________________
૩૦૪
જિનમાર્ગનું જતન
(૭) તીર્થગત વિવાદોનો ઉકેલઃ એક તાત્વિક વિચારણા
જૈનધર્મની જે વિશિષ્ટતા છે, એ વિશિષ્ટતાની માનવસમૂહમાં પ્રતિષ્ઠા કરવી એ જૈન તીર્થસ્થાનોનો મુખ્ય હેતુ છે. અને એ દૃષ્ટિએ વિચારતાં જેમ જૈનધર્મ – જૈનધર્મના સિદ્ધાંતો – ઇતર ધર્મો અને એના સિદ્ધાંતો કરતાં જુદા તરી આવે છે, તેમ એનાં તીર્થસ્થાનો પણ કંઈક આગવી વિશિષ્ટતા ધરાવે છે. એટલે પછી આવાં તીર્થસ્થાનોની રક્ષાના ઉપાયો પણ એ ધર્મના સર્વમંગળકારી સિદ્ધાંતોના પ્રકાશમાં જ શોધવા અને અજમાવવા જોઈએ એ કહેવાની જરૂર નથી. ધર્મભાવનાના પ્રેરણાસ્થાન-સમાં તીર્થસ્થાનોની રક્ષા માટે ધર્મના પાયારૂપ કે પ્રાણરૂપ મૂળ સિદ્ધાંતોની જ જો ઉપેક્ષા થઈ જાય, અથવા એ સસરાઈ જાય તો એનું પરિણામ તો “જીવ ભલે ગયો, પણ રંગ તો રહ્યો!' એવું અનિચ્છનીય કે વિપરીત જ આવે. અને જો આપણે ગમે તે ભોગે ધર્મભાવના અને ધર્મસિદ્ધાંતોનું જતન કરવા માટે કૃતનિશ્ચય હોઈએ, તો ધર્મભાવના અને ધર્મસિદ્ધાંતો સાથે પૂરેપૂરા સુસંગત હોય એવા તીર્થરક્ષા માટેના નિદોષ ઉપાયો આપણને ન જ મળી આવે એમ માની લેવાને કશું જ કારણ નથી – ફક્ત એમાં આપણે ઉતાવળને બદલે ધીરજથી, ઝનૂનના બદલે ધર્મમય ઠંડી તાકાતથી, ટૂંકી દષ્ટિને બદલે દીર્ઘદ્રષ્ટિથી, જય-પરાજયની છીછરી મનોવૃત્તિના બદલે સત્ય-ન્યાયની ગંભીર ભાવનાથી અને એકાંતદષ્ટિના બદલે અનેકાંતદષ્ટિથી કામ લેવું પડે એટલું જ.
આ અંગે થોડોક વધુ વિગતે વિચાર કરીએ:
જેનધર્મે જીવનસાધનાનો જે મુખ્ય ઉદ્દેશ દર્શાવ્યો છે અને એ ઉદ્દેશને સફળ. બનાવવાના જે માર્ગો કે ઉપાયો દર્શાવ્યા છે એમાં જ એની વિશિષ્ટતા રહેલી છે. જીવમાત્ર સાથે મૈત્રી સમિતી બે સદ્ગમૂકું) એ જૈનસાધનાનો મુખ્ય હેતુ છે. જૈન સાધકોએ માત્ર આવી વિરાટ ભાવનાનું ઉદ્દબોધન કરીને જ સંતોષ માનવાને બદલે, પોતાની જીવનસાધનાના અનુભવને આધારે એ ઉદ્દેશને સિદ્ધ કરવાનો સચોટ ઉપાય પણ દર્શાવ્યો. એ ઉપાય તે અહિંસા. જીવનમાં જો અહિંસાની પ્રતિષ્ઠા થાય તો વિશ્વમૈત્રીની ભાવના આપોઆપ ચરિતાર્થ થાય; પરિણામે કોઈની સાથે વેર-વિરોધ રહેવા પામે નહીં (વેર મૉં ન ). પાતંજલયોગસૂત્રમાં સાચું જ કહ્યું છે કે હિંસાપ્રતિષ્ઠાયાં તત્સનિ વૈરત્યT: – અહિંસા બરોબર સ્થપાતાં તેના સાનિધ્યમાં વેરવિરોધ ટકી શકે નહીં.
વળી જૈન સાધકોએ, વિશ્વમૈત્રીની ભાવનાને સફળ બનાવવા માટે કેવળ અહિંસાની સાધના કરવાનું કહીને જ બેસી ન રહેતાં, અહિંસાની પ્રાપ્તિ માટેના સ્વાનુભવગમ્ય ઉપાય જણાવતાં કહ્યું કે અહિંસાની પ્રાપ્તિનો ઉપાથ છે સંયમ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org