________________
૪૬૨
જિનમાર્ગનું જતન
લગ્નોત્સવ આવી સાદાઈથી ઊજવાય એમાં સૌથી વધારે જરૂર વરની દૃઢ ઇચ્છાની રહે છે. વર પોતે જ જો આડંબર અને દેખાવનો ઇચ્છુક હોય તો આમાં સફળતા ન મળી શકે. વળી આમાં સૌથી મોટી વાત તો આર્થિક લાભ જતો કરનારી નિલભવૃત્તિની છે. જો પૈસા તરફ દૃષ્ટિ રહે, તો પણ આવું કાર્ય ન થઈ શકે. આમાં તો પુરુષ નિર્લોભી અને પોતાના પુરુષાર્થ ઉપર દઢ વિશ્વાસ ધરાવતો હોવો જોઈએ. એમ કહી શકાય કે નિલભવૃત્તિ અને મોટાઈ અને પ્રતિષ્ઠાના ખોટા ખ્યાલથી મુક્તિ એ પાયાની વસ્તુ છે.
(તા. ૧૩-૬-૧૯૫૯)
(૩) તપસ્યા અને ખર્ચાળ રિવાજો આપણા લગ્ન વગેરે સામાજિક પ્રસંગોના રીતરિવાજો જેમ ગજા ઉપરાંત ખર્ચાળ બની ગયા છે, તેમ આપણી ધાર્મિક પ્રવૃત્તિઓમાં પણ કેટલીક બાબતોમાં ખર્ચાઓનું પ્રમાણ ઠીક-ઠીક વધી ગયું છે. કોઈ પણ સારા નિમિત્તે કોઈ પોતાનું નાણું ખર્ચે એ એક વાત છે; અને એક વાર કરેલો આવો વ્યવહાર કાયમી રિવાજનું રૂપ પકડી બેસે, અને જતે દહાડે અસહ્ય લાગવા છતાં યે એ રિવાજનું પાલન કરવું જ પડે એવી અનિવાર્ય સ્થિતિ ઊભી થાય એ બીજી વાત છે. તપસ્યાઓ વગેરેમાં પણ આવા ખર્ચાળ રિવાજો ઘર કરી બેઠા છે, અને નવાનવા ઘર કરતા જાય છે એ ચિંતાનો વિષય છે.
આ રીતનું ખર્ચાળપણું કર્મનિર્જરાના કારણરૂપ તપસ્યામાં પ્રવેશી ગયું એનું બે રીતે અનિષ્ટકારક પરિણામ આવ્યું છે. એક બાજુ તપસ્યા કરનાર વ્યક્તિ કરતાં ઘરના બીજા માણસોની ચિંતામાં વધારો થઈ જાય છે, અને બીજી બાજુ ચીલા પ્રમાણે તપસ્યા નિમિત્તે ધામધૂમ નહીં થવાના સંજોગોમાં તપસ્વીને તપસ્યા નિસ્તેજ લાગે છે. તપને કારણે જે વૈરાગ્ય, નિઃસ્પૃહવૃત્તિ અને ખુમારીથી મન મસ્ત બનવું જોઈએ, તેનો ત્યાં ઘણેખરે અંશે અભાવ દેખાય છે, પરિણામે તપના આત્માને જ જાણે જફા પહોંચે છે.
ઘરમાં કોઈ અઠ્ઠાઈ કરે તો એની ઉજવણી અમુક પ્રકારે કરવી જ જોઈએ એવો આજે રિવાજ પડી ગયો છે. પરિણામે, કેટલાક દાખલાઓ એવા જોવા મળે છે કે અઠ્ઠાઈને બદલે સાત કે નવ ઉપવાસ કરીને આ ખર્ચાળ રિવાજમાંથી મુક્તિ મેળવાય છે! પણ આવું શા માટે ? તપસ્યા તો તપસ્યાને માટે જ છે. એનો સીધો સંબંધ ધર્મ સાથે કે આત્મા સાથે છે. એ નિમિત્તે ઉત્સવ-મહોત્સવ થાય એ તો આનુષંગિક અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org