________________
તીર્થરક્ષા અને તીર્થસેવન : ૮
૩૧૧ અને એ રીતે આપણી ન્યાયી માગણીનો સ્વીકાર થયો છે એ વાતની નોંધ લેતાં અમે ખૂબ ખુશાલી અનુભવીએ છીએ.
આપણા દેશના લોકશાહી બંધારણમાં આપણે ભૂતકાળના અનુભવના પ્રકાશમાં, ભલે બિનસાંપ્રદાયિક રાજતંત્રની નીતિનો સ્વીકાર કર્યો હોય, પણ સામાન્ય પ્રજાના અંતરમાં બિનસાંપ્રદાયિકતાની મહત્તાની પ્રતિષ્ઠા થવી હજી બાકી જ છે. અબૂઝ કે ભોળા લોકોના અંતરમાં સૈકાઓથી ઘર કરીને રહેલી સાંપ્રદાયિક કટ્ટરતા કે અંધતાની ગ્રંથિને ઓગાળી નાખવાનું કામ જરા ય સહેલું નથી. એક બાજુથી આ ગ્રંથિનો ઉચ્છેદ કરવા મથીએ, ત્યાં બીજી બાજુથી અવનવા રૂપે નવીનવી ગ્રંથિઓ બંધાતી જાય !
છેલ્લાં ૧૦-૧૫ વર્ષો દરમિયાન દેશમાં શું સામાજિક, શું ધાર્મિક કે શું શૈક્ષણિક – એકેએક ક્ષેત્રની પ્રવૃત્તિને મેલા રાજકારણનો એવો તો રંગ લાગી ગયો છે, કે જેથી સાંપ્રદાયિક ગાંડપણને છેલ્લી હદે પહોંચતાં વાર જ નથી લાગતી. તાજેતરમાં જ કાશમીરમાં હજરતબાલની રાજદ્વારી ચોરીના લીધે જાગી ઊઠેલો ઉલ્કાપાત અને પૂર્વ પાકિસ્તાનમાં લઘુમતી હિંદુઓના જાનમાલની થયેલી ખાનાખરાબી આ વાતની સાખ પૂરે છે. વિજ્ઞાનની શોધોને લીધે દુનિયાના દેશો ગમે તેટલા એકબીજાની નજીક આવ્યા હોય, પણ માનવીને માટે સાચા માનવી બનવાનું અને એકબીજાની નજીક આવવાનું તો હજી બાકી જ છે!
જબલપુર અને રતલામમાં સનાતનીઓએ જૈનોની વિરુદ્ધ જે જેહાદો જગાડી હતી અને એમનાં જાનમાલની સાવ બિનસલામતી કરી મૂકી હતી, એને પણ સાંપ્રદાયિક કટ્ટરતાએ જન્માવેલ પાગલપણ જ કહી શકાય.
રતલામ પ્રકરણમાં તો જાણે સનાતની ભાઈઓ જેનોની વિરુદ્ધ ઝુંબેશ ઉઠાવવાની તકની રાહ જોઈને બેઠા હોય, એમ કાગનો વાઘ કરીને જેનો અને સનાતનીઓ વચ્ચે, જાણે ઉંદર-બિલાડી જેવું આજન્મ વેર ન હોય, એવી વિષમ સ્થિતિ ખડી કરી દેવામાં આવી હતી ! અને સૌથી વિશેષ કરુણ અને ખેદજનક વાત તો એ હતી કે આ બધા ઉલ્કાપાતમાં પોતાના ઈષ્ટદેવ(શિવ)ને નામે ભગવાન શાંતિનાથના જિનમંદિરને તોફાનનું એક લક્ષ્ય બનાવવામાં આવ્યું ! આવી ભયંકર સ્થિતિમાં કેટલોક વખત તો મધ્યપ્રદેશનું સરકારી તંત્ર પણ એક જાતની લાચારી અનુભવી રહ્યું હતું.
આ ઉલ્કાપાતનું બીજું અને કદાચ મુખ્ય લક્ષ્ય બન્યા હતા રતલામના જૈનો. એ સમયે, ઘણા લાંબા વખત સુધી, રતલામના જૈનોએ જાનમાલની બિન-સલામતીની જે યાતનાઓ વેઠી હતી, તેનું સ્મરણમાત્ર આજે ય રૂંવાડા ખડાં કરે છે!
આ પ્રકરણના લીધે રતલામના જૈનોએ વર્ષો સુધી બાહ્ય સંકટ અને ચિત્તક્લેશની વેદના બરદાસ્ત કરી હતી; એ જ રીતે દેશભરના જેન-સંઘે ભારે અંતર્વેદનાનો અને ગ્લાનિનો અનુભવ કર્યો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org