________________
જિનમાર્ગનું જતન આવ્યું છે. લગભગ ૮૦૦૦૦ ફટ લાંબી આ ફિલ્મમાં સિંધમાંના મોહિન-જોડારોમાંથી મળી આવેલ લગભગ પાંચ હજાર વર્ષ જેટલા પ્રાચીન ગણાતા ભારતીય શિલ્યના અવશેષોના નમૂનાઓથી માંડીને ત્યાર પછીના જુદાજુદા યુગનાં શિલ્પના અવશેષોના નમૂનાઓ દેખાડવામાં આવ્યા છે. આ નમૂનાઓમાં ભારતીય સંસ્કૃતિના અંગભૂત ગણાતી વૈદિક તેમ જ બૌદ્ધ સંસ્કૃતિને રજૂ કરતી પાષાણ તેમ જ ધાતુની બનેલી જાતજાતની મૂર્તિઓ અને પ્રતિકૃતિઓનો મુખ્યત્વે સમાવેશ કરવામાં આવ્યો છે; જ્યારે ભારતીય સંસ્કૃતિના એક અગત્યના અંગરૂપ ગણાતી જૈન સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરતા નમૂનાઓ – એકાદ અપવાદ સિવાય – એમાંથી સાવ બાકાત રહી ગયા છે. આના એકમાત્ર અપવાદ તરીકે મથુરાના “કંકાલી ટીલા'ના ખોદકામ દરમ્યાન મળી આવેલ જૈન શિલ્પના નમૂનારૂપ આયાગપટ્ટને ગણી શકાય. આ બધા શિલ્પના નમૂનાઓ સાથે આ આયાગપટ્ટને ફિલ્મમાં સ્થાન આપવામાં આવ્યું છે ખરું, પણ ફિલ્મ દરમ્યાન જુદા-જુદા શિલ્પને લગતો જે સંક્ષિપ્ત પરિચય કહી સંભળાવવામાં આવે છે, એવો કોઈ પણ જાતનો પરિચય આ આયાગપટ્ટને લગતો આપવામાં આવ્યો નથી. એટલે એ શિલ્યનો નમૂનો દર્શકનું કંઈ પણ ધ્યાન દોર્યા વગર જ પસાર થઈ જાય છે.
અમે આ બીના તરફ શ્વેતામ્બર તેમજ દિગમ્બર બંને સંપ્રદાયના સંઘોનું, એ બંને સંઘના આગેવાનોનું અને એ બંને સંઘની મુખ્ય ગણાતી સંસ્થાઓનું ધ્યાન દોરીએ છીએ.
જ્યારે ભિન્ન-ભિન્ન યુગની ભારતીય કળાના નમૂનાઓની રજૂઆત કરવામાં આવતી હોય, ત્યારે જૈન કળાના નમૂનાઓ એમાંથી બાકાત શી રીતે રહી જાય એ અમારી સમજમાં ઊતરતું નથી, કારણ કે મથુરાના “કંકાલી ટીલાના ખોદકામ દરમ્યાન જેમ વૈદિક અને બોદ્ધ સંસ્કૃતિના શિલ્પના સુંદર નમૂનાઓ મળી આવ્યા છે, તે જ રીતે ત્યાંની જૈન સંસ્કૃતિને રજૂ કરતા શિલ્પના અનેક સુંદર અને પ્રાચીનતમ ગણી શકાય એવા નમૂનાઓ પણ સારી સંખ્યામાં મળી આવ્યા છે. બીજે ક્યાંયથી નહીં મળેલ એવા અષ્ટમંગળયુક્ત બે આયાગપટ્ટો, ભગવાન મહાવીરના જીવનની ગર્ભાપહારની ઘટનાને રજૂ કરતું શિલ્પ, ખભા ઉપર શોભતી કેશવાળીની લટોથી બીજા તીર્થકરોની મૂર્તિઓથી જુદી તરી આવતી ભગવાન ઋષભદેવની મોટી મૂર્તિ, જૈનસંઘના શ્રમણ-સમુદાયનાં ગણ, કુળ અને શાખાના નામોલ્લેખવાળી મહત્ત્વની શિલ્પકૃતિઓ વગેરે અનેક જૈન શિલ્પના મહત્ત્વના નમૂનાઓ અહીંથી મળી આવ્યા છે. સંયુક્ત પ્રાંત(યુ.પી.)નાં મથુરા, અલાહાબાદ અને લખનૌનાં સંગ્રહાલયોમ્યુઝિયમો)માં આ તેમ જ બીજા અનેક જૈન શિલ્યના નમૂનાઓ મોટી સંખ્યામાં સંગ્રહવામાં આવ્યા છે.
વળી ભારતીય શિલ્પ-સ્થાપત્યના મૂલ્યાંકનની દૃષ્ટિએ વિચાર કરવામાં આવે તો પણ જૈન શિલ્પ-સ્થાપત્યને અગત્યનું સ્થાન આપોઆપ મળી જાય એમ છે. પર્વતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org