SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૦ જિનમાર્ગનું જતન, આ બધાથી ય વિશેષ આઘાત જન્માવે એવી બીના એ છે, કે જેનો વિરુદ્ધની એક સભામાં મધ્યભારતની સરકારના એક પ્રધાન પોતે જ હાજર હતા અને જેનો વિરુદ્ધ લોકલાગણીને ઉશ્કેરે એવા ઉદ્ગારો એમણે કાઢ્યા હતા. જો પાણીમાંથી આગ ઊઠવાની હોય તો પછી કોઈની આગળ ફરિયાદ કરવાપણું રહ્યું જ ક્યાં? આ ભયંકર પ્રકરણના સમાચારો મળવાથી આપણી કોન્ફરન્સે પોતાના બે પ્રતિનિધિઓ જાતતપાસ માટે મોકલ્યા હતા, તેમ જ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની સૂચના મુજબ, પેઢીના મસીજી તીર્થના એક પ્રતિનિધિ એક બાહોશ વકીલ સાથે રતલામ ગયા હતા. પણ મળેલા સમાચારો મુજબ, તેઓ આ અશાંતિનો અંત લાવવામાં કે આ પ્રકરણનું સમાધાન કરાવીને રતલામના જૈનસંઘને ચિંતા અને ભયથી મુક્ત કરવામાં સફળ થયા હોય એમ નથી લાગતું. આ પ્રકરણમાં જૈનોને ન્યાય મળે એ રીતે રતલામનો જૈન સમાજ આગળ પડીને પ્રયત્ન કરી શકે એવી આશા રાખવી, અમને, આસપાસના સંજોગો જોતાં, વધારે પડતી લાગે છે. દરિયામાં રહીને મગર સાથે વેર રાખવું ન પાલવે – એ અનુભવવાણી મુજબ રતલામના જૈનો વિરોધી સરકારી તંત્ર સામે થઈને કશું જ ન કરી શકે તો તે માટે તેમને દોષ દેવો નકામો છે. એટલે પછી સ્વાભાવિક રીતે જ આ પ્રકરણને હાથ ધરવાની જવાબદારી આપણી આગેવાન જૈન સંસ્થાઓ – શેઠ આ. ક. ની પેઢી અને કોન્ફરન્સ – ઉપર તેમ જ ઈન્દોર, ઉજજૈન, ભોપાલ ઉપર કે રતલામની આસપાસના જૈનસંઘો ઉપર આવી પડે છે. આ પ્રકરણે એકાએક આવું ભયાનક રૂપ કેમ લીધું? – એને માટે મધ્યભારતની સરકારે પણ તરત તપાસ હાથ ધરવાની જરૂર છે. બિનસાંપ્રદાયિક લોકશાહી સરકારી તંત્રમાં આટલી હદની ધમધતા કે ધર્મઘેલછા જો ચાલી શકે, તો એ તંત્ર બિનસાંપ્રદાયિક રહી જ કેવી રીતે શકે? આશા રાખીએ કે મધ્યભારતની સરકાર પોતાની આ જવાબદારી જરૂર અદા કરશે. આ બધા લખાણનો ટૂંક સાર એ, કે રતલામની આ અશાંતિને શમાવવાની જવાબદારી રતલામ-જૈન-સંઘની નહીં પણ આપણી સંસ્થાઓ અને આપણા સંઘોની છે. એટલે આપણે નિષ્ક્રિય બેસી ન રહેતાં કામ કરવાની પદ્ધતિ નક્કી કરીને એ રીતે સત્વર કામે લાગી જઈએ. અત્યારે આ અંગે આટલું લખવું બસ થશે. (તા. ૧૧-૧૨-૧૯૫૪) ઉપશાંતિ રતલામના શ્રી શાંતિનાથ જિનાલય પ્રકરણની છેલ્લી ઉપશાંતિ થઈ ગઈ છે, અને સુપ્રીમકોર્ટમાંના છેલ્લા બંને મુકદમાઓનો ફેંસલો આપણા લાભમાં આવ્યો છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001041
Book TitleJinmargnu Jatan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy