SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ફિરકાઓની એકતાઃ ૪ બની જાત ! કેવી મજાની વાત ! જો ગુણગ્રાહક કે સત્યશોધક દૃષ્ટિએ કામ લેવામાં આવ્યું હોત, તો ઊલટું, શ્રી રતનચંદભાઈ કે અન્ય દિગંબર મહાનુભાવોને આ ઉપરથી એ વિચારવાનું પ્રાપ્ત થાત કે આમ બે-બે વાર શ્વેતાંબરોના પક્ષમાં ફેંસલા આવ્યા, તો જરૂર આપણી માન્યતામાં જ કંઈક ભૂલ હશે. પણ જ્યાં સાંપ્રદાયિક કટ્ટરતા જ કામ કરતી હોય ત્યાં આવું સત્ય તારવવું કે સ્વીકારવું કોને રુચે? આ પછી કેસરિયાજી તીર્થની અને મકસીજી તીર્થની વાત રજૂ કરીને દિગંબર સમાજને શ્વેતાંબરોથી સાવચેત રહેવાની ચેતવણી આપતાં તેઓ કહે છે – “આવા જ પ્રકારની ઘટના એમણે (શ્વેતાંબરોએ) કેસરિયાજીના મંદિરમાં પણ કરી છે. કેસરિયાજીના મંદિરમાંની મૂળનાયકની તથા બીજી બધી મૂર્તિઓ દિગંબર સમાજની છે. શિલાલેખ, મંદિરમાં અંકિત કરેલાં સોળ સ્વપ્ન તથા ભટ્ટારકની ગાદીઓ મંદિર દિગંબરોનું છે એના પુરાવા છે. આમ છતાં ત્યાંના મંદિરને શ્વેતાંબરો પોતાનું કહેવાની હિંમત કરી રહ્યા છે. મકસીજીમાં આવા જ પ્રકારનું કાવતરું કરવામાં આવ્યું અને ત્યાંની બેંતાલીસ દિગંબર મૂર્તિઓ ઉપર ચાકુઓ લગાવી લીધાં, અને મૂળ મંદિરની પૂજા અને વ્યવસ્થામાં હકદાર બની ગયા. વિરોધીઓની પ્રવૃત્તિઓથી આપણે ખૂબ સાવચેત રહેવાની જરૂર છે, કારણ કે આપણી ભૂતકાળની ભૂલો અને બેદરકારીને લીધે આપણે ઘણું ખોયું છે.” આવી અદ્દભુત અને સાવ એકપક્ષી રજૂઆત માટે શ્રી રતનચંદભાઈને કે એમના જેવા કટ્ટર સાંપ્રદાયિક મનોવૃત્તિ ધરાવનારાઓને શું કહીએ ? એમની આવી રજૂઆતથી નવાઈ પામવાની પણ જરૂર નથી. જ્યાં આપની તાપસી ગીર પરાથી સી' જેવી અથવા તો “મારું તે જ સારું માની લેવાની એકાંગી મનોવૃત્તિ કામ કરતી હોય, ત્યાં આવું જ બને ! એક બાજુ હજી પણ આવી કદર સાંપ્રદાયિક મનોવૃત્તિ પોતાનો અડ્ડો જમાવીને બેઠી છે અને બીજી બાજુ દેશ અને વિશ્વની વિષમ પરિસ્થિતિમાં કોઈ પણ સંઘ કે સમાજ પોતાના સંગઠન વગર ટકી શકનાર નથી એ વાતનો ખ્યાલ આવી જવાથી બધા ય જૈન ફિરકાઓની એકતા સાધવી અનિવાર્ય લાગે છે – આ બે પરસ્પરવિરોધી વાતોનો મેળ કેવી રીતે બેસવાનો છે એ એક કોયડો છે. અલબત્ત, બધા ય જૈન ફિરકાઓની એકતાનો જે વિચાર અત્યારે વેગ પકડતો જાય છે, તેમાં આંતરિક વૃત્તિ કરતાં બાહ્ય પરિસ્થિતિ વધારે કામ કરતી હોય એમ લાગે છે, તેથી એ વિચાર ઊંડો ઊતરીને દઢમૂળ થવાને બદલે ઘણી વાર ઉપરછલ્લો જ રહે છે. અને તેથી જ લેખકશ્રીએ વ્યક્ત કરી તેવી સાંપ્રદાયિક કટ્ટરતા ઘણી વાર જોવા મળે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001041
Book TitleJinmargnu Jatan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy