________________
પદ
જિનમાર્ગનું જતન
ભગવાન મહાવીરનો સંઘ મોક્ષાર્થીઓનો સંઘ હતો; એમાં એ જ ભવ્ય જીવો દાખલ જઈ શકતા હતા કે જેઓ ભગવાને બતાવેલાં જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપનું આચરણ, મોક્ષ મેળવવાના ધ્યેયથી કરવા ઇચ્છતા હતા. જેનું ધ્યેય મોક્ષને બદલે સંસારનું હતું એણે ધાર્મિક બાહ્ય નિયમોનું પાલન કર્યું તો પણ, એ ભગવાનની આજ્ઞાની બહાર અને મિથ્યાદૃષ્ટિ મનાયો. જેણે ધ્યેય, આચાર-વિચાર કે પ્રરૂપણામાં વિપરીતપણું કર્યું એ સંઘમાં ન રહી શક્યો . ધ્યેયની રક્ષાને માટે વ્યક્તિ કે વ્યક્તિઓ ત૨ફ જોવામાં નથી આવ્યું. આદર્શની રક્ષાને માટે સંખ્યાના ઘટાડાને સહન કરી લેવામાં આવ્યો; પરંતુ ધ્યેયને સુરક્ષિત રાખવામાં આવ્યું. જો આ રીતે જ આદર્શની રક્ષા કરવાવાળો સંઘ કે સંગઠન હોય તો જ એ વાસ્તવિક સંગઠન માની શકાય.
“જે સંગઠનનું ધ્યેય ખંડિત થઈ ગયું હોય, જેમાં સંગઠન પોતે સાધનને બદલે સાધ્ય બની ગયું હોય અને આચાર-વિચાર અને પ્રરૂપણામાં વિષમ ભિન્નતા થઈ ગઈ હોય એ સંગઠન કદાચ લોકસમ્મત તો થઈ શકે, પરંતુ એ નિદ્રંથધર્મસમ્મત ન થઈ શકે.”
અમને લાગે છે કે ઉપરના ઉદ્ગારોમાં જે વિચારો વ્યક્ત કરવામાં આવ્યા છે તે ‘જૂનું તેટલું સોનું’ જેવી જડ અને રૂઢ માન્યાતામાં જ રાચ્યા કરે છે, અથવા તો પહેલાંથી જ ચાલ્યું આવે છે એ જ બરાબર છે' એવા જુનવાણી મનોભાવ વ્યક્ત કરે છે.
આ ઉદ્ગારોનું થોડુંક વિશ્લેષણ કરીએઃ
ઉપરના ઉદ્ગારો વાંચતાં, પહેલી દૃષ્ટિએ તો એવો જ ભાસ થાય છે કે આ ઉદ્દગારો ખરેખર કોઈ ઉચ્ચ આદર્શને રજૂ કરે છે, અને જૈનસંઘે પોતાના સંખ્યાબળ તરફ ધ્યાન આપવાને બદલે ગુણવત્તા તરફ ધ્યાન આપ્યું છે એ બાબતે આંગળી ચીંધે છે; ઉપરાંત આદર્શ સંગઠન કોને કહી શકાય એનું સૂચન પણ એમાં સમાઈ જાય છે. આજે જૈન સમાજના દરેક ફિકાના અંદર-અંદરના સંગઠનની અને જુદા-જુદા જૈન ફિરકાઓ વચ્ચેના સંગઠનની પણ ઘણી વાતો અને વિચારણાઓ ચાલી રહી છે. દીર્ઘદૃષ્ટિ, સમયજ્ઞતા અને મધ્યસ્થ વૃત્તિ ધરાવતા વિચારકોને તો એ સ્પષ્ટ લાગી રહ્યું છે કે જૈનધર્મ, જૈન સંસ્કૃતિ અને જૈન સંઘનો યોગક્ષેમ આવા સંગઠન વગર ટકવો અશકય છે. સંગઠન નહીં હોય, તો ભૂતકાળની જેમ જૈન ફિરકાઓ અંદરોઅંદર લડીઝઘડીને એકબીજાનો છેદ ઉડાડવાની વિઘાતક પ્રવૃત્તિમાંથી ઊંચે આવવાના નથી, અને ઇતર માનવસમાજો જૈનધર્મ પ્રત્યે ઉપેક્ષાભાવ જ સેવવાના છે; કયારેક-ક્યારેક તો એના પ્રત્યે ઘૃણા કે વિરોધની લાગણી પણ લોકમાનસમાં પેદા થવાનો ભય કે સંભવ રહેલો છે. આવું થવા ન પામે એટલા માટે અત્યારની સૌથી પહેલી અને સૌથી મોટી જરૂરિયાત જૈનોના બધા ફિરકાઓનું સંગઠન સાધવું એ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org