________________
૫૫
જૈનધર્મની જગતમાં પ્રતિષ્ઠા અંગેના પ્રશ્નો ઃ ૧૩, ૧૪ પછી વર્ધામાં પણ જૈનોએ પોતે હિંદુ નથી એમ કહીને હરિજન-મંદિઅવેશનો વિરોધ કર્યો, ત્યારે તેના બદલારૂપે વધના એક હિંદુમંદિર ઉપર એક પાટિયું લગાવીને એના ઉપર લખવામાં આવ્યું કે Jains and dogs are not allowed (જૈનો અને કૂતરાઓને પ્રવેશ કરવાની બંધી છે). આવીઆવી તો અનેક પ્રતિક્રિયાઓ થવાનો સંભવ છે. એટલે આમ સગવડિયા પદ્ધતિએ જૈનો હિંદુ નથી એમ કહેવું એ પણ ભયંકર વસ્તુ છે. વળી બીજી રીતે પણ આ વાત જૈનોએ વિચારવા જેવી છે, અને તે એ કે અસ્પૃશ્યતાની બાબતમાં જૈનો અત્યારે જેવું વલણ ધરાવે છે તેવું જ વલણ જો ચાલુ રાખશે તો ભવિષ્યના ઇતિહાસકાર કદાચ એમ લખશે કે હિંદુઓ જ્યારે અસ્પૃશ્યતાના કલંકને દૂર કરવાનો પ્રયત્ન કરતા હતા ત્યારે જેનો એ કલંકને સાચવી રાખવાનો પ્રયત્ન કરતા હતા !!
સાધુઓ તરફથી માર્ગદર્શનનો અભાવ – આવીઆવી અનેક બાબતો અત્યારે વિચારવા જેવી હોવા છતાં જૈન સાધુ-સમુદાયમાં જે સ્થિતિ પ્રવર્તે છે તે જોતાં તેઓ આવા બધા સવાલો ચર્ચવામાં કે એને ઉકેલવામાં સહાયરૂપ થાય એવી આશા રાખી શકાય એમ નથી. અમુક અંશે તો આપણે ત્યાં સાધુઓ અને શ્રાવકો વચ્ચે મેળ જ દેખાતો નથી.
વિદ્વાનોની બંધિયાર સ્થિતિ – આપણે ત્યાં વિદ્વાનો પણ એવા તો બહુ જ ઓછા છે જેઓ ધનવાનોની શેહ-શરમથી મુક્ત હોય અને સમાજથી દોરવાવાને બદલે સમાજને સાચે રસ્તે દોરી શકે એવી મક્કમતા ધરાવતા હોય. પણ વિદ્વાનોએ પોતાનું એટલે કે પોતાની વિદ્યાનું મહત્ત્વ સમજવું જોઈએ, અને સમાજને સાચા માર્ગે દોરવો જોઈએ.
આવા કેટલા ય આપણા અત્યારના જીવનને સ્પર્શતા વિચારો આ સંમેલન વખતે વ્યક્ત થયા તે સમસ્ત જૈનસંઘે વિચારવા જેવા છે એમાં શંકા નથી. આશા રાખીએ, આપણા વિચારકો, વિદ્વાનો અને આગેવાનો આ દષ્ટિએ ધર્મ અને સમાજના સંગોપન અને સંવર્ધનનો વિચાર કરે !
(૧૪) જૈનત્વનો વિનાશકારી કેફ
,
સૈલાના(માલવા)થી શ્રી રતનલાલ ડોશીના સંપાદકપણા નીચે હિન્દીમાં પ્રગટ થતા સ્થાનકવાસી પત્ર “સમ્યગ્દર્શન'ના જૂન ૧૯૫૬ના અંકના પહેલે પાને “સંગઠનનો આદર્શ' એ નામે નીચે મુજબ ટૂંકી નોંધ લખવામાં આવી છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org