SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૦ જિનમાર્ગનું જતન થતો હશે. અલબત્ત, છેવટે તો તપ વગેરે તેમ જ અપ્રમાદ એ સર્વ આત્મસાક્ષાત્કાર માટેનાં આત્યંતર સાધનમાત્ર હોવાથી આત્મસાક્ષાત્કાર વખતે તો એકમાત્ર આત્મભાવ જ વિલસી રહે છે. સમાં પોયમ મ પનીયT' હૈ ગૌતમ! એક સમયમાત્રનો પણ પ્રમાદન સેવીશ) એ વાત્સલ્યપૂર્ણ ધર્મવાક્ય દ્વારા ભગવાન મહાવીરે, ગુરુગૌતમને બહાને, વિશ્વના સમસ્ત જીવોને પ્રમાદથી દૂર રહેવાનું ઉબોધન કર્યું છે. ભગવાન મહાવીરનો અંતિમ ઉપદેશ “મૂળસૂત્ર' વર્ગના આગમગ્રંથ ‘ઉત્તરાધ્યયનસૂત્ર'માં સચવાઈ રહ્યો છે. એમાં “ટૂમપત્રક' નામનું દશમું આખું અધ્યયન જીવને પ્રમાદથી બચવાનું ઉદ્ધોધન કરવા માટે રચવામાં આવ્યું છે. એમાં શરૂઆતની ચાર ગાથાઓમાં કહેવામાં આવ્યું છે : રાત્રીઓ વીતતાં જેમ વૃક્ષનાં પાકાં, પીળાં પડી ગયેલાં પાંદડાંઓ આપોઆપ ખરી પડે છે, તેમ જ મનુષ્યોનું જીવન ગમે ત્યારે ખરી પડનારું છે. માટે હૈ ગૌતમ! એક ક્ષણ માટે પણ પ્રમાદ ન કર. ડાભની અણી ઉપર ઝાકળનું ટીપું જાણે પડવાની તૈયારીમાં હોય એમ લટકતું રહે છે, એ જ પ્રકારે મનુષ્યનું જીવન પણ ગમે ત્યારે ખરી પડનારું છે. માટે હે ગૌતમ! એક ક્ષણ માટે પણ પ્રમાદ ન કર આયુષ્ય ક્ષણભંગુર છે, જીવન વિઘ્નોથી ભરેલું છે; માટે પહેલાંના સંચિત થયેલા કુસંસ્કારોની રજને, મેલને ખંખેરી નાખવાનો જ પ્રયત્ન કર. હૈ ગૌતમ! એક ક્ષણ માટે પણ પ્રમાદ ન કર. તમામ પ્રાણીઓને માટે લાંબા કાળ સુધી પણ મનુષ્યનો જન્મ મળવો ખરેખર દુર્લભ છે. મેળવેલ કુસંસ્કારોનાં પરિણામો ય ઘણાં ભયંકર આવે છે. માટે હૈ ગૌતમ! એક ક્ષણ માટે પણ પ્રમાદ ન કર.” (“મહાવીરવાણી.') આ રીતે એક પછી એક એવાં સંખ્યાબંધ કારણો દર્શાવીને ભગવાને સદાસર્વદા અપ્રમત્ત રહેવાનું ઉદ્દબોધન કર્યું છે. ભગવાનના વિવિધ પ્રકારના ધર્મોપદેશની વાત બાજુએ રાખીએ, તો પણ કેવળ ઉત્તરાધ્યયનસૂત્રના આ દશમા અધ્યયન ઉપરથી જ ધર્મની મોસમ ક્યારે ?' એ સવાલનો જવાબ મળી રહે એમ છે, એ જવાબ એવો છે કે ધર્મની મોસમ સદાકાળ ચાલુ જ હોય છે, અર્થાત્ ધર્મના આચરણને માટે કુદરતે કે ધર્મપ્રરૂપકોએ અમુક મોસમ નક્કી કરી રાખેલી છે – એવું કંઈ છે જ નહીં. જીવન જીવવાને માટે, શ્વાસોચ્છવાસ લેવાને માટે કે ઊંઘ, આહાર અને આરામને માટે કોઈ ખાસ મોસમ નક્કી કરેલી હોતી નથી. આ બધાંનું જેમ નિત્યક્રમમાં સહજ સ્થાન હોય છે, એ જ રીતે ધર્મ અને ધાર્મિક આચરણનું પણ માનવીના રોજિંદા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001041
Book TitleJinmargnu Jatan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy