SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ જિનમાર્ગનું જતન આ અદમ્ય શક્તિને નાથવાનું કામ રાજસત્તાનું જ છે; પણ જે પક્ષ પોતાના હાથમાં આવી પડેલી રાજસત્તાનો ઉપયોગ કેવળ પોતાના લાભ માટે જ કરી લેવાની પ્રમાણાતીત સ્વાર્થપરાયણતામાં પાગલ બન્યો હોય તે આવી શક્તિને નાથવાની શક્તિ કે વૃત્તિ દાખવી શકે એ અત્યારે તો ન બનવા જેવી વાત લાગે છે. ૪૩૮ આ મોટી-મોટી પરદેશી લોનો કે સહાયો, ચૂંટણીફંડ જેવી તરકીબો, તેમ જ કાળાબજાર અને કાળાનાણાની વધતી જતી શક્તિ ઃ આ બધું ય દેશના અર્થતંત્ર સાથે સીધેસીધો સંબંધ ધરાવે છે. એનાં લાંબાગાળાનાં જે દુષ્પરિણામો આવવાનાં છે એની વાત બાજુએ રાખીએ, તો પણ સામાન્ય પ્રજાજનના માંડમાંડ ગોઠવાતા અર્થતંત્ર ઉપર એની જે ઘેરી અને ખૂબ માઠી અસર થઈ રહી છે, એ ખૂબ ચિંતા ઉપજાવે એવી છે. પણ આજે તો આપણો સત્તાધારી પક્ષ એ બધું જ ભૂલી ગયો છે, અને ‘વર મરો, કન્યા મરો, પણ ગોરનું તરભાણું ભરો'ની જેમ સામાન્ય પ્રજાનું થવાનું હોય તે થાઓ, પણ અમને તો અમારે જોઈએ તેટલા પૈસા પ્રજા પાસેથી મળવા જ જોઈએ.’ - એ રીતે જ વિચારી અને વર્તી રહ્યો છે ! આ બધું જોઈએ છીએ ત્યારે કવિ કલાપીની ‘દયાહીન થયો નૃપ !' એ દર્દભરી પંકિત સહેજે સાંભરી આવે છે ! હવે સામાન્ય માનવીની અત્યારની આર્થિક ભીંસની વિગતો જરાક તપાસીએ : અન્ન, વસ્ત્ર અને આવાસ એ જીવનની પ્રાથમિકમાં પ્રાથમિક અનિવાર્ય જરૂરિયાતો છે. આની સાથોસાથ પોતાનાં સંતાનોના પોષણ અને શિક્ષણની વ્યવસ્થા, તેમ જ કુટુંબની તબીબી સારવારની સગવડ : આટલી બાબતોની સામાન્ય ખાતરી અને નિશ્ચિતતા તો પ્રજાતાંત્રિક સ્વરાજ્યમાં પ્રત્યેક પ્રજાજનને મળી જ રહેવી જોઈએ. ગાડાંના ગાડાં ભરાય એટલાં દેશ-પરદેશનાં નાણાં બે પંચવર્ષીય યોજના પાછળ ખર્ચાઈ ચૂક્યાં છે, ત્રીજી યોજના માટે પણ પૈસો પાણીની જેમ ખર્ચાઈ રહ્યો છે અને આનાથી ય જંગી ચોથી યોજના તૈયાર થઈ રહી છે. છતાં, આપણા દેશવાસીઓને જીવનનિર્વાહ અને જીવનવિકાસની આવી પ્રારંભિક જરૂરિયાતોની બાબતમાં પણ ખાતરી મળવી બાકી જ છે ! સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ (નગરપાલિકાઓ), પ્રાદેશિક સરકારો અને કેન્દ્રસ૨કા૨ જ્યારે જુઓ ત્યારે નવા-નવા કરો નાખવાનો કે જૂના ક૨ોમાં વધારો કરવાનો જ વિચાર કર્યા કરે છે; અને છતાં, એની ખર્ચની વ્યવસ્થાનું તળિયું એવું કાણું છે, કે એનું પેટ ક્યારે ભરાશે અને સામાન્ય પ્રજાજનને ક્યારે રાહત મળશે એનું ભવિષ્ય ભાખનારની હજી શોધ કરવી પડે એમ છે. ટપાલ-કચેરીવાળો કહેશે : અહીં વધુ પૈસા આપતા જાઓ, સ્થાનિક બસવાળો અને રાજ્યની બસ (એસ. ટી) વાળો કહેશે મારે બારણે પણ વધુ નિવેદ ધરતા જાઓ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001041
Book TitleJinmargnu Jatan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy