SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ જિનમાર્ગનું જતન વળી આમજનતાની દિન-પ્રતિદિન વધતી જતી જિજ્ઞાસાને જો આપણે સમજી શકીએ, તો આપણને સ્પષ્ટ લાગ્યા વગર નહીં રહે કે માનવી પોતે ગમે તે સંપ્રદાય કે ધર્મને પાળતી હોય, છતાં જિજ્ઞાસાના ક્ષેત્રમાં એ સંપ્રદાયના વાડાથી મુક્ત બનીને નવું-નવું જાણવાની વૃત્તિવાળો બન્યો છે. તેમ જ હિંદુસ્તાનમાં તો વ્યાપક રૂપે એક અહિંસાનો યુગ નવા રૂપે હજુ હમણાં જ પ્રવર્તી ગયો છે, અને આખી દુનિયાનું ધ્યાન આજે અહિંસાની શક્તિ તરફ દોરાયું છે. આવી પરિસ્થિતિમાં અહિંસાપ્રધાન જેના સંસ્કૃતિ તરફ દેશ-પરદેશની આમ જનતાનું ધ્યાન આકર્ષિત થાય એ સાવ સ્વાભાવિક છે. જનતાની આ જિજ્ઞાસાનું પોષણ કરવું કે એ તરફ ઉદાસીનતા સેવીને એનું શોષણ થઈ જવા દેવું એ નક્કી કરવાનું કાર્ય જૈનસંઘનું છે. પ્રસ્તુત ફિલ્મમાંથી જૈન શિલ્પ શા કારણે બાકાત રહી ગયું એની તપાસ શ્વેતાંબર અને દિગંબર બંને જૈનસંઘો કરે એ ખૂબ જરૂરી છે. આશા છે કે બંને સંઘો આ માટે જાગૃત બનશે, અને જો માત્ર આપણી લાગણીપ્રધાન સંકુચિતતાના કારણે જ આવું કાર્ય અટકી પડ્યું હોય તો એ સંકુચિતતાનો અવરોધ દૂર કરીને જૈન સંસ્કૃતિના પ્રવાહને મુક્તપણે વહેવાનો માર્ગ મોકળો કરી આપશે. અસ્તુ. (તા. ૧૬-૧૦-૧૯૪૯) (૪) “સાહિત્યપાઠાવલી'ના સંપાદકોને શ્રી ઝીણાભાઈ દેસાઈ (સ્નેહરશ્ચિમ) અને શ્રી બક્ષીએ સંપાદિત કરેલ અને સુરતના હરિહર પુસ્તકાલયે પ્રગટ કરેલ “સાહિત્યપાઠાવલી' પુસ્તકમાંના, જૈન સંસ્કૃતિના અહિંસા અને દયાના સિદ્ધાંતનો ઉપહાસ કરતા “પેટમાં દેડકાવાળો વાણિયો.' શીર્ષકના પ્રકરણ અંગે હાલમાં જે ચર્ચા ઊપડી છે તે જનતાને સુવિદિત છે. “શ્રી જેનસત્ય-પ્રકાશના તા. ૧૫-૩-૧૯૫૨ના અંકમાં એક લેખ લખીને ગુજરાતના જાણીતા લેખક શ્રી જ્યભિખ્ખએ આ બીના તરફ એ પુસ્તકના સંપાદકો, પ્રકાશક અને જનતાનું ધ્યાન દોર્યું હતું. અમને ઉમેદ હતી કે આવી પ્રથમ દર્શને નુકસાનકારક અને બેહૂદી લાગતી બાબતને દૂર કરવા માટે સંપાદકો અને પ્રકાશક જરૂર સત્વર પગલાં ભરવાની ઉદારતા દાખવશે. પણ એમ ન થયું ! આ પછી અમારા તા. ૧૨-૪-૧૯૫ર અને તા. ૧૯-૪-૧૯૫૨ના અંકોમાં અમે આ અંગે ટૂંકી નોધો લખી; તેમ જ “પ્રજાબંધુ' જેવા ગુજરાતના પીઢ અને ચિંતનશીલ સાપ્તાહિકના તા. ૧૩-૪-૧૯૫૨ના અંકમાં એના લોકપ્રિય લેખક શ્રી. “સા. એ એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001041
Book TitleJinmargnu Jatan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy