________________
૩૭૭
વિવિધ સંસ્થાઓ અને તેમની સુવ્યવસ્થા : ૧૫ આવ્યું હતું. એમ કરવાનું શ્રેય જૈન સમાજના એક સુપ્રતિષ્ઠિત, પીઢ અને ધર્મપરાયણ આગેવાન સ્વ. શ્રી સુરચંદભાઈ પુરુષોત્તમદાસ બદામીને ફાળે જાય છે. તેમણે બંધારણમાં એક કલમ એવી દાખલ કરાવી હતી, કે – “પેઢીનો ખર્ચ તાં રૂ. ૫000) બચે ત્યારબાદ અડધી રકમ શ્રી સાત ક્ષેત્રોનાં સાધારણ-ખાતાંઓમાં જરૂરિયાત મુજબ વાપરવી, જેથી પેઢી અનેક સેવાનાં કાર્યો કરી શકે ને નાણું બહુ ભેગું થાય નહીં.'
એમ કહેવું જોઈએ, કે આ સંસ્થા આર્થિક દૃષ્ટિએ પણ સુરતના જૈન સમાજની અત્યાર સુધીમાં જે નોંધપાત્ર સેવા કરી શકી છે તેમાં બંધારણની આ કલમે ઠીકઠીક ભાગ ભજવ્યો હોવો જોઈએ.
પોતાના સ્થાપનાકાળ બાદ જેમ-જેમ અનુભવ અને સગવડ મળતાં ગયાં, તેમતેમ સંસ્થાએ પોતાના ઉદ્દેશને અનુરૂપ નવી-નવી પ્રવૃત્તિઓ હાથ ધરીને સુરતના જૈન સંઘ અને જૈન સમાજની બહુવિધ રીતે સેવા કરી છે. ધાર્મિક, સામાજિક, આર્થિક અને સાંસ્કારિક એમ જુદાં જુદાં ક્ષેત્રોમાં આ સેવાઓ વિસ્તરેલી છે એ પણ એક ધ્યાન ખેંચે તેવી હકીકત છે. નહીં તો ઘણે ભાગે આવી સંસ્થાઓ ધાર્મિક પ્રવૃત્તિ કે એવી બીજી એકાદ-બે પ્રવૃત્તિમાં જ અટવાઈ જાય છે.
આ સંસ્થાનું સેવાક્ષેત્ર એકાદ પ્રવૃત્તિ પૂરતું મર્યાદિત ન રહેતાં સમાજઉન્નતિ અને ધર્મસેવાની દષ્ટિએ ઉપયોગી અનેક ક્ષેત્રોમાં વ્યાપક બની શક્યું છે તેનું મુખ્ય કારણ એ કે સંસ્થાએ પ્રારંભથી જ સાતે ક્ષેત્રોને પોતાની નજર સામે રાખ્યાં છે, અને એ બધાં ય ક્ષેત્રોમાં જેની જેની જે રીતે સેવા કરવાની જરૂર હોય તે રીતે એણે પોતાનાં સાધન અને સગવડ મુજબ સેવા કરી છે. આગળ સૂચવેલા પોતાના ત્રણ ઉદ્દેશ્યોને પૂરા પાડવા માટે સંસ્થાએ પોતાનાં કાર્યોને મુખ્ય પાંચ વિભાગોમાં વહેંચી દીધેલ છે : (૧) સાતક્ષેત્ર જૈન ધર્મોપકરણ ભંડાર વિભાગ, (૨) સાતક્ષેત્ર જૈન ધર્મોપકરણ બનાવટ વિભાગ, (૩) સાતક્ષેત્ર જૈન સહાયક યોજના ફંડ વિભાગ, (૪) સાતક્ષેત્ર જૈન શાસનોનતિ સેવા વિભાગ અને (૫) સાતક્ષેત્ર જૈન સંસ્થા વહીવટ વિભાગ. આ ઉપરથી જોઈ શકાશે કે આ સંસ્થાની પ્રત્યેક પ્રવૃત્તિમાં સાતે ક્ષેત્રોને પૂરેપૂરું સ્થાન આપવામાં આવ્યું છે.
આ વિભાગોમાંના ત્રીજા અર્થાત્ સાત ક્ષેત્ર જૈન સહાયક યોજના ફંડ વિભાગને ૧૧ પેટા વિભાગોમાં વહેચાવમાં આવેલ છે; એમાં સમાજની આર્થિક રીતે સેવા કરી શકાય એવી અનેક જોગવાઈઓ કરવામાં આવી છે. આમાં ગૃહઉદ્યોગ વિભાગ, કોમર્શિયલ વર્ગ વિભાગ, માંદાની માવજત વિભાગ, વ્યાપાર-ઉદ્યોગ વિભાગ જેવા વિભાગો સમાજને આર્થિક રીતે પગભર કરવાના પ્રયત્નરૂપ લેખાવા જોઈએ. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org