________________
સ્વતંત્ર ભારતઃ શિક્ષણ, વિકાસ અને રાજકારણઃ ૩, ૪
૪૨૫
માતૃભાષાને બોધભાષાનો દરજ્જો આપવાની સહેલી વાત તરફ આપણે વળી ગયા છીએ.
પણ આજે જે સહેલું લાગે છે તે સરવાળે દેશને માટે નુકસાનકારક જ સાબિત થવાનું છે. માતૃભાષા દ્વારા જ બધા ય પ્રાંતોમાં ઉચ્ચ શિક્ષણ આપવામાં આવે એનો સૌથી પહેલો ગેરલાભ એ. કે વિદ્યાર્થીઓ, વિદ્યાભ્યાસ અને વિદ્વાનો વચ્ચે, અન્નઝોનબંધી કે જુદાં જુદાં રાજ્યો વચ્ચેની જકાતબારીઓ કરતાં પણ વધારે ખતરનાક સીમાડાઓ બંધાઈ જાય. ગુજરાતમાં તૈયાર થયેલ કાબેલ વિદ્યાર્થી અને અમુક વિષયના નિષ્ણાત વિદ્વાનને બીજા પ્રાંતમાં ભાગ્યે જ સ્થાન મળવાનું; એ જ સ્થિતિ બીજા પ્રાંતના વિદ્યાર્થીઓ અને વિદ્વાનોની ગુજરાતમાં થવાની. પરિણામે, વિદ્યાઓનું આદાન-પ્રદાન રૂંધાઈ જવાને કારણે, વિવિધ વિદ્યાઓના અભ્યાસનો વિકાસ જ અટકી જવાનો. વળી, વિજ્ઞાન કે હુનર-ઉદ્યોગ જેવા એક જ વિષયના બે પ્રાંતના અભ્યાસીઓ એક જ પ્રકારની સમાન પરિભાષાના જ્ઞાનના અભાવે પોતપોતાના વિષયની દૃષ્ટિએ એકબીજાથી દૂર જ રહેવાના; સમય જતાં આવું અંતર ઘટવાને બદલે ઊલટું વધતું જ રહેવાનું.
આવાઆવા તો કંઈક ગેરલાભ આ નીતિમાં દેખાય છે. આવી નીતિનું અનુસરણ કરવા છતાં દેશની એકતાની ભાવના ટકી રહે અને વિકસે એ અમને નહીં બનવા જેવું લાગે છે. અમને તો શિક્ષણની આ નીતિમાં દેશની એકતા માટે એક વધુ જોખમ ઊભુ થતું લાગે છે. તેથી આ બાબતની સમગ્ર દેશના વ્યાપક અને દૂરગામી હિતની દૃષ્ટિએ પુનઃ વિચારણા કરવામાં આવે એ ખાસ જરૂરી છે.
(તા. પ-૮-૧૯૬૭)
(૪) આપણી અંગ્રેજી પ્રત્યેની ઘેલછા
વર્ષો સુધી ખીલે બંધાવા ટેવાયેલા પશુને મુક્તિ મળે, તો પણ, મુક્તિનો મહિમા ન સમજવાથી તે પોતાનો વખત થાય ત્યારે, બંધાવા માટે ખીલા પાસે આવીને ઊભું રહે છે; એને ગળે એ વાત ઊતરતી જ નથી કે મારી મુક્તિ થઈ છે.
આપણા દેશમાં પણ કેટલાક વધારે વિચારવંત, સુંવાળી પ્રકૃતિના અને કંઈક રાજાશાહી કે અમલદારી માનસ ધરાવતાં માનવીઓની પણ કેટલેક અંશે આવી જ સ્થિતિ છે. એમને આપણો દેશ ખરેખર સ્વતંત્ર થયો છે કે કેમ એનો જ કદાચ સંદેહ હશે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org