SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનધર્મની જગતમાં પ્રતિષ્ઠા અંગેના પ્રશ્નો : ૩ ઉપર કોતરવામાં આવેલી ગુફાઓનો વિચાર કરીએ તો ઉદયિગિર, ખંગિરિની મહારાજા ખારવેલની અત્યારે ખૂબ ઐતિહાસિક મહત્ત્વ પામેલી હાથીગુફા, ઇલોરાની જૈન ગુફાઓ, ચાંદવડની ટેકરી ઉપરની જૈન ગુફા વગેરે અનેક જૈન ગુફાઓ આજે પણ મનોહ૨ કોતરણીનાં દર્શન કરાવે છે. પર્વત ઉ૫૨ ઊભાં કરવામાં આવેલાં મંદિરોનો વિચાર કરીએ તો એની સમૃદ્ધિની તોલે ભારતીય કોઈ પણ સ્થાપત્ય આવી શકે એમ નથી. શત્રુંજય અને સોગિરિ ઉપર તો જૈનોએ જાણે દેવમંદિરોની નગરીઓ જ વસાવી દીધી છે. આબૂનાં અદ્ભુત કોતરણીવાળાં જિનમંદિરો, તારંગાનું ગગનચુંબી જિનાલય અને શ્રમણ બેલગોલાની વિરાટકાય બાહુબલિની મૂર્તિ અને એની આસપાસનાં નાનાંમોટાં મંદિરોનો જોટો મળવો મુશ્કેલ છે. સપાટ પ્રદેશનાં મંદિરોમાં પણ રાણકપુર જેવાં દેવવિમાનનો ભાસ કરાવતાં જિનમંદિરો જૈન સંસ્કૃતિને શોભાવી રહ્યાં છે. આ ઉપરાંત દેવ, દેવીઓ, શ્રાવક, શ્રાવિકાઓ અને તીર્થંકરોની પાષાણની તેમ જ ધાતુની નાનીમોટી અનેક મૂર્તિઓ જુદા-જુદા સૈકાઓમાં બનેલી મોજૂદ છે. જૈન શિલ્પ-સ્થાપત્ય અંગે સાચી પરિસ્થિતિ આવી હોવા છતાં ઉક્ત ફિલ્મમાં એના નમૂનાઓ રજૂ થઈ શક્યા નથી એ દુઃખદ ઘટના ગણાય. આમ થવામાં દોષ કોનો ? એનો નિર્ણય કરવાનું સહેલું નથી; કારણ કે જૈન સંઘનો અમુક ભાગ આજે પણ એવો છે કે જે ધર્મના ક્ષેત્રમાં ફિલ્મ (કે નાટક) વગેરેનો સદંતર બહિષ્કાર કરે છે. એટલે સંભવ છે કે કદાચ જૈનોના આ વિરોધના કારણે જ જૈન શિલ્પના નમૂનાઓ આ ફિલ્મમાં સ્થાન ન પામ્યા હોય. - અમને લાગે છે કે આ સંબંધમાં જૈનસંઘે પોતાના વિચારોને સ્પષ્ટ કરી લેવાનો સમય આવી લાગ્યો છે. અમને પોતાને તો આવી ફિલ્મો મારફત જૈન શિલ્પ-સ્થાપત્યોની · એના ઉત્તમોત્તમ નમૂનાઓની – ૨જૂઆત કરવામાં આવે એમાં જરા પણ વાંધો લેવા જેવું નથી લાગતું; એટલું જ નહીં, આમજનતાના ખ્યાલમાં જૈન સંસ્કૃતિનું ગૌરવ અંકિત કરવા માટે અને એમ કરીને આપણા કેટલાક મૂંઝવતા પ્રશ્નો સરળ બનાવવા માટે આ કાર્ય કરવું જરૂરી લાગે છે. વળી આપણને પોતાને જો આ કાર્ય સામે વાંધો ન હોય અને સરકારી ખાતાની બેદરકારી કે સરતચૂકથી આવું કાર્ય થવું રહી જતું હોય, તો આપણે સરકારનું એ તરફ ધ્યાન દોરવું જોઈએ, અને એમ કરીને જનતાના માનસ ઉ૫૨થી જૈન સંસ્કૃતિની છાપને ભૂંસાઈ જતી રોકવી જોઈએ. જો યોગ્ય રીતે ધ્યાન દોરવામાં આવે, તો સરકાર એનો જરૂર સ્વીકાર કરે એ વાતનો અનુભવ આઝાદીનાં આ બે વર્ષ દરમ્યાન અનેક વખત થયો છે. એટલે આ સંબંધમાં જૈનસંઘ કેવું વલણ અખત્યાર કરવા માગે છે એના ઉપર જ આનો મુખ્ય આધાર છે; એટલે એ વલણ જેટલું વેળાસર નિશ્ચિત થઈ જાય તેટલું સારું. Jain Education International For Private & Personal Use Only ૯ www.jainelibrary.org
SR No.001041
Book TitleJinmargnu Jatan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy