________________
જૈન ફિરકાઓની એકતા: ૬
એકતાના મહાયજ્ઞમાં આપણા સ્વયંભૂ પ્રતિનિધિ
જૈન સમાજના બધા ફિરકાઓની એકતામાં માનનારા તેમ જ જૈનધર્મની ઉદારતાને પિછાણનારા મહાનુભાવો એ જાણીને રાજી થશે, કે તાજેતરમાં મારવાડમાં સાદડી મુકામે મળેલ સ્થાનકવાસી જૈન સમાજના મુનિસંમેલન વખતે પૂજ્ય મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી સાદડીમાં હાજર હતા; એટલું જ નહીં, જેમાં આખા સ્થાનકવાસી જૈન સમાજ માટે એક આચાર્યની સ્થાપના કરવામાં આવી, તેમ જ મુનિ-સંમેલનનાં કેટલાંક કાર્યોની જાહેરાતો કરવામાં આવી અને અનેક આચાર્યો, ઉપાધ્યાયો વગેરેએ પોતપોતાની પદવીઓનો જાહેર રીતે સહર્ષ ત્યાગ કર્યો, તે સકલ-સંઘની સભામાં પણ તેઓશ્રી હાજર રહ્યા હતા અને સ્થાનકવાસી સમાજના આ મહાન કાર્ય પ્રત્યે પોતાની પ્રશંસા અને અનુમોદનાની શુભ લાગણી વ્યક્ત કરી હતી.
પૂજ્ય પુણ્યવિજયજી મહારાજની આ પ્રસંગની હાજરીને અમે આપણા બંધુજૈન સમાજના એક મંગલમય સમારંભમાં આપણા પોતાના પ્રતિનિધિની હાજરીના જેવી ગૌરવભરી લેખીએ છીએ.
આ ઐતિહાસિક પ્રસંગે બોલતાં પૂજ્ય મહારાજશ્રીએ કહ્યું હતું (જેનપ્રકાશ” તા. ૨૨-૫-૧૯૫૨) –
આજે સ્થાનકવાસી મુનિરાજોએ એક સિદ્ધિ પ્રાપ્ત કરી છે; તે ખરેખર એક મહાન સિદ્ધિ છે. આ મહાન સિદ્ધિને ટકાવી રાખવા માટે અપ્રમત્તભાવ અતિ આવશ્યક છે. જો આ અંગે પ્રમાદ કરવામાં આવશે તો પ્રાપ્ત થયેલ મહાસિદ્ધિ ક્ષણભરમાં નષ્ટ થઈ જશે. તેથી મુનિરાજોએ અને શ્રી સંઘોએ અપ્રમત્તભાવ સેવવાનો રહે છે...... અંતમાં અંતરથી મારી એ શુભ કામના છે કે આજની આ મહાસિદ્ધિ અમર રહે.”
મહારાજશ્રીએ પોતે સ્વયંભૂપણે જાળવેલ આ પ્રતિનિધિત્વને શોભાવતાં વ્યક્ત કરેલ શુભકામનામાં અમે અમારો હાર્દિક સાથ પુરાવીએ છીએ.
(તા. ૧૪-૬-૧૯૫૨)
આનું નામ ઉઘર, ગુણગ્રાહક દૃષ્ટિ
કોસીન્દ્રા(આંકલાવ)માં ચાતુર્માસ રહેલ પાર્થચંદ્રગથ્વીય મુનિ મણિચંદ્રજી મહારાજે ભાદરવા સુદિ ૪ તથા ૫ એમ બંને દિવસે બારસાસૂત્રનું વાચન કરીને જુદાજુદા ગચ્છનાં ભાઈ-બહેનોને સંવત્સરી-પર્વનું આરાધન કરાવ્યું એ બીના અનુમોદનાયોગ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org