SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ જિનમાર્ગનું જતન ઉપરાંત મુનિશ્રીએ ચાતુર્માસના વ્યાખ્યાન માટે ‘મહાભારત’ના ‘શાંતિપર્વ’નું વાચન કર્યું એ વાત પણ ખાસ નોંધવા જેવી છે. ધર્મોપદેશ માટેના ગ્રંથની પસંદગીમાં પણ અમુક દૃષ્ટિ હોવી જોઈએ એ તો ખરું જ; પણ છેવટે તો ખરો આધાર વક્તાની પોતાની શક્તિ, દૃષ્ટિ અને વૃત્તિ ઉપર જ રહે છે. એક જ શ્લોક કે એક જ પંક્તિનું વિવેચન એક વક્તા ૧૦-૧૫ મિનિટમાં પૂરું કરે છે, જ્યારે બીજો વક્તા એ કલાકો સુધી ધારાવાહી અને રસપ્રદ રીતે ચાલુ રાખી શકે છે એ તો ઘણાના જાતઅનુભવની બાબત છે. ૮૮ જૈનધર્મની મૂળ દૃષ્ટિ ગુણગ્રાહક દૃષ્ટિ છે. વેપારી જેમ જ્યાંથી લાભ થઈ શકે ત્યાં કામ કરતાં ન અચકાય, તેમ સાચી ધર્મદૃષ્ટિ પણ ગુણનો ગમે ત્યાંથી આદર ક૨વામાં જ છે. મુનિશ્રીએ વ્યાખ્યાન માટે ‘મહાભારત' ગ્રંથ પસંદ કર્યો તેમાં અમને તેમની આ ગુણગ્રાહક દૃષ્ટિ જ લાગે છે. આવી સૃષ્ટિનું સર્વત્ર અનુકરણ થાઓ ! ૫ ચાર સંપ્રદાયોનું એક બોર્ડ : એક નવીન યોજના અમારા તા. ૧૩-૧૧-૧૯૫૧ના અંકના હિંદી વિભાગમાં જણાવવામાં આવ્યું છે - (તા. ૨૭-૧૧-૧૯૫૪) ચાલીસ ગામ(પૂર્વ ખાનદેશ)ના શ્વેતાંબર મૂર્તિપૂજક/સ્થાનકવાસી, દિગંબર અને તેરાપંથી એ ચારે ફિકાના જૈન સંઘોએ મળીને નવ સભ્યોનું એક બોર્ડ નીમ્યું છે. આ બોર્ડે કેટલાક સાર્વજનિક કાર્યક્રમો એવા યોજ્યા છે કે જેમાં કોઈ પણ સંપ્રદાયને હરકત ન હોય. આવા ચાર કાર્યક્રમો નીચે મુજબ યોજવામાં આવ્યા છે : (૧) સાંવત્સરિક ક્ષમાપના બધાએ ભેગા મળીને આસો સુદ ૧ના રોજ કરવી. (૨) પ્રભુ મહાવીરનો નિર્વાણ-ઉત્સવ કાર્તિક સુદિ ૧ના રોજ ઊજવવો. (૩) ભગવાન મહાવીર જ્યંતી ચૈત્ર સુદ ૧૩ના રોજ વરઘોડા, સભા વગેરેથી ઊજવવી. Jain Education International (૪) સાધર્મિક-વાત્સલ્ય ચૈત્ર સુદિ ૧૫ બાદ કરવું. આ નિર્ણય મુજબ પહેલો કાર્યક્રમ કૃષ્ણ ટૉકીઝના મકાનમાં મુ. શ્રી દિવ્યાનંદવિજયજીની હાજરીમાં આનંદપૂર્વક પૂરો થયો હતો. બીજો કાર્યક્રમ જૈન સ્થાનકમાં ઉત્સાહપૂર્વક ઊજવવામાં આવ્યો. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001041
Book TitleJinmargnu Jatan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy