SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વતંત્ર ભારત : શિક્ષણ, વિકાસ અને રાજકારણ : ૫ દ્રષ્ટા એવા શાણા રાજદ્વારી મહાપુરુષોએ તારવેલા બોધપાઠમાં રહેલો છે. ભૂતકાળમાં, વ્યક્તિગત સજ્જતાની દૃષ્ટિએ દેશ કોઈ પણ રીતે નિર્બળ નહીં હોવા છતાં, ધર્મ, જાતિ કે વર્ષે જન્માવેલા ઊંચ-નીચપણાના દુરાગ્રહને કારણે, દેશ પોતાની ઉપરની મહાઆપત્તિઓને વખતે સામૂહિક એકરસતાના અભાવે ખરું પરાક્રમ ન દાખવી શક્યો. પરિણામે, અનેક વા૨ પરદેશીઓના આક્રમણના ભોગ બનવું પડ્યું; એટલું જ નહીં, પરદેશી રાજ્યસત્તાના ગુલામ બનવા જેટલી હદે આપણું પતન થયું ! મહામુસીબતે સ્વતંત્ર થયેલો દેશ ફરી પાછો ધાર્મિક કટ્ટરતા કે સાંપ્રદાયિકતાએ જન્માવેલ કુસંપને કારણે ૫૨ચક્ર-આક્રમણનો અને ગુલામીનો શિકાર ન બની જાય – એ છે આ સિદ્ધાન્તના સ્વીકાર પાછળનો ઉદાત્ત હેતુ. કેટલાક લોકો બિનસાંપ્રદાયિક રાજ્યનો અર્થ અ-ધાર્મિક કે ધર્મવિરોધી રાજ્ય એવો કરે છે તે ઉતાવળિયો, આવેશભર્યો તેમ જ સાવ ભૂલભરેલો છે. એનો સાચો અર્થ એટલો જ છે, કે દેશની રાજ્યવ્યવસ્થા જ્યારે પ્રજાતંત્રાત્મક હોય, ત્યારે કોઈ ધર્મના અનુયાયીઓની સંખ્યા નાની છે કે મોટી એથી સાવ નિરપેક્ષ રહીને, બધા ય ધર્મો પ્રત્યે સમાન આદર બતાવવો; એટલે કે કોઈ પણ ધર્મ પ્રત્યે ન તો જરા પણ અનાદર કે ન તો પક્ષપાત દાખવવો એ રાજ્યને માટે કર્તવ્યરૂપ બની જાય છે. રાજ્યની ધુરાને વહન કરનારા પુરુષો પોતે વ્યક્તિગત રીતે ગમે તે ધર્મમાં શ્રદ્ધા ધરાવતા હોય, છતાં પોતાની સત્તાનો ઉપયોગ પોતે માનેલ ધર્મના લાભાર્થે કરવાથી તેમણે સર્વથા અળગા રહેવું જોઈએ; નહીં તો એક રાજદ્વારી આગેવાન એક ધર્મનો પક્ષ ખેંચે, બીજા આગેવાન વળી પોતાના શ્રદ્ધાસ્થાનરૂપ બીજા ધર્મની વાત આગળ કરે, ત્રીજા વળી ત્રીજા ધર્મના પક્ષપાતી બને; પરિણામે રાજદ્વારી ક્ષેત્ર પોતપોતાના ધર્મને લાભ પહોંચાડવાનું કુરુક્ષેત્ર જ બની જાય, અને દેશ નધણિયાતો બની જાય ! ભૂતકાળમાં રાજાશાહી કે સામ્રાજ્યવાદી રાજ્યવ્યવસ્થા દરમિયાન પણ, જે ગણ્યાગાંઠ્યા રાજાઓ કે સમ્રાટોએ ધાર્મિક પક્ષપાતથી અળગા રહીને સર્વધર્મસમભાવની ઉદારનીતિનું અનુસરણ કર્યું. તેમનો સમય જ આપણા દેશના ઇતિહાસમાં સવર્ણયુગ તરીકે પંકાયો છે. જ્યારે રાજાશાહીમાં પણ આવું હતું, ત્યારે લોકશાહીમાં તો ધાર્મિક કે સાંપ્રદાયિક પક્ષપાત કે દ્વેષથી રાજ્યને સર્વથા અલિપ્ત રાખવું એ અનિવાર્ય જ બની જાય છે. એટલા માટે બિનસાંપ્રદાયિક રાજ્યનો સિદ્ધાન્ત દેશની આઝાદી અને આબાદીને માટે તો અમૃતરૂપ બની જાય છે. બિનસાંપ્રદાયિક રાજ્યના સિદ્ધાન્તની આ પૃષ્ઠભૂમિકાના અનુસંધાનમાં, આપણી મધ્યસ્થ સરકાર તેમ જ કોઈકોઈ પ્રાંતીય સરકારોએ પણ, જાણે રાષ્ટ્રીય ઉત્સવ હોય એ રીતે ઉજવવા ધારેલ આગામી ૨૫૦૦મી બુદ્ધજયંતીનો વિચાર કરતાં ઘણાનાં મનમાં Jain Education International For Private & Personal Use Only ૪૨૯ www.jainelibrary.org
SR No.001041
Book TitleJinmargnu Jatan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy