________________
જૈનધર્મની જગતમાં પ્રતિષ્ઠા અંગેના પ્રશ્નો : ૪
૧૧
નોંધ લખીને સ્પષ્ટ જાહેર કર્યું કે આવો પાઠ સાહિત્ય-પાઠાવલીમાં દાખલ કરીને એના સંપાદકો પોતાનો સંપાદક તરીકેનો ધર્મ ભૂલ્યા છે. આમ છતાં એ પુસ્તકમાં સંપાદકો કે પ્રકાશક તરફથી કશું જ સંતોષકારક પગલું ભરવામાં નથી આવ્યું, તેથી લાગે છે કે આ માટે વધુ પ્રયત્ન કરવાની જરૂર છે; અને તેથી જ અમારે આ લેખ લખવાની ફરજ પડી છે.
ખરી વાત તો એ છે કે આપણે કોઈ વસ્તુઓનો સંગ્રહ કર્યો હોય અને એમાં જાણ્યે-અજાણ્યે કોઈ નકામી કે ભારરૂપ જ નહીં, પણ નુકસાનકારક અને કલંક લગાડે એવી વસ્તુ દાખલ થઈ ગઈ હોય, તો તે વાતનો ખ્યાલ આવતાં જ તેને દૂર કરવાનાં પગલાં વગર વિલંબે ભરવાં જોઈએ, અને તે વસ્તુ તરફ ધ્યાન દોરનારાનો આભાર પણ માનવો જોઈએ. એમ થાય તો ડહોળાયેલું વાતાવરણ નિર્મળ થઈ શકે, પણ
સાહિત્ય-પાઠાવલી'ના પ્રકાશકનો “શ્રી જેન-સત્ય-પ્રકાશ'ના તંત્રી સાથેનો પત્રવ્યવહાર (આ પત્રવ્યવહાર અમારા તા. ૧૯-૪-૧૯પરના અંકમાં છપાઈ ગયો છે.) વાંચતાં તો આથી ઊલટી જ વાત જાણવા મળે છે. તેમાં તેઓ મૂળ વાતને ગૌણ બનાવી દઈને ભાઈશ્રી જયભિખુની અજ્ઞાનતા પર દયા આવે છે' વગેરે અર્થહીન લખાણ લખીને નવી જ વાત તરફ ચર્ચાને વાળવાની કોશિશ કરે છે એ બહુ દિલગીર થવા જેવું છે. પાંચમા ધોરણનું પાઠ્ય-પુસ્તક ત્રીજા ધોરણ માટે હોવાનો ખ્યાલ જો તેમના મતે દયાજનક અજ્ઞાનતા” ઠરતી હોય, તો નીચે આપેલી નક્કર હકીકતો વાંચ્યા પછી એ પ્રકાશક-મહાશય આ પુસ્તકના સંપાદકો માટે કેવાં વિશેષણો વાપરશે તેનો વિચાર તેઓ પોતે જ કરે.
આટલું તો પ્રાસંગિક. હવે મૂળ વાત ઉપર આવીએ.
અમે આગળ કહ્યું તેમ, આ માટે જે વિશેષ પ્રયત્ન કરવાની જરૂર છે તેમાં સૌથી પ્રથમ તો જે પુસ્તકમાંથી આ પાઠ લેવામાં આવ્યો છે, તે “વનરાજ ચાવડો’ પુસ્તકના લેખક સદૂગત શ્રી મહીપતરામ રૂપરામ અને ગુજરાતના એક સમર્થ તત્ત્વચિંતક શ્રીમદ્ રાજચંદ્ર વચ્ચે આવા લખાણ અંગે જે વાતચીત થઈ છે, તે અહીં નોંધીએ છીએ. આ વસ્તુ “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથના બીજા ભાગ (આવૃત્તિ બીજી)માં ૭૧૭મા પાને ૮૦૮મી કંડિકા તરીકે છપાયેલ છે, જે અક્ષરશઃ નીચે પ્રમાણે છે : ૮૦૮ મોરબી ચૈત્ર ૧૯૫૫
આ ભારતવર્ષની અધોગતિ જૈનધર્મથી થઈ એમ મહીપતરામ રૂપરામ કહેતા, લખતા. દશેક વર્ષ પર અમદાવાદમાં મેળાપ થતાં તેમને પૂછ્યું: પ્ર. – ભાઈ, જૈનધર્મ અહિંસા, સત્ય, ન્યાય, નીતિ, આરોગ્યપ્રદ આહાર
પાન, નિર્વસન, ઉદ્યમ આદિનો બોધ કરે છે ? (મહીપતરામે ઉત્તર આપ્યો :)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org