________________
૪૨૬
જિનમાર્ગનું જતન
અંગ્રેજો ચાલ્યા ગયા અને એક દાયકા કરતાં ય વધુ સમય વીતી ગયો, છતાં આપણી અંગ્રેજી ભાષા પ્રત્યેની ભક્તિ ન ગઈ; અરે, આપણાં બાળક-બાળિકાઓના વિકાસના ભોગે પણ આપણે એ ભક્તિને સાચવવા મથી રહ્યા છીએ, અને, ઘાંચીના બળદની જેમ, માતૃભાષા અને રાષ્ટ્રભાષાના વિચારોથી પાછા ફરીફરીને છેવટે અંગ્રેજી ભાષાના ખીલા આગળ આવીને ખડા થઈ જઈએ છીએ ! માતૃભાષા અને રાષ્ટ્રભાષાને ભોગે પણ અંગ્રેજી ભાષાને સાચવી રાખવાની આપણી વફાદારીનો કદાચ દુનિયામાં જોટો જ નહીં જડે !
દેશ સ્વતંત્ર થયા પછીની આપણી કેળવણીની સ્થિતિનો સમગ્ર રીતે વિચાર કરીએ, તો એમ જ લાગે છે કે સૌ કોઈને મનફાવતી રીતે વર્તવાને માટે એ ક્ષેત્રને સાવ ઉઘાડું મૂકી દેવામાં આવ્યું છે, જેને જેમ ઠીક લાગે તેમ એનું ભેળાણ કરે ! કહેવું હોય તો એમ પણ કહી શકાય કે દેશમાં અત્યારે કેળવણીના ક્ષેત્રનું કોઈ ધણી નથી, અથવા એના અનેક ધણી છે.
એમ લાગે છે કે જેને સરકારમાં બીજું દફતર સોંપતાં જીવ ન ચાલે એને રાજી રાખવા માટે પ્રધાન બનાવવા હોય તો કેળવણીનું દફતર બહુ સહેલાઈથી સોંપી શકાય છે; ભલે પછી એ પ્રધાન દેશની કેળવણીની નીતિ કેવી હોવી જોઈએ એમાં સાવ અજ્ઞ હોય ! થોડોક સાહિત્યપ્રેમ, થોડાક કેળવણીના વિચારો – એટલામાત્રથી જો કેળવણીપ્રધાન થવાની લાયકાત આવી જતી હોય, તો એ “સૂંઠના ગાંગડે ગાંધી” બનવાનો જ ઘાટ છે.
ખરી રીતે વિચારીએ તો દેશના યોગક્ષેમ અને ઉજ્વળ ભવિષ્યની દૃષ્ટિએ કેળવણીખાતું એ સૌથી વધારે મહત્ત્વનું લેખાવું જોઈએ, અને તેથી એ ખાતાના અધિષ્ઠાતાપદે તો સ્વપ્નદર્શી, રાષ્ટ્રદ્રષ્ટા અને આર્ષ પંડિતપુરુષને જ સ્થાપવા જોઈએ. આજના આપણા કેળવણીના અધિનાયકોમાં આવા કેટલા છે?
અને કેળવણીના ક્ષેત્રમાં યોગ્ય સ્થાને યોગ્ય પુરુષોની સ્થાપના આપણે ન કરી એનું જ એક પરિણામ એ આવ્યું કે ફી-વધારાને નામે, નવાં નવાં પાઠ્યપુસ્તકોને નામે, પરીક્ષાની ફીને નામે અને એવાં કંઈકંઈ બહાને આપણા વિદ્યાર્થીઓની આપણે સરાફી લૂંટ જ કરતા રહ્યા, અને છતાં છાશવારે રોદણાં રોતાં ન થાક્યા કે આપણે તો ગરીબીમાંથી આગળ વધવાનું છે! આના કરતાં બીજી કઈ વધુ આત્મવંચના અને રાષ્ટ્રપંચના હોઈ શકે?
શિક્ષણના ક્ષેત્રમાં યોગ્ય પુરુષોની સ્થાપનાના અભાવનું જ એ પણ બીજું દુષ્પરિણામ આવ્યું છે કે હજુ સુધી આપણે માતૃભાષા, રાષ્ટ્રભાષા અને અંગ્રેજીના શિક્ષણનો પ્રારંભ ક્યારે થઈ શકે એ નક્કી કરી શક્યા નથી; અથવા એક વાર અમુક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org