________________
૩૦૩
તીર્થરક્ષા અને તીર્થસેવન : ૬ લઈ જાય, અને લાગ જોઈને જેની સાથે અદાવત હોય એને ઝાટકી નાખે ! પછી તો ખૂબ વેર વધે અને પેઢીઓ સુધી એ ચાલે. આટલા માટે હોળી પ્રગટાવવી જ બંધ કરી, અને ધૂળેટી ખેલવાનું પણ એવાં તોફાનોને અટકાવવા બંધ કર્યું.”
પાંચ આને શેર ખડી જેવું ચોખ્ખું દૂધ મળે – સામે ચાલીને લેવા જઈએ તો ! દૂધ દેનાર ઠાકોર કોમની બહેન કહે : “ભાઈ, અમારે કેટલા ભવ કરવા છે કે દૂધમાં પાણી મેળવીએ? એમ કર્યે માતા રાજી ન રહે, છોકરાં સુખી ન થાય !”
અમે અમારા એક સ્નેહી સાથે દૂધ લેવા ગયેલા. એમણે બીજે દિવસે પોતે દૂધ લેવા આવશે એમ કહ્યું. બીજે દિવસે એમના બદલે એમનો દીકરો અને અમે દૂધ લેવા ગયા; અમે તો રાહ જોતાં બેઠાં, પણ બાઈએ દૂધ આપવાની કોઈ તૈયારી ન બતાવી. પૂછ્યું, તો કહે : “પેલા કાકાને દૂધ આપવાનું કહ્યું છે; તમને આપી દઉં તો એમને શું આપું? એમને વચન આપ્યું છે તે કેમ ભુલાય? વચન જાય એના બદલે છો ને દૂધ વગર વેચાયું પડ્યું રહેતું.” અમે એને સમજાવ્યું કે અમે એ કાકાની વતી જ આવ્યા છીએ, ત્યારે જ એણે દૂધ આપ્યું. આ કાકા તે અમદાવાદના શ્રી સાકરચંદ ફકીરચંદ મશરૂવાળા.
છાશની વાત નીકળી તો કહે કે છાશમાં તો બધાયનો ભાગ. એ વેચીને પૈસા ન કરાય, પણ જે આવે એને એમ ને એમ આપી દેવાય.
મૂળ તો આરામના હેતુથી કરેલ આ તીર્થયાત્રા-પ્રસંગે જોવા મળેલ ગામડાની આ નૈતિક સંસ્કારિતાથી ચિત્ત ખૂબ પ્રસન્ન થયું. આવા પ્રસંગો શહેરીઓના શહેરીપણાના અને એમની સંસ્કારિતાના ગુમાનને પડકારરૂપ બની રહે એવા છે. કદાચ આ ગામડાના રહેવાસીઓને શહેરીપણાનો રંગ નહીં લાગ્યો હોય એનું જ આ સુપરિણામ હશે. એમાં જ માનવસમાજનું ભલું રહેલું છે.
સેરિસા તીર્થમાં પાંચ દિવસ ખૂબ આરામ, આનંદ અને આસાએશમાં વિતાવીને અમદાવાદ માટે રવાના થતો હતો, ત્યારે મનમાં થતું હતું કે વળી પાછું ફિકરકોટમાં દાખલ થવાનું આવ્યું! પણ તરત જ વળી મનમાંથી અવાજ આવ્યો, કે જેમ ભૂખ હોય તો જ ભોજનનો સ્વાદ આવે, એમ કામ કરીને થાક્યા હોઈએ તો જ આરામ આનંદદાયક બની શકે ! કામમાં જ આરામનાં મહિમા અને મહત્તા સમાયેલાં છે; નહીં તો આરામ અને આળસ વચ્ચે કોઈ ભેદ રહેવા પામતો નથી. અને આળસનો આશ્રય લીધો કે પતનને જ તેડું મોકલ્યું સમજો !
થોડીક ર્તિ મેળવીને અમદાવાદ પહોંચ્યો ત્યારે સેરિસાતીર્થની યાત્રાનાં મધુર સ્મરણોથી મન આહૂલાદ અનુભવતું હતું. આવો આલાદ ફરી કયારે મળશે? થાકી જવાય એટલું કામ કરીશું ત્યારે જ ને ? કાર્ય એ જ સાચું જીવન !
(તા. ૨૩-૩-૧૯૬૫ અને તા. ૧-૪-૧૯૬૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org