________________
૪૪૪
જિનમાર્ગનું જતન
ગુજરાત રાજ્યના નિવૃત્ત મુખ્યપ્રધાન ડો. જીવરાજ મહેતા આવા જ સ્વસ્થ, ગંભીર અને મહામના મહાનુભાવ છે. પ્રામાણિકતા, સચ્ચરિત્રતા, ઉચ્ચ સંસ્કારિતા, સચ્ચાઈ, કર્તવ્યપરાયણતા, કાર્યદક્ષતા અને સાદાઈ જેવા, જાહેર લોકસેવકના સેવાયજ્ઞને યશસ્વી બનાવી શકે એવાં ગુણપુષ્પોથી એમનું જીવન સુરભિત બન્યું છે. તેઓ જ્યાં જાય છે અને નાનું કે મોટું જે કંઈ કામ હાથ ધરે છે, ત્યાં એમની આ સુવાસ પ્રસરી રહે છે. ઓછું બોલવું અને જે કંઈ બોલવું તે તોળીને વિવેકપૂર્વક પ્રમાણપુરઃસર જરૂર પૂરતું જ બોલવું, એ જ એમનું સાચું બળ છે. સત્યોતેર વર્ષની પાકટ ઉંમરે પણ આરામનું કોઈ નામ નહીં, અકર્મણ્યતાનું કોઈ કામ નહીં; બસ, કામ, કામ ને કામ ! જાણે કામના ઢગલામાંથી જ તેઓ જીવનશક્તિ અને તાજગી મેળવી લે છે ! આટલી મોટી ઉંમરે પણ તેઓ તન અને મનની જે ર્તિ દાખવી શકે છે એ કોઈ પણ યુવાનને પ્રેરણા આપે એવી નમૂનેદાર છે.
૧૯૬૦ની સાલની અધવચમાં, એકાએક ગુજરાત-રાજ્યનો જન્મ થયો. ટાંચાં સાધનો અને મર્યાદિત નાણાંમાંથી આખા નવા રાજ્યનું સર્જન કરીને એને સુવ્યવસ્થિત કરવાનું કામ શૂન્યમાંથી સર્જન કરવા જેવું કપરું હતું. એવે અણીને વખતે ગુજરાતને શ્રી જીવરાજભાઈ જેવા નિષ્કલંક, બાહોશ, દીર્ઘદર્શી મુખ્યપ્રધાન મળ્યા એ ગુજરાતની ખુશનસીબી હતી. એમણે જે કુનેહ અને કાબેલિયતથી ગુજરાતરાજ્યને પગભર કરવાનો પુરુષાર્થ કર્યો તે ગુજરાતના ઇતિહાસમાં સોનેરી અક્ષરોએ અંકિત થઈ રહેશે.
- જ્યારે આવા કાબેલ, નિષ્ઠાવાન અને લોકપ્રિય નેતાને ગુજરાતના કોંગ્રેસીજનોના એક ભાગે જેવી અઘટિત રીતે જાકારો આપ્યો, એનો વિચાર કરીએ છીએ, ત્યારે અંતર વિષાદ, વેદના અને આક્રોશની લાગણીથી ભરાઈ જાય છે.
ન માલૂમ કેમ, પણ ડૉ. જીવરાજ મહેતા ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા તે પછી થોડા જ મહિને ગુજરાતની કોંગ્રેસના અમુક વર્ગને અને ખાસ કરીને ગુજરાતની કોંગ્રેસના સર્વોચ્ચ નેતા ગણાતા શ્રી મોરારજીભાઈને તેમના પ્રત્યે અણગમો પેદા થયો. એ અણગમો ઉત્તરોત્તર એટલી હદે વધી ગયો કે તેને વ્યક્તિગત દ્વેષ જ કહી શકાય. એ દ્વેષનો અંજામ આખરે ડો. જીવરાજભાઈના રાજીનામામાં પરિણમ્યો, અને ગુજરાતને એમની વસમી રાજકીય વિદાય વેઠવાનો વખત આવી પડ્યો!
આ આખું કરુણ અને દુઃખદ પ્રકરણ સર્વોચ્ચ નેતાના નામે, એમના માટે, અથવા વધારે સ્પષ્ટ કહેવું હોય, તો એમને કારણે જ ઊભું થયું, ને એની પૂર્ણાહુતિ લોકશાહીના સોહામણા નામે કરવામાં આવી ! જે પ્રકાશનો પ્રાદેશિક કોંગ્રેસ પક્ષ પોતાના પક્ષના રાષ્ટ્રકક્ષાના સર્વોચ્ચ નેતા પોતાના પ્રદેશમાં હોવાનો દાવો કરતો હોય, એ પ્રદેશમાં આવી ઘટના બને તો એ ઘટના પોતે જ એ સર્વોચ્ચ લેખાતા નેતાને માટે નામોશીરૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org