SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થરક્ષા અને તીર્થસેવન : ૬ ૩૦૧ ભક્તિપૂર્વક આપેલ હિસ્સો એ તીર્થના જીર્ણોદ્ધારના ઇતિહાસમાં સોનેરી અક્ષરોએ અંકિત થાય એવો છે. સુવિશાળ પ્રાંગણની વચે શોભતું વિશાળ અને ઉન્નત જિનમંદિર જોતાં જ ચિત્તને વશ કરી લે છે. ખૂબ ઊંચી ઊભણી ઉપર આછા રાતા-ગેરુઆ જોધપુરી (કે એવા કોઈ) પથ્થરનું બનેલું અને વચ્ચે વચ્ચે શ્વેત સંગેમરમરના મોટામોટા સ્તંભોથી, આથમતી રતુંબડી સંધ્યાએ તારે-મસ્યા આકાશની જેમ દીપી ઊઠતું આ જિનમંદિર શિલ્પકળાનો સાદો, પણ સુંદર અને ભવ્ય નમૂનો છે. પહોળાં-પહોળાં પગથિયાં અને વિશાળ ચોતરો એની ભવ્યતામાં ઓર ઉમેરો કરે છે. ચોતરા પછી લંબચોરસ પ્રવેશમંડપ આવે છે. એમાં બે મોટા ગોખમાં એક બાજુ દેવી અંબિકાની પ્રાચીન મૂર્તિ અને બીજી બાજુ દેવી પદ્માવતીની અર્વાચીન મૂર્તિ બેસારેલી છે. પછી આવે છે ચિત્તને શાંત, સ્વસ્થ અને સમતારસભર્યું બનાવતો સમચોરસ વિશાળ રંગમંડપ. રંગરોગાનના કોઈ લપેડા નહીં, બિનજરૂરી ચિતરામણની કોઈ કનડગત નહીં, છબીઓ કે એવો કોઈ ઠઠારો નહીં. ઊંચો વિશાળ ઘુમ્મટ પણ જાણે કોઈ ગંભીર સાધકની જેમ મૌન ધરીને વાણીના વિલાસને સંયમમાં રાખવાની આજ્ઞા ફરમાવે છે. ચોમેર શાંતરસનું સામ્રાજ્ય પ્રવર્તે છે. મંદિરની જમણી અને ડાબી બાજુનાં પ્રવેશદ્વારો, અને એની સાથેના ચોતરા ઉપર ચઢવા માટે અને મંદિરમાં જવા માટે મૂકેલાં પગથિયાં જાણે સોહામણા રાજહંસની પ્રસારેલી બે પાંખો જેવાં નયનમનોહર લાગે છે. અને મંદિરનું ઉન્નત શિખર તો જાણે એની ધજાને હવામાં લહેરાવીને આત્માને ઊંચે લઈ જવાની પ્રેરણા આપે છે. રંગમંડપમાં દાખલ થાઓ, અને ગભારામાં બિરાજતી ભગવાન પાર્શ્વનાથની વિશાળ શ્યામ-સુંદર પ્રતિમા ચિત્તને ચોરી લે છે. આ પ્રતિમા, રંગમંડપમાંની બે ઊભી (કાઉસગિયા) પ્રતિમાઓ અને નીચે ભોંયતળિયે પ્રતિષ્ઠિત શ્રી લોઢણ પાર્શ્વનાથની મોટી અને શ્યામ પ્રતિમા અહીંથી જ પ્રગટ થઈ છે. મંદિરમાં પ્રભુસન્મુખ બેસીએ છીએ અને અંતર શાતા અનુભવવા લાગે છે. નીચે લોઢણ પાર્શ્વનાથની બાજુમાં ભગવાન ઋષભદેવ કેસરિયાનાથની અર્વાચીન મૂર્તિ બેસારેલી છે. એ પણ મોટી અને શ્યામ છે. શ્યામ પ્રતિમાઓ, શ્વેત સ્તંભો અને ફરસબંધી અને આછું રાતું જિનમંદિરનું કાઠું – ત્રણ રંગનો ત્રિવેણીસંગમ કોઈ અજબ ભવ્યતા સર્જે છે. જિન-પ્રાસાદની અને એની ફરતા વિશાળ ચોગાનની સ્વચ્છતા બીજાં તીર્થસ્થાનો માટે દાખલારૂપ બની રહે એવી છે. ચારસો જેટલાં યાત્રિકો આરામથી રહી શકે એવી મોટી ધર્મશાળા, ચોખ્ખો અને મનભર ખોરાક આપતી ભોજનશાળા, વાપરવાના હેજ ભાંભરા પાણીના ચોવીસે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001041
Book TitleJinmargnu Jatan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy