SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ જિનમાર્ગનું જતન શરૂઆતમાં અમુક ખર્ચ ઉઠાવીને પણ આવા ચિત્રસંપુટો તૈયાર કરવામાં આવે તો જતે દાડે એનું વેચાણ થયા વગર ન રહે – પ્રજામાં આવા ચિત્રસંગ્રહો ખર્ચ કરીને પણ વસાવવાની ભાવના સારા પ્રમાણમાં વિકાસ પામી છે. અને તેથી આમાં નુકસાન ઉઠાવવાનો ભાગ્યે જ વખત આવે. અને આવા કામની સમજ અને બુદ્ધિ ધરાવતા કાર્યકરો પણ હવે જરૂ૨ મળી રહે એમ છે. આમ છતાં આ કામની આર્થિક જ્વાબદારીની વહેંચણી કરવી હોય તો એ માટે આવી કંઈક યોજના કરી શકાય : ૨૩૨ (૧) મુખ્યમુખ્ય તીર્થની દરેક પેઢી પોતે જ આવો ટૂંકો પરિચય સહિતનો ચિત્રસંપુટ પ્રગટ કરવાનો ખર્ચ કરે અને વેચાણથી એ રકમ વસૂલ કરે. (૨) આવા ખર્ચની ગુંજાઈશ ન હોય તો આવી પેઢી એ માટે એક ખાતું ચાલુ કરીને યાત્રાળુ પાસે એમાં રકમ નોંધાવે. (૩) ઊજમણું કે ઉપધાન કરાવનાર મહાનુભાવ પોતાની શક્તિ અને ભક્તિ પ્રમાણે નાના કે મોટા તીર્થનો એકાદ ચિત્રસંપુટ છપાવી આપે. (૪) આ માટે વાપરી શકાય એવી રકમ પર્યુષણમાં ભેગી કરવામાં આવે. (૫) સખી ગૃહસ્થો જેમ પોતાના નામથી પુસ્તકો છપાવે છે, એ રીતે કળામય તીર્થધામોના ચિત્રસંપુટો છપાવવા પ્રેરાય એ રીતે એમને પ્રેરણા અને ઉપદેશ આપવામાં આવે. આ લખવાનો અમારો મુખ્ય હેતુ તો એ જ છે કે આપણાં અમૂલ્ય કળાધામોના ચિત્રસંપુટો તૈયાર કરવા તરફ આપણા સંઘનું ધ્યાન જાય, અને એક પછી એક કળાધામોના ચિત્રસંપુટો આપણે પ્રગટ કરવા લાગીએ. (તા. ૩૦-૯-૧૯૬૧) (૮) જૈન કથાવસ્તુ અને નાટક જૈનધર્મનું કથાસાહિત્ય જેમ વિપુલ છે, તેમ વિવિધ વિષયને સ્પર્શતું છે. અને એ બધાનો હેતુ કથા-વાર્તાના રોચક અને આકર્ષક માધ્યમ દ્વારા સામાન્ય જૈનસમૂહને સુગમતાપૂર્વક ધર્મતત્ત્વનો બોધ કરાવવો અને એની ધર્મભાવનાને જગાડીને એને ધાર્મિક આચરણ કરવાની પ્રેરણા આપવી એ જ છે. જૈનધર્મે જનસમૂહના ધર્મસંસ્કારોના ઘડતરમાં કથા-વાર્તાઓને કેટલું મહત્ત્વનું સ્થાન આપ્યું છે, તે એ હકીકત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001041
Book TitleJinmargnu Jatan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy