________________
વિવિધ સંરથાઓ અને તેમની સુવ્યવસ્થા: ૬
૩૪૯ કરવાનું સૂઝી આવે છે; એને લીધે સમાજને માટે આશીર્વાદરૂપ બની રહે એવી સંસ્થા કે શુભ પ્રવૃત્તિનો જન્મ થાય છે. બાલાશ્રમની જન્મકથા કંઈક આવી જ છે.
અમીરી અને ગરીબી એ સંસારના સનાતન ભેદો છે; નદીના સામા પ્રવાહ તરવાની જેમ ગરીબી સામે ઝઝૂમીને પ્રગતિ સાધવી એ સંસારની સનાતન સમસ્યા છે. સામાન્ય રીતે સુખી અને સંપત્તિશાળી તરીકેની નામના ધરાવતા જૈન સમાજમાં પણ, જેઓ સાચી સ્થિતિનું અવલોકન કરી શકે એમને ગરીબીનાં – અરે, ક્યાંક ક્યાંક તો કારમી ગરીબીનાં – દર્શન થયા વગર ન રહે; ફક્ત એ માટે હૃદયમાં સહાનુભૂતિ અને સંવેદનશીલતાની કૂણી લાગણી ધબકતી હોવી જોઈએ.
સાઠમ્બાસઠ વર્ષ પહેલાં અભ્યાસ કરવામાં જૈન બાળકોની આડે આવતી ગરીબીનો અવરોધ એક મહાનુભાવના સંવેદનશીલ અંતરને સ્પર્શી ગયો. ત્યારે ભણતર માટે તો કંઈ ઝાઝું ખર્ચ કરવું ન પડતું; માધ્યમિક શિક્ષણ સુધી તો નહીં જેવું જ ખર્ચ કરવું પડતું. પણ ત્યારે પૈસો એટલો દુર્લભ હતો, કે કેટલાંક કુટુંબો પોતાના ભાવિ આધારરૂપ છોકરાઓના અભ્યાસ માટે પણ એટલું ખર્ચ ન કરી શકતાં; આટલું જ શા માટે કેટલાંક કટુંબોની આર્થિક સ્થિતિ તો એવી તંગ રહેતી કે એમને પોતાના છોકરાઓને કાચી ઉંમરે જ કમાણી થઈ શકે એવા કામમાં લગાવી દેવા પડતા.
સમાજની આવી દુઃખદ પરિસ્થિતિથી પ્રેરાઈને શ્રી ચુનીલાલ નારણદાસ કાનુનીએ આ દિશામાં કંઈક કરવાનો નિશ્ચય કર્યો. શ્રી ચુનીભાઈનું મૂળ વતન અમદાવાદ પાસેનું દહેગામ. એમનો ધંધો ઝવેરાતનો. તેઓ ધંધા નિમિત્તે મુંબઈમાં રહે, પણ મુંબઈના ભોગ-વિલાસની કોઈ હવા એમને સ્પર્શી ન શકે. ધર્મભાવનાના રંગે રંગાયેલું સાવ સાદું અને નિર્મળ એમનું જીવન હતું. તપ અને સેવા એમના જીવનનો આનંદ હતો. જૈન સમાજની ઊછરતી પેઢી નિશ્ચિત બનીને અભ્યાસમાં આગળ વધી શકે અને પોતાના જીવનને શિક્ષિત અને સંસ્કારી બનાવી શકે એ માટે શત્રુંજય મહાતીર્થની પવિત્ર છાયામાં એક વિદ્યાર્થીગૃહ જેવી શિક્ષણ-આશ્રમ-સંસ્થા સ્થાપવાનો એમને વિચાર આવ્યો. અને તે સમયે મુંબઈના ઝવેરી-મહાજનના મોતીના ધર્મના કાંટા તરફથી માસિક ફક્ત પચીસ રૂપિયા જેવી મદદ મળવાનું વચન મળતાં, વિ.સં. ૧૯૬ રના ચૈત્ર સુદિ ૧૦ના રોજ, પાલીતાણામાં શ્રી જૈન શ્રેયસ્કર મંડળના મકાનમાં ફક્ત ચાર જ વિદ્યાર્થીઓથી એમણે આ સંસ્થાની શુભ શરૂઆત કરી. શ્રી કાનૂની પોતાના વ્યાપાર-ધંધાને બદલે આ સંસ્થાને સ્થિર કરવાનાં કામોમાં જ લાગી ગયા.
આર્થિક સગવડ નહીં જેવી, વિદ્યાર્થીઓ પણ બહુ જ ઓછા રાખી શકાય એવી સ્થિતિ, મકાનની સ્વતંત્ર વ્યવસ્થા નહિ, બીજાં સાધનો પણ બહુ ટાંચાં; પણ સમાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org