SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપેક્ષિત વર્ગોનો ધર્મ દ્વારા ઉદ્ધાર : ૪ ૧૮૯ વિલીન થઈ જાય છે, પણ શાસ્ત્રોના વિધિનિષેધો સંબંધી બાબત જરૂર ધ્યાનમાં લેવી જોઈએ. અહીં આપણે આ પ્રશ્ન સાથે સંકળાયેલ શાસ્ત્રાજ્ઞાઓ કે એના વિધિ-નિષેધોની સીધેસીધી વિગતો દ્વારા વિચારણા તો નહીં કરીએ, પણ જૈનધર્મ અને જૈન સંસ્કૃતિનું મૌલિક રૂપ નજર સામે રાખીને, આવા પ્રશ્નો સંબંધમાં જૈન શાસ્ત્રોનું વલણ કેવું હોઈ શકે એની થોડીક વિચારણા કરીશું. આ કે આના જેવા બીજા પ્રશ્નોમાં ધર્મગુરુઓ તરફથી શાસ્ત્રોના નામે આપણને મોટો ભય બતાવવામાં આવે છે, ત્યારે સહેજે પ્રશ્ન થાય છે કે આ શાસ્ત્રો તે કયાં અને કેવાં હશે? અને એની આજ્ઞાનું પાલન એટલે શું? આપણે આપણી નજર સામે જ જોયું કે આપણને ધર્મારાધનનું નિમિત્ત આપતી પર્વતિથિનો નિર્ણય કરવા માટે જ આપણા કેટલાક ધર્મગુરુઓએ સંઘમાં કેટકેટલો વિખવાદ પેદા કર્યો હતો અને જૈન સમાજમાં કેટલી છિન્નભિન્નતા ઊભી કરી હતી. પોતાની વાત જ સાચી ઠેરવવાના મમતમાં ફક્સાઈને કેટકેટલા કાવાદાવા, કેટકેટલાં જૂઠાણાં, કેટકેટલી અસત્ય પ્રવૃત્તિઓ અને કેટકેટલા કષાયોનું પોષણ કરવામાં આવ્યું હતું ! ત્યારે સહેજે પ્રશ્ન થાય કે આવા બધા આત્મઘાતક અવગુણોથી દૂર રહેવું અને કષાયોથી નિવૃત્તિ મેળવવી એ શાસ્ત્રની આજ્ઞા કે ગમે તેમ કરીને જય મેળવવાની નરી પાગલ વિજિગીષા(વિજયની લાલસા)માં ફસાઈને એ બધા દુર્ગુણોનું પોષણ કરવું અને કષાયોની વૃદ્ધિ કરવી એ શાસ્ત્રની આજ્ઞા ? વળી, જૈનધર્મમાં અનેક ફિરકાઓ ને પેટા ફિરકાએ પડ્યા. તેમાં ય વળી જુદાજુદા ગણો, ગચ્છો અને સમુદાયો. એમાંના દરેક પોતાના મતને જ સાચો માને અને બીજાના મતને ખોટો માને; અને એમ કરવામાં પાછું દરેક જૂથ શાસ્ત્રોના આધારો ટાંકે. ત્યારે પ્રશ્ન થાય કે આ શાસ્ત્રો તે કેવાં કે સૌને લડવા માટેનાં સામસામાં શસ્ત્ર પૂરાં પાડે? સંસ્કૃત-પ્રાકૃત જેવી શાસ્ત્રની ભાષામાં અને કોઈ વાર સમકાલીન લોકભાષામાં પણ) કોઈ મુનિવરે કંઈ લખ્યું એનું નામ શાસ્ત્ર – એ ભૂલભરેલી માન્યતામાંથી જ ધર્મમાં અને સંઘમાં અનેક વિકૃતિઓ પેસી જવા કે પેદા થવા પામી છે. કોઈ પણ ધર્મશાસ્ત્રની આજ્ઞા એ ધર્મના પાયારૂપ સિદ્ધાંતથી વિરુદ્ધ ન જ થઈ શકે; એ તો હંમેશાં એનું પોષણ કરનારી જ હોવી જોઈએ. પણ મૌલિક ધર્મશાસ્ત્રો અને ઉત્તરકાલીન ધર્મશાસ્ત્રોનાં ભેદ કે તારતમ્યનો (વધારે-ઓછા મહત્ત્વનો આપણને સ્પષ્ટ ખ્યાલ ન હોવાથી શાસ્ત્રાજ્ઞાઓ કે ધમજ્ઞાઓની બાબતમાં આપણે ઠીકઠીક ગોટાળામાં પડી જઈએ છીએ અને જૈનધર્મની મૂળભૂત આજ્ઞાથી વિરુદ્ધ જતી હોય એવી બાબતોને પણ ધર્મની કે શાસ્ત્રની આજ્ઞા તરીકે માની લઈએ છીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001041
Book TitleJinmargnu Jatan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy