________________
જૈનધર્મની જગતમાં પ્રતિષ્ઠા અંગેના પ્રશ્નો : ૧૪
પ૭
ઉપર ટાંકેલા ઉદ્ગારો, જે જૈન વિચારકોને જૈનોના સંગઠનની આવી લગની લાગી છે, એમને સાચું સંગઠન શું હોઈ શકે અને નિગ્રંથધર્મસમ્મત સંગઠન કોને કહી શકાય એનો જાણે બોધપાઠ આપવા માટે કોઈ મહાન તત્ત્વચિંતકની અદાથી રજૂ કરવામાં આવ્યા છે !
પણ અમારે સખેદ કહેવું જોઈએ કે અમો આ ઉદ્દગારોના ધ્વનિ સાથે સમ્મત થઈ શકતા નથી, કારણ કે નથી તો એમાં સર્વકલ્યાણકારી કોઈ તત્ત્વ કે નથી તો એમાં સારગ્રાહી, સત્યગામી કોઈ ચિંતન. એ તો કેવળ ભ્રામક શબ્દોનો આડંબરમાત્ર
જો આ ઉદ્દગારો પાછળ છુપાયેલો ધ્વનિ એ કોઈ અમુક જ વ્યક્તિના માનસમાંથી ઊઠતો ધ્વનિ હોત, તો અમે આ લખવાનું પસંદ ન કરત; આવું લખવાની જરૂરત પણ ન રહેત. પણ, અમે આગળ કહ્યું છે તેમ, જૈનસમાજમાં આપણા ધર્મગુરુઓ સહિત અનેક વ્યક્તિઓ આવા ભ્રામક વિચારોને સાચા માનીને મનમાં રાચ્યા કરે છેતેથી એનું પરિમાર્જન કરવું એ વિશેષ જરૂરી થઈ પડે છે.
જૈનધર્મનો આદર્શ સંસારનો નહીં, પણ મોક્ષનો હતો અને છે એની સામે અમારે કંઈ કહેવું નથી. પરંતુ ઉપરના ઉદ્દગારોમાં જે એમ કહેવામાં આવ્યું છે કે “જેણે ધ્યેય, આચાર-વિચાર કે પ્રરૂપણામાં વિપરીતપણું કર્યું એ સંઘમાં ન રહી શક્યો. ધ્યેયની રક્ષાને માટે વ્યક્તિ કે વ્યક્તિઓ તરફ જોવામાં નથી આવ્યું; આદર્શની રક્ષાને માટે સંખ્યાના ઘટાડાને સહન કરી લેવામાં આવ્યો, પરંતુ ધ્યેયને સુરક્ષિત રાખવામાં આવ્યું, એ કથન ખૂબ વિચિત્ર અને કેવળ આપણી બુદ્ધિ-અંધતા અને સત્યવિમુખતાને જ પુરવાર કરે એવું છે.
આના થોડાક વધુ ઊંડાણમાં ઊતરીએ :
જેઓ જૈનસંઘમાં ન રહી શક્યા, અર્થાત્ જેઓ જૈનસંઘને છોડીને ચાલ્યા ગયા તેઓ પોતાનાં ધ્યેય, આચાર-વિચાર અને પ્રરૂપણાના વિપરીતપણાને લીધે ચાલ્યા ગયા એમ કહેવા કરતાં સાચી રીતે તો એમ કહેવું જોઈએ કે જૈનધર્મના નેતાઓએ, આચાર્યોએ જ્યારથી જૈન સંસ્કૃતિના પ્રાણરૂપ સર્વ જીવ સાથેની મૈત્રીની સર્વકલ્યાણકારી ભાવનાને અને ધર્મના ક્ષેત્રમાં પણ માનવમાત્રની સમાનતાની ભાવનાને દેશવટો દીધો અને ઊંચ-નીચાણાના નકલી અને ઘાતક ભેદોને મહત્ત્વ આપીને જૈનધર્મના મૂળ ધ્યેય અને આચાર-વિચારથી વિપરીત પ્રરૂપણા શરૂ કરી ત્યારથી જનતા જૈનસંઘ તરફથી વિમુખ થવા લાગી.
વળી એમ કહેવું કે “ધ્યેયની રક્ષાને માટે વ્યક્તિ કે વ્યક્તિઓ તરફ જોવામાં નથી આવ્યું" એ પણ બરાબર નથી. ઊલટું, બન્યું છે એવું કે અમુક વ્યક્તિઓએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org