________________
ધાર્મિક પર્વો : ૧
૩૮૧
કાર્યક્રમમાં સહજપણે સ્થાન હોવું જોઈએ; એટલું જ નહીં, એથી આગળ વધીને કહેવું હોય તો એમ પણ કહી શકાય કે જીવનની એકેએકે ક્રિયા ધર્મભાવનાથી સુરભિત થતી રહેવી જોઈએ; અર્થાત્ કોઈ પણ કાર્ય, ભલે પછી એ સંસાર-વ્યવહારનું હોય, લોકોપકારનું હોય, આત્મકલ્યાણનું હોય, એ દરેકમાં વિવેકશીલતા, શિષ્ટતા અને ન્યાયયુક્તતાનું ધર્મના પાયારૂપ ધોરણ તો સચવાવું જ જોઈએ. ભગવાને પળમાત્ર જેટલો પણ પ્રમાદ નહીં કરવાનું કહ્યું છે એનો અર્થ આ જ છે.
જ્યારે વસ્તુસ્થિતિ આવી છે, ત્યારે પછી અમુક સમય એ ધર્મની મોસમ છે એમ કહેવાની કશી જરૂર જ રહેતી નથી. ધર્મ માટેની મોસમની મર્યાદાનો સ્વીકાર એ તો પ્રમાદ કરવાની છૂટનો સ્વીકાર કરવા જેવી ભૂલ બની રહે!
વળી, ચિત્તની સ્થિરતા, સમતા અને શુદ્ધિને માટે જે આંતરિક ધર્મસાધનોની. જરૂર છે, એ માટે ન તો ફુરસદની જરૂર રહે છે કે ન બાહ્ય આડંબરોની જરૂર રહે છે. ફક્ત કોઈ પણ પ્રકારનું વર્તન અધર્મમય ન થઈ જાય એની તકેદારી રાખીને આગળ વધીએ તો આપમેળે જ ધર્માભિમુખ બની જવાય છે. કોઈનો જીવ ન દુભાય એવું આચરણ કરવા માટે, સાચું બોલવા માટે, ચોરીથી, દુરાચારીથી તેમ જ સંગ્રહશીલતા કે લોભપરાયણતાથી બચવા માટે ફરસદની કે આડંબરી વિધિ-વિધાનોની કશી જ જરૂર નથી રહેતી. જો મનને બરાબર જાગૃત રાખીએ, તો સદાચાર અને સદ્ધર્તનનો માર્ગ આપોઆપ દેખાવા લાગે છે, પરિણામે, માનવીનું સમગ્ર જીવન ધર્મમય બનવા લાગે છે.
આથી ઊલટું, જ્યાં અને જ્યારે ચિત્તશુદ્ધિ અને વ્યવહારશુદ્ધિ રૂપે દેખા દેતો પાયાનો ધર્મ વિસરાઈ જાય છે, ત્યારે ચેતનાને સ્પર્શી શકે એવું મૂળભૂત કોઈ પણ ધર્મકાર્ય ન કરવા છતાં, પોતે કંઈક ધર્મકાર્ય કરી રહેલ છે એવો સંતોષ લેવા માટે માનવી આડંબરી અને ખર્ચાળ ક્રિયાકાંડો અને વિધિવિધાનોનો વધુ ને વધુ આશ્રય લેતો જાય છે. પણ હૃદયશુદ્ધિના લાભની દૃષ્ટિએ તો એનું પરિણામ જેવું આવવું જોઈએ એવું જ – માખણ મેળવવા માટે પાણીને વલોવવા જેવું જ – આવે છે. અરીસાને ધોવાથી કંઈ મોઢા ઉપરનો ડાઘ ધોવાઈ જતો નથી : એવી સાવ સહેલાઈથી સમજાઈ જાય એવી આ વાત છે. પણ ખર્ચાળ આડંબરો અને ધામધૂમોની નકલી કસોટીથી ધર્મનો ક્યાસ કાઢવાની પ્રવૃત્તિના વિસ્તારને લીધે આવી સાવ સુગમ વાત પણ ખૂબ દુર્ગમ બની ગઈ છે. અને તેથી સાચા ધર્મ અને ધર્મના માત્ર આભાસ વચ્ચેની ભેદરેખાને પારખવાનું માનવીને માટે મુશ્કેલ બની ગયું છે.
અત્યારે દેશભરમાં જેવી શોચનીય અને ચિંતા ઉપજાવે એવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે, તે ઉપરથી આ વાત વધારે સ્પષ્ટતાથી સમજી શકાય એમ છે. એક બાજુ ધાર્મિક ઉત્સવો-મહોત્સવો, વ્યાખ્યાનો અને સપ્તાહો, પૂજાઓ અને હવનો, વિધિ
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org