SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૨ જિનમાર્ગનું જતન પણ ઘણી વાર અણધારી રીતે આવી પડેલું કારમું સંકટ માનવીને એનો સામનો કરવાનો માર્ગ બતાવે છે. જાનમાલની આટલી બિનસલામતી વચ્ચે પણ રતલામના જૈન ભાઈઓની હિંમત ન પડી ભાંગી એ માટે પરમેશ્વરનો ઉપકાર માનવો જોઈએ. આ દુઃખદ પ્રકરણે પેદા કરેલાં સંકટના વાદળો એક પછી એક વિલીન થઈ ગયાં, અને છેલ્લે મધ્યભારતની સરકારે સુપ્રીમકોર્ટમાં દાખલ કરેલી અપીલનો તેમ જ મમતે ચડેલી સનાતન-સભાએ સુપ્રીમકોર્ટમાં દાખલ કરેલા રીટકેસનો ચુકાદો આખરે આપણા લાભમાં જ આવ્યો. એનો પહેલો યશ રતલામના કાર્યકરોની નીડરતા અને ધર્મપરાયણતાને ઘટે છે. સાથે સાથે રતલામના સ્થાનકવાસી તેમ જ દિગંબરભાઈઓએ આમાં જે સાથ આપ્યો એની પણ સાભાર નોંધ લેવી ઘટે છે. પણ “એક હાથે તાળી ન પડી શકે' એ ન્યાયે આ અતિ ઉગ્ર બનેલા પ્રકરણનો આવો સંતોષકારક અંત લાવવા માટે, તેમ જ રતલામ જૈન સંઘ ઉપરના સંકટને હળવું બનાવવાની તાત્કાલિક જાગૃતિ બતાવીને, આખા દેશના જૈન-સંઘે એમને બની શકે તેટલે અંશે ભય અને ચિંતાથી મુક્ત કરવા માટે તત્કાળ જે સક્રિય સાથ અને હાર્દિક સહકાર આપ્યો, તેનો પણ કંઈ નાનોસૂનો હિસ્સો નથી. જ્વાળામુખીની જેમ એકાએક ફાટી નીકળેલી આ ઉપાધિને ડામવા માટે જૈનસંઘને સજાગ બનાવવાનું કામ પણ કંઈ સહેલું ન હતું. પણ સદ્ભાગ્યે આ માટે મુંબઈનાં અને બીજાં સ્થાનોના આગેવાનો એકદમ ચેતી ગયા, અને એક બાજુ તેઓ રતલામના જૈનસંઘની મદદે દોડી ગયા, અને બીજી બાજુ એમણે જૈનસંઘને આ બાબતમાં જાગૃત બનાવી દીધો. આ પ્રકરણનો સામનો કરવામાં જે-જે ભાઈઓએ અને જે-જે સંસ્થાઓએ કામ કર્યું છે, એમાં કોનું નામ લઈએ અને કોનું ન લઈએ? શેઠશ્રી રમણલાલ દલસુખભાઈ, શ્રી રતિલાલ ચીમનલાલ કોઠારી, શ્રી હીરાલાલ હાલચંદ દલાલ, શ્રી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સના આગેવાનો અને શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રમુખ શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈ તથા અન્ય કાર્યકરો, રતલામના શ્રીયુત તેજરાજજી ગાંધી, શ્રી લાલચંદજી જૈન વગેરે મહાનુભાવો, અને બીજા પણ સંખ્યાબંધ નાના-મોટા કાર્યકરોએ આમાં જે ધર્મની ધગશ બતાવી છે અને જરા ય પ્રમાદ સેવ્યા વગર જે કામગીરી બજાવી છે તે આહ્લાદ ઉપજાવે એવી છે. સંસ્થાઓ અને વ્યક્તિઓ સંગઠિત બને ને પ્રયત્ન કરે તો કેવું સુંદર પરિણામ આવે એનું આ એક જ્વલંત ઉદાહરણ છે. તેમાં ય શેઠશ્રી રમણલાલ દલસુખભાઈએ તો જાણે આ પ્રશ્રની પાછળ ભેખ ધારણ કર્યો હતો. આ પ્રકરણની ઝીણામાં ઝીણી બાબતમાં પણ તેઓ એવા તો સજાગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001041
Book TitleJinmargnu Jatan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy