SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૮ જિનમાર્ગનું જતન આ માટે ઝાઝું શું કહીએ? આમાં કોઈની ટીકા કરવાનો અમારો મુદ્દલ આશય નથી. ધર્મરક્ષા કરતાં-કરતાં જ તીર્થરક્ષા માટે આપણે પ્રયત્ન કરીએ એ જ અમારા આ કથનનો સાર છે. (તા. ૨૩-૩-૧૯૬૮). (૮) કોમી કટ્ટરતા વચ્ચેની ધૈર્યગાથાઃ રતલામ-જિનમંદિરપ્રકરણ અશાંતિનું મૂળ રતલામના શ્રી શાંતિનાથ ભગવાનના દેરાસરમાંથી શિવલિંગઃ ખસેડ્યાના દાવાના કારણે ત્યાંના જૈનસમાજમાં વ્યાપેલી અશાંતિના વિગતવાર સામાચાર અમારા ગયા અંકમાં છપાઈ ગયા છે; તે ખૂબ ચિંતા ઉપજાવે છે. પહેલી વાત – જે સાવ પાયા વગરની છે, અને જે ન્યાયી હોવાનો કોઈ જ સંભવ નથી – ને ક્ષણભર માટે સાચી માની લઈએ, કે એ દૂર કર્યું હતું, તો પણ એની સામે સરકારી અમલદારો સહિત રતલામની જૈનેતર જનતાએ જે ભયાનક આંદોલન જગાવ્યું, એટલું જ નહીં, ૬૦ વર્ષની વયના બુઝર્ગ અને પ્રતિષ્ઠિત જૈન આગેવાનને હાથમાં બેડીઓ પહેરાવીને જેલભેગા કરવામાં આવ્યા એ વાતનો કોઈ રીતે બચાવ થઈ શકે એમ નથી, તેમ જ એને કોઈ પણ દલીલ ન્યાયી ઠરાવી શકે એમ નથી. એક જૈન દેરાસરના આંગણામાં નહીં, પણ દેરાસરના ગભારામાં શિવલિંગ હોવાની આ વાત જેમ સાવ અસાધારણ અને નવાઈ ઉપજાવે એવી છે, તેમ એ શિવલિંગ હઠાવી લીધાનો આરોપ ઊભો કરીને ત્યાંના જૈન સમાજને ભયત્રસ્ત કરી મૂકવાની વાત પણ જાણે અગાઉથી કોઈ યોજના કે કાવતર નક્કી કરેલ હોય એવી લાગ્યા વગર રહેતી નથી. આ પ્રકરણમાં સવિશેષ નોંધપાત્ર અને ખેદ ઉપજાવે એવી બીના તો એ છે કે આમાં રતલામનું સરકારી તંત્ર એકપક્ષી બનીને જૈનોની સામે જ જાણે વ્યવસ્થિત રીતે ગોઠવાઈ ગયું હોય એ રીતે આખા ઘટનાચકે વળાંક લીધો છે. એ ચક્રના થોડાક ચીલા આપણે જોઈએ : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001041
Book TitleJinmargnu Jatan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy