SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ જિનમાર્ગનું જતન કિંઈક પણ પ્રભાવ જોયો અને એમાં પગપેસારો કરવાનો એમને જરા-સરખો પણ અવસર મળ્યો કે તેઓએ એ ક્ષેત્રને શ્વેતાંબરોનું સાબિત કરવામાં કશું બાકી ન રાખ્યું. શ્રી કેસરિયાજી, મકસીજી તથા અંતરિક્ષજીમાં તો અત્યારે પણ આ વાતને લીધે ઝઘડા ચાલી રહ્યા છે.” ઘણી વાર માણસ પોતાના દોષને બીજા ઉપર લાદી દેવાની ચેષ્ટા કરે છે. શ્રી રતનચંદભાઈની ઉપરની રજૂઆત કંઈક આવી જ હોય એમ લાગે છે. જેના તીર્થસ્થાનોમાં શ્વેતાંબરોએ ઝઘડા જગાવ્યા છે કે દિગંબરોએ, એ તો એટલું બધું સ્પષ્ટ છે કે એ માટે વિશેષ કહેવા-ચર્ચવાની જરૂર જ નથી. ક્યારેક માણસ દર્પણમાં દેખાતા પોતાના મોઢા ઉપરના ડાઘને દર્પણનો ડાઘ માનીને દર્પણને ઘસવાની બાલચે નથી કરતો? અને વળી કોઈ ભૂલ બાલચેષ્ય જેવી હોય તો તો એ ભૂલ સુધરવાની આશા પણ રાખી શકાય; પણ જે ભૂલ સમજણપૂર્વક થતી હોય ત્યાં તો સાચી વાતના સ્વીકારની આશા કે અપેક્ષા રાખી જ કેવી રીતે શકાય ? આગળ ચાલતાં શ્રી રતનચંદભાઈ કહે છે – “શ્રી અંતરિક્ષજી-પાર્શ્વનાથક્ષેત્રની મૂળનાયકની પ્રતિમાને લેપ કરાવતી વખતે એમાં શ્વેતાંબરીય ચિહ્ન બનાવી દઈને વિશુદ્ધ રૂપની દિગંબર જૈન મૂર્તિને તેઓએ શ્વેતાંબર બનાવી દીધી. દુર્ભાગ્યે એમને કૉર્ટનો પણ સાથ મળી ગયો, કારણ કે કોર્ટ લેપને હઠાવીને મૂર્તિની ખરી સ્થિતિને જોવાની તકલીફ ન લીધી. આ પ્રમાણે કેટલાક વખત સુધી મૂર્તિને શ્વેતાંબર બનાવી રાખી. પરંતુ હમણાં ગયે વર્ષે મૂર્તિ ઉપરથી લેપ દૂર થઈ ગયો અને મૂર્તિ પોતાના અસલી દિગંબર.રૂપમાં આવી ગઈ. પરંતુ હકીકતને જાણવા છતાં, વિવેકથી કામ લેવાને બદલે એમણે પોતાની કુત્સિત મનોવૃત્તિનો આપણને પરિચય કરાવ્યો. દિગંબર-સમાજનો વિરોધ હોવા છતાં, એમણે લાગવગથી મહારાષ્ટ્ર સરકારના મુખ્યપ્રધાન પાસેથી લેપ કરવાની આજ્ઞા મેળવીને, પોલીસની દેખરેખ નીચે મૂર્તિ ઉપર લેપ કરાવીને ફરી વાર શ્વેતાંબર ચિહ્ન અંકિત કરી દીધું. આ રીતે સત્ય ઉપર પડદો પાડી દેવામાં આવ્યો. વિરોધીઓની આવી ધૃણાસ્પદ વૃત્તિને જોઈને સ્થાનિક દિગંબર જૈન કમિટીને કેસ દાખલ કરવો પડ્યો હતો, આ સિવાય બીજો કોઈ રસ્તો રહ્યો ન હતો.” જ્યાં સત્ય સમજવાની કે સ્વીકારવાની કોઈ તૈયારી જ ન હોય, અને જે પોતાને મનગમતો ફેંસલો ન આપે એને માન્ય રાખવાની ન્યાયી વૃત્તિનો સર્વથા અભાવ હોય ત્યાં આ સિવાય બીજું બને પણ શું? જૂના વખતમાં બ્રિટિશ હકૂમતની કોર્ટે પણ શ્વેતાંબરોના પક્ષમાં ફેંસલો આપ્યો અને સ્વરાજ્ય આવ્યા પછી મહારાષ્ટ્રની સરકારે પણ શ્વેતાંબરોની વાત જ માન્ય રાખી : માટે એ બંને ન્યાયાલયો શ્રી રતનચંદભાઈને માટે માન્ય ન ગણાયાં ! જો દિગંબરોના લાભમાં વાત થઈ હોત તો એ બંને સોનાનાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001041
Book TitleJinmargnu Jatan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy