ્યસ્થ સંસ્થા તરીકેનો મોભો મેળવી શકશે, અને એમ કરીને આખા સમાજની સેવાનો લાભ મેળવી શકશે. (૫) આવા જિજ્ઞાસુઓને જે-જે ગ્રંથો – જેમાં પ્રાચીન અને અપ્રગટ એવા હસ્તલિખિત ગ્રંથોનો પણ સમાવેશ થઈ જાય છે – ની જરૂર જણાય તે ગ્રંથો તેમને સરળતાથી (અલબત્ત, પાછા સોંપવાની શરતે જ) મળી જાય તેવી ગોઠવણ કરવી જોઈએ. Page #250 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપ્રસારની પ્રવૃત્તિઓ : ૬ (૬) મુદ્રિત પુસ્તકો આવા વિદ્વાનોને વગર મૂલ્યે મળે એ પણ બહુ જરૂરી છે. આપણે ત્યાં ગ્રંથોના મુદ્રણમાં દર વર્ષે અઢળક નાણું ખરચાય છે એ સ્થિતિમાં આવી ગોઠવણ બહુ સહેલી છે. ૨૨૭ (૭) આવા જિજ્ઞાસુ વિદ્વાનો અમુક સમય માટે આપણાં જ્ઞાનમંદિરો, તીર્થસ્થાનો કે જૈનોની વધુ વસ્તીવાળાં સ્થળોમાં રહીને જાતતપાસ દ્વારા માહિતી મેળવવા માગતા હોય તો તે માટે પણ આપણે તેમને જરૂરી સગવડ કરી આપવી જોઈએ. આ તો કેટલીક આ અંગેની સામાન્ય સૂચનાઓ થઈ; મુખ્ય વાત આ કામ આપણે વિના વિલંબે અને વ્યવસ્થિત રીતે હાથ ધરવું જોઈએ એ છે. આમ થવાથી એક બીજો મોટો લાભ એ થશે કે આજે વારે-તહેવારે જૈનધર્મ સંબંધી ગેરસમજણથી ભરેલાં અનેક પુસ્તકો પ્રગટ થયાં કરે છે, તે મોટા પ્રમાણમાં અટકી જશે, અને સામાન્ય જનતામાં જૈનધર્મ-સંબંધી સાચી માહિતીનો પ્રચાર થશે. અમારી દૃષ્ટિએ તો આ કાર્ય આપણી કૉન્ફરન્સ જેવી સંસ્થા હાથ ધરે, તો એમાં એની શોભામાં ખૂબ વધારો થવા સાથે જૈનધર્મની ભારે સેવા કરવાનો લાભ જ મળશે. કૉન્ફરન્સ સિવાયની બીજી કોઈ સંસ્થા પણ આ કાર્ય હાથ ધરી શકે. આશા છે કે ખૂબ ઉપયોગી એવા આ કાર્ય પ્રત્યે આપણે જાગૃત બનીને વિચાર કરતા થઈશું અને જ્ઞાન-સેવાનું આ કાર્ય હાથ ધરીને જ્ઞાનનો પ્રચાર કરવાનું પુણ્યકાર્ય આચરીશું. અસ્તુ ! (૬) વિદ્વત્-પરિચય-ગ્રંથની જરૂરત આપણને ગમે કે ન ગમે, પણ વસ્તુસ્થિતિ એવી છે, કે આપણા દેશના અને વિશેષ કરીને પરદેશના યુરોપ-અમેરિકાના જે-જે વિદ્વાનોએ જે-જે જૈનસાહિત્ય પ્રત્યે રસ દાખવીને એની સેવા બજાવી છે, એમનાં એ સેવાકાર્યોની વિગતવાર જાણ હોવી તો દૂર રહી, એમનાં પૂરાં નામોથી પણ આપણે માહિતગાર નથી ! આપણી આ સ્થિતિ સાચે જ આપણી પોતાની જાત માટે દિલગીરી ઉપજાવે એવી છે. (તા. ૨૪-૨-૧૯૫૧) પણ અમને લાગે છે કે અત્યારે અન્ય વિદ્વાનો જૈન સાહિત્ય પ્રત્યે જે વિશેષ રસ દાખવી રહ્યા છે તે દૃષ્ટિએ, તેમ જ આપણા સાહિત્યની નિઃસ્વાર્થપણે સેવા બજાવનાર એ વિદ્વાનોના આપણા ઉપરના ઋણને યત્કિંચિત્ અદા કરવાની દૃષ્ટિએ Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ જિનમાર્ગનું જતન પણ, જૈન સાહિત્યની થોડી-ઘણી પણ સેવા બજાવનાર એ વિદ્વાનોનો અને એમનાં સાહિત્યિક કાર્યોનો થોડો પણ પરિચય આપી શકે એવા એક-બે ગ્રંથો તૈયાર કરવા, જોઈએ; અને એમ કરીને એમની બહુમૂલી સાહિત્યસેવાની સ્થાયી નોંધ કરી લેવી જોઈએ. વળી અત્યારે પણ યુરોપમાં તેમ જ અમેરિકામાં જૈન સાહિત્યનું અધ્યયનઅધ્યાપન કરતા કેટલાક વિદ્વાનો મોજૂદ છે. એટલે એમનાં પણ એ કાર્યોથી આપણે સુપરિચિત રહેવું બહુ જરૂરી છે. આ બધી દષ્ટિએ વિચાર કરીને, આપણી કોઈ જાહેર સંસ્થા, આઠ-દસ હજાર જેટલી અને જરૂર પડે તો તેથી પણ વધારે રકમ ખરચીને આવો ગ્રંથ તૈયાર કરાવવાનું માથે લે, તો એ પણ એ સંસ્થાએ કરેલી એક કીમતી સેવા લેખાશે. અમે ઇચ્છીએ છીએ કે આવાં સાહિત્યકાર્યોનું મૂલ્ય પિછાણનાર આપણા વિદ્વાન મુનિવરો, જૈનસંઘના આગેવાનો અને આપણી આગેવાન સંસ્થાઓ આ વાતનો જરૂર ગંભીરપણે વિચાર કરે, અને આવો ગ્રંથ વહેલી તકે તૈયાર થાય એ માટે ઘટતાં પગલાં ભરે. આ સંબંધી જે કંઈ વિચારણા કરવા જેવી લાગતી હોય તેને અમે જરૂર આવકારીશું અને આ સંબંધમાં આપણા વિદ્વાનો કંઈ લખી મોકલશે તો તેને સમાજ સમક્ષ રજૂ કરીશું. ઉપરાંત આવો ગ્રંથ કોઈ પ્રકાશિત કરવા માગતું હશે તો તેને એ પુસ્તકનું લખાણ તૈયાર કરાવી આપવા માટે પણ અમે અમારાથી બનતું કરીશું. આ વાત તત્કાળ હાથ ધરવા જેવી અમને લાગી છે. સૌ આમાં ખરા દિલથી રસ લે અને આ કાર્ય વેળાસર પાર પડે એ જ અભિલાષા. (તા. ૧૮-૨-૧૯૫૬) (૭) કળાધામરૂપ તીર્થસ્થાનોના ચિત્રસંપુટોની જરૂર જૈનધર્મે મુખ્યત્વે બે રીતે કળાને ઉત્તેજન આપ્યું છે : ગ્રંથોને સુશોભિત બનાવવાની દષ્ટિએ એમાં વ્યક્તિચિત્રો, પ્રસંગચિત્રો કે સામાન્ય સુશોભનોનો ઉપયોગ કરીને અને દેવધામો અને તીર્થસ્થાનોને મનોહર બનાવવાની દષ્ટિએ વૈવિધ્યપૂર્ણ Page #252 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપ્રસારની પ્રવૃત્તિઓ : ૭ ૨૨૯ રચનાઓવાળા પ્રાસાદો (મંદિર), વિવિધ જાતની ભાવભંગીવાળી શિલ્પાકૃતિઓ અને મનોહર સુશોભનો રજૂ કરતી અન્ય કોતરણીઓનું સર્જન કરાવીને. ગ્રંથોમાં તાડપત્રના તેમ જ કાગળ ઉપર લખેલા એમ બંને પ્રકારના ગ્રંથોને ચિત્રોથી કળામય બનાવેલા છે – અલબત્ત, તાડપત્રના સચિત્ર ગ્રંથો અતિ વિરલ મળે છે. અને દેવમંદિરોમાં લાકડા અને પાષાણ એમ બંનેની શિલ્પાકૃતિઓ અને કરણીનો સમાવેશ થાય છે. વળી પાષાણની કલાકૃતિઓમાં જેમ સાદા પથ્થરમાં કોરેલી કૃતિઓનો સમાવેશ થાય છે, તેમ સંગેમરમર(આરસપહાણ)માં કરેલી કોતરણીનો પણ સમાવેશ થાય છે. આ રીતે ચિત્રકળાથી સુશોભિત કેટલાક પ્રાચીન હસ્તલિખિત ગ્રંથો કળાની દૃષ્ટિએ એટલા તો સમૃદ્ધ બન્યા છે, કે ગ્રંથમાંના વિષયની દૃષ્ટિએ એનું જેટલું મહત્ત્વ લેખાય છે એના કરતાં એમાંની ચિત્રકળાની દૃષ્ટિએ એનું મહત્ત્વ જરા ય ઓછું લેખાતું નથી; અને કેટલાક દાખલાઓ તો એવા પણ છે કે જેમાં અતિ વિરલ અને અતિ સમૃદ્ધ ચિત્રકળાને લીધે એ ગ્રંથનું એક ઉત્તમ કે શ્રેષ્ઠ કળાકૃતિ તરીકે જ સવિશેષ મૂલ્યાંકન થાય છે. એ જ પ્રમાણે દેવધામો અને તીર્થસ્થાનોનું ખરું મહત્ત્વ તો શાંતિનાં, આત્મચિંતનનાં અને ધર્મપ્રાપ્તિનાં પવિત્ર સ્થાનો તરીકે જ છે; આમ છતાં એમાંની મનોહર શિલ્પકળાને કારણે એનું વિશેષ મહત્ત્વ લેખાય છે, અને એ રીતે એનું સવિશેષ મૂલ્યાંકન થાય છે. તેમાં ય વળી કેટલાંક દેવધામો અને તીર્થસ્થાનો તો શિલ્પકળાના ભંડાર-સમાં છે અને કમાશભરી કહી શકાય એવી કોતરણીથી એવાં તો સમૃદ્ધ બનેલાં છે કે એને લીધે એ જગવિખ્યાતિને વર્યા છે. આમ આવા સચિત્ર પ્રાચીન હસ્તલિખિત ગ્રંથો અને શિલ્પસમૃદ્ધિથી શોભતાં દેવધામો એ જૈન સંસ્કૃતિના ગૌરવરૂપ બનેલાં છે. જેમ એનાં આત્મશુદ્ધિને માટે યોજાયેલ વિશિષ્ટ આચારો અને વિવિધ વિષયને સ્પર્શતા સાહિત્ય દ્વારા જૈન સંસ્કૃતિ તરફ દેશવિદેશના વિદ્વાનોનું ધ્યાન દોરાયું છે, એમ આ વિશિષ્ટ ચિત્રકળા અને વિરલ શિલ્પકળાને લીધે પણ જૈન સંસ્કૃતિનું નામ ઊજળું બન્યું છે, અને એ તરફ પણ દેશવિદેશના વિદ્વાનોનું સવિશેષ રીતે ધ્યાન ખેંચાયું છે. આવી અમૂલ્ય અને વિરલ ચિત્રસમૃદ્ધિ અને શિલ્પસમૃદ્ધિનું પૂરેપુરું જતન કરવું એ જેમ આપણું કર્તવ્ય છે, એ જ રીતે એ ચિત્રકળા અને શિલ્પકળાની અદ્ભુત કૃતિઓનાં દર્શન ઘેર બેઠાં પણ જિજ્ઞાસુઓ અને કળાના અભ્યાસીઓને માટે સુલભ બને એવા ચિત્રસંપુટો તૈયાર કરવા એ પણ આપણું કર્તવ્ય છે. આજે તો વિજ્ઞાને છબી પાડવાની વિદ્યાનો એટલો બધો વિકાસ સાધ્યો છે કે આપણે ઇચ્છીએ અને જરૂરી ખર્ચ કરવા તૈયાર હોઈએ, તો કોઈ પણ ચિત્ર કે શિલ્પની Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ જિનમાર્ગનું જતન છબી એના રંગો અને એની રેખાઓ સહિત એવી પરિપૂર્ણ લેવરાવી શકાય કે જાણે હૂબહૂ અસલ ચિત્ર કે શિલા જ! અને આટલું જ શા માટે? આપણે ઇચ્છીએ તો કોઈ પણ ગ્રંથ કે કોઈ પણ કળામય તીર્થભૂમિની સળંગ આખી ફિલ્મ પણ ઉતારી શકીએ, અને પછી મન ચાહે ત્યારે એ દ્વારા એ કળાકૃતિઓનાં દર્શન કરી-કરાવી શકીએ. અલબત્ત, આગળ વધેલી છબીવિદ્યા અને મુદ્રણકળાનો આપણે અમુક અંશે ઉપયોગ તો કર્યો જ છે; અને એને લીધે પ્રાચીન ચિત્રકળા અને શિલ્પકળાનાં દર્શન કરાવતા કેટલાક ચિત્રસંપુટો (આલ્બમો) આપણે ત્યાં તૈયાર થયા છે. તેમાં ય પ્રાચીન શિલ્પકળા કરતાં ચિત્રકળાને રજૂ કરતા ચિત્રસંપુટો કદાચ વધારે સંખ્યામાં તેમ જ વધારે સારા રૂપમાં પ્રગટ થયા હશે. આમ છતાં, આપણી પ્રાચીન ચિત્રકળા અને શિલ્પકળા, એ બંને પ્રકારની કળાસમૃદ્ધિને જાહેરમાં યથાસ્થિત અને સુંદર રૂપમાં રજૂ કરવાના ક્ષેત્રે ઇતર ધર્મપરંપરાઓ દ્વારા દેશમાં અને દુનિયાના ઇતર દેશોમાં જે કંઈ કામ થયું છે અને થઈ રહ્યું છે, એ દૃષ્ટિએ, હજી આપણે ઘણુંઘણું કરવાનું બાકી છે એમ અમને લાગે છે. અત્યાર લગીમાં આ દિશામાં આપણે જે કંઈ કામ કર્યું છે તે તો “પાશેરામાં પહેલી પૂણી” જેવું જ ગણી શકાય એવું છે. ક્યારેક, જ્યાં દેશ-વિદેશનાં પુસ્તકો અને ખાસ કરીને ચિત્ર-સંપુટો જોવા મળી શકતાં હોય એવા કોઈ મોટા ગ્રંથ-વિક્રેતાની દુકાને જઈને જોઈએ તો છેલ્લાં દસેક વર્ષમાં, દેશનાં અને દુનિયાનાં કળાધામોને લગતા જે સમૃદ્ધ ચિત્રસંગ્રહો ખૂબ સુંદર અને આકર્ષક રૂપમાં પ્રગટ થયેલા હોય, તે જોવા મળે છે. તે જોઈને સાચે જ અચરજ ઊપજે છે, આનંદ પણ થાય છે, અને સાથેસાથે આપણી પાસેની વિપુલ કળા-સામગ્રીને દુનિયા સમક્ષ સુંદર વ્યવસ્થિત રૂપમાં રજૂ કરવામાં આપણે જે રીતે પછાત અને ઉદાસીન રહ્યા છીએ અને હજી પણ રહીએ છીએ – એનો વિચાર આવતાં મનમાં નિરાશા પણ થઈ આવે છે. આબુ તીર્થનાં દેવધામોની અદ્દભુત, સજીવ અને સુકુમાર કોરણીએ વિદેશીઓને પણ મુગ્ધ બનાવ્યા હતા, અને એમણે એ કળાધામોને જગવિખ્યાતિ અપાવી હતી. આપણે પણ એવી કળાસમૃદ્ધિની પ્રશંસા કરતાં થાકતાં નથી. પરંતુ છબીવિદ્યા આટઆટલી આગળ વધ્યા છતાં, ધર્મ નિમિત્તે કે ગ્રંથો છાપવા નિમિત્તે આપણા હાથે દર વર્ષે અઢળક પૈસો ખર્ચાવા છતાં અને આ તીર્થ પ્રત્યે આપણી ખૂબખૂબ ભક્તિ અને પ્રીતિ હોવા છતાં, એની વિપુલ શિલ્પકળાનાં દર્શન કરાવી શકે એવો એક પણ ચિત્રસંપુટ આપણે પ્રગટ કરી શક્યા નથી; એ માટે કોને, શું કહીએ ? Page #254 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપ્રસારની પ્રવૃત્તિઓ : ૭ ૨૩૧ આપણા મહાતીર્થ શત્રુંજયની જ વાત કરો. નાનાં, મોટા અને વિશાળ તેમ જ ગગનચુંબી કહી શકાય એવાં સંખ્યાબંધ મંદિરોને કારણે એ પર્વત, એક અંગ્રેજે કહ્યું છે તેમ, સાચે જ દેવમંદિરોની નગરી બની છે. પણ એનાં ભવ્ય મંદિરોનાં અને ત્યાંની વિપુલ શિલ્પસમૃદ્ધિનાં દર્શન કરાવી શકે એવો ચિત્રસંપુટ હજી તૈયાર થવાનો બાકી છે. કેવું જાજરમાન તીર્થ, અને એની આવક પણ કેટલી અઢળક, છતાં આ દિશામાં આપણું ધ્યાન જ નથી જતું એનો કેટલો અફસોસ કરીએ? અને વિશેષ રંજ તો એ વાતથી થાય છે કે છેક પોણોસો વર્ષ પહેલાં બર્જેસ નામના એક અંગ્રેજ મહાનુભાવે આ મહાતીર્થની મોટી-મોટી છબીઓ અને વિગતવાર વર્ણન (અંગ્રેજી ભાષામાં) સાથે એક ખૂબ મોટું (લગભગ ૧૮ ઇંચ પહોળું અને ૨૨ ઇંચ લાબું) આલ્બમ પ્રગટ કર્યું હતું, એ જોઈને પણ આપણને આ કાર્ય કરવાની પ્રેરણા ન મળી ! રાણકપુર તીર્થના જિનમંદિરની માંડણી તો ભલભલાનાં દિલ ડોલાવી મૂકે એવી છે, અને આપણે ઈચ્છીએ છીએ અને એ માટે પ્રયત્ન પણ કરીએ છીએ કે દેશના અને દુનિયાના લોકો આપણા આ સમૃદ્ધ કળાધામના દર્શને આવે. પણ એમના હાથમાં મૂકવા માટે એક પણ સુંદર છબીસંગ્રહ આપણે હજી સુધી છપાવી શક્યા નથી! જેસલમેરનાં જિનમંદિરોની શિલ્પસમૃદ્ધિ તો વળી સૌથી અનોખી છે. ક્યાં રાતદિવસ જ્યાં રેતીના વંટોળ ઊડ્યા કરે એવો અને જ્યાં ઊના-ઊના વાયરા વાયા કરે એવો એ પ્રદેશ અને ક્યાં એ મનોહર દેવમંદિરો ! સાચે જ, જેસલમેરનાં મંદિરો જોઈએ છીએ અને બળબળતા રણમાં મીઠા જળની સરવાણી વહી નીકળી હોય એમ જ લાગે છે. છતાં એનો પણ કોઈ ચિત્રસંપુટ તૈયાર કરવા તરફ આપણું ધ્યાન ગયું નથી ! અને તારંગા તીર્થ? કેવા ઊંચા પહાડમાં કેવું વિશાળ, કેવું ભવ્ય અને કેવું ગગનચુંબી દેવમંદિર ! પણ એનો કોઈ ચિત્રસંગ્રહ આપણે હજી તૈયાર ન કરાવ્યો. આ પ્રસંગે આવા તો અનેક કળામય તીર્થધામો સાંભરી આવે છે. આધુનિક મંદિરોની વાત કરીએ તો અમદાવાદનું હઠીભાઈ શેઠનું દેરાસર જ લ્યો. એના વ્યવસ્થાપકો તો એ મંદિરને સ્વચ્છ અને સુઘડ રાખવા સતત જાગતા રહે છે. છતાં એનો પણ કોઈ ચિત્રસંગ્રહ એમણે તૈયાર કરાવ્યો નથી. એ જ વાત પાલીતાણાના આગમ-મંદિર માટે અને પ્રભાસપાટણમાંના નવા વિશાળ ચંદ્રપ્રભુસ્વામીના મંદિર માટે તેમ જ બીજાં અનેક તીર્થધામો કે દેવમંદિરોનૅ લાગુ પડી શકે એવી છે. અલબત્ત, પહેલી દષ્ટિએ કદાચ કોઈને લાગે છે કે આ કામ બહુ ખર્ચાળ છે, અને એ માટે એવી કલાપારખુ દૃષ્ટિ પણ જોઈએ; આ વાત સાચી છે. પણ જો Page #255 -------------------------------------------------------------------------- ________________ જિનમાર્ગનું જતન શરૂઆતમાં અમુક ખર્ચ ઉઠાવીને પણ આવા ચિત્રસંપુટો તૈયાર કરવામાં આવે તો જતે દાડે એનું વેચાણ થયા વગર ન રહે – પ્રજામાં આવા ચિત્રસંગ્રહો ખર્ચ કરીને પણ વસાવવાની ભાવના સારા પ્રમાણમાં વિકાસ પામી છે. અને તેથી આમાં નુકસાન ઉઠાવવાનો ભાગ્યે જ વખત આવે. અને આવા કામની સમજ અને બુદ્ધિ ધરાવતા કાર્યકરો પણ હવે જરૂ૨ મળી રહે એમ છે. આમ છતાં આ કામની આર્થિક જ્વાબદારીની વહેંચણી કરવી હોય તો એ માટે આવી કંઈક યોજના કરી શકાય : ૨૩૨ (૧) મુખ્યમુખ્ય તીર્થની દરેક પેઢી પોતે જ આવો ટૂંકો પરિચય સહિતનો ચિત્રસંપુટ પ્રગટ કરવાનો ખર્ચ કરે અને વેચાણથી એ રકમ વસૂલ કરે. (૨) આવા ખર્ચની ગુંજાઈશ ન હોય તો આવી પેઢી એ માટે એક ખાતું ચાલુ કરીને યાત્રાળુ પાસે એમાં રકમ નોંધાવે. (૩) ઊજમણું કે ઉપધાન કરાવનાર મહાનુભાવ પોતાની શક્તિ અને ભક્તિ પ્રમાણે નાના કે મોટા તીર્થનો એકાદ ચિત્રસંપુટ છપાવી આપે. (૪) આ માટે વાપરી શકાય એવી રકમ પર્યુષણમાં ભેગી કરવામાં આવે. (૫) સખી ગૃહસ્થો જેમ પોતાના નામથી પુસ્તકો છપાવે છે, એ રીતે કળામય તીર્થધામોના ચિત્રસંપુટો છપાવવા પ્રેરાય એ રીતે એમને પ્રેરણા અને ઉપદેશ આપવામાં આવે. આ લખવાનો અમારો મુખ્ય હેતુ તો એ જ છે કે આપણાં અમૂલ્ય કળાધામોના ચિત્રસંપુટો તૈયાર કરવા તરફ આપણા સંઘનું ધ્યાન જાય, અને એક પછી એક કળાધામોના ચિત્રસંપુટો આપણે પ્રગટ કરવા લાગીએ. (તા. ૩૦-૯-૧૯૬૧) (૮) જૈન કથાવસ્તુ અને નાટક જૈનધર્મનું કથાસાહિત્ય જેમ વિપુલ છે, તેમ વિવિધ વિષયને સ્પર્શતું છે. અને એ બધાનો હેતુ કથા-વાર્તાના રોચક અને આકર્ષક માધ્યમ દ્વારા સામાન્ય જૈનસમૂહને સુગમતાપૂર્વક ધર્મતત્ત્વનો બોધ કરાવવો અને એની ધર્મભાવનાને જગાડીને એને ધાર્મિક આચરણ કરવાની પ્રેરણા આપવી એ જ છે. જૈનધર્મે જનસમૂહના ધર્મસંસ્કારોના ઘડતરમાં કથા-વાર્તાઓને કેટલું મહત્ત્વનું સ્થાન આપ્યું છે, તે એ હકીકત Page #256 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપ્રસારની પ્રવૃત્તિઓ : ૮ ઉપરથી પણ જાણી શકાય છે કે જૈન શાસ્ત્રોના જે ચાર અનુયોગો (વિભાગો) છે, એ પૈકી ‘કથાનુયોગ' તે ‘પ્રથમાનુયોગ’નું ગૌરવ પામ્યો છે. ભગવાન મહાવીરની ધર્મકથાઓનો અંગસૂત્રોમાં સમાવિષ્ટ ‘જ્ઞાતાધર્મકથા' નામે એક સ્વતંત્ર ગ્રંથ પણ છે. ભગવાન મહાવીરે કથા-વાર્તાઓ, બોધકથાઓ, રૂપકો વગેરે દ્વારા ધર્મબોધ ક૨વાની જે સરળ અને મનોહર પરંપરા શરૂ કરી, તેનું પરિણામ એ આવ્યું કે સૈકે-સૈકે નવીનવી અને નાની-મોટી ધર્મકથાઓ પ્રાકૃત, અપભ્રંશ તેમ જ સંસ્કૃત ભાષાઓમાં રચાતી રહી છે અને જૈન સાહિત્યના ખજાનાને વધુ ને વધુ સમૃદ્ધ કરતી રહી છે. વળી, આવી પ્રાચીન ભાષાઓ ઉપરાંત હિન્દી, રાજસ્થાની, ગુજરાતી, મરાઠી, તામિલ, તેલુગુ જેવી લોકભાષાઓમાં પણ જૈન કથા-સાહિત્ય સારા પ્રમાણમાં રચાતું રહ્યું છે. જૈન કથા-સાહિત્ય જેમ જુદીજુદી ભાષામાં રચાયું છે, તેમ કાવ્યો, મહાકાવ્યો, શ્લોકાત્મક ચરિત્રો, રાસ, રાસાઓ, કથાત્મક સજ્ઝાયો આદિ રૂપે પદ્યમાં, પ્રબંધો, ચરિત્રો વગેરે રૂપે ગદ્યમાં તેમ જ ગદ્ય-પદ્યનાં મિશ્રણરૂપે નાટકો તથા ચંપૂશૈલીમાં પણ રચાયું છે. કથા-સાહિત્યનું સર્જન કરવાની આ પરંપરા અત્યારે પણ ચાલુ છે. જૈનોના આ કથાસાહિત્યમાં જેમ પૌરાણિક ઢબની કથાઓ અને મહાપુરુષો તથા સતીઓનાં ચરિત્રોનું વર્ણન કરતી ચરિત્રકથાઓ છે, તેમ ઐતિહાસિક કહી શકાય એવા શ્રમણ ભગવંતો, રાજાઓ, મંત્રીઓ, શ્રેષ્ઠીઓ, સાધ્વીઓ, સન્નારીઓ તથા ધર્મારાધક મહાનુભાવોની ઇતિહાસ-કથાઓ પણ છે. ૨૩૩ આ કથા-સાહિત્યની સમૃદ્ધિ જોઈને કદાચ એમ જ કહી શકાય કે જૈન સાહિત્યના ખજાનાનો અર્ધોઅર્ધ ભાગ તો કથા-સાહિત્યે જ રોકેલો છે ! જૈન-સંઘના આ કથાસાહિત્યનું અવલોકન-અધ્યયન કર્યા પછી સુપ્રસિદ્ધ જર્મન વિદ્વાન સ્વર્ગસ્થ જોનેસ હર્ટલે યોગ્ય જ કહ્યું હતું કે શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘનું કથા-સાહિત્ય એટલું બધું વિપુલ છે કે જેથી એ ભારતીય કથા-સાહિત્યમાં ઘણું મહત્ત્વનું સ્થાન ધરાવે છે. આ સાહિત્ય આટલા મોટા પ્રમાણમાં રચાયું એનો મુખ્ય હેતુ, અગાઉ સૂચવ્યું તેમ, લોકોને સરળતાપૂર્વક ધર્મની વાત સમજાવવી એ જ હતો. વળી લોકજીવનના ઘડતરમાં જેમ કથા-વાર્તાઓ આટલો મોટો ફાળો આપી શકે છે, તેમ નાટકો પણ એવો જ મહત્ત્વનો ફાળો આપી શકે છે; કદાચ એમ પણ કહી શકાય કે નાટકની અસ૨ વ્યક્તિના ચિત્ત ઉપર વધારે ઘેરી, વ્યાપક અને ઝડપી થાય છે. આમાં જેમ સારી અસર પાડનારાં નાટકો (તથા બોલપટો) હોય છે, તેમ ખોટીઅનિચ્છનીય અસર પાડનારાં નાટકો (અને બોલપટો) પણ રચાય છે. અને સારી અસર Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ જિનમાર્ગનું જતન પાડનારાં નાટકો કરતાં ખોટી અસર પાડનારાં નાટકોની સંખ્યા વધારે હોય છે એમ સ્વીકારવામાં પણ હરકત નથી; કારણ કે નાટક પણ એક પ્રકારનો અર્થોપાર્જનનો વ્યવસાય છે, એટલે એના સર્જકોએ અર્થપ્રાપ્તિની દૃષ્ટિએ પણ લોકોની રુચિ-અરુચિનો ખ્યાલ રાખવો પડે છે; અને આ ખ્યાલનો પડઘો નાટકના સારા-ખોટાપણા રૂપે પડે એ સ્વાભાવિક છે. પણ આ વાત તો નાટકની જેમ વાર્તા-નવલકથાને પણ સમાન રીતે લાગુ પડે છે. એટલે બધાં જ નાટકો ખરાબ અને ખોટી અસર ઉપજાવનારાં હોય છે, એમ માનીને નાટકમાત્રની નિંદા કે ઉપેક્ષા કરવી એ તો સત્યનો અપલાપ કરવા જેવી ભૂલ છે. સારા કથા-વસ્તુના આધારે - ભલે પછી એ કથાવસ્તુ સામાજિક, પૌરાણિક, કાલ્પનિક કે ઐતિહાસિક હોય – રચાયેલ નાટક ઉત્તમ કોટિનું જ બનવાનું, અને એની અસર જનમાનસ ઉપર સારી જ થવાની એમાં શક નથી. ત્યાગ-વૈરાગ્યનો બોધ આપનારાં નાટકો જોઈને પોતાના જીવને વિશુદ્ધ અને પવિત્ર બનાવવાના માર્ગે વળી ગયેલ વ્યક્તિઓના થોડાક પણ દાખલાઓ આપણે ત્યાં મળે છે તે નાટકની ઉપયોગિતાનું જ સૂચન કરે છે એ કહેવાની જરૂર નથી. આની સાથેસાથે, છેક પ્રાચીન સમયથી તે અત્યારના સમય સુધી બધી કક્ષા અને જ્ઞાતિના માનવસમૂહોને, દુનિયાભરમાં નાટક, બોલપટ કે એના જેવા ભવાઈ, રામલીલા જેવા અભિનેય પ્રયોગો તરફ કેટલું બધું આકર્ષણ રહ્યું છે અને એ આકર્ષણને પૂરું કરવા માટે પોતાની સામે સારા કે નબળા જે કોઈ નાટ્યાત્મક પ્રયોગો રજૂ થાય છે એનું એણે કેટલા ઉમળકાથી સ્વાગત કર્યું છે એ બાબતનો માનસશાસ્ત્રની દૃષ્ટિએ અને તટસ્થતાપૂર્વક વિચાર કરવાની પણ ખાસ જરૂર છે. આ યથાર્થતાના પ્રકાશમાં, જૈન કથાવસ્તુને આધારે રચાયેલાં નાટકો ભજવવામાં આવે તો તેથી એ કથા-પાત્રોનું અવમૂલ્યન થાય કે એમના મહિનામાં વધારો થવા પામે, તથા એથી જનતાના સંસ્કારોમાં સુધારો થાય કે બગાડો થવા પામે – એ વાતનો, તટસ્થ દૃષ્ટિએ તથા એકંદર લાભાલાભની ગણતરીએ આપણાં સંઘનાયકોએ અને સંઘના મોવડીઓએ ખાસ વિચાર કરવાની જરૂર છે. આ વિચાર કરતી વખતે એક વાસ્તવિકતા, જે ખાસ ધ્યાનમાં લેવા જેવી છે, તે એ કે નાટક વગેરે અભિનેય પ્રયોગો તરફ જનસમૂહને જે અપાર આકર્ષણ છે, એમાં જૈનસંઘના ભાઈ-બહેનો કે યુવક-યુવતીઓ જરા ય અપવાદરૂપ નથી; એમને પણ એ તરફ એટલું જ આકર્ષણ છે, બલ્ક પોતાની પાસે આર્થિક સગવડ બીજા કરતાં કિંઈક વધુ સારી હોવાથી, જૈનવર્ગ આ માટે પૈસા સારા પ્રમાણમાં ખર્ચે છે. આવી સ્થિતિમાં આ વર્ગને ભળતી કથાવસ્તુઓના આધારે તેમ જ અન્ય ધર્મોનાં આદરણીય પાત્રો કે પ્રસંગોના આધારે જ રચાયેલાં નાટકો, બોલપટો વગેરે જોવા મળે અને જૈન Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૩૫ જ્ઞાનપ્રસારની પ્રવૃત્તિઓ : ૮ કથાવસ્તુઓ તથા ઐતિહાસિક તથા ધાર્મિક મહાપુરુષોનાં પ્રેરક ચરિત્રો ઉપરથી રચવામાં આવેલ નાટકો, બોલપટો વગેરે જોવાથી સાવ વંચિત રહેવું પડે, એ કેટલા પ્રમાણમાં ઇચ્છવા જેવું છે એ વાત તરફ પણ ખાસ લક્ષ આપવાની જરૂર છે. અત્યારે આ બાબતનો અમે અહીં વિગતે વિચાર કરવાનું મુનાસિબ અને જરૂરી માન્યું છે તેનું કારણ દેખીતું છે : મુંબઈમાંની “પદ્મા થિયેટર્સ' નામની સંસ્થાએ એના માલિક અથવા મુખ્ય સંચાલક શ્રી મનુભાઈ શાહના માર્ગદર્શન પ્રમાણે શ્રીપાળ અને મયણાસુંદરીની, નવપદની આરાધનાનો મહિમા સમજાવતી સુપ્રસિદ્ધ ધર્મકથાને આધારે એક નાટકની રચના કરી છે, અને મળેલી માહિતી પ્રમાણે, આ નાટક મુંબઈનાં જુદાંજુદાં નાટ્યગૃહોમાં ભજવાવા પણ લાગ્યું છે. જૈનધર્મની આદરણીય વ્યક્તિઓ અને જૈન કથા-વસ્તુના આધારે રચાયેલ આ નાટકની સામે જૈનસંઘમાં (જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘમાં) કેટલોક વિરોધ જાગ્યો છે એ અંગે કેટલીક વિચારણા કરવી જરૂરી હોવાથી અમે આ નોંધ લખવા પ્રેરાયા છીએ. આ નાટક ભજવવાથી જૈનધર્મના શ્રીપાળરાજા અને મયણાસુંદરી જેવાં, આયંબીલની ઓળીના તપનું માહાત્મ સમજાવતાં પવિત્ર પાત્રોનું ગૌરવ ઘટે છે – એમ કહીને, માનીને જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘના અમુક વર્ગ તરફથી એનો વિરોધ કરવામાં આવ્યો છે, એ નાટક ન ભજવાય એ માટે પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા છે અને આ પ્રયત્ન વેગવાન બને અને એને ધારી સફળતા મળે એ માટે મહારાષ્ટ્ર રાજ્યના ગૃહપ્રધાન ઉપર વિરોધના તારો અને ઠરાવો મોટી સંખ્યામાં તરત મોકલવાની શ્રીસંઘને હાકલ કરવામાં આવી છે. આની સામે આપણા સંઘમાં એક વર્ગ એવો પણ છે કે જે, માનવીના અંતરમાં ઉચ્ચ સૌંદર્યબોધ અને રસાનુભવ દ્વારા ધર્મભાવનાની જાગૃતિ કરવામાં અને એને ધર્મના સર્વકલ્યાણકારી માર્ગે ચાલવાની પ્રેરણા આપવામાં ઉપયોગી થાય એવાં ધાર્મિક કથાવસ્તુના આધારે રચાયેલાં નાટકો ભજવાવાં જોઈએ એવી હિમાયત કરે છે. સાથેસાથે એ વર્ગ એવું પણ માને છે કે અન્ય ધર્મના મહાપુરુષોના જીવન-પ્રસંગોની રજૂઆત કરતાં નાટકો જ જો જૈનસંઘની નાકપ્રેમી જનતાને જોવા મળે અને જૈનધર્મ અને સંસ્કૃતિના ગૌરવનું દર્શન કરાવતાં મહાપુરુષો અને સન્નારીઓના ઉન્નત જીવન-પ્રસંગો આલેખતાં નાટકો, માત્ર કેટલાક કહેવાતા આગેવાનોના બંધિયાર ખ્યાલોને લીધે ન જોવા મળે, તો જૈનસંઘની જનતાના સંસ્કાર-ઘડતરમાં લાભના બદલે ઊલટી હાનિ જ થવાની છે. - જો આપણે તટસ્થ વિવેકદ્રષ્ટિએ વસ્તુસ્થિતિને સમજવા-સ્વીકારવા તૈયાર હોઈએ તો આપણને એ વાત સમજતાં મુશ્કેલી ન પડવી જોઈએ, કે વિવિધ રસોનું નિરૂપણ Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ જિનમાર્ગનું જતન કરીને આકર્ષક અને રોચક ધર્મકથાઓ તથા ધાર્મિક કાવ્યો-મહાકાવ્યોની રચના કરવાની પાછળ ધર્મભાવનાને લોકજીવનમાં વહેતી કરવાનો જે ઉદાત્ત આશય રહેલો છે, એવો જ શુભ આશય ધાર્મિક કથાવસ્તુના આધારે રચાયેલાં નાટકો ભજવવાની પાછળ રહેલો છે. અને તેથી આ વર્ગ આવાં નાટકોને આવકારે છે. અલબત્ત, આવો આવકાર આપવા છતાં, આવાં ધાર્મિક નાટકોમાં આપણા ધર્મસ્થાપકો અને મહાપુરુષોમાંથી નાટકોમાં ઉતારવાના પાત્ર તરીકે કોને પસંદ કરવા એની મર્યાદા એ વર્ગ સ્વીકારે જ છે. મુંબઈમાં પવા થિયેટર્સે તૈયાર કરેલ નાટક ભજવવામાં આવે એનો વિરોધ કરતા તથા એની તરફેણ કરતા અભિપ્રાયો-ચર્ચાપત્રો મુંબઈના સુપ્રસિદ્ધ દૈનિક “મુંબઈ સમાચારમાં ઠીકઠીક પ્રમાણમાં રજૂ થયાં છે. આ હકીકત પણ અમે ઉપર નોંધેલી વાતનું જ સમર્થન કરે છે, કે આ નાટક ભજવાય એ બાબતમાં પ્રતિકૂળ તથા અનુકૂળ એમ બંને પ્રકારના અભિપ્રાયો આપણા સંઘમાં પ્રવર્તે છે. વળી, અહીં એ વાતની પણ નોંધ લેવી ઘટે છે, કે “મુંબઈ સમાચારમાં પ્રગટ થયેલ વિરોધના અભિપ્રાયો તથા આ નાટક ભજવાતું અટકે એ માટે મહારાષ્ટ્ર સરકાર સમક્ષ પોતાનો સખ્ત વિરોધ નોંધાવવાની કરવામાં આવેલ હાકલ પછી પણ આ નાટકને ભજવાતું અટકાવવામાં સફળતા મળી નથી, અને મુંબઈનાં જુદા-જુદાં નાટ્યગૃહોમાં આજ પૂર્વે જુદા-જુદા સમયે એ ભજવાયું પણ છે. ભગવાન મહાવીરના પચીસસોમા નિર્વાણ-મહોત્સવની રાષ્ટ્રીય ઉજવણીનો વિરોધ કરવા માટે તેમ જ શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર ગયા વર્ષે થયેલ પ્રતિષ્ઠાના આદેશો આપવાની પદ્ધતિનો વિરોધ કરવા માટે આપણા સંઘના જ એક વર્ગે જે અતિઝનૂની અને તોફાની વલણ અખત્યાર કર્યું હતું અને પોતાનો કક્કો ખરો કરવા લાખો રૂપિયાનું આંધણ કરીને વર્તમાનપત્રોમાં જે બેફામ અને વિવેકશૂન્ય પ્રચાર કર્યો હતો, તેથી જૈન ધર્મ, સંઘ અને સંસ્કૃતિની હીલના પણ સારા પ્રમાણમાં થવા પામી હતી તે સુવિદિત છે. આવી બધી ઝનૂનથી ભરેલી ચળવળનો મહારાષ્ટ્ર સરકારને ઠીકઠીક કડવો અનુભવ થયો હતો, એટલે આ નાટકનો વિરોધ કરનાર કેટલાક મોવડીઓને મહારાષ્ટ્ર સરકારે, નજીકના ભૂતકાળમાં થયેલ આવા કડવા અનુભવનું પુનરાવર્તન થવા ન પામે એટલા માટે, ચેતવણી આપવાનું જરૂરી અને ઉચિત માન્યું હોય એ બનવા જોગ છે. એ ગમે તેમ હોય, પણ આપણા મોવડીઓને આવી ચેતવણી આપવામાં આવે એ વાત ન તો આપણા માટે રાજી થવા જેવી છે કે ન શાણા અને શાંત ગણાતા જૈનસંઘને માટે શોભારૂપ છે. Page #260 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપ્રસારની પ્રવૃત્તિઓ : ૮ શ્રીપાળ-મયણાસુંદરીનું નાટક ભજવવાથી શ્રીસંઘની ધાર્મિક લાગણી દુભાવાનું, મહાપુરુષોની હીલના થવાનું અને પ્રભુના શાસન ઉપર આફત ઊતરવાનું કહીને એક મોટો છતાં નકલી હાઉ ઊભો કરનારા મહાનુભાવોને પૂછવાનું મન થાય છે, કે અત્યારે શિથિલાચાર છડેચોક પ્રસરી રહ્યો છે, આચાર્યપદ જેવા વર્તમાન જૈનશાસનના સર્વશ્રેષ્ઠ પદનું ગૌરવ ખંડિત કરીને એનું ભારે અવમૂલ્યન કરવામાં આવ્યું હતું અને અત્યારે ચોમેર શ્રીસંઘના તેજ અને હી૨ને ભરખી જતી શિસ્તહીનતા, અરાજકતા અને વિનયવિવેકશૂન્યતા વિસ્તરી રહી છે – એની શું આપને કોઈ ચિંતા થતી નથી કે જેથી સામાન્ય પ્રશ્નને, કાગનો વાઘ બનાવવાની જેમ, ઘણું બિહામણું રૂપ આપીને એની પાછળ જ સંઘની શક્તિનો અપવ્યય કરવાનું પગલું ભરવામાં આવે છે ? અમે માનીએ છીએ કે શ્રીપાળ-મયણાસુંદરીનું નાટક ભજવાય એ એવો કોઈ બનાવ નથી કે જેથી જૈનશાસનની હીલના થાય કે આપણા મહાપુરુષોનું ગૌરવ ખંડિત થાય. આમ છતાં આ બાબતમાં કોઈ વ્યક્તિ જુદો અભિપ્રાય ધરાવવા માંગતી હોય તો એમના એ અધિકારને પણ અમે માન્ય રાખીએ છીએ, પણ એમની પાસેથી એટલી જ અપેક્ષા રાખીએ છીએ કે તેઓ પોતાની માન્યતાને બીજા ઉપર ઠોકી બેસાડવા માટે ઝનૂનનો તોફાની રાહ અપનાવવાને બદલે શાંતિથી પોતાની વાત સમજાવવાનો પ્રયત્ન કરે. અમને લાગે છે કે જૈનધર્મના કોઈ પણ મહાપુરુષને નાટકમાં ન ઉતારવા દેવામાં જ શાસનનું હિત કે ગૌરવ માની લેવું એ સાવ સંકુચિત વૃત્તિવાળી ટૂંકી દૃષ્ટિનું અને પોતાના હાથે જ પોતાની જાતને નુકસાન કરવા જેવું ભૂલભરેલું કામ છે. આ પ્રશ્નના અનુસંધાનમાં અહીં એ જાણવું ઉપયોગી થઈ પડશે કે દિગંબર જૈનસંઘમાં નવપદની ઓળીની આરાધનાનો મહિમા સમજાવતું આ નાટક દાયકા પહેલાં ય ભજવાતું હતું. વળી મહામંત્રી વસ્તુપાળ-તેજપાળના ભવ્ય અને દિવ્ય ધર્મજીવનનું દર્શન કરાવતું નાટક (ઘણું કરીને ‘પારિજાત’ નામથી) સાત-આઠ વર્ષ પહેલાં મુંબઈમાં જ ભજવાયું હતું. વળી, બેએક વર્ષ પહેલાં પાર્શ્વકુમાર કમઠ-તાપસને સમજાવે છે એ પ્રસંગ તથા સાધુઓના પાત્ર સાથે સ્થૂલિભદ્રનું નાટક કલકત્તામાં ભજવાયું હતું; એની છબીઓ કલકત્તાથી પ્રગટ થતાં જૈન જર્નલ' નામે અંગ્રેજી ત્રૈમાસિકમાં છપાયેલ છે. ૨૩૭ બધી જૈન કથાવસ્તુનો નાટકમાં ઉપયોગ કરવાનો સર્વથા નિષેધ ફરમાવવાના બદલે શ્રમણસંઘના નાયકોએ એ માટે વિવેકપૂર્ણ ભેદરેખા આંકી આપવી જોઈએ કે અમુક જૈન મહાપુરુષોને અનુલક્ષીને નાટકો રચી શકાય અને અમુક ધર્મનાયકોનો Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ જિનમાર્ગનું જતન નાટકોમાં ઉપયોગ ન કરી શકાય. વળી તેમાં ધાર્મિક ઔચિત્ય કે સુરુચિનો ભંગ ન થાય તે પણ જોવામાં આવે. . એટલે આ વિરોધને શાંત પાડીને આ બાબતે શાંતિ અને દૂરંદેશીથી યોગ્ય વિચાર અને નિર્ણય કરવામાં આવે અને સામાન્ય જનસમૂહને પણ જૈન મહાપુરુષોના જીવનને સમજવાનો અવસર આપવામાં આવે એ જ અમારા આ સવિસ્તર કથનનો મુખ્ય હેતુ (તા. ૪-૧૨-૭૬, તા. ૧૧-૧૨-૧૯૭૬) » જૈન કથાવસ્તુવાળાં નાટકો બાબત જેવો મુક્ત અભિગમ લેખકશ્રીનો છે, તેવી જ બોલપટો માટે પણ છે. એનો અલગ લેખ આ જ મુદ્દાઓ પર રચાયેલો છે. – સં. Page #262 -------------------------------------------------------------------------- ________________ સગુણવર્ધક ધાર્મિક શિક્ષણ અને ધાર્મિક શિક્ષક (૧) ધાર્મિક શિક્ષણનું રાષ્ટ્રીય સ્વરૂપ મુંબઈથી પ્રગટ થતા અંગ્રેજી દૈનિક ધી ટાઇમ્સ ઓફ ઇન્ડિયા'ના તા. ૧૨૩-૧૯૬૯ના અંકના કરંટ ટોપિક્સમાં મોરલ એજ્યુકેશન' નામે એક નોંધ પ્રગટ થઈ છે. એમાં ખ્રિસ્તી ધર્મના શિક્ષણથી મુક્ત એવું નીતિ-સદાચાર-પોષક શિક્ષણ શાળાઓમાં આપવાની વિલાયતમાં ચાલતી ઝુંબેશનો નિર્દેશ કરવામાં આવ્યો છે. આ નોંધમાં ધાર્મિક શિક્ષણ અને નીતિપોષક શિક્ષણ વચ્ચે જે વિવેક કરવામાં આવ્યો છે અને ભારત જેવા અનેક ધર્મોવાળા દેશમાં આ શિક્ષણનું સ્વરૂપ કેવું હોવું જોઈએ, એની ટૂંકી છતાં મહત્ત્વની જે છણાવટ કરવમાં આવી છે, તે જાણવા જેવી હોવાથી એનો અનુવાદ અહીં સાભાર રજૂ કરવામાં આવે છે : “બિનજ્ઞાતીય સરકારી શાળાઓમાંથી ફરજિયાત ધાર્મિક શિક્ષણને બંધ કરાવવાની ઝુંબેશ તાજેતરમાં વિલાયતમાં શરૂ કરવામાં આવી હતી. નીતિ-સદાચારવર્ધક શિક્ષણ માટેની ઝુંબેશ તરીકે જાણીતી આ પ્રવૃત્તિને કેવળ વૈજ્ઞાનિક માનવતાવાદીઓ, કે જેઓ લાંબા વખતથી ધાર્મિક શિક્ષણને રુખસદ આપવાની માગણી કરે છે, તેઓનો જ નહીં, પણ જુદાજુદા પંથના ખ્રિસ્તીઓનો પણ ટેકો છે. આ ઝુંબેશની પાછળનો પાયાનો સિદ્ધાંત નીતિ-સદાચાર-વિષયક શિક્ષણ અને ધાર્મિક શિક્ષણને જુદા પાડવાનો છે. આ ઝુંબેશ ચલાવનારાઓ બાળકોને નીતિમાન, સદાચારી બનાવવા માટે ખ્રિસ્તી ધર્મ પ્રત્યેની શ્રદ્ધા પર આધારિત નિયમો શીખવવાની જરૂર નથી સ્વીકારતા. તેઓના અભિપ્રાય પ્રમાણે, નીતિમત્તાને ધર્મ સાથે અનિવાર્ય સંબંધ નથી. ભારતમાં જેઓ નીતિ-સદાચાર-વિષયક શિક્ષણની હિમાયત કરે છે, તેઓના મનમાં ખરી રીતે ધાર્મિક શિક્ષણ જ હોય છે. પણ એ બેની વચ્ચે મહત્ત્વનો તફાવત છે. ભારત જેવા અનેક ધર્મોવાળા દેશમાં એવી ખાતરી આપવાનું મુશ્કેલ છે કે શાળાઓમાં દરેક કોમના ધર્મનું શિક્ષણ આપવામાં આવશે. તો પછી શું બધા ય ધર્મોના મૂળમાં રહેલા નીતિ-સદાચારને લગતા સિદ્ધાંતોનું શિક્ષણ આપવું એ વધારે સારું ન ગણાય? જુદાજુદા ધર્મોના ઐતિહાસિક વિકાસનું શિક્ષણ તો, કદાચ, નિયમિત ચાલતા ઇતિહાસના વર્ગોમાં આપી શકાય.” Page #263 -------------------------------------------------------------------------- ________________ જિનમાર્ગનું જતન આ ટૂંકી છતાં મુદ્દાસરની નોંધમાં ધાર્મિક શિક્ષણ અને નીતિ-સદાચાર-વિષયકશિક્ષણના તફાવતની જે રજૂઆત કરવામાં આવી છે, તે એટલા માટે વિશેષ મહત્ત્વની છે કે એમાં પ્રત્યક્ષ અનુભવનું બળ છે. ધાર્મિક જ્ઞાન અને ધાર્મિક ક્રિયાકાંડો પ્રત્યેના પક્ષપાત કે વ્યામોહથી મુક્ત બનીને જો આપણે અણગમતા કે કડવા સત્યને સમજવાસ્વીકારવા તૈયાર હોઈએ, તો આપણને એ સમજતાં વાર ન લાગવી જોઈએ કે ધર્મના તત્ત્વજ્ઞાનનું ઊંડું જ્ઞાન ધરાવનાર કે ધર્મની સાથે જોડી દેવામાં આવેલ બાહ્ય ક્રિયાકાંડો અને વિધિવિધાનોનું પાલન કરવામાં પૂરી તકેદારી રાખનાર વ્યક્તિ પણ અનૈતિક અને અપ્રામાણિક આચરણ જરા ય સંકોચ કે શરમ વગર કરી શકે છે. આથી ઊલટું, એવું પણ જોવામાં આવે છે કે ધર્મ-તત્ત્વજ્ઞાનના જ્ઞાનથી વંચિત અને બાહ્ય આડંબરી ક્રિયાકાંડો અને વિધવિધાનો પ્રત્યે કશો રસ નહીં ધરાવનાર વ્યક્તિ પણ નીતિ-સદાચારપ્રામાણિકતાના નિયમોનું ખબરદારીપૂર્વક પાલન કરીને પોતાની વ્યવહારશુદ્ધિનું જતન કરે છે; અને એમ કરીને પોતે જીવનશુદ્ધિને માર્ગે આગળ વધે છે. ખરી રીતે આ જ સાચી ધાર્મિકતા કે ધાર્મિકતાનો સાચો પાયો છે. આપણા આત્મસાધક શાસ્ત્રકારોએ માર્ગાનુસારી (એટલે કે ધર્મમાર્ગના યાત્રિક) બનવા માટેના નિયમોમાં સૌથી પહેલું સ્થાન ન્યાયપૂર્વક એટલે કે પ્રામાણિકતાપૂર્વક ઉપાર્જન કરેલ ધનને આપ્યું છે, તે આટલા જ માટે, જીવનમાં જો ધાર્મિકતાના પાયારૂપ પ્રામાણિકતાને જ સ્થાન ન હોય તો પછી જે કંઈ ધર્મશિક્ષણ લેવામાં આવે કે ધર્મક્રિયા કરવામાં આવે તે કેવળ દંભરૂપ કે છાર ઉપર લીંપણ કરવાની જેમ અર્થશૂન્ય જ બની રહે. ધાર્મિકતાની સુભગ અસર જો વ્યક્તિના સમાજ અને અન્ય વ્યક્તિ સાથેના પ્રત્યેક વ્યવહાર ઉપર જોવામાં ન આવે તો સમજવું કે ધાર્મિકતા સાચી નહીં, માત્ર નામની જ છે, અને તે જીવનમાં દંભ જ વધારે છે. જ્યારે આવું જોવામાં આવે છે ત્યારે ‘ધી ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ની ઉપરની નોંધમાં કહ્યું છે તેમ, એ સ્વીકારવું પડે છે, કે જુદાજુદા ધર્મને લગતા ધાર્મિક શિક્ષણ અને જીવનને નીતિમય અને સદાચારી બનાવે એવા શિક્ષણ વચ્ચે ફેર છે; મતલબ કે તે-તે ધર્મને લગતું શિક્ષણ જ જીવનને સદાચારી અને પ્રામાણિક બનાવે એવો કોઈ નિયમ નથી. ૨૪૦ અત્યારની ઊછરતી પેઢી ઉપર એવું દોષારોપણ કરવામાં આવે છે, કે એને ધર્મ પ્રત્યે નફરત છે. આ દોષારોપણમાં કેટલું તથ્ય છે એના ગુણદોષની ચર્ચા કરવાનું અહીં પ્રસ્તુત નથી. આમ છતાં, આપણી નવી પેઢીમાં ધર્મ પ્રત્યે જે કંઈ ઉદાસીનતા જોવામાં આવે છે એનું એક અને કદાચ મુખ્ય કારણ એ છે કે જ્યારે તે ધાર્મિક ગણાતી વ્યક્તિના જીવનમાં દંભ અને વ્યવહારમાં છળ-પ્રપંચ, અસત્ય-અપ્રામાણિકતા જુએ છે, ત્યારે એનાથી એ બરદાસ્ત થઈ શકતું નથી, અને એનું અંતર પોકારીને પૂછી બેસે Page #264 -------------------------------------------------------------------------- ________________ સદ્ગુણવર્ધક ધાર્મિક શિક્ષણ અને ધાર્મિક શિક્ષક : ૧ છે : “શું આનું જ નામ ધર્મ અને ધાર્મિકતા ?”” પરિણામે એના મનમાં પ્રત્યાઘાત પડે છે કે “ફટ્ આવાં ધર્મ અને ધાર્મિકતાને”. એટલે ધર્મના શિક્ષણ અને પાલનથી જીવન સદાચારી અને પ્રામાણિક બને છે એ બતાવવાની વિશેષ જવાબદારી ધાર્મિક ગણાતી વ્યક્તિઓની છે; અને આ વાત તેઓએ પોતાના જીવન અને વ્યવહા૨થી જ સાચી કરી બતાવવાની છે. પણ જીવનશુદ્ધિ અને વ્યવહારશુદ્ધિ સાથે જેમને ભાગ્યે જ કશો સંબંધ છે, એવાં, ધર્મને નામે પ્રચલિત બનેલાં બાહ્ય વિધવિધાનો અને ક્રિયાકાંડોની અત્યારે દેશમાં જે બોલબાલા થઈ રહી છે, એ જોતાં અત્યારે તો આપણા ધર્મનાયકોનું તેમ જ ધાર્મિક ગણાતી વ્યક્તિઓનું ધ્યાન જીવનને અને વ્યવહારને વિશુદ્ધ બનાવે એવી ધાર્મિકતાની પ્રતિષ્ઠા કરવા તરફ જાય એવી આશા બહુ ઓછી છે; અને છતાં આ બાબતમાં આપણે નિરાશ થઈને નિષ્ક્રિય બની જવાની જરૂ૨ નથી. આ દૃષ્ટિએ જ્યારે નવી પેઢીને નીતિ-સદાચારનું શિક્ષણ શાળાઓ મારફત આપવાનો વિચાર કરવામાં આવે, ત્યારે આવું શિક્ષણ રાષ્ટ્રીય ધોરણે આપી શકાય એ રીતે એના સ્વરૂપનો વિચાર કરવાનું પ્રાપ્ત થાય છે. અને આ રીતે વિચાર કરતાં કોઈ પણ પંથ, ફિકા કે સંપ્રદાયને માન્ય ધર્મશિક્ષણ આપવાને બદલે ધી ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'એ સૂચવ્યું છે તેમ, બધા ધર્મોને માન્ય અને બધા ધર્મોના સારભૂત સિદ્ધાંતોનો સંગ્રહ કરીને એનું શિક્ષણ નીતિ-સદાચારના સંસ્કાર માટે આપવું એ જ સાચો અને વ્યવહારુ માર્ગ છે. અને જો આપણા રાજ્યતંત્રવાહકો આ માટે સાચે જ ગંભીર અને કૃતનિશ્ચય હોય, તો આપણા દેશની બિનસાંપ્રદાયિક રાજનીતિને લેશ પણ ક્ષતિ પહોંચાડ્યા સિવાય, શાળાઓ અને કૉલેજો સુધ્ધાં દ્વારા આવું શિક્ષણ આપી શકાય. ભૂતકાળમાં ધર્મના નામે ચાલેલી સાઠમારીને લીધે આપણા દેશને જે પારાવાર નુકસાન વેઠવું પડ્યું છે, એને લીધે આપણે બિનસાંપ્રદાયિક રાજનીતિનો સ્વીકાર કર્યો એમાં શાણપણ અને દીર્ઘદૃષ્ટિ બંને રહેલાં છે. બિનસાંપ્રદાયિક રાજનીતિનો અર્થ એ છે કે દેશના તથા પ્રદેશોના રાજ્યસંચાલનમાં કોઈ પણ ધર્મની દખલગીરીને ચલાવી લેવામાં નહીં આવે, કોઈ પણ ધર્મને પ્રાધાન્ય ન આપતાં બધા ધર્મો પ્રત્યે સમાન દૃષ્ટિ રાખવામાં આવશે અને સ૨કા૨સંચાલિત કે સકારમાન્ય નાની-મોટી બધી શિક્ષણસંસ્થાઓમાં અમુક જ ધર્મને માન્ય એવું પરંપરાગત ધાર્મિક શિક્ષણ નહીં આપવામાં આવે. આ વાત તો બરાબર, પણ આ બિનસાંપ્રદાયિક રાજનીતિનો શિક્ષણના ક્ષેત્રે જે એવો આત્યંતિક અર્થ કરવામાં આવ્યો કે સરકારી શિક્ષણ-સંસ્થાઓમાં ધર્મસંસ્કા૨પોષક કે નીતિસદાચાર-પોષક કોઈ પણ જાતનું શિક્ષણ આપવું જ નહીં, ત્યાં આપણા રાજપુરુષો દિશા ચૂકી ગયા, અને એથી આપણને જે અપાર નુકસાન ૨૪૧ Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ જિનમાર્ગનું જતન થયું, એ વિદ્યાર્થી-આલમનાં તોફાનો, ગેરશિસ્ત અને સદાચરણ-વિમુખતારૂપે ઉઘાડું પડે છે; અને હવે તો આપણે આનાથી અકળાઈ કે ધરાઈ ગયા છીએ એમ કહેવામાં પણ અતિશયોક્તિ નથી થતી. દેશની આવી શોચનીય પરિસ્થિતિનો અભ્યાસ કરીને શ્રી પ્રકાશ-સમિતિ” તથા બીજી સમિતિઓએ પણ વિદ્યાર્થીઓને નીતિ-સદાચારનું શિક્ષણ આપવાની ભલામણ કરી છે. અને છતાં, સ્વરાજ્યના બે દાયકાના ભોગવટા પછી પણ, વિદ્યાર્થીઓના ચારિત્ર્યનું ઘડતર કરે એવું નીતિ-સદાચારનું શિક્ષણ કેવી રીતે આપી શકાય, એનો વ્યવહારુ માર્ગ આપણે હજુ સુધી શોધી નથી શક્યા એ એક હકીકત છે. રાષ્ટ્રીય ધોરણે ધાર્મિક શિક્ષણના સ્વરૂપ વિશે ગાંધીજીએ કહ્યું છે – ધાર્મિક શિક્ષણના નવા અભ્યાસક્રમમાં પોતાના ધર્મ સિવાયના અન્ય ધર્મના મુખ્ય સિદ્ધાંતોનો (પણ)* સમાવેશ થવો જોઈએ. આ માટે વિદ્યાર્થીઓને દુનિયાના જુદાજુદા મહાન ધમના મહાન સિદ્ધાંતો આદરથી અને વિશાળ દૃષ્ટિની સહિષ્ણુતાની ભાવનાથી સમજવાની અને તેની પ્રશંસા કરવાની ટેવ કેળવવાની તાલીમ આપવી જોઈએ.” (સુરેન્દ્રનગર-પત્રિકા' તા. ૨-૩-૧૯૬૯ના અંકમાંથી ઉદ્ધત) વળી, આપણા દેશમાં રાષ્ટ્રવ્યાપી ધોરણે ધર્મ-નીતિનું શિક્ષણ આપવાનો વિચાર અને નિર્ણય કરવામાં અમેરિકાના રાજવહીવટમાં ધર્મ પ્રત્યે કેવી દૃષ્ટિ રાખવામાં આવે છે એની માહિતી પણ કંઈક માર્ગદર્શક બની શકે એમ છે. પંડિત શ્રી દલસુખભાઈ માલવણિયા ટોરોન્ટો(કેનેડા)થી “નવી દુનિયામાં' નામે જે લેખમાળા “પ્રબુદ્ધજીવન' માટે લખી મોકલે છે, તેનો જે ૧૩મો લેખ તા. ૧-૩-૧૯૬૯ના અંકમાં છપાયો છે, તેમાં તેઓ આ અંગે લખે છે : ભારત ધર્મપ્રધાન દેશ ગણાય છે, અને આપણે અધ્યાત્મિકતામાં અન્ય કરતાં ચડિયાતા છીએ એવી સાચી-ખોટી ભાવના ભારતીયોમાં ઘર કરી ગઈ છે. પરંતુ રાજ્ય તરીકે ભારત ધર્મનિરપેક્ષ છે તેનો અર્થ રાજ્ય કરનારા “ધર્મની ઉપેક્ષા' એવો જ સમજે છે અને તે પ્રમાણે જ આચરણ કરતા હોય છે, અને અમારું રાજ્ય તો “સેડ્યૂલર’ છે એવો સાચો-ખોટો પ્રચાર કરવામાં મોટાઈ માનતા જણાય છે. આ અમેરિકન પ્રજામાં ધર્મને કેવું મહત્ત્વ છે તે પ્રમુખપદના વિધિ વખતે સમજાયું. પ્રમુખપદના વિધિમાં ચાર વાર તો ઈશ્વરને પ્રાર્થના કરવામાં આવી અને ઈશ્વરના આશીર્વાદ માગવામાં આવ્યા. જે ભાષણો થયાં તે આ ચાર વાર પાદરીઓએ જ કર્યા; અને છેલ્લે પ્રમુખે કર્યું. એ બધાં ભાષણોમાં ઈશ્વર ઉપરની અટલ શ્રદ્ધાનાં દર્શન થયાં, અને મારે કહેવું જોઈએ કે આ પ્રસંગનું ટેલિવિઝન જોઈને મારું હૃદય પણ ગદ્ગદ થઈ ગયું. જ્યાં આપણી * કૌંસમાંનો શબ્દ અર્થસંગતિની દષ્ટિએ ઉમેર્યો છે. – સં. Page #266 -------------------------------------------------------------------------- ________________ સદ્ગુણવર્ધક ધાર્મિક શિક્ષણ અને ધાર્મિક શિક્ષક : ૧, ૨ ધર્મની ભાવનાનું પતન અને જેને આપણે ધર્મહીન કહીએ-જાણીએ છીએ તેમની ધર્મ વિષેની શ્રદ્ધા ! પાદરીઓનો સૂર હતો કે ‘હે પ્રભુ, અમે તમારી આજ્ઞા પ્રમાણે વર્તતા નથી. અમને બળ આપો કે આપની આજ્ઞા અને આદેશોનું યથાર્થ પાલન કરી શકીએ, દુનિયામાં શાંતિ અને સુખનું રાજ્ય સ્થાયી કરી શકીએ.' અહીં પણ અનેક ધર્મો છે, ખ્રિસ્તીધર્મના પણ અનેક સંપ્રદાયો છે; છતાં રાજ્યકાર્યમાં ધર્મને વચ્ચે લાવવામાં અમેરિકન પ્રજાને કશું અજુગતું લાગતું નથી. પણ આપણે ત્યાં ધર્મની આભડછેટ સરકારને લાગી છે. કોઈ પણ કાર્યમાં ધર્મ ભૂલેચૂકે પણ વચ્ચે ન આવી જાય તેવી તકેદારી સેવવામાં રાજકર્તાઓ ગૌરવ અનુભવે છે. આ છે કેવળ ભ. ‘જે કરવું તે સંસ્કૃતિ(culture)ને નામે કરવું, પણ ભૂલેચૂકે ધર્મને નામે નહિ' આ દંભ સરકારમાં ઘૂસી ગયો છે. અને છતાં ભારતીયો ધર્મપ્રધાન છે એવું ગૌરવ લેવામાં આપણે રાચીએ છીએ. અહીં એ કહેવાનું તત્પર્ય તો નથી જ કે અમેરિકન પ્રજામાં સાચે જ ધર્મનું સામ્રાજ્ય છે. પરંતુ જ્યાં ધર્મ છે ત્યાં છે જ. તેને આપણી જેમ ‘સંસ્કૃતિ’ નામ આપવાનો દંભ કરવો પડતો નથી – એટલું જ કહેવાનું જરૂરી છે. પ્રમુખપદના વિધિમાં કોઈ અન્ય ભાષણો નહિ, પરંતુ માત્ર ઈશ્વરની જ યાદી – આ બધી વસ્તુ જ મને બહુ ગમી ગઈ.” ધી ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ની નોંધનો, મહાત્મા ગાંધીજીના અભિપ્રાયનો અને શ્રી દલસુખભાઈ માલવણિયાના લખાણનો સાર એ છે કે આપણે ઇચ્છીએ તો રાષ્ટ્રની એકતા અને બિનસાંપ્રદાયિકતાની નીતિને અખંડિત રાખીને પણ સરકારી શિક્ષણસંસ્થાઓ દ્વારા નીતિ-સદાચાર-પોષક ધર્મશિક્ષણ અવશ્ય આપી શકાય. અને આટલા વર્ષના કડવા અનુભવ પછી તો, અમે એ સ્પષ્ટ નિર્ણય ઉપર આવ્યા છીએ, કે વ્યક્તિ, સમાજ અને દેશ એ ત્રણેયના ભલા ખાતર દરેક કક્ષાની શિક્ષણસંસ્થામાં આવું જીવંત ધર્મશિક્ષણ ફરજિયાત હોવું જોઈએ. દરેક વ્યક્તિને માટે જેમ પ્રાણવાયુની જરૂર પડે છે, એવી જ આ વાત છે. આ દિશામાં જેટલા વહેલાં આપણે સક્રિય બનીશું એટલા વહેલાં વધારે મોટી નુકસાનીમાંથી ઊગરી જઈશું એ જ આ લખાણનો સાર છે. (તા. ૧૨-૪-૧૯૬૯) ૨૪૩ (૨) સદાચારની કેળવણીનો ઉપાય અત્યારના વિદ્યાર્થીઓમાં જે ગેરશિસ્ત, વિનય-વિવેકનો અભાવ અને મનસ્વીપણું વધી રહ્યાં છે, તેથી રાષ્ટ્રહિતચિંતકો, સમાજના વિચારકો અને ધાર્મિક આગેવાનો ઊંડી ચિંતાની લાગણી અનુભવે છે, અને રાષ્ટ્ર, સમાજ અને ધર્મનું ભવિષ્ય ન જોખમાય Page #267 -------------------------------------------------------------------------- ________________ જિનમાર્ગનું જતન એ માટે કંઈક કરવું જોઈએ એમ તીવ્રતાપૂર્વક માને છે. અને છતાં આ માટે શું કરવું જોઈએ એનું સ્પષ્ટ દર્શન કોઈને થતું હોય એમ ભાગ્યે જ જોવા મળે છે. વિચાર ગમે તેટલા કરીએ અને ચિંતા ગમે તેટલી સેવીએ, પણ જ્યાં સુધી કારગત, વ્યવહારુ અને સર્વમાન્ય માર્ગ ન મળે, ત્યાં સુધી એ દિશામાં કશું જ રચનાત્મક કામ થઈ શકતું નથી. ન આ માટે કેટલાક તરફથી પોત-પોતાના ધર્મ-સંપ્રદાયોનાં તત્ત્વો, સિદ્ધાંતો અને ક્રિયાકાંડો તથા વિધિ-વિધાનોનું શિક્ષણ આપવાની જોરદાર હિમાયત કરવામાં આવે છે, અને એ માટે કેટલાંક છૂટાછવાયા પ્રયત્નો પણ હાથ ધરવામાં આવે છે. પણ આવી હિમાયત અને આવા પ્રયત્નોની બે મોટી મર્યાદાઓ (ખામીઓ) છે તે ખ્યાલમાં રાખવાની જરૂર છે. પહેલી મર્યાદા એ કે આ રીતે ધર્મસંપ્રદાયોને માન્ય તત્ત્વો, સિદ્ધાંતો અને ક્રિયાઓનું શિક્ષણ સર્વમાન્ય કે છેવટે બહુમાન્ય બની શકતું નથી; તેથી એનો રાષ્ટ્રીય ધોરણે વ્યાપક રીતે સ્વીકાર થઈ શકે નહીં. પરિણામે, આવા શિક્ષણને અંતે દેશમાં એકતાની ભાવનાને પુષ્ટિ મળવાને બદલે પોતપોતાનો જુદો ચોકો જમાવીને એમાં જ રાચવાની અલગતાની વૃત્તિ જન્મે છે અને પોષાય છે. આની બીજી અને વધારે મોટી ખામી એ છે કે ધર્મ-સંપ્રદાયોને માન્ય તત્ત્વો, સિદ્ધાંતો અને ક્રિયાકાંડોના શિક્ષણથી જીવનમાં નીતિ-સદાચારની પ્રતિષ્ઠા અચૂકપણે થાય જ છે અને માણસ ચિત્તશુદ્ધિ અને વ્યવહારશુદ્ધિ રૂપ સાચા ધર્મને પોતાના જીવનમાં નિશ્ચિતપણે વણી લે છે એ પુરવાર થવું હજી બાકી છે. તત્ત્વો અને સિદ્ધાંતોનું ઊંડું જ્ઞાન ધરાવનારાઓ; દેવદર્શન, ગુરુપૂજન, શાસ્ત્રશ્રવણ અને બીજા ધાર્મિક લેખાતા ક્રિયાકાંડો કે વિધિ-વિધાનોનું અણીશુદ્ધપણે પાલન કરનારાઓ; અરે, આકરાં બાહ્ય તપ કરનારાઓ પણ ચિત્તમાં અને વ્યવહા૨માં દોષોનું સેવન કરતાં જોવામાં આવે છે; એટલું જ નહીં, એવા દોષોથી મુક્તિ મેળવવાનો તેઓ સજાગપણે પ્રયત્ન પણ ભાગ્યે જ કરતાં જણાય છે. ૨૪૪ મુંબઈથી પ્રગટ થતા અંગ્રેજી દૈનિક ‘ધી ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના તા. ૧૦-૮-૧૯૬૭ના અંકના કરન્ટ ટૉપિક્સ'માં ‘Moral Education' (સદાચારની કેળવણી) નામે એક ટૂંકી નોંધ પ્રગટ થઈ છે. એમાં નવી પેઢીને નીતિસદાચારની કેળવણી કેવી રીતે આપી શકાય એ સંબંધી કેટલીક ઉપયોગી છણાવટ કરવામાં આવી છે. આ નોંધમાં રજૂ કરવામાં આવેલ મુદ્દો અમુક અંશે માર્ગસૂચક બની શકે એવો હોવાથી અમે એ નોંધનો અનુવાદ નીચે સાભાર ૨જૂ કરીએ છીએ ઃ “નાની પેઢીમાં (નૈતિક) મૂલ્યોની સમજણ પ્રગટે એ માટે શાળાઓ અને કૉલેજોમાં સદાચાર અને ધર્મનું શિક્ષણ ફરજિયાત બનાવવું જોઈએ એ બાબતની હિંદુસ્તાનમાં અવારનવાર રજૂઆત કરવામાં આવે છે. આવી રજૂઆત કરનારાઓમાંના Page #268 -------------------------------------------------------------------------- ________________ સગુણવર્ધક ધાર્મિક શિક્ષણ અને ધાર્મિક શિક્ષક : ૨ ૨૪૫ ઘણાને પોતાને શું જોઈએ છે, એની જ બરાબર ખબર હોતી નથી. ધર્મ-સંબંધી અને સદાચાર-સંબંધી શિક્ષણ વચ્ચે શો તફાવત છે એનો પણ ચોક્કસ ખ્યાલ એમને હોતો નથી. ત્રણ વ્યક્તિઓનું એક જૂથ ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં જે સંશોધન કરી રહ્યું છે તે સદાચારનું શિક્ષણ કોને કહી શકાય એ બાબત ઉપર કંઈક પ્રકાશ ફેંકી શકે. એક તત્ત્વવેત્તા, એક માનસચિકિત્સાશાસ્ત્રી અને એક સમાજવિજ્ઞાની – એ ત્રણ વિદ્વાનોનું બનેલું આ જૂથ નિશાળોમાં નૈતિક મૂલ્યોનું શિક્ષણ કેવી રીતે આપી શકાય એની તપાસ ચલાવી રહેલું છે. આમાં પહેલાં તો, સદાચાર કોને કહેવાય એના નિર્ણયનો અને તે પછી ઊછરતી પેઢી નૈતિક નિર્ણયો કરીને એનું પાલન કરવા તૈયાર થાય એ રીતે નિશાળોના વર્ગોમાં એ મૂલ્યો એમના મનમાં કેવી રીતે ઠસાવી શકાય એ બાબતનો સમાવેશ થાય છે. પણ, નિર્લજ્જતાની જેમ, સદાચારશીલતાની સૌને સંતોષ થાય એવી વ્યાખ્યા કરવાનું કામ લગભગ અશક્ય છે. એને શીખવવા માટે યુક્તિથી જે કોઈ પદ્ધતિ શોધી કાઢવામાં આવે છે, એ શબ્દનો જે ખાસ અર્થે કરવામાં આવે તેટલા પૂરતી ધોરણસર ગણાશે. છેવટે, પોતાની શોધને અંતે, જો આ જૂથ એવા નિષ્કર્ષ ઉપર પહોંચે, કે જેવી રીતે ઇતિહાસ કે ભૂગોળનું શિક્ષણ આપી શકાય છે એ રીતે નૈતિક મૂલ્યોનું શિક્ષણ આપી ન શકાય, તો નવાઈ નહીં; કારણ કે એ એટલું બધું આત્મલક્ષી, અસ્પષ્ટ અને પરિવર્તનશીલ છે કે એ શિક્ષણનો વિષય ન બની શકે !” આમાં આપણા માટે સૌથી વધારે આનંદ ઉપજાવે એવી વાત તો એ છે, કે જેને આપણે પૂરું સમજ્યા-જાણ્યા વગર, ધૃણાપૂર્વક, અવારનવાર “ભૌતિકવાદી' કહેવા ટેવાઈ ગયા છીએ, તે પશ્ચિમના દેશમાં અત્યારે નવી પેઢીને સદાચારનું શિક્ષણ કેવી રીતે આપી શકાય એ માટે ઓક્સફોર્ડ યુનિવર્સિટી જેવી પ્રાચીન અને પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં ખાસ સંશોધન ચાલી રહ્યું છે ! ઉપરની નોંધમાં એ ત્રણ વિદ્વાનોની શોધને અંતે જે રીતે શાળાઓમાં બીજા વિષયોનું શિક્ષણ આપી શકાય છે એ રીતે સદાચારનું શિક્ષણ આપવાની શક્યતા નથી – એવો નિષ્કર્ષ નીકળવાની જે સંભાવના દર્શાવવામાં આવી છે તેનો ગંભીરતાપૂર્વક વિચાર કરવાની જરૂર છે. ઊછરતી પ્રજાના ધાર્મિક એટલે કે નૈતિક યાને સદાચારમૂલક ઘડતરમાં રસ ધરાવતા સૌ કોઈએ ઓક્સફોર્ડ યુનિવર્સિટીના આ વિભાગનો અને એમાં કામ કરતા આ ત્રણ સંશોધક વિદ્વાનોનો સંપર્ક સાધીને એમના સંશોધનકાર્યથી પૂરેપૂરા માહિતગાર થવું જોઈએ. જો આ સંભાવનામાં થોડું પણ તથ્ય હોય, તો આપણા દેશના ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ ડો. રાજેન્દ્રપ્રસાદજી, શ્રી શ્રી પ્રકાશજી જેવા મોટામાં મોટા તત્ત્વચિંતકો અને સંખ્યાબંધ વિચારકોને તેમ જ રાષ્ટ્રહિતચિંતકોને આપણાં વિદ્યાર્થીઓ અને Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ જિનમાર્ગનું જતન વિદ્યાર્થિનીઓને નીતિસદાચારનું પોષક ધાર્મિક શિક્ષણ શાળા-મહાશાળાઓમાં આપવાની જરૂર સ્પષ્ટરૂપે સમજાતી હોવા છતાં, એને અમલી બનાવવાનો વ્યવહાર માર્ગ જડતો નથી એ મૂંઝવણ કંઈક સમજી શકાય છે. અલબત્ત, સંખ્યાબંધ ધર્મો ધરાવતા હિંદુસ્તાનની આ માટેની મૂંઝવણ કદાચ બીજા દેશોની મૂંઝવણ કરતાં કેટલેક અંશે જુદી હોઈ શકે. આ મૂંઝવણ પાછળનું તત્ત્વ શું હોઈ શકે એનો નિશ્ચિત નિર્દેશ કરવામાં ભલે મુશ્કેલી હોય, છતાં અમને લાગે છે કે આ તત્ત્વ એ હોઈ શકે કે ધર્મ, નીતિ કે સદાચારનો વિષય જેટલા પ્રમાણમાં અભ્યાસનો છે, તેનાં કરતાં ઘણા વધારે પ્રમાણમાં આચરણનો છે. અને એવો વિષય શીખવનારની વિદ્વત્તા વિદ્યાર્થીના ચિત્ત ઉપર જેટલા પ્રમાણમાં અસર કરી શકે છે એના કરતાં અધ્યાપકની સદાચારશીલતાની કે આચારહીનતાની વિદ્યાર્થીના મન ઉપર સારી કે માઠી છાપ વધારે સચોટપણે પડે છે. શીખવનારમાં આ વિષયની જાણકારી તો હોય જ, પણ સાથેસાથે એ વિષય એના જીવનમાં વણાઈ ગયો હોવો જોઈએ; તો જ એ સામી વ્યક્તિનું જીવનઘડતર કરી શકે. આવા ચરિત્રસંપન શિક્ષકો આજે તો ખૂબખૂબ દુર્લભ બની ગયા છે; અને આવા સુયોગ્ય શિક્ષકોના અભાવમાં શાળાઓમાં એને મળવું જોઈતું સ્થાન ન મળે, તો નવાઈ પામવા જેવું ન કહેવાય. ઉપર્યુક્ત નોંધમાં સદાચારનું શિક્ષણ વધુ પડતું આત્મલક્ષી, અસ્પષ્ટ અને પરિવર્તનશીલ હોવાને કારણે શિક્ષણનો વિષય ન બની શકે એમ કહેવામાં આવ્યું છે. પણ ધર્મના બાહ્યાચાર અને બાહ્ય નિયમો કે રીતિરિવાજોને મહત્ત્વ ન આપતાં દયા, કરુણા, અહિંસા, સત્ય, અચૌર્ય, સંયમ, અસંગ્રહ વગેરે પાયાની કાર્યસાધક મનોવૃત્તિઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો મુશ્કેલી જરૂર વટાવી શકાય. (તા. ૧૯-૮-૧૯૬૭) (૩) પારિવારિક વાતાવરણઃ ધાર્મિક શિક્ષણનો પાયો “બાપ તેવા બેટા અને વડ તેવા ટેટા' એ કહેવત તો આપણે હજી ભૂલ્યા નથી, પણ એનું રહસ્ય અને એનો અમલ ભૂલી ગયા હોઈએ એમ તો લાગે જ છે. આપણે પોતે ગમે તેમ વર્તીએ, આપણાં સંતાનોને પણ મન ફાવે તેમ વર્તવાની છૂટ આપીએ, અને છતાં આપણે ઈચ્છીએ છીએ કે આપણાં દીકરા-દીકરીઓ ગુણવાન, સંસ્કારી, બુદ્ધિશાળી અને કાબેલ થાય – જાણે બાવળ વાવીને આપણે કેરીની આશા સેવીએ Page #270 -------------------------------------------------------------------------- ________________ સદ્ગુણવર્ધક ધાર્મિક શિક્ષણ અને ધાર્મિક શિક્ષક : 3 છીએ ! પણ આપણે ભૂલી જઈએ છીએ કે આપણા સારા-ખોટા સંસ્કાર-કુસંસ્કારની છાયા આપણાં સંતાનો ઉપર પડ્યા વગર રહેતી નથી. ચારેક મહિના પહેલાં, તા. ૨૫-૧૨-૧૯૬૦ના રોજ મુંબઈમાં ધાર્મિક-શિક્ષકસન્માન સમારંભ ઉજવાયેલો, એ પ્રસંગે ધર્મસંસ્કાર અને વિદ્યાના પ્રેમી આપણા જાણીતા સગૃહસ્થ શ્રી મનસુખલાલ તારાચંદ મહેતાએ પોતાના ભાષણમાં સંતાનો પ્રત્યેની મા-બાપોની ઉપેક્ષાવૃત્તિ અંગે જે કહ્યું હતું, તે સૌ કોઈ મા-બાપોએ (તેમ જ ગુરુઓએ પણ) ધ્યાન આપવા જેવું છે : “સૌથી છેલ્લી વાત બાળકોની બાબતમાં છે. બાળકો ધાર્મિક અભ્યાસમાં રસ લેતાં નથી, પાઠશાળામાં નિયમિત હાજરી આપતાં નથી, અભ્યાસમાં એકચિત્ત થતાં નથી, નાટકો-સિનેમા જોયા કરે છે આવી-આવી અનેક ફરિયાદો સાંભળવામાં આવે છે, પરંતુ આ પરિસ્થિતિ માટે ધાર્મિક શિક્ષણ કે શિક્ષકો જવાબદાર નથી, પરંતુ બાળકોના મા-બાપ જ્વાબદાર છે. મા-બાપ બાળકો સાથે ગમે તેમ વર્તે, ગમે તેવા તોછડા શબ્દોથી બાળકોનું અપમાન કરે, તેમ જ કાળાં-ધોળાં કર્યાં કરે, અને તેમ છતાં પોતાનાં સંતાનો સંયમી, વિવેકી અને ચારિત્રશીલ થાય એમ ઇચ્છે, તો આમ કદી બની શકે નહીં. ૨૪૭ “માતા અને પુત્ર વચ્ચેના નૈસર્ગિક પ્રેમ જેવો બીજો પ્રેમ જગતમાં કોઈ નથી, અને તેથી જ પિતા કરતાં માતાની જવાબદારી સંતાનોની બાબતમાં વધુ હોય છે. અરીસામાં મોઢું જોઈએ અને મોઢું ગંદું લાગે, તો આપણે અરીસાનો દોષ નથી કાઢતા, પરંતુ મોઢું સાફ કરીએ છીએ; આવી જ બાબત આપણાં સંતાનોની છે. તેઓ ખરાબ હોય તો તેને માટે આપણે પોતે જ જવાબદાર છીએ, બાળકો તો સ્ફટિકની મૂર્તિ જેવાં છે.... એટલે આપણે આપણાં સંતાનોને જેવાં કરવાં હોય તેવાં આપણે પોતે બની તું એ જ સૌથી ઉત્તમ માર્ગ છે. આપણે ખરાબ બનીને આપણાં સંતાનોને સારાં બનાવી શકવાનાં નથી, કારણ કે કુદરતની સજામાંથી કોઈ છટકી શકતું નથી.'' શ્રી મનસુખભાઈએ જે વિચારો રજૂ કર્યાં છે, તે બહુ જ સ્પષ્ટ અને વિચાર કરવા પ્રેરે એવા છે. માતા-પિતા ગમે તેમ વર્તે અને બાળકોને શિક્ષકો બધા સુસંસ્કાર આપી દે એમ માની લેવું એ કેવળ આત્મવંચના જ છે. માતા-પિતાએ યોગ્ય ભૂમિકા તૈયાર કરી હોય, તો શિક્ષકોનું કામ સો-ગણું દીપી નીકળે. પણ એ માટે ધ્યાન જ કોણ આપે છે? આપણી દુકાનનો વહીવટ આપણે નોકરોના ભરોસે છોડી દેતા નથી, પણ આપણાં સંતાનોનો ઉછેર આપણે રામભરોસે છોડી દઈએ છીએ એ પણ એક કરુણતા જ લેખાવી જોઈએ. આ સ્થિતિમાં સત્વર પરિવર્તન લાવવાની જરૂર છે. (તા. ૨૯-૪-૧૯૬૭) Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ (૪) ધાર્મિક અભ્યાસક્રમ પાછળની દૃષ્ટિ હમણાં-હમણાં ધાર્મિક શિક્ષણની જરૂરિયાત, ધાર્મિક અભ્યાસક્રમની વ્યાપક એકરૂપતા, યોગ્ય ધાર્મિક શિક્ષકોની પૂરતી સંખ્યા, તેઓ ઉત્સાહપૂર્વક કાયમને માટે કામ કરવા પ્રેરાય એવી આર્થિક જોગવાઈ અને તેઓનો દરજ્જો સમાજમાં બહુમાનયુક્ત અને મોભાદાર બને એવી યોજના અંગે આપણા સંઘમાં જે કંઈ વિચારણા ચાલી રહેલ છે તે આવકારપાત્ર છે, શુભસૂચક છે. જિનમાર્ગનું જતન શાળાઓ અને કૉલેજોમાં જ્ઞાન-વિજ્ઞાનના વિવિધ વિષયોનો અભ્યાસ કરતાં આપણા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ જૂની ચીલાચાલુ ઢબે ધાર્મિક શિક્ષણ રસપૂર્વક લેવા પ્રેરાય એ હવે શક્ય લાગતું નથી. આ માટે તો આપણે એમની જિજ્ઞાસાને સંતોષે અને પ્રોત્સાહિત કરે એવો અભ્યાસક્રમ તૈયાર કરવો જોઈએ, અને એ અભ્યાસક્રમને ન્યાય આપી શકે એવા વ્યાપક ધર્મજ્ઞાન અને ધર્મદૃષ્ટિ ધરાવતા શિક્ષકો તૈયાર કરવા પડશે. સ્વ. શ્રી દોલતચંદ ઉમેદચંદ બરોડિયા આપણા ધર્માનુરાગી ચિંતક હતા, અને આપણી ઊગતી પેઢીને ધાર્મિક શિક્ષણ કેવી ઢબે આપવું જોઈએ એ અંગે ખાસ વિચારો ધરાવતા હતા. સને ૧૯૫૯ની સાલમાં મુંબઈની જૈન સંસ્થાઓ તરફથી એમનું બહુમાન કરવામાં આવ્યું તે પ્રસંગે બહુમાનનો જવાબ આપતાં, પોતાને અતિપ્રિય એવા ધાર્મિક શિક્ષણ અંગે નિર્દેશ કરવાનું તેઓ ચૂકયા ન હતા. ધાર્મિક અભ્યાસક્રમ અંગેની પોતાની દૃષ્ટિનું સૂચન કરતાં તેઓએ કહ્યું હતું – “ જૈનધર્મનું શિક્ષણ અનેક સંસ્થાઓમાં આપવામાં આવે છે, અને આ બાબતમાં અનેક ચર્ચાઓમાં મેં ભાગ લીધો હતો તે મને યાદ છે. જ્યારે પ્રતિક્રમણ જેવાં સૂત્રોને શિક્ષણક્રમની બાળપોથી ગણવાનો આગ્રહ સેવવામાં આવતો મેં જોયો ત્યારે મને ઘણો જ અચંબો લાગેલો. આ તકે હું એટલું જ કહીશ કે પૂજ્ય પંડિત સુખલાલજીએ શ્રીમદ્ભા વચનામૃતની સમાલોચના કરતાં જણાવ્યું છે કે ધાર્મિક શિક્ષણક્રમ ગોઠવવામાં સહાયરૂપ એવું શ્રીમના સાહિત્યમાં ઘણું ભરેલું છે. વિદ્યાર્થીઓ હોંશેહોંશે ધાર્મિક શિક્ષણનો લાભ લે અને ધર્મના સિદ્ધાંતો સમજે ને અપનાવે તેવો શિક્ષણક્રમ ગોઠવવામાં આ ઉપરાંત અન્ય ધાર્મિક સાહિત્ય-સામગ્રીનો પૂરતો લાભ પણ લેવાવો જોઈએ. આપણા ચારિત્ર્ય-ઘડતરનો પાયો ધાર્મિક શિક્ષણમાં રહેલો છે, તે બાબતમાં સહેજ પણ શંકા નથી.” શ્રી દોલતચંદભાઈએ પોતાના વક્તવ્યમાં વિદ્યાર્થીઓ હોંશેહોંશે ધાર્મિક શિક્ષણનો લાભ લે અને ધર્મના સિદ્ધાંતો સમજે ને અપનાવે તેવો શિક્ષણક્રમ ગોઠવવા'ની જે વાત કરી છે તે બહુ જ અનુરૂપ, સમયસરની અને ઉપયોગી છે. Page #272 -------------------------------------------------------------------------- ________________ સદ્ગુણવર્ધક ધાર્મિક શિક્ષણ અને ધાર્મિક શિક્ષક : ૪ ૨૪૯ ધાર્મિક અભ્યાસક્રમમાં અનુવાદ કે વિવેચન સાથેનાં માત્ર પ્રાચીન પુસ્તકો દાખલ કરી દેવાથી હવે કામ નથી ચાલવાનું. આવાં પ્રાચીન પુસ્તકોનો ઉપયોગ છે, ખૂબ ઉપયોગ છે, અને અમુક કક્ષાએ અભ્યાસક્રમમાં પણ એને સ્થાન છે જ; પરંતુ શરૂઆતમાં જ જો આવાં પુસ્તકો વિદ્યાર્થીઓને આપવામાં આવે અને એનો જ અભ્યાસ કરાવવાનો અને એની જ પરીક્ષાઓ લેવાનો આગ્રહ સેવવામાં આવે, તો એક બાજુ વિદ્યાર્થીઓની જિજ્ઞાસા અને રસવૃત્તિ ઠીંગરાઈ જવાનો કે ઘટી જવાનો અને બીજી બાજુ વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી જવાનો ભય અમને લાગે છે, અને આપણો ઉદ્દેશ તો ધાર્મિક શિક્ષણ સાથે વધુમાં વધુ વિદ્યાર્થીઓને સાંકળવાનો અને તેઓ રુચિ અને ઉત્સાહપૂર્વક એમાં આગળ વધે એ છે. પ્રાચીન પુસ્તકો દ્વારા શિક્ષણ આપવાની યોજનામાં હમણાં હમણાં એક બીજી મુશ્કેલી એ ઊભી થઈ છે, કે હવે વ્યાવહારિક શિક્ષણ લેતા વિદ્યાર્થીઓમાં સંસ્કૃત ભાષાને એક વિષય તરીકે લેનારાઓની સંખ્યા ઉત્તરોત્તર ઘટતી જાય છે, અને વિજ્ઞાન, વાણિજ્ય, ઇજનેરી, દાક્તરી કે હુન્નરઉદ્યોગના અભ્યાસમાં સંસ્કૃતની કોઈ ઉપયોગિતા લેખવામાં આવતી નથી. એટલે વિદ્યાર્થીઓની ધાર્મિક વિષયોની જિજ્ઞાસા પોષાતી અને ઉત્તરોત્તર વધતી રહે એવો વ્યાપક ધાર્મિક અભ્યાસક્રમ ગોઠવવો અને એ અભ્યાસક્રમને અનુરૂપ સરળ, સુગમ અને સરસ પુસ્તકો જુદીજુદી ભાષામાં તૈયાર કરવાં એ અત્યારની મોટામાં મોટી જરૂરિયાત છે. આવાં પુસ્તકો મુદ્રણની દૃષ્ટિએ જેમ શુદ્ધ, સ્વચ્છ અને આકર્ષક હોય, તેમ કિંમતની દૃષ્ટિએ ખૂબ સસ્તાં હોય એ કહેવાની જરૂર નથી. એ સાચું છે કે આવાં પાઠ્યપુસ્તકો તૈયાર કરવાનું કામ બહુ મુશ્કેલ છે, પણ એ મુશ્કેલી અપનાવીને એમાંથી પાર પડ્યે એટલો જ એનાથી લાભ થવાનો છે. ધાર્મિક શિક્ષણના પ્રત્યક્ષ અનુભવી, અત્યારના વિદ્યાર્થીઓની મનોવૃત્તિના જાણકાર અને દીર્ઘ અને ઉદાર દષ્ટિ ધરાવતા થોડાક શિક્ષકો અને વિદ્વાનોનું જૂથ રચીને એમની મારફત આ કામ હાથ ધરવામાં આવે, તો બે-ત્રણ પ્રયત્ન આ મુશ્કેલ લાગતું કામ પણ પૂરું જરૂર કરી શકાય. અને એક વાર આવાં સુગમ અને રોચક પુસ્તકો દ્વારા વિદ્યાર્થીઓમાં ધર્મજિજ્ઞાસા જાગૃત થઈ, તો પછી તેઓ આપોઆપ પ્રાચીન ધર્મપુસ્તકોના વિશેષ અધ્યયન પ્રત્યે આકર્ષાવાના – એવી આશા અવશ્ય રાખી શકાય. ધાર્મિક અભ્યાસક્રમનો વિચાર કરતી વખતે એ વાત પણ આપણા ધ્યાન બહાર જવી ન જોઈએ, કે અમુક વિષયો ગોખી-ગોખીને યાદ રાખવાની પ્રથા વ્યાવહારિક શિક્ષણમાંથી હવે લગભગ આથમી ગઈ છે. હવે તો આંક જેવી પ્રાથમિક બાબતો પણ ભાગ્યે જ ગોખવામાં આવે છે. એટલે, વ્યાવહારિક અને ધાર્મિક બંને શિક્ષણમાં Page #273 -------------------------------------------------------------------------- ________________ જિનમાર્ગનું જતન અમુક બાબતો ગોખીને યાદ રાખવાની પુરાણી પ્રથાનો અત્યારે પણ સારો એવો લાભ કે ઉપયોગ હોવા છતાં, વર્તમાન શિક્ષણનો પ્રવાહ જોતાં, ધર્મશિક્ષણમાં ગોખણપટ્ટી ઉપર વધારે મદાર રાખવા જતાં ધાર્મિક શિક્ષણને વ્યાપક બનાવવાની આપણી ભાવનામાં આપણે ભાગ્યે જ સફળ થઈ શકીશું એવો અમારો નમ્ર મત છે. તેથી, અમે ઇચ્છીએ છીએ, કે ધાર્મિક અભ્યાસક્રમ અત્યારની પરિસ્થિતિના પ્રકાશમાં ઘડવામાં આવે; અને એની પાછળની દૃષ્ટિ વ્યાપક અને સર્વસ્પર્શી હોય. ધાર્મિક અભ્યાસ કરાવતી અને પરીક્ષાઓ લેતી આપણી બધી સંસ્થાઓનો અભ્યાસક્રમ એકસરખો ઘડાય, એટલે કે એ બધી સંસ્થાઓનું એકીકરણ થાય એ દિવસ જૈનસંઘને માટે સોનાનો દિવસ હશે; પણ એવો દિવસ હજી પણ દૂર હોય તો એથી દિલગી૨ કે નિરાશ થવાની જરૂર નથી. એ દરમ્યાન પણ આવી બધી સંસ્થાઓ પોતપોતાના અભ્યાસક્રમનું અત્યારની જરૂરિયાત અને જિજ્ઞાસાની દૃષ્ટિએ ક્રમેક્રમે નવીનીક૨ણ ક૨વાનો વિચાર અને યથાશક્ય પ્રયત્ન કરવા પ્રેરાશે તો એ પણ નોંધપાત્ર પ્રગતિ લેખાશે. ૨૫૦ દાયકોઓથી ધાર્મિક શિક્ષકો તૈયાર કરવાનું અને શિક્ષણનો પ્રચાર કરવાનું નિષ્ઠાપૂર્વક કામ કરતી (શ્રી જૈન શ્રેયસ્કર મંડળ દ્વારા સંચાલિત) શ્રી યશોવિજ્ય જૈન સંસ્કૃત પાઠશાળાના ભાવનાશીલ અને કૃતજ્ઞ જૂના વિદ્યાર્થીઓનું સંમેલન આ દિવસોમાં આપણા જાણીતા ઉદ્યોગપતિ અને શિક્ષણ-સાહિત્યપ્રેમી શેઠ શ્રી અમૃતલાલ કાલિદાસ દોશીના પ્રમુખપદે મળી રહ્યું છે, તે પ્રસંગે ધાર્મિક અભ્યાસક્રમની આટલી ચર્ચાવિચારણા કરવાનું અમે મુનાસિબ માન્યું છે. આશા રાખીએ કે ત્યાં એકત્ર થયેલા શિક્ષક-મહાનુભાવો અને શિક્ષણપ્રેમી બંધુઓ આ અગત્યની બાબત ઉપર જરૂર વિચારણા કરશે. (તા. ૪-૬-૧૯૬૬) ધર્મબોધની વાત હોય કે વ્યવહાર ચલાવવાની વાત; માનવીની પોતાની રુચિઅફ્રેંચ અને એના પોતાના ગમા-અણગમા પણ એમાં પોતાનો ભાગ ભજવ્યા વગર રહેતા નથી. એક બાજુ બૌદ્ધિક વિકાસના પરિપાકરૂપ વિજ્ઞાન, ટૅક્નોલોજી, ભૌતિકશાસ્ત્ર અને એવી સંખ્યાબંધ વિદ્યાઓનો ઝડપથી થઈ રહેલો વિકાસ અને વિસ્તાર, બીજી બાજુ વિશ્વભરમાં પ્રસરેલી વ્યક્તિસ્વાતંત્ર્યની અસરને લીધે માનવીમાં જાગી ઊઠેલી સ્વતંત્ર વિચાર કરવાની શક્તિ અને પોતાના વ્યક્તિત્વને મહત્ત્વ આપવાની વૃત્તિ, ત્રીજી બાજુ જીવનશુદ્ધિ અને વ્યવહારશુદ્ધિરૂપે પરિણમતી સાચી ધર્મભાવનાની ઝંખના અને ચોથી બાજુ પોતાના ઘરથી લઈને તે દેશભરમાં અને વિશ્વભરમાં છડેચોક પરિવર્તન પામતાં કે નષ્ટ થતાં નીતિ-સદાચારનાં જીવનમૂલ્યો : આ બધાં પિરબળોની વચ્ચે આપણી ઊછરતી પેઢીનું સંસ્કારઘડતર કરી શકે એવું Page #274 -------------------------------------------------------------------------- ________________ સદ્ગુણવર્ધક ધાર્મિક શિક્ષણ અને ધાર્મિક શિક્ષક : ૪ ૨૫૧ નીતિ-સદાચાર-પોષક ધર્મનું શિક્ષણ કેવી રીતે આપવું અને એ શિક્ષણ પાછળની અને એ માટે નક્કી કરવામાં આવતા અભ્યાસક્રમ પાછળની દૃષ્ટિ કેવી હોવી જોઈએ એનો વૈજ્ઞાનિક અને માનસશાસ્ત્રીય દૃષ્ટિએ વિચાર કરવાની જરૂર છે. આવી દૃષ્ટિથી ધર્મશિક્ષણ માટેના અભ્યાસક્રમની યોજના કરવામાં આવે તો જ એ વિજ્ઞાન અને બુદ્ધિવાદી વાતાવરણ વચ્ચે ઊછરતી આપણી નવી પેઢીમાં આવા શિક્ષણ પ્રત્યે રુચિ અને આદર જન્માવી શકે. અમારા “જૈન' પત્રના તા. ૨૦-૧૨-૧૯૬૯ના અંકનો “નવી પેઢીનું સમાજદર્શન' એ અગ્રલેખ તથા ૧૭-૪-૧૯૭૦ના અંકનો અભ્યાસક્રમનું આવકારપાત્ર એકીકરણ' એ અગ્રલેખ વાંચ્યા પછી કલકત્તાનિવાસી શ્રી ગોપીચંદજી ઘાડીવાલે આગ્રાથી પ્રગટ થતા હિન્દી “શ્વેતવર નૈન પક્ષના તા. ૧-૭-૧૯૭૦ના અંકમાં “ઘર્મજ રિક્ષા' નામે એક લેખ લખીને જૈનધર્મના શિક્ષણ માટેનો અભ્યાસક્રમ નક્કી કરવા પાછળ આપણી દૃષ્ટિ કેવી હોવી જોઈએ, એ સંબંધી કેટલુંક નિરૂપણ જૈનધર્મ-દર્શનની કેટલીક મૂળભૂત વિશેષતાઓને ધ્યાનમાં રાખીને કર્યું છે. તેમનું આ નિરૂપણ ધ્યાનમાં લેવા જેવું હોવાથી એમણે એમના લેખમાં રજૂ કરેલા મુદ્દાઓ અહીં સાભાર રજૂ કરીએ છીએ : (૧) અંધશ્રદ્ધાનો આશ્રય ક્યારેય ન લેવો. હિંદુધર્મ વેદોને અપૌરુષેય (જેની રચના પુરુષે – વ્યક્તિએ નથી કરી એવા) માને છે. ખ્રિસ્તી ધર્મ ઈશ્વરની આજ્ઞા છે અને ઇસ્લામ ખુદાનો હુકમ છે. પરંતુ જૈનધર્મના તીર્થકરો ન તો આદેશ આપે છે કે ન તો નિષેધ કરે છે; તેઓ તો પોતાના કઠોર પરિશ્રમથી અને જીવનના અનુભવને આધારે શોધેલા કુદરતના કાનૂનને સમજાવે છે. આ કાનૂનોનું સાચાપણું માનવી પોતાની બુદ્ધિ અને યોગ્યતા દ્વારા પોતાના અનુભવોને આધારે સમજી શકે છે, એને માટે અંધશ્રદ્ધાની કશી જરૂર નથી. પ્રાચીન સમયના જૈનાચાર્યોએ પણ યુક્તિ, સમજણ અને અનુભવને જ મહત્ત્વ આપ્યું છે, નહીં કે અંધશ્રદ્ધાને. જ્યારે ગણધર ખુદ ભગવાન મહાવીરની પાસે શંકા-સમાધાનને માટે ગયા ત્યારે ભગવાને એમનું તર્કથી સમાધાન કર્યું, પરંતુ એમ ન કહ્યું કે હું સર્વશ છું, માટે મારી વાત સ્વીકારી લ્યો. જૈન સિદ્ધાંતો બુદ્ધિ અને અનુભવને આધારે ઘડાયેલા છે, તેથી પોતાના અજ્ઞાન કે સમજવા-સમજાવવાની પોતાની અશક્તિને કારણે અંધશ્રદ્ધાનો આશ્રય ન લેવો જોઈએ. આપણી માન્યતા એવી હોવી જોઈએ કે જૈન સિદ્ધાંતો સાચા છે માટે ભગવાને એની પ્રરૂપણા કરી છે, નહીં કે ભગવાને પ્રરૂપણા કરી છે એટલા માટે જ એ સાચા છે.” જૈન દર્શનની અંધશ્રદ્ધાવિમુખ, બુદ્ધિપ્રધાન, વૈજ્ઞાનિક દૃષ્ટિનો આ રીતે નિર્દેશ કર્યા પછી જૈનધર્મની ગુણવત્તા-પ્રધાન પ્રકૃતિનો ખ્યાલ આપીને એને મહત્ત્વ આપવાનું સૂચન કરતાં તેઓ કહે છે – WWW.jainelibrary.org Page #275 -------------------------------------------------------------------------- ________________ જિનમાર્ગનું જતન ‘(૨) જૈનધર્મનું ધ્યેય જીવનમાં ગુણોને પ્રગટાવવાનું છે; નહીં કે સ્વર્ગની ઋદ્ધિસિદ્ધિની પાછળ દોટ મૂકવાનું. એ તો આત્માની અધોગતિ કરનારી વસ્તુ છે, અને એને માટે કરવામાં આવતાં અનુષ્ઠાનોને ગરલ (વિષમય)-અનુષ્ઠાન લેખવામાં આવ્યાં છે. તેથી જે કોઈ પણ ધાર્મિક શિક્ષણ, ક્રિયા, અનુષ્ઠાન વગેરે જીવનમાં ગુણોની વૃદ્ધિ ન કરે, એ નકામાં છે. આ ગુણો તો માનવીને આ જન્મમાં જ સુખશાંતિ અને સફળતા આપનારા નીવડશે, અને આ ગુણો માટે પરલોકની રાહ નહીં જોવી પડે. જો આ ગુણો અત્યારના જીવનમાં હશે, તો જ મરણ પછી જીવનમાં આત્માની સાથે જશે; નહીં તો ત્યાં એ ગુણો કેવી રીતે ઉત્પન્ન થશે ? : ‘(૩) ધાર્મિક ઉપદેશ, ક્રિયાઓ, વ્રતો, નિયમો વગેરે સામી વ્યક્તિની યોગ્યતા અનુસાર અપાવાં જોઈએ ઃ મહાન પૂર્વાચાર્યોનું આવું જ કહેવું છે. શ્રાવકનાં વ્રતો પણ સમ્યક્ત્વની પ્રાપ્તિ પછી જ આપી શકાય છે. આજે તો મુનિ-દીક્ષા આપવામાં પણ આ બાબતની ઉપેક્ષા કરવામાં આવે છે. સમ્યક્ત્વની પ્રાપ્તિનો અર્થ ન તો પોપટની જેમ નવતત્ત્વનાં નામોનું રટણ કરવું એવો થાય છે, કે ન તો આકરી તપસ્યાઓ થાય છે. પરંતુ સમ્યક્ત્વની ઓળખ તો વ્યક્તિના સ્વભાવથી, ગુણોથી, પ્રશમ, સંવેગ વગેરેથી તથા અનાગ્રહીપણાથી થાય છે. એટલા માટે નિયમ, વ્રત, દીક્ષાનું પાલન કરનારમાં આવા ગુણો ન પ્રગટે ત્યાં લગી એ બધું બાહ્ય દેખાવરૂપ બની રહે છે. એટલા માટે આવા બાહ્ય દેખાવો ઉપર નહીં, પણ ગુણોની પ્રાપ્તિ ઉપર ભાર આપવો જોઈએ. સમ્યક્ત્વ અને તેથી પ્રાપ્ત થતા ગુણો ગૃહસ્થનાં પોતાનાં જીવન-કર્તવ્યોના પાલનમાં બાધારૂપ નહીં પણ સહાયક બને છે.” છેવટે ધર્મોપદેશ તેમ જ ધાર્મિક શિક્ષણ દેશ-કાળને ધ્યાનમાં લઈને જનસાધારણ સમજી શકે એવી સરળ લોકભાષામાં અપાવાં જોઈએ એનો નિર્દેશ કરતાં શ્રી ગોપીચંદજી કહે છે ૫૨ - “ધર્મના સિદ્ધાંતો, પ્રકૃતિના નિયમો તો શાશ્વત છે, પણ માનવીની બુદ્ધિ તો દેશ-કાળની સાથે બદલાતી રહે છે. તેથી ધર્મોપદેશ પણ એવી રીતે આપવો જોઈએ કે જે તે-તે સમયની બુદ્ધિ ગ્રહણ કરી શકે; નહીં તો એ નિરર્થક છે. “ઉપદેશ પાંડિત્યપૂર્ણ ભાષામાં કે શાસ્ત્રીય પરિભાષામાં ન આપતાં, એવી ભાષામાં આપવો જોઈએ કે જેથી એનો સંબંધ માનવીના રોજિંદા જીવનવ્યવહાર સાથે થાય. એ ઉપદેશ ઓઢેલી પછેડી ઉપર વેરાયેલા કણ જેવો ન હોય કે જેને શ્રોતાઓ રવાના થતી વખતે ત્યાં જ ખંખેરી નાખે. પરંતુ એ એના જીવનમાં પ્રવેશી જાય એવો હોય, અને એને સ્વીકારવાની તીવ્ર ઇચ્છા એના અંતરમાં જાગી ઊઠે. કેવળ ગગનગામી ઊંચાં-ઊંચાં તાત્ત્વિક વિવેચનોનું કોઈ મૂલ્ય નથી; એનો વાસ્તવિક જીવન સાથે સંબંધ થવો જોઈએ. કેટલાક ગ્રંથોનાં એવાં વિવેચન મારા જોવામાં આવ્યાં છે કે જે ખૂબ મહેનત લઈને અને શોધખોળ કરીને લખવામાં આવ્યાં છે, અને ભક્તિરસથી ઓતપ્રોત Page #276 -------------------------------------------------------------------------- ________________ સદ્ગુણવર્ધક ધાર્મિક શિક્ષણ અને ધાર્મિક શિક્ષક : ૪, ૫ છે. પણ એનો ઉપયોગ અમુક પ્રકારના સંસ્કાર ધરાવનારાઓ જ કરી શકે છે. એ અત્યારના યુવક-યુવતીઓ ઉપર પ્રભાવ ન પાડી શકે. જૂના વખતમાં કુંટુંબોમાં અરસપરસના સંસ્કારો પડતા હતા. એ વખતમાં જેવી ઢબનો ઉપદેશ કારગત થઈ શકતો હતો, એવો ઉપદેશ અત્યારે ઉપયોગી ન થઈ શકે; કારણ કે અત્યારે સંસ્કાર નામની કોઈ વસ્તુ જ નથી રહેવા પામી ! “જો અભ્યાસક્રમ ઘડવામાં, એનાં પુસ્તકોની પસંદગીમાં ઉપર ગણાવેલી તેમ જ એવી જ બીજી બાબતો ઉપર ધ્યાન આપવામાં ન આવ્યું, તો ધાર્મિક શિક્ષણ અત્યારે છે તેવું નિષ્પ્રાણ જ બની રહેશે અને એ નવી પેઢીને આકર્ષી નહીં શકે. જૈન સિદ્ધાંતો તો એવા બુદ્ધિગમ્ય છે કે નાસ્તિક પણ એમાં દોષ ન કાઢી શકે. પરંતુ આપણે આપણા અજ્ઞાનને કારણે એને એવું કઢંગું રૂપ આપી દીધું છે, કે જૈન કુળમાં જન્મેલી પેઢી પણ એનો સ્વીકાર કરવા તૈયાર નથી. આવી બધી બાબતો ગંભી૨૫ણે સમજવાની જરૂર છે.” શ્રી ઘાડીવાલજીએ ધર્મોપદેશ અને ધાર્મિક અભ્યાસક્રમની બાબતમાં જે વિચારો દર્શાવ્યા તે ધ્યાનમાં લેવા જેવા તો છે જ; ઉપરાંત, એમાં દર્શાવવામાં આવેલી દૃષ્ટિ ધાર્મિક અભ્યાસક્રમ ઘડવામાં, એ માટેનાં પુસ્તકની પસંદગી કરવામાં અમુક અંશે ઉપયોગી તથા માર્ગદર્શક બને એવી પણ છે. છતાં અભ્યાસક્રમ પાછળની દૃષ્ટિનું નિરૂપણ કરવાની સાથેસાથે જો તેઓએ અભ્યાસીઓની ત્રણ કે ચાર કક્ષાઓને ધ્યાનમાં રાખીને એમને અભ્યાસ કરાવવામાં ઉપયોગી થાય એવાં પુસ્તકોની યાદી પણ આપી હોત તો એ વિશેષ ઉપયોગી બની શકત. ૨૫૩ (૫) ધાર્મિક શિક્ષકો પ્રત્યેની આપણી ફરજ મારે અહીં જે મુખ્ય વાત કહેવાની છે તે ધાર્મિક શિક્ષણની અત્યારની શોચનીય સ્થિતિ અંગે છે. આજે આપણી પાઠશાળાઓ વેરાન બનતી જાય છે; અને જાણે એનો કોઈ ધણી-ધોરી ન હોય એવી દશા થઈ ગઈ છે. વળી, આપણી ઊગતી પેઢીને એમાં રસ પણ પડતો નથી, અને એની જિજ્ઞાસાને સંતોષી શકે અને એમનામાં ધર્મભાવના (તા. ૨૫-૭-૧૯૭૦) * અધ્યાત્મ-જ્ઞાન-પ્રસારક-મંડળ તરફથી શ્રી ૨. દી. દે.ના ‘ગુરુ ગૌતમસ્વામી' પુસ્તક માટે સુવર્ણચંદ્રક અપાયો ત્યારે (તા. ૩૦-૧૧-૧૯૭૫ના રોજ) તેમણે રજૂ કરેલ વક્તવ્યમાંથી સં. પ્રસ્તુત વિષયને લગતો અંશ લેખના આરંભે અહીં રજૂ કર્યો છે. - Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ જિનમાર્ગનું જતન જગાડી શકે એવા કુશળ ધાર્મિક શિક્ષકોની વાત તો દૂર રહી, અત્યારે તો ચાલુ પરંપરાના શિક્ષકો પણ પૂરતા પ્રમાણમાં મળતા નથી. અત્યારે જે થોડાઘણા શિક્ષકો છે એમાંથી પણ કાબેલ કહી શકાય એવી વ્યક્તિઓ બીજા-ત્રીજા વ્યવસાયમાં ચાલી જાય છે. આનું કારણ એ છે, કે કોઈને “માસ્તર' તરીકે સન્માન વગરની કામગીરીમાં જીવવું ગમતું નથી. વળી ધાર્મિક શિક્ષકને માટે ન તો નોકરીની સલામતી છે કે ન તો પ્રોવિડન્ટ ફંડ કે ગ્રેગ્યુઈટીની કોઈ યોજના છે. એક બનેલો દુ:ખદ પ્રસંગ કહું. એક ધાર્મિક શિક્ષક રોજ દોઢેક કલાક ભણાવે. પગાર માસિક રૂ. ૩૦/- જેટલો. એક વાર શિક્ષક દસ દિવસ માંદા પડ્યા. પગાર વખતે સંચાલકોએ ૧૦ દિવસનના ૧૦ રૂપિયા કાપી લઈને બાકીના રૂ. ૨૦- એમને આપ્યા! આવું છે. આપણું ધાર્મિક શિક્ષકો તરફનું વલણ – અહિંસા, દયા અને માનવતાની ભાવના વગરનું ! આપણી યુવાન પેઢી આજે ક્યાં જઈ રહી છે અને એમને વ્યાવહારિક શિક્ષણ સાથે ધર્મનું કે નીતિ-સદાચારનું શિક્ષણ નહીં મળે તો એમનું તેમ જ આપણા સંઘ અને સમાજનું ભાવિ કેવું થશે અને આપણી સંસ્થાઓની સંભાળ કેવી રીતે રાખી શકાશે એનો ગંભીરપણે વિચાર કરવાની જરૂર છે. એ તો સારું થજો મહેસાણાની પાઠશાળાનું કે એણે અત્યાર સુધી શિક્ષકો પૂરા પાડ્યા છે અને અત્યારે પણ ધાર્મિક શિક્ષકો તૈયાર કરી રહેલ છે. પણ હવે કોઈક મોટી કેન્દ્રસ્થ સંસ્થા દ્વારા ધાર્મિક શિક્ષકો તૈયાર થાય એવી યોજના કરવી જોઈએ. આ સંસ્થા એવા શિક્ષકો તૈયાર કરે. કે જેઓ વિજ્ઞાનના યુગમાં ઊછરતી આપણી નવી પેઢીને સંતોષ આપી શકે. સાથેસાથે આ સંસ્થા શિક્ષકોની પણ દરેક જાતની સંભાળ રાખીને અને એમને માટે પ્રોવિડન્ટ ફંડ વગેરેની યોજના કરીને તેઓ નિશ્ચિતપણે અને ઉત્સાહથી નવી પેઢીનું સંસ્કાર ઘડતર કરી શકે એવી વ્યવસ્થા કરે. ધાર્મિક શિક્ષણના અભ્યાસક્રમમાં મારી સમજ મુજબ આપણા સંઘના હિતની દૃષ્ટિએ આ કામ પાયાનું કામ છે, અને એ આપણે નહીં કરીએ તો એ કામ કોણ કરવાનું છે? મુંબઈ શહેર આ બાબતમાં ઘણુંઘણું કરી શકે એમ છે. (તા. ૧૩-૧૨-૧૯૭૫) ધાર્મિક શિક્ષકો અને પૂરક વ્યવસાય અત્યારની કારમી આર્થિક મુશ્કેલીને પહોંચી વળવા માટે સામાન્ય જનસમૂહને - ખાસ કરીને જેઓ નોકરીના આધારે જ પોતાનો નિભાવ કરે છે તેમને – પોતાની ચાલુ નોકરી ઉપરાંત બીજું પણ કેટલુંક વધારાનું કામ કરીને કમાણી કરવાનું અનિવાર્ય બની ગયું છે. જેઓ વેપારમાં, ઉદ્યોગમાં કે સરકારમાં ઊંચા અને પૂરતા પગારની નોકરી કરતા હોય એમની વાત બાજુએ રાખીએ, તો લગભગ બધા ય નોકરિયાત Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૫૫ સદ્ગુણવર્ધક ધાર્મિક શિક્ષણ અને ધાર્મિક શિક્ષક: ૫ વર્ગને પૂરક વ્યવસાયની જરૂર પડે છે જ. એમાં વળી, ધાર્મિક શિક્ષકને માટે તો આમ કરવું કેવળ અનિવાર્ય જ બની જાય છે. પણ ધાર્મિક શિક્ષકનું કામ કરતી વ્યક્તિઓ બીજો પૂરક વ્યવસાય શું કરી શકે એ એક કોયડો છે. ધાર્મિક શિક્ષકના વ્યવસાયમાં ઓછો પગાર અને ઓછી પ્રતિષ્ઠા એ બે દોષો તો છે જ, અને એને કારણે કોઈ તેજસ્વી વ્યક્તિઓ એ તરફ આકર્ષાતી નથી; અને સંજોગવશાત્ એમને એમાં પડવું પડે છે તો પણ તેઓ સદા બીજા યોગ્ય કાર્યક્ષેત્રને શોધતા જ રહે છે, અને જરાક અવસર મળ્યો કે ધાર્મિક શિક્ષકની કામગીરીને તજી દે છે. અત્યારે ધાર્મિક શિક્ષકોની જે તંગી વરતાય છે, તેનું મુખ્ય કારણ આ જ છે. પણ જો ધાર્મિક શિક્ષકો કાયમ ટકી રહે એમ આપણે ઇચ્છતા હોઈએ, તો એમને પૂરતો પગાર અને પૂરી પ્રતિષ્ઠા આપવા ઉપરાંત એમને પૂર્ણ વ્યવસાય પણ પૂરો પાડવો જોઈએ. વળી કોઈ પણ સમાજ-ઉપયોગી પૂરક વ્યવસાય કરવાની એમનામાં આવડત આવે અને સૂઝ જાગે એવી તાલીમની પણ આપણી ધાર્મિક શિક્ષકો તૈયાર કરતી સંસ્થાઓએ જોગવાઈ કરવી જોઈએ. ધાર્મિક શિક્ષકો માટે (જેન-સંઘમાં) પૂરક વ્યવસાય શું હોઈ શકે એ અંગે જૈન શિક્ષણ-સાહિત્ય-પત્રિકા'ના જૂન માસના અંકના અગ્રલેખમાં કેટલુંક સામાન્ય સૂચન કરવામાં આવ્યું છે, અને ધાર્મિક શિક્ષકોને વધારાનું શિક્ષણ આપવાનું એ માટે કામ કરતી સંસ્થાઓને કહેવામાં આવ્યું છે તે ધ્યાન આપવા જેવું છે : “જેઓ શિક્ષકના ધંધા પર જ નિર્ભર છે, તેમની આવક કેમ વધે એ વિચારવા જેવું છે. એ માટે તેમણે બીજું પણ કેટલુંક વ્યાવહારિક જ્ઞાન મેળવી લેવું જોઈએ અને ઉપયોગી સેવા આપી શકે એવી સ્થિતિમાં આવવું જોઈએ. છેલ્લા કેટલાક વખતથી ધાર્મિક-શિક્ષણ-સંઘ આગળ એવા શિક્ષકોની માગણી આવે છે કે જે પાઠશાળામાં શિક્ષણ આપવા ઉપરાંત દહેરાસર કે ઉપાશ્રયના વહીવટમાં મદદગાર થાય, ગામનું પુસ્તકાલય સંભાળી લે કે બીજી સંસ્થાઓને પણ અમુક કલાક પોતાની સેવા આપી શકે. પાઠશાળાઓનાં ફંડ મર્યાદિત હોય છે, અને ઘણી વખત તો શિક્ષકના સામાન્ય પગારનું ખર્ચ પણ માંડમાંડ નીકળતું હોય છે, એટલે શિક્ષકો વધારાના જ્ઞાન તરીકે આવી વસ્તુઓ શીખી લે તો તેને સહેજે ૧૫૨૦૦ રૂપિયા મળી રહે અને એ રીતે તે પોતાનો વ્યવસાય આનંદપૂર્વક કરી શકે.” ઉપરના લખાણમાં જે કંઈ સૂચવવામાં આવ્યું છે, તે તો માત્ર એક વિચાર જ છે. પણ હવે આવો વિચાર કરવા માત્રથી કામ ચાલે એવું નથી. હવે ખરી જરૂર છે આ માટે કોઈ અમલી બની શકે એવી યોજના તૈયાર કરવાની અને એ યોજનાનો તે-તે સંસ્થા દ્વારા અમલ થાય તે જોવાની. (તા. ૨૩-૭-૧૯૬૭) Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨પ૬ જિનમાર્ગનું જતન (૬) અપૂર્વ કન્યાસંસ્કારસો : પારગામી દષ્ટિ, અખૂટ વાત્સલ્ય આમ જોઈએ તો શિક્ષણ અને કેળવણી વચ્ચે કોઈ ફેર નથી; એક જ પ્રક્રિયાનાં બે નામ હોય એમ લાગે છે. પણ જુદા-જુદા માનવીના સારા-માઠા વર્તન વચ્ચેનો તફાવત જોતાં, શિક્ષણ અને કેળવણીના અર્થ તેમ જ કાર્ય બંને વચ્ચે કંઈક તફાવત હોય એમ માનવાનું પ્રાપ્ત થાય છે. અહીં આપણે જે બાબતનો વિચાર કરવો છે, તેમાં સરળતા ખાતર, શિક્ષણનો અર્થ અર્થોપાર્જન માટે અથવા જિજ્ઞાસાને સંતોષવા અને પોષવા માટે મેળવવામાં આવતી જ્ઞાન-વિજ્ઞાન, હુન્નર-ઉદ્યોગ, વેપાર-વાણિજ્ય, કળા, સાહિત્ય કે ધર્મ-તત્ત્વજ્ઞાન જેવા વિવિધ વિષયોની માહિતી – એવો સમજવો, અને કેળવણી”નો અર્થ ચિત્તને સ્વસ્થ, શાંત, શુદ્ધ, સમત્વપૂર્ણ અને સદાચરણ-પરાયણ બનાવનારી પ્રક્રિયા કે એ માટેનો અભ્યાસ એવો સમજવો. આનો અર્થ એ થયો કે ધર્મ અને તત્ત્વજ્ઞાનનું શિક્ષણ એક વાત છે અને ધર્મને અનુરૂપ જીવનની કેળવણી એ બીજી વાત છે. ધર્મ અને તત્ત્વજ્ઞાનનું ઊંડું અને વ્યાપક જ્ઞાન ધરાવનાર વ્યક્તિ પણ કયારેક સદાચાર-વિમુખ હોઈ શકે, અને ધર્મશાસ્ત્રોની વધુ વાતો નહીં જાણનાર વ્યક્તિ ચિત્તશુદ્ધિ અને વ્યવહારશુદ્ધિરૂપે વ્યક્ત થતી ધર્મસંસ્કારિતાથી સમૃદ્ધ હોઈ શકે. કદાચ કેટલીક વ્યક્તિઓમાં સંસ્કારિતા પૂર્વજન્મની સાધનાના ફળરૂપે સાવ સહજપણે પ્રગટેલી જોવા મળે છે, જ્યારે કેટલીક વ્યક્તિઓ સત્સંગ, સદ્વાચન અને સદભ્યાસને અંતે પ્રયત્નપૂર્વક આવા ઉત્તમ સંસ્કાર મેળવી શકે છે. વ્યક્તિને શીલસંપન બનાવવા માટેનો આવો સમજપૂર્વકનો પ્રયત્ન એનું નામ જ કેળવણી. આજે સમાજને, દેશને અને એથી આગળ વધીને કહીએ તો, આખી દુનિયાને, માનવી સાચો માનવી બને એ માટે આવી કેળવણીની જ જરૂર છે. નહીં તો વિજ્ઞાનનો એકાંગી વિકાસ માનવીને વધુ ને વધુ દાનવતા તરફ દોરી જશે અને માનવતાના વિકાસને રૂંધી નાખશે. આપણા દેશની જ વાત કરીએ. સ્વરાજ્ય બાદ આપણા દેશના સુકાનીઓનું ધ્યાન મકાનોના ચણતર ઉપર એટલું બધું કેન્દ્રિત થયું કે આપણે દેશવાસીઓનું ઘડતર, તેઓ લોક-સ્વરાજ્યને ટકાવી શકે, સ્વરાજ્યને સુરાજ્યમાં પલટાવી શકે અને દેશમાં મહાત્મા ગાંધીજીના મનોરથો મુજબ સર્વોદયની સ્થાપના કરી શકે એવા દેશભક્ત અને નિઃસ્વાર્થ માનવીઓ રૂપે કરવાનું છે એ વાત જ વીસરાઈ ગઈ! Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨પ૭ સદ્ગુણવર્ધક ધાર્મિક શિક્ષણ અને ધાર્મિક શિક્ષક ૬ અને જેના ઉપર જ દેશના ભવિષ્યનો આધાર છે તે ઊછરતી પેઢી પ્રત્યેની આપણી ઉપેક્ષાવૃત્તિની તો વાત જ શી કરવી ? જાણે કોઈ ધીકતો ધંધો કે ઉદ્યોગ હોય એ રીતે ધંધાદારી અને અર્થપરાયણ શિક્ષણનો તો ખૂબ વિસ્તાર થયો, પણ ઊછરતી પેઢીના મનની કેળવણીની – એના સંસ્કારઘડતરની – તો સદંતર ઉપેક્ષા જ થઈ. આના લીધે જૂની આશ્રમપદ્ધતિની કે ગુરુકુળ-પદ્ધતિની, શિક્ષણ અને કેળવણી એ બંનેનો સાથે જ પ્રયોગ કરતી શિક્ષણ પ્રથાનો અંત આવ્યો. આનું જે પરિણામ આવવું જોઈએ એ જ આવ્યું: આજના વિદ્યાર્થીવર્ગનું વર્તન દેશના મોવડીઓ માટે શિરોવેદનારૂપ બની ગયું છે. જો આપણે સમજવા તૈયાર હોઈએ, તો આનો ઉપાય સાફ છે : શિક્ષણની સાથેસાથે જ વિદ્યાર્થીવર્ગની કેળવણી ઉપર પૂરેપરું ધ્યાન આપીને એના મનને સુસંસ્કારસંપન્ન બનાવવું જોઈએ. આને જ આપણે નૈતિક કે ધાર્મિક કેળવણી કહી શકીએ. શિક્ષણ અને કેળવણીને લગતી આવી તાત્ત્વિક મીમાંસા અહીં કરવાનું અમે એટલા માટે જરૂરી માન્યું છે કે એના સંદર્ભમાં અત્યારે રજાઓના સમય દરમ્યાન યોજાતાં સંસ્કાર-અધ્યયન-સત્રો અને ધાર્મિક શિબિરો કે સંસ્કારાયતનોની ઉપયોગિતા અને સમયોચિતતા આપણને સમજાય. દેશની જરૂરિયાતના પ્રમાણમાં આ પ્રયત્ન ઘણો જ નાનો ગણાય એ સાચું, પણ એ પ્રયત્ન દેશ અને સમાજ બંનેના ભલાની દૃષ્ટિએ સાચી દિશાનો પ્રયત્ન છે, અને એનું પરિણામ પણ કંઈક ને કંઈક સારું જ આવવાનું છે; અને એક સારા કાર્યનું અનુકરણ કરવાની માનવસહજ વૃત્તિને કારણે એ કાર્યનો વિસ્તાર થવાની પણ સંભાવના રહેલી છે. છેવટે તો બુદ્ધિબળ અને હૃદયબળ ધરાવતો બે હાથવાળો માનવી પોતાને કર્તવ્યરૂપ લાગે એ સત્કાર્યની, પોતાની મતિ અને શક્તિ પ્રમાણે શરૂઆત કરે એ તો એના હાથની જ વાત છે. છોકરાઓની કેળવણી માટે તો છેલ્લાં ૬-૮ વર્ષથી જૈન સમાજમાં તેમ જ ઇતર સમાજોમાં પણ જ્ઞાનસત્રો કે શિબિરો યોજવાની પ્રથા પ્રચલિત થઈ ગઈ છે. પણ કન્યાઓની કેળવણી માટેનાં સંસ્કાર-સત્રોની યોજનાની બાબતમાં આપણે ખૂબ પછાત તેમ જ ઉદાસીન હોઈએ એમ લાગે છે. જ્યારે વ્યાવહારિક શિક્ષણમાં છોકરાઓ તથા છોકરીઓ લગભગ સમાન રીતે આગળ વધી રહ્યાં હોય, ત્યારે સંસ્કારઘડતરની બાબતમાં પણ છોકરીઓ માટે છોકરાઓ જેટલી જ ગોઠવણ કરવી જોઈએ. સંભવ તો એવો છે કે અત્યારે વેરવિખેર બની ગયેલી નીતિમત્તા અને સંસ્કારિતાને કારણે અધોગતિ તરફ જઈ રહેલા માનવ-સમાજને આપણી સંસ્કારસંપન્ન અને કેળવાયેલી કન્યાઓ જ બચાવી શકશે. Page #281 -------------------------------------------------------------------------- ________________ જિનમાર્ગનું જતન ગયા (૧૯૬૬ના) મે મહિનામાં જૈનપુરી અમદાવાદમાં કન્યાઓની આવી ‘કેળવણી’ માટે એક સંસ્કાર-અધ્યયન સત્ર યોજવામાં આવ્યું એ ઘટના જૈનસંઘની દૃષ્ટિએ નોંધપાત્ર હોવાથી અમે આ નોંધ લખવા પ્રેરાયા છીએ. ૨૫૮ આમ જોઈએ, તો દેશની ઊછરતી પેઢીમાં (અને ક્યારેક તો પ્રૌઢોમાં ય) જ્ઞાન અને સંસ્કારનું સિંચન કરવા માટે, ઠેરઠેર, લાંબા કે ટૂંકા ગાળાનાં જ્ઞાનસત્રો કે જ્ઞાનશિબિરો યોજવાની આવકારપાત્ર પ્રથા આપણે ત્યાં પ્રચલિત અને સ્થિર થતી જાય છે. જૈનસંઘે પણ આ દિશામાં કેટલાક પ્રયત્નો હાથ ધર્યા છે એ રાજી થવા જેવું છે. પણ અત્યાર સુધી આપણી કન્યાઓ માટે કોઈ યોજના હાથ ધરવામાં આવી ન હતી. એનું મુખ્ય કારણ કન્યાઓના આવા સત્રની જ્વાબદારી કોને સોંપવી એ જ હશે. આ કામ જ્ઞાન-ચારિત્રસંપન્ન અને સંઘ-સેવાની ભાવના અને સૂઝ ધરાવતી સ્ત્રી-વ્યક્તિથી જ થઈ શકે અને એમને જ સોંપી શકાય એવું નાજુક તેમ જ વિશિષ્ટ જવાબદારીવાળું છે. કદાચ આ માટે સમય પાકવાની પણ રાહ હશે. અને જાણે એ સમય પાકી ગયો હોય એમ, સાધ્વીજીશ્રી નિર્મળાશ્રીજી દોઢબે દાયકા જેટલો સમય ગુજરાત બહાર વિતાવીને આ વર્ષે ગુજરાતમાં પધાર્યાં, અને અમદાવાદે એમનું સહર્ષ સ્વાગત કર્યું. ગુજરાત બહાર વિતાવેલ આટલો સુદીર્ઘ સમય શ્રી નિર્મળાશ્રીજીએ વિદ્યાધ્યયનથી સફળ બનાવ્યો છે; અને જાણે વિદ્યાભ્યાસને પગલેપગલે, સમયને પારખવાની દીર્ઘદ્રષ્ટિનો અને ધર્મસેવા અને સમાજસેવાની ભાવનાનો એમનામાં વિકાસ થતો ગયો. ઠેરઠેર વિચરવાથી અને ઉદાર ધર્મદ્રષ્ટિથી જૈન-જૈનેતર જનતાનાં સુખ-દુઃખને પારખવાની અને એમનું કલ્યાણ કઈ રીતે થઈ શકે એના ઉપાયો સમજવા-સમજાવવાની શક્તિ એમનામાં પ્રગટતી ગઈ, ઉપરાંત, પોતાના અંતરની વાત જનસમૂહના અંતર સુધી પહોંચતી કરવાની સચોટ અને હૃદયસ્પર્શી વક્તૃત્વશક્તિનું એમને વરદાન મળ્યું છે. આ બધાના પરિપાકરૂપે સાધ્વીજી શ્રી નિર્મળાશ્રીજી આપણા સાધ્વીસમુદાયમાં તેમ જ નારીસમાજમાં છુપાયેલી મંગળકારી ભાવનાઓ અને શક્તિઓનાં પ્રતીક કે પ્રતિનિધિ બની ગયાં. જૈનસંઘ આવાં ધર્મગુરુણીનો પોતાના તથા વ્યાપક સમાજના અભ્યુદય માટે જેટલો લાભ લઈ શકે એટલો ઓછો છે. આમ જોઈએ તો, અમદાવાદના જૈનસંઘની તાસીર નવી વાત કે નવા વિચારનું એકદમ સ્વાગત કરવાની નથી. આમ છતાં, અમદાવાદ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનસંઘનું મુખ્ય કેન્દ્ર ગણાય છે, અને આખા દેશના જૈનસંઘ ઉ૫૨ એનો પ્રભાવ છે એ પણ એટલું જ સાચું છે. એનું કારણ અમારી સમજ મુજબ એ છે કે રૂઢિચુસ્તપણા પ્રત્યે અમુક પક્ષપાત હોવા છતાં, ધર્મપ્રભાવના અને ધર્મરક્ષા કઈ રીતે થઈ શકે એ માટે Page #282 -------------------------------------------------------------------------- ________________ સદ્ગુણવર્ધક ધાર્મિક શિક્ષણ અને ધાર્મિક શિક્ષક : ૬ એ હમેશાં સજાગ હોય છે, અને એ માટે જે કંઈ કરવું જરૂરી અને ઉચિત હોય, એમાં એ પાછી પાની કરતો નથી. ભૂતકાળની અને આપણે જેમાં જીવી રહ્યા છીએ એ વર્તમાન સમયની કેટલીયે ઘટનાઓ આ વાતની સાક્ષી પૂરી શકે એમ છે. અમદાવાદના શ્રીસંઘને સાધ્વીશ્રી નિર્મળાશ્રીજીની બુદ્ધિ, શક્તિ, ધર્મની ધગશ અને સેવાભાવનાના હીરને પારખતાં વાર ન લાગી. અને એમના અમદાવાદમાં આગમન બાદ થોડા જ વખતમાં એમની આવી અનેક શક્તિઓનો ઉપયોગ સમાજના ઉત્થાન માટે . ખાસ કરીને આપણી કન્યાઓમાં જ્ઞાન અને સદાચારના સંસ્કારો દૃઢ બનાવવા માટે કરી લેવાનું એણે મુનાસિબ માન્યું, અને એ માટે સંસ્કાર-અધ્યયનસત્રની યોજના તૈયાર કરી. — ૨૫૯ જૈનસંઘના અગ્રણી શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈએ આ યોજનાને આવકાર આપ્યો. શેઠ શ્રી કેશવલાલ લલ્લુભાઈ ઝવેરી જેવા સાવ ઓછાબોલા અને કેવળ નક્કર કામ કરવામાં જ માનતા આપણા વયોવૃદ્ધ અને કાર્યનિષ્ઠ આગેવાને સત્રના પ્રયોજકોમાં પોતાનું નામ સામેલ કરવાની અનુમતિ આપી આ સત્રને આશીર્વાદ આપ્યા. ઉપરાંત, અમદાવાદના અન્ય શ્રીમંતો અને કાર્યકરોનો પણ એને સહકાર મળ્યો. આ બધાને લીધે રાજનગર અમદાવાદ આખા દેશમાં જૈન કન્યાઓ માટેનું પહેલવહેલું સત્ર યોજવાના ગૌ૨વનું ભાગી બની શક્યું. જૈનસંઘના આવા મોવડીઓના સહકારથી જેમ આ સત્રના ગૌરવમાં અને એમાં અધ્યયન કરવા આવતી બાળાઓના ઉત્સાહમાં વધારો થયો, તેમ એથી એ આગેવાનોની દીર્ઘદૃષ્ટિભરી અને સમયપારખુ નેતાગીરી પણ વિશેષ ગૌરવશાળી અને દાખલારૂપ બની શકી છે એમ કહેવું જોઈએ. આ સત્રનો આરંભ તા. ૧-૫-૧૯૬૬ના રોજ પૂજ્ય આગમપ્રભાકર મુનિશ્રી પુણ્યવિજ્યજીના સાન્નિધ્યમાં ગુજરાત રાજ્યનાં કેળવણીપ્રધાન માનનીય શ્રીમતી ઇન્દુમતીબહેન શેઠના શુભહસ્તે થયો. સાધ્વીજી શ્રી નિર્મળાશ્રીના ગુરુવર્ય પૂજ્ય આચાર્ય મહારાજશ્રી વિજ્યમહેન્દ્રસૂરિજી મહારાજે આ પ્રસંગે પ્રેરક સંદેશો પાઠવીને આ સત્રનું સ્વાગત કર્યું હતું. (આ સત્રની પૂર્ણાહુતિના સમારંભમાં જાતે પધારવાની તેઓની ભાવના હતી; પણ તે પહેલાં તો તેઓ સ્વર્ગે સિધાવી ગયાં, એટલે એ ભાવના પૂરી ન પડી શકી !) સત્રનું કામ ચાર અઠવાડિયાં સુધી ચાલતું રહ્યું. એમાં ત્રણ અઠવાડિયાં સુધી તો કન્યાઓના અધ્યયનનું અને સંસ્કાર-સિંચનનું કામ ચાલતું રહ્યું. દ૨૨ોજ બપો૨નાં ૧થી ૪ વાગતાં સુધી આ સત્રના અભ્યાસવર્ગો ચલાવવામાં આવતા. અને ચોથા અઠવાડિયામાં જુદાજુદા વિષયોને લગતી ઇનામી હરીફાઈઓ અને મુખ્ય પરીક્ષા રાખવામાં આવી હતી. સંગીત-હરીફાઈ, ‘મારા જીવનનું ધ્યેય, અને તે હું કેવી રીતે Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ જિનમાર્ગનું જતન હાંસલ કરીશ ?” એ વિષયને લગતી નિબંધ હરીફાઈ, જૈનધર્મ વ્યક્તિપ્રધાન નહીં, પણ ગુણપ્રધાન છે' એ વિષયની વફ્તત્વ-હરીફાઈ અને સત્ર દરમ્યાન જૈન તત્ત્વજ્ઞાન અને ચારને અનુલક્ષીને ભણાવવામાં આવેલ જુદાજુદા વિષયોની બે લેખિત પરીક્ષાઓ – આ રીતે આ સત્રનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો. આ સત્રમાં એસ.એસ.સીમાં અને કોલેજોમાં અભ્યાસ કરતી એકસો ઉપરાંત કન્યાઓએ નામો નોંધાવ્યાં હતાં, અને રોજની સરેરાશ હાજરી ૮૦૮૨ રહેતી. સત્રના વર્ગો માટે અમુક પ્રમાણમાં બીજા વિદ્વાનોનો સહકાર મળવા છતાં, એના સંચાલનનો અને વર્ગો લેવાનો લગભગ બધો ભાર શ્રી નિર્મળાશ્રીજીએ એકલાએ જ ઉઠાવ્યો હતો, અને એ કામ તેઓએ સફળતાપૂર્વક પાર પાડ્યું એમ વિના સંકોચે કહેવું જોઈએ. રજાઓ દરમ્યાન ઘેર રહીને કે શક્ય હોય તો બહારગામ જઈને આનંદપ્રમોદમાં સમય વિતાવીને પરીક્ષાનો થાક ઉતારવાની મનોવૃત્તિ મોટા ભાગનાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓમાં જોવામાં આવે છે. આમ છતાં આટલી કન્યાઓએ મોજમજા કરવાનું બાજુએ રાખીને આ સત્ર દ્વારા નવા-નવા વિષયો જાણવા-સમજવાનો અને પોતાના જીવનમાં સારા સંસ્કારોની પ્રેરણા ઝીલવાનો જે લાભ લીધો તે માટે એમને હાર્દિક અભિનંદન ઘટે છે. આ બધા સમય દરમ્યાન સાધ્વીજી શ્રી નિર્મળાશ્રીજીએ કન્યાઓની રસવૃત્તિ જળવાઈને પોષાતી રહે, એમનું કામ કંટાળાભરેલું ન બની જાય અને શીખવા-સમજવાની વાતો પ્રત્યે કન્યાઓ હોંશે-હોંશે આકર્ષાય એવી રીતે આ સત્રનું સંચાલન કરી બતાવ્યું, અને માતાની હિતબુદ્ધિથી સભર એવી આત્મીયતા અને મમતા આ કન્યાઓ પ્રત્યે દાખવી. એ બધું એમની કાર્યશક્તિ અને લાગણીની સુકુમારતાની સાક્ષી પૂરે એવું છે. તા. ર૯-૫-૧૯૬ ૬ના રોજ આ સત્રની પૂર્ણાહુતિ થઈ તે દિવસે પંન્યાસ શ્રી રામવિજયજીમુનિ તથા આગમ-પ્રભાકર શ્રી પુણ્યવિજયજી મહારાજના સાનિધ્યમાં ઇનામી મેળાવડો યોજવામાં આવ્યો હતો. શેઠશ્રી કેશવલાલ લલુભાઈ ઝવેરી આ પ્રસંગે અતિથિવિશેષ તરીકે પધાર્યા હતા અને માનનીય શ્રીમતી ઇન્દુમતીબહેન શેઠના શુભહસ્તે જ આશરે બારસો રૂપિયા જેટલાં ઇનામો વહેંચવામાં આવ્યાં હતાં. ઈન્દુમતીબહેને વચ્ચે-વચ્ચે પણ સત્રની મુલાકાત લઈને એના કાર્યનું રસપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. એક સાધ્વીજી મહારાજે ધર્મની ધગશ અને નવી પેઢીના સંસ્કાર-ઘડતરની ભાવનાથી પ્રેરાઈને જે કાર્ય કરી બતાવ્યું છે, તે સાધ્વી-સમુદાયના ઉપયોગની એક નવી દિશા જ ઉઘાડી આપે છે. અલબત્ત, આવું કામ કોઈ પણ સાધ્વીજી સ્વીકારવા Page #284 -------------------------------------------------------------------------- ________________ સદ્ગુણવર્ધક ધાર્મિક શિક્ષણ અને ધાર્મિક શિક્ષક : ૬ ૨૬૧ તૈયાર થાય તે પહેલાં એમણે આવા જ્ઞાનવિતરણ અને સંસ્કાર-ઘડતર માટેની કુનેહ અને કાબેલિયત કેળવવી જોઈએ. પણ “કામ કામને શીખવે એ ન્યાયે એક વાર જવાબદારી સ્વીકારવામાં આવે તો આગળનો માર્ગ ક્રમે-ક્રમે આપમેળે જ સ્પષ્ટ થતો જવાનો. આમાં મુખ્ય વાત તો આપણા ગુરુવર્યો સાધ્વીસમુદાયને આવા અધ્યયન, અધ્યાપન અને ધર્મોપદેશ માટેની પૂરેપૂરી મોકળાશ આપે એ જ છે. આવી છૂટ સાધ્વીસમુદાયને નહીં આપવાને કારણે અત્યાર સુધીમાં જૈનસંઘે પાર વગરનું નુકસાન વેઠ્ય છે, અને આટલા વિશાળ સાધ્વી-સમુદાયથી સમાજમાં ધર્મજ્ઞાનના ફેલાવાનો અને સમાજના સંસ્કારઘડતરનો જે મોટો લાભ થઈ શકત એનાથી શ્રીસંઘ વંચિત રહ્યો છે એ કંઈ જેવી-તેવી ખોટ ન કહેવાય. આ સત્ર આ રીતે યોજી શકાયું અને સારી રીતે પૂરું થયું એનો પહેલો યશ અમદાવાદની શામળાની પોળના જૈનસંઘને અને એના સમજુ આગેવાનોને ઘટે છે. તેમાં ય શેઠશ્રી કચરાભાઈ હઠીસિંગનો ઉત્સાહ તો દાખલારૂપ બની રહે એવો અને બીજાઓને પ્રેરણા આપે એવો છે. અમદાવાદના વયોવૃદ્ધ, પીઢ અને શાણા આગેવાનોએ આ સત્રને જે રીતે વધાવી લીધું, તેથી એટલી આશા તો જન્મ જ છે કે સંઘના ભલા માટે શું કરવાની જરૂર છે તે તેઓ હવે સમજતા થયા છે અને એ દિશામાં યથાશક્ય પ્રયત્નો પણ કરે છે. આ સત્રનું કામ સુંદર રીતે પૂરું થયું એ સાચું છે, અને તેથી સૌ-કોઈને આહલાદ થાય એ પણ સ્વાભાવિક છે. પણ અત્યારના યુગને અનુરૂપ સમાજનું સંસ્કારઘડતર કરવાનું જે વિરાટ કાર્ય આપણી સામે ઊભું છે, તેની સરખામણીમાં તો આ કાર્ય, પાશેરામાં પહેલી પૂણી છે. તેથી નવી પેઢીમાં અધ્યયન અને સંસ્કારિતાનાં બીજ વાવવાનું જે કાર્ય આરંભાયું છે, તે ઉત્તરોત્તર વિકાસ સાધતું રહે એવી જાગૃતિ જૈનસંઘે સતત રાખવાની છે. - સાધ્વીજીની શક્તિ અને ભાવનાનો લાભ લેવાનું ભાવનગરના શ્રીસંઘે વિચાર્યું અને અમદાવાદમાં જે કાર્યનાં મંગલાચરણ થયાં હતાં, તે કાર્યની પરંપરાને કન્યાઓના બીજા સંસ્કાર-અધ્યયન-સત્ર રૂપે પોતાને આંગણે ચાલુ રાખી એ ખૂબ રાજી થવા જેવી બીના છે. ભાવનગર શહેર એની વિદ્યાપ્રીતિ, સાહિત્યરુચિ અને સાંસ્કારિતાને કારણે આગવું સ્થાન ધરાવે છે; અને ભાવનગરનો શ્રીસંઘ પણ એની દીર્ઘદર્શી કાર્યવાહીને લીધે જૈનસંઘોમાં મોભાભર્યું સ્થાન ધરાવે છે. સાધ્વીજી મહારાજે પણ દોઢસો જેટલી કન્યાઓને સંસ્કારિતાનું ભાતું આપવામાં જે ઉમંગ દાખવ્યો અને મોટે ભાગે એકલે Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ જિનમાર્ગનું જતન હાથે આ જવાબદારીને સફ્ળતાપૂર્વક પૂરી કરવામાં જે જેહમત ઉઠાવી તે માટે આપણે એમનો ઉપકાર માનવો ઘટે છે. આ દિશામાં આપણે જે કામ કરવાનું છે તે કામ આપણાં વિશાળ સાધ્વીસમુદાયથી સહેલાઈથી થઈ શકે એમ છે. એટલે અભ્યાસી, ભાવનાશીલ અને સંસ્કારદાતા ગુરુનું કાર્ય કરી શકે એવાં અન્ય શક્તિશાળી સાધ્વીજી મહારાજો આ કાર્યને આગળ વધારવા તૈયાર થાય એ જરૂરી છે. આથી બેવડો લાભ થવાનો છે: આપણી બહેનો અને કન્યાઓની સુયોગ્ય રીતે કેળવણી થશે અને સાધ્વીજી મહારાજોને પણ અભ્યાસ, ચિંતન અને મનનમાં વધુ આગળ વધવાની અને એકાગ્ર થવાની તક મળશે. આવાં કાબેલ અને વિદુષી સાધ્વીજી મહારાજ જે સાધુસમુદાયની આજ્ઞામાં હોય તે સમુદાય, વડીલ આચાર્ય આદિ મુનિરાજો આ માટે પ્રોત્સાહન આપવાની ઉદારતા દાખવે તો અવશ્ય આ કાર્યનો ઝડપથી વિસ્તાર થઈ શકે. સાધ્વીજી શ્રી નિર્મળાશ્રીજી પોતાના શાસ્ત્રાભ્યાસ અને વિદ્યા-અધ્યયનમાં આ રીતે આગળ વધી શક્યાં અને આવી ભાવના અને શક્તિ કેળવી શકયાં એમાં તેઓ જેમની આજ્ઞામાં છે તે સાધુસમુદાયના વડીલોએ દાખવેલ ઉદારતા, પૂરી પાડેલી સગવડ અને કરી આપેલ મોકળાશનો કંઈ નાનોસૂનો હિસ્સો નથી. કન્યાઓની કેળવણી માટે આવાં વધુ સત્રો યોજવાની જરૂર હોવા છતાં, તેમ જ એ માટે જવાબદારીપૂર્વક કામ કરી શકે એવાં કેટલાંક શક્તિશાળી સાધ્વીજીઓ આપણા સંઘમાં મોજૂદ હોવા છતાં, આ કાર્યનો વધુ વિસ્તાર કેમ નથી થતો એ વિચારવા જેવું છે. દા. ત., મુંબઈના કેટલાક મહાનુભાવોમાં આવાં સત્રો માટે ઘણો ઉત્સાહ પ્રવર્તે છે. તેઓ ઇચ્છત તો સાધ્વીજીશ્રી મૃગાવતીશ્રીજીની નિશ્રામાં આવું સત્ર અવશ્ય યોજી શકાત. એ જ રીતે શ્રી મયણાશ્રીજી (સૂર્યશિશુ), શ્રી વિચક્ષણાશ્રીજી તેમ જ બીજાં પણ એવાં સાધ્વીજીઓ છે, કે જેમનો ઉપયોગ આ કાર્યને આગળ વધારવા માટે આપણે અવશ્ય કરી શકીએ. (તા. ૧૧-૬-૧૯૬૬ અને તા. ૨૪-૬-૧૯૬૭) પૂ. નિર્મળાજીએ અમદાવાદમાં કન્યાઓનું પહેલું સંસ્કાર-અધ્યયન-સત્ર યોજ્યું ત્યારે એમની આ સત્પ્રવૃત્તિનો ઉત્તરોત્તર વધુ ને વધુ વિકાસ અને વિસ્તાર થતો રહેશે એવો ખ્યાલ શ્રીસંઘને ભાગ્યે જ આવ્યો હશે. પણ, આ પ્રવૃત્તિની અત્યાર સુધીની કાર્યવાહી ઉપરથી લાગે છે, કે એ વખતે આ કાર્યનું જે બીજ રોપાયું હતું તે ખમીરદાર હતું, અને એક બાજુ સાધ્વીજીની ભાવના તથા સૂઝ-સમજનાં અને બીજી બાજુ શ્રીસંઘની ઉદાર આર્થિક સહાય અને ઉલ્લાસભર્યા સંહકારનાં એવાં ખાતર-પાણી એના Page #286 -------------------------------------------------------------------------- ________________ સગુણવર્ધક ધાર્મિક શિક્ષણ અને ધાર્મિક શિક્ષકઃ ૬ ૨૬૩ ઉપર સીંચાતાં રહ્યાં, કે જેથી એ પ્રવૃત્તિનો શતદળ કમળની જેમ વિકાસ થયો; એટલું જ નહીં, કોઈ-કોઈ બીજા શક્તિશાળી સાધ્વીજી-મહારાજો પણ કન્યાકેળવણીની આ પ્રવૃત્તિનું અનુકરણ કરવા પ્રેરાયાં. બાર-તેર વર્ષ પહેલાં, જ્યારથી આ કાર્યની શુભ શરૂઆત સાધ્વીજીના માર્ગદર્શન નીચે અમદાવાદથી થઈ, ત્યારથી, એકાદ વર્ષના અપવાદ સિવાય, દર વર્ષે જુદાં-જુદાં સ્થાનોમાં કન્યાઓનું સંસ્કાર-અધ્યયન-સત્ર યોજાતું રહ્યું છે. એ રીતે ચાલુ વર્ષનું બારમું સત્ર, ગત મે-જૂન માસમાં, રાજસ્થાનના આપણા જાણીતા શ્રી લવધિ (ફ્લોધિ) પાર્શ્વનાથ તીર્થના મેડતારોડમાં યોજવામાં આવ્યું હતું. આ સત્ર દરમ્યાન સાધ્વીજી મહારાજને જે સુભગ અનુભવ થયો તેનું બહુ જ ટૂંકું વર્ણન મુંબઈના શ્રી જૈન ધાર્મિક શિક્ષણ સંઘની માસિક પત્રિકા જૈન શિક્ષણસાહિત્ય-પત્રિકાના ગત જૂન માસના અંકમાં “ગ્રીષ્મકાલીન શ્રી સંસ્કાર-અધ્યયન-સત્ર (કન્યા-શિબિરનો મારો અનુભવ' એ પોતાના લેખમાં સાધ્વીજીએ આપ્યું છે. સાધ્વીજીની ઉદાર દૃષ્ટિ અને અનાગ્રહવૃત્તિનો ખ્યાલ આ લેખના શરૂઆતના લખાણ ઉપરથી આવી શકે છે : જ્યારે અમે સત્રના આયોજન અંગેની પત્રિકા બહાર પાડી, ત્યારે કેટલીય ખરતરગચ્છની, સ્થાનકવાસી, તેરાપંથી તેમજ વૈષ્ણવ બહેનો મારી પાસે આવી અને મને પૂછ્યું: “શું આપ અમને સત્રમાં દાખલ કરશો?” “સ્થાનકવાસી છું” એમ એક બહેન બોલી. બીજી બોલી: “હું ખરતરગચ્છની છું.” ત્રીજીએ કહ્યું: “હું તેરાપંથી છું.' એમ ઘણી બહેનો આવી ગઈ. મેં દરેક બહેનને કહ્યું: “હું તમને બધાંને દાખલ કરીશ. મારે તમને સર્વ પ્રથમ માનવતાના પાઠ શિખવાડી સુશ્રાવિકા બનાવવી છે. તમને તીર્થકર ભગવાનનું સ્વરૂપ અને તેમની આજ્ઞા – તેમના સિદ્ધાંતોનું યથાર્થ દિગ્દર્શન કરાવવું છે, જેથી તમે તેમની આજ્ઞા સરળતાથી પાળી શકો; પછી તમને સૂઝે તેમ કરજો. તમે ભલે ગમે તે ગચ્છનાં હો, તમે તમારા ગચ્છની પ્રણાલિકા સાચવો તેમાં મને કંઈ વાંધો નથી. " સામાયિકની મહત્તા સમજાવતાં અને જૈનસંઘના જુદા-જુદા ગચ્છો અને ફિરકાઓની કન્યાઓને પોતપોતાની પદ્ધતિ પ્રમાણે સામાયિક કરવાની છૂટ અંગે તેઓ કહે છે – “સત્રના પ્રારંભમાં અમે બહેનોને સામાયિકમાં બેસવાનું કહીએ છીએ. જેથી તેઓને જ્ઞાન-ધ્યાન સાથે સામાયિકરૂપી આંશિક ચારિત્રની આરાધના થાય. હું સામાયિકનો અર્થ, તેની આવશ્યકતા, તેની ઉપયોગિતા સમજાવીને તેમને કહ્યું કે સામાયિકનો અર્થ છે સમભાવ – રાગદ્વેષને જીતવા. તમે કોઈ પણ વિધિથી સામાયિક કરો, પણ આ વસ્તુ તમારામાં આવે તે જ મારે તમને સમજાવવું છે. આ રીતે Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ જિનમાર્ગનું જતન સામાયિકનું ધ્યેય એક છે, તેનો ભાવ એક છે, પરંતુ અલગ-અલગ ગચ્છમાં પદ્ધતિઓ અલગ-અલગ છે. તમને રુચે તેમ કરો.” આવી છૂટ આપવાનું પરિણામ કેવું આવકારપાત્ર આવ્યું તે અંગે તેઓ લખે “પ્રારંભમાં સત્રના વર્ગોમાં ઘણી બહેનો સામાયિક લઈને બેસતી વખતે મુહપત્તી બાંધતી; કારણ, મેં આ બધી બહેનોને તેમના વિચારો મુજબ વર્તવાની છૂટ આપી હતી. તેથી ૮-૧૦ દિવસ પછી મોટા ભાગની બહેનો, બહુમતી વર્તન મુજબ, પોતાની ઇચ્છાનુસાર આરાધના તેમ જ અભ્યાસ કરતી થઈ ગઈ. આ બહેનો સામાયિકનું લક્ષ્ય શું છે તે સમજી ગયેલ. તેથી, પ્રમાદ ન સેવતાં જ્ઞાનધ્યાનમાં સમય પસાર કરતી. વળી બાહ્ય સ્થિતિની અપેક્ષાએ આંતરનિરીક્ષણમાં વિશેષ લક્ષ્ય અપાતું.” સાંપ્રદાયિક સંકુચિતતા અને કદાગ્રહનું પરિણામ કેવું અનિચ્છનીય આવત અને અત્યારે એકતાની ભાવનાની કેટલી જરૂર છે, તે સમજાવતાં તેઓએ બિલકુલ સાચું જ કહ્યું છે – મને ચોક્કસ ખાતરી છે, કે જો મેં આપણી રીતે ધર્મ-આરાધના કરવાનું કહ્યું હોત, તો કદાચ તે લોકો મારા આદેશ પ્રતિ વિરોધ બતાવત, જે મારા ધ્યેયને નુકસાન પહોંચાડત. સત્રના અંતે આ બધી બહેનો જાણે એક જ સંપ્રદાયની ન હોય તેમ લાગતી હતી. સંઘે વિસ્ત: 7 pો અર્થાત્ આ યુગમાં સંગઠન એ શક્તિ છે. સત્રના અનુભવ પછી મને આ સત્યની વિશેષ પ્રતીતિ થઈ.” અંતમાં આ પ્રવૃત્તિનું પરિણામ કેવું સારું આવ્યું, તેનો એક પ્રસંગ નોંધતાં તેઓ કહે છે – “આ સત્રમાં એક તેરાપંથી દીકરી, પણ દેરાવાસી કુટુંબની વહુ પણ દાખલ થઈ હતી. તે બહેનને દર્શન કરવાનો પણ કંટાળો આવતો, પણ મેં તેને દર્શન કરવા જવાનું દબાણ ન કર્યું. મેં સર્વ પ્રથમ ૮-૧૦ દિવસ આપણા તીર્થકર ભગવાનનું સ્વરૂપ, તેમના પ્રાતિહાર્યો (પ્રભાવો), તેમના અતિશયો અને તેમનો આપણા ઉપર અનન્ય ઉપકાર અંગે સમજાવ્યું. આથી તેમનો પૂજાતિશય સ્વાભાવિક રીતે સિદ્ધ થયો. ધીરેધીરે તેઓ દહેરાસરજી જતાં થયાં. પૂર્ણાહુતિ સમયે પોતાના શ્વસુરગૃહે ખૂબ જ આદરણીય બની ગયાં; કારણ, તેમને હવે દહેરાસર પ્રિય લાગતું હતું." સાધકના જીવનમાં, શરૂઆતમાં, ભલે અમુક પ્રવૃત્તિને વ્યાપક અને વિશેષ કલ્યાણકારી બનાવવાની દૃષ્ટિએ પણ જ્યારે ઉદારતા, અનાગ્રહવૃત્તિ અને ધર્મની મોકળે મને જ પ્રભાવના કરવાની ભાવનાને સ્થાન મળે છે, ત્યારે એ સમગ્ર જીવનની બધી ક્રિયાઓને આવરી લે છે; અને તેથી સાધકની સાધના એના પોતાના માટે વિશેષ લાભકારક બનવાની સાથે વિશેષ લોકોપકારક પણ બને છે. સાધ્વીજી Page #288 -------------------------------------------------------------------------- ________________ સદ્ગુણવર્ધક ધાર્મિક શિક્ષણ અને ધાર્મિક શિક્ષક : ૬, ૭ ૨૬૫ શ્રી નિર્મળાશ્રીજીનો ધમપદેશ જૈનસંઘ અને અન્ય વર્ગને માટે સમાન રીતે ઉપયોગી બની શકે છે તે મુખ્યત્વે તેઓના આ ગુણોને કારણે જ. એને લીધે ધર્મશિક્ષણ જેવા નીરસ ગણાતા વિષયને પણ કન્યાઓ રસ અને ઉત્સાહ સાથે ભણે છે. સાધ્વીજી અંતરની આવી વિશાળતા કેળવી શક્યાં એ કારણે, કે એમણે એમનાં ગુરુ-માતા સ્વ. સાધ્વીજી શ્રી સુનંદાશ્રીજી મહારાજની સાથે છેક કલકત્તા સુધી તેમ જ દેશના અન્ય પ્રદેશોમાં વિહાર કરીને વ્યાપક જનસમુદાયનો સંપર્ક સાધવાનો, એમનાં વલણો તથા સુખ-દુઃખને સમજવાનો અને એ સંદર્ભે જ એમને ધર્મનો માર્ગ સમજાવવાનો લાભ લીધો હતો. (તા. ૯-૯-૧૯૭૮) (૭) ધાર્મિક શિક્ષણનો આદર્શઃ એક જીવંત પ્રયોગ સમગ્ર જીવનને ધર્મમય બનાવે અને જીવનની એકેએક પ્રવૃત્તિમાં સુઘડતા, ન્યાય, નીતિ, પ્રામાણિકતા વગેરે ગુણોનું સિંચન કરે તે જ સાચું ધાર્મિક શિક્ષણ ગણાય. આ દૃષ્ટિએ અત્યારનું ધાર્મિક શિક્ષણ સાવ અપૂર્ણ અને એકાંગી બની ગયું છે, પણ અહીં લાંબા વિવેચનમાં ન ઊતરતાં, એક ભાઈ કે જે એ દિશામાં પ્રત્યક્ષ કામ કરી રહ્યા છે, એમના વિચારો જાણવા ઉપયોગી થઈ પડશે એમ સમજીને આ લખીએ છીએ. ભાઈ શ્રી હીરાલાલ મણીઆ મુંબઈ છોડીને પોતાના વતનને સેવાનું ક્ષેત્ર બનાવીને ત્યાં જઈને રહ્યા છે. ત્યાં તેઓ જે રીતે ધાર્મિક શિક્ષણનું કામ કરે છે તેનું થોડુંક વર્ણન તા. ૧૦-૧૦-૧૯૫૬ના જૈન જાગૃતિ માં છપાયું છે. એ વર્ણન એમના જ શબ્દોમાં રજૂ કરતાં પહેલાં “જૈન-જાગૃતિ'ના સંપાદકશ્રી લખે છે – જૈનશાળા એ માત્ર ધાર્મિક શિક્ષણ ગોખાવવાની કે સામાયિક-પ્રતિક્રમણ પોપટની જેમ પઢી જવાની શાળા નથી, પરંતુ આદર્શ જૈનત્વનાં બાળકોમાં બીજારોપણ કરવાની શાળા છે. આમ છતાં, જેનશાળાને ગોખણપટ્ટીની શાળા બનાવવી કે આદર્શ જૈનત્વનાં બીજારોપણની શાળા બનાવવી તે મુખ્યત્વે શિક્ષકની લાયકાત અને ધગશ પર નિર્ભર છે. “આપણા સમાજના જાણીતા કાર્યકર્તા ભાઈશ્રી હીરાલાલ મગીઆએ તાજેતરમાં મુંબઈને બદલે પોતાના વતનને સેવાનું ક્ષેત્ર બનાવ્યું છે તેનાથી “જેનજાગૃતિનો વાચકવર્ગ સુપરિચિત છે. તેઓ ત્યાં જૈનશાળામાં પણ કાર્ય કરી રહેલ છે” Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ જિનમાર્ગનું જતન હવે ભાઈશ્રી મગીઆ આ દિશામાં કેવો પ્રયત્ન કરી રહ્યા છે તે તેમના જ શબ્દોમાં વાંચીએ . “લગભગ ૫-૬૦ વિદ્યાર્થીઓ આવે છે. કોઈ પણ જાતનું ઈનામ વહેંચવામાં આવતું નથી. મને લાગે છે કે જૈનશાળામાં ઇનામનું પ્રલોભન હોવું જોઈએ નહિ. જૈનશાળામાં આવતાં બાળકો ચોખ્ખાઈ જાળવે, સ્વચ્છ અને સાદાં કપડાં પહેરે, સાદો ખોરાક લે તેવું વલણ કેળવવા પ્રતિ પ્રયત્ન થઈ રહ્યો છે. દેશ-દેશાવરોના સમાચારો અમુક દૃષ્ટિએ આપવા. બધા ધર્મો પ્રતિ સમભાવ કેળવાય, નાતજાતના ભેદભાવો બાળકોમાં પ્રવેશે નહિ. નીરોગી શરીર એ પ્રાથમિક બાબત છે, ને તે માટે બાળકોને વ્યાયામ પ્રતિ રુચિ વધે તેવા પ્રયત્નો થાય છે, અને બાળકોને આમાં ખૂબ રસ પડી રહ્યો છે એમ મને લાગ્યું છે. આ બધાની સાથે ધાર્મિક શિક્ષણ પ્રતિ પણ ખાસ લક્ષ અપાય છે. “આ રીતે જૈનશાળામાં બાળકો રસ લેતાં થાય અને જૈનશાળા બાળકોને વધુ ઉપયોગી બને તે માટે પ્રયોગો કરી રહ્યો છું.” ભાઈશ્રી મગીઆએ ઉપર જે કંઈ ટૂંકમાં કહ્યું છે તે ઉપરથી ધાર્મિક શિક્ષણ એટલે તંદુરસ્તીથી માંડીને સ્વચ્છતા, સુઘડતા અને મનની ઉદારતા કેળવીને જીવનને સંસ્કારમય બનાવનારું શિક્ષણ એવી એમની ક્રિયાશીલ સમજ ઊપસી આવે છે. ધાર્મિક શિક્ષણના આવા ઉચ્ચ આદર્શનો પ્રત્યક્ષ અખતરો કરવા બદલ ભાઈશ્રી મગીઓને અભિનંદન ઘટે છે. જ્યારે પણ ધાર્મિક શિક્ષણમાં આવી સર્વગ્રાહી જીવનદૃષ્ટિને સ્વીકારવામાં આવશે, ત્યારે એ શિક્ષણ માનવીનું સાચા અર્થમાં ધાર્મિક ઘડતર કરીને આદર્શ નાગરિકો પેદા કરશે એ કહેવાની જરૂર નથી. આ સમજણનો વ્યાપક સ્વીકાર થવો ઘટે. (તા. ૨૬-૧-૧૯૫૭). (૮) એક આદર્શરૂપ પાઠશાળા ધાર્મિક શિક્ષણ માટે આપણે ત્યાં ઘણી વિચારણા થતી રહે છે, અને ધાર્મિક પાઠશાળા કેવી હોવી જોઈએ અને એણે કેવી રીતે કામ કરવું જોઈએ એ અંગે પણ ઠીકઠીક ચર્ચા-વિચારણા થતી રહી છે. આવી સ્થિતિમાં “જેન શિક્ષણ-સાહિત્ય Page #290 -------------------------------------------------------------------------- ________________ સદ્ગુણવર્ધક ધાર્મિક શિક્ષણ અને ધાર્મિક શિક્ષક : ૮ ૨૬૭ પત્રિકા'ના સંપાદક શ્રીયુત ધીરજલાલ ટોકરશી શાહે પંજાબની “શ્રી આત્મવલ્લભ જૈન પાઠશાળા'નો “પંજાબની એક આદર્શ પાઠશાળા' એ શીર્ષકે જે વિગતવાર પરિચય એ પત્રિકાના ગત ફેબ્રુઆરી માસના અંકમાં આપ્યો છે, તે વાંચવો રસપ્રદ જ નહીં, પણ એ ક્ષેત્રના કાર્યકરોને ઉપયોગી થઈ પડશે; તેથી એ અમે અહીં સાભાર ઉદ્ભત કરીએ છીએ : શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી મહારાજે પંજાબના જૈનસમાજ માટે સ્થળે સ્થળે જૈનમંદિરો બનાવ્યાં, ત્યારે તેમના મનમાં એવી ભાવના હતી કે હવે આ મંદિરના સાચા પૂજારીઓ બનાવવા માટે સરસ્વતી-મંદિરોની સ્થાપના કરવી જોઈએ. તેમની એ ભાવનાને યુગવીર આચાર્ય શ્રીમદ્ વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજે આકાર આપ્યો, અને પંજાબમાં અનેક સ્થળે શાળાઓ, વિદ્યાલયો, કૉલેજ આદિ સંસ્થાઓની સ્થાપના થઈ. પરંતુ રાજ્યની પ્રણાલિકા અનુસાર આ સંસ્થાઓ માત્ર વ્યાવહારિક શિક્ષણ પૂરતી જ મર્યાદિત રહી; જ્યારે ગુજરાવાલાના શ્રી આત્માનંદ જૈન ગુરુકુલે વ્યાવહારિક શિક્ષણ ઉપરાંત ધાર્મિક શિક્ષણ પણ આપવા માંડ્યું અને તેમાં બહુ સારી પ્રગતિ કરી. અન્ય શબ્દોમાં કહીએ તો તેણે પંજાબમાં ધર્મભાવનાની એક અપૂર્વ લહરી પ્રકટાવી દીધી, અને તેથી સારો ય જૈન સમાજ પ્રભાવિત થયો. પરંતુ એવામાં પંજાબનું વિભાજન થયું અને એ સંસ્થા સમેટાઈ ગઈ. તેથી ઘણાને આઘાત લાગ્યો; પણ તેઓ સમસમીને બેસી રહ્યા અને હવે શું કરવું તેનો વિચાર કરવા લાગ્યા. આ વખતે લુધિયાનાના એક નવયુવક શ્રી માથ્થી શાહને વિચાર આવ્યો કે ધાર્મિક શિક્ષણ માટે હાલ કોઈ મોટી સંસ્થા સ્થાપી ન શકીએ તો નાની સંસ્થા સ્થાપવી; પણ તેના અભાવે સમાજના ધાર્મિક સંસ્કારોમાં ક્ષતિ તો ન જ આવવા દેવી. અને તેમણે માત્ર સેવાભાવથી પ્રેરાઈને ચાર વિદ્યાર્થીઓની સંખ્યાથી પાઠશાળા શરૂ કરી દીધી. “યુગવીર આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજને આ વાતની ખબર પડી, ત્યારે તેઓ ખૂબ પ્રસન્ન થયા અને આ પાઠશાળાને વ્યવસ્થિત રૂપ આપવાની સૂચના કરી. પરિણામે સને ૧૯૫૧ના ઓગસ્ટની ૧૪મી તારીખે ૨૦ વિદ્યાર્થીઓની સંખ્યા સાથે “શ્રી આત્મવલ્લભ જૈન પાઠશાળા નામની સંસ્થાની સ્થાપના થઈ અને ઉત્તરોત્તર પ્રગતિ કરવા લાગી. આજે એ પાઠશાળામાં ૮૨ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને જૈનધર્મનું ઉચ્ચકોટિનું શિક્ષણ પામી રહ્યા છે. “આ પાઠશાળા રાત્રે દોઢ કલાક કામ કરે છે અને તેમાં ચાર શ્રેણીઓ છે, જેમાં ચૈત્યવંદન, દેવપૂજા, સામાયિક અને પ્રતિક્રમણ ઉપરાંત જૈનધર્મના ઊંડા તત્ત્વજ્ઞાનની શિક્ષા આપવામાં આવે છે. તેમ જ કર્મસિદ્ધાંત, ગુણસ્થાન, પ્રમાણ તથા જૈનદર્શનના કઠિન વિષયોનો પણ પરિચય કરાવવામાં આવે છે. આ અભ્યાસક્રમ માટે Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ જિનમાર્ગનું જતન જૈન તત્ત્વપ્રભા' નામનું ૨૩૦ પૃષ્ઠનું એક પુસ્તક બહાર પાડવામાં આવ્યું છે, જે માત્ર રૂ. ૧-૨૫ ન. પૈ. થી મળી શકે છે. * “ખાસ નોંધપાત્ર બીના તો એ છે કે વિદ્યાર્થીઓને વ્યવસ્થિત જ્ઞાન આપવા મેનેજર ઉપરાંત નીચેના છ શિક્ષકો કામ કરી રહ્યા છે, અને તે બધા જ અવૈતનિક છે, એટલે કે માત્ર સેવાભાવથી શિક્ષણ આપે છે: (૧) શ્રી બલદેવરાજજી – મેનેજર, (૨) શ્રી માથ્થી શાહજી – મુખ્ય શિક્ષક, (૩) શ્રી રાજકુમારજી – બી.એ., (૪) ગુણચંદજી – સાહિત્યરત્ન, (૫) શ્રી ત્રિભુવનકુમારજી, (૬) શ્રી મહેન્દ્રકુમારજી “મસ્ત', (૭) શ્રી હીરાલાલજી. આ બધા શિક્ષકો સંસ્કારી છે, ઊંચી કેળવણી પામેલા છે અને પોતપોતાના . વિષયનું બરાબર શિક્ષણ આપે છે. ૮૨ વિદ્યાર્થીઓ અને સાત શિક્ષકો એટલે વર્ગવ્યવસ્થામાં કોઈ જાતની ખામી આવતી નથી. અમને નોંધ લેતાં આનંદ થાય છે કે આ પાઠશાળા આસપાસના પ્રદેશમાં ધર્મપ્રચાર માટે પણ પ્રવૃત્તિ કરે છે, અને તેના શિક્ષકો પર્યુષણના દિવસોમાં કલ્પસૂત્ર વાંચવા માટે અન્ય શહેરોમાં જાય છે. આ પાઠશાળામાં ધાર્મિક શિક્ષણ ઉપરાંત વ્યાવહારિક શિક્ષણ પણ આપવામાં આવે છે, અને તેથી વિદ્યાર્થીઓને ત્યાં આવવાની ખૂબ હોંશ રહે છે. માતાપિતાઓ પણ એ રીતે તેની ખૂબ ઉપયોગિતા સમજે છે; એટલે હાજરી દિનપ્રતિદિન વધતી જાય છે. આ પાઠશાળા તરફથી જે કેટલાંક પત્રકો કાઢવામાં આવ્યાં છે, તે અહીંની પાઠશાળાઓ માટે માર્ગદર્શક છે; દાખલા તરીકે : તેનું ધર્મશિક્ષા-ઉન્નતિપત્ર; તેમાં વિદ્યાર્થીના ચારિત્રને લગતી સોળ કલમો છે, અને તેના ઉત્તર દર મહિને વાલીએ આપવાના હોય છે. “એકંદર આ પાઠશાળા એક આદર્શ પાઠશાળા છે, અને તેમાંથી બીજી પાઠશાળાઓએ ઘણો ધડો લેવા જેવો છે. અમે તેની પ્રતિદિન ઉન્નતિ ઇચ્છીએ છીએ અને તેને અવૈતનિક સેવા આપનાર શિક્ષકોને પુનઃ પુનઃ ધન્યવાદ આપીએ છીએ.” આ વર્ણન ઉપરથી આ ક્ષેત્રના કાર્યકરોએ તેમ જ ધાર્મિક શિક્ષણના સહુ કોઈ ચાહકોએ શું બોધપાઠ લેવાની જરૂર છે એ વાત આપોઆપ સમજાઈ જાય એવી છે. આનો સાર એ છે કે આ કામ બીજાઓને ભળાવી દેવા જેવું નહીં, પણ જાતે રસ લઈને આગળ વધારવા જેવું છે. આપણી પાઠશાળાના સંચાલકો, આ ક્ષેત્રના કાર્યકરો અને ધાર્મિક શિક્ષણના સહુ પ્રેમીઓ આ રીતે વિચારતા અને કામ કરતા થાય તો કેવું સારું ! (તા. ૪-૫-૧૯૬૩) Page #292 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક દ્રવ્ય (૧) સાધારણ ખાતુંઃ સમસ્યા અને ઉકેલ આવક કરતાં ખર્ચ જેમાં નિરંતર વધારે થયા જ કરતું હોય એવાં આપણાં ધાર્મિક ખાતાઓમાં સાધારણ ખાતાનું નામ મોખરે આવે એમ છે. એ ખાતામાં હંમેશાં તોટો જ દેખાયા કરે છે. એક જણ પૂરે અને સાત જણ વાપરે એવી સાધારણ ખાતાની સ્થિતિ છે. અંતે આવી જ સ્થિતિ ચાલુ રહે તો એ ખાતાની આખરે શી હાલત થાય તે સમજવું મુશ્કેલ પડે એમ નથી. એટલે આપણા મધ્યમવર્ગની હાલતની જેમ આપણું સાધારણ-ખાતું પણ દિવસે-દિવસે કમજોર થતું જાય છે. એટલે આ સ્થિતિને વધુ કથળતી અટકાવવા માટે તત્કાળ કંઈક ને કંઈક તો કરવું જ જોઈએ એમ અમને ચોક્કસ લાગે છે. સાધારણ ખાતામાંથી સંઘનાં બધાં અંગોને પોષણ મળતું હોવાથી, તેમ જ એક યા બીજા કારણે એ ખાતામાંથી નાણું ખેંચવાની જરૂર પડતી હોવાથી કેટલાંક ગામોમાં તો આ ખાતું બીજા ખાતાંઓનું દેવાદાર થયું છે, ખાસ કરીને દેવદ્રવ્યનું જ એ દેવાદાર બને છે. તો પછી આ ખાતાં સરભર કેવી રીતે થઈ શકશે એ ચિંતાનો વિષય બની ગયો છે. વળી સાધારણ ખાતાની સાર્વત્રિક જરૂરિયાત આટલી મોટી હોવા છતાં અને એમાંથી સગવડ કરતાં પણ વધારે નાણાં ઉપાડવાની જરૂર પડતી હોવા છતાં એ ખાતાને સધ્ધર બનાવવા તરફ કોઈનું ધ્યાન જેટલા પ્રમાણમાં જવું જોઈએ એટલા પ્રમાણમાં નથી ગયું એ સમાજના હિતની દષ્ટિએ ચિંતા ઉપજાવે એવી સ્થિતિ છે. આપણે ત્યાં કોઈ પણ ખાતામાં નાણું મોટે ભાગે સાધુ-મુનિરાજોના ઉપદેશથી જ શ્રીમંતો પાસેથી મળે છે; આ બેના સહકાર વગર નાણું મેળવવું ભારે મુશ્કેલ કામ છે. અને છતાં આપણા ઘણા ઓછા શ્રીમંતો અને કોઈક જ ધર્મગુરુનું ધ્યાન આ વાત તરફ દોરાયું છે. પણ જો આપણે સમાજનું સારી રીતે જતન કરવું હશે, તો સાધારણ ખાતાને સધ્ધર બનાવ્યા વગર આપણો છૂટકો નથી. દેવદ્રવ્યને સધ્ધર રાખવાના આપણે જેમ Page #293 -------------------------------------------------------------------------- ________________ જિનમાર્ગનું જતન અનેક ઉપાયો શોધી કાઢ્યા છે, તેમ સાધારણ-ખાતા માટે પણ કંઈક ઇલાજ આપણે શોધી કાઢવો પડશે. જો લોકમાનસને સાચી દિશામાં વાળવામાં આવે, તો કોઈ પણ જાતના દબાણ વગર, કેવળ વસ્તુસ્થિતિની સાચી સમજૂતીથી એ નવી દિશામાં પ્રયાણ કરવા માટે કેવું તત્પર રહે છે એ વાત, તાજેતરમાં ઘાટકોપર (મુંબઈ) ખાતે પૂ. આ. મ. શ્રી વિજયવલ્લભસૂરિજીની નિશ્રામાં થયેલ ઉપધાન-તપની માળા પહેરાવવાની બોલીની મોટા ભાગની આવક સાધારણ ખાતે લઈ જવામાં આવી તે બીના ઉપ૨થી બરાબર સમજી શકાય છે. તા. ૧-૨-૧૯૫૪ના ‘સ્વયંસેવક’માં છપાયેલ એ અહેવાલ આ સંબંધમાં જાણવા જેવો હોવાથી અહીં ઉદ્ધૃત કરીએ છીએ ઃ પોષ વદ ૫ ને રવિવાર બપોરે ઘાટકોપરના વિજ્યાનંદનગરમાં ઉપધાનની માળની બોલી બોલવાની જાહેરાત થઈ ચૂકી હતી. વચલો મંડપ ચતુર્વિધ સંઘની હાજરીથી ભરપૂર હતો. આચાર્યશ્રી સમુદ્રવિજયજી ત૨ફથી મંગલાચરણ સંભળાવવામાં આવ્યું. એ પછી કાર્યવાહક શ્રીયુત જેઠાલાલે જણાવ્યું કે શ્રી આદીશ્વરજી દેરાસરના ટ્રસ્ટીઓએ ઠરાવ્યું છે કે બોલી રૂપિયામાં બોલાશે, અને બોલનારની ઇચ્છા પ્રમાણે દેવદ્રવ્ય-ખાતે અગર સાધારણ ખાતે લઈ જવાશે. પછી ઉછામણી શરૂ થઈ અને પહેલી માળ રૂ. ૨૫૫૧/-માં ગઈ. નામ લખાયા પછી પૂછવામાં આવ્યું કે કયા ખાતામાં લખવી ? તરત જ જ્વાબ મળ્યો – સાધારણ ખાતામાં. ન તો વિરાજમાન મહારાજનો ઉપદેશ હતો કે ન તો કોઈ પ્રકારનો પૂર્વથી પ્રચાર હતો, અથવા તો ‘સાધારણમાં જ આપો’ એવો આગ્રહ હતો. બોલનારની ઇચ્છા કે ભાવના અગ્રપદે હતી. માળા પહેરનારની સંખ્યા ૨૦૫, બોલીની ઊપજ લગભગ તેત્રીંશ હજાર, એમાં દેવદ્રવ્યખાતે છવીસસો રૂપિયા, જ્યારે સાધારણ ખાતે સવાએકત્રીસ હજાર નોંધાયા. એનું કા૨ણ દેવદ્રવ્યનું મહત્ત્વ ઓછું છે એ નહીં, પણ સાધારણખાતું એ એક જ એવું છે કે જેમાંથી પ્રભુકથિત સાતે ક્ષેત્રોને પોષી શકાય તે છે. યુગની હાકલ સંકુચિત ક્ષેત્ર કરતાં વિશાળ મર્યાદાવાળાને પુષ્ટ કરવાની છે, કે જેથી જરૂર પડ્યે દોષાપત્તિનો સંભવ ન રહે અને સીદાતા કે સહાયની અગત્યવાળા ક્ષેત્રને સિંચન મળે,’ (તા. ૧૩-૨-૧૯૫૪) ૨૭૦ (૨) દેવદ્રવ્યના સતત ઉપયોગની જરૂર આપણા શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘમાં દેવદ્રવ્ય તથા સાધારણ ખાતું – એ બંને ખાતાંઓ શાસનની રક્ષા, વૃદ્ધિ અને પ્રભાવના માટેનાં ખાતાં છે; અને, પરિસ્થિતિ Page #294 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક દ્રવ્ય : ૨ અને જરૂરિયાત પ્રમાણે, બંને ખાતાંની પુષ્ટિ કરવાનું જણાવવામાં આવ્યું છે. દેવદ્રવ્યનો ઉપયોગ જિનપ્રતિમા અને જિનમંદિરના નવનિર્માણ તેમ જ જીર્ણોદ્ધાર પૂરતા મર્યાદિત ક્ષેત્રમાં જ કરવાની પરંપરા આપણે ત્યાં પ્રસ્થાપિત થઈ છે. જ્યારે સાધારણ ખાતાનો ઉપયોગ જૈન શાસનનાં સાતે અંગોની રક્ષા અને પુષ્ટિ માટે કરવાનું કહેવામાં આવ્યું છે. આ રીતે ખર્ચની દૃષ્ટિએ વિચારતાં દેવદ્રવ્યનું ક્ષેત્ર મર્યાદિત છે, જ્યારે સાધારણ ખાતાનું ક્ષેત્ર ઘણું જ વિશાળ છે; આમ છતાં આવકની દૃષ્ટિએ સ્થિતિ બિલકુલ ઊંધી છે : દેવદ્રવ્યમાં જરૂરિયાત કરતાં ઘણી મોટી આવક થતી રહે છે, જ્યારે સાધારણખાતામાં ઘણીઘણી મહેનત કરવા છતાં જરૂરિયાતને પૂરી કરી શકાય એટલી આવક પણ ઘણે ઠેકાણે થઈ શકતી નથી. પરિણામે, ઘણાં સ્થાનોમાં સાધારણ ખાતું ડૂબતું રહે છે અને એને દેવદ્રવ્ય કે બીજા ખાતાના દેવાદાર બનવું પડે છે. મોટા ભાગનાં સ્થાનોની સ્થિતિ આવી નબળી અને ચિંતા ઉપજાવે એવી છે. આ દેવું સરભર થઈ શકે, અથવા સાધારણ ખાતાને બીજા કોઈ ખાતાના દેવાદાર બનવું ન પડે એવી કાયમી વ્યવસ્થા થવાની જરૂ૨ તરફ આપણા સંઘનાયકોનું ધ્યાન જવું હજી પણ બાકી છે એ આપણી સંઘવ્યવસ્થાની કરુણતા અને એકાંગિતા સૂચવે છે. પણ એ વાત જવા દઈએ, અને અત્યારે દેવદ્રવ્યનો ઉપયોગ કરવાની બાબતમાં આપણે ત્યાં જે ઉદાસીનતા અને ખાસ કરીને જે લોભદૃષ્ટિ કે સંગ્રહશીલ વૃત્તિ પ્રવર્તે છે, અને એના લીધે આપણાં પવિત્ર તીર્થસ્થાનો અને જિનમંદિરોની સાચવણીમાં તેમ જ એમના જીર્ણોદ્ધારના કામમાં જે ખામી આવી ગઈ છે, એનો જ થોડો વિચાર કરીએ. આ વિચારવાનું એક નિમિત્ત અમને મળ્યું છે. લાખાબાવળથી પ્રગટ થતા ‘શ્રી મહાવીર–શાસન' માસિકના તા. ૧-૧૦-૧૯૬૯ અંકમાં ‘દેવદ્રવ્ય અને જીર્ણોદ્ધા૨' નામે વિચાપ્રેરક અગ્રલેખ તરફ અમારું ધ્યાન ગયું છે. આ અગ્રલેખમાં આ બાબત અંગે વર્તમાનમાં જે પરિસ્થિતિ પ્રવર્તે છે, તેનું સાચું ચિત્ર રજૂ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. એમ કહી શકાય, કે જેમ એક જ તીર્થની કે દેરાસરની પેઢીમાં દેવદ્રવ્યનું ખાતું તરતું હોય છે અને સાધારણ ખાતું દેવાદાર હોય છે, તેમ એક જ પ્રદેશમાં (કે ક્યારેક એક જ સ્થાનમાં) આવેલ એક તીર્થસ્થાન કે જિનમંદિરમાં દેવદ્રવ્યની આવક જરૂ૨ ક૨તાં વધારે હોય છે, ત્યારે બીજા જિનમંદિર કે તીર્થની આવક ખર્ચ કરતાં એટલી ઓછી થાય છે કે એની સાચવણી કરવાનું પણ મુશ્કેલ બની જાય છે; પછી એના જીર્ણોદ્ધારની તો વાત જ શી કરવી ? પરિણામે કેટલાંય જિનમંદિરો ધ્વસ્ત થઈ જાય છે કે કોઈક તીર્થક્ષેત્રને નામશેષ થઈ જવું પડે છે. આમ થવામાં મોટે ભાગે આપણી લોભદૃષ્ટિ અને સંગ્રહશીલ વૃત્તિ જ જવાબદાર છે. આ અંગે ‘શ્રી મહાવીર શાસન'ના ઉપર્યુક્ત અગ્રલેખમાં સાચું જ કહેવામાં આવ્યું છે ૨૭૧ - Page #295 -------------------------------------------------------------------------- ________________ જિનમાર્ગનું જતન “વર્તમાન પરિસ્થિતિનો વિચાર અને ચિંતન કરતાં દેવદ્રવ્ય અને જિનમંદિરોના જીર્ણોદ્ધાર માટે ઘણી જ વિષમ પરિસ્થિતિ છે. “દેવદ્રવ્ય એ શ્રી જૈનસંઘમાં સદા ય આવકનું સ્થાન પ્રાપ્ત કરે છે, અને નાના યા મોટા દરેક જિનમંદિરમાં ઓછાવત્તા પ્રમાણમાં આવક થવા પામે છે; કોઈ જગ્યાએ સામાન્ય તો કોઈ જગ્યાએ ઠીક પ્રમાણમાં દેવદ્રવ્ય જમે છે. જે પ્રમાણે આવક છે, તે પ્રમાણે તેનો સદુપયોગ-વ્યય પ્રાયઃ ઓછી જગ્યાએ છે; એટલું જ નહિ, પરંતુ આ દ્રવ્યની પોતાને ત્યાં જરૂર ન હોય, છતાં મંદિરના જીર્ણોદ્ધાર આદિમાં ખરચાતું નથી અને બેંકમાં વ્યાજ ઉપજાવવા તરફ ટ્રસ્ટીઓ લલચાય છે તે બરાબર નથી. પોતાને ત્યાં જરૂર ન હોય તો બીજે આપવાની સ્વયંબુદ્ધિ પ્રાયઃ ક્યાંક જ હોય છે . કોઈ આચાર્ય આદિ મુનિરાજની પ્રેરણા કે શરમથી, અગર કોઈ આગેવાન કે ઓળખીતાની શરમથી થોડું-થોડું અપાય છે. પરંતુ તેમાં જીર્ણોદ્ધારમાં એ દેવદ્રવ્યનો સદુપયોગ ક૨વાની હોંશ કે ઉલ્લાસ પ્રાયઃ ઓછી જગ્યાએ હોય છે. આમ દેવદ્રવ્ય એ આવકથી સધ્ધર ખાતું હોવા છતાં, તેના ઉપયોગ માટે જોઈએ તેવી સ્થિતિ નથી. બીજી બાજુ જિનમંદિરો અનેક સ્થળે ખૂબ જીર્ણોદ્ધાર માગી રહ્યાં છે. પોતાના ગામમાં પણ રકમ પડી હોવા છતાં ઘણી જગ્યાએ જીર્ણોદ્ધાર થતો નથી. દેવદ્રવ્યને આમ પૂરી રાખવા જેવું બન્યું છે. આજે એક અબજ રૂપિયા જીર્ણોદ્ધાર માટે ખરચવા હોય તો ય જીર્ણોદ્ધાર માટે પૂરા ન થાય.” કોઈ પણ તીર્થસ્થાન કે જિનમંદિર જીર્ણશીર્ણ કે નામશેષ થઈ જવાનું મુખ્ય કારણ તે-તે સ્થાનમાંથી જૈનધર્મના અનુયાયીઓનું અસ્તિત્વ ભૂંસાઈ જવું એ છે; અને દેશના અનેક ભાગોમાં આવેલાં આપણાં તીર્થો અને જિનમંદિરોના ધ્વસ્ત અવશેષો એ વાતની સાખ પૂરે છે, અથવા કહો કે એ વાતની ફરિયાદ કરે છે કે અમને માનનારાપૂજનારાઓનું અસ્તિત્વ ન રહ્યું અને અમે પણ સ્મૃતિશેષ બની ગયા ! એટલે ધર્મને અને ધર્મસ્થાનોને ટકાવી રાખવાનો એકમાત્ર સાચો અને સચોટ ઉપાય ધર્મના અનુયાયીઓને ટકાવી રાખવા અને એમને શક્તિશાળી બનાવવા એ જ છે. છેવટે તો કોઈ પણ ધર્મના અનુયાયીઓની શક્તિ કે અશક્તિ જ તે તે ધર્મની શક્તિ કે અશક્તિ બની રહે છે અને એમની નાબૂદી ધર્મની નાબૂદીનું નિમિત્ત બની જાય છે. પણ એની વિશેષ ચર્ચા અહીં પ્રસ્તુત નથી એટલે એ વાત જતી કરીએ. જેમ અનુયાયીઓના અભાવમાં તીર્થસ્થાનની અને જિનમંદિરની હસ્તી જોખમમાં મુકાઈ જાય છે, તેમ જીર્ણોદ્ધાર માટેની જરૂરી આર્થિક સગવડના અભાવમાં પણ આવાં ધર્મસ્થાનો વેરાન બની જાય છે; આવા દાખલા પણ જોઈએ તેટલા મળી શકે એમ છે. એક બાજુ એક ધર્મસ્થાનમાં દેવદ્રવ્ય સારા પ્રમાણમાં જમે હોય અને બીજી બાજુ ૨૭૨ Page #296 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક દ્રવ્ય : ૨ ૨૭૩ જરૂરી સહાય વગર અન્ય ધર્મસ્થાન જીર્ણશીર્ણ બની જાય એ સાચી ધર્મભાવનાને ક્યારે પણ ન શોભે એવી સ્થિતિ છે. અને અત્યારે આવી શોચનીય સ્થિતિ પ્રવર્તે છે એ એક હકીકત છે. દેવદ્રવ્યનું રોકાણ ચાંદી, દાગીના કે બેંકોમાં ન કરતાં જરૂરી કામોમાં એનો ઉપયોગ કરી લેવાનું ભારપૂર્વક સૂચન કરતાં આ અગ્રલેખ કહે છે – હાલની પરિસ્થિતિ દેરાસરમાં દ્રવ્ય સંગ્રહી રાખવા જેવી નથી અને દેવદ્રવ્ય બેંક આદિમાં રાખી દઈને વ્યાજ ઉત્પન્ન કરવા જેવી પણ નથી – આ વાત હાલના ટ્રસ્ટીઓ ન સમજતા હોય તેવું મનાય નહિ. હાલની સ્થિતિમાં દેવદ્રવ્યની રકમ આવે અને ખરચાઈ જાય તેવાં ઉત્તમ ઉપાય અને વ્યવસ્થા કરવા જેવા છે. ચાંદી આદિ કે દાગીના વગેરે બહુ કરાવીને રાખવા એ પણ હાલ ઠીક નહિ લાગે. ખરેખર જ્યાં જરૂર હોય, ત્યાં – પછી પોતાના ગામના જિનમંદિરમાં કે બહારગામના જિનમંદિરના નવનિર્માણ કે જીર્ણોદ્ધારમાં – દેવદ્રવ્યનો ઉપયોગ કરી લેવો જોઈએ. જો પોતાના ગામમાં સામાન્ય રીતે જરૂર ન હોય, તો બહારગામ જીર્ણોદ્ધાર આદિમાં જરૂર હોય ત્યાં આપવું જોઈએ. તેમ છતાં જો તેવા પ્રકારની ઉત્તમ ભાવના ન જાગે, તો પોતાના ગામના જિનમંદિરને આરસ આદિ ચોડાવી ૨૦૦-૫૦૦ વર્ષ સુધી કંઈ જોવું-સમરાવવું ન પડે તેવું બનાવી દેવું જોઈએ, અને એ રીતે પણ જે હેતુ માટે પ્રાપ્ત થયેલ દ્રવ્ય છે તેનો સદુપયોગ કરી લેવો જોઈએ એ અત્યારે ખૂબ જરૂરી છે. “આ વાત દરેક સંઘે, જ્યારે એકત્ર થાય ત્યારે વિચારવા જેવી છે, અને જેઓ આ બાબતમાં પૂરો રસ લેતા હોય તેઓએ વિવેકપૂર્વક પોતપોતાના સંઘમાં પ્રયત્ન કરીને, સમજાવટ કરીને દેવદ્રવ્ય તેમ જ જ્ઞાનદ્રવ્ય આદિનો સદ્દગુરુના ઉપદેશ મુજબ યોગ્ય ઉપયોગ કરી લેવો જોઈએ.” આ લખાણમાં “શ્રી મહાવીર-શાસને દેવદ્રવ્યના એક યા બીજા રૂ૫ના રોકાણ સામે જે ચેતવણી આપી છે, તે વાસ્તવિક છે, અને આ દ્રવ્યનો સતત ઉપયોગ કરી લેવાની એની ભલામણ શાસનના પોતાના જ લાભ ની વાત કહી જાય છે એમાં શંકા નથી. અંતમાં દેવદ્રવ્યનો ઉપયોગ જિનમંદિરોના જીર્ણોદ્ધારમાં કરવા અંગેની યોજનાની થોડીક રૂપરેખા આપતાં તેમ જ આ કાર્યને પ્રોત્સાહન આપવાની શ્રીસંઘોને અને મુનિરાજોને ભલામણ કરતાં શ્રી મહાવીર-શાસન' કહે છે – “નાનાં-નાનાં ક્ષેત્રોમાં જિનમંદિરોના જીર્ણોદ્ધાર માટે ૨૦૦-૪૦૦ ગામો તૈયાર થાય, કે ol કે ૧ ટકો આપણે દેવદ્રવ્યમાંથી જીર્ણોદ્ધાર માટે આપવો, તો આવાં કામો ઘણી સહેલાઈથી થઈ શકે. દા.ત. એક જિનમંદિરના નિર્માણ કે જીર્ણોદ્ધારનું પ્લાન Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ જિનમાર્ગનું જતન ૨૦,૦૦૦ (વીશ હજાર)નું છે, તો (ના ટકો આપનારે ૧૦ રૂ. અને ૧ ટકો આપનારે ૨૦) રૂ. તે જિનમંદિર માટે આપવાના રહે, અને ટીપે-ટીપે સરોવર ભરાય' તે મુજબ આવાં કાર્યો સારી રીતે થઈ જાય. આ વાત પણ સારી આવકવાળા સંઘોએ ખાસ વિચારવા જેવી છે, અને આ રીતે કરવા તૈયાર થનારા સંઘોએ ભારતના શ્રીસંઘોમાં તે જાતની ઉદ્દઘોષણા કરવી જોઈએ; અને એમ જો થાય તો તેવા સંઘો દિવસે-દિવસે વધવા માંડશે, અને એ રીતે જૈન સંસ્કૃતિના ભવ્ય વારસારૂપ અને ભવ્ય સંદેશરૂપ શ્રી જિનમંદિરો ચિરંજીવ બનશે. “આ વાત ચાતુર્માસ-સ્થિત પૂજ્ય મુનિરાજ શ્રીસંઘમાં સમજાવે, અને વિશેષ ધ્યાન દોરે, તેમ જ શ્રીસંઘો પણ આ વાતને સમજે, તો જરૂર શ્રી જૈનશાસનના ઇતિહાસમાં એક સુંદર પાનું ઉમેરાશે, કલ્યાણની એક જ્યોતિ જલશે.” એમ કહેવું જોઈએ કે “શ્રી મહાવીર-શાસને આ અગ્રલેખ લખીને એક ઉપયોગી, બહુ મહત્ત્વની અને તત્કાળ ધ્યાન આપવા જેવી બાબત તરફ શ્રીસંઘનું ધ્યાન દોર્યું છે. એક બાજુ દેવદ્રવ્ય જમે હોય, અને બીજી બાજુ જીર્ણોદ્ધારની જરૂરવાળાં જિનમંદિરો માટે ખર્ચ કરવામાં ન આવે એ તો છતે પૈસે દ%િ રહેવા જેવો કે છતે અને ભૂખે મરવા જેવો ગુનો છે. અહીં એ જાણવું ઉપયોગી થઈ પડશે, કે અમદાવાદમાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના સહકારમાં શ્રી જીર્ણોદ્ધાર-કમિટી જિનમંદિરોના જીર્ણોદ્ધારનું નમૂનેદાર કામ કરી રહી છે. જેઓ જીર્ણોદ્ધારનું કામ કરવા માગતા હોય તેઓને એ માટે દરેક જાતની સલાહસૂચના અને માર્ગદર્શન મળી રહે એમ છે. કહેવાનો સાર એ છે, કે લોભદૃષ્ટિથી મુક્તિ એ ધર્મના ઉપદેશનો અને આત્મસાધનાનો સાર છે. એ લોભદૃષ્ટિને શાસનરક્ષાના કાર્યની આડે આવવા દેવી અને દેવદ્રવ્યનો સતત ઉપયોગ કરવાને બદલે એનો સંગ્રહ કરવાના મોહમાં પડવું એ ધર્મમાર્ગને નહીં સમજવા જેવી ભૂલ છે. (તા. ૧૭-૧-૧૯૭૦) (આ લોભ અને અવજ્ઞાનો ઇતિહાસ પણ કેટલો જૂનો છે તે આંસુ આવે તેવા નીચેના વૃત્તાંતમાં પ્રતિબિંબિત થાય છે:). બે દિવસ પહેલાં જ પુરાતત્ત્વાચાર્ય શ્રી જિનવિજયજીને મળવાનું થતાં, તેમની પાસેથી રાજસ્થાનમાંનાં આપણાં અતિપ્રાચીન જિનમંદિરોની બિસ્માર હાલતનું જે વર્ણન સાંભળ્યું, તે જાણે આપણી ધર્મ-ધગશને અને આપણા ધર્માનુરાગને પડકારતું હોય એવું લાગ્યું. એ સાંભળતાં, મનમાં, આપણે ક્યાં હતા, ક્યાં પહોંચ્યા અને કયાં જઈ રહ્યા છીએ એ સંબંધી અનેક વિચારો ઉદ્દભવ્યા વગર ન રહ્યા. Page #298 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક દ્રવ્ય : ૨ ૨૭૫ શ્રી મુનિજી “રાજસ્થાન પુરાતત્ત્વ મંદિરના અધ્યક્ષપદે નિયુકત થયા ત્યારથી તો રાજસ્થાનની શિલ્પ-સ્થાપત્ય-સમૃદ્ધિ જાણે તેમના અંતરમાં રમ્યા જ કરે છે. મેં આ પરિભ્રમણની વધુ વિગત પૂછતાં તેઓએ કહ્યું – આબુના પ્રશ્નના કારણે રાજસ્થાનના કાર્યકર્તાઓ ને વિદ્વાનોના એક જૂથે સાથે અમે આબુની આસપાસના પ્રદેશમાં એક અઠવાડિયા લગી પગપાળા પ્રવાસ ગોઠવ્યો હતો. આ પ્રવાસમાં રેગિસ્તાન ગણાતા રાજસ્થાનમાં પણ કોઈ-કોઈ સ્થળે કાશ્મીરની ભૂમિની સ્મૃતિ ગવે એવી રમ્ય કુદરત છુપાયેલી છે, એનું દર્શન કરવાનો સુઅવસર સાંપડી ગયો, ને મન એક પ્રકારનો આલાદ અનુભવી રહ્યું. પણ આ પ્રવાસમાં જૈન મંદિરોની જે દશા જોવા મળી, તેણે આ આહલાદને વિષાદમાં પલટાવી નાખ્યો. એ વિશાળ ભવ્ય સ્મારકોની હાલત તરફ મારા સાથીદારોનું ધ્યાન દોરતાં મેં મિત્રભાવે તેઓને ઠપકો પણ આપ્યો. જ્યારે હું મારા સાથીઓને આવો ઠપકો આપતો હતો, ત્યારે આખો જૈનસંઘ મારી દૃષ્ટિ સમક્ષ ખડો થયો. મને થયું, આ સાથીઓને કહ્યું તે તો બરાબર, પણ જૈનસંઘ પણ આ માટે ઓછા ઠપકાને પાત્ર ન ગણાય. આવાં અનેક ધ્વસ્ત મંદિરો અત્યારે મારા સ્મૃતિપટ ઉપર અંકાઈ ગયાં છે; પણ બે મંદિરોનું દશ્ય તો મનમાંથી કેમે કરી દૂર થતું નથી – વારેવારે એના જ વિચારો આવ્યા કરે છે. આમાંનું એક તે મુંડસ્થળ(મુંગથળા)નું જૈન મંદિર, સાતસો-આઠસો વર્ષ જેટલું જૂનું – લગભગ બારમી સદીનું આ મંદિર છે. કેવું ભવ્ય-મનોહર એ મંદિર છે ! ઇતિહાસકારોએ એ અંગે વારેવારે લખ્યું છે. પણ આજે એ એવું વેરાન અને સંરક્ષણવિહોણું બન્યું છે, કે લોકો એનો ઉકરડા તરીકે ઉપયોગ કરવા લાગ્યા છે; મળ-મૂત્રના જાણે ત્યાં ઢગ ઊભરાય છે! બીજું મંદિર તે વસંતગઢનું. વસંતગઢ પિંડવાડા સ્ટેશનથી આઠ માઈલ થાય. આ મંદિર તો છેક સાતમી સદીનું, એટલે તેરસો વર્ષ જેટલું પુરાણું છે. પણ એ આજે યાત્રાનું ધામ બનવાને બદલે વિશ્વનું ઘર બની બેઠું છે; કેટલું પ્રાચીન મંદિર, ને કેવી દર્દભરી દશા ! આ મંદિરમાં સોળમી સદીના શિલાલેખવાળી એક સાડાત્રણ ફૂટ જેવડી મોટી પાષાણ-પ્રતિમા જોઈ તો મસ્તક જ ન મળે ! આજે મુંડસ્થળમાં કે વસંતગઢમાં એક પણ જૈનની વસતી નથી. આપણાં ધર્મસ્થાનોની આવી હાલત હૃદયમાં રૂદન પેદા કરે છે.” કયાં આપણાં દેવમંદિરો અને કયાં વિના ઉકરડા ! અને સાથેસાથે જ મન જવાબ આપતું હતું : આપણે દેવદ્રવ્ય સાચવી જાણ્યું, પણ દેવમંદિરોની ઉપેક્ષા કરી; આપણે ધર્મને સાચવવાની કોશિશ કરી, પણ ધર્મીઓની સાવ ઉપેક્ષા કરી ! (તા. ૧૧- ૧૧૯૫૨) જેનસંઘની તડકી-છાંયડીનો ઇતિહાસ તપાસીશું તો લાગ્યા વગર નહીં રહે, કે સંઘમાં એકબીજાને સહાયક થવાની સાચા દિલની ભાવનાનો જેટલા પ્રમાણમાં જ્યારેજ્યારે વિકાસ અને અમલ થયો છે – ભલે પછી દીર્ઘદર્શી જ્યોતિર્ધર સમા Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ જિનમાર્ગનું જતન ગુરુમહારાજની પ્રેરણાથી થયો હોય, કે પરિસ્થિતિમાંથી જાગેલી સ્વયંભૂ પ્રેરણાથી થયો હોય – ત્યારે-ત્યારે જૈનસંઘે યશોજ્વળ ઇતિહાસ સર્જીને શાસનની ખૂબ પ્રભાવના કરી છે, અને જગતને અહિંસાના અમૃતનો લાભ આપ્યો છે. આથી ઊલટું, જ્યારેજ્યારે આપણે અંદર-અંદરની ઈર્ષ્યા-અદેખાઈ કે સાઠમારીમાં અટવાઈ ગયા છીએ, ત્યારે ત્યારે આપણે સંસ્કારિતાની દૃષ્ટિએ નીચા ઊતરી ગયા છીએ, અને આપણું હીર હણાયું છે. આમાં મુખ્ય વાત સહકારની ભાવનાને અપનાવવાની કે એની ઉપેક્ષા. કરવાની છે. આપણી પ્રચલિત પ્રાચીન ધાર્મિક પરિભાષામાં, વ્યાપક અર્થમાં એને સહધર્મી-વાત્સલ્યની ભાવના કહેવી જોઈએ. કલકત્તામાં થોડા વખત પહેલાં થયેલા આવા જ એક દાખલારૂપ સહધર્મિવાત્સલ્ય અંગે આ નોંધ લખતાં અમને ખૂબ આનંદ થાય છે. કલકત્તામાં ભવાનીપુરમાં નવીન જિનમંદિર ઊભું કરવાનો ભવાનીપુર જૈનસંઘે નિર્ણય કર્યો. આ નિર્ણયને અમલી બનાવવા માટે એ સંઘના અગ્રણીઓ અને ભાવનાશીલ ભાઈ-બહેનો તો પોતાથી બનતો આર્થિક સહકાર ઉદારતાપૂર્વક આપે એ સમજી શકાય એવી વાત છે; ઉપરાંત, કલકત્તાના બીજા લત્તાના આગેવાનોનો પણ આ ધર્મકાર્યમાં સહકાર માગવામાં આવે અથવા તો આપમેળે એવો સહકાર મળી રહે એ પણ સ્વાભાવિક છે. પણ સવિશેષ નોંધપાત્ર અને અત્યંત ખુશાલી ઊપજે એવી વાત તો એ છે, કે કલકત્તાના ગુજરાતી જૈન શ્વેતાંબર તપગચ્છ સંઘે આ જિનમંદિર માટે એક લાખ રૂપિયા જેવી મોટી રકમ આપીને એક નમૂનેદાર સહધર્મી-વાત્સલ્ય કર્યું છે. અમે કલકત્તામાં ગુજરાતી સંઘે દર્શાવેલી સહકારની આ ભાવના અને ઉદારતાની ખૂબખૂબ પ્રશંસા કરીએ છીએ, અને એ સંઘના મોવડીઓને હાર્દિક ધન્યવાદ આપીએ છીએ. (તા. ૭-૧-૧૯૬૭) (૩) દેવદ્રવ્યના રોકાણનો સવાલ રોકડનાણું ભેગું થાય છે, ત્યારે કાં તો એનો ઉપયોગ કોઈક કામ માટે કરવામાં આવે છે, અથવા તો કોઈક સુરક્ષિત અનામતમાં એનું રોકાણ કરીને એમાંથી આવક કરવામાં આવે છે. આ સિવાય એને વગર વાપર્યું અને વગર રોક્યું, એમ ને એમ નકામું રાખી મૂકવાનું ભાગ્યે જ પસંદ કરવામાં આવે છે. તેમાં ય જૈન કોમ જેવી વેપારી કોમ આ પ્રમાણે પૈસાને નકામા પડ્યા રહેવા દે એ તો બને જ નહિ – ભલે પછી આ નાણાં દેવનિમિત્તે હોય કે બીજા ખાતાનાં હોય. Page #300 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક દ્રવ્ય : ૩ એટલે દેવદ્રવ્યને નામ એકત્ર થતા પૈસાનું પણ સુરક્ષિત અને મહાદોષની પોષક ન હોય એવી અનામતોમાં રોકાણ ક૨વામાં કોઈ દોષ માનવામાં આવતો નથી, અને આવાં રોકાણો અવારનવાર થતાં જ રહે છે. ગયા વર્ષે પાકિસ્તાને હિંદુસ્તાન ઉપર આક્રમણ કર્યું, ત્યારે દેવદ્રવ્ય ગણાતા સોનાનું રોકાણ સરકારી સુવર્ણબોન્ડોમાં કરવાનો સવાલ ઊભો થયો હતો; અને એ વખતે પરસ્પરવિરોધી મંતવ્યો આપણા શ્રમણસમુદાય તરફથી દર્શાવવામાં આવ્યાં હતાં. આમ છતાં દેવદ્રવ્યનું સોનું નોંધપાત્ર અથવા સંતોષકારક પ્રમાણમાં સુવર્ણબોન્ડોમાં આપીને જૈનસંઘે પોતાના રાષ્ટ્રકર્તવ્યનું પાલન અને પોતાના ગૌરવનું જતન કર્યું હતું. એક વાર દેવદ્રવ્યના રોકડ નાણાનું સરકારી કે બેંકોની સલામત અનામતોમાં રોકાણ કરીને એનાથી વ્યાજ ઉત્પન્ન કરવાના સિદ્ધાંતનો સ્વીકાર અને અમલ કરવામાં આવે, તો પછી એ જ નાણાનું રોકાણ જૈન કોમ માટે મકાનો બાંધવા જેવાં જરૂરી કામોમાં કરીને એના ભાડા દ્વારા કાયમી આવક કરવામાં આવે તો એમાં શો વાંધો ૨૭૭ એવો સવાલ આપમેળે જ ઊભો થાય છે. આજે મકાનોની જે તીવ્ર તંગી પ્રવર્તે છે અને મધ્યમ, સામાન્ય કે ગરીબ જૈન કુટુંબોને મકાનો અંગે જે અસહ્ય આર્થિક ભાર અને અસાધારણ હાડમારી ભોગવવી પડે છે, એને લીધે આવો સવાલ ઊભો થાય એ સ્વાભાવિક છે. - મુંબઈની કચ્છી દશા-ઓસવાળ જૈન જ્ઞાતિ હસ્તકનાં દેવદ્રવ્યનાં નાણાંનું રોકાણ જ્ઞાતિ માટેનાં મકાનોમાં કરવાનો સવાલ ઊભો થયો, અને એમાં રોકાણ કરવાની તરફેણને વિશેષ આવકાર મળ્યો હોય એમ કચ્છી-દશા-ઓસવાલ પ્રકાશ-સમીક્ષા' માસિકના ગત જુલાઈ માસના અંકના પહેલા પાને પ્રગટ થયેલ નીચેના લખાણ ઉપરથી માલૂમ પડે છે : “જ્ઞાતિએ એક બાબતનો જવાબ ખૂબ સજ્જડ, સચોટ ને સ્પષ્ટ રીતે આપ્યો છે — તે એ છે કે દેવદ્રવ્યની મિથ્યા વાતોમાં એમને રસ નથી. સાધારણખાતામાં દેવદ્રવ્ય લઈ જઈ કે અન્ય રીતે પણ એનો ઉપયોગ કરી, જ્ઞાતિને એ પૈસો દાનમાં ટ્રસ્ટીઓ આપી રહ્યા છે એવો પ્રચાર વજૂદ વગરનો છે. જો દેવદ્રવ્ય બેંકોમાં ને સિક્યોરીટીમાં રોકાતું હોય, ને તેનું વ્યાજ ઉત્પન્ન થતું હોય, ને બેંકો, સુધરાઈઓ તથા રાજ્યો પોતાની ઇચ્છામાં આવે તે રીતે મજકુર રકમનો ઉપયોગ કરી શકતાં હોય, ને તેમાં દેવદ્રવ્યને બાધ ન આવતો હોય તો જ્ઞાતિ માટે મકાન-બાંધકામ કરી, ૨કમનું વિશેષ વ્યાજ ભાડા દ્વારા ઉપજાવી, ટ્રસ્ટની સ્થાયી મિલકતો વધારવામાં કાં બાધ આવે છે તે ન સમજાય તેવી વાત છે. આમાં જ્ઞાતિને પૈસા આપવાની કે દેવદ્રવ્ય વેડફવાની વાત ક્યાં આવી ? આપણે ઇચ્છીએ કે દેવદ્રવ્યની વાતો કરનાર બંધુઓ Page #301 -------------------------------------------------------------------------- ________________ જિનમાર્ગનું જતન આ દૃષ્ટિથી આ હકીકતને સમજે. જ્ઞાતિ આ વસ્તુને સમજી શકી છે, એમાં શક નથી.’ આ ઉપરથી એ સમજી લેવું ઘટે કે દેવદ્રવ્ય કે એના રોકાણની વાતમાત્રથી છંછેડાઈ જવાના કે ગમે તેવો જવાબ આપી દેવાના અથવા તો ગમે તેવો નિર્ણય કરવાના દહાડા વીતી ગયા છે. દેવદ્રવ્ય સુરક્ષિત રહે એ રીતે એનું રોકાણ ક૨વાનો શિરસ્તો તો લાંબા વખતથી પડી જ ગયો છે; ત્યાર પછી જ્યારે પણ આવી વાત ઊભી થાય ત્યારે એનો સ્વસ્થતાપૂર્વક વિચાર કરીને, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી પરિસ્થિતિનો તાગ મેળવીને અને સમયાનુરૂપ નિર્ણય કરીને જ આપણે એનો સાચો ઉકેલ લાવી શકીએ. પ્રશ્નો સામે આંખ આડા કાન કરવાથી કે મિજાજ ખોઈ બેસવાથી પ્રશ્નોનો નિકાલ આવવાને બદલે ઊલટો ગૂંચવાડો ઊભો થાય છે અને પ્રશ્નોમાં પણ વધારો થાય છે. ખરું શાણપણ સ્વસ્થતા અને સમતાપૂર્વક સમજી-વિચારીને, ઊભા થયેલા પ્રશ્નોનું સમયાનુરૂપ, સંતોષકારક સમાધાન શોધવામાં જ છે. સંઘના હિતને માટે દેવદ્રવ્યના નાણાના રોકાણનો પ્રશ્ન પણ શાણપણ, સ્વસ્થતા અને સમતાપૂર્વક વિચારવા જેવો ગંભીર પ્રશ્ન છે એ જ આ કથનનો હેતુ છે. ૨૩૮ — (૪) ઉછામણી-પ્રથા અંગે ગંભીરપણે વિચારીએ બે-અઢી મહિના પહેલાં, સ્થાનકવાસી જૈન સમાજના એક વયોવૃદ્ધ, અનુભવવૃદ્ધ, પીઢ, વિચારવાન અને જરૂર પૂરતું જ બોલવા કે લખવાની ટેવ ધરાવનારા અગ્રણી શ્રી. કુંદનમલજી ફિરોદિયાએ આ નવી પ્રથા કેટલી વાજબી છે ?' એ નામનું એક નિવેદન પ્રગટ કર્યું હતું. આ નિવેદન અમારા તા. ૨૬-૩-૧૯૬૦ના અંકમાં અમે પ્રગટ પણ કર્યું હતું. (તા. ૧૫-૧૦-૧૯૬૬) આ નિવેદન કરવાનું મુખ્ય કારણ એ હતું, કે મુંબઈમાં સ્થાનકવાસી સમાજમાં ત્રણેક મહિના પહેલાં કેટલીક બહેનોની દીક્ષાનો ઉત્સવ ઊજવાયો તે પ્રસંગે, શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સમાજમાં જુદેજુદે નિમિત્તે ઉછામણી બોલવામાં આવે છે તે રીતે નવદીક્ષિતોને પાતરાં વહોરાવવાં, ચાદર ઓઢાડવી, પોથી વહોરાવવી વગેરે જુદીજુદી ક્રિયાઓ માટે ઉછામણી ક૨વામાં આવી હતી. સ્થાનકવાસી સંઘને માટે આ પ્રથા નવી છે, અને તેથી તે વાજબી છે કે કેમ એ શ્રી. ફિરોદિયાજીને વિચાર કરવા જેવું લાગ્યું છે. સાથેસાથે એમણે આ નવી પ્રથા સામે આમ પોતાની સ્પષ્ટ નાપસંદગી પણ દર્શાવી છે : Page #302 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક દ્રવ્ય : ૪ “આપણા મંદિરમાર્ગી ભાઈઓ જુદીજુદી રકમની ઉછામણી કરે છે, અને તેથી મંદિરો પાસે પૈસો પણ વધે છે. તેમનું તેમ કરવું યોગ્ય છે કે નહિ તેની ચર્ચામાં હું નહી પડું. મારું કહેવું તો એટલું જ છે કે આ નવી પ્રથા સ્થાનકવાસી સમાજે અનુકરણ કરવા જેવી છે કે નહિ તેનો વિચાર કરવાનું સમાજ માટે જરૂરી છે. “આ પ્રશ્ન અંગે જુદીજુદી દલીલો થઈ શકે તેમ છે. એક તર્કથી એમ પણ કહી શકાય કે ધાર્મિક ક્રિયાના નિમિત્તથી લોકોની દાનની વૃત્તિને જગાડીને, ફંડ એકઠું કરવામાં આવ્યું તેમાં કશું ગેરવાજબી નથી. બીજા તર્કથી એમ કહી શકાય કે ધાર્મિક ક્રિયાની કિંમત રૂપિયાથી આંકવાથી, ધર્મક્રિયાનું મહત્ત્વ ઘટી જાય છે અને પૈસાનું મૂલ્ય વધી જાય છે. એમ પણ કહી શકાય કે આમ થવાથી -- ધર્મક્રિયાનું લિલામ થવાથી – પૈસાદાર લોકો જ તેનો લાભ લઈ શકે છે; ગરીબ લોકોને તેમાં સ્થાન જ નથી રહેતું. “ધર્મક્રિયાનું લિલામ, ફંડ એકઠું કરવા માટે કરવું તે મને પોતાને તો ઠીક નથી લાગતું...” શ્રીમાન ફિરોદિયાજીના આ નિવેદન પછી, એ વેદનાનો પડઘો પાડતું નિવેદન શ્રી રામજી શામજી વીરાણીએ કર્યું છેઃ “મારું તો સ્પષ્ટપણે માનવું છે કે ધાર્મિક ક્ષેત્રે ખાસ કરીને જૈનધર્મમાં તો – પૈસાની મહત્તા, પૈસાનું મૂલ્યાંકન આજે જે રીતે અંકાઈ રહેલ છે, તેમાં તો જૈનધર્મના સિદ્ધાંતો વિકૃત દશામાં પરિણમી રહેલા હોય તેમ લાગે છે... દીક્ષા-પ્રસંગે કે અન્ય પ્રસંગોએ ઉછામણી કરવાથી આમ-જનતાના મનમાં એક માન્યતા ઉદ્ભવે છે, કે પૈસા વડે જ ધર્મ થાય છે; જેમની પાસે પૈસા છે તે ધર્મ કરી શકે છે, જેમની પાસે નથી તેઓ કરી શકતા નથી... આવી માન્યતા પેદા કરનારી કે તેને પોષણ આપનારી પ્રવૃત્તિઓથી શ્રીસંઘના આગેવાનોએ અને કાર્યકર્તાઓએ દૂર રહેવું જોઈએ તેવું મારું નમ્ર માનવું છે...” “સામાયિક કે પ્રતિક્રમણ કરનાર ભાઈ-બહેનો હંમેશાં બોલતાં હશે, કે ધર્મ વાડીએ ન નીપજે, ધર્મ હાટે ન વેચાય; ધર્મ વિવેકે નીપજે, જો કરીએ તો થાય.' 399 66 શ્રી ફિરોદિયાજી અને શ્રી વીરાણીનાં આ નિવેદનો નિમિત્તે, આ બાબત તરફ આપણા સમાજનું ધ્યાન દોરવું અમને એટલા માટે જરૂરી તેમ જ ઉચિત લાગ્યું છે, કે ધર્મપ્રસંગ કે ધાર્મિક નિમિત્તે આપણે ત્યાં નવી-નવી બોલી બોલવાની પ્રથામાં જે વધારો થઈ રહ્યો છે, તેમાં અમને એ બાબતનો અતિરેક થતો હોય, અને આપણે એમાં પ્રમાણભાન ખોઈ બેઠા હોઈએ એમ લાગે છે. શુભકાર્ય નિમિત્તે એ શુભકાર્ય માટે જ જનતાની ત્યાગવૃત્તિ કે દાનવૃત્તિને જાગૃત કરીને પરિમિત ધન એકત્ર કરવું એ એક વાત છે, અને આ રીતે બોલી બોલીને અમાપ ધન ભેગું કરવું એ બીજી બાબત છે. આમાં ધર્મક્રિયા નિમિત્તે ખુદ ધર્મને ધનના ત્રાજવે ૨૭૯ Page #303 -------------------------------------------------------------------------- ________________ જિનમાર્ગનું જતન તોળતા હોઈએ એવી વિચિત્ર લાગણી સમાજમાં જન્મે છે; અને પૈસા ખર્ચનારને પક્ષે કીર્તિની આકાંક્ષા ઘર કરી જાય છે. સંઘમાં ધર્મપરાયણતાનું સ્થાન ધનપરાયણતા લેવા માંડે છે એ વળી સૌથી મોટો માનસશાસ્ત્રીય ગેરલાભ સમજવો. ૨૮૦ એટલે અમને આપણે ત્યાં આ દિશામાં જે અતિરેક થઈ રહ્યો છે તેમાં વિવેકપૂર્વક વિચાર કરવાની જરૂર લાગે છે. અને તેથી આ માટે આપણા વિચારકો – મુનિવરો તેમ જ ગૃહસ્થો બંને પોતાના સ્પષ્ટ વિચારો પ્રગટ કરે એ જરૂરી લાગે છે. આ વિચારણા અમે આ પ્રથાનું અનુચિત ખંડન કરવાની દૃષ્ટિએ નહીં, પણ એમાં જે કંઈ પ્રમાણાતિરેક કે અવિવેક થતો હોય, તેનું પરિમાર્જન કરવાની દૃષ્ટિએ જ આમંત્રીએ છીએ. ― (તા. ૨૧-૫-૧૯૬૦) અમારા વાચક અને વડોદરા-સંઘના એક વગદાર કાર્યકર શ્રી રસિકલાલ છગનલાલ શાહે, પાલીતાણાની પ્રતિષ્ઠાના વિરોધના સંદર્ભમાં તા. ૩-૧-૧૯૭૬ના રોજ, રાજકોટ મુનિરાજ શ્રી રાજેન્દ્રવિજયજી વગેરે મુનિરાજોને એક પત્ર લખ્યો છે, અને એની નકલ અમને મોકલી છે. આ પત્ર શ્રી સંઘે વાંચવા-વિચારવા જેવો હોવાથી અહીં તેમાંના મહત્ત્વના અંશો સાભાર રજૂ કરીએ છીએ : “વિ. આપના તરફથી પત્રિકા મળી. તેમાં તમોએ મને સિદ્ધાચલજી તીર્થ ૫૨ જિનબિંબોની પ્રતિષ્ઠા સંબંધી વિરોધ કરવાની પ્રેરણા આપી. પરંતુ આ સંબંધી મારા વિચારો નમ્રભાવે આપ સમક્ષ રજૂ કરું છું. હું તો ધાર્મિક બાબતમાં ઘણો નાનો કહેવાઉં અને શાસ્ત્રનો પણ મને બિલકુલ અભ્યાસ નથી; તેની દલીલોમાં હું તમને મહાત કરી શકું નહીં. છતાં હું જે માનું છું તે આપ સમક્ષ રજૂ કરું છું... “શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ નકરો લઈ પ્રતિષ્ઠા કરાવવાનો આદેશ આપવાનું નક્કી કર્યું છે તે તમારી દૃષ્ટિએ, શાસ્ત્રની દૃષ્ટિએ, બરોબર નહીં હોય. પણ શું તમોને એમ નથી લાગતું કે પૈસાદારો જ બોલીમાં પ્રતિષ્ઠા કરાવવાનો લાભ લઈ શકે છે ? શું મધ્યમ સ્થિતિના માનવીને ધર્મ કરવાનો હક્ક છિનવાઈ જાય ત્યાં સુધી આપણે શાસ્ત્રનું શરણું લીધે રાખીશું ? શું મધ્યમ કુટુંબમાં જન્મ્યો એટલે એને પ્રતિષ્ઠા કરાવવાનો લાભ મળે જ નહીં ? અને જો પ્રતિષ્ઠા તેને કરાવવી હોય, તો પૈસો ગમે તે રીતે પેદા કરવો એવો આપનો મત છે ? શું એક મધ્યમ કક્ષાના પવિત્ર માનવીના હાથે શ્રી આદેશ્વર ભગવાનની પ્રતિષ્ઠા થશે તે હિતાવહ અથવા શાસ્ત્રાધીન લાગે છે કે પછી દાણચોરી, કાળાબજાર કે ઇતર રીતે પૈસા પેદા કરી કોઈ બોલી બોલી ભગવાનની પ્રતિષ્ઠા કરે તે બરાબર લાગે છે ? પહેલાંના જમાનામાં ધનાઢ્ય ગણાતો વર્ગ પ્રામાણિકતાથી ધન પેદા કરતો હતો. મહાજનમાં જેનું નામ હોય તે મહાજનની કાળજી રાખતો હતો. પણ આજે પૈસો એ જ પરમેશ્વ૨’ એમ માની યેનકેન પ્રકારે પૈસો પેદા કરી સમાજમાં વહીવટ Page #304 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક દ્રવ્ય : ૪ કરનારા પૈસાદારોને જ તમારે પ્રતિષ્ઠા કરાવવાનો હક આપવો છે ? ગરીબ માણસને શું ધર્મ દોહ્યલો બનાવવો છે ? શું ગરીબ માણસને આગળ બેસવાનો હક્ક નહિ, વરઘોડા ચઢાવવાનો હક્ક નહિ, સાધુ-ભગવંતના માસખમણનાં પારણાં કરાવવાનો હક્ક નહિ અને ભગવાનની પ્રતિષ્ઠા કરાવવાનો પણ હક્ક નહિ ? શું પ્રામાણિકતાથી પોતાનું પેટનું પૂરું કરનાર ગરીબને કોઈ હક્ક નહિ ? શું પુણિયો શ્રાવક આજે જીવતો હોત અને એની ભાવના એક પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવવાથી થાત, તે તમો તેને ના પાડત અને ગમે તે રીતે ધન પેદા કરનારના હાથે પ્રતિષ્ઠા કરાવત, તેમાં શાસ્ત્રની શોભા દેખાત ? “ગુરુ-મહારાજ, આપ બુદ્ધિશાળી છો. આ બાબતનો આપ વિચાર કરશો, અને આ પત્રનો જવાબ આપશો....' ૨૮૧ શ્રી રસિકભાઈએ, પોતાને જે વાત કહેવી છે તે આ પત્રમાં સ્પષ્ટતાપૂર્વક અને એવી સચોટ રીતે લખી છે કે એ અંગે વિવેચન કરવાની જરૂ૨ નથી. આ વિરોધ કરનાર વર્ગના મનમાં આ વાત વસે એવી અપેક્ષાથી નહીં, પણ કાગળમાંના મુદ્દાઓની ઉપયોગિતાથી અમે આ પત્ર અહીં રજૂ કર્યો છે. (તા. ૨૪-૧-૧૯૭૬ ) થોડા વખત પહેલાં પોરબંદર ખાતે પૂ. આ. મ. શ્રી વિજયલબ્ધિસૂરિજીના પ્રશિષ્યો મુ. શ્રી ગુણભદ્રવિજયજી અને વિનયવિજયજી દ્વારા ‘ઉત્તરાધ્યયનસૂત્ર' અને ‘વિક્રમચરિત્ર’ વાંચવાની શરૂઆત કરાતાં, એ સૂત્રોની ઉછામણી ઘી કે પૈસાથી નહિ પણ એક વર્ષમાં કરી શકાય તેટલાં સામાયિકોથી બોલાવવામાં આવી હતી. એ અંગે અમે અમારા તા. ૧૫-૮-૧૯૫૩ના અંકમાં એક ટૂંકી નોંધ લખીને એ કાર્ય પ્રત્યેની અમારી અનુમોદના વ્યક્ત કરી હતી. હમણાં હિંગનઘાટના સમાચાર મળે છે કે પૂ. આ. શ્રી વિજયયશોદેવસૂરિજીએ પણ ગયા પર્યુષણ-પર્વ દરમ્યાન ‘કલ્પસૂત્ર’ અને જ્ઞાનપૂજાની ઉછામણી ઘીથી નહીં બોલાવતાં સામાયિકોથી બોલાવવાનો નવો અને આદર્શ ચીલો પાડ્યો. સમાચા૨ વધુમાં કહે છે કે આ પ્રસંગે જનતાએ ભારે ઉત્સાહ દાખવ્યો અને તેત્રીસ હજાર સામાયિક જેટલી બોલી બોલવામાં આવી ! સામાન્ય જનતામાં પોતે ધનવાન નહીં હોવા છતાં ધર્મ કરી શકે એવી લાગણીનો પ્રચાર કરવામાં આવા પ્રસંગો ઘણો મહત્ત્વનો ફાળો આપી શકે એમ છે. આવાં પગલાંઓથી જ સામાન્ય જનતામાં ઘર કરી બેઠેલી પોતાની આર્થિક લઘુતાની ગ્રંથિ ધાર્મિક ક્ષેત્રમાંથી દૂર કરી શકાશે. (તા. ૩-૧૦-૧૯૫૩) Page #305 -------------------------------------------------------------------------- ________________ તીર્થરક્ષા અને તીર્થસેવન (૧) જીર્ણોદ્ધાર માટે વિશેષ ધ્યાન આપીએ આપણાં ધર્મશાસ્ત્રોએ નવું જિનમંદિર ચણાવવામાં થતા પુણ્ય કરતાં પણ જીર્ણ થયેલા તીર્થ કે જિનમંદિરનો ઉદ્ધાર (જીર્ણોદ્ધાર) કરાવવામાં વધારે પુણ્ય થતું હોવાની જે વાત કરી છે, તે બહુ જ મહત્ત્વની, અનુભવયુક્ત અને ધ્યાન આપવા જેવી છે. પ્રાચીન જિનમંદિરોને કાળપ્રવાહને કારણે કે કોઈ આક્રમણ જેવી ઘટનાને કારણે અથવા તો આપણી પોતાની ઉપેક્ષાવૃત્તિને કારણે જે કંઈ નુકસાન કે ઘસારો પહોંચ્યાં હોય, તે દૂર કરવા રૂપ સમુચિત જીર્ણોદ્ધાર દ્વારા એની સાચવણી થતી રહે એવો ઉદાર ભાવ આપણાં ધર્મશાસ્ત્રોના આ પ્રતિપાદનની પાછળ રહેલો છે, અને તે જૈનસંઘની એક અનિવાર્ય ફરજનું સતત ભાન કરાવે છે. જો આપણે અણગમતા સત્યને ગમાડવા અને કડવી હકીકતનો સ્વીકાર કરવા તૈયાર હોઈએ, તો આપણને એ સમજતાં જરા ય વાર કે સંકોચ ન થવાં જોઈએ. કે જૈનસંઘની પોતાની ઉદાસીનતા કે ઉપેક્ષાવૃત્તિને કારણે કેટલાંય સ્થાનોનાં જાજરમાન તીર્થ જેવાં વિશાળ જિનમંદિરો બિસ્માર હાલતમાં જ મુકાઈ ગયાં છે; એટલું જ નહીં, પણ એ ઘેટાં-બકરાંને બેસવાનાં આશ્રયરૂપ કે ઉકરડાની જગ્યા જેવા બની ગયાં છે. મેવાડ અને મારવાડમાં (રાજસ્થાનમાં) તેમ જ ઉત્તર પ્રદેશમાં અને મધ્યપ્રદેશમાં પણ આવાં સંખ્યાબંધ જિનમંદિરોના ભગ્નાવશેષો જૈનસંઘમાં વિસ્તરેલી ઉપેક્ષાવૃત્તિની સાક્ષી પૂરી રહ્યાં છે. નયન-મનોહર અને વિશાળ જિનમંદિરોને એના બંધાવનારાઓએ કેવીકેવી ધર્મભાવનાથી પ્રેરાઈને બંધાવ્યાં હતાં, અને આપણો સંઘ એનું જતન પણ ન કરી શક્યો ! આમ બનવાનું એક કારણ એ પણ ખરું કે આવાં ધર્મતીર્થોની સ્થાપના કરનાર તેમ જ એની સાચવણીની જવાબદારીને સફળતાપૂર્વક નિભાવી જાણનાર શ્રાવક-સંઘની સાચવણી માટે આપણા સંઘનાયકોએ ન તો જોઈએ તેવી ચિંતા સેવી છે કે ન એ માટે કારગત કહી શકાય એવી પ્રેરણા આપી છે. અને જ્યારે કોઈ પણ ધર્મના Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૮૩ તીર્થરક્ષા અને તીર્થસેવન : ૧ અનુયાયીઓનું અસ્તિત્વ જ જોખમમાં મુકાઈ જાય છે, ત્યારે એ ધર્મનાં ગૌરવરૂપ તીર્થસ્થાનો અને દેવમંદિરોની હાલત શોચનીય બની જાય એમાં શી નવાઈ? સાધર્મિકોનું રક્ષણ એ પણ એક ધર્મ અને સંઘના યોગક્ષેમની દષ્ટિએ ગંભીર વિચાર માગી લે એવી બાબત છે. પણ અહીં આ નોંધનો ઉદ્દેશ એની વિશેષ ચર્ચા કરવાનો નથી; એટલે એ અંગે આટલો નિર્દેશ જ પૂરતો માનીએ. અહીં અમારે જે મુખ્ય વાત કહેવાની છે, તે જૈન-સંઘની જીર્ણોદ્ધાર-પ્રવૃત્તિને વધુ વેગવાન અને વધુ વ્યાપક બનાવવાને લગતી છે. આ લખીએ છીએ, ત્યારે એ વાત અમારા ધ્યાન-બહાર નથી, કે જેમ અત્યારે નાનાં-મોટાં સંખ્યાબંધ નવીન જિનમંદિરો ઊભાં કરવાની પ્રવૃત્તિનો વિકાસ થયો છે, તેમ જીર્ણોદ્ધારની બાબતમાં પણ આપણો સંઘ વિશેષ પ્રયત્નશીલ બન્યો છે અને એને લીધે પ્રાચીન અનેક જિનમંદિરો સુરક્ષિત બની શક્યાં છે. આમ છતાં આ દિશામાં હજી પણ ઘણુંઘણું કરવાનું બાકી છે, અને એ તરફ આપણો સંઘ વિશેષ ધ્યાન આપે એ જરૂરી છે, તેથી જ અમે આ નોંધ લખવા પ્રેરાયા છીએ. આ લખવાનું ખાસ નિમિત્ત તો એ છે, કે અત્યારે પ્રતિષ્ઠાઓ, અંજનશલાકાઓ વગેરે મહોત્સવોને કારણે દેવદ્રવ્યમાં પહેલાંની આવકની સરખામણીમાં અસાધારણ કહી શકાય એવો મોટો વધારો થવા લાગ્યો છે, આ આવકોનો ઉપયોગ જિનમંદિર અને જિનબિંબો માટે જ થઈ શકે છે એ દેખીતું છે. જ્યાં જેનોની વસ્તી સારા પ્રમાણમાં હોય. ત્યાં જિનમંદિર ન હોય તો એ માટે આવી રકમમાંથી નવું જિનમંદિર ઊભું કરવામાં આવે એ તો સારું છે જ, પણ જે આપણા પૂર્વજોની ધર્મભાવનાની સાક્ષી આપતાં અને જૈન-ધર્મની ગૌરવગાથા સંભળાવતાં પ્રાચીન જિનમંદિરો કે તીર્થો ધ્વસ્ત હાલતમાં મુકાઈ ગયાં છે એનો જીર્ણોદ્ધાર કરવાનું કામ પણ, ધર્મ અને સંસ્કૃતિને ટકાવી રાખવા જેવું મહત્ત્વનું છે એ વાત આપણે બરાબર સમજી લેવી ઘટે છે. એક બીજી રીતે પણ જીર્ણોદ્ધારની પ્રવૃત્તિને વેગ મળે એ જરૂરી છે. આપણી શક્તિ હોવા છતાં આપણે કોઈ સત્કાર્યનાં સહભાગી ન થઈએ તો તેથી આપણે વીર્યાતિચાર' નામના દોષના ભાગીદાર થઈએ છીએ એમ ધર્મશાસ્ત્રો આપણને સ્પષ્ટપણે જણાવે છે. આ જ વિચારને જરાક વ્યાપક બનાવીને કહેવું હોય તો કહી શકાય કે કોઈ પણ તીર્થમાં કે જિનમંદિરમાં દેવદ્રવ્યનો વધારો હોય અને એમ છતાં એનો ઉપયોગ બીજા જીર્ણ થતા તીર્થ કે દેરાસરના ઉદ્ધાર માટે કરવામાં ન આવે તો તેથી એ દ્રવ્યનો વહીવટ કરનાર સંચાલકો વીર્યાતિચારના દોષના ભાગીદાર થયા વગર Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ જિનમાર્ગનું જતન કેવી રીતે રહી શકે? મતલબ કે શરીરનું એક અંગ જેમ શરીરના કોઈ પણ અંગમાં વ્યાપેલ સુખદુઃખનું સહભાગી બને છે. એ જ રીતે જૈન સંસ્કૃતિના આધારરૂપ કોઈ પણ તીર્થધામ કે જિનમંદિરના રક્ષણ માટે અન્ય ધર્મસ્થાનોના સંચાલકોએ ઉદારતાપૂર્વક સહાય આપવા તત્પર રહેવું જ જોઈએ. પ્રાચીન જિનમંદિરો અને તીર્થોની રક્ષાનો આ જ સાચો માર્ગ છે. એ માર્ગને આપણે અપનાવીએ અને જીર્ણોદ્ધારની પ્રવૃત્તિને વેગ આપીએ એ જ અભ્યર્થના. (તા. ૧૩-૧૨-૧૯૭૫) (૨) તીર્થક્ષા : શેઠશ્રી કસ્તૂરભાઈનાં સૂચનો ગત તારીખ ૩૦ મી ઑગસ્ટે શ્રી રાજનગરના જૈન શ્વે. મૂ. સંઘ તરફથી પોતાને આપવામાં આવેલ અભિનંદનપત્રનો જવાબ આપતાં શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈએ જે ભાષણ કર્યું હતું, તે જૈન સમાજે મનન કરવા યોગ્ય અને અનેક ઉપયોગી સૂચનથી ભરેલું છે. પોતાના ભાષણ દરમ્યાન શેઠશ્રીએ કરેલ ઉપયોગી સૂચન તરફ આ નોંધ દ્વારા જૈનસંઘનું ધ્યાન દોરીએ છીએ. શિલ્પ-સ્થાપત્યની કળાની દૃષ્ટિએ જૈન તીર્થોની વિશ્વનાં સ્થાપત્યોની સરખામણીમાં મહત્તા દર્શાવતાં તેમણે જે શબ્દો ઉચ્ચાર્યા છે, તે બહુ મહત્ત્વના અને હમેશાં યાદ રાખવા જેવા છે; તેઓએ કહ્યું – શ્રદ્ધા અને ધર્મની દષ્ટિએ તો આપણાં તીર્થો મહાન છે જ, પણ શિાની દૃષ્ટિએ પણ આ તીર્થો દુનિયામાં અજોડ છે. મેં હિંદુસ્તાનમાં તેમ જ પરદેશમાં સારો એવો પ્રવાસ ખેડ્યો છે, આપણા દેશની તેમ જ પરદેશની ભવ્ય ઇમારતો જોઈ છે; પણ તેમાં ક્યાંય આપણાં આબુજીનાં કે રાણકપુરનાં મંદિરોની બરાબરી કરી શકે તેવી કોઈ ઇમારત મારી નજરે પડી નથી. તેથી આપણા ધર્મના પ્રતીક રૂપે આપણાં તીર્થો સુવ્યસ્થિત રાખવાનો આપણા સૌનો ધર્મ છે.” શેઠશ્રી જેવા, તોળી-તોળીને શબ્દો બોલવાને ટેવાયેલા પુરુષના મુખમાંથી નીકળેલા આ શબ્દો આપણાં તીર્થસ્થાનો પ્રત્યેની આપણી બેદરકારી, ઉદાસીનતા કે નિષ્ક્રિયતાને દૂર કરનારા થઈ પડવા જોઈએ. દેશમાં તેમ જ પરદેશમાં સારી એવી લાગવગ ધરાવતા શેઠશ્રીના મનમાં પોતાનાં તીર્થસ્થાનો માટે આવી ઉચ્ચ ભાવના હોય એ સંઘને માટે અનેક રીતે લાભદાયક વસ્તુ છે. Page #308 -------------------------------------------------------------------------- ________________ તીર્થરક્ષા અને તીર્થસેવન : ૨ - તીર્થભૂમિઓનાં જીર્ણોદ્વારો કે સ્મારકો અત્યારે કેવી બેઢબ રીતે કરવામાં આવે છે અને એ કાર્યો કેવી આદર્શ રીતે થવાં જોઈએ એ અંગે બોલતાં શેઠશ્રીએ કહ્યું – “આપણાં તીર્થોમાં જે જાતનું સમારકામ કરાવવું જોઈએ, જે જાતની મંદિરોની બાંધણી હોવી જોઈએ તે આપણે વીસરી ગયા છીએ; એટલું જ નહીં, પણ જૈન સંસ્કૃતિને અને જૈન શિલ્પને આજે મોટામાં મોટું નુકસાન કોઈ કરી રહ્યું હોય તો તે આપણાં અજ્ઞાન જૈન ભાઈઓ અને બહેનો છે. કોઈ પણ મંદિર સમારાવવાનું હોય અને તેમાં સુંદરમાં સુંદર જૂનું લાકડા ઉપર કરેલું ચિત્રકામ હોય તો તેને સંભાળીને સમરાવી લેવાને બદલે તે લાકડકામ ફેંકી દઈ ત્યાં આરસનાં પાટિયાં લગાવી મંદિર ભવ્ય બનાવવાની જે ખોટી માન્યતા આપણામાં ફેલાઈ છે, તેને તત્કાળ બંધ કરવી જોઈએ. હમણાં-હમણાં એક બીજી ખોટી અને અણસમજુ પ્રથા ચાલુ થઈ છે ઃ તે મંદિરોમાં પટો ચિતરાવવાની. તે પટોમાં કોઈ જાતની કારીગરી તો હોતી નથી; એટલું જ નહીં, પણ એટલા બેરંગી હોય છે કે આપણાં મંદિરોની સૌમ્યતાને તે ભારે હાનિ પહોંચાડી રહ્યા છે. તે જાહેર મત કેળવી તદ્દન બંધ કરાવવા જોઈએ.' જીર્ણોદ્ધાર વગેરેનાં કાર્યોમાં નાણું ખરચવામાત્રથી કામ નથી સરતું, પણ એના માટે તો સ્થાપત્યોને જાળવવાની દૃષ્ટિ પણ હોવી બહુ જરૂરી છે. આ દૃષ્ટિના અભાવે ખુદ ગિરનાર ઉપરનાં જિનમંદિરોના જીર્ણોદ્વારમાં જ પુષ્કળ નાણું ખરચવા છતાં એનું પ્રાચીન સ્થાપત્ય આપણે સાચવી ન શક્યા એ પ્રત્યક્ષ પુરાવારૂપ છે. જૈન સંસ્કૃતિના સંરક્ષણ માટે શેઠશ્રીએ ઉચ્ચારેલ નીચેના શબ્દો આપણને વિશિષ્ટ કર્તવ્ય તરફ પ્રેરે તેવા છે : “સામાયિક-પ્રતિક્રમણ કરે, ઉપવાસ-એકાસણાં કરે, જૈન મંદિરે દર્શન-પૂજાએ જાય એટલે ભાવિકજન; માટે આ ક્રિયાઓ જરૂરી. પણ મારી નમ્ર માન્યતા પ્રમાણે તેનાથી આપણી જૈન સંસ્કૃતિ ટકાવી શકાશે નહીં. જૈન સંસ્કૃતિ ટકાવવા સારુ આપણાં તીર્થ અને મંદિરો શુદ્ધ જૈન શિલ્પને અનુસરીને થાય તે માટે સાવચેતી રાખવી જોઈશે.’’ જૈન સંસ્કૃતિના સંરક્ષણ અંગેના સૂચનના અનુસંધાનમાં શેઠશ્રીએ જ્ઞાનભંડારો અંગે જે સૂચન કરેલું તે અત્યારની દૃષ્ટિએ ખૂબ અગત્યનું છે એમ અમને લાગે છે. તેઓએ કહ્યું : ૨૮૫ “આપણા ભંડારોમાં જે અલભ્ય અને અમૂલ્ય પુસ્તકો પડેલાં છે, તેનો ઊંડો અને તલસ્પર્શી અભ્યાસ માત્ર જૈનોની નહીં, પણ જૈનેતરની દૃષ્ટિએ પણ થવો જોઈએ. એમ કરવાથી જૈન તત્ત્વજ્ઞાનનું સ્થાન અનેરું થશે... આપણે એવી યોજના કરવી જોઈએ કે જેથી આ ભંડારોનો ઉપયોગ વ્યવસ્થિત રીતે અને વધુ છૂટથી થાય. “આપણા કેટલાક જ્ઞાનભંડારોની સ્થિતિ અત્યંત શોચનીય છે, અને આપણી વાણિયાશાહી સંકુચિતતાને કારણે કેટલાય ગ્રંથો નાશ પામ્યા, અથવા જીર્ણ કે વેરવિખેર Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ જિનમાર્ગનું જતન બની ગયા છે. અને જે કંઈ મોજૂદ છે તેનો પણ એના યોગ્ય ખપી વિદ્વાનોને લાભ મળતો નથી. આ સ્થિતિ જેમ વહેલી ટળે તેમ ઇચ્છનીય છે.” શેઠશ્રીએ કરેલાં આ તેમ જ બીજાં સૂચનો જૈનસંઘે ખૂબ ધ્યાનમાં લેવા જેવાં અને અમલમાં મૂકવા જેવાં છે. આશા છે કે આપણા આગેવાનો અને મુખ્યમુખ્ય સંસ્થાઓ આના ઉપર જરૂર વિચાર કરશે. (તા. ૧૧-૯-૧૯૪૯) (૩) જૂનાનું પણ મૂલ્ય ન ભૂલીએ. નવી રીતભાત અને નવી વસ્તુઓના આગમન વખતે જૂની વસ્તુઓના મૂલ્યની ઉપેક્ષા ન થાય, એ માટે પણ ચકોર દૃષ્ટિ અને દીર્ઘદર્શી તેજસ્વી બુદ્ધિની અપેક્ષા છે. નવીનતાના વ્યામોહમાં જૂની વસ્તુઓની મહત્તા ન સમજવાને કારણે ભૂતકાળમાં આપણે કળાના ઉત્તમ નમૂનારૂપ કહી શકાય એવી કેટલી ય વસ્તુઓને સામે પગલે ચાલીને આપી દઈને “છુટકારાનો દમ ખેંચ્યો છે, અને અત્યંત ઉપયોગી અને અતિ વિરલ લેખી શકાય એવી કેટલીક સાહિત્યકૃતિઓને ગુમાવી દીધી છે; જો કે હવે આ ભૂલમાં સુધારો થતો આવે છે, અને જૂની વસ્તુઓની પહેલાંના જેટલી ઉપેક્ષા થતી નથી. છતાં જૂનાં મંદિરોના જીર્ણોદ્ધાર જેવા પ્રસંગોએ વળી પાછી આવી ઉપેક્ષા થઈ આવે છે ખરી. આવો જ કોઈ પ્રસંગ જોઈને, દેરાસરોમાંનાં કીમતી અને શોભાયમાન ઝુમ્મરો અંગે અમારા એક વાચકમિત્ર લખે છે – * “હાલમાં કાર્યકર્તાઓ આપણા દેરાસરજીનાં જૂનાં ઝુમ્મરો, હાંડી વગેરે પાણીના ભાવમાં વેચી નાખે છે. છેલ્લે વેરાવળના દેરાસરજીમાંનાં પણ બે ઝુમ્મર સસ્તા વેચાઈ ગયાં. કચ્છમાં અમો જાત્રા કરવા ગયા ત્યાં હજુ ઝુમ્મરો ઠીક દેખાય છે. ધોરાજી, જૂનાગઢ, ભાવનગર, રાજકોટ વગેરેનાં મંદિરોનાં ઝુમ્મરો મુંબઈના માણસો વેચાતાં લઈને ત્રણ-ચારગણાં નાણાં પડાવે છે. તો આપણી સંસ્થાઓ જેમ-તેમ પાણીના ભાવે વેચતાં વિચાર કરે એમ થવું જરૂરી છે. પણ જૂની વસ્તુઓનો વેપાર કરનારા લોલક, હીરા વગેરેની ચોરી પણ પગારદાર માણસો પાસે કરાવે છે. જૂની લાકડાની નકશીના આપણા દેરાસરોમાંના નમૂનાઓ પણ ચોરાય છે કે પાણીમૂલે વેચાયા કરે છે. તો આ માટે સંઘને સાવચેત કરવાની જરૂર છે.” પત્ર લખનાર મિત્રે પ્રાચીન વસ્તુઓની ચોરી બાબતમાં અને આપણી ઓછી સમજણને કારણે જૂની વસ્તુઓ નહીં જેવી કિંમતે વેચી નાખવામાં આવે છે એ બાબતમાં Page #310 -------------------------------------------------------------------------- ________________ તીર્થરક્ષા અને તીર્થસેવનઃ ૩, ૪ ૨૮૭ સાવચેત રહેવા સૂચવ્યું છે તે બિલકુલ સાચું છે. એમણે તો દેરાસરમાંની જૂની વસ્તુઓ ઓછા મૂલ્ય તો ન જ વેચાય એ માટેની જ ચેતવણી આપી છે; પણ ખરી રીતે તો ઇતિહાસ, સંસ્કૃતિ કે કળાની દૃષ્ટિએ જે જૂની ચીજો મૂલ્યવાન હોય, તે કોઈ પણ મૂલ્ય વેચી નહીં નાખતાં એ સાચવી રાખવાની જરૂર છે, અને એ ત્યારે જ બની શકે કે જ્યારે આપણે જૂની વસ્તુઓનું મૂલ્ય કરવાની દૃષ્ટિ કેળવીએ. (તા. ૭-૬-૧૯૬૯) (૪) કાંગડા-તીર્થનો પુનરુદ્ધાર: ધીર ભક્તિની વિજયગાથા સમસ્ત જૈનસંઘને આહ્વાદ અને ગૌરવની લાગણીનો અનુભવ કરાવે એવા એક સમાચારની નોંધ લેતાં અમે ખુશાલી અને ગૌરવ અનુભવીએ છીએ. અવિરત અને નિષ્ઠાભર્યા પ્રયત્નો ધીરજથી અને ખંતપૂર્વક ચાલુ રાખવામાં આવે, તો એથી કેવી ન કલ્પી શકાય એવી અસાધારણ સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે એની પ્રેરકકથા આ સમાચાર સંભળાવી જાય છે. ઉત્તર ભારતનું એક પ્રાચીન તીર્થ. એક કાળે એ ખૂબ જાહોજલાલ હતું, અનેક સાધુ-મુનિરાજો, સાધ્વીજી મહારાજો તથા નાના-મોટા યાત્રાસંઘો એની યાત્રાએ જતાં. એ કાંગડા તીર્થ, નગરકોટ કાંગડાના ટેકરીવાળા કિલ્લા ઉપર એ તીર્થ વસેલું છે. એના મૂળનાયક ભગવાન ઋષભદેવ. આ તીર્થની કથા પૌરાણિક તથા ઐતિહાસિક બંને કાળને સ્પર્શે છે. પૌરાણિક સમયની વાત કરીએ તો એ છેક પાંડવોના સમયને સ્પર્શી છે. એ કથા અનુસાર પાંડવોના સમયમાં કટોચ વંશના સુશર્મચંદ્ર રાજાએ એની સ્થાપના કરીને એમાં ભગવાન નેમિનાથની પ્રતિમા બિરાજમાન કરી હતી. ઐતિહાસિક આધાર પ્રમાણે, સાહિત્યિક પુરાવાને આધારે, આ તીર્થ સાડા પાંચસો વર્ષ જેટલું તો ખરી રીતે એના કરતાં પણ વધુ) પ્રાચીન પુરવાર થાય જ છે; કારણ કે વિ. સં. ૧૪૮૪માં રચાયેલ “વિજ્ઞપ્તિત્રિવેણી' નામે એક કૃતિમાં આ તીર્થનો ઉલ્લેખ મળે છે. એમાં મૂળનાયક તરીકે ભગવાન ઋષભદેવની વિશાળ પ્રતિમા બિરાજે છે. જે સ્થાનમાં આ તીર્થ આવેલું છે, ત્યાં જૈનોનો વસવાટ હશે જ એ કહેવાની જરૂર નથી. પણ, કાળક્રમે, કોણ જાણે કયા કારણે, આ સ્થાનને સમયના વારાફેરા કે ઘસારા એવા સ્પર્શી ગયા Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ જિનમાર્ગનું જતન કે એ સ્થાનમાંથી જૈનોની વસ્તી ખલાસ થઈ ગઈ, અને એ તીર્થ પણ સાવ ભુલાઈ ગયું, પરિણામે એ સાવ જીર્ણશીર્ણ બની ગયું. - પણ, જાણે આ તીર્થના ફરી પ્રગટ થવાનો, એના જીર્ણોદ્ધારનો તથા એની યાત્રા પુનઃ ચાલુ થવાનો કાળ પાકી ગયો હોય એમ, આપણા વિખ્યાત પુરાતત્ત્વાચાર્ય પદ્મશ્રી સ્વ. મુનિશ્રી જિનવિજયજીને છએક દાયકા કરતાં વધુ સમય પહેલાં, પાટણના કોઈક હસ્તલિખિત ભંડારમાંથી ખરતરગચ્છના શ્રી જયસાગર ગણીએ વિ. સં. ૧૪૮૪માં રચેલ, ‘વિજ્ઞપ્તિ ત્રિવેણી' કૃતિની હસ્તપ્રત મળી આવી. ઐતિહાસિક પર્યાલોચન સાથે એ કૃતિનું સંપાદન શ્રી જિનવિજયજીએ કર્યું હતું, અને એનું પ્રકાશન બાસઠ વર્ષ પહેલાં ભાવનગરની સુપ્રસિદ્ધ શ્રી જૈન આત્માનંદ સભાએ કર્યું હતું. આ કૃતિમાંથી જે કંઈ ઐતિહાસિક સામગ્રી કે માહિતી સાંપડે છે, એમાં જૈનસંઘમાં સાવ અજ્ઞાત બની ગયેલી કાંગડા તીર્થ સંબંધી વિગતોનો પણ સમાવેશ થાય છે. એ મુજબ એક કાળે ઉત્તર ભારતનું આ તીર્થ ખૂબ જાણીતું અને પ્રભાવશાળી હતું. કાળના પ્રભાવે જીર્ણ-શીર્ણ બની ગયેલ અને જૈન સંઘમાં ભુલાઈ ગયેલ આ તીર્થ સંબંધમાં આવકારપાત્ર વાત એ બની, કે ભારત-સરકારના પુરાતત્ત્વ-ખાતાએ એક રક્ષિત ઇમારત તરીકે આ પ્રાચીન ધ્વસ્ત તીર્થને આશ્રય આપીને એના ઉપર પોતાનો કબજો કરી લીધો; અને એની સાચવણી માટે ઘટતી, શકય વ્યવસ્થા પણ કરી. જો સરકારના પુરાતત્ત્વ-ખાતાએ આ સ્થાનની આટલી સાચવણી કરી ન હોત, તો એ જીર્ણ સ્થાન વધુ જીર્ણ થતું થતું જમીનદોસ્ત થઈને સદાને માટે કેવું લુપ્ત થઈ જાત એ કહેવું મુશ્કેલ છે. આ તીર્થ ટકી રહ્યું એ માટે આપણે પુરાતત્ત્વખાતાનો આભાર માનવો ઘટે છે. સભાગ્યે યુગદ્રષ્ટ આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજીનું ધ્યાન આ પુસ્તક તરફ ગયું; અને એ લુપ્ત તીર્થસ્થાનને શોધી કાઢવાનો એમણે સંકલ્પ કર્યો. અને જ્યારે આ તીર્થસ્થાન પંજાબમાં કયા સ્થળે આવેલું છે, એની તેઓશ્રીને ભાળ મળી, એટલે, આજથી પ૩ વર્ષ પહેલાં, સને ૧૯૨૫ની સાલમાં, હોશિયારપુરથી એક મોટો યાત્રાસંઘ કાઢીને, તેઓ આ તીર્થધામમાં પહોંચ્યા અને ખૂબ ભાવ-ભક્તિપૂર્વક એ તીર્થની યાત્રા કરી, એટલું જ નહીં, એ તીર્થનો જીર્ણોદ્ધાર કરાવવાની પોતાની ભાવના પંજાબના શ્રીસંઘ સમક્ષ વ્યક્ત કરી. પંજાબ સંઘે પોતાના પરમ ઉપકારી ગુરુ વલ્લભની આ ભાવનાને એક પવિત્ર આજ્ઞા, આદેશ કે ધર્મકર્તવ્ય તરીકે હર્ષોલ્લાસપૂર્વક વધાવી લીધી, અને એ દિશામાં એ સમયથી જ શક્ય પ્રયાસો શરૂ કરી દીધા. પંજાબના શ્રીસંઘે આ પ્રયાસો સફળ થાય એની રાહ ન જોતાં, આ પ્રયાસોના. જ એક રચાત્મક અંગ રૂપે, દર વર્ષે સંઘ સાથે કે વ્યક્તિગત રીતે આ જીર્ણ તીર્થની Page #312 -------------------------------------------------------------------------- ________________ તીર્થરક્ષા અને તીર્થસેવન : ૪ યાત્રા કરવાનું ચાલુ રાખ્યું; સાથેસાથે ભારત-સરકારનું પુરાતત્ત્વ-ખાતું આ તીર્થ જૈન સંઘને સુપરત કરે એ માટેના પ્રયત્નો પણ ચાલુ રાખ્યા. ઉપરાંત, આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી તથા એમના સ્વર્ગવાસ પછી તેઓના પટ્ટધર આચાર્ય શ્રી વિજ્યસમુદ્રસૂરિજી અવારનવાર પ્રોત્સાહન આપતાં રહીને, પંજાબના સંઘના આ પ્રયત્નોમાં બળ પૂરતા રહ્યા. આ બધાને પરિણામે એક બાજુ જેમ આ તીર્થની લોકપ્રિયતા જૈનસંઘમાં – ખાસ કરીને પંજાબના જૈનસંઘમાં – વધતી ગઈ, તેમ બીજી બાજુ આ તીર્થને પ્રાપ્ત કરવા અંગેનું અનુકૂળ વાતાવરણ પણ સરજાતું ગયું. હિમાલયની ગિરિમાળાની ગોદમાં, અત્યારના હિમાચલ-પ્રદેશમાં, સુરમ્ય કુદરતની વચ્ચે આવેલ આ તીર્થનું શાંત-એકાંત-મનમોહક વાતાવ૨ણ કોઈ પણ ભાવિકના મનને વશ કરી લે એવું છે. આથી પણ આ તીર્થનો કબજો મેળવવાની પંજાબ જૈનસંઘની ભાવના વિશેષ પ્રબળ બનતી રહી, અને એ માટેના એમના પ્રયત્નો પણ પ્રબળ બનતા રહ્યા. પણ સરકારના કબજામાં ગયેલ ઇમારતને પાછી મેળવવાનું અથવા એના ઉપર સરકારે મૂકેલ પ્રતિબંધમાં છૂટછાટ મેળવવાનું કામ ઘણું જ મુશ્કેલ — લગભગ અશક્ય કહી શકાય એવું — હોય છે. એટલે, એક રીતે કહીએ, તો પંજાબના સંઘને માટે આ કામ અગ્નિપરીક્ષા જેવું અત્યંત આકરું તથા ગજવેલ જેવા અકાટ્ય નિશ્ચયબળ, અદમ્ય ઇચ્છાશક્તિ અને અવિરત પુરુષાર્થથી પાર પડી શકે એવું જ હતું. પણ પંજાબનો સંઘ, ખરેખર, પંજાબનો જ સંઘ હતો ! આ તીર્થનો સકાર પાસેથી કબજો મેળવીને અને એનો જીર્ણોદ્ધાર કરીને એને ફરી જાહોજલાલ બનાવવાની એની ઝંખના અને ભાવનામાં પંજાબની વીરભૂમિનાં શૌર્ય અને ખમીર સીંચાયેલાં હતાં અને એની ઉપર પોતાના ગુરુદેવોના આશીર્વાદોનાં નિરંતર અમીછાંટણાં થતાં રહેતાં હતાં. એટલે, આ કાર્યમાં જરા ય નિરાશ, ઉદાસ કે શિથિલ થયા વગર, પંજાબના સંઘે આ તીર્થના જીર્ણોદ્ધાર માટેના પોતાના અવિરત પ્રયત્નો અપાર ખંત-ધીરજઉત્સાહપૂર્વક ચાલુ રાખ્યા. વધારામાં, પંજાબના જૈન ભાવિકો તેમ જ અન્ય સ્થાનના જૈન ભાવિકો સમયે-સમયે આ તીર્થની યાત્રા કરવા પ્રેરાય, અને એ રીતે પણ આ તીર્થનો જીર્ણોદ્ધાર કરવાની પંજાબ જૈન સંઘની ઇચ્છા પ્રત્યે સરકારનું ધ્યાન અવારનવાર ખેંચાતું રહે, એટલા માટે ટેકરીની તળેટીમાં વસેલ કાંગડા ગામમાં જિનાલય, ધર્મશાળા અને ભોજનાલય વગેરેની સગવડ કરવામાં આવી. આ ઉપરથી પણ પંજાબ-જૈન-સંઘની આ તીર્થ પ્રત્યેની ભક્તિ અને એનો જીર્ણોદ્ધાર કરવાની તમન્ના અને તત્પરતાનો ખ્યાલ આવી શકે છે. ૨૮૯ Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૦ જિનમાર્ગનું જતન ઉપર કહેવામાં આવ્યું તેમ, આ કામ અતિ દુષ્કર, હતાશ બનાવી દે અને થકવી દે એવું હતું. એટલે આવી નિરાશ-ઉદાસ બનાવી દે એવી વિષમ પરિસ્થિતિમાં આ માટેના પ્રયાસોને બે-બે દાયકા સુધી ચાલુ રાખવા, અને એમાં અલ્પ-સ્વલ્પ સફળતા મળ્યા પછી પણ પૂરાં ત્રીસ વર્ષ સુધી વણથંભ્યા ચાલુ રાખવા એ કંઈ નાનીસૂની વાત ન ગણાય; પંજાબના જૈનસંઘની ધર્મપ્રીતિ, તીર્થભક્તિ અને ગુરુની આજ્ઞાનું પાલન કરવાની તત્પરતાની કસોટી કરે એવી એ વાત હતી. અને આ તીર્થભૂમિની પૂજાભક્તિ તથા એના જીર્ણોદ્ધાર અંગે, ક્રમેક્રમે, જે વધુ ને વધુ સાનુકૂળ પરિસ્થિતિ સર્જાતી ગઈ તે ઉપરથી કહેવું જોઈએ, કે પંજાબ જૈન-સંઘ પોતે હાથ ધરેલ મુશ્કેલ કાર્યમાં સારી રીતે સફળ થયો છે. આ અંગે વિશેષ નોંધપાત્ર અને આહલાદ ઉપજાવે એવી વાત તો એ છે, કે આ તીર્થની બારે મહિના સેવાભક્તિ થઈ શકે એવી અસાધારણ અનુમતિ સરકારના પુરાતત્ત્વખાતા તરફથી મેળવી આપવાનો યશ કાંગડા જેવા પ્રતિકૂળ સ્થાનમાં ચાતુર્માસ કરવાનું સાહસ કરનાર સાધ્વીજી મહારાજ શ્રી મૃગાવતીશ્રીજીને ફાળે જાય છે. અલબત્ત, એમના આ છેલ્લા પ્રયાસની પાછળ પંજાબના જૈનસંઘના આ માટેના નિષ્ઠાભર્યા અવિરત પુરુષાર્થના તપનું પીઠબળ રહેલું જ છે – એ કહેવાની જરૂર નથી. પંજાબ-જૈન-સંઘના વીસેક વર્ષના પ્રયત્નને પરિણામે, સને ૧૯૪૭ની સાલમાં, જૈનસંઘને કાંગડાના કિલ્લામાંના જીર્ણ જિનાલયના મૂળનાયક ભગવાન ઋષભદેવની પ્રાચીન પ્રતિમાની પૂજા-સેવા વર્ષના ત્રણ દિવસ કરવાની અનુમતિ પુરાતત્ત્વ-ખાતા તરફથી મળી. આ ત્રણ દિવસ એટલે લોકપર્વ હોળીના ફાગણ સુદિ ૧૩, ૧૪ અને ૧૫ના ત્રણ દિવસ. એ ત્રણ દિવસ ત્યાં મોટો મેળો પણ ભરાય છે, અને પંજાબનાં સેંકડો જેન ભાઈ-બહેનો એ તીર્થની યાત્રા અને ભક્તિનો લાભ લે છે. કાર્યની સફળતાનું આ પહેલું પગથિયું. - આ તીર્થના જીર્ણોદ્ધાર માટેની પોતાની ભાવના વ્યકત કરતાં સ્વ. શાંતસ્વભાવી આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિએ પોતાના સ્વર્ગવાસ અગાઉ એક વાર કહ્યું હતું; “હું ઇચ્છું , કે કાંગડા-તીર્થ પંજાબનું શત્રુંજય બને.” તે પછી હોશિયારપુરમાં તેઓએ ફરમાવ્યું હતું : “કાંગડા તીર્થના ઉદ્ધાર માટે કાંગડા જવાની મારી ભાવના પ્રબળ છે. હું સકલ સંઘને અનુરોધ કરું છું, કે પંજાબના દરેક નગરનો દરેક પરિવાર, દરેક ચૂલા દીઠ, દર મહિને કાંગડા તીર્થના ઉદ્ધાર માટે એક-એક રૂપિયો સહર્ષ ભેટ આપે.” આ થોડાક શબ્દો સ્વ. આચાર્યદેવની આ તીર્થના ઉદ્ધાર માટેની ભાવના કેટલી ઉત્કટ હતી એના પુરાવારૂપ તથા શ્રીસંઘની કર્તવ્યભાવનાને જાગૃત કરે એવા હતા. એ શબ્દો સાધ્વીજી શ્રી મૃગાવતીશ્રીજીના અંતરને એવા સ્પર્શી ગયા અને એમની Page #314 -------------------------------------------------------------------------- ________________ તીર્થરક્ષા અને તીર્થસેવન : ૪ ૨૯૧ ધર્મકર્તવ્યની ભાવનાને એવી જગાડી ગયા, કે એમણે પોતાના ગુરુદેવોની ભાવનાને સફળ કરવા માટે ખુદ કાંગડાતીર્થ જેવા દુર્ગમ અને અનેક અગવડોથી ભરેલ સ્થાનમાં ચાતુર્માસ કરવાનો હિંમતભર્યો નિર્ણય સાવ સહજભાવે કર્યો, અને શ્રીસંઘના ઉત્સાહભર્યા સ્વાગત સાથે, ગત અષાડ માસમાં, ત્યાં પહોંચી પણ ગયાં. અને જાણે પંજાબ-શ્રીસંઘની આ તીર્થના ઉદ્ધાર માટેથી અરધી સદી જેટલી લાંબી સાધના અને સાધ્વીજીની ભાવના સફળ થવાનો સમય પાકી ગયો હોય એમ, આ બે આવકારપાત્ર આહલાદકારી ઘટનાઓ ચાર મહિના કરતાં ય ટૂંકા સમયમાં બની: ચાતુર્માસની શરૂઆતમાં પુરાતત્ત્વ-ખાતાના એક અધિકારી શ્રી મૃગાવતીશ્રીજીનાં દર્શને આવ્યા અને એમની સરળતા, સાધુતા અને વિદ્વત્તાથી પ્રભાવિત થઈને તથા આ તીર્થના ઉદ્ધાર તથા એની સેવા-પૂજાની માગણીમાં રહેલા વાજબીપણાનો સ્વીકાર કરીને તેઓ આખા ચાતુર્માસ દરમ્યાન આ તીર્થના મૂળનાયક શ્રી ઋષભદેવ ભગવાનની પ્રાચીન પ્રતિમાની સેવા-પૂજા કરવાની અનુમતિ આપતા ગયા. કાર્યસિદ્ધિનું આ હતું બીજું સોપાન. અને ચાતુર્માસ પૂર્ણ થતાં પહેલાં સરકારના પુરાતત્ત્વ-ખાતાએ આ તીર્થના મૂળનાયકની બારે મહિના સેવા-પૂજા કરવાની જૈન-સંઘને અનુમતિ આપીને તો જેમ પોતાની ઉદાર દૃષ્ટિનો પરિચય આપ્યો, તેમ આ આખી ઘટના ઉપર જાણે સુવર્ણકળશ ચડાવ્યો. પુરાતત્ત્વખાતા તરફથી મળેલ આ અનુમતિ અનુસાર સવારના ૮ વાગતાંથી તે બપોરના ૧૨ વાગતાં સુધી ભગવાનની પૂજા થઈ શકશે અને રાત્રે આરતી પણ ઉતારી શકાશે. આ ઘટના સુદીર્ઘકાળના મનોરથોની સિદ્ધિના ત્રીજા સોપાનરૂપે ચિરસ્મરણીય બની રહેશે. જૈનસંઘના – વિશેષ કરીને પંજાબના જૈનસંઘના – પ્રયત્નો સફળ થયા તેમાં, પુરાતત્ત્વખાતાના ડાયરેકટર-મહોદયે આપણી લાગણીઓને જે ન્યાય આપ્યો તથા આપણા સંઘના રાષ્ટ્રીય તથા સામાજિક આગેવાન ધર્માનુરાગી બાબુ શ્રી વિજયસિંહજી નાહરે જે નિર્ણાયક ભાગ ભજવ્યો, તે માટે આપણે બંનેનો આભાર માનવો ઘટે છે. આ તીર્થની સેવા-ભક્તિ કરવાની આપણને જે છૂટ મળી છે, તેથી આપણને બે લાભ થશે એમ અમે માનીએ છીએ: પહેલો અને બહુ જ મહત્ત્વનો લાભ તો એ થવાનો, કે આ તીર્થનો સમુચિત અને પૂરેપૂરો પુનરુદ્ધાર કરવાનો આપણને અવસર મળશે, અને બીજો એ લાભ, કે આ તીર્થના યાત્રિકોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો રહેવાને કારણે આ તીર્થ વધુ ને વધુ લોકપ્રિય અને પ્રભાવશાળી બનતું જશે. Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ જિનમાર્ગનું જતન - આખા દેશનો જૈનસંઘ આ કાર્યમાં મળેલી આવી વિરલ સફળતાનું સાચું સ્વાગત આ તીર્થના જીર્ણોદ્ધાર માટે અને એ સુંદર સ્થાનના વિકાસ માટે પૂરી ઉદારતાથી આર્થિક સહાય આપીને જ કરી શકે એ કહેવાની જરૂર નથી. પંજાબ-સંઘે અનન્ય ધર્મશ્રદ્ધાથી પ્રેરાઈને તથા અસાધારણ જહેમત ઉઠાવીને આ તીર્થ ઉપર જૈનસંઘનો અધિકાર પુનઃ પ્રસ્થાપિત કરવામાં જે કામયાબી હાંસલ કરી છે, તેથી જૈનસંઘનાં ગૌરવ અને શોભામાં વધારો થયો છે એમાં શક નથી. એટલા માટે આ તીર્થને ફરી જાહોજલાલ કરવામાં તન-મન-ધનથી દરેક જાતની સહાય આપવી અને તીર્થોદ્વારના ભગીરથ કાર્યમાં પંજાબના જૈન-સંઘને એકલવાયાપણું ન લાગે તે રીતે માંગ્યો સહકાર ઉલ્લાસપૂર્વક આપવો એ સમસ્ત જૈનસંઘની પવિત્ર ફરજ છે. આ ઘટના અંગે આટલા વિસ્તારથી લખવાનું અને જે કારણોસર મુનાસિબ માન્યું છે તે આ છે – (૧) આ તીર્થની પ્રાચીન અને અર્વાચીન સ્થિતિ તરફ તથા આ તીર્થનો જીર્ણોદ્ધાર કરવાની જે સોનેરી તક ઊભી થઈ છે એ તરફ શ્રીસંઘનું ધ્યાન દોરવું, અને આ ઐતિહાસિક ઘટનાનું અત્યારે તથા ભવિષ્યને માટે કેટલું મહત્ત્વ છે તે શ્રીસંઘને સમજાવવું. (૨) આ ઘટનાના બીજરૂપ આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજ તથા આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજની આ લુપ્તગુપ્ત ગણાવેલ તીર્થનો ઉદ્ધાર કરવાની ભાવનાનું સ્મરણ કરીને એમને શ્રદ્ધાંજલિ આપવી. (૩) આ કાર્ય માટે પંજાબના જૈનસંઘે પચાસ વર્ષ સુધી ખંત, ધીરજ અને ઉમંગપૂર્વક જે સતત કામગીરી બજાવી અને આવી લાંબી સાધનાની અંતિમ સિદ્ધિ અર્થાત્ ઈમ્પ્રાપ્તિ માટે સાધ્વીજી મહારાજ શ્રી મૃગાવતીશ્રીજીએ અનેક કષ્ય અને અગવડોની ઉપેક્ષા કરીને, કાંગડામાં ચોમાસુ કરવાનાં જે સાહસ અને હિંમત દર્શાવ્યાં તેની પ્રશસ્તિ કરવા સાથે, પંજાબસંઘ તથા સાધ્વીજી મહારાજ એ બંને પ્રત્યે શ્રીસંઘની આભારની લાગણી દર્શાવવી. (૪) સાધ્વીજી શ્રી મૃગાવતીશ્રીજીએ ધર્મપ્રીતિ, શાસનપ્રભાવના, ગુરુભક્તિ, તીર્થોદ્ધારની તમન્ના, આત્મશ્રદ્ધા વગેરેને લીધે જે ઐતિહાસિક કાર્યસિદ્ધિ કરી બતાવી તે જોઈને તપગચ્છ-સંઘના આચાર્યો પોતાના આજ્ઞાવર્તી સાધ્વીસમુદાયને યથાશક્તિ તથા યથેચ્છ શાસ્ત્રાધ્યયન, પ્રવચન, લેખન, સંશોધન-સંપાદન કરવાની મોકળાશ આપવાથી એનાં તેજ, ખમીર અને પ્રભાવકતામાં કેટલો વધારો થાય અને એથી શાસનને કેટલો મોટો લાભ થવા પામે એ વિચારતા થાય. Page #316 -------------------------------------------------------------------------- ________________ તીર્થરક્ષા અને તીર્થસેવનઃ ૪, ૫ ૨૯૩ (૫) જેસલમેર કે એના જેવા કળાના ધામ સમાં તીર્થોના જીર્ણોદ્ધારની સરકારના પુરાતત્વખાતા તરફથી અનુમતિ મેળવવામાં જે મુશ્કેલી પડે છે, તેનું નિવારણ કરવામાં આ ઘટના માર્ગદર્શક કે દાખલારૂપ બની રહે. અનેક રીતે મહત્ત્વની આ ઘટના અંગે અમે ફરી અમારી પ્રસન્નતા વ્યક્ત કરીએ છીએ, અને એનું પુનઃપુનઃ અંતરથી સ્વાગત કરીએ છીએ. (તા. ૧૧-૧૧-૧૯૭૮) (૫) મારવાડનાં તીર્થોમાં મનભર સ્નાન ફાલનાની યાત્રા ગત (૧૯૬૯ની) ૧૪મી ડિસેમ્બરે હું ફલના પહોંચ્યો. ફાલનામાં ત્યારે શૈક્ષણિક અને ધાર્મિક અનેક ઉત્સવો યોજાયા હતા. ફાલના વિદ્યાપ્રવૃત્તિનું ધામ બની શકર્યું, એના પાયામાં આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજીની પ્રેરણા અને આચાર્યશ્રી વિજયલલિતસૂરિજીનો અવિરત પુરુષાર્થ રહેલાં છે. સ્વનામધન્ય શ્રી ગુલાબચંદજી ઢઢુઢાનો પણ એમાં એવો જ ફાળો છે. આ ત્રણેની ભાવનાને બળ મારવાડના આ પ્રદેશમાં શિક્ષણને પ્રોત્સાહન આપવાનું વાતાવરણ ઊભું થયું, અને અનેક ભાઈઓ ઉત્સાહ અને ઉદારતાપૂર્વક સહાય આપવા આગળ આવ્યા. પરિણામે ફાલનામાં શ્રી પાર્શ્વનાથ ઉમેદ માધ્યમિક શાળા, શ્રી પાર્શ્વનાથ ઉમેદ મહાવિદ્યાલય અને એ બંને માટે જુદાંજુદાં વિદ્યાર્થીગૃહો સ્થપાયાં. આ બધાં જ વિદ્યા સ્થળો એક જ સ્થાને ખૂબ વિશાળ જગ્યામાં આવેલાં છે. એમાં જ વલ્લભવિહાર ઉપાશ્રય, નવું શાશ્વતા જિનનું દેરાસર, વલ્લભકીર્તિસ્તંભ, અતિથિગૃહ અને શ્રી પાર્શ્વનાથ ઉમેદ જેન શિક્ષણસંઘનું મકાન આવેલાં હોવાથી આ સ્થાન ધર્મતીર્થ અને વિદ્યાતીર્થના સંગમ સમું અને જાજરમાન લાગે છે. શાશ્વતા જિનનું દેરાસર ઉપાશ્રયના પાછળના ભાગમાં, સંગેમરમરનું અને નવી જ ઢબનું છે. અને એમાં ઋષભ, ચંદ્રાનન, વારિષણ અને વર્ધમાન – એ ચાર શાશ્વત તીર્થકરની પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. - શ્રી વલ્લભકીર્તિસ્તંભ એ મુનિશ્રી વલ્લભદત્તવિજયજીની આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી પ્રત્યેની ભક્તિનું અને એમની કાર્યશક્તિનું પ્રતીક બની રહે એવો છે. ઊંચી ઊભણી ઉપર ઊભી કરવામાં આવેલી સાદા પથ્થરની ૭૦ ફૂટ જેટલી Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ - જિનમાર્ગનું જતન ઊંચી આ ઇમારત જોતાં જ ચિત્તોડનો જૈન કીર્તિસ્તંભ યાદ આવી જાય છે. સ્તંભના બિહારના ભાગમાં કીર્તિસ્તંભની પ્રશસ્તિ, શ્રી વિજયવલ્લભસૂરિજીની જીવનકથા, એમની વાણી અને કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યની યોગશાસ્ત્રમાં વહેલી વાણી ઉત્કીર્ણ કરવામાં આવી છે. એના અંદરના ભાગમાં, ઉપર ચઢતાં-ચઢતાં શ્રી વિજયવલ્લભસૂરિજીનો જીવન-પરિચય થાય એવાં ચિત્રો દોરાવવાનું વિચારવામાં આવ્યું છે. અને છેક ઉપરની દેરીમાં શ્રી આત્મારામજી, શ્રી લક્ષ્મીવિજયજી, શ્રી હર્ષવિજયજી અને શ્રી વિજયવલ્લભસૂરિજીની મૂર્તિઓ પધરાવવામાં આવી છે. આ મૂર્તિઓના અણસારમાં કેટલોક ફરક છે, અને ચારેની છબીઓ મળતી હોવાથી એમાં જરૂરી સુધારો કરવાની જરૂર છે. મુનિવર્ય શ્રી વલ્લભદત્તવિજયજી સાથે આ અંગે વાત થઈ છે. આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજીનાં દર્શન એ તો ધીર, ગંભીર, પ્રશાંત, પાપભીરુ અને સર્વહિતકારી સાધુતાનાં પ્રત્યક્ષ દર્શન કરવા જેવો લાભ છે. ખાસ નોંધપાત્ર અને અંતર ઉપર અસર કરી જાય એવી વાત તો છે તેઓની ઉત્કટ ગુરુભક્તિ, ગુરુવર્યનાં સમાજઉત્કર્ષનાં કાર્યોને આગળ વધારવાની તાલાવેલી અને શ્રીસંઘમાં એકતા સ્થાપવાની ઝંખના. - સાદાઈ અને અન્ય ગુણોથી શ્રીમંતાઈને જીરવી જાણવાની મારવાડની શક્તિ જાણીતી છે. મોટામાં મોટા શ્રીમંત મહાનુભાવને પણ આપણે ઉપરથી ન ઓળખી શકીએ એવી સાદી અને સ્વાશ્રયી એમની રહેણીકરણી હોય છે. આવા બે શ્રીમંત મહાનુભાવનાં ફાલનામાં દર્શન થયાં : એક બીકાનેરના શ્રી કોચરજી અને બીજા બીજાપુરના શ્રી ઉમેદમલજી. બંને શ્રી વિજયવલ્લભસૂરિજીની ઉપર ખૂબ આસ્થા અને ભક્તિ ધરાવે છે. બંનેને ત્યાં ગર્ભશ્રીમંતાઈ દૂઝે છે, અને છતાં બંને સામાન્ય માનવીની જેમ જ જીવે છે. (તા. ૨૮-૨-૧૯૭૦) રાતા-મહાવીરની યાત્રા ઉદ્યમશીલ અને ભાવનાશીલ માનવીનો જ્યાં હાથ ફરે છે, ત્યાં વેરાનમાં પણ સુંદર બગીચો ખીલી નીકળે છે. રાજસ્થાનનું રાત-મહાવીર તીર્થ આનો દાખલો છે. બિજાપુરથી બે-એક માઇલને અંતરે એ તીર્થ આવેલું છે. ત્રીસેક વર્ષ પહેલાં હું એની યાત્રાએ ગયેલો, ત્યારે ત્યાં નાના-સરખા ધ્વસ્ત મંદિરમાં ભગવાન મહાવીરની રાતી વિશાળ મૂર્તિ હતી; અને આસપાસ બધે જ વેરાન હતું. એના સ્થાને અત્યારે સુંદર જિનમંદિર, સગવડવાળી મોટી ધર્મશાળા, ભોજનશાળા, પાણીની પૂરી સગવડ – આ બધું જોઈને મન પ્રસન્ન થઈ ગયું. Page #318 -------------------------------------------------------------------------- ________________ તીર્થરક્ષા અને તીર્થસેવન : ૫ ૨૫ ભોંયરામાં રતાશ પડતા આરસની મહાવીરસ્વામીની મોટી નવી પ્રતિમા પધરાવી છે; તે પણ ઘણી મનોહર છે. અહીં એ વાતની આપણે કૃતજ્ઞતાપૂર્વક નોંધ લેવી ઘટે કે આ તીર્થનો આવો સુંદર જીર્ણોદ્ધાર શ્રી ઉમેદમલજીના કાકા શ્રી ઝવેરચંદજીએ જાતદેખરેખ નીચે કરાવ્યો છે, અને તેઓના સ્વર્ગવાસ પછી એ કામ ઉમેદમલજીના વયોવૃદ્ધ પિતા શ્રી હજારીમલજી સંભાળે છે. રોજ સવારે ચાલીને જવું અને સાંજે ચાલીને આવવું એ એમનો ક્રમ છે. અમે મોટરમાં બિજાપુરથી સાંજે એ તીર્થના દર્શને જતા હતા ત્યારે શેઠશ્રી હજારીમલજી ચાલીને આવતા અમને સામા મળ્યા હતા. એ શ્રીમંતાઈ, એ સાદગી અને એ ધર્મભાવના સદા વંદનીય અને અભિનંદનીય છે. સાંજે બિજાપુરમાં શ્રી ઉમેદમલજીનું ભાવભર્યું આતિથ્ય માણી, સાદડી આ. શ્રી પૂર્ણાનંદસૂરિજીને તથા આ. શ્રી વિકાસચંદ્રસૂરિજીને વંદન કરી, અમે રાતે રાણકપુર પહોંચ્યા. (તા. ૭-૩-૧૯૭૦) રાણકપુર, પિંડવાડા અને સિરોહીની યાત્રા ભાવિક ભક્તના અંતરમાં ભાવના જાગે – કવિની કલ્પના જેવી જ એ ભાવના. ભગવાનનું સ્મરણ એને એ ભાવનાને સજીવન કરવા પ્રેરે. કવિ જેવી જ શિલ્પીની કલ્પના જાગી ઊઠે. શિલ્પી કળા અને ભાવનાની પાંખે ઊડે. એના મુલાયમ ટાંકણામાં ચેતના પ્રગટે, એક પાવનકારી, નયનમનોહર દેવમંદિર ઊભું થાય. ભાવિક જનોનો આત્મા ધન્યધન્ય બની જાય. રળિયામણું રાણકપુર આવું જ છે; કળા અને ધર્મભાવનાના સંગમસમું તીર્થ. ધર્મપુરુષ ધરણાશાહ ધર્મભાવનાનો અવતાર ધર્મ અને ધન બંનેની એના ઉપર કૃપા. એક વાર એ શત્રુંજય-તીર્થની યાત્રાએ ગયા. અંતર સંયમના રંગથી રંગાઈ ગયું. બત્રીસ વર્ષની જ થનગનતી ઉમર અને એમણે દેવ, ગુરુ અને ધર્મની સાક્ષીએ, આત્માની સાક્ષીએ, સંઘની સાક્ષીએ બ્રહ્મચર્યવ્રત અંગીકાર કર્યું ! પોતાની શક્તિ અને બાહ્ય સંપત્તિનો ઉપયોગ આત્મસંપત્તિને વધારવામાં કરવાનો એમણે સંકલ્પ કર્યો. એમના અંતરમાં મનોરથ જાગ્યા : એક દેવવિમાન જેવું દેવમંદિર ઊભું કરું, અને એ ધર્મતીર્થની રચનામાં મારા જીવન અને ધનને કૃતાર્થ કરું. એમને મળી ગયો. એક શિલ્પી; જેવો સિદ્ધહસ્ત, એવો જ મસ્ત. ધરણાશાહના ધનની સરિતા અને શિલ્પી દેવાની કળાની ભાગીરથીનો સંગમ થયો. એ સંગમને આરે રળિયામણું રાણકપુર તીર્થ ઊભું થયું. “ધરણવિહાર” અને “ત્રિભુવનદીપક-પ્રાસાદ' નામે એ તીર્થ ઊભું થયું; લોકહૃદયમાં વસી ગયું. વિક્રમની પંદરમી સદીની આ વાત. આ તીર્થનાં કંઈકંઈ વખાણ સાંભળ્યાં હતાં; એનાં દર્શન કરવા અંતર તલસી રહ્યું હતું. મનમાં હતું અને આજે પણ છે કે હેતાળ માતાના ખોળામાં હસતા-ખેલતા Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૬ જિનમાર્ગનું જતન રૂપાળા બાળકની જેમ, કુદરતમાતાની ગોદમાં વસેલા આ શાંત, એકાંત, સુંદર તીર્થમાં આઠ-દસ દિવસ રહીને પરમાત્મા અને આત્માના સાનિધ્યના આનંદરસનું આચમન કરવા અર્દનો પ્રયત્ન કરવો. પણ દરિદ્રના મનોરથોની જેમ, આ ઝંખના તો ફળે ત્યારે ખરી ! પહેલી વાર આ તીર્થનાં દર્શન કર્યાં હતાં આજથી બારેક વર્ષ પહેલાં પૂજ્ય પંડિત શ્રી સુખલાલજી સાથે. ત્યારે ત્યાં ફકત વીસેક કલાક જ રહેવાનો લ્હાવો મળ્યો હતો. ઝંખના સાવ અધૂરી રહી ગઈ : ક્યારે ફરી યાત્રાનો અવસર મળે ! અને એવો થોડોક અવસર મળી ગયો. અમે રાતા-મહાવીર તીર્થની યાત્રા કરી તા. ૧૫ મી ડિસેમ્બરે રાતના દસેક વાગે રાણકપુર પહોંચ્યા. ચારે કોર નીરવ શાંતિ હતી. સુદિ સાતમના ચંદ્રની સોહામણી ચાંદની જાણે ધરતી, દેવમંદિર અને આસપાસની ટેકરીઓ ઉપર રમવા નીકળી હતી. બધે ય એનું સોહામણું રૂપ રેલાઈ રહ્યું હતું. મેં ધાર્યું હતું કે રાણકપુર પહોંચીને રાતના જ દેવમંદિરની આસપાસ અને એના વિશાળ આંગણામાં ફરીને ઈશ્વરના અને કુદરતના અનોખા રૂપનાં દર્શન કરીશું. પણ કંઈક થાક, કંઈક ટાઢ અને કંઈક માર્ગભૂલ્યા મુસાફરની જેમ અમે આડીઅવળી નકામી વાતોમાં અટવાઈ ગયા, તેથી એ ધારણા ન ફ્ળી ! જાગ્યા. જિનમંદિરનાં દર્શન કર્યાં, જિનેશ્વરનાં દર્શન કર્યાં, ચોમેરની કુદરતનાં દર્શન કર્યાં; જિંદગીની રોજ-બ-રોજની જળોજથા ભૂલીને ચિત્ત આહ્લાદ અનુભવી રહ્યું ! જેવું સુંદર એવું જ સ્વચ્છ ! અવ્યવસ્થાનું કોઈ નામ નહીં; અસ્વચ્છતા કે અવ્યવસ્થા કરતાં આપણે પોતે જ શરમાઈ જઈએ ! ચારે કોર નાની-નાની ટેકરીઓ. આગળ નાની-સરખી નદી. આસપાસ વિશાળ વગડો. નદીનાં નીર તો સુકાઈ ગયાં છે, પણ એની શોભા સુકાઈ નથી. માનવીએ સરજેલી કળા અને કુદરતની કળાને વસાવતું આ ધામ જાણે પરમેશ્વરની જ હૃદયંગમ કથા સંભળાવે છે ! જેમ આ તીર્થની સ્થાપનાની કથા જાણવા-સાંભળવા જેવી છે, તેમ એના જીર્ણોદ્ધારની વાર્તા પણ મનમાં વસી જાય એવી છે, તીર્થ તો જાણીતું હતું, પણ માનવીની ભૂલથી કહો કે કાળબળથી કહો, એ જીર્ણ અને વેરાન થઈ ગયું હતું. ત્યાં પહોંચવું બહુ મુશ્કેલ બની ગયું હતું. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીનું અને એના પ્રમુખ શેઠ શ્રી કસ્તૂરભાઈનું ધ્યાન એ ત૨ફ ગયું, એમણે એનો નમૂનેદાર જીર્ણોદ્વા૨ ક૨વાનું નક્કી કર્યું. શિલ્પ અંગેની એમની વિશિષ્ટ સૂઝ અને દીર્ઘદૃષ્ટિ, કુશળ શિલ્પીઓની વર્ષોની કામગીરી અને લાખોના ખર્ચે જીર્ણોદ્વાર સાંગોપાંગ પૂરો થયો. તીર્થની શોભા અને ભવ્યતા ફરી ખીલી નીકળી, Page #320 -------------------------------------------------------------------------- ________________ તીર્થરક્ષા અને તીર્થસેવન : ૫ એની એક-એક વાત ઉપર શેઠશ્રીએ ધ્યાન આપ્યું. સાદડીથી રાણકપુર પહોંચવાનો માર્ગ પાકો થઈ ગયો, નવી-નવી ધર્મશાળાઓ ઊભી થઈ; અને તીર્થની શોભાને કશી જ ક્ષતિ ન પહોંચે એની પૂરી તકેદારી રાખી. તીર્થના જીર્ણોદ્વા૨થી પ્રભાવિત થઈને મારવાડના એક ભાવિક સગૃહસ્થને, ત્યાં નવી ધર્મશાળા કરાવવાની ભાવના થઈ. એમણે પેઢીને લખ્યું. એ માટે આજથી ૩૦-૩૫ વર્ષ પહેલાં એ ભાઈએ પચાસ હજાર રૂપિયા આપવા કહ્યું ! તેઓ શ્રી કસ્તૂરભાઈ શેઠને મળ્યા. એમણે મંદિરની સામે ધર્મશાળા કરવાની માગણી કરી. શેઠે એનો ઇન્કાર કરી દીધો. મંદિરની શોભા અને પવિત્રતા પહેલી, પૈસા પછી ! આ રીતે આ તીર્થ ફરી જાજરમાન બની રહ્યું. અને મંદિરની શોભા ! જેવું વિશાળ, એવું જ ઊંચું અને એવું જ કોણીથી સમૃદ્ધ ! એનું વર્ણન શું થઈ શકે ? પાસે જ બીજાં મંદિરો અને સુંદર સૂર્યમંદિર એ સ્થાનની રમણીયતામાં વધારો કરે છે. બપોરે બધા સાથીઓ રવાના થયા, હું રોકાઈ ગયો. બપોરે ત્રણેક કલાક ફરી દેવમંદિરનાં નિહાળી-નિહાળીને દર્શન કર્યાં. નીરવ એકાંતમાં પ્રભુ સામે બેસીને પ્રાર્થના કરી; નિર્મળ બુદ્ધિ અને સ્વસ્થ ચિત્તની યાચના કરી ! અને રાત પડી – દેવમંદિરની આરતીના ઘંટારવ શાંત થયા. થોડી વાર ભાવનાનાં ગીતો રેલાયાં અને દેવદરબારનાં દ્વાર બંધ થયાં. હું ચોમેર ફરવા લાગ્યો. ઊજળી આઠમનો અર્ધો ચંદ્ર મધ્ય આકાશે શોભતો હતો, ચોમેર ચાંદની ફેલાતી હતી. મંદિરની પાછળની ટેકરીઓ સાધના કરતા કો' સ્વસ્થ યોગીઓની જેમ બેઠી હતી. એ ટેકરીઓની કોરે હરણીના ત્રણ તારા ચમકતા હતા : જાણે દર્શન, જ્ઞાન અને ચરિત્ર ! હું મંદિરની આસપાસ ફરતો રહ્યો, આંગણામાં ઘૂમતો રહ્યો. મન શાતા અને આહ્લાદ અનુભવી રહ્યું. ૨૯૦ પરોઢિયે પાંચેક વાગે જાગ્યો ત્યારનું દૃશ્ય વળી અનોખું હતું. ચંદ્રનો પ્રકાશ સંકેલાઈ ગયો હતો. ચોમેર અંધારું ફેલાયું હતું. રાત્રે ચાંદનીમાં પ્રકાશમાન લાગતાં મંદિરનાં શિખરો અને ટેકરીઓ ભવ્ય પડછાયા જેવાં શોભતાં હતાં અને આકાશ અગણિત તારાઓથી ઊભરાઈ ગયું હતું – આત્માના અનંત ગુણો આ રીતે ખીલી ઊઠે તો?... અને રવાના થવાનો સમય પણ આવી પહોંચ્યો. સવારના સાત વાગ્યા. દેવાધિદેવનાં છેલ્લાં દર્શન કરી જાણે એમને સદાને માટે અંતરમાં વસવા પ્રાર્થના કરી દેવમંદિરને ફરી-ફરી નીરખ્યું, ચોમેરની શોભાનું ફરી પાન કર્યું અને હું રવાના થયો. એનાં દર્શન કરવાની ઘણા વખતથી ઇચ્છા હતી. ઉપરાંત આ વખતે ત્યાં જવામાં મૌલિક વિચારક, આત્મચિંતક અને નિજાનંદનાં શોધક મુનિવર્ય Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ જિનમાર્ગનું જતન શ્રી અમરેન્દ્રવિજયજીને પિંડવાડામાં મળવાનો અવસર મળવાનો હતો. હું ૧૭મી ડિસેમ્બરે પિંડવાડા પહોંચ્યો. મહારાજશ્રીએ સાથે આવીને મંદિરનાં દર્શન કરાવ્યાં. એ ધાતુપ્રતિમાઓ ખરેખર અનોખી છે. કાઉસગ્ગ-મુદ્રાની બે વિશાળ પ્રતિમાઓ અને મોટી-નાની, જુદા-જુદા આકાર-પ્રકારની, કળાના વિશિષ્ટ નમૂના સમી સંખ્યાબંધ પદ્માસનસ્થ ધાતુપ્રતિમાઓનાં દર્શન કરીને વર્ષોની ઝંખના સફળ થયાનો સંતોષ અને આનંદ થયો. કળામય ધાતુપ્રતિમાઓના આવા સંગ્રહનું મૂલ્ય શું આંકી શકાય? પિંડવાડાના જિનમંદિરમાં સાદા પથ્થરની કોરણીનું જે નવું કામ થઈ રહ્યું છે, તે પણ શિલ્પકળાના ઉત્તમ નમૂના સમું છે. - બપોરે ને રાત્રે શ્રી અમરેન્દ્રવિજયજી મહારાજ સાથે મન ભરીને વાતો કરી. એમના વાચન-ચિંતનમાંથી મનનીય કેટલીય નવી વાતો જાણવા મળી. દરિદ્ર મન કંઈક મૂડીવાળું બન્યું. ૧૮મીની સવારે હું સિરોહી પહોંચ્યો. સિરોહીનાં મંદિરોની નામના ઘણા વખતથી સાંભળી હતી. ત્યાંનો એક મહોલ્લો તો શત્રુંજય તીર્થની ટૂંકની યાદ આપે એવો જિનમંદિરોથી સમૃદ્ધ છે. રાજસ્થાનના જાણીતા કાર્યકર અને અમારા સ્નેહી શ્રી અચલમલજી મોદીએ સાથે ફરીને બધાં ૧૬-૧૭ જેટલાં મંદિરોનાં દર્શન કરાવ્યાં. મંદિરો નાનાં પણ છે. મોટાં પણ છે. કળાના નમૂના જેવાં પણ છે અને સાદાં પણ છે. એક મંદિર તો એની રચનામાં રાણકપુરના વિશાળ મંદિરનો નાનો નમૂનો દર્શાવે એવું મોટું છે. મંદિરોમાં ક્યાંક ગંદકી પણ જોઈ. મંદિરોની સાચવણી માટે જરૂરી એવાં પૂરતાં નાણાંના અભાવને લીધે એમ હશે એમ લાગે છે. સિરોહી-સંઘમાં ધર્મને નિમિત્તે કુસંપ પેઠો છે, એ દુઃખદ છે. ત્યાંની જુદા-જુદા ગચ્છની મોટી-મોટી પોશાળો અને આ દેવમંદિરો સિરોહીની જાહોજલાલીની સાક્ષી પૂરે છે. ૧૮મી ડિસેમ્બરની સાંજે સિરોહીથી રવાના થઈ, પાંચ દિવસમાં ફાલના, રાતા મહાવીર, રાણકપુર, પિંડવાડા ને સિરોહી એ પાંચ તીર્થોની યાત્રા પૂરી કરી. (તા. ૧૪-૩-૧૯૭૦) (૬) સંસારતાપ શમાવતું શ્રી સેરિસાતીર્થ ભૂખ્યો માણસ ભોજનને ઝંખે, થાક્યો માનવી વિસામો શોધે, એ જ રીતે થાકેલ શરીર અને મન થોડીક કાર્યમુક્તિ અને થોડાક આરામની, કેટલાય મહિનાઓથી, તીવ્ર Page #322 -------------------------------------------------------------------------- ________________ તીર્થરક્ષા અને તીર્થસેવન : ૬ ૨૯૯ ઝંખના કરતાં હતાં; પણ એવો અવસર લાધતો ન હતો. ઊભી થયેલી જવાબદારીની ઉપેક્ષા તો કેવી રીતે થઈ શકે? કામ, કામ ને કામ – બસ, કામની જ જંજાળ; અને આવેલ કામને સમયસર પૂરું કરવાની સતત ચિંતા, ઉપરાંત વ્યવહારને સરખી રીતે સાચવવા માટે કરવી પડતી દોડાદોડી – આ બધાંને પહોંચી વળવા માટે શરીર અને મનને ઠીકઠીક તાણ વેઠવી પડે, અને એમાંથી ઊગરવા થોડીક આરામની ઝંખના રહ્યા કરે. બાકી તો, માનવી પાસે કામ એટલું રહે, કે એને લીધે આડોઅવળો વિચાર કરવાનો વખત જ ન રહે, કે એલફેલ પ્રવૃત્તિમાં પડવાની શક્તિ કે વૃત્તિ જ ન રહે; આવી સ્થિતિ એ મોટી ખુશનસીબી છે ! આમ થાય તો જ કામ કરવાની શક્તિ અને સૂઝ સતેજ થાય છે, અને જિંદગી બદીની બરબાદીમાંથી બચી જાય છે. work is Worship – કાર્યપરાયણતા એ તો ઈશ્વરઉપાસના છે – એ સોનેરી સૂત્ર મારું પરમપ્રિય સૂત્ર છે. છેવટ સુધી કામ મળતું રહે, કામ કરવાની શક્તિ મળતી રહે અને નિષ્ઠાપૂર્વક કામને પૂરું કરવાની મનોવૃત્તિ સતેજ રહે – એવું પરમાત્માની પરમકૃપા હોય તો જ બની શકે. અહીં, નમ્રતા સાથે એ કબૂલ કરવું જોઈએ, કે હું જે કંઈ કામોને પહોંચી વળવાનો પ્રયાસ કરું છું, એના કરતાં અનેકગણાં અને અનેકગણી જવાબદારીવાળાં મોટાંમોટાં કામો મારી (૫૮ વર્ષની ઉંમર કરતાં મોટી ઉંમરવાળા કાર્યકરો ભારે સફળતાપૂર્વક કરી રહ્યા છે; એ કામોની સરખામણીમાં મારાં કામો કોઈ વિસાતમાં નથી ! પણ એ તો સૌ-સૌની કાર્યશક્તિનો જ સવાલ છે. એમાં અફસોસ કરવાનો ન હોય. આપણી ઉત્તમમાં ઉત્તમ શક્તિ આપણે સ્વીકારેલ કે આપણા ઉપર આવી પડેલ જવાબદારીને પૂરી કરવા માટે અર્પીએ, મહાન કાર્યકરોના જીવનમાંથી પ્રેરણા લઈને વધુ આશાવાદી અને પુરુષાર્થપરાયણ બનીએ અને કામને ખેંચતાં-ખેંચતાં શરીર અને મન વેરવિખેર બની ન જાય એટલી સાવધાની રાખીએ એટલે પત્યું. ભોજનને અંતે તૃપ્તિનો મીઠો ઓડકાર અને કામને અંતે આનંદ ન આવે તો સમજવું કે ક્યાંક ચૂક થઈ. છેલ્લા ચારેક મહિનાથી તો સતત લાગ્યા જ કરતું હતું કે કામ કરવાનો આનંદ ઓસરી રહ્યો છે અને જાણે ઘસડ-બોળો ચાલતો હોય એવું લાગ્યા કરે છે. આ તો બે ય રીતે ખોટનો ધંધો; કામ પણ બગડે અને જિંદગી પણ બગડે. છેવટે નિર્ણય કર્યો કે લાંબા સમય માટે અને દૂરના કોઈ વધુ શાંત રળિયામણા સ્થાનમાં તો જવાય ત્યારે ખરે, અત્યારે તો પાંચેક દિવસ માટે નજીકના કોઈ તીર્થસ્થાનમાં પહોંચી જવું. અને અમે (શ્રી દલસુખભાઈ માલવણિયા, મારાં પૂજ્ય કાકી, મારાં પત્ની અને હું) ગત ફાગણ સુદ ૧૪ના રોજ સેરિસા તીર્થમાં પહોંચી ગયાં. આગમપ્રભાકર પૂજ્ય Page #323 -------------------------------------------------------------------------- ________________ જિનમાર્ગનું જતન પુણ્યવિજયજી મહારાજ પણ પાટણથી અમદાવાદ પાછા ફરતાં તે જ દિવસે સેરિસા પધાર્યા હતા એ પણ એક લાભ મળ્યો. 300 સેરિસામાં પાંચ દિવસ રહીને જે શાંતિ, આનંદ અને સુખનો લાભ મળ્યો, એના લીધે શરીર અને મનનો થાક ઠીકઠીક ઓછો થયો, અને ચિત્તમાં કંઈક આહલાદક સ્ફૂર્તિનો અનુભવ થવા લાગ્યો એમ કહેવું જોઈએ. ખૂબ દોડધામ અને ધમાલને અંતે આવો અવસર સાંપડ્યો એણે જાણે ધરતી ઉપર સ્વર્ગનો ચિરસ્મરણીય સુખાનુભવ કરાવ્યો. એ સમય વીસર્યો વીસરાય એવો નથી. સેરિસા સદા સ્મરણીય બની રહે એવું મનમોહક, ભવ્ય અને શાંત-સોહામણું તીર્થધામ છે. સેરિસા તીર્થ : ઇતિહાસ શ્રી સેરિસા તીર્થ પ્રાચીન અને અર્વાચીન બંને સમયમર્યાદાને સ્પર્શે છે. એ તીર્થં વિક્રમની તેરમી સદીમાં વિદ્યમાન હતું એવો એક શિલાલેખીય પુરાવો મળી આવ્યો છે. આ તીર્થમાં મહામંત્રી વસ્તુપાળે વિ. સં. ૧૨૮૫માં શ્રી નેમિનાથ ભગવાનનું બિંબ પધરાવ્યાનો એક ખંડિત શિલાલેખ મળી આવ્યો છે. એટલે આ તીર્થ એ પહેલાનું છે એ નક્કી થઈ શકે છે. તેરમી સદી પહેલાં આ તીર્થ કેટલું પ્રાચીન હોઈ શકે એના ચોક્કસ પુરાવા મળવા હજુ બાકી છે; છતાં વિ. સં. ૧૩૮૯માં આચાર્ય જિનપ્રભસૂરિજીએ રચેલ ‘વિવિધતીર્થંકલ્પ’માંના ‘અયોધ્યાનગરીકલ્પ'માં સેરિસામાં ચૌલુક્ય રાજવી કુમારપાળે એક જિનપ્રતિમા પધારાવ્યાનો ઉલ્લેખ છે તે આ તીર્થની પ્રાચીનતાને વિક્રમની બારમી સદી સુધી તો લઈ જ જાય છે. આ તીર્થ કર્યાં સુધી જાજરમાન રહ્યું અને કચારે એ લુપ્ત થયું એનો ચોક્કસ સમય હજી નક્કી થઈ શક્યો નથી. પણ કવિવર લાવણ્યસમયે વિ. સં. ૧૫૧૨માં *સેરિસા-તીર્થસ્તવન'ની રચના કરીને એ તીર્થનો અને એના મૂળનાયક પાર્શ્વનાથ પ્રભુનો મહિમા વર્ણવ્યો છે, એ ઉપરથી એટલું તો લાગે છે કે સોળમી સદી સુધી આ તીર્થ પ્રવર્તમાન હતું ઃ અને તે પછીના કોઈ સમયે વિનાશકારી આસમાનીસુલતાનીનો ભોગ બનીને લુપ્ત થઈ ગયું હોવું જોઈએ. વિક્રમની ગઈ વીસમી સદીના ઉત્તરાર્ધના પ્રારંભમાં આ તીર્થભૂમિના દેવ જાગ્યા અને વિ. સં. ૧૯૫૫માં ત્યાંની પ્રાચીન જિનપ્રતિમાઓ પ્રગટ થઈ અને એ તીર્થનો ધીમેધીમે જીર્ણોદ્ધાર થવા લાગ્યો. વિ. સં. ૨૦૦૨માં પૂ.આ.મ. શ્રી વિજ્યનેસૂરીશ્વરજીની નિશ્રામાં નવા જિનમંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી. એ રીતે આ પ્રાચીન તીર્થનો જીર્ણોદ્ધાર થયો, અને ફરી પાછું એ નવા રૂપે જાજરમાન બન્યું : આ છે આ પ્રાચીન તીર્થની અર્વાચીનતા. આ તીર્થની પુનઃ સ્થાપનામાં અને એના જીર્ણોદ્વારમાં અમદાવાદના સ્વ. શેઠ શ્રી સારાભાઈ ડાહ્યાભાઈએ ઊલટભેર અને Page #324 -------------------------------------------------------------------------- ________________ તીર્થરક્ષા અને તીર્થસેવન : ૬ ૩૦૧ ભક્તિપૂર્વક આપેલ હિસ્સો એ તીર્થના જીર્ણોદ્ધારના ઇતિહાસમાં સોનેરી અક્ષરોએ અંકિત થાય એવો છે. સુવિશાળ પ્રાંગણની વચે શોભતું વિશાળ અને ઉન્નત જિનમંદિર જોતાં જ ચિત્તને વશ કરી લે છે. ખૂબ ઊંચી ઊભણી ઉપર આછા રાતા-ગેરુઆ જોધપુરી (કે એવા કોઈ) પથ્થરનું બનેલું અને વચ્ચે વચ્ચે શ્વેત સંગેમરમરના મોટામોટા સ્તંભોથી, આથમતી રતુંબડી સંધ્યાએ તારે-મસ્યા આકાશની જેમ દીપી ઊઠતું આ જિનમંદિર શિલ્પકળાનો સાદો, પણ સુંદર અને ભવ્ય નમૂનો છે. પહોળાં-પહોળાં પગથિયાં અને વિશાળ ચોતરો એની ભવ્યતામાં ઓર ઉમેરો કરે છે. ચોતરા પછી લંબચોરસ પ્રવેશમંડપ આવે છે. એમાં બે મોટા ગોખમાં એક બાજુ દેવી અંબિકાની પ્રાચીન મૂર્તિ અને બીજી બાજુ દેવી પદ્માવતીની અર્વાચીન મૂર્તિ બેસારેલી છે. પછી આવે છે ચિત્તને શાંત, સ્વસ્થ અને સમતારસભર્યું બનાવતો સમચોરસ વિશાળ રંગમંડપ. રંગરોગાનના કોઈ લપેડા નહીં, બિનજરૂરી ચિતરામણની કોઈ કનડગત નહીં, છબીઓ કે એવો કોઈ ઠઠારો નહીં. ઊંચો વિશાળ ઘુમ્મટ પણ જાણે કોઈ ગંભીર સાધકની જેમ મૌન ધરીને વાણીના વિલાસને સંયમમાં રાખવાની આજ્ઞા ફરમાવે છે. ચોમેર શાંતરસનું સામ્રાજ્ય પ્રવર્તે છે. મંદિરની જમણી અને ડાબી બાજુનાં પ્રવેશદ્વારો, અને એની સાથેના ચોતરા ઉપર ચઢવા માટે અને મંદિરમાં જવા માટે મૂકેલાં પગથિયાં જાણે સોહામણા રાજહંસની પ્રસારેલી બે પાંખો જેવાં નયનમનોહર લાગે છે. અને મંદિરનું ઉન્નત શિખર તો જાણે એની ધજાને હવામાં લહેરાવીને આત્માને ઊંચે લઈ જવાની પ્રેરણા આપે છે. રંગમંડપમાં દાખલ થાઓ, અને ગભારામાં બિરાજતી ભગવાન પાર્શ્વનાથની વિશાળ શ્યામ-સુંદર પ્રતિમા ચિત્તને ચોરી લે છે. આ પ્રતિમા, રંગમંડપમાંની બે ઊભી (કાઉસગિયા) પ્રતિમાઓ અને નીચે ભોંયતળિયે પ્રતિષ્ઠિત શ્રી લોઢણ પાર્શ્વનાથની મોટી અને શ્યામ પ્રતિમા અહીંથી જ પ્રગટ થઈ છે. મંદિરમાં પ્રભુસન્મુખ બેસીએ છીએ અને અંતર શાતા અનુભવવા લાગે છે. નીચે લોઢણ પાર્શ્વનાથની બાજુમાં ભગવાન ઋષભદેવ કેસરિયાનાથની અર્વાચીન મૂર્તિ બેસારેલી છે. એ પણ મોટી અને શ્યામ છે. શ્યામ પ્રતિમાઓ, શ્વેત સ્તંભો અને ફરસબંધી અને આછું રાતું જિનમંદિરનું કાઠું – ત્રણ રંગનો ત્રિવેણીસંગમ કોઈ અજબ ભવ્યતા સર્જે છે. જિન-પ્રાસાદની અને એની ફરતા વિશાળ ચોગાનની સ્વચ્છતા બીજાં તીર્થસ્થાનો માટે દાખલારૂપ બની રહે એવી છે. ચારસો જેટલાં યાત્રિકો આરામથી રહી શકે એવી મોટી ધર્મશાળા, ચોખ્ખો અને મનભર ખોરાક આપતી ભોજનશાળા, વાપરવાના હેજ ભાંભરા પાણીના ચોવીસે Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ જિનમાર્ગનું જતન કલાક ચાલતા નળ, પીવાના મીઠા પાણીના પણ અમુક-અમુક સમયે ચાલુ થતા નળ, વિજળીની બત્તીઓ અને વાસણ-પાગરણની પૂરતી સગવડ; આવી બધી સગવડો આ સ્થાનને વિશેષ આકર્ષક અને રહેવા યોગ્ય બનાવે છે. આ તીર્થનો વહીવટ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી સંભાળે છે. આ તીર્થભૂમિનાં આ આકર્ષણો ઉપરાંત બીજાં બે આકર્ષણોથી પણ મારું મન પ્રભાવિત થયું છે; એમાંનું એક છેઃ એ તીર્થની પેઢીના મુનીમ શ્રી ચીમનલાલ ડાહ્યાભાઈ. ત્રીસ વર્ષથી તેઓ આ એક જ સ્થાનમાં પોતાની સેવાઓ આપી રહ્યા છે. તેઓ કાબેલ, કાર્યદક્ષ અને કર્તવ્યપરાયણ છે. કોઈ પણ કામ પાર કેમ પાડવું એની સૂઝ અને બીજા પાસેથી કામ લેવાની કુનેહ એમનામાં છે. ઉપરાંત, આવી નોકરી આટલા લાંબા સમય સુધી કરવા છતાં, એમણે જે રીતે પોતાની તેજસ્વિતા અને ખુમારી સાચવી રાખી છે તે વિરલ છે. એમની સાથે મોકળે મને વાત કરતાં એમની વિચારપ્રૌઢતા આપણા ખ્યાલમાં આવ્યા વગર નથી રહેતી. આ સ્થાનનું બીજું આકર્ષણ છે ગામની આસપાસનો શાંત, એકાંત અને સુંદર વગડો, અને જાણે હસતી-રમતી-કિલ્લોલ કરતી હોય એવી કુદરત. સવારે કે સાંજે એના રેતાળ માર્ગો ઉપર આપણા મનની મોજ પ્રમાણે, એકાદ વિચારને વાગોળતાં કે એકાદ કવિતાની કડીનું ગુંજન કરતાં, ડોલતાં-ડોલતાં ફર્યા કરીએ ત્યારે જાણે એમ જ લાગે છે કોઈ શાંતિના ઉદ્યાનમાં આપણે લટાર મારી રહ્યા છીએ: ન માણસોની ભીડાભીડ, ન વાહનોના ખળભળાટ કે ન વિજળીના દીવાના આંખોને આંજી દેતા ઝબકારા. મેં તો આ માર્ગોએ ફરતાં ભારે શાંતિ અને શાતા અનુભવી છે. પણ આવો અનુભવ થવો એ દરેક માનવીના પોતાના મનની સ્થિતિ ઉપર આધાર રાખે છે. આ તીર્થ અમદાવાદથી ૧૮ માઈલ અને કલોલથી ૬ માઈલ છે. અને બંને સ્થળેથી એસ. ટી. ની ૫-૬ બસો મળે છે. ગામડામાં સંસ્કારદર્શન સેરિસા બે હજારેક માણસોની વસતીનું, આપણાં બીજાં ગામડાં જેવું જ એક સામાન્ય ગામ છે. પણ ત્યાં માણસાઈભરી સંસ્કારિતાનું જે થોડુંક દર્શન થયું તે જાણવા જેવું છે. હોળીને દિવસે મોડી સાંજે અમે ગામમાં ફરવા નીકળ્યાં, તો ક્યાંય હોળી પ્રગટેલી ન લાગી ! બહુ જ નવાઈની વાત. પૂછ્યું તો જાણવા મળ્યું, હોળી પ્રગટવવાનું અને ધૂળેટી ખેલવાનું આખા ગામમાં સદંતર બંધ છે ! એક ઠાકોર ભાઈ કહે: “પહેલાં હોળીમાં વેર સુધ્ધાં વસૂલ થતાં હોળીમાં હોમવાના ઘાસના પૂળામાં તલવાર સંતાડીને Page #326 -------------------------------------------------------------------------- ________________ ૩૦૩ તીર્થરક્ષા અને તીર્થસેવન : ૬ લઈ જાય, અને લાગ જોઈને જેની સાથે અદાવત હોય એને ઝાટકી નાખે ! પછી તો ખૂબ વેર વધે અને પેઢીઓ સુધી એ ચાલે. આટલા માટે હોળી પ્રગટાવવી જ બંધ કરી, અને ધૂળેટી ખેલવાનું પણ એવાં તોફાનોને અટકાવવા બંધ કર્યું.” પાંચ આને શેર ખડી જેવું ચોખ્ખું દૂધ મળે – સામે ચાલીને લેવા જઈએ તો ! દૂધ દેનાર ઠાકોર કોમની બહેન કહે : “ભાઈ, અમારે કેટલા ભવ કરવા છે કે દૂધમાં પાણી મેળવીએ? એમ કર્યે માતા રાજી ન રહે, છોકરાં સુખી ન થાય !” અમે અમારા એક સ્નેહી સાથે દૂધ લેવા ગયેલા. એમણે બીજે દિવસે પોતે દૂધ લેવા આવશે એમ કહ્યું. બીજે દિવસે એમના બદલે એમનો દીકરો અને અમે દૂધ લેવા ગયા; અમે તો રાહ જોતાં બેઠાં, પણ બાઈએ દૂધ આપવાની કોઈ તૈયારી ન બતાવી. પૂછ્યું, તો કહે : “પેલા કાકાને દૂધ આપવાનું કહ્યું છે; તમને આપી દઉં તો એમને શું આપું? એમને વચન આપ્યું છે તે કેમ ભુલાય? વચન જાય એના બદલે છો ને દૂધ વગર વેચાયું પડ્યું રહેતું.” અમે એને સમજાવ્યું કે અમે એ કાકાની વતી જ આવ્યા છીએ, ત્યારે જ એણે દૂધ આપ્યું. આ કાકા તે અમદાવાદના શ્રી સાકરચંદ ફકીરચંદ મશરૂવાળા. છાશની વાત નીકળી તો કહે કે છાશમાં તો બધાયનો ભાગ. એ વેચીને પૈસા ન કરાય, પણ જે આવે એને એમ ને એમ આપી દેવાય. મૂળ તો આરામના હેતુથી કરેલ આ તીર્થયાત્રા-પ્રસંગે જોવા મળેલ ગામડાની આ નૈતિક સંસ્કારિતાથી ચિત્ત ખૂબ પ્રસન્ન થયું. આવા પ્રસંગો શહેરીઓના શહેરીપણાના અને એમની સંસ્કારિતાના ગુમાનને પડકારરૂપ બની રહે એવા છે. કદાચ આ ગામડાના રહેવાસીઓને શહેરીપણાનો રંગ નહીં લાગ્યો હોય એનું જ આ સુપરિણામ હશે. એમાં જ માનવસમાજનું ભલું રહેલું છે. સેરિસા તીર્થમાં પાંચ દિવસ ખૂબ આરામ, આનંદ અને આસાએશમાં વિતાવીને અમદાવાદ માટે રવાના થતો હતો, ત્યારે મનમાં થતું હતું કે વળી પાછું ફિકરકોટમાં દાખલ થવાનું આવ્યું! પણ તરત જ વળી મનમાંથી અવાજ આવ્યો, કે જેમ ભૂખ હોય તો જ ભોજનનો સ્વાદ આવે, એમ કામ કરીને થાક્યા હોઈએ તો જ આરામ આનંદદાયક બની શકે ! કામમાં જ આરામનાં મહિમા અને મહત્તા સમાયેલાં છે; નહીં તો આરામ અને આળસ વચ્ચે કોઈ ભેદ રહેવા પામતો નથી. અને આળસનો આશ્રય લીધો કે પતનને જ તેડું મોકલ્યું સમજો ! થોડીક ર્તિ મેળવીને અમદાવાદ પહોંચ્યો ત્યારે સેરિસાતીર્થની યાત્રાનાં મધુર સ્મરણોથી મન આહૂલાદ અનુભવતું હતું. આવો આલાદ ફરી કયારે મળશે? થાકી જવાય એટલું કામ કરીશું ત્યારે જ ને ? કાર્ય એ જ સાચું જીવન ! (તા. ૨૩-૩-૧૯૬૫ અને તા. ૧-૪-૧૯૬૫) Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ જિનમાર્ગનું જતન (૭) તીર્થગત વિવાદોનો ઉકેલઃ એક તાત્વિક વિચારણા જૈનધર્મની જે વિશિષ્ટતા છે, એ વિશિષ્ટતાની માનવસમૂહમાં પ્રતિષ્ઠા કરવી એ જૈન તીર્થસ્થાનોનો મુખ્ય હેતુ છે. અને એ દૃષ્ટિએ વિચારતાં જેમ જૈનધર્મ – જૈનધર્મના સિદ્ધાંતો – ઇતર ધર્મો અને એના સિદ્ધાંતો કરતાં જુદા તરી આવે છે, તેમ એનાં તીર્થસ્થાનો પણ કંઈક આગવી વિશિષ્ટતા ધરાવે છે. એટલે પછી આવાં તીર્થસ્થાનોની રક્ષાના ઉપાયો પણ એ ધર્મના સર્વમંગળકારી સિદ્ધાંતોના પ્રકાશમાં જ શોધવા અને અજમાવવા જોઈએ એ કહેવાની જરૂર નથી. ધર્મભાવનાના પ્રેરણાસ્થાન-સમાં તીર્થસ્થાનોની રક્ષા માટે ધર્મના પાયારૂપ કે પ્રાણરૂપ મૂળ સિદ્ધાંતોની જ જો ઉપેક્ષા થઈ જાય, અથવા એ સસરાઈ જાય તો એનું પરિણામ તો “જીવ ભલે ગયો, પણ રંગ તો રહ્યો!' એવું અનિચ્છનીય કે વિપરીત જ આવે. અને જો આપણે ગમે તે ભોગે ધર્મભાવના અને ધર્મસિદ્ધાંતોનું જતન કરવા માટે કૃતનિશ્ચય હોઈએ, તો ધર્મભાવના અને ધર્મસિદ્ધાંતો સાથે પૂરેપૂરા સુસંગત હોય એવા તીર્થરક્ષા માટેના નિદોષ ઉપાયો આપણને ન જ મળી આવે એમ માની લેવાને કશું જ કારણ નથી – ફક્ત એમાં આપણે ઉતાવળને બદલે ધીરજથી, ઝનૂનના બદલે ધર્મમય ઠંડી તાકાતથી, ટૂંકી દષ્ટિને બદલે દીર્ઘદ્રષ્ટિથી, જય-પરાજયની છીછરી મનોવૃત્તિના બદલે સત્ય-ન્યાયની ગંભીર ભાવનાથી અને એકાંતદષ્ટિના બદલે અનેકાંતદષ્ટિથી કામ લેવું પડે એટલું જ. આ અંગે થોડોક વધુ વિગતે વિચાર કરીએ: જેનધર્મે જીવનસાધનાનો જે મુખ્ય ઉદ્દેશ દર્શાવ્યો છે અને એ ઉદ્દેશને સફળ. બનાવવાના જે માર્ગો કે ઉપાયો દર્શાવ્યા છે એમાં જ એની વિશિષ્ટતા રહેલી છે. જીવમાત્ર સાથે મૈત્રી સમિતી બે સદ્ગમૂકું) એ જૈનસાધનાનો મુખ્ય હેતુ છે. જૈન સાધકોએ માત્ર આવી વિરાટ ભાવનાનું ઉદ્દબોધન કરીને જ સંતોષ માનવાને બદલે, પોતાની જીવનસાધનાના અનુભવને આધારે એ ઉદ્દેશને સિદ્ધ કરવાનો સચોટ ઉપાય પણ દર્શાવ્યો. એ ઉપાય તે અહિંસા. જીવનમાં જો અહિંસાની પ્રતિષ્ઠા થાય તો વિશ્વમૈત્રીની ભાવના આપોઆપ ચરિતાર્થ થાય; પરિણામે કોઈની સાથે વેર-વિરોધ રહેવા પામે નહીં (વેર મૉં ન ). પાતંજલયોગસૂત્રમાં સાચું જ કહ્યું છે કે હિંસાપ્રતિષ્ઠાયાં તત્સનિ વૈરત્યT: – અહિંસા બરોબર સ્થપાતાં તેના સાનિધ્યમાં વેરવિરોધ ટકી શકે નહીં. વળી જૈન સાધકોએ, વિશ્વમૈત્રીની ભાવનાને સફળ બનાવવા માટે કેવળ અહિંસાની સાધના કરવાનું કહીને જ બેસી ન રહેતાં, અહિંસાની પ્રાપ્તિ માટેના સ્વાનુભવગમ્ય ઉપાય જણાવતાં કહ્યું કે અહિંસાની પ્રાપ્તિનો ઉપાથ છે સંયમ અને Page #328 -------------------------------------------------------------------------- ________________ તીર્થરક્ષા અને તીર્થસેવન : ૭ ૩૦૫ તપ. અને છેવટે આ રીતે સંયમ અને તપ દ્વારા અહિંસાનો સાક્ષાત્કાર કરાવનાર ધર્મને શાસ્ત્રકારોએ ઉત્કૃષ્ટ મંગલ તરીકે બિરદાવ્યો – ઘો મંત્તમુવિટું હિંસા संजमो तवो । - આપણાં તીર્થસ્થાનો અહિંસા, સંયમ અને તપપ્રધાન અને વિશ્વમૈત્રી તરફ દોરી જતા ધર્મનાં પ્રેરણાધામો છે. એટલે એની સ્થાપના, વૃદ્ધિ અને રક્ષાના કેન્દ્રમાં જૈનધર્મના પ્રાણરૂપ અહિંસા અને વિશ્વમૈત્રીની ભાવના હોય એ જરૂરી છે, કારણ કે, તાત્વિક રીતે જો આપણે સમજી અને વિચારી શકીએ, તો તીર્થરક્ષા એ ધર્મરક્ષા જ છે; એ બે વચ્ચે કોઈ તફાવત છે નહીં. અને ધર્મની રક્ષા તો અહિંસા કે મૈત્રીભાવનાની ઉપેક્ષા કરીને કે એનાથી વિરોધી રીતે વર્તીને થઈ શકે જ નહીં એ પાયાની વાત ક્યારેય આપણા ધ્યાન બહાર જવી ન જોઈએ. અને, અમે પહેલાં સૂચવ્યું તેમ, જૈનધર્મની અહિંસા અને વિશ્વમૈત્રીની ભાવના સાથે સુસંગત હોય એ રીતે, જો આપણે ઇચ્છીએ તો, તીર્થરક્ષાના ઉપાયો જરૂર શોધી અને અજમાવી શકીએ જ. પણ આવા ઉપાયો ભક્તિ-શ્રદ્ધાપરાયણ સામાન્ય જનસમૂહ શોધી કાઢે અને અજમાવે એવી અપેક્ષા આપણે ન રાખી શકીએ. ધર્મસિદ્ધાંતો સાથે સુસંગત એવા તીર્થરક્ષાના ઉપાયો શોધવા અને અજમાવવા અને એ માર્ગે શ્રીસંઘને દોરવો એ કામ ધર્મનાયકો અને સંઘના મોવડીઓનું છે. સામાન્ય જનસમૂહ તો આગેવાનોને અનુસરવા ટેવાયેલો હોય છે; જેવી નેતાઓની નેતાગીરી એવી જનતાની કામગીરી. તીર્થ ઉપર સંકટ ન આવી પડે એ કંઈ આપણા હાથની વાત નથી. ધર્મઝનૂન, સરકારી હસ્તક્ષેપ કે ખોટી રીતે માલિકી-હક્ક કે વહીવટી અધિકાર મેળવવાની કોઈ વ્યક્તિ, વ્યક્તિનમહો કે સંસ્થાની Àષપ્રેરિત જકના કારણે તીર્થ ઉપર આફત આવી પડે છે; અને એમાંથી તીર્થને બચાવી લેવાનો સવાલ ઊભો થાય છે. આપણાં તીર્થસ્થાનોની જ વાત કરીએ તો દિગંબર-સંઘના ઝનૂન કે એની સાંપ્રદાયિક કટ્ટરતાને કારણે આપણાં સંખ્યાબંધ તીર્થસ્થાનોની સલામતી અને એના ઉપરની આપણી માલિકી જોખમમાં મુકાઈ છે, અને એ આક્રમણમાંથી આપણાં તીર્થોની રક્ષા કરવા માટે આપણે ન-છૂટકે કૉર્ટનો આશ્રય કે બીજા ઉપાયો હાથ ધરવા પડ્યા છે. અંતરિક્ષજી તીર્થની સ્થિતિ પણ આવી જ છે. આ તીર્થ અંગે શ્વેતાંબર-દિગંબર ફિરકા વચ્ચે જાગેલ ઝઘડાને જન્મ્યા છ-છ દાયકા કરતાં પણ વધુ સમય થયો, અને એનો નિકાલ કરવાના કંઈ કેટલા પ્રયત્નો થયા, છતાં સ્થિતિ ઠેરની ઠેર જ રહી, એટલું જ નહીં, જાણે પાઘડીનો વળ છેડે આવી ગયો હોય એમ, અત્યારે સ્થિતિ ખૂબ વણસી ગઈ છે, નાજુક બની ગઈ છે. Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ જિનમાર્ગનું જતન જ્યારે આપણા પ્રાણપ્યારા તીર્થ ઉપર આવું કારમું સંકટ આવી પડે, ત્યારે સમસ્ત શ્રીસંઘમાં અને ખાસ કરીને ભક્તિ-શ્રદ્ધાપરાયણ સામાન્ય વર્ગમાં જોશ અને રોષની લાગણી પ્રગટી નીકળે અને એ ગમે તે ભોગે તીર્થની રક્ષા કરવા તૈયાર થાય એ સ્વાભાવિક છે. પણ આ વખતે જ ધર્મનાયકોના નાયકપદની અને આગેવાનોની નેતાગીરીની કસોટી થાય છે. તેઓ પણ જો આવેશમાં આવી જાય, તો સામાન્ય જનસમૂહને ઝનૂનને માર્ગે સહેલાઈથી દોરી જઈ શકે છે, અને જો તેઓ ઠરેલ બુદ્ધિ, પરિણામલક્ષી દીર્ધદષ્ટિ, સમતા, ભૂતકાળનો અનુભવ અને શાણપણથી કામ લે તો જનતામાં પ્રગટેલ જોશ અને રોષને સાચે માર્ગે વાળીને એમાંથી ઠંડી અને નક્કર તાકાત પ્રગટાવી શકે છે, અને એ તાકાતને બળે શાંતિભર્યું, સંતોષકારક અને કાયમી સમાધાન શોધી અને સાધી શકે છે. આમાં છેવટનું ધ્યેય તો ઝનૂને ચડીને ક્લેશ કે વિરોધને વધારવાનું નહીં, પણ વૈર-વિરોધ સદાને માટે શમી જાય એવો નિકાલ શોધવાનું જ હોવું ઘટે. સામી વ્યક્તિની અકડાઈ કે આડાઈથી આવું સમાધાન મુકેલ કે અશક્ય પણ બની જાય એવું ઘણી વાર બને. પણ જો આપણું ધ્યેય વિશુદ્ધ હોય, તો છેવટે એ નિર્દોષ સાધનોથી પાર પડવું જ જોઈએ, પાર પડશે જ – એવી આપણા અંતરમાં દઢ આસ્થા હોવી જોઈએ. સત્યમેવ નયના સુપ્રસિદ્ધ સોનેરી સૂત્રનો આ જ ભાવ છે. મતલબ કે ગમે તે કારણે બળબળતા બની ગયેલ તીર્થરક્ષાના પ્રશ્નના કાયમી ઉકેલનો માર્ગ બીજા સામાન્ય પ્રશ્નોના ઉકેલના માર્ગ કરતાં કંઈક જુદો અને અનોખો જ હોઈ શકે, અને એની પાછળ સાધ્ય અને સાધન એ બંનેની વિશુદ્ધતાનું ખરેખરું પ્રશાંત, આંતરિક અને સર્વસુખકર પીઠબળ હોવું ઘટે. તીર્થરક્ષા જેવા ધાર્મિક પ્રશ્નના ઉકેલ કે સમાધાન માટે આવો નિરાકુળ અને નિર્દોષ માર્ગ અપનાવવામાં આવે તો કદાચ કયારેક એમાં ધાર્યા કરતાં વધુ વિલંબ થાય કે આપણી ધીરજની કસોટી થતી પણ લાગે, છતાં સરવાળે એમાં લાભ જ છે. જ્યારે-જ્યારે આવો માર્ગ મૂકીને બીજી રીતે આ પ્રશ્નનો નિકાલ લાવવાનો પ્રયત્ન થયો છે, ત્યારે થોડા વખતને માટે તો ભલે આપણે વિજયોલ્લાસ મનાવીએ કે આ પ્રશ્ન પતી ગયો અને આપણને વિજય તેમ જ ધાર્યો લાભ મળ્યો; પણ આવા નિકાલની બીજી જ પળથી એમાં વળી પાછા નાનામોટા કોયડાઓના નવાનવા ફણગા ફૂટવા લાગે છે, અને જેને આપણે પ્રશ્નનો છેડો માન્યો હતો, ત્યાંથી જ નવા અને કદાચ વધુ અટપટા પ્રશ્નો જાગી ઊઠે છે. નજીકના તેમ જ દૂરના ભૂતકાળના આપણાં અનેક તીર્થોને લગતા સંખ્યાબંધ ઝઘડાઓ કે પ્રશ્નો આ વાતની સાખ પૂરી શકે એમ છે. એટલે તીર્થરક્ષાનો પ્રશ્ન આપણા માટે હમેશાં મૂંઝવણભર્યો જ રહ્યો છે; અને એના ઉકેલનો કારગત અને કાયમી માર્ગ શોધવાનો તો હજી બાકી જ છે. Page #330 -------------------------------------------------------------------------- ________________ ૩૦૭ તીર્થરક્ષા અને તીર્થસેવન : ૭ જો આપણે વધુ નહીં, તો છેલ્લી અરધી સદીનો તીર્થોના ઝઘડાઓનો અને એના નિકાલ માટેના પ્રયત્નોનો ઈતિહાસ કે અનુભવ ધ્યાનમાં લઈએ, તો આ માટેનો સાચો માર્ગ શોધવામાં એ જરૂર ઉપયોગી થઈ શકે. આવા ઝઘડાઓના નિકાલમાં આપણે ક્લેશ-કંકાસ અને વેર-વિરોધ વહોરવામાં, મોટામાં મોટી અદાલતોનો આશ્રય લેવામાં, પૈસા ખરચવામાં, લાગવગ મેળવવામાં – એમ શક્ય લાગે તે રીતે પ્રયત્ન કરવામાં કશી જમણા નથી રાખી. અને છતાં એના પરિણામરૂપે આપણે કેટલાં તીર્થોના ઝઘડાનો નિકાલ કરવામાં કેટલા કામયાબ થઈ શક્યા એનો ક્યાસ મેળવવા જેવો છે. છેલ્લાં ઘણાં વર્ષોથી આવા અનેક ઝઘડાઓનો સામનો આપણે જે રીતે કરવો પડ્યો છે, તે જોતાં અમે સૂચવેલ આ માર્ગ જુદો, અવનવો કે અવ્યવહારુ લાગે એ બનવાજોગ છે. પણ અમને લાગે છે કે શાંતિ અને કાયમી સમાધાનની શોધ માટે ધીરજપૂર્વક એની અજમાયશ કરી જોવા જેવી છે. જો આપણા ધર્મનાયકો અને આગેવાનો આવી પ્રશાંત દોરવણી આપવા તૈયાર થાય, તો તીર્થરક્ષા માટે જોશ અને રોષના બદલે અહિંસક પ્રતિકારનો માર્ગ આપણને જરૂર મળે અને સફળ થઈ શકે. હજુ ગઈ કાલે જ મહાત્મા ગાંધીએ આખા દેશની સૈકા-જૂની ગુલામી તોડવા માટે અહિંસક પ્રતિકારનો ઉપાય સફળ કરી દેખાડ્યો હતો. એટલે જો આપણાં પવિત્ર તીર્થોની આ રીતે રક્ષા કરવાનું આપણે વિચારી અને અમલમાં મૂકી શકીએ, તો હજારો સૈનિકોની નોંધણી કરવાની, એમને જેલમાં મોકલવાની કે એ માટે જેહદ જગાવવાની જરૂર ન રહે, અને અહિંસાની ભાવનાને વરેલા થોડાક જ આગેવાનો અને કાર્યકરોનો અહિંસાત્મક પ્રતિકાર પણ સામા પક્ષને ન્યાય કરવાની કે સીધા ચાલવાની ફરજ પાડ્યા વગર ન રહે. એક વાત આપણા ધ્યાન-બહાર ન જવી જોઈએ, કે અંતરિક્ષજી તીર્થના પ્રશ્નને લઈને વર્તમાનપત્રોમાં આપણે જે મોટી-મોટી જાહેરાતો કરીએ છીએ અને એમાં ખૂબ આવશભરી વાણીનો ઉપયોગ કરીએ છીએ, તેથી આ પ્રશ્નનો નિકાલ આવવામાં કંઈ સહાય મળશે એમ કહેવું મુશ્કેલ છે; પણ એથી જાહેર જનતામાં આપણે હાંસીપાત્ર અને ટીકાપાત્ર થઈએ છીએ એ આપણને નાનું-સૂનું નુકસાન નથી. જૈનધર્મના અહિંસાધર્મને જ વરેલા બે ફિરકાઓ પવિત્ર તીર્થસ્થાનને નામે અંદરોઅંદર આવી જેહાદ જગાવે અને એ માટે આવી જાહેરાતો કરે એ પોતાના હાથે જ પોતાના પગ ઉપર કુહાડો મારવા જેવી ભૂલ છે. આપણી શક્તિ, ભક્તિ કે સંપત્તિની આવી રોષભરી, આવેશભરી વાણીમાં જાહેરાતો થાય એ કોઈ રીતે લાભકારક નથી. એટલે તીર્થરક્ષાની આપણી મૂંઝવણને દૂર કરવા માટે આપણે આપણા ધર્મને માન્ય ઉપાયો અજમાવીએ એ જ સમાધાન અને શાંતિનો સાચો માર્ગ અમને લાગે છે. Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ જિનમાર્ગનું જતન આ માટે ઝાઝું શું કહીએ? આમાં કોઈની ટીકા કરવાનો અમારો મુદ્દલ આશય નથી. ધર્મરક્ષા કરતાં-કરતાં જ તીર્થરક્ષા માટે આપણે પ્રયત્ન કરીએ એ જ અમારા આ કથનનો સાર છે. (તા. ૨૩-૩-૧૯૬૮). (૮) કોમી કટ્ટરતા વચ્ચેની ધૈર્યગાથાઃ રતલામ-જિનમંદિરપ્રકરણ અશાંતિનું મૂળ રતલામના શ્રી શાંતિનાથ ભગવાનના દેરાસરમાંથી શિવલિંગઃ ખસેડ્યાના દાવાના કારણે ત્યાંના જૈનસમાજમાં વ્યાપેલી અશાંતિના વિગતવાર સામાચાર અમારા ગયા અંકમાં છપાઈ ગયા છે; તે ખૂબ ચિંતા ઉપજાવે છે. પહેલી વાત – જે સાવ પાયા વગરની છે, અને જે ન્યાયી હોવાનો કોઈ જ સંભવ નથી – ને ક્ષણભર માટે સાચી માની લઈએ, કે એ દૂર કર્યું હતું, તો પણ એની સામે સરકારી અમલદારો સહિત રતલામની જૈનેતર જનતાએ જે ભયાનક આંદોલન જગાવ્યું, એટલું જ નહીં, ૬૦ વર્ષની વયના બુઝર્ગ અને પ્રતિષ્ઠિત જૈન આગેવાનને હાથમાં બેડીઓ પહેરાવીને જેલભેગા કરવામાં આવ્યા એ વાતનો કોઈ રીતે બચાવ થઈ શકે એમ નથી, તેમ જ એને કોઈ પણ દલીલ ન્યાયી ઠરાવી શકે એમ નથી. એક જૈન દેરાસરના આંગણામાં નહીં, પણ દેરાસરના ગભારામાં શિવલિંગ હોવાની આ વાત જેમ સાવ અસાધારણ અને નવાઈ ઉપજાવે એવી છે, તેમ એ શિવલિંગ હઠાવી લીધાનો આરોપ ઊભો કરીને ત્યાંના જૈન સમાજને ભયત્રસ્ત કરી મૂકવાની વાત પણ જાણે અગાઉથી કોઈ યોજના કે કાવતર નક્કી કરેલ હોય એવી લાગ્યા વગર રહેતી નથી. આ પ્રકરણમાં સવિશેષ નોંધપાત્ર અને ખેદ ઉપજાવે એવી બીના તો એ છે કે આમાં રતલામનું સરકારી તંત્ર એકપક્ષી બનીને જૈનોની સામે જ જાણે વ્યવસ્થિત રીતે ગોઠવાઈ ગયું હોય એ રીતે આખા ઘટનાચકે વળાંક લીધો છે. એ ચક્રના થોડાક ચીલા આપણે જોઈએ : Page #332 -------------------------------------------------------------------------- ________________ તીર્થરક્ષા અને તીર્થસેવન : ૮ આખા પ્રકરણના મૂળમાં બ્રાહ્મણ પૂજારીની ઘાલમેલ ઠીકઠીક કામ કરતી દેખાય છે. દેરાસરનો પૂજારી હોવા છતાં તે જ્યારે દેરાસર અને રતલામના જૈન સમાજની વિરુદ્ધ ચાલીને સામેથી સરકાર પાસે એવી માગણી કરે કે આ દેરાસર તો સરકારી દેરાસર છે, અને તેથી સરકારે એનો કબજો લઈ લેવો જોઈએ, ત્યારે સહેજે એમાં રહેલ બદ-ઇરાદાની ગંધ આવે છે. આની પછી આ વાતને વિશેષ મોટું રૂપ આપવા માટે શિવલિંગ ઉપાડી ગયાની વાત રજૂ કરવામાં આવે છે અને એ બહાને સરકારમાં ફરિયાદ નોંધાય છે. આ ફરિયાદની સુનવણી પણ તાબડતોબ થાય છે, અને પ્રજાકલ્યાણનાં બીજાં કામોમાં શિથિલ ગણાતું સરકારી તંત્ર, જાણે ભયંકર ધાડ પડી હોય એવી ત્વરિત ગતિથી પગલાં લે છે અને એક મુનિવરની સામે વોરંટ કાઢે છે. એને એ વખતે એટલો પણ વિચાર નથી આવતો કે ગિરફ્તારીની આજ્ઞા કરવા જેટલાં જલદ પગલાં ભરતાં પહેલાં સામા પક્ષને પોતાની વાત કહેવાની તક આપવી જરૂરી છે. મુનિરાજ તો વિહાર કરી ગયા હોય છે, એટલે પછી રતલામના ૬૦ વર્ષના વયોવૃદ્ધ જૈન આગેવાન શ્રી હીરાલાલજી ચૌધરી ઉપર સરકારી તંત્રનો રોષ ઠલવાય છે, અને એમના હાથમાં બેડીઓ પહેરાવીને એમને સરિયામ બજારમાંથી લઈ જવામાં આવે છે. આ પછી સમીરમલજી વગેરે બીજા જૈન આગેવાનોને પણ પકડવામાં આવે છે. છેવટે શ્રી હીરાલાલજી ચૌધરી અને શ્રી. સમીરમલજીને હિરાસતમાં રાખી બાકીના જૈન આગેવાનોને છોડી મૂકવામાં આવે છે. આ પ્રકરણને આગળ કરીને ત્યાંના જૈનેતરોએ જે બેફામ રીતે જૈન સમાજ અને જૈન ધર્મની સામે ભાષણો ચલાવ્યાં, તે તો કોઈ પશુસંસ્કૃતિને વરેલી પ્રજાને જ શોભે એવાં હતાં. જૈનધર્મનો નાશ' કરવાનો જાણે ત્યાં નાદ કરવામાં આવ્યો ! ૩૦૯ આથી વિશેષ દુઃખ ઉપજાવે એવી વાત તો એ થઈ, કે આ બધામાં રતલામના ક્લેક્ટરે પોતે જાણે ‘વરના ભા’ હોય એવો આગેવાનીભર્યો ભાગ ભજવ્યો. જ્યાં વાડ જ ઊઠીને ચીભડાં ગળવા માંગતી હોય ત્યાં કોને શું કહેવાય ? જેમના માથે શહેરનાં કાયદો, વ્યવસ્થા અને શાંતિ જાળવવાની જવાબદારી હોય, તે પોતે જ ઊઠીને જો આ રીતે તરફદારી કરવા લાગે તો તેની સામે કોણ શું કરી શકે ? મળેલા અહેવાલ મુજબ, ક્લેકટરે તો જાણે શિવલિંગની આ જૈન મંદિરમાં પુનઃ પ્રતિષ્ઠા કરવાની પ્રતિજ્ઞા જ લીધી હોય, એમ તા. ૨૭-૧૧-૧૯૫૪ના રોજ શિવલિંગની પ્રતિષ્ઠા કરવાની જાહેરાત કરી અને જૈન સમાજ તેની સામે મનાઈ-હુકમ મેળવે તે પહેલાં જ તા. ૨૬-૧૧-૧૯૫૪ના રોજ તેમણે શિવલિંગની પ્રતિષ્ઠા કરી દીધી.. Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ જિનમાર્ગનું જતન, આ બધાથી ય વિશેષ આઘાત જન્માવે એવી બીના એ છે, કે જેનો વિરુદ્ધની એક સભામાં મધ્યભારતની સરકારના એક પ્રધાન પોતે જ હાજર હતા અને જેનો વિરુદ્ધ લોકલાગણીને ઉશ્કેરે એવા ઉદ્ગારો એમણે કાઢ્યા હતા. જો પાણીમાંથી આગ ઊઠવાની હોય તો પછી કોઈની આગળ ફરિયાદ કરવાપણું રહ્યું જ ક્યાં? આ ભયંકર પ્રકરણના સમાચારો મળવાથી આપણી કોન્ફરન્સે પોતાના બે પ્રતિનિધિઓ જાતતપાસ માટે મોકલ્યા હતા, તેમ જ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની સૂચના મુજબ, પેઢીના મસીજી તીર્થના એક પ્રતિનિધિ એક બાહોશ વકીલ સાથે રતલામ ગયા હતા. પણ મળેલા સમાચારો મુજબ, તેઓ આ અશાંતિનો અંત લાવવામાં કે આ પ્રકરણનું સમાધાન કરાવીને રતલામના જૈનસંઘને ચિંતા અને ભયથી મુક્ત કરવામાં સફળ થયા હોય એમ નથી લાગતું. આ પ્રકરણમાં જૈનોને ન્યાય મળે એ રીતે રતલામનો જૈન સમાજ આગળ પડીને પ્રયત્ન કરી શકે એવી આશા રાખવી, અમને, આસપાસના સંજોગો જોતાં, વધારે પડતી લાગે છે. દરિયામાં રહીને મગર સાથે વેર રાખવું ન પાલવે – એ અનુભવવાણી મુજબ રતલામના જૈનો વિરોધી સરકારી તંત્ર સામે થઈને કશું જ ન કરી શકે તો તે માટે તેમને દોષ દેવો નકામો છે. એટલે પછી સ્વાભાવિક રીતે જ આ પ્રકરણને હાથ ધરવાની જવાબદારી આપણી આગેવાન જૈન સંસ્થાઓ – શેઠ આ. ક. ની પેઢી અને કોન્ફરન્સ – ઉપર તેમ જ ઈન્દોર, ઉજજૈન, ભોપાલ ઉપર કે રતલામની આસપાસના જૈનસંઘો ઉપર આવી પડે છે. આ પ્રકરણે એકાએક આવું ભયાનક રૂપ કેમ લીધું? – એને માટે મધ્યભારતની સરકારે પણ તરત તપાસ હાથ ધરવાની જરૂર છે. બિનસાંપ્રદાયિક લોકશાહી સરકારી તંત્રમાં આટલી હદની ધમધતા કે ધર્મઘેલછા જો ચાલી શકે, તો એ તંત્ર બિનસાંપ્રદાયિક રહી જ કેવી રીતે શકે? આશા રાખીએ કે મધ્યભારતની સરકાર પોતાની આ જવાબદારી જરૂર અદા કરશે. આ બધા લખાણનો ટૂંક સાર એ, કે રતલામની આ અશાંતિને શમાવવાની જવાબદારી રતલામ-જૈન-સંઘની નહીં પણ આપણી સંસ્થાઓ અને આપણા સંઘોની છે. એટલે આપણે નિષ્ક્રિય બેસી ન રહેતાં કામ કરવાની પદ્ધતિ નક્કી કરીને એ રીતે સત્વર કામે લાગી જઈએ. અત્યારે આ અંગે આટલું લખવું બસ થશે. (તા. ૧૧-૧૨-૧૯૫૪) ઉપશાંતિ રતલામના શ્રી શાંતિનાથ જિનાલય પ્રકરણની છેલ્લી ઉપશાંતિ થઈ ગઈ છે, અને સુપ્રીમકોર્ટમાંના છેલ્લા બંને મુકદમાઓનો ફેંસલો આપણા લાભમાં આવ્યો છે, Page #334 -------------------------------------------------------------------------- ________________ તીર્થરક્ષા અને તીર્થસેવન : ૮ ૩૧૧ અને એ રીતે આપણી ન્યાયી માગણીનો સ્વીકાર થયો છે એ વાતની નોંધ લેતાં અમે ખૂબ ખુશાલી અનુભવીએ છીએ. આપણા દેશના લોકશાહી બંધારણમાં આપણે ભૂતકાળના અનુભવના પ્રકાશમાં, ભલે બિનસાંપ્રદાયિક રાજતંત્રની નીતિનો સ્વીકાર કર્યો હોય, પણ સામાન્ય પ્રજાના અંતરમાં બિનસાંપ્રદાયિકતાની મહત્તાની પ્રતિષ્ઠા થવી હજી બાકી જ છે. અબૂઝ કે ભોળા લોકોના અંતરમાં સૈકાઓથી ઘર કરીને રહેલી સાંપ્રદાયિક કટ્ટરતા કે અંધતાની ગ્રંથિને ઓગાળી નાખવાનું કામ જરા ય સહેલું નથી. એક બાજુથી આ ગ્રંથિનો ઉચ્છેદ કરવા મથીએ, ત્યાં બીજી બાજુથી અવનવા રૂપે નવીનવી ગ્રંથિઓ બંધાતી જાય ! છેલ્લાં ૧૦-૧૫ વર્ષો દરમિયાન દેશમાં શું સામાજિક, શું ધાર્મિક કે શું શૈક્ષણિક – એકેએક ક્ષેત્રની પ્રવૃત્તિને મેલા રાજકારણનો એવો તો રંગ લાગી ગયો છે, કે જેથી સાંપ્રદાયિક ગાંડપણને છેલ્લી હદે પહોંચતાં વાર જ નથી લાગતી. તાજેતરમાં જ કાશમીરમાં હજરતબાલની રાજદ્વારી ચોરીના લીધે જાગી ઊઠેલો ઉલ્કાપાત અને પૂર્વ પાકિસ્તાનમાં લઘુમતી હિંદુઓના જાનમાલની થયેલી ખાનાખરાબી આ વાતની સાખ પૂરે છે. વિજ્ઞાનની શોધોને લીધે દુનિયાના દેશો ગમે તેટલા એકબીજાની નજીક આવ્યા હોય, પણ માનવીને માટે સાચા માનવી બનવાનું અને એકબીજાની નજીક આવવાનું તો હજી બાકી જ છે! જબલપુર અને રતલામમાં સનાતનીઓએ જૈનોની વિરુદ્ધ જે જેહાદો જગાડી હતી અને એમનાં જાનમાલની સાવ બિનસલામતી કરી મૂકી હતી, એને પણ સાંપ્રદાયિક કટ્ટરતાએ જન્માવેલ પાગલપણ જ કહી શકાય. રતલામ પ્રકરણમાં તો જાણે સનાતની ભાઈઓ જેનોની વિરુદ્ધ ઝુંબેશ ઉઠાવવાની તકની રાહ જોઈને બેઠા હોય, એમ કાગનો વાઘ કરીને જેનો અને સનાતનીઓ વચ્ચે, જાણે ઉંદર-બિલાડી જેવું આજન્મ વેર ન હોય, એવી વિષમ સ્થિતિ ખડી કરી દેવામાં આવી હતી ! અને સૌથી વિશેષ કરુણ અને ખેદજનક વાત તો એ હતી કે આ બધા ઉલ્કાપાતમાં પોતાના ઈષ્ટદેવ(શિવ)ને નામે ભગવાન શાંતિનાથના જિનમંદિરને તોફાનનું એક લક્ષ્ય બનાવવામાં આવ્યું ! આવી ભયંકર સ્થિતિમાં કેટલોક વખત તો મધ્યપ્રદેશનું સરકારી તંત્ર પણ એક જાતની લાચારી અનુભવી રહ્યું હતું. આ ઉલ્કાપાતનું બીજું અને કદાચ મુખ્ય લક્ષ્ય બન્યા હતા રતલામના જૈનો. એ સમયે, ઘણા લાંબા વખત સુધી, રતલામના જૈનોએ જાનમાલની બિન-સલામતીની જે યાતનાઓ વેઠી હતી, તેનું સ્મરણમાત્ર આજે ય રૂંવાડા ખડાં કરે છે! આ પ્રકરણના લીધે રતલામના જૈનોએ વર્ષો સુધી બાહ્ય સંકટ અને ચિત્તક્લેશની વેદના બરદાસ્ત કરી હતી; એ જ રીતે દેશભરના જેન-સંઘે ભારે અંતર્વેદનાનો અને ગ્લાનિનો અનુભવ કર્યો હતો. Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ જિનમાર્ગનું જતન પણ ઘણી વાર અણધારી રીતે આવી પડેલું કારમું સંકટ માનવીને એનો સામનો કરવાનો માર્ગ બતાવે છે. જાનમાલની આટલી બિનસલામતી વચ્ચે પણ રતલામના જૈન ભાઈઓની હિંમત ન પડી ભાંગી એ માટે પરમેશ્વરનો ઉપકાર માનવો જોઈએ. આ દુઃખદ પ્રકરણે પેદા કરેલાં સંકટના વાદળો એક પછી એક વિલીન થઈ ગયાં, અને છેલ્લે મધ્યભારતની સરકારે સુપ્રીમકોર્ટમાં દાખલ કરેલી અપીલનો તેમ જ મમતે ચડેલી સનાતન-સભાએ સુપ્રીમકોર્ટમાં દાખલ કરેલા રીટકેસનો ચુકાદો આખરે આપણા લાભમાં જ આવ્યો. એનો પહેલો યશ રતલામના કાર્યકરોની નીડરતા અને ધર્મપરાયણતાને ઘટે છે. સાથે સાથે રતલામના સ્થાનકવાસી તેમ જ દિગંબરભાઈઓએ આમાં જે સાથ આપ્યો એની પણ સાભાર નોંધ લેવી ઘટે છે. પણ “એક હાથે તાળી ન પડી શકે' એ ન્યાયે આ અતિ ઉગ્ર બનેલા પ્રકરણનો આવો સંતોષકારક અંત લાવવા માટે, તેમ જ રતલામ જૈન સંઘ ઉપરના સંકટને હળવું બનાવવાની તાત્કાલિક જાગૃતિ બતાવીને, આખા દેશના જૈન-સંઘે એમને બની શકે તેટલે અંશે ભય અને ચિંતાથી મુક્ત કરવા માટે તત્કાળ જે સક્રિય સાથ અને હાર્દિક સહકાર આપ્યો, તેનો પણ કંઈ નાનોસૂનો હિસ્સો નથી. જ્વાળામુખીની જેમ એકાએક ફાટી નીકળેલી આ ઉપાધિને ડામવા માટે જૈનસંઘને સજાગ બનાવવાનું કામ પણ કંઈ સહેલું ન હતું. પણ સદ્ભાગ્યે આ માટે મુંબઈનાં અને બીજાં સ્થાનોના આગેવાનો એકદમ ચેતી ગયા, અને એક બાજુ તેઓ રતલામના જૈનસંઘની મદદે દોડી ગયા, અને બીજી બાજુ એમણે જૈનસંઘને આ બાબતમાં જાગૃત બનાવી દીધો. આ પ્રકરણનો સામનો કરવામાં જે-જે ભાઈઓએ અને જે-જે સંસ્થાઓએ કામ કર્યું છે, એમાં કોનું નામ લઈએ અને કોનું ન લઈએ? શેઠશ્રી રમણલાલ દલસુખભાઈ, શ્રી રતિલાલ ચીમનલાલ કોઠારી, શ્રી હીરાલાલ હાલચંદ દલાલ, શ્રી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સના આગેવાનો અને શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રમુખ શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈ તથા અન્ય કાર્યકરો, રતલામના શ્રીયુત તેજરાજજી ગાંધી, શ્રી લાલચંદજી જૈન વગેરે મહાનુભાવો, અને બીજા પણ સંખ્યાબંધ નાના-મોટા કાર્યકરોએ આમાં જે ધર્મની ધગશ બતાવી છે અને જરા ય પ્રમાદ સેવ્યા વગર જે કામગીરી બજાવી છે તે આહ્લાદ ઉપજાવે એવી છે. સંસ્થાઓ અને વ્યક્તિઓ સંગઠિત બને ને પ્રયત્ન કરે તો કેવું સુંદર પરિણામ આવે એનું આ એક જ્વલંત ઉદાહરણ છે. તેમાં ય શેઠશ્રી રમણલાલ દલસુખભાઈએ તો જાણે આ પ્રશ્રની પાછળ ભેખ ધારણ કર્યો હતો. આ પ્રકરણની ઝીણામાં ઝીણી બાબતમાં પણ તેઓ એવા તો સજાગ Page #336 -------------------------------------------------------------------------- ________________ તીર્થરક્ષા અને તીર્થસેવન : ૮, ૯ અને પ્રયત્નશીલ રહેતા હતા, કે એમનાં ઊંઘ અને આરામ હરામ બની ગયાં હતાં. ક્યારેક નાની-સરખી કાંકરી મોટા ઘડાને ફોડી નાખે છે · એ અનુભવ જાણીતો છે. એટલે આ પ્રકરણના અમુક કેસોના ફેંસલા આપણા લાભમાં આવ્યા એથી ફુલાઈ ઈને ગાફેલ રહેવાનું આપણને કોઈ રીતે પરવડે એમ ન હતું. તેથી આ પ્રકરણના એકેએક અંશની ઉપશાંતિ ન થાય ત્યાં સુધી એક ચકોર સંત્રીની જેમ જાગૃત રહેવું આપણા માટે અનિવાર્ય હતું. શ્રી રમણભાઈએ આવા જ એક જાગૃત અને ચકોર તંત્રી તરીકેની ઉમદા ફરજ આ પ્રકરણમાં બજાવી છે એટલું આપણે સહર્ષ અને ગૌરવપૂર્વક સ્વીકારવું જોઈએ. આ પ્રકરણમાં જૈનસંઘને જાગૃત કરવામાં આપણા આચાર્ય-મહારાજો તેમ જ અન્ય મુનિરાજોએ જે પ્રેરણા અને ઉપદેશ આપેલ છે, તે માટે તેમનો પણ ખૂબ-ખૂબ ઉપકાર માનવો ઘટે છે. સાથેસાથે જે સંઘોએ તેમ જ જે ભાઈ-બહેનોએ મોટા હાથીની જેમ પળે-પળે ઢગલાબંધ પૈસાનું ભક્ષણ કરતા આ પ્રકરણમાં ઉદાર દિલે આર્થિક મદદ આપી છે, તેઓને પણ ધન્યવાદ ઘટે છે. માથાભારે થઈ પડેલી સનાતન-સભાએ કેટલાક સમયને માટે ઊભી કરેલી લાચાર સ્થિતિને બાદ કરતાં, શરૂઆતમાં મધ્યભારતની અને પાછળથી મધ્યપ્રદેશની સરકારે આ પ્રકરણમાં જૈનોને ન્યાય મળે અને એમના જાનમાલની બિનસલામતી ટળે એ માટે જે ધ્યાન આપ્યું છે, તે માટે આપણે એનો પણ આભાર માનવો ઘટે છે. આ પ્રકરણે કોમી અશાંતિરૂપે અને કૉર્ટના કેસો રૂપે કેટકેટલા પલટા લીધા અને કેવાકેવા વિષમ પ્રસંગો ઊભા કર્યાં એનું વર્ણન કરતાં તો એક મોટું મહાભારત રચાય. એટલે આજે જ્યારે એ પ્રકરણના છેલ્લા અવશેષો ઉપશાંત થયાના સારા સમાચાર સાંભળવા મળે છે, ત્યારે પણ ભૂતકાળના બહુ કડવા અનુભવને લીધે એવી દહેશત લાગી જાય છે કે ક્યાંક આમાંથી નવો ફણગો તો નહીં ફૂટે ? ભગવાન કરે, આપણી આ દહેશત સાવ નિરાધાર નીવડે, અને રતલામપ્રકરણની આ અંતિમ ઉપશાંતિ કાયમી બની રહે. 393 (૯) કેસરિયાજી તીર્થ અંગે મળતી ચેતવણી અવારનવાર કેસરિયાજી તીર્થ સંબંધી કંઈક ને કંઈક સમાચાર શ્વેતાંબર અને દિગંબર બંને જૈન ફિરકાઓનાં વર્તમાનપત્રોનાં પાનાંઓમાં ચમકતા જ રહે છે. આ (તા. ૨૨-૨-૧૯૬૪) Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ જિનમાર્ગનું જતન સમાચારો કંઈ આનંદ કે ઉલ્લાસના શુભ સમાચાર તો કદી હોતા જ નથી; એમાં તો અવ્યવસ્થા, ગેરવ્યવસ્થા, યાત્રીઓની હાલાકી, પંડાઓની જોરતલબી, રાજ્યની અઘટિત દરમ્યાનગીરી વગેરેની ચિંતા અને આઘાત ઉપજાવે એવી જ વાતો મોટે ભાગે ભરી હોય છે. અનેક જાતની મુશકેલીઓ અને કોઈ કોઈ વાર તો અપમાનજનક પરિસ્થિતિ વેઠવા છતાં એ તીર્થમાં અનેક યાત્રાળુઓનો પ્રવાહ અખ્ખલિત રીતે ચાલુ રહે છે, તે શ્રી કેસરિયાનાથ ઉપરની એમની અપાર આસ્થાને કારણે જ. જો જનસમૂહમાં આ તીર્થ પ્રત્યે આવી આસ્થા ન હોત, તો આ તીર્થ કયારનું ય વેરાન બની ગયું હોત. પણ ઘણી વાર મનમાં સવાલ ઊઠે છે, કે શ્રી કેસરિયાનાથ ઉપરની આપણી આસ્થા આ તીર્થની અવ્યવસ્થા, પંડાઓની જોહુકમી અને રાજ્યની દરમ્યાનગીરીને વધારવામાં તો સહાયક નહીં થતી હોય? અમારી સમજ મુજબ તો, આ તીર્થની માલિકી અને વ્યવસ્થાનું કોકડું દિવસેદિવસે વધુ ને વધુ ગૂંચવાતું જાય છે એમાં, આપણે પોતાની સાંસારિક ઇચ્છાઓને પૂરી કરવા કે તાત્કાલિક મુશ્કેલીઓમાંથી ઊગરી જવા આ તીર્થની બાધા-આખડી રાખીને તે નિમિત્તે આ તીર્થમાં અઢળક નાણું ખરચીએ છીએ એ હકીકતે ઘણો આગળ પડતો ભાગ ભજવ્યો છે. હજી પણ આ તીર્થભૂમિના હિત-રક્ષણનું લાંબા ગાળાનું દૃષ્ટિબિંદુ ભૂલીને આપણે આપણા ક્ષણિક કે સાંસારિક લાભાલાભના વ્યક્તિગત અને સાવ સંકુચિત દૃષ્ટિબિંદુમાં અટવાતા રહ્યા, તો આ તીર્થની સ્થિતિ વધારે ને વધારે કફોડી થયા વગર નથી રહેવાની એ પણ નક્કી સમજવું. આ તો આપણા પોતાને હાથે પોતાના પગમાં બેડી નાખવા જેવી વાત છે – ભલે ને એ સોનાની હોય ! એટલે જો આ તીર્થભૂમિને એક સાંસારિક હેતુઓ માટેના તીર્થરૂપે નહિ, પણ વીતરાગ ભગવાનના તારક તીર્થ તરીકે જોઈને સાચી રીતે ચાહતા હોઈએ, તો આ તીર્થના દર્શનનો પૂરેપૂરો લાભ લેવા છતાં, ત્યાં ખરચવામાં આવતાં અઢળક નાણાંને રોકવા માટે, અમુક સમય માટે આર્થિક અસહકાર કર્યા વગર મુદ્દલ ચાલે એમ નથી. આ પૈસાનું જોર રહેશે ત્યાં લગી ત્યાંના પંડાઓની જોરતલબી ન તો કાબૂમાં આવી શકવાની છે, કે ન તો ઓછી થવાની છે, રાજ્યની દખલગીરીનો પણ અંત આવવાનો નથી. કોઈ પણ તીર્થનો વહીવટ કરનાર વ્યક્તિ કે સંસ્થા તરફથી એ તીર્થની સુરક્ષા તેમ જ સુવ્યવસ્થા માટે જે કંઈ સલાહસૂચના આપવામાં આવે, તેનો પૂરેપૂરો અમલ કરવો એ એ તીર્થના ઉપાસકોની પહેલી ફરજ છે. આથી આગળ વધીને એમ પણ કહી શકાય કે આવી સલાહ-સૂચનાઓનો આપણે અમલ ન કરીએ અને લાગણી કે અંધશ્રદ્ધાના પ્રવાહમાં તણાઈ જઈને આપણને મનફાવતી રીતે વર્તીએ તો એ તીર્થની Page #338 -------------------------------------------------------------------------- ________________ ૩૧૫ તીર્થરક્ષા અને તીર્થસેવનઃ ૯ આશાતના કરી કહેવાય, અને તીર્થભૂમિને નુકસાન પહોંચાડવામાં ભાગીદાર બનવાનો દોષ આપણને લાગે. શ્રી. કેસરિયાજી તીર્થ અંગેની આપણને ખૂબખૂબ મૂંઝવતી અનેક સમસ્યાઓમાંની એક સમસ્યા છે ત્યાંના માથાભારે થતા જતા પંડાઓની સાથે આપણે કેવી રીતે કામ લેવું એ છે. આપણા જ તીર્થમાંથી અને આપણાં જ ખિસ્સાઓમાંથી ન ધારી શકાય એવો મોટો આર્થિક લાભ મેળવવા છતાં, આ પંડાઓ શ્રી કેસરિયાજી તીર્થનું એક જૈનતીર્થ તરીકે સન્માન કે જતન કરવામાં નિષ્ફળ નીવડ્યા છે; અથવા સાચું પૂછો તો એમાં સાવ બેદરકાર બન્યા છે. આટલું જ નહીં, એ તીર્થને જૈનેતરનું તીર્થ ગણવામાં આવે, એ તીર્થ ઉપર જૈનેતરોનો પણ હક્ક પ્રસ્થાપિત થાય માટે પણ તેઓ વારેવારે અનેક ચળવળો હાથ ધરી બેસે છે. થોડા મહિનાઓ પહેલાં, ત્યાં દિગંબરો અને શ્વેતાંબરોની જૈન પેઢીઓની જેમ વૈષ્ણવ સંપ્રદાયની પેઢીની સ્થાપના કરવામાં આવી, ત્યારથી તો એ ચળવળ કોઈકોઈ વાર અથડામણ અને કલહનું રૂપ લેવા લાગી છે. આ એક ભારે ચિંતાજનક બાબત છે. શ્રી કેસરિયાજીનાં મંદિરનાં બાવન જિનાલયોની દીવાલ ઉપરનાં દિગંબર જૈન ભાઈઓનાં સત્તાવીશ જેટલાં શિલ્પોને થોડા દિવસો અગાઉ (સન ૧૯૫૧માં) જે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે અને ખંડિત કરવામાં આવ્યાં છે, તે દુર્ઘટના ઉપરની વાતની શાખ પૂરે છે. મંદિરના પ્રાંગણમાં, જ્યારે મંદિરના અને તેના ચોગાનના દરવાજાઓ બંધ રહેતા હોય ત્યારે, રાત્રીના પ્રસંગે આવું અપકૃત્ય આચરવામાં આવે એ બીના દુઃખદાયક અને ચિંતાજનક અનેક અનુમાનો તરફ અચૂક રીતે દોરી જાય છે. અહીં બધાં અનુમાનોનું વર્ણન કરવું ન તો ઈષ્ટ છે, ન તો જરૂરી છે. અહીં તો ફક્ત એટલું જ જાણવું બસ થશે, કે આ ચિહુન આપણને કોઈ ઊંડા રોગના નિદાન તરફ દોરી જાય છે, અને આ ઊંડું દર્દ તે જૈનેતર ભાઈઓની આ તીર્થમાં પોતાનો પગદંડો જમાવવાની દાનત. આવા પ્રસંગે પોતાના અંતરમાં જે ધર્મે વાસ કરેલો હોય, તે ધર્મ પ્રત્યેની અંધશ્રદ્ધા તેમને સાચી વસ્તુ તરફ આંખમીંચામણાં કરાવે કે કંઈ ને કિંઈ ધમાલ કરવા તરફ ઉશ્કેરે એ સાવ સ્વાભાવિક વાત છે. પંડાઓના ઉપદ્રવના મૂળમાં પણ આ જ બીજો છૂપાયાં હોય એમ લાગે છે. એ ગમે તે હોય; પોતે આ તીર્થ પ્રત્યે કેવું વર્તન રાખવું અને જેનો પૈસો પોતાની આજીવિકામાં અગત્યનો ભાગ ભજવતો હોય તે સમાજ સાથે કેવો સંબંધ રાખવો એ પંડાઓના પોતાના હાથની અને મરજીની વાત છે. તેઓ ધારે તો એને સુધારી શકે છે, ધારે તો બગાડી શકે છે; એમનું વર્તન હવે આપણા હાથ બહારની વાત બની બેઠી છે. આ સ્થિતિમાં સામો શું કરે છે, શું નથી કરતો એ જોઈને અને એનાથી Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ જિનમાર્ગનું જતન ઊપજતા લાભાલાભનું બરાબર તોલન કરીને, આપણે પોતે શું કરવું અને કયા માર્ગે આગળ વધવું એટલી જ વાત આપણે વિચારવાની અને નક્કી કરવાની રહે. આપણું વર્તન એ પૂરેપૂરી આપણા હાથની જ વાત ગણાવી જોઈએ, અને જે સંજોગોમાં જે કરવાનું આપણને ચોખ્ખું સૂઝતું હોય તેનું પૂરેપૂરું પાલન કરવું આપણી ફરજ લેખાવી જોઈએ. આટલું પણ જો આપણાથી ન બની શકે, તો આપણને સૂઝ્યું-ન સૂઝ્યું બધું સરખું જ સમજવું. જે સંસ્થાઓ અને જે આગેવાનો કેસરિયાજી તીર્થનું આપણા વતી કામ સંભાળે છે અને એ તીર્થ અંગેની મૂંઝવણોનો નિકાલ કરવા જેઓ સતત પ્રયત્ન કર્યાં કરે છે, તેઓ ત૨ફથી વારંવાર કહેવામાં આવ્યું છે અને હજુ પણ સમયે-સમયે કહેવામાં આવે છે, કે ત્યાં બોલી બોલીને કે બીજી રીતે આપણા તરફથી જે નાણાં આપવામાં આવે છે તે અત્યારે સદંતર બંધ કરવાની જરૂર છે. આ રીતે નાણાંનો પ્રવાહ અમુક સમય લગી અટકાવીને જ આપણે પંડાઓના આ તીર્થ પ્રત્યેના અને આપણી પ્રત્યેના વર્તનમાં પણ, ધાર્યો ફેરફાર કરાવી શકીશું. પણ ત્યાંથી મળતા અહેવાલો કહે છે, કે આ સૂચનાઓ જૈન-સમાજના માત્ર બહેરા કાને જ અથડાઈને નકામી નીવડી છે. પણ અમને લાગે છે કે આપણી આ બહુ મોટી ભૂલ થાય છે. આપણે આ તીર્થ અંગે બીજું કંઈ ન કરીએ, તો છેવટે આટલું નકારાત્મક-અસહકારાત્મક કામ તો આપણે કરવું જ જોઈએ. મહાત્મા ગાંધીની આગેવાની નીચે અસહકારની પ્રચંડ શક્તિનું આપણી સગી આંખે દર્શન કરવા છતાં આપણે એને ન અપનાવીએ તો આપણા જેવા વિવેક વગરના બીજા કોણ ગણાય ? આ તીર્થને જો સાચે જ આપણું પોતાનું તીર્થ માનતા હોઈએ, તો આટલું તો આપણે કરવું જ જોઈએ; અને ગામેગામ, શહે૨ેશહેર અને પ્રાંતેપ્રાંતમાં આંદોલન જગાવીને કેસરિયાજી તીર્થમાં નાણું નહીં ચઢાવવા બધા જૈનોને સમજાવવા જોઈએ. આપણી અંગત બાધા-આખડી કે શ્રદ્ધા-લાગણી આ કામમાં આડે આવશે તો આપણાં પોતાનાં જ નાણાંથી આપણા આ પોતાના તીર્થને વધુ નુકસાન પહોંચાડ્યા વગર આપણે રહેવાના નથી એટલું આપણે સમજી રાખીએ. સ્થળે-સ્થળે અત્યારે ચાતુર્માંસ રહેલા અને ચાતુર્માસ પૂર્ણ થયા પછી ઠેર-ઠેર વિચરતા આપણા મુનિવરો આ દિશામાં ખૂબ અસરકારક કાર્ય કરી શકે એમ અમે માનીએ છીએ. તેઓ પોતાના સંપર્કમાં આવતાં બધાં જૈન ભાઈ-બહેનોને આ વાત સમજાવે અને પોતાના ઉપદેશમાં એની અગત્ય તરફ ધ્યાન દોરે, તો આ કામ વધુ સરળ થઈ પડે. Page #340 -------------------------------------------------------------------------- ________________ તીર્થરક્ષા અને તીર્થસેવન : ૯ રખે કોઈ માને કે આમ કરીને અમે કડવાશ કે દ્વેષનું પોષણ કરવા માગીએ છીએ. આ તો જૈનેતરો તરફથી દ્વેષ અને ઈર્ષાનું વારેવારે પ્રદર્શન કરવામાં આવે છે તેનો ઇલાજમાત્ર છે. કોઈને આ ઇલાજ જલદ લાગે એ બનવાજોગ છે; પણ જલદ રોગોનો ઉપચાર પણ જલદ હોય તો જ એ કામયાબ નીવડી શકે. રોગ શમી જતાં ઉપચાર પણ આપોઆપ દૂર થઈ જશે એ કહેવાની જરૂ૨ ન હોય. * * * જબલપુર પ્રકરણના પડઘા હજુ શમ્યા નથી; એમાં જે રીતે જૈનોને દાદ મળવી જોઈએ તે મળવી હજુ બાકી છે. આથી આવાં પ્રકરણો ભવિષ્યમાં બનવા ન પામે એ માટે બધા ફિકાના જૈનોએ એકતા સાધીને સંગઠિત બનવું જોઈએ એવી ચારે તરફથી માગણી કરવામાં આવે છે. ૩૧૭ કોઈ પણ કાળે સંગઠન અને એકતાની જરૂર ન હતી કે એનું મૂલ્ય ઓછું હતું એમ તો કહી જ ન શકાય. પણ અત્યારના યુગમાં તો એની સવિશેષ જરૂર ઊભી થઈ હોય એમ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. તેમાં ય જૈનસમાજ જેવો નાનો સમાજ જો પોતાનું સંગઠન ન સાધી શકે અને એકતાની બાબતમાં ઉદાસીન રહે, તેમ જ ક્યારેક-ક્યારેક અંદર-અંદર કલહ-કંકાસ કર્યા કરે, તો એ ચોક્કસ મુશ્કેલીમાં અને ક્યારેક તો. ભયભરેલી સ્થિતિમાં પણ મુકાઈ જાય, એમાં નવાઈ નહીં; રતલામ-પ્રક૨ણ અને જબલપુર-પ્રકરણ જેવાં પ્રકરણો એનાં સાક્ષી છે. આ વાતનો વિચા૨ ક૨વાનું અમને એટલા માટે સૂઝ્યું, કે જબલપુર-પ્રકરણમાં વિશેષ કરીને દિગંબરભાઈઓને વધારે હેરાનગતિ અને નુકસાની ભોગવવી પડી હતી; અને એમની એ મુશ્કેલીમાં બધા ય ફિરકાના જૈનોએ સંયુક્ત રીતે એમને સાથ આપ્યો, અને આ અન્યાયનું સંતોષકારક રીતે નિરાકરણ થાય એ માટે પણ બધા ફિરકાના જૈનોએ સંગઠિત બનીને સરકાર પાસે માગણી કરી. આ કિસ્સા ઉપરથી જૈનોના બધા ય ફિરકાના મજબૂત સંગઠનની કેટલી જરૂર છે એ વાતનો પણ બધાને ઠીકઠીક ખ્યાલ આવતો જાય છે. બરાબર એવે જ વખતે ફરી પાછા આપણે આંતરિક સાંપ્રદાયિકતામાં કેવા સરકી પડીએ છીએ, એનો એક તાજો (૧૯૫૯નો) દાખલો ઊભો થયો છે. મેવાડનું શ્રી કેસરિયાજી તીર્થ ઘણાં વર્ષોથી શ્વેતાંબરો અને દિગંબરોના લહનું કારણ બની ગયું છે. એમ તો બીજાં પણ કેટલાંક તીર્થોમાં આ બે ફિરકાઓના ઝઘડાને કારણે વર્ષો સુધી કોર્ટોમાં કેસો ચાલ્યા છે અને હજારો રૂપિયાનું પાણી થયું છે; અને છતાં, એમાં કશું સારું પરિણામ આવ્યું નથી. પણ કેસરિયાજીની બાબતમાં શ્વેતાંબરો અને દિગંબરો ઉપરાંત વૈષ્ણવો પણ પોતાનો દાવો થોડાંક વર્ષોથી આગળ કરવા લાગ્યા છે અને એ માટે કેસરિયાજીમાં એક વૈષ્ણવ પેઢી પણ કામ કરતી થઈ છે. આટલું Page #341 -------------------------------------------------------------------------- ________________ જિનમાર્ગનું જતન જાણે ઓછું હોય, એમ એ તીર્થના વહીવટમાં અને એની દેખરેખમાં સરકારનો બહુ મોટો હિસ્સો છે. એ તીર્થની લાખોની સંપત્તિ મોટે ભાગે સરકાર(પહેલાં મેવાડનું ઉદેપુરરાજ્ય અને અત્યારે રાજસ્થાન-સરકાર)-હસ્તક છે. ૩૧૮ એક તરફ જ્યારે જબલપુર પ્રકરણને આગળ કરીને જૈનોના સંગઠનની વાત જોરશોરથી કરવામાં આવે છે, ત્યારે બીજી ત૨ફ કેસરિયાજી-તીર્થની વાત આગળ કરીને શ્વેતાંબરો વિરુદ્ધ દિગંબરોને ઉશ્કેરવામાં આવે છે એ પણ એક વિધિની વિચિત્રતા કે જૈનસંઘની કમનસીબી જ લેખાવી જોઈએ. મુંબઈથી પ્રગટ થતા મુંબઈ દિગંબર જૈન પ્રાંતિક સભાના સાપ્તાહિક હિંદી મુખપત્ર ‘જૈનમિત્ર'ના તા. ૧૮-૬-૧૯૫૯ના અંકના ૩૨૩મે પાને ‘ભારતવર્ષીય દિગંબર જૈન તીર્થક્ષેત્ર કમિટી'ના મંત્રીના નામથી કેસરિયાજી તીર્થ અંગે શ્વેતાંબરો વિરુદ્ધ જે લખાણ છાપવામાં આવ્યું છે, તે વાંચીને ખેદ અને નવાઈ ઊપજે છે. શ્રી કેસરિયાજીમાં શ્વેતાંબરોનો ઉત્પાત’ શીર્ષકે છપાયેલ એ લખાણ કહે છેઃ “કેસરિયાજીથી સમાચાર મળ્યા છે કે ત્યાંના દિગંબર જૈન મંદિર ઉપર શ્વેતાંબરો પોતાનો હક્ક સાબિત કરવા માટે હમેશાં અનુચિત કાર્ય કર્યા કરે છે. હાલમાં એ મંદિરમાં શ્વેતાંબરો પોતાના સંપ્રદાયના પટ (પાષાણમાં કોતરવામાં આવેલ નકશા) ચોડાવવાને માટે ફરી પ્રયત્ન કરી રહ્યા છે. આજથી લગભગ બાર વર્ષ પહેલાં પણ એમણે આ પટોને ચોડાવવાનો પ્રયત્ન કર્યો હતો, પણ એમાં તેઓ સફળ નહોતા થઈ શકયા... “આ અનુચિત કાર્યને હંમેશને માટે અટકાવી દેવા દિગંબર જૈન સમાજે દેવસ્થાનખાતાના પ્રધાનને જયપુર તા૨ અને કાગળો મોકલીને પોતાનો વિરોધ જાહેર કરી દેવો જોઈએ.’ આ લખવાનો અમારો હેતુ કેસરિયાજીમાં પટ લગાવવાની આ બાબતની ચર્ચાવિચારણા કરવાનો કે એના ગુણદોષની વિચારણા કરવાનો નથી; અહીં તો અમારે જે કંઈ કહેવું છે તે એટલું જ છે કે જો નાની (પણ આપણે મોટી માની લીધેલી) બાબતોને આગળ કરીને, અને એમાં વિવેકબુદ્ધિ કે પ્રમાણભાન વેગળાં મૂકીને આપણે આ રીતે ઉશ્કેરાઈ જઈએ કે સામાન્ય શ્રદ્ધાળુ વર્ગને ઉશ્કેરવાની કોશિશ કરીએ તો સમજવું રહ્યું કે આપણી એકતા અને સંગઠનની વાત ઉપરછલ્લી અને હાર્દિકતા વગરની છે. વળી આવી બાબતો લોકો અને સરકારને જણાવીને આપણે આપણા સંગઠનની પોકળતા જાહેર કરીએ છીએ અને હલકા પડીએ છીએ. ખરી રીતે તો આપણે આપણા મતભેદોનું નિવારણ અંદરો-અંદર લાવી શકીએ તેવી વ્યવસ્થા કરવી જોઈએ. Page #342 -------------------------------------------------------------------------- ________________ તીર્થરક્ષા અને તીર્થસેવન : ૯ ૩૧૯ આ તીર્થમાં અત્યારે (સન ૧૯૫૬માં) આપણા માટે કેવી સ્થિતિ પ્રવર્તે છે તેનો *થોડોક અનુભવ આપણા એક શ્રીપૂજ્યજીને થયો છે, તે જૈનસંઘે વાંચવા-વિચારવા જેવો છે. થોડા વખત પહેલાં, દિલ્હીના શ્રી જિનવિજયસેનસૂરિજી શ્રી કેસરિયોજીતીર્થની યાત્રાએ ગયા હતા. ત્યાં તેઓને જે જાતઅનુભવ થયો તેનો થોડોક ચિતાર તેમણે તેમના એક લેખમાં આપ્યો છે. આ લેખ આગરાથી પ્રગટ થતા “શ્વેતાંબર જૈન' પાક્ષિકમાં છપાયો છે. એ લેખમાંનો શ્રી કેસરિયાજી તીર્થની સ્થિતિનો ખ્યાલ આપતો ભાગ અહીં નીચે રજૂ કરીએ છીએ. પોતાનો અનુભવ વર્ણવતાં શ્રીપૂજ્યજી કહે છે – સાંજે દર્શન કરવા માટે મંદિરમાં ગયા, તો ખૂબ ગિરદીને કારણે, તેમ જ પંડાઓનું પૂરું આધિપત્ય હોવાને કારણે, મુશ્કેલીથી દર્શન થયાં. સવારે દર્શન બરાબર થશે એમ મન વાળ્યું. સવારે એથી પણ વધારે ભયાનક ત્યાંનું દૃશ્ય જોવા મળ્યું : જે પંડાઓની ઇચ્છા પ્રમાણે માગણી પૂરી કરે, એમને માટે દર્શન સુલભ છે; નહીં તો રાહ જોતા જ રહીએ! ઉત્કૃષ્ટ ભાવનાથી પ્રેરાઈને દૂર-દૂરથી આવતા યાત્રાળુઓને માટે, ત્યાં પહોંચીને ભાવનાને સ્થિર રાખવાનું કામ અસંભવ બની જાય છે.” આ પ્રમાણે એ તીર્થમાં સૌ પ્રથમ તો ભગવાનનાં દર્શન કરવામાં જ પડતી મુશ્કેલીનું વર્ણન કર્યા બાદ આગળ ચાલતાં જૈન સમાજને આ તીર્થ અંગે ચેતવણી આપતાં શ્રીપૂજ્યજી કહે છે – એના તોરણદ્વાર(પ્રવેશદ્વાર)માં પણ પ્રાચીન જૈન સંસ્કૃતિનો પરિચય આપતું જૈનમંદિર બનાવીને એમાં કરેલી જિનપ્રતિમાઓની આકૃતિઓ અને ઝીણવટભરી કોતરણી જોઈને મનમાં ગર્વ થાય છે. મુખ્ય દ્વારથી લઈને મંદિરની ચારે કોર પ્રસ્તરોમાં અને ખંડોમાં કોતરેલી જિનપ્રતિમાઓ મુક્તપણે પણ પોતાની અમર ગાથા સંભળાવી રહી છે. આવા પવિત્ર સ્થાનનું જૈન યાત્રાળુઓને માટે કશું જ મહત્ત્વ નથી. જો આ જ ક્રમ ચાલુ રહ્યો, તો જેમ બદરીનાથજી, જગન્નાથજી, જયપુર રાજ્યમાં ડિમ્મી મંદિર અને અજમેરની ખ્વાજા-સાહેબની દરગાહ વગેરે સ્થાનો ગુમાવ્યાં, અને હવે તો ત્યાં જવું પણ મિથ્યાત્વ લેખાવા લાગ્યું છે, એવી જ રીતે થોડાંક જ વર્ષોમાં આ તીર્થ પણ આપણે ગુમાવી બેસીશું.” શ્રી પૂજ્યજીએ ઉચ્ચારેલી આ ચેતવણી કેવળ શબ્દોની નહીં પણ સાચી ચેતવણી છે એમ અમે ચોક્કસ માનીએ છીએ. દાદાવાડીની વ્યવસ્થાના સંબંધમાં શ્રીપૂજ્યજી ત્યાંની દાદાવાડીમાં પણ પૂજનની વ્યવસ્થા જરા ય સંતોષકારક નથી. જ્યારે જુઓ ત્યારે ત્યાં તાળું વાસેલું જ દેખાય છે.” Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ જિનમાર્ગનું જતન શ્રી પૂજ્યજીની આટલી ટૂંકી ટકોર દાદાવાડીના સંચાલકોને આળસ ઉડાવવા માટે પૂરતી લેખાવી જોઈએ. છેવટે શ્રીપૂજ્યજી પોતાને દર્શન જ્યારે થયાં તે અંગે લખતાં કહે છે – અમે બપોરના મધ્યાહને, દર્શન કરનારાઓના ચાલ્યા ગયા બાદ, મંદિરમાં પ્રવેશ કરી શક્યા, ત્યારે જ ભગવાન શ્રી ઋષભદેવનાં દર્શનનો લાભ મળી શક્યો.” શ્રીપૂજ્યજીએ અહીં જે કંઈ લખ્યું છે તે ઘણાના અનુભવની વાત છે. પણ આવી વાતો એક કાને સાંભળીને બીજા કાને કાઢી નાખવાની આપણી કુટેવ આ તીર્થ માટે પણ જો આપણે ચાલુ રાખીશું તો એ નુકસાનકારક નીવડ્યા વગર નથી રહેવાની. આખું તીર્થ જ આપણા હાથમાંથી ચાલ્યા જવાની શ્રીપૂજ્યજીની આ ચેતવણી સાવ સાચી છે અને તેથી એને કાન ધરવી એ સમસ્ત જૈનસંઘની ફરજ છે. (તા. ૧૩-૧-૧૯૫૧, તા. ૧૧-૮-૧૯૫૬ અને તા. ૨૭-૬-૧૯૫૯ના લેખોમાંથી) (૧૦) તીર્થગૌરવનું અભિન્ન અંગઃ ધર્મશાળાઓનો ગરવો કારોબાર લોકજીવનમાં, સમાજવ્યવસ્થામાં કે રાજકાજમાં કેટલીક વાર કેટલાક પ્રશ્નો એવું રૂપ પકડીને બેસી જાય છે કે એમાં ફેરફાર કરવાના હજાર પ્રયત્નોને અંતે પણ પાછા એ એના અસલ રૂપમાં ખડા થઈ જાય છે, અને એનો નિવેડો લાવવાના પ્રયત્નો વિશેષ કામયાબ કે કારગત નીવડતા નથી. આવા પ્રસંગે પ્રયત્ન કરનારાના અંતરમાં નિરાશાનો પ્રાદુર્ભાવ થાય એ બહુ સ્વાભાવિક છે. પણ ખરો રાહ તો એ જ છે કે અમુક પ્રશ્નનો અમુક રીતે નિકાલ કરવો આપણને લોકકલ્યાણની દૃષ્ટિએ જરૂરી જ લાગતો હોય, તો નિરાશાનાં હજાર કારણો મળ્યા છતાં, એ માટે પ્રયત્ન કરનારે હમેશાં પ્રયત્નશીલ જ રહેવું ઘટે. એમ થાય તો જ કોઈક અવસરે પણ એમાં ધારી સફળતા મેળવી શકાય. પાલીતાણાની ધર્મશાળાઓની ગેરવ્યવસ્થા અને અવ્યવસ્થાનો પ્રશ્ન પણ, શરીરમાં ઘર કરી ગયેલા રોગની જેમ, કંઈક આવો જ દઢમૂળ બની ગયો છે, આ માટે વારંવાર વિચારણા અને નવાનવા ઉપાયો હાથ ધરવામાં આવ્યા છતાં એ દુઃખદ સ્થિતિમાં કશો ઉલ્લેખનીય ફેરફાર કરી શકાયો નથી એ કટુ સત્ય હોવા છતાં સાચી Page #344 -------------------------------------------------------------------------- ________________ તીર્થરક્ષા અને તીર્થસેવન : ૧૦ વસ્તુસ્થિતિ છે. સિદ્ધક્ષેત્ર જેવા ઉચ્ચ તીર્થસ્થાનમાં, દેશદેશાવરોમાંથી આવી પહોંચતા યાત્રાળુઓનાં કેવળ ભક્તિ, સગવડ અને આરામ માટે ધર્મપ્રેમી મહાનુભાવોએ બંધાવેલી આપણી આ ધર્મશાળાઓની સુવ્યવસ્થા અને તેના ન્યાયી ઉપયોગનો પ્રશ્ન જૈન સમાજ જેવો સમાધાનપ્રિય સમાજ ન ઉકેલી શકે એ બીના જૈનસંઘને માટે કલંકરૂપ છે એમ અમે માનીએ છીએ. આ ધર્મશાળાઓના સદુપયોગના બદલે તેમનો છડેચોક દુરુપયોગ થતો હોવાનાં કારણો અનેક છે, અને એ સંબંધી કેટલીક ચર્ચા અમે પહેલાં પણ કરી છે. એટલે એ અંગે વિસ્તારથી અહીં ન લખતાં, માત્ર એના મૂળરૂપ બે-ચાર બાબતોનો જ ઉલ્લેખ કરીએ છીએ. સૌથી પહેલી વાત તો એ છે કે ધર્મશાળા બંધાવનાર મહાનુભાવો ધર્મશાળા બંધાવીને જ સંતુષ્ટ બની બેસી જાય છે; પણ આ બરોબર નથી. તેમણે તો એની પાછળની વ્યવસ્થા તરફ પણ નજર દોડાવવી જોઈએ, અને જે શુભ આશયથી પોતે ધર્મશાળા બંધાવી છે તે આશયનું બરાબર જતન થતું રહે એવી વ્યવસ્થિત યોજના વિચારીને તે પ્રમાણે તેની સોંપણી થવી જોઈએ. માત્ર ધર્મશાળાઓ જ નહીં, પણ આપણી ઘણીખરી ધાર્મિક કે સામાજિક જાહેર સંસ્થાઓ આવા દીર્ઘદૃષ્ટિવાળા વહીવટના અભાવે પોતાના માટે નક્કી કરવામાં આવેલ કામને અવિરત અને અસ્ખલિતપણે આગળ ચલાવી શકતી નથી. ૩૧૨ બીજી વાત પણ એટલી જ મહત્ત્વની છે. તે એ કે પાલીતાણા(અને બીજાં તીર્થસ્થાનો)માં જતાં આપણાં યાત્રાળુ ભાઈ-બહેનો અને ખાસ કરીને બે પૈસે સુખી ગણી શકાય એવા મહાનુભાવો, માત્ર પોતાની સુખસગવડમાં એટલા બધા રત બની જાય છે, કે તેઓ ધર્મશાળાઓનો ઉપયોગ કેટલી મર્યાદામાં કરી શકાય અને ધર્મસ્થાનો કે તીર્થસ્થાનોમાં ત્યાગની ભાવના કેળવીને, બીજાને જરા પણ તકલીફ ન થાય એ રીતે લઘુતમ આવશ્યક સગવડથી પોતાનું કામ કેવી રીતે ચલાવવું એ વાતનો વિવેક તદ્દન વીસરી જાય છે, અને પોતાને માટે વધારે પડતાં સુખ-સગવડ મેળવવા માટે લાંચ આપવી, જૂઠું બોલવું, તકરાર કરવી વગેરે પ્રકારના અનિચ્છનીય અને અધર્મમય ઉપાયો હાથ ધરવા સુધી આગળ વધી જાય છે. આ બીના પણ ભારે કલંકભરેલી ગણાય. એમ કહી શકાય કે ધર્મશાળાઓની ગેરવ્યવસ્થાનું મુખ્ય મૂળ આમાં જ રહેલું છે. અને આ પ્રમાણે ધર્મશાળા બંધાવનારાઓની બેદરકારી અને યાત્રાળુઓની સ્વાર્થપરાયણ વૃત્તિના સહજ પરિણામરૂપે તે-તે ધર્મશાળાના મુનીમ કે મૅનેજરો પોતાની જાતને ધર્મશાળાના નોકર કે યાત્રાળુઓના સેવક ગણવાના બદલે તેઓ ધર્મશાળાના ધણીરણી અને તેથી યાત્રાળુઓ માથેના અમલદાર જેવા બની બેસે છે, અને કોઈ Page #345 -------------------------------------------------------------------------- ________________ જિનમાર્ગનું જતન પણ જાતનો સારાસારનો વિવેક ભૂલીને કેવળ પોતાના અંગત સ્વાર્થને સિદ્ધ કરવાની દૃષ્ટિએ, ન કરવાનાં કૃત્યો કરતાં પણ પાછી પાની કરતા નથી. આજે તો જાણે એમ જ લાગે છે કે એકએક ધર્મશાળા તે-તે ધર્મશાળાના મુનીમ કે મૅનેજર માટે નાનીસરખી જાગીરરૂપ બની ગઈ છે, અને એમાંથી મનફાવતો લાભ મેળવવો એ જાણે એમનો હક્ક અને નિત્યક્રમ બની ગયો છે. ૩૨૨ આ ગેરવ્યવસ્થાને દૂર કરવા માટે મુનીમોને ઉપદેશ આપ્યા કરવાથી કે નિંદ્યા કરવાથી વિશેષ લાભ થવા સંભવ નથી. આનો જો આપણે સાચે જ ઉપાય કરવા માગતા હોઈએ તો એકએક તીર્થસ્થાનમાંની જુદીજુદી ધર્મશાળાઓએ, અત્યારનાં જુદાંજુદાં રજવાડાંઓની જેમ, પોતાની સ્વતંત્ર વ્યવસ્થાને દૂર કરીને બધી ધર્મશાળાઓનું એક જૂથ બનાવવું જોઈએ અને એની વ્યવસ્થા માટે એક મધ્યસ્થ મંડળ ગોઠવવું જોઈએ, જે આ બધી ય ધર્મશાળાઓનો વહીવટ પોતાને હસ્તક રાખે. આવી ગોઠવણ થયા પછી પણ ધર્મશાળાઓમાં મુનીમો અથવા એમના જેવા કર્મચારીની જરૂર તો રહેવાની જ, પણ એમની વારંવાર ફેરબદલી કરતાં રહેવાની ગોઠવણ થાય તો એમનું હિત કોઈ એક વિશિષ્ટ સ્થળે સ્થાપિત થતું અટકે; અને એમ થાય એટલે યાત્રાળુ પાસેથી લાંચ લેવાની બદી આપોઆપ ઘટી જાય. પાલીતાણાની ધર્મશાળાઓની આ દુર્દશા વર્ષો જૂની છે. એને દૂર કરવી હોય તો ઉપર દર્શાવેલ ત્રણ કારણોમાંથી એકને પણ દૂર કરવામાં આવે તો બાકીનાં બે કા૨ણો આપોઆપ દૂર જતાં રહે એમ અમને ચોક્કસ લાગે છે. એટલે કે ધર્મશાળા બંધાવનારાઓ માત્ર તે બંધાવીને સંતોષ ન માનતાં, એની સતત સુવ્યવસ્થાનો આગ્રહ રાખતા થાય તો મુનીમો કે યાત્રાળુઓ એનો ગેરલાભ લેતાં આપોઆપ અટકી જાય. બીજી બાજુ જો યાત્રાળુ પોતે જ પ્રામાણિક, સંયમી અને ધર્મપરાયણ બનવા તૈયાર થાય તો તો બધી બદી આપોઆપ દૂર થઈ જાય; પણ અંગત સગવડમાં રચ્યાં-પચ્યાં રહેનારાં આપણાં યાત્રાળુ ભાઈ-બહેનો આ માર્ગ તરત જ ગ્રહણ કરે એવી આશા રાખવી અત્યારે તો વધારે પડતી લાગે છે, અને ધર્મશાળાના મુનીમો કે મેનેજરો સુધરી જાય અને પોતાની અપ્રામાણિક રીતો જતી કરવાનો નિર્ણય કરે એ વાત તો સાવ આકાશકુસુમ જેવી જ લાગે છે. wwwwww એટલે ધર્મશાળાઓની સુવ્યવસ્થા માટે એકમાત્ર ઉપાય જ બાકી રહેતો લાગે છે; અને તે ધર્મશાળા બંધાવનારા બધા ય મહાનુભાવોએ એક એકમ રચીને અને સંઘના સેવાભાવી આગેવાનોને વચમાં રાખીને એની વ્યવસ્થા એ એકમને સુપરત ક૨વાનો. આવી સામૂહિક ગોઠવણ વગર ધર્મશાળાઓમાં વ્યવસ્થા સ્થપાય એ બનવાજોગ નથી. Page #346 -------------------------------------------------------------------------- ________________ તીર્થરક્ષા અને તીર્થસેવન : ૧૦ છતાં અમે ઉપર જે ઉપાય દર્શાવ્યો તેને અમે અંતિમ ઉપાય તરીકે નથી ગણતા. સંભવ છે વધુ વિચારણા કરતાં બીજાઓને બીજા પણ ઉપાયો સૂઝી આવે. એકંદરે આ નોંધનો મુખ્ય મુદ્દો તે વધુ સુવ્યવસ્થા શી રીતે સાધવી તે નહીં, પણ આવી સુવ્યવસ્થા ક૨વાની તાત્કાલિક જરૂર છે એ વાતનો આપણે સ્વીકાર કરીએ તે જ છે. દરમ્યાન પાલીતાણાનો જૈનસંઘ ખાસ કરીને ત્યાંનું જૈન-પ્રગતિમંડળ — તેમ જ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તેમ જ બીજા કોઈ આગેવાન મહાનુભવો પાલીતાણા આવતા યાત્રાળુઓને પડતી ધર્મશાળા અંગેની હાડમારી દૂર કરવા માટે અને સાથેસાથે ધર્મશાળાના મુનીમ વગેરેનો ત્રાસ કે તેમની જોહુકમીને નાથવા માટે જે નાનામોટા પ્રયત્ન કરે છે તેની અમે પ્રશંસા કરીએ છીએ, અને તેમના કાર્યમાં વધુમાં વધુ સહકાર આપવાની સહુને ભારપૂર્વક ભલામણ કરીએ છીએ. ૩૨૩ તાજેતરમાં પાલીતાણાના જૈન-પ્રગતિ-મંડળ અને કેટલાક યાત્રાળુ ભાઈઓ તરફથી ત્રણ પત્રિકાઓ દ્વારા આ પ્રશ્ન તરફ અને એમાં રહેલી મુશ્કેલી તરફ જૈનસંઘનું ધ્યાન દોરવામાં આવ્યું છે. (તા. ૧૬-૪-૧૯૫૦) Page #347 -------------------------------------------------------------------------- ________________ ૧૦ વિવિધ સંસ્થાઓ અને તેમની સુવ્યવસ્થા (૧) કાર્યકરોને જાળવવાની જરૂર આજના અંકના પહેલે પાને મુંબઈથી પ્રગટ થતા શ્રી ભારતીય જૈન સ્વયંસેવક પરિષદના મુખપત્ર ‘સ્વયંસેવક' માસિકના તા. ૧-૧-૧૯૫૨ના અંકનો ‘સર્વન્ટ્સ ઑફ જૈન સોસાયટી’ શીર્ષકનો અગ્રલેખ છાપવામાં આવ્યો છે તે તરફ અમે અમારા વાચકોનું ધ્યાન દોરીએ છીએ. જૈનોની વસ્તીવાળાં શહેરો કે નાનાં ગામડાંઓમાંની આપણી પાઠશાળા(જૈનશાળાઓ) થી માંડીને આપણાં તીર્થોનો વહીવટ સાચવતી કે સાહિત્યનું, શિક્ષણનું કે સમાજસેવાનું કામ કરતી અનેક સંસ્થાઓ પ્રામાણિક, યોગ્ય અને શક્તિશાળી કાર્યકરોની અછતની મુશ્કેલી લગભગ હંમેશાં ભોગવ્યા કરે છે. નવી-નવી જાહેર સંસ્થાઓ વાતવાતમાં આપણે સ્થાપીએ છીએ. અમુક ઉદ્દેશને પૂરો કરવાના ધ્યેયને વરેલી એક સંસ્થા મોજૂદ હોય અને પોતાની શક્તિ અને સૂઝ પ્રમાણે કામ કરતી હોય, તો પણ એ જ ઉદ્દેશને માટે નવી સંસ્થા ઊભી કરતાં આપણે ખમચાતા નથી; આટલું જ શા માટે ? એક જ શહેરમાં આવી નવી સંસ્થા સ્થાપવામાં પણ આપણને સંકોચ થતો નથી કે વિચાર આવતો નથી. જરાક કોઈક યોજના કે કાર્યનો વિચાર આવ્યો, જરાક મતભેદ ઊભો થયો અથવા કોઈક વગદાર અને શક્તિશાળી વ્યક્તિમાં જરાક અહંભાવ જાગી ઊઠ્યો કે નવી સંસ્થાનો ઉમેરો થયો જ સમજો ! આનાથી આવી સંસ્થાઓ વચ્ચે એક પ્રકારની હરીફાઈ કે ભૂંસાતૂંસી થવા લાગે છે, સંસ્થાઓના સંચાલકોમાં બેદિલી અને મારા-પરાયાપણાની અનિચ્છનીય લાગણી જન્મે છે અને સમાજનાં શાંતિ, એખલાસ અને બંધુભાવ જોખમમાં મુકાય છે. વળી, હમણાંહમણાં સંસ્થાઓ માટે મકાનો તૈયાર કરાવી દેવા ત૨ફ પણ આપણું ધ્યાન વિશેષ ગયું હોય તેમ લાગે છે; એ માટે પૈસા પણ મળી રહે છે. આ વાત સારી છે, સંસ્થાના વિકાસ માટે જરૂરી અને ઉપયોગી પણ છે, અને એ માટે જરૂરી પૈસા મળી રહે એ બહુ રાજી થવા જેવું છે. Page #348 -------------------------------------------------------------------------- ________________ ૩૨૫ વિવિધ સંસ્થાઓ અને તેમની સુવ્યવસ્થા : ૧ પણ અહીં મુખ્ય સવાલ આપણી સામાજિક સંસ્થાઓને કાર્યકુશળ અને પ્રામાણિક સંચાલકો નથી મળી શકતા એ છે. આમ જોઈએ તો શિક્ષિતોમાં પ્રવર્તતી બેકારીને કારણે, કોઈ પણ ખાલી જગ્યા માટે, એ જગ્યાની જવાબદારી સંભાળી શકે એવા કર્મચારી મેળવવામાં મુશ્કેલી ન નડવી જોઈએ. છતાં સામાજિક સંસ્થાઓને જોઈએ તેવા સંચાલકો નથી મળી શકતા એ એક હકીકત છે. આમ થવામાં કદાચ વસ્તુસ્થિતિ એવી પણ છે, કે આવી સંસ્થાઓ માટે સુયોગ્ય સંચાલકો નથી મળતા એમ હોવાને બદલે એક યા બીજા કારણે, આપણે યોગ્ય સ્થાને યોગ્ય વ્યક્તિની નિમણૂક નથી કરી શકતા એ વાત વધારે સાચી હોય. આમ થવાનાં મુખ્ય બે કારણ છે : પહેલું તો એ કે આપણી કોઈ પણ જાહેર સંસ્થાના કાર્યકર માટે કોઈ પણ જાતની સ્થાયી આર્થિક વ્યવસ્થા આપણે કરતા નથી. પરિણામે, એવા કાર્યકરની સ્થિતિ ઘણે-ખરે અંશે રોજરોજની રોટી રળતા મજૂરના જેવી બની રહે છે. એટલે કે, જ્યારે પણ એને છૂટા થવાનો કે છૂટા કરવાનો વખત આવે ત્યારે તેની આર્થિક સ્થિતિ તો આકાશવૃત્તિ જેવી જ હોય. કાં તો એને તાત્કાલિક જીવનનિર્વાહની ચિંતા ઘેરી વળે, કાં એ પોતાની આર્થિક જરૂરિયાતને પહોંચી વળવા જૈન સમાજના કાર્યક્ષેત્રને જ આખરી સલામ કરી દે ! ખરી વાત તો એ છે, કે આપણી જાહેર સંસ્થાઓ માટે જેમ આપણે મકાન વગેરેની અનિવાર્ય જરૂર માનીએ છીએ, એવી જ રીતે એના કર્મચારીઓ માટેની આર્થિક વ્યવસ્થા પણ અનિવાર્ય બનાવી જોઈએ. આમ કરવા માટે પહેલું તો દરેક કાર્યકરને દર વર્ષે કે દર બીજે વર્ષે બઢતીની (પગારવધારાની) આમ ગોઠવણ કરવી જોઈએ, અને સાથે સાથે પ્રોવિડન્ટ ફંડ જેવી વ્યવસ્થા પણ હોવી જ જોઈએ, કે જેથી જ્યારે પણ એ કાર્યકર સંસ્થાથી છૂટો થાય ત્યારે એને આર્થિક મુસીબતનો સામનો કરવો ન પડે. આવી નિશ્ચિત આર્થિક વ્યવસ્થાનો અભાવ એ કાર્યકરોની અછતનું પહેલું કારણ સમજવું. અને આનું બીજું કારણ તે આપણી સંસ્થાઓના કાર્યકરો તરફ બહુમાનની દૃષ્ટિએ જોવાની ટેવનો અભાવ. આવી ટેવ આપણે – આપણા શ્રીમંતો અને આગેવાનો – નથી કેળવી શક્યા એ દુઃખ ઉપજાવે એવી બીના છે. પણ આપણે સમજવું જોઈએ કે જે વ્યક્તિઓને આપણે આપણી સંસ્થાનો વહીવટ સોંપતા હોઈએ તે અચૂક રીતે આપણા સન્માનના પહેલા અધિકારી છે. કોઈ પણ સંસ્થાના કાર્યકર ગણાવું એ જ્યારે પણ સન્માનભરેલું ગણાવા લાગશે ત્યારે ચોક્કસ સાચા કાર્યકરોની અછત આજના જેટલી ઉઝ નહીં હોય. Page #349 -------------------------------------------------------------------------- ________________ જિનમાર્ગનું જતન પૈસો પણ નહીં અને માન પણ નહીં, અને છતાં આપણી સંસ્થાઓને સારા કાર્યકરો મળી રહે તેવી આશા રાખવી એ તો આકાશકુસુમની આશા બરોબર છે. સંભવ છે આવી સ્થિર આર્થિક જોગવાઈની અનિવાર્ય આવશ્યકતા આપણે સ્વીકારીએ તો આજના જેટલી વધારે સંખ્યાની સંસ્થાઓ આપણે ન ચલાવી શકીએ. આમ થાય તો પણ સરવાળે તો લાભ જ થવાનો, એમાં જરા પણ શક નથી. થોડી પણ સુવ્યવસ્થિત સંસ્થાઓ ચલાવવાનું ફળ મોટી સંખ્યાની છતાં અવ્યવસ્થિત સંસ્થાઓના ચલાવવાના ફળ કરતાં અનેકગણું વધારે અને અનેકગણું સ્થાયી, ઉપયોગી અને નક્કર આવવાનું. વળી આમ થાય તો અનેક નબળી સંસ્થાઓના એકીકરણનો સુયોગ પણ કદાચ ઊભો થાય, અને એ રીતે પણ સમાજને સ્થિર અને સુવ્યવસ્થિત સંસ્થાઓનો લાભ મળે. ૩૨૬ વળી, સંસ્થાઓના કાર્યકરો માટેની આર્થિક સગવડ નિશ્ચિત અને તેમને અમુક અંશે નિશ્ચિંત બનાવે એવી હોય તો આપણે ત્યાં કસાયેલા અને લાંબો અનુભવ ધરાવતા કાર્યકરોનું એક જૂથ જ તૈયાર થઈ જાય. આજની સ્થિતિ મોટે ભાગે એવી જ છે કે હંમેશાં અનિશ્ચિત દશામાં રહેવું પડતું હોવાથી આપણી સંસ્થાના ઘણાખરા કાર્યકરો બીજા સારા અને નિશ્ચિત સ્થાનની શોધ કર્યા કરે છે, અને એવું સ્થાન મળી આવતાં આપણી સંસ્થાઓને છોડીને ચાલતા થાય છે. અત્યારની જે કંઈ સ્થિતિ છે, તે તો એવી જ છે, કે તેજસ્વી અને સાથેસાથે પ્રામાણિક કાર્યકરને આપણે ત્યાં કામ કરવાની ઊર્મિ જ ન જાગે; જેઓ નબળા, ખુશામતિયા કે આવડત વગરના હોય તેઓ ભલે આપણી સંસ્થાઓને વળગી રહે. આ સ્થિતિ ચાલુ રાખવી લાભકર્તા નથી. આપણી સંસ્થાઓ મારફત આપણે ધાર્યું કાર્ય કરવું હોય, તો સાચા અને સારા કાર્યકરોનું જૂથ આપણે જમાવવું જ પડશે. કેવળ સેવાની ભાવના ભાવતા અને વગર વેતને (ઑન૨ી) કામ કરવા માગતા આગેવાનો મારફત આપણી સંસ્થાઓનું સુયોગ્ય સંચાલન થઈ શકશે એ માન્યતા ભૂલભરેલી છે. સેવાભાવી માનાર્હ કાર્યકરો સંસ્થાની નીતિ અને કાર્યપદ્ધતિ નક્કી કરે અને પગારદાર સંચાલકો એનો કુશળતાપૂર્વક અમલ કરે એ જ કોઈ પણ સંસ્થાને કાર્યશીલ રાખવાનો મુખ્ય ઉપાય છે. વળી માનાર્હ કાર્યકરોને સંસ્થાના કાર્યથી સતત પરિચિત રાખીને એમને સંસ્થાના કાર્ય માટે વિશેષ જાગૃત રાખવાનું કામ પણ મુખ્યત્વે પગારદાર સંચાલકનું જ ગણાય. આજે માનાર્હ કાર્યકરોની જ અછત જોવા મળે છે. એ માટે વ્યક્તિનો કે એની ભાવનાનો દોષ ગણવાને બદલે પરિસ્થિતિનો દોષ ગણવો પડે એવી સ્થિતિ છે. માનાર્હ કાર્યકર શ્રીમંત હોય કે સામાન્ય, એમને એટલાં બધાં - Page #350 -------------------------------------------------------------------------- ________________ વિવિધ સંસ્થાઓ અને તેમની સુવ્યવસ્થા : ૧ અને એવાં વિચિત્ર-વિલક્ષણ કાયદાઓનાં જાળાં વચ્ચે જીવવાનું હોય છે, કે એનો ભાર સતત એના મગજ ઉપર હોય છે. પરિણામે, બીજી ગંભીર પ્રવૃત્તિ માટે એની પાસે સમય અને શક્તિ ભાગ્યે જ બચવા પામે છે; અને એ માટેનો ઉલ્લાસ તો લગભગ આથમી જ જાય છે. પહેલાં માનાર્હ કાર્યકરો સારા પ્રમાણણાં મળી આવતા હતા અને પોતાની જવાબદારીને સારી રીતે પૂરી કરી શકતા હતા. અત્યારે જુદા પ્રકારની સ્થિતિ પ્રવર્તે છે એનું મુખ્ય કારણ આ જ હોય એમ લાગે છે. આથી જે કંઈ થોડાક ભાવનાશીલ માનાર્હ કાર્યકરો છે. એમના ઉપર વધારે પડતી જવાબદારી આવી પડે છે. સંસ્થાઓનું સંચાલન સારી રીતે થઈ શકે એમ આપણે ઇચ્છતા હોઈએ, તો આ સ્થિતિમાં ફેરફાર થવો જ જોઈએ, અને પોતાનાં સમય અને શક્તિનો ભોગ આપી શકે એવા સેવાભાવી અને કાર્યકુશળ માનાર્હ કાર્યકરો વધારે પ્રમાણમાં આગળ આવવા જ જોઈએ. વળી, સેવાની સંસ્થાઓના સવેતન સંચાલકોની પણ મુશ્કેલ કામગીરીનો ખ્યાલ આપતાં, શ્રી મહાવીર જૈન વિદ્યાલયના મહામાત્ર શ્રી કાંતિભાઈ કોરાએ પોતાના બહુમાનના પ્રસંગે કહેલું : “સેવાના ક્ષેત્રમાં આવનાર વ્યક્તિને આ પ્રસંગે મારી એક નમ્ર વિનંતી છે કે તેઓ જે પ્રકારનું સેવાનું કાર્ય સ્વીકારે તેમાં નિઃસ્વાર્થપણે અને પ્રામાણિકતાપૂર્વક કામ કરે. આ ક્ષેત્ર એવું છે, કે તેમાં પડનાર વ્યક્તિઓને સહેજે પોતાનાં મિત્રો, સગાંસંબંધીઓ અને કુટુંબથી મહદ્ અંશે વિમુખ થવું પડે. મારા માટે પણ એવું જ બન્યું છે." શ્રી કોરાએ ઉપર કહી એ વાત દાયકાઓના એમના જાતઅનુભવની છે. કોઈ પણ સેવાકાર્ય પગાર લઈને સ્વીકારવામાં આવે કે વગર પગારે માનાર્હ રીતે, તો પણ સેવાનો માર્ગ કેવો મુશ્કેલ અને કઠિન છે એનો ખ્યાલ એના ઉપરથી આવી શકે છે. અનુભવીઓએ અને નીતિશાસ્ત્રકારોએ સેવાધર્મને યોગીઓને માટે પણ અગમ્ય કહ્યો છે તે આટલા માટે જ. પણ એ માર્ગ ગમે તેટલો મુશ્કેલ હોય, છતાં જો જાહેર સંસ્થાઓના કારોબારને જીવંત રાખવો હોય, તો એ માર્ગે ચાલનારા સેવાતપસ્વીઓ નીકળવા જ જોઈએ. ખાતર, પાણી અને ખેડની પૂરી મહેનત કર્યા વગર ખેતરમાંથી સારો પાક ન જ નીપજે એવી સીધી-સાદી આ વાત છે. અને આનું પ્રત્યક્ષ દૃષ્ટાંત શોધવા દૂર જવાની પણ કયાં જરૂર છે ? શ્રી મહાવીર જૈન વિદ્યાલયની વિકાસકથા પોતે જ શ્રી કાંતિભાઈ કોરાની નિર્ભેળ, નિઃસ્વાર્થ અને નિષ્ઠાભરી કામગીરીની પ્રેરક વાર્તા સંભળાવે છે. ‘થોડું કરવું, પણ નક્કર કરવું' એ નીતિવાક્યમાં જો આપણને આસ્થા હોય, તો થોડીઘણી નબળી સંસ્થાઓની ચિંતા કર્યા વગર આપણા કાર્યકરો આપણી સબળ સંસ્થાઓ સાથે દીર્ઘકાળ લગી સંકળાયેલા રહે એવી વ્યવસ્થા આપણે ઊભી કરવી જ જોઈએ. ૩૨૭ Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ જિનમાર્ગનું જતન કાર્યકરોની આવી જાળવણી નહીં કરીએ, તો આપણી મુશ્કેલી હજી પણ વધી જવાની અને આપણી સંસ્થાઓનો વહીવટ વધારે પ્રમાણમાં કથળી જવાનો. માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ માટે સ્થપાયેલ આપણાં વિદ્યાર્થીગૃહો, ગુરુકુળો અને બાળાશ્રમોના સંચાલન માટે કુશળ અને કર્તવ્યનિષ્ઠ ગૃહપતિ મેળવવાનું કામ પણ વધુ ને વધુ મુશ્કેલ બનતું જાય છે. તેથી કોઈક પણ વ્યવહાર અને કારગત માર્ગ શોધીને આ બધી મુશ્કેલીઓનો અંત લાવ્યા વગર ચાલવાનું નથી. આ માટે શું કરવું જોઈએ, તે અતિ ધનપરાયણ વ્યાપક લોકમાનસને કારણે નિશ્ચિતરૂપે કહેવું મુશ્કેલ છે. આમ છતાં વિદ્યાર્થીગૃહોના ચાર દાયકા કરતાં પણ વધુ સમયના પ્રત્યક્ષ સંચાલનના પીઢ અનુભવી, સમાજઉત્કર્ષની ભાવનાના લાગણીશીલ પુરસ્કર્તા, એંશી વર્ષની પરિપક્વ વયે પણ લેખનચિંતન-પ્રવચનનો અજબ જુસ્સો ધરાવતા અમારા મુરબ્બી અને હિતચિંતક શ્રીયુત શુલચંદભાઈ હરિચંદ દોશીએ આ અંગે અમારી ઉપરના પત્રમાં ટૂંકમાં જે માર્ગદર્શન કર્યું છે, તે ધ્યાનમાં લેવા જેવું હોવાથી અમે એ અહીં સાભાર રજૂ કરીએ છીએ: “આજે વિચાર આવ્યો કે તમે એકાદ અગ્રલેખ સંસ્થાના ઘડવૈયાઓને માટે લખો જ લખો. જાણો છો કે ૫૦ જેટલી સંસ્થાઓ છે. જૂના તો આજીવન ગૃહપતિ જેવા હતા. શ્રી શંકરભાઈ, શ્રી જાદવજી વ્યાસ, શ્રી દલપતભાઈ, શ્રી ચીમનલાલ નગીનદાસના મનસુખભાઈ, પાટણના શ્રી માણેકલાલ, સુરેન્દ્રનગરના કીરચંદભાઈ બધાં તો હવે વિદાય થયા. વિદ્યાલયના શ્રી કોરા પણ હવે થાક્યા છે. મેં પણ ૪૫ વર્ષ સંસ્થાઓમાં કામ કર્યું. “આજે ગૃહપતિઓ, નિયામકો પ્રામાણિક, સેવાપ્રિય, ચારિત્રશીલ મળતા નથી. સંસ્થાના ઘડવૈયાઓ-મંત્રીઓને, કોણ જાણે તે વિષે વિચાર જ નથી આવતો. પાંચસો રૂપિયા પગાર આપતાં ય સારા ગૃહપતિઓ મળતા નથી. કેટલીક સંસ્થાઓ મને પુછાવે છે, પણ મેળવવા મુશ્કેલ છે. વિદ્યાર્થીઓની કડાકૂટમાં પડવા કોઈ તૈયાર નથી. સંસ્થાઓ પાંજરાપોળ ન બની જાય તે માટે વિચારવું પડશે જ. “મને લાગે છે, કે શિબિરાર્થી, મેટ્રિકપાસ, તેજસ્વી અને બી.એ. થવા માટે જેમની આર્થિક શક્તિ ન હોય એવા, વધારે નહીં, તો ઓછામાં ઓછા દસ વિદ્યાર્થીઓ ભાઈ કુમારપાળ (જાણીતા શિબિર-સંચાલક શ્રી કુમારપાળ વિ. શાહ) પસંદ કરી આપે. તે ચી. ન. વિદ્યાવિહાર કે ભાવનગર જૈન બૌર્ડિંગમાં રહી કોલેજમાં અભ્યાસ કરે. તે માટેના ખર્ચ – ભોજન, કૉલેજ-ફી વગેરે અપાય. પચાસ હજાર રૂપિયામાં આ યોજના શરૂ થઈ શકે. ટ્રસ્ટ કરાય. વિદ્યાર્થી બોન્ડ કરી આપે. રજામાં સંસ્થાઓમાં માત્ર નિરીક્ષણ માટે જાય. ચાર વર્ષ જૈન-ધર્મનો જનરલ નિત અભ્યાસ કરે. બને તો, એ દસેને શ્રી મનુભાઈ પંચોળી લોકભારતી-સણોસરામાં પંદર દિવસ ગૃહપતિની Page #352 -------------------------------------------------------------------------- ________________ વિવિધ સંસ્થાઓ અને તેમની સુવ્યવસ્થા : ૨ ૩૨૯ તાલીમ આપે. અમે પૂ. નાનાભાઈના ગૃહપતિ તાલીમવર્ગમાં જે તાલીમ લીધેલી તે ભુલાતી નથી. ગુરુકુળ, બાલાશ્રમ, પાટણની સંસ્થાઓ પચાસ હજાર અથવા કોઈ દાનવીર પચીસ-પચીસ હજાર આપે તો દસ સંસ્થાઓને ગૃહપતિઓ મળે. કારણ કે, સંસ્થાનો આત્મા ઘડવૈયો, પિતા કે મિત્ર ગૃહપતિ જ છે.” શ્રી ફૂલચંદભાઈ દોશીએ ગૃહપતિઓને તૈયાર કરવાની જે યોજના ઉપર દર્શાવી છે, તેને શબ્દેશબ્દ નહીં, પણ ભાવાત્મક રૂપે સમજવાની જરૂર છે. આવા અનુભવી વૃદ્ધજન સમાજના હિતની આ ઉંમરે પણ જે ચિંતા સેવે છે તે આપણી ખુશનસીબી છે. અમે આ નોંધ લખવા પ્રેરાયા છીએ એ મુખ્યત્વે આ પત્રને કારણે જ. આપણી સંસ્થાઓના સંચાલકો અને સેવાભાવી અગ્રણીઓ આ દિશામાં વિચાર કરવા અને કંઈક સક્રિય પગલું ભરવા પ્રેરાય એ જ અમારા આ કથનનો સાર છે, (તા. ૧૯-૧-૧૯૫૨, ૨૫-૧૦-૧૯૬૯ અને તા. ૧૫-૭-૧૯૭૮ના લેખોમાંથી) (૨) અ. ભા. શ્વેતામ્બર મૂર્તિપૂજક કૉન્ફરન્સ પાસેની કામગીરી જેમ માનવીના વિકાસમાં એના શરીરના વિકાસનો, શરીરના પ્રત્યેક અંગઉપાંગના વિકાસનો, એનાં ઇન્દ્રિયો, હૃદય, બુદ્ધિ અને આત્માના વિકાસનો સમાવેશ થાય છે, તેમ સમાજના વિકાસમાં પણ અનેક બાબતોને સમાવવાની રહે છે. એમાંના એકમાં પણ કંઈ ઊણપ રહી, તો તેટલે અંશે સમાજશરીરના વિકાસમાં ઊણપ જ રહી સમજવી. આ રીતે વિચારતાં, કેવળ જૈન સમાજના જ નહીં, પણ દરેક સમાજના વિકાસ માટે ધાર્મિક, સામાજિક, રાજકીય (રાષ્ટ્રીય), આર્થિક અને શૈક્ષણિક – એ પાંચે ક્ષેત્રોનો સમાન રીતે વિકાસ થવો જરૂરી છે. આ સમાનતામાં જેટલી ખામી તેટલી સમાજના વિકાસમાં ખામી. માનવીને માટે જેમ પાંચ ઇન્દ્રિયો તેમ જ સમાજને માટે આ પાંચ ક્ષેત્રો ! એમાંના એકાદ ક્ષેત્ર પ્રત્યે બેદરકાર બનીને બીજાને વધુ પુષ્ટ બનાવવાની ચેષ્ટ કરીએ, તો એનું પરિણામ સમાજને કમતાકાત કે અપંગ બનાવવા સિવાય બીજું ન આવે. એટલે જૈન સમાજની ઉન્નતિને માટે પણ આ પાંચે ક્ષેત્રોની પ્રગતિ એ આપણા હમેશાંના પાયાના પ્રશ્નો છે. તેથી સમાજનું સર્વાગીણ કલ્યાણ ચાહતી કોઈ પણ સંસ્થાએ એ પાંચે પ્રશ્નોને પરસ્પર ઓતપ્રોત ગણીને પોતાનું કામ ગોઠવવું જોઈએ. Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ જિનમાર્ગનું જતન શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સમાજમાં જુદા જુદા હેતુઓ માટે સ્થપાયેલી નાની-મોટી અનેક સંસ્થાઓ મોજૂદ છે; એમાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી જેવી આર્થિક રીતે ભારે સમૃદ્ધ સંસ્થાનો પણ સમાવેશ થાય છે. આમ છતાં સમાજના પ્રત્યેક અંગના વિકાસની જેની પાસેથી આશા રાખી શકાય, અને ઉપર જણાવેલ પાંચે ક્ષેત્રોને સમાન રીતે પોષણ આપીને સમાજનો સર્વાગીણ ઉત્કર્ષ સાધવાનું કાર્ય હાથ ધરી શકે, એવી સંસ્થા તો એકમાત્ર આપણી આ ભા. જે. (મૂર્તિપૂજક) કૉન્ફરન્સ જ છે. આપણી બીજી-બીજી સંસ્થાઓમાં તો એવી સ્થિતિ પ્રવર્તે છે કે તે પોતપોતાના ઉદ્દેશ મુજબ અમુક ક્ષેત્રને જ સ્પર્શી શકે છે અને બીજાં ક્ષેત્રો તેને માટે અસ્પૃશ્ય જેવાં થઈ જાય છે; આટલું જ શા માટે ? કોઈ-કોઈ સંસ્થા તો પોતે આગળ આવીને કામ કરવું તો દૂર રહ્યું, જેઓ આવું કામ કરતા હોય તેમનાં કામમાં અવરોધો ઊભા કરીને એ કામને તોડી પાડવાની ભાંગફોડિયા પ્રવૃત્તિ આચરતાં પણ અચકાતી નથી! આ દૃષ્ટિએ જોતાં આપણી કૉન્ફરન્સ પ્રત્યે અમને ભારે મમતા છે. ભલે કોઈ કોઈ સમયે એ નબળી માલુમ પડતી હોય, તો પણ સમાજની ઉન્નતિ માટે પ્રત્યેક ક્ષેત્રનો વિચાર કરી શકે અને પ્રત્યેક ક્ષેત્રના વિકાસ માટેનો કાર્યક્રમ જૈન સમાજ સમક્ષ રજૂ કરી શકે એવી આ એક જ સંસ્થા આપણી પાસે છે. ભૂતકાળમાં – ભલે નાના પાયા ઉપર પણ – જૈનસંઘમાં ધર્મભાવના સ્થિર કરવા માટે, તીર્થોની રક્ષા માટે, સમાજના કુરિવાજો દૂર કરવા માટે, કુરૂઢિઓને દેશવટો દેવા માટે, જેનોનું રાજદ્વારી મહત્ત્વ વધારવા માટે, ધાર્મિક અને સાર્વજનિક શિક્ષણના પ્રચાર માટે, અને સમાજની આર્થિક મુશ્કેલી દૂર કરવા માટે – આમ પ્રત્યેક દિશામાં કોઈ એક જ જૈન સંસ્થાએ કામ કર્યું હોય, તો તે કેવળ આપણી કોન્ફરન્સ જ છે. એટલે ભવિષ્ય માટે પણ એ જ આપણને સાચો રાહ બતાવશે એવી આશા અસ્થાને નહીં ગણાય. આ આશા અને મમતાથી પ્રેરાઈને અમે અત્યારના તબક્કે કૉન્ફરન્સના અધિવેશન વખતે તેને પ્રતિનિધિ-બંધુઓને ઉદ્દેશીને આ લખીએ છીએ. ઉપર જણાવ્યું તેમ, સમાજના સર્વાંગીણ વિકાસ માટે પાંચ ક્ષેત્રોનો સમાન રીતે વિકાસ કરવાની જરૂર હોવા છતાં, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના બળે કોઈ સમયમાં અમુક પ્રશ્ન એવો ઉગ્ર બની જાય છે, કે તે વખતે બીજા પ્રશ્નો ગૌણ જેવા બની જાય છે - બનાવી દેવા પડે છે. આ રીતે જોતાં અત્યારે સમાજ સમક્ષ સૌથી વિકટ સમસ્યા આર્થિક વિષમતાને કેમ કરીને પહોંચી વળવું તે છે. જાણે પૈસો પડખું બદલતો હોય એમ, આજે ધન એક માનવ-સમૂહના હાથમાંથી સરી જઈને બીજે વાસ કરવા લાગ્યું છે. આ સ્થિતિમાં જૈન સમાજની આર્થિક સ્થિતિને વણસતી અટકાવવી એ કામ ભારે Page #354 -------------------------------------------------------------------------- ________________ વિવિધ સંસ્થાઓ અને તેમની સુવ્યવસ્થા : ૨ કપરું છે; કારણ કે આ પ્રશ્ન અમુક સમાજને નહીં, પણ આખા દેશને આવરીને પડેલો છે; બલ્કે વિશ્વવ્યાપી બની બેઠો છે. આમ છતાં, જેમ આગ લાગે ત્યારે આગની ભયંકરતાથી હેબતાઈ ન જતાં, આપણે આપણી સમગ્ર શક્તિઓ કામે લગાડીએ છીએ, તે રીતે આમાં પણ આપણે એકલા ભલે આ પ્રશ્નનો સમૂળગો ઉકેલ ન શોધી શકીએ, છતાં એમાં થોડીઘણી સરળતા તો જરૂ૨ લાવી શકીએ. આ સરળતા શી રીતે કરી શકાય એ હવે જોઈએ. રોગના નિવારણ માટે પહેલાં એનું મૂળ જોવાની, એટલે કે એનું નિદાન કરવાની અને પછી એનો ઇલાજ કરવાની જરૂર પડે છે; એ રીતે જ આ મુશ્કેલીનો પણ વિચાર કરવો જોઈએ. 339 શરીરશ્રમની પ્રતિષ્ઠા વધારે – અત્યારની આર્થિક મુશ્કેલી કેવળ બુદ્ધિજીવી સમાજને વધુ સ્પર્શતી જાય છે એ જોતાં, આપણે ત્યાં અને બીજા ઉજળિયાત સમાજમાં પણ, જે શરીરશ્રમની કિંમત ઘટી ગઈ છે તેની પુનઃ સ્થાપના કરવાની જરૂર છે. અમુક કામ થઈ શકે અને અમુક ન થઈ શકે એ રીતે વર્તવાથી આર્થિક મુશ્કેલી ઊકલવાને બદલે વધુ ઘેરી બનવાની. એટલે આપણી કૉન્ફરન્સે સૌથી પહેલાં શરીરશ્રમની પ્રતિષ્ઠા વધે એ રીતે નવી દૃષ્ટિ સમાજ સમક્ષ રજૂ કરવી જોઈએ, અને આમાં ખેતી જેવી આ દેશની મુખ્ય આર્થિક પ્રવૃત્તિનો પણ સમાવેશ કરવો જોઈશે. આ થયો ધરમૂળનો ઇલાજ. ખર્ચાળ રિવાજોને દેશવટો આપે – નબળા માણસને સબળો બનાવવા માટે બે રીતે કામ કરવું પડે ઃ તેમાં પહેલું એ કે એના ઉપર એના ગજા ઉપરાંતનો જે બોજો પડતો હોય તે દૂર કરવો જોઈએ. આમ થાય તો જ સમાજને શક્તિમાન બનાવવાના બીજા ઉપાયો કારગત નીવડે. આ દૃષ્ટિએ જોતાં જૈન સમાજ સામાજિક રિવાજોના પાલન માટે જે ભારે આર્થિક બોજા નીચે કચરાઈ રહ્યો છે તે સત્વર દૂર કરવાની કે મોટા પ્રમાણમાં ઓછો કરવાની જરૂર છે. ઃ । કામ ત્યારે જ સફળ થઈ શકે જ્યારે આપણા શ્રીમંતો આમાં સાચા દિલથી સાથ આપવાની પ્રતિજ્ઞા કરે, અને આવા સામાજિક સુધારાની શરૂઆત મક્કમ મન કરીને પોતાના ઘર-આંગણેથી જ કરે. આમ, આર્થિક પ્રશ્નને હલ કરવા માટે કૉન્ફરન્સે ભૂતકાળમાં જે સામાજિક કુરિવાજો સામે જેહાદ જગાવી હતી, તેને ફરીથી સજીવન કરવાની જરૂર છે. આમ થતાં સમાજને બેવડો લાભ થશે : આર્થિક સંકટ હળવું થશે અને સમાજને પાછો પાડતા રિવાજોથી આપણી મુક્તિ થશે. સીધી મદદ આ પછી આવે છે આપણા જરૂરિયાતવાળાં ભાઈ-બહેનોને સીધી મદદ પહોંચાડવાની વાત . આ માટે મધ્યમવર્ગની રાહત માટેની યોજના તરીકે કૉન્ફરન્સે - Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ જિનમાર્ગનું જતન પહેલાં પણ વિચાર્યું હતું અને અત્યારે પણ એ વિચારે છે. આવી સીધી મદદ માટે સહુ શ્રીમંતોએ પોતાની લક્ષ્મીને રેલાવી દેવી જોઈએ એ કહેવાની જરૂર ન હોય. પણ આવી સીધી મદદથી આપણે સમાજનું આર્થિક દુઃખ ભલે અમુક અંશે તત્કાળ પૂરતું હળવું કરી શકીએ, પણ એનો કાયમી ઉકેલ તો તે-તે ધંધાની જોગવાઈ અને સામાજિક ખર્ચાઓના ઉકેલથી જ આવવાનો છે એ આપણે ખૂબ સમજી રાખીએ. ચજદ્વારી ક્ષેત્રમાં પ્રવેશ – અર્થપરાયણ બનતો જઈને જૈન સમાજ ધીમેધીમે સક્રિય રાજકારણમાંથી નિવૃત્ત જેવો બની ગયો છે; પણ આ રીતમાં હવે પલટો આણ્યા. વગર ચાલે એમ નથી. આપણે એ પુરવાર કરી આપવું જોઈએ કે જૈન સમાજ જેમ પોતાના કલ્યાણનો વિચાર કરે છે, તેમ રાજદ્વારી ક્ષેત્રમાં રહીને આખા દેશના કલ્યાણનો પણ ભાગીદાર બની શકે છે. આમ થતાં આપણને બેવડો લાભ થશે: આપણી તાકાત વધતી જશે, અને પરિણામે બીજા સમાજોમાં એક સમર્થ અને જાગૃત સમાજ તરીકે આપણી પ્રતિષ્ઠા સ્થપાશે. રાજકારણ એ આજના જીવનનું અવિભાજ્ય અંગ બની ગયું છે એ આપણે ન ભૂલીએ. કેળવણીમાં પ્રગતિ - બીજી રીતે નહીં, તો છેવટે આપણે કથળેલી આર્થિક મુકેલીને દૂર કરવાની દૃષ્ટિએ પણ આપણા સમાજનાં યુવાનો-યુવતીઓને સાર્વજનિક શિક્ષણના ક્ષેત્રમાં આગળ વધારવાની ખાસ જરૂર છે. દેશના હુન્નર-ઉદ્યોગ, કળા અને વિદ્યાના એકએક ક્ષેત્રમાં આપણો યુવાવર્ગ પાવરધો બને, તો આપણી આર્થિક સ્થિતિ તો સુધરે જ; સાથેસાથે આપણો પ્રભાવ પણ પ્રસ્થાપિત થાય. જૈનો એકાંગી વણિકુવૃત્તિથી કે ક્વચિત્ વ્યર્થ ધર્મઘેલછાને લીધે કેળવણી પ્રત્યે જે ઉદાસીનતા કે સૂગ ધરાવે છે તે સાવ અસ્થાને છે. કૉન્ફરન્સના પ્રતિનિધિબંધુઓ આ વાત બહુ સ્પષ્ટ રીતે સમાજ સમક્ષ રજૂ કરે એમ અમે ઇચ્છીએ છીએ. . વળી જેની માત્ર પ્રશંસા કરતાં આપણે થાકતા નથી એ આધુનિક અભ્યાસીઓમાં વખણાયેલું જૈન સાહિત્ય સુચારુ રૂપમાં દેશ અને દુનિયા સમક્ષ રજૂ થાય એ પણ બહુ જરૂરી છે. છેવટે આપણી પ્રતિષ્ઠા આપણા આ સાહિત્યને વિશ્વ સમક્ષ યોગ્ય રૂપે રજૂ કરવાથી જ વધવાની છે એ આપણે ખૂબ સમજી રાખીએ. આ રીતે વિચારતાં, આપણા કોઈ પણ સર્વશ્રેષ્ઠ અને સર્વમાન્ય વિદ્વાનના અમુક વિચાર આપણી રૂઢ માન્યતા સાથે બંધબેસતા નહિ આવવાથી તેમની તરફ ઉદાસીન બનવાની જે કુટેવ આપણે કેળવી છે, તેને દૂર કરવાની બહુ જરૂર છે. મુનિવરોનો પ્રશ્ન – જૈન સમાજની પ્રગતિનો આધાર એના શ્રમણ સંઘ ઉપર વધારે હોવાના લીધે આનો પણ વિચાર કરવાની જરૂર છે. અમે જાણીએ છીએ કે આ પ્રશ્ન કેટલાકને મન બહુ આળો છે, અને એનું ઉચ્ચારણ કરવું પણ કેટલાકને ભયાવહ લાગે છે! પણ આંખ મીંચવામાત્રથી અણગમતી પરિસ્થિતિ બદલાઈ જતી નથી. al Use Only Page #356 -------------------------------------------------------------------------- ________________ વિવિધ સંસ્થાઓ અને તેમની સુવ્યવસ્થા : ૨ સામાન્ય રીતે સામાજિક પ્રગતિમાં, ઉદારતા કેળવવામાં અને સમાજની એકતા સાધવામાં આપણા મુનિવરો આપણને જોઈતું માર્ગદર્શન જવલ્લે જ કરાવે છે; તેઓ તો ‘જૂનું એટલું સોનું'ના જ જાણે સમર્થક હોય એ રીતે, નવીન દૃષ્ટિ અને નવીન વિચારણાથી મોટે ભાગે વેગળા જ રહે છે. પરિણામે, આપણે તેઓની પૂરેપૂરી ભક્તિ કરીને તેમને સાચવતા હોવા છતાં, તેઓ આપણને સાચવતા નથી આપણાં સુખદુઃખના સહભાગી બનતા નથી; ઊલટા કોઈ ને કોઈ બહાને સમાજમાં ભાગલા પાડવાના નિમિત્ત બની બેસે છે. આ વાતને અમુક અપવાદ છે જ એની ના નથી, પણ મોટા ભાગનાની સ્થિતિ અરાજકતાભરી છે. આ કટુ છતાં સત્ય બીના અમે અહીં એટલા માટે લખી છે કે જૈન-સંઘમાં શ્રમણો અને શ્રાવકો બંને પરસ્પર એવી રીતે સંકળાયેલા છે કે જો આપણો શ્રમણસંઘ શ્રાવકસંઘને તરછોડે કે એના વર્ચસ્વને પડકારે તો એનું પરિણામ જૈનસંઘની નિર્બળતામાં જ આવે. અત્યાર સુધી આપણે ક્રમશઃ સંખ્યા અને શક્તિ બંનેમાં પાછા પડતાં રહ્યાં તેમાં આપણા શ્રમણસંઘની જવાબદારી કેટલી છે તેનું માપ કાઢીને આપણા શ્રાવક-વર્ગ અને શ્રમણ-સમુદાય વચ્ચે દેશકાળાનુસાર જીવંત સંબંધ સ્થપાય એ બહુ જરૂરી છે. સ્થાનકવાસી જૈન સમાજે આનું એક ઉત્તમ ઉદાહરણ આપણી સમક્ષ રજૂ કર્યું છે. ક્ષેત્રવિસ્તારની જરૂર – કૉન્ફરન્સે સમાજને પ્રગતિશીલ બનાવવા માટે દેશમાં જુદાજુદા પ્રાંતોમાં પોતાનો વિસ્તા૨ ક૨વાની જરૂર છે. આ માટે ઠેરઠેર પોતાની ક્રિયાશીલ શાખાઓ એણે સ્થાપવી જોઈએ. આમાં કોઈ બંધારણીય મુશ્કેલી આડે આવતી હોય તો તે દૂર કરીને પણ આ કાર્ય કરવું જોઈએ. મધ્યમવર્ગના નામે ભીખ માગવામાં આવે એ વાત મુદ્દલ યોગ્ય નથી; એ રીતે એની દતિા કાયમી બની જવાનો ભય છે. કાળના પ્રબળ પ્રવાહ આગળ તો કોણ ધનવાન અને કોણ દરિદ્ર ? એટલે મધ્યમવર્ગનો પ્રશ્ન અગ્રણીઓએ સ્વામી-સેવકના પ્રશ્નની જેમ નહીં, પણ સમાન આસને બેસીને ભાઈ-ભાઈના પ્રશ્નની જેમ જ વિચારવો જોઈએ; તો જ કંઈક સન્માનભર્યો અને સાચો ઉકેલ મળી શકે. નહીં તો, મોટાઓને મોટાઈ મેળવવાના સાધનરૂપે એ સંબંધ મધ્યમવર્ગનાં મરસિયાં ગાવાનો જ બની જાય ! અને એમ થાય તો એ ‘સાધર્મિકવાત્સલ્ય’ થયું નહીં ગણાય. અને વાત્સલ્ય નહીં હોય તો સહધર્મીને આપણે શી રીતે ઉપયોગી થઈ શકવાના છીએ ? એને કેમ કરી સમર્થ બનાવવાના છીએ ? આમ પ્રત્યેક પ્રશ્ન નવા દૃષ્ટિકોણથી વિચારવામાં આવે એમ અમે સૂચવીએ છીએ. ભલે ગણ્યાગાંઠ્યા અને તે પણ સાવ ટૂંકાટચ ઠરાવો કરવામાં આવે, પણ એની પાછળની ભૂમિકા નક્કર અને રચનાત્મક હોય એમ અમે માગીએ છીએ. જૂની ઘરેડ 333 Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ જિનમાર્ગનું જતન અને જૂની દૃષ્ટિથી કામ નહીં ચાલે; એમ કરવા જતાં તો અધિવેશન માત્ર જલસારૂપ કે કોઈને મોટા બનાવવાના સાધનરૂપ બની જવાનું. આમ ન થાય એ જોવાનું કામ કૉન્ફરન્સના પ્રતિનિધિ-બંધુઓનું છે. તેઓ બરોબર કામ બજાવે અને કૉન્ફરન્સનું અધિવેશન પૂર્ણ થતાં સમાજમાં નવી ચેતના અને પ્રાણ પૂરી શકે એવો સમયસૂચકતાભર્યો કાર્યક્રમ સમાજ સમક્ષ રજૂ કરે એમ ઇચ્છીએ. (તા. ૭-૬-૧૯૫૨) (૩) શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીનો સાચો કર્તવ્યમાર્ગ શેઠ આણંદજી કલ્યાણજી(આણંદ કલ્યાણી સંઘ)ની પેઢી એ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયની એક માતબર અને સધ્ધર ધાર્મિક સંસ્થા છે. આટલી વિશાળ આર્થિક સગવડોવાળી – એટલે કે કોઈપણ ધાર્મિક કાર્યને પહોંચી વળવા માટેની તમામ આર્થિક ચિંતાઓથી મુક્ત એવી – ધાર્મિક સંસ્થાઓ ઘણી જ ઓછી હશે, અને જૈન સંઘમાં તો કદાચ આવી બીજી એકે સંસ્થા નથી. પેઢીની આટલી સારી આર્થિક સધ્ધરતા તો ધાર્મિક ભાવનાથી પ્રેરાઈને આર્થિક સમર્પણ કરવાની જૈનસંઘમાં પ્રવર્તતી સદ્દવૃત્તિનું પરિણામ છે. ચાલ્યા આવતા રિવાજ મુજબ, પેઢીના સ્થાનિક (બહારગામના પ્રતિનિધિઓની ચાલુ સાલની વાર્ષિક બેઠક આવતી કાલે તા. ૭-૩-૧૯૪૯ને સોમવારના રોજ મળે છે તે પ્રસંગે, કેટલીક વાતો કહેવાનું જરૂરી લાગવાથી આ નોંધ લખી છે. કેવળ અર્થપ્રધાન નિસ્તેજ વાર્ષિક બેઠકઃ સૌથી પહેલી વાત તો એ કે પેઢીની આ વાર્ષિક બેઠક એ મુખ્યત્વે સરવૈયા મંજૂર કરાવવા માટે બોલાવવામાં આવતી મિલોના ભાગીદારોની કે વ્યાપારી મંડળોના મેમ્બરોની વાર્ષિક બેઠક જેવી જ થાય છે એ સામે અમારો ખાસ વાંધો છે; કારણ કે આ. ક. ની પેઢી એ કંઈ આર્થિક વહીવટ કરવાની સંસ્થા નથી, પણ સમગ્ર જૈન જે. મૂ. સંઘનો વહીવટ કરનાર સંસ્થા છે. એટલે સમસ્ત જૈનસંઘના વહીવટની આગળ આર્થિક વહીવટ એ તો બહુ જ ગૌણ વસ્તુ બની જાય છે; એ આર્થિક વહીવટ તો માત્ર સાધનરૂપ જ ગણી શકાય. પણ આજે સમસ્ત સંઘના વહીવટના બદલે આર્થિક વહીવટ જ મુખ્ય વસ્તુ બની ગઈ છે એ ભારે કમનસીબી છે; આમ થવાનાં અનેક દુષ્પરિણામો જૈનસંઘ ભોગવી રહ્યો છે. જૈનસંઘનું વર્ચસ્વ કે બળ દિવસેદિવસે ઓછું Page #358 -------------------------------------------------------------------------- ________________ ૩૩૫ વિવિધ સંસ્થાઓ અને તેમની સુવ્યવસ્થા : ૩ થતું ગયું તેનાં અનેક કારણોમાં આ અર્થપ્રધાન દૃષ્ટિ એ પણ એક અગત્યનું કારણ છે. આપણી વણિકવૃત્તિને આ અર્થપ્રધાન દૃષ્ટિ એટલી બધી ફાવી ગઈ છે, કે એની આગળ સાચી ધાર્મિક દૃષ્ટિને આપણે મોટે ભાગે વિસરી જ ગયા છીએ; તેનો પુરાવો પેઢીની આવી વાર્ષિક બેઠકોની કાર્યવાહી પોતે જ છે. અલબત્ત, પેઢીની આવી વાર્ષિક બેઠકમાં સ્થાનિક પ્રતિનિધિઓને સરવૈયા ઉપરાંત બીજી કેટલીક બાબતો જાણવા મળતી હશે ખરી; પણ આવી મોટી પેઢી માટે આટલું બસ નથી. આવી વાર્ષિક બેઠકનો કોઈ પણ જાતનો સત્તાવાર અહેવાલ પેઢી તરફથી પૂરો પાડવામાં આવતો નથી કે એ બેઠકમાં વર્તમાનપત્રોના પ્રતિનિધિઓને પણ સ્થાન મળતું નથી એ આજના યુગમાં ખૂબ ખટકે એવી બીના છે. પેઢી એ કોઈ એક વ્યક્તિની કે અમુક ગણ્યાગાંઠ્યા માનવીઓની નહિ, પણ સમસ્ત જૈનસંઘની માલિકીની સંસ્થા છે એ વાત જો સાચી ઠરાવવી હોય, તો પેઢીની કાર્યવાહીનો ઝીણવટભર્યો સંપૂર્ણ અહેવાલ જૈનસંઘ સમક્ષ રજૂ થવો જ જોઈએ. પેઢીનો વહીવટ લોકશાહી ઢબે ચાલતો હોય તો આ તો એનું પ્રથમ જ પગલું ગણાવું જોઈએ. આટલું ય જો ન થઈ શકે, તો કહેવું જોઈએ કે પેઢીના વહીવટદારો આજના યુપ્રવાહ તરફ જરા પણ લક્ષ આપવા માગતા નથી. યુગપ્રવાહ તરફ આંખમીંચામણાં કરવામાં પેઢીના વહીવટદારોને ભલે તાત્કાલિક સહીસલામતી લાગતી હોય અને પોતાનું કામ સરળ રીતે ચાલ્યા કરતું લાગતું હોય, પણ જો લાંબા ભવિષ્યના કલ્યાણની દૃષ્ટિથી વિચાર કરવામાં આવે, તો જેના માટે વણિક કોમની ખ્યાતિ છે તે અગમચેતી કે દૂરદર્શીપણું આમાં નથી. જનતાને એટલે કે જનતાના મોટા ભાગને જો કોઈ સંસ્થામાં રસ લેતી કરવામાં ન આવે, તો એ સંસ્થા લાંબા સમય સુધી લોકકલ્યાણ ન સાધી શકે; એટલું જ નહીં, પણ કાળક્રમે એ સંસ્થા નિષ્ક્રિય અને જડ જ બની જાય. વ્યક્તિ કરતાં સંસ્થા મહાન છે, અને સંસ્થા કરતાં જનકલ્યાણ મહાન છે – એ સત્ય જો આપણા હૈયે વસ્યું હોય તો પેઢીના વહીવટને વ્યક્તિનિષ્ઠ બનાવવાના બદલે સમસ્ત સમુદાયને એમાં રસ લેતો કરવામાં જરા પણ આંચકો ખાવાની કે કોઈ પણ જાતનો ડર રાખવાની જરૂર ન હોય. એની શરૂઆત વાર્ષિક બેઠકમાં જનસમૂહને સ્થાન આપીને કે એનો વિસ્તૃત અહેવાલ જનસમૂહને પૂરો પાડીને કરવી જોઈએ. (ભલે બંધારણીય રીતે મત આપવાનો હક્ક જનસમૂહને ન મળે, પણ કાર્યવાહીનું અવલોકન કરવાની જોગવાઈ તો બંધારણને વફાદાર રહીને પણ થઈ શકે.). પેઢીનું અતિ સંકુચિત કાર્યક્ષેત્ર: આ ઉપરાંત પેઢીનો દાવો – જે પ્રમાણે એના નોટપેપર ઉપર છાપવામાં આવ્યું છે તે પ્રમાણે – ‘હિંદુસ્તાનની સમસ્ત શ્વેતાંબર મૂર્તિ-પૂજક જૈન કોમના પ્રતિનિધિ” Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ જિનમાર્ગનું જતન હોવાનો છે. પેઢીના આ દાવા સામે અમારે કશું કહેવાનું નથી; પણ પોતાની જાતની આ રીતની ઓળખાણ કરાવવામાં પેઢી પોતાની મેળે જ પોતાના ઉપર જે ભારે જવાબદારી સ્વીકારી લે છે તે તરફ ધ્યાન દોરવું જરૂરી છે. પેઢી જ્યારે આવું મોટું પ્રતિનિધિત્વ ધરાવવાનો દાવો કરે, ત્યારે સ્વાભાવિક રીતે જ, આખી કોમના સાર્વત્રિક વિકાસ માટે દરેક પ્રકારના પ્રયત્નો કરવાની જવાબદારી એના માથે આવી જ પડે છે. આ પ્રયત્નોમાં કોમની શિક્ષણવિષયક, સાહિત્યવિષયક, સંસ્કારવિષયક, દરિદ્રતાનિવારણવિષયક – એમ જાતજાતની પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે એ બરાબર સમજી લેવું ઘટે. એ બધાને પહોંચી વળવાની પ્રામાણિક ભાવના હોય તો જ આવા પ્રતિનિધિપણાનો દાવો કરી શકાય. વિશે દુઃખની વાત તો એ છે, કે એક તરફ પેઢી પોતાની જાતને સમસ્ત શ્વે. મૂ. જૈન કોમના પ્રતિનિધિ તરીકે ઓળખાવે છે, ત્યારે બીજી તરફ પેઢીની પ્રવૃત્તિઓનું મુખ્ય કેન્દ્ર (અથવા એકમાત્ર કેન્દ્ર પણ કહીએ તો ખોટું નથી) તીર્થોનો વહીવટ જ રહ્યું છે. તીર્થોનો, જિન-મંદિરોનો સુચારુ વહીવટ એ બહુ જ જરૂરની વસ્તુ છે એની કોઈથી ના પાડી શકાય તેમ નથી; પણ જેનો દાવો સમસ્ત કોમના પ્રતિનિધિ હોવાનો હોય તે સંસ્થા, બહુ જ થોડા અપવાદ સિવાય, માત્ર તીર્થોના વહીવટ પૂરતી જ પોતાની પ્રવૃત્તિઓને મર્યાદિત રાખે એ પણ બરાબર નથી. એણે તો પોતાના પ્રતિનિધિત્વને ચરિતાર્થ કરવા કોમના કલ્યાણની અનેકવિધ પ્રવૃત્તિઓ સફળ રીતે અને સાચા દિલથી હાથ ધરવી જ જોઈએ. નહીં તો અસત્યનો આરોપ એના શિરે આવ્યા વગર ન રહે. જૈન સમાજમાં ઊભા થયેલા બીજા-બીજા અનેક પ્રશ્નોને બાજુએ રાખીએ, તો પણ છેલ્લા બે-ત્રણ દાયકામાં કેવળ આપણાં જુદાં જુદાં તીર્થસ્થાનો અંગે પણ જે અનેક સવાલો ઊભા થયા હતા, એમાંના કેટલાયનો ઉકેલ આણવામાં આ સંસ્થાએ આપવો જોઈતો ફાળો નથી જ આપ્યો એ એક હકીકત હોવા છતાં, જ્યારે-જ્યારે કોઈ પણ તીર્થક્ષેત્ર ઉપર મુસીબત આવી પડે છે, ત્યારે પહેલવહેલી સૌકોઈની દૃષ્ટિ આ સંસ્થા તરફ જ જાય છે તેનું એક કારણ જૈન સમાજે સંસ્થાને આપેલી આર્થિક સધ્ધરતા છે, અને મુખ્ય કારણ તીર્થરાજ શ્રી શત્રુંજયનો વહીવટ સંભાળવાને લીધે એ સંસ્થાને સાંપડેલી પ્રસિદ્ધિ છે. આવી આર્થિક દૃષ્ટિએ માતબર અને પ્રતિષ્ઠાની દૃષ્ટિએ મોભાદાર સંસ્થાએ બીજા-બીજા નહિ તો પણ છેવટે તીર્થસ્થાનો અંગેના તમામ પ્રશ્નોમાં આગેવાની લીધી હોત અને એવા પ્રશ્નોના નિકાલની જવાબદારી સ્વીકારીને એના ઉકેલમાં પોતાનો યોગ્ય ફાળો આપ્યો હોત તો ય એનો સમસ્ત જૈનસંઘનું પ્રતિનિધિત્વ ધરાવવાનો દાવો વધુ દીપી નીકળત એમાં શક નથી. ય Page #360 -------------------------------------------------------------------------- ________________ વિવિધ સંસ્થાઓ અને તેમની સુવ્યવસ્થા : ૩ ૩૩૭ આ સંસ્થા સમસ્ત થે. મૂ. જૈન સંઘનું પ્રતિનિધિત્વ ધરાવે છે કે નહીં – એ વિવાદમાં ન પડતાં, એનો એ દાવો કબૂલ રાખીએ, તો એટલું તો કહેવું જ પડે એમ છે કે એ સંસ્થાના વહીવટ માટે અત્યારે જે વ્યવસ્થા પ્રવર્તે છે તે એ દાવાને છાજે એવી નથી; એટલું જ નહીં, કોઈ-કોઈ પ્રસંગમાં તો એ દાવાની વિરુદ્ધમાં જાય એવી છે. આ વાતની ખાતરી એ સંસ્થાએ પોતાના વહીવટના દફતરમાં જેમનાં નામ દાખલ ન હોય એવાં કેટલાંક તીર્થસ્થાનો અંગે અખત્યાર કરેલી નિષ્ક્રિયતાની નીતિમાં મળી રહે છે. કોઈકોઈ વાર તો એ જોઈને એમ જ થઈ જાય છે કે સંસ્થા જાણે વૃદ્ધાવસ્થાનો થાક અનુભવી રહી છે, અને નવી-નવી જોખમદારી વહોરવાથી અળગી રહેવા માગે છે. વહીવટદાર પ્રતિનિધિઓને: જેઓ પેઢીના વહીવટદાર પ્રતિનિધિ હોવાનો માનભર્યો હોદ્દો ધરાવે છે, તેઓએ સમજવું ઘટે, કે પેઢી જેવી માતબર સંસ્થા પોતાના નામને છાજે તેવી વિશાળ પ્રવૃત્તિ હાથ ધરે કે નહીં તેની સઘળી જવાબદારી કેવળ તેઓની જ છે. આજે પેઢીમાં તેઓનું જ એકછત્ર સામ્રાજ્ય પ્રવર્તે છે, તેઓનું જ કર્યું બધું થાય છે અને તેઓ હાથ ધરવા તૈયાર ન હોય એવી પ્રવૃત્તિ સંઘના કલ્યાણની દષ્ટિએ ગમે તેટલી આવશ્યક હોય, છતાં સાવ રખડી પડે છે. જે કોઈ ત્યાં વહીવટ કરવા જાય છે, તે સંસ્થાના કાર્યને વેગપૂર્વક આગળ વધારવા અને એ સંસ્થા જે કોમનું પ્રતિનિધિત્વ ધરાવવાનો દાવો કરે છે તે કોમને બળવાન અને ગૌરવયુકત બનાવવા જ જાય છે. આ કામ તેઓ કેટલા દરજ્જ બજાવી શકે છે, બજાવી શકયા છે એનો તાગ તેઓ પોતાના અંતરને પૂછીને જ કાઢે. આ માટે વધુ કહેવાની જરૂર નથી. જૈન કોમને છિન્ન-ભિન્ન કરનારા અનેક પ્રસંગો આવ્યા, છતાં એવા કટોકટીના પ્રસંગે પેઢીએ કેવી સેવા બજાવી છે એ તો બહુ જાણીતી બીના છે. સામાન્ય રીતે પેઢીએ હંમેશા સુંવાળો માર્ગ જ પસંદ કર્યો છે, અને વિવાદાસ્પદ પ્રશ્નો તરફ હંમેશાં આંખમીંચામણાં જ કર્યા છે. કોઈ પણ સંસ્થા માટે આવી સ્થિતિ ગૌરવભરી ન ગણાય. આજે દિગંબરભાઈઓ અને વિશેષ કરીને સ્થાનકવાસી ભાઈઓ પોતાના સંપ્રદાયમાં ઐક્ય સ્થાપવા માટે જે પ્રયત્નો કરી રહ્યા છે તે ધ્યાન આપવા લાયક છે. પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓને અમે વિનવીએ છીએ, કે આ તરફ જરાક ધ્યાન આપો, અને અત્યારનો વખત પારખીને સમાજના કલ્યાણ માટે જે ઘણું જ અગત્યનું કામ કરવાનું છે તે દિશામાં પેઢીના કાર્યક્ષેત્રને વિસ્તૃત બનાવો. અમને લાગે છે, કે આ સંસ્થાના વહીવટ માટે અત્યારે જે બંધારણ છે તે બહુ જ સંકુચિત છે; અને તે એવી રીતે ઘડાયેલ છે કે જેથી એમાં આખા જૈન સમાજને Page #361 -------------------------------------------------------------------------- ________________ જિનમાર્ગનું જતન રસ અને મમત્વ ઉત્પન્ન થતાં નથી. માની લઈએ કે લગભગ પા સદી પહેલાં જે બંધારણ ઘડવામાં આવ્યું હતું તે તે કાળની દૃષ્ટિએ કદાચ જરૂરી હતું; પણ આજે તો યુગપલટાની દૃષ્ટિએ એમાં અનેકાનેક ફેરફારને ખૂબખૂબ અવકાશ છે એમાં લેશપણ શક નથી. જો આવો ફેરફાર નહીં કરવામાં આવે, તો છતી શક્તિએ અને છતે સાધને તે કંઈ પણ મહત્ત્વની કે ઉલ્લેખનીય કામગીરી નહીં બજાવી શકે. ૩૩૮ વિશેષ અચ૨જ અને વિશેષ દુઃખની વાત તો એ છે, કે એકાદ વાર્ષિક સભાની કામગીરીનો વિગતવાર અહેવાલ બહાર પાડતાં પણ એ સંસ્થા ખચકાય છે. આજે જ્યારે જનતા રાજકારણની ગૂઢમાં ગૂઢ સમસ્યાને પણ જાણવાનો અધિકાર મેળવતી જાય છે, ત્યારે પણ આવી ધાર્મિક સંસ્થા પોતાની કામગીરીને આમ ગોપવ્યા કરે એ કઈ રીતે ઉચિત ગણાય ! જનતાનો અવાજ સવિશેષ સંભળાય અને સાથેસાથે જનતાને પણ એની કામગીરીમાં સવિશેષ રસ જાગે એ માટે નીચેનાં કેટલાંક સૂચનો એ સંસ્થાના આગેવાનો સમક્ષ અમે રજૂ કરીએ છીએ : (૧) સંસ્થાનું બંધારણ ઝીણવટથી તપાસીને તેમાં ઘટતો ફેરફાર કરવા એક બંધારણ-સમિતિ નીમવી; આ સમિતિમાં કેવળ વહીવટદાર પ્રતિનિધિઓ જ સભ્ય હોય એમ નહીં, બહારના પણ યોગ્ય માણસો એમાં લેવા. (૨) સ્થાનિક પ્રતિનિધિઓ વધુમાં વધુ નિમાય એવી જોગવાઈ કરવી. (૩) સ્થાનિક પ્રતિનિધિઓના અધિકારો વધારવા જોઈએ, જેથી એમને એની કામગીરીમાં રસ જાગે. (૪) સંસ્થાની તીર્થ અંગેની તેમ જ બીજી-બીજી કામગીરીનો સત્તાવાર અહેવાલ દર મહિને એક વખત પ્રગટ કરવો અને અખબારોને પૂરો પાડવો. આ કામ અત્યારે બહુ જ અગત્યનું અને તત્કાળ હાથ ધરવા જેવું છે. (૫) સંસ્થાના કાર્યક્ષેત્રમાં કેવળ તીર્થસ્થાનો કે જિનમંદિરોની વ્યવસ્થાને બદલે સાતે ક્ષેત્રને શુદ્ધ બનાવવાના કાર્યનો સમાવેશ કરવો. (જો કે નામમાત્રથી તો આનો સમાવેશ છે જ, પણ હવે એને અમલી કરવો જોઈએ.) અમને લાગે છે કે આ અને આવાં અનેક સૂચનો એ સંસ્થાના વહીવટદારોએ આવકારવાનો સમય આવી લાગ્યો છે. આવી માતબર સંસ્થા નબળી કે નિષ્ક્રિય થાય એ કોઈ પણ રીતે ઇષ્ટ નથી. બહારગામના પ્રતિનિધિઓને – અમારે વિશેષ કહેવાનું તો પેઢીના સ્થાનિક એટલે કે તે-તે ગામના પ્રતિનિધિભાઈઓને છે. બંધારણીય રીતે સ્થાનિક પ્રતિનિધિનો દરજ્જો ઘણો ઊંચો છે, અને Page #362 -------------------------------------------------------------------------- ________________ વિવિધ સંસ્થાઓ અને તેમની સુવ્યવસ્થા : ૪ ૩૩૯ અમુક રીતે તો જાણે પેઢીના ઘડવૈયા તેઓ જ હોય એવું દેખાય છે, જ્યારે વ્યવહારમાં સ્થિતિ એથી સાવ વિપરીત છે. પણ સ્થાનિક પ્રતિનિધિઓ જો બરાબર જાગતા રહે અને વહીવટદાર પ્રતિનિધિની કામગીરીથી રજેરજ માહિતગાર રહે, તો આજે છે તેના કરતાં જુદી જ સ્થિતિ હોય એમાં શક નથી. અત્યાર સુધી જે થયું તે ખરું, પણ હવે ભવિષ્યને માટે પેઢીના વહીવટમાં જરૂરી ફેરફાર કરાવવાનું કામ આ બહારગામના પ્રતિનિધિઓનું છે એમ અમે માનીએ છીએ. પેઢીની અત્યારની કામગીરી એના મોટા નામને છાજે એવી વિસ્તૃત નથી જ; એમાં ફેરફાર કરવાની ઘણી જ જરૂર છે. એ કામ જ્યારે પણ થશે ત્યારે બહારગામના પ્રતિનિધિઓના પ્રયત્નથી જ થઈ શકશે. વહીવટદાર પ્રતિનિધિઓ તો એવું રૂઢિચુસ્ત માનસ ધરાવે છે કે કોઈ વાત એમના દિલને અસર કરી શકતી નથી. ધનવાન માણસ લાંબો સમય ધનવાન રહેવાને કારણે અને પોતાના ધનને લાંબા ભવિષ્યમાં પણ સુરક્ષિત બનાવવાની લાલચે જેમ રૂઢિચુસ્ત બની જાય છે, એવી જ સ્થિતિ આજે પેઢીની બની ગઈ છે. એની આર્થિક સુરક્ષિતતા એવી વધારે પડતી થઈ ગઈ છે, કે એના પરિણામે એ કેટલેક અંશ નિષ્ક્રિય અને જડ બની જાય છે, અને કોઈપણ જાતનું સાહસ કરતાં એનો જીવ ચાલતો નથી. આ સ્થિતિમાંથી પેઢીને ઉગારી લેવી એ આખી કોમની સેવા બજાવવા જેવું પુણ્યકાર્ય છે. (તા. ૬-૩-૧૯૪૯ અને તા. ૬-૬-૧૯૪૮) (૪) વિધાસંસ્કારી છાત્રાધામ શ્રી મહાવીર જૈન વિદ્યાલય જૈન સમાજમાં જે ગણીગાંઠી પ્રાણવાન શિક્ષણ સંસ્થાઓ હયાતી ધરાવે છે તે સૌમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલય મોખરે આવે એવી સંસ્થા છે. આ સંસ્થાએ અભ્યાસની સગવડ માટે ફાંફાં મારતા અનેક જૈન વિદ્યાર્થીઓને ભારે આશ્રય આપ્યો છે, અને એમ કરીને જેને વિદ્યાર્થીઓને દેશની જુદી-જુદી આધુનિક વિદ્યાઓમાં નિષ્ણાત બનવાનો સુયોગ કરી આપ્યો છે. સાથેસાથે જૈન સમાજને પણ અનેક વિષયોમાં હોંશિયાર એવા વિદ્યાર્થીઓથી સમૃદ્ધ બનાવ્યો છે. આ રીતે જોતાં આ સંસ્થા જૈન સમાજને માટે ભારે આશીર્વાદરૂપ નીવડી છે. આ સંસ્થાએ આપણા દેશમાંનાં વિશ્વવિદ્યાલયોમાં વિદ્યાભ્યાસ માટેની જરૂરી સગવડો વિદ્યાર્થીઓને કરી આપી છે, એટલું જ નહીં, કોઈકોઈ તેજસ્વી વિદ્યાર્થીઓને Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ જિનમાર્ગનું જતન પોતાના વિષયમાં વધુ કાબેલ બનાવવા માટે પરદેશનાં વિશ્વવિદ્યાલયોમાં પણ અભ્યાસ કરવાની આર્થિક જોગવાઈ કરી આપી છે. અને તેથી આ સંસ્થાને પગભર, સમૃદ્ધ અને ચિરંજીવી બનાવવા માટે પોતાનો યત્કિંચિત પણ ફાળો નોંધાવનાર દરેકે દરેક વ્યક્તિ અભિનંદનને પાત્ર ઠરે છે. પોતાની પાસે જેમજેમ આર્થિક સગવડ વધતી ગઈ, તેમતેમ આ સંસ્થાએ પોતાનું કાર્યક્ષેત્ર વિસ્તારતા રહેવા હંમેશાં પ્રયત્નો કર્યા છે એ બીના એ સંસ્થાની પ્રગતિશીલતાની સાખ પૂરે છે, અને સાથોસાથ એ સંસ્થા, આપણી બીજી કેટલીક સંસ્થાઓની જેમ, પૈસો ભેગો કરી રાખવાના મોહમાં નથી સપડાઈ એ વાતની પણ જાણ કરે છે. સંસ્થાએ મુંબઈ ઉપરાંત પોતાની શાખાઓ અમદાવાદ અને પૂના ઉપરાંત વડોદરા, આણંદ અને ભાવનગર તરફ પણ વિસ્તારી છે એ વાત હર્ષ ઉપજાવે એવી છે. પણ અમને લાગે છે, કે આખા દેશમાં શિક્ષણ પ્રત્યે જે જબરું આકર્ષણ જમ્મુ છે, તે જોતાં આ સંસ્થા અત્યારે જેટલા ક્ષેત્રમાં પહોંચી શકે છે તેટલાથી આપણું કામ સરવાનું નથી. અત્યારની શિક્ષણ-સંબંધી માગણીને પહોંચી વળવા માટે તો આ સંસ્થાની શક્તિમાં અનેકગણો વધારો કરવાની જરૂર છે. આ માટે નવીનવી સંસ્થાઓ સ્થાપન કરીને આપણી કાર્યશક્તિ અને અર્થશક્તિ વહેંચી નહીં નાખતાં આ સંસ્થાને જ વધુ સમૃદ્ધ અને વધુ શક્તિશાળી બનાવવાની જરૂર છે. એકાદ પ્રાણવાન જૈન કોલેજનું સ્થાપન કરવાનો મનોરથ પણ આ સંસ્થા દ્વારા જ પૂરો પડી શકે. (કાળક્રમે વિદ્યાલય ઉચ્ચ જૈન સાહિત્યનાં અધિકૃત સંપાદનોનું પ્રકાશન તથા પાછળથી જૈનાગમોનાં સમીક્ષિત સંપાદન-પ્રકાશનનું કામ પણ હાથ ધર્યું છે. – સં.) (તા. ૮-૧૧-૧૯૫૨) (૫) નારી-ઉત્થાનનું તીર્થઃ શ્રી સિદ્ધક્ષેત્ર શ્રાવિકાશ્રમ શત્રુંજય મહાતીર્થની છાયામાં, પાલીતાણામાં આવેલ શ્રી સિદ્ધક્ષેત્ર શ્રાવિકાશ્રમ જૈનસંઘની એક જાણીતી સામાજિક ધાર્મિક સ્ત્રી-સંસ્થા છે. બે વીશી કરતાં પણ વધુ સમયની એની કાર્યવાહી જોતાં એમ સ્વીકારવું પડે છે કે એના કાર્યક્ષેત્રનો ઉત્તરોત્તર વિસ્તાર થતો રહ્યો છે અને આપણા સમાજની વિધવા, ત્યકતા કે અસહાય બહેનોને, તેમ જ ધાર્મિક સંસ્કારોની કેળવણી સાથે અભ્યાસમાં આગળ વધવા ઇચ્છતી ઊછરતી ઉંમરની બહેનોને એનો વધુ ને વધુ લાભ મળતો રહ્યો છે. આવી સંખ્યાબંધ સ્ત્રીઓને Page #364 -------------------------------------------------------------------------- ________________ વિવિધ સંસ્થાઓ અને તેમની સુવ્યવસ્થા : ૫ ૩૪૧ માટે આ સંસ્થા આધારરૂપ અને આશીર્વાદ-સમાન પુરવાર થયેલ છે. શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનસંઘમાં આ પ્રકારની આ એક જ સ્ત્રી-સંસ્થા છે, સંઘ એને માટે ગૌરવ લઈ શકે એવી યશસ્વી એની કારકિર્દી છે. શ્રાવિકાશ્રમના કાર્યક્ષેત્રના વિસ્તારની કથા એના ભાવનાશીલ અને ધર્માનુરાગી આગેવાનો, સંચાલકો અને કાર્યકરોની કાર્યદક્ષતા, કુશળતા અને કર્તવ્યપરાયણતાની યશોગાથા બની રહે એવી ઉજ્વળ, પ્રેરક અને પ્રશંસાપાત્ર છે. સાથેસાથે જૈનસંઘની ઉદારતાની પણ એ ગૌરવગાથા બની રહે છે. ભારતમાં પ્રાચીન ધર્મશાસ્ત્રોમાં તેમ જ લૌકિક પરંપરામાં જેમ નારીજીવનના મહિમાનું ગાન કરીને એની પ્રતિષ્ઠા કરવામાં આવી છે, તેમ એની નિંદા પણ કંઈ ઓછા પ્રમાણમાં નથી અંકિત થઈ! નારીવર્ગની આ પ્રશંસા અને નિંદાનો તોલ કરવામાં આવે તો એકંદરે એમ જ માનવું પડે કે નિંદાનું પલ્લું નીચું નમી જાય છે. પરિણામે નારી-સમુદાયને ધર્મને નામે કે બીજા બહાને, ઘણા મોટા પ્રમાણમાં સામાજિક અન્યાયનો ભોગ બનવું પડ્યું છે. જે વર્ગને જીવનવિકાસના પહેલા પગથિયારૂપ અધ્યયનનો ઇન્કાર, સ્ત્રીઓ અને શૂદ્રો અધ્યયનના અધિકારી નથી' (સ્ત્રી નથયાતામુ) એ રૂપે ફરમાવવામાં આવ્યો હોય, એ વર્ગના મોટા ભાગનું જીવન મૂંગા પશુઓની જેમ વીતે એમાં નવાઈ શી? ભારતનું નારીજીવન કેટલું દબાયેલું, અણવિકસિત અને દુઃખી હતું એ હકીકતની સાક્ષી આપતા અવશેષો અત્યારના સમાજજીવનમાં પણ નામશેષ થયા છે એમ કહેવાની સ્થિતિમાં આપણે નથી. ત્યક્તાપણા અને વૈધવ્ય જેવા જીવનને રોળી નાખનારા કલંકની સામે એને કોઈ યોગ્ય બચાવ નહીં, સમાજને કે ધર્મને એની કોઈ ચિંતા નહીં. એવી નારીમાં વળી, અભ્યાસના અધિકારના અભાવે કોઈ એવી આવડત નહીં, કે જેથી એ દીનતા, અસહાયતા અને પરાધીનતામાંથી બચીને સ્વમાનથી અને સ્વતંત્રતાપૂર્વક જીવી શકે. પણ, રખે આપણે ભ્રમમાં રહીએ, કે આવી કમનસીબ સ્થિતિનાં માઠાં ફળ કેવળ નારીવર્ગને જ ભોગવવાં પડ્યાં છે. એનાં વ્યક્ત અસહ્ય અને અપાર કષ્ટો ભલે નારીવર્ગને વેઠવાં પડ્યાં હોય, પણ એથી પુરુષવર્ગને સાચા જીવન-ઉલ્લાસની ખામી રૂપે જે ગેરલાભ સતત વેઠવો પડ્યો છે, એ પણ કંઈ જેવો-તેવો નથી. આવી બિનકુદરતી અસમાનતાને લીધે કુટુંબ-વ્યવસ્થામાં સમતલાના અભાવનો દોષ પ્રવેશી ગયો છે, અને છેવટે એથી સમાજ અને રાષ્ટ્રની શક્તિનો વિકાસ પણ રૂંધાઈ ગયો છે. પોતાના હાથે જ પોતાના પગ ઉપર કુહાડો મારવા જેવી આ ભૂલ તરફ અંગ્રેજોના શાસનકાળમાં આપણી નજર ગઈ, અને એ ભૂલ સુધારવાનાં કેટલાંક પગલાં ભરવાનું આપણને સૂછ્યું એટલું સદ્ભાગ્ય સમજવું. For Private & Personal. Use Only Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ જિનમાર્ગનું જતન શ્રી સિદ્ધક્ષેત્રે શ્રાવિકાશ્રમની સ્થાપના શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘના ક્ષેત્રની મર્યાદામાં આવી જ એક ઉપકારક ઘટના લેખી શકાય. આ સંસ્થાની સ્થાપના આજથી ૪૩ વર્ષ પહેલાં વિક્રમ સંવતુ ૧૯૮૦ની અક્ષયતૃતીયાના પર્વદિને કરવામાં આવી હતી. એની સ્થાપનાની પ્રેરણા થઈ હતી બે બહેનોને જ: એમાંનાં એક હતાં પાલીતાણાની મોતીશા શેઠની ધર્મશાળાના તે વખતના મુનીમ પાલીતાણા-નિવાસી શ્રી મોહનલાલ ગોવિંદજીના સેવાભાવી ધર્મપત્ની શ્રીમતી હરકોરબહેન અને બીજાં હતાં ભાવનગર-નિવાસી શેઠ શ્રી નરોત્તમદાસ ભાણજીનાં ધર્મપરાયણ ધર્મપત્ની શ્રીમતી સૂરજબહેન. બહેનોને હાથે આ સંસ્થાની સ્થાપના થવી એ બીના વિશેષ આવકારપાત્ર અને આહલાદક છે. પ્રાય: આપણા દેશમાં ગાંધીયુગના આરંભ પછી સમગ્ર સમાજ-વ્યવસ્થામાં આવકારદાયક પરિવર્તન થવા લાગ્યું હતું, એની અસરે પણ આમાં કંઈક ભાગ ભજવ્યો હોય. આ સંસ્થાની સ્થાપનામાં ભાવનાનું બહુ પ્રબળ બીજ હતું. શત્રુંજયની પવિત્ર છાયાનો પણ એને લાભ હતો અને શ્રીમતી હરકોરબહેન તથા શ્રીમતી સૂરજબહેન સંસ્થાને પગભર કરવા તથા એનો વિકાસ કરવા સતત પ્રયત્નશીલ રહેતાં હતાં. પરિણામે ફક્ત પાંચ જ બહેનોથી ભાડાના મકાનમાં શરૂ થયેલી આ સંસ્થા દસ વર્ષને અંતે, સંવત ૧૯૯૦માં, પોતાનું મકાન ઊભું કરી શકી. આ બંને બહેનો અને આ સંસ્થાના સંચાલકો સમાજમાં આ સંસ્થા પ્રત્યે મમતાની જે લાગણી જાગૃત કરાવી શકયા હતા, એની આ પણ એક શુભ-સૂચક નિશાની હતી. અલબત્ત, વિ. સં. ૧૯૯૦માં પણ આ સંસ્થાનો લાભ માત્ર વીસ બહેનો લેતી હતી. એ સમય એવો હતો, કે જ્યારે બહેનો કષ્ટમય જીવન વિતાવવા છતાં જાહેર સામાજિક સંસ્થાઓનો આશ્રય લેવાનું ભાગ્યે જ પસંદ કરતી હતી. પણ પછી, એક બાજુ દુઃખી બહેનોને આવી સ્ત્રી-સંસ્થાઓની ઉપયોગિતા સમજાતી ગઈ અને બીજી બાજુ શ્રાવિકાશ્રમની નામના વધતી ગઈ, એટલે આ સંસ્થાનો લાભ લેવા વધુ ને વધુ બહેનો પ્રેરાતી ગઈ. સંસ્થાના સેવાભાવી સંચાલકો પણ બને એટલી વધુ બહેનોને આશ્રય આપી શકાય એ માટે પ્રયત્નશીલ રહેતા ગયા, અને સમાજ પણ સંસ્થા પ્રત્યેની લાગણીથી પ્રેરાઈને એને જરૂરી આર્થિક સહાય આપતો ગયો. પરિણામે, શ્રાવિકાશ્રમની સ્થાપક બહેનોની ભાવનામાં જે શક્તિશાળી બીજ છુપાયું હતું તેને સારી રીતે ખાતરપાણી મળતાં ગયાં, અને એ બહેનોની આશા સફળ થતી ગઈ. સંસ્થાના આવા વિકાસમાં જૈનસંઘના જાણીતા અગ્રણી શેઠ શ્રી જીવતલાલ પ્રતાપસીનો ફાળો પણ ઘણો નોંધપાત્ર છે, અને સંસ્થાના વિકાસ માટેની તેમની ભાવનાને અમલી બનાવવામાં સંસ્થાના ભાવનાશીલ સંચાલક શ્રી મનસુખલાલ જીવાભાઈનો ફાળો પણ એવો જ નોંધપાત્ર છે. Page #366 -------------------------------------------------------------------------- ________________ વિવિધ સંસ્થાઓ અને તેમની સુવ્યવસ્થા : ૫ ૩૪૩ આ સંસ્થા દેશના જુદાજુદા વિભાગોમાંથી આવતી શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈનસંઘના દરેક ગચ્છની બહેનોને અને બાલિકાઓને સમાનપણે આવકારે છે, અને એમની કેળવણીનું અને એમને હાથે થઈ શકે એવા ઘરના હુન્નર-ઉદ્યોગનું શિક્ષણ આપવાનું કામ કરવાની સાથોસાથ એમને સારા પ્રમાણમાં ધાર્મિક શિક્ષણ મળી રહે અને એમનામાં ધર્મશ્રદ્ધા અને ધર્માચરણના ઊંડા અને દઢ સંસ્કારોનું સિંચન થાય એવો પૂરતો પ્રયત્ન કરે છે એ એની એક નોંધપાત્ર વિશેષતા છે. છેલ્લા એક-દોઢ દાયકાથી તો સ્થિતિ એવી ઊભી થઈ છે, કે આ સંસ્થામાં દાખલ થવા માટે આવતી બધી અરજીઓને માન્ય કરવાનું અશકય બની ગયું છે. સંસ્થા પાસે મકાનની તથા બીજી જે સગવડ છે, તેનો પૂરેપૂરો લાભ આપીને અત્યારે મહામુશ્કેલીથી ૧૧૫ બહેનોને સંસ્થામાં રાખી શકાય છે. આથી ઘણા વખતથી એમ લાગ્યા કરતું હતું કે જે સંસ્થાએ દુઃખી બહેનોના વિસામાના સ્થાનરૂપે આવી નામના મેળવી છે, સાથે-સાથે શ્રીસંઘની પણ સારી ચાહના મેળવી છે, એનો લાભ વધુ બહેનોને મળી શકે એ માટે સૌથી પહેલી જરૂર છે સંસ્થા માટે નવા વિશાળ મકાનની. - સદ્ભાગ્યે આ વિચાર પ્રબળ થતો ગયો, સંસ્થાના કાર્યકરોનો પ્રયત્ન પણ વિશેષ વેગવાન બનતો ગયો અને શ્રીસંઘ તરફથી એનો જવાબ પણ ખૂબ પ્રોત્સાહક મળતો ગયો. ચારેક વર્ષની અવિરત મહેનતને અંતે, પાલીતાણામાં તળેટીને માર્ગે, આશરે અઢીસો બહેનોને રાખી શકાય એવું વિશાળ મકાન તૈયાર થઈ શક્યું છે. આમાં લગભગ નવ લાખ રૂપિયા જેટલું ખર્ચ થવાનો અંદાજ છે. આ મકાનમાં નવું જિનમંદિર પણ રાખવામાં આવ્યું છે. એ વાતની નોંધ લેતાં વિશેષ આનંદ થાય છે, કે હવે આ નવા આલીશાન મકાનનો ઉદ્ઘાટનવિધિ કરાવવાનો સુઅવસર આવી પહોંચ્યો છે. આ રીતે આ સંસ્થાનો આવકારપાત્ર કાર્ય-વિસ્તાર થઈ રહ્યો છે, ત્યારે આપણે શ્રીસંઘને માટે એ જરૂરી બની રહે છે કે સંસ્થા પાસે સારું એવું ભંડોળ એકત્ર થાય એ રીતે એને વિશેષ આર્થિક સહાય આપવી. અત્યારે ૧૧૫ જેટલી બહેનોને રાખવામાં આવે છે. હવે પછી એ સંખ્યા લગભગ બમણી થઈ જશે ત્યારે એના કાયમી ખર્ચમાં કેટલો વધારો થવા પામશે એ સહેજે સમજી શકાય એવી બાબત છે. અત્યારની સામાજિક જરૂરિયાત જોતાં તો એમ જ લાગે છે, કે આ સંસ્થાની શાખાઓ રૂપે કે સ્વતંત્ર રૂપે દેશના જુદાજુદા ભાગોમાં આવી અનેક સ્ત્રી-સંસ્થાઓ હોય. પણ એ તરફ તો આપણે જ્યારે ધ્યાન આપી શકીએ ત્યારે ખરા; દરમ્યાનમાં આ સંસ્થા વધુ સધ્ધર બને અને અત્યાર કરતાં પણ એનો વધારે વિકાસ થાય એવો વિશેષ સહકાર એને આપવો એ જૈનસંઘની ફરજ છે. Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ જિનમાર્ગનું જતન શ્રી સિદ્ધક્ષેત્ર શ્રાવિકાશ્રમના નવા મકાનનું તા. ૨૬-૨-૧૯૬ ૭ના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું એ વાતને ચારેક મહિના થવા આવ્યા. એ પ્રસંગે જૈન સમાજના ઘણા અગ્રણીઓ હાજર હતા, અને એમાંના અનેકે શ્રાવિકાશ્રમનો વિશેષ વિકાસ કેવી રીતે થાય એ અંગે પોતાના વિચારો દર્શાવ્યા હતા, તેમ જ કેટલાક ઉપયોગી સૂચનો પણ કર્યા હતાં. આ વિચારો અને સૂચનો સંસ્થાને વધુ પગભર અને વધુ કાર્યક્ષમ બનાવવા અંગે બની શકે તેટલા પ્રમાણમાં અમલમાં મૂકવા જેવાં હોવાથી એ વીસરાઈ જશે એમ માનવાને તો કારણ નથી; છતાં સંસ્થાના તેમ જ આખા સમાજના હિતની દૃષ્ટિએ એ વાતોની યાદને તાજી કરવી ઉચિત લાગવાથી અમે આ લખવા પ્રેરાયા છીએ. ઉદ્ઘાટન પ્રસંગે સંસ્થાના વિશેષ ઉત્કર્ષની દૃષ્ટિએ જે વિચારો તેમ જ સૂચનો રજૂ કરવામાં આવ્યાં હતાં અને સામાન્ય રીતે બે ભાગમાં વહેંચી શકાય : (૧) શિક્ષણવિકાસ-સંબંધી અને (૨) સંસ્થાને આર્થિક દૃષ્ટિએ પગભર બનાવવા અંગે. શ્રાવિકાશ્રમનો આ બંને દૃષ્ટિએ વિશેષ ઉત્કર્ષ થાય તો એ સંસ્થા પહેલાં કરતાં પણ વધુ સંગીન કામ કરી શકે, એટલે એ અંગે કેટલીક વિચારણા કરવી ઈષ્ટ લાગે છે. સંસ્થામાં ધાર્મિક શિક્ષણ જેટલી જ વ્યાવહારિક શિક્ષણની, તેમ જ કેળવણીકારની જરૂર અંગે આપણા જાણીતા ઉદ્યોગપતિ અને વિચારક શેઠ શ્રી અમૃતલાલ કાળીદાસ દોશીએ સમારંભમાં સુયોગ્ય રીતે રજૂઆત કરી હતી એમ સમારંભનો અહેવાલ જોતાં લાગે છે. એમણે સંસ્થાના સંચાલનમાં નિશ્ચય અને વ્યવહાર બંને દૃષ્ટિનો ખ્યાલ રાખવાની સૂચના કરવાની સાથોસાથ સંસ્થામાં કેળવણીશાસ્ત્રની જાણકાર વ્યક્તિને રાખવાની જે વાત કહી છે, તે સંસ્થાના સર્વાગીણ અથવા આંતરિક વિકાસની દૃષ્ટિએ ઘણી અગત્યની વાત છે. અત્યાર સુધી સંસ્થાએ પોતાની શક્તિ અને સૂઝ પ્રમાણે જે કામ કર્યું છે, તેથી એનું ગૌરવ વધવા સાથે સમાજને એની ઉપયોગિતા પણ સમજાઈ છે એમાં શંકા નથી. શ્રી અમૃતલાલ શેઠે મૌલિક કહી શકાય એવી જે રચના કરી છે તે આ સંસ્થાના વધુ વિકાસની દૃષ્ટિએ જ કરી છે. તેના અમલથી આ સંસ્થામાં અભ્યાસ કરવા જતી બહેનોની કેળવણી વધુ વ્યાપક, વધુ સંગીન, તેમ જ સમયને અનુરૂપ થઈ શકશે, અને આ રીતે તૈયાર થયેલી બહેનો વિશેષ શક્તિશાળી, વધારે કાર્યક્ષમ અને વધુ પગભર બની શકશે એ નક્કી સમજવું. છેવટે તો આ સંસ્થાનો ઉદ્દેશ દુઃખી અને પરાધીન બહેનોને ધર્મસંસ્કાર-સંપન્ન બનાવવાની સાથે સ્વનિર્ભર બનાવવાનો પણ છે. જૈન સમાજના ભાવનાશીલ કાર્યકર શ્રી વાડીલાલ ચત્રભુજ ગાંધીએ શ્રી અમૃતલાલ શેઠના આ સૂચનનું સ્વાગત કરીને એને પ્રોત્સાહન આપ્યું હતું. સમારંભના અહેવાલમાં કહે છે – Page #368 -------------------------------------------------------------------------- ________________ વિવિધ સંસ્થાઓ અને તેમની સુવ્યવસ્થા : ૫ ૩૪૫ “શ્રી વાડીલાલ ચત્રભુજ ગાંધીએ શ્રી અમૃતલાલ કાળીદાસ દોશીએ જણાવેલ. કેળવણીકારની જરૂરમાં પોતાનો સૂર પુરાવી. એસ. એન. ડી. ટી. જેવા કોર્સની શાખા અત્રે કરવામાં આવે તો તેમાં મદદની ખાતરી આપી હતી.” શ્રી વાડીભાઈએ જે મદદની ખાતરી પણ આપી તે શ્રી અમૃતલાલભાઈના મહત્ત્વના સૂચનને અમલી બનાવવામાં એક પગલું આગળ વધારે એવી રચનાત્મક જાહેરાત ગણી શકાય. આશા રાખીએ કે શ્રાવિકાશ્રમના સંચાલકો આવી મહત્ત્વની જાહેરાતનો લાભ લેવાનું નહીં ચૂકે. જૈનસંઘના મુખ્ય અગ્રણી શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈએ પોતાના ઉદ્દઘાટનપ્રવચનમાં સંસ્થાનો વહીવટ મુખ્યત્વે બહેનોને જ સોંપવાનું સૂચન કર્યું તે પણ સંસ્થામાં રહેતી બહેનોને યુગાનુરૂપ અને સ્વનિર્ભર બનાવે એવી કેળવણી આપવામાં વિશેષ માર્ગદર્શક બની શકે એવું છે; તેઓએ કહ્યું : આપણે ધ્યેય અને આશાથી પૈસા ખર્ચે જે સવલતો ઊભી કરી છે, તેનો લાભ તો ત્યારે જ મળશે કે જ્યારે આ સંસ્થાનું સંચાલન કરવા માટે સેવાભાવી અને ચારિત્ર્યશીલ બહેન મેળવી શકીએ, કે જેથી એના ચારિત્ર્યની અને વ્યવસ્થિત જિંદગીની છાપ અત્રે કેળવણી લેનાર એક-એક બહેન ઉપર પડે. હું આશા રાખું છું કે મારા આ કથન પર ટ્રસ્ટીઓ વિચાર કરશો. “મારું બીજું સૂચન એ છે કે આ સંસ્થામાં નાનું-મોટું હરકોઈ કામ બહેનો પોતાને હાથે જ કરે, કે જેથી ભવિષ્યની જિંદગીમાં તેમને કોઈનું ઓશિયાળાપણું કરવાનું ન રહે. “મારું ત્રીજું સૂચન એ છે કે બધી જ બહેનોને નિયમિત કસરત કરાવવાનું આ સંસ્થામાં ફરજિયાત હોવું જોઈએ. “મારો એવો અનુભવ છે કે જ્યાં જ્યાં સ્ત્રીઓને જવાબદારી સોંપવામાં આવી છે, ત્યાં-ત્યાં તેમણે તે અદા કરી પોતાનું ખમીર બતાવ્યું છે. તો આ સંસ્થામાં મોટા ભાગની ટ્રસ્ટીઓ બહેનો જ હોવી જોઈએ. આજે જો આપણા રાષ્ટ્રનો વહીવટ એક સ્ત્રીના હાથમાં હોય, તેમ જ એકાદ-બે રાજ્યના મુખ્યમંત્રી પણ સ્ત્રી હોય, તો આ સંસ્થા ચલાવવામાં ખંતીલી શિક્ષિત બહેનો મેળવવાનું મુશ્કેલ હોવું ન જોઈએ. આજથી પચાસ વર્ષ ઉપર મુંબઈમાં મહાવીર જૈન વિદ્યાલય સ્થપાતાં આપણા સેંકડો અને હજારો વિદ્યાર્થીઓ તે સંસ્થાની મારફતે જિંદગીમાં ઘણો મોટો લાભ ઉઠાવી શકા છે; તો મને આશા છે કે જો શિક્ષિત અને સંસ્કારી બહેનની નેતાગીરી તળે આ સંસ્થા મૂકવામાં આવે તો તેનો પણ તેવો જ વિકાસ સાધી શકાય.” જાણીતા ધર્માનુરાગી શ્રી મણિલાલ વનમાળીદાસ શેઠે આ પ્રસંગે બોલતાં ધાર્મિક અભ્યાસમાં સંસ્કૃત-પ્રાકૃતનો અભ્યાસ અવશ્ય કરાવવો જોઈએ એમ કહીને, એ માટે પોતાનાં બહેન અને શ્રાવિકાશ્રમનાં સ્થાપક શ્રીમતી સૂરજબહેનનું પાંચ હજાર રૂપિયાનું Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ જિનમાર્ગનું જતન ટ્રસ્ટ સંસ્થાને સોંપવાની તત્પરતા બતાવી એ બાબત પણ સંસ્થાના કેળવણી ક્ષેત્રને વિસ્તૃત કરવામાં ઉપયોગી બની શકે એવી છે. આ ઉપરથી સહેજે સમજી શકાય એમ છે કે શ્રાવિકાશ્રમનો એટલે કે શ્રાવિકાશ્રમમાં અભ્યાસ કરતી બહેનોનો હવે પછી વધુ વિકાસ કરવો હશે, તો એનાં ધાર્મિક અને વ્યાવહારિક એમ બંને શિક્ષણક્ષેત્રોને વિસ્તૃત કરવાં પડશે. શ્રાવિકાશ્રમને માટે બીજી મહત્ત્વની વાત છે એને આર્થિક રીતે પગભર બનાવવાની; સમારંભમાં આ બાબતની રજૂઆત પણ સૌનું ધ્યાન દોરાય એમ યોગ્ય રીતે જ કરવામાં આવી હતી. જૈનસંઘે નવ લાખ રૂપિયા જેટલી મોટી રકમ અર્પણ કરીને સંસ્થાને માટે અઢીસો બહેનો સારી રીતે રહી શકે એવું વિશાળ અને જરૂરી સગવડોથી સજ્જ મકાન અને ભવ્ય જિનમંદિર તૈયાર કરાવી આપ્યું એ ખૂબ હર્ષ અને ગૌરવ ઉપજાવે એવી બીના છે. પણ સાથોસાથ પહેલાં કરતાં બમણી બહેનોને હમેશને માટે રાખવા જતાં, અત્યારના અસહ્ય મોંઘવારીના સમયમાં કાયમી ખર્ચમાં અસાધારણ વધારો થવાનો છે એ વાત સંઘના ધ્યાનબહાર જવી ન જોઈએ. સંસ્થાને સરખી રીતે ચલાવવામાં બાર મહિને દોઢેક લાખ રૂપિયા જેટલું ખર્ચ તો થવાનું જ. સંસ્થા પ્રત્યેની અપાર મમતા અને કાર્યનિષ્ઠાને લીધે જેઓ સંસ્થાના એક સાચા વડીલ અને મુરબ્બી તરીકેનું સ્થાન શોભાવી રહ્યા છે, તે શેઠશ્રી જીવતલાલ પ્રતાપસીએ સમારંભ પ્રસંગે પોતાના વક્તવ્યમાં એક વ્યવહારુ યોજના સાથે આ બાબતની રજૂઆત કરતાં યોગ્ય જ કહ્યું હતું કે – આપણી નિરાધાર, દુઃખી અને અસહાય સાધર્મિક બહેનોનાં આંસુ લૂછવા મથતી સંસ્થાના સંચાલકો અને કાર્યવાહકોને તેની પ્રવૃત્તિમાં જરા પણ ઓટ ન આવે તે માટે સંસ્થાને વિપુલ સ્થાયી ફંડની આવશ્યકતા છે. સંસ્થાના કાયમી નિભાવ માટે અઢીસો બહેનોના માસિક ખર્ચના (વ્યક્તિદીઠ) ઓછામાં ઓછા રૂ. પચ્ચાસ કે સાઠ ગણીએ તો પણ વાર્ષિક ખર્ચના રૂ. સવા-દોઢ લાખ જેટલો સંસ્થાને ખર્ચ ભોગવવાનો રહેશે. આ ખર્ચના નિભાવ માટે તેમ જ વધુ બહેનોની સગવડતા માટે ઓછામાં ઓછા આશરે રૂ. દસ લાખના સ્થાયી કાયમી ફંડની આવશ્યકતા છે, જેથી સંસ્થા સંપૂર્ણપણે પગભર બની નિશ્ચિત બની જાય. માટે જ આપ સૌને મકાન-ફંડની જેમ આ નિભાવફંડમાં પૂર્ણ સહયોગ આપવા વિનંતી કરું છું. સંસ્થાની કાયમી આર્થિક મૂંઝવણમાંથી દૂર રહેવા માટેની યોજનામાંની આ એક યોજના છે. એક જ વખત રૂ. ૫૦૦૦ દાન આપનારની વતી એક બહેનને દાખલ કરવામાં આવશે, અને બહેનોનો કોર્સ જે પાંચ વર્ષનો રાખવામાં આવેલ છે તે પૂરો Page #370 -------------------------------------------------------------------------- ________________ વિવિધ સંસ્થાઓ અને તેમની સુવ્યવસ્થા : ૫ ૩૪૭ થયે બીજી બહેનને પણ તે દાતાર દાખલ કરી શકશે. મતલબમાં, જ્યાં સુધી સંસ્થાની હસ્તી હશે ત્યાં સુધી દાતારના નામથી એક વિદ્યાર્થિની-બહેન ચાલુ રહી શકશે. અને તે મુજબ જો માત્ર એકસો દાતા મળી જાય તો પાંચ લાખ મળી જાય અને તે મળશે તેવી મારી ખાતરી છે.” વળી, જેઓના રોમ-રોમમાં શ્રાવિકાશ્રમના ઉત્કર્ષની અને બહેનોની સેવાની ભાવના ધબકી રહી છે, અને જેઓ એ માટે પોતાનાં ઊંઘ અને આરામની કે સ્વાથ્યની ખેવના કર્યા વગર રાત-દિવસ ચિંતા સેવતા, યોજનાઓ વિચારતા અને પ્રયત્ન કરતા રહે છે તે સંસ્થાના મૂક કાર્યકર શ્રી મનસુખલાલ જીવાભાઈએ પણ પોતાના હૃદયસ્પર્શી ભાષણમાં સંસ્થાની આર્થિક સ્થિતિ સુધારવા માટે યોગ્ય રીતે આંગળી ચીંધી હતી : “આ નવું મકાન તથા જિનમંદિર તૈયાર થયેથી કાર્યકરો આત્મસંતોષ લઈ શકે નહિ. આથી તો કાર્યકરોની જવાબદારી ઘણી વધી છે. અત્યારના મોંઘવારીના સમયમાં સંખ્યા વધતાં નિર્વાહખર્ચ ઘણું વધી જશે. સ્ટાફ પણ વધારવો પડશે. શિક્ષણના ક્ષેત્રે પણ આગળ વધવાનું રહેશે. આ બધાના ખર્ચને પહોંચી વળવાની જવાબદારી વધે છે. એ માટે કાર્યકરોએ સતત જાગૃત રહેવું પડશે. સંસ્થાની વિદ્યાર્થિની બહેનોની પણ જવાબદારી વધે છે. તેમણે શિસ્ત, શિક્ષણ, સંસ્કારો અને ધર્મભાવના એટલાં સુંદર કેળવવાં પડશે કે સમાજના દાતાઓની સંસ્થા પ્રત્યે દૃષ્ટિ ખેંચાય, લાગણી વધે અને દાન દેવાની સદા ય ભાવના વહેતી રહે. અને સંસ્થાના સ્ટાફની પણ એટલી જ જવાબદારી વધે છે. તે માટે તેમણે જાગૃત રહેવું પડશે. સમાજના દાનપ્રેમીઓએ સંસ્થાને વધુ પ્રગતિને માર્ગે લઈ જવા દાનનો પ્રવાહ ચાલુ રાખવો પડશે.” આ યોજનાનો પૂરેપૂરો લાભ લેવાની અને શ્રી જીવાભાઈ (જીવતલાલ શેઠની ટહેલને સત્વર પૂરી કરી દેવાની ભલામણ શ્રીસંઘને કરતાં અમને આનંદ થાય છે. અમારી સમજ મુજબ તો, અત્યારની આવી મોંઘવારીના સમયમાં પાંચહજાર રૂપિયામાં કાયમને માટે એક બહેનને રાખવાનો લાભ એ ઓછા ખર્ચે ઘણો મોટો લાભ છે. ઘણાં ભાઈ-બહેનો લાભ લઈ શકે એ રીતે આ રકમ આટલી ઓછી રાખી છે. તેમાં જૈનસંઘની ઉદારતા ઉપરની એમની શ્રદ્ધા વ્યક્ત થાય છે. શેઠ શ્રી જીવાભાઈએ આ અંગે પોતાના વક્તવ્યમાં સાચું જ કહ્યું છે – એટલું તો મારે કબૂલ કરવું પડશે કે જૈન સમાજ તેની દાનવીરતાને માટે ભારતમાં અજોડ છે. નાણાંના અભાવે કોઈ પણ કામ અટકી પડતું નથી. માત્ર નિષ્ઠાવાન પ્રામાણિક કાર્યકર્તાઓ અને સંસ્થાની પ્રવૃત્તિઓ જાગૃત ચેતનવંતી હોય તો પૈસા મળી જ રહે છે.” શ્રી જીવાભાઈ વગેરેની આ શ્રદ્ધા અનુભવમૂલક છે. તેમણે આ યોજના મારફત પાંચ લાખનું સ્થાયી ફંડ એકત્ર કરવાની વાત કહી છે. આ યોજના મારફત પાંચ Page #371 -------------------------------------------------------------------------- ________________ જિનમાર્ગનું જતન લાખ કે જે કંઈ રકમ એકત્ર થાય તેની સાથે-સાથે નાની-મોટી બીજી રકમો એકત્ર કરીને સ્થાયી ફંડ દસ લાખ જેટલું એકત્ર કરવામાં આવે તો કેવું સારું ! સંસ્થાની ઉપયોગિતા અને જૈનસંઘની ઉદારતા જોતાં આ અમને બહુ મુશ્કેલ નથી લાગતું. જો આ રીતે એક માતબર સ્થાયી ફંડ એકત્ર થઈ શકે, તો સમારંભમાં પાલીતાણાના નગરશેઠ શ્રી ચુનીલાલ વનમાળીદાસે ભાવના દર્શાવી હતી તે પ્રમાણે, શ્રી મહાવીર જૈન વિદ્યાલયની શાખાઓની જેમ શ્રાવિકાશ્રમની શાખાઓ સ્થાપવાનું પણ ક્યારેક શકય બને. સમાજની દુઃખી અને જરૂરિયાતવાળી બહેનોની પરિસ્થિતિ જોતાં શ્રાવિકાશ્રમની શાખાઓ અન્ય સ્થાનોમાં સ્થાપવાની જે વાત શ્રી ચુનીભાઈએ કહી છે બિલકુલ સાચી કહી છે એમ કહેવું જોઈએ. આ બધાનો આધાર આ સંસ્થા શિક્ષણ તેમ જ નાણાની બાબતમાં જે પ્રગતિ સાધી બતાવે એના ઉપર છે. કેળવણીકારો, કાર્યવાહકો અને આર્થિક સહાયકોના સક્રિય અને હાર્દિક સહકારથી શ્રાવિકાશ્રમનો શતદળ કમળની જેમ ઉત્તરોત્તર વિકાસ થાઓ એ જ અભ્યર્થના. ૩૪૮ (તા. ૧૧-૨-૧૯૬૭, તા. ૪-૯-૧૯૬૫ તથા તા. ૧૭-૬-૧૯૬૭ના લેખોમાંથી સંકલિત) (૬) ભાવના અને ધનના વાવેતરરૂપ શ્રી સિદ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમ સાઠ વર્ષ પહેલાંનો એ સમય શિક્ષણના પ્રસારની દૃષ્ટિએ શરૂઆતનો કહી શકાય એવો સમય હતો. જૈન સમાજ તેમ જ ઇતર સમાજોમાં ત્યારે શિક્ષણ પ્રત્યે વ્યાપક આકર્ષણ નહોતું જાગ્યું. પ્રમાણમાં ઘણા ઓછા છોકરાઓ અભ્યાસ તરફ ખેંચાતા. ગુજરાતી સાત ચોપડીનું અને બહુબહુ તો મેટ્રિકની પરીક્ષા સુધીનું શિક્ષણ ઘણું લેખાતું, અને કૉલેજો અને યુનિવર્સિટીમાં ઉચ્ચ શિક્ષણ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા તો બહુ જ ઓછી રહેતી. તેમાં ય કન્યાકેળવણીની દૃષ્ટિએ તો એ જમાનો પા-પા પગલી જેવો જમાનો હતો. આવી સ્થિતિમાં સામાજિક શિક્ષણ-સંસ્થાઓની સ્થાપના કરવા તરફ તે સમયમાં બહુ જ ઓછું ધ્યાન ગયું હોય એ સાવ સ્વાભાવિક છે. અને છતાં આવી રહેલી પરિસ્થિતિને પારખીને અને નજીકના જ ભાવિમાં ઊભી થનારી જરૂરિયાતને અગાઉથી પિછાણીને કોઈક વ્યક્તિને અગમચેતીરૂપે કંઈક સેવાકાર્ય Page #372 -------------------------------------------------------------------------- ________________ વિવિધ સંરથાઓ અને તેમની સુવ્યવસ્થા: ૬ ૩૪૯ કરવાનું સૂઝી આવે છે; એને લીધે સમાજને માટે આશીર્વાદરૂપ બની રહે એવી સંસ્થા કે શુભ પ્રવૃત્તિનો જન્મ થાય છે. બાલાશ્રમની જન્મકથા કંઈક આવી જ છે. અમીરી અને ગરીબી એ સંસારના સનાતન ભેદો છે; નદીના સામા પ્રવાહ તરવાની જેમ ગરીબી સામે ઝઝૂમીને પ્રગતિ સાધવી એ સંસારની સનાતન સમસ્યા છે. સામાન્ય રીતે સુખી અને સંપત્તિશાળી તરીકેની નામના ધરાવતા જૈન સમાજમાં પણ, જેઓ સાચી સ્થિતિનું અવલોકન કરી શકે એમને ગરીબીનાં – અરે, ક્યાંક ક્યાંક તો કારમી ગરીબીનાં – દર્શન થયા વગર ન રહે; ફક્ત એ માટે હૃદયમાં સહાનુભૂતિ અને સંવેદનશીલતાની કૂણી લાગણી ધબકતી હોવી જોઈએ. સાઠમ્બાસઠ વર્ષ પહેલાં અભ્યાસ કરવામાં જૈન બાળકોની આડે આવતી ગરીબીનો અવરોધ એક મહાનુભાવના સંવેદનશીલ અંતરને સ્પર્શી ગયો. ત્યારે ભણતર માટે તો કંઈ ઝાઝું ખર્ચ કરવું ન પડતું; માધ્યમિક શિક્ષણ સુધી તો નહીં જેવું જ ખર્ચ કરવું પડતું. પણ ત્યારે પૈસો એટલો દુર્લભ હતો, કે કેટલાંક કુટુંબો પોતાના ભાવિ આધારરૂપ છોકરાઓના અભ્યાસ માટે પણ એટલું ખર્ચ ન કરી શકતાં; આટલું જ શા માટે કેટલાંક કટુંબોની આર્થિક સ્થિતિ તો એવી તંગ રહેતી કે એમને પોતાના છોકરાઓને કાચી ઉંમરે જ કમાણી થઈ શકે એવા કામમાં લગાવી દેવા પડતા. સમાજની આવી દુઃખદ પરિસ્થિતિથી પ્રેરાઈને શ્રી ચુનીલાલ નારણદાસ કાનુનીએ આ દિશામાં કંઈક કરવાનો નિશ્ચય કર્યો. શ્રી ચુનીભાઈનું મૂળ વતન અમદાવાદ પાસેનું દહેગામ. એમનો ધંધો ઝવેરાતનો. તેઓ ધંધા નિમિત્તે મુંબઈમાં રહે, પણ મુંબઈના ભોગ-વિલાસની કોઈ હવા એમને સ્પર્શી ન શકે. ધર્મભાવનાના રંગે રંગાયેલું સાવ સાદું અને નિર્મળ એમનું જીવન હતું. તપ અને સેવા એમના જીવનનો આનંદ હતો. જૈન સમાજની ઊછરતી પેઢી નિશ્ચિત બનીને અભ્યાસમાં આગળ વધી શકે અને પોતાના જીવનને શિક્ષિત અને સંસ્કારી બનાવી શકે એ માટે શત્રુંજય મહાતીર્થની પવિત્ર છાયામાં એક વિદ્યાર્થીગૃહ જેવી શિક્ષણ-આશ્રમ-સંસ્થા સ્થાપવાનો એમને વિચાર આવ્યો. અને તે સમયે મુંબઈના ઝવેરી-મહાજનના મોતીના ધર્મના કાંટા તરફથી માસિક ફક્ત પચીસ રૂપિયા જેવી મદદ મળવાનું વચન મળતાં, વિ.સં. ૧૯૬ રના ચૈત્ર સુદિ ૧૦ના રોજ, પાલીતાણામાં શ્રી જૈન શ્રેયસ્કર મંડળના મકાનમાં ફક્ત ચાર જ વિદ્યાર્થીઓથી એમણે આ સંસ્થાની શુભ શરૂઆત કરી. શ્રી કાનૂની પોતાના વ્યાપાર-ધંધાને બદલે આ સંસ્થાને સ્થિર કરવાનાં કામોમાં જ લાગી ગયા. આર્થિક સગવડ નહીં જેવી, વિદ્યાર્થીઓ પણ બહુ જ ઓછા રાખી શકાય એવી સ્થિતિ, મકાનની સ્વતંત્ર વ્યવસ્થા નહિ, બીજાં સાધનો પણ બહુ ટાંચાં; પણ સમાજ Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩પ૦ જિનમાર્ગનું જતન સેવાની ભાવનાનું બીજ અને કર્તવ્યપરાયણતાનું તેજ બહુ પ્રબળ; એટલે ધીમે-ધીમે સંસ્થાનો વિકાસ થતો ગયો. સાચા સંત અને સાધુપુરુષ શ્રી મોહનલાલજી મહારાજે શ્રી ચુનીભાઈની ભાવનાને તરત પિછાણી લીધી. એમની પ્રેરણા અને આશીર્વાદથી મુંબઈમાં એક વગદાર કમિટી રચાઈ અને એ કમિટીએ સંસ્થાનું સુકાન સંભાળી લીધું. સ્વનામધન્ય શેઠ શ્રી વીરચંદ દીપચંદ એ કમિટીના પ્રમુખ બન્યા. શ્રી હીરાચંદ મોતીચંદ, શ્રી ત્રિભોવનદાસ ભાણજી, શ્રી દેવકરણ મૂળજી સંઘવી અને શ્રી નગીનભાઈ મંછુભાઈ ઝવેરી એના મંત્રીઓ હતા. આ બધા ય મહાનુભાવો જેવા ઉદાર હતા, એવા જ સમાજ-ઉત્કર્ષના ચાહક હતા. શ્રી ચુનીભાઈની સેવાઓ તો અવિરત ચાલુ જ હતી. આવા ભાવનાશીલ, કર્તવ્યનિષ્ઠ અને ઉદાર મહાનુભાવોનો સહયોગ હોય ત્યાં સંસ્થા ઉત્કર્ષ ન સાધી શકે તો જ નવાઈ. સંસ્થા ક્રમેક્રમે વિકાસ કરતી ગઈ. સમાજ પણ પોતાના અભ્યદય માટે આવી શિક્ષણ-સંસ્થાઓની ઉપયોગિતા સમજતો થયો; એને સંસ્થા પ્રત્યે મમત્વ બંધાયું, અને સંસ્થાને જરૂરી મદદ મળવા લાગી. ફક્ત ચાર જ વિદ્યાર્થીઓથી શરૂ થયેલો બાલાશ્રમ અત્યારે પોતાના આલીશાન મકાનમાં અને પોતાની જ કહી શકાય એવી માધ્યમિક શાળામાં આજે દોઢસો જેટલા વિદ્યાર્થીઓને શિક્ષણ અને સંસ્કારનું જીવનભાતું આપી રહેલ છે તે સમાજની આવી મમતા અને ઉદાર સહાયતાને બળે જ. આજે તો દેશભરમાં શિક્ષણભૂખ એવી જાગી છે કે આવી અનેક સંસ્થાઓની જરૂર લાગ્યા કરે છે. મૂળ ભાવનગરના વતની મુંબઈ-નિવાસી શ્રી ચત્રભુજ મોતીલાલ ગાંધીના સુપુત્રોની ઉદાર સખાવતથી વિ. સં. ૨૦૧૭ની સાલમાં શ્રી ચત્રભુજ મોતીલાલ વિદ્યાલય (હાઈસ્કૂલ)ની સ્થાપના એ બાલાશ્રમના ઉજ્જવળ ઇતિહાસમાં એક નોંધપાત્ર સીમાચિહ્ન લેખી શકાય. આ સંસ્થાના આવા ઉત્કર્ષમાં ભાવનાનું બીજ તો રહેલું છે જ; પણ સાથે-સાથે આ સંસ્થા એક શિક્ષણ-સંસ્થા છે એ બીનાએ પણ એના ઉત્કર્ષમાં ઘણો નોંધપાત્ર ફાળો આપ્યો છે. કેળવણીના ક્ષેત્રમાં પૈસો ખરચવો એ ખરી રીતે ધનનું ખર્ચ નહીં પણ વાવેતર કરવા જેવું ઉમદા, દીર્ધદર્શિતાભર્યું અને લાભકારક કામ છે. શિક્ષણ માટે આપેલી સહાયતાથી એક વિદ્યાર્થી શિક્ષિત અને સંસ્કારી બને, તો એથી એક આખા કુટુંબનો ઉદ્ધાર થઈ જાય; અને એ રીતે સમાજમાં જેટલા પ્રમાણમાં શિક્ષણ પ્રચાર થાય તેટલા પ્રમાણમાં જ સમાજ સુખ, સમૃદ્ધિશાળી અને શક્તિશાળી બને. બીજી સંસ્થાઓના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની જેમ આ સંસ્થાનો આશ્રય મેળવીને આગળ વધેલા જૂના વિદ્યાર્થીઓ પણ પોતાની આ માતૃસંસ્થા પ્રત્યેનું ઋણ અદા Page #374 -------------------------------------------------------------------------- ________________ વિવિધ સંસ્થાઓ અને તેમની સુવ્યવસ્થા : ૬ ૩પ૧ કરવાની ભાવના સેવે છે, એ માટે પ્રયત્ન કરતા રહે છે. આ હીરકમહોત્સવની પૂર્વતૈયારીરૂપે તા. ૨૨-૨-૧૯૬૭ના રોજ મુંબઈમાં એક કાર્યક્રમ યોજીને એમણે દોઢેક લાખ રૂપિયા જેવી સારી રકમ ભેગી કરી આપી, અને એમાં પોતા તરફથી લગભગ અડધી (સિત્તેરેક હજાર જેવી રકમનો ફાળો આપ્યો એ જાણીને ખૂબ આનંદ અને સંતોષ થાય છે. એમ કહેવું જોઈએ કે આવી સક્રિય કૃતજ્ઞતા દર્શાવવાની સાથે-સાથે સંસ્થાની લોકપ્રિયતામાં અને એના ગૌરવમાં વધારો કર્યો છે. અને બીજાઓને માટે એક અનુકરણીય અને ઉમદા દાખલો પૂરો પાડ્યો છે. આ પ્રસંગે એક વાતની નોંધ લેતાં વિશેષ આનંદ થાય છે, કે દિલ્હીના શ્રીયુત રમણલાલ નગીનદાસ પરીખે તથા શ્રી ડો. ચીમનલાલ મોહનલાલ પાડટિયા, જેઓ બાલાશ્રમના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે, એમણે શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં એક-એક ટ્રસ્ટસ્કોલર નીમવાના પોતાના હક્કનો લાભ બાલાશ્રમના એસ.એસ.સી.માં પાસ થઈને આગળ અભ્યાસ કરવા ઇચ્છતા વિદ્યાર્થીને આપવાની જાહેરાત કરી છે. સાચે જ, આ એક ઉમદા અને તંદુરસ્ત પ્રણાલિકા સ્થાપવામાં આવી છે. આ માટે બંને મહાનુભાવોને ધન્યવાદ ઘટે છે. આ જાહેરાતને બાલાશ્રમના હીરક મહોત્સવની એક ફલશ્રુતિ લેખવી જોઈએ. હીરક-મહોત્સવ પ્રસંગે શેઠ શ્રી અમૃતલાલ કાળીદાસ દોશીએ પાસ થનાર વિદ્યાર્થીઓની સંખ્યા જોઈને ખુશી થવાને બદલે સર્વોચ્ચ શ્રેણીમાં કેટલા આવ્યા, કેટલા પહેલવાન બન્યા તે જોવાની જે સૂચના કરી છે તે ધ્યાન આપવા જેવી છે. એ જ રીતે મહોત્સવના પ્રમુખ શ્રી રતિલાલ મણિલાલ નાણાવટીએ હુન્નર, ઉદ્યોગ, ગૃહઉદ્યોગો અને વ્યાપારી શિક્ષણ ઉપર વિશેષ ધ્યાન આપવાની જે વાત કરી છે, તે બિલકુલ સમયસરની છે. આમ પરિસ્થિતિના પલટાના પ્રમાણમાં શિક્ષણના વિષયો અને એની રીતરસમમાં પણ સમુચિત ફેરફાર અને નવી બાબતોનું સ્વાગત કરવામાં આવે તો જ સંસ્થાની ઉપયોગિતા ટકી રહે અને સમાજમાં તાજગીનું વાતાવરણ પ્રસરી શકે. આ સંસ્થાના હીરક મહોત્સવની ઉજવણી પ્રસંગે એના અતિથિવિશેષ શ્રી જયંતીલાલ રતનચંદ શાહે સંસ્થા અને વ્યક્તિના આયુષ્ય વચ્ચેનો તફાવત દર્શાવતાં સાચું જ કહ્યું હતું કે “સંસ્થા અને માનવીના જીવનમાં ફેર છે. સંસ્થા પ્રગતિપૂર્વક આગેકૂચ કરે ત્યારે જુવાની આવે છે. ૬૦ વર્ષે માનવી જીવનબાજી સંકેલવાનું કરે છે, ત્યારે આ સંસ્થા ૬૦ વર્ષે જુવાનીમાં આવી પ્રગતિ સાધવાનું કરે છે. કાર્યકરો જાગૃત હોય તો સંસ્થાને ક્યારે પણ વૃદ્ધત્વ ન આવે !” (તા. ૮-૪-૧૯૬૭) Page #375 -------------------------------------------------------------------------- ________________ ઉપર જિનમાર્ગનું જતન (૭) ભારતીય સંસ્કૃતિનું અનોખું વિધામંદિર લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરની સ્થાપના શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈ અને એમનાં કુટુંબીજનો તરફથી આજથી બે-એક વર્ષ પહેલાં, અમદાવાદમાં કરવામાં આવી હતી. આ સંસ્થાનું એક રીતસરનું બંધારણ ઘડવામાં આવ્યું છે. એનું એક ટ્રસ્ટીમંડળ છે, એક વ્યવસ્થાપક-સમિતિ છે અને એને હાથ ધરવાની વિદ્યાવિષયક વિવિધ પ્રવૃત્તિ સંબંધી વિચારણા કરવા માટે એક સલાહકાર-સમિતિ છે. આ સલાહકાર-સમિતિમાં પૂ. મુનિ શ્રી પુણ્યવિજયજી, પૂ. પંડિત શ્રી સુખલાલાજી અને ઇતિહાસ, પુરાતત્ત્વ અને તત્ત્વજ્ઞાનના ગુજરાતના જાણીતા વિદ્વાન અને ગુજરાત વિદ્યાસભાના મુખ્ય સંચાલક શ્રીયુત રસિકલાલ છોટાલાલ પરીખ છે. આગામી ડિસેમ્બર મહિનાથી બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં જૈનદર્શનના અધ્યાપક તરીકે કામ કરતા જૈન સાહિત્યના ઊંડા અભ્યાસી પ્રો. શ્રી દલસુખભાઈ માલવણિયા એ સંસ્થાના મુખ્ય સંચાલક (ડાયરેક્ટર) તરીકે જોડાવાના છે. અત્યારે આ સંસ્થાએ હસ્તલિખિત અને છપાયેલાં ભારતીય વિદ્યાના ઉચ્ચ અધ્યયન અને સંશોધનમાં ઉપયોગી થાય એવાં સંસ્કૃત, પ્રાકૃત, પાલિ, ગુજરાતી, હિન્દી, મરાઠી, અંગ્રેજી, જર્મન, ફ્રેંચ વગેરે ભાષાઓમાં લખાયેલ પ્રાચીન-અર્વાચીન પુસ્તકો એકત્રિત કરવા તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અત્યાર સુધીમાં એમાં બારેક હજાર હસ્તલિખિત અને લગભગ એટલાં જ છપાયેલાં મળીને આશરે પચીસેક હજાર પુસ્તકો ભેગાં થઈ પણ ગયાં છે. આ સંસ્થા માટે પાંચ-સાત લાખ રૂપિયાના ખરચે જે ખાસ આલીશાન મકાન તૈયાર કરવામાં આવનાર છે. તેમાં એક લાખ જેટલાં છપાયેલાં પુસ્તકો બરાબર સુરક્ષિત રીતે રહી શકે એવી આધુનિક ઢબની વૈજ્ઞાનિક ગોઠવણ કરવામાં આવનાર છે. આ ઉપરથી પણ સહેજે સમજી શકાશે કે આ સંસ્થા કેવી મોટી વિદ્યાસંસ્થા બનવાની છે અને એણે કરવા ધારેલ કાર્ય કેટલું મહત્ત્વનું રહેવાનું છે. આ સંસ્થાનું મકાન ગુજરાત યુનિવર્સિટીની નજીકના પ્રદેશમાં, જ્યાં ચારેકોર અનેક કોલેજો હોવાને કારણે વિદ્યામય વાતાવરણ રહેવાનું છે, ત્યાં ઊભું કરવામાં આવશે, અને તે એકાદ વર્ષમાં તૈયાર પણ થઈ જાય એવી ગોઠવણ કરવામાં આવી છે. આ મકાનમાં વિશાળ પુસ્તકાલય, ઉપરાંત એ પુસ્તકાલયનો ઉપયોગ કરીને અમુક વખત સુધી સંસ્થામાં જ રહીને ઉચ્ચ અધ્યયન અને સંશોધનનું કામ કરવા ઇચ્છતા Page #376 -------------------------------------------------------------------------- ________________ ૩૫૩ વિવિધ સંસ્થાઓ અને તેમની સુવ્યવસ્થા : ૭ વિદ્વાનોને માટે સ્વતંત્ર અભ્યાસખંડો તેમ જ અતિથિગૃહની પણ જોગવાઈ કરવામાં આવનાર છે. સાથે સાથે પ્રાચીન હસ્તલિખિત પુસ્તકોની માઈક્રોફિલ્મ કે ફોટોસ્ટેટ (છબીઓ) લેવા માટેની, એવી ફિલ્મો ઉકેલવા માટેની વગેરે આધુનિક યંત્રસામગ્રી પણ સંસ્થામાં વસાવવામાં આવનાર છે; તેમ જ નાનું-સરખું સંગ્રહસ્થાન પણ રહેવાનું છે. મકાનમાં સમશીતોષ્ણ હવામાન રહે એ રીતે રચના થનાર છે. આ સંસ્થાની કામગીરીનો કંઈક ખ્યાલ પૂનાના ભાંડારકર રિચર્સ ઇન્સ્ટિટ્યૂટ ઉપરથી આવી શકે. એટલે સંસ્થા તરફથી મુખ્યત્વે સંસ્કૃત, પ્રાકૃત અને પાલી ભાષાના એટલે કે જૈન, બૌદ્ધ અને બ્રાહ્મણ - ભારતીય સંસ્કૃતિની એ ત્રણે શાખાઓના પ્રાચીન ગ્રંથોનાં સંશોધન, સંપાદન અને પ્રકાશનનું કાર્ય હાથ ધરવામાં આવશે, અને જેમજેમ જરૂર ઊભી થશે તેમ તેમ એમાં ઉચ્ચ અધ્યયનની કેટલીક વિશિષ્ટ જોગવાઈ પણ કરવામાં આવશે. એટલે એ રીતે, કેવળ વિશિષ્ટ કોટીના ગ્રંથો તૈયાર કરીને જ સંતોષ ન માનતાં, તે-તે વિષયના વિદ્વાનો તૈયાર કરવા તરફ પણ ઘટતું લક્ષ આપવામાં આવશે. એ માટે વર્ણ, જ્ઞાતિ કે ધર્મના ભેદભાવ વગર યોગ્ય વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવશે અને એમને જરૂરી શિષ્યવૃત્તિઓ પણ આપવામાં આવશે. આ સંસ્થાએ તાત્કાલિક હાથ ધરવા ધારેલ ગ્રંથસર્જનના કાર્યમાં મુખ્યત્વે જૈન આગમોની ઇન્ડેક્સ (સૂત્રસૂચિ; એટલે કે આગમનું કયું સૂત્ર ક્યાં છે એ દર્શાવનારી બધાં ય આગમોને આવરી લેતી સુવિસ્તૃત સૂચિ) છે. એમ લાગે છે કે આ કાર્યના એક વિભાગ તરીકે, અથવા એના પુરોગામી કાર્ય તરીકે જૈન પારિભાષિક કોષ, જૈન ભૌગોલિક કોષ અને જૈન વિશેષનામોનો કોષ – જેની ઘણાં વર્ષોથી જરૂર લાગ્યા કરે છે, એ કોષો – પણ તૈયાર કરવાનું જરૂરી થઈ પડે. આ રીતે આ સંસ્થા ગુજરાતમાં ભારતીય વિદ્યાની વિવિધ શાખાઓનાં ઉચ્ચ અધ્યયન, સંશોધન અને પ્રકાશનને માટે કાર્ય કરતી એક વિશિષ્ટ સંસ્થા બનશે, અને ગુજરાતને માટે ગૌરવરૂપ બની રહેશે એવી આશા જરૂર રાખી શકાય. આ સંસ્થામાં અત્યાર સુધીમાં પચીસેક હજાર પુસ્તકો જેટલો, લાખો રૂપિયાની કિંમતનો ગ્રંથસંગ્રહ થયો છે. તેમાંના હસ્તલિખિત અને મુદ્રિત કેટલાય ગ્રંથો ખરીદવામાં આવેલ હોવા છતાં ઘણા મોટા ભાગના ગ્રંથો એને ભેટ મળેલા છે. પૂ. પુણ્યવિજયજી મહારાજના બહુ જ વિશિષ્ટ અને બહુ કીમતી ગ્રંથસંગ્રહનો તેમ જ બીજી પણ કેટલીક સંસ્થાઓ કે વ્યક્તિઓના ગ્રંથસંગ્રહોનો એમાં સમાવેશ થાય છે એ વાતની નોંધ લેતાં આનંદ થાય છે. અમને તો લાગે છે કે આપણાં પ્રાચીન હસ્તલિખિત જે પુસ્તકો ગુજરાતમાં તેમ જ અન્યત્ર જ્ઞાનભંડારોમાં કે બીજી રીતે વેરવિખેર હાલતમાં પડ્યાં છે, તેમને સુરક્ષિત WWW.jainelibrary.org Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ જિનમાર્ગનું જતન બનાવવાનો તેમ જ વિદ્વાનોને માટે સુલભ કરી આપવાનો આ એક સોનેરી અવસર ઊભો થયો છે. અને તેથી અમે ઇચ્છીએ છીએ કે આપણા જે મુનિવરો, સંઘો કે ગૃહસ્થો પાસે આવા હસ્તલિખિત (તેમ જ મુદ્રિત પણ) ગ્રંથો હોય, તેઓ પોતાના એ ગ્રંથસંગ્રહો આ ભારે વિશ્વાસપાત્ર અને આશાસ્પદ સંસ્થાને ભેટ આપે; અને એમ કરીને એ ગ્રંથોની પૂરતી સાચવણી પાકી કરીને જ્ઞાનસેવાના આ મહાન કાર્યમાં પોતાનો ફાળો આપે. આ કાર્યમાં જેમ જૈનો પોતાનો હિસ્સો આપી શકે, તેમ જૈનેતરો પણ અવશ્ય આપી શકે છે. સાથે-સાથે અમે એમ પણ ઈચ્છીએ છીએ કે અમદાવાદમાં આવનાર પ્રત્યેક સાધુ-સાધ્વી તેમ જ વિદ્યાપ્રેમી ભાઈ-બહેનો સરસ્વતી-માતાના આ વિશિષ્ટ મંદિરનાં દર્શન-સેવન કરવાનું ન ચૂકે. ગુજરાતની શોભારૂપ આ સંસ્થાના ઉત્કર્ષમાં સહુ કોઈ પોતાનો સક્રિય સાથ અને સહકાર આપે એવી અભ્યર્થના. | (તા. ૩૧-૧-૧૯૫૯) (૮) આ. વિજયવલ્લભસૂરિજીનું મૂલ્યલક્ષી, બહુલક્ષી સ્મારક ભક્તિ, કર્તવ્યબુદ્ધિ અને સમાજસેવાની વ્યાપક ભાવના જાગી ઊઠે, તો અતિ મુકેલ કે અશક્ય જેવું લાગતું કામ પણ કેવું સહેલું અને સરળ બની જાય છે, આવું વિરાટ કાર્ય કરવાની શક્તિ-અશક્તિનો ખ્યાલ કેવો વીસરાઈ જાય છે અને જનસમૂહનું અંતર ઉત્સાહ, કાર્યનિષ્ઠા અને આશપ્રેરક શ્રદ્ધાથી કેવું ઊભરાઈ જાય છે એ વાતની પ્રતીતિ કરાવતા પ્રસંગો કયારેક-ક્યારેક બનતા રહે છે. કર્તવ્યનિષ્ઠાના આવા પ્રસંગોમાંથી પ્રેરણાનું વિશિષ્ટ બળ મેળવીને, સામાન્ય જનસમૂહ પણ મોટું અને ગજા ઉપરાંતનું લાગે એવું સાહસ ખેડવાની હામ પણ દાખવે છે. તાજેતરમાં, ગત નવેમ્બર માસના છેલ્લા અઠવાડિયાની ૨૮મીથી ૩૦મી તારીખના ત્રણ દિવસ દરમ્યાન, દિલ્હીમાં શાસનપ્રભાવક સાધ્વીજી મહત્તરા શ્રી મૃગાવતીશ્રીજીની પ્રેરણાથી, તેઓના જ સાંનિધ્યમાં આવો જ એક વિશાળ, વિરલ અને દાખલારૂપ શિલાન્યાસ-સમારોહ મોટા પાયે ઊજવાયો. એ નિમિત્તે શ્રી જૈન શ્વે. મૂ.પૂ. કૉન્ફરન્સનું ચોવીસમું અધિવેશન પણ ગોઠવીને જૈનશાસનની હિતવૃદ્ધિનું એક ગંભીર કાર્ય પણ વિરલ કર્તવ્યનિષ્ઠાથી સાથે ગૂંથી લેવાયું હતું. Page #378 -------------------------------------------------------------------------- ________________ ૩૫૫ વિવિધ સંસ્થાઓ અને તેમની સુવ્યવસ્થા : ૮ આટલી જંગી વ્યવસ્થા ઊભી કરવામાં આવી એમાં પંજાબના શ્રીસંઘની દેવગુરુ-ધર્મ પ્રત્યેની ઉત્કટ શ્રદ્ધા-ભક્તિનાં તથા અતિમુશ્કેલ કાર્યને પણ સાંગોપાંગ પાર પાડવાની વિશિષ્ટ કાર્યશક્તિનાં જે સુભગ દર્શન થયાં તે ચિરસ્મરણીય અને બીજાઓને માટે પ્રેરક છે. આ પ્રસંગનું બહુ જ ટૂંકમાં મૂલ્યાંકન કરવું હોય તો એમ કહેવું જોઈએ કે બાહ્ય વ્યવસ્થા તથા આંતરિક કાર્યવાહી – એ બંને દૃષ્ટિએ આ વિશાળ સમારોહ એક ધર્મપ્રભાવક સમારોહ તરીકે યાદગાર બની ગયો. આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજના એક આદર્શ શ્રમણ તરીકેના જીવન તેમ જ સંઘ અને સમાજના ઉપકારક સંતપુરુષ કે સંઘનાયકસમા કાર્યને અનુરૂપ એક સુંદર અને ભવ્ય સ્મારક ભારતના પાટનગર દિલ્હીમાં રચવાનો વિચાર તો છેક પચીસ વર્ષ પહેલાં, તેઓના કાળધર્મ નિમિત્તે મુંબઈમાં મળેલ શ્રદ્ધાંજલિ-સભામાં જ, કરવામાં આવ્યો હતો. આ વિચારને અમલી બનાવવાની જવાબદારી પણ પંજાબની શ્રી આત્માનંદ જૈન મહાસભાએ સહર્ષ સ્વીકારી હતી; અને એ રીતે પોતાના પરમ ઉપકારી ગુરુવર્ય પ્રત્યેનું યત્કિંચિત્ ઋણ ચૂકવવાની સોનેરી તક પોતાને મળવાથી ધન્યતા અનુભવી હતી. આચાર્યશ્રીના સ્વર્ગવાસ વખતે સાધ્વીજી શ્રી શીલવતીશ્રીજી મહારાજ તથા એમનાં પુત્રી-શિષ્યા સાધ્વીજીશ્રી મૃગાવતીશ્રીજી વગેરે પંજાબમાં જ હતાં. એટલે એમણે પણ ઊંડી ગુરુભક્તિથી પ્રેરાઈને આ વિચારનો અમલ થાય એ માટે ખૂબ પ્રયત્ન કર્યો. ઉપરાંત પંજાબ-સંઘના વગદાર અને ભાવનાશીલ અગ્રણીઓએ પણ આ માટે પ્રયાસ કરવામાં કશી ઊણપ ન રાખી. એમ કરતાં-કરતાં, અઢાર વર્ષ જેટલો લાંબો ગાળો વીતી ગયો. આથી એમ પણ લાગ્યું કે જાણે, ધીમેધીમે એ વાત વિસારે પડી ગઈ છે ! પણ આચાર્યપ્રવરના સ્મારકનું આ વિચારબીજ ખમીરવંતું હતું. એમાંથી સફળતાનો છોડ ઊગી નીકળે એ માટે એની ખાતર-પાણીથી યોગ્ય માવજત કરનારની જ જરૂર હતી. અને ભલે બીજા ગુરુભક્તો આ વાતને વીસરી ગયા હોય, પણ એક મહાપુરુષના અંતરમાં આ વિચાર સમયના વીતવા સાથે શિથિલ થવાને બદલે, વધુ ને વધુ દઢ બનતો જતો હતો, અને આચાર્ય-મહારાજનું સ્મારક દિલ્હીમાં વહેલામાં વહેલું બને એ માટેની એમની ઝંખના તીવ્ર બનતી જતી હતી. આ મહાપુરુષ તે આચાર્ય-મહારાજના પટ્ટધર પ્રશાંત-સ્વભાવી, જૈનશાસનરત્ન આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજ. તેઓ પોતાના ગુરુદેવ પ્રત્યે એવી અનન્ય ભક્તિ ધરાવતા હતા, કે જાણે કાયાની છાયા જ સમજો ! પોતાના ગુરુવર્યના કાળધર્મ પછી, એક વફાદાર અને સમર્થ સૈનિક તરીકે, સમાજઉત્કર્ષના તેઓના જીવનકાર્યને Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ જિનમાર્ગનું જતન વેગ આપવામાં તેઓ પોતાનાં ઊંઘ, આરામ અને આહારને તથા પોતાની નાદુરસ્ત તબિયતને સુધ્ધાં વીસરી જતા હતા. આવા ગુરુભક્ત પટ્ટધર સ્મારકની વાતને વીસરી જાય એ ન બનવા જેવી બાબત હતી. તેઓનું અંતર આ વાતની સતત ચિંતા કર્યા કરતું હતું, ફક્ત તેઓ યોગ્ય સમયની રાહ જોતા હતા. અને તેઓએ પોતાની દીર્ઘદૃષ્ટિથી આ માટેનો સમય પાકી ગયાનું સાતેક વર્ષ પહેલાં જોઈ લીધું, અને આ કાર્યને પૂરું કરવાની જવાબદારી કોને સોંપવી એનો નિર્ણય પણ મનોમન કરી લીધો. એટલે સને ૧૯૭૩ (વિ.સ. ૨૦૨૯)માં એમણે, વડોદરાસ્થિત સાધ્વીશ્રી મૃગાવતીશ્રીજીને વલ્લભ-સ્મારક રચવાની યોજનાને ઝડપથી સાકાર કરવા માટે દિલ્હી પહોંચવાનો આદેશ આપ્યો. સાધ્વીજી મહારાજે પણ, જરા ય વિમાસણ અનુભવ્યા વગર, ધન્યતા અને પૂરા ઉલ્લાસની લાગણીપૂર્વક, આ આદેશને શિરસાવંદ્ય કર્યો. એ વખતે એમણે તો એવો જ ભાવ અનુભવ્યો હશે કે પોતાના ગુરુદેવનો આવો વાત્સલ્ય અને વિશ્વાસથી ઊભરાતો આદેશ પોતાને સહજ ભાવે મળવો એ ખરેખર, સંયમ-જીવનનો એક અમૂલ્ય લ્હાવો છે! - ત્રણ-સાડાત્રણ મહિના જેટલા ટૂંકા સમયમાં એક હજાર કિલોમીટર જેટલો લાંબો પંથ કાપીને, તેઓ ચોમાસા પહેલાં સમયસર દિલ્હી પહોંચી ગયાં. પોતાના ગુરુદેવની વિશિષ્ટ આજ્ઞા અને શ્રી વલ્લભસ્મારકની રચનાનું એક નમ્ર નિમિત્ત બનવાની પોતાને મળેલી વિરલ તક તેઓમાં અસાધારણ શક્તિ અને ભક્તિ પ્રગટાવતી હતી. એટલે દિલ્હી પહોંચીને વર્ષોથી વીસરાઈ ગયેલા વલ્લભ-સ્મારકના એ જંગી કાર્યને શરૂ કરાવવાની પ્રવૃત્તિમાં તેઓ પૂર્ણયોગથી પરોવાઈ ગયાં. આ સ્મારક રચવાના કાર્યને વેગ આપવાની જવાબદારી સાધ્વીજી શ્રી મૃગાવતીશ્રીજી ઉપર નાખવાનો આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરિ મહારાજનો નિર્ણય કેવો દૂરંદેશીભર્યો, સાચો અને પરિણામલક્ષી હતો એની સાક્ષી પછીની ઝડપી ઘટનાઓ પૂરે છે. આચાર્યશ્રીએ તા. ૩૦-૬-૧૯૭૪ના રોજ દિલ્હીમાં પ્રવેશ કર્યો તે પહેલાં જ, તારીખ ૧૫-૬-૧૯૭૪ના રોજ દિલ્હીના પરા રૂપનગરથી બાર કિલોમીટર દૂર સત્તાવીશ હજાર ચોરસ મીટર જેટલી વિશાળ જમીન ખરીદી લેવામાં આવી. (પાછળથી આ જમીનની લગોલગ બીજી ચૌદ હજાર ચોરસ મીટર જમીન પણ ખરીદી લેવામાં આવી. આ રીતે આ સ્મારક કુલ એકતાલીસ હજાર ચોરસ મીટર જમીન ઉપર રચવામાં આવશે.) તા. ૨૭-૧૨-૧૯૭૪ના રોજ આચાર્યશ્રીએ એ ધરતી ઉપર જાતે પધારીને પોતાની ખુશાલી વ્યક્ત કરી અને પોતાના અંતરના આશીર્વાદ આપ્યા. આ સ્મારક-ભવન ભારતીય તેમ જ જૈન સંસ્કૃતિની શિલ્પકલાનો એક સુંદર નમૂનો બને એ રીતે એના નકશા (પ્લાન) તૈયાર કરવાની કામગીરી શેઠ આણંદજી Page #380 -------------------------------------------------------------------------- ________________ ૩પ૭ વિવિધ સંસ્થાઓ અને તેમની સુવ્યવસ્થા : ૮ કલ્યાણજીની પેઢીના મુખ્ય સ્થપતિ અને સુપ્રસિદ્ધ શિલ્પી શ્રી અમૃતલાલ ત્રિવેદી તથા શ્રી ચંદુલાલ ત્રિવેદીને સોંપવામાં આવી. ચારેક વર્ષ નકશા મંજૂર કરાવવામાં તથા સરકારી તંત્રની અનુમતિ મેળવવાના કાર્યમાં વીતી ગયા. તા. ૨૭-૭-૧૯૭૯ના શુભ દિને ખાતમુહૂર્તનો વિધિ સાધ્વીજી શ્રી મૃગાવતીશ્રીજી આદિની નિશ્રામાં ખૂબ ઉલ્લાસપૂર્વક કરવામાં આવ્યો. આ સ્મારક એક ગુરુમંદિરરૂપે મર્યાદિત ન રહેતાં, આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજીના ઉદાર અને લોકોપકારક જીવનને અનુરૂપ, જૈનદર્શન, ધર્મ અને સંસ્કૃતિના અધ્યયનનું, દર્શન-જ્ઞાન-ચારિત્રની સાધનાનું અને જનસેવાનું કેન્દ્ર બને એવી વિશાળ દષ્ટિ એની પાછળ રાખવામાં આવી છે. આ સ્મારકના શિલારોપણ પ્રસંગે, આ મારક-શિક્ષણ-નિધિના ઉત્સાહી, કાર્યકુશળ અને કર્તવ્યનિષ્ઠ મંત્રી શ્રીયુત રાજકુમારજી જૈન તરફથી આ સમસ્ત યોજનાનો ખ્યાલ આપતું એક માહિતીપૂર્ણ નિવેદન પ્રગટ કરવામાં આવ્યું છે તે ઉપરથી જાણી શકાય છે કે – આ સ્મારકભવનમાં કરવા ધારેલી પ્રવૃત્તિઓ આ છે: (૧) ભારતીય તથા જૈનદર્શનનું અધ્યયન-સંશોધન, (૨) સંસ્કૃત તથા પ્રાકૃત વિદ્યાપીઠ, (૩) પ્રાચીન ગ્રંથોનો ભંડાર તથા પુસ્તકાલય, (૪) પ્રાચીન ભારતીય દર્શનોનું તુલનાત્મક વિવેચન, (૫) જૈન તથા સમકાલીન સ્થાપત્યકળાનું સંગ્રહસ્થાન, (૬) યોગ અને ધ્યાનનું સંશોધન, (૭) નિસર્ગોપચારનું સંશોધન, (૮) પુસ્તકો તથા પત્રિકાઓનું પ્રકાશન, (૯) પ્રાચીન સાહિત્યનું ફરી પ્રકાશન, (૧૦) બહેનોની કળા-કારીગરીનું કેન્દ્ર અને (૧૧) ચાલતું-ફરતું દવાખાનું. આ બધી બાબતોને, અત્યારે તો, કરવા ધારેલાં કામોની સામાન્ય રૂપરેખા રૂપ જ સમજવી. ઇમારત તૈયાર થઈ ગયા પછી આ યાદીમાં કેટલોક જરૂરી અને વ્યવહારુ ફેરફાર કરવામાં આવશે એમ જરૂર કહી શકાય. આવા આલીશાન અને કળામય ભવનનું નિર્માણ કરવામાં, એમાં અનેક પ્રવૃત્તિઓ માટેની ગોઠવણ કરવામાં તથા એ પ્રવૃત્તિઓને ચાલુ રાખવામાં લાખો રૂપિયાની (સામાન્ય અંદાજ મુજબ એક કરોડ રૂપિયા જેટલી મોટી રકમની જરૂર પડે એ સ્વાભાવિક છે. આટલી મોટી રકમ, કંઈક ઓછી મહેનતે અને દાતાઓને એકી સાથે વધારે ભાર વેઠવો ન પડે એ રીતે કેમ ભેગી થઈ શકે એ સંબંધમાં, ભૂમિખનનના વિધિ પ્રસંગે, સાધ્વીશ્રી મૃગાવતીશ્રીજીએ જે માર્ગ સૂચવ્યો હતો, તે એમની વ્યવહારદક્ષતા, શાણી સમજણ અને દૂરગામી દૃષ્ટિનું સૂચન કરે એવો છે. મંત્રીશ્રીના નિવેદનમાં આ બાબતોનો જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તે આ પ્રમાણે છે – ભૂમિપૂજનના શુભ અવસર ઉપર સાધ્વીજી શ્રી મૃગાવતીશ્રીજી મહારાજે પોતાના અમૃતપ્રવચનમાં ગુરુભક્તોને પોતાનાં તન-મન-ધન અર્પણ કરવાની પ્રેરણા Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ જિનમાર્ગનું જતના આપી હતી અને હાકલ કરી હતી કે આ બહુલક્ષી યોજના માટે ગુરુભક્તો પોતાની ઇચ્છાથી ઉદારતાપૂર્વક દાન આપે. બધા વર્ગોનો સહકાર મળી રહે એટલા માટે સાધ્વીજી મહારાજે ૮૪ મહિનાની યોજના જાહેર કરી હતી, અને એ પ્રમાણે, દરેક ગુરુભક્ત પોતાની શક્તિ પ્રમાણે, દર મહિને રૂ. ૨૧, ૫૧, ૧૦૧, ૨૫૧, ૫૦૧, અને ૧૦૦૧ લાગલગાટ ૮૪ મહિના સુધી આપીને પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી શકે છે. અનેક દાનપ્રેમી મહાનુભાવોએ આ યોજનાઓ સફળ બનાવવા માટે ઉદારદિલથી ૭ વર્ષ સુધી પોતાની ઇચ્છાથી રકમ આપવાનું વચન આપીને આર્થિક સહકાર આપ્યો છે. મોટામાં મોટી રકમ પણ ધીમેધીમે આપવાનું સહેલું પડે છે. ૮૪ મહિનાના હપ્તાની યોજનાએ દાતા મહાનુભાવોના ભારને હલકો બનાવી દીધો છે.” આ રીતે આ સ્મારક-ભવનનું બાંધકામ શરૂ કરવા માટે નક્કર પૂર્વભૂમિકા તૈયાર થઈ જવાથી, ભૂમિખનનના વિધિ પછી ચાર જ મહિનામાં, તા. ૨૯-૧૧-૧૯૭૯ના રોજ, શિલારોપણના વિધિનો મહોત્સવ યોજવામાં આવ્યો. આવી મોટી ઈમારત ઊભી કરવાનું કામ જેટલું ખર્ચાળ અને કઠિન છે, એનાં કરતાં પણ સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓનું વ્યવસ્થિત સંચાલન કરવાનું અને એ માટે કુશળ અને નિષ્ઠાવાન કાર્યકરો મેળવવાનું કામ વધારે કપરું છે એ વાત આ સંસ્થાના સંચાલકોના ધ્યાન બહાર નથી એ બહુ આવકારપાત્ર વાત છે. આ માટે ટ્રસ્ટના મંત્રીશ્રીના નિવેદનમાં કહેવામાં આવ્યું છે – “આ મહાન સ્મારકની રચના એ પોતે જ એક બહુ મોટું કાર્ય છે; પણ એના કરતાં વધારે કઠિન કામ છે કોઈ પણ સંસ્થાનું સફળ અને કાયમી સંચાલન કરવું એ. આપણે ત્યાં પૈસાની અછત ભલે ન હોય, પરંતુ સાચા અને કર્તવ્યપરાયણ કાર્યકર્તાઓની અછત, ગમે ત્યારે કામમાં અવરોધરૂપ બની શકે છે.” આ આખા પુરુષાર્થના કેન્દ્રમાં સાધ્વીજી શ્રી મગાવતીશ્રીજીની પ્રેરણા રહેલી હોવાથી, જો આપણા સાધ્વીસંઘને જે-તે સમુદાયના વડીલો તરફથી અધ્યયન, વિકાસ, પ્રવચન, શાસનપ્રભાવનાનાં કાર્યો અને ધર્મનો પ્રસાર કરવાની મોકળાશ આપવામાં આવે તો તેઓ કેવાં મહાન ધર્મકાર્યો કરી શકે અને શ્રીસંઘની કેટલી સદ્દભાવના, ભક્તિ અને પ્રીતિ સંપાદિત કરી શકે, તે આવા પ્રસંગો ઉપરથી પણ જાણી શકાય છે. દેવ-ગુરુ-ધર્મની ભક્તિમાં પંજાબનો શ્રીસંઘ કેવું આગળ પડતું સ્થાન ધરાવે છે અને એ ભક્તિથી પ્રેરાઈને તેઓ તન-મન-ધનથી, ઉત્સાહ અને ઉમંગપૂર્વક, કેવાં મોટાં અને મુશ્કેલ કામો કરે છે અને એમની સાધર્મિકસેવાની ભાવના, વિનય-વિવેકશીલતા અને વિનમ્રતા કેવી અનુકરણીય છે કે આવા નિર્માણકાર્ય પ્રસંગે જોવા મળે છે. (તા. ૧૫-૧૨-૧૯૭૯) Page #382 -------------------------------------------------------------------------- ________________ ૩પ૯ વિવિધ સંસ્થાઓ અને તેમની સુવ્યવસ્થા : ૯ (૯) જ્ઞાન-કર્મ-ભક્તિરસ્યું ધર્મધામ “વીરાયતન' ભ. મહાવીરના પચીસસોમાં નિર્વાણ મહોત્સવના ઐતિહાસિક અવસરની ઉજવણી નિમિત્તે, એના સુંદર સંભારણા તરીકે જે સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી હતી, એમાં ભગવાન મહાવીરની વિહારભૂમિ તથા ચાતુર્માસભૂમિનું ગૌરવ ધરાવતી બિહારની ઈતિહાસપ્રસિદ્ધ રાજગૃહ નગરીના બહારના ભાગમાં સ્થપાયેલ “વીરાયતન’ મોખરાનું સ્થાન શોભાવે એવી સંસ્થા છે. રાષ્ટ્રસંત તરીકેનું બિરુદ મેળવનાર, મૌલિક ચિંતક-લેખક-કવિ, સમભાવના નિષ્ઠાવાન ઉપાસક, નવીન વિચારસરણીના સ્વીકર્તા અને પુરસ્કર્તા, લોકકલ્યાણના ચાહક સ્થાનકવાસી સંઘના પ્રભાવશાળી સંત ઉપાધ્યાય શ્રી અમરમુનિજી મહારાજની પ્રબળ પ્રેરણા અને મુખ્યત્વે સ્થાનકમાર્ગી સંઘની મોટી અને ઉદાર સહાયથી રાજગૃહીના પવિત્ર વૈભારગિરિની તળેટીમાં, ખૂબ વિશાળ જગામાં, આ વીરાયતન સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે, અને મહાસતી શ્રી રંભાબાઈ-સ્વામી, શ્રી સુમતિજી તથા દર્શનાચાર્ય શ્રી ચંદનાજી વગેરે સાધ્વીજી મહારાજ આ સંસ્થાના સર્વદેશીય વિકાસના કાર્યમાં નિષ્ઠાપૂર્વક પરોવાઈ ગયાં છે. કેવળ ધાર્મિક કે આધ્યાત્મિક હેતથી જ કામ કરવાને બદલે. આ સંસ્થાએ લોકોનાં સુખ-દુઃખના સાથી બનીને એમના સંકટના નિવારણ માટેની તેમ જ એમને સંસ્કારી બનાવવાની અનેકવિધ રચનાત્મક પ્રવૃત્તિઓને પણ પોતાના કાર્યક્ષેત્રમાં મહત્ત્વનું કે આગળ પડતું સ્થાન આપ્યું છે, અને એમ કરીને જૈનધર્મની અહિંસા અને કરુણાની ભાવનાને સક્રિય રૂપ આપીને ગરીબમાં ગરીબ વ્યક્તિ સુધી એનો લાભ પહોંચતો કરવાનો ખૂબ સ્તુત્ય પ્રયાસ હાથ ધર્યો છે એ આ સંસ્થાની વિરલ વિશેષતા છે. એમ કહેવું જોઈએ કે આ સંસ્થાએ ધર્મસાધના અને લોકસેવાની આરાધના વચ્ચે સુમેળ સાધવાની ઉત્તમ કામગીરી શરૂ કરી છે. અત્યાર સુધીમાં આ સંસ્થાએ કઈકઈ પ્રવૃત્તિ શરૂ કરી છે એની કેટલીક માહિતી સ્થાનકવાસી કૉન્ફરન્સના મુંબઈથી પ્રગટ થતા ગુજરાતી મુખપત્ર “જેનપ્રકાશ' સાપ્તાહિકના તા. ૧૫-૧૧-૧૯૭૬ના અંકમાં પ્રગટ થઈ છે. અત્યારે ઉત્સવ-મહોત્સવો અને બાહ્ય ખર્ચાળ અને આડંબરી ક્રિયાકાંડોને લીધે અંતર્મુખ આત્મસાધના, સહધર્મીને મૂંગી સહાય કરવાની વૃત્તિ અને જનસેવાની ભાવના ગૌણ બની ગઈ છે, એવી પરિસ્થિતિમાં વીરાયતનની વ્યાપક કામગીરી જાણવા જેવી અને પ્રેરણારૂપ બની રહે એવી લાગવાથી અહીં એ સાભાર રજૂ કરીએ છીએ : Page #383 -------------------------------------------------------------------------- ________________ જિનમાર્ગનું જતન ૧. ચિકિત્સાલય ઃ યપુરનિવાસી દાનવીર શ્રી હરિશ્ચંદ્રજી બડે૨નાં ધર્મપત્ની શ્રી સરદારબાઈ બડેરના શુભ હસ્તે તા. ૧૬-૮-૧૯૭૫ના રોજ એક ભવ્ય, સાધનસંપન્ન ચિકિત્સાલયનું ઉદ્ઘાટન થયું હતું. હમેશાં ૧૦૦-૧૨૫ ૨ોગીઓ આ ચિકિત્સાલયનો તદ્દન મફત લાભ લઈ રહેલ છે. સર્વ-સાધારણ જનતા માટે આ ચિકિત્સાલય આશીર્વાદરૂપ બની ગયું છે. ૨. ચલચિકિત્સાલય (ફરતું દવાખાનું) જયપુરનિવાસી દાનવીર શ્રી મિલચંદજી સુરાણાના સહયોગથી ચલ-ચિકિત્સાલય રાજગૃહની આસપાસનાં અનેક ગામડાંમાં જઈને ગામડાંનાં રોગીઓની તદ્દન મફત સેવા કરી રહેલ છે. એક દાક્તર અને બે કમ્પાઉન્ડર ગામડાઓમાં ફરીને સેવાનું આ પવિત્ર કાર્ય દિલચસ્પીથી કરી રહેલ છે. દરરોજ ૧૪૦-૧૫૦ રોગીઓનો ઇલાજ નિઃશુલ્ક કરવામાં આવે છે. આ પ્રયોગ આમજનતાના માનસમાં જૈન શાસનનું ગૌરવ વધારી રહેલ છે. “૩. શિક્ષા-નિકેતન : વીરાયતનના પ્રાંગણમાં સ્થાપિત શિક્ષા-નિકેતનમાં આજે ૧૫૦ બાળકો-બાલિકાઓ પ્રાથમિક કક્ષાનું શિક્ષણ લઈ રહેલ છે. વ્યાવહારિક શિક્ષણની સાથેસાથે નૈતિક તેમ જ ધાર્મિક શિક્ષણ પણ આપવામાં આવે છે. પાસેનાં ગામોમાં પણ શાળાનું નિર્માણ કરવામાં આવેલ છે. પ્રાચીન ધર્મ, દર્શન આદિના ગંભી૨ અધ્યયનની પણ અત્રે વ્યવસ્થા છે. ૩૬૦ : “જ. પુસ્તકાલય ઃ વીરાયતનમાં એક વિશાળ પુસ્તકાલયની જરૂરિયાત હતી. સન્મતિ-પુસ્તકાલય (આગ્રા) અત્રે ફેરવવાથી આ પુસ્તકાલયની પૂર્તિ થવા પામી છે. તેમાં પ્રાકૃત, સંસ્કૃત, હિન્દી, ગુજરાતી, અંગ્રેજી આદિ લગભગ ૧૫૦૦૦ છાપેલા તથા હસ્તિલિખિત ગ્રંથો તથા મહત્ત્વપૂર્ણ પુસ્તકો છે. શોધકાર્ય કરનાર માટે આ પુસ્તકાલય વિશેષ ઉપયોગી થાય તેવું છે. નાલંદા પાલિ બૌદ્ધ મહાવિદ્યાલયના વિદ્વાનો પણ વીરાયતન ગ્રંથાગારનો લાભ ઉઠાવી રહેલ છે. એક વિશેષ આનંદની વાત એ છે કે વીરાયતનના કાર્યથી પ્રભાવિત થઈને સુપ્રસિદ્ધ જૈન વિદ્વાન પંડિત શ્રી બેચરદાસજી દોશી(અમદાવાદ)એ પોતાનો મહત્ત્વપૂર્ણ પ્રાચીન ગ્રંથોનો સંગ્રહ ‘વીરાયતન 'ને અર્પણ કરી દીધો છે. : પ. નેત્ર-દાન શિબિર ઃ બિહારની નેત્રરોગથી પીડિત ગામડાની જનતા પૈસાના અભાવે નેત્રરોગનો ઇલાજ કરાવી શકતી નથી; તેથી વીરાયતન’ના પ્રાંગણમાં ઉદારહૃદયી મહાનુભાવોના સહયોગથી નેત્ર-દાન-શિબિરનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. સુપ્રસિદ્ધ નેત્રવિશેષજ્ઞ દાક્તરોના સહકારથી રોગોનો ઇલાજ તથા ઑપરેશનયોગ્ય આંખોનું ઑપરેશન કરવામાં આવે છે. રોગીઓને ઊતરવાનો તેમ જ ભોજન, દૂધ, દવા, ચશ્મા આદિનો સમગ્ર પ્રબંધ ‘વીરાયતન’ દ્વારા મફત કરવામાં આવે છે. Page #384 -------------------------------------------------------------------------- ________________ વિવિધ સંસ્થાઓ અને તેમની સુવ્યવસ્થા : ૯ ૩૬૧ “૬ . મુદ્રણાલય ઃ ઇન્ડો-યુરોપિયન મશીનરી કહ્યું. (દિલ્હી)ના સંચાલકોએ ટ્રેડલ મશીન, કટિંગ મશીન, સ્ટીચિંગ મશીન વીરાયતનને ભેટ આપેલ છે. આ રીતે મુદ્રણાલયની સ્થાપના થતાં ધાર્મિક, આધ્યાત્મિક, નૈતિક આદિ ગ્રંથોનું તથા અન્ય પ્રચારસાહિત્ય, પત્ર-પત્રિકાઓનું પ્રકાશન વખતોવખત અત્રેથી થતું રહેશે. ‘૭. વાચનાલય ઃ આ વાચનાલયમાં દૈનિક, સાપ્તાહિક, માસિક પત્ર-પત્રિકાઓ મોટી સંખ્યામાં આવે છે. હજુ આ વાચનાલયનો વધુ વિકાસ થઈ રહ્યો છે. ૮. ભોજનાલય : વૈભારગિરિની તળેટીમાં ‘વીરાયતન' સંસ્થા આવેલી હોઈ સ્વાસ્થ્યવર્ધક પ્રાકૃતિક વાતાવરણ હોવાને કારણે, આ સ્થાનનું મહત્ત્વ ઘણું વધી ગયું છે. પ્રાચીન ઔતિહાસિક ગરમ પાણીના કુંડ પણ ‘વીરાયતન'ની નજીક જ આવેલા છે. તેથી યાત્રીઓનું આવાગમન સતત ચાલુ રહે છે. તેમને સ્વાસ્થ્યલાભની દૃષ્ટિએ શુદ્ધ સાત્ત્વિક ભોજન યોગ્ય સમયે પ્રાપ્ત થઈ શકે તે માટે આ ભોજનાલય પોતાની સેવા આપી રહેલ છે. “૯. પ્રાર્થના, પ્રવચન, નૈતિક જાગરણ : ‘વીરાયતન'ના પ્રાંગણમાં રાષ્ટ્રસંત, ઉપાધ્યાય કવિવર્ય શ્રી અમરચંદજી મ. સા., તપોમૂર્તિ શ્રી રંભાજી મ. સા., સાધ્વીરત્ન શ્રી સુમતિકુંવરજી મ. સા. તથા દર્શનાચાર્ય શ્રી ચંદનાજી મ. સા. આદિ બિરાજી રહેલાં છે, તેથી આ સ્થાનની મહત્તા ઘણી વધી જવા પામી છે. હંમેશાં નિયમિત રૂપે પ્રાર્થના તથા પૂ. ગુરુદેવ અને મહાસતીજીઓનાં પ્રવચનનો કાર્યક્રમ ચાલુ છે. આસપાસમાંથી ગ્રામીણ જનતા, યાત્રીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો, સામાજિક કાર્યકર્તાઓ, સકારી ઉચ્ચ પદાધિકારીઓ અને રાજનેતાઓ આદિ યથોચિત લાભ ઉઠાવે છે. પ્રવચનોથી પ્રભાવિત થઈને હજારો પરિવાર દારૂ, માંસ આદિ દુર્વ્યસનોથી મુક્ત બન્યા છે. પહાડી પ્રદેશ હોવાથી રાજકીય સૈનિકશિબિર પણ અત્રે પ્રતિવર્ષ યોજાય છે. હજારો સૈનિકો પણ પોતાની શિબિરોમાં પૂ. મ. શ્રીનાં તથા મહાસતીજીનાં પ્રવચનો સાંભળીને ભગવાન મહાવીરના ધર્મ-સંદેશથી પરિચિત બન્યા છે. ૧૦. ધ્યાનશિબિર : ધ્યાનશિબિરનું પણ આયોજન થાય છે. સને ૧૯૭૪ના ધ્યાનશિબિરના આયોજનમાં લગભગ ૮૦-૯૦ વિદેશીઓ પણ શામેલ થયા હતા. તેમાં ધ્યાનયોગી શ્રી ગોયન્કાનો પણ મહત્ત્વપૂર્ણ સહકાર મળે છે. સમૂહરૂપે આવતા યાત્રીઓને પણ પ્રસંગે ધ્યાન-યોગનું શિક્ષણ આપવામાં આવે છે. ૧૧. પૂરપીડિતોની સેવા ઃ બિહાર-પ્રદેશમાં વખતોવખત પૂર આવે છે. આ વર્ષે આવેલ પૂર એટલું ભયંકર હતું કે જળ-પ્રલયનું હૃદયદ્રાવક દશ્ય ખડું થઈ ગયું હતું. ચારે બાજુ પાણી જ જોવામાં આવતું હતું, સેંકડો ગામો પાણીથી ઘેરાઈ ગયાં હતાં. પરિણામે, સૌથી પ્રથમ વીરાયતનના કાર્યકર્તાઓ જ પૂરપીડિતોની સેવામાં ચણા, Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ જિનમાર્ગનું જતન સેવ, ચેવડો આદિ ખાદ્યપદાર્થ તથા દવાઓ લઈને હોડીમાં પહોંચી ગયા હતા અને સૌને આપ્યાં હતાં.” વીરાયતનમાં ચાલતી પ્રવૃત્તિઓની આ વિગતો એટલી સ્પષ્ટ છે કે એ અંગે વધારે વિવેચન કરવાની જરૂર નથી. આ ઉપરથી ખાસ સમજવા જેવી વાત તો એ છે કે એક ધર્મગુરુ ધારે તો લોકકલ્યાણ દ્વારા ધર્મશાસનની પ્રભાવનાને કેટલું બધું પ્રોત્સાહન આપી શકે છે અને દાનના પ્રવાહને નવી અને વધુ ઉપયોગી દિશામાં કેવી રીતે વાળી શકે છે. આ બધું ઉપાધ્યાય કવિજી શ્રી અમરમુનિજીની કરુણાભાવના, ઉદારષ્ટિ અને સેવાવૃત્તિનું જ પરિણામ છે એ કહેવાની જરૂર નથી. (તા. ૧૯-૨-૧૯૭૭) (૧૦) જૈનધર્મજિજ્ઞાસુઓનો અપૂર્વ આશ્રય: “શ્રી વર્ધમાન મહાવીર કેન્દ્ર, જુદાજુદા વિષયોની વિદ્યાઓનું તલસ્પર્શી, વ્યાપક અને મર્મગ્રાહી અધ્યાપન એ ધર્મ, દેશ કે સમાજને એટલે કે સમસ્ત, પ્રજાવર્ગને સંસ્કારી, સ્વમાની અને ખમીરદાર બનાવવાનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે. આ વાત છેક પ્રાચીનકાળથી આપણા દેશના (તેમ જ અન્ય સંસ્કારસંપન્ન દેશોના) ધર્મસ્થાપકો, ઋષિમુનિઓ તેમ જ પ્રાજ્ઞ પુરુષો કહેતા આવ્યા છે અને વર્તમાનમાં પણ કોઈકોઈ ધર્મપુરુષો મારફત આ વાત આપણને જાણવાસાંભળવા મળે છે. આમ છતાં, એ દિશામાં આપણી જોઈએ એટલી સક્રિયતા જોવા મળતી નથી. પરિણામે, એક બાજુ ઉપરછલ્લી જ્ઞાનસાધના અને જીવનચર્યા એ બે વચ્ચે કોઈ અનિવાર્ય સંબંધ ન હોય એવી હાલત જોવા મળે છે, તો બીજી બાજુ વિદ્યાસાધકો તેમ જ વિદ્યાર્થીઓ પ્રત્યે ઉપેક્ષાભાવ સેવવામાં આવતો હોય એવું કંઈક શોચનીય ચિત્ર જોવા મળે છે. જ્ઞાનોપાસના, જ્ઞાન અને જ્ઞાનીઓ પ્રત્યેની આવી ઉપેક્ષાવૃત્તિના માઠા સમયમાં, કોઈ વ્યક્તિ અથવા સંસ્થામાં જ્ઞાનની ઉપાસના કરનાર વ્યક્તિઓને ઉપકારબુદ્ધિથી નહીં પણ કર્તવ્યબુદ્ધિથી સહાય કરવાની વૃત્તિ અને પ્રવૃત્તિ જોવા મળે, ત્યારે એને ઉલ્લાસપૂર્વક આવકારવાનું મન થાય એ સ્વાભાવિક છે. આવી જ એક ઉમદા અને આદર્શ પ્રવૃત્તિની જાણકારી મળવાથી અમે આ નોંધ લખવા પ્રેરાયા છીએ. Page #386 -------------------------------------------------------------------------- ________________ વિવિધ સંસ્થાઓ અને તેમની સુવ્યવસ્થા ઃ ૧૦ ૩૬૩ સ્થાનકવાસી સંઘના મુનિરાજ શ્રી કનૈયાલાલજી મહારાજ, જેઓ ‘કમલ' તખલ્લુસથી જાણીતા છે, તેઓ નિરાડંબરી, સંયમના જાગૃત સાધક અને આગમસૂત્રો સહિતના જ્ઞાનના અખંડ ઉપાસક છે. ઓછું બોલવું, વધુમાં વધુ કામ કરવું, વિદ્વાનો પ્રત્યે સક્રિય સહાનુભૂતિ દાખવવી, જ્ઞાન-પ્રચાર માટે રાત-દિવસ પ્રયત્ન કરવો અને આ બધા દ્વારા ધર્મની પ્રભાવના કરવી એ એમનો સહજ સ્વભાવ બની ગયો છે. આના લીધે એમનું જીવન નિંદા-પ્રશંસાથી પર તેમ જ કોઈ પણ જાતની અનિચ્છનીય પ્રવૃત્તિઓથી પર એવું એક આદર્શ શ્રમણનું જીવન બન્યું છે. વ્યાખ્યાનવાણીથી સામાને પ્રભાવિત કરવાની સહજ શક્તિ પણ એમને વરેલી છે. આવા પરગજુ અને વિદ્યા તેમજ વિદ્વાનો પ્રત્યે ખૂબ પ્રેમ અને આદર ધરાવનાર ગુણિયલ મુનિવરની પ્રેરણાથી શ્રી સાંડેરાવ જૈન સ્થાનકવાસી સંઘે માઉન્ટ આબુ જેવા શાંત-એકાંત સ્થાનમાં શ્રી વર્ધમાન મહાવી૨ કેન્દ્ર' નામે સંસ્થાની સ્થાપના કેટલાક વખત પહેલાં કરી છે. આ સંસ્થાનો મુખ્ય હેતુ નિવૃત્ત જૈન વિદ્વાનોને તેમ જ જૈન તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરવા ઇચ્છનાર શિક્ષિત વર્ગને ઊતરવા-રહેવાની અનુકૂળ સગવડ આપવાનો છે. (આમાં ભોજનની સગવડનો સમાવેશ નથી થતો.) સમય જતાં અહીં એક સુંદર પુસ્તકાલય પણ શરૂ કરવાની યોજના છે. વિશેષ ધ્યાન ખેંચે અને પ્રશંસા માગી લે એવી વાત તો એ છે કે આ સંસ્થાનો લાભ કોઈ પણ જૈન ફિરકાની વ્યક્તિને આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. વિશેષ ન કહેતાં આ સંસ્થાની માહિતી આપતો જે પરિપત્ર પ્રગટ કરવામાં આવ્યો છે તે અમે અહીં સાભાર સૌ કોઈની જાણ માટે રજૂ કરીએ છીએ : નિવૃત્ત જૈન વિદ્વાનો તથા ધર્મજિજ્ઞાસુઓને લાભ લેવા વિનંતી શ્રી સ્થાનકમાર્ગી જૈન ફિકાના પૂજનીય મુનિરાજ, અનુયોગપ્રવર્તક શ્રી કનૈયાલાલજી મહારાજ (ઉર્ફે ‘કમલ’) જૈનસંઘનાં તપ, ત્યાગ, વૈરાગ્ય, સંયમ અને ધ્યાનની અપ્રમત્ત સાધના દ્વારા પોતાની સંયમયાત્રાને સફળ બનાવવાનો નિરંતર પ્રયત્ન કરતા રહ્યા છે; અને સાથેસાથે એમની સત્યલક્ષી ઉત્કટ જ્ઞાનસાધના પણ બીજાઓને માટે અનુમોદનીય અને અનુકરણીય બની રહે તેવી છે. મતલબ કે આ મુનિમહારાજે જ્ઞાન અને ચારિત્રની સમાનરૂપે આરાધના કરીને પોતાના જીવનને નિર્મળ અને પવિત્ર બનાવ્યું છે, તેમ જૈનસંઘમાં પણ તેઓએ પોતાનો ઘણો પ્રભાવ વિસ્તાર્યો છે; જેને લીધે સકળ શ્રીસંઘ એમની પ્રેરણા ઝીલીને જ્ઞાનવૃદ્ધિ અને શાસનપ્રભાવનાનાં અનેક કાર્યોમાં પોતાના ધનનો ઉલ્લાસથી વ્યય કરીને પોતાના જીવનને ધન્ય બનાવે છે. “આ મુનિરાજે જૈન સંસ્કૃતિના આધાર ને પ્રાણરૂપ પવિત્ર આગમગ્રંથોનાં અધ્યયન, સંશોધન, સંકલન, અનુવાદ તેમ જ પ્રકાશનને પોતાનું મુખ્ય જીવનધ્યેય Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ જિનમાર્ગનું જતન બનાવી દીધું છે; એટલું જ નહિ, એ કાર્યને તેઓ મન, વચન, કાયાથી પૂર્ણભાવે સમર્પિત પણ થઈ ગયા છે. આગમસૂત્રોના વિવિધ રૂપના પ્રકાશનમાં એમણે જે નવી દિશામાં ખેડાણ આરંભ્યું છે તે એ ધર્મગ્રંથોની ઉપયોગિતા તેમ જ ઉપકારકતામાં વધારો કરે એવું છે. હાલમાં તેઓ જૈનધર્મનાં બધાં ય આગમસૂત્રોનું ચાર અનુયોગોમાં પુનઃ સંકલન કરીને મુદ્રિત કરાવવાના વિશિષ્ટ પ્રકારના કાર્યની અંદર રોકાયેલા છે. આ કાર્યનો અર્થ એ છે કે બધા ય આગમોમાંથી (૧) ધર્મકથાનુયોગની સામગ્રી, (૨) દ્રવ્યાનુયોગની સામગ્રી, (૩) ચરણકરણાનુયોગની સામગ્રી તેમ જ (૪) ગણિતાનુયોગની સામગ્રીને જુદીજુદી સંગૃહીત તથા સંકલિત કરીને ચાર ખાસ ગ્રંથો રૂપે, દરેકના હિન્દી અનુવાદ સાથે, પ્રગટ કરવી, જેથી જે-તે અનુયોગની સામગ્રી વિદ્વાનોને તથા જિજ્ઞાસુઓને એક જ સ્થાને સુલભ થઈ શકે. આ ચાર અનુયોગમાંથી ગણિતાનુયોગનો સંકલન-ગ્રંથ, એના હિન્દી અનુવાદ સાથે છપાઈ ગયો છે. આ કાર્ય એમનામાં રહેલી વિશિષ્ટ આગમભક્તિ તેમ જ કાર્યસૂઝની કીર્તિગાથારૂપ બની રહે તેવું છે. અત્યારે તેઓ આ કાર્યમાં રોકાઈ ગયા છે અને બીજા વિદ્વાનોનો સરળતાપૂર્વક સાથ લે છે. આ બાબતમાં એમની ખૂબ પ્રશંસા માગી લે એવી અને આદર્શ કહી શકાય એવી વિશેષતા એ છે કે તેઓ વિદ્વાનોની પૂરેપૂરી કદર કરે છે, તેમના પ્રત્યે ગુણગ્રાહક દૃષ્ટિ ધરાવે છે અને એમને ઉદારતાપૂર્વક, તેઓ રાજી થાય એવું પૂરેપૂરું મહેનતાણું પણ અપાવે છે. વિદ્વાનોને મહેનતાણું આપવામાં તેઓ કરકસર કે કૃપણતામાં જરા પણ માનતા નથી. આને લીધે તેમનું નાનું કે મોટું જે કંઈ કામ હોય તે વિદ્વાનો ઉલ્લાસપૂર્વક કરતા રહે છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી એમને એક વાત ખટક્યા કરતી હતી કે આવડા મોટા અને આવા સુખી જૈનસંઘમાં અશક્ત, નિવૃત્ત, જરૂરિયાતવાળા અને પોતાની વિદ્યાઉપાસનાને ચાલુ રાખવા ઇચ્છતા વિદ્વાનો સુખ-સગવડપૂર્વક શાંતિથી રહી શકે એવું કોઈક શાંત, એકાંત આશ્રમ જેવું સ્થાન નથી. આ ખામીને દૂર કરવાનો એમના મનમાં સતત વિચાર આવ્યા કરતો હતો. જૈનસંઘને એ વાતની જાણ કરતાં આનંદ થાય છે, કે આ માટે અનુકૂળતા થતાં, તેઓશ્રીની મુખ્ય પ્રેરણાથી થોડાક વખત પહેલાં ગિરિરાજ આબુ (માઉન્ટ આબુ) ઉપર બસ-સ્ટેન્ડની નજીકમાં જ ‘શ્રી વર્ધમાન મહાવીર કેન્દ્ર' નામે એક સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે. આ સંસ્થાનું સંચાલન શ્રી સાંડેરાવ સ્થાનકવાસી જૈનસંઘ હસ્તક રાખવામાં આવ્યું છે, અને એમાં નિવૃત્ત વિદ્વાનો, ધર્મતત્ત્વના જિજ્ઞાસુ ડૉક્ટર-વકીલ-ઇજનેર જેવા શિક્ષિત મહાનુભાવો તેમ જ જૈનધર્મસંબંધી માહિતી મેળવવા ઇચ્છતા જિજ્ઞાસુઓને કેવળ ભોજન સિવાયની રહેવા વગેરેની પૂરેપૂરી સગવડ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે, તેમ જ એમાં એક પુસ્તકાલય પણ શરૂ કરવાનું વિચારવામાં આવ્યું છે. આ પૂજ્ય મુનિરાજશ્રીની ઉદાર ભાવના Page #388 -------------------------------------------------------------------------- ________________ વિવિધ સંસ્થાઓ અને તેમની સુવ્યવસ્થા : ૧૦, ૧૧ ૩૬૫ મુજબ, આ સંસ્થાનો લાભ કોઈ અમુક જ જૈન ફિરકાના મહાનુભાવોને નહીં, પણ સંપ્રદાય-ફિરકાના ભેદભાવ વગર બધા જૈન ફિરકાના મહાનુભાવોને આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેથી બધા ફિરકાઓના નિવૃત્ત વિદ્વાનો તેમ જિજ્ઞાસુઓને લાભ લેવા વિનંતી છે. પત્રવ્યવહારનું ઠેકાણું – શ્રી વર્ધમાન મહાવીર કેન્દ્ર, (સંચાલક: શ્રી સાંડેરાવ જૈન સ્થાનકવાસી સંઘ) બસસ્ટેન્ડ પાસે, માઉન્ટ આબુ (રાજસ્થાન) આ પરિપત્ર પોતાની વાત બહુ જ સ્પષ્ટતાપૂર્વક કરે છે, એટલે એ અંગે વિશેષ વિવેચન કરવાની જરૂર નથી. જે મુનિરાજે આવા દાખલારૂપ કામ માટે પ્રેરણા આપી છે અને જે ગૃહસ્થ મહાનુભાવોએ આ પ્રેરણાને ઝીલીને આવી એક ઉત્તમ સંસ્થાની સ્થાપના કરવાનું પુણ્યકાર્ય કર્યું છે તેમને આપણે જેટલા ધન્યવાદ આપીએ તેટલા ઓછા છે. આ સંસ્થા ખૂબ ફૂલેફાલે અને એનો લાભ વ્યાપક પ્રમાણમાં લેવામાં આવે એવી શુભેચ્છા મોકલતાં અમે આનંદ અનુભવીએ છીએ અને આ સંસ્થાનું હૃદયથી સ્વાગત કરીએ છીએ. (તા. ૧૦-૧૨-૧૯૭૭) (૧૧) જૈનસાહિત્ય-પ્રકાશનમાં “શ્રી જૈન આત્માનંદ સભા'નો માતબર ફાળો. ભાવનગરની સુપ્રસિદ્ધ પ્રકાશન-સંસ્થા “શ્રી જૈન આત્માનંદ સભા એ જૈન સાહિત્યનાં પ્રાચીન શાસ્ત્રીય તેમ જ અન્ય વિવિધ વિષયનાં સંખ્યાબંધ પુસ્તકોનું આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિથી સંશોધન-સંપાદન કરાવીને, સુઘડ, આકર્ષક અને સ્વચ્છ રૂપમાં પ્રકાશન કરીને જૈનવિદ્યાના ક્ષેત્રમાં કામ કરતા દેશ-વિદેશના જૈન તેમ જ અન્ય વિદ્વાનોમાં ઘણી નામના મેળવી છે; અને એ રીતે જૈન ધર્મ, સંઘ અને સાહિત્યની ખૂબ મહત્ત્વની સેવા બજાવીને જૈનશાસનની મૂકપણે પ્રભાવના કરવામાં અગત્યનો અને નોંધપાત્ર ફાળો આપ્યો છે. શ્રી જૈન આત્માનંદ સભાની આવી ઉજ્વળ અને યશસ્વી કારકિર્દીમાં પ્રશાંતમૂર્તિ અને જીવંત સમભાવ સમા શ્રમણ શ્રેષ્ઠ પ્રવર્તકજી શ્રી કાંતિવિજયજી મહારાજ, આજીવન વિદ્યાસાધક અને વ્યવહારદક્ષ એમના શિષ્ય મુનિરત્ન શ્રી ચતુરવિજયજી મહારાજ અને તેમના શિષ્યરત્ન આગમપ્રભાકર, શ્રુતશીલવારિધિ, Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ જિનમાર્ગનું જતન જ્ઞાનમૂર્તિ મુનિવર્યશ્રી પુણ્યવિજ્યજી મહારાજ એ મુનિત્રિપુટીનો ફાળો અસાધારણ અને બેનમૂન કહી શકાય એવો હતો. ઉદાચિત્ત અને વત્સલ શ્રમણશ્રેષ્ઠોની આ ત્રિપુટીના પ્રેર્યા અન્ય અનેક મુનિવરો અને ગૃહસ્થ વિદ્વાનોની કીમતી સેવાનો લાભ પણ આ સંસ્થાને મળતો રહ્યો છે. આ મુનિ-ત્રિપુટીની એક વિશેષતા એ હતી કે તેઓ આ સંસ્થાનાં પ્રકાશનો આધુનિક સંશોધનકળાની દૃષ્ટિએ ઉત્તમ કોટિનાં અને આંતરરાષ્ટ્રીય ધોરણની કસોટીએ પણ ઉત્તમ પુરવાર થાય એ વાતનું જેમ ધ્યાન રાખતા હતા, તેમ આવાં પ્રકાશનો માટે સંસ્થાને નાણાસંબંધી મુશ્કેલીમાં મુકાવું ન પડે એનો પણ હંમેશાં ખ્યાલ રાખતા હતા. આ સંસ્થાના ઉત્કર્ષમાં જેમ આ મુનિવરો, અન્ય મુનિવરો તથા ગૃહસ્થોનો મહત્ત્વનો ફાળો હતો, તેમ આ સંસ્થાનું ઉત્તમ રીતે સંચાલન થતું રહે અને સંસ્થાની પ્રતિષ્ઠામાં ઉત્તરોત્તર વધારો થતો રહે એ માટે આ સંસ્થાના સંચાલક-મહાનુભાવોની ધ્યેયલક્ષી, નિષ્ઠાભરી અને આત્મીયતાની લાગણીથી પ્રેરાયેલી કામગીરીનો ફાળો પણ કંઈ નાનો-સૂનો નથી. રથના બીજા ચક્રની જેમ તેઓએ પણ પોતાની સંસ્થાના ઉત્કર્ષ માટે ખૂબ મન દઈને કામ કર્યું છે અને એમ કરીને તેઓ શ્રીસંઘના અભિનંદન અને ધન્યવાદના અધિકારી બન્યા છે. જે સંસ્થાને ભાવનાશીલ અને નિષ્ઠાવાન કાર્યકરો મળતા રહે છે તે બડભાગી છે; અને એવી સંસ્થાઓ જ પ્રગતિ કરીને શ્રીસંઘ અને સમાજની સેવા બજાવી શકે છે. શ્રી જૈન આત્માનંદ સભા આવી જ ઉત્તમ સંસ્થા છે. (તા. ૨૭-૯-૧૯૭૫) (૧૨) યુગધર્મતત્પર ‘શ્રી પરમાર ક્ષત્રિય જૈનધર્મ પ્રચારક સભા' માનવીને માનવી બનાવવાનું કામ એ ધર્મનું જ છે; અથવા એમ કહી શકાય કે જે ધર્મસાધનામાં માનવમાત્રને આદરભર્યું સ્થાન છે અને જે ધર્મ માનવીનો તિરસ્કાર ક૨વાને બદલે એનામાં રહેલા દોષો કે દુર્ગુણોનો ખ્યાલ કરીને એમાંથી મુક્ત થવાનો માર્ગ સમજાવે છે તે જ સાચી ધર્મસાધના અને સાચો ધર્મ છે. જે ક્ષણે ધર્મમંદિરના દરવાજેથી માનવીને તિરસ્કાર કે જાકારો મળે છે, તે જ ક્ષણે ધર્મનો આત્મા ઘાયલ થાય છે. માનવીનો તિરસ્કાર એ ખરી રીતે અમુક વ્યક્તિનો નહીં, પણ ધર્મનો અને ધર્મભાવનાનો જ તિરસ્કાર બની રહે છે. Page #390 -------------------------------------------------------------------------- ________________ વિવિધ સંસ્થાઓ અને તેમની સુવ્યવસ્થા : ૧૨ માનવતાની આવી શોચનીય અને વિષમ સ્થિતિમાં જે ધર્મગુરુઓ, ધર્માત્માઓ અને ધર્માનુરાગી મહાનુભાવો દીન-દુઃખી-પછાત માનવજાતને ઊંચે ઉઠાવવાનો, એમને શિક્ષિત અને ગુણિયલ બનાવવાનો અને એમના જીવનમાં ધર્મભાવનાનું સિંચન કરવાનો પ્રયત્ન કરે છે, તેઓ માનવતાનું અને ધર્મનું સાચું કામ કરે છે. બોડેલી અને એની આસપાસના પ્રદેશોમાં શ્રી ૫૨મા૨ ક્ષત્રિય જૈનધર્મ પ્રચારક સભા દ્વારા પરમાર ક્ષત્રિય જ્ઞાતિના ઉદ્ધારનું જે કાર્ય ચાલી રહ્યું છે તે આવું જ મહત્ત્વનું, ધર્મભાવનાની પ્રભાવના કરવા જેવું ઉત્તમ અને અનુમોદનીય કાર્ય છે. થોડા વખત પહેલાં આ સંસ્થાના ભાવનાશીલ સંચાલકો તરફથી એક વિજ્ઞપ્તિ બહાર પાડવામાં આવી છે, તે તરફ અમારું ધ્યાન ગયું છે. શ્રીસંઘની જાણ માટે એ વિજ્ઞપ્તિનો મુખ્ય ભાગ નીચે પ્રગટ કરીએ છીએ : “ગુજરાત રાજ્યના વડોદરા અને પંચમહાલ જિલ્લાના બોડેલી પ્રદેશમાંનાં ૫૦૦ ઉપરાંત ગામડાંઓમાં ૫ લાખથી પણ અધિક પરમાર-ક્ષત્રિય જાતિની વસ્તી છે. વ્યવસાયે એ નાની જમીનમાં ખેતી કરતા ખેડૂતો છે. સ્વભાવે સરળ અને ભદ્રિક લોકો છે. અજ્ઞાન અને ગરીબી એમના શત્રુ છે. અનર્થકારી વ્યસનો, માંસાહાર, શિકાર, દારૂ અને પાયમાલ કરી નાખે તેવા રિવાજોથી એમની કમ્મર તૂટી ગઈ છે. પરંતુ શ્રી ૫૨મા૨ ક્ષત્રિય જૈનધર્મ પ્રચારક સભા(મુંબઈ)ના સતત પ્રયાસોથી આ આખા યે પ્રદેશમાં લોકજાગૃતિનું કાર્ય થઈ રહ્યું છે. અહિંસા-ધર્મ-પ્રવર્તન, સંસ્કૃતિ-રક્ષણ, શિક્ષણ-પ્રસારણ, વ્યસનમુક્તિ અને માનવકલ્યાણ એ સંસ્થાના ઉદ્દેશો છે. આ પ્રદેશના ૨૦ હજારથી પણ વધારે લોકોએ હિંસા છોડી છે, શિકાર અને માંસાહાર છોડ્યો છે, દારૂ જેવાં ભયંકર વ્યસનોથી મુક્ત બન્યા છે, ખોટા રિવાજો નાબૂદ કરી દીધા છે. આમ, આખા ય પ્રદેશમાં માનવીય કાર્યની સુવાસ પૂરજોશથી પ્રસરી રહી છે. “આ આખા ય પ્રદેશમાં અજ્ઞાનતા અને ગરીબીથી પીડિત પ્રજા ઘણી મોટી સંખ્યામાં છે, જેમની આંખમાંથી ગરીબીનાં ચોધાર આંસુ ટપકે છે, અંગ ઢાંકવા અંગ પર પૂરતું વસ્ત્ર નથી, કડકડતી ઠંડી અને ધોધમાર વરસતા વરસાદમાં ૫હે૨વા વસ્ત્રો નથી, પેટ ભરવા પૂરતું અન્ન નથી. આ કરુણ પરિસ્થિતિમાં શકય રીતે સહાયક થવું પરમ કર્તવ્ય બની જાય છે. “શું કરી શકાય ? શું આપી શકાય ? (૧) તમારાં જૂનાં સારાં કપડાં અમને મોકલી આપીને અનેકોનાં ઉઘાડાં અંગ ઢાંકી શકો છો. ૩૬૭ (૨) નવું કોરું કાપડ પણ મોકલી આપીને જરૂરિયાતવાળા ગરીબ કે મધ્યમવર્ગને રાહત આપવાના કાર્યમાં સૂર પુરાવી શકો છો. (૩) નવાં સીવેલાં કપડાં પણ આપી બાળકો, બાલિકાઓ અને યુવાનોનાં આંસુ લૂછી શકો છો. Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ જિનમાર્ગનું જતન (૪) ઠંડી અને વરસાદ માટે ધાબળા આપવા, કે તે અંગે આર્થિક સહયોગ પણ આપી શકો છો. (૫) મધ્યમ અને ગરીબ કુટુંબોને જરૂરિયાત મુજબનું અનાજ આપવા અન્નદાન'ના પાવન કાર્યમાં આર્થિક સહયોગ આપી શકો છો. (૬) કંઈ ન આપી શકનાર આ વાત પોતાના સ્નેહી સુધી પહોંચતી કરીને પણ ઘણું મોટું કાર્ય કરી શકશે. પારકી વેદના પોતાની લાગે એટલી હદનો અનુભવ આપણને થવા માંડે ત્યારે સમજવું કે આપણે બીજાના દુઃખને સમજી શક્યા છીએ. સુખ જેટલું વહેંચીએ એટલું વધે અને દુઃખ જેટલું વહેંચીએ એટલું ઘટે. આવી પીડિત પ્રજાના દુઃખમાં સહભાગી બનવાની આપને અમો આગ્રહભરી નમ્ર અપીલ કરીએ છીએ.” આ વિજ્ઞપ્તિ પોતાની વાત એટલી સ્પષ્ટતાપૂર્વક કહે છે કે એ માટે વધારે વિવેચન કરવાની જરૂર નથી. | મુખ્ય વાત એ છે કે એક તરફ ધન-સંપત્તિ અને સાધન-સામગ્રીના ગંજ ખડકાય અને બીજી બાજુ કરોડો માનવીઓ અન્ન-વસ્ત્ર માટે પણ ટળવળતાં રહે, એ માનવજાત માટે મોટા કલંકની અને હવેના યુગમાં ન નભી શકે કે ન નભાવી શકાય એવી જ વાત છે. એ કલંકને દૂર કરવાના પુરુષાર્થમાં જ સુખી માનવજાતની શોભા અને સુરક્ષા છે. આ વિજ્ઞપ્તિ આવી જ માગણી કરે છે; આપણે એ માગણીને પૂરી કરીએ. (તા. ૮-૪-૧૯૭૧) (૧૩) તૂટતા સમાજની ખૂટતી કડીઃ માંડવીનો જૈન આશ્રમ કચ્છની ભલી-ભોળી ધરતી. એ ધરતીનું એક તીર્થધામ. એ તીર્થધામ જેવું અનોખું છે એવું જ મહિમાવંતું છે. દુઃખિયાં માનવીઓનાં દુઃખ દૂર કરવાની ભાવના અને પ્રવૃત્તિના સંગમને તીરે એ તીર્થની સ્થાપના થઈ છે. આ તીર્થધામ એટલે માંડવી શહેરની નજીક આવેલ શ્રી મેઘજી સોજપાળ જૈન આશ્રમ. કચ્છના જૈન સમાજનાં અશક્ત, વૃદ્ધ, અપંગ અને નિરાધાર ભાઈ-બહેનો માટે આ આશ્રમ પચીસ વર્ષથી ભારે આધારરૂપ અને આશીર્વાદરૂપ બની રહેલ છે. વિહાર કરવાને અશક્ત બનેલાં આપણાં મુનિમહારાજો તથા સાધ્વીજી મહારાજો પણ નિરાંતથી રહીને પોતાની શેષ સંયમયાત્રા સુખપૂર્વક પૂરી કરી શકે એવી ધર્મવ્યવસ્થા પણ આશ્રમમાં કરવામાં આવી છે. Page #392 -------------------------------------------------------------------------- ________________ વિવિધ સંસ્થાઓ અને તેમની સુવ્યવસ્થા : ૧૩ ૩૬૯ કચ્છની ભૂમિમાં જે આશ્રમ સ્થપાયો અને શતદળ કમળની જેમ પાંગર્યો, એમાં એ ધરતીની સરળતા અને નમ્રતાની ફોરમ પણ છુપાયેલી છે. પૈસો તો કચ્છના જૈન મહાજન કરતાં બીજા પ્રદેશોના જૈન મહાજનો પાસે કંઈ ઓછો નથી; અને આ બીજા પ્રદેશોમાં પણ કચ્છનાં જેવાં દુખિયાં ભાઈઓ-બહેનો નથી એવું પણ નથી. છતાં આવો માનવતાની પુણ્યસરવાણી સમો આશ્રમ સ્થાપવાનો યશ અને લાભ કચ્છની ધરતીને જ મળ્યો. સુખી અને સમૃદ્ધિશાળી જૈનોની વસતી ધરાવતા અન્ય પ્રદેશોના જૈનસંઘોને તો હજી સુધી આવો આશ્રમ સ્થાપવાનો વિચાર સુધ્ધાં નથી આવ્યો. વિ.સં. ૨૦૦૪ની સાલમાં આ આશ્રમ સ્થપાયો, એટલે આ વર્ષે આ આશ્રમને સ્થપાયા પચીસ વર્ષ પૂરાં થયાં અને સંસ્થાનો રજત જયંતી-ઉત્સવ ઉજવવાનો સુઅવસર આવ્યો; એ નિમિત્તે આ સંસ્થાની માનવસેવાની વિરલ પ્રવૃત્તિને જાણીને આપણા અંતરની અંજલિ આપીએ એ ઉચિત છે. સહધર્મપણાના સગપણને સાચા સગપણ તરીકે બિરદાવીને એનો મહિમા આપણે ત્યાં ખૂબખૂબ વર્ણવવામાં આવ્યો છે, અને તેથી સહધર્મી-વાત્સલ્ય કરતા રહેવાનું ઠેર-ઠેર વિધાન કરવામાં આવ્યું છે. અને છતાં દીન-દુઃખી-અશક્ત સહધર્મી ભાઈ-બહેનો તરફની હમદર્દી અને ધર્મબુદ્ધિથી પ્રેરાઈને એમની મુસીબતોને દૂર કરવાની પ્રવૃત્તિ આપણા સંઘમાં બહુ જ ઓછા પ્રમાણમાં થતી જોવા મળે છે. આ બાબતમાં વિશેષ દુઃખ ઉપજાવે એવી વાત તો એ છે, કે આપણા ધર્મગુરુઓ સાધર્મિકવાત્સલ્યનો મહિમા ખૂબખૂબ વર્ણવવા છતાં, એ દિશામાં સચિત અને સક્રિય બનીને કશું નક્કર અને સ્થાયી કાર્ય કરવાની પ્રેરણા જૈનસંઘને ભાગ્યે જ આપે છે. જાણે એમ લાગે છે, કે એક બાજુ સંયમ અને વૈરાગ્યને વાણીમાં વિશેષ મહત્ત્વ અને બીજી બાજુ ધામધૂમ અને આડંબરથી ભરેલાં બાહ્ય વિધિવિધાનો માટેનો વધારે પડતો ઉત્સાહઃ આ બે વચ્ચે માનવસેવા અને સહધર્મી ભક્તિ જેવી મહત્ત્વની અને પાયાની વાત જ વીસરાઈ ગઈ! એક અલગારી જૈન મુનિ; પોતાની જાતની આળપંપાળ અને ખેવના એમને નહીં જેવી. લોકોપકાર અને પરગજુપણામાં એમને વિશેષ આસ્થા. સંઘ-સેવા કે સમાજસેવાનું તો જાણે એમને ઘેલું લાગેલું; એમાં જ એ જીવનની ધન્યતા માને. શાસ્ત્રોના અભ્યાસનું પાંડિત્ય એમનામાં ભલે ઓછું હતું, પણ શાસ્ત્રોના અને ધર્મના સારરૂપ કરુણા, દયા અને પરોપકારની ભાવના એમના રોમ-રોમમાં ભરી હતી. એ સ્વનામધન્ય મુનિશ્રી તે શુભવિજયજી મહારાજ. તેઓ જ માંડવીના સુપ્રસિદ્ધ શ્રી મેઘજી સોજપાળ જૈન આશ્રમના પ્રેરક. મુનિશ્રીની સહધર્મી-સેવાની આ ભાવનાને અને પ્રેરણાને ઝીલવાનું પુણ્યકાર્ય કર્યું મુંબઈમાં વસતા કચ્છના જ એક બડભાગી શ્રેષ્ઠીવર્યું. કચ્છની ભૂમિના એ સાહસી Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ જિનમાર્ગનું જતન અને પુરુષાર્થી સુપુત્ર તે લાયજાનિવાસી શેઠશ્રી મેઘજીભાઈ સોજપાળ. ધર્મસેવા અને સમાજસેવાની એમને ખૂબ ધગશ હતી. ઊછરતી પેઢીમાં ધર્મસંસ્કાર અને ઉચ્ચ ધાર્મિક અભ્યાસની રુચિ વધે એ માટે તેઓએ સને ૧૯૩૧માં જૈન સમાજની સુપ્રસિદ્ધ શિક્ષણસંસ્થા શ્રી મહાવીર જૈન વિદ્યાલયને ત્રીસ હજાર રૂપિયા જેવી સારી રકમની સખાવત આપી હતી. વળી, સમાજના ઉત્કર્ષની ભાવનાથી પ્રેરાઈને તેઓએ શ્રી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સના સંચાલનમાં સક્રિય અને જીવંત રસ લીધો હતો, એટલું જ નહીં, સને ૧૯૫૪માં મુંબઈમાં મળેલ ૧૬મા અધિવેશનનું પ્રમુખપદ પણ શોભાવ્યું હતું. આ રીતે એક સેવાવ્રતી મુનિશ્રીની તમન્ના અને એક ભાવનાશીલ શ્રેષ્ઠીવર્યના પુરુષાર્થને લીધે, વિ. સં. ૨૦૦૪ની સાલમાં, જૈનસંઘમાં અત્યારે પણ બેનમૂન કહી શકાય એવા સેવાતીર્થસમાં આ આશ્રમની સ્થાપના કરવાનું શક્ય બન્યું. સ્થાપના વખતે આશ્રમનું નામ રાખવામાં આવ્યું હતું “શ્રી જૈન-આશ્રમ” સંસ્થાની રજત-જયંતી પ્રસંગે સંસ્થાનો પરિચય આપવા માટે પ્રગટ કરવામાં આવેલ પત્રિકામાં સંસ્થાની સ્થાપનાની વિગતો આપતાં જણાવવામાં આવ્યું છે – વિક્રમ સંવત ૧૯૯૯માં મુનિશ્રી શુભવિજયજીએ વિહાર દરમ્યાન જોયું, કે આંધળાં, લૂલાં, લંગડાં અને અપંગ બનેલાં અનેક જૈન ભાઈબહેનો અશક્ત અને નિરાધાર બનીને વિવિધ પ્રકારની અનેક હાડમારીઓ તથા ત્રાસ ભોગવી રહ્યાં છે. તેથી તેમને રાહત આપવા એક સંસ્થા સ્થાપવાના નિર્ણય પર તેઓ આવ્યા, અને એ હેતુથી પ્રેરાઈને જ તેઓ કચ્છમાંથી વિહાર કરીને મુંબઈ પધાર્યા હતા. અહીં તેઓ જુદાજુદા આગેવાનો અને શ્રીમંતોને મળ્યા, પરંતુ સમય પરિપક્વ થયેલ ન હોવાથી તેમને સફળતા મળી નહોતી. પરંતુ મુનિશ્રી ફરી બાર મહિના બાદ મુંબઈ પધાર્યા હતા અને આશ્રમના માજી પ્રમુખ શ્રીમાન શેઠ મેઘજીભાઈ સોજપાલને મળ્યા હતા; તેમને આ કાર્યની અગત્યતા સમજાવવામાં સફળ થયા હતા. આથી શેઠશ્રી મેઘજી સોજપાલે આ કાર્યને જોરશોરથી ઉપાડી લેવાનો મુનિશ્રીને અનુરોધ કર્યો હતો. પરિણામે, મુનિશ્રી શુભવિજયજી શેઠશ્રી મેઘજી સોજપાલને સાથે લઈને કચ્છી સમાજના આગેવાનો, દાનવીરો અને શ્રીમંતોને મળ્યા હતા અને તેમનાં સહકાર તથા દાન મેળવવામાં સફળ થયા હતા.” આ રીતે વિ.સં. ૨૦૦૪ની સાલમાં આ આશ્રમની સ્થાપનાનો નિર્ણય કરવામાં આવ્યો, અને બંધારણ ઘડવાની તેમ જ બીજી જરૂરી પૂર્વતૈયારીઓ પૂરી કરીને વિ. સં. ૨૦૦૫ની સાલમાં માંડવીમાં આશ્રમ ચાલુ પણ કરી દેવામાં આવ્યો. શરૂઆતમાં તો આશ્રમ કચ્છના સુપ્રસિદ્ધ જૈનધર્મતીર્થ ભદ્રેશ્વરમાં સ્થાપવાનું વિચારવામાં આવ્યું હતું; પણ પછી, કેટલીક વ્યવહારુ મુશ્કેલીઓને ધ્યાનમાં લઈને, આશ્રમ માંડવી શહેરની નજીકમાં સ્થાપવાનું નક્કી કરવામાં આવ્યું. એ રીતે માંડવીના પાદરમાં માનવસેવાનું Page #394 -------------------------------------------------------------------------- ________________ ૩૭૧ વિવિધ સંસ્થાઓ અને તેમની સુવ્યવસ્થા : ૧૩ એક જાજરમાન તીર્થ અસ્તિત્વમાં આવ્યું. ઉત્તમ ભવિતવ્યતાના યોગે, માંડવીથી ભુજ જવાના રાજમાર્ગ ઉપર, મોકાસરની જગ્યાએ આવેલી “શેઠશ્રી નાગજી અમરશીની વાડીના નામે ઓળખાતી વિશાળ જમીન શ્રી નાગજી શેઠના વારસોએ આશ્રમને માટે ભેટ આપી હતી. આ પછી સંસ્થાના શાણા અને દૂરંદેશી સંચાલકોએ આશ્રમના વિકાસમાં ભવિષ્યમાં જગ્યાની તંગી ન પડે એ માટે દૂરંદેશી વાપરીને, આ જમીનની અડોઅડ આવેલી કેટલીક બીજી જગ્યા પણ ખરીદી લીધી. સંસ્થાનો ઉત્તરોત્તર વિકાસ થઈ શક્યો અને હજી પણ વિશેષ વિકાસ કરવાને અવકાશ છે. એમાં સંચાલકોએ વખતસર જમીન મેળવવા માટે વાપરેલી આવી અગમચેતીનો પણ ઘણો મોટો હિસ્સો છે એમ કહેવું જોઈએ. ૧૮ ઓરડાઓ અને ૩૦-૪૦ ભાઈ-બહેનોના વસવાટથી શરૂ થયેલ આ આશ્રમનો અત્યારે કચ્છનાં આશરે અઢીસો જેટલાં દુઃખી, વૃદ્ધ, અશક્ત, નિરાધાર અને અપંગ ભાઈ-બહેનો લાભ લઈ રહ્યાં છે, અને પોતાની શેષ જિંદગી સુખ-શાંતિમાં તેમ જ યથાશકય ધમરાધનમાં વિતાવે છે. હજી પણ આશ્રમનો આશ્રય લેનારાંઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો જ રહ્યો છે, અને સંસ્થાના સંચાલકો એમના માટે વધુ ને વધુ સગવડ કરતાં જ રહે છે. શ્રી શાંતિનાથપ્રભુનું મનોહર અને વિશાળ જિનમંદિર, સાધુમુનિરાજો તથા સાધ્વીજીઓ માટે ઉપાશ્રયો, ૫૮ જેટલા ઓરડા, સુંદર સગવડવાળું અતિથિગૃહ, દાક્તરી સારવાર માટેની જરૂરી સગવડ, પાણીની જાહેર પરબ અને ગૌશાળા સુધ્ધાંની વ્યવસ્થા આ આશ્રમમાં કરવામાં આવી છે; જાણે એક સર્વાગ સંપૂર્ણ વસાહત જ રચાઈ હોય એવો આદર્શ આ આશ્રમ બનેલ છે. તેમાં ય આશ્રમવાસી ભાઈ-બહેનોને ચોખ્ખાં ઘી-દૂધ-છાશ મળી રહે એ માટે ગૌશાળાની જે વ્યવસ્થા કરવામાં આવી છે, તે તો આશ્રમના સંચાલકોની કીર્તિકથા બની રહે એવી છે. સંસ્થાના ઝીણામાં ઝીણા સંચાલન પાછળ સંચાલકોની કર્તવ્ય-દષ્ટિ સતત ફરતી જ રહે છે. વિ. સં. ૨૦૧૮ના અરસામાં સંસ્થાના પ્રાણસમા મુનિ શ્રી શુભવિજયજી સ્વર્ગવાસી થયા, અને ત્યાર પછી બેએક વર્ષે, વિ. સં. ૨૦૨૦-૨૧ના અરસામાં, સંસ્થાના મોભ શેઠશ્રી મેઘજીભાઈનો સ્વર્ગવાસ થયો. સંસ્થાથી બરદાસ્ત ન થઈ શકે એવી મોટી આ ખોટ હતી. પણ આ બંને વ્યક્તિઓએ સંસ્થાનો કારોબાર એવો વ્યવસ્થિત કરી દીધો હતો અને સંસ્થાને એવા સંગીન પાયા ઉપર મૂકી દીધી હતી, કે એમની આ ખોટ બહુ વસમી હોવા છતાં આશ્રમના સંચાલન ઉપર એની કશી માઠી અસર ન થઈ; સંસ્થાનો કારોબાર સુંદર રીતે ચાલતો રહ્યો. આ બીના પણ આ બંને દિવંગત આત્માઓની તેમ જ એ સંસ્થાના અત્યારના સંચાલક-મહાનુભાવોની કલ્યાણભાવના અને કાર્યકુશળતાની કીર્તિગાથા બની રહે એવી છે. Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ જિનમાર્ગનું જતન - આ આશ્રમના કદરદાન સંચાલક-મહાનુભાવોએ આ આશ્રમની સ્થાપનામાં. એની નમૂનેદાર સુવ્યવસ્થામાં અને એના વિકાસમાં ખડે પગે પુરુષાર્થ કરીને ઉલ્લાસપૂર્વક પોતાનાં તન-મન-ધન દઈને કામ કરનાર શેઠ શ્રી મેઘજીભાઈ સોજપાળ પ્રત્યે માત્ર મોઢાની નહીં પણ કાર્ય દ્વારા કતજ્ઞતા દર્શાવી છે એનો પણ અહીં ઉલ્લેખ કરવો ઘટે. સંસ્થાના સંચાલકો તથા સભ્યોએ સને ૧૯૬૬ની સાલમાં આ આશ્રમ સાથે શેઠશ્રી મેઘજીભાઈ સોજપાળનું નામ જોડવાનો સ્તુત્ય નિર્ણય કર્યો ત્યારથી આ આશ્રમ “શ્રી મેઘજી સોજપાળ જૈન આશ્રમ' તરીકે ઓળખાવા લાગ્યો. કૃતજ્ઞતાના આ કાર્યનું વિશેષ ઔચિત્ય તો એ હકીકતમાં રહેલું છે, કે આ નિર્ણય શેઠ શ્રી મેઘજીભાઈના સ્વર્ગવાસ બાદ લેવામાં આવ્યો હતો. તે પછી એમની આરસની પ્રતિમા પણ આશ્રમમાં મૂકવામાં આવી છે. દીન-દુઃખી, અશક્ત-અપંગ, અસહાય, વૃદ્ધ, ભાઈ-બહેનો માટે આ આશ્રમ કેટલો ઉપયોગી અને ઉપકારક છે એ કહેવાની જરૂર નથી. પણ અત્યારના પલટાતા સંયોગોમાં આવાં આશ્રયસ્થાનોની ઉપયોગિતા પહેલાં કરતાં કેટલી બધી વધી ગઈ છે એનો અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે. ભારતવર્ષની સમાજવ્યવસ્થાનું મહત્ત્વનું અંગ તે એની સંયુક્તકુટુંબવ્યવસ્થા. પરદેશના વધારે પડતા સંપર્કને લીધે આપણા સમાજના પ્રાણરૂપ આ સંયુક્ત કુટુંબ-વ્યવસ્થા સારા પ્રમાણમાં પીંખાવા લાગી છે; અને બે-ચાર દાયકામાં કદાચ એ નાબૂદ થઈ જાય તો નવાઈ નહીં. આવી સ્થિતિમાં કુટુંબની વૃદ્ધ, અશક્ત, અપંગ, અસહાય વ્યક્તિઓની સ્થિતિ કેવી કરુણ થઈ જવાની એની તો કલ્પના કરતાં રોમાંચ થઈ આવે છે. આ વાતનો વિચાર કરતાં હવે પછીના જમાનામાં, મમતા અને ધર્મબુદ્ધિથી આવાં દીન-દુઃખી માનવીઓની માવજત કરી શકે એવી સંસ્થાઓની જરૂર વધી જવાની એમાં શક નથી. આપણા સંઘના મોવડીઓ અને દેશના અન્ય સમાજના આગેવાનો માંડવીના આ આદર્શ આશ્રમના નમૂના મુજબની સંસ્થાઓ સ્થાપવા વિચાર કરે અને સજ્જ બને તો કેવું સારું ! આ આશ્રમનો વિ. સં. ૨૦૨૨થી ૨૦૨૪ સુધીનો ત્રણ વર્ષનો અહેવાલ જોતાં જાણવા મળે છે કે વિ. સં. ૨૦૨૪ની સાલમાં આશ્રમમાં પોણાબસોથી વધુ ભાઈબહેનો હતાં, એ વર્ષનું ખર્ચ બે લાખ જેટલું હતું અને ખોટ બાસઠ હજાર રૂપિયા જેટલી હતી. આ પછી તો આશ્રમવાસીઓની સંખ્યામાં અને વ્યક્તિદીઠ ખર્ચમાં ઘણો જ વધારે થયો છે. અત્યારે સંસ્થામાં અઢીસો જેટલા આશ્રિતો છે અને ખર્ચનો આંક પહેલાં કરતાં દોઢગણાથી ય વધી ગયો છે. સામાન્ય સંસ્થાને તો બંધ કરવાનો વખત આવે એવી અસહ્ય આર્થિક ભીંસ ઊભી થઈ છે. આમ છતાં આ સંસ્થા સ્વસ્થતાપૂર્વક ચાલી રહી છે તે જોઈ શકાય છે. Page #396 -------------------------------------------------------------------------- ________________ વિવિધ સંસ્થાઓ અને તેમની સુવ્યવસ્થા : ૧૪ વિશેષ નવાઈ ઉપજાવે એવી વાત તો આ છે ઃ સંસ્થાના રજત-જંયતી-પ્રસંગે સંસ્થાના પરિચય માટે જે પત્રિકા બહાર પાડવામાં આવી છે, એમાં સંસ્થાની પચીસ વર્ષની કાર્યવાહીની ઘણી જાણવા જેવી વિગતો આપવા છતાં સંસ્થાની આર્થિક સ્થિતિ અંગે ન તો કશી ફરિયાદ કરવામાં આવી છે, ન તો ભારપૂર્વક કશી ચિંતા કે માગણી કરવામાં આવી છે. આ પરિચય-પત્રિકાને અંતે ફકત આટલું જ કહેવામાં આવ્યું છે : “આશ્રમના વિકાસમાં રસ લેતા અને સંચાલકોને હંમેશાં રચનાત્મક સૂચનો કરતા શુભેચ્છકો, સંસ્થાના કાર્યકરો તેમ જ પોતાના પસીનાની કમાણી દાનસ્વરૂપે વહેતી મૂકતા સમાજના દાનવીરોના સહકારથી આશ્રમનો આ વિકાસ શક્ય બન્યો છે. આ તકે અમે સમાજના દાનવીરો, શુભેચ્છકો અને કાર્યકરોનો આભાર માનીએ છીએ અને આ સંસ્થા પ્રત્યે ભલી લાગણી રાખવા સમાજનાં સર્વે ભાઈ-બહેનોને નમ્ર વિનંતી કરીએ છીએ.’’ આવી પત્રિકામાં મદદની માગણી ઉ૫૨ મુદ્દલ ભાર મૂકવામાં ન આવ્યો હોય એવો આ અતિવિરલ દાખલો છે. તે સંસ્થાના સંચાલકોનો પોતાના કાર્યની ઉપયોગિતામાં અને દાતાઓની ઉદારતામાં અખૂટ ઇતબાર દર્શાવે છે. સમાજનો આવો વિશ્વાસ મેળવવા બદલ અને સંસ્થાનું ધર્મભાવના, કુશળતા અને બાહોશીપૂર્વક સંચાલન સંભાળવા બદલ સંચાલકોનો આપણે જેટલો આભાર માનીએ, તેટલો ઓછો છે. સંસ્થાના અહેવાલ ઉપ૨થી જોઈ શકાય છે, કે કચ્છના જૈન સમાજને માટે તો સારા-માઠા પ્રસંગે પોતાની દાનભાવનાને ચરિતાર્થ કરવા આ આશ્રમે એક પવિત્ર તીર્થધામ તરીકે જ કામ કર્યું છે. 393 (૧૪) જીવમાત્રને આરાધતી ‘જીવદયા-મંડળી' મુંબઈની સુપ્રસિદ્ધ શ્રીજીવદયા-મંડળી એના નામને અનુરૂપ, વ્યાપક પ્રમાણમાં જીવદયાની ભાવનાના પ્રચારનું અને પ્રાણીરક્ષાની રચનાત્મક પ્રત્યક્ષ પ્રવૃત્તિને અમલમાં મૂકવાનું પ્રશંસનીય કાર્ય કરે છે. માનવીના અંતરમાં રહેલી કરુણાભાવનાને જગાડીને, સરકાર દ્વારા જરૂરી કાયદાઓ ઘડાવીને, કચાંય પણ જીવવધ થતો હોય એની માહિતી મેળવવાની ખબરદારી રાખીને આ સંસ્થા છેલ્લા છ દસકાથી નિર્દોષ, અબોલ પ્રાણીઓના કષ્ટનિવારણનું તથા તેમની હત્યાને રોકવાનું જે પુણ્યકાર્ય કરી રહેલ છે, તે ભારતની સંસ્કૃતિની સેવા કરવા જેવું, તેમ જ એનું ગૌરવ વધા૨વા જેવું ઉત્તમ ધર્મકાર્ય છે. (તા. ૪-૮-૧૯૭૩) Page #397 -------------------------------------------------------------------------- ________________ જિનમાર્ગનું જતન પ્રાણીરક્ષાના આ કાર્યનું જો આપણે ખરેખરું મૂલ્યાંકન કરી શકીએ, તો આપણે સ્વીકારવું જોઈએ કે આ પ્રવૃત્તિથી મૂંગાં પ્રાણીઓ ઉપર જેટલો ઉપકાર થાય છે, એના કરતાં જરા ય ઓછો ઉપકાર માનવસમાજ ઉપર થતો નથી. આ ધર્મપ્રવૃત્તિથી માનવસમાજ એ રીતે ઉપકૃત થાય છે કે તે એના લીધે પ્રાણીપીડન અને પ્રાણીવધ જેવી માનવતાવિરોધી તથા ધર્મવિરોધી પ્રવૃત્તિના પાપથી બચી શકે છે; અને એ રીતે પોતાના આત્માને અધોગતિ તરફ ખેંચાઈ જતો રોકે છે. પરિણામે, એનું જીવન સુખમય બનવાનો માર્ગ મોકળો બને છે. આ ઉપરથી એમ જરૂર કહી શકાય કે જીવદયાનું કામ એ ખરી રીતે આપદયાનું હિતકારક કામ છે. આ સંસ્થાની સ્થાપનાના પાયામાં એક ધર્મપરાયણ મહાનુભાવનાં ભાવના અને પુરુષાર્થ સિંચાયેલ છે. સ્વનામધન્ય શ્રી લલ્લુભાઈ દીપચંદ ઝવેરીના અવિરત પ્રયત્નથી, આજથી ૬૧ વર્ષ પહેલાં, સને ૧૯૧૦માં, મુંબઈમાં જીવદયા-મંડળીની સ્થાપના થઈ હતી. સંસ્થાની સ્થાપનાના સમયથી આ સંસ્થા કેવળ જૈનોની છે કે હિંદુઓની, અથવા તો એનું કાર્યક્ષેત્ર મુંબઈ પૂરતું જ મર્યાદિત છે – એવી કોઈ સંકુચિત દૃષ્ટિ એમાં પ્રવેશી ન જાય એની તકેદારી રાખવામાં આવી હતી. સંસ્થાની સ્થાપનામાં જેમ જૈનોનો અને હિંદુઓનો ફાળો હતો, તેમ પારસી વગેરે કોમોનો પણ નોંધપાત્ર ફાળો હતો . આ સંસ્થાના કાર્યક્ષેત્રનો ઉત્તરોત્તર વિકાસ થતો રહ્યો અને એના તરફની જનસમૂહની ચાહના પણ ક્રમે-ક્રમે વધતી રહી એનું મુખ્ય કારણ સંસ્થાએ શરૂઆતથી જ અપનાવેલી આ વ્યાપક દૃષ્ટિ છે. આ રીતે શ્રી લલ્લુભાઈ ઝવેરીના મનોરથો સળ થયા, અને પ્રાણીરક્ષાનું કામ આ સંસ્થા દ્વારા વ્યવસ્થિતપણે થવા લાગ્યું. સંસ્થાના કાર્યથી અને એના સ્થાપક મહાનુભાવની ઉમદા ધર્મભાવનાથી પ્રસન્ન થયેલ જનતાએ શ્રી લલ્લુભાઈ ઝવેરીને ‘દયાલંકા૨’ જેવી સાર્થક પદવી આપીને એમના પ્રત્યે પોતાની કૃતજ્ઞતા દર્શાવી હતી. ૩૭૪ જનસેવા કે પ્રાણીસેવાનું કાર્ય હોય, ધર્મનું કામ હોય કે સંસારવ્યવહારનું કામ હોય; પૈસા વગર પગલું ન ભરાય. તેમાં ય ઉત્તરોત્તર વધતી રહેલી અત્યારની કારમી મોંઘવારીમાં તો પુષ્કળ પૈસાની જરૂર પડે છે એ સૌ-કોઈના અનુભવની વાત છે; એટલું ખરું કે મોટે ભાગે સારા કામને નાણાંની અછત ભાગ્યે જ નડે છે. એ અનુભવપૂર્ણ માન્યતા પ્રમાણે, આ સંસ્થાને પણ હંમેશાં બધા વર્ગ અને વર્ણની જનતા તરફથી ઉદાર આર્થિક સહકાર મળતો જ રહ્યો છે. લોકોના આવા મમતાભર્યા સહકા૨ને લીધે જ આ સંસ્થા આટલું કામ કરી શકી છે. પણ સંસ્થાનું કામ અને કાર્યક્ષેત્ર એટલું મોટું છે, કે સમાજમાંથી ગમે તેવી સારી આર્થિક સહાય મળવા છતાં હંમેશાં નાણાંની ભીડ વરતાયા જ કરે; અને તેથી એ Page #398 -------------------------------------------------------------------------- ________________ વિવિધ સંસ્થાઓ અને તેમની સુવ્યવસ્થા : ૧૪ ભીડને દૂર કરવા માટે સંસ્થાના કાર્યકરોને કોઈ ને કોઈ સબળ નિમિત્તે શોધીને જનતા પાસેથી વધુ આર્થિક સહાયની માગણી કરવી જ પડે. આ સંસ્થા માટે આવું જ એક નિમિત્ત હમણાં ઊભું થયું છે; તે છે સંસ્થાનો હીરક-મહોત્સવ. આમાં ઉજવણી તો ગૌણ બાબત છે; મુખ્ય વાત છે સંસ્થાને આર્થિક રીતે વધુ પગભર બનાવવી. આ માટે આ સંસ્થાના માસિક મુખપત્ર ‘શ્રીજીવદયા'ના ગત જૂન માસના અંકમાં સંસ્થાના ભાવનાશીલ સંચાલક અને પ્રાણ શ્રીયુત જ્યંતીલાલ માન્કરની સહીથી એક વિજ્ઞપ્તિ પ્રગટ કરવામાં આવી છે. તેમાં સંસ્થાના અત્યાર સુધીના કાર્યની રૂપરેખા આપતાં કહેવામાં આવ્યું છે “સંસ્થાએ તેનાં ૬૦ વર્ષના જીવન દરમ્યાન સમગ્ર હિંદમાં અને હિંદ-બહાર જીવમાત્રના રક્ષણ અને સેવાના પ્રયાસો કરતાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અહિંસા અને જીવદયાના પ્રચાર માટેની અજોડ સંસ્થાની પ્રતિષ્ઠા મેળવી છે. તેમના પ્રયાસોમાં મુખ્ય જીવમાત્રના જીવનના અધિકારો સ્વીકારી તેની રક્ષાના પ્રયાસો, કાયદા અને જ્ઞાનપ્રચાર દ્વારા જીવોની થતી હિંસા રોકવાના પ્રયાસો, દુષ્કાળ-આદિ પ્રસંગે માનવરાહત અને પશુરાહતની વિશાળ યોજનાઓ, (અંધશ્રદ્ધારૂપ) ધર્મ-ખોરાકવિજ્ઞાન-મોજશોખને કારણે દેશમાં ચાલતી અકારણ હિંસા અને ઘાતકીપણું અટકાવવાના પ્રયાસો, શાકાહારી અહિંસક જીવનવ્યવહાર અને તેનો પ્રચાર, ગરીબ અનાથ જનતાને ઔષધોપચાર-અન્ન-વસ્ત્ર-આદિની સહાયતા, પાંજરાપોળો, ગૌશાળા અને પ્રાણીકલ્યાણની સંસ્થાઓનાં સ્થાપના-સંગઠન-સુધારણા, યુવકવર્ગમાં અહિંસાદયાની કેળવણી આદિ મુખ્ય પ્રવૃત્તિઓ ચાલુ છે. “મંડળીના પ્રયાસોથી ભારતનાં ૧૧ રાજ્યોમાં ગાયો, વાછરડાં તથા અન્ય ઉપયોગી પશુધનની કતલના પ્રતિબંધક કાયદા થયા છે. ૪ રાજ્યોમાં ધર્મને નામે ૫શુ-બલિદાનો ૫૨ કાયદાથી પ્રતિબંધ છે, અને પ્રચાર તથા અન્ય પ્રયાસોને પરિણામે લાખો જીવોને કાયદાથી અને પ્રચારથી તેમ જ પ્રત્યક્ષ અભયદાનની પ્રવૃત્તિથી રક્ષણ મળ્યું છે. દર વરસે 3000 કરતાં વધારે વિદ્યાર્થીઓમાં અહિંસા-દયાના સંસ્કારો ખીલવવામાં આવે છે. અનેક સ્થળે જીવદયા અને પ્રાણીકલ્યાણની સંસ્થાઓ તેમ જ વેજીટેરિયન સંસ્થાઓ કાર્યપરાયણ બની છે, તેમ જ સરકારી અને અર્ધસરકારી સ્ત૨૫૨ ગૌશાળા-પાંજરાપોળસંઘો, પ્રાણીકલ્યાણ-સંઘ, વિજ્ઞાનને નામે થતી હિંસાના નિયમનની સંસ્થા વગેરેની સ્થાપના અને તેની પ્રવૃત્તિમાં મંડળીનો સક્રિય સાથ છે.' આ પહેલાં સંસ્થાનો ૨જતમહોત્સવ તેમ જ સુવર્ણમહોત્સવ ઉજવવામાં આવેલો તેની પાછળનો આશય પણ સંસ્થાને માટે લોકો પાસેથી વધુ સહાય મેળવીને સંસ્થાને વધુ પગભર અને વધારે કાર્યશીલ બનાવવાનો હતો. 3.94 (તા. ૨૪-૭-૧૯૭૧) Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ (૧૫) જૈનધર્મનું શાંત ખમીર - એક અનોખી પેઢી C જિનમાર્ગનું જતન અમારા ઉપર સુરતની શ્રી દેશાઈપોળ જૈન પેઢી' નામની સંસ્થાની સં. ૨૦૦૦થી (એની સ્થાપનાના સમયથી) સં. ૨૦૦૯ સુધીનાં દસ વર્ષની કારકીર્દિનો પરિચય કરાવતી પુસ્તિકા આવી છે. આ પુસ્તિકાનું ઝીણવટભર્યું અવલોકન કરતાં આ સંસ્થાનો પરિચય સમસ્ત જૈનસંઘને આપવો જરૂરી તેમ જ લાભકારક લાગવાથી અમે આ નોંધ લખીએ છીએ. અગિયાર વર્ષ પહેલાં સં. ૨૦૦૦ના કારતક વિદ ૫ તા. ૧૭-૧૧-૧૯૪૩ને બુધવારના રોજ, માત્ર રૂ. ૭૧)ની સખાવતથી અને માસિક રૂ. ૧૫)ના પગારથી દરરોજ ફક્ત બે કલાક કામ કરે એવા મુનીમને રોકીને જ્યારે આ સંસ્થાની સ્થાપના ક૨વામાં આવી, ત્યારે એના સ્થાપકો, અનુમોદકો, સાયકો કે પ્રેરકોને ખ્યાલ સુધ્ધાં નહીં હોય કે તેમના હાથે ભલે દેખાવે નાનું પણ એક વટવૃક્ષનું બીજ વવાયું હતું, અને ભવિષ્યમાં એમાંથી સમાજની સાચી સેવા કરી શકે એવો વડલો વિકસવાનો હતો. આ સંસ્થાની સ્થાપનામાં ત્રણ ઉદ્દેશ્ય નક્કી કરવામાં આવ્યા હતા : (૧) ધાર્મિક સંસ્થાઓનો વહીવટ સારો કરવો, (૨) સારાં જૈનધર્મોપકરણ જૂજ નફે આપવાં, (૩) નફાની બચત સાધારણ-ખાતાંઓમાં જરૂરિયાત મુજબ વાપરવી. સંસ્થાની સ્થાપના બાદ એકાદ માસમાં જ એના કાર્યક્ષેત્રમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થવા લાગી. એક બાજુ સુરતની જુદીજુદી જૈન ધાર્મિક સંસ્થાઓ – દેરાસરો, ઉપાશ્રયો, પરબડી વગેરેનો વહીવટ આ સંસ્થાને સોંપાવા લાગ્યો અને બીજી બાજુ ધાર્મિક ઉપકરણોનો વેપાર પણ, ‘ઓછો નફો અને સારો માલ'ની નીતિ સંસ્થાએ અપનાવેલ હોવાથી, આગળ વધવા લાગ્યો. છ મહિનામાં તો સંસ્થાએ એક ઉત્તમ સંસ્થા તરીકે નામના મેળવી લીધી, ઘણીખરી જૈન સંસ્થાઓના ટ્રસ્ટીઓને પોતાની તરફ આકર્ષી લીધા અને એક વ્યવસ્થિત બંધારણ પણ તૈયાર કરી દીધું. સંસ્થાની સ્થાપનાનો ત્રીજો ઉદ્દેશ્ય, નફાની બચત સાધારણ-ખાતાંઓમાં જરૂરિયાત મુજબ વાપરવી – એ હતો. ધાર્મિક સંસ્થાઓના વહીવટમાં અને ધાર્મિક ઉપકરણોના વેપારમાંથી નફો મેળવીને પૈસો ભેગો કરવાની ધૂનમાં આ ત્રીજો ઉદ્દેશ્ય વિસરાઈ ન જાય એ માટેની દૂરંદેશી સંસ્થાનું બંધારણ ઘડતી વખતે જ રાખવામાં આવી હતી એ નોંધપાત્ર બીના છે. જૈન સમાજ મોટે ભાગે અર્થપરાયણ વેપારીઓનો સમાજ હોવાથી ઘણા દાખાલાઓમાં એવું બને છે, કે સંસ્થાનો વહીવટ કે સંસ્થાનો ઉદ્દેશ્ય અળગો રહી જાય છે, અને મૂડીના વહીવટની જ સાઠમારી જામી જાય છે. આ સંસ્થામાં આવું ન બને એ માટે પાણી પહેલાં પાળ બાંધવાનું શાણપણ દાખવવામાં Page #400 -------------------------------------------------------------------------- ________________ ૩૭૭ વિવિધ સંસ્થાઓ અને તેમની સુવ્યવસ્થા : ૧૫ આવ્યું હતું. એમ કરવાનું શ્રેય જૈન સમાજના એક સુપ્રતિષ્ઠિત, પીઢ અને ધર્મપરાયણ આગેવાન સ્વ. શ્રી સુરચંદભાઈ પુરુષોત્તમદાસ બદામીને ફાળે જાય છે. તેમણે બંધારણમાં એક કલમ એવી દાખલ કરાવી હતી, કે – “પેઢીનો ખર્ચ તાં રૂ. ૫000) બચે ત્યારબાદ અડધી રકમ શ્રી સાત ક્ષેત્રોનાં સાધારણ-ખાતાંઓમાં જરૂરિયાત મુજબ વાપરવી, જેથી પેઢી અનેક સેવાનાં કાર્યો કરી શકે ને નાણું બહુ ભેગું થાય નહીં.' એમ કહેવું જોઈએ, કે આ સંસ્થા આર્થિક દૃષ્ટિએ પણ સુરતના જૈન સમાજની અત્યાર સુધીમાં જે નોંધપાત્ર સેવા કરી શકી છે તેમાં બંધારણની આ કલમે ઠીકઠીક ભાગ ભજવ્યો હોવો જોઈએ. પોતાના સ્થાપનાકાળ બાદ જેમ-જેમ અનુભવ અને સગવડ મળતાં ગયાં, તેમતેમ સંસ્થાએ પોતાના ઉદ્દેશને અનુરૂપ નવી-નવી પ્રવૃત્તિઓ હાથ ધરીને સુરતના જૈન સંઘ અને જૈન સમાજની બહુવિધ રીતે સેવા કરી છે. ધાર્મિક, સામાજિક, આર્થિક અને સાંસ્કારિક એમ જુદાં જુદાં ક્ષેત્રોમાં આ સેવાઓ વિસ્તરેલી છે એ પણ એક ધ્યાન ખેંચે તેવી હકીકત છે. નહીં તો ઘણે ભાગે આવી સંસ્થાઓ ધાર્મિક પ્રવૃત્તિ કે એવી બીજી એકાદ-બે પ્રવૃત્તિમાં જ અટવાઈ જાય છે. આ સંસ્થાનું સેવાક્ષેત્ર એકાદ પ્રવૃત્તિ પૂરતું મર્યાદિત ન રહેતાં સમાજઉન્નતિ અને ધર્મસેવાની દષ્ટિએ ઉપયોગી અનેક ક્ષેત્રોમાં વ્યાપક બની શક્યું છે તેનું મુખ્ય કારણ એ કે સંસ્થાએ પ્રારંભથી જ સાતે ક્ષેત્રોને પોતાની નજર સામે રાખ્યાં છે, અને એ બધાં ય ક્ષેત્રોમાં જેની જેની જે રીતે સેવા કરવાની જરૂર હોય તે રીતે એણે પોતાનાં સાધન અને સગવડ મુજબ સેવા કરી છે. આગળ સૂચવેલા પોતાના ત્રણ ઉદ્દેશ્યોને પૂરા પાડવા માટે સંસ્થાએ પોતાનાં કાર્યોને મુખ્ય પાંચ વિભાગોમાં વહેંચી દીધેલ છે : (૧) સાતક્ષેત્ર જૈન ધર્મોપકરણ ભંડાર વિભાગ, (૨) સાતક્ષેત્ર જૈન ધર્મોપકરણ બનાવટ વિભાગ, (૩) સાતક્ષેત્ર જૈન સહાયક યોજના ફંડ વિભાગ, (૪) સાતક્ષેત્ર જૈન શાસનોનતિ સેવા વિભાગ અને (૫) સાતક્ષેત્ર જૈન સંસ્થા વહીવટ વિભાગ. આ ઉપરથી જોઈ શકાશે કે આ સંસ્થાની પ્રત્યેક પ્રવૃત્તિમાં સાતે ક્ષેત્રોને પૂરેપૂરું સ્થાન આપવામાં આવ્યું છે. આ વિભાગોમાંના ત્રીજા અર્થાત્ સાત ક્ષેત્ર જૈન સહાયક યોજના ફંડ વિભાગને ૧૧ પેટા વિભાગોમાં વહેચાવમાં આવેલ છે; એમાં સમાજની આર્થિક રીતે સેવા કરી શકાય એવી અનેક જોગવાઈઓ કરવામાં આવી છે. આમાં ગૃહઉદ્યોગ વિભાગ, કોમર્શિયલ વર્ગ વિભાગ, માંદાની માવજત વિભાગ, વ્યાપાર-ઉદ્યોગ વિભાગ જેવા વિભાગો સમાજને આર્થિક રીતે પગભર કરવાના પ્રયત્નરૂપ લેખાવા જોઈએ. આ Page #401 -------------------------------------------------------------------------- ________________ જિનમાર્ગનું જતન સંસ્થાની સ્થાપના બીજા વિશ્વયુદ્ધકાળ દરમ્યાન થયેલ હોવાથી અત્યારે જે આર્થિક ભીંસ પ્રવર્તે છે, તેમાં આ સંસ્થાના આ વિભાગની પ્રવૃત્તિ સમાજને માટે આશીર્વાદરૂપ બની છે એમ જરૂર કહી શકાય. બીજાં-બીજાં ક્ષેત્રોની સંસ્થાની સેવાને ધ્યાનમાં નહીં લેતાં કેવળ આ વિભાગ દ્વારા સંસ્થા જે સુંદર સેવા બજાવી રહી છે, તેથી પણ એને એક ઉત્તમ સંસ્થા ગણી શકાય એમ અમને ચોક્કસ લાગે છે. ૩૭૮ વસ્તુભંડા૨નો અને માંદાની માવજતોનાં સાધનોનો લાભ સંસ્થા ધર્મ કે જ્ઞાતિના ભેદભાવ વગર જૈન-જૈનેતર સહુ કોઈને આપે છે એ બીના એની કારકિર્દીની યશકલગીરૂપ બની રહે એવી છે. ધાર્મિક ઉપકરણોનું વાર્ષિક દોઢ-પોણા બે લાખ કરતાં પણ વધુ વેચાણ અને જીવનની વસ્તુઓનું પણ લાખ-દોઢ લાખ જેટલું વેચાણ સંસ્થાની સેવાપરાયણતા અને લોકપ્રિયતાનું સૂચક છે. પ્રામાણિક વેપાર દ્વારા સંસ્થાને આર્થિક રીતે પગભર કરવાની દૃષ્ટિ સાચે જ વિશેષ પ્રશંસા માગી લે છે અને તે અનુક૨ણ કરવા જેવી છે. સંસ્થાની પ્રવૃત્તિનો વિશેષ ખ્યાલ આપતી વધુ વિગતો આપવાને તો અહીં અવકાશ નથી; પણ અહીં જેટલું આપી શકાયું છે તે ઉપરથી પણ એટલું તો જરૂર જાણી શકાશે કે સુરત શહેરમાં એક ખૂણે શાંત રીતે કામ કરી રહેલી આ એક ઉત્તમ સંસ્થા છે, અને જેઓ સાચી સમાજ-સેવાની દૃષ્ટિએ સંસ્થા ચલાવવા માગતા હોય તેમને માટે એક ઉત્તમ નમૂનો પૂરો પાડે છે. જાહેરખબરો, પ્રચારકાર્યો કે આડંબરોના બદલે રચનાત્મક કાર્યનું કેટલું મૂલ્ય છે તે સમજાવવાની હવે જરૂર ન હોય. આ સંસ્થાનું સાચું મૂલ્ય એના રચનાત્મક રૂપમાં જ છુપાયેલું છે. જેઓ સમાજસેવા સારુ સંસ્થા ચલાવવા માગતા હોય તેઓએ આ સંસ્થાની બધી વ્યવસ્થા ખાસ સમજવા જેવી અને એકાદ વખત એની મુલાકાત લઈને જાતમાહિતી મેળવવા જેવી છે. સુરતના પ્રવાસી સૌ ભાઈ-બહેનો આ સંસ્થાની મુલાકાત લેવાનું ન જ ચૂકે એવી અમે ખાસ ભલામણ કરીએ છીએ. આ સંસ્થાને કોઈ પણ પ્રકારની સહાય આપનારની સહાય સફ્ળ જ થવાની છે. આ સંસ્થાના વિકાસમાં થોડો-ઘણો પણ હિસ્સો આપતાં સહુ મુનિવરો, શ્રીમંતો અને અન્ય ભાઈ-બહેનોને અમે હાર્દિક ધન્યવાદ આપીએ છીએ. (તા. ૨૭-૧૧-૧૯૫૪) Page #402 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ધાર્મિક પર્વો (૧) ધર્મકરણીની મોસમ કયારે? અખંડિત જાગૃતિ અને પ્રમાદનો સર્વથા ત્યાગ એ જીવનને નિર્મળ બનાવવા માટેની અનિવાર્ય પ્રક્રિયા છે; એના પ્રત્યે ઉપેક્ષા સેવીને કોઈ વ્યક્તિ ક્યારેય પોતાના જીવનને નિર્મળ બનાવી શકતી નથી. જીવનની નિર્મળતા કહો, ચિત્તની શુદ્ધિ કહો કે હૃદયની પવિત્રતા કહો એ એક જ વસ્તુ છે; અને તે આત્મશુદ્ધિ અર્થાત્ મોક્ષ તરફ દોરી જાય છે. ઉપરના મળને દૂર કરો અને અંદરનું આત્મતત્ત્વ આપમેળે જ પ્રકાશી ઊઠશે. એક વખત જાગૃતિની અને પ્રમાદથી અળગા રહેવાની દિશામાં મનનું વલણ થયું, એટલે પછી આત્મસાક્ષાત્કાર માટે બીજું શું-શું કરવું જરૂરી છે એ માટેનું કેટલુંક માર્ગદર્શન અંતરમાંથી પણ સ્ફુરવાનું, અને બાકીનું માર્ગદર્શન સંતસમાગમ અને શાસ્ત્રપરિશીલન દ્વારા મળી રહેવાનું. આમાં મહત્ત્વની વાત પોતાનાં બળ અને બુદ્ધિ ઉપર એટલે કે પોતાની જાત ઉપર બને તેટલો આધાર રાખીને અંતર્મુખ બનતાં-બનતાં સ્વાનુભવની પ્રાપ્તિ તરફ આગળ વધવું એ છે. અને આમ કરવામાં પ્રમાદ એ મોટા અવરોધનું કામ કરે છે; એટલે પ્રમાદથી છુટકારો મેળવવો એ આત્મસાધનામાં એક પાયાની વાત છે. ભગવાન મહાવીરે આત્મસાક્ષાત્કાર માટે તપ, ધ્યાન અને મૌનનો આશ્રય લીધો હતો. આ ત્રણે બાબતો એવી છે, કે એનો અમલ ક૨વા માટે બીજાના સહારાની જરૂ૨ પડતી નથી. એ બિલકુલ આત્મનિર્ભર બાબતો છે, અને માનવી પોતાની ભાવના અને શક્તિને બળે એમાં ઉત્તરોત્તર આગળ વધી શકે છે. આ રીતે આપબળે જ આત્મવિકાસ સાધવામાં સાધકે જે વાતથી બચવાની પૂરેપૂરી જાગૃતિ અને તકેદારી રાખવાની હોય છે તે છે પ્રમાદ. જરાક પ્રમાદ થયો કે પોતાની સાધનામાં ખલેલ પહોંચી જ સમજો; આત્માની સાથે એકરૂપ જેવાં બની ગયેલાં કર્મો અને કષાયો આટલાં બધાં જોરાવર હોય છે. આમ આત્મસાધનાની પ્રક્રિયામાં અપ્રમત્તતાની જરૂર પડે, તો વળી સામે પક્ષે તપ, ધ્યાન, મૌન વગેરેની સાધનાને બળે જીવનમાં અપ્રમત્તતાને પ્રાદુર્ભાવ પણ Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ જિનમાર્ગનું જતન થતો હશે. અલબત્ત, છેવટે તો તપ વગેરે તેમ જ અપ્રમાદ એ સર્વ આત્મસાક્ષાત્કાર માટેનાં આત્યંતર સાધનમાત્ર હોવાથી આત્મસાક્ષાત્કાર વખતે તો એકમાત્ર આત્મભાવ જ વિલસી રહે છે. સમાં પોયમ મ પનીયT' હૈ ગૌતમ! એક સમયમાત્રનો પણ પ્રમાદન સેવીશ) એ વાત્સલ્યપૂર્ણ ધર્મવાક્ય દ્વારા ભગવાન મહાવીરે, ગુરુગૌતમને બહાને, વિશ્વના સમસ્ત જીવોને પ્રમાદથી દૂર રહેવાનું ઉબોધન કર્યું છે. ભગવાન મહાવીરનો અંતિમ ઉપદેશ “મૂળસૂત્ર' વર્ગના આગમગ્રંથ ‘ઉત્તરાધ્યયનસૂત્ર'માં સચવાઈ રહ્યો છે. એમાં “ટૂમપત્રક' નામનું દશમું આખું અધ્યયન જીવને પ્રમાદથી બચવાનું ઉદ્ધોધન કરવા માટે રચવામાં આવ્યું છે. એમાં શરૂઆતની ચાર ગાથાઓમાં કહેવામાં આવ્યું છે : રાત્રીઓ વીતતાં જેમ વૃક્ષનાં પાકાં, પીળાં પડી ગયેલાં પાંદડાંઓ આપોઆપ ખરી પડે છે, તેમ જ મનુષ્યોનું જીવન ગમે ત્યારે ખરી પડનારું છે. માટે હૈ ગૌતમ! એક ક્ષણ માટે પણ પ્રમાદ ન કર. ડાભની અણી ઉપર ઝાકળનું ટીપું જાણે પડવાની તૈયારીમાં હોય એમ લટકતું રહે છે, એ જ પ્રકારે મનુષ્યનું જીવન પણ ગમે ત્યારે ખરી પડનારું છે. માટે હે ગૌતમ! એક ક્ષણ માટે પણ પ્રમાદ ન કર આયુષ્ય ક્ષણભંગુર છે, જીવન વિઘ્નોથી ભરેલું છે; માટે પહેલાંના સંચિત થયેલા કુસંસ્કારોની રજને, મેલને ખંખેરી નાખવાનો જ પ્રયત્ન કર. હૈ ગૌતમ! એક ક્ષણ માટે પણ પ્રમાદ ન કર. તમામ પ્રાણીઓને માટે લાંબા કાળ સુધી પણ મનુષ્યનો જન્મ મળવો ખરેખર દુર્લભ છે. મેળવેલ કુસંસ્કારોનાં પરિણામો ય ઘણાં ભયંકર આવે છે. માટે હૈ ગૌતમ! એક ક્ષણ માટે પણ પ્રમાદ ન કર.” (“મહાવીરવાણી.') આ રીતે એક પછી એક એવાં સંખ્યાબંધ કારણો દર્શાવીને ભગવાને સદાસર્વદા અપ્રમત્ત રહેવાનું ઉદ્દબોધન કર્યું છે. ભગવાનના વિવિધ પ્રકારના ધર્મોપદેશની વાત બાજુએ રાખીએ, તો પણ કેવળ ઉત્તરાધ્યયનસૂત્રના આ દશમા અધ્યયન ઉપરથી જ ધર્મની મોસમ ક્યારે ?' એ સવાલનો જવાબ મળી રહે એમ છે, એ જવાબ એવો છે કે ધર્મની મોસમ સદાકાળ ચાલુ જ હોય છે, અર્થાત્ ધર્મના આચરણને માટે કુદરતે કે ધર્મપ્રરૂપકોએ અમુક મોસમ નક્કી કરી રાખેલી છે – એવું કંઈ છે જ નહીં. જીવન જીવવાને માટે, શ્વાસોચ્છવાસ લેવાને માટે કે ઊંઘ, આહાર અને આરામને માટે કોઈ ખાસ મોસમ નક્કી કરેલી હોતી નથી. આ બધાંનું જેમ નિત્યક્રમમાં સહજ સ્થાન હોય છે, એ જ રીતે ધર્મ અને ધાર્મિક આચરણનું પણ માનવીના રોજિંદા Page #404 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક પર્વો : ૧ ૩૮૧ કાર્યક્રમમાં સહજપણે સ્થાન હોવું જોઈએ; એટલું જ નહીં, એથી આગળ વધીને કહેવું હોય તો એમ પણ કહી શકાય કે જીવનની એકેએકે ક્રિયા ધર્મભાવનાથી સુરભિત થતી રહેવી જોઈએ; અર્થાત્ કોઈ પણ કાર્ય, ભલે પછી એ સંસાર-વ્યવહારનું હોય, લોકોપકારનું હોય, આત્મકલ્યાણનું હોય, એ દરેકમાં વિવેકશીલતા, શિષ્ટતા અને ન્યાયયુક્તતાનું ધર્મના પાયારૂપ ધોરણ તો સચવાવું જ જોઈએ. ભગવાને પળમાત્ર જેટલો પણ પ્રમાદ નહીં કરવાનું કહ્યું છે એનો અર્થ આ જ છે. જ્યારે વસ્તુસ્થિતિ આવી છે, ત્યારે પછી અમુક સમય એ ધર્મની મોસમ છે એમ કહેવાની કશી જરૂર જ રહેતી નથી. ધર્મ માટેની મોસમની મર્યાદાનો સ્વીકાર એ તો પ્રમાદ કરવાની છૂટનો સ્વીકાર કરવા જેવી ભૂલ બની રહે! વળી, ચિત્તની સ્થિરતા, સમતા અને શુદ્ધિને માટે જે આંતરિક ધર્મસાધનોની. જરૂર છે, એ માટે ન તો ફુરસદની જરૂર રહે છે કે ન બાહ્ય આડંબરોની જરૂર રહે છે. ફક્ત કોઈ પણ પ્રકારનું વર્તન અધર્મમય ન થઈ જાય એની તકેદારી રાખીને આગળ વધીએ તો આપમેળે જ ધર્માભિમુખ બની જવાય છે. કોઈનો જીવ ન દુભાય એવું આચરણ કરવા માટે, સાચું બોલવા માટે, ચોરીથી, દુરાચારીથી તેમ જ સંગ્રહશીલતા કે લોભપરાયણતાથી બચવા માટે ફરસદની કે આડંબરી વિધિ-વિધાનોની કશી જ જરૂર નથી રહેતી. જો મનને બરાબર જાગૃત રાખીએ, તો સદાચાર અને સદ્ધર્તનનો માર્ગ આપોઆપ દેખાવા લાગે છે, પરિણામે, માનવીનું સમગ્ર જીવન ધર્મમય બનવા લાગે છે. આથી ઊલટું, જ્યાં અને જ્યારે ચિત્તશુદ્ધિ અને વ્યવહારશુદ્ધિ રૂપે દેખા દેતો પાયાનો ધર્મ વિસરાઈ જાય છે, ત્યારે ચેતનાને સ્પર્શી શકે એવું મૂળભૂત કોઈ પણ ધર્મકાર્ય ન કરવા છતાં, પોતે કંઈક ધર્મકાર્ય કરી રહેલ છે એવો સંતોષ લેવા માટે માનવી આડંબરી અને ખર્ચાળ ક્રિયાકાંડો અને વિધિવિધાનોનો વધુ ને વધુ આશ્રય લેતો જાય છે. પણ હૃદયશુદ્ધિના લાભની દૃષ્ટિએ તો એનું પરિણામ જેવું આવવું જોઈએ એવું જ – માખણ મેળવવા માટે પાણીને વલોવવા જેવું જ – આવે છે. અરીસાને ધોવાથી કંઈ મોઢા ઉપરનો ડાઘ ધોવાઈ જતો નથી : એવી સાવ સહેલાઈથી સમજાઈ જાય એવી આ વાત છે. પણ ખર્ચાળ આડંબરો અને ધામધૂમોની નકલી કસોટીથી ધર્મનો ક્યાસ કાઢવાની પ્રવૃત્તિના વિસ્તારને લીધે આવી સાવ સુગમ વાત પણ ખૂબ દુર્ગમ બની ગઈ છે. અને તેથી સાચા ધર્મ અને ધર્મના માત્ર આભાસ વચ્ચેની ભેદરેખાને પારખવાનું માનવીને માટે મુશ્કેલ બની ગયું છે. અત્યારે દેશભરમાં જેવી શોચનીય અને ચિંતા ઉપજાવે એવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે, તે ઉપરથી આ વાત વધારે સ્પષ્ટતાથી સમજી શકાય એમ છે. એક બાજુ ધાર્મિક ઉત્સવો-મહોત્સવો, વ્યાખ્યાનો અને સપ્તાહો, પૂજાઓ અને હવનો, વિધિ WWW.jainelibrary.org Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ જિનમાર્ગનું જતન વિધાનો અને ક્રિયાકાંડોનો અત્યારે કોઈ સુમાર નથી રહ્યો, અને છતાં બીજી બાજુ અનીતિ, દુરાચાર, અપ્રામાણિકતા, સંગ્રહશીલતા, ભોગવિલાસની વાસના વગેરેની આજે કોઈ મર્યાદા નથી રહી, ત્યારે સહેજે પ્રશ્ન થાય કે આ તે કેવો ધર્મ? આવી વિષમ સ્થિતિમાં આવકારપાત્ર સુધારો ભગવાન મહાવીરે આપ્યો એ જ છે, કે માનવી પ્રમાદથી સતત બચીને જીવે. આ રીતે વિચારતાં તો માનવીએ અમુક સમય કે અમુક સ્થળમાં ધર્મ થઈ શકે તેવી નબળી માન્યતામાંથી બહાર આવવું જોઈએ. છતાં એ વાત પણ સાચી છે, કે બધાં માનવીઓને માટે બધો વખત કે બધાં ય સ્થળોએ ધર્મજાગૃતિ રાખવી એ શક્ય નથી. વ્યવહારુ આત્મસાધકો અને ધર્મશાસ્ત્રકારોની નજર બહાર આ હકીકત રહી નથી. તેથી એમણે તીર્થસ્થાનો અને પર્વદિવસોની સ્થાપના કરીને માનવસમૂહને એની આ કમજોરીમાંથી બચી જઈને અનુકૂળતા મુજબ, ધીમે-ધીમે ધર્મભાવનાને પોતાના અંતરમાં જાગૃત કરવાનો એક ઉપકારક ઇલાજ દર્શાવ્યો છે. એને લીધે બધા સમયે અને બધાં સ્થળે ધર્મનું પાલન ન કરી શકનાર માનવી છેવટે તીર્થસ્થાને અને પર્વદિવસે તો ધર્મનો વિચાર અને આચાર કરવા યથાશક્તિ પ્રેરાય છે; તીર્થો અને પર્વોનો આ મોટો લાભ છે. એ જ રીતે વર્ષાઋતુના ચાર માસને આપણે ત્યાં ધર્મની મોસમ તરીકે ઓળખવામાં આવે છે. એમાં પણ એટલું તથ્ય જરૂર છે કે બારે મહિના ધર્મનું જતન ન કરી શકનાર વ્યક્તિ આઠ મહિના પોતાની ઇતર પ્રવૃત્તિઓમાં ગાળીને છેવટે બાકીના ચાર મહિના તો કંઈક નિરાંતથી જીવવાનો અને ધર્મનું આચરણ કરવાનો પ્રયત્ન કરે. આટલું કરતો રહે તો એમાંથી પણ એને ધર્મનો વિશેષ રંગ લાગવાની સંભાવના ખરી. આમાં મુખ્ય વાત મન કોઈ ને કોઈ રીતે ધમભિમુખ બને અને ધર્મનું પાલન કરવાની રુચિ અને ટેવ વધે એ જ છે. - અત્યારે ચોમાસુ બેસી ગયું છે. એટલે સહેજે એવી આશા રાખી શકાય કે બીજી રીતે ધર્મ માટે નિરાંત નહીં મેળવી શકનાર વ્યક્તિ પણ ધર્મની આ મોસમમાં જીવનને નિર્મળ બનાવવાની ક્રિયાનો મોલ લેવા માટે અવશ્ય પ્રયત્નશીલ બનશે, અને જીવનમાં શાંતિ અને શુદ્ધિની સ્થાપના કરશે. જો કે અત્યારના યંત્રયુગે પહેલાંના જેવી ચોમાસાની પણ નિરાંત રહેવી દીધી નથી; બારે મહિનાને સરખા ધમાલવાળા અને ચિંતામય બનાવી મૂકયા છે. પણ આખરે તો માનવી જે કંઈ દોડધામ અને પ્રયત્ન કરે છે, તેનો હેતુ પોતાના જીવનને સુખી બનાવવાનો જ છે એટલું સત્ય સમજાય, તો, વધારે નહીં તો ચોમાસા પૂરતી ધર્મની મોસમનો લાભ લેવા એ જરૂર પ્રેરાય. (તા. ૨૯-૭-૧૯૬૭) Page #406 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક પર્વો : ૨ (૨) પર્યુષણ-મહાપર્વ : આત્મભાવની દીપોત્સવી પર્વાધિરાજ પર્યુષણ આવે છે; જાણે આપણા આત્માની મૂડીનું સરવૈયું નક્કી કરવાનો અવસર આવી પહોંચે છે. આખા ય વર્ષ દરમ્યાન આપણે આપણા આત્માની સાક્ષીએ શી-શી ભૂલો કરી, શાં-શાં અપકૃત્યો આચર્યાં, શાં-શાં સત્કાર્યોમાં આપણો સમય કૃતાર્થ કર્યો અને આપણા આત્માને નિર્મળ બનાવનારા કયા-કયા ધર્મ-માર્ગનું આચરણ કર્યું એ બધાયનો છેલ્લો-છેલ્લો જવાબ મળવાનો સમય તે પર્યુષણ મહાપર્વ, અને તેથી જ એ મહાપર્વને આપણે ‘આત્મભાવની દીપોત્સવી' તરીકે ઓળખાવીએ, સત્કારીએ અને દીપાવીએ. ખરી રીતે તો આહાર-નિહાર એ જેમ રોજિંદી ક્રિયા છે, એ જ પ્રમાણે આત્મભાવને મલિન બનતો રોકીને સુવિશુદ્ધ રાખવાની ક્રિયા પણ હરરોજ કરવાની જ ક્રિયા છે. એકાદ દિવસ, અરે ! એકાદ ક્ષણ માટે પણ બેખબર કે ગાફેલ બન્યા કે કંઈ ને કંઈ મેલ આત્માને વળગ્યો જ સમજવો. 323 દરેક માનવી મનમાં એમ જ ચિંતવે કે આપણે તો પામર મનુષ્ય છીએ; અને મનુષ્યમાત્ર ભૂલને પાત્ર છે આપણાથી જાણ્યે-અજાણ્યે અનેક નાની-મોટી ભૂલો થઈ જાય એ સાવ સંભવિત છે. આપણા અણજાણપણામાં આપણા હાથે, કોણ જાણે કેટલી ભૂલો થઈ જતી હશે ? અને એના પરિણામરૂપે કેટલાં માનવ-બંધુઓને અને બીજાં જીવજંતુઓને આપણા હાથે કષ્ટ પહોંચી જતું હશે ? ને અજાણપણાની જ શી વાત ? અરે, જાતજાતના કષાયોના આવેશમાં આવી જઈને, જાણીબૂઝીને પણ આપણા હાથે શી-શી ભૂલો નહીં થઈ હોય ? કંઈ પણ ભૂલ કે દોષ થાય એટલે એનું પરિણામ લાગતાવળગતા સૌ કોઈના માટે અનિષ્ટકારક આવ્યા વગર રહે નહીં એ સમજી શકાય એવી વાત છે. તો પછી કોઈક સમય તો આપણે એવો નિયમ રાખવો જ જોઈએ, જ્યારે આ બધી ભૂલોનો આપણે વિચાર કરી શકીએ અને એના અનિષ્ટમાંથી બચવાનો માર્ગ શોધી શકીએ. આવો આત્મતત્ત્વનો વિચાર કરવાનો અવસર તે આપણું પર્યુષણ મહાપર્વ. - આ મહાપર્વનો ખરેખરો મહિમા ખમત-ખામણામાં રહેલો છે એ રખે આપણે ભૂલીએ. હજાર દર્દીની એક દવાની જેમ હજારો દોષોને શમાવવાનો સર્વોત્તમ ઉપાય તે ક્ષમાયાચનાનો માર્ગ છે. ક્ષમા આપીને કે ક્ષમા માંગીને માનવી નિર્બળ નહીં પણ સમર્થ બને છે. ક્ષમા વીરસ્ય મૂષળમ્ (ક્ષમા વીરનું ભૂષણ છે). - Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ જિનમાર્ગનું જતન શાસ્ત્રકારોએ અહિંસા, સંયમ અને તપને ધર્મનાં ઉત્કૃષ્ટ સાધનો ગણાવ્યાં છે; અને તેમાંયે અહિંસાને પરમ ધર્મ તરીકે પ્રમાણિત કરી છે. પણ આ અહિંસાની સાધના ક્ષમાની સાધના વગર સદા ય અધૂરી જ રહે છે. પોતાની ભૂલની માફી માગવા જેટલી સરળતા અને બીજાની ભૂલને જતી કરવા જેટલી ઉદારતા માનવીના હૃદયમાં ન વસે તો અહિંસાની સાધના પરાકાષ્ઠાએ પહોંચી જ ન શકે. કહેવામાં આવ્યું છે કે જે ખમાવે તે આરાધક અને ન ખમાવે તે વિરાધક. આ ઉપરાંત, સામાજિક જીવનને તંદુરસ્ત રાખવામાં પણ ક્ષમાનો ઘણો મોટો ઉપયોગ છે. તેથી ક્ષમા માગવાનું કે ક્ષમા આપવાનું પવિત્ર કાર્ય કોઈ પણ પ્રકારની કષાયભરેલી લાગણીઓથી રહિતપણે અને સાવ નિરપેક્ષભાવે જ થવું જોઈએ. ક્ષમા માગવામાં ન લઘુતા લાગવી જોઈએ, ન ક્ષમા આપવામાં ઉપકારની લાગણી અનુભવવી જોઈએ. આપણા મન ઉપર જે અનેક દોષો અને ભૂલોનો ભાર ચડી બેઠો હોય તેને દૂર કરવા માટે જ ક્ષમાનો આશ્રય લેવો જોઈએ. જૈન સમાજ આજે મોટે ભાગે વેપારીઓનો સમાજ હોવા છતાં, આત્મ-ભાવનું સરવૈયું કાઢવામાં આપણે પાછળ પડી ગયા છીએ. પણ હવે એવી બેદરકારી દૂર કર્યા વગર ચાલે એમ નથી. (તા. ૨૮-૧૯૪૯) (૩) મહાવીર-જયંતીઃ વિશિષ્ટ ઉજવણીની જરૂર નિશાળમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી, એકએક વિદ્યા પોતાને કોઠે પડી જતાં નવીનવી વિદ્યા હાંસલ કરવા પ્રયત્ન કરતો રહે તો જ એનો સાચો વિકાસ થાય. એ જ વાત જીવનનાં જુદાં જુદાં ક્ષેત્રોને માટે પણ એટલી જ સાચી છે. અહીં મહાવીરજયંતીની ઉજવણીના પ્રકારનો આ દૃષ્ટિએ થોડોક વિચાર કરવો ઉચિત લાગે છે. ૩-૪૦ વર્ષ પહેલાં એવો સમય હતો, કે ભગવાન મહાવીરની જયંતીની (જન્મ-કલ્યાણકની) ઉજવણી જાહેર સભારૂપે કરવામાં આવે એની સામે સમાજના રૂઢિચુસ્ત વર્ગનો સજ્જડ વિરોધ હતો; અને કયારેક-ક્યારેક તો એ વિરોધ કેવળ બોલાચાલી કે હૂંસાતૂસીરૂપે જ નહીં, પણ મારામારી રૂપે પણ પ્રગટ થઈ જતો ! Page #408 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક પર્વો : ૩ ૩૮૫ કાળબળે એવી જંગલી સ્થિતિ બદલાઈ ગઈ, અને પછી જેને સભા-સમારંભરૂપે એની ઉજવણી કરવી હોય તે ભલે કરે, આપણે એમાં સાથ ન આપવો – એવી ઉપેક્ષાવૃત્તિથી જુનવાણી માનસે સમાધાન કર્યું. ધીમે-ધીમે એ સ્થિતિમાં પણ પલટો આવ્યો, અને નવા વિચારવાળા પોતાની ઢબે એ પરમ-ઉપકારી પ્રભુનો જન્મદિન ઊજવવા લાગ્યા. વળી, એમાં પણ ક્યાંક-ક્યાંક થોડો-થોડો પલટો આવવા લાગ્યો, અને ક્યારેકક્યારેક જૂના અને નવા વિચારવાળા બંને ભેગા મળીને આ પુણ્યપર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવા લાગ્યા; જો કે, હજુ આ એકરૂપતામાં અમુક ઊણપ છે જ, પણ એ હવે વધારે નુકસાન કરી શકે એમ લાગતું નથી. હવે એટલી ઊણપ પણ દૂર થઈ જાય તો નવાઈ નહીં. અને છેલ્લા દસકામાં તો જૈનોના બધા ફિરકાઓ ભેગા મળીને મહાવીર જયંતીની ઉજવણી કરવાના બહુ જ આનંદપ્રદ અને આવકારપાત્ર માર્ગે વળ્યા છે, અને એમાં જૈનેતરોનો પણ ઠીકઠીક સહકાર મળવા લાગ્યો છે. આ એક બહુ જ શુભ ચિલ લાગે છે. છતાં, અમને લાગે છે, કે બધા ફિરકાઓ સાથે મળીને આ મહાપર્વની ઉજવણી કરે એ પ્રથા પણ બહુ જૂની થઈ જાય કે આપણા કોઠે પડી જાય તે પહેલાં આ પર્વની એક રાષ્ટ્રીય પર્વ તરીકે ઉજવણી કરવામાં આવે તે રીતે, અથવા તો મહાવીર-જયંતી એ કોઈ એક પંથ કે ધર્મનો નહીં, પણ આખા દેશનો અહિંસાની પૂજા અને અનુમોદના કરવાનો વિશિષ્ટ તહેવાર છે એમ જનતાને લાગે એ રીતે કરવાનો કોઈ વિશિષ્ટ પ્રકાર આપણે શોધી કાઢવો જોઈએ. આ વિશિષ્ટ પ્રકાર કેવો હોય એની વિગતે ચર્ચા કરવાનું આ સ્થાન નથી; અમારો એ ઉદ્દેશ્ય પણ નથી. છતાં એટલું સૂચવવું ઉચિત લાગે છે, કે આ પર્વની ઉજવણી કેવળ સભા ભરીને પૂરી થયેલી માનવાને બદલે જૈન સંસ્કૃતિનાં જુદાંજુદાં અંગો ઉપર તે તે વિષયના અભ્યાસી જૈન-જૈનેતર વિદ્વાનો પાસે અભ્યાસપૂર્ણ પ્રવચનો અપાવવામાં આવે, અભ્યાસ-વર્તુળોની યોજના કરીને એવી ચર્ચાઓ કરવામાં આવે અથવા નાનીસરખી સાહિત્ય-પરિષદનું આયોજન કરવામાં આવે તો જરૂર ઉજવણી વિશેષ રસપ્રદ, કાર્યસાધક અને લાભપ્રદ બને. આટલા પ્રાસંગિક નિવેદન સાથે અમે ઇચ્છીએ છીએ, કે આ પર્વ એ જૈનોને માટે એકતાનું – એકતાની વિચારણા અને સાધનાનું પર્વ છે. એ રીતે એની ઠેરઠેર વિશાળ પાયા ઉપર ઉત્સાહપૂર્વક અને યોજનાપૂર્વક ઉજવણી કરવામાં આવે. (તા. ૨૬-૩-૧૯૬૦) Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ જિનમાર્ગનું જતન (૪) અક્ષય-તૃતીયા : અનોખું પર્વ જેમ તીર્થાધિરાજ શત્રુંજયનું સ્મરણ થાય છે અને અંતર ભગવાન ઋષભદેવના પુણ્યસ્મરણની સુવાસથી મઘમઘતું બની જાય છે, તેમ અક્ષયતૃતીયાનું પર્વ પણ ભગવાન ઋષભદેવનાં અનેક સંસ્મરણોનો રસથાળ લઈને ઉપસ્થિત થાય છે. - ભગવાન ઋષભદેવને આપણે “આદિનાથ” અને “આદિદેવ' જેવાં નામોથી ઓળખીએ છીએ. આ નામો સાચે જ ભારે અર્થસૂચક છે, અને એમાં એ મહાપ્રભુએ લોકજીવનને સુગઠિત, સુવ્યવસ્થિત અને સુપ્રતિષ્ઠિત કરવા માટે જે પરમપુરુષાર્થ સેવ્યો હતો એનું યથાર્થ દર્શન થાય છે. યુગપલટાનો એ સમય સામાન્ય જનસમૂહને માટે અનેક મૂંઝવણો, અનેક સમસ્યાઓ અને અનેક વિટંબણાઓથી ભરેલો હતો. જ્યારે કલ્પતરુઓ મોં-માગ્યાં દાન આપવાની પોતાની કળા સંકેલી રહ્યાં હતાં, જ્યારે યુગલિક નર-નારીઓનો યુગ આથમવા માંડ્યો હતો અને જ્યારે કરે તે પામેનો કર્મયુગ શરૂ. થવા માંડ્યો હતો, ત્યારે સમસ્ત માનવસમૂહને માટે જૂની આંખે નવા તમાશા' જોવા જેવો અટપટો સમય આવી લાગ્યો હતો. આખું લોકજીવન ત્યારે આશા અને નિરાશાના હિંડોળે હીંચકા લેતું હતું. જાણે વન-વગડામાં સ્વચ્છંદપૂર્વક નાચવા-કૂદવા અને રમવાને ટેવાયેલું હરણિયું હિંસક પશુઓના સમૂહ વચ્ચે ઘેરાઈ ગયું હોય, એવી દિશાશૂન્યતા. સર્વત્ર પ્રસરવા માંડી હતી. આવા કાળે અને આવા સમયે ધરતી ભારે અધીરાઈપૂર્વક એક સમર્થ યુગપુરુષની રાહ જોઈ રહી હતી. ભગવાન ઋષભદેવે ધરતીમાતાનો એ આર્તસ્વર સાંભળ્યો, અને લોકજીવનના ઘડવૈયા તરીકે એ આગળ આવ્યા. અંધકારઘેર્યા વાતાવરણમાં જાણે પ્રકાશપુંજ પ્રગટ્યો, માર્ગભૂલ્યા માનવીઓને જાણે મહારાહબર લાધી ગયો, અનાથ લાગતી જનતા જાણે સનાથ બની ગઈ; ભગવાન ઋષભદેવ જનતાના હૈયા ઉપર “આદિનાથ' તરીકે બિરાજી ગયા. બુદ્ધિના ભંડાર, વિવેકવંત અને શક્તિશાળી માતાપિતા જેમ પોતાનાં સંતાનોનું જતન કરે, તેમ પ્રભુ આદિનાથે જનસમૂહના કલ્યાણની સતત ચિંતા કર્યા કરી; આખો માનવસમુદાય એમને મન સંતાન જેવો પ્રિય થઈ પડ્યો હતો. એ જનસમૂહની એક-એક સમસ્યાનો ઉકેલ એ જ એમની પ્રવૃત્તિનું કેન્દ્ર બની રહેતું; લોકજીવનના એકેએક અંગનો વિકાસ થાય, એ માટે ભગવાન આદિદેવ સતત માર્ગદર્શન કરાવતા રહેતા. * વખત પાકે અને કમળ પોતાની સૌન્દર્યશ્રીને સંકેલી લઈને સ્વનિષ્ઠ બની જાય તેમ ભગવાને સમય પારખીને પોતાની લૌકિક પ્રવૃત્તિ સંકેલી લીધી અને એક દિવસે એ પોતાનું સર્વસ્વ ત્યજીને વનવગડાના વેરાન માર્ગે સાવ એકાકી બનીને Page #410 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક પર્વો : ૪ ૩૮૭ ચાલી નીકળ્યા. પ્રેમના બંધને બંધાયેલી જનતા ભારે દર્દ અનુભવી રહી; એને લાગ્યું કે પોતાનો નાથ આજે રિસાઈને દૂર-દૂર ચાલ્યો જાય છે. ભારે વિમાસણનો. એ અવસર હતો. પણ ભગવાનનું અંતર તો ત્યારે પણ જીવમાત્ર પ્રત્યેના પ્રેમામૃતથી છલકાતું હતું ને ત્યાં કોઈ પ્રત્યે રસ હતી, ન કોઈ પ્રત્યે રાગ ! પ્રભુના એ આત્મમંથનમાંથી સમગ્ર વિશ્વ માટે અમૃતરસ પ્રગટ થવાનો હતો, પણ એ અમૃતરસના અધિકારી બનવા માટે જનસમૂહે પણ મથામણનો અનુભવ કરવાની જરૂર હતી. અને છેવટે જનતાએ જોયું, કે પોતે રિસાયેલ માની લીધેલ પ્રભુ સાચી રીતે રિસાયા ન હતા, પણ વખત પાકતાં જનલ્યાણની અનેકવિધ સામગ્રી લઈને ઉપસ્થિત થયા હતા. એ અદ્ભુત સામગ્રીએ અનેક આત્માઓને ઉજ્વળ બનાવ્યા, અનેક જીવોને પાવન કયાં. પણ પ્રભુનો આ સાધના-કાળ એના પ્રારંભથી જ ભારે કસોટી કરનારો નીવડ્યો. પ્રભુએ દીક્ષા લીધી તે જ દિવસથી એમને ભિક્ષા દુષ્માપ્ય બની ગઈ. નિર્દોષ આહાર ગ્રહણ કરવાના વ્રતધારી પ્રભુને ભિક્ષા માટે નગરનગર, ગામેગામ અને ઘરેઘર ફરવું પડ્યું. પોતાના બારણેથી ખાલી હાથે પાછા ફરતા પ્રભુને નિહાળીને જનતાનાં અંતર પણ કોરાઈ જતાં હતાં. પણ પ્રભુએ વચન નહીં ઉચ્ચારવાનું પણ' (વ્રત) લીધું હતું. એમને તો આત્મચરિત્ર દ્વારા સાવ મૌનપણે જનતાને ધર્મમાર્ગની દીક્ષા આપવી હતી. અને વસંત આવ્યે આંબો હોરે એમ એક દિવસે ભગવાનની ભિક્ષા ફળી ઊઠી. ૪૦૦-૪૦૦ દિવસનાં વહાણાં અન્ન અને જળ વગર વાઈ ગયાં, ત્યારે છેવટે એક દિવસે પ્રભુના પૌત્ર અને હસ્તિનાપુર નગરના રાજા શ્રેયાંસકુમારે ઈક્ષરસનું દાન કરીને પ્રભુની ભિક્ષા પૂરી કરી. પ્રભુએ જે દિવસે એ મહાતપસ્યાનાં પારણાં કર્યા એ પવિત્ર દિવસ તે અક્ષયતૃતીયા ! બીજાં પર્વો તપશ્ચર્યાનાં પર્વો છે, જ્યારે અક્ષયતૃતીયા પારણાનું મહાપર્વ છે. એ રીતે આ પર્વ અનોખું તરી આવે છે; સ્વનામધન્ય બની જાય છે. આજની અક્ષયતૃતીયા એટલે ફાગણ વદિ આઠમથી આદરેલી અને બીજા વર્ષના વૈશાખ સુદ ત્રીજે પૂરી થતી આશરે ૪૦૦ દિવસની, ઉપવાસ (અથવા બે ઉપવાસ) અને એકાશનની ફૂલગૂંથણીવાળી દીર્ઘ તપસ્યાના પારણાનો દિવસ. અક્ષયતૃતીયાના આ પવિત્ર દિવસે એ મહાપ્રભુના જીવનનું ધ્યાન ધરીએ, લોકસેવાની પ્રતિજ્ઞા લઈએ અને આત્મમાર્ગની સાધના કરીને પ્રભુ પાસે પહોંચવાનો સંકલ્પ કરીએ. (તા. ૨૬-૪-૧૯૫રનો લેખ તથા ૯-૫-૧૯૪૮ના લેખનો અંશ) Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૦ (૫) આપણા તહેવારોમાં શિસ્તની સદંતર ખામી જિનમાર્ગનું જતન ‘મુંબઈ સમાચાર’ના તા. ૨૨-૮-૧૯૫૫ના અંકમાં શ્રીમહેન્દ્ર દોશીના નામથી એક નાનો-સરખો લેખ છપાયો છે; તે જાણવા જેવો હોવાથી અહીં ઉદ્ધૃત કરીએ છીએ : “શ્રાવણ અને ભાદરવા મહિનામાં હિંદુઓ અને જૈનોના મુખ્ય ધાર્મિક તહેવારોનો સમાવેશ થયેલો છે. આ તહેવારો દરમિયાન ભક્તજનોનાં ટોળે-ટોળે ઊમટી પડે છે, અને સારા પ્રમાણમાં ગિરદી થાય છે. આ ગિરદી ઘણી વાર ગંભીર સ્વરૂપ પણ લે છે. એ વખતે ધક્કામુક્કી કરતો સ્ત્રીઓ અને પુરુષોનો અસ્ખલિત પ્રવાહ દર્શાનાર્થે અંદર જાય છે અને બહાર આવે છે. ચારે બાજુ કોલાહલ હોય છે. બાળકો અને સ્ત્રીઓ ભીંસાઈ જાય છે, અને અસંસ્કારી લોકો ગિરદીનો લાભ થઈ સ્ત્રીઓ સાથે અડપલાં પણ આવા સ્થળે કરે છે તેની કોઈ પરવા કરતું નથી. આમ શા માટે ? આપણા લોકોમાં આ દિવસો દરમિયાન શિસ્તપાલનની કેટલી જરૂર છે તેનો શું કોઈને ખ્યાલ આવતો નથી ? આપણા ધર્મગુરુઓ અને ધર્મસ્થાનોના વ્યવસ્થાપકો આ બાબતમાં શું કંઈ કરી શકે નહીં ? આપણાં લોકોને પોતાની ફરજનું ક્યારે ભાન થશે ? “બીજા ધર્મના ભક્તજનો તરફ નજર કરીએ તો જરૂર કંઈક શીખવા મળશે. ખ્રિસ્તી લોકોનાં દેવળો પ્રાર્થના માટે ચિક્કાર ભરાઈ જાય છે, અને જેઓ મોડા થાય છે તેઓ ચૂપચાપ પાછળ શાંત રીતે ઊભા રહે છે; તેઓ આગળ જવા પ્રયાસ કરતા નથી. ઇદને દિવસે લાખો મુસલમાનો આઝાદ-મેદાનમાં નમાજ પઢવા ભેગા થાય છે. કોઈના માર્ગદર્શન વિના તેઓ એક લાઇનમાં, જેમ આવતાં જાય છે તેમ બેસવા માંડે છે, અને જ્યારે લાખો માણસો એક સાથે મસ્તક નમાવી નમાજ પઢે છે, ત્યારે સંપૂર્ણ શાંતિ ફેલાઈ જાય છે. એટલો પણ ખ્યાલ ન આવે કે અહીં લાખ માણસ ભેગું થયું હશે ! “ઉ૫૨ના બે દાખલા આપીને ધર્મની જરા પણ નિંદા કરવાનો મારો હેતુ નથી. પણ આપણાં ધાર્મિક સ્થાનોમાં સંપૂર્ણ શાંતિ અને શિસ્તપાલનની કેટલી જરૂ૨ છે તે તરફ સર્વ ધર્મહિતેચ્છુઓનું ધ્યાન દોરવા નમ્ર પ્રયાસ છે. ચારે બાજુ કોલાહલ થતો હોય તો શું એકાગ્રતાપૂર્વક મનન થઈ શકે ? સમજુ શિક્ષિત-વર્ગ લોકોમાં આ પ્રશ્ન પર જાગૃતિ લાવવા અને નિવારણ કરવા નિશ્ચયપૂર્વક કંઈક પ્રયાસ કરે એવી નમ્ર વિનંતી છે.” શ્રી મહેન્દ્ર દોશીએ કરેલી ફરિયાદ એટલી બધી પ્રત્યક્ષ અને સાચી છે કે એ માટે વિશેષ કહેવાની જરૂ૨ નથી. ધાંધલ, ઢૂંસાતૂંસી અને અવ્યવસ્થા – ગેરશિસ્તનાં આ અંગો આપણને એટલાં બધાં સહજ થઈ પડ્યાં છે, કે એમાં સુધારો કરવાની જાણે આપણને જરૂર જ લાગતી નથી ! છાણનો કીડો છાણમાં જ મોજ માણ્યા કરે ! Page #412 -------------------------------------------------------------------------- ________________ ૩૮૯ ધાર્મિક પર્વો : ૫ અને એકલા પર્વદિવસોમાં જ શા માટે ? આપણી ગેરશિસ્તનાં ચિહ્નો તો પવિત્ર તીર્થસ્થાનોમાં પણ થોકબંધ જોવા મળે છે. આપણી ધર્મશાળાઓ જુઓ; જાણે આપણે એને પવિત્ર સ્થાન નહીં, પણ ઉકરડો સમજીને જ વર્તીએ છીએ. આપણે શાણા અને ધાર્મિક ગણાતા હોવા છતાં આ અવ્યવસ્થા અને ગંદવાડના પાશવી દોષો આપણામાં ક્યાંથી પેસી ગયા હશે? અમને તો લાગે છે કે આપણે વધારે પડતા પરલોકલક્ષી બન્યા એનું જ આ દુષ્પરિણામ છે. ગમે તેમ હોય, પણ આ વાત ચાલુ રહે એમાં ન તો આપણી શોભા છે, કે ન તો એમાં આપણી શક્તિમાં વધારો થાય છે. માટે સમાજમાં આવી શિસ્તની સ્થાપના થાય એ માટે પ્રયત્ન કરવાની ખૂબ જરૂર છે. ધર્મગુરુઓ પણ પોતાના ધર્મોપદેશને આ દિશામાં વાળશે તો સાચી સેવા બજાવી ગણાશે. (તા. ૩-૯-૧૯૫૫) Page #413 -------------------------------------------------------------------------- ________________ ' ૧૨ સામાજિક સુધારો અને વિકાસ (૧) દહેજ-પ્રતિબંધક ધારો જેમ ઘણાં વર્ષો પહેલાં શ્રી હરબિલાસ શારદાના સતત પ્રયત્નથી, તે વખતની લોકસભાએ પસાર કરેલ ‘શારદાબિલ' એટલે કે બાવિવાહ-પ્રતિબંધક ધારો ભારતવર્ષના સામાજિક સુધારાના ઇતિહાસમાં એક અગત્યના સીમાચિહ્નરૂપ બની રહ્યો છે, તેમ તાજેતરમાં જ (૧૦ મી મે ૧૯૬૧ના દિવસે) લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકે પસાર કરેલ દહેજ-પ્રતિબંધક ધારો (ડાવરી પ્રોહિબિશન બિલ) એ પણ ભારતવર્ષની સામાજિક પ્રગતિના ઇતિહાસમાં એક અગત્યના સીમાચિહ્નરૂપ બની રહેશે એમાં શક નથી. આ રીતે જોતાં એ ૧૦મી મેનો દિવસ નારીપ્રતિષ્ઠાના અને નારીઉત્થાનના ઇતિહાસમાં હંમેશને માટે યાદગાર બની રહેશે. અલબત્ત, દેશમાં પ્રવર્તતતા અને પળે-પળે દેશની પ્રગતિની આડે આવતા દહેજ કે એના જેવા કુરિવાજોનું ભયંકર અનિષ્ટ માત્ર આવા કાયદા ઘડવાથી જ દૂર થઈ જશે એમ માની લેવાની જરૂર નથી; મોટા ભાગના વિચારકો અને સુધારકો એવી ખોટી આશામાં રાચતા પણ નથી. આમ છતાં આવાં સામાજિક અનિષ્ટો કેવળ આપસઆપસની સમજૂતી કે ચર્ચાવિચારણાથી કે એની સામેની થોડીક જેહાદથી અથવા તો અમુક માણસોના વિરોધથી દૂર થઈ જશે એમ માની લેવું એ પણ બરાબર નથી. એ માટે તો જેમ અંદરની પ્રબળ ઇચ્છાશક્તિ જોઈએ, તેમ બહારની પૂરતી સહાય પણ જોઈએઃ એ બંનેનો મેળ થાય ત્યારે જ આવા સામાજિક સુધારાની દિશામાં આગળ વધી શકાય. આપણી સરકારે ઘડેલ દહેજ-પ્રતિબંધક ધારાનું મહત્ત્વ બે રીતે વિચારવું જોઈએ એમ અમને લાગે છે ઃ એનું પહેલું અને મુખ્ય મહત્ત્વ તો એ છે કે જે સમાજ અને દેશના હિતચિંતકો આવી હાનિકારક પ્રથાની સામે થઈને એનાં મૂળ ઉખેડી નાખવા માગતા હોય, એમના એ સત્પ્રયત્નના માર્ગમાં આવતા અવરોધોને આ ધારો દૂર કરે છે, અને એવા સામાજિક સુધારકોને જરૂર પડ્યે સરકાર તરફથી પૂરેપૂરી સહાય મળી રહેશે એની ખાતરી આપે છે. સજાની ભીતિ અને સત્તાના પીઠબળ વગર પ્રત્યાઘાતી Page #414 -------------------------------------------------------------------------- ________________ સામાજિક સુધારો અને વિકાસ : ૧ ૩૧ અને પ્રગતિવિરોધી બળો આવા પ્રયત્નોમાં ડગલે ને પગલે અનેક જાતનાં વિઘ્નો ઊભાં કરે છે અને સુધારાનો અમલ થતો કોઈ ને કોઈ રીતે અટકાવે જ છે. આ ધારાનું બીજું મહત્ત્વ એ છે, કે એ ધારો સંપૂર્ણ લોકશાહી પદ્ધતિએ ઘડાયેલો હોવાથી, એક રીતે એ લોકમાનસનો જ પડઘો કે પ્રતિબિંબ પાડે છે. જો લોકમત આવા ધારાની તરફેણ કરતો ન હોય તો આવો ધારો લોકશાહી શાસન-પદ્ધતિમાં ઘડાઈ જ ન શકે. એટલે એમ કહેવું જોઈએ કે સમાજના અભ્યદયને ખાતર અને ખાસ કરીને નારીજીવનની પ્રતિષ્ઠા વધારવાને ખાતર, સામાન્ય જનસમૂહને દાયકાઓથી એમ લાગ્યા જ કરતું હતું કે કરિયાવરની, પૈઠણની કે તેથી ઊલટું કન્યા આપવા માટે વરપક્ષ પાસેથી લેવામાં આવતા પૈસાની (કન્યાવિક્રયની) પ્રથા ઉપર પ્રતિબંધ મુકવો જ જોઈએ. લોકસભામાં પસાર કરેલો આ ધારો એ દાયકાઓ જૂની સામાન્ય જનસમૂહની આ. ઇચ્છા અને ઝંખનાનું જ ફળ છે એમ કહેવું જોઈએ. અને તેથી આવો લોકોપયોગી ધારો ઘડવા માટે લોકસભા અને રાજ્યસભાને તેમ જ આપણી મધ્યસ્થ સરકારને હાર્દિક ધન્યવાદ ઘટે છે. આ ધારામાં આમ તો કન્યાપક્ષ પાસેથી તેમ જ વરપક્ષ પાસેથી એમ બંનેમાંથી કોઈ પણ પક્ષ પાસેથી માગવામાં અને લેવામાં આવતા પૈસા કે કરિયાવરનો નિષેધ કરીને એને સજાપાત્ર ગુનો ગણવામાં આવેલ છે, તેમ છતાં કરિયાવર કે દહેજનો વધારે સંબંધ કન્યા અને કન્યાપક્ષ સાથે જ છે. એટલે કે ઘણે મોટે ભાગે કન્યાપક્ષે જ વરપક્ષને પૈસાથી કે એવી બીજી કીમતી વસ્તુઓથી રાજી કરવાનો રહે છે એ વગર કહ્યું સમજાય એવી દીવા જેવી ચોખ્ખી હકીકત છે, અને તેથી જ આપણા દેશમાં દીકરીના જન્મને અનિષ્ટરૂપ લેખવામાં આવે છે અને એકંદરે નારીજીવન હલકું – પ્રતિષ્ઠાવિહોણું લેખાયું છે. પોતાનાં સાધારણ સ્થિતિનાં કે ગરીબ માતા-પિતા વરપક્ષને સંતોષવા માટે પોતાના લગ્ન નિમિત્તે હજારોનો કરિયાવર ક્યાંથી કેવી રીતે આપી શકશે એ વિચારથી મૂંઝાઈને કેટલીય લાગણીપ્રધાન અને વિચારશીલ કન્યાઓ ત્યાગનો માર્ગ સ્વીકારી લે છે, અને કોઈક-કોઈક તો આપઘાતનો માર્ગ પણ અપનાવી લેતાં અચકાતી નથી છે - આ છે આ દહેજપ્રથાનો ભયંકર અભિશાપ ! જે દેશમાં પળેપળે આવા અભિશાપનો અગ્નિ પ્રજવલતો જ રહેતો હોય, એ દેશમાં સમતોલ, સ્વસ્થ અને સુખી સામાજિક જીવનની આશા જ કેમ કરી રાખી શકાય? અને એ દેશ એક ચેતનવંત રાષ્ટ્ર કેવી રીતે બની શકે? દહેજપ્રથાના અનિષ્ટનો અનુભવ સામાન્ય સ્થિતિનાં કે ગરીબ માતા-પિતાને તો પળ-પળે થતો જ રહે છે, પણ કળણમાં ફસાયેલો માનવી જેમ સહેલાઈથી બહાર Page #415 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ જિનમાર્ગનું જતન નીકળી શકતો નથી, એમ તેમને માટે આ સામાજિક કુપ્રથામાંથી બહાર નીકળવું ભારે મુકેલ છે. પણ આ અનિષ્ટનો અંતરનો કોરી ખાય એવો કારમો અનુભવ તો ઉંમરલાયક સમજુ કન્યાઓને જેટલો થાય છે, એટલો બીજાઓને ભાગ્યે જ થતો હશે. આ કુપ્રથા સામેના નારી-સમાજના અતિ ઉગ્ર વિરોધનો પડઘો આ બિલની ચર્ચાવિચારણા દરમ્યાન બરાબર પડેલો. પુરુષ-સભ્યોમાં રૂઢિચુસ્ત અને પ્રગતિશીલ એવા બે પક્ષો જોઈ શકાતા હતા. રૂઢિચુસ્તો જાણે મનોમન ઇચ્છતા હતા કે આ ધારો ન ઘડાય તો સારું, પણ લોકલાગણી એવી તીવ્ર હતી કે પોતાની વાત તેઓ ઉચ્ચારી શકે એવી સ્થિતિ ન હતી અને આ બિલના સમર્થક એવા પ્રગતિશીલ માનસ ધરાવતા પુરુષોમાં પણ એકસરખાપણું દેખાતું નહોતું. એમાં પણ કયાંક-કયાંક વિચારભેદ છતો થઈ જતો હતો. પણ સ્ત્રીસભ્યો એટલાં મક્કમ હતાં કે તેઓ આ વાતને મુલતવી રાખવા કે જતી કરવા તૈયાર ન હતાં; છેવટે આ ધારો પસાર કરાવીને જ જંપ્યાં. અલબત્ત, આ ધારાને આખરી રૂપ આપવામાં આવ્યું એમાં પુરુષ-સભ્યોને સંતોષ થાય, એમની આશંકાઓનું નિવારણ થાય એવા ફેરફાર કરવામાં આવ્યા હતા. આમ છતાં, છેવટે જે નબળા-સબળા રૂપમાં આ બિલે ધારાનું રૂપ લીધું, તે આ સ્ત્રી-સભ્યોની સતત જાગૃતિ અને ખબરદારીને લીધે જ – એટલું કબૂલ કરવું જોઈએ. જો આ સ્ત્રી-સભ્યો આટલાં મક્કમ ન હોત તો છેવટે એ બિલ, બીજાં અનેક બિલોની જેમ, વિલંબનાં જાળાંઝાંખરાંમાં અવશ્ય અટવાઈ જાત. પણ, અમે શરૂઆતમાં કહ્યું હતું તેમ, આ દહેજ પ્રતિબંધક ધારો ઘડાવા માત્રથી આ દુષ્ટ રિવાજનો અંત આવી જશે એમ માની લેવાની જરૂર નથી. એનાથી આપણને કેટલો લાભ મળવાનો છે એનો આધાર તો એ હથિયાર આપણે કેવી રીતે વાપરી જાણીએ છીએ એના ઉપર છે. વળી, કેટલાક સામાજિક કુરિવાજો એવા હોય છે કે જે ઉઘાડે છોગે જોઈ શકાય છે; દાખલા તરીકે સમ્રાટ અકબરના સમય સુધી આપણા દેશમાં પતિની પાછળ સતી થવાનો ક્રૂર રિવાજ હતો. બાળલગ્ન અને એક કરતાં વધુ પત્નીઓ કરવાનો રિવાજ તો હજી આપણી આંખ સામેનો જ છે ! આવા રિવાજોને કાયદાની સહાયથી નાથવામાં, કદાચ, શરૂઆતમાં સમાજના પ્રત્યાઘાતી માનસને લીધે કંઈક મુશ્કેલી જરૂર જણાય, પણ એમાં છેવટે કાયદો કામયાબ બને છે, અને કુરિવાજોએ એ સત્તાની આગળ શિર ઝુકાવીને નામશેષ બનવું પડે છે. પણ દહેજ જેવી પ્રથા કે જેનો સીધો સંબંધ માનવીના મનમાં રહેલા અને સર્વ પાપોના બાપ લેખાતા લોભ સાથે છે અને જેમાં કુલડીમાં ગોળ ભાંગવા જેવી કે પાછલા બારણે Page #416 -------------------------------------------------------------------------- ________________ સામાજિક સુધારો અને વિકાસ : ૧ કરાતી પ્રચ્છન્ન તરકીબોને માટે પૂરેપૂરો અવકાશ છે, એ પ્રથા માત્ર કાયદાને બળે નામશેષ બની રહે અશકય છે. આ માટે બે રીતે કામ ક૨વાની જરૂર છે : એક તો આસપાસમાં ક્યાંય દહેજપ્રથાનું અનિષ્ટ ચાલુ રહેતું લાગે તો એની સામે સતત જાગૃત રહે અને જરૂર પડ્યે મોરચો પણ માંડે એવાં સમાજસુધારક મંડળો કામ કરતાં થાય. સ્વરાજ્ય-પ્રાપ્તિ પછી આ એક મોટામાં મોટી ખોટ કે ખામી આવી ગઈ છે કે સુધારક પ્રવૃત્તિ લોકજીવનમાંથી લગભગ સંકેલાઈ ગઈ છે, અને ઠેરઠેર જુનવાણી, પ્રત્યાઘાતી, પ્રગતિરોધક બળોનું જોર વધી ગયું છે ! આ માટે કામ કરવાની લાંબા ગાળાની રીત તે આ કુપ્રથા જ્યાંથી ઉત્પન્ન થાય છે, પોષણ મેળવે છે અને વિકસે છે તેવી પરિસ્થિતિને દૂર કરવી એ છે. વરકન્યાની પસંદગીનાં વર્તુળો જેમ વધુ નાનાં અને વધુ સાંકડાં તેમ આ કે આના જેવી કુપ્રથાઓને વધુ વેગ મળવાનો. એટલે આવાં બધાં સામાજિક અનિષ્ટોને દૂર કરવાનો પાયાનો ઉપાય તો એ જ કે વરકન્યાની પસંદગીનું વર્તુળ જેમ બને તેમ વિશાળ કરવું અને એમાં આવતા અવરોધો સતત દૂર કરતાં રહેવું. રોટી-વ્યવહા૨ જેમ બેટી-વ્યવહારના ક્ષેત્રનો વિસ્તાર જેમ આવાં સામાજિક અનિષ્ટો દૂર કરવામાં મોટી સહાયરૂપ થઈ શકે છે, એમ એ રાષ્ટ્રની એકતા અને અખંડિતતાના ઘડતરમાં પણ ઘણો મહત્ત્વનો ફાળો આપી શકે છે. ૩૯૩ આ કાયદાનો જો સાચો લાભ મેળવવો હોય તો દેશમાં સામાજિક સુધારાનું આંદોલન ચાલુ કરીને ક્રમશઃ લોકોના મનમાં આ કાયદાની ઉપયોગિતા ઠસાવવી જોઈએ. આમ ન કરીએ અને માત્ર આ કાયદા ઉપર જ બધો મદાર રાખીને બેસી રહીએ, તો બીજા અનેક કાયદાઓની જેમ, આ કાયદો પણ પ્રજાજીવનમાં ઓતપ્રોત બનવાને બદલે કેવળ કાગળમાં જ પુરાઈ રહેવાનો. (તા. ૨૭-૫-૧૯૬૧) બહેનોના સવિશેષ શિક્ષણને અને સ્વતંત્ર જીવન જીવવાની તાલાવેલીને જોઈને એક વાર એક જમાનાના ખાધેલ કહી શકાય એવા પુરુષે મર્મમાં હસતાં-હસતાં કહેલી વાત આ લખતી વખતે યાદ આવી જાય છે. એમણે એ વખતે કહેલું કે આ બધું ભલે ને ગમે તેમ ચાલ્યા કરે, અને પોતાની સ્વતંત્રતા માટે સ્ત્રીઓ ગમે તેટલાં આંદોલનો કર્યાં કરે, પણ જ્યાં સુધી સ્ત્રી પોતાની જાતને શોભાની પૂતળી માને છે અને સુંદર વસ્ત્રો અને મનોહર આભૂષણો પાછળ ઘેલી બની રહે છે, ત્યાં સુધી આવાં ગમે તેટલાં આંદોલનો થાય તો પણ તેથી પુરુષોએ જરા ય ડરવાની જરૂર નથી. Page #417 -------------------------------------------------------------------------- ________________ જિનમાર્ગનું જતન એ ભાઈએ તો કંઈક ઉપહાસમાં આ વાત કરી હતી; પણ એની પાછળ સ્ત્રીમાનસની શણગાર તરફના આકર્ષણની જે કમજોરી સૂચિત થાય છે એની ઉપેક્ષા આજે પણ થઈ શકે એમ નથી. આજે ઘણું ભણેલી-ગણેલી, વિચારક, સુધારક અને સ્ત્રીઓના સ્વાતંત્ર્ય માટે રાત-દિવસ પ્રયત્ન કરતી બહેનોમાંથી પણ એવી બહેનો આંગળીને ટેરવે ગણાય એટલી જ મળવાની કે જે શણગારના પારતંત્ર્યમાંથી મુક્ત હોય. એટલે સ્ત્રીઓની પગની બેડીનું એક મોટું કારણ એમની આ શૃંગારપ્રિયતા જ બની રહે છે. સ્ત્રી-સ્વાતંત્ર્યના આંદોલનમાં સૌથી જોરદાર આંદોલન તો સ્ત્રીઓને આકર્ષક વસ્ત્રો અને ભભકાભર્યાં આભૂષણોની મોહિનીમાંથી છોડાવવાનું કરવા જેવું છે. સાદું અને ઉચ્ચ વિચારવાળું જીવન જ સુખી અને આદર્શ જીવન છે એ વાત હજી પણ બહેનોને સમજાવવી પડે એ ભારે કરુણતા લેખાવી જોઈએ. સમાજમાં આર્થિક રીતે સધ્ધર ગણાય એવા શ્રીમંતો પણ હોય છે, અને આર્થિક ભીંસમાં પિસાતાં કુટુંબો પણ હોય છે. પણ એવી આર્થિક અસમાનતાથી કંઈ મન પલટાઈ જતાં નથી. એટ્લે જ્યારે શ્રીમંતોની દીકરીઓ પોતાની કાયાને સુંદર વસ્ત્રાભૂષણોથી શણગારે છે, ત્યારે સમાજની બીજી કન્યાઓને પણ એનો ચેપ લાગ્યા વગર રહેતો નથી. પરિણામે, શણગારપ્રિયતાનું માયાવી ચક્ર સમગ્ર સ્ત્રીજાતિને આવરી લે છે. એટલે કરિયાવરની પ્રથાથી છુટકારો મેળવવા માટે બહેનો સાદા જીવન પ્રત્યે અભિરુચિ ધરાવતી થાય એ ખાસ જરૂરી છે; અને એની શરૂઆત શ્રીમંત ગણાતી બહેન-દીકરીઓથી થવી જોઈએ. ૩૯૪ સામાન્ય રીતે તો એમ કહી શકાય કે કન્યાને કરિયાવર (દહેજ) આપવાની પ્રથા જ્યારથી શરૂ થઈ હશે, ત્યારથી સામાન્ય જનસમૂહને માટે એ આર્થિક રીતે ભારરૂપ લાગી હશે; પણ હમણાં-હમણાં તો આર્થિક ભીંસ એટલી બધી વધી ગઈ છે કે હવે આ પ્રથાનો આર્થિક બોજ અસહ્ય લેખી શકાય એટલી હદે વધી જવા પામ્યો છે. તેથી, તેમ જ બહેનોને પોતાને પણ પોતાનો સામાજિક દરજ્જો ઊંચો લાવવાની તાલાવેલી લાગેલી હોવાથી પોતાનું ‘અકારી દીકરી’ તરીકેનું વગોવણું દૂર કરવા એ સજ્જ બની છે. તેથી આ કુપ્રથા તરફ લોકોનું વધારે ધ્યાન ગયું છે. પડોશ, ગામ કે મુલ્કમાં બનતા અને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જાણવામાં આવતા કિસ્સાઓ આપણી અને ઇતર સમાજોની આંખો ઉઘાડવા માટે બસ લેખાવા જોઈએ. આવા કિસ્સાઓ આવી સામાજિક કુપ્રથાને કારણે વધુ ન બને એ જોવાનું કામ આપણા સમાજહિતચિંતકો અને સુધારકોનું, અને ખાસ કરીને શક્તિશાળી સ્ત્રી-કાર્યકરોનું છે. (તા. ૧૧-૧-૧૯૬૧) Page #418 -------------------------------------------------------------------------- ________________ સામાજિક સુધારો અને વિકાસઃ ૨ ૩૫ (૨) આનર ધાર્મિક લગ્ન-સંબંધો ભારતવર્ષના રાજતંત્રને બિનસાંપ્રદાયિક (સેક્યુલર) રાજતંત્ર બનાવવાની ઉદ્દઘોષણા કરવામાં આવી છે, તેવે સમયે હવે આન્તરધાર્મિક લગ્નસંબંધો સંબંધી થોડોક વિચાર કરવો ઉપયોગી થઈ પડશે. ગુજરાત-સૌરાષ્ટ્રમાં ૪૦૫૦ વર્ષ પહેલાં એવો સમય પ્રર્વતતો હતો કે જ્યારે જુદાજુદા ધર્મને અનુસરનારાઓ વચ્ચે લગ્નસંબંધો બંધાતા હતા, અને કોઈ પણ જાતનો વિક્ષેપ જગવવાને બદલે એવા સંબંધો જુદાજુદા ધર્મવાળાને એકબીજાથી સાવ વિખૂટા. બની જતા અટકાવવાનું કામ કરતા હતા. દેશમાં બીજા ભાગોમાં તો અત્યારે પણ આવા લગ્નસંબંધો બંધાય છે, અને એનું કોઈ અનિષ્ટ પરિણામ ભાગ્યે જ આવે છે. આ સંબંધમાં થોડા વખત પહેલાં કલકત્તાથી શ્રીયુત કાલિપ્રસાદ ખેતાને તેરાપંથી જૈન મહાસભાના સાપ્તાહિક હિંદી મુખપત્ર “જેનભારતી' (તા. ૬-૮-૧૯૫૩) ઉપર લખેલ પત્રમાંના આ શબ્દો વાંચવા રસપ્રદ થઈ પડશે : “કમનસીબે ભારતીય જીવન અને સંસ્કૃતિમાં જૈન-ધર્મના જુદા-જુદા પક્ષોના ફાળા સંબંધી હું વિસ્તૃત અધ્યયન નથી કરી શક્યો. વ્યક્તિગત રીતે આ વાત મારા માટે સવિશેષ ખેદજનક છે, કારણ કે મારાં પત્ની એક જૈન કુટુંબનાં પુત્રી છે, અને આ રીતે મારાં સંતાન વૈષ્ણવ અને જૈનધર્મનો સમાન વારસો ધરાવે છે. આ એક નિઃશંક હકીકત છે કે મારવાડી સમાજમાં વૈષ્ણવ અને જૈનધર્મ વચ્ચે એટલી બધી સહનશીલતા જોવામાં આવે છે કે વ્યાવહારિક રૂપે બંનેનું જુદા-જુદા માર્ગરૂપે સ્મરણ પણ કરવામાં નથી આવતું. જેઓ વધારે પડતા જ્ઞાનને લીધે પીડાતા નથી તેઓ એ બંને ધર્મોને એકરૂપે જુએ છે. વિદ્વાનો આને પસંદ કરે કે ન કરે, પણ સામાન્ય જનતા તો સાચે જ આથી સુખી છે. પરિણામે જૈનો અને વૈષ્ણવો વચ્ચેનો લગ્ન-સંબંધ એક સામાન્ય ઘટના છે અને કોઈ આ ભિન્નતા તરફ ધ્યાન પણ નથી આપતું.” જુદા-જુદા ધર્મોના અનુયાયીઓ વચ્ચેના લગ્નસંબંધ અંગે વિચાર કરવાનો વખત આવી પહોંચ્યો છે એટલું સૂચન કરવા પૂરતી જ આ નોંધ લખી છે. (તા. ૩-૧-૧૯૫૩) Page #419 -------------------------------------------------------------------------- ________________ ૩૬ જિનમાર્ગનું જતન (૩) વૃદ્ધાશ્રમોઃ વિસ્તરતું એક નવું અનિષ્ટ ભારતવર્ષ ઘણે મોટે ભાગે સંયુક્ત કુટુંબ-વ્યવસ્થાને વરેલો દેશ હતો, અને, અમુક પ્રમાણમાં, અત્યારે પણ એને વરેલો છે. આમ છતાં પરદેશી સંસ્કૃતિ કે જીવનપદ્ધતિના વધારે પડતા સંપર્કને કારણે કે વધતા જતા શિક્ષણને કારણે ધીમે-ધીમે ભારતવર્ષની સમાજવ્યવસ્થામાં પણ વધારે પડતા વ્યક્તિવાદનું તત્ત્વ પગપેસારો કરવા લાગ્યું છે. એને લીધે વ્યક્તિ પોતાની અંગત જરૂરિયાતોને એટલું બધું એકાંગી મહત્ત્વ આપવા લાગી છે અને પોતાના વ્યક્તિગત ગમા-અણગમાને એટલા મોટા પ્રમાણમાં વશ થઈ જવા લાગી છે કે જેથી સહનશક્તિનું સ્થાન અસહિષ્ણુતા લેવા લાગી છે. આના એક સહજ પરિણામરૂપે, જે વ્યવસ્થાને ટકાવી રાખવા માટે વ્યક્તિએ સમર્પણની ભાવના કેળવવાની જરૂર પડતી હતી, એ સંયુક્ત-કુટુંબ-વ્યવસ્થા જ વેરવિખેર થવા બેઠી છે. એની સૌથી વધારે માઠી અસર જે-તે કુટુંબના વૃદ્ધજનો – વૃદ્ધ માતા-પિતા કે અન્ય વડીલો – ઉપર થવા લાગી છે. જેમ-જેમ સંયુક્ત કુટુંબ-વ્યવસ્થા માંગતી જાય છે, તેમ-તેમ કુટુંબની વૃદ્ધ વ્યક્તિઓની સ્થિતિ ન કોઈ સાથી, ન કોઈ સંભાળ રાખનાર કે ન કોઈ સ્નેહ-મમતા દર્શાવનાર એવી – કોઈક વેરાનમાં કે રણમાં માર્ગ ભૂલી ગયેલ વ્યક્તિ જેવી – અસહાય અને લાચાર બનવા લાગી છે. સંસ્કૃતિની દષ્ટિએ આ એક નવું અનિષ્ટ વિસ્તરી રહ્યું છે. ભારતીય સમાજના જે વર્ગનાં વૃદ્ધજનોની આવી બેહાલી થતી જોવામાં આવે છે, તે છે શિક્ષિત બનતો જતો મધ્યમવર્ગ, પૈસેટકે સુખી બનતો જતો મધ્યમવર્ગ અને એનાથી પણ ઊંચું સ્થાન ધરાવતો સંપત્તિશાળી વર્ગ, મતલબ કે આ અનિષ્ટનો ભોગ, એકંદરે ભારતીય સમાજનો ઊજળો ગણાતો વર્ગ જ બની રહ્યો છે. આ ઉપરથી અંતરમાં એક સવાલ જરૂર ઊભો થાય છે કે જે વ્યક્તિઓએ, પોતાના કુટુંબના ભલા ખાતર, રાત-દિવસ મહેનત કરીને, સમાજમાં આબરૂ-પ્રતિષ્ઠા મેળવીને, પોતાની આધેડ વયના દિવસો સુખમાં વિતાવ્યા હોય, એમને પોતાનું ઘડપણ આવી હતાશા-નિરાશાથી ભરેલી સ્થિતિમાં પસાર કરવાનો વખત આવે —- અરે, મૃત્યુની રાહમાં જ હોય એવી બિસ્માર હાલતમાં રહેવાનું આવે, તો એ કેટલું બધું આકરું અને અકારું થઈ પડે ? જેવાં આપણી પોતાની જાતનાં સુખ-દુઃખ, એવાં જ બીજાનાં સુખ-દુઃખ – એ રીતે સહાનુભૂતિપૂર્વક આ નાજુક બાબતનો વિચાર કરવામાં આવે તો એ કેટલું પીડાકારક અનિષ્ટ છે એનો ખ્યાલ આવ્યા વગર ન રહે; અને એને રોકવા માટે પણ આપણે સજ્જ થઈએ. પણ આજે વ્યક્તિવાદ જે રીતે વિસ્તરી રહ્યો છે એ જોતાં આ અનિષ્ટને Page #420 -------------------------------------------------------------------------- ________________ સામાજિક સુધારો અને વિકાસઃ ૩ ૩૯૭ રોકવા આપણી ઊછરતી પેઢી કૃતનિશ્ચય થાય એવી આશા ભાગ્યે જ રાખી શકાય તેમ છે. અને તેથી જ આપણા દેશમાં પણ, કેટલાક વિદેશોની જેમ, ઘરડાં-ઘર કે વૃદ્ધાશ્રમો સ્થપાતાં જાય છે. વૃદ્ધાશ્રમો સ્થાપવાની પ્રવૃત્તિને કોઈ બદલાતી જતી સમાજ-વ્યવસ્થાના એક અનિવાર્ય અનિષ્ટ તરીકે આવકારે એ બનવા-જોગ છે. પણ માનવતા, ધાર્મિકતા અને સંસ્કારિતાની કસોટીએ જો આ વિચારને આપણે કસી જોઈએ તો આપણને એ સમજાતાં-સ્વીકારતાં વાર ન લાગવી જોઈએ કે સમાજ-વ્યવસ્થામાં વૃદ્ધાશ્રમોની જરૂર એ સંસ્કૃતિનું ગૌરવ વધારે એવી નહીં પણ એને માટે શરમજનક કે કલંકરૂપ બાબત છે. એક વિચારક બહેને આ બાબત તરફ ઠીક-ઠીક સ્પષ્ટતાથી આપણું ધ્યાન દોર્યું છે. એ તરફ સૌનું ધ્યાન દોરવા માટે અમે આ નોંધ લખવા પ્રેરાયા છીએ. સ્થાનકવાસી જૈન કૉન્ફરન્સના મુંબઈમાંથી પ્રગટ થતા ગુજરાતી સાપ્તાહિક મુખપત્ર જૈનપ્રકાશમાં સ્ત્રી-શક્તિ' વિભાગનાં સંપાદિકા શ્રી શારદાબેન બાબુભાઈ શાહ તા. ૧-૩-૧૯૭૬ના “જૈનપ્રકાશમાં “વૃદ્ધાશ્રમો એક શરમની વાત' એ નામે એક નોંધમાં કહે છે : વર્તમાન જીવનમાં જાતજાતની સામાજિક સંસ્થાઓ અસ્તિત્વમાં આવી છે, પરંતુ આ બધામાં ખરેખર શરમ અને કરુણા ઉપજાવે એવી કોઈ સંસ્થા હોય તો તે છે વૃદ્ધો માટેના આશ્રમો. જે મા-બાપ પોતાનાં સંતાનોને અનેક કષ્ટ વેઠી મોટાં કરે છે, તેમને પાછલી અવસ્થામાં કુટુંબની હૂંફ વચ્ચે રહેવાને બદલે વૃદ્ધાશ્રમનો આશ્રય લેવો પડે એ તો આપણા માટે ભારે શરમરૂપ અને માનવતાવિહોણી વાત ગણાવી જોઈએ. પશ્ચિમમાં વૃદ્ધાવસ્થા કેવી ઉપેક્ષિત અને અસહાય અવસ્થા છે એ મેં અમેરિકાના પ્રવાસ વખતે નજરોનજર જોયું છે. એક માનવના હિસાબે તો વૃદ્ધો – કોઈ પણ દેશના હોય – હંમેશાં આદરણીય અને પૂજ્ય જ છે. આપણાં ઊજળા દાંત દ્વારા વૃદ્ધજનોની સેવા અને યોગ્ય કદરનો પશ્ચિમમાં પણ પ્રચાર થાય એવું કંઈક કરી બતાવવાને બદલે આપણે ત્યાં પણ ઘરડાં માટેનાં ગૃહો પ્રચારમાં આવે એ કેટલું ખોટું કહેવાય ? જે કંઈ અનિચ્છનીય બાબતો પ્રચારમાં આવે છે તેની અસર નાનાં-મોટાં સૌ કોઈ પર પડે છે. કુમળી વયનું બાળક પણ બોલી ઊઠશે: “મોકલી દો આ ડોસાને આશ્રમમાં...” ઘરની વહુ-દીકરીઓ પણ આવું ગણગણતી થઈ જશે.... કેટલું ખોટું કહેવાય ?.... ઘડપણ જીવનની ત્રણ અવસ્થાઓમાંની એક અનિવાર્ય અવસ્થા હોઈ આપણે પણ એ અવસ્થામાંથી છટકી નથી શકવાના એ જાગૃતિ કેળવી વૃદ્ધોના આદરને મહત્ત્વની વાત લેખીએ અને વૃદ્ધો માટેના આશ્રમોના અવળા પ્રચારને અટકાવી દઈએ એમાં આપણું શ્રેય છે.” Page #421 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ જિનમાર્ગનું જતના જ્યારે આ વાતનો વિચાર કરવામાં આવે છે ત્યારે ઇસ્પિતાલો અને વૃદ્ધાશ્રમો તેમ જ પાંજરાપોળો તથા વૃદ્ધાશ્રમો – એ બંને વચ્ચેનો પાયાનો તફાવત ધ્યાનમાં લેવો જોઈએ. ઇસ્પિતાલોનો હેતુ માંદાંની માવજત કરીને એમને સાજો કરીને એમને ઘેર પાછાં મોકલવાનો હોય છે તે સુવિદિત છે. એટલે માંદગીના બિછાને પડનાર વ્યક્તિ નાની ઉંમરની હોય કે વૃદ્ધ હોય, એને એટલી ખાતરી હોય છે કે સાજા થઈ ગયા પછી પોતાના ઘેર પાછા ફરવાનો સમય આવવાનો જ છે; એ આશા એને ઇસ્પિતાલમાં રહીને સારવાર લેવાની ધીરજ અને શક્તિ આપે છે. એમાં પણ ભારતવાસીઓના મનનું ઘડતર જ એવું છે કે એને દાક્તરોની સારવારના જેટલી જ સ્વજનોની મમતાની અપેક્ષા રહે છે. તો પછી આવા લાગણીભીના વાતાવરણમાં રહેવા અને જીવવા ટેવાયેલ આપણા વૃદ્ધજનોને કાયમને માટે વૃદ્ધાશ્રમમાં મોકલી દેવામાં આવે તો એમની સ્થિતિ કેવી દયનીય બની જાય – જાણે ચાલતું-ફરતું, શ્વાસ લેતું મડદું જ સમજો! વળી, માંદાં, અશક્ત, અપંગ ઢોરો માટે પાંજરાપોળો ખોલવી અને વૃદ્ધો માટે વૃદ્ધાશ્રમો સ્થાપવાં એ બે વચ્ચે પણ જમીન-આસમાન જેટલું અંતર છે. પાંજરાપોળો માનવસમાજની કરુણા-પરાયણતાની કીર્તિગાથા બની રહે છે, જ્યારે વૃદ્ધાશ્રમો સુધરેલા ગણાતા માનવસમાજની અસહિષ્ણુતા, કર્તવ્યવિમુખતા અને સ્વપરાયણતાની શોચનીય કહાણી સંભળાવે છે ! (જે વ્યક્તિનું સંસારમાં કોઈ જ સગુંવહાલું ન હોય, એમની સંભાળ માટે આવા આશ્રમ સ્થાપવામાં આવે એ વાત જુદી છે, અને આવકારપાત્ર છે.*) એટલે વૃદ્ધાશ્રમો સ્થાપવાના અનિષ્ટરૂપ વિચારને વધુ પ્રોત્સાહન મળવા ન પામે એ માટે ખાસ ધ્યાન આપવા ઠરૂર છે. (તા. ૨૭-૩-૧૯૭૬) ૪) ગર્ભપાત – એક નવું અનિષ્ટ વસ્તી-વધારાના અનિષ્ટથી બચવાનો મુખ્ય ઉપાય તો સંયમને માર્ગે સંતતિનિયમન કરવું એ જ છે. પણ એ માર્ગ અપનાવવાનું તો અમુક પ્રકારનું વિશિષ્ટ મનોબળ અને સંયમ-તેજ ધરાવતી વિશિષ્ટ વ્યક્તિઓને માટે જ શકય છે; સૌને માટે સંયમના * કૌટુંબિક વૃદ્ધોથી ભિન્ન એવા આ અનાથ-વર્ગ માટે ક્ર. ૧૦.૧૩ અને ૧૨.૭ના લેખો છે. તેમને આ લેખના પૂરક, સમતુલાસાધક લેખ ગણવા; વિરોધી નહિ. – સં. Page #422 -------------------------------------------------------------------------- ________________ સામાજિક સુધારો અને વિકાસ : ૪ ૩૯૯ સ્વનિયમનના માર્ગે ચાલવું શકય નથી. પણ અત્યાર સુધી સંયમનો માર્ગ અપનાવવાની શક્તિ-અશક્તિની આ વાત મોટે ભાગે ધર્મના ક્ષેત્રમાં જ મર્યાદિત હતી અને સામાજિક ક્ષેત્રે એની વિશેષ ચર્ચા થવા પામતી ન હતી; કારણ કે તે વખતે વસ્તી વધારાના પ્રશ્ન અત્યારના જેવું રૂપ ધારણ કર્યું ન હતું; ઊલટું, સંતતિ મેળવવાની સૌની ઝંખના બહુ તીવ્ર રહેતી. એટલે સહજ રીતે સંયમનું જે કંઈ પાલન થાય અને એ રીતે જેટલા પ્રમાણમાં સંતતિ-નિયમન થાય, તે ખરું; એ માટે કોઈ મોટી-મોટી યોજનાઓ કરવાની ત્યારે કોઈ વાત જ ન હતી. બે-ત્રણ દાયકા પહેલાંની – હિંદુસ્તાનને માટે કહેવું હોય તો સ્વરાજ્ય આવ્યા પહેલાંની – સ્થિતિ કંઈક આવી હતી. પણ છેલ્લા બે-ત્રણ દાયકામાં, એટલે કે મોટે ભાગે બીજું વિશ્વયુદ્ધ બંધ થયું તે પછી, સ્થિતિ બહુ જ બદલાઈ ગઈ, અને અનના ઉત્પાદનના પ્રમાણમાં જ દેશની અને દુનિયાની વસ્તીનો વધારો મર્યાદિત રહેવો જોઈએ એ બાબત તરફ દેશના અને દુનિયાભરના રાજનીતિ-નિપુણ પુરુષોનું, અર્થશાસ્ત્રીઓનું અને વિશ્વના ભાવિનું દર્શન કરી શકનારાઓનું ધ્યાન વિશેષ દોરાયું અને આ માટે વ્યવહારુ ઉપાય શું યોજી શકાય એની શોધ માટે સૌનું ધ્યાન વધારે કેન્દ્રિત થયું. આ બધી વિચારણાને અંતે એ સૌએ એમ ઠેરવ્યું કે દુનિયાને કારમી અન્નતંગી અને ભૂખમરામાંથી ઉગારી લેવી હોય તો એનો ઉપાય છે : જેમ બને તેમ અનઉત્પાદનમાં વધારો કરો અને વસ્તીવધારો બને તેટલું નિયંત્રણ મૂકીને રોકો. વસ્તીવધારાને રોકવાનો અર્થ સંતતિનિયમન કરવું એ જ સમજવો; સંયમના કુદરતી માર્ગે સંતતિનિયમનના માર્ગને વિશાળ જનસમૂહ વ્યાપક પ્રમાણમાં અનુસરે એ બનવાજોગ નથી. અને છતાં સંતતિ ઉપર – વસ્તીવધારા ઉપર – નિયમન તો કરવાનું છે જ, એટલે પછી જે માર્ગે સંતતિનિયમન થઈ શકે એમ હોય એ માર્ગને અપનાવવો, અને એ માર્ગના સારા-ખોટાપણાની માથાકૂટથી અળગા રહેવું – આવો વિચાર છેલ્લા દાયકા દરમ્યાન ઠીકઠીક વેગ પકડતો ગયો. આમ થવામાં સરકારી પ્રચારતંત્રે અને સરકાર તરફથી સંતતિનિયમનને મળેલા પ્રોત્સાહને જેમ અગત્યનો ભાગ ભજવ્યો છે, તેમ ઘરમાં કે કટુંબમાં – ખાસ કરીને મધ્યમ કે ગરીબ સ્થિતિવાળાં ઘરો અને કુટુંબોમાં સંતતિના વધારાની સાથે વધી જતા આર્થિક ભારણને પહોંચી વળવાની ચિંતાએ પણ કંઈ ઓછો ભાગ ભજવ્યો નથી. એટલે, એક રીતે કહીએ, તો દેશના અને વ્યક્તિગત કુટુંબના બંનેના ભલા માટે સંતતિનિયમન એ ક્રમેક્રમે અનિવાર્ય લાગતું ગયું. જ્યારે અન્નની અછતમાં ટકી રહેવાની દૃષ્ટિએ વસ્તીવધારાને રોકવાનું જરૂરી મનાયું અને વસ્તીવધારાને રોકવાનો એકમાત્ર ઉપાય સંતતિનિયમન જ રહ્યો, ત્યારે Page #423 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ જિનમાર્ગનું જતન માનવી પોતાની ભોગવાસનાને સંતોષવા છતાં સંતતિની જવાબદારીમાંથી બચી શકે એવા વ્યવહારુ અને કારગત ઉપાયો શોધીને એને અમલી બનાવવાનું અનિવાર્ય બની ગયું. આવા ઉપાયો તરીકે ઓપરેશન, દવાઓ અને બીજા કંઈકંઈ ઉપાયો વિજ્ઞાને શોધી આપ્યા; એ બધાની ચર્ચામાં ઊતરવાની અહીં જરૂર નથી. બીજા બધા નવા વિચારોની સામે બને છે તેમ શરૂઆતમાં તો આવા વૈજ્ઞાનિક ગણાતા ઉપાયો સામે પણ લોકોને – મોટે ભાગે વગર સુધરેલા, ઓછું ભણેલા અભણ કે પછાત ગણાતા બિનશહેરી લોકોને – ઠીક-ઠીક અણગમો રહ્યો. પણ સમય જતાં મોટા ભાગની જનતાના કોઠામાં એ વાત વસી ગઈ હોય એમ લાગે છે, જોકે દેશના દૂરદૂરના ઊંડા ખૂણાઓમાં વસેલી જનતા સુધી સુધરેલી દુનિયાનો આ સાદ પહોંચવો હજી બાકી છે, અને ત્યાં સંતતિના વધારાને રોકવાની હવા હજી સુધી જોઈએ તેટલા પ્રમાણમાં પહોંચી શકી નથી એ પણ એટલું જ સાચું છે. અહીં એ વાત આપણા ધ્યાન બહાર જવી ન જોઈએ કે સંતતિતનિયમનને માટે વિજ્ઞાને શોધેલા વિવિધ ઉપાયો છેવટે તો બનાવટી એટલે કે બિનકુદરતી છે; એટલે કેટલાક પ્રસંગોમાં (અને આવા પ્રસંગોની સંખ્યા પણ કંઈ નાનીસૂની નથી) એ નિષ્ફળ નીવડે એ સ્વાભાવિક છે. કેટલાક સ્સિાઓમાં આવાં સાધનોની પોતાની ખામીને લીધે. તો કેટલાકમાં એનો ઉપયોગ કરનારાઓની આવડતની ખામીને લીધે આવા ઉપાયો ધાર્યું પરિણામ લાવવામાં કામિયાબ ન થયા. આમાંના વાઢકાપ જેવા ઉગ્ર ઉપાયોથી મૃત્યુ સુધ્ધાં નીપજ્યાં છે. છેવટે હમણાં એક નવો સવાલ વધારે ઉગ્રતાપૂર્વક સૌનું ધ્યાન દોરી રહ્યો છે : સંતતિનિયમન માટેના આવા ઉપાયો અજમાવવા છતાં પણ જો ગર્ભાધાન થતું હોય તો એમાંથી બચવા માટે શું કરવું? આ સવાલનો જે જવાબ આપણે ત્યાં શોધી કાઢવામાં આવ્યો, તેની વિચારણા કરતાં પહેલાં સંતતિ-નિયમન (એટલે કે ગર્ભનિરોધ) માટેના જે સંખ્યાબંધ બિનકુદરતી ઉપાયો વિજ્ઞાને શોધી આપ્યા તેનું જ પરિણામ આવ્યું એનું વિશેષ અવલોકન કરવું ઉચિત લાગે છે. આ ઉપાયોની અજમાયશથી સંતતિ-નિયમન તો થયું છે, પણ કેટલા પ્રમાણમાં સફળ સંતતિ-નિયમન થઈ શક્યું છે એનો ચોક્કસ આંકડો મેળવવો મુશ્કેલ છે. વળી આ સાધનોના ઉપયોગથી આપણે ત્યાં બે અનિચ્ચે વધુ વ્યાપક બન્યાં છે એની પણ આપણે નોંધ લેવી ઘટે છે. એક તો આવા બિનકુદરતી સાધનોના ઉપયોગથી કેટલીય બહેનોનાં શરીર ઉપર માઠી અસર થતી દેખાવા લાગી છે, જોકે હજી આ માઠી અસર વિચારકોને સર્ચિત બનાવે એટલી વ્યાપક કે ઊંડી નથી દેખાઈ. પણ આનું બીજું ખૂબ ભયંકર પરિણામ તો ધીમેધીમે અસંયમને અને ભોગવિલાસની તલપને વધુ ને વધુ છૂટો દોર મળતો જાય છે એ છે. સુખી અને શક્તિશાળી સમાજના પાયારૂપ Page #424 -------------------------------------------------------------------------- ________________ સામાજિક સુધારો અને વિકાસ : ૪ ૪૦૧ શીલ અને સંયમનું જ જો દેવાળું નીકળી જવાનું હોય, તો હવે પછીના સમાજમાં નૈતિક મૂલ્યોને શું સ્થાન રહેશે, જૂનાને સ્થાને નવાં તંદુરસ્ત મૂલ્યો કયારે અને કયાં સ્થાપિત થશે અને સમાજનાં રૂપરંગ કેવાં બનશે એની અત્યારે તો કલ્પના જ કરવાની રહે છે. સંતતિ-નિયમનનાં સાધનોનો દુરુપયોગ કેટલી હદે થવા લાગ્યો છે અને હજી પણ કેટલા વધુ પ્રમાણમાં થવાની શક્યતા છે એના દાખલાઓ આપી વિચાર કરી શકાય એમ છે. પણ એમ કરવા જતાં અપ-રસમાં સરી પડવા જેવું થાય એમ છે, એટલે એ વાતને જતી કરવી જ ઠીક. છતાં આપણે એટલું તો ધ્યાનમાં રાખ્યા વગર ચાલે એમ નથી કે આવી બાબતની ચર્ચાને જતી કરવા-માત્રથી એના અનિષ્ટમાંથી આપણે ઊગરી શકવાના નથી. એક બીજી પણ વાત અહીં આપણે સમજી લેવી ઘટે, કે આમાંના મોટા ભાગના વિચારો આપણને પરદેશમાંથી મળ્યા છે, અને આપણા દેશની મૂળભૂત તાસીર અને વિશેષતાનો વિચાર કર્યા સિવાય આપણે એમને અપનાવી લીધા છે. આવા અવિચારી ઉપરછલ્લા અનુકરણથી લાભને બદલે હાનિનો જ વધુ સંભવ છે. એક દાખલો લઈએ. વિલાયતમાં (અને બીજે પણ) સજાતીય સંબંધ એ સજાને પાત્ર ફોજદારી ગુનો ગણાતો. થોડા વખત પહેલાં જ ત્યાં આવા સજાતીય સંબંધને આવી ગુનાઓની યાદીમાંથી બાકાત કરવામાં આવ્યો ! આમાં કેવું સમાજકલ્યાણ સમાયું હશે એ તો ભગવાન જાણે ! આ તો વિલાસિતા અને અસંયમને અત્યારે ધીમેધીમે કેવો છુટ્ટો દોર અપાતો જાય છે અને એની સામેના કાયદાનાં બંધનો કેવાં શિશિલ થતાં જાય છે એનો એક આંખો ઉઘાડી મૂકે એવો દાખલો છે. કોઈક દાખલામાં સંતતિ-નિયમનનાં સાધનોનો ઉપયોગ નિષ્ફળ જાય, તો પછી સંતતિના જન્મને અટકાવવા માટે શું કરવું એ પ્રશ્ન પરત્વે પણ આપણે ભારતની પ્રકૃતિને . અનુરૂપ મધ્યમ માર્ગ શોધવાને બદલે પરદેશની બુદ્ધિ પ્રમાણે ગર્ભપાતરૂપ છેલ્લા પાટલે બેસવા આપણે તૈયાર થઈ ગયા છીએ; બલિહારી છે આપણી અંધ-અનુકરણ-વૃત્તિની ! સ્વરાજ્ય આવ્યા બાદ, રાજદ્વારી રીતે આપણે સ્વાધીન થવા છતાં, માનસિક રીતે જાણે આપણે વધારે પરાધીન અને પંગુ બની ગયા છીએ ! જરૂર પડતાં (અલબત્ત, એની કેટલીક પૂર્વશરતો પાળીને) વિના રોકટોક ગર્ભપાત કરી શકાય એ માટે અમુક સંજોગોમાં કરવામાં આવેલ ગર્ભપાતને સજાપાત્ર ફોજદારી ગુનાની યાદીમાંથી બાકાત કરાશે ! કાયદામાંથી મુક્તિ મેળવવા માટેની ઝીણી-ઝીણી શરતોને અભરાઈએ મૂકીને એ છૂટનો કેટલો બધો દુરુપયોગ થઈ શકે છે એ વાત અત્યારે સમજાવવી પડે એવી રહી નથી. અમને તો આ એક નવું અને વધુ ભયંકર અનિષ્ટ ઊભું થતું લાગે છે; એને અટકાવવા માટે પૂરેપૂરો પ્રયત્ન કરવાની જરૂર છે. Page #425 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ જિનમાર્ગનું જતન આ સવાલનો જવાબ આપણે ભારતીય નૈતિક-ધાર્મિક અને સંસ્કારી માનવતાની દૃષ્ટિએ એમ જ આપત કે જે દાખલામાં આ સાધનો એક વાર નિષ્ફળ ગયાં, ત્યાં ભલે એકાદ સંતાનનો જન્મ થતો; ત્યાર પછી એ વ્યક્તિ વધારે સફળ અને સચોટ સાધનોનો વધારે સમજપૂર્વક ઉપયોગ કરીને સંતતિનિયમનનો લાભ મેળવે. આમ મધ્યમ માર્ગ અખત્યાર કરવાને બદલે, સંતતિ-નિયમનનાં સાધનો નિષ્ફળ જવાના બનાવો ખાતર ગર્ભપાતને ગુનાહિત કૃત્યોની યાદીમાંથી રદ કરીને કાયદેસરપણાનું રૂપ આપવાની છેલ્લી હદે જવું એ તો ગાડા માટે ગામને ખસેડવા જેવું બેસમજદારીભર્યું અકાર્ય જ છે. ઉપરાંત, આ રીતે ગર્ભપાતને કાયદેસર ગણવો એ સંતતિનિયમનનાં અત્યાર સુધીમાં શોધાયેલાં અને હવે પછી શોધાનારાં વૈજ્ઞાનિક સાધનોની કાર્યશક્તિમાં નરી અશ્રદ્ધા વ્યક્ત કરવા જેવું પણ છે. અને નીતિ અને સદાચારની દૃષ્ટિએ તો ગર્ભપાતને કાયદેસર ગણવાની વાત, મોટામાં મોટી અધોગતિ સિવાય બીજું કશું જ નથી. આજે કોઈને એના તાત્કાલિક કંઈક લાભ દેખાતા હોય, તો પણ સમય જતાં એ ઝાંઝવાનાં નીર જેવાં નકામાં જ સાબિત થવાનાં છે એમાં અમને શંકા નથી. આ અનિષ્ટને જો આપણે દેશમાં ઘર કરવા દીધું. તો એથી શીલ, સંયમ અને સદાચારને દેશવટો દેવા જેવું જ દુષ્પરિણામ આવવાનું છે એ પણ નક્કી સમજી રાખવું. આપણા રાજદ્વારી મોવડીઓ સ્વસ્થ ઉકેલને પડતો મૂકીને પરદેશનું અંધ અનુકરણ કરવાના ચાળે જે રીતે ચડી ગયા છે, તે દષ્ટિએ આ નવા અનિષ્ટને રોકવાનું કામ સહેલું નથી. પણ એ સહેલું હોય કે મુશ્કેલ, દેશના ભલાને ખાતર એને રોક્ય જ છૂટકો છે. (તા. ૨૨-૭-૧૯૬૭) (૫) શ્રીમંતોનેઃ “વહેતાં પાણી નિર્મળાં' સંગ્રહ કરવાની વૃત્તિની સામે અતિપ્રાચીનકાળથી ધર્મશાસ્ત્રકારોએ માનવજાતને સચેત કરી છે, અને જેમ બને તેમ એનાથી અળગા રહેવાના પ્રયત્ન ઉપર ખૂબ-ખૂબ ભાર મૂક્યો છે. સંગ્રહ કરવાની વૃત્તિ એ વ્યક્તિને પોતાને તો નીચે પાડે છે જ, ઉપરાંત એ એક પ્રકારના સામાજિક અનિષ્ટને પણ ખૂબ-ખૂબ પોષણ આપે છે. આજે તો એ વૃત્તિએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રને પણ આવરી લીધું છે. અત્યારના Page #426 -------------------------------------------------------------------------- ________________ ૪૦૩ સામાજિક સુધારો અને વિકાસ: ૫ રાજકારણનો ઝીણવટભર્યો અભ્યાસ કરીએ તો એના ડોળાણમાં પણ મુખ્ય ભાગ સંગ્રહવૃત્તિ જ ભજવે છે. એક રાષ્ટ્રની સંગ્રહ-લાલસા એટલી હદે આગળ વધી જાય છે કે એના દુષ્પરિણામરૂપે બીજા દેશો આખા ને આખા તારાજ અને ભૂખડીબારશ જેવા બેહાલ બની જાય છે; અને છતાં જ્યારે એ રાક્ષસી મહત્ત્વકાંક્ષાનું પેટ ભરાતું. નથી ત્યારે એ ભયંકર અસંતોષ વિશ્વસંગ્રામના લાવારસને ઉછાળીને આખી દુનિયાને સંતપ્ત કરી “ત્રાહિ મામ્' (મને બચાવો) પોકારાવે છે. આજની દુનિયામાં, દેશમાં, સમાજમાં જ્યાં પણ નજર નાખીએ, ત્યાં આર્થિક દૃષ્ટિએ સમતળ ભૂમિનાં દર્શન લગભગ દુર્લભ જેવાં બની ગયાં છે; કોઈક સ્થળે ધનના ઢગ જામી ગયા છે તો કયાંક કંગાલિયતની ઊંડી ખાઈઓ ખોદાઈ ગઈ છે, અને હજુ પણ વધુ ને વધુ ઊંડી ખોદાઈ રહી છે. આ જ ક્રમ જો ચાલુ રહ્યો, તો દુનિયામાં દીનતા-દરિદ્રતાના પાયા ઉપર સોનાના સિંહાસનો મંડાઈ જવાનાં, અને એ સિંહાસનો ઉપર મૂઠીભર માનવીઓ બિરાજીને પોતાની નીચે અગણિત માનવ-સમૂહોને કચડી નાખશે એવો ભય સહેજે મનમાં ઊગી આવે છે. પણ કુદરત હંમેશાં માનવીની ચાલે જ ચાલ્યા કરે એવું બનતું નથી. એ નિયમ જાણે અત્યારે પોતાનો પરચો બતાવતો હોય એમ, ચારે કોર એ કંગાલ માનવતાનો એવો જબરો શોરબકોર મચી ગયો છે કે એને શ્રીમંતોની સ્વર્ગીય દુનિયા ન તો સગે કાને સાંભળી શકે છે કે ન તો જાગતે હૈયે એને ઉવેખી શકે છે. પોતાનાં સોનાના સિંહાસનો અસલામત હોવાનો એક અજબ ફફડાટ આજના શ્રીમંતોનાં હૈયાંને પણ સુખે સૂવા દેતો નથી. આમ એક બાજુ પેટપૂરતું અન કે તન ઢાંકવા પૂરતાં વસ્ત્ર મેળવવાં મુશ્કેલ બની ગયાં છે, તો બીજી બાજુ અઢળક ધન છતાં તલપૂર આંતરિક શાંતિ મેળવવી મુશ્કેલ બની ગઈ છે. જરા દૂર ઊભા રહી, થોડીક વાર તટસ્થ બની આ અજબ વિષમતાના કારણનો વિચાર કરીએ. આનો જવાબ સ્પષ્ટ છે : આજનો માનવી કુદરતના એક મહાકાનૂનનો ભંગ કરવામાં એટલો બધો આગળ વધી ગયો છે કે એ ભંગમાંથી આવી અનેક વિષમતાઓ સિવાય બીજું કશું જ પેદા ન થઈ શકે. કુદરતનો આ મહાકાનૂન તે અપરિગ્રહવ્રત. જેવી માનવીની સંગ્રહખોરીએ માઝા મૂકી એવી મુસીબતોએ પણ માઝા મૂકી. અને જ્યારે પણ આપણે આ વિશ્વનિયમનો આદર કરવા લાગીશું, ત્યારે આપણે સાચા સુખનું દર્શન પામીશું. આપણા દૂરંદેશી મહાપુરુષોએ ઠેરઠેર અપરિગ્રહવ્રતનો ઉપદેશ કર્યો છે, એ વિનાકારણ નથી કર્યો. એની પાછળ વિશ્વનાં ઐશ્વર્ય અને દરિદ્રતાની સમતુલા જાળવી રાખવાની ભાવના છુપાયેલી છે. ઐશ્વર્યમાં વધારો થવા લાગ્યો, એટલે વગર કહ્યું સમજી લેવું કે દરિદ્રતામાં વધારો થવા લાગવાનો; અને એમ થયું, એટલે દુનિયામાં સમતુલાને બદલે વિષમતાની વિષવેલ પાંગર્યા વગર નહીં રહેવાની. Page #427 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ જિનમાર્ગનું જતના જે વાત વિશ્વને, દેશને કે બીજા સમાજોને લાગુ પડે છે, તે જૈન સમાજને પણ લાગુ પડે જ એ કહેવાની જરૂર ન હોય. અહીં ખાસ કહેવાનું એ છે કે જૈન સમાજના શ્રીમંત મહાનુભાવો પોતાથી આર્થિક રીતે નબળા સહધર્મીઓને આજે સાવ વીસરી ગયા છે, અને પોતાનો પૈસો જાણે પોતાની મનસ્વી વૃત્તિ મુજબ વાપરવા માટે જ પોતાને મળ્યો હોય એ રીતે તેઓ સામાજિક કે ધાર્મિક ક્ષેત્રોમાં વર્તવા લાગ્યા છે. અમને પોતાને આ સ્થિતિ ગરીબો માટે તો ગેરલાભવાળી લાગે જ છે; પણ ખરી રીતે, લાંબે ગાળે એ શ્રીમંતોને પોતાને પણ નુકસાન કરનારી નીવડવાની છે એમ સ્પષ્ટ ભાસે છે. તેથી અમે તેમને કહીએ છીએ કે તમારા ભાગ્યબળે કે તમારી આવડત-હોશિયારીના જોરે ભલે તમે અઢળક સંપત્તિના સ્વામી બન્યા હો, પણ એનો ઉપયોગ તમારા ભાઈઓ માટે કરશો, તો જ એ સ્વામીપણું શોભવાનું છે અને સલામત રહેવાનું છે. આપણા દરેકે દરેક શ્રીમંત મહાનુભાવે શ્રી વિનોબા ભાવેના નીચેના શબ્દો પોતાના અંતરમાં કોતરી રાખીને એ માર્ગે ચાલવાનો પ્રયત્ન કરવો જોઈએ : મારી મા મને બાળપણમાં કહેતી કે જો કોઈ માગવા આવે તો જરા પણ વિચાર ન કરતાં આપી જ દેવું. તે કહેતી હતી કે જે દે છે તે દેવ બને છે અને જે રાખી મૂકે છે તે રાક્ષસ બને છે. આ વાત આપણને બધા સંતોએ પણ સમજાવી છે. તેમણે આપણને એ સમજાવ્યું કે આપતા જાઓ તો મળતું જશે. મેઘ વરસાદ વરસાવે છે તો સમુદ્રથી તેને ફરી પાછો મળે જ છે. સમુદ્ર મેઘને આપે છે અને મેઘ સમુદ્રને આપે છે. આ પ્રમાણે એકબીજાને આપતા રહે છે તો સૃષ્ટિનો ક્રમ સુંદર ચાલે છે. ફૂટબોલની રમતમાં સામેવાળો લાત મારી દડો મારી તરફ મોકલે છે અને મારી પાસે દડો આવ્યો તો હું લાત મારી તરત જ બીજાની પાસે મોકલું છું. પરંતુ એ રમતમાં પોતાની મેળે આવેલો દડો કોઈ પોતાની પાસે રાખી લે, તો બધો ખેલ ખતમ થઈ જાય. એ જ રીતે મેં તમને પૈસા આપ્યા તો તરત જ તમે તે બીજાને પહોંચાડો, બીજા તરત ત્રીજાને પહોંચાડે, આ રીતે સમાજમાં સંપત્તિનો ખેલ ચાલે છે તે સમાજ આનંદી અને સુખી થાય છે.” (“હરિજનબંધુ' તા. ૨૨-૧૨-૧૯૫૧) શ્રી વિનોબાજીએ બહુ જ સૌમ્ય ભાષામાં અને ઘરગથ્થુ દાખલાઓ આપીને જે વાત સમજાવી છે અને સમાજને સુખી અને આનંદી બનાવવાનો કીમિયો બતાવ્યો છે તે આપણા શ્રીમંતોએ ખાસ ધ્યાન આપવા જેવો છે. આશા રાખીએ, તેઓ સમાજને સુખી અને આનંદી બનાવવાની પોતાની જવાબદારી સમજે, અને કાળબળ પોતાનો માર્ગ અખત્યાર કરે તે પહેલાં પોતાની લક્ષ્મીનો જનસમૂહના કલ્યાણ કાજે ઉપયોગ કરવા માંડે. (તા. ૨૩-૨-૧૯૫૨) Page #428 -------------------------------------------------------------------------- ________________ સામાજિક સુધારો અને વિકાસ ઃ ૬ (૬) સામાજિક ભાવના જ જિવાડશે ભાષાવાર પ્રાંતરચનાના નામે તાજેતરમાં મુંબઈમાં તોફાનો થયાં અને ગુંડાઓએ બેફામ રીતે માલમિલકતો લૂંટીને જાનમાલનું જે નુકસાન કર્યું, તેમ જ અનેક નિર્દોષ માણસોની પજવણી કરી, તેના પડઘા હજી પણ શમ્યા નથી; હજી પણ બનાવો બન્ય જાય છે. પરિણામે ખાસ કરીને પરાંઓમાં ભયનું વાતાવરણ પ્રવર્તી રહ્યું છે. જો માનસિક યાતના અને માનસિક ઉજાગરાની આવી ને આવી સ્થિતિ જ રહે, તો ન કોઈ સુખે વેપાર કે નોકરી કરી શકે, ન તો પોતાના નાના કે મોટા, હુન્નરઉદ્યોગને સંભાળી શકે કે ન તો પોતાના સ્વતંત્ર બૌદ્ધિક વ્યવસાય ઉપર ધ્યાન આપી શકે એ સહેજે સમજી શકાય એવી વાત છે. પણ આ વાત સમજવી જેટલી સહેલી છે તેટલું તેનું નિવારણ કે નિરાકરણ સહેલું નથી. - તેમાં ય વળી કોઈ સ્થાનિક વાતને કારણે આવી તંગ પરિસ્થિતિ પેદા થઈ હોય, કે અમુક-અમુક જનસમૂહ વચ્ચેના કોઈ એકાએક ઊભા થયેલા પ્રશ્નને કારણે તોફાનો થયાં હોય તો એની અસર સમય જતાં નાબૂદ થઈ જશે અને ફરી પાછો બધો વ્યવહા૨ પૂર્વવત્ ચાલુ થઈ જશે એવી આશા રાખી શકાય. પણ આ પ્રશ્ન ખરેખરો રાજદ્વારી પ્રશ્ન બની ગયો છે; અને દરેક રાજકીય પક્ષને તે એ પ્રશ્ન સળગતો – જાગતો રહે એમાં જ પોતાના પક્ષની મજબૂતી થતી લાગે છે. તેથી એક પ્રજાની સામે જાણે બીજી પ્રજાએ મોરચો માંડ્યો હોય એટલી હદે આ પ્રશ્નને વકરવા દેવામાં આવ્યો છે. એટલે આ પ્રશ્ન સહેજે પતી જાય અને સર્વત્ર ફરી પાછી સુખ-શાંતિ પ્રવર્તી રહે એવી આશા અત્યારે રાખવી અમને અસ્થાને લાગે છે. છતાં રાજદ્વારી ક્ષેત્રમાં કયારે શું થઈ જાય અને કઈ ઘડીએ વિરોધી લાગતું વાતાવરણ અનુકૂળતાવાળું બની જાય એ કહી શકાય નહીં. એટલે મુંબઈના અત્યારના વાતાવરણની બાબતમાં કદાચ વધારે પડતા નિરાશ ન થઈએ, તો પણ સામાન્ય જનસમૂહના જાનમાલની સલામતીની દૃષ્ટિએ ચિંતા કરવા જેવું તો અમને ચોક્કસ લાગે જ છે. અને એનો કંઈક તાત્કાલિક અને વ્યવહારુ ઇલાજ સમાજના આગેવાનોએ શોધી કાઢવા પ્રયત્ન કરવો જ જોઈએ. ૪૦૫ આ ઇલાજ શો હોઈ શકે એનો થોડોક વિચાર કરીએ : જ્યારે હજારો-લાખો માણસો સાથે રહેતા હોય, પણ એમનામાં, જુદા-જુદા મણકાઓને એક માળામાં ગૂંથી લેતા દોરાના જેવી એકબીજાના દુઃખે દુઃખી અને સુખે સુખી થવાની સામાજિક ભાવના ન પ્રવર્તતી હોય તો એ હજારો કે લાખો માણસો એ કોઈ સમાજ નહીં, પણ ઘેટાંઓનું ટોળું જ લેખાય. અને જ્યારે આવાં માણસોમાં સામાજિક ભાવનાના બદલે ટોળાવૃત્તિ પ્રવર્તતી હોય, ત્યારે તો, જરા પણ આફત આવી યા આક્રમણ થયું કે ‘ભાગે એ ભડનો દીકરો' એ શિખામણનો જ ઉપયોગ થવાનો. www.jainelibrary:org Page #429 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ જિનમાર્ગનું જતન મુંબઈનાં આ તોફાનોમાં ગુજરાતીઓએ અને બીજાઓએ પણ પોતે ઘણી મોટી સંખ્યામાં હોવા છતાં જે માર ખાધો કે નુકસાની ઉઠાવી, તે તેઓમાં એકબીજાને માટે મરી ફિટવા સુધીની સામાજિક ભાવનાને બદલે “પડે તે ભોગવે ની વ્યક્તિગત કે સ્વાર્થી ભાવના અથવા તો ટોળાવૃત્તિ ઘર કરી બેઠી છે તેને કારણે જ; નહીં તો આવું ભાગ્યે જ બને. સામાજિક ભાવનાને બદલે વ્યક્તિગત કે સ્વાર્થી ભાવના આપણા ગુજરાતીઓમાં કેમ ઘર બેઠી એનું કારણ પણ સ્પષ્ટ છે. ગુજરાતીઓ ધીમે-ધીમે જીવનનાં બીજાંબીજાં પાસાંને ભૂલીને કેવળ ધન-ઉપાર્જન કરવાના કાર્યમાં જ બેહદ ખૂંતી ગયા. જે સમાજ કે જનસમૂહની નજર પૈસા તરફ વધારે પડતી રહે છે, તેનામાં જાયે-અજાણે પણ કરે તે પામે ની સંકુચિત સ્વાર્થમય વૃત્તિ જન્મ્યા વગર રહેતી નથી. તાજેતરનાં મુંબઈનાં તોફાનોમાં ગુજરાતીને વધારે પડતું સહન કરવું પડ્યું તે મોટે ભાગે આ વૃત્તિને કારણે જ એટલું દુભાતે દિલે પણ સ્વીકારવું પડે છે. મુંબઈ પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ અને મુંબઈના ધારાસભ્ય શ્રી કે. કે. શાહે તા. ૨૭-૧-૧૯૫૬ના રોજ નડિયાદ મુકામે આ સંબંધમાં બોલતાં ગુજરાતીઓની વધારે પડતી વેપારપરાયણતા અને તેઓમાં ઘર કરી ગયેલા સામાજિક ભાવનાના અભાવ સંબંધમાં જે ટકોર કરી છે, તે સાવ સાચી છે : “આવીને સમૃદ્ધિ લૂંટી જાય તો પણ ગુજરાતીઓ પાડોશીઓ તરફ નજર પણ નાખતા નથી. મુંબઈમાંથી કેટલાંયે કુટુંબો ભાગી નીકળ્યાં; તેમને બીજાં કુટુંબોનો ખ્યાલ-સરખો પણ આવ્યો ન હતો. જેમણે યાતના વેઠી છે તેની મને સહાનુભૂતિ છે. પરંતુ સામૂહિક હિતને માટે જીવન હોમવાની તૈયારી તે કુટુંબોએ બતાવી હોત, તો મુંબઈને માથે નામોશી ન આવત. “ગુજરાતીઓના અંતરમાં વેપાર એવો ઊતરી ગયો છે, કે અંગત લાભનુકસાન સિવાય બીજું કાંઈ તેઓ જોતાં નથી. ગુંડાઓએ કેટલાંક કુટુંબોને કહ્યું કે રૂપિયા પાંચ આપો તો ૨૬મી જાન્યુઆરી સુધી રહેવા દઈએ; અને ગુજરાતીઓએ રૂપિયા આપ્યા. રૂપિયા આપનારા એ ભૂલી ગયા કે આ રૂપિયાથી એસિડ ખરીદાશે અને ગુજરાતીઓ ઉપર જ નંખાશે. કેટલાક ઠેકાણે “મુંબઈ સંયુક્ત-મહારાષ્ટ્રમાં જવું જોઈએ તેવું ગુજરાતીઓએ ગુંડાઓના કહેવાથી લખી આપ્યું. આ શું બતાવે છે? આપણે સામૂહિક જીવન જીવતાં શીખ્યા નથી.” પૈસાની શક્તિનો આપણે જરૂર સ્વીકાર કરીએ; અને એની મહત્તા સમજીને એ મેળવવા માટે યથાશક્તિ પ્રયત્ન કરીએ. પણ પૈસાને પણ અમુક મર્યાદા છે જ એ ભૂલી જઈને એની પાછળ જ મંડ્યા રહીએ, તો કદી પણ આપણામાં સામાજિક ભાવનાનો પ્રાદુર્ભાવ ન થાય. સરવાળે આખી જિંદગી મહેનત કરીને ભેગું કરેલું ધન Page #430 -------------------------------------------------------------------------- ________________ ૪૦૭ સામાજિક સુધારો અને વિકાસ : ૬ એક પળ જેટલા સમયમાં રફેદફે થઈ જવાનો ભય આવી પડે, ત્યારે આપણે એની સામે કશું જ ન કરી શકીએ, અને થોડા જ વખતમાં સાવ નિરાધાર બની જઈએ. આવું ન થાય અને આવેલી આતનો બરાબર સામનો કરી શકાય એ માટેનો એકમાત્ર ઈલાજ દરેક વ્યક્તિના દિલમાં સામાજિક ભાવના જન્માવવી એ જ છે. આવી સામાજિક ભાવના અર્થપરાયણતા અને અંગત લાભ-હાનિની ટૂંકી બુદ્ધિનું બલિદાન આપ્યા વગર જન્મી શકતી નથી; જ્યાં પણ હિંમત કે સામાજિક ભાવનાથી સામનો કરવામાં આવ્યો છે ત્યાં એનું શુભ પરિણામ ચોક્કસ આવ્યું જ છે. સામાજિક સેવાના વ્રતને વરેલા મુબઈનાં એક બહેન પડિત શ્રી સુખલાલજી ઉપરના એક પત્રમાં લખે છે : ગુંડાગીરીએ અને પોતાનું કરી લેવાની વૃત્તિએ આ વખતનાં તોફાનમાં કાળો કેર વર્તાવ્યો. જેમ કેટલીક ખોટી અફવાઓ આવે છે, તેમ કેટલુંક સાચું પણ બહાર નથી આવતું, જે જાણી ખરેખર કાળજાં કંપી ઊઠે. તેમાં સરવાળે જોઈએ તો સાધનસંપન્ન યાને મૂડીદારોને જાન કે માલનું નુકસાન નથી થતું, બાકી જે વર્ગ મરતોમરતો જીવે છે તે જ વધારે મરે છે. ધંધાકીય દૃષ્ટિએ શ્રીમંતવર્ગને નુકસાન થાય છે; પણ તેમાં તેમને ભાવિમાં ખાસ અકળાવાનું નથી રહેતું.” આગળ ચાલતાં હિંમતથી સામનો કર્યાનો એક પ્રસંગ ટાંકતાં તેઓ લખે છે : અમારા લત્તામાં કંઈ જ થયું ન હતું, પરંતુ દહેશત રહ્યા કરે તેથી દરેકે સંગઠન સારું કર્યું હતું. અને કેટલીક ગ્યાએ સૌ પોતે જ ચોકી કરતા. સાવચેતી માટે હજુ આ બધું ચાલુ છે. વધારે તો મનમાં રહેલો ગભરાટ ખોટી કલ્પનાઓ કરાવ્યા કરે છે. જાન પર જોખમ આવતાં ક્યારે ગભરામણ થાય અને હિંમત આવે તે કળી ન શકાય. સિક્કાનગરમાં એક આઠ વર્ષના બાળકને ગુંડાઓએ મારવા લીધો. ઉપરથી તેની માએ જોયું. પહેલાં તો “બચાવો'ની બૂમો મારી; પણ કોઈ ન ઊતર્યું ત્યારે તે જ ધોકો લઈને ઊતરી અને એકલીએ જ ધોકો ચલાવ્યો. પછી બીજાઓ પણ મદદ આવી ગયા.” શ્રી કે. કે. શાહે અને આ બહેને જે કંઈ કહ્યું છે તેના ઉપરથી મુંબઈનાં તોફનોમાં જે લોકોને વધારે સહન કરવું પડ્યું તેમની વ્યક્તિગત હિંમત અને સામાજિક ભાવનાનો અભાવ જ કારણરૂપ હતાં એટલું જરૂર તારવી શકાય. વળી મુંબઈનાં આ તોફાનોની વાતને બાજુએ રાખીએ તો પણ, હવે જનતાના નીચલામાં નીચલા થર સુધી પોતાના હક્ક અંગેની રાજદ્વારી જાગૃતિ એવી આવી ગઈ છે, કે પોતાના હક્કોને મેળવવા કે જાળવવા માટે, અથવા કોઈ વાર એવું ખોટું બહાનું આગળ ધરીને પણ કોઈ ને કોઈ પ્રજાજન તોફાને ચડી જાય તે ભય સદા રહ્યા જ કરવાનો. આવે વખતે સરકાર તો પોતાની પૂરેપૂરી તાકાતથી એનો સામનો કરે જ Page #431 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ જિનમાર્ગનું જતન કરે; પણ એ કંઈ એક-એક માણસ, એક-એક ઘર કે એક-એક દુકાનની પાછળ પોલીસ મૂકીને એનું રક્ષણ કરી શકે એ ન બનવા જેવી બાબત છે. એટલે છેવટે તો પોતાના જાન-માલનું રક્ષણ કરવાની અમુક હદની જવાબદારી વ્યક્તિઓ ઉપર આવી પડ્યા વગર રહેતી નથી; અને આ જવાબદારી અદા કરવા માટે વ્યક્તિગત હિંમત અને સામાજિક ભાવનાની હૂંફ એ બેની તો અનિવાર્ય જરૂર રહેવાની. એટલે વ્યક્તિમાં હિંમત આવે અને સમૂહમાં સામાજિક ભાવના કેળવાય એ રીતે સૌએ પોતાના જીવનક્રમને અને પોતાના ધંધાધાપાને નવેસરથી ગોઠવવો પડશે. એમ નહીં કરીએ, તો કોઈક કાળે અત્યાર કરતાં પણ વધુ ભારે જાન-માલનું નુકસાન વેઠવાનો વખત આવશે, ને ત્યારે આપણે સમૂળગું અસ્તિત્વ જ જોખમમાં મુકાઈ જશે. '(તા. ૪-૨-૧૯૫૬) (૭) અસહાયો માટેની વ્યવસ્થાની ખૂટતી કડી જૈન શાસ્ત્રોમાં જ્યાં આચારો અને આગારો(છૂટછાટો)નું વિધાન અને વર્ણન કરવામાં આવ્યું છે, ત્યાં બાળ, ગ્લાન, વૃદ્ધ અને તપસ્વીનો નિર્દેશ અચૂકપણે કરવામાં આવ્યો છે. સામાજિક આચારોના પાલનમાંથી એમને બાકાત રાખવા માટે, ખાસ અપવાદો મૂકવામાં આવેલ છે, તેમ જ ખાસ કરીને સેવા-શુશ્રુષા અને વૈયાવચ્ચના અધિકારી તરીકે તેમનો ઉલ્લેખ કરવામાં આવે છે. આ ચારેનો ઉલ્લેખ મુખ્યત્વે સાધુસમુદાયને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલ હોવા છતાં એમાં ગૃહસ્થોનો પણ સમાવેશ થઈ શકે છે. આમાં સાધુ કે ગૃહસ્થ તરીકેની દશા કરતાં પણ ઉપર્યુક્ત અવસ્થા જ મુખ્ય લેખાય; કારણ કે ત્યારે આચારપાલન કે જીવનપોષણને માટે બીજાઓની સહાય અને સેવાની અપેક્ષા રહે જ. અહીં આ ચારમાંના ગ્લાન અને વૃદ્ધ પૈકી પણ ખાસ તો નિરાધાર, અશક્તો અને સાધનહીન વિધવાઓ પર વિચાર કરીશું. સમાજ હોય ત્યાં સશક્ત અને નબળા, તવંગર અને ગરીબ, નીરોગી અને રોગી, સનાથ અને અનાથ એવાં માનવદંતો રહેવાનાં જ. પણ જો સામાજિક વ્યવસ્થા બરાબર હોય, તો આવાં બધાં ઢંઢો છતાં કોઈ પણ માનવીને પોતાનું જીવન અસહાય કે ભારભૂત ન લાગે, અને એ સમાજના એક માનભર્યા અંગરૂપ બની રહેવાની સાથોસાથ પોતાનું જીવન સુખ-શાંતિપૂર્વક વિતાવે. હિંદુસ્તાનના કેટલાક સમાજોમાં તેમ જ દુનિયાના કોઈ Page #432 -------------------------------------------------------------------------- ________________ સામાજિક સુધારો અને વિકાસ : ૭ કોઈ પ્રદેશોમાં પોતાના સમાજના અંગભૂત માનવીઓ માટે આવી સુવ્યવસ્થા કરેલી જોવા મળે છે. પણ જૈન સમાજે હજુ આવી વ્યવસ્થા કરવાનું શીખવાનું બાકી છે. આપણે ત્યાં મોટે ભાગે તો ‘પડે તે ભોગવે’ જેવી ધણીધોરી વગરની સ્થિતિ જ પ્રવર્તે છે. આમ થવામાં કર્મના સિદ્ધાંતની અધૂરી તેમ જ એકાંગી સમજણ પણ કદાચ કારણરૂપ હોય. પણ એ ચર્ચામાં અત્યારે નહીં ઊતરીએ. અહીં તો એટલું જ જાણવું બસ છે કે આપણા સમાજના વૃદ્ધો, અશક્તો, અનાથો માટે આપણે સામાજિક કર્તવ્યપૂર્તિરૂપ કોઈ વ્યાપક યોજના નથી કરી. જે કંઈ થોડુંઘણું કરીએ છીએ તે કર્તવ્યબુદ્ધિથી પ્રેરાઈને નહીં, પણ છીછરી દયા-દાનવૃત્તિથી પ્રેરાઈને એવી રીતે કરીએ છીએ કે એનો લાભ લેનારને અંત૨માં માનહાનિનો કે પોતાના ઊતરતાપણાનો અનુભવ થયા વગર ન રહે. સમાજને સશક્ત, ગૌરવપૂર્ણ અને વર્ચસ્વવાળો બનાવવાની દૃષ્ટિએ આ બહુ મોટો દોષ છે, બહુ મોટી ખામી છે. આ દોષ ત્યારે જ દૂર થઈ શકે, જ્યારે સમાજના અસહાય માનવીઓને માટે સુયોગ્ય વ્યવસ્થા કરવી એને આપણે અનિવાર્ય કર્તવ્યરૂપ દયાધર્મ લેખીએ. વળી છેલ્લા દાયકામાં તો જૈન સમાજના મોટા ભાગના મધ્યમવર્ગની સ્થિતિ વધુ ને વધુ કથળતી જાય છે, અને અશક્તો. વૃદ્ધો, ચિ૨ોગીઓ અને સાધનહીન વિધવા-બહેનોની સંખ્યામાં તેમ જ એમની મુસીબતોમાં વધારો જ થતો જાય છે. એટલે જો સમાજે સાચા અર્થમાં જીવવું અને ટકી રહેવું હશે, તો આ બધાંઓને માટે એણે કંઈક ને કંઈક યોગ્ય વ્યવસ્થા કરવી જ પડશે; નહીં તો તે દહાડે આપણો સમાજ અસહાયો, અશક્તો અને અનાથોનું ટોળુંમાત્ર બની રહેશે. સમાજની સ્થિતિ સામાન્ય બુદ્ધિને પણ સહજમાં સમજાઈ જાય એવી અને નરી આંખે પ્રત્યક્ષ દેખાય એવી સ્પષ્ટ હોવા છતાં, આપણો મોટા ભાગનો ગુરુવર્ગ તો પોતાનાં માન-સન્માન, ઉત્સવ-મહોત્સવ, ક્રિયાકાંડો અને અંગત લાભાલાભના વિચારોમાં એવો ગરકાવ બન્યો છે, કે એને જાણે સમાજનાં આ દુઃખ-દારિદ્યની કશી પડી જ નથી ! પણ આપણો ગુરુવર્ગ જાગે અને સમાજની ચિંતા કરવા લાગે ત્યાં સુધી આપણે રાહ જોયા કરીએ એ હવે પાલવે એવું નથી. હવે તો સમાજનું દુ:ખ જેઓના હૈયે વસ્યું હોય તેઓએ એવી રીતે કાર્ય હાથ ધરવું જોઈએ – અને તે તરત જ હાથ ધરવું જોઈએ – કે જેથી સમાજના ઇતર વર્ગ અને ગુરુવર્ગ સુધી પણ એની ઉષ્મા પહોંચે અને એમને પણ છેવટે જાગૃત થઈને કર્તવ્યપરાયણ બનવાની ફરજ પડે. કચ્છમાં વિચરતા પૂ. આ. મ. શ્રી વિયસમુદ્રસૂરિજીએ થોડા વખત પહેલાં માંડવીની પાસે આવેલ જૈન આશ્રમની મુલાકાત લીધી હતી. આ આશ્રમની સ્થાપના માનવસેવાના વ્રતને વરેલા મુનિશ્રી શુભવિજ્યજીની પ્રેરણાથી કરવામાં આવી છે. આ ૪૦૯ Page #433 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ જિનમાર્ગનું જતન આશ્રમનું નિરીક્ષણ કર્યા બાદ આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરિજીએ જે ઉગારો કાઢ્યા હતા તે જૈન સમાજની પોતાના સહધર્મીઓ પ્રત્યેની ઉપેક્ષાવૃત્તિને ઠીકઠીક વ્યક્ત કરે છે. આ ઉદ્દગારો જૈનસંઘે ધ્યાનપૂર્વક વાંચવા-વિચારવા જેવા હોવાથી અહીં ઉદ્ધત કરીએ છીએ : “ઘણાં સ્થળે, ગ્રામ-નગરોમાં પશુઓની પાંજરાપોળ જોવામાં આવે છે, પણ માણસોની પાંજરાપોળ તો અહીં જ મારા જોવામાં આવે છે. આવી પાંજરાપોળો સ્થળે-સ્થળે સ્થપાય અને એવાં અનાથ ભાઈ-બહેનોની સારસંભાળ લેવાય એ ઇચ્છનીય છે. આ જૈન આશ્રમમાં રહેતા નિરાશ્રિતોની પરિસ્થિતિ જોઈ હૃદય ભરાઈ આવે છે. આવા નિરાશ્રિતોના બેલી વિરલા જ નીકળે છે. કોઈ પણ જાતનો બદલો લેવામાં આવતો નથી. દેરાસર તેમજ ઉપાશ્રયાદિની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે, જેથી ધાર્મિક કાર્યો પણ થઈ શકે.” આ રીતે જૈન આશ્રમ પ્રત્યેની પોતાની લાગણી વ્યક્ત કર્યા બાદ જૈન સમાજની વર્તમાન સ્થિતિ પરત્વે બોલતાં આચાર્ય મહારાજ કહે છે : - “આપણે પશુઓની માવજત માટે પાંજરાપોળો બંધાવીએ છીએ અને તે અંગે સારો ખર્ચ કરીએ છીએ, તેવી જ રીતે આપણે આવા નિરાશ્રિત, અનાથ ધાર્મિક બંધુઓની રક્ષા માટે, એમના પાલન-પોષણ માટે કેટલો ખર્ચ કરીએ છીએ એ વિચારણીય પ્રશ્ન છે. મારી આપ સૌને ભલામણ છે, કે આવા આશ્રમો તરફ આપણું લક્ષ્મ જરૂર જવું જોઈએ.” આ આશ્રમ જોઈને આ.મ.શ્રી વિજયસમુદ્રસૂરિજીના દિલમાં જે લાગણી થઈ આવી, તે, સમાજનાં ભાઈ-બહેનોનાં દુઃખે દિલમાં દુઃખની લાગણી અનુભવનાર સ્વ. આચાર્ય મહારાજ શ્રી વિજયવલ્લભસૂરિજીના વારસદારને શોભા આપે એવી છે. આપણા શરીરના નબળા-સબળા દરેક અંગનું આપણે જે રીતે ચીવટપૂર્વક જતન કરીને આપણે તંદુરસ્ત અને સ્વસ્થ રહીએ છીએ, એ જ રીતે સમાજના પ્રત્યેક સ્ત્રીપુરુષની સમાજે સાચવણી કરવી જોઈએ. આખો સમાજ એ એક શરીરરૂપ જ હોઈને પ્રત્યેક સ્ત્રી-પુરુષ એનાં અંગ-પ્રત્યંગ જ ગણાય. સમાજનાં કોઈ પણ અવસ્થામાં સ્ત્રીપુરુષોની ઉપેક્ષાથી સમાજ પોતે નબળો પડ્યા વગર ન રહે. અને આ રીતે પોતાનાં સ્ત્રી-પુરુષો પ્રત્યે ઉપેક્ષાભાવ સેવીને જૈન સમાજ ઠીકઠીક કમજોર બની ગયો છે. કોણ જાણે કેમ, પણ જીવદયા કે પશુદયાની જેમ અશક્ત કે અસહાય માણસો માટે કંઈક નક્કર વ્યવસ્થા કરવી એ આપણી ફરજ છે એ આપણને સમજાતું નથી. અમને પોતાને તો આ કામ ભારે અગત્યનું અને તત્કાળ હાથ ધરવા જેવું લાગે છે. આગેવાનો અવશ્ય વિચારે. (તા. ૧૭-૩-૧૯૫૬) Page #434 -------------------------------------------------------------------------- ________________ ૪૧૧ સામાજિક સુધારો અને વિકાસ: ૮ (૮) સર્વાગી સહકારને પાત્ર વિધાર્થીવર્ગ દેશના દૂર-સુદૂરના એકાંત-અગોચર ખૂણામાં આવેલા અણવિકસિત કે આદિવાસીના રહેઠાણ જેવા પ્રદેશોને અપવાદરૂપ ગણીએ, તો બાકીના આખા દેશમાં શિક્ષણનું મહત્ત્વ બરાબર સમજાઈ ગયું છે, અને શું ગામડાંમાં વસતા, અથવા શું તવંગર કે શું ગરીબ મા-બાપો એ વાત પામી ગયાં છે કે આપણાં સંતાનોને – દીકરીઓને પણ – શિક્ષિત બનાવ્યા વગર હવે ચાલવાનું નથી. તવંગર મા-બાપનો ગર્ભશ્રીમંત પુત્ર જો અભણ હશે તો પોતાની સંપત્તિને વધારવાની વાત તો દૂર રહી, એને સાચવી પણ શકવાનો નથી, માલિકમાં આવડત ન હોવા છતાં પૈસો પોતે જ બીજા પૈસાને પેદા કરે કે ખેંચી લાવે એ દિવસો વહી ગયા છે અને મધ્યમ કે ગરીબ વર્ગના છોકરાઓ અભણ રહ્યા કે ભણતરમાં પછાત કે નબળા રહી ગયા તો એમનો તો જીવનનિર્વાહ જ મુશ્કેલ બની જવાનો છે. આવી ઉત્કટ પરિસ્થિતિએ સમગ્ર દેશની શિક્ષણભૂખને ખૂબ વધારી મૂકી છે. ઉજ્વળ ભાવિની દૃષ્ટિએ આ એક શુભસૂચક એંધાણ છે. આવી આવકારપાત્ર શિક્ષણક્ષુધાની યોગ્ય રીતે સંતતિ થાય એ માટે આપણી કેન્દ્ર સરકાર અને પ્રાદેશિક સરકારો પણ ઠીકઠીક સર્ચિત અને પ્રયત્નશીલ છે. દેશના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને એમના અભ્યાસમાં પ્રોત્સાહન મળે અને જરૂરી આર્થિક સહાય પણ મળી રહે એ માટે રાષ્ટ્રીય ધોરણે કેટલીય નવી-નવી યોજનાઓ તૈયાર કરીને એનો અમલ કરવામાં આવે છે. બીજી બાજુ શિક્ષિત અને સંસ્કારી ગણાતા સમાજોથી માંડીને અશિક્ષિત, અલ્પશિક્ષિત કે પછાત માનવામાં આવતા નાના-મોટા બધા સમાજો પણ પોતાની ઊછરતી પેઢીના શિક્ષણ માટે સભાન બન્યા છે, અને વિદ્યાર્થીઓના (અને એમની મારફત ખરી રીતે આખા સમાજના) ભલા માટે આર્થિક તેમ જ બીજી જોગવાઈઓ કરવાનો સતત પ્રયત્ન કરવા લાગ્યા છે. સરકાર અને જુદા-જુદા સમાજો દ્વારા વિદ્યાભ્યાસ માટે આટઆટલી સગવડ ઊભી કરવામાં આવતી હોવા છતાં, દેશના તેમ જ તે-તે સમાજના વિદ્યાર્થીઓની જરૂરિયાતના પ્રમાણમાં એ બધું માંડ પાશેરામાં પહેલી પૂણી જેવું જ લાગે છે. એટલે આ દિશામાં અત્યાર સુધીમાં જે કાંઈ થયું છે તેની સરખામણીમાં હજી ઘણું કરવાનું બાકી છે એમ સ્વીકારવું પડે એમ છે. સરકારી બજેટોમાં પણ શિક્ષણખર્ચની જોગવાઈ હંમેશાં જરૂરિયાત કરતાં ઘણી ઓછી જ રહે છે. વિદ્યાર્થીઓ માટે અત્યારની સગવડો કેટલી અપૂરતી છે એનું દેશવ્યાપી સૂક્ષ્મ અવલોકન કરવાની વાત બાજુએ રાખીને જેમ-જેમ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ Page #435 -------------------------------------------------------------------------- ________________ જિનમાર્ગનું જતન શિક્ષણની જુદીજુદી પરીક્ષાઓનાં પિરણામો બહાર પડતાં જાય છે, અને પછી આગળ અભ્યાસ માટે આપણા વિદ્યાર્થીવર્ગને જે અનેક જાતનાં ફાંફાં મારવાં પડે છે, એ હકીકત ધ્યાનમાં લઈએ તો પણ અત્યારની દુઃખદ વસ્તુસ્થિતિનો ખ્યાલ આવી શકે એમ છે. પરીક્ષાનાં પરિણામો બહાર પડ્યાં કે વિદ્યાર્થીઓને માથે વલખાં મારવાનું આવી પડે છે. કોઈને શાળા કે કૉલેજમાં પ્રવેશ માટે તો કોઈને છાત્રાલય કે હૉસ્ટેલમાં પ્રવેશ માટે દોડધામ કરવી પડે છે, અને એ માટે પોતાના ગામ કે શહેરની અનેક શિક્ષણસંસ્થાઓ ઉપરાંત બીજાં સ્થાનોની એવી સંસ્થાઓ સુધી દોડવું પડે છે. કેટલાકને પૈસાની ચિંતા એવી વળગે છે કે કૉલેજ તથા છાત્રાલયની ફીના કે પાઠ્યપુસ્તકો અને અભ્યાસનાં અન્ય સાધનોના પૈસા ક્યાંથી લાવવા એ જ એવા વિદ્યાર્થીઓ, એમનાં વાલીઓને સમજાતું નથી. પરિણામે એમની ચિંતા, લાચારી અને દોડધામને કોઈ સીમા રહેતી નથી; ભારે કરુણાજનક એમની સ્થિતિ થઈ જાય છે. શિક્ષણ કેટલું બધું ખર્ચાળ બની ગયું છે ! આ દૃષ્ટિએ જ્યારે વિચાર કરીએ છીએ, ત્યારે અત્યારનો સામાન્ય કે ગરીબ વિદ્યાર્થીવર્ગ (અને એમના કુટુંબીજનો) વધારેમાં વધારે સહાનુભૂતિ, સહકાર અને સહાયના અધિકારી છે અને એમની સાથે એવા પ્રકારનું મમતાભર્યું અને માયાળુ વર્તન કરવાની સૌ કોઈની ફ૨જ છે. જૈનસમાજ કંઈ આવી સ્થિતિમાં અપવાદ બની શકે એમ નથી. એને ત્યાં પણ અસંખ્ય વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ શિક્ષણમાં આગળ વધવા માટે પાર વગરની મુસીબતો વેઠી રહ્યાં છે. એમને જરૂરી સવલતો પૂરી પાડવી એ જૈન સમાજનું કર્તવ્ય છે. મુસીબતમાં કે આર્થિક સંકડામણમાં મુકાયેલ વ્યક્તિને સીધેસીધી સહાય આપીને એના સંકટનું નિવારણ કરવું એ પણ આવશ્યક તો છે જ; આમ છતાં એવી સહાય તાત્કાલિક સંકટનિવારણ સિવાય વિશેષ કે સ્થાયી પરિણામ ભાગ્યે જ નિપજાવી શકે છે. જ્યારે શિક્ષણ માટે સહાય આપીને વિદ્યાર્થીને તૈયાર કરવો એ આખા કુટુંબને પગભર બનાવવા જેવું દીર્ઘદષ્ટિભર્યું કાર્ય છે. શિક્ષણની સહાય અને બીજી સહાય વચ્ચેનો આ તફાવત ખાસ ધ્યાનમાં લેવો જેવો છે. શિક્ષણની સહાય એ તો ધનનું વાવેતર કરવા જેવું ઉત્તમ કાર્ય છે. સમાજને પગભર અને શક્તિશાળી બનાવવાનો એ જ મુખ્ય માર્ગ છે. એ માર્ગનું આવું મહત્ત્વ આપણે સમજીએ અને વિદ્યાર્થીઓને વધુમાં વધુ સહાય આપવા તત્પર થઈએ. ૪૧૨ (તા. ૧૧-૬-૧૯૬૬) Page #436 -------------------------------------------------------------------------- ________________ ૧૩ સ્વતંત્ર ભારતઃ શિક્ષણ, વિકાસ અને રાજકારણ (૧) પ્રજાની કોઠાસૂઝ અને સામૂહિક નેતાગીરી જ તરણોપાય હજુ જાણે ગઈ કાલે જ પૂરા થયેલા આપણા રાજ્યસંચાલનના સને ૧૯૬૨ના ફેબ્રુઆરીથી લઈને તે સને ૧૯૬૭ના ફેબ્રુઆરી સુધીના ત્રીજા એકમના સમયમાં બનેલી ઘટનાઓનું સિંહાવલોકન કરતાં, દેશ ભાંગી જાય, હતાશ થઈ જાય કે પાછો પડી જાય એવી એક પછી એક ચડિયાતી આફતો આપણા ઉપર સતત વરસતી રહી હોય એમ લાગે છે. આ આફતોમાં આંતરિક આફતો પણ પુષ્કળ હતી, બહારની મુસીબતો પણ ખૂબ જંગી હતી; અને એ બધું ઓછું હોય એમ કુદરતે પણ મુસીબતો વરસાવવામાં જરા ય પાછું વાળીને જોયું નથી ! પાંચ વર્ષ જાણે પાંચ દાયકાની મુસીબતોના પુજને લઈને આવ્યાં હતાં, અને તે પણ આપણી લોકશાહીની બાલ્યાવસ્થામાં ! - આ પાંચ વર્ષ દરમ્યાન આપણા શાસકપક્ષની શિસ્ત અને સેવાભાવના ખૂબ શિથિલ બની ગઈ; એમાં સત્તા માટેની તાણખેંચ, જાદવાસ્થળી કહી શકાય એટલી હદે વધી ગઈ, પરિણામે, દેશભક્તિનું સ્થાન પક્ષભક્તિથી આગળ વધીને સ્વાર્થભક્તિએ લીધું. સમગ્ર રાજતંત્રમાં લાંચરુશ્વત અને લાગવગનો રોગ વ્યાપી ગયો, અને પ્રજામાં – ખાસ કરીને ઉદ્યોગ, વેપાર કે સત્તાધારીઓ ઉપર કાબૂ ધરાવતા પ્રજાવર્ગમાં – અપ્રામાણિકતા અને દુરાચારનો વ્યાધિ પ્રસરી ગયો ! અધૂરામાં પૂરું, પ્રાંતવાદ, ભાષાવાદ અને કોમવાદના ભૂતને પણ છૂટો દોર મળી ગયો. સુવર્ણધારો, ફરજિયાત બચત યોજના અને રૂપિયાનું અવમૂલ્યન એ પણ આ પાંચ વર્ષના ગાળાની જ પેદાશો છે. દેશની શક્તિને ઊધઈની જેમ અંદરથી કોરી ખાય એવી આ આંતરિક આફત કંઈ જેવી તેવી ન હતી. આ પાંચ વર્ષ દરમ્યાન જ આપણા દેશ ઉપર બે પરદેશી જંગી આક્રમણો થયાં ભાઈ હોવાનો દાવો કરનાર ચીને દગો રમવાનું પસંદ કરીને આપણા દેશ ઉપર આક્રમણ કર્યું અને તે પછી, મૂળ ભારતના જ અંગમાંથી પેદા થયેલ આપણા દેશના બે-તરફી પાડોશી પાકિસ્તાને કાશ્મીરના જરીપુરાણા પ્રશ્નના બહાને આપણા ઉપર જબરું આક્રમણ કર્યું. પરચક્ર-આક્રમણની આ મહાઆપત્તિએ ભારતવર્ષની સમસ્ત પ્રજાને Page #437 -------------------------------------------------------------------------- ________________ જિનમાર્ગનું જતન એકદિલ અને સુસંગઠિત બનવાની તક આપી. શક્તિ અને સંપત્તિનો ઉપયોગ જીવન-મરણના આવા પ્રસંગોએ છૂટથી કરવો પડે એ સ્વાભાવિક છે; એ માટે અફસોસ કે ચિંતા ક૨વાથી કાંઈ વળે નહીં. ખરી ચિંતાની વાત તો સતત દુશ્મનાવટભરેલ વિચારો અને વર્તન દાખવતાં એ આક્રમણખોર પડોશી રાજ્યો સાથે આપણો પનારો પડ્યો છે એ છે. ૪૧૪ અને જાણે આ મુસીબતો ઓછી હોય એમ જેમનામાં માનવતાનો ગુણ પૂર્ણરૂપે પ્રગટ્યો હતો તે શ્રી જવાહરલાલ નહેરૂ અને શ્રી લાલબહાદુર શાસ્ત્રી જેવા સર્વજનવત્સલ વડાપ્રધાનોને આપણે આ અરસામાં જ ગુમાવ્યા ! એમ કહેવું જોઈએ કે ચીનના આક્રમણે શ્રી નહેરૂનો ભોગ લીધો, પાકિસ્તાનના આક્રમણે શ્રી શાસ્ત્રીજીને ઝડપી લીધા ! આકાશનાં વાદળ પણ આ પાંચ વર્ષ દરમ્યાન આપણાથી રૂસણું લઈને બેઠાં. પરદેશોમાંથી અન્ન મળે તો જ ભારતવર્ષનાં માનવીઓનું પેટ ભરી શકાય એવી લાચાર સ્થિતિમાં આપણે મુકાઈ ગયા ! કેટલાંય સ્થાનો પાણીની તંગીમાં સપડાઈ ગયાં છે, અને ઢોરઢાંખરની સ્થિતિ તો વર્ણવી જાય એમ નથી. આ પાંચ વર્ષ દરમ્યાન, ગુજરાતના રાજકારણમાં કેટલાય શક્તિશાળી, કાર્યદક્ષ અને તેજસ્વી કાર્યકરોની રાષ્ટ્રસેવાની દાયકા-જૂની કારકિર્દી, મુખ્યત્વે તેજોદ્વેષને કારણે રોળાઈ ગઈ. અન્નની કારમી તંગી અને તેલની અજબ રામકહાણીએ પ્રજાને કંઈકંઈ પરેશાનીઓનો અનુભવ કરાવ્યો ! આમ આ પાંચ વર્ષ દરમ્યાન દેશ ઉપર આફતો સતત વરસતી રહી; છતાં દેશનો શાસકવર્ગ પોતાની સત્તાની ખેંચતાણમાંથી બહાર આવીને ન તો પરિસ્થિતિને અનુરૂપ બની જાગૃત બન્યો, ન તો દીર્ઘદૃષ્ટિ અપનાવીને કામે લાગ્યો. એવામાં ચોથી સામાન્ય ચૂંટણીઓનો સમય આવ્યો. આ વખતે અભણ અને સામાન્ય ગણાતી પ્રજાએ જે ખમીર, દૂરંદેશી અને શાણપણ દાખવ્યાં એ ભલભલા પાવરધા અને ગણતરીબાજ રાજદ્વારી પુરુષોને અચંબામાં નાખી દે કે એમની ગણતરીને ઊંધી વાળી દે એવાં છે. આ પ્રજાજનોએ પોતાના મતની શક્તિનો સંચય કરીને અને એનો સાચી રીતે ઉપયોગ કરી બતાવીને આખા દેશમાં શાંત અને અહિંસક રીતે અણધારી ક્રાંતિ સર્જી બતાવી છે, અને ભલભલા માંધાતાઓનાં પાણી ઉતારી દીધાં છે ! લોકશાહીના ઉજ્જ્વળ ભાવિની આસ્થા અને આશા જન્માવે એવી મહત્ત્વની આ ઘટના છે. ખરેખર, પ્રજાએ દાખવેલ આ ઠંડી તાકાત અભિનંદન અને અભિનંદનને પાત્ર છે. આ પછી અમુક પ્રદેશોમાં કોંગ્રેસ-પક્ષનું શાસન ચાલુ રહ્યું, અમુકમાં આ કે તે બિનકૉંગ્રેસી પક્ષનું શાસન સ્થપાયું, ક્યાંક ધારાસભાને બદલે રાષ્ટ્રપતિનું શાસન Page #438 -------------------------------------------------------------------------- ________________ સ્વતંત્ર ભારત : શિક્ષણ, વિકાસ અને રાજકારણ : ૧ અમલમાં આવ્યું અને કેન્દ્રમાં પહેલાં કરતાં ઘટેલી બહુમતી સાથે કૉંગ્રેસપક્ષનું જ શાસન ચાલુ રહ્યું. આ ચૂંટણીઓ દરમ્યાન અને તે પછી જે કંઈ બન્યું, તેથી આપણા અંતરમાં એટલો વિશ્વાસ તો અવશ્ય જન્મે જ છે કે હવે દેશની સ્થિતિ છે એના કરતાં વધારે ખરાબ થવાની નથી; એમાં કંઈક ને કંઈક પણ સુધારો થશે અને પ્રજાની મુસીબતમાં ચોક્કસ ઘટાડો થશે. કોઈ શાસકપક્ષ પોતાની જાતે કદાચ સરખી રીતે વર્તવામાં ખમચાતો હશે, તો છેવટે એને બીજા પ્રદેશમાં ચાલતી બીજા પક્ષની સરકારનો વહીવટ જોઈને પણ સારા બનવાની ફરજ પડશે. દેશને પરેશાન કરતા જે અનેક સવાલો ઊભા છે તેમાં એક મહત્ત્વનો સવાલ પ્રભાવશાળી નેતાગીરીનો છે. અમારી સમજ મુજબ એક જ વ્યક્તિનું વર્ચસ્વ આખા દેશ ઉપર પ્રવર્તતું હોય અને સૌ એ વ્યક્તિને અનુસરવામાં હર્ષ માનતા હોય એવી વ્યક્તિગત નેતાગીરી મોટે ભાગે શ્રી જવાહરલાલ નહેરૂના સ્વર્ગવાસ સાથે સમાપ્ત થઈ ગઈ. એમની પછી સ્વનામધન્ય શ્રી લાલબહાદુર શાસ્ત્રીએ ટૂંક સમયમાં જ દેશને શાંતિ, શૌર્ય અને શાણપણથી ભરેલી અતિ-વિલ દોરવણી આપીને એક સમર્થ અને ગરીબોના સાચા બેલી નેતા તરીકે પ્રજામાં કંઈકંઈ આશાઓ અને આકાંક્ષાઓ જન્માવી હતી. પ્રજા આ લાડીલા નેતાને પગલે-પગલે ચાલવા તત્પર હતી. પણ શ્રી શાસ્ત્રીજીનો દેહાંત થયો; સાથેસાથે રહીસહી વ્યક્તિગત નેતાગીરી પણ નામશેષ થઈ ગઈ. હવે એક વ્યક્તિનો આટલો વ્યાપક પ્રભાવ પડે એવી નેતાગીરીની આશામાં આપણે અટવાઈએ એ બરાબર નથી. આવી જાજરમાન અને સર્વવ્યાપી નેતાગીરી કંઈ પરાણે જન્માવી શકાતી નથી. જેનામાં તીવ્ર અને વ્યાપક સંવેદનશીલતા અને એને વાચા આપવાની પ્રતિભા હોય એ મહાકવિ બની શકે, જેનામાં ભવિષ્યનાં પગલાં પારખવાની આર્ષદૃષ્ટિ જાગી હોય તે મહર્ષિ બની શકે; એ જ રીતે જેના અંતરમાં સમસ્ત પ્રજાનાં દુઃખનાં સંવેદનોને ઝીલવાની અને એની સાથે એકરૂપતા સાધવાની અપાર કરુણા હોય, એ જ વ્યક્તિગત રીતે મહાન નેતા બની શકે. આ બાબત માત્ર બૌદ્ધિક તાકાતને ખીલવવાની નહીં, પણ હૃદયને મહાસાગર જેવું વિશાળ બનાવવાની છે. પરંતુ એ કંઈ સહુને માટે સુલભ નથી. છતાં આવી વ્યક્તિગત નેતાગીરીના આપણે ત્યાં ઊભા થયેલા અભાવને માટે અફસોસ કરવાની જરૂર નથી. આ ખામીને આપણે સામૂહિક નેતાગીરી ઊભી કરીને ખૂબીથી દૂર કરી શકીએ. એક વ્યક્તિ પાસેથી લાખ રૂપિયા મળી શકે એમ ન હોય તો જુદીજુદી વ્યક્તિઓ પાસેથી નાની-નાની રકમ ભેગી કરીને પણ આપણે લાખ રૂપિયા ભેગા કરી શકીએ; એવી સીધી-સાદી આ વાત છે. આપણા દેશને અત્યારે આવી સામૂહિક સમર્થ નેતાગીરીની ખાસ જરૂર છે. ૪૧૫ Page #439 -------------------------------------------------------------------------- ________________ જિનમાર્ગનું જતન આવી નેતાગીરી ઊભી કરવાનું એકમાત્ર સાધન ઉત્કટ અને નિર્ભેળ રાષ્ટ્રભાવના જ છે. આવી ભક્તિ અને ભાવના જ જુદીજુદી વ્યક્તિઓમાં એકતાની સ્થાપના કરીને સમર્થ સામૂહિક નેતાગીરી પૂરી પાડી શકશે. આપણામાં આવી નિષ્ઠાપૂર્ણ રાષ્ટ્રભક્તિ જન્મો અને વિકસો - એ જ અભ્યર્થના. ૪૧૬ (૨) લોકશાહીનો અખંડ દીવો અને લોકધર્મ હિંદુસ્તાનની લોકશાહી એ અર્થમાં સફ્ળ થઈ છે કે એની ત્રણ-ત્રણ સામાન્ય ચૂંટણીઓ ખૂબ વ્યવસ્થિત રીતે, શાંતિપૂર્વક સફ્ળ થઈ છે અને દેશનું વ્યવસ્થાતંત્ર છેલ્લાં વીસ વર્ષ દરમ્યાન એકંદરે એકધારું અને વિશેષ ધાંધલ-ધમાલ વગર ચાલતું રહ્યું છે. તેમાં ય એકાદ નજીવા અપવાદને બાદ કરતાં, રાજ્ય-સંચાલનનાં સૂત્રો સ્વરાજ્ય-પ્રાપ્તિથી તે આજદિન સુધી, દેશની મુકમ્મિલ આઝાદી માટેની મહાત્મા ગાંધીજીની સરદારી નીચેની અહિંસક લડતની આગેવાની સંભાળનાર રાષ્ટ્રીય મહાસભા(કૉંગ્રેસ)ના હાથમાં જ રહ્યાં છે. સ્વરાજ્યપ્રાપ્તિ બાદ આવી સફ્ળ સામાન્ય ચૂંટણીઓ અને આવું વ્યવસ્થિત રાજ્યતંત્ર એ દુનિયાની તવારીખમાં નોંધપાત્ર બની રહે એવી બીના છે; એને લીધે દેશનાં શાન અને માન વધ્યાં છે. ભારત સ્વતંત્ર થયા પછી નાના-મોટા કંઈક દેશો સ્વતંત્ર થયા; પણ એમાંથી કેટલા ઓછા દેશોમાં રાજદ્વારી વ્યવસ્થા અને સ્થિરતા કાયમ થઈ શકી છે ! ખંડ જેવો વિશાળ દેશ – ‘ઉપખંડ’ તો કહેવાય જ છે; નિરક્ષર પ્રજાનું પ્રમાણ ઘણું જ વધારે. છતાં નિરક્ષર હોય કે ભણેલ હોય, દરેક ઉંમરલાયક સ્ત્રી-પુરુષને મતદાનનો અધિકાર – એ રીતે અઢાર-વીસ કરોડ જેવી જંગી સંખ્યાનાં માનવીઓને મત આપવાનો હક્ક, વળી વિરોધપક્ષોની ઉત્તરોઉત્તર વધતી રહેલી સંખ્યા; આવી પરિસ્થિતિમાં સામાન્ય ચૂંટણીઓ દેશભરમાં ખૂણે-ખૂણે યોજવી એટલે એક રીતે તો દારૂગોળા સાથે અડપલા કરવા જેવું વિચિત્ર કામ ! છતાં એ કામ સૌને સંતોષ થાય એવી સફળતાપૂર્વક પાર પડ્યું એ માટે શાસનતંત્ર અને પ્રજા બંનેને ધન્યવાદ ઘટે છે. લોકશાહીના ધ્યેયને વરેલો આવડો વિશાળ અને વિવિધ સંસ્કૃતિઓના ભંડારસમો દેશ આખી દુનિયામાં એકમાત્ર હિંદુસ્તાન જ છે. અને બે દાયકા જેટલા લાંબા સમયને માટે પોતાની લોકશાહીને ટકાવી તેમ જ સ્થિર કરી જાણીને એણે વિશ્વભરમાં (તા. ૧૮-૩-૧૯૬૭) Page #440 -------------------------------------------------------------------------- ________________ સ્વતંત્ર ભારત: શિક્ષણ, વિકાસ અને રાજકારણ : ૨ ૪૧૭ લોકશાહીના ભાવિને તો આશાભર્યું અને ઉજ્જવળ જરૂર બનાવ્યું છે. પણ સ્વરાજ્યપ્રાપ્તિ બાદ દેશમાં સુરાજ્ય સ્થાપીને મહાત્માજીએ દર્શાવેલ સર્વોદયની પ્રતિષ્ઠા કરવાના ધ્યેયને પ્રાપ્ત કરવામાં બે દાયકાઓથી સત્તાનાં સૂત્રો એકધારાં સંભાળનાર આપણા રાજ્યકર્તા-પક્ષે જે નિષ્ક્રિયતા અને અદૂરદર્શિતા બતાવી છે અને જે કારમી નાકામિયાબી હાંસલ કરી છે, એને લીધે આપણો સ્વરાજ્ય-પ્રાપ્તિનો આનંદ અને ગર્વ ગળી જાય છે, અને આપણા દેશમાં આપણું રાજ્ય' એ સૂત્રનો રસ ફીકો થઈ જાય છે. આમ કેમ થયું? આઝાદ હિંદુસ્તાન આબાદ થવું તો દૂર રહ્યું, એ દિશામાં થોડાં પગલાં પણ વીસ-વીસ વર્ષ દરમ્યાન કેમ ન ભરી શકાયાં? પ્રજા પાસેથી કરવેરારૂપે અને પરદેશમાંથી મળેલાં સહાય અને ધીરાણરૂપે, આંકડો સાંભળતાં ય હૈયું થંભી જાય, ગણ્યા ગણી શકાય નહીં અને ક્યારેક તો સ્વતંત્ર દેશ કંઈક જુદા રૂપમાં કયાંક પરાધીન ન બની જાય કે ગિરો મુકાઈ ન જાય એવો ભય લાગે એટલાં અઢળક નાણાંનો અનેક જંગી યોજનામાં વ્યય કર્યા છતાં, આપણે હજી પણ ગરીબ, પરદેશી સહાયના માગણ અને અન્ન જેવી જીવનની પહેલામાં પહેલી જરૂરિયાતમાં પણ ઓશિયાળા કેમ રહ્યા? દેશમાંથી ન્યાયનીતિ, પ્રામાણિકતા અને સચ્ચાઈ પગ કરીને કયાં ચાલી ગઈ? ભલા-ભોળા સામાન્ય માનવીનો તો ગજ ન વાગે એ રીતે સમગ્ર સરકારી તંત્ર લાંચરુશવત અને લાગવગની બેહદ બદીથી કેમ ઊભરાઈ ગયું? સ્વાતંત્ર્ય પછીના સુરાજ્યની આપણી મનોહર કલ્પના જ રોળાઈ ગઈ છે ! ઉપર સૂચવ્યા એવા એક-એકથી ચડિયાતા પાર વગરના સવાલો ગાંધીના આ દેશમાં ઊભા થવાનું પાયાનું કારણ શું? મહાત્મા ગાંધીજીએ આપણને બંધનમાંથી મુક્તિ મેળવવાની જે પ્રેરણા આપી હતી, એનો ધ્રુવતારક હતો દેશમાં સર્વોદયની સ્થાપનાનો. એ દિશામાં આપણે કેટલો નકકર પગલાં ભર્યા એનો વિચાર કરતાં ચિત્ર કંઈ બહુ આહ્લાદક નથી લાગતું. આજે ય જેના માથે ગરીબી પડેલી છે, એને માથે શાં-શાં વીતકો વીતી રહ્યાં છે, એ તો એ જ જાણે ! હજી ય એ જર્જરિત ઝૂંપડાં, એમાંનાં ભૂખે મરતાં કે અર્ધભૂખ્યાં રહેતાં ચીંથરેહાલ માનવીઓ અને એકંદરે નિર્બળ અને રોગિષ્ઠ દેશવાસીઓ, જાણે દેશમાં પ્રજાસત્તાક સ્વરાજ્યની સ્થાપનાનો જ ઈન્કાર ભણી રહ્યાં છે, અને આપણે નિશદિન જેનું રટણ કરતા રહીએ છીએ તે સર્વોદય તો જાણે ઝાંઝવાનાં નીર જેવો છેતરામણો બનતો જાય છે. જેના હાથમાં અત્યારે દેશની સત્તાનાં સૂત્રો છે એ આપણો રાજકર્તા-પક્ષ જંગી યોજનાઓ ઘડવામાં અને મોટી-મોટી ઈમારતો કે વિરાટકાય બીજાં બાંધકામો કરવામાં જેટલો રસ ધરાવે છે, એટલો રસ દેશવાસીઓનાં હૃદય સુધી પહોંચીને એમની મુસીબતો Page #441 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ જિનમાર્ગનું જતન દૂર કરવામાં કે દેશવાસીઓનું સંસ્કાર-ઘડતર કરવામાં અને એ રીતે દેશવાસીઓના રોમ-રોમમાં રાષ્ટ્રભાવનાના પ્રાણને ધબકતો કરવામાં નથી ધરાવતો. એ પક્ષ તો એમ જ માની બેઠો છે કે આવી બધી યોજનાઓ અને આવી બધી ઇમારતોથી જ દેશનું દારિત્ર્ય દૂર થઈ દેશમાં હીર પ્રગટ થઈ જવાનું છે ! પણ જો દેશવાસીઓમાં રાષ્ટ્રભાવનાનો પાયો દઢ નહીં હોય તો અણીને વખતે આ બધું કશું જ કામ આપી શકવાનું નથી. બીજું, આપણે ત્યાં નવાનવા હુન્નર-ઉદ્યોગોની સ્થાપના દ્વારા તેમ જ ખેતી વગેરેના વિકાસ દ્વારા દેશની સંપત્તિમાં જે વધારો થઈ રહ્યો છે, એનો ઈન્કાર કરી શકાય એમ નથી; એમ કરવાની જરૂર પણ નથી. પરંતુ સર્વોદયની સ્થાપના માટે અથવા તો સમાજવાદી સમાજરચનાના ધ્યેયને સિદ્ધ કરવા માટે જેટલી જરૂર સંપત્તિમાં વધારો કરવાની છે, એના કરતાં વધુ જરૂર તો સંપત્તિની યથાયોગ્ય રીતે વહેંચણી થતી રહે એવી સુવ્યવસ્થા કરવાની છે. પણ હંમેશાં ચૂંટણી તરફ વધારે પડતું લક્ષ આપતો અને મૂડીદારો કે ઉદ્યોગપતિઓ પાસેથી પોતાના પક્ષના ચૂંટણી-ફંડમાં વધારેમાં વધારે નાણાં મેળવવાની નેમ રાખતો આપણો અત્યારનો રાજકર્તા-પક્ષ સંપત્તિની સમાન વહેંચણીના પાયાના સિદ્ધાંતને જ ભૂલી ગયો હોય એમ લાગે છે. પરિણામે, ધીમેધીમે પુંજીપતિઓ અને ઉદ્યોગપતિઓની જ પકડ દેશના અર્થકારણ ઉપર વધારે ને વધારે ઘેરી અને મજબૂત બનતી જાય છે. આપણો રાજકર્તાપક્ષ અત્યારે જે બિનજવાબદાર રીતે આપણા દેશના રાજકારણને ખેડી અને ડહોળી રહ્યો છે, તે સ્વરાજ્યની સર્વોદયની સ્થાપનાના મૂળ પાયાને જ સુરંગ ચાંપે એવી છે. એનાથી સવેળા જાગી જવાય કે ચેતી જવાય તો જ બચી શકાય એમ છે. આજે તો જાણે કુંડું અને કથરોટનો ખેલ ખેલાતો હોય એમ કોણ કોને કહી શકે અને કોણ સુધરવાની ફરજ પાડી શકે એ જ મોટો સવાલ બની ગયો છે. અરે, પ્રધાનો જેવા પ્રધાનો પણ જ્યારે પોતાના મંત્રીઓના હાથનાં ખિલૌના જેવા બની ગયા હોય, ત્યારે તો એમ જ લાગે છે કે બ્રિટિશરો ભલે અહીંથી ચાલ્યા ગયા હોય, પણ એમની નોકરશાહી તો હજી યે અહીંયાં સોળે કળાએ તપી રહી છે. એકંદરે દેશના કારોબારમાં બિનઆવડત અને બદદાનતનું તેમ જ રાજકીય અને આર્થિક ગેરવહીવટનું વર્ચસ્વ એવું તો સજ્જડ બની ગયું છે, કે એને તોડવાનું કામ પરદેશી હકૂમતને દૂર કરવાના કામ કરતાં પણ વધારે કપરું બની ગયું છે! રાજ્યકર્તા-પક્ષ દેશની પ્રગતિને બહાને ગમે તે પ્રકારે પૈસા ભેગા કરવામાં જાણે પાગલ બની બેઠો છે. આર્થિક ગેરવહીવટ કે અપ્રામાણિકતાના, ઓડિટર જનરલ જેવાએ રજૂ Page #442 -------------------------------------------------------------------------- ________________ સ્વતંત્ર ભારતઃ શિક્ષણ, વિકાસ અને રાજકારણ : ૨ ૪૧૯ કરેલા દાખલાઓ સુધ્ધાં એને ચેતવી કે શરમાવી શકવામાં નિષ્ફળ નીવડે છે. આટલી હદે એ પક્ષ ધૃષ્ટ અને રીઢો બની ગયો છે! ભયંકર વાત તો એ છે કે દેશના હિત કરતાં પક્ષના હિતને વધારે મહત્ત્વ આપવાનું તો જાણે ઘણાં વર્ષોથી શરૂ થઈ ગયું હતું; પણ હવે તો સ્વાર્થપરાયણતા એવી છેલ્લા પાટલે જઈ બેઠી કે જેથી પક્ષના હિત કરતાં ય માથાભારે વ્યક્તિઓ પોતાના અંગત હિતને જ ખૂબ મહત્ત્વ આપવા લાગી છે. પણ આ ઉપરથી રખે કોઈ માની લે કે આ સ્વરાજ્ય આવ્યું એ નકામું છે, અને અંગ્રેજો આપણા દેશમાંથી ચાલ્યા ગયા તે ખોટું થયું છે. અંગ્રેજો ચાલ્યા ગયા – એમની ગુલામી આપણે દૂર ફગાવી દીધી – એ તો આપણે ચાલીસ કરોડની મહાન પ્રજાના માથેથી મોટું કલંક દૂર કરવા જેવું પવિત્ર, અસાધારણ અને શકવર્તી કાર્ય કર્યું છે. આ સ્વરાજ્ય તો આપણા દેશની પ્રજાના લગભગ એક દાયકાની () આકરી તપસ્યાનું ફળ છે; નવા પ્રાણ આવવા બરાબર મંગલકાર્ય છે. એટલે આપણા સ્વરાજ્યને કે આપણા પ્રજાસત્તાક રાજ્યતંત્રને વગોવવાની, છે એનું મૂલ્ય ઓછું આંકવાની કે એની અવગણના કરવાની મુદ્દલ જરૂર નથી. અત્યારની અરાજકતા કે અવ્યવસ્થાથી અકળાઈને જે કોઈ સ્વરાજ્યને દૂર કરવાનો વિચાર, પ્રચાર કે આચાર કરશે એ કેવળ દેશદ્રોહનું જ કાર્ય કરશે, એમાં શક નથી. કારણ કે, શું આધ્યાત્મિક ક્ષેત્રે કે શું વ્યાવહારિક ક્ષેત્રે, સ્વરાજને તોલે આવી શકે એવી બીજી કોઈ વસ્તુ જ નથી. સ્વ-રાજ્ય નથી તો સ્વ પણ રૂંધાઈ જાય છે અને રાજ્ય પણ રૂંધાઈ જાય છે, અને સ્વરાજ્યના ઉદયમાં એ બંનેનો ઉત્કર્ષ થાય છે. આવા ઉત્કર્ષનો હજારો વર્ષોમાં ન મળ્યો હોય એવો અદ્વિતીય અવસર આપનાર પંદરમી ઑગસ્ટનો દિવસ તો ભારતવાસીઓને માટે પરમ પવિત્ર અને સદાસ્મરણીય દિવસ છે. એ દિવસને આપણે દિલથી સલામ કરીએ, અને, પ્રથમ તો, સ્વરાજ્યને સુરાજ્યમાં પલટાવવાના ભગીરથ કાર્યમાં આપણો સંપૂર્ણ સાથ અને સહકાર આપવાનો સંકલ્પ કરીએ. અલબત્ત, પ્રથમ નજરે તો દેશનું ખરાબે ચડી ગયેલું નાવ સાચે રસ્તે કેવી રીતે ચડે એનો કારગત ઉપાય કોઈ ભાગ્યે જ દેખાય છે; અને છતાં દેશને અને લોકશાહીને બચાવવાનો કોઈ માર્ગ નથી એવી હતાશામાં પડી જવું એ તો આત્મઘાતને નોતરવા જેવી ભૂલ છે. તો પછી ઉપાય શો? દેશને અને લોકશાહીને બચાવવાનો માર્ગ એક જ છે : લોકજાગૃતિ અને લોકધર્મનું ખબરદારીપૂર્વક પાલન. લોકશાહીમાં છેવટે તો લોકસભા જ સર્વસત્તાનું કેન્દ્ર બને છે અને લોકસભાની રચના લોકોની પસંદગી પ્રમાણે જ થાય છે. એટલે જો લોકસભા દેશની લોકશાહીને Page #443 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ જિનમાર્ગનું જતન સાચે માર્ગે ન ચલાવે અને લોકકલ્યાણનો માર્ગ ચૂકી જાય, તો એને ઠેકાણે લાવવાનું કામ બીજી રીતે ન થાય, તો છેવટે લોકોએ જ બજાવવાનું પ્રાપ્ત થાય છે. મતલબ કે લોકોની સતત જાગૃતિ અને લોકશાહી રાજ્યવ્યવસ્થામાં પોતાને શિરે આવતી ફરજોનું લોકો દ્વારા પાલન એ જ લોકશાહીને સ્થિર કરવાનો, એનું જતન કરવાનો અને એને પ્રગતિશીલ બનાવવાનો સાચો માર્ગ છે, જેના લોકો જાગતા એની લોકશાહી જાગતી. આનો થોડોક વિગતે વિચાર કરીએ : લોકજાગૃતિ દેખાડવાનો માર્ગ એક દાખલાથી બરાબર ધ્યાનમાં આવી શકશે. માનો કે અમુક પ્રધાન, ધારાસભ્ય, રાજ્યસભાના સભ્ય કે લોકસભાના સભ્ય સરખી રીતે વર્તતો ન હોય, તો એનો મતદાર વિભાગ એની સામે બુલંદ સ્વરે એવો પોકાર ઉઠાવે કે જેથી એને સીધા થયા વગર ન ચાલે. ક્યારેક-ક્યારેક આપણા ધારાસભ્યો કે લોકસભાના સભ્યો ધારાસભા કે લોકસભામાં કોઈ પાગલ કે દારૂડિયાને પણ સારો કહેવરાવે એવું અશિષ્ટ વર્તન કરે છે. એવાઓની સામે પ્રજા અવશ્ય અવાજ ઉઠાવી શકે કે “શું તમને આવું વર્તન કરવા અમે ચૂંટ્યા છે ?" ધારાસભા કે લોકસભાના સભ્યોની સામે આવો અવાજ ઉઠાવવો એ પશ્ચિમની લોકશાહીની ઢબ સાથે બંધ બેસે છે કે નહીં તે અમે નથી જાણતા, પણ આપણે ત્યાં જે બેહદ બગાડો થયો છે તે માટે તો આવો કોઈ અવનવો અને જલદ ઉપાય જ કરવો રહ્યો. પણ આ ઉપાય અજમાવવામાં બળ ત્યારે જ પુરાય, જ્યારે આવા અવાજ ઉઠાવનારાઓ દેશના કાયદા મુજબ પોતાને જે લાભ મળતો હોય તેથી વધારે લાભ મેળવવાની લાલચથી મુક્ત હોય, અને કાયદાઓનું નિષ્ઠાપૂર્વક પાલન કરવા તત્પર હોય; લોકશાહીમાં આ જ લોકધર્મ છે. એ ધર્મના પાલનથી જ લોકશાહી મજબૂત અને પ્રગતિશીલ બનવાની છે. નહીં તો દેશમાં લોકશાહીના બદલે કેવળ લાગવગાહી જ રહેવાની છે; અને એ તો રાજાશાહી કરતાં ય બદતર છે. એનો અત્યારે આપણે જાતઅનુભવ કરી રહ્યા છીએ. બાકી, શાસકપક્ષ કે વિરોધપક્ષ પણ) લોકોનું લોકશાહીને અનુરૂપ ઘડતર કરે એ આજે તો શક્ય દેખાતું નથી, કારણ કે એ પોતે જ આજે ગેરશિસ્ત અને સ્વાર્થપરાયણતાના કીચડમાં ખૂતેલો છે. અત્યારે તો એકમાત્ર આશા લોકોના પોતાના ઉપર જ છે. એ જાગશે અને પોતાના ધર્મનું પાલન કરશે તો જ યથા પ્રજ્ઞા તથા નાના નવા સૂત્ર મુજબ લોકશાહીને અનુરૂપ રાજ્યતંત્ર ઊભું થઈ શકવાનું છે. (તા. ૧૨-૮-૧૯૬૧ અને ૧૩-૮-૧૯૬૬ના લેખોનું સંકલન) Page #444 -------------------------------------------------------------------------- ________________ સ્વતંત્ર ભારતઃ શિક્ષણ, વિકાસ અને રાજકારણ : ૩ ૪૨૧ (૩) દેશની એકતા માટે ઉચ્ચશિક્ષણનું માધ્યમ રાષ્ટ્રભાષા થોડા વખત પહેલાં જ, આપણી કેન્દ્ર સરકારે ઉચ્ચશિક્ષણ પણ રાષ્ટ્રભાષા દ્વારા નહીં, પણ માતૃભાષા દ્વારા આપવાની નીતિની અને પાંચ વર્ષના ગાળામાં એ નીતિને અમલી બનાવવાની જાહેરાત કરી છે. એનો દેશના વ્યાપક અને લાંબા ગાળાના હિતની. દષ્ટિએ વિચાર કરવા જેવો લાગવાથી અમે આ નોંધ લખવા પ્રેરાયા છીએ. હજી એ વાતને એક દાયકો ય પૂરો નથી થયો, કે જ્યારે મોહમયી મુંબઈ નગરી તરફના અતિમોહને લીધે, ભાષાવાર પ્રાંતરચનાની કેન્દ્ર સરકારની નીતિ તરફ થોડા વખત માટે આંખમીંચામણાં કરીને, ગુજરાતી-મરાઠી ભાષા બોલનારા બે પ્રદેશોનું જોડાણ કરીને, બૃહદ્ દ્વિભાષી મુંબઈ રાજ્યની રચના કરવામાં આવી હતી. આ બિનકુદરતી રાજ્યવ્યવસ્થા વર્ષ-બે વર્ષ ચાલી ન ચાલી, અને પાણીને ચઢાણ તરફ ચઢાવવાનો અવળો પ્રયત્ન નિષ્ફળ ગયો અને બે જુદીજુદી ભાષાઓ બોલતી પ્રજાઓ વચ્ચેની ભાવાત્મક એકતાના અભાવના બહાને, સને ૧૯૬૦માં બૃહદ્ દ્વિભાષી મુંબઈ રાજ્યને સ્થાને મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યોની રચના કરવામાં આવી. ત્યારે પણ આપણને એક વધુ પુરાવો મળ્યો કે અખંડ ભારતના ટુકડા કરીને હિંદુસ્તાન અને પાકિસ્તાનનું સર્જન કરનાર ઝેરને, એક યા બીજા રૂપે, હજી પણ આપણે ટકાવી રાખ્યું છે ! - સ્વરાજ્યનો ઉદય થયો ત્યારે એક મોટી ચિંતા દેશને સતાવી રહી હતી કે દેશમાંથી પરદેશી હકુમતનો તો અંત આવ્યો, પણ આ સેંકડો દેશી રજવાડાઓનું શું ? જો એ બધાનો ઉકેલ લાવીને, ભારતને અખંડ અને એકછત્રી રાજ્ય બનાવવામાં ન આવે, તો દેશની અંદર જ ઠેર-ઠેર પાકિસ્તાન જેવી સ્થિતિ સર્જાય અને દેશ યાદવાસ્થળી જેવી દુર્દશાથી હતો ન હતો થઈ જતાં વાર ન લાગે. પણ તે વખતે મહાત્મા ગાંધી અને અન્ય શહીદો તેમ જ દેશભક્ત નેતાઓનું તપ તપતું હતું. સરદાર વલ્લભભાઈ પટેલે અજબ કુનેહ, વિરલ દીર્ઘદ્રષ્ટિ અને અભૂતપૂર્વ રાજનીતિ-નિપુણતા દાખવી; અને ભગવાને ભારતને એક અને અખંડ બનાવવાનો યશ સરદારશ્રીને આપીને એમનાં નામ અને કામને અમર બનાવી દીધાં! વિશ્વ-ઈતિહાસની એ યાદગાર ઘટના બની ગઈ. પણ, ક્રમશઃ રાષ્ટ્રની એકતા અને અખંડતાના એ અમૃતકુંભનું જતન કરવામાં આપણે વધુ ને વધુ નબળા, બેદરકાર અને અદૂરદર્શી સાબિત થયા, આપણે ધીમેધીમે સમગ્ર દેશના ભલાની દષ્ટિએ વિચાર કરવાને બદલે, ટૂંકી નજરે જેની સાથે * આ એક ફકરો એમાંની, દેખીતી રીતે પરસ્પર વિરુદ્ધ રજૂઆતોથી, વાચકને ગૂંચવે છે. દ્વિભાષી રાજ્યની રચનામાં અને બે અલગ રાજ્યની રચનામાં – એ બંને મોરચે જુદીજુદી ગાફેલિયત ચીંધવાનો આશય લાગે છે. – સં. Page #445 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ જિનમાર્ગનું જતન આપણો સ્વાર્થ વધારે સંકળાયેલો આપણને દેખાયો તે પ્રાંત, ભાષા, ધર્મ, વર્ણ, કોમ, જાતિ, સમાજ અને છેવટે પોતાની જાતના સ્વાર્થની દૃષ્ટિએ વિચારવા લાગ્યા, પરિણામે, રાષ્ટ્રની અખંડિત એકતાની ભાવના ક્રમે-ક્રમે શિથિલ થવા લાગી. એટલે આજે દેશનું નાવ, શાણા સુકાનીના અભાવે, ઝંઝાવાતમાં સપડાઈ ગયું છે. દેશની અખંડિતતાની ભાવના ઉપર પહેલો વજપાત થયો ભાષાવાર પ્રાંતોની રચનાની શરૂઆતથી. એના લીધે દેશવાસીઓના મનમાં રાષ્ટ્રહિતને વિસરાવી દે એવી બે સંકુચિત, સ્વાર્થી વૃત્તિઓ જન્મી અને પ્રબળ બની : એક તો દેશના હિતને બદલે, તેમ જ ક્યારેક તો દેશના હિતને ભોગે પણ, પોતાના પ્રાંતના હિતને અગ્રસ્થાન આપવાની મનોવૃત્તિ, અને બીજી, રાષ્ટ્રભાષાને બદલે માતૃભાષાનો વધારે-પડતો વિચાર તેમ જ વિકાસ કરવાની દૃષ્ટિ. આ બંને દૃષ્ટિઓ દેશના વ્યાપક અને લાંબા ગાળાના (તેમ જ અમુક અંશે નજર સામેના પણ) હિતને ભારે નુકસાન પહોંચાડે એવી હોવા છતાં હવે એનાથી બચવાનું આપણા હાથમાં નથી રહ્યું. એક પછી એક નવા-નવા ભાષાવાર પ્રાંતો રચાતા જ જાય છે; અને આ વિઘાતક પ્રક્રિયા ક્યારે અને ક્યાં જઈને અટકશે એ કહેવું મુશ્કેલ છે. એક વાત સાચી છે કે ભાષાવાર પ્રાંતરચનાનો વિચાર એ કંઈ સ્વરાજ્ય પછી જન્મેલો સાવ નવો વિચાર નથી. એ વિચારનાં મૂળ ગાંધીજીની રાહબરી નીચે સ્વરાજ્યની લડત ચાલતી હતી એ વખત જેટલાં જૂનાં છે. અને એની બિનરાજકીય કહી શકાય એવી શરૂઆત કોંગ્રેસે મોટે ભાગે ભાષાની દૃષ્ટિએ કરેલ પ્રાદેશિક કે પ્રાંતિક સમિતિઓની રચના દ્વારા થઈ હતી. પણ લડતના એ વખતમાં કેવળ ત્યાગ અને બલિદાન જ કરવાનાં હતાં, અને વહેંચીને ભોગવવાનું તો કંઈ હતું જ નહીં, એટલે એનું વ્યાવહારિક અનિષ્ટ આપણા ખ્યાલમાં ન આવે એ સ્વાભાવિક હતું. પણ જો આપણે આપણા દેશની મૂળભૂત સ્વાર્થપરાયણ તાસીરનો અને ભૂતકાળના રાષ્ટ્રવિરોધી સંખ્યાબંધ કમનસીબ બનાવોનો ગંભીરતાપૂર્વક વિચાર કરી શક્યા હોત, તો બિનસાંપ્રદાયિકતાની નીતિનો સ્વીકાર કરવામાં આપણે જેવાં શાણપણ અને દૂરંદેશી દાખવ્યાં, એ જ રીતે દેશના વ્યાપક હિતને ધ્યાનમાં લઈને, ભાષાવાર પ્રાંતરચનાની નીતિનો પણ આપણે ત્યાગ જ કર્યો હોત, પણ આપણું કમનસીબ એવું કે આપણને એમ કરવાનું વેળાસર ન સૂછ્યું, અને હવે તો ભાષાવાર પ્રાંત-રચનાના અનિષ્ટમાં આપણે એવા તો સપડાઈ ગયા છીએ, કે હવે એમાં રુકાવટ કરવામાં ઘણું મોડું થઈ ગયું છે; આવી રૂકાવટ કરવી અત્યારે શક્ય જ લાગતી નથી. આજે આપણે સ્વીકારીએ કે ન સ્વીકારીએ, પણ ભાષાવાર પ્રાંતરચનાની ઘેલછાને લીધે આપણું ધ્યાન રાષ્ટ્રભાષાના બદલે પ્રાંતભાષા એટલે કે માતૃભાષા તરફ Page #446 -------------------------------------------------------------------------- ________________ સ્વતંત્ર ભારતઃ શિક્ષણ, વિકાસ અને રાજકારણ : ૩ ૪૨૩ વધારે પડતું કેન્દ્રિત થયું; એને લીધે રાષ્ટ્રભાષાના સ્વીકાર અને વિકાસ તરફ દેશમાં ઉત્તરોઉત્તર વધુ ને વધુ ઉદાસીનતા અને ઉપેક્ષા સેવાતી થઈ. અને,જાણે આવી સંકુચિત અને એકાંગી મનોવૃત્તિનો પરિપાક હોય એમ, આજે પ્રાથમિકથી લઈને ઉચ્ચમાં ઉચ્ચ શિક્ષણ સુધ્ધાંની બોધભાષા એટલે કે માધ્યમ તરીકે આપણે માતૃભાષાને અપનાવવા તૈયાર થયા છીએ ! આમાં તે-તે પ્રદેશની ભાષાનો જે કંઈ વિકાસ થવાનો હોય તે થાય, પણ આથી રાષ્ટ્રભાષાનો વિકાસ રૂંધાઈ જવાનો છે; એટલું જ નહીં, એથી આગળ વધીને આપણી રાષ્ટ્રીયતાની ભાવનાને અને રાષ્ટ્રની અખંડિત એકતાની લાગણીને, જતે દહાડે સજ્જડ ફટકો પડ્યા વગર રહેવાનો નથી એમ અમને તો ચોક્કસ લાગે છે. જાણે આપણે રાષ્ટ્રહિતની અવગણના કરીને માતૃભાષાનો વિકાસ કરવા મેદાને પડ્યા હોઈએ એમ જ લાગે છે. પણ જો રાષ્ટ્રની શક્તિ અને એકતા જોખમાઈ, તો કોઈ પણ પ્રદેશની અથવા બધા ય પ્રદેશોની ભાષાઓનો ગમે તેટલો વિકાસ થાય તો પણ, એ આપણા ઉપર આવી પડનાર સર્વનાશમાંથી આપણને ઉગારી નહીં શકે. રાષ્ટ્રની તાકાત અને અખંડિત એકતાને સર્વોચ્ચ સ્થાન મળવું ઘટે; માતૃભાષાના વિકાસની વાત તે પછી જ હોઈ શકે. આ પાયાની વાતમાં જે કંઈ ફેરફાર કરવામાં આવે તે કેવળ રાષ્ટ્રહિતના ભોગે જ થઈ શકવાનો છે. રાષ્ટ્રની ભાવાત્મક એકતાની આપણે કેટલી હદે ઉપેક્ષા કરવા લાગ્યા છીએ એનો આપણી ઊંઘ ઉડાડી મૂકે એવો બીજો જ્વલંત દાખલો આપણા દેશમાં આપણા કમજોર રાજપુરુષોએ દાખલ કરેલ અન્નના ઝોનોનો એટલે કે અન્નની હેરફેરની નાકાબંધીનો છે. આખું ભારત એક અને અખંડ; પણ એક પ્રદેશનું અને સહજ રીતે બીજા પ્રદેશમાં ન જઈ શકે; એ માટે તો સરકારનો પરવાનો જોઈએ! કોઈ એવી દલીલ કરી શકે કે દેશમાં અન્નની એકંદર અછતને કારણે પરિસ્થિતિ જ એવી વિચિત્ર ઊભી થઈ છે કે એને પહોંચી વળવા માટે આવી નાકાબંધી દાખલ કર્યા વગર ન ચાલે. અમને આ દલીલ શરીરનું એક અવયવ પિલાતું હોય તો બીજા અવયવને એની સહાય કરતાં રોકવા જેવી વિચિત્ર લાગે છે. આવી નાકાબંધીઓથી તાત્કાલિક કોઈ લાભ થતો દેખાય તો પણ, લાંબે ગાળે, રાષ્ટ્રની એકતાની ભાવનાની દૃષ્ટિએ લોકમાનસ ઉપર એની કેટલી માઠી અસર થવાની છે તેનો વિચાર પણ કરવાની જરૂર છે. બે સ્વતંત્ર રાષ્ટ્ર જ હોય એમ બે પ્રાંતો વચ્ચે અનાજની હેરફેર ઉપર પ્રતિબંધ મૂકવા છતાં આપણે દેશની એકતા અને અખંડિતતા સચવાઈ રહેશે એમ માનતા હોઈએ તો કહેવું જોઈએ કે આપણે રેતી પીલીને તેલ મેળવવા માગીએ છીએ. અને હવે તો, અન્નથી આગળ વધીને, નદીઓનાં પાણીની નાકાબંધી કરવા જેટલી હદે આપણે વામણા Page #447 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ જિનમાર્ગનું જતન બની ગયા છીએ. આવુંઆવું તો દેશહિતવિરોધી કંઈક આપણે ત્યાં બની રહ્યું છે. છતાં આ બધું આપણે દેશના ભોગે જ કરી શકીએ છીએ એનું હજી પણ આપણને ભાન નથી. પણ જવા દો એ વાત. માતૃભાષા દ્વારા જ બધું શિક્ષણ આપવાની વાત પણ અમને સરવાળે રાષ્ટ્રના વ્યાપક અને લાંબા ગાળાના હિતની વિરુદ્ધ જાય એવી જ લાગે છે. અહીં એક વાત આપણે સ્વીકારવી જોઈએ કે કેન્દ્ર-સરકારના અત્યારના શિક્ષણપ્રધાન માનનીય શ્રી ત્રિગુણસેન નિર્ભેળ અને નિષ્ઠાવાન કેળવણીકાર છે. તેઓ પોતે જે કંઈ નિર્ણય લે અથવા સરકારને જે કંઈ સલાહ આપે તે કેળવણીના શાસ્ત્રની દૃષ્ટિએ જ હોય, અને એમાં સમગ્ર રાષ્ટ્રના હિતનો પણ પૂરો ખ્યાલ રાખવામાં આવ્યો હોય એમાં શંકા નથી. એમણે અપનાવેલી શિક્ષણની બોધભાષા અંગેની નીતિમાં એમનો ઈરાદો ખોટો હોવાનો આક્ષેપ પણ, એમની અત્યાર સુધીની કારકિર્દી જોતાં, એમના ઉપર કોઈથી થઈ શકે એમ નથી. આ બધું જ છે, છતાં અમારે અદબપૂર્વક, કહેવું જોઈએ કે ઉચ્ચમાં ઉચ્ચ શિક્ષણ પણ માતૃભાષાના માધ્યમ દ્વારા આપવાની એમની નીતિની ગુણવત્તા અને રાષ્ટ્રહિતની દૃષ્ટિએ ઉપયોગિતા અમારા મનમાં વસતી નથી. રાષ્ટ્રભાષાના વિકાસના ભોગે માતૃભાષાનો વિકાસ સાધવાનો આ વ્યામોહ સમય જતાં રાષ્ટ્રહિતને નુકસાન પહોંચાડ્યા વગર રહેવાનો નથી એમ અમને ચોક્કસ લાગે છે. જેમ રોટી-વ્યવહાર અને બેટી-વ્યવહાર સંપ, સ્નેહ અને એકતાને વધારનારાં પરિબળો છે, એ જ રીતે ભાષા પણ એકતા અને સંપની ભાવનાને વિકસાવનારું ઘણું મોટું પરિબળ છે. ભાષાનો ભેદ જતે દહાડે મનના ભેદનો પ્રેરક બને એ ઘણું બનવા જોગ છે. તેથી જ અમે ચોક્કસ માનીએ છીએ કે આખા દેશના ઉચ્ચ શિક્ષણને માટે એક જ બોધભાષા તરીકે આપણી રાષ્ટ્રભાષા સ્થાન પામે. રાષ્ટ્રભાષા વગર રાષ્ટ્ર ના બની શકે, ન ટકી શકે એ વાત આપણે બરાબર સમજી લેવી ઘટે. (કદાચ ભારત જેવા મોટા દેશને માટે ઉચ્ચ શિક્ષણની બોધભાષા એક જ રાખવાનું શકય ન લાગે તો વધુમાં વધુ બે બોધભાષા રાખી શકાય.) વીસ વર્ષ પહેલાં રાષ્ટ્રભાષાનો બોધભાષા તરીકે સ્વીકાર કરાવવાનું કામ જેટલું મુશ્કેલ હતું, એના કરતાં, આ બધા સમય દરમ્યાન નાનાં-નાનાં હિતોનો વિચાર વધારે પડતો આગળ આવી જવાથી અત્યારે વધુ મુશ્કેલ બની ગયું છે એ સાચું છે. પણ મુકેલ હોવાને કારણે એને જતું કરવું એ મોટી ભૂલ છે. અત્યારે તો કંઈક એમ પણ લાગે છે કે રાષ્ટ્રભાષાનો બોધભાષા તરીકે દેશવાસીઓ પાસે સ્વીકાર કરાવવાનું કામ સીધાં ચઢાણ ચઢવા જેવું આકરું છે. તેથી ઢાળ તરફ દોટ મૂકતા પાણીની જેમ Page #448 -------------------------------------------------------------------------- ________________ સ્વતંત્ર ભારતઃ શિક્ષણ, વિકાસ અને રાજકારણઃ ૩, ૪ ૪૨૫ માતૃભાષાને બોધભાષાનો દરજ્જો આપવાની સહેલી વાત તરફ આપણે વળી ગયા છીએ. પણ આજે જે સહેલું લાગે છે તે સરવાળે દેશને માટે નુકસાનકારક જ સાબિત થવાનું છે. માતૃભાષા દ્વારા જ બધા ય પ્રાંતોમાં ઉચ્ચ શિક્ષણ આપવામાં આવે એનો સૌથી પહેલો ગેરલાભ એ. કે વિદ્યાર્થીઓ, વિદ્યાભ્યાસ અને વિદ્વાનો વચ્ચે, અન્નઝોનબંધી કે જુદાં જુદાં રાજ્યો વચ્ચેની જકાતબારીઓ કરતાં પણ વધારે ખતરનાક સીમાડાઓ બંધાઈ જાય. ગુજરાતમાં તૈયાર થયેલ કાબેલ વિદ્યાર્થી અને અમુક વિષયના નિષ્ણાત વિદ્વાનને બીજા પ્રાંતમાં ભાગ્યે જ સ્થાન મળવાનું; એ જ સ્થિતિ બીજા પ્રાંતના વિદ્યાર્થીઓ અને વિદ્વાનોની ગુજરાતમાં થવાની. પરિણામે, વિદ્યાઓનું આદાન-પ્રદાન રૂંધાઈ જવાને કારણે, વિવિધ વિદ્યાઓના અભ્યાસનો વિકાસ જ અટકી જવાનો. વળી, વિજ્ઞાન કે હુનર-ઉદ્યોગ જેવા એક જ વિષયના બે પ્રાંતના અભ્યાસીઓ એક જ પ્રકારની સમાન પરિભાષાના જ્ઞાનના અભાવે પોતપોતાના વિષયની દૃષ્ટિએ એકબીજાથી દૂર જ રહેવાના; સમય જતાં આવું અંતર ઘટવાને બદલે ઊલટું વધતું જ રહેવાનું. આવાઆવા તો કંઈક ગેરલાભ આ નીતિમાં દેખાય છે. આવી નીતિનું અનુસરણ કરવા છતાં દેશની એકતાની ભાવના ટકી રહે અને વિકસે એ અમને નહીં બનવા જેવું લાગે છે. અમને તો શિક્ષણની આ નીતિમાં દેશની એકતા માટે એક વધુ જોખમ ઊભુ થતું લાગે છે. તેથી આ બાબતની સમગ્ર દેશના વ્યાપક અને દૂરગામી હિતની દૃષ્ટિએ પુનઃ વિચારણા કરવામાં આવે એ ખાસ જરૂરી છે. (તા. પ-૮-૧૯૬૭) (૪) આપણી અંગ્રેજી પ્રત્યેની ઘેલછા વર્ષો સુધી ખીલે બંધાવા ટેવાયેલા પશુને મુક્તિ મળે, તો પણ, મુક્તિનો મહિમા ન સમજવાથી તે પોતાનો વખત થાય ત્યારે, બંધાવા માટે ખીલા પાસે આવીને ઊભું રહે છે; એને ગળે એ વાત ઊતરતી જ નથી કે મારી મુક્તિ થઈ છે. આપણા દેશમાં પણ કેટલાક વધારે વિચારવંત, સુંવાળી પ્રકૃતિના અને કંઈક રાજાશાહી કે અમલદારી માનસ ધરાવતાં માનવીઓની પણ કેટલેક અંશે આવી જ સ્થિતિ છે. એમને આપણો દેશ ખરેખર સ્વતંત્ર થયો છે કે કેમ એનો જ કદાચ સંદેહ હશે Page #449 -------------------------------------------------------------------------- ________________ ૪૨૬ જિનમાર્ગનું જતન અંગ્રેજો ચાલ્યા ગયા અને એક દાયકા કરતાં ય વધુ સમય વીતી ગયો, છતાં આપણી અંગ્રેજી ભાષા પ્રત્યેની ભક્તિ ન ગઈ; અરે, આપણાં બાળક-બાળિકાઓના વિકાસના ભોગે પણ આપણે એ ભક્તિને સાચવવા મથી રહ્યા છીએ, અને, ઘાંચીના બળદની જેમ, માતૃભાષા અને રાષ્ટ્રભાષાના વિચારોથી પાછા ફરીફરીને છેવટે અંગ્રેજી ભાષાના ખીલા આગળ આવીને ખડા થઈ જઈએ છીએ ! માતૃભાષા અને રાષ્ટ્રભાષાને ભોગે પણ અંગ્રેજી ભાષાને સાચવી રાખવાની આપણી વફાદારીનો કદાચ દુનિયામાં જોટો જ નહીં જડે ! દેશ સ્વતંત્ર થયા પછીની આપણી કેળવણીની સ્થિતિનો સમગ્ર રીતે વિચાર કરીએ, તો એમ જ લાગે છે કે સૌ કોઈને મનફાવતી રીતે વર્તવાને માટે એ ક્ષેત્રને સાવ ઉઘાડું મૂકી દેવામાં આવ્યું છે, જેને જેમ ઠીક લાગે તેમ એનું ભેળાણ કરે ! કહેવું હોય તો એમ પણ કહી શકાય કે દેશમાં અત્યારે કેળવણીના ક્ષેત્રનું કોઈ ધણી નથી, અથવા એના અનેક ધણી છે. એમ લાગે છે કે જેને સરકારમાં બીજું દફતર સોંપતાં જીવ ન ચાલે એને રાજી રાખવા માટે પ્રધાન બનાવવા હોય તો કેળવણીનું દફતર બહુ સહેલાઈથી સોંપી શકાય છે; ભલે પછી એ પ્રધાન દેશની કેળવણીની નીતિ કેવી હોવી જોઈએ એમાં સાવ અજ્ઞ હોય ! થોડોક સાહિત્યપ્રેમ, થોડાક કેળવણીના વિચારો – એટલામાત્રથી જો કેળવણીપ્રધાન થવાની લાયકાત આવી જતી હોય, તો એ “સૂંઠના ગાંગડે ગાંધી” બનવાનો જ ઘાટ છે. ખરી રીતે વિચારીએ તો દેશના યોગક્ષેમ અને ઉજ્વળ ભવિષ્યની દૃષ્ટિએ કેળવણીખાતું એ સૌથી વધારે મહત્ત્વનું લેખાવું જોઈએ, અને તેથી એ ખાતાના અધિષ્ઠાતાપદે તો સ્વપ્નદર્શી, રાષ્ટ્રદ્રષ્ટા અને આર્ષ પંડિતપુરુષને જ સ્થાપવા જોઈએ. આજના આપણા કેળવણીના અધિનાયકોમાં આવા કેટલા છે? અને કેળવણીના ક્ષેત્રમાં યોગ્ય સ્થાને યોગ્ય પુરુષોની સ્થાપના આપણે ન કરી એનું જ એક પરિણામ એ આવ્યું કે ફી-વધારાને નામે, નવાં નવાં પાઠ્યપુસ્તકોને નામે, પરીક્ષાની ફીને નામે અને એવાં કંઈકંઈ બહાને આપણા વિદ્યાર્થીઓની આપણે સરાફી લૂંટ જ કરતા રહ્યા, અને છતાં છાશવારે રોદણાં રોતાં ન થાક્યા કે આપણે તો ગરીબીમાંથી આગળ વધવાનું છે! આના કરતાં બીજી કઈ વધુ આત્મવંચના અને રાષ્ટ્રપંચના હોઈ શકે? શિક્ષણના ક્ષેત્રમાં યોગ્ય પુરુષોની સ્થાપનાના અભાવનું જ એ પણ બીજું દુષ્પરિણામ આવ્યું છે કે હજુ સુધી આપણે માતૃભાષા, રાષ્ટ્રભાષા અને અંગ્રેજીના શિક્ષણનો પ્રારંભ ક્યારે થઈ શકે એ નક્કી કરી શક્યા નથી; અથવા એક વાર અમુક Page #450 -------------------------------------------------------------------------- ________________ સ્વતંત્ર ભારતઃ શિક્ષણ, વિકાસ અને રાજકારણ : ૪ ૪૨૭ ધોરણ પહેલાં અંગ્રેજી દાખલ નહીં કરવાનો નિર્ણય કરવા છતાં વળી પાછો એ પ્રશ્ન ઉખેળીને અંગ્રેજીને મોખરે લાવવા મથીએ છીએ. અંગ્રેજી ભાષા અંગે પૂજ્ય મહાત્મા ગાંધીજીના વિચારો અને તેની સામે બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનનો અભિપ્રાય આ અંગે વાંચવા જેવા છે. ગાંધીજીએ તો સ્વરાજ્ય આવ્યા પછી તરત જ કહ્યું હતું : “મારે જે કહેવું છે તે એટલું જ, કે જેમ આપણું રાજ્ય પચાવી પાડનાર અંગ્રેજોના રાજ્યને સફળતાથી આપણે કાઢ્યું, તેવી જ રીતે, આપણા સાંસ્કૃતિક સ્વરાજ્યને પચાવી પાડનારી અંગ્રેજી ભાષાને પણ કાઢો. ગતનાં વેપાર તથા રાજનીતિની આંતરરાષ્ટ્રીય ભાષા તરીકેનું તે ભાષાનું કુદરતી સ્થાન છે, તે તો સમૃદ્ધ એવી એ ભાષાનું હંમેશ રહેશે.” આની સામે બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનનો તાજેતરમાં વર્તમાનપત્રોમાં પ્રગટ થયેલ અભિપ્રાય વાંચો: “મુંબઈ સરકારે નીમેલા બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને પાંચમા ધોરણથી અંગ્રેજીનું શિક્ષણ દાખલ કરવાનો સર્વાનુમતે નિર્ણય કર્યો છે. આ બોર્ડ તાજેતરમાં જ નિયુક્ત થયેલું છે, અને તે સરકારી પ્રતિનિધિઓ તથા માધ્યમિક શાળાઓના હેડમાસ્તર-સંઘો તથા શિક્ષક-સંઘોના પ્રતિનિધિઓનું બનેલું છે.” આપણે ડાહ્યાડમરા થઈને, બીજી બાબતોની જેમ, કેળવણીની બાબતમાં પણ ગાંધીજીના વિચારોને કેવી સિફતથી બાજુએ મૂકી દીધા છે ! પણ આવા નિર્ણયો લેતી વખતે આપણે એટલું તો જરૂર સમજી રાખીએ કે આપણે આપણી ઊછરતી પેઢીના વિકાસ સાથે અને રાષ્ટ્રના ભાવિ સાથે ચેડાં કરીએ છીએ. ગાંધીજીએ જે કંઈ કહ્યું હતું તે આજે આપણા ગળે નથી ઊતરતું એ બતાવે છે કે આપણે કંઈક દિશા જ ચૂકી ગયા છીએ; દેશને જ ભૂલી ગયા છીએ ! આજે પણ સરકારી કચેરીઓ અને અમલદારોમાં અંગ્રેજી પ્રત્યેની જે આંધળી ભક્તિ (અથવા એને એમની લાચારી પણ કહી શકાય; કારણ કે ઘણા-ઘણાં વર્ષોથી એમને અંગ્રેજી ભાષામાં જ બોલવા અને વિચારવાની એવી ટેવ પડી ગઈ છે કે માતૃભાષા એમને માટે પરભાષા બની ગઈ છે !) જોઈએ છીએ, ત્યારે મનમાં સંદેહ થયા વગર નથી રહેતો કે પરભાષાનો આ બોજો કદી પણ આમજનતાની પીઠ ઉપરથી ઊતરશે ખરો? અને પ્રજાને સાવ અપરિચિત એવી અંગ્રેજી ભાષામાં આપણા અમલદારો વાગ્ધારા ચલાવતા હોય છે, ત્યારે સારામાં સારા વિચારક અને તત્કાળ જવાબ આપી શકે એવા બુદ્ધિશાળી માણસો પણ કેવા હતપ્રભ થઈ જાય છે ! એમની જબાન જ બંધ થઈ જાય છે ! Page #451 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ જિનમાર્ગનું જતન માતૃભાષા અને રાષ્ટ્રભાષાને ભોગે પણ અંગ્રેજીની ભક્તિ કરવા પાછળ કેવળ આ અમલદારી માનસ જ કામ કરતું લાગે છે, એટલે એ માયાવી જાળમાં રાષ્ટ્રપ્રેમી વિચારકો અને કેળવણીકારો ન ફસાય એવી અમારી વિનંતી છે. અને સૌથી ભારે અફસોસની વાત એ છે કે સ્વરાજ્ય આવ્યું ત્યારથી દેશમાં (હવે ફક્ત એક પ્રદેશ સિવાય) સર્વત્ર એકમાત્ર કોંગ્રેસપક્ષનું જ શાસન ચાલે છે, અને ગાંધીજીના વિચારોનો અમલ કરવાની સત્તા અને જવાબદારી એ પક્ષના હાથમાં જ હોવા છતાં, કેળવણીના ક્ષેત્રમાં આવી નિર્ણાયકતા, અવ્યવસ્થા અને રાષ્ટ્રવિઘાતકતા પ્રવર્તે છે. અમને પોતાને તો લાગે છે કે કદાચ આ આખો સવાલ રાષ્ટ્રઘડતરને માટે મથતી કોંગ્રેસ અને દેશ ઉપર કોઈ ને કઈ ગુલામીનો દૌર ચાલુ રાખવા મથતી અમલદારી વચ્ચેના ગગ્રાહનો હોય. એ ગમે તે હોય, પણ રાષ્ટ્રનું લ્યાણ તો દેશને એ ગજગ્રહમાંથી મુક્ત કરવામાં જ છે એમાં શક નથી. વળી, આ રીતે ઊછરતાં બાળકો ઉપર અંગ્રેજીનું ભારણ કરવા ચાહનારાઓએ એક વ્યવહાર મુશ્કેલીનો પણ વિચાર કરવો ઘટે છે કે આજે શુદ્ધ અંગ્રેજી શીખવી શકે એવા પ્રથમ કક્ષાના અધ્યાપકો કૉલેજોને (સારા એવા પગારે પણ) મળવા મુકેલ છે, તો પછી શાળાઓનું તો પૂછવું જ શું ? આમ છતાં જો આવો જ આગ્રહ રહ્યો તો માતૃભાષાનો ભોગ લેવાશે, અને અંગ્રેજીનું તો ભાવિ ઊજળું થવાનું જ નથી, એટલે છેવટે સ્થિતિ બગડે બે' જેવી ખરાબ થયા વગર નહીં રહે. એટલું સારું છે કે દેશના કેટલાક મૌલિક વિચાર ધરાવતા કેળવણીકારો વિદ્યાર્થીજગતુ ઉપર આવતા આ અંગ્રેજી ભાષાના આક્રમણને ખાળવા પૂરેપૂરા જાગૃત છે, અને એ માટે પૂરો પુરુષાર્થ કરી રહ્યા છે. આપણે ઈચ્છીએ અને પ્રાર્થીએ કે એમનો આ પરષાર્થ કામિયાબ થાય અને અંગ્રેજી ભાષા પ્રત્યે પક્ષપાત ધરાવનારા આપણા કેળવણી-અધિકારીઓ પણ વખતસર સમજે અને આવી નકામી પ્રવૃત્તિથી પાછા ફરે ! (તા. ૨૮-૯-૧૯૫૭) (૫) બુદ્ધ-જયંતી અને સરકાર રાજ્યની કાર ભારતના રાજ્યબંધારણના એક પાયાના સિદ્ધાન્ત તરીકે બિનસાંપ્રદાયિક રાજ્યનો સ્વીકાર કરવામાં આવ્યો છે એ ખૂબ જાણીતું છે. એના સ્વીકારનો પાયો ભારતના નજીકના તેમ જ દૂરના ભૂતકાળના ઇતિહાસ ઉપરથી આપણા આ યુગના Page #452 -------------------------------------------------------------------------- ________________ સ્વતંત્ર ભારત : શિક્ષણ, વિકાસ અને રાજકારણ : ૫ દ્રષ્ટા એવા શાણા રાજદ્વારી મહાપુરુષોએ તારવેલા બોધપાઠમાં રહેલો છે. ભૂતકાળમાં, વ્યક્તિગત સજ્જતાની દૃષ્ટિએ દેશ કોઈ પણ રીતે નિર્બળ નહીં હોવા છતાં, ધર્મ, જાતિ કે વર્ષે જન્માવેલા ઊંચ-નીચપણાના દુરાગ્રહને કારણે, દેશ પોતાની ઉપરની મહાઆપત્તિઓને વખતે સામૂહિક એકરસતાના અભાવે ખરું પરાક્રમ ન દાખવી શક્યો. પરિણામે, અનેક વા૨ પરદેશીઓના આક્રમણના ભોગ બનવું પડ્યું; એટલું જ નહીં, પરદેશી રાજ્યસત્તાના ગુલામ બનવા જેટલી હદે આપણું પતન થયું ! મહામુસીબતે સ્વતંત્ર થયેલો દેશ ફરી પાછો ધાર્મિક કટ્ટરતા કે સાંપ્રદાયિકતાએ જન્માવેલ કુસંપને કારણે ૫૨ચક્ર-આક્રમણનો અને ગુલામીનો શિકાર ન બની જાય – એ છે આ સિદ્ધાન્તના સ્વીકાર પાછળનો ઉદાત્ત હેતુ. કેટલાક લોકો બિનસાંપ્રદાયિક રાજ્યનો અર્થ અ-ધાર્મિક કે ધર્મવિરોધી રાજ્ય એવો કરે છે તે ઉતાવળિયો, આવેશભર્યો તેમ જ સાવ ભૂલભરેલો છે. એનો સાચો અર્થ એટલો જ છે, કે દેશની રાજ્યવ્યવસ્થા જ્યારે પ્રજાતંત્રાત્મક હોય, ત્યારે કોઈ ધર્મના અનુયાયીઓની સંખ્યા નાની છે કે મોટી એથી સાવ નિરપેક્ષ રહીને, બધા ય ધર્મો પ્રત્યે સમાન આદર બતાવવો; એટલે કે કોઈ પણ ધર્મ પ્રત્યે ન તો જરા પણ અનાદર કે ન તો પક્ષપાત દાખવવો એ રાજ્યને માટે કર્તવ્યરૂપ બની જાય છે. રાજ્યની ધુરાને વહન કરનારા પુરુષો પોતે વ્યક્તિગત રીતે ગમે તે ધર્મમાં શ્રદ્ધા ધરાવતા હોય, છતાં પોતાની સત્તાનો ઉપયોગ પોતે માનેલ ધર્મના લાભાર્થે કરવાથી તેમણે સર્વથા અળગા રહેવું જોઈએ; નહીં તો એક રાજદ્વારી આગેવાન એક ધર્મનો પક્ષ ખેંચે, બીજા આગેવાન વળી પોતાના શ્રદ્ધાસ્થાનરૂપ બીજા ધર્મની વાત આગળ કરે, ત્રીજા વળી ત્રીજા ધર્મના પક્ષપાતી બને; પરિણામે રાજદ્વારી ક્ષેત્ર પોતપોતાના ધર્મને લાભ પહોંચાડવાનું કુરુક્ષેત્ર જ બની જાય, અને દેશ નધણિયાતો બની જાય ! ભૂતકાળમાં રાજાશાહી કે સામ્રાજ્યવાદી રાજ્યવ્યવસ્થા દરમિયાન પણ, જે ગણ્યાગાંઠ્યા રાજાઓ કે સમ્રાટોએ ધાર્મિક પક્ષપાતથી અળગા રહીને સર્વધર્મસમભાવની ઉદારનીતિનું અનુસરણ કર્યું. તેમનો સમય જ આપણા દેશના ઇતિહાસમાં સવર્ણયુગ તરીકે પંકાયો છે. જ્યારે રાજાશાહીમાં પણ આવું હતું, ત્યારે લોકશાહીમાં તો ધાર્મિક કે સાંપ્રદાયિક પક્ષપાત કે દ્વેષથી રાજ્યને સર્વથા અલિપ્ત રાખવું એ અનિવાર્ય જ બની જાય છે. એટલા માટે બિનસાંપ્રદાયિક રાજ્યનો સિદ્ધાન્ત દેશની આઝાદી અને આબાદીને માટે તો અમૃતરૂપ બની જાય છે. બિનસાંપ્રદાયિક રાજ્યના સિદ્ધાન્તની આ પૃષ્ઠભૂમિકાના અનુસંધાનમાં, આપણી મધ્યસ્થ સરકાર તેમ જ કોઈકોઈ પ્રાંતીય સરકારોએ પણ, જાણે રાષ્ટ્રીય ઉત્સવ હોય એ રીતે ઉજવવા ધારેલ આગામી ૨૫૦૦મી બુદ્ધજયંતીનો વિચાર કરતાં ઘણાનાં મનમાં ૪૨૯ Page #453 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ જિનમાર્ગનું જતન દુવિધા પેદા થઈ છે. ઘણાને એવો સવાલ થાય છે કે બિનસાંપ્રદાયિકતાના સિદ્ધાન્તને વરેલા રાજ્યની કોઈ પણ સરકાર, આવી રીતે લાખો રૂપિયા ખરચીને અને પોતે આગેવાન બનીને આવા ધાર્મિક ઉત્સવો ઉજવી શકે ખરી ? આ સવાલનો અહીં કેટલોક વિચાર કરીશું. આ સવાલનો અમારો જવાબ તો એ જ છે, કે બિનસાંપ્રદાયિક રાજ્યના સિદ્ધાન્તને વરેલી કોઈ પણ સરકાર આવા ધાર્મિક ઉત્સવોની આગેવાની ન લઈ શકે, તેમ જ પ્રજાકીય ખજાનાનાં દ્વાર આ રીતે એ માટે ઉઘાડાં ન મૂકી શકે. પણ અમારા આટલા ટૂંકા જવાબથી આ સવાલ અંગે પૂરું સમાધાન થવું શકય નથી. વળી જે વાત આપણા જેવાઓને આટલી સહેલાઈથી, આટલી ચોક્કસ રીતે સમજાતી હોય, તે આપણા સર્વજનકલ્યાણવાંછુ રાષ્ટ્રધુરંધરોને નહીં સમજાતી હોય એમ માનવું પણ બરાબર નથી. એટલે આ સવાલનો આપણી સરકારની દૃષ્ટિએ કંઈક વિશ્લેષણાત્મક રીતે વિચાર કરવાની જરૂર છે. પહેલાં સરકારનું દૃષ્ટિબિંદુ શું હોઈ શકે એ જોઈએ: એક વાત તો ખરી કે નવ વર્ષ પહેલાં આપણો દેશ સ્વતંત્ર થયો તે વખતે, આપણા ત્રિરંગી રાષ્ટ્રધ્વજમાં રેંટિયાને બદલે અશોકચક્રને સ્થાન આપવામાં આવ્યું અને રાજમુદ્રા તરીકે અશોકસ્તંભનો સ્વીકાર કરવામાં આવ્યો તે પરથી દેખાતું હતું કે આપણા રાષ્ટ્રનિર્માતાઓના મનમાં બૌદ્ધ સંસ્કૃતિ પ્રત્યે ભારે આદર છે. બૌદ્ધ સંસ્કૃતિની સર્વજનહિતકારિણી ભાવના અને પ્રવૃત્તિએ આપણા દેશના જ નહીં, પણ પરદેશોના અનેક વિચારકો, ચિંતકો અને લોકકલ્યાણવાંછુઓનાં મન ઉપર પોતાની સારપની ઘેરી છાપ પાડેલી છે. વળી, ઊંચ-નીચપણાની ભાવનાનું બેહદ પોષણ કરીને માનવ-માનવ વચ્ચે ભેદભાવની દીવાલ ખડી કરવાને બદલે, માનવમાત્રની સમાનતાના સિદ્ધાન્તને આજે પણ આ સંસ્કૃતિ અમલમાં મૂકી રહી છે, તો બીજી બાજુ આપણા દેશની નવી રાજ્યવ્યવસ્થાનો પાયો પણ ધર્મ, વર્ણ કે જાતિના નામે આપણા દેશમાં લાંબા સમયથી પોષાતી આવતી ઊંચ-નીચપણાની અને માનવ-માનવ વચ્ચેની મૂળભૂત અસમાનતાની વિનાશક ભાવનાને દૂર કરીને, માનવ-માત્રની સમાનતાની સ્થાપના કરવાનો છે. વળી હિંદુ ધર્મે અને જૈન ધર્મે પોતાના સિદ્ધાન્તોમાં કે ધર્મશાસ્ત્રોમાં વસુંધવ ટુવમું (આખી ધરતી જ એક કુટુંબ) કે મિત્ત બે સદ્ગમૂકું (સર્વ જીવો તરફ મારી મૈત્રી છે)ની ભાવનાને ભલે સાચવી રાખી હોય, પણ અમલમાં તો એણે એથી વિપરીત આચરણ જ કરી બતાવ્યું છે. આ સ્થિતિમાં, પોતાની કરુણા, ઉદારતા અને સર્વજનસમાનતાને કારણે આખી દુનિયાના તત્ત્વવેત્તાઓ અને ચિંતકોનું આકર્ષણ બનનાર, દુનિયાના અનેક દેશોના કરોડો માનવીઓમાં ફેલાવો પામનાર અને Page #454 -------------------------------------------------------------------------- ________________ ૪૩૧ સ્વતંત્ર ભારતઃ શિક્ષણ, વિકાસ અને રાજકારણ : ૫ ભારતભૂમિમાં જ જન્મ પામેલ બૌદ્ધ સંસ્કૃતિ તરફ આપણા રાષ્ટ્રવિધાયકોનું ધ્યાન જાય એ સ્વાભાવિક છે. વળી, એશિયાખંડના આપણા પડોશી અનેક દેશોમાં – જેમાં ચીન જેવા સુવિશાળ દેશનો અને સિલોન જેવા નાના દેશનો પણ સમાવેશ થાય છે – બૌદ્ધ ધર્મનો સારી રીતે પ્રચાર છે, અને તેના અનુયાયીઓની સંખ્યા પણ કરોડોની છે. તેથી પડોશના દેશોની સાથે રાજદ્વારી સંબંધ બાંધવાના એક ઉત્તમ માધ્યમ તરીકે – એટલે. કે શુદ્ધ રાજદ્વારી દૃષ્ટિએ – પણ બૌદ્ધ સંસ્કૃતિ તરફ દેશના આગેવાનોનું ધ્યાન વિશેષ દોરાય તો એમાં કશું જ અજુગતું નથી. હવે જ્યારે માનવ માનવ વચ્ચેની સમાનતાની દૃષ્ટિએ, સાંસ્કૃતિક દૃષ્ટિએ તેમ જ પડોશી રાજ્યો સાથેની મૈત્રી ગાઢ બનાવવાની દષ્ટિએ : એમ અનેક રીતે આપણા રાજકીય નેતાઓ બૌદ્ધ ધર્મ પ્રત્યે આદર ધરાવતા હોય, ત્યારે એ બધાં ય દૃષ્ટિબિંદુઓને વધુ વેગ આપવાના હેતુથી ભગવાન બુદ્ધના નિર્વાણના ૨૫૦૦મા વર્ષનો મહોત્સવ દેશ-વિદેશના નામાંકિત બૌદ્ધધર્મીઓને આકર્ષે એ રીતે, રાજ્યનો પોતાનો ઉત્સવ હોય એવી સપાટીએ, મોટા પાયા ઉપર ઊજવવાનું મન થઈ આવે એ સમજી શકાય એવી વાત છે. એમ કરવાથી પોતાની જન્મભૂમિમાંથી જ છેલ્લા કેટલાય સૈકાઓથી લુપ્તપ્રાય થઈ ગયેલ બૌદ્ધધર્મ આ દેશમાં પુનર્જીવન પામે એવી પણ શક્યતા તેઓને લાગતી હોય. એટલે બુદ્ધ-જયંતી ઉત્સવ પાછળની સરકારની આવી બધી દષ્ટિઓનો વિચાર કરતાં, આ ઉત્સવ ઊજવવાને માટે સરકારને ઠપકો દેતાં અટકી જવાનું મન થઈ જાય એમ છે. આ તો થયો સરકારના દષ્ટિબિંદુથી આ પ્રશ્નનો કેટલોક વિચાર. હવે આની સામે, આવા ધાર્મિક ઉત્સવોની આગેવાની સરકારે ન લેવી જોઈએ એવા અમારા પોતાના મતનો થોડોક વિચાર કરીએ. અમને તો ચોક્કસ લાગે છે, કે આપણા રાજ્યબંધારણની બિનસાંપ્રદાયિક રાજ્યની નીતિને સાચા અર્થમાં સફળ કરી બતાવવી હોય, તો તે આવા ઉત્સવોમાં ઝંપલાવીને એની આગેવાની લેવાની વૃત્તિ ઉપર સંયમ દાખવીને જ સફળ કરી બતાવી શકાય; બીજી રીતે નહીં. પડોશી રાજ્યો સાથેની મૈત્રી ગાઢ બનાવવાની દૃષ્ટિએ આવા ઉત્સવો ભલે કદાચ તત્કાળ લાભદાયક લાગતા હોય, પણ એ કંઈક ટૂંકા લાભની દૃષ્ટિ છે; દેશની આંતર સુવ્યવસ્થાની લાંબી દૃષ્ટિએ વિચાર કરતાં તો આજની આ પ્રવૃત્તિ ભવિષ્યમાં કોઈક અનિચ્છનીય પ્રવૃત્તિ તરફ રાજસત્તાને દોરી જવાનો દાખલો પૂરો પાડે તો ના નહીં – એમ અમને લાગ્યા વગર રહેતું નથી. આ વાત થોડીક વધુ સ્પષ્ટતાપૂર્વક જોઈએ : Page #455 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ જિનમાર્ગનું જતન આજના આપણા રાજ્યકર્તાઓને એમ લાગે છે કે આપણી સરકારે પોતે આગેવાની લઈને બુદ્ધ-યંતીની ઉજવણી કરવી જોઈએ. પરિણામે, બિનસાંપ્રદાયિક રાજનીતિને વરેલી સરકાર, દેશના અન્ય ધર્મના અનુયાયીઓને ટીકા કરવાનું સાચું કારણ મળે એટલી હદે પોતાની એ નીતિનો ત્યાગ કરીને, આવા ઉત્સવોમાં પોતાની શક્તિ અને સંપત્તિને કામે લગાડે છે. આનાથી એક ખોટો દાખલો એવો બેસવાનો કે બિનસાંપ્રદાયિક રાજનીતિને વરેલી સરકાર પણ કોઈ એક વિશિષ્ટ ધર્મનો ઉત્સવ ઊજવી શકે. આ દાખલો ભવિષ્યને માટે એક ચીલારૂપ બની જાય; અને ભવિષ્યમાં જ્યારે રાજ્યકર્તાઓમાં પલટો થાય – અને આવો પલટો તો થવાનો જ થવાનો – અને નવી સત્તાને પોતાને વળી કોઈ અમુક ધર્મ પ્રત્યે આદર હોય તો તેઓ પણ, આજે આપણા રાજદ્વારી પુરુષોએ પાડેલા ચીલે ચાલીને, પોતાના આદરને પાત્ર બનેલા અન્ય ધર્મનો ઉત્સવ ઊજવવા પ્રેરાય તો તેમને તેમ કરતાં ન તો આપણે અટકાવી શકીએ, કે ન દોષપાત્ર ઠરાવી શકીએ. અને પછી તો નવા-નવા આવનારાઓ પોતાના પુરોગામીઓના ચીલાને પકડીને પોતપોતાના ધર્મનો ઉત્કર્ષ સાધવા માટે જ પોતાની સત્તાનો ઉપયોગ કરવા લાગવાના. એટલે છેવટે બિનસાંપ્રદાયિક રાજ્યની આપણી પ્રતિજ્ઞા સાવ આધાર વગરની બની જવાની. અને રાજ્યવ્યવસ્થામાં સંપ્રદાયવાદ પેઠો, એટલે તો પછી આપણા દુઃખદાયક ભૂતકાળનું જ પુનરાવર્તન થવાનું, ને દેશની સ્વતંત્રતા જ જોખમમાં મુકાઈ જવાની. બુદ્ધજયંતી ઉત્સવ પ્રત્યેના સરકારના આજના પગલામાં અમને ભવિષ્યના આવા અનિષ્ટનાં બીજો રહેલાં દેખાતાં હોવાથી જ સરકારે એનાથી અળગા રહેવું જોઈએ એમ અમે કહીએ છીએ. અમારા આ કથનનો કોઈ એવો અર્થ ન કરે કે સરકારે પોતે આવા ઉત્સવોની આગેવાની કે જવાબદારી ન લેવી જોઈએ. બાકી તો કુંભમેળા કે એવા બીજા મેળાઓ કે ઉત્સવો વખતે તેમ જ દક્ષિણમાં શ્રમણબેલગોલા જેવા જૈનતીર્થમાં ગોમ્યુટસ્વામી - બાહુબલિજીની વિરાટકાય મૂર્તિના મસ્તકાભિષેક વખતે કે એવા કોઈ પ્રસંગોએ સરકાર યાત્રિકોની પૂરેપૂરી સગવડ આપવા માટે પોતાથી બનતું બધું જ કરે છે અને જરૂરી નાણાનું ખર્ચ પણ કરે છે. આ બુદ્ધજયંતી-ઉત્સવમાં પણ સરકારે જાતે આગેવાની અને મુખ્ય આર્થિક જવાબદારી લેવાને બદલે, એવું સહાયક થવાનું વલણ અખત્યાર કર્યું હોત તો કોઈને કહેવાપણું ન રહેત. સરકાર પ્રત્યે કોઈ પણ જાતની ટીકા કે કડવાશનો ભાવ સેવ્યા વગર, કેવળ રાષ્ટ્રહિતની દૃષ્ટિએ જે વિચારો અમને વ્યક્ત કરવા જેવા લાગ્યા તે નમ્રપણે છતાં સ્પષ્ટરૂપે અહીં રજૂ કર્યા છે. Page #456 -------------------------------------------------------------------------- ________________ સ્વતંત્ર ભારત : શિક્ષણ, વિકાસ અને રાજકારણ : ૫, ૬ ૪૩૩ છેવટે જૈન સમાજે આ દાખલા ઉપરથી સરકારની ટીકા કરવાને બદલે, તેમ જ સરકારના આવા પગલા માટે કચવાટ સેવવાને બદલે, સર્વ જીવો પ્રત્યે મૈત્રીનો આદેશ આપતી જૈન સંસ્કૃતિ પ્રત્યે દુનિયા કેમ આકર્ષાતી નથી એનો અંતર્મુખ બનીને વિચાર કરવાની જરૂર છે. એવું ન બને કે આપણે કૂપમંડૂકપણામાં ડૂબ્યા રહીએ અને દુનિયા આગળ વધી જાય? આજે તો એવું જ બની રહેલું અમને સ્પષ્ટ ભાસે છે. એમાં દોષ આપણો પોતાનો જ છે. બુદ્ધ-જયંતીનો પ્રસંગ આપણને સાચી વાત સમજવા પ્રેરે એ જ અભિલાષા. (તા. ૩-૩-૧૯૫૬) (૬) ના. પોપનું ભારત-દર્શન આપણા દેશના મોવડીઓ આપણી પ્રજાની મૂળ શ્રદ્ધાભક્તિપરાયણ પ્રકૃતિને સમજવા બિનતૈયાર હોઈ ખ્રિસ્તી ધર્મની રોમન કેથોલિક શાખાના અત્યારના વડા ધર્મગુર નામદાર પોપ પૉલ છઠ્ઠાનું ભારત-દર્શન આપણા આવા રાજદ્વારી આગેવાનો માટે દાખલારૂપ કે માર્ગદર્શક બની રહે એવું છે. રોમન કેથોલિક ખ્રિસ્તી ધર્મની રોમ જેટલે દૂર આવેલી રાજધાની વેટિકન નગરીમાં રહ્યાંરહ્યાં પણ અભ્યાસ કરીને, તેમ જ ફક્ત એક જ વાર, તે ય માત્ર પાંચ-સાત દિવસ માટે માત્ર મુંબઈ શહેર પૂરતી જ આ દેશની મુલાકાત લઈને પોપ પૉલ છઠ્ઠાએ ભારતની પ્રજાની પ્રકૃતિની સાચી પિછાણ કરી લીધી એમ કહેવું જોઈએ. શ્રી જીનગટન એ ફ્રાંસના નામાંકિત લેખક અને લાંબા સમયથી પોપ પોલ છઠ્ઠાના મિત્ર છે. એમણે પોપ પૉલ છઠ્ઠાને અનુલક્ષીને ફ્રેંચ ભાષામાં લખેલું એક પુસ્તક ગયા સપ્ટેમ્બર મહિનામાં પ્રગટ થયું છે, અને બીજી ભાષાઓમાં પણ એના અનુવાદ પ્રગટ થયા છે. પોતાનું આ પ્રકાશને કાળગ્રસ્ત ન બને એવી ખ્વાહેશથી વિશિષ્ટ રીતે તેને લેખકે તૈયાર કર્યું છે. એમાં એમણે ના. પોપ સાથેના ઘણા પ્રશ્નોત્તરો આપ્યા છે. અને ૧૯૬૪માં પોપ પૉલ છઠ્ઠાએ ભારતની મુલાકાત લીધેલી એને અનુલક્ષીને શ્રી જીનગટને એમને એક પ્રશ્ન પૂછેલો. એનો ના. પોપે જે જવાબ આપેલો એનો ટૂંકસાર મુંબઈથી પ્રગટ થતા “ધી ટાઈમ્સ ઓફ ઇન્ડિયા'ના તા. ૨૭-૯-૧૯૬૭ના અંકમાં તથા બીજાં અખબારોમાં પ્રગટ થયેલો તે અમારા જોવામાં આવેલો. તે ઉપરથી અમે અમારા મિત્ર શ્રી કાંતિલાલ ડાહ્યાભાઈ કોરા મારફત મુંબઈના ખ્રિસ્તી ધર્મના વડાગુરુ પાસેથી એની Page #457 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ જિનમાર્ગનું જતન વિશેષ વિગતો મેળવેલી. એમાં નામદાર પોપ પોલ છઠ્ઠાનો ભારત અંગેનો અભિપ્રાય ટાંકતાં કહેવામાં આવ્યું છે – “એ સાચું છે કે હિંદુસ્તાનનો મારો પ્રવાસ એક અજ્ઞાત દુનિયાની જાણકારી મેળવવા જેવો હતો. શ્રી એપોકેલિપસ કહે છે એમ, મેં ત્યાં એવો સમૂહ જોયો કે જેની ગણતરી કોઈ ન કરી શકે – એક જંગી જનસમૂહ, અને દરેક વ્યક્તિના મુખ ઉપર સ્વાગતનો ભાવ અંકિત થયેલો હતો ! “મેં એ લાખ-લાખ દષ્ટિઓમાં કુદરત કરતાં કંઈક વિશેષ વાંચ્યું એમાં ના વર્ણવી શકાય એવી સહાનુભૂતિ ભરી હતી. ભારત એ એક આધ્યાત્મિક (આત્મવાદી) દેશ છે. એનામાં ક્રિશ્ચિયન ધર્મને માન્ય એવા સદ્ગુણો પ્રત્યે સ્વાભાવિક જ રુચિ છે. (આ જોઈને) મેં મારી જાતને કહ્યું કે દુનિયામાં જો એવો કોઈ દેશ હોય કે જ્યાં ભગવાન ઈસુખ્રિસ્તના પર્વતના ઉપદેશમાં વર્ણવેલી નિર્વાણ સુખની કે પરમસુખની માન્યતા કેવળ ઉચ્ચ કક્ષાના ગણાતા માનવીઓમાં જ નહીં, પણ સમગ્ર પ્રજામાં – અસંખ્ય જનસમૂહમાં – સર્વાનુમતે જીવનમાં સાકાર થઈ શકે એમ હોય તો એ આ દેશ (હિંદુસ્તાન) છે. ભારતીય જનોના અંતરને આધ્યાત્મિક દારિત્ર્ય જેટલું સતાવે છે, એટલું બીજું કશું સતાવતું નથી. મળતાવડાપણું કે જે દૃષ્ટિમાં, વ્યવહારમાં અને શબ્દોમાં અભિવ્યક્ત થાય છે, તેમ જ શાંતિ, કરુણા અને હૃદયની વિમળતા કરતાં ભારતીય આત્માની વધુ સમીપ બીજું કશું નથી. ન્યાયને ખાતરના કષ્ટસહન પ્રસંગે આશાભર્યા સમર્પણભાવ કરતાં બીજું કશું આ આત્માની વધુ નજદીક નથી. હું એ વાત ફરી કહેવા ઈચ્છું છું, કે જો આ મહાન પ્રજાના હૃદયમાં – એની ઇચ્છાશક્તિમાં તેમ જ ક્ષમતામાં – રહેલી બધી શક્યતાઓને એકાએક પ્રગટ કરવામાં આવે તો એનું પરિણામ કેવું આવે એ કહેવું મુશ્કેલ છે. “આ પ્રજાના નેતાઓ કેવા શાણા માણસો છે એની પણ મેં નોંધ કરેલી છે. પશ્ચિમમાં ધંધાદારી રાજદ્વારી પુરુષોના હાથમાં સુકાન હોય છે. ભારતમાં આવું સુકાન સંતો અને યોગસાધકો સંભાળે છે. ધ્યાનમાં જીવનનો વિકાસ થાય છે. તેઓની વાણી મુલાયમ હોય છે. તેઓનું વર્તન ગંભીર અને વિધિવિધાનયુક્ત હોય છે. આવા દેશો આત્માને માટે જન્મ્યા હોય છે; અને આત્માનું ભવિષ્ય તો કોણ ભાખી શકે?” આપણી સાંસ્કૃતિક વિકૃતિનાં વર્તમાન પડ-પોપડાને ભેદીને નામદાર પોપની તેજસ્વી બુદ્ધિ ભારતની પ્રાચીન મૂળભૂત પ્રકૃતિને કેવી સરસ રીતે સ્પર્શી શકી છે ! ભારતની પ્રજાના મૂળભૂત પ્રાણને સ્પર્શનાર કોઈ પણ વિચારક આવા જ નિદાન ઉપર પહોંચે એમાં શંકા નથી. આ નિદાનનો આપણા માટે વ્યવહારુ અર્થ એ થયો કે દેશના ઉત્થાન માટે કોઈ પણ યોજના ઘડતી વખતે, તેમ જ એનો અમલ કરતી વખતે, આપણે, આપણા આગેવાનોએ પ્રજાની શ્રદ્ધા-ભક્તિપરાયણ ધાર્મિક મનોવૃત્તિને ધ્યાનમાં રાખવી જોઈએ. Page #458 -------------------------------------------------------------------------- ________________ સ્વતંત્ર ભારત શિક્ષણ, વિકાસ અને રાજકારણ : ૬, ૭ ૪૩૫ પણ અત્યારે દેશના ઉત્થાન માટે તેમ જ ઉત્થાનને નામે આપણે ત્યાં કેટલીક યોજનાઓ એવી તો વિલક્ષણ રીતે ઘડવામાં આવે છે કે જેની સાથે પ્રજામાનસનો મેળ બેસતો નથી; અને તેથી જેમજેમ એવી યોજનાઓ આગળ વધતી જાય છે, તેમ-તેમ શાસકવર્ગ અને પ્રજા વચ્ચેની એકરાગતા ઓછી થતી જાય છે અને અંતર વધતું જાય છે. આ સ્થિતિ છેવટે તો આખા દેશની પ્રગતિને તો ઠીક, એના પાયાના યોગક્ષેમને પણ હાનિ પહોંચાડનારી નીવડવાની છે એ આપણે ચોક્કસ સમજી રાખવું ઘટે. જો આપણે સમજી શકીએ તો અત્યારે આવું બની પણ રહ્યું છે તે દેખાશે. મહાત્મા ગાંધીજીએ સમગ્ર દેશની પ્રજા ઉપર પ્રેમપૂર્ણ, વાત્સલ્યભર્યું, એકછત્રી શાસન દાયકાઓ સુધી ભોગવ્યું હતું અને આખી પ્રજાને સાથે રાખીને પરદેશી ગુલામીની સામે સફળ સંગ્રામ ખેલી બતાવ્યો હતો તે ભારતની પ્રજાની શ્રદ્ધા-ભક્તિપ્રધાન પ્રકૃતિને બરાબર પારખી લઈને એને અનુરૂપ એની પાસેથી કામ લેવાની શક્તિ, સૂઝ અને આવડતને પ્રતાપે જ. ભારત પોતાના અનિચ્છનીય કે અસદ્ અંશોને દૂર કરે એ એક વાત છે, અને દેખીતી પ્રગતિની ઘેલછામાં પોતાની જાતને કે પોતાની પ્રજાની મૂળભૂત પ્રકૃતિને વિસારી દે એ સાવ જુદી વાત છે. પોતાની જાતને કે પ્રકૃતિને વીસરીને પ્રગતિની આશા રાખવી એ સરવાળે તો તૃષા છિપાવવા માટે ઝાંઝવાનાં જળની પાછળ દોટ મૂકવા જેવું જ નિરર્થક સાબિત થવાનું છે એ ચોક્કસ સમજવું. નામદાર પોપ પૉલ છઠ્ઠાએ જે રીતે ભારતદેશની પ્રજાને પિછાણી. એ જ રીતે અત્યારના આપણા રાજદ્વારી મોવડીઓ એને પિછાણી અને એને માફક આવે એ રીતે જ એને આગળ વધારવા માટેની યોજનાઓ ઘડે; અને જૂનો જે વર્ગ પોતાની શ્રદ્ધાભક્તિપરાયણ ધાર્મિક પ્રકૃતિને વિસરવા લાગ્યો છે તે પણ એમ કરતો અટકે એ જ અમારા કથનનો મુખ્ય હેતુ છે. (તા. ૧૬-૩-૧૯૬૮) (૭) દયાહીન થયો નૃપ ! ભારત સરકારનું અર્થતંત્ર સામાન્ય માણસને માટે તો અંધારા પાતાળ-ખાડા જેવું અકળ છે ! એ ખાડામાં પ્રજા પાસેથી વાજબી કે ગેરવાજબી ગણાય એવી રીતિઓથી જેટલું ભેગું કરી કરીને નાખો એટલું બધું જ ગાયબ! Page #459 -------------------------------------------------------------------------- ________________ જિનમાર્ગનું જતન એમાંનો સારો એવો ભાગ પ્રજાએ ચૂંટેલા પ્રધાનો અને લોકસભા તેમ જ ધારાસભાના સભ્યોના પગાર અને જંગી ભાડાં-ભથ્થાંમાં તેમ જ સમિતિઓ અને સમારંભોના ખર્ચામાં ચાલ્યો જવાનો. એના કરતાં ય મોટો ભાગ રાજ્યસંચાલનનાં સૂત્રો, પ્રધાનોના નામે કે પ્રધાનોના બદલે હકીકતમાં પોતાના હસ્તક રાખીને, પ્રધાનસાહેબોને ઉદ્ઘાટનો, સમારંભો અને પ્રવાસોની પૂરતી મોકળાશ કરી આપનાર પ્રથમ પંક્તિના મોટા-મોટા અમલદારો, એમના હાથ નીચેના અમલદારો અને તેથી નીચેના મોટા-નાના સરકારી કર્મચારીઓનાં પગા૨, ભાડાં-ભથ્થાં વગેરેમાં ઊપડી જવાનો ! કરવેરાથી ભેગા થતા પૈસાનો એક ભાગ વળી સ્વપ્નાની સુખડી જેવી કે દીવાસ્વપ્ન જેવી પુરવાર થયેલી જંગી યોજનાઓમાં અને મોટી-મોટી મહેલાતો પાછળ ખર્ચાવાનો. એ ખર્ચમાં કેટલો ઊગી નીકળે છે અને કેટલો વેડફાઈ જાય છે એનો હિસાબ કરવાનું તો સરકારોને માટે હજી શીખવાનું જ બાકી છે ! અને દેશના રક્ષણ માટેના અપાર લશ્કરી ખર્ચ માટે તો કહેવાય જ શું ? ઉપરાંત વિદેશોમાં આપણાં સંખ્યાબંધ એલચીખાતાંઓનો ખર્ચ તો આપણને એ વાતનું વિસ્મરણ જ કરાવી દે છે કે હિંદુસ્તાન એક ગરીબ દેશ છે. સમગ્ર સરકારી તંત્રમાં ચાલી રહેલી આર્થિક ઉડાઉગીરી કોઈ કરોડપતિના ઉડાઉ દીકરાને ય સારો કહેવરાવે એવી છે ! અને કરકસર તો જાણે પ્રજાના સામાન્ય અને ગરીબ વર્ગને માટે જ અનામત રાખવામાં આવી છે ! ૪૩૬ (૧) જેઓ દેશના અત્યારના શાસક પક્ષના (કૉંગ્રેસના) સભ્યો હોવા સાથે કામ કરવાની કે ખાસ કરીને ‘ચમત્કાર' બતાવવાની થોડીક શક્તિને લીધે પ્રધાનપદ, લોકસભા, રાજ્યસભા કે ધારાસભાનું અથવા તો છાશવારે ચોમાસાનાં અળશિયાંની જેમ ફૂટી નીકળતી કમિટીઓ કે એકાદ કમિશનનું સભ્યપદ અથવા છેવટે સંસ્થાનો એકાદ નાનો-મોટો હોદ્દો મેળવી શકે છે, (૨) જેઓ કેન્દ્ર કે પ્રાદેશિક સરકારોમાં નાની કે મોટી જવાબદારીવાળા સ્થાને માથાભારે અમલદાર તરીકે પોતાનું વર્ચસ્વ જમાવી શકે છે, (૩) જેઓ મોટા ઉદ્યોગપતિ કે મોટા વેપારી હોવાને લીધે દેશના અર્થતંત્ર ઉપર, સીધી નહીં તો આડકતરી રીતે પણ, સારો એવો કાબૂ ધરાવી શકે છે અને અર્થતંત્રની અરાજકતામાં અટવાઈ પડેલી સરકારો પાસે મોટે ભાગે પોતાનું ધાર્યું કરાવી લેવાની તાકાત ધરાવે છે અને (૪) ખેડૂતો કે મોટાં-મોટાં કારખાનાંના મજૂરો, જે પોતાનાં મંડળો (યુનિયનો) દ્વારા ગોકીરો મચાવીને સરકારને પોતાને અનુકૂળ થવાની ફરજ પાડી શકે છે આ ચાર વર્ગ સિવાયના સામાન્ય પ્રજાજનની આર્થિક વિટંબણાનો તો હવે કોઈ આરો જ નથી રહ્યો. બિલકુલ મર્યાદિત આવકવાળી અને મોટે ભાગે બઢતી વગરની કે નજીવી બઢતીવાળી નોકરી કરતો નોકરિયાત-વર્ગ કે નાનકડી દુકાન કરીને રોજી રળવા મથતો સામાન્ય વેપારીવર્ગ તો જાણે સ્વરાજ્યની લાભ-વહેંચણીમાં - Page #460 -------------------------------------------------------------------------- ________________ સ્વતંત્ર ભારત : શિક્ષણ, વિકાસ અને રાજકારણ : ૭ ભુલાઈ જ ગયો છે ! અને જે દીન-હીન-કંગાળ છે એને માટે તો હજી સ્વરાજ્ય આવવું બાકી જ છે ! કહેવાય છે તો ‘પ્રજાતંત્ર', પણ એમાં નબળો સામાન્ય પ્રજાજન જ વીસરાઈ ગયો છે અને ‘બળિયાના બે ભાગ'વાળો ન્યાય વધુ જોરપૂર્વક પ્રવર્તે છે. આર્થિક રીતે સામાન્ય પ્રજાજનની સ્થિતિ ગરીબ ગાય જેવી બની ગઈ છે, છતાં એણે કામ આપવું પડે છે કામધેનુ ગાયના જેવું ! એને ખાણ-પાણી કે ઘાસ-ચારો મળે તો ય ઠીક અને ન મળે તો ય ઠીક, પણ સરકારની ઇચ્છા થાય ત્યારે પોતાની કાયાને નિચોવીને પણ એને સરકારનું દૂધપાત્ર છલકાવી દેવું પડે છે; અને એ માટે સીધા કે આડકતરા કરવેરાનો જે કંઈ ભાર લાદવામાં આવે તે મૂંગે મોઢે વેંઢારવો પડે છે – ભલે ને પછી પોતાનાં સંતાનરૂપી વાછરું ભૂખે ટળવળ્યાં કરે અને સરકારી તંત્ર દૂધ-મલાઈની જ્યાફત ઉડાવ્યા કરે! એક બાજુ દેશના કહેવાતા વિકાસને માટે પરદેશોમાંથી મળતી કરોડો રૂપિયાની લોનો કે સહાયો અને બીજી બાજુ એની પાઈએ પાઈ ઊગી નીકળે એવા પ્રામાણિકતાભર્યા શક્તિશાળી વ્યવસ્થાતંત્રનો સદંતર અભાવ એને લીધે ક્યારેક તો એવો ભય લાગી જાય છે કે આપણો દેશ રાજદ્વારી રીતે સ્વતંત્ર થવા છતાં ક્યાંક આર્થિક રીતે ગુલામ તો નથી બનતો જતો ! જંગી પરદેશી લોનો અને સહાયોની આ દુનિયા પણ જાણે કોઈ જાદુઈ તિલસ્મી દુનિયા બની ગઈ છે ! ? વળી, આપણા રાજકર્તા કૉંગ્રેસપક્ષને પોતાના પક્ષ માટે, અને ખાસ કરીને રાજકારણમાં પોતાના પક્ષની સત્તાને ટકાવી રાખવા માટે બેસુમાર પૈસાની જરૂર પડે છે, અને એને માટે ચૂંટણી-ફંડ કે એવા બીજા તરીકાઓ અજમાવવા પડે છે. પણ કેવળ પોતાના પક્ષના લાભની દૃષ્ટિથી જ, સારસારનો વિવેક ભૂલીને, ગમે તે પ્રકારે મેળવવામાં આવતા આ પૈસાનું પરિણામ છેવટે કેવું આવશે એનો વિચાર કરવાની સત્તાઘેલા કૉંગ્રેસપક્ષને અત્યારે ફુરસદ જ ક્યાં છે ? એનું પરિણામ તો જે આવવું જોઈએ તે આવી રહ્યું છે, અને આવવાનું છે : દેશમાં સર્વોદયની સ્થાપના અને સમાજવાદી સમાજરચનાનું નામ કેવળ પોપટના રામનામ-રટણ જેવું અર્થશૂન્ય અને છેતરામણું બની જવાનું છે અને વર્ચસ્વ જામી જવાનું છે કેવળ મૂડીવાદનું ! અને કાળાબજાર અને કાળાબજારે સર્જેલ કાળાનાણાની શક્તિની કથા તો કહી શકાય એવી જ ક્યાં રહી છે ? આ કાળાનાણાની તાકાત તો આજે સફેદ (સાચા) નાણાની તાકાતને હંફાવી રહી છે. એને લીધે દેશમાં જાણે સમાંતર આર્થિક સત્તાનો ઊગમ થયો છે, અને સરકારી અનિયોજનને અને સામાન્ય જનસમૂહના જીવનનિર્વાહને ધારે ત્યારે વેરવિખેર કરી શકે એટલી હદે એની તાકાત વધી પડી છે. ૪૩૭ Page #461 -------------------------------------------------------------------------- ________________ જિનમાર્ગનું જતન આ અદમ્ય શક્તિને નાથવાનું કામ રાજસત્તાનું જ છે; પણ જે પક્ષ પોતાના હાથમાં આવી પડેલી રાજસત્તાનો ઉપયોગ કેવળ પોતાના લાભ માટે જ કરી લેવાની પ્રમાણાતીત સ્વાર્થપરાયણતામાં પાગલ બન્યો હોય તે આવી શક્તિને નાથવાની શક્તિ કે વૃત્તિ દાખવી શકે એ અત્યારે તો ન બનવા જેવી વાત લાગે છે. ૪૩૮ આ મોટી-મોટી પરદેશી લોનો કે સહાયો, ચૂંટણીફંડ જેવી તરકીબો, તેમ જ કાળાબજાર અને કાળાનાણાની વધતી જતી શક્તિ ઃ આ બધું ય દેશના અર્થતંત્ર સાથે સીધેસીધો સંબંધ ધરાવે છે. એનાં લાંબાગાળાનાં જે દુષ્પરિણામો આવવાનાં છે એની વાત બાજુએ રાખીએ, તો પણ સામાન્ય પ્રજાજનના માંડમાંડ ગોઠવાતા અર્થતંત્ર ઉપર એની જે ઘેરી અને ખૂબ માઠી અસર થઈ રહી છે, એ ખૂબ ચિંતા ઉપજાવે એવી છે. પણ આજે તો આપણો સત્તાધારી પક્ષ એ બધું જ ભૂલી ગયો છે, અને ‘વર મરો, કન્યા મરો, પણ ગોરનું તરભાણું ભરો'ની જેમ સામાન્ય પ્રજાનું થવાનું હોય તે થાઓ, પણ અમને તો અમારે જોઈએ તેટલા પૈસા પ્રજા પાસેથી મળવા જ જોઈએ.’ - એ રીતે જ વિચારી અને વર્તી રહ્યો છે ! આ બધું જોઈએ છીએ ત્યારે કવિ કલાપીની ‘દયાહીન થયો નૃપ !' એ દર્દભરી પંકિત સહેજે સાંભરી આવે છે ! હવે સામાન્ય માનવીની અત્યારની આર્થિક ભીંસની વિગતો જરાક તપાસીએ : અન્ન, વસ્ત્ર અને આવાસ એ જીવનની પ્રાથમિકમાં પ્રાથમિક અનિવાર્ય જરૂરિયાતો છે. આની સાથોસાથ પોતાનાં સંતાનોના પોષણ અને શિક્ષણની વ્યવસ્થા, તેમ જ કુટુંબની તબીબી સારવારની સગવડ : આટલી બાબતોની સામાન્ય ખાતરી અને નિશ્ચિતતા તો પ્રજાતાંત્રિક સ્વરાજ્યમાં પ્રત્યેક પ્રજાજનને મળી જ રહેવી જોઈએ. ગાડાંના ગાડાં ભરાય એટલાં દેશ-પરદેશનાં નાણાં બે પંચવર્ષીય યોજના પાછળ ખર્ચાઈ ચૂક્યાં છે, ત્રીજી યોજના માટે પણ પૈસો પાણીની જેમ ખર્ચાઈ રહ્યો છે અને આનાથી ય જંગી ચોથી યોજના તૈયાર થઈ રહી છે. છતાં, આપણા દેશવાસીઓને જીવનનિર્વાહ અને જીવનવિકાસની આવી પ્રારંભિક જરૂરિયાતોની બાબતમાં પણ ખાતરી મળવી બાકી જ છે ! સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ (નગરપાલિકાઓ), પ્રાદેશિક સરકારો અને કેન્દ્રસ૨કા૨ જ્યારે જુઓ ત્યારે નવા-નવા કરો નાખવાનો કે જૂના ક૨ોમાં વધારો કરવાનો જ વિચાર કર્યા કરે છે; અને છતાં, એની ખર્ચની વ્યવસ્થાનું તળિયું એવું કાણું છે, કે એનું પેટ ક્યારે ભરાશે અને સામાન્ય પ્રજાજનને ક્યારે રાહત મળશે એનું ભવિષ્ય ભાખનારની હજી શોધ કરવી પડે એમ છે. ટપાલ-કચેરીવાળો કહેશે : અહીં વધુ પૈસા આપતા જાઓ, સ્થાનિક બસવાળો અને રાજ્યની બસ (એસ. ટી) વાળો કહેશે મારે બારણે પણ વધુ નિવેદ ધરતા જાઓ, Page #462 -------------------------------------------------------------------------- ________________ સ્વતંત્ર ભારત : શિક્ષણ, વિકાસ અને રાજકારણ : ૭ ઇન્કમટેક્ષવાળો તો દિવસે-દિવસે આગેકદમ કરવામાં જ માને છે, તો રેલ્વે સામાનના નૂરવાળો કહેશે : “હું શા માટે પાછળ રહી જાઉં ?’ ગોળ-ખાંડનું સરખું ચાલતું હતું, તેમાં ગોળમાં પ્રાદેશિક સરકારે એવી ઘાલમેલ (નાકાબંધી) કરી કે ગોળ એ ગરીબના ગજા બહારની વાત બની ગઈ, અને ખાંડમાં અન્ન અને ખેતીવાડીના પ્રધાનશ્રીએ એવો ઘોંચપરોણો કર્યો અને એવી બેકાળજી રાખી કે જ્યાં ખાંડને માટે કોઈને કશી ચિંતા ન હતી – અરે, હજારો ટન પરદેશ નિકાસ કરવાની વાતો થતી હતી – ત્યાં આજે ખાંડ ઉ૫૨ અંકુશ મૂકવાની તૈયારી થવા લાગી છે; અમુક અંશે તો એ મુકાઈ પણ ગયો છે. ભારે કરામતી છે આ અન્ન અને ખેતીઉત્પાદનનું ખાતું અને એના પ્રધાનશ્રી : ઘડીકમાં પાર વગરની છત અને ઘડીમાં જીવલેણ અછત ! આ રીતે બધી બાબતોમાં ખર્ચ વધતો રહે તો પછી બધાં ય ખાતાંની તેમ જ પ્રજાજીવનની જીવાદોરી સમા અનાજના ભાવો કાબૂમાં રહે એ કેવી રીતે બની શકે ? છેલ્લા બજેટ વખતે અને એ પહેલાં પણ જીવનની જરૂરિયાતની ચીજોના ભાવો અંકુશમાં રાખવાની કેવી મોટી-મોટી વાતો આપણા સરકારી બડેખાંઓએ કરી હતી ! પણ જેમને પોતાના બોલની કે પોતાના નિર્ણયની કિંમત ન હોય અને અભી બોલા અભી ફોક' કરીને પણ જેઓ કેવળ પોતાની સત્તાને ટકાવી રાખવામાં જ મશગૂલ હોય, તેઓ દ્વારા આ ભાવવધારાનું વિષચક્ર આગળ વધતું અટકશે એવી આશા પણ કેવી રીતે રાખી શકાય ? અનાજમાં અને જીવનની જરૂરિયાતની બીજી ચીજોમાં પેસી ગયેલો ૧૦-૧૨-૧૫ કે ૨૦ ટકા સુધીનો ભાવવધારો સામાન્ય નાગરિકને કેટલો ભીંસી રહ્યો છે એની પીડા અનુભવનાર પ્રધાન તો આપણને મળે ત્યારે ખરો. અને આ પીડા ઓછી હોય તેમ પ્રજા ઉપર ‘ફરજિયાત બચત યોજના' લાદી દેવામાં આવી ! આ યોજનાનું મૂળ નામ ‘કંપલસરી ડિપોઝીટ સ્કીમ' છે; એનો અનુવાદ ફરજિયાત બચત યોજના' જેવા મોહક શબ્દોથી કરવામાં આવે છે તે બરાબર નથી. એનો સાચો અર્થ ‘ફરજિયાત (સરકારને ત્યાં મૂકવાની) થાપણ યોજના' એવો સમજ્યો. એટલે કે તમારું પૂરું થાય કે ન થાય, તમે ગમે તેમ કરીને પૈસા બચાવીને સરકારને ઉછીના આપો ! પણ સંતાનોના પોષણ કે શિક્ષણને માટે અથવા તો કુટુંબની તબીબી સા૨વા૨ માટે કે એવા જ કોઈ અણધાર્યા પ્રસંગે, જ્યાં મોટા ભાગના પ્રજાજનોનો ઘરવ્યવહાર ફરજિયાત ઉધાર-યોજનાથી નભતો હોય, ત્યાં આ વિચિત્ર યોજના એને કેટલી બધી ગળે ચેપો દેનારી નીવડવાની છે ! પણ, ધીમે-ધીમે આપણા પ્રધાનો સ્વછંદી રાજાઓ જેવા બનતા જતા હોય ત્યાં એમના ધ્યાનમાં પ્રજાની આ મુસીબત કેવી રીતે આવે ? એમનો તો અત્યારે એક જ મંત્ર બની ગયો છે : લાવ, લાવ અને લાવ ! ૪૩૯ Page #463 -------------------------------------------------------------------------- ________________ ૪૪૦ જિનમાર્ગનું જતન જો આપણો રાજકર્તા-પક્ષ આ બાબતમાં સત્ય સાંભળવા માગતો હોય, તો પૂજ્ય વિનોબાજી જેવાએ પણ આ યોજના સામે પોતાનો અવાજ ઉઠાવ્યો છે : “આ ફરજિયાત-થાપણ યોજના મધ્યમ આવકવાળા નીચલા થરના લોકોને માટે મોટી આફતરૂપ બનવાની છે. વધતા ભાવોને લીધે વધતી મોંઘવારી અને આ ફરજિયાત બચતની યોજના – એ બેની વચ્ચે સામાન્ય માનવી તો ભીંસાઈ જવાનો છે. ફરજિયાત થાપણની યોજના માટે ઓછામાં ઓછી માસિક સવાસો રૂપિયાની મર્યાદા નક્કી કરવામાં આવી છે, પણ આ માસિક સવાસો રૂપિયાની આવકની વિસાત કેટલી ? માસિક સવાસો રૂપિયા રળતા મધ્યમવર્ગના માનવીને સરેરાશ પાંચ માણસના કુટુંબને નિભાવવું પડે છે; જેમાં બાળકોના ભણતર અને માંદાની માવજતના ખર્ચનો પણ સમાવેશ થઈ જાય છે. આ રીતે માથાદીઠ મહિને પચીસ રૂપિયા થયા. આવી નબળી આવકમાંથી એને બચત કરવાની ફરજ પાડીને આપણે એનો બચાવ શી રીતે કરી શકવાના છીએ ?” પૂ. વિનોબાજીની આ વાત શાસકપક્ષના અંતરમાં વસશે ખરી? એ આવી વિચિત્ર અને પીડાકર યોજનાને જતી કરશે ખરા? અને, આ બધું ઓછું હોય તેમ, આપણા ઉપર સુવર્ણ-અંકુશધારો લાદવામાં આવ્યો છે ! એનાં દૂરગામી પરિણામો અંગે મોટી મોટી વાતો થઈ રહી છે, પણ આ લોકના પુણ્યનું ફળ પરલોકમાં મળવા જેવી એ બધી વાતોનો વિચાર કરવો એ કદાચ આપણી બુદ્ધિના ગજા બહારની વાત હોય એમ સમજીને એની વિચારણા જતી કરીએ. પણ ટૂંકી નજરે જોતાં એનાં કેટલાંક સ્પષ્ટ માઠાં પરિણામો દેખાય છે, તે તો જરૂર સમજવા જેવાં છે. પહેલી વાત તો એ કે પ્રજા ઉપર લાદવામાં આવેલો આ ધારો એ પાડાના વાંકે પખાલીને ડામ દેવા જેવો છે. સરકારનું કસ્ટમ-ખાતું ફૂટલું – એમાં એક જ કાયદાના બળે લોકોની કરોડોની મિલકતની પાયમાલી સર્જી દીધી, લાખો માણસોના હુન્નર-ઉદ્યોગ-નોકરીને નામશેષ બનાવી દીધાં, અને મુસીબતના વખતમાં માનવી સોના(કે સોનાના દાગીના)ના બદલામાં પૈસા મેળવીને પોતાની જરૂરિયાત પૂરી કરી શકતો કે પોતાનો વ્યવહાર જાળવી શકતો એ એનો આધાર જ ઝુંટવાઈ ગયો. ઇનામી બૉડોનું અને સુવર્ણ-બૉડ યોજનાનું પરિણામ કેવું નબળું આવ્યું છે એ માટે વધારે કહેવાની જરૂર નથી. એ જ રીતે આ સુવર્ણધારાનો આખરી અંજામ કેવો આવશે એ ભગવાન જાણે; પણ એટલું તો ખરું જ, કે આ ધારાએ દેશના એક વર્ગનું જીવન વેરવિખેર બનાવી દીધું છે, અને એમાંથી એને ઉગારી લેવાનો અવેજીરૂપ ઉપાય તો, વનસ્પતિ ઘીના રંગની જેમ, શોધાય ત્યારે ખરો ! Page #464 -------------------------------------------------------------------------- ________________ સ્વતંત્ર ભારત ઃ શિક્ષણ, વિકાસ અને રાજકારણ : ૭, ૮ ૪૪૧ આવું બધું ય આપણે ત્યાં ચાલી રહ્યું છે, અને તે પણ લોકશાહી રાજ્યતંત્રમાં, લોકશાહીની રીતરસમ મુજબ જ ! એટલે આમાં કેવળ નાણાપ્રધાનને દોષ દેવો બરાબર નથી. વડાપ્રધાનને માન્ય ન હોય તો આવો ધારો બની જ ન શકે. અને વડાપ્રધાન ઉપરાંત પ્રધાનમંડળના સાથીઓ પણ આમાં જવાબદાર લેખાય જ; કારણ કે સંયુક્ત જવાબદારી એ પ્રધાનમંડળની બંધારણીય નીતિ છે. વળી, પ્રધાનો ગમે તે ઇચ્છે, પણ લોકસભાને એ વાત માન્ય ન હોય તો એવો કાયદો બની જ ન શકે. એટલે ફરજિયાતથાપણ યોજના કે સુવર્ણ-અંકુશ જેવા ધારા ઘડાયા એમાં ખરેખરી જવાબદારી તો લોકસભાના સભ્યોની જ ગણાય, કે એ આવા ધારાઓથી વધી પડનારી સામાન્ય પ્રજાજનની આર્થિક ભીંસને ન સમજી શક્યા. પણ જ્યાં ખુરશી, સત્તા અને જૂથબંધી માટે અંદર-અંદર જબરી સાઠમારી જામી પડી હોય, ત્યાં સામાન્ય પ્રજાનું હિત સચવાય એવી આશા રાખવી નકામી છે – જાણે એમ જ લાગે છે કે આ સ્વરાજ્ય આવ્યું છે તે કેવળ કોંગ્રેસપક્ષના પોતાના લાભને માટે; એનું હિત સચવાતાં જે કંઈ વધે તે જ પ્રજાજનને મળવાનું છે. અને પ્રામાણિક પ્રજાજન કે કાર્યકરનું તો કોઈ સ્થાન જ નથી રહ્યું ! પણ અમે બહુ જ અદબ સાથે કહેવા માગીએ છીએ, કે આવી વિષમ સ્થિતિ લાંબો વખત ચાલુ રહી શકે નહીં. એટલે આપણે શાસક કોંગ્રેસ પક્ષ સુના હાથ રવિ कबहु न खाली जाय । मुवे ढोरके चामसे लोहा भस्म हवै जाय मे. साहशिमामाने ધ્યાનમાં લઈને વધુ નિર્દય થતો અટકે અને સામાન્ય પ્રજાજનને પણ સ્વરાજ્યનો લાભ મળે એ રીતે પોતાના આપમતલબી બની ગયેલા રાજ્યતંત્રને સાચું લોકશાહી રાજ્યતંત્ર બનાવવા તરફ ધ્યાન આપે. (તા. ૩-૯-૧૯૬૩) (૮) પૂંજીવાદનું મારણ મુદ્રાક્ષય રાજકારણમાં અર્થકારણનું ભારણ વધતાં વધતાં એવું તો જબરું થઈ ગયું છે કે જાણે હવે એનો છેડો આવવાની તૈયારીઓ અગમ્ય રીતે છતાં ઝડપથી ચાલતી હોય, અથવા પૈસો પડખું બદલતો હોય કે પગ કરવા માગતો હોય એવાં અનેક એંધાણ સ્પષ્ટ-અસ્પષ્ટ રૂપમાં કળાવા લાગ્યાં છે. આર્થિક ભીંસની આ ઉપાધિ હિંદુસ્તાન કે એવા કોઈ એકલ-દોકલ ગરીબ દેશને જ નહીં, પણ દુનિયાભરના દેશોને અને તેમાં Page #465 -------------------------------------------------------------------------- ________________ જિનમાર્ગનું જતન ય માલેતુજાર લેખાતા હોય એવા દેશોને સુધ્ધાં વળગી છે. સર્વત્ર અર્થકા૨ણમાં જાણે પાઘડીનો વળ છેડે આવ્યો હોય એવી સ્થિતિ દેખાવા લાગી છે. ૪૪૨ મૂડીનું સારું એવું વ્યાજ આપતી ૫રદેશી બેંકો જ્યારે હવે આવું વ્યાજ આપવાને બદલે ઊલટું મૂડીની સાચવણી માટેનું મહેનતાણું માગવા લાગે ત્યારે નથી લાગતું કે જે પવન અત્યાર લગી ઉત્તરમાં વાતો હતો એણે દિશા બદલી છે ? ‘ભૂમિપુત્ર’ પત્રના તા. ૬-૩-૧૯૭૩ના અંકમાં ‘આસપાસ-ચોપાસ' નામે વિભાગમાં શ્રી અમૃત મોદીનો ‘સ્વિટ્ઝરલેન્ડમાં વ્યાજ અપાશે નહીં, કપાશે.' શીર્ષકથી છપાયેલ લેખ આ વાતની સાક્ષી પૂરે છે. એ લખાણ વાંચવા-વિચારવા જેવું હોવાથી અહીં સાભાર રજૂ કરીએ છીએ : “કાળું નાણું વિદેશની બેંકોમાં રખાતું હોય છે. ચોપડે ન ચડી શકે તેવી છૂપી આવકો લાંચિયા રાજપુરુષો ને ધનલોલુપ ધનપતિઓ સ્વિટ્ઝરલેન્ડમાં રાખતા હોય છે. જમા રકમો ૫૨ બેંકો વ્યાજ આપતી હોય છે. પણ હવે સ્વિટ્ઝરલેન્ડની બેંકો negative interest (ઉધાર વ્યાજ) આપશે. એટલે ? સ્વિટ્ઝરલેન્ડના નાગરિકો ન હોય તેવા આસામીઓનાં નાણાં રાખવા માટે ત્યાંની બેંકો વ્યાજ આપવાને બદલે સામેથી ૮ ટકા લેવા માંડી છે. એટલે ભારતનો નાગરિક ત્યાંની બેંકમાં ૧૦૦ રૂ. જમા મૂકે તો ૮ રૂ. ઉધાર વ્યાજના કપાઈને ૯૨ રૂ. જમા થશે. દ૨ વર્ષે આપોઆપ કપાત થતી જશે. “કેમ આમ કર્યું ? સ્વિટ્ઝરલેન્ડમાં બહારનાં નાણાંનો ભરાવો થઈ રહ્યો છે. એથી ૧૯૭૧ના મેથી વિદેશી ખાતેદારોને વ્યાજ આપવાનું બંધ કર્યું. તો યે ફુગાવો વકરતો રહ્યો. માટે હવે સામેથી વ્યાજ લેવાનો નિર્ણય કર્યો છે, ને તે ય મુદત પૂરી થાય ત્યારે નહીં, પણ આરંભમાં જ ૮ ટકા પ્રમાણેની રકમ ખાતામાં ઉધાર થશે. વળી બેંકોમાંથી રકમ ઉપાડીને વિદેશી ખાતેદારો શેરો, ડિબેંચરો, જમીન, મકાન જેવી સ્થાવર મિલકતો ન ખરીદે એ માટે પ્રતિબંધ પણ મૂક્યો છે. ઘરનાં છોકરાંને ઘંટી ચટાડીને વિદેશોમાં થાપણો મૂકનારાઓ ઉધાર વ્યાજનો વિચાર કરીને અટકશે ? જર્મનીના ક્રાંતદર્શી પીઢ વિચારક સિલ્વિયો ગેસેલે મુદ્રાક્ષયનો વિચાર કરેલો. આમ તો તે પ્રખર અર્થશાસ્ત્રી, યશસ્વી વેપારી ને પ્રધાન પણ હતા. પણ મુક્ત જમીન, મુક્ત પૈસાના હિમાયતી હતા. તેમનો ‘નેચરલ ઇકોનોમિક ઑર્ડર' ગ્રંથ જાણીતો છે. તેમની યોજના પ્રમાણે ૧૦૦ રૂ. ની નોટ પાછળ વર્ષનાં બાવન અઠવાડિયાનાં બાવને ખાનાં રાખાવામાં આવે. દર અઠવાડિયે દરેક ખાના ઉપર ૧૦ પૈસાની ટિકિટ ચોંટાડે તો જ તે નોટ ચાલી શકે. આ વિચારને સુભાષ બોઝ, રિચર્ડ બી. ગ્રેગ, કિશોરલાલભાઈએ ટેકો આપેલો. કિ. ભાઈએ ૩૧-૧૦-૧૯૪૮ના ‘હિરજનમાં દ૨ વર્ષે સવા છ ટકા વ્યાજની રકમ મૂળ રકમમાંથી કાપવાનું સૂચન કરેલું. આ મુદ્રાક્ષયના વિચારનો અપ્પાસાહેબ પટર્વધને ઠીકઠીક પ્રસાર કર્યો. તે કહેતા હતા કે અમ૨ Page #466 -------------------------------------------------------------------------- ________________ સ્વતંત્ર ભારત: શિક્ષણ, વિકાસ અને રાજકારણ : ૮, ૯ ૪૪૩ નાણાંમાંથી જ વ્યાજવટાવ ને પૂંજીશાહીના વિવિધ પ્રકારો નીકળ્યા છે. કાગળની નોટોને કાળમર્યાદિત, એટલે કે, નાશવંત બનાવીને વ્યાજ તથા શોષણના અન્ય પ્રકારોને અટકાવી શકાય.” પૂંજીવાળો વગર મહેનતે રળી ન શકે એ માટે મુદ્રાક્ષયની વાત છે. એથી પૈસો વહેતો રહેશે. સંઘરી રાખેલા પૈસાની કીંમત ઘટતી જાય તો કોણ પેટીમાં પૂરી રાખે ? બંધિયાર નાણું વહેતું રહે તો અર્થશુદ્ધિ થઈ શકે. પૈસાના બળે બીજાની કમાણી, વગર મહેનતે ખેંચી લેવાની સગવડ અટકી જાય.” મુદ્રાક્ષયના વિચારને હમણાં સુધી utopia (વિચારતરંગ) રૂપે જોતા લોકો સ્વિટ્ઝરલેન્ડના નિર્ણયને કઈ નજરે જોશે ? મૂળભૂત વિચાર ક્યારેક તો ચરિતાર્થ થતા જ હોય છે. મુદ્રાક્ષયનું સોહામણું સપનું સાકાર બને તો? નવી દુનિયા જન્મે.” આપણી – ખાસ કરીને ધનનો વધુ ને વધુ વ્યાજ ઉપજાવવાની મનોવૃત્તિ ધરાવનાર વર્ગની – ઊંઘ ઉડાડી મૂકે તેવી આ વાત એટલી સ્પષ્ટ છે કે એ માટે વધારે વિવેચન કરવાની જરૂર નથી. ધર્મનાયકોએ ઉપદેશ્યા પ્રમાણે ધનલોલુપતા ઉપર કાબૂ મેળવવો અને પોતાની પાસે જે વધારાની સંપત્તિ હોય એનો સૌકોઈના ભલા માટે ઉપયોગ કરવો, એ જ આવી મુસીબતમાંથી માનસિક રીતે બચવાનો સાચો માર્ગ છે. (તા. ૩૧-૩-૧૯૭૩) (૯) ગુજરાતનું રાજકારણઃ ઈન્સાન મિટા દુંગા અંતરનાં આંસુમાં લાગણીની કલમ બોળીને મનના ભાવો વ્યક્ત કરવાનો હૃદયનો આદેશ માથે ચડાવવો પડે એવી હૈયાવલોવણ ઘટના ગુજરાતના કોંગ્રેસી રાજકારણમાં બની ગઈ ! અને એ કેવળ ગુજરાતના જ નહીં, પણ સમસ્ત ભારતના રાષ્ટ્રહિતચિંતક વિચારકોને વિચાર કરતા કરતી ગઈ ! ઘટના બની ગઈ; એના ઓળા દૂર-સુદૂર સુધી વિસ્તરીને ઓથારની જેમ, સૌને સતાવી રહ્યા ! અંતરમાં ઊભરાતાં એ આંસુ જેટલાં પીડાજન્ય છે એટલાં હર્ષજન્ય પણ છે. હિમાલયની દિવ્યતા, ભવ્યતા અને સ્વસ્થતા તો નજરે નિહાળી છે, અને સાગરની ગંભીરતા પણ. પરંતુ ક્યારેક, કોઈક બડભાગી અવસરે, કોઈ નરરત્ન પણ એવી જ સ્વસ્થતા અને ગંભીરતા દાખવે છે, ત્યારે અંતર આલાદથી ઊભરાઈ જાય છે. Page #467 -------------------------------------------------------------------------- ________________ ૪૪૪ જિનમાર્ગનું જતન ગુજરાત રાજ્યના નિવૃત્ત મુખ્યપ્રધાન ડો. જીવરાજ મહેતા આવા જ સ્વસ્થ, ગંભીર અને મહામના મહાનુભાવ છે. પ્રામાણિકતા, સચ્ચરિત્રતા, ઉચ્ચ સંસ્કારિતા, સચ્ચાઈ, કર્તવ્યપરાયણતા, કાર્યદક્ષતા અને સાદાઈ જેવા, જાહેર લોકસેવકના સેવાયજ્ઞને યશસ્વી બનાવી શકે એવાં ગુણપુષ્પોથી એમનું જીવન સુરભિત બન્યું છે. તેઓ જ્યાં જાય છે અને નાનું કે મોટું જે કંઈ કામ હાથ ધરે છે, ત્યાં એમની આ સુવાસ પ્રસરી રહે છે. ઓછું બોલવું અને જે કંઈ બોલવું તે તોળીને વિવેકપૂર્વક પ્રમાણપુરઃસર જરૂર પૂરતું જ બોલવું, એ જ એમનું સાચું બળ છે. સત્યોતેર વર્ષની પાકટ ઉંમરે પણ આરામનું કોઈ નામ નહીં, અકર્મણ્યતાનું કોઈ કામ નહીં; બસ, કામ, કામ ને કામ ! જાણે કામના ઢગલામાંથી જ તેઓ જીવનશક્તિ અને તાજગી મેળવી લે છે ! આટલી મોટી ઉંમરે પણ તેઓ તન અને મનની જે ર્તિ દાખવી શકે છે એ કોઈ પણ યુવાનને પ્રેરણા આપે એવી નમૂનેદાર છે. ૧૯૬૦ની સાલની અધવચમાં, એકાએક ગુજરાત-રાજ્યનો જન્મ થયો. ટાંચાં સાધનો અને મર્યાદિત નાણાંમાંથી આખા નવા રાજ્યનું સર્જન કરીને એને સુવ્યવસ્થિત કરવાનું કામ શૂન્યમાંથી સર્જન કરવા જેવું કપરું હતું. એવે અણીને વખતે ગુજરાતને શ્રી જીવરાજભાઈ જેવા નિષ્કલંક, બાહોશ, દીર્ઘદર્શી મુખ્યપ્રધાન મળ્યા એ ગુજરાતની ખુશનસીબી હતી. એમણે જે કુનેહ અને કાબેલિયતથી ગુજરાતરાજ્યને પગભર કરવાનો પુરુષાર્થ કર્યો તે ગુજરાતના ઇતિહાસમાં સોનેરી અક્ષરોએ અંકિત થઈ રહેશે. - જ્યારે આવા કાબેલ, નિષ્ઠાવાન અને લોકપ્રિય નેતાને ગુજરાતના કોંગ્રેસીજનોના એક ભાગે જેવી અઘટિત રીતે જાકારો આપ્યો, એનો વિચાર કરીએ છીએ, ત્યારે અંતર વિષાદ, વેદના અને આક્રોશની લાગણીથી ભરાઈ જાય છે. ન માલૂમ કેમ, પણ ડૉ. જીવરાજ મહેતા ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા તે પછી થોડા જ મહિને ગુજરાતની કોંગ્રેસના અમુક વર્ગને અને ખાસ કરીને ગુજરાતની કોંગ્રેસના સર્વોચ્ચ નેતા ગણાતા શ્રી મોરારજીભાઈને તેમના પ્રત્યે અણગમો પેદા થયો. એ અણગમો ઉત્તરોત્તર એટલી હદે વધી ગયો કે તેને વ્યક્તિગત દ્વેષ જ કહી શકાય. એ દ્વેષનો અંજામ આખરે ડો. જીવરાજભાઈના રાજીનામામાં પરિણમ્યો, અને ગુજરાતને એમની વસમી રાજકીય વિદાય વેઠવાનો વખત આવી પડ્યો! આ આખું કરુણ અને દુઃખદ પ્રકરણ સર્વોચ્ચ નેતાના નામે, એમના માટે, અથવા વધારે સ્પષ્ટ કહેવું હોય, તો એમને કારણે જ ઊભું થયું, ને એની પૂર્ણાહુતિ લોકશાહીના સોહામણા નામે કરવામાં આવી ! જે પ્રકાશનો પ્રાદેશિક કોંગ્રેસ પક્ષ પોતાના પક્ષના રાષ્ટ્રકક્ષાના સર્વોચ્ચ નેતા પોતાના પ્રદેશમાં હોવાનો દાવો કરતો હોય, એ પ્રદેશમાં આવી ઘટના બને તો એ ઘટના પોતે જ એ સર્વોચ્ચ લેખાતા નેતાને માટે નામોશીરૂપ Page #468 -------------------------------------------------------------------------- ________________ સ્વતંત્ર ભારત ઃ શિક્ષણ, વિકાસ અને રાજકારણ : ૯ ૪૪૫ બની રહે છે – આ દીવા જેવું સત્ય સમજવાની પણ જો આ કોંગ્રેસી ભાઈઓમાં સમજણ જાગી હોત, તો તેઓ પોતના પગલાના આત્મઘાતક પરિણામનો સો વાર વિચાર કરત અને જુદી રીતે જ વર્તત. હિંદુસ્તાનના બીજા પ્રદેશોની કોંગ્રેસમાં ક્યાંય સર્વોચ્ચનેતાપદ નથી – જાણે કે આવું પદ ધરાવવાનો અદ્દભુત ઈજારો એકલી ગુજરાતની કોંગ્રેસને જ વરેલો છે! પરિણામે, બીજા પ્રદેશોમાં, નવલકથાઓમાં એક પ્રેમિકા અને બે પ્રેમીઓનો પ્રણયત્રિકોણ રચાય છે તેમ, એક સત્તારૂપ પ્રેયસી માટે સંસ્થાકીય પાંખ અને વહીવટી પાંખરૂપ બે પ્રેમીઓની તાણખેંચને લીધે સત્તા પ્રણયત્રિકોણ અવારનવાર રચાતો રહે છે, અને એટલા પ્રમાણમાં તાણખેંચ જામે છે; જ્યારે ગુજરાતની કોંગ્રેસમાં એક બાજુ સત્તા અને સામેની બાજુ સર્વોચ્ચ નેતા, સંસ્થાકીય પાંખ અને વહીવટી પાંખ રૂપ ત્રણ પ્રેમીઓ હોવાને કારણે સત્તપ્રણય-ચતુષ્કોણ રચાય છે; અને તેથી ગુજરાતની કોંગ્રેસમાં જામેલી જાદવાસ્થળી પણ બીજા બધા પ્રદેશોની જાદવાસ્થળીઓ કરતાં જુદી તરી આવે એવી અને વધારે વિનાશક છે! સંભવ છે, ગુજરાતના આવા કોંગ્રેસીજનોએ વિચાર્યું હોય કે જો સ્વાતંત્રના અહિંસક યુદ્ધમાં ગુજરાતની કોંગ્રેસ આખા દેશની મોખરે રહી હતી, તો સત્ય અને અહિંસાને નેવે મૂકીને ઠેરઠેર જાગી પડેલી સ્વાર્થસાધનાની જાદવાસ્થળીઓના આ યુગમાં ગુજરાતની કોંગ્રેસ પાછળ શા માટે રહે? પણ આ માર્ગ ગુજરાતના સર્વનાશનો માર્ગ છે, અને એમાંથી ઊગરી જવા માટે, બહુ મોડું થાય એ પહેલાં, ગુજરાતની પ્રજાએ પોતે જ જાગવાની જરૂર છે એમાં શક નથી. ધારાસભાના સભ્યો મુખ્યપ્રધાન સહિત કોઈ પણ પ્રધાનને પડકારવાની, એને નાથવાની અને જરૂર પડ્યે એને રુખસદ આપવાની શક્તિ ધરાવે એ લોકશાહીને માટે જરૂર આવકારપાત્ર સ્થિતિ છે. પણ લોકકલ્યાણના કોઈ મુદ્દા વગર, વિશિષ્ટ સિદ્ધાંતનો કોઈ પ્રશ્ન ઊભો થયો ન હોય એવી સ્થિતિમાં, તેમ જ પ્રધાનનો કોઈ દોષ ન હોય છતાં, માત્ર કોઈ પ્રધાનને માટે તમે અમારું કહ્યું નથી માનતા કે કરતા, માટે તમારો અમને ખપ નથી; તમને અમે રૂખસદ આપવા માગીએ છીએ' એવા ગુમાનથી પ્રેરાઈને જ્યારે આવી બહુમતીની શક્તિનો ઉપયોગ થાય છે, ત્યારે એ કેવળ દુરુપયોગ બની રહે છે. પોતાની શક્તિનો આવો દુરુપયોગ કરનાર બહુમતીને રાજનીતિશાસ્ત્ર પાશવી બહુમતી (Brutal Majority) તરીકે ઓળખાવી છે તે બિલકુલ યથાર્થ છે. ધારાસભ્ય પોતાના મતનો પોતે માલિક છે, અને એનો ઉપયોગ કેવી રીતે કરવો એ માટે એ સ્વતંત્ર છે એની ના નથી. પણ એનું અસ્તિત્વ એના મતદાર-વિભાગના લાખન્દોઢલાખ મતદારોના મતથી આવ્યું છે, એટલે એ વિભાગની તેમ જ આખા પ્રદેશની જનતાની લાગણી અને માગણીને સમજવી, સત્કારવી અને એ માટે પોતાની Page #469 -------------------------------------------------------------------------- ________________ ૪૪૬ જિનમાર્ગનું જતન શક્તિનો ઉપયોગ કરવો એ એની નૈતિક ફરજ બની રહે છે. ગુજરાતની પ્રજા ડૉ. જીવરાજભાઈ પ્રત્યે કેવી લાગણી ધરાવે છે એનો સાચો ક્યાસ કાઢવાનો આ વધારે પડતા ઉત્સાહી ધારાસભ્યોએ પ્રયત્ન કર્યો હોત તો તેઓ જુદી રીતે જ વર્ત્યા હોત. લોકલાગણીની અવહેલના કરવાનું કેવું માઠું પરિણામ આવે છે એ તો ગુજરાતની ગઈ સામાન્ય ચૂંટણીઓનાં અદ્ભુત પરિણામો ઉપ૨થી સહેજે સમજી શકાય એવું હતું. પણ એમને કોણ સમજાવે – અને અત્યારે તો એ સમજે પણ શેના – કે આ પ્રયોગ કેવળ દીવો લઈને કૂવે પડવા જેવો ખતરનાક છે – એમના પોતાના ભવિષ્યની દૃષ્ટિએ, એમના પક્ષના ભાવિની દૃષ્ટિએ તેમ જ સમગ્ર ગુજરાત-પ્રદેશના હિતની દૃષ્ટિએ ? - જો કે હવે બગડી બાજી સુધરે એવી સ્થિતિ તો રહી નથી; છતાં, જો ડૉ. જીવરાજ મહેતાની સરકારના વિરોધી કૉંગ્રેસી ધારાસભ્યો તેમ જ ગુજરાતના અન્ય કૉંગ્રેસીભાઈઓ ડૉ. જીવરાજભાઈ પ્રત્યેની મમતાભરી લોકલાગણીને હજી પણ સમજવા માગતા હોય તો તા. ૧૬-૯-૧૯૬૩ ને સોમવારના રોજ સાંજે અમદાવાદના નાગરિકો તરફથી અમદાવાદના ટાઉનહોલમાં ડૉ. જીવરાજભાઈ અને એમના નિવૃત્ત થતા પ્રધાનમંડળને સન્માનવા માટે યોજાયેલ ભવ્ય સમારંભની હૃદયસ્પર્શી કાર્યવાહી એમની આંખો ઉઘાડે એવી છે. પણ અત્યારે આ ભાઈઓ આવું સત્ય સમજવાની તૈયારી દાખવે એવી આશા બહુ ઓછી છે. જે કૉંગ્રેસી ધારાસભ્યોએ તેમ જ ગુજરાતના ઇતર કૉંગ્રેસીજનોએ પોતાની શક્તિનો ઉપયોગ, પોતે માનેલા સર્વોચ્ચ નેતાને નામે, ગુજરાતરાજ્યમાં આવો નિરર્થક ઝંઝાવાત ઊભો કરીને કટોકટી સર્જવામાં કર્યો છે, તેઓએ પોતાના નેતાની નામના વધારી નથી, પણ નાલેશી કરી છે, કુસેવા કરી છે. ગુજરાતના આ કૉંગ્રેસીજનોની આવી વિવેક વગરની પ્રવૃત્તિને લીધે એમના નેતાશ્રીની નામના અને પ્રતિષ્ઠાને ગુજરાતમાં, દિલ્હીમાં અને આખા દેશમાં કેટલી હાનિ પહોંચી છે એનો ક્યાસ હજી પણ તેઓ કાઢે અને આવી કુભક્તિથી અટકે તો સારું ! કુટુંબની જેમ ગામમાં, જિલ્લામાં, પ્રાંતમાં અને આખા દેશમાં પણ વડીલ કે મુરબ્બી જેવા, સૌનું પૂછ્યા ઠેકાણું બને એવા તેમ જ સૌના શુભચિંતક સલાહકારનું પદ શોભાવે એવા નેતા હોય એ તો મોટા સદ્ભાગ્યની વાત લેખાય. પણ આવું નેતાપદ તો લોકલાગણીમાંથી જ જન્મે; એ કંઈ ઉપરથી લાદી શકાય નહીં. ગુજરાતમાં આવું નેતાપદ લોકલાગણીને લાત મારીને પરાણે લાદવાનો પ્રયત્ન થયો છે, એટલે પૂજ્ય સરદાર સાહેબના સ્વર્ગગમન પછી આવા મુરબ્બીવટભર્યા નેતાપદનું આસન હજી ખાલી જ છે. ઉપરથી લાદવામાં આવેલ નેતાપદનો આખરી અંજામ કેવો દુ:ખદ આવે છે એની તો દેશ અને દુનિયાની નજીકની ઘટનાઓ જ સાક્ષી પૂરે છે. Page #470 -------------------------------------------------------------------------- ________________ સ્વતંત્ર ભારત : શિક્ષણ, વિકાસ અને રાજકારણ : ૯ ४४७ આમ તો ગુજરાત શ્રી જીવરાજ મહેતાની કાર્યકુશળતાને સ્વરાજ્યના ઊગમ બાદ ઠીકઠીક પિછાણતું થયું હતું, પણ ગુજરાતરાજ્યના જન્મ પછીના ચાલીસ મહિના દરમ્યાન ગુજરાતને એમની વહીવટી શક્તિનો અને એમના હરનો જે પ્રત્યક્ષ પરિચય થયો તે દાખલા રૂપ બની રહે એવો છે. એમના પોતાના જ સ્વજનો દ્વારા જેમ-જેમાં એમની આસપાસ વારંવાર ઝંઝાવાતો ઊભા થતા રહ્યા, તેમ-તેમ એમનું એ હીર અને ખમીર શતમુખે વિકસતું ગયું ! તેઓ પોતાની ગંભીરતા, હિંમત, વિવેકશીલતા, શાંતચિત્તતા અને એકાગ્રતા દાખવીને સત્તાત્યાગની છેલ્લી પળ સુધી ફરજનું પાલન કરતા રહ્યા એ જોઈને તો એમને માટે ગીતાનું સ્થિતપ્રજ્ઞનું વર્ણન યાદ આવી જાય છે : માનવીને સહજ લોકપ્રીતિનું ભાતું મળે, પછી એને બીજાની ખેવના પણ શી રહે ? આવી સુયોગ્ય, શક્તિશાળી અને ગુણિયલ વ્યક્તિને યોગ્ય સ્થાનેથી દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે, એ જોઇને તો એમ જ લાગે છે કે જાણે આપણે આપણા પોતાના હાથે આપણા પોતાના પગ ઉપર કુહાડો મારવાની નાદાની કરીએ છીએ. વ્યક્તિ, પક્ષ અને દેશના ભલાની દષ્ટિએ, ભગવાન બુદ્ધ જય અને પરાજયથી થતી માનવીની દુરવસ્થા સમજાવતાં જે સરળ છતાં માર્મિક શબ્દો ઉચ્ચાર્યા છે તે સૌએ યાદ રાખવા જેવા છે : जयो वैरं प्रसवति, दु:खं शेते पराजितः । उपशांतः सुखं शेते, हित्वा जयपराजयौ ॥ - વિજયથી વેર વધે છે; પરાજય પામેલાની ઊંઘ હરામ બની જાય છે. પણ જે જય અને પરાજયની ભાવનાથી ઉપર ઊઠી સમભાવી બને છે તે સુખ-ચેનથી સૂવે છે. (તા. ૨૧-૯-૧૯૬૩) . Page #471 -------------------------------------------------------------------------- ________________ ૧૪ જીવનનિર્વાહના પ્રશ્નો અને ખર્ચાળ રિવાજો (૧) જીવનનિર્વાહ – સમસ્યા, ઉકેલ અને તદનુરૂપ ધર્મદષ્ટિ વ્યથા | ગુજરાતના પવિત્ર લોકસેવક પૂ. શ્રી રવિશંકર મહારાજ ભારે અનુભવજ્ઞાની પુરુષ છે. તેમણે “મધ્યમ-વર્ગ' કોણ ? એ વાત સમજાવતાં નીચેના શબ્દો કહ્યા છે : “મધ્યમ વર્ગ એ છે કે શરીરશ્રમના આધાર ઉપર નહીં, પણ પૈસાના આધાર ઉપર જીવનનિર્વાહનો પ્રયત્ન કરે છે. હાથ-પગ હલાવ્યા વગર જીવનની વ્યવસ્થાને ચાહનારો વર્ગ તે મધ્યમ-વર્ગ છે. મધ્યમ-વર્ગ એ છે, જેના પગ દરિદ્રતા અને ગરીબી તરફ છે અને મોટું ધનવાનો તરફ. એનું નામ મધ્યમ-વર્ગ છે, જેની આવક ગરીબના જેટલી છે, છતાં જે નકલ ધનવાનોની કરે છે. મધ્યમ-વર્ગ એ છે, કે જેમાં કુટુંબના ખર્ચનો ભાર એક માણસે ખેંચવો પડે છે.” મધ્યમ-વર્ગનું આ વર્ણન ખૂબ માર્મિક છે. એમાં કઈકઈ કોમનો સમાવેશ કરી શકાય એ ભલે વિચારવા જેવો સવાલ હોય, પણ અત્યારના મોટા ભાગના જૈનોનો તો એમાં નિઃશંક સમાવેશ થઈ શકે એમ છે. સામાન્ય રીતે જૈન સમાજની ખ્યાતિ એક ધનસંપન્ન સુખી સમાજ તરીકે લાંબા કાળથી ચાલી આવે છે. પાસે વિશેષ ધનદોલત હોય કે ન હોય, પણ સમાજનો કોઈ પણ માનવી ખાધેપીધે જવલ્લે જ દુ:ખી દેખાતો. પણ એક કાળે જે સુખી કે સંપન્ન હોય, તે સદાકાળ એવો જ રહે એવો કંઈ સનાતન નિયમ નથી. અઢળક ધન અને અપાર વૈભવ માણનાર મુગલ સલ્તનતની જ્યારે માર્ગ ભૂલવાના કારણે પડતી થઈ ત્યારે એના જ મરશિયાં ગાતાં એક કવિને કહેવું પડ્યું : સગાં દીઠાં મેં શાહઆલમનાં ભીખ માગતાં શેરીએ.” એટલે આપણો સાવ નજીકનો ભૂતકાળ ઉજ્વળ હતો, અને આજે પણ આપણા કેટલાક મહાનુભાવો પાસે અઢળક ધન ભેગું થયેલું પડયું છે; એટલામાત્રથી આપણે આપણા ભવિષ્યને માટે નિશ્ચિત કે બેદરકાર રહીશું તો શાહઆલમના સગા જેવા બૂરા હાલ આપણા થયા વગર રહેવાના નથી એ રખે આપણે ભૂલીએ. Page #472 -------------------------------------------------------------------------- ________________ જીવનનિર્વાહના પ્રશ્નો અને ખર્ચાળ રિવાજો : ૧ ૪૪૯ અમને ભય છે કે આપણે – આપણા ઘણાખરા આગેવાનો – કંઈક આવે જ માર્ગે જઈ રહ્યા છીએ. પરિણામે, જૈન સંઘ અને જૈન સમાજનું શરીર તેજહીન, શક્તિહીન અને ગૌરવહીન બની રહ્યું છે એ કડવું સત્ય આપણા ધ્યાનમાં આવતું નથી. બીજી મોટીમોટી વાતો તો બાજુએ રહી, આજે તો કુટુંબનો નિર્વાહ કેવી રીતે કરવો એ જ મહામુશ્કેલ પ્રશ્ન બની ગયો છે. જેઓનાં મગજ હજુ પોતાની આસપાસના ચમકતા ચાંદી-સોનાના સિક્કાઓના નશામાં ઘેરાયેલાં છે, તેઓને દિવસે-દિવસે વધુ ને વધુ ફેલાતી જતી આ મુશ્કેલીનો ખ્યાલ ન આવે, તેથી સાચી પરિસ્થિતિમાં કશો ફેર પડવાનો નથી. સાચી પરિસ્થિતિ તો એક દિવસ રાક્ષસીની જેમ પોતાનું વિકરાળ રૂપે પ્રગટ કરીને જ રહેવાની છે. એ રૂપ એવું ભયંકર હશે કે જેમાં ધનવાન અને ગરીબ, બધા જ ભરખાઈ જવાના. અમે ઇચ્છીએ છીએ કે રોજ-બ-રોજ વધુ ને વધુ વિષમ બનતી જતી આ પરિસ્થિતિની સામે પાણી પહેલાં પાળ બાંધવાની આપણી અગમબુદ્ધિને કામે લગાડીને આપણે જૈન સમાજના સંરક્ષણ અને સંવર્ધન (યોગક્ષેમ) માટે જાગૃત બની કામે લાગીએ. આ પ્રસંગે એક વાત લખતાં અમને ભારે દિલગીરી થાય છે, છતાં લખ્યા વગર ચાલે તેમ નથી તેથી લખીએ છીએ. જૈનસંઘ ને જૈન સમાજમાં સામાન્ય રીતે સાધુમુનિરાજોનું સારું એવું વર્ચસ્વ છે એ જાણીતી બીના છે. કહેવું હોય તો એમ પણ કહી શકાય કે જેન-સંઘની મોટા ભાગની આગેવાની સાધુ-સમુદાય જ ભોગવી રહ્યો છે. પણ ભારે કમનસીબીની વાત તો એ છે કે પગપાળા ગામે-ગામ, શહેરે-શહેર અને જૈનોનાં ઘર-ઘરનો સંપર્ક સાધતા આ મુનિવરો જૈન સમાજનું અત્યારનું દુઃખ અને જૈન ભાઈ-બહેનોની આર્થિક મુશ્કેલી સમજવામાં સાવ પાછળ છે, એટલું જ નહીં, તેમાં સાવ નિષ્ફળ ગયા છે. સમાજ સાથેનું તેઓનું વર્તન આજે પણ એવું બેદરકારીભર્યું છે કે જાણે તેમને આ વાતનો સ્પર્શ જ થયો નથી. કોઈ-કોઈ વાર કોઈ-કોઈ સ્થળે કોઈક મુનિરાજે જૈનોની સ્થિતિ પરત્વે દુઃખના ઉદ્દગાર કાઢીને તે માટે કંઈક કરવાની વાત કહ્યાના કેટલાક દાખલાઓ અમારા આ લખાણના જવાબ રૂપે ટાંકવા હોય તો જરૂર ચંકી શકાય; પણ આજે તો સ્થિતિ એવી ભયંકર પ્રવર્તે છે કે જેમના હાથમાં સમાજનું સુકાન છે તેઓમાં જો કર્તવ્યનું ભાન જાગતું હોય તો તેમને ઘડીભર પણ ચેન ન પડે એટલી ઉત્કટતાપૂર્વક આ સવાલ એમના દિલમાં સૌથી મોખરે રહેવો જોઈએ. આવી ઉત્કટતાપૂર્વક આ સવાલનો વિચાર આપણા મુનિવરો નથી કરી શક્યા એમ કહેવું એ ભલે કડવું હોય, છતાં સત્ય છે. Page #473 -------------------------------------------------------------------------- ________________ જિનમાર્ગનું જતન અને આમ થવામાં કેવળ આપણા ધર્મગુરુઓ એકલાનો પણ દોષ નથી. સમાજનું એક બીજું દુર્ભાગ્ય એ થયું છે કે આપણા ધર્મગુરુઓ અને આપણા ધનપતિઓ એકબીજાની સાથે એવા સંકળાઈ ગયા છે અને એકને ધનની અને બીજાને પ્રશંસાની એવી તાલાવેલી લાગી છે કે તેમને સમાજનાં સુખદુઃખનો વિચાર કરવા જેટલી ફુરસદ પણ, જાણે, મળતી નથી, નહીં તો જે સમાજનો ધનપતિ એકાદ ઉત્સવમાં પણ હજારો રૂપિયાનો વ્યય કરવાની શક્તિ ધરાવતો હોય, તે સમાજમાં દીનતા અને દરિદ્રતા કઈ રીતે ઘર કરી શકે ? આ ધનવાનો અને આપણા ધર્મગુરુઓની ધનવ્યયની આ પ્રવૃત્તિ જોઈએ છીએ ત્યારે, સહજ રીતે, નાગા અને ભૂખ્યા માનવીને ઘરેણાથી શણગા૨વાનો પ્રયત્ન આપણે આદરી બેઠા હોઈએ એમ લાગ્યા વગર નથી રહેતું. પણ આપણા ધનપતિઓ અને આપણા ધર્મગુરુઓ એટલું તો જરૂર ધ્યાનમાં રાખે કે સંઘ કે સમાજનો આત્મા એનાં સુખી અને શક્તિશાળી સામાન્ય પુરુષો અને સ્ત્રીઓ છે. ૪૫૦ પોતાની આસપાસના ધનના ચળકાટ અને ઉત્સવ-મહોત્સવોના ભપકાની પારાશીશીથી જેઓ આખા જૈન સમાજને તેવો સુખી, સમુદ્ધ અને સંપન્ન માની લેવા માગતા હોય, તેઓ પોતાના પગમાં પગરખાં હોવા માત્રથી આખી પૃથ્વીને ચામડે મઢેલી માની લેવાની ભૂલ કરી રહ્યા છે એમ અમે માનીએ છીએ. જૈન ભાઈ-બહેનોની નિર્વાહની મુશ્કેલી અમને તો અપાર લાગે છે; એનો પાર પામવાનું એકલે હાથે શકય નથી. બળવાન નિર્બળને, સુખી દુઃખીને અને ધનવાન નિર્ધનને ગળે લગાડવા તૈયાર નહીં થાય, તો આ મુશ્કેલીના સમયમાં ન જાણે આપણા કેટલા સહધર્મીઓ નામશેષ થઈ જશે. તેથી અમે આપણાં આગેવાનોને, આપણા ધર્મગુરુઓને અને આપણી સંપત્તિશાળી સંસ્થાઓને ભારપૂર્વક વિનવીએ છીએ, કે જરાક આંખો ઉઘાડી, તેને ભૂતકાળનાં મનોરમ દૃશ્યો ઉપરથી ખસેડીને અત્યારનાં હૃદયદ્રાવક ચિત્રો ઉપર ઠેરવો, અને જૈન સમાજની આ ભયંકર મુશ્કેલીમાં તમારા કર્તવ્યને જાગૃત કરી આપણો સર્વનાશ અટકાવવામાં કામે લાગો. ઉપાય આ પરિસ્થિતિમાં આજે અહીં જીવનનિર્વાહનાં સાધનો અંગે વિચારવું રહ્યું; તે એટલા માટે કે જીવનનિર્વાહની મુશ્કેલીનો અંત મુખ્યત્વે એનાં સાધનો નવેસરથી શોધી કાઢવામાં જ સમાયેલો છે. (તા. ૭-૧૦-૧૯૫૦) Page #474 -------------------------------------------------------------------------- ________________ જીવનનિર્વાહના પ્રશ્નો અને ખર્ચાળ રિવાજો : ૧ ૪પ૧ જૈનધર્મનો પ્રચાર જ્યારે કોઈ એકાદ વર્ણ કે કોઈ એકાદ વર્ણની અમુક જ્ઞાતિઓ પૂરતો બંધિયાર નહોતો થયો, ત્યારે તો જાતજાતનો ધંધો ખેડનારાઓ જૈનધર્મના અનયાયી હતા કે બની શકતા. ત્યારે જૈનધર્મ એ નિર્મળ વહેતી સરિતા સમો સર્વજનસુલભ હતો, અને જેનું દિલ ચાહે તે માનવી એ સરિતાનાં નીરમાં નિર્મળ બની શકતો. પણ કોણ જાણે શાથી, સમયના વહેવા સાથે એ સદા વહેતી સરિતાએ બંધિયાર સરોવરનું અને વધુ આગળ જતાં નાના-સરખા તળાવનું રૂપ લઈ લીધું. ધીમેધીમે જૈનધર્મનો પ્રચાર સર્વ વર્ગોમાંથી ખસીને બહુ મોટે અંશે વૈશ્યવર્ણમાં જ, અને વૈશ્યવર્ણની પણ અમુક-અમુક જ્ઞાતિઓમાં જ રહ્યો. અત્યાર લગી તો જૈનધર્મના પ્રચાર-પ્રદેશની આવી હીયમાન (ઘસાતી) સ્થિતિ રહી છે. આગળ પણ ઘસારાનો આ જ ક્રમ ચાલુ રહેવા દેવો છે કે એમાં કંઈ ફેરફાર કરવો છે એ વિચારવાનું કામ જેનધર્મના અનુયાયીઓનું પોતાનું છે. અમને ચોક્કસ લાગે છે. કે જૈનધર્મની ઘસાતી સ્થિતિ રોકવી હોય તો આ ભૂતકાળના પ્રકાશમાં સાવ નવેસરથી આપણાં જીવનનિર્વાહનાં સાધનોનો આપણે વિચાર અને પ્રચાર કરવો જોઈશે. એક બીજી વાતઃ કોઈ પણ સમાજ કે સમૂહની મુશ્કેલી કે આબાદીનાં મૂળ એમાંની વ્યક્તિઓમાં જ રોપાયેલાં હોય છે - વ્યક્તિદીઠ વળગેલી મુશ્કેલી કે આબાદીનો જ્યારે એકી સાથે સામૂહિક રૂપે વિચાર કરીએ ત્યારે એ વિચાર સામાજિક મુશ્કેલી કે સામાજિક આબાદીરૂપે દર્શન દે છે એટલું જ; મુખ્ય પાયો તો વ્યક્તિ પોતે જ છે. બીજાઓ અમુક હદ લગી સાધનરૂપે કે નિમિત્તરૂપે જરૂર ઉપયોગી થઈ શકે, પણ મુખ્ય કામ તો વ્યક્તિએ પોતે જ માથે લેવું જોઈએ. શરીરમાં થોડેઘણે અંશે પણ ચેતના મોજુદ હોય તો જ ઔષધ એને ઉપયોગી થઈ શકે. તેથી અત્યારના સંજોગોમાં જીવનનિર્વાહ શી રીતે થઈ શકે એમ છે અને પોતાનું તથા પોતાની સંતતિનું સંરક્ષણ અને સંવર્ધન કયા માર્ગે થઈ શકવાનું છે એનો વિચાર પ્રત્યેક વ્યક્તિએ પોતે કરવાનો છે. અલબત્ત, જેઓમાં દીર્ઘદ્રષ્ટિ અને કાબેલિયત હોય એવા આગેવાનોએ પણ એ માર્ગ ક્યા-કયા હોય એના સમાજવ્યાપી પ્રચાર કરતાં રહી એની પ્રતિષ્ઠા કરવામાં પોતાનો ફાળો આપવાનો છે. જૈનધર્મના અનુયાયીઓનું વર્તુળ જેમ-જેમ નાનું થતું ગયું, તેમ તેમ તેના નિર્વાહના માર્ગો પણ ઓછા થતા ગયા. છેલ્લે-છેલ્લે અંગ્રેજી અમલની દોઢ-બે સદીઓ દરમ્યાન તો એ સવિશેષ ઓછા થઈ ગયા. જેને આપણા લોકો ઊજળો ધંધો' કહીને ઓળખાવવા ટેવાઈ ગયા છે એવા ધીરધાર, વ્યાજવટાવ, વેપારવણજ, દલાલી, આડત, યાંત્રિક હુન્નર ઉદ્યોગ જેવા ઓછી મહેનતે વધુ લાભ અપાવનાર વ્યવસાયો અને Page #475 -------------------------------------------------------------------------- ________________ ૪૫૨ જિનમાર્ગનું જતન નામાઠામા કે મુનીમ-કારકુનગીરી જેવી બેઠાડુ નોકરીઓ મુખ્યત્વે જૈનોના જીવનનિર્વાહનું સાધન બની ગયા હતાં. પરિણામે શ્રમસાધ્ય કે વધુ મહેનત માગતાં કાર્યો આપણે છોડી દીધાં; અથવા વધુ ચોકસાઈથી કહેવું હોય તો એમ કહેવું જોઈએ કે એવા શ્રમસાધ્ય ધંધા કરનારાઓ પ્રત્યે આપણે એક પ્રકારની સૂગ કેળવી દીધી અને એમના સામાજિક દરજ્જાને આપણે નીચો ગણવા ટેવાઈ ગયા. એકંદરે આ ઊજળા ધંધાઓએ જૈનોને ઠીકઠીક લાભ કરી આપ્યો એમ પણ સ્વીકારવું જોઈએ. પણ આ પરિસ્થિતિ પણ ભૂતકાળની વાત બની ગઈ છે અથવા ઝપાટાભેર પલટાય છે એ હકીકત જેનોની વધુ ને વધુ કથળતી જતી આર્થિક સ્થિતિ જોતાં દીવા જેવી સ્પષ્ટ થઈ જવી ઘટે. જે ગઈ કાલે હતું તે આજે નથી, અને જે આજે છે તે આવતી કાલે રહેવાનું નથી એવાં એંધાણ ચોખ્ખાં જણાઈ રહ્યાં છે. એટલે સમાજની આ ઘસાતી જતી સ્થિતિનું ચિત્ર જેઓ જઈ શકતા હોય તેઓએ તેમ જ પ્રત્યેક વ્યક્તિએ સમયને પારખીને આપણા જીવનનિર્વાહના સાચા માર્ગોનો નવેસરથી - અને કદાચ ક્રાંતિકારક લાગે તેવી રીતે વિચાર કરવો જોઈએ એમ લાગ્યા વગર રહેતું નથી. જો આપણે બરાબર જોઈ શકીએ તો આપણને જણાયા વગર નહીં રહે કે આખી દુનિયા અત્યારે જાણે ઊકળતા ચરુમાં હોમાઈ ગઈ છે. અને દુનિયાનાં પુરાણાં તોલમાપ નવાં રૂપરંગ ધારણ કરવા માંગતા હોય અને એમાંથી સાવ નિરાળા પ્રકારનો જીવનનો ઘાટ ઘડાવાનો હોય એવી ઝંઝાવાત જેવી સ્થિતિ બધે ય પ્રવર્તી રહી છે, અને દુનિયાના શાણા પુરુષો એમાં પણ ટકી શકાય એ રીતે નિર્વાહના માર્ગોનું નવનિર્માણ કરવામાં લાગી ગયા છે. જ્યારે સર્વત્ર આ સ્થિતિ થઈ ગઈ હોય તો તેમાંથી આપણે અળગા રહી શકીએ એ સર્વથા અશકય છે. તેથી જ આપણે આપણાં સાધનોમાં પણ અનુરૂપ ફેરફારો સ્વીકારવા તૈયાર થવું જોઈએ એ સ્પષ્ટ છે. આ સાધનોની પસંદગીની દિશા કેવી હોઈ શકે તે માટે થોડોક નિર્દેશ કરવો ઉપયોગી થઈ પડશે. પહેલું તો એ કે શ્રમસાધ્ય કે કપડાંને બગાડે એવાં કામો પ્રત્યે આપણે જે સૂગ દાખવીએ છીએ તે દૂર કરીને તેના સ્થાને શ્રમ પ્રત્યે આપણે આદર કેળવવો જોઈએ. આમ થવાથી અત્યારે જીવનનિર્વાહ માટે અનિવાર્ય એવાં સામાન્ય લાગતાં કામો કરવા તરફ પણ આપણે વળી શકીશું; એટલું જ નહિ, આપણી આધ્યાત્મિકતામાં પણ તેથી એક પ્રકારની શુભ્રતા આવી શકશે, અને સાથે-સાથે આજની આપણી ધાર્મિકતા અર્થપરાયણ થઈ ગઈ છે તે દોષનું પણ નિવારણ થશે. બીજુ એ કે મોટાઈનો ખ્યાલ છોડીને દરેક પુરુષ સ્ત્રીઓ અને બાળક-વૃદ્ધ સુધ્ધાં પોતે આર્થિક દૃષ્ટિએ ઉપયોગી થઈ શકે એ રીતે દરરોજ અમુક સમય કામમાં વિતાવવો Page #476 -------------------------------------------------------------------------- ________________ જીવનનિર્વાહના પ્રશ્નો અને ખર્ચાળ રિવાજો : ૧ જોઈએ. આ માટે ઘેર બેઠાં થઈ શકે તેવાં કાર્યો કે સાવ સહેલા અને બહુ જ ઓછા ખર્ચે થઈ શકે એવા ગૃહઉદ્યોગોને અપનાવવા જોઈએ. બીજું કંઈ ન થઈ શકે તો કુટુંબનાં કાર્યો માટે નોકરો રાખવાની ટેવ તો જરૂ૨ છોડવી જોઈએ; આટલા અંશે તો દરેકે સ્વાશ્રયી થવું જ જોઈએ. ત્રીજી અને મુખ્ય વાત એ કે પહેલાં તો સ્થિતિ સાવ જુદી હોવા છતાં, છેલ્લેછેલ્લે આપણે ખેતીના કામ પ્રત્યે માત્ર સૂગ જ ન કેળવી; પણ એની આસપાસ અધાર્મિકતાના દોષનું આરોપણ એવું કરી દીધું કે ધીમેધીમે ખેતી જૈનોના રસ્તામાંથી સાવ અળગી થઈ ગઈ; અથવા જેઓ એ કામ કરતા હતા તેમની ધાર્મિકતાનો આંક આપણે નીચે ઉતારી દીધો ! આમાં પણ એટલું તો હતું જ કે જો થોડા કામે વધુ પૈસા મળતા હોય તો ગમે તેવાં કારખાનાં ચલાવવામાં, અરે, ચામડાનો સટ્ટો કરવામાં પણ આપણે અધર્મ ન જોયો; તેમ બીજાના ભોગે જાગીરદારોની ઢબે ખેતીના ધંધાનો મોટા ભાગનો આર્થિક લાભ લેવાનું પણ આપણે ચૂક્યા નથી ! પણ સરવાળે ખેતીને આપણે વખોડી જ છે ! પણ હવે જે સમય આવ્યો છે તેમાં કારખાનાં કરવાં દરેક માટે શકચ નથી, અને જતે દહાડે એનો કબજો રાજ્યના હાથમાં ચાલ્યો જાય એવો પૂરો સંભવ છે. એટલે પછી અર્થોપાર્જનના સહુથી ઉત્તમ સાધન તરીકે માત્ર ખેતી જ આવીને ઊભી રહે છે. અને આપણા પૂર્વજોની ‘ઉત્તમ ખેતી’ એ અનુભવવાણી આ યુગમાં બરાબર સાચી પડવાની. વૈશ્યની ઓળખાણ આપતાં આપણા શાસ્ત્રગ્રંથોમાં પણ અવશ્ય ઋષિપશુપાત્યાદિના એમ કહીને ખેતીનું બહુમાન કરેલું જ છે. એટલે ધીમે-ધીમે ખેતી તરફ આપણો પ્રેમ વધે તો જ ગામડાંમાંના મોટા ભાગના જૈનોના જીવનનિર્વાહનો પ્રશ્ન ઊકલી શકે એમ છે. આ માટે આપણા મુનિવરો જનતાને ખૂબ માર્ગદર્શન કરાવી શકે એમ છે. ઉત્પન્ન કરનાર અને ખરીદનારની વચ્ચે દલાલ તરીકે કામ કરીને ફે વચગાળાનો આર્થિક લાભ મેળવી લઈને આપણે સમૃદ્ધ બની શકતા હતા એ વખત હવે ચાલ્યો ગયો છે. સાથે-સાથે સટ્ટારૂપી વેપાર દ્વારા આપણામાંના કેટલાક સારું એવું ધન ભેગું કરી શકતા હતા એ દિવસો પણ હવે પરવારી જતા હોય એમ લાગે છે. અને બીજી બાજુ સારી એવી આર્થિક સગવડ ન હોય તો કુટુંબનો શ૨ી૨-નિર્વાહ, બાળકોનું શિક્ષણ અને પોષણ વગેરે ભારે મુશ્કેલ બની જાય એવો વખત આવી પહોંચ્યો છે. આની સામે ટકવા માટે નવાનવા માર્ગો અપનાવ્યા અને અજમાવ્યા વગર આપણો છૂટકો નથી. હવેના અર્થકારણમાં પરિશ્રમને મોખરાનું સ્થાન મળવાનું હોવાથી આપણા જીવનપંથો આપણે એ રીતે નવેસરથી નક્કી કરવા જોઈએ. ૪૫૩ Page #477 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ જિનમાર્ગનું જતન ગમે તે ધંધો કરતી વખતે આપણે “ન્યાયસંપનવિભવ'નું ગુરસૂત્ર ધ્યાનમાં રાખીશું તો અધાર્મિકતાના દોષમાંથી જરૂર બચી શકીશું. બાકી સગવડિયા કે સુખશીલતાનો ઢાંકપિછોડો કરતી ધાર્મિકતાને આગળ કર્યા કરીશું તો આપણી મુશ્કેલીઓ જરા પણ ઉકેલાવાની નથી એટલે આપણે સમજી રાખીએ અને નવા સમયનો નવાં સાધનોથી સામનો કરવા કમર કસીએ. (તા. ૧૪-૧૦-૧૯૫૦) ધર્મદ્રષ્ટિ પહેલી બે બાબતો મુશ્કેલીઓ અને સાધનોની ચર્ચાનો સંબંધ સીધેસીધો વર્તમાન પરિસ્થિતિ સાથે છે, જ્યારે આનો સંબંધ કેવળ વર્તમાન સાથે જ નહીં, પણ ત્રણે કાળ સાથે છે. જીવનનિર્વાહની દૃષ્ટિના સંબંધમાં બહુ જ ટૂંકમાં કહેવું હોય, તો કહી શકાય કે “જેનો અંત સારો તે આખું સારું' એ સૂક્તિ મુજબ જે જીવનનો અંત સ્વસ્થતા, સમતા, શાંતિ સાથે આવે એ જીવન ધન્ય. આપણે આપણી રોજની પ્રભુપ્રાર્થનામાં (જય વીયરાય' સૂત્રમાં) આવા સમઢિમા” (સમાધિપૂર્વકના મરણ)ની માગણી જ કરીએ છીએ ! પણ જીવનનો અંત સમાધિભર્યો આવે એવી પ્રાર્થના કરવી જેટલી સહેલી અને મધુર છે, એટલું એ ભાવનાને જીવનમાં સાચેસાચી રીતે ચરિતાર્થ કરી બતાવવાનું કાર્ય સહેલું નથી. સમગ્ર જીવન દરમ્યાન જીવનનિર્વાહની દૃષ્ટિ માત્ર સાંસરિક વિકાસ તરફની નહિ, પણ આત્મબળ અને આત્મશુદ્ધિનો વિકાસ સાધવાના વલણવાળી હોય તો જ આ પ્રાર્થના ફળી શકે; અને એને માટે એકમાત્ર ઉપાય તે સતત આત્મજાગૃતિ જ છે. ગમે તે પ્રવૃત્તિ આદરવા છતાં એ જાગૃતિ જ એ પ્રવૃત્તિની પ્રેરક બની રહેવી જોઈએ, એમાં જેટલું પણ અલન થાય તેટલે અંશે પ્રગતિમાં અચૂક ખામી આવવાની જ. ભગવાન મહાવીરના “સમયે યમ મા પમાયા' (હે ગૌતમ ! એક “સમય” જેટલા સૂક્ષ્મ કાળનો પણ પ્રમાદ ન કરીશ) એ પયગામનું રહસ્ય આ જ છે. જે ઘોડાને આપણે દશેરાની શરતમાં પહેલો લાવવા ઇચ્છતા હોઈએ, તેની કેળવણી આખા વર્ષ લગી સતત રીતે કરવામાં આવે તો જ એ ઇચ્છા ચરિતાર્થ થઈ શકે – એના જેવી આ વાત છે. આ તો કંઈક વ્યક્તિની આધ્યાત્મિક ભૂમિકાને લગતી વાત થઈ, પણ અહીં તો માનવીએ સામાજિક કલ્યાણ જળવાય તે માટે જીવનનિર્વાહની દૃષ્ટિ કેવી રાખવી જોઈએ એની વિચારણા પ્રસ્તુત છે. આ નોંધનો મુખ્ય આશય આ હોવા છતાં અમે અહીં જે આધ્યાત્મિક લાગે એવી વિચારણા કરી છે તે સહેતુક છે; તે હેતુ એ કે એ વિચારણામાંથી જ સામાજિક દૃષ્ટિનો માર્ગ પ્રફુલ્લિત થઈ જાય છે અથવા સૂઝી આવે છે. Page #478 -------------------------------------------------------------------------- ________________ જીવનનિર્વાહના પ્રશ્નો અને ખર્ચાળ રિવાજો : ૧ ૪૫૫ એટલે કે પોતાની અંગત પ્રવૃત્તિઓ વખતે માનવીએ જેમ પોતાની આત્મશુદ્ધિનું સતત ભાન રાખવાનું હોય છે, તેમ પોતાની સાંસારિક પ્રવૃત્તિઓ વખતે પોતાની આસપાસના સમાજની વ્યવસ્થાને ધક્કો ન લાગે કે એ વ્યવસ્થામાં અવરોધ પેદા ન થાય તેનું પણ પૂરેપૂરું ધ્યાન રાખવાનું હોય છે. જોઈ શકાશે કે સામાજિક અને આત્મિક બંને માર્ગોનો અહીં સંગમ છે. જે સામાજિક કલ્યાણનો ખ્યાલ રાખી શકે તેની પ્રવૃત્તિ આત્માને કલુષિત કરનારી જવલ્લે જ બની શકે, અને જે આત્મશુદ્ધિનો ખ્યાલ રાખી શકે તેની પ્રવૃત્તિ સમાજને નુકસાન કરનારી તો ન જ હોય; ઊલટું, સમાજને પ્રગતિના માર્ગે લઈ જઈ શકે. આનો અર્થ એ થયો કે માનવીએ પોતાના જીવનનિર્વાહની દષ્ટિ સામાજિક કલ્યાણથી જરા પણ અળગી ન પડે એ રીતે કેળવવી અને સ્થિર કરવી જોઈએ. આનું મુખ્ય કારણ એ છે, કે માણસ પોતે સામાજિક પ્રાણી હોઈ એને સામાન્ય જનસમૂહમાં જ રહેવું ગમે છે. પોતાની આસપાસ જો સમાજ ન હોય તો માનવીને સુંદર પહેરવું, શણગાર કરવો, ધન ભેગું કરવું વગેરે કશું ગમે જ નહીં. એટલે સમાજ એ માનવીના જીવનનું પ્રેરણાબળ છે એમ કહી શકાય, અને જ્યાંથી પોતાને પ્રેરણા-બળ મળતું હોય તેને જરા પણ હાનિ ન પહોંચે એ રીતે વર્તવું એ માનવીની પવિત્ર ફરજ બની જાય છે. દુનિયામાં સમયે-સમયે પ્રવર્તતી મુશ્કેલીનાં મૂળ (ભાગ્યની વાત છોડીએ તો) માનવીએ પોતાની પ્રવૃત્તિમાં સામાજિક કલ્યાણનો ખ્યાલ અળગો કર્યો એમાં જ રહેલાં છે. આમાંથી આપણા આપ્ત પુરુષોએ ઠેર-ઠેર દર્શાવેલા અપરિગ્રહના સિદ્ધાંતની નજીકમાં જઈ પહોંચીએ છીએ. ન્યાયસંપનવિભવ અર્થાત્ પ્રામાણિકતાયુક્ત કમાણી તો અપરિગ્રહનો આત્મા જ છે એ સમજાવવાની જરૂર ન હોય. એટલે જે સમાજમાં અંદરોઅંદર જેટલા અંશે આર્થિક વિષમતા ઓછી, તેટલા અંશે એ સમાજ વધુ સુખી. સમાજને સંગઠિત અને સુવ્યવસ્થિત રાખનારો આપણો આ અપરિગ્રહનો પુરાતન સિદ્ધાંત એ જ આજની નવી પરિભાષામાં સંપત્તિના ટ્રસ્ટીશિપ(વાલીપણાનો સિદ્ધાંત સમજવો; કારણ કે, એ બંને પાછળની ભાવના એક જ છે. માનવી પોતે જેટલું રાંધે છે તે બધું પોતે જ ખાઈ જતો નથી એ આપણા રોજના અનુભવનું સત્ય આર્થિક ક્ષેત્રને પણ લાગુ પડે છે; એ લાગુ કરવામાં આપણે જેટલા ચૂકીએ છીએ તેટલી આપણી સામાજિક સ્થિતિ વણસતી જાય છે. ગજા ઉપરાંત ખાવાથી જો બેચેની કે રોગ થયા વગર ન રહેતાં હોય, તો ઉપભોગના ગજા ઉપરાંતનું ધન ભેગું કરવાથી પણ દોષ ઉત્પન્ન થયા વગર કેમ રહે? વાલીપણાનો સિદ્ધાંત એ કહે છે કે કદાચ તમારી પાસે જરૂર કરતાં વધુ ધન ભેગું થઈ જાય તો તમે એનો સમાજના કલ્યાણ માટે છૂટથી ઉપયોગ કરી જે જ્યાંથી આવ્યું છે તેને તે માર્ગે વહાવી જનહિત Page #479 -------------------------------------------------------------------------- ________________ ૪પ૬ જિનમાર્ગનું જતન સાધો. અપરિગ્રહ તો આગળ વધીને એમ કહે છે કે જરૂર કરતાં વધારે ભેગું જ ન કરો, કે જેથી એની ગડમથલમાં પડવું ન પડે. આ અપરિગ્રહ કે ટ્રસ્ટીશિપની ભાવનાને ભૂલીને માણસ જ્યારે કેવળ પોતાની પાસે ધન ભેગું કરવામાં જ પાગલ બને છે, ત્યારે એ ક્રમેક્રમે ભેગા થયેલા ધનના દોષોની સામે સામ્યવાદ કે એવી જ કોઈ ભયંકર અને જલદ વસ્તુ આવી પડે તો તેને શી રીતે રોકી શકાય? આવું થવા ન પામે, અને ખાડાટેકરા જેવી વિષમતામાં સમાજ ના સપડાતાં સમાજમાં સમતા પ્રવર્તે તે માટે માનવીએ પોતાની જીવનનિર્વાહની દૃષ્ટિનો ધ્રુવતારક સામાજિક કલ્યાણને બનાવવો જોઈએ. સમાજકલ્યાણનો ખ્યાલ રાખનારનું કદી અકલ્યાણ નથી થવાનું એવી અટળ શ્રદ્ધા આ દૃષ્ટિનો પાયો છે. વ્યક્તિ અને સમાજમાં કોને કેટલું મહત્ત્વ આપવું જોઈએ એ વિવેક ઉપર જ જીવનનિર્વાહની દૃષ્ટિનો મુખ્ય આધાર છે. વ્યક્તિ તો આજે છે અને કાલે નથી; સમાજ તો સદાકાળ રહેવાનો જ છે. એટલે જીવનનિર્વાહની મુશ્કેલીઓનો પાર પામવા માટે આપણે જે કંઈ પણ સાધનોનો આશ્રય લઈએ તે સ્વ-પરનું કલ્યાણ કરી શકે એવાં જ હોવાં જોઈએ; પણ એવાં તો કદી પણ ન હોવાં જોઈએ કે જે આપણું દેખીતું હિત સાધીને સમાજને માટે શાપરૂપ બનતાં હોય – જેમ આજે ઠેરઠેર જોવામાં આવે છે ! સમાજના કલ્યાણમાં જ સંસ્કારિતા અને સલામતી બંને સમાયેલી છે. આપણે એવી જીવનનિર્વાહની દૃષ્ટિ કેળવીને સ્થિર ઉદયને આરાધીએ. (તા. ૨૧-૧-૧૯૫૦) (૨) પહેલ કોણ કરે? શિયાળો બેસે, ટાઢનો અનુભવ થવા લાગે, શરીરની અંદરની તાકાત ઓસરી ગઈ હોય અને ગરમ વસ્ત્રો વગેરે સામગ્રીનો અભાવ હોય એવા સમયે માનવી જે અસહાય સ્થિતિનો અનુભવ કરે, એવી જ સ્થિતિનો અનુભવ, લગ્નગાળો બેસતાં, જેઓને લગ્નના ભારે ખર્ચાળ રીતરિવાજોનો સામનો કરવાનો વખત આવે છે એમને થાય છે. જેને સમાજ કે આ દેશના ઉજળિયાત ગણાતા બીજા સમાજોનાં મોટા ભાગનાં (લગભગ નેવું ટકા જેટલાં) ભાઈ-બહેનો માટે લગ્નના જંગી ખર્ચને કેવી રીતે પહોંચી વળવું એ એક ભારે મૂંઝવણભરેલો કોયડો બની ગયો છે. આ કોયડાએ અત્યારે Page #480 -------------------------------------------------------------------------- ________________ જીવનનિર્વાહના પ્રશ્નો અને ખર્ચાળ રિવાજો : ૨ ૪પ૭ અમરવેલ જેવું રૂપ ધારણ કરવા માંડ્યું છે. આ સ્થિતિમાંથી સમાજને બચાવી શી રીતે શકાય? એક રળે અને અનેક ખાય એ સ્થિતિ જ હવે તો બિનકુદરતી લાગે છે. ભૂતકાળમાં જે કંઈ નમ્યું એના ભરોસે એવી આંધળી માન્યતાને મનમાં સંઘરી રાખવી કે એ તો એમ જ ચાલ્યા કરે, તો એમાં આપણે ભીંત ભૂલીશું. ભૂતકાળમાં જેને આપણે નમ્યું ગણીએ છીએ એ પણ કેવું મળ્યું હતું અને એનો આખરી અંજામ શું આવ્યો એ પણ જરા વિચારવા જેવી બાબત છે. ત્ર કૃત્વા કૃત વિવેત (દેવું કરીને ઘી પીવું)ની જેમ છેલ્લામાં છેલ્લો પૈસો ખર્ચવા ઉપરાંત દેવું કરીને પણ બધા રીતરિવાજોનું પાલન કરવું એ છે અત્યારના ઊજળા ગણાતા અને બહારથી ફુલફટાક થઈને ફરતા મધ્યમવર્ગની સ્થિતિ. બીજી બાજુ જેને આપણે હલકા વર્ણના ગણીએ છીએ એવા મજૂરો, ખેડૂતો, કારીગરોમાં સૌ રળે (અથવા મોટા ભાગના રળે) અને સૌ ખાય એવી સ્થિતિ સરજાતી જાય છે. એમને ય લગ્ન વગેરેના ખર્ચા તો વળગેલા જ છે, પણ હવે એમની આર્થિક સ્થિતિ એવી સુધરતી જાય છે, કે એવા ખર્ચા એમને બોજારૂપ લાગતા નથી – અરે, હોંશેહોંશે બે પૈસા વાપરી પણ શકે. આ ઊજળા અને બિનઉજળા લેખાતા વર્ગોની આર્થિક સ્થિતિનું પૃથક્કરણ કરીને એનું સ્પષ્ટ ચિત્ર રજૂ કરવું હોય તો ટૂંકમાં એટલું જ કહી શકાય કે વાણિયો સોનુંચાંદી વેચવા માંડ્યો છે, મજૂર સોનું-ચાંદી ખરીદવા માંડ્યો છે ! અને છતાં ય ઉજળિયાત વર્ગને પોતાના ખર્ચાળ રીત-રિવાજોનું વળગણ એવું સજ્જડ લાગેલું છે કે એમાંથી એણે કેમ કરી મુક્તિ મેળવવી એ એને સૂઝતું નથી; અરે, કેટલાકને તો આમાંથી છૂટવાની જરૂર છે એ વાત પણ હજુ સમજાતી નથી! આજે કદાચ આ બે વર્ગો વચ્ચેનો ભેદ કોઈને સ્પષ્ટ ન સમજાય અને પોતાનો સમાજ કેવા વિચિત્ર અને વિષમ સંજોગોમાં મુકાઈ ગયો છે એનું સાચું ચિત્ર એના મનમાં ન ઊઠે એ બનવાજોગ છે, કારણ કે ભૂતકાળની ખુમારીનો કેફ ઊતરવો સહેલો નથી. પણ અણગમતું દશ્ય કંઈ આંખો બંધ કરી દેવામાત્રથી અળગું થઈ જતું નથી. એ માટે તો સાચી દિશાનો પુરુષાર્થ જ કરવો ઘટે. અત્યારે વધતી જતી આર્થિક મુશ્કેલી સામાન્ય જનસમૂહને ન સમજાય એ બનવાજોગ છે. પણ સમાજના આગેવાનો કે જે ટૂંકા વર્તમાનકાળને નહીં પણ અતિવિસ્તૃત એવા ભૂતકાળનો વિચાર કરી શકે એમ છે, એમણે દીર્ધદષ્ટિ વાપરીને વિચારવાની જરૂર છે કે આવી અવળી મજલ જ જો હજુ પણ ચાલુ જ રહી, તો આપણો સમાજ ક્યાં જઈને ઊભો રહેશે. Page #481 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ જિનમાર્ગનું જતન એટલે અમને લાગે છે કે સમાજને આવા આત્મઘાતના પંથેથી પાછો વાળવાની જવાબદારી આપણા વિચારક આગેવાનોની છે. તેઓ જો રાહ નહીં બતાવે, તો આજે ભલે તેઓ પોતાની જાતને સલામત માનતા હોય, પણ એમને પોતાને પણ ક્યારેક ને ક્યારેક આ આર્થિક આંધીમાં સપડાવાનો વખત આવ્યા વગર નથી રહેવાનો: પૈસાને પડખું બદલતાં વાર નથી લાગતી. વળી, આજે તો આખી દુનિયાનું અર્થકારણ ક્રાંતિકારી, પલટો લઈ રહ્યું છે. ખરી રીતે તો આપણા આગેવાનો કે શ્રીમંતો સમાજને ખર્ચાળ રીતરિવાજોમાંથી બચાવી લેશે તો એમણે પોતાની જાતને અને પોતાનાં સંતાનોને જ બચાવી લીધાં લેખાશે. જો આપણા મોવડીઓ આ દિશામાં ચાલવા તૈયાર હોય તો સમાજ તો એમને અનુસરવા તૈયાર જ છે એમાં જરા ય શંકા નથી. આનું કારણ સ્પષ્ટ છે : આજે સાચી પરિસ્થિતિની સમજણ તો લગભગ બધાને મળી ગઈ છે, પણ એ સમજણ હોવા છતાં સાચી દિશામાં આચરણ માટે એમની હિંમત ચાલતી નથી. એટલે સમાજના શ્રીમંતો અને આગેવાનોએ સમાજમાં આવી હિંમતનો સંચાર કરવાનો છે અને આવી હિંમત ત્યારે જ આપી શકાય, જ્યારે શ્રીમંતો જે કંઈ સમાજ પાસે કરાવવું છે એની શરૂઆત પોતાના ઘરઆંગણેથી કરે. આપણો ગુરુવર્ગ ધારે તો આ દિશામાં ઘણું કામ કરી શકે એમ છે; સમાજને વિનાશના માર્ગે જતાં રોકીને વિકાસના માર્ગે દોરી જવો એ જવાબદારી સૌથી વધારે એમની છે. એક તો, પાદવિહાર કરતાં ગામોગામ ફરતાં હોવાથી, તેઓ ધારે તો સમાજની સાચી સ્થિતિનો ખ્યાલ બહુ સહેલાઈથી મેળવી શકે એમ છે. બીજું, સમાજમાં એમનું ચલણ પણ ઘણું છે. એટલે બીજાઓને માટે જે કામ બહુ મુશ્કેલ હોય, તે એમને માટે સહજસાધ્ય બની શકે એમ છે. વળી એમને પોતાને તો ગરીબ કે તવંગર ગણાવાનો જરા ય અવકાશ નથી, એટલે જે કંઈ કહેવું હોય તે તેઓ સાવ નિર્ભયતાપૂર્વક કહી શકે એમ પણ છે. આમ છતાં એમના જ હાથે, ધર્મના નામે પણ, ધનને જે વધારે પડતી પ્રતિષ્ઠા મળી રહી છે, તે જોતાં તેઓ સમાજને બચાવવા માટે આ દિશામાં કટીબદ્ધ થઈને પ્રયત્ન કરે એ અત્યારે તો ન બનવા જોગ લાગે છે. કદાચ તેઓના મનમાં ઊંડેઊંડે એવો પણ ભય હોય કે જો સમાજને આવા સામાજિક ખર્ચાળ રીતરિવાજોમાંથી પાછા ફરવાનું કહીશું તો જતેદહાડે એ, આજે ધર્મના નામે જે ખર્ચાળ ઉત્સવમહોત્સવો ચાલી રહ્યા છે એ તરફથી પણ મુખ ફેરવી લે. પણ જો આપણામાં ધર્મની સાચી સમજણ હોય તો આવો ભય સેવવાની મુદ્દલ જરૂર નથી; કારણ કે ધર્મની રક્ષા કંઈ ધનથી નહીં, પણ માનવીની પોતાની જીવનશુદ્ધિ અને સમાજશુદ્ધિથી જ થવાની છે. અને જો શુદ્ધિ નહીં હોય તો ધનના ઢગલા પણ ધર્મને નહીં જિવાડી શકે એ નક્કી સમજી રાખવું. એટલે સમાજ ઉપર જેમનું ઘણું Page #482 -------------------------------------------------------------------------- ________________ ૪૫૯ જીવનનિર્વાહના પ્રશ્નો અને ખર્ચાળ રિવાજોઃ ૨ વર્ચસ્વ છે એવા આપણા ગુરુઓએ લગ્નના ખર્ચ ઓછા કરવાનું કહેવું એ હવે કેવળ સુધારાની વાત નથી રહી, પણ એ તો સમાજની જીવાદોરીનું જતન કરવા જેવો અતિ અગત્યનો સવાલ છે. પણ આપણા આગેવાનો કે ગુરુઓ હજી ય ન જાગે તો શું કરવું? આ સવાલનો જવાબ સ્પષ્ટ છે. ડૂબવા માંડેલો માનવી પણ પોતાના ઉપર લાદેલા ભારને ઉતારી ફેંકવા તૈયાર ન હોય, તો છેવટે એ ભાર અને એ માનવી એ બંને ય તળિયે પહોંચવાનાં ! એટલે એણે બીજા શું કહેશે એની ચિંતામાં પડ્યા વગર એ ભારને જ દૂર કરવો રહ્યો. અમે જાણીએ છીએ કે આ વાત વિચારવા જેટલી સહેલી છે, એટલો જ એનો અમલ મુશ્કેલ છે. જ્યાં ગરીબી ગુનો કે નામોશી લેખાતી હોય ત્યાં આમ જ બને છે. વળી જેમ વ્યક્તિના મન ઉપર કષાયોની સજ્જડ પકડ હોય છે, એવી જ રીતે સામાજિક મન ઉપર આવા ખર્ચાળ રીત-રિવાજોની પકડ એવી મજબૂત હોય છે કે એથી જ એમાંથી છટકવું ભારે મુશ્કેલ કામ બની જાય છે. પરિસ્થિતિ તો અત્યારે આપણા શ્રીમંત લેખાતા વર્ગને પણ અકળાવી રહી છે, પણ આમાં પહેલ કોણ કરે, કેવી રીતે કરે એ જ મુદ્દાનો સવાલ છે. એક વાત ચોક્કસ છે કે સૌને આ ખરચાઓ ખટકે છે : સામાન્ય અને મધ્યમવર્ગને તો એને પહોંચી કેવી રીતે વળવું એ દૃષ્ટિએ જ ભારે મૂંઝવણ અને અકળામણ થાય છે. વળી સામાજિક દૃષ્ટિએ વિચારી શકનારા, લાભાલાભનો વિવેક કરી જાણનારા અને પોતાના સાથીઓનો પણ વિચાર કરનારા સમજદાર શ્રીમંતોને તો અત્યારે જે રીતે ગાડરિયા પ્રવાહની જેમ બધું ચાલ્યા કરે છે, તેથી કંઈ સુખ ઊપજતું નથી. ખરચાને પહોંચી વળવાની આર્થિક મુશ્કેલી એમને નથી એટલે તેઓ “પીછેસે ચલી આતી હૈ” એમ ઓઘસંજ્ઞાથી (વહેણના ધક્કાથી) બધું કરે છે તો ખરા; પણ એમને પણ છેવટે પ્રશ્ન તો થાય જ છે કે આ બધું શા માટે, આટલી બધી ધાંધલ અને ધમાલ શેની અને આનું પરિણામ શું. આમ વિચારો તો હવાની જેમ સમાજમાં પ્રસરી ચૂક્યા છે, પણ એમાં પહેલ કોણ કરે એ જ મુખ્ય સવાલ છે. અમારી સમજણ મુજબ આવી પહેલ નીચેની ચાર રીતોમાંથી ગમે તે એક રીતે થઈ શકે : (૧) વિકટ બનતી જતી પરિસ્થિતિનો તાગ મેળવીને, ભેદ ભૂલીને, સમરસ બનીને, આખો સમાજ આવી પહેલ કરે. (૨) ગરીબ કે મધ્યમ વર્ગની આજની વિષમતા અને મુશ્કેલીને પોતાની જ મુકેલી સમજીને સમાજના શ્રીમંતો આ માટે કદમ ઉઠાવે. Page #483 -------------------------------------------------------------------------- ________________ જિનમાર્ગનું જતન (૩) શ્રીમંતોને પોતાને રાહે જવા દઈને, ગરીબ અને મધ્યમ વર્ગ પોતાનો માર્ગ નક્કી કરી પહેલ કરે. (૪) આ બાબતમાં માબાપો કે વડીલોથી નિરપેક્ષ બનીને લગ્ન કરનાર યુવક-યુવતીઓ પહેલ કરે. ૪૬૦ હવે આનું થોડુંક પૃથક્કરણ કરીએ ઃ જો આખો સમાજ પરિસ્થિતિનો સાચો તાગ મેળવીને સમજી-વિચારીને, પાણી પહેલાં પાળ બાંધવાની દૂરંદેશી દાખવે તો તો એ સોના જેવું ઉત્તમ. જો એમ થાય તો પહેલ કોણે કરી અને કોણે બળવો કે ખળભળાટ કર્યો એ સવાલ જ ન રહે. પણ અત્યારે સમાજશ૨ી૨માં જે શિથિલતા અને જડતા પ્રવેશી ગઈ છે તે જોતાં આખો સમાજ આવું અમલી પગલું ભરે એ આશા વધારે પડતી લાગે છે. બીજા વિકલ્પ મુજબ જો સમાજના શ્રીમંતો, આખા સમાજનો વિચાર કરીને લગ્ન વગેરે પ્રસંગો બિનખરચાળ રીતે ઊજવવાનો ચીલો પાડે તો પણ આખો સમાજ ઝડપભેર એમને અનુસરવા લાગે. પણ અત્યારે પોતાની સંપત્તિનું જાહેરમાં પ્રદર્શન કરવાની જે વૃત્તિ શ્રીમંત-વર્ગમાં પેસી ગઈ છે, તે જોતાં તેઓ આ દિશામાં પહેલ કરે એ અમને પોતાને તો ન બનવાજોગ લાગે છે. ઉપરના બે માર્ગો તો શાંતિ અને સુલેહસંપથી ભરેલા છે, અને પછીના બે માર્ગો કંઈક ઉદ્દામપણાથી ભરેલા કે બળવાની લાગણીથી પ્રેરાયેલા છે એમ અમને લાગે છે. શ્રીમંતોને પોતાને રાહે જવા દઈને ગરીબ અને મધ્યમ વર્ગની જનતા જ્યારે પોતાને માર્ગે ચાલવાનો નિર્ણય ક૨શે, ત્યારે એ નિર્ણય એકતા અને સહકારની ભાવનાનો પોષક નહીં હોય, પણ વર્ગવિગ્રહની કટુ લાગણીથી ભરેલો હશે; અને છેવટે એ અત્યારના સમાજના બંધારણને પુષ્ટ કરનાર નહીં પણ એને છિન્નભિન્ન કરનાર નીવડશે. છતાં જનતાને માટે જ્યારે આ પ્રશ્ન જીવન-મરણ જેવો ઉગ્ર બની ગયો છે, ત્યારે જનતા છેવટે અકળાઈને એ માર્ગે વળી જાય એવી ઘણી શકયતા છે. સવાલ ફક્ત સમયની મર્યાદાનો જ છે. ચોથા ઉપાય સામે એક ભારે કમનસીબી તો એ છે કે હમણાં-હમણાં છેલ્લાં દસેક વર્ષથી આપણાં છોકરા-છોકરીઓમાં એકબીજાનાં ગુણ અને રૂપથી આકર્ષાવાને બદલે (અથવા એની સાથેસાથે) પૈસાથી આકર્ષાવાની અનિચ્છનીય અને પુરુષાર્થહીન વૃત્તિ ઘર કરતી જાય છે. આમ છતાં અમને લાગે છે, કે ખર્ચાળ લગ્નોને બિનખર્ચાળ બનાવવાનો સૌથી સારો, સહેલો અને વ્યવહારુ માર્ગ આ જ છે. એક બીજી કમનસીબી એ પણ છે કે અત્યારે માનવીને સામાજિક કુરિવાજો અને રૂઢિનાં બંધનોમાંથી મુક્ત થવાની ચેતના જાગે એવી કોઈ સુધારક પ્રવૃત્તિ નથી. Page #484 -------------------------------------------------------------------------- ________________ જીવનનિર્વાહના પ્રશ્નો અને ખર્ચાળ રિવાજો : ૨ ૪૬૧ વિશેષ ચિંતાજનક વાત તો એ બની છે, કે નવી પેઢીના દિલમાં સુધારાનો આ આતશ જરા ય જલતો હોય એવાં કોઈ એંધાણ આજે જોવા મળતાં નથી. જાણે દેશની આઝાદી આવી, ક્રાંતિના મહાન સર્જક મહાત્મા ગાંધીજી ગયા અને આપણે સૌ પાછા રૂઢિચુસ્તતાની ગુલામીના માર્ગે પારોઠનાં (ઊલટાં) પગલાં ભરવા માંડ્યાં ! આ બધું હોવા છતાં, અમને ચોક્કસ લાગે છે કે જોશની સાથે હોશ અર્થાત્ ઠરેલપણાની મર્યાદા જળવાય તે સંજોગોમાં જેમ આપણાં યુવક-યુવતીઓ પોતાનો સાથી પસંદ ક૨વાનું કામ વડીલો પાસેથી પોતાના હાથમાં લે તે ઇષ્ટ છે, એ જ રીતે, પોતાનાં લગ્ન કેવી રીતે થવાં જોઈએ એનો માર્ગ પણ તેઓ પોતાની મેળે નક્કી કરી શકે. અને ઠરેલપણાને લીધે જો એમનો આ નિર્ણય લગ્નના રિવાજને ખૂબ બિનખર્ચાળ ક૨વાની દિશામાં પ્રયાણ કરવાનો હોય તો તેથી સમાજના બંધારણને કોઈ પણ જાતનું નુકસાન થવાનો ભય નથી; ઊલટું, એથી સમાજ શક્તિશાળી થવાનો છે. ગમે તેમ પણ, સમાજને વેરવિખેર બની જતો અટકાવીને એને સુગઠિત રાખવા માટે, તેમ જ આપણી અત્યારની અને ભવિષ્યની ઊગતી પેઢીને પૂરતું શિક્ષણ અને પોષણ આપીને શક્તિશાળી બનાવવા માટે ખર્ચાળ રીત-રિવાજોથી આપણે મુક્તિ મેળવવી જ પડશે; અને સમાજસેવાનું આ કાર્ય આપણાં યુવક-યુવતીઓ સિવાય બીજાથી થઈ શકે એવી અમને બહુ ઓછી આશા છે. આ સવાલ કોઈ એક વ્યક્તિનો અંગત સવાલ નથી, પણ આખા સમાજને સ્પર્શતો પ્રશ્ન છે. એક દૃષ્ટાંત લગ્નોના વધી ગયેલા આર્થિક ભારણને દૂર કરવા માટે જેની ખૂબ-ખૂબ જરૂર છે, એવા એક સાદા અને બિનખર્ચાળ લગ્નોત્સવની નોંધ લેવા માટે અમે આ લખીએ છીએ. (તા. ૯-૨-૧૯૫૭) મૂળ કચ્છના વતની અને અત્યારે ખંડવામાં રહેતા, ત્યાંના કૉંગ્રેસી કાર્યકર્તા શ્રી. રાયચંદ પીતાંબર નાગડાના પુત્ર પ્રફુલ્લનાં લગ્ન આકોલાવાળા શ્રી. મેઘજી ઘેલાભાઈની પુત્રી વિમળા સાથે તાજેતરમાં સાવ સાદાઈ સાથે કરવામાં આવ્યાં. આ લગ્નોત્સવમાં જાનમાં સ્ત્રીઓ સહિત ૮થી ૧૦ વ્યક્તિઓ હતી. સામૈયું, વરઘોડો, મામેરુ, ચાંલ્લો, ભેટ વગેરે બધું બંધ રાખવામાં આવ્યું હતું, અને લગ્નની કુમકુમપત્રિકા પણ હાથે લખીને મોકલવામાં આવી હતી. મોટો લગ્નમંડપ, રોશનીનો ભપકો, મોટો જમણવાર વગેરે કશો આડંબર આ લગ્નમાં કરવામાં આવ્યો ન હતો. આવા લગ્નોત્સવની નોંધ લેતાં અમને ખરેખર, આનંદ થાય છે. Page #485 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨ જિનમાર્ગનું જતન લગ્નોત્સવ આવી સાદાઈથી ઊજવાય એમાં સૌથી વધારે જરૂર વરની દૃઢ ઇચ્છાની રહે છે. વર પોતે જ જો આડંબર અને દેખાવનો ઇચ્છુક હોય તો આમાં સફળતા ન મળી શકે. વળી આમાં સૌથી મોટી વાત તો આર્થિક લાભ જતો કરનારી નિલભવૃત્તિની છે. જો પૈસા તરફ દૃષ્ટિ રહે, તો પણ આવું કાર્ય ન થઈ શકે. આમાં તો પુરુષ નિર્લોભી અને પોતાના પુરુષાર્થ ઉપર દઢ વિશ્વાસ ધરાવતો હોવો જોઈએ. એમ કહી શકાય કે નિલભવૃત્તિ અને મોટાઈ અને પ્રતિષ્ઠાના ખોટા ખ્યાલથી મુક્તિ એ પાયાની વસ્તુ છે. (તા. ૧૩-૬-૧૯૫૯) (૩) તપસ્યા અને ખર્ચાળ રિવાજો આપણા લગ્ન વગેરે સામાજિક પ્રસંગોના રીતરિવાજો જેમ ગજા ઉપરાંત ખર્ચાળ બની ગયા છે, તેમ આપણી ધાર્મિક પ્રવૃત્તિઓમાં પણ કેટલીક બાબતોમાં ખર્ચાઓનું પ્રમાણ ઠીક-ઠીક વધી ગયું છે. કોઈ પણ સારા નિમિત્તે કોઈ પોતાનું નાણું ખર્ચે એ એક વાત છે; અને એક વાર કરેલો આવો વ્યવહાર કાયમી રિવાજનું રૂપ પકડી બેસે, અને જતે દહાડે અસહ્ય લાગવા છતાં યે એ રિવાજનું પાલન કરવું જ પડે એવી અનિવાર્ય સ્થિતિ ઊભી થાય એ બીજી વાત છે. તપસ્યાઓ વગેરેમાં પણ આવા ખર્ચાળ રિવાજો ઘર કરી બેઠા છે, અને નવાનવા ઘર કરતા જાય છે એ ચિંતાનો વિષય છે. આ રીતનું ખર્ચાળપણું કર્મનિર્જરાના કારણરૂપ તપસ્યામાં પ્રવેશી ગયું એનું બે રીતે અનિષ્ટકારક પરિણામ આવ્યું છે. એક બાજુ તપસ્યા કરનાર વ્યક્તિ કરતાં ઘરના બીજા માણસોની ચિંતામાં વધારો થઈ જાય છે, અને બીજી બાજુ ચીલા પ્રમાણે તપસ્યા નિમિત્તે ધામધૂમ નહીં થવાના સંજોગોમાં તપસ્વીને તપસ્યા નિસ્તેજ લાગે છે. તપને કારણે જે વૈરાગ્ય, નિઃસ્પૃહવૃત્તિ અને ખુમારીથી મન મસ્ત બનવું જોઈએ, તેનો ત્યાં ઘણેખરે અંશે અભાવ દેખાય છે, પરિણામે તપના આત્માને જ જાણે જફા પહોંચે છે. ઘરમાં કોઈ અઠ્ઠાઈ કરે તો એની ઉજવણી અમુક પ્રકારે કરવી જ જોઈએ એવો આજે રિવાજ પડી ગયો છે. પરિણામે, કેટલાક દાખલાઓ એવા જોવા મળે છે કે અઠ્ઠાઈને બદલે સાત કે નવ ઉપવાસ કરીને આ ખર્ચાળ રિવાજમાંથી મુક્તિ મેળવાય છે! પણ આવું શા માટે ? તપસ્યા તો તપસ્યાને માટે જ છે. એનો સીધો સંબંધ ધર્મ સાથે કે આત્મા સાથે છે. એ નિમિત્તે ઉત્સવ-મહોત્સવ થાય એ તો આનુષંગિક અને Page #486 -------------------------------------------------------------------------- ________________ ૪૬૩ જીવનનિર્વાહના પ્રશ્નો અને ખર્ચાળ રિવાજોઃ ૩, ૪ ગૌણ બાબત છે. એ ન હોય કે ધારણા કરતાં કે ચાલુ ચીલા કરતાં ઊણા હોય તો તેથી તપસ્યાના ફળમાં લેશ પણ ફરક પડતો નથી. તપસ્યામાં તો જેટલી સમતા હોય એટલું એનું ફળ વિશેષ; ભલે પછી ઓચ્છવમોચ્છવ કે ધામધૂમ હોય કે ન હોય. બાકી ધામધૂમ કે ઓચ્છવમોચ્છવના વિચારથી પ્રેરાઈને તપસ્યા કરવી એ તો પરાળની ખાતર ડાંગર લણવા જેવું ગણાય. અમને લાગે છે કે તપસ્યાથી ધર્મ, સંઘ અને સમાજનું બળ વધારવું હોય અને સાથે-સાથે વ્યક્તિની જીવનશુદ્ધિને વેગ આપવો હોય તો તપસ્યાની સાથે ખર્ચાળ રિવાજોનું જે જોડાણ થઈ ગયું છે તેને દૂર કરવું જ રહ્યું. જે ધર્મમાં નરી અધ્યાત્મદષ્ટિનું પ્રાધાન્ય હોય, ત્યાં ધનને આવું પ્રાધાન્ય આપવું એ તો બિલાડીને દૂધ ભળાવવા જેવું બહુ જ નમ્રતાપૂર્વક અમે સૌને કહીએ છીએ કે તપસ્વીઓની તપસ્યાના ગૌરવનો ભંગ થાય એ રીતે ખર્ચાળ રીત-રિવાજોને સ્થાન આપવું વાજબી નથી. ખર્ચાળ ધામધૂમના પંજામાંથી છૂટેલી તપસ્યાનું તેજ આજ કરતાં અનેકગણું વધી જશે એમાં અમને શંકા નથી; કોઈને પણ શંકા ન હો. (તા. ૧૩-૯-૧૯૫૫) (૪) અનુકંપાદાન અને ગૌરવદાન ઉછીના ધનથી એકાદ અવસર પતે, અણધારી આવી પડેલી કોઈ અણી-ઓપટી (આફત) ટળે કે એકાદ વેપાર-વ્યવહારનું કામ પાર પડે. પારકાની દયા કે અનુકંપાના બળે મળેલ સહાયથી જીવનનિર્વાહ માટેની તંગી કે મુસીબત ઘડીક ઓછી થાય, પણ સરવાળે એથી જીવન લાચાર બની જાય એ મોટો અને કાયમી ગેરલાભ. માનવ-માનવ વચ્ચેના વ્યવહારમાં દયા કે અનુકંપાની સારી અને માઠી બંને અસરો ધ્યાનમાં લેવા જેવી છે. જે માનવી પાસે વધારે સાધન-સંપત્તિ હોય એણે. અલ્પસાધન-સંપત્તિવાળાને કે સાધન-સંપત્તિ વગરનાને સંકટ સમયે સહાય આપવી એ એનો ધર્મ છે; એ ધર્મ બજાવવાથી જ એનાં સાધન-સંપત્તિ ચરિતાર્થ બને છે અને એની ઉપેક્ષા સેવતાં માનવી કર્તવ્યભ્રષ્ટ બની જાય છે. દયા કે અનુકંપા આચરનારનું જીવન અને ધન ધન્ય બને એ એની સારી અસર અને ઊજળી બાજ. પણ જે માનવી પોતાની અસહાયતા કે સંકટગ્રસ્ત સ્થિતિને કારણે સામા માનવીની આવી અનુકંપાબુદ્ધિ Page #487 -------------------------------------------------------------------------- ________________ ૪૬૪. જિનમાર્ગનું જતન કે દયાવૃત્તિનો ઉપભોગ કરે છે કે લાભ લે છે, તે, જો આવી અનુકંપા કે દયાનો કેટલે અંશે અને કેવા વખતે લાભ લેવો એ અંગે સતત જાગૃત ન હોય, તો મનનો ઢીલો, દાનતનો ચોર અને શરીરથી પાંગળો બનીને જીવનભર લાચારીનો ભોગ બની જાય છે ! પછી એનું મન જાતે શ્રમ ક૨વાને બદલે બીજાની સહાય મેળવવા તરફ જ વધારે દોડતું રહે છે. પછી પરાધીનતા એના દિલને ડંખતી નથી, અને ગમે ત્યારે – સાચી જરૂર ન હોય છતાં હાથ પસારતાં એને શરમ કે સંકોચ થતાં નથી; જાણે એની વિવેકબુદ્ધિ જ અવરાઈ જાય છે. અનુકંપા કે દયાનો ઉપભોગ કરવાની આ માઠી અસર અને એનો આ મોટો ગેરલાભ. કમનસીબે જે વ્યક્તિનું સમસ્ત જીવન જ ઘડપણ, લાંબી કે અસાધ્ય બીમારી કે એવા કોઈ અનિવાર્ય કારણે દુઃખી અને લાચાર બની ગયું હોય એની વાત જુદી છે. મતલબ કે માનવી-માનવી વચ્ચેના અનુકંપા કે દયાના વ્યવહાર પ્રસંગે લેનારમાં લાચારી કે વિવેકહીનતા જેવી ઘાતક વૃત્તિઓ પ્રવેશી ન જાય એનો ખ્યાલ બંને પક્ષે સતત રાખવો જોઈએ. માનવીની સત્ત્વશીલતા ટકી રહે અને સંકટસમયે એને જોઈતી સહાય પણ મળી રહે એ રીતે વિવેકપૂર્વક જ અનુકંપા કે દયાનો પ્રયોગ થવો જોઈએ. આ રીતે વિચારતાં, પગભર થવાનો રાજમાર્ગ તો કેવળ સ્વપુરુષાર્થ જ લેખી શકાય. ‘આપ સમાન બળ નહીં, અને મેઘ સમાન જળ નહીં' એ પ્રચલિત લોકોક્તિનું રહસ્ય આ જ છે. સમસ્ત સિદ્ધિઓનો સિદ્ધ થયેલો ઉપાય પુરુષાર્થ જ છે; ભલે પછી એ સિદ્ધિ ભૌતિક હોય કે આધ્યાત્મિક. જૈનદર્શને તો હંમેશા પુરુષાર્થને, પરાક્રમને અને વીર્યને જ સિદ્ધિનું પરમ અને ચરમ સાધન માન્યું છે. પુરુષાર્થનો સ્વાયત્ત માર્ગ છોડીને કોઈ સિદ્ધિ પ્રાપ્ત થઈ શકતી નથી. એટલે અત્યારના ભારે આર્થિક ભીંસ અને બીજી અનેક મુશ્કેલીઓથી સંકુલ બનેલા સમયમાં સમાજને સમાજનાં કમજોર, કમ સાધનવાળાં કે મુસીબતમાં સપડાયેલાં ભાઈઓ-બહેનોને – ટકાવી રાખવાના ઉપાયોનો જ્યારે પણ વિચાર કરવામાં આવે ત્યારે તાત્કાલિક રાહતની દૃષ્ટિએ અનુકંપા, દયા કે સહધર્મીપણાની ભાવનાથી પ્રેરાઈને ભલે સીધી કે આડકતરી આર્થિક સહાયતા આપવાની યોજના કરવામાં આવે, પણ સમાજના લાંબા ગાળાના અને કાયમી હિતની દૃષ્ટિએ તો, સમાજ જાતે પગભર કેવી રીતે બને અને સન્માનપૂર્વક જીવન જીવવાનું આત્મવિશ્વાસી વલણ કેવી રીતે અપનાવે એ તરફ જ આપણું ધ્યાન સવિશેષ કેન્દ્રિત થવું જોઈએ. આમ કરવાનો એકમાત્ર માર્ગ સમાજમાં પુરુષાર્થ કરવાની વૃત્તિને ઉત્તેજન મળે એવી સગવડો અને યોજનાઓ ઊભી કરવી એ છે. Page #488 -------------------------------------------------------------------------- ________________ ૪૬૫ જીવનનિર્વાહના પ્રશ્નો અને ખર્ચાળ રિવાજો : ૪ ક્રમેક્રમે સમાજ વધુ ને વધુ સ્વનિર્ભર બને અને એ માટેનું આપણું કરેલું ખર્ચ, અન્નના વાવેતરની જેમ, પૂરેપૂરું લેખે લાગે એ માટે શું કરવું જોઈએ અને કેવી યોજનાઓ ઘડવી જોઈએ એ વાત આપણી જાણ કે અનુભવ બહારની નથી. એક વેપારી કોમ તરીકે આર્થિક રીતે પગભર અને સધ્ધર કેવી રીતે બની શકાય એ આપણે - આપણામાંનો અમુક વર્ગ – સારી રીતે જાણીએ છીએ. જે બાબત એક વ્યક્તિને માટે પગભર અને સધ્ધર થવા માટે સાચી છે, તેનો પ્રયોગ વ્યાપક રીતે સમાજના હિતને માટે પણ થઈ શકે; આ બાબત છે સમાજના આર્થિક જરૂરિયાતવાળા વર્ગને સીધેસીધી આર્થિક સહાયતા આપીને એને વધુ લાચાર કે કાયમને માટે પરાધીન બનાવવાને બદલે, એમની શક્તિ અને બુદ્ધિનો અર્થોપાર્જન માટે યથાશક્ય ઉપયોગ કરી લેવો એ. માનવીને કામ કરવાને માટે બે હાથ મળ્યા છે અને કામની યોજના કરવાને માટે ભેજું મળ્યું છે એ એને ઈતર પ્રાણીજગતથી જુદો પાડતી વિશેષતા છે; એટલું જ નહીં, એના ઉપર સરસાઈ મેળવવાની તક પણ એ જ પૂરી પાડે છે. મહાભારતમાં માનવીને મળેલા બે હાથનો સાચી રીતે ભારે મહિમા વર્ણવવામાં આવ્યો છે. પવિત્ર (પશિ, એટલે હાથ) નામે એક વિભાગ જ ત્યાં મળે છે. આપણે કેટલાંક સ્થાનોમાં ઉદ્યોગગૃહ જેવી સંસ્થાઓ ચલાવીએ છીએ તેનો હેતુ સમાજ લાચાર કે પરવશ બનવાને બદલે પગભર અને સ્વાયત્ત બને એ જ છે. અમારી સમજ મુજબ, સમાજને સુખી, સમૃદ્ધ અને શક્તિશાળી બનાવવાનું એ એક સાચી દિશાનું સાચું પગલું છે. આ રીતે વિચારતાં અત્યારની જરૂરિયાતના પ્રમાણમાં આપણે ત્યાં ઉદ્યોગોગૃહોની સંખ્યા બહુ જ અલ્પ છે; અને જે થોડાંક છે તે પણ જોઈએ તેવાં માતબર, પ્રાણવાન અને સધ્ધર નથી. એટલે આ દિશામાં આપણે ત્યાં અત્યાર સુધીમાં જે કંઈ પ્રયત્નો થયા છે, તે “પાશેરામાં પહેલી પૂણી' કરતાં ય ઓછા છે એમ કહેવું જોઈએ; અને વિશેષ શોચનીય બાબત તો એ છે કે આ ખામીને દૂર કરવા તરફ આપણા મોવડીઓનું ધ્યાન હજી બહુ ઓછું ગયું છે. સમાજના નાયકપદે બિરાજતા આપણા ગુરુમહારાજોમાંથી તો આ દિશામાં વિચાર કરતા કે પ્રેરણા આપતા સાધુમહારાજો આંગળીને વેઢે ગણી શકાય એથી પણ ઓછા છે. જાણે બધું પરલોક માટે કરવામાં જ સાર હોય અને આ લોકને સુખી કરવાનો પ્રયત્ન કરવો એ કોઈ દોષ કે ગુનો હોય એવી કઢંગી માન્યતા ત્યાં ઘર કરી બેઠી લાગે છે. પેટમાં ખાડો અને વરઘોડો જુઓ” એ વાત બની શકતી નથી. એટલે ધર્મગુરુઓ સમાજ કે સંઘનો પરલોક સુધરે એની ચિંતા ભલે સેવે, પણ એ ચિંતા આ લોકના સુખના ભોગે સેવાશે તો સરવાળે બને બગડ્યા વગર નથી રહેવાનાં. Page #489 -------------------------------------------------------------------------- ________________ ૪૬૬ જિનમાર્ગનું જતન સમાજમાં જરૂરિયાતવાળાં ભાઈ-બહેનોને સીધી આર્થિક મદદ આપવાને બદલે ઉદ્યોગગૃહ કે એવી યોજનાથી એમનામાં પુરુષાર્થ કરવાની સિંહવૃત્તિ જાગે છે એ તો મોટો લાભ છે; પણ એમ કરીને એ વ્યક્તિઓને બીજાની અનુકંપા કે દયા ઉપર આધાર રાખવામાંથી ઉગારી લેવી એ તો એના કરતાં પણ મહત્ત્વનું પાયાનું ધર્મકાર્ય છે. અમુક વર્ગ દાન આપતો જ રહે અને અમુક વર્ગ એ દાનનો ગરજુ બનીને જીવતો રહે એના જેવી માનવસમાજની બીજી કોઈ કરૂણ સ્થિતિ નથી; એમાંથી એને ઉગારી લેવો એ બહુ મોટું ધર્મકાર્ય છે. આપણા ગુરુઓ, શ્રીમંતો અને આગેવાનો સમાજના અભ્યદયની આ પાયાની વાત ઉપર વિશેષ ધ્યાન આપે એમ ઈચ્છીએ. આ રીતે સમાજના ભલા માટે પુરુષાર્થપરાયણતા જ મુખ્યત્વે પ્રોત્સાહનને યોગ્ય અને આવકારપાત્ર હોવા છતાં અનુકંપા અને દયાને પણ સમાજની ભલાઈમાં અમુક સ્થાન છે જ એનો પણ આપણે સ્વીકાર કરવો જોઈએ. કેટલીક વ્યક્તિઓ સમાજમાં એવી પણ રહેવાની જ કે જેમનામાં પુરુષાર્થ ફોરવવાની વૃત્તિ હોય કે ન હોય, પણ કામ કરવાની શક્તિ જ ન હોય : લાંબી બીમારી અતિવૃદ્ધાવસ્થા વગેરે કારણે આવું બનવું બહુ સ્વાભાવિક છે; અને બહેનોમાં તો આવી અસહાય સ્થિતિનું પ્રમાણ કંઈક વધારે પણ હોવાનું. આવી વ્યક્તિઓને આપણે પુરુષાર્થ કરવાનો ઉપદેશ આપીએ એ નકામો છે. એમને તો બનતી સીધેસીધી રાહત જ પહોંચવી જોઈએ. જ્યાં શક્ય હોય ત્યાં ઉદ્યોગગૃહ વગેરે કામ આપીને અને જ્યાં જરૂર હોય ત્યાં સીધી આર્થિક રાહત આપીને – એમ બંને રીતે સાધર્મિકોને ટકાવી રાખવાનો પ્રયત્ન કરીશું તો જ સંઘ ટકી શકશે એવો વિચિત્ર સમય આવ્યો છે. એ સમયને પિછાણીને એને અનુરૂપ પગલાં ભરવાની આપણે દીર્ધદષ્ટિ દાખવીએ એ જ અભ્યર્થના. (તા. ૧૩-૩-૧૯૬૫) (૫) સરકારી અંદાજપત્રઃ કાણા વાસણમાં પાણી ? ભારત સરકારનું આવતી કાલનું ૧૯૬૪નું અંદાજપત્ર (બજેટ) અત્યાર સુધીનાં અંદાજપત્રોમાં આકરામાં આકરા બજેટ તરીકેની નામના મેળવી જાય એવું નાણાપ્રધાને રજૂ કર્યું છે. એમ કહી શકાય કે, આગામી રાષ્ટ્રનિર્માણના કાર્યમાં, પોતાની શક્તિ હોય કે ન હોય તો પણ, દરેક પ્રજાજને ઈચ્છાએ કે અનિચ્છાએ, પોતાનો ફાળો આપવો જ પડે એવી રીતે સર્વપ્રજાજનસ્પર્શી આ અંદાજપત્ર ઘડાયું છે. Page #490 -------------------------------------------------------------------------- ________________ જીવનનિર્વાહના પ્રશ્નો અને ખર્ચાળ રિવાજો : ૫ ૪૬૭ પ્રજાની પાસેથી વસૂલ લેવામાં આવતા કરોની – એની જુદીજુદી શાખાઓની - કોઈ ગણતરી જ નથી. એમાં આવું આકરું અંદાજપત્ર આવી પડે ત્યારે પહેલી દૃષ્ટિએ તો એમ લાગ્યા વગર નથી રહેતું, કે આ તો સામાન્ય પ્રજાની કેડ ભાંગી નાખે એવું મમ્મરતોડ અંદાજપત્ર છે. કેળવણી અને વૈદકીય સારવાર અત્યારે કેટલી મોંઘી થઈ ગઈ છે એ તો જેને વેઠવું પડે તે જ જાણે. જીવનની અનિવાર્ય જરૂરિયાત સમાં આ બે ક્ષેત્રોમાં સરકાર તરફથી કોઈ પણ જાતની રાહતની જાહેરાત તો શું, વિચારણા પણ થતી હોવાનું જાણવામાં નથી. આમ છતાં એક વાત ખરી કે જો દેશને આબાદ કરવો હશે તો પ્રજાએ પોતાનો પૂરો ભોગ આપવો પડશે. પરંતુ હવેનું રાજતંત્ર તો એવું કાયદાતંત્ર થઈ ગયું છે કે એક વખત કાયદો ઘડાયો, એટલે પછી એના પાલનની ઇચ્છા-અનિચ્છાનો કોઈ સવાલ જ રહેતો નથી; પછી તો એને તાબે થયે જ પ્રજાનો છૂટકો છે. એટલે પાર્લામેન્ટ આ બજેટની દરખાસ્તો પસાર કરશે એટલે પછી પ્રજા તો એ વેઠશે જ વેઠશે, અને પોતાની જીવનની જરૂરિયાતો ઉપર કાપ મૂકીને પણ સરકારની તિજોરીઓ ભરવા માંડશે. પણ સવાલ એ છે, કે રાષ્ટ્રનિર્માણને માટે જ્યારે પ્રજા પાસેથી આ રીતે એના ગજા ઉપરાંત કહી શકાય એટલાં નાણાં વસૂલ કરવામાં આવે, ત્યારે સરકાર પોતે એ રાષ્ટ્ર નિર્માણમાં પોતાનો કેટલો ફાળો આપવા તૈયાર છે? સરકાર એટલે આપણા પ્રધાનોથી માંડીને નાનામાં નાના પટાવાળા સુધીનો પ્રત્યેક સરકારી નોકર; એ બધાઓએ પણ પોતાના આર્થિક લાભો ઉપર કાપ મૂકીને પોતાની રાષ્ટ્રભક્તિનો પુરાવો તરત જ રજૂ કરવો જોઈએ. પ્રજા આવા કરો ભર્યા જ કરે, અને પ્રધાનો અને અમલદારો પગાર, ભથ્થાઓ, મોટર અને બંગલાની વૈભવી સગવડો, ઊંચી જાતનાં ફર્નિચરો અને બીજી વૈભવની સામગ્રીઓ – આ બધું જો પૂર્વવત્ જ ચાલતું રહ્યું, તો દેશમાં પ્રજાતંત્રની સાચી સ્થાપનાને બદલે શાસિત અને શાસકના ભેદની પોષક અમલદારશાહીનું જ સામ્રાજ્ય પ્રવર્તવાનું. આવું ન બને એ માટે સરકારે પણ પોતાના લાભોમાં કાપ મૂકવો જરૂરી છે. બજેટની પ્રજા માટેની આવી આકરી દરખાસ્તોના સંબંધમાં સરકાર પાસે નીચે પ્રમાણે માગણી છે : (૧) કર ઉઘરાવવાની પદ્ધતિ એવી અટપટી અને ગૂંચવણભરી ન કરશો કે જેથી સામાન્ય પ્રજાજન હેરાન-પરેશાન થઈ જાય અને એને કાયમને માટે વકીલોના ગુલામ બની રહેવું પડે, તેમ જ પૈસા ભરવા છતાં કયાંક ગુન્હેગાર બની જવાનો ભય રહ્યા કરે. Page #491 -------------------------------------------------------------------------- ________________ જિનમાર્ગનું જતન (૨) એક નવો કાયદો એટલે સરકારી અમલદારોને લાંચ-રુશ્વત લેવાનું એક નવું સાધન – એ પદ્ધતિ હવે બંધ થવી જોઈએ; અને કોઈ પણ કિસ્સામાં અમલદારને સખ્તમાં સખ્ત નરસિયત (સજા) મળે એવા દાખલાઓ બેસાડવા જોઈએ. (૩) પ્રજાની જેમ સરકારે પણ પોતાના જંગી ખર્ચાઓમાં કાપ મૂકીને પોતાની રાષ્ટ્રપ્રીતિ દર્શાવી આપવી જોઈએ; દરેકે દરેક ખાતામાં કરકસર એ પહેલી જરૂરિયાત લેખાવી જોઈએ. ૪૬૮ જો ખોટા ખર્ચા બંધ નહીં થાય, તેમ જ ખર્ચમાં કરકસર નહીં થાય, તો ગમે તેટલા કરવેરા નાખવા છતાં સરકારી તિજોરીનું તળિયું ખાલી ને ખાલી જ રહેવાનું, અને છેવટનો સરવાળો ગાયને દોહીને કૂતરાને ધરવવા જેવો જ આવવાનો ! (તા. ૨૫-૫-૧૯૫૭) (૬) સરકારી અને વેપારી અનર્થોની જુગલબંદી આજે આપણા દેશનું રાજતંત્ર સંભાળતા કૉંગ્રેસપક્ષે આપણા દેશની સ્થિતિ એવી તો વિચિત્ર અને શોચનીય કરી મૂકી છે, કે જેથી દેશના કોઈ પણ કાયદાનો લેશ પણ ભંગ કર્યાં વગર, બિલકુલ પ્રામાણિકપણે તેમ જ બિનગુનેગાર રીતે પોતાના જીવનનો નિર્વાહ ચલાવી શકાતો હોય એવી વ્યક્તિની તો કેવળ શોધ જ કરવાની રહે છે ! સામાન્ય જનસમૂહ અને ખાસ કરીને મધ્યમવર્ગના માનવી સામે પ્રામાણિકતાને દેશવટો દેવો પડે, પોતાની આર્થિક સમતુલા હચમચી ઊઠે અને દેશના બધા કાયદાઓનું પાલન કરીને ગુનારહિતપણે જીવનનો વ્યવહાર અશક્ય બની જાય એવી અજબ સ્થિતિ આવીને ખડી થઈ છે. જાણે કોઈ કોઈનું સાંભળનાર નથી રહ્યું. ધીમે-ધીમે બળિયાના (અલબત્ત, શરીરના નહીં, પણ બુદ્ધિ અને ચાલાકીના બળિયાના) બે ભાગ’ જેવી જંગલના ન્યાયની નીતિ-રીતિની બોલબાલા થતી જાય છે; અને લુપ્ત થયેલી સામ્રાજ્યશાહી, રાજાશાહી કે સામંતશાહીને પણ સારી કહેવડાવે એવી ચિંતાજનક સ્થિતિ સરજાતી આવે છે. સ્વરાજ્યના સોળ-સત્તર વર્ષના વ્યવસ્થિત ગેરવહીવટ દરમ્યાન શાસકપક્ષે કાયદાઓનું એક અડાબીડ જંગલ જ ઊભું કરી દીધું છે ! એ જંગલે પ્રજાજીવનને તો વેરવિખેર બનાવી જ દીધું છે; પણ સાથે-સાથે ખુદ શાસકપક્ષ પણ એમાં એવો Page #492 -------------------------------------------------------------------------- ________________ જીવનનિર્વાહના પ્રશ્નો અને ખર્ચાળ રિવાજો ઃ ૬ ૪૬૯ તો અટવાઈ પડ્યો છે, કે હવે એમાંથી બહાર કેમ નીકળવું અને સારા વહીવટના સાચા માર્ગે કેવી રીતે ચઢવું એ વાતની એને પણ સૂઝ પડતી નથી - જાણે આખા દેશની આસપાસ કાયદાઓએ સરજેલી ભયંકર અરાજકતાનું એક પ્રકારનું વિષચક્ર જ ગોઠવાઈ ગયું છે. એને લીધે આખો દેશ જાણે ગુનેગારોનો જ દેશ બની ગયો છે. – કોઈ ઇરાદાપૂર્વક કાયદાના ભાંગીને ભુક્કા બોલાવી લીલાલહેર કરે છે, કોઈને દુભાતે હૃદયે કાયદાના સીમાડા ઓળંગવા પડે છે ! ગોળ અને ખાંડની રામાયણે દેશમાં કેવી કાગારોળ જન્માવી છે, અને પ્રજાજીવનને કેવું સંકટગ્રસ્ત બનાવી મૂક્યું છે ! એ માટે લોકસભા અને વિધાનસભાઓમાં કંઈ-કંઈ ખુલાસાઓ થયા, છતાં આવી વિષમ સ્થિતિ શાથી ઊભી થઈ એનો સાચો અને પ્રતીતિકર ખુલાસો મળવો તો હજી બાકી જ છે ! કદાચ હૃદયમાં કે બુદ્ધિમાં ઊતરે એવા સ્પષ્ટ ખુલાસાનો આવો અભાવ શાસકપક્ષે જન્માવેલી અને પોષેલી વ્યવસ્થિત તેમ જ સ્વાર્થપ્રેરિત અરાજકતાનું જ એક દુષ્પરિણામ હોય ! ધીમેધીમે આપણા રાજતંત્રનાં સૂત્રો એવા અવળા માર્ગે જઈ રહ્યાં છે, કે જેથી પ્રજાને પીડતા ઘણાખરા પ્રશ્નોનો સાચો ખુલાસો પ્રગટ કરવો શાસકપક્ષને પાલવે જ નહીં ! દિલ્હીને હમણાં એવો કાયદો લાગુ પડ્યો કે કોઈ માણસ એની સરહદની બહા૨ એક કિલો (આશરે સવાબે રતલ) મીઠાઈથી વધુ મીઠાઈ લઈ જાય તો એ ગુનેગાર બને ! જોધપુરની રામકહાણી વળી એવી સાંભળવા મળે છે, કે ત્યાં ખાંડ પૂરતા પ્રમાણમાં નહીં મળવાને કારણે, સારી મીઠાઈ બનાવનાર કંદોઈઓને આરામ કરવાનો વખત આવ્યો છે ! અને જેને મીઠાઈનો શોખ માણવો હોય એને ગોળ જેવી મેલી ખાંડમાંથી બનાવેલ, જોવી પણ ભાગ્યે જ ગમે એવી મીઠાઈનું સ્વાગત કરવું પડે છે ! મુંબઈમાં લગ્નની રજાચિઠ્ઠી બતાવો એટલે અમુક પ્રમાણમાં ખાંડ મળે; ત્યારે ગુજરાતમાં ગોળ માટે ય તપ કરવું પડે છે ! જ્યાં અમુક મોસમમાં ઢોરોને માટે પણ પૂરતો ગોળ મળી રહેતો હતો ત્યાં માનવીને માટે ગોળનાં વાખાં પડવા લાગ્યાં છે ! અને કલાકો સુધી કતારોમાં ઊભા રહ્યા પછી પણ સારા-ખોટા કે સસ્તા-મોંઘા ગોળ વચ્ચે પસંદગી કરવાનો તો કોઈને અધિકાર જ નથી ! જે દામે જેવો ગોળ મળે એ રાજી થઈને લઈ લેવાનો; નહીં તો એનાથી પણ રખડી પડવાનો વારો આવે ! સારો માલ સસ્તા ભાવે વેચવાની નીતિને જાકારો આપીને હલકો માલ મોંઘા દામે વેચવાની અનીતિ જાણે પ્રજાને માથે લદાઈ રહી છે ! વરસ-બે વરસ પહેલાં તો ખાંડનો જથ્થો એટલો બધો હોવાની વાતો થતી હતી, કે પરદેશ નિકાસ કરવા માટે ખાસ પરદેશના પ્રવાસો પણ ખેડવામાં આવતા હતા; એટલું જ નહીં, અમુક-અમુક વેપારીઓ કે ઉદ્યોગપતિઓને તો દેશમાંથી મોંઘા ભાવે ખરીદેલી ખાંડ પરદેશમાં એ દેશને પરવડતા સસ્તા ભાવે નિકાસ ક૨વાની ફરજ Page #493 -------------------------------------------------------------------------- ________________ ૪૭૦ જિનમાર્ગનું જતન પાડવામાં આવતી હતી! એમ કરે તો જ એમને પરદેશથી અમુક માલ આયાત કરવાની પરવાનગી મળતી હતી ! આ રીતે ખાંડની નિકાસ થતી હોવા છતાં, છ-આઠ મહિના પહેલાં કદી પ્રજાને ખાંડ કે ગોળ માટે પરેશાન થવું પડતું નહોતું. આ છ-આઠ મહિનામાં એવું તે શું બની ગયું કે જેથી એ બે ય ચીજો દુર્લભ બની ગઈ અને નિયત પ્રમાણ કરતાં વધુ જોઈતી હોય તો ભાવનિયમન અને પ્રમાણનિયમનના કાયદાનો ભંગ કરવો અનિવાર્ય બની ગયો ? હજી ખાંડ-ગોળની રામાયણ ચાલુ જ છે, ત્યાં માપબંધીના અનાજની દુકાનોમાં ઘઉં-ચોખાની અછતનું મહાભારત જાગી ઊઠવાના ભણકારા અખબારોમાં સંભળાઈ રહ્યા છે. આટલું ય ઓછું હોય એમ, બીજ અનાજો પણ, વકરેલા હાથીની જેમ, ભાવની મર્યાદાના ખીલાને વળગી રહેવાનો ઈન્કાર ભણવા લાગ્યાં છે. અનાજ અને કઠોળના ભાવો ગઈ સાલ કરતાં સવાયા કે દોઢા સુધ્ધાં થઈ જાય તો એ માટે પ્રજાએ તૈયાર રહેવું પડે એવાં એંધાણ સ્પષ્ટ દેખાઈ રહ્યાં છે. કાપડ કહે હું ઝાલ્યું ન રહું, મકાનભાડું કહે મારો શો વાંક, તેલ કહે હું પાછું ન રહું, સાબુ કહે હું આગળ વધું, અને ઘી તો આસમાને પહોંચવા પ્રયત્ન કરે જ છે! જ્યાં જુઓ ત્યાં મોંઘવારી-મહારાણીની બોલબાલા છે ! સોંઘારત તો દૂર રહી, સામાન્ય પ્રજાજનની ખરીદશક્તિ ટકી રહે એવી ભાવમર્યાદા પણ આજે તો સ્વપ્નાની સુખડી જેવી બની ગઈ છે ! એક તરફ કાયદાઓ વધી રહ્યા છે, તો ય બીજી બાજુ ભાવો બેકાબૂ બની રહ્યા છે; એ બેની જાણે હોડ મંડાઈ ગઈ છે ! અને, પાગલને સુધારવા માટેના, સાચી સમજણ વગરના પ્રયત્નો જેમજેમ કરીએ તેમતેમ એનું પાગલપણું વધતું જાય, એ રીતે વધતા ભાવોને કાબૂમાં રાખવાની જેમજેમ વધુ ને વધુ વાતો થતી ગઈ વધુ ને વધુ વચન અપાતાં ગયાં અને તેમતેમ તે ઊંચે ને ઊંચે જ ચડતા ગયા; કારણ કે એ વચનોમાં સૂઝ અને સમજનો અભાવ હતો. ગયા બજેટને ટાંકણે સુવર્ણ અંકુશ-ધારો અને ફરજિયાત-બચત-યોજના સામાન્ય પ્રજાના કમતાકાત બરડા ઉપર લાદવામાં આવ્યાં ત્યારે જીવનની જરૂરિયાતની ચીજોના વધતા ભાવોને અંકુશમાં રાખવા માટે કેવા-કેવાં વચનો આપવામાં આવ્યાં હતાં ! ઊલટું, આપણા કોઈ-કોઈ નેતાઓ તો પ્રજાને વારેવારે એવી સુફિયાણી શિખામણ આપવાની હદે આગળ વધી જાય છે કે જે ચીજો મોંઘી થાય તેની ખરીદી બંધ કરીને એના વગર ચલાવી લેતાં શીખો, જેથી વેપારીની સાન આપમેળે ઠેકાણે આવી જશે ! પોતે અમલમાં મૂક્યા પછી જ એ વાતનો બીજાને ઉપદેશ આપવાનો મહાત્મા ગાંધીજીનો મુકેલ માર્ગ મૂકીને અત્યારના આવા નેતાઓએ રોપશે પરિચંનો સાવ દંભી માર્ગ અપનાવી લીધો છે. ખોટું બોલવું નહીં, ખોટું જોવું નહીં અને ખોટું સાંભળવું નહીં આવી હિતશિખામણ આપતા વાંદરાની ગાંધીજીએ સ્વીકારેલી વાત બહુ જાણીતી Page #494 -------------------------------------------------------------------------- ________________ જીવનનિર્વાહના પ્રશ્નો અને ખર્ચાળ રિવાજો : ૬ ૪૭૧ છે. આ વાતને આજના આપણા શાસકપક્ષે જરાક જુદી રીતે અપનાવી છે : સાચું બોલાઈ ન જાય, સાચું જોવાઈ ન જાય અને સાચું સંભળાઈ ન જાય એની પૂરી ખબરદારી રાખવી ! આના લીધે કેટલાય નેતાઓની આસપાસ ખુશામતખોરોની જમાત જામી પડી છે. જાણે હાજીહા કરનારાઓનો રાજાશાહીનો યુગ નવે અવતારે પાછો આવી રહ્યો છે. સંગઠનનું બળ ધરાવતા સરકારી અમલદારો, કર્મચારીઓ અને મજૂરોને માટે ભાવવધારો ગળે ટૂંપો થઈ શકે એમ નથી. તેઓ પોતાના બળે પોતાની આવકમાં ઠીક-ઠીક વધારો કરાવી શકે છે. મોટા-મોટા ઉદ્યોગપતિઓ કે પ્રથમ પંક્તિના મોટા વેપારીઓ માટે તો દૂધ-ચોખા અંગે પણ કોઈ ચિંતાજનક સ્થિતિ નથી; કેટલીક વાર તો સરકારની નાડ એમના જ હાથમાં હોય છે ! મોટા ખેડૂતોને પણ મોંઘા ભાવે અનાજ વેચીને મોંઘી ચીજો ખરીદવામાં ઝાઝી. મુશ્કેલી પડે એવો બહુ ઓછો સંભવ છે. પણ જે નાનું સરખું કારખાનું કે નાની-સરખી હાટડી ચલાવીને પોતાની રોજી રળવા પ્રયત્ન કરે છે, તેઓ તથા ખાસ કરીને જે ખાનગી પેઢીઓમાં ગુમાસ્તાગીરી કરીને કે પ્રાથમિક કે ખાનગી નિશાળોમાં શિક્ષક તરીકે કામ કરીને કે એવી જ કોઈ નોકરી બજાવીને બિલકુલ મર્યાદિત આવકમાં પોતાનો ગુજારો કરવા મથામણ કરે છે, એમનો જીવનનિર્વાહ તો લગભગ અશક્યતાની સીમાએ પહોંચી જાય એવી કટોકટીભરી સ્થિતિ આવી પહોંચી છે. આ કટોકટી, ખરી રીતે, ચીનના આક્રમણ કરતાં જરા ય ઓછી ખતરનાક નથી. આજે તો એક બાજુ સામી છાતીએ ગુનો કરવાની અને કાયદાને નેવે મૂકવાની હિંમત તેમ જ ગુનો કરવા છતાં પકડાઈ નહીં જવાની વિચક્ષણતા આગળ વધી રહી છે, તો બીજી બાજુ કાયદાની ભરમારે ઊભી કરેલી ગૂંગળામણથી અસહાયતા અનુભવીને રાંક બનેલી આમપ્રજા છે. આ હૈયાફૂટાઓની ગુનાખોરવૃત્તિ અને પોતાની અસહાયતાનાં બે નેતરાંથી વલોવાઈને સમગ્ર પ્રજાજીવન ધ્વસ્ત થઈ રહ્યું છે, રાષ્ટ્રીયતા હોડમાં મુકાઈ ગઈ છે અને ગીતાએ ઉદ્દબોધેલ દૈવી વિભૂતિઓનું મૂલ્ય નામશેષ થઈ ગયું છે. અમને લાગે છે કે અત્યારની સ્થિતિની વધુ ઉપેક્ષા સેવતાં સામાન્ય પ્રજાજીવન સાવ અશક્ય જેવું બની ગયા વગર નથી રહેવાનું. શું આવી સ્થિતિ સર્જાવા દેવી છે? ઇચ્છીએ કે મોડું થાય તે પહેલાં જાગૃતિનું નગારું ગજવનાર અને સાંભળનાર કોઈક તો નીકળે! એ ક્યારે નીકળશે ? કોણ નીકળશે ? (તા. ૮-૨-૧૯૬૪) Page #495 -------------------------------------------------------------------------- ________________ ૧૫ આરોગ્ય (૧) શરીરશ્રમ અને તંદુરસ્તી આધ્યાત્મિક સાધનાની વાત બાજુએ રાખીએ, પણ જો સુખ-શાંતિભર્યા જીવનનો વિચાર પણ કરીએ તો એમાં તંદુરસ્ત શરીર અને સ્વસ્થ મનની જરૂ૨ અનિવાર્યપણે દેખાય છે. એમ કહી શકાય કે તંદુરસ્ત તન અને સ્વસ્થ મનરૂપી બે ચક્રોના આધારે જ સુખ-શાંતિભર્યા જીવનનો રથ વણ-અટકચો આગળ વધી શકે છે. ધર્મસાધના કે ઉચ્ચ આધ્યાત્મિક સાધના માટે પણ દૃઢ અને નીરોગી શરીરની ઉપયોગિતા સ્વીકારવામાં આવી છે. આપણે ત્યાં ‘શરીરમાદ્ય વસ્તુ ધર્મસાધનમ્' (ખરેખર, શરીર એ ધર્મનું પાયાનું સાધન છે) એમ જે કહેવામાં આવ્યું છે, એનું હાર્દ આ જ છે. વળી, ‘પહેલું સુખ તે જાતે નર્યા' એ લોકોકિતમાં પણ આ જ ભાવ છે. આમ તો ભલે શરીર અને મન એ બંનેનાં બંધારણ જુદા-જુદા પ્રકારનાં હોય, પણ એ બંને એક જ વ્યક્તિનાં અંગરૂપ છે, બલ્કે, એક જ સિક્કાની અવિભાજ્ય બે બાજુઓ રૂપ છે; અને તેથી ઘણે મોટે ભાગે (બહુ જ થોડા અપવાદ સિવાય) તેમની એકબીજા ઉપર અસર થયા વગર રહેતી નથી. આમ છતાં મોટાઈ કે શ્રીમંતાઈ સાથે શરીર-શ્રમને જાણે અણબનાવ હોય એમ, જેમ-જેમ શ્રીમંતાઈમાં કે સત્તા વગેરેને કારણે મોટાઈમાં વધારો થતો જાય છે, તેમતેમ જીવનમાંથી શ૨ી૨-શ્રમ તરફની અભિરુચિ ઓછી થતી જાય છે; એટલું જ નહીં, એ તરફ એક પ્રકારની સૂગ કેળવાઈ જાય છે. અને છેવટે શરીરશ્રમ – પોતાનાં જ કામો માટે સુધ્ધાં – અપ્રતિષ્ઠારૂપ કે હલકો લેખાવા લાગે છે ! આમ જોઈએ તો શરીર-શ્રમ અને શ્રીમંતાઈ કે મોટાઈ વચ્ચેનો આ ગજગ્રાહ કે વિરોધ એ તો જમાનાજૂનો સવાલ છે. આમ છતાં અંગ્રેજી શાસન દરમ્યાન – છેલ્લાં દોઢસોએક વર્ષના ગાળામાં – શરીર-શ્રમ પ્રત્યેની આ સૂગમાં પ્રમાણાતીત વધારો થયો છે. શ્રીમંત હોય, સત્તાધારી હોય કે એવી કોઈ મોટાઈ જેને વરી હોય એ જાતમહેનત કરે એ શોભે જ નહીં; એમ કરવાથી તો એની મોટાઈમાં વાંધો આવે એવી સાવ બિનકુદરતી માન્યતા ઘણા મોટા પ્રમાણમાં લોકજીવનમાં ઘર કરી ગઈ છે. Page #496 -------------------------------------------------------------------------- ________________ આરોગ્યઃ ૧ ૪૭૩ આ અરસામાં ગાંધીયુગ આવ્યો. ગાંધીજીએ જેમ દેશને પરદેશી રાજ્યની ગુલામીના મહાકલંકમાંથી મુક્ત કરવાની જેહાદ જગાડી, એ જ રીતે આપણા જીવનમાં પેસી ગયેલી શ્રમ તરફની સૂગની ગુલામીમાંથી દેશને મુક્ત કરવાની પણ એમણે જોરદાર હાકલ કરી, અને દેશના બેઠાડુ જીવનને જાણે પડકાર કર્યો. એમણે પોતાના જીવનમાં શ્રમની પૂરેપૂરી પ્રતિષ્ઠા કરીને અને પોતાની કલમ દ્વારા શ્રમની જોરદાર હિમાયત કરીને આ દિશામાં પ્રજાજીવનમાં ક્રાંતિ કરી, અને ધીમે-ધીમે આપણી શરીરશ્રમ તરફની સૂગ ઓછી થતી ગઈ, અને જીવન માટેની કોઈ પણ ક્રિયાને હલકી ગણવાની મનોવૃત્તિ બદલાતી ગઈ; આ એક ભારે આવકારપાત્ર બીના બની. પણ, બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન રક્તની સરિતાની સાથોસાથ ધનની સરિતા એવી વેગપૂર્વક વહેવા લાગી કે એમાં આપણો સારાસારનો વિવેક જ તણાઈ ગયો; અને પછી સ્વરાજ્યનું આગમન થયા પછી તો અમુક સ્થાનોમાં સંપત્તિનો એટલો બધો અઢળક વધારો થવા લાગ્યો કે ન પૂછો વાત ! બીજી બાજુ સરકાર તરફથી કાયદાઓની એવી ભરમાર ચાલી, અને એની સામે સત્તાવાર બજારની સમાંતર કાળાબજારની અને કાયદેસરનાં નાણાંની સમાંતર છૂપાં (કાળાબજારનાં નાણાંની વિચિત્ર અને વિઘાતક એવી યોજના રચાઈ ગઈ, કે કાયદાની પકડમાંથી છટકીને, કાળાબજારનું સુવ્યવસ્થિતપણે સંચાલન કરવામાં અને કાળાબજારનાં નાણાંને, ધરતીમાં છુપાયેલા પ્રવાહની જેમ, સતત ગતિશીલ રાખવામાં દેશના કેટલાય ઉદ્યોગપતિઓ, વેપારીઓ તેમ જ બીજાઓને બૌદ્ધિક શ્રમ એટલો બધો પ્રમાણાતીત લેવો જરૂરી થઈ પડ્યો કે એ જળોજથાની આડે શરીર-શ્રમની વાત સાવ જ વીસરાઈ ગઈ. પરિણામે જીવનમાંથી બૌદ્ધિક શ્રમ અને શારીરિક શ્રમની સમતુલા જ ખોરવાઈ ગઈ, અને ઉજળિયાત અને સંપત્તિશાળી ગણાતા વર્ગમાં કમજોરી, અકાળે વૃદ્ધત્વ, હૃદયની બીમારીઓ અને અકાળમરણ જેવા દોષોનું પ્રમાણ વધવા લાગ્યું. આજે હૃદયરોગ કે હૃદયથંભના કારણે યુવાન વયે મરણ એ હવે અચરજની વાત રહી નથી. જેને પૈસાની કોઈ ચિંતા ન હોય, બીજી દેખીતી ઉપાધિ પણ ન હોય, એવી વ્યક્તિ અકાળે ગુજરી જાય તો એની સામે પહેલાંના જેટલી અરેરાટી પણ ઊઠતી નથી, અને “એ તો એમ જ ચાલ્યા કરે એવું જાણે આપણે આપણા મન સાથે સમાધાન કરી લીધું છે! આવા અકાળે થતા મોતનાં કારણોનો વિચાર કરતાં એટલું તો અવશ્ય લાગે છે કે આપણા દેશના અમુક વર્ગ પાસે સંપત્તિ ભલે વધી હોય, પણ એના સહજ જીવનક્રમમાં એવું કોઈ વિષમ કે બિનકુદરતી તત્ત્વ અવશ્ય દાખલ થઈ ગયું લાગે છે, કે જે એને ન સુખ સંપત્તિનો ઉપભોગ કરવા દે છે, કે ન સુખે લાંબુ જીવવા દે Page #497 -------------------------------------------------------------------------- ________________ જિનમાર્ગનું જતન છે; આ બિનકુદરતી તત્ત્વ એટલે આવશ્યક શરીરશ્રમનો અભાવ. એ શ્રમના અભાવમાં બુદ્ધિ ભલે ગમે તેટલી ખીલી હોય, પણ શરીર એમાં પોતાનો સાથ પુરાવી શકતું નથી; અને છેવટે પોતાનો શક્તિવેગ ઘટી જવાને કારણે એ ભાંગી પડે છે ! અને માનવી નામશેષ થઈ જાય, તે પછી તો એની ગમે તેવી કુશાગ્ર બુદ્ધિનો પણ કોઈ જ ઉપયોગ રહેતો નથી ! અને આખરે ‘સમીતને નયનયોર્ન હિિિવવસ્તિ' (આંખો મીંચાઈ કે આખી દુનિયા અલોપ) જેવી દારુણ અને કરુણ સ્થિતિ સર્જાઈ જાય છે. છતાં આપણે આની સામે ચેતીને પાણી પહેલાં પાળ બાંધતા નથી ! ૪૭૪ મુંબઈના અંગ્રેજી દૈનિક પત્ર *ધી ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના તા. ૧૦-૨૧૯૬૨ના અંકના ‘કરન્ટ ટૉપિક્સમાં ‘સુંવાળી રહેણીકરણી' (Soft Living) નામે એક નાની-સરખી નોંધ છપાઈ છે. એમાં અત્યારે વધતા જતા હૃદયરોગ (હાર્ટઍટેક) અને હૃદયથંભ (હાર્ટ-ફેલ્યુઅર)ના એક કારણ તરીકે શારીરિક શ્રમ વગરની સુંવાળી રહેણીકરણીને જ બતાવવામાં આવેલ છે. એ આખી નોંધ સૌ કોઈને – ખાસ કરીને બેઠાડુ જીવન જીવવાવાળાઓને – વિચાર કરવા પ્રેરે એવી હોઈ, એ અહીં રજૂ કરીએ છીએ : છેલ્લાં ત્રીસ કે ચાલીસ વર્ષ દરમ્યાન પશ્ચિમના દેશોમાં, ખાસ કરીને અમેરિકામાં, હૃદયની બીમારીઓ એવી તો વધી ગઈ છે કે એ છેલ્લાં થોડાં વર્ષોમાં દાક્તરી વિજ્ઞાને જે દેખીતી અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે એને વટી જતી હોય એમ લાગે છે ! જો કે હજી એ બાબત સુનિશ્ચિત રીતે નક્કી નથી થઈ શકી કે આમ થવામાં આસપાસની બાબતો – જેવી કે ભોજન, હવા-પાણી અને અત્યારના જીવનમાં મગજને અનુભવવી પડતી તાણ જ મુખ્ય કારણો છે. અમેરિકાના હ્રદયશાસ્ત્રના સુપ્રસિદ્ધ નિષ્ણાત ડૉ. પૉલ ડડલી વ્હાઈટના કહેવા મુજબ, આ હકીકતને સાબિત કરવા માટે હજી વધારે સંશોધનની જરૂ૨ છે. – “આમ છતાં, એ તો જાણીતું છે કે આફ્રિકામાં હ્રદયરોગોનું પ્રમાણ ઘણું ઓછું છે, અને હિંદુસ્તાનમાં ગામડાંની વસ્તીમાં અને ખાસ કરીને સ્ત્રીઓમાં આ રોગોના બનાવો ઓછા બને છે. વળી જ્યારે ખાસ કરીને હૃદયની બીમારીઓ અને સુંવાળી રહેણીકરણી વચ્ચેના સંબંધનું વધારે બારીકાઈથી પરીક્ષણ કરવામાં આવે છે, ત્યારે તો આંકડાઓ ઉપરથી તારવેલા અનુમાન કરતાં વધારે વિશ્વાસપાત્ર માહિતી મળી આવતી હોય એમ લાગે છે. આમાં કસરતનો (પરિશ્રમનો) અભાવ, એ વધારે ગંભીર કા૨ણ હોય એમ લાગ્યા વગર નહીં રહે; કારણ કે હૃદયને અને મુખ્યત્વે સખત સ્નાયુથી બનેલ પંપને નિયમિત પરિશ્રમની જરૂર રહે છે, જે બેઠાડુ જીવનપદ્ધતિમાં ભાગ્યે જ મળી શકે છે. Page #498 -------------------------------------------------------------------------- ________________ આરોગ્ય : ૨ ૪૭૫ “તાજેતરમાં મેરેથોન દોડ કરનાર એક નિવૃત્ત પહેલવાનનું પાકી વૃદ્ધ ઉંમરે અવસાન થયું. એમના હૃદયનું પોસ્ટમોર્ટમ કરવામાં આવતાં એમ જાણી શકાયું હતું કે એની હૃદયની રક્તવાહિની કે જે હૃદયને રક્ત પૂરું પાડવાનું કામ કરે છે, એ, તેમ જ મુખ્ય રક્તવાહિનીઓ અસાધારણ રીતે મોટી (પહોળી) થયેલી હતી. આનો અર્થ એ થયો કે કસરત કે શારીરિક પરિશ્રમને લીધે રક્તવાહિનીઓને નુકસાન પહોંચવાને બદલે ખરી રીતે એની શક્તિમાં વધારો થાય છે. કદાચ એમ બને કે કોઈ ચેપને કારણે હૃદયને નુકસાન પહોંચે; એ ઘટનાને બાદ કરતાં, નિયમિત અને સખત કસરતથી – શારીરિક પરિશ્રમથી – રક્તવાહિનીઓને સખ્ત કે સંકુચિત થતી અને હૃદયને લગતી બીજી બીમારીઓને આવતી અટકાવી શકાય.” ઉપરની નોંધ કેટલી ઉપયોગી અને કેટલી માર્ગદર્શક છે એ માટે વિશેષ કહેવાની જરૂર નથી. આજે તો સુખી અને શ્રીમંત વ્યક્તિઓનાં નાની ઉંમરે અને અકાળે થતાં મોત આવા જ કોઈ કારણ તરફ આંગળી ચીંધીને પ્રજાને ચેતવણી આપી જાય છે. પ્રમાણાતીત બૌદ્ધિક પરિશ્રમને લીધે હૃદય અને મગજ ઉપર વધારે પડતો બોજો પડતો જ રહે, અને એ બંનેને સ્વસ્થ અને તંદુરસ્ત રાખનાર શારીરિક કસરતની સતત ઉપેક્ષા જ થતી રહે, તો છેવટે કુદરત બમણા વેગથી પોતાનું વેર વસૂલ કરે છે ! આવું ન થાય અને તંદુરસ્ત અને સ્વસ્થતાભર્યું લાંબું જીવન જીવવાનો લાભ મળે એ માટે શારીરિક શ્રમને બૌદ્ધિક-માનસિક શ્રમની જેમ જ અપનાવવાની જરૂર છે. બંને શ્રમોની સમતુલા એ જ શાંત, નીરોગી અને દીર્ઘ જીવનનો પાયો છે. (તા. ૩-૩-૧૯૬૨) (૨) આરોગ્ય માટે ઉપવાસનો પ્રયોગ શ્રી ફૂલચંદ શામજી જૈન સમાજના એક જાણીતા કાર્યકર છે. તેઓ થોડા વખત પહેલાં શ્રી ઋષભદાસજી રાંકા સાથે નિસર્ગોપચાર-કેન્દ્ર, ઉરૂલીકાંચનમાં આરામ માટે રહ્યા હતા. આ વખતે એમણે બીતાં બીતાં સ્વાથ્યલાભ માટે ઉપવાસ કર્યા તેનું કેવું સારું પરિણામ આવ્યું તેનું વર્ણન એમણે “જૈન-જગત્' માસિકના ગત સપ્ટેમ્બર માસના અંકમાં કર્યું છે તે જાણવા જેવું છે, તેઓ કહે છે – મને લાંબા વખતથી મરડાનો વ્યાધિ થયેલો હતો, અને એના જંતુઓએ હંમેશનું ઘર કર્યું હતું. ત્યાંના ડૉક્ટરે કહ્યું કે આનો ઈલાજ થઈ શકે એમ છે... આમાં ખાસ કરીને ખાન-પાનનો ફેરફાર કરવાનો હોય છે... ૧-૧૨ દિવસ ફળાહાર Page #499 -------------------------------------------------------------------------- ________________ ૪૭૬ જિનમાર્ગનું જતન કરવો રહ્યો. તે પછી ડૉક્ટરે કહ્યું કે મારા રોગને જડમૂળથી નાબૂદ કરવા માટે મારે કેટલાક ઉપવાસ કરવા જોઈશે. મારી અત્યાર લગીની માન્યતા પ્રમાણે ઉપવાસ મને પ્રતિકૂળ હતા. ડૉક્ટરોએ મને કહી રાખ્યું હતું કે મારે ઉપવાસ ન કરવા. તેથી, તેમ જ લોહીનું દબાણ ઓછું હોવાથી હું ઉપવાસ નહોતો કરતો. પણ જ્યારે ડોક્ટરે ઉપવાસનું કહ્યું એટલે મેં ઉપવાસ કરવાનો નિશ્ચય કરી લીધો... મેં વાસ ચાલુ કર્યા અને દસ ઉપવાસ પૂરા કર્યા. અને ઉપવાસ શારીરિક અને માનાર ક સ્વાથ્ય મેળવવામાં કેટલા મદદગાર થઈ શકે છે તેનો જાત-અનુભવ મેળવ્યો.” શ્રી ફૂલચંદભાઈનો ઉપવાસથી થતી શારીરિક અને માનસિક સ્વાથ્યપ્રાપ્તિ અંગેનો આ અનુભવ આવા જ બીજાના અનુભવોમાં ઉમેરણ કરે છે અને દવા લેવાની વધતી જતી મનોવૃત્તિમાં પાછું વાળીને જોવાની પ્રેરણા આપે છે. તે (તા. ૧૮-૧-૧૯૬૪) (ગ્રંથ સમાપ્ત) Page #500 -------------------------------------------------------------------------- ________________ પરંપરાશુદ્ધિ શિયાળાનાં વસ્ત્રો ઉનાળે બિનઉપયોગી નીવડે છે, તેમ એક કાળે પ્રગતિને માટે કારગત નીવડેલા રિવાજો અને ચીલાઓ બીજે કાળે પ્રગતિને માટે બિનઉપયોગી જ નહીં, અવરોધરૂપ પણ બની જાય છે. રૂઢિ, રિવાજો કે ચીલાઓની ઉપયોગિતાબિનઉપયોગિતાનો નિર્ણય કરવો એનું નામ દીર્ધદષ્ટિ. કોઈ પણ બાબતને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની કસોટીએ કસવાની જૈન શાસ્ત્રોની આજ્ઞાનું પણ આ જ રહસ્ય.”