________________
જિનમાર્ગનું જતન
પાલન પણ
આપણાં ઉત્તરકાલીન ધર્મશાસ્ત્રોનાં વિધાનો આપણા મૂળભૂત શાસ્ત્રગ્રંથોમાંનાં મૌલિક વિધાનો સાથે સંપૂર્ણ સુસંગતિ ન સાચવી શક્યાં એનું પિરણામ આપણા માટે બે રીતે નુકસાનકારક આવ્યું : આપણી અહિંસાની સમજણ અને તે સાથે અહિંસાનું એમ બંને પ્રગતિશીલ બનવાને બદલે સ્થૂળ બની ગયાં, અને આપણા ધર્મના પ્રચારનું ક્ષેત્ર વધુ ને વધુ સંકુચિત બનતું ગયું — તે એટલી હદે કે જતે દહાડે સાવ નજીવા અને નમાલા મતભેદને કારણે આપણે આપણા જ ભાઈઓને પણ પચાવવામાં નાકામિયાબ નીવડ્યા. જો કોઈ એમ માને કે ભલે આપણું ધર્મપ્રચારક્ષેત્ર સંકુચિત બન્યું, પણ આપણે આપણી ગુણવત્તામાં તો આગળ વધ્યા છીએ, તો એમ માનનારા કેવળ કલ્પિત સ્વર્ગમાં જ વસે છે !
૧૯૦
જૈનધર્મનું પાલન કરવાનો માર્ગ અહિંસા-સંયમ-તપનું આરાધન, દર્શન-જ્ઞાનચારિત્રનું આરાધન અથવા દેવ-ગુરુ-ધર્મનું આરાધન કરવું એ છે. આ બધા કંઈ એકબીજાથી જુદાજુદા માર્ગો નથી, પણ એકબીજાની સાથે એવા તો ઓતપ્રોત થયેલા છે કે એકના પાલનમાં બીજાનું પણ વધતું-ઓછું પાલન થઈ જ જાય અને એકની ઉપેક્ષામાં બીજું પણ આપમેળે ઉપેક્ષિત થઈ જાય. આ ધર્મમાર્ગોનું અનુસરણ અમુક માનવસમૂહથી જ થઈ શકે અને અમુક માનવસમૂહથી ન જ થઈ શકે – એવું વિધાન, જે ધર્મ કેવળ ગુણપ્રધાન દૃષ્ટિને જ વર્ષે હોય, એ ધર્મનાં શાસ્ત્રો કરી શકે ખરાં ? એમાં ય ગુરુ પાસે જવાની કે દેવમંદિરમાં જવાની વાત આવે છે ત્યાં જ હરિજનપ્રવેશનો વિરોધ શાસ્ત્રોને નામે ઊભો કરવામાં આવે છે. પણ જ્યાં સમભાવની પ્રાપ્તિ કે કષાયોનો વિજય એ જ ધર્મપાલનની કસોટી લેખાતી હોય, અને જ્યાં કુળમદ અને જાતિમદની ભારોભાર નિંદા કરવામાં આવી હોય, ત્યાં ધર્મની કે દેવગુરુની આશાતના થવાના નામે, આખી ને આખી જાતિને કે આખા ને આખા વર્ણને દેવદર્શને કે ગુરુ પાસે જવા માટે અનધિકારી કહેવામાં આવે એ વાત જૈનધર્મની મૂળભૂત ભાવના સાથે કોઈ રીતે બંધ બેસતી નથી.
જો વસ્તુસ્થિતિ આવી છે તો પછી દેવની આશાતનાને નામે ધર્મમાં ઊંચ-નીચપણાના ભેદો કેમ કરી પેસી ગયા ? આ સવાલનો વિચાર કરતાં એમ થવામાં આવાં કેટલાંક કારણોએ ભાગ ભજવ્યો હોય એમ લાગે છે :
(૧) ધર્મક્ષેત્રમાંથી જે ઊંચ-નીચભાવને ભગવાન મહાવીરે અળગો કરીને સમાનતાનો ભાવ સ્થાપિત કર્યો હતો, એ સમાનતાના ભાવને હમેશને માટે ટકાવી રાખવો એ ભારે દુષ્કર કાર્ય છે. સત્યના પારગામી દર્શન પર આધારિત પળેપળની જાગૃતિ હોય તો જ એ બની શકે. બાકી ઊંચ-નીચદૃષ્ટિના ભોગ થઈ પડવું એ તો રાષ્લેષમય સાંસારિકતાથી પીડાતા માનવીની સહજ કમજોરી છે. સમય જતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org