________________
જિનમાર્ગનું જતન
સંસ્થાની સ્થાપના બીજા વિશ્વયુદ્ધકાળ દરમ્યાન થયેલ હોવાથી અત્યારે જે આર્થિક ભીંસ પ્રવર્તે છે, તેમાં આ સંસ્થાના આ વિભાગની પ્રવૃત્તિ સમાજને માટે આશીર્વાદરૂપ બની છે એમ જરૂર કહી શકાય. બીજાં-બીજાં ક્ષેત્રોની સંસ્થાની સેવાને ધ્યાનમાં નહીં લેતાં કેવળ આ વિભાગ દ્વારા સંસ્થા જે સુંદર સેવા બજાવી રહી છે, તેથી પણ એને એક ઉત્તમ સંસ્થા ગણી શકાય એમ અમને ચોક્કસ લાગે છે.
૩૭૮
વસ્તુભંડા૨નો અને માંદાની માવજતોનાં સાધનોનો લાભ સંસ્થા ધર્મ કે જ્ઞાતિના ભેદભાવ વગર જૈન-જૈનેતર સહુ કોઈને આપે છે એ બીના એની કારકિર્દીની યશકલગીરૂપ બની રહે એવી છે.
ધાર્મિક ઉપકરણોનું વાર્ષિક દોઢ-પોણા બે લાખ કરતાં પણ વધુ વેચાણ અને જીવનની વસ્તુઓનું પણ લાખ-દોઢ લાખ જેટલું વેચાણ સંસ્થાની સેવાપરાયણતા અને લોકપ્રિયતાનું સૂચક છે. પ્રામાણિક વેપાર દ્વારા સંસ્થાને આર્થિક રીતે પગભર કરવાની દૃષ્ટિ સાચે જ વિશેષ પ્રશંસા માગી લે છે અને તે અનુક૨ણ કરવા જેવી છે.
સંસ્થાની પ્રવૃત્તિનો વિશેષ ખ્યાલ આપતી વધુ વિગતો આપવાને તો અહીં અવકાશ નથી; પણ અહીં જેટલું આપી શકાયું છે તે ઉપરથી પણ એટલું તો જરૂર જાણી શકાશે કે સુરત શહેરમાં એક ખૂણે શાંત રીતે કામ કરી રહેલી આ એક ઉત્તમ સંસ્થા છે, અને જેઓ સાચી સમાજ-સેવાની દૃષ્ટિએ સંસ્થા ચલાવવા માગતા હોય તેમને માટે એક ઉત્તમ નમૂનો પૂરો પાડે છે.
જાહેરખબરો, પ્રચારકાર્યો કે આડંબરોના બદલે રચનાત્મક કાર્યનું કેટલું મૂલ્ય છે તે સમજાવવાની હવે જરૂર ન હોય. આ સંસ્થાનું સાચું મૂલ્ય એના રચનાત્મક રૂપમાં જ છુપાયેલું છે. જેઓ સમાજસેવા સારુ સંસ્થા ચલાવવા માગતા હોય તેઓએ આ સંસ્થાની બધી વ્યવસ્થા ખાસ સમજવા જેવી અને એકાદ વખત એની મુલાકાત લઈને જાતમાહિતી મેળવવા જેવી છે. સુરતના પ્રવાસી સૌ ભાઈ-બહેનો આ સંસ્થાની મુલાકાત લેવાનું ન જ ચૂકે એવી અમે ખાસ ભલામણ કરીએ છીએ.
આ સંસ્થાને કોઈ પણ પ્રકારની સહાય આપનારની સહાય સફ્ળ જ થવાની છે. આ સંસ્થાના વિકાસમાં થોડો-ઘણો પણ હિસ્સો આપતાં સહુ મુનિવરો, શ્રીમંતો અને અન્ય ભાઈ-બહેનોને અમે હાર્દિક ધન્યવાદ આપીએ છીએ.
(તા. ૨૭-૧૧-૧૯૫૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org