________________
જૈનધર્મની જગતમાં પ્રતિષ્ઠા અંગેના પ્રશ્નો : ૨, ૩
વળગી રહેતા હશે, તેમના ગળે આવી વાણી ઊતરવી મુશ્કેલ થઈ પડી હશે. પણ આ વાણી જૈન સંસ્કૃતિની ગુણગ્રાહકવૃત્તિનો સાચો પડઘો હોવાથી જ આજે આટલી લોકપ્રિય અને આદરપાત્ર થઈ પડી છે.
આના અનુસંધાનમાં તા. ૧૮-૧૧-૧૯૫૩ના રોજ મુંબઈમાં વર્લ્ડ પીસ મિશનના ઉપક્રમે ત્યાંની ૭ર સંસ્થાઓના આશ્રયે શ્રી એસ. કે પાટીલના પ્રમુખપદે મળેલ જાહેર સભામાં પૂ. આ. ભ. શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજે ઉચ્ચારેલા નીચેના શબ્દો વાંચવા-વિચારવા રુચિકર થઈ પડે એમ છે:
હું જૈન નથી, બૌદ્ધ નથી, વૈષ્ણવ નથી, શૈવ નથી, હિન્દુ નથી, મુસલમાન નથી; હું તો પરમાત્માને શોધવા માટેના પંથ પર આગેકૂચ કરવા માગતો એક માનવી
આચાર્ય-મહારાજશ્રીના આ શબ્દો, ઉપરના શ્લોકોની જેમ, એનો ભાવાર્થ નહીં વિચારતાં કેવળ શબ્દના અર્થને વળગીને જ સમજવામાં આવે તો રૂઢિચુસ્ત માનસને એથી જરૂર આંચકો લાગે. પણ આ શબ્દોની પાછળ જે ઉદાત્ત અને ઉમદા ભાવ રહેલો છે તે તો જૈન સંસ્કૃતિના પ્રાણરૂપ કેવળ ગુણગ્રાહક દૃષ્ટિનો જ પડઘો પાડે છે. આનો ભાવ તો એ થયો કે પરમાત્માની શોધ માટે જે પંથમાં સંદેશ રહેલો છે તેનો હું ગુણગ્રાહક છું. છ યે દર્શનોને જૈન દર્શનનાં અંગ કહેવામાં આવ્યાં છે, ત્યાં પણ આવી ગુણગ્રાહક દૃષ્ટિનો જ ઉપયોગ છે એ વાત આપણે સૌ સમજતાં થઈએ.
(તા. ૨૧-૧૧-૧૯૫૩)
(૩) અતિસમૃદ્ધ જૈનકળા અંગે રાષ્ટ્રીય સ્તરે
અજ્ઞાન કે ઉપેક્ષા? આપણી મધ્યસ્થ સરકારના માહિતીખાતા તરફથી દેશની ખાસ-ખાસ ઘટનાઓને રજૂ કરતી News Reels (સમાચાર-સંબંધી ફિલ્મો) કે દેશની જુદાં-જુદાં ક્ષેત્રોની વિશેષતાઓ સમજાવતી Information Films (માહિતીને લગતી ફિલ્મો) તૈયાર કરાવવામાં આવે છે અને તે કોઈ પણ સિનેમાગૃહમાં ચાલતાં બોલપટો સાથે બતાવવામાં આવે છે એ જાણીતી બીના છે. થોડા સમય પહેલાં સરકાર તરફથી આવી જ એક માહિતીને લગતી ફિલ્મ તૈયાર કરવામાં આવી છે, જેનું નામ Indian Art Through Ages એટલે કે ભિન્ન ભિન્ન યુગોની ભારતીય કળા – એવું રાખવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org