________________
જિનમાર્ગનું જતન
પુણ્યવિજયજી મહારાજ પણ પાટણથી અમદાવાદ પાછા ફરતાં તે જ દિવસે સેરિસા પધાર્યા હતા એ પણ એક લાભ મળ્યો.
300
સેરિસામાં પાંચ દિવસ રહીને જે શાંતિ, આનંદ અને સુખનો લાભ મળ્યો, એના લીધે શરીર અને મનનો થાક ઠીકઠીક ઓછો થયો, અને ચિત્તમાં કંઈક આહલાદક સ્ફૂર્તિનો અનુભવ થવા લાગ્યો એમ કહેવું જોઈએ. ખૂબ દોડધામ અને ધમાલને અંતે આવો અવસર સાંપડ્યો એણે જાણે ધરતી ઉપર સ્વર્ગનો ચિરસ્મરણીય સુખાનુભવ કરાવ્યો. એ સમય વીસર્યો વીસરાય એવો નથી. સેરિસા સદા સ્મરણીય બની રહે એવું મનમોહક, ભવ્ય અને શાંત-સોહામણું તીર્થધામ છે.
સેરિસા તીર્થ : ઇતિહાસ
શ્રી સેરિસા તીર્થ પ્રાચીન અને અર્વાચીન બંને સમયમર્યાદાને સ્પર્શે છે.
એ તીર્થં વિક્રમની તેરમી સદીમાં વિદ્યમાન હતું એવો એક શિલાલેખીય પુરાવો મળી આવ્યો છે. આ તીર્થમાં મહામંત્રી વસ્તુપાળે વિ. સં. ૧૨૮૫માં શ્રી નેમિનાથ ભગવાનનું બિંબ પધરાવ્યાનો એક ખંડિત શિલાલેખ મળી આવ્યો છે. એટલે આ તીર્થ એ પહેલાનું છે એ નક્કી થઈ શકે છે. તેરમી સદી પહેલાં આ તીર્થ કેટલું પ્રાચીન હોઈ શકે એના ચોક્કસ પુરાવા મળવા હજુ બાકી છે; છતાં વિ. સં. ૧૩૮૯માં આચાર્ય જિનપ્રભસૂરિજીએ રચેલ ‘વિવિધતીર્થંકલ્પ’માંના ‘અયોધ્યાનગરીકલ્પ'માં સેરિસામાં ચૌલુક્ય રાજવી કુમારપાળે એક જિનપ્રતિમા પધારાવ્યાનો ઉલ્લેખ છે તે આ તીર્થની પ્રાચીનતાને વિક્રમની બારમી સદી સુધી તો લઈ જ જાય છે.
આ તીર્થ કર્યાં સુધી જાજરમાન રહ્યું અને કચારે એ લુપ્ત થયું એનો ચોક્કસ સમય હજી નક્કી થઈ શક્યો નથી. પણ કવિવર લાવણ્યસમયે વિ. સં. ૧૫૧૨માં *સેરિસા-તીર્થસ્તવન'ની રચના કરીને એ તીર્થનો અને એના મૂળનાયક પાર્શ્વનાથ પ્રભુનો મહિમા વર્ણવ્યો છે, એ ઉપરથી એટલું તો લાગે છે કે સોળમી સદી સુધી આ તીર્થ પ્રવર્તમાન હતું ઃ અને તે પછીના કોઈ સમયે વિનાશકારી આસમાનીસુલતાનીનો ભોગ બનીને લુપ્ત થઈ ગયું હોવું જોઈએ.
વિક્રમની ગઈ વીસમી સદીના ઉત્તરાર્ધના પ્રારંભમાં આ તીર્થભૂમિના દેવ જાગ્યા અને વિ. સં. ૧૯૫૫માં ત્યાંની પ્રાચીન જિનપ્રતિમાઓ પ્રગટ થઈ અને એ તીર્થનો ધીમેધીમે જીર્ણોદ્ધાર થવા લાગ્યો. વિ. સં. ૨૦૦૨માં પૂ.આ.મ. શ્રી વિજ્યનેસૂરીશ્વરજીની નિશ્રામાં નવા જિનમંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી. એ રીતે આ પ્રાચીન તીર્થનો જીર્ણોદ્ધાર થયો, અને ફરી પાછું એ નવા રૂપે જાજરમાન બન્યું : આ છે આ પ્રાચીન તીર્થની અર્વાચીનતા. આ તીર્થની પુનઃ સ્થાપનામાં અને એના જીર્ણોદ્વારમાં અમદાવાદના સ્વ. શેઠ શ્રી સારાભાઈ ડાહ્યાભાઈએ ઊલટભેર અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org