________________
જ્ઞાનપ્રસારની પ્રવૃત્તિઓ : ૭
૨૩૧
આપણા મહાતીર્થ શત્રુંજયની જ વાત કરો. નાનાં, મોટા અને વિશાળ તેમ જ ગગનચુંબી કહી શકાય એવાં સંખ્યાબંધ મંદિરોને કારણે એ પર્વત, એક અંગ્રેજે કહ્યું છે તેમ, સાચે જ દેવમંદિરોની નગરી બની છે. પણ એનાં ભવ્ય મંદિરોનાં અને ત્યાંની વિપુલ શિલ્પસમૃદ્ધિનાં દર્શન કરાવી શકે એવો ચિત્રસંપુટ હજી તૈયાર થવાનો બાકી છે. કેવું જાજરમાન તીર્થ, અને એની આવક પણ કેટલી અઢળક, છતાં આ દિશામાં આપણું ધ્યાન જ નથી જતું એનો કેટલો અફસોસ કરીએ? અને વિશેષ રંજ તો એ વાતથી થાય છે કે છેક પોણોસો વર્ષ પહેલાં બર્જેસ નામના એક અંગ્રેજ મહાનુભાવે આ મહાતીર્થની મોટી-મોટી છબીઓ અને વિગતવાર વર્ણન (અંગ્રેજી ભાષામાં) સાથે એક ખૂબ મોટું (લગભગ ૧૮ ઇંચ પહોળું અને ૨૨ ઇંચ લાબું) આલ્બમ પ્રગટ કર્યું હતું, એ જોઈને પણ આપણને આ કાર્ય કરવાની પ્રેરણા ન મળી !
રાણકપુર તીર્થના જિનમંદિરની માંડણી તો ભલભલાનાં દિલ ડોલાવી મૂકે એવી છે, અને આપણે ઈચ્છીએ છીએ અને એ માટે પ્રયત્ન પણ કરીએ છીએ કે દેશના અને દુનિયાના લોકો આપણા આ સમૃદ્ધ કળાધામના દર્શને આવે. પણ એમના હાથમાં મૂકવા માટે એક પણ સુંદર છબીસંગ્રહ આપણે હજી સુધી છપાવી શક્યા નથી!
જેસલમેરનાં જિનમંદિરોની શિલ્પસમૃદ્ધિ તો વળી સૌથી અનોખી છે. ક્યાં રાતદિવસ જ્યાં રેતીના વંટોળ ઊડ્યા કરે એવો અને જ્યાં ઊના-ઊના વાયરા વાયા કરે એવો એ પ્રદેશ અને ક્યાં એ મનોહર દેવમંદિરો ! સાચે જ, જેસલમેરનાં મંદિરો જોઈએ છીએ અને બળબળતા રણમાં મીઠા જળની સરવાણી વહી નીકળી હોય એમ જ લાગે છે. છતાં એનો પણ કોઈ ચિત્રસંપુટ તૈયાર કરવા તરફ આપણું ધ્યાન ગયું નથી !
અને તારંગા તીર્થ? કેવા ઊંચા પહાડમાં કેવું વિશાળ, કેવું ભવ્ય અને કેવું ગગનચુંબી દેવમંદિર ! પણ એનો કોઈ ચિત્રસંગ્રહ આપણે હજી તૈયાર ન કરાવ્યો.
આ પ્રસંગે આવા તો અનેક કળામય તીર્થધામો સાંભરી આવે છે.
આધુનિક મંદિરોની વાત કરીએ તો અમદાવાદનું હઠીભાઈ શેઠનું દેરાસર જ લ્યો. એના વ્યવસ્થાપકો તો એ મંદિરને સ્વચ્છ અને સુઘડ રાખવા સતત જાગતા રહે છે. છતાં એનો પણ કોઈ ચિત્રસંગ્રહ એમણે તૈયાર કરાવ્યો નથી. એ જ વાત પાલીતાણાના આગમ-મંદિર માટે અને પ્રભાસપાટણમાંના નવા વિશાળ ચંદ્રપ્રભુસ્વામીના મંદિર માટે તેમ જ બીજાં અનેક તીર્થધામો કે દેવમંદિરોનૅ લાગુ પડી શકે એવી છે.
અલબત્ત, પહેલી દષ્ટિએ કદાચ કોઈને લાગે છે કે આ કામ બહુ ખર્ચાળ છે, અને એ માટે એવી કલાપારખુ દૃષ્ટિ પણ જોઈએ; આ વાત સાચી છે. પણ જો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org