________________
સ્વતંત્ર ભારતઃ શિક્ષણ, વિકાસ અને રાજકારણ : ૪
૪૨૭ ધોરણ પહેલાં અંગ્રેજી દાખલ નહીં કરવાનો નિર્ણય કરવા છતાં વળી પાછો એ પ્રશ્ન ઉખેળીને અંગ્રેજીને મોખરે લાવવા મથીએ છીએ.
અંગ્રેજી ભાષા અંગે પૂજ્ય મહાત્મા ગાંધીજીના વિચારો અને તેની સામે બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનનો અભિપ્રાય આ અંગે વાંચવા જેવા છે. ગાંધીજીએ તો સ્વરાજ્ય આવ્યા પછી તરત જ કહ્યું હતું :
“મારે જે કહેવું છે તે એટલું જ, કે જેમ આપણું રાજ્ય પચાવી પાડનાર અંગ્રેજોના રાજ્યને સફળતાથી આપણે કાઢ્યું, તેવી જ રીતે, આપણા સાંસ્કૃતિક સ્વરાજ્યને પચાવી પાડનારી અંગ્રેજી ભાષાને પણ કાઢો. ગતનાં વેપાર તથા રાજનીતિની આંતરરાષ્ટ્રીય ભાષા તરીકેનું તે ભાષાનું કુદરતી સ્થાન છે, તે તો સમૃદ્ધ એવી એ ભાષાનું હંમેશ રહેશે.”
આની સામે બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનનો તાજેતરમાં વર્તમાનપત્રોમાં પ્રગટ થયેલ અભિપ્રાય વાંચો:
“મુંબઈ સરકારે નીમેલા બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને પાંચમા ધોરણથી અંગ્રેજીનું શિક્ષણ દાખલ કરવાનો સર્વાનુમતે નિર્ણય કર્યો છે. આ બોર્ડ તાજેતરમાં જ નિયુક્ત થયેલું છે, અને તે સરકારી પ્રતિનિધિઓ તથા માધ્યમિક શાળાઓના હેડમાસ્તર-સંઘો તથા શિક્ષક-સંઘોના પ્રતિનિધિઓનું બનેલું છે.”
આપણે ડાહ્યાડમરા થઈને, બીજી બાબતોની જેમ, કેળવણીની બાબતમાં પણ ગાંધીજીના વિચારોને કેવી સિફતથી બાજુએ મૂકી દીધા છે !
પણ આવા નિર્ણયો લેતી વખતે આપણે એટલું તો જરૂર સમજી રાખીએ કે આપણે આપણી ઊછરતી પેઢીના વિકાસ સાથે અને રાષ્ટ્રના ભાવિ સાથે ચેડાં કરીએ છીએ. ગાંધીજીએ જે કંઈ કહ્યું હતું તે આજે આપણા ગળે નથી ઊતરતું એ બતાવે છે કે આપણે કંઈક દિશા જ ચૂકી ગયા છીએ; દેશને જ ભૂલી ગયા છીએ !
આજે પણ સરકારી કચેરીઓ અને અમલદારોમાં અંગ્રેજી પ્રત્યેની જે આંધળી ભક્તિ (અથવા એને એમની લાચારી પણ કહી શકાય; કારણ કે ઘણા-ઘણાં વર્ષોથી એમને અંગ્રેજી ભાષામાં જ બોલવા અને વિચારવાની એવી ટેવ પડી ગઈ છે કે માતૃભાષા એમને માટે પરભાષા બની ગઈ છે !) જોઈએ છીએ, ત્યારે મનમાં સંદેહ થયા વગર નથી રહેતો કે પરભાષાનો આ બોજો કદી પણ આમજનતાની પીઠ ઉપરથી ઊતરશે ખરો?
અને પ્રજાને સાવ અપરિચિત એવી અંગ્રેજી ભાષામાં આપણા અમલદારો વાગ્ધારા ચલાવતા હોય છે, ત્યારે સારામાં સારા વિચારક અને તત્કાળ જવાબ આપી શકે એવા બુદ્ધિશાળી માણસો પણ કેવા હતપ્રભ થઈ જાય છે ! એમની જબાન જ બંધ થઈ જાય છે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org