________________
અહિંસાદર્શન અને અહિંસક આચારો : ૭
૧૨૩
(૭) અનુકંપાધર્મી એ અમેરિકન !
ભારતની નામના જૂના વખતથી ધમની ભૂમિ તરીકે છે, અને એમાં તથ્ય પણ છે. પણ પોતાના ધર્મની અને દેશની શ્રેષ્ઠતાના ગુમાને આપણને, રાત-દિવસના “ધર્મધર્મના રટણ અને બાહ્ય આચરણ છતાં, સાચી ધર્મભાવનાથી ઠીક-ઠીક દૂર ધકેલી દિીધાં છે. સાચી વાત તો જે પાળે તેનો ધર્મ' એ જ છે.
આપણે ત્યાં જીવદયા અને પ્રાણીરક્ષાની કંઈ કેટલી વાતો થાય છે; એ માટે આપણા લોકો ધન પણ આપે છે, પાંજરાપોળો જેવી સંસ્થાઓ પણ સ્થાપે છે અને એમાં પ્રાણીદયાનું કામ પણ થતું જ હોય છે. અને છતાં, પ્રાણીરક્ષાની આપણા દેશની પ્રવૃત્તિ પહેલાં કરતાં ક્રમે-ક્રમે ઓછી થતી જાય છે; એનું મુખ્ય કારણ, પ્રાણીરક્ષાની તીવ્ર લાગણી ધરાવતી ભાવનાશીલ વ્યક્તિઓ આપણે ત્યાં ઓછી થતી જાય છે એ છે.
આની સામે પરદેશમાં શાકાહાર-તરફી મનોવૃત્તિ તેમ જ પ્રાણી રક્ષા માટેની પ્રવૃત્તિ વ્યવસ્થિત રીતે આગળ વધતી જોઈએ છીએ ત્યારે આપણું ગુમાન તો ઊતરી જાય છે જ, સાથે-સાથે કેટલીક અંતર્મુખ વિચારણા કરવાનો અવસર પણ આપણને મળે છે.
મુંબઈની જીવદયા-મંડળીના માસિક મુખપત્ર “શ્રી જીવદયા'ના ગત એપ્રિલ માસના અંકમાં જાણીતા ચિંતક અને ધર્માનુરાગી શ્રીયુત વાલજીભાઈ ગોવિંદજી દેસાઈનો ‘વિલાયતમાં દયાધર્મ' નામે એક નાનોસરખો લેખ છપાયો છે, તેમાં તેઓએ ગઈ સદીમાં અમેરિકામાં થઈ ગયેલ હેન્રી બર્ગના જીવનકાર્યનો ટૂંકો પરિચય આપ્યો છે. પ્રાણીઓ પ્રત્યેના ઘાતકીપણાનું નિવારણ એ જ એ માનવતાવાદી મહાનુભાવનું જીવનકાર્ય હતું, એ માટે તેઓ જીવનભર અનેક રીતે પ્રયત્ન કરતા રહ્યા. તેઓના આ જીવનકાર્યની વિગતો જાણવા-વિચારવા જેવી હોવાથી અહીં એ સાભાર રજૂ કરીએ
છીએ.
અમેરિકામાં કૂરતાનિવારણનો કાયદો પસાર કરાવ્યા પછી પણ એનો અમલ કરાવવા માટે કેવી મુસીબતો વેઠવી પડી એનો ખ્યાલ આપતાં શ્રી વાલજીભાઈ લખે છે :
“કૂરતાનિવારણનો કાયદો ધારાસભા પાસે મંજૂર કરાવીને, હેન્રી બર્ગ શેરીમાં નીકળ્યો, તો એક ઘોડાગાડીવાળો ઘોડાને ચાબખા મારતો હતો. એને કહ્યું: “આમ ચાબખા હવે ન મરાય, મારે તો ગુનો ગણાય.”
“બર્ગ એક દિવસ બસમાં બેસીને જાય છે, ત્યાં એક ખાટકી વાહનની કોરથી લટકતાં, પીડાને લીધે આંખ ફાડતાં ઘેટાં ને વાછડાંને ગાડામાં ભરી લઈ જતો હતો;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org