________________
૩૦૨
જિનમાર્ગનું જતન કલાક ચાલતા નળ, પીવાના મીઠા પાણીના પણ અમુક-અમુક સમયે ચાલુ થતા નળ, વિજળીની બત્તીઓ અને વાસણ-પાગરણની પૂરતી સગવડ; આવી બધી સગવડો આ
સ્થાનને વિશેષ આકર્ષક અને રહેવા યોગ્ય બનાવે છે. આ તીર્થનો વહીવટ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી સંભાળે છે.
આ તીર્થભૂમિનાં આ આકર્ષણો ઉપરાંત બીજાં બે આકર્ષણોથી પણ મારું મન પ્રભાવિત થયું છે; એમાંનું એક છેઃ એ તીર્થની પેઢીના મુનીમ શ્રી ચીમનલાલ ડાહ્યાભાઈ. ત્રીસ વર્ષથી તેઓ આ એક જ સ્થાનમાં પોતાની સેવાઓ આપી રહ્યા છે. તેઓ કાબેલ, કાર્યદક્ષ અને કર્તવ્યપરાયણ છે. કોઈ પણ કામ પાર કેમ પાડવું એની સૂઝ અને બીજા પાસેથી કામ લેવાની કુનેહ એમનામાં છે. ઉપરાંત, આવી નોકરી આટલા લાંબા સમય સુધી કરવા છતાં, એમણે જે રીતે પોતાની તેજસ્વિતા અને ખુમારી સાચવી રાખી છે તે વિરલ છે. એમની સાથે મોકળે મને વાત કરતાં એમની વિચારપ્રૌઢતા આપણા ખ્યાલમાં આવ્યા વગર નથી રહેતી.
આ સ્થાનનું બીજું આકર્ષણ છે ગામની આસપાસનો શાંત, એકાંત અને સુંદર વગડો, અને જાણે હસતી-રમતી-કિલ્લોલ કરતી હોય એવી કુદરત. સવારે કે સાંજે એના રેતાળ માર્ગો ઉપર આપણા મનની મોજ પ્રમાણે, એકાદ વિચારને વાગોળતાં કે એકાદ કવિતાની કડીનું ગુંજન કરતાં, ડોલતાં-ડોલતાં ફર્યા કરીએ ત્યારે જાણે એમ જ લાગે છે કોઈ શાંતિના ઉદ્યાનમાં આપણે લટાર મારી રહ્યા છીએ: ન માણસોની ભીડાભીડ, ન વાહનોના ખળભળાટ કે ન વિજળીના દીવાના આંખોને આંજી દેતા ઝબકારા. મેં તો આ માર્ગોએ ફરતાં ભારે શાંતિ અને શાતા અનુભવી છે. પણ આવો અનુભવ થવો એ દરેક માનવીના પોતાના મનની સ્થિતિ ઉપર આધાર રાખે છે.
આ તીર્થ અમદાવાદથી ૧૮ માઈલ અને કલોલથી ૬ માઈલ છે. અને બંને સ્થળેથી એસ. ટી. ની ૫-૬ બસો મળે છે. ગામડામાં સંસ્કારદર્શન
સેરિસા બે હજારેક માણસોની વસતીનું, આપણાં બીજાં ગામડાં જેવું જ એક સામાન્ય ગામ છે. પણ ત્યાં માણસાઈભરી સંસ્કારિતાનું જે થોડુંક દર્શન થયું તે જાણવા જેવું છે.
હોળીને દિવસે મોડી સાંજે અમે ગામમાં ફરવા નીકળ્યાં, તો ક્યાંય હોળી પ્રગટેલી ન લાગી ! બહુ જ નવાઈની વાત. પૂછ્યું તો જાણવા મળ્યું, હોળી પ્રગટવવાનું અને ધૂળેટી ખેલવાનું આખા ગામમાં સદંતર બંધ છે ! એક ઠાકોર ભાઈ કહે: “પહેલાં હોળીમાં વેર સુધ્ધાં વસૂલ થતાં હોળીમાં હોમવાના ઘાસના પૂળામાં તલવાર સંતાડીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org