________________
જિનમાર્ગનું જતન
નહીં નાખીએ તો જૈનધર્મ અંગેના ઇતિહાસની ભૂલોની પંરપરા ભૂતકાળની જેમ જ ચાલુ રહેશે એ આપણે બરાબર ધ્યાનમાં રાખીએ.
જેની પાસે પૈસા અને સામગ્રી બંનેમાંથી એકેનો અભાવ નથી; ખામી માત્ર છે એ બંને વચ્ચે સુમેળ સાધીને એમાંથી સર્વજનભોગ્ય પરિણામ નિપજાવવાની કળાની. ઈતિહાસમાં જૈનધર્મને યોગ્ય સ્થાન અપાવવું હોય અને જૈન સંસ્કૃતિની મહત્તા જગત સમક્ષ રજૂ કરવી હોય તો એ કળા હસ્તગત કર્યું જ છૂટકો.
(તા. ૨૪-૧૧-૧૯૫૧ અને તા. ૧૨-૧-૧૯૫૨ના લેખોનું સંકલન)
(૨) જૈન સંસ્કૃતિની મૂળ ગુણગ્રાહક દષ્ટિ
વિક્રમની સાતમ-આઠમી સદીના જ્ઞાનગંભીર આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજીનો જૈન સંસ્કૃતિની ગુણગ્રાહક દૃષ્ટિ દર્શાવતો નીચેનો શ્લોક આપણે ભારે ગૌરવથી ઉચ્ચારીએ છીએ :
पक्षपातो न मे वीरे, न द्वेषः कपिलादिषु ।
युक्तिमद्वचनं यस्य, तस्य कार्यः परिग्रहः ॥ અર્થાતુ – મહાવીર કંઈ મને વહાલા નથી અને કપિલ વગેરે કંઈ મારે મન દવલા નથી; (પણ) જેની વાણીમાં સાચી દલીલ હોય તેનો સ્વીકાર કરવો ઘટે.
આની જેમ જ કળિકાળસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજીનો આ શ્લોક પણ આપણે વારંવાર ઉચ્ચારતાં થાકતા નથી :
भवबीजाकुरजनना रागाद्याः क्षयमुपागता यस्य ।
ब्रह्मा वा विष्णुर्वा हरो जिनो वा नमस्तस्मै ॥ અર્થાત્ – સંસારના બીજને જન્માવનાર રાગ વગેરે જેના નાશ પામ્યા હોય તે વ્યક્તિ બ્રહ્મા હોય, વિષ્ણુ હોય, મહાદેવ હોય કે જિન હોય, તેને નમસ્કાર થાઓ.
અને આ શ્લોકનું ઉચ્ચારણ કરીને જ્યારે કલિકાલસર્વજ્ઞ સોમનાથ મહાદેવના લિંગને નમસ્કાર કર્યા હશે, ત્યારે કેવું દશ્ય ખડું થયું હશે એની તો આપણે કલ્પના જ કરવી રહી.
પણ અત્યારની જેમ એ પ્રાચીન સમયમાં પણ જેઓ આગમવાણીના ભાવને હૈયે ધરવાને બદલે શબ્દોના સ્થૂળ અર્થોને જ પ્રાધાન્ય આપવા ટેવાયેલા હશે, અને સમકિતી’ અને ‘મિથ્યાત્વી” જેવા શબ્દોનું હાર્દ નહીં સમજતાં એના નર્યા શબ્દાર્થને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org