________________
૧૮૮
જિનમાર્ગનું જતન “અત્યારે તેઓ (આ. અભિનંદનસાગરમુનિ) બારામતીમાં બિરાજે છે. સમાજમાં આજે કેટલાય આચાર્યો છે. જો “સં' પદના સંબંધમાં એ બધાનો મત એકત્રિત કરવામાં આવે, તો તેમાંથી ઘણાખરાનો મત આ. શાંતિસાગરજીના નિર્ણયથી વિપરીત આવશે. સમાજના વિદ્વાનોની એકની એક સંસ્થા ભારતવર્ષીય દિગંબર જૈન પરિષદે તો પોતાનો મત કેટલાંય વર્ષ આપી દીધો છે કે ૯૩માં સૂત્રમાં સંન પદ જરૂર રહેવું જ જોઈએ.”
આ સમાચાર મુજબ દિગંબર ભાઈઓમાં આ પ્રશ્ન અંગે જે જાગૃતિ આવી છે તે રાજી થવા જેવી છે. તાત્કાલિક સગવડ-અગવડના, વાદાવાદના કે કદાગ્રહના અતિ સંકુચિત વિચારના વમળમાં ફસાઈને શાસ્ત્રગ્રંથોમાં કોઈ પણ જાતની ઘાલમેલ કરવી, એ ભારે અપકૃત્ય છે. જે ભાઈઓએ એની સામે પોતાનો મત જાહેર કર્યો છે અને એ અપકૃત્યને દૂર કરાવવાનો પ્રયત્ન આદર્યો છે, તેઓ ધન્યવાદને પાત્ર છે.
અમે ઇચ્છીએ છીએ કે સમસ્ત દિગંબર સંપ્રદાય આ માટે જરૂર ફરીથી વિચાર કરે અને પોતાના જ ઘરને કોરી ખાય એવા આ પ્રશ્નનો નિકાલ કરવામાં મતભેદના અંધારા કૂવામાં પડ્યા વગર સ્વસ્થ ચિત્તે એક મત ઉપર આવી, આવા અઘટિત પગલાથી પાછા ફરવાનું શાણપણ દાખવે. અસ્તુ!
(તા. ૨૮-૫-૧૯૫૦)
(૪) મંદિર પ્રવેશ-વિવાદઃ શાસ્ત્રોને શસ્ત્રો બનાવીશું?
મંદિર-પ્રવેશના પ્રશ્નનો વિચાર કરતી વેળાએ આપણે માનવસમાજના જેન અને જૈનેતર એવા બે વર્ગ પાડીએ, તો આ પ્રશ્નને આપણે હરિજન-મંદિર-પ્રવેશના પ્રશ્ર કરતાં સર્વજન-મંદિર-પ્રવેશના પ્રશ્ન તરીકે વધુ સાચી રીતે ઓળખાવી શકીએ. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ જ્યારે પોતાના નિવેદનમાં જૈન આચારને અનુસરીને દર્શનાર્થે જનાર કોઈને પણ રોકવા નહીં' એમ કહ્યું છે ત્યારે સર્વજન-મંદિર-પ્રવેશની વાત જ બંધબેસતી જણાય છે.
હરિજન-મંદિર-પ્રવેશનો અથવા પેઢીના આ નિર્ણયનો વિરોધ કરનારાઓ વારેવારે શાસ્ત્ર અને પરંપરાનું નામ આગળ ધરે છે, અને જો હરિજનો જૈન મંદિરમાં દાખલ થાય તો શાસ્ત્રોના વિધિ-નિષેધોનું તેમ જ પરંપરાનું ઉલ્લંઘન થવાનો ભય બતાવે છે. આમાં પરંપરા-સંબંધી વિશેષ ચિંતા કરવા જેવું તો એટલા માટે નથી કે પરંપરાઓ તો કંઈક સ્થપાય છે અને વળી પાછી આપમેળે કે કાળબળે બદલાઈ જાય છે અથવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org