________________
જિનમાર્ગનું જતન પણ આથી જેઓ બધા ય જૈન ફિરકાઓની એકતામાં આસ્થા ધરાવે છે અને એ માટે સાચા દિલથી અલ્પસ્વલ્પ પણ પ્રયત્ન કરે છે, એમણે પોતાની શ્રદ્ધાને ગુમાવવાની જરૂર નથી. આવા પ્રયત્નોની સામે અવરોધો તો આવતા જ રહેવાના છતાં એ પ્રયત્નોનું પણ કંઈક ને કંઈક શુભ પરિણામ આવવાનું જ.
શ્રી રતનચંદ ઝવેરીએ કરેલી રજૂઆત એક રીતે જેઓ જૈનોની એકતા માટે પ્રયત્ન કરતા હોય એમને માટે ચેતવણીની ગરજ સારે એવી છે; એટલે એનાથી અકળાવાની પણ જરૂર નથી. એક રીતે કહીએ તો આવું નિવેદન આડકતરી રીતે ઉપકારક જ થઈ પડે છે.
આ ઘટના ઉપરથી આપણે ક્યાં ઊભા છીએ એ વાતનો બોધપાઠ, શ્રી ભારત જૈન મહામંડળ જેવી જૈનોના બધા ફિરકાની બનેલી, બધા ફિરકાઓની એકતાના ધ્યેયને વરેલી અને એ માટે યથાશક્તિ પ્રયત્ન કરતી સંસ્થા કે એવી બીજી સંસ્થાઓ અને એ માટે પ્રયત્ન કરતા આપણા કાર્યકર્તાઓ લે અને એકતાના માર્ગને નિષ્કટક બનાવવા વધારે સબળ પ્રયત્ન આદરે, એ જ આ લખાણનો મુખ્ય હેતુ છે.
(તા. ૨૩-૧૨-૧૯૬૧)
(૫) એકતા માટે લગ્નક્ષેત્રનો વિસ્તાર એકતા માટે ખાસ જરૂરી તેમ જ ઉપયોગી એવી એક વ્યવહારુ બાબત તરફ સમાજનું ધ્યાન દોરવું અમે ઈષ્ટ લેખીએ છીએ. આ બાબત તે લગ્નસંબંધોનો ક્ષેત્રવિસ્તારઃ જેમ આત્મીયતા કે એકતાની ભાવનાને જન્માવવા માટે તેમ જ એને ટકાવી રાખવા માટે રોટી વ્યવહાર એક ખૂબ અગત્યનું સાધન લેખાય છે, એ જ રીતે બેટી-વ્યવહાર – અરસપરસના લગ્નસંબંધો – એ પણ આવી ભાવનાને ઉત્પન્ન કરવામાં તેમ જ એનું સંવર્ધન અને સંરક્ષણ કરવામાં ખાસ ઉપયોગી સાધન છે.
જૈનધર્મ જ્યારથી જુદાજુદા ફિરકાઓ, ગચ્છો, પેટાગચ્છો વગેરેમાં વહેંચાવા લાગ્યો ત્યારથી જ જૈનધર્મના અનુયાયીઓ વચ્ચેનું લગ્નક્ષેત્ર સંકુચિત થતું ગયું, એ કયારથી સંકુચિત થતું ગયું એ સંબંધી નિશ્ચિત માહિતી અને હકીકત રજૂ કરવાનું કામ મુકેલ છે. કેટલાક એવા પણ દાખલાઓ મળે છે, કે માત્ર જૈનધર્મના જુદાજુદા ફિરકાઓ વચ્ચે જ નહીં, પણ જૈનધર્મના અનુયાયીઓ અને હિંદુધર્મ-વૈષ્ણવ ધર્મના અનુયાયીઓ વચ્ચે પણ લગ્નસંબંધો બંધાતા હતા; કોઈ-કોઈ જગ્યાએ તો અત્યારે પણ આવા સંબંધો બંધાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org