SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનપ્રસારની પ્રવૃત્તિઓ : ૮ ઉપરથી પણ જાણી શકાય છે કે જૈન શાસ્ત્રોના જે ચાર અનુયોગો (વિભાગો) છે, એ પૈકી ‘કથાનુયોગ' તે ‘પ્રથમાનુયોગ’નું ગૌરવ પામ્યો છે. ભગવાન મહાવીરની ધર્મકથાઓનો અંગસૂત્રોમાં સમાવિષ્ટ ‘જ્ઞાતાધર્મકથા' નામે એક સ્વતંત્ર ગ્રંથ પણ છે. ભગવાન મહાવીરે કથા-વાર્તાઓ, બોધકથાઓ, રૂપકો વગેરે દ્વારા ધર્મબોધ ક૨વાની જે સરળ અને મનોહર પરંપરા શરૂ કરી, તેનું પરિણામ એ આવ્યું કે સૈકે-સૈકે નવીનવી અને નાની-મોટી ધર્મકથાઓ પ્રાકૃત, અપભ્રંશ તેમ જ સંસ્કૃત ભાષાઓમાં રચાતી રહી છે અને જૈન સાહિત્યના ખજાનાને વધુ ને વધુ સમૃદ્ધ કરતી રહી છે. વળી, આવી પ્રાચીન ભાષાઓ ઉપરાંત હિન્દી, રાજસ્થાની, ગુજરાતી, મરાઠી, તામિલ, તેલુગુ જેવી લોકભાષાઓમાં પણ જૈન કથા-સાહિત્ય સારા પ્રમાણમાં રચાતું રહ્યું છે. જૈન કથા-સાહિત્ય જેમ જુદીજુદી ભાષામાં રચાયું છે, તેમ કાવ્યો, મહાકાવ્યો, શ્લોકાત્મક ચરિત્રો, રાસ, રાસાઓ, કથાત્મક સજ્ઝાયો આદિ રૂપે પદ્યમાં, પ્રબંધો, ચરિત્રો વગેરે રૂપે ગદ્યમાં તેમ જ ગદ્ય-પદ્યનાં મિશ્રણરૂપે નાટકો તથા ચંપૂશૈલીમાં પણ રચાયું છે. કથા-સાહિત્યનું સર્જન કરવાની આ પરંપરા અત્યારે પણ ચાલુ છે. જૈનોના આ કથાસાહિત્યમાં જેમ પૌરાણિક ઢબની કથાઓ અને મહાપુરુષો તથા સતીઓનાં ચરિત્રોનું વર્ણન કરતી ચરિત્રકથાઓ છે, તેમ ઐતિહાસિક કહી શકાય એવા શ્રમણ ભગવંતો, રાજાઓ, મંત્રીઓ, શ્રેષ્ઠીઓ, સાધ્વીઓ, સન્નારીઓ તથા ધર્મારાધક મહાનુભાવોની ઇતિહાસ-કથાઓ પણ છે. ૨૩૩ આ કથા-સાહિત્યની સમૃદ્ધિ જોઈને કદાચ એમ જ કહી શકાય કે જૈન સાહિત્યના ખજાનાનો અર્ધોઅર્ધ ભાગ તો કથા-સાહિત્યે જ રોકેલો છે ! જૈન-સંઘના આ કથાસાહિત્યનું અવલોકન-અધ્યયન કર્યા પછી સુપ્રસિદ્ધ જર્મન વિદ્વાન સ્વર્ગસ્થ જોનેસ હર્ટલે યોગ્ય જ કહ્યું હતું કે શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘનું કથા-સાહિત્ય એટલું બધું વિપુલ છે કે જેથી એ ભારતીય કથા-સાહિત્યમાં ઘણું મહત્ત્વનું સ્થાન ધરાવે છે. આ સાહિત્ય આટલા મોટા પ્રમાણમાં રચાયું એનો મુખ્ય હેતુ, અગાઉ સૂચવ્યું તેમ, લોકોને સરળતાપૂર્વક ધર્મની વાત સમજાવવી એ જ હતો. વળી લોકજીવનના ઘડતરમાં જેમ કથા-વાર્તાઓ આટલો મોટો ફાળો આપી શકે છે, તેમ નાટકો પણ એવો જ મહત્ત્વનો ફાળો આપી શકે છે; કદાચ એમ પણ કહી શકાય કે નાટકની અસ૨ વ્યક્તિના ચિત્ત ઉપર વધારે ઘેરી, વ્યાપક અને ઝડપી થાય છે. આમાં જેમ સારી અસર પાડનારાં નાટકો (તથા બોલપટો) હોય છે, તેમ ખોટીઅનિચ્છનીય અસર પાડનારાં નાટકો (અને બોલપટો) પણ રચાય છે. અને સારી અસર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001041
Book TitleJinmargnu Jatan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy