________________
૩પ૦
જિનમાર્ગનું જતન સેવાની ભાવનાનું બીજ અને કર્તવ્યપરાયણતાનું તેજ બહુ પ્રબળ; એટલે ધીમે-ધીમે સંસ્થાનો વિકાસ થતો ગયો. સાચા સંત અને સાધુપુરુષ શ્રી મોહનલાલજી મહારાજે શ્રી ચુનીભાઈની ભાવનાને તરત પિછાણી લીધી. એમની પ્રેરણા અને આશીર્વાદથી મુંબઈમાં એક વગદાર કમિટી રચાઈ અને એ કમિટીએ સંસ્થાનું સુકાન સંભાળી લીધું. સ્વનામધન્ય શેઠ શ્રી વીરચંદ દીપચંદ એ કમિટીના પ્રમુખ બન્યા. શ્રી હીરાચંદ મોતીચંદ, શ્રી ત્રિભોવનદાસ ભાણજી, શ્રી દેવકરણ મૂળજી સંઘવી અને શ્રી નગીનભાઈ મંછુભાઈ ઝવેરી એના મંત્રીઓ હતા. આ બધા ય મહાનુભાવો જેવા ઉદાર હતા, એવા જ સમાજ-ઉત્કર્ષના ચાહક હતા. શ્રી ચુનીભાઈની સેવાઓ તો અવિરત ચાલુ જ હતી. આવા ભાવનાશીલ, કર્તવ્યનિષ્ઠ અને ઉદાર મહાનુભાવોનો સહયોગ હોય ત્યાં સંસ્થા ઉત્કર્ષ ન સાધી શકે તો જ નવાઈ.
સંસ્થા ક્રમેક્રમે વિકાસ કરતી ગઈ. સમાજ પણ પોતાના અભ્યદય માટે આવી શિક્ષણ-સંસ્થાઓની ઉપયોગિતા સમજતો થયો; એને સંસ્થા પ્રત્યે મમત્વ બંધાયું, અને સંસ્થાને જરૂરી મદદ મળવા લાગી. ફક્ત ચાર જ વિદ્યાર્થીઓથી શરૂ થયેલો બાલાશ્રમ અત્યારે પોતાના આલીશાન મકાનમાં અને પોતાની જ કહી શકાય એવી માધ્યમિક શાળામાં આજે દોઢસો જેટલા વિદ્યાર્થીઓને શિક્ષણ અને સંસ્કારનું જીવનભાતું આપી રહેલ છે તે સમાજની આવી મમતા અને ઉદાર સહાયતાને બળે જ. આજે તો દેશભરમાં શિક્ષણભૂખ એવી જાગી છે કે આવી અનેક સંસ્થાઓની જરૂર લાગ્યા કરે છે. મૂળ ભાવનગરના વતની મુંબઈ-નિવાસી શ્રી ચત્રભુજ મોતીલાલ ગાંધીના સુપુત્રોની ઉદાર સખાવતથી વિ. સં. ૨૦૧૭ની સાલમાં શ્રી ચત્રભુજ મોતીલાલ વિદ્યાલય (હાઈસ્કૂલ)ની સ્થાપના એ બાલાશ્રમના ઉજ્જવળ ઇતિહાસમાં એક નોંધપાત્ર સીમાચિહ્ન લેખી શકાય.
આ સંસ્થાના આવા ઉત્કર્ષમાં ભાવનાનું બીજ તો રહેલું છે જ; પણ સાથે-સાથે આ સંસ્થા એક શિક્ષણ-સંસ્થા છે એ બીનાએ પણ એના ઉત્કર્ષમાં ઘણો નોંધપાત્ર ફાળો આપ્યો છે. કેળવણીના ક્ષેત્રમાં પૈસો ખરચવો એ ખરી રીતે ધનનું ખર્ચ નહીં પણ વાવેતર કરવા જેવું ઉમદા, દીર્ધદર્શિતાભર્યું અને લાભકારક કામ છે. શિક્ષણ માટે આપેલી સહાયતાથી એક વિદ્યાર્થી શિક્ષિત અને સંસ્કારી બને, તો એથી એક આખા કુટુંબનો ઉદ્ધાર થઈ જાય; અને એ રીતે સમાજમાં જેટલા પ્રમાણમાં શિક્ષણ પ્રચાર થાય તેટલા પ્રમાણમાં જ સમાજ સુખ, સમૃદ્ધિશાળી અને શક્તિશાળી બને.
બીજી સંસ્થાઓના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની જેમ આ સંસ્થાનો આશ્રય મેળવીને આગળ વધેલા જૂના વિદ્યાર્થીઓ પણ પોતાની આ માતૃસંસ્થા પ્રત્યેનું ઋણ અદા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org