SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૮ જિનમાર્ગનું જતન માતૃભાષા અને રાષ્ટ્રભાષાને ભોગે પણ અંગ્રેજીની ભક્તિ કરવા પાછળ કેવળ આ અમલદારી માનસ જ કામ કરતું લાગે છે, એટલે એ માયાવી જાળમાં રાષ્ટ્રપ્રેમી વિચારકો અને કેળવણીકારો ન ફસાય એવી અમારી વિનંતી છે. અને સૌથી ભારે અફસોસની વાત એ છે કે સ્વરાજ્ય આવ્યું ત્યારથી દેશમાં (હવે ફક્ત એક પ્રદેશ સિવાય) સર્વત્ર એકમાત્ર કોંગ્રેસપક્ષનું જ શાસન ચાલે છે, અને ગાંધીજીના વિચારોનો અમલ કરવાની સત્તા અને જવાબદારી એ પક્ષના હાથમાં જ હોવા છતાં, કેળવણીના ક્ષેત્રમાં આવી નિર્ણાયકતા, અવ્યવસ્થા અને રાષ્ટ્રવિઘાતકતા પ્રવર્તે છે. અમને પોતાને તો લાગે છે કે કદાચ આ આખો સવાલ રાષ્ટ્રઘડતરને માટે મથતી કોંગ્રેસ અને દેશ ઉપર કોઈ ને કઈ ગુલામીનો દૌર ચાલુ રાખવા મથતી અમલદારી વચ્ચેના ગગ્રાહનો હોય. એ ગમે તે હોય, પણ રાષ્ટ્રનું લ્યાણ તો દેશને એ ગજગ્રહમાંથી મુક્ત કરવામાં જ છે એમાં શક નથી. વળી, આ રીતે ઊછરતાં બાળકો ઉપર અંગ્રેજીનું ભારણ કરવા ચાહનારાઓએ એક વ્યવહાર મુશ્કેલીનો પણ વિચાર કરવો ઘટે છે કે આજે શુદ્ધ અંગ્રેજી શીખવી શકે એવા પ્રથમ કક્ષાના અધ્યાપકો કૉલેજોને (સારા એવા પગારે પણ) મળવા મુકેલ છે, તો પછી શાળાઓનું તો પૂછવું જ શું ? આમ છતાં જો આવો જ આગ્રહ રહ્યો તો માતૃભાષાનો ભોગ લેવાશે, અને અંગ્રેજીનું તો ભાવિ ઊજળું થવાનું જ નથી, એટલે છેવટે સ્થિતિ બગડે બે' જેવી ખરાબ થયા વગર નહીં રહે. એટલું સારું છે કે દેશના કેટલાક મૌલિક વિચાર ધરાવતા કેળવણીકારો વિદ્યાર્થીજગતુ ઉપર આવતા આ અંગ્રેજી ભાષાના આક્રમણને ખાળવા પૂરેપૂરા જાગૃત છે, અને એ માટે પૂરો પુરુષાર્થ કરી રહ્યા છે. આપણે ઈચ્છીએ અને પ્રાર્થીએ કે એમનો આ પરષાર્થ કામિયાબ થાય અને અંગ્રેજી ભાષા પ્રત્યે પક્ષપાત ધરાવનારા આપણા કેળવણી-અધિકારીઓ પણ વખતસર સમજે અને આવી નકામી પ્રવૃત્તિથી પાછા ફરે ! (તા. ૨૮-૯-૧૯૫૭) (૫) બુદ્ધ-જયંતી અને સરકાર રાજ્યની કાર ભારતના રાજ્યબંધારણના એક પાયાના સિદ્ધાન્ત તરીકે બિનસાંપ્રદાયિક રાજ્યનો સ્વીકાર કરવામાં આવ્યો છે એ ખૂબ જાણીતું છે. એના સ્વીકારનો પાયો ભારતના નજીકના તેમ જ દૂરના ભૂતકાળના ઇતિહાસ ઉપરથી આપણા આ યુગના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001041
Book TitleJinmargnu Jatan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy