________________
અહિંસાદર્શન અને અહિંસક આચારો : ૧૪, ૧૫
'The Times of India' દૈનિકના તા. ૨૮-૭-૧૯૭૪ના અંકમાં છપાયેલ નીચેના સમાચાર શાકાહારની ગુણવત્તા અને એનો મહિમા સમજાવી શકે એવા હોવાથી અહીં રજૂ કરીએ છીએ ઃ
“આગ્રામાં ‘વૃદ્ધજન-સન્માન-સમિતિ' નામક એક સંસ્થા છે. એનો ઉદ્દેશ વૃદ્ધજનોની સેવા કરવી એ જ છે. આ સંસ્થાએ એક માહિતી એકત્ર કરી છે. એમાં જણાવવામાં આવ્યું છે : હિંદુસ્તાનના શ્રી જ્ઞાનાનંદ ગિરિ સ્વામીગલ નામના એક યોગી અત્યારે ૧૭૪ વર્ષની ઉંમરના છે. તેઓ મૈસૂર રાજ્યમાં એક યોગાભ્યાસનું કેન્દ્ર ચલાવે છે અને રોજ માત્ર ત્રણ જ કલાક સૂવે છે. તેઓ પોતાની મોટી ઉંમરના કારણમાં ત્રણ બાબતો જણાવે છે : (૧) ઊંડું ધ્યાન, (૨) યુવાવસ્થાથી શરૂ કરેલ બ્રહ્મચર્ય, (૩) શાકાહાર.
૧૪૫
“આ ઉપરથી જોઈ શકાય છે, કે લાંબા અને તંદુરસ્ત આયુષ્યનો લાભ મેળવવામાં શાકાહાર ઉપયોગી થઈ શકે છે, અને એ માટે માંસાહાર કરવાની જરૂર છે એમ માનવાની બિલકુલ જરૂર નથી.”
Jain Education International
(૧૫) ઇઝરાયેલમાં શાકાહારતરફી વલણ
આપણા જાણીતા જીવદયાપ્રેમી શ્રી જયંતીલાલ માન્કરે ‘શ્રી જીવદયા' માસિકના ગત જાન્યુઆરી માસના અંકમાં ઇઝરાયેલ-પ્રદેશના એક શાકાહારી ગામનો પરિચય ‘એમિરીન : શારીરિક અને માનસિક તંદુરસ્તી; આદર્શ શાકાહારી ગામ’ નામે લેખમાં આપ્યો છે, તેમાંનો કેટલોક ભાગ નીચે સાભાર ઉદ્યુત કર્યો છે :
“ઇઝરાયેલની પ્રખ્યાત આહાર-નિષ્ણાત શ્રીમતી ઇ. જી. વ્હાઇટે, તેમના ‘Counsels on Diet and Food' નામના પુસ્તકમાં જણાવ્યું છે : ઈશ્વરી યોજના છે કે માબાપો અને તેમનાં બાળકો પ્રભુના પ્રતિનિધિ તરીકે જીવીને, શાશ્વત જીવનના ઉમેદવાર બને. યોગ્ય શારીરિક આદતો માનસિક અને આત્મિક શ્રેષ્ઠતા સ્થાપિત કરે છે. અને તેથી ડેનિયલે રાજાએ પીરસેલા માંસાહારનો પણ ત્યાગ કરવાની હિંમત બતાવી હતી. જ્યારે ઇઝરાયેલનાં બાળકોને ઇજિપ્તથી બહાર લાવવામાં આવ્યાં હતાં, ત્યારે ઈશ્વરે તેમનાં માંસપાત્રો લઈ લીધાં. અને હવે જ્યારે આપણે બીજી વખત ઇઝરાયેલની ભૂમિમાં પ્રવેશ કરીએ છીએ, ત્યારે ફરીથી ઈશ્વર આપણને અક્ષરશઃ અને આધ્યાત્મિક દૃષ્ટિએ માંસાહાર ત્યાવાની હાકલ કરે છે. તેથી તંદુરસ્તીની સુધારણા જનકલ્યાણ માટેનું ઈશ્વરનું વિશિષ્ટ કાર્ય છે.' એ છે ઇઝરાયેલવાસીઓમાં
For Private & Personal Use Only
(તા. ૧૨-૯-૧૯૭૪)
www.jainelibrary.org