SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ ધાર્મિક પર્વો (૧) ધર્મકરણીની મોસમ કયારે? અખંડિત જાગૃતિ અને પ્રમાદનો સર્વથા ત્યાગ એ જીવનને નિર્મળ બનાવવા માટેની અનિવાર્ય પ્રક્રિયા છે; એના પ્રત્યે ઉપેક્ષા સેવીને કોઈ વ્યક્તિ ક્યારેય પોતાના જીવનને નિર્મળ બનાવી શકતી નથી. જીવનની નિર્મળતા કહો, ચિત્તની શુદ્ધિ કહો કે હૃદયની પવિત્રતા કહો એ એક જ વસ્તુ છે; અને તે આત્મશુદ્ધિ અર્થાત્ મોક્ષ તરફ દોરી જાય છે. ઉપરના મળને દૂર કરો અને અંદરનું આત્મતત્ત્વ આપમેળે જ પ્રકાશી ઊઠશે. એક વખત જાગૃતિની અને પ્રમાદથી અળગા રહેવાની દિશામાં મનનું વલણ થયું, એટલે પછી આત્મસાક્ષાત્કાર માટે બીજું શું-શું કરવું જરૂરી છે એ માટેનું કેટલુંક માર્ગદર્શન અંતરમાંથી પણ સ્ફુરવાનું, અને બાકીનું માર્ગદર્શન સંતસમાગમ અને શાસ્ત્રપરિશીલન દ્વારા મળી રહેવાનું. આમાં મહત્ત્વની વાત પોતાનાં બળ અને બુદ્ધિ ઉપર એટલે કે પોતાની જાત ઉપર બને તેટલો આધાર રાખીને અંતર્મુખ બનતાં-બનતાં સ્વાનુભવની પ્રાપ્તિ તરફ આગળ વધવું એ છે. અને આમ કરવામાં પ્રમાદ એ મોટા અવરોધનું કામ કરે છે; એટલે પ્રમાદથી છુટકારો મેળવવો એ આત્મસાધનામાં એક પાયાની વાત છે. ભગવાન મહાવીરે આત્મસાક્ષાત્કાર માટે તપ, ધ્યાન અને મૌનનો આશ્રય લીધો હતો. આ ત્રણે બાબતો એવી છે, કે એનો અમલ ક૨વા માટે બીજાના સહારાની જરૂ૨ પડતી નથી. એ બિલકુલ આત્મનિર્ભર બાબતો છે, અને માનવી પોતાની ભાવના અને શક્તિને બળે એમાં ઉત્તરોત્તર આગળ વધી શકે છે. આ રીતે આપબળે જ આત્મવિકાસ સાધવામાં સાધકે જે વાતથી બચવાની પૂરેપૂરી જાગૃતિ અને તકેદારી રાખવાની હોય છે તે છે પ્રમાદ. જરાક પ્રમાદ થયો કે પોતાની સાધનામાં ખલેલ પહોંચી જ સમજો; આત્માની સાથે એકરૂપ જેવાં બની ગયેલાં કર્મો અને કષાયો આટલાં બધાં જોરાવર હોય છે. આમ આત્મસાધનાની પ્રક્રિયામાં અપ્રમત્તતાની જરૂર પડે, તો વળી સામે પક્ષે તપ, ધ્યાન, મૌન વગેરેની સાધનાને બળે જીવનમાં અપ્રમત્તતાને પ્રાદુર્ભાવ પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001041
Book TitleJinmargnu Jatan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy