________________
તીર્થરક્ષા અને તીર્થસેવન : ૮
આખા પ્રકરણના મૂળમાં બ્રાહ્મણ પૂજારીની ઘાલમેલ ઠીકઠીક કામ કરતી દેખાય છે. દેરાસરનો પૂજારી હોવા છતાં તે જ્યારે દેરાસર અને રતલામના જૈન સમાજની વિરુદ્ધ ચાલીને સામેથી સરકાર પાસે એવી માગણી કરે કે આ દેરાસર તો સરકારી દેરાસર છે, અને તેથી સરકારે એનો કબજો લઈ લેવો જોઈએ, ત્યારે સહેજે એમાં રહેલ બદ-ઇરાદાની ગંધ આવે છે.
આની પછી આ વાતને વિશેષ મોટું રૂપ આપવા માટે શિવલિંગ ઉપાડી ગયાની વાત રજૂ કરવામાં આવે છે અને એ બહાને સરકારમાં ફરિયાદ નોંધાય છે.
આ ફરિયાદની સુનવણી પણ તાબડતોબ થાય છે, અને પ્રજાકલ્યાણનાં બીજાં કામોમાં શિથિલ ગણાતું સરકારી તંત્ર, જાણે ભયંકર ધાડ પડી હોય એવી ત્વરિત ગતિથી પગલાં લે છે અને એક મુનિવરની સામે વોરંટ કાઢે છે. એને એ વખતે એટલો પણ વિચાર નથી આવતો કે ગિરફ્તારીની આજ્ઞા કરવા જેટલાં જલદ પગલાં ભરતાં પહેલાં સામા પક્ષને પોતાની વાત કહેવાની તક આપવી જરૂરી છે.
મુનિરાજ તો વિહાર કરી ગયા હોય છે, એટલે પછી રતલામના ૬૦ વર્ષના વયોવૃદ્ધ જૈન આગેવાન શ્રી હીરાલાલજી ચૌધરી ઉપર સરકારી તંત્રનો રોષ ઠલવાય છે, અને એમના હાથમાં બેડીઓ પહેરાવીને એમને સરિયામ બજારમાંથી લઈ જવામાં આવે છે. આ પછી સમીરમલજી વગેરે બીજા જૈન આગેવાનોને પણ પકડવામાં આવે છે. છેવટે શ્રી હીરાલાલજી ચૌધરી અને શ્રી. સમીરમલજીને હિરાસતમાં રાખી બાકીના જૈન આગેવાનોને છોડી મૂકવામાં આવે છે.
આ પ્રકરણને આગળ કરીને ત્યાંના જૈનેતરોએ જે બેફામ રીતે જૈન સમાજ અને જૈન ધર્મની સામે ભાષણો ચલાવ્યાં, તે તો કોઈ પશુસંસ્કૃતિને વરેલી પ્રજાને જ શોભે એવાં હતાં. જૈનધર્મનો નાશ' કરવાનો જાણે ત્યાં નાદ કરવામાં આવ્યો !
૩૦૯
આથી વિશેષ દુઃખ ઉપજાવે એવી વાત તો એ થઈ, કે આ બધામાં રતલામના ક્લેક્ટરે પોતે જાણે ‘વરના ભા’ હોય એવો આગેવાનીભર્યો ભાગ ભજવ્યો. જ્યાં વાડ જ ઊઠીને ચીભડાં ગળવા માંગતી હોય ત્યાં કોને શું કહેવાય ? જેમના માથે શહેરનાં કાયદો, વ્યવસ્થા અને શાંતિ જાળવવાની જવાબદારી હોય, તે પોતે જ ઊઠીને જો આ રીતે તરફદારી કરવા લાગે તો તેની સામે કોણ શું કરી શકે ?
મળેલા અહેવાલ મુજબ, ક્લેકટરે તો જાણે શિવલિંગની આ જૈન મંદિરમાં પુનઃ પ્રતિષ્ઠા કરવાની પ્રતિજ્ઞા જ લીધી હોય, એમ તા. ૨૭-૧૧-૧૯૫૪ના રોજ શિવલિંગની પ્રતિષ્ઠા કરવાની જાહેરાત કરી અને જૈન સમાજ તેની સામે મનાઈ-હુકમ મેળવે તે પહેલાં જ તા. ૨૬-૧૧-૧૯૫૪ના રોજ તેમણે શિવલિંગની પ્રતિષ્ઠા કરી દીધી..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org