SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વતંત્ર ભારત: શિક્ષણ, વિકાસ અને રાજકારણ : ૮, ૯ ૪૪૩ નાણાંમાંથી જ વ્યાજવટાવ ને પૂંજીશાહીના વિવિધ પ્રકારો નીકળ્યા છે. કાગળની નોટોને કાળમર્યાદિત, એટલે કે, નાશવંત બનાવીને વ્યાજ તથા શોષણના અન્ય પ્રકારોને અટકાવી શકાય.” પૂંજીવાળો વગર મહેનતે રળી ન શકે એ માટે મુદ્રાક્ષયની વાત છે. એથી પૈસો વહેતો રહેશે. સંઘરી રાખેલા પૈસાની કીંમત ઘટતી જાય તો કોણ પેટીમાં પૂરી રાખે ? બંધિયાર નાણું વહેતું રહે તો અર્થશુદ્ધિ થઈ શકે. પૈસાના બળે બીજાની કમાણી, વગર મહેનતે ખેંચી લેવાની સગવડ અટકી જાય.” મુદ્રાક્ષયના વિચારને હમણાં સુધી utopia (વિચારતરંગ) રૂપે જોતા લોકો સ્વિટ્ઝરલેન્ડના નિર્ણયને કઈ નજરે જોશે ? મૂળભૂત વિચાર ક્યારેક તો ચરિતાર્થ થતા જ હોય છે. મુદ્રાક્ષયનું સોહામણું સપનું સાકાર બને તો? નવી દુનિયા જન્મે.” આપણી – ખાસ કરીને ધનનો વધુ ને વધુ વ્યાજ ઉપજાવવાની મનોવૃત્તિ ધરાવનાર વર્ગની – ઊંઘ ઉડાડી મૂકે તેવી આ વાત એટલી સ્પષ્ટ છે કે એ માટે વધારે વિવેચન કરવાની જરૂર નથી. ધર્મનાયકોએ ઉપદેશ્યા પ્રમાણે ધનલોલુપતા ઉપર કાબૂ મેળવવો અને પોતાની પાસે જે વધારાની સંપત્તિ હોય એનો સૌકોઈના ભલા માટે ઉપયોગ કરવો, એ જ આવી મુસીબતમાંથી માનસિક રીતે બચવાનો સાચો માર્ગ છે. (તા. ૩૧-૩-૧૯૭૩) (૯) ગુજરાતનું રાજકારણઃ ઈન્સાન મિટા દુંગા અંતરનાં આંસુમાં લાગણીની કલમ બોળીને મનના ભાવો વ્યક્ત કરવાનો હૃદયનો આદેશ માથે ચડાવવો પડે એવી હૈયાવલોવણ ઘટના ગુજરાતના કોંગ્રેસી રાજકારણમાં બની ગઈ ! અને એ કેવળ ગુજરાતના જ નહીં, પણ સમસ્ત ભારતના રાષ્ટ્રહિતચિંતક વિચારકોને વિચાર કરતા કરતી ગઈ ! ઘટના બની ગઈ; એના ઓળા દૂર-સુદૂર સુધી વિસ્તરીને ઓથારની જેમ, સૌને સતાવી રહ્યા ! અંતરમાં ઊભરાતાં એ આંસુ જેટલાં પીડાજન્ય છે એટલાં હર્ષજન્ય પણ છે. હિમાલયની દિવ્યતા, ભવ્યતા અને સ્વસ્થતા તો નજરે નિહાળી છે, અને સાગરની ગંભીરતા પણ. પરંતુ ક્યારેક, કોઈક બડભાગી અવસરે, કોઈ નરરત્ન પણ એવી જ સ્વસ્થતા અને ગંભીરતા દાખવે છે, ત્યારે અંતર આલાદથી ઊભરાઈ જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001041
Book TitleJinmargnu Jatan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy