________________
તીર્થરક્ષા અને તીર્થસેવન : ૭
૩૦૫
તપ. અને છેવટે આ રીતે સંયમ અને તપ દ્વારા અહિંસાનો સાક્ષાત્કાર કરાવનાર ધર્મને શાસ્ત્રકારોએ ઉત્કૃષ્ટ મંગલ તરીકે બિરદાવ્યો – ઘો મંત્તમુવિટું હિંસા संजमो तवो ।
- આપણાં તીર્થસ્થાનો અહિંસા, સંયમ અને તપપ્રધાન અને વિશ્વમૈત્રી તરફ દોરી જતા ધર્મનાં પ્રેરણાધામો છે. એટલે એની સ્થાપના, વૃદ્ધિ અને રક્ષાના કેન્દ્રમાં જૈનધર્મના પ્રાણરૂપ અહિંસા અને વિશ્વમૈત્રીની ભાવના હોય એ જરૂરી છે, કારણ કે, તાત્વિક રીતે જો આપણે સમજી અને વિચારી શકીએ, તો તીર્થરક્ષા એ ધર્મરક્ષા જ છે; એ બે વચ્ચે કોઈ તફાવત છે નહીં. અને ધર્મની રક્ષા તો અહિંસા કે મૈત્રીભાવનાની ઉપેક્ષા કરીને કે એનાથી વિરોધી રીતે વર્તીને થઈ શકે જ નહીં એ પાયાની વાત ક્યારેય આપણા ધ્યાન બહાર જવી ન જોઈએ. અને, અમે પહેલાં સૂચવ્યું તેમ, જૈનધર્મની અહિંસા અને વિશ્વમૈત્રીની ભાવના સાથે સુસંગત હોય એ રીતે, જો આપણે ઇચ્છીએ તો, તીર્થરક્ષાના ઉપાયો જરૂર શોધી અને અજમાવી શકીએ જ. પણ આવા ઉપાયો ભક્તિ-શ્રદ્ધાપરાયણ સામાન્ય જનસમૂહ શોધી કાઢે અને અજમાવે એવી અપેક્ષા આપણે ન રાખી શકીએ. ધર્મસિદ્ધાંતો સાથે સુસંગત એવા તીર્થરક્ષાના ઉપાયો શોધવા અને અજમાવવા અને એ માર્ગે શ્રીસંઘને દોરવો એ કામ ધર્મનાયકો અને સંઘના મોવડીઓનું છે. સામાન્ય જનસમૂહ તો આગેવાનોને અનુસરવા ટેવાયેલો હોય છે; જેવી નેતાઓની નેતાગીરી એવી જનતાની કામગીરી.
તીર્થ ઉપર સંકટ ન આવી પડે એ કંઈ આપણા હાથની વાત નથી. ધર્મઝનૂન, સરકારી હસ્તક્ષેપ કે ખોટી રીતે માલિકી-હક્ક કે વહીવટી અધિકાર મેળવવાની કોઈ વ્યક્તિ, વ્યક્તિનમહો કે સંસ્થાની Àષપ્રેરિત જકના કારણે તીર્થ ઉપર આફત આવી પડે છે; અને એમાંથી તીર્થને બચાવી લેવાનો સવાલ ઊભો થાય છે. આપણાં તીર્થસ્થાનોની જ વાત કરીએ તો દિગંબર-સંઘના ઝનૂન કે એની સાંપ્રદાયિક કટ્ટરતાને કારણે આપણાં સંખ્યાબંધ તીર્થસ્થાનોની સલામતી અને એના ઉપરની આપણી માલિકી જોખમમાં મુકાઈ છે, અને એ આક્રમણમાંથી આપણાં તીર્થોની રક્ષા કરવા માટે આપણે ન-છૂટકે કૉર્ટનો આશ્રય કે બીજા ઉપાયો હાથ ધરવા પડ્યા છે. અંતરિક્ષજી તીર્થની સ્થિતિ પણ આવી જ છે. આ તીર્થ અંગે શ્વેતાંબર-દિગંબર ફિરકા વચ્ચે જાગેલ ઝઘડાને જન્મ્યા છ-છ દાયકા કરતાં પણ વધુ સમય થયો, અને એનો નિકાલ કરવાના કંઈ કેટલા પ્રયત્નો થયા, છતાં સ્થિતિ ઠેરની ઠેર જ રહી, એટલું જ નહીં, જાણે પાઘડીનો વળ છેડે આવી ગયો હોય એમ, અત્યારે સ્થિતિ ખૂબ વણસી ગઈ છે, નાજુક બની ગઈ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org